જૈન ધર્મની પ્રાચીનતા

2

|| જૈન ધર્મની પ્રાચીનતા ||

શ્રી અહિંસા પ્રધાન જૈન ધર્મની પ્રાચીનતા માટે તથા ઋષભદેવ સ્વામી માટે વેદો અને પુરાણો પણ સાક્ષી પૂરે છે.

1. રૂગવેદ અધ્યાય ૩૦ માં કહ્યું છે કે:- પૃથ્વી તલ ના ભુષણ દિવ્યજ્ઞાન વડે આકાશને માપનારા, એવા હે ઋષભનાથ સમ્રાટ! આ સંસારમાં જગરક્ષક વ્રતોનો પ્રચાર કરો.

2. યજુર્વેદ અધ્યાય ૧૯ માં મંત્ર ૨૫ માં કહ્યું છે કે ઓમ નમો અર્હંતો ઋષભો,ઓમ ઋષભા પવિત્રે.

3. શ્રીમાલ પુરણ માં કહ્યું છે કે પ્રથમ ઋષભોદેવો જૈનધર્મ પ્રવર્તક.

4. બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે નાભી રાજા અને મરુદેવીથી ,મનોહર ક્ષત્રિયોમાં પ્રધાન ,સર્વક્ષત્રિય વંશ ના પૂર્વજ ,એવા ઋષભ નામના પુત્રનો જન્મ થયો હતો. વળી રૂષભદેવથી ભરત આદિ સો પુત્ર થયા . તેમાં સૌથી મોટા એવા ભરતને રાજ્યાભિષેક કરી પોતે સ્વયં દીક્ષા લઈ મુની થઇ ગયા.

વળી કહ્યું કે આર્ય ભુમિમાં ઇક્ષવાકુ ક્ષત્રિય વંશ માં ઉત્પન થયેલા શ્રી નાભિરાજા -મરૂદેવી ના પુત્ર ઋષભદેવે ક્ષમા આદિ દસ પ્રકારનો ધર્મ સ્વયં ધારણ કર્યો અને કેવલજ્ઞાન પામીને ક્ષમા આદિ ધર્મોનો પ્રચાર કર્યો .

5. સંક્ધ પુરાણમાં કહ્યું છે કે ઋષભદેવ સર્વજ્ઞાતા સર્વ દષ્ટા અને સમસ્ત દેવોને પુજ્ય એવા નિરંજન-નિરાકાર પરમાત્માનું હાથ જોડીને હર્દયથી આદિત્ય-સૂર્ય આદિ સૂર-નર ધ્યાન કરે છે .

6. નાગપુરાણમાં કહ્યું છે કે જે કુલ ૬૮ તીર્થોની યાત્રા કરવામાં થાય તે ફળ તો આદિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી થાય છે.

7. અગ્નિ પુરાણમાં કહ્યું છે કે મરુદેવીને ઉદરે ઋષભદેવ અવતર્યા અને ઋષભદેવથી ભરત રાજાનો જન્મ થયો. તે ભરત રાજા નું આ ખંડમાં શાસન હોવાથી એનું નામ ભારત વર્ષ પડ્યું છે.

8. વળી ભાગવતના ૫ માં સંક્ધમાં ૪- ૫ -૬ અધ્યાયમાં કહ્યું છે કે જૈન ધર્મના જન્મદાતા, પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવજી તે ચોવીસ અવતારોમાંથી આઠમાં અવતાર હતા. ઇતયાદી ઋષભદેવ વિષે બહુ વિસ્તારપૂર્વક કરેલ છે. તે ભાગવતથી જોઇ લેવું.

9. મનુસ્મૃતિમાં કહ્યું છે કે કુલ આચરણ આદિ ના કારણભૂત કુલ શ્રેષ્ટ સર્વથી પહેલા વીમલવાહાન, ત્યારબાદ ક્રમશ: ચક્ષુમાન, યશસ્વી, અભીચંદ્ર, પ્રસેનજીત તથા નાભીરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમા ઉત્પન થયા. ત્યારબાદ મરુદેવીને પેટે નાભીરાજા નો પુત્ર મોક્ષમાર્ગ દાખવનાર સૂર તથા અસુરથી પુજાએલા ત્રણે નીતિના વિધાતા પ્રથમ ભગવાન ઋષભદેવ સતયુગના પ્રારંભમાં થયા.

આ મનુસ્મૃતિના પ્રમાણથી સિદ્ધ થાય છે કે મનુમહારાજથી પહેલા ઋષભદેવ ભગવાન થયેલા છે. ને તેમના દ્વારા અહિંસા  પ્રધાન જૈન ધર્મનો પ્રારંભ થયેલો છે.

એટલે હિંદુ ધર્મના પુરાણ ગ્રંથો અને તેથી પ્રાચીન વેદ ગ્રંથો તથા મનુસ્મૃતિના ઉપર જણાવેલા તથા તેવા બીજા અનેક પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈનધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન (આદિનાથ) સર્વ ધર્મ મત, પન્થોથી પ્રાચીન સાબિત થાય છે. વળી હિન્દુઓના પ્રસિદ્ધ ગ્રંથો મહાભારતમાં આવે છે કે શ્રી કૃષણ ને પાંડવોના સમયમાં બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષ્ઠનેમી (નેમનાથ) વિદ્યમાન હતા. અને પ્રભાસ પુરાણમાંકહ્યું છે કે :-ભગવાન નેમનાથ શ્રી કૃષ્ણના મોટા બાપા (વાસુદેવના મોટાભાઈ) સમુદ્રવીજય રાજાના પુત્ર દ્વારીકા નિવાસી હતા તે બાવીસમાં તીર્થંકર અને શ્રી કૃષણના કાકાભાઈ હતા.તેઓં ગિરનાર પર્વત પર તપસ્યા કરી મોક્ષ ગતિને પામ્યા.

તેમજ રામાયણમાં આવે છે કે:- શ્રી રામ લક્ષમણજીના સમયમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી નું શાસન વિદ્યમાન હતું. અને રામચંદ્રજીના કુલપુરોહિત વશિષ્ઠજી ના બનાવેલ “યોગ વશિષ્ઠ” નામના ગ્રંથ માં એવો ઉલ્લેખ છે કે :- રામચંદ્રજી કહે છે કે ” હું રામ નથી; મને કોઈ પદાર્થ ની ઈચ્છા પણ નથી. હું તો જિનેશ્વર દેવ ની સમાન મારા આત્મ માં જ શાંતિ સ્થાપન કરવા ચાહું છુ.” એટલે મહ્ભારત અને રામાયણ આદી ગ્રંથોના જણાવેલ પ્રમાણોથી નક્કી થાય છે કે રામચંદ્રજીને શ્રી ક્રષ્ણ ના સમયમાં પણ અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના ઉદ્ધારક જિનેશ્વર તથા તેમના શાસનનું અસ્તિત્વ હતું ઉપર જણાવેલ બાબતો માટે જૈન આગમ સૂત્રોમાં કહ્યું છે કે.

૧. અંતકૃતા દસા સુત્રો માં કહ્યું છે કે:- બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષઠનેમી (નેમનાથ) વિદ્યમાન હતા.ત્યારે શ્રી કૃષણ વાસુદેવ થયેલા છે. અને તે બંને કાકા બાપાના દિકરા ભાઈ થતા હતા. જેઓં શ્રી ૮૬૫૦૦ વરસ પૂર્વે સોરઠમાં થયેલા હતા.

૨. સંમવાયાગ સુત્ર માં કહ્યું છે કે:- વીસમા તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં શ્રી રામ લક્ષ્મણ થઇ ગયા હતા. શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૧૮૬૫૦૦ વર્ષ પૂર્વે થઇ ગયેલા હતા.

૩. સંમવાયાગ સુત્ર તથા જમ્બુદ્રીપ પન્નતીસુત્ર માં કહ્યું છે કે :- આ અવસરપિણી કાળના ત્રીજા આરાના છે કે -શ્રી નાભીકુલ ગરને મરુદેવીથી ઋષભદેવનો જન્મ થયો. જેઓ ૨૦ લાખ પૂર્વ સુધી કુમાર- પણે રહ્યા પછી ૬૩ લાખ પૂર્વ રાજય ને છેવટે મોટા પુત્ર ભરતને રાજય સોપી દીક્ષા લઇ જૈન સાધુ થયા. એક હજાર વર્ષે કેવળજ્ઞાન કેવળદર્શન પામી પ્રથમ તીર્થંકર ભગવાને અહિંસા પ્રધાન ધર્મ પ્રકાશ્યો. એટલે જૈન આગમ સુત્રો ને તેને મળતા પુરાણ વેદગ્રંથો આદિના પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન (આદિનાથ) સર્વધર્મ-મત-પંથોથી પ્રાચીન સાબિત થઇ છે

વળી, અહિંસા પ્રધાન જૈનધર્મ ની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ વિધવાનો અને ઇતિહાસ વેતાઓના અભિપ્રાય આ પ્રમાણે છે.

૧. શ્રીમાન મહામહોપાધ્યાય ડો.સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ, પી.એચ.ડી, એફ.આઈ.આર.એસ., સિધાંત મહોદધિ પ્રિન્સીપાલ સંસ્કૃત કોલેજ કલકતા.તેઓએ પોતાના ભાષણમાં કહ્યું  છે કે :- જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે, જ્યારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે. મને એમાં કોઈ પ્રકારની શંકા નથી કે જૈન દર્શન વેદાંત અડી દર્શનોથી પૂર્વનો છે.

૨. શ્રીયુત મહામહોપાધ્યાય પં. સ્વામી રામમિશ્રીજી શાસ્ત્રી પ્રોફેસર સંસ્કૃત કોલેજ બનારસ. તેઓએ પોતાના સંવંત ૧૯૬૨ પોષ સુદ- ૧ કાશીનગરના વ્યાખ્યાનમાં કહ્યું છે કે – જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે; જયારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે. વળી જૈન ધર્મ સ્યાદવાદનો અભેદ કિલ્લો છે. તેમાં વાદી પ્રતિવાદીઓના માયામય ગોળા પ્રવેશ કરી શકતા નથી, એક દિવસ એવો હતો કે જૈન સંપ્રદાયના આચાર્યોના હુંકારથી દશે દિશાઓં ગાજી ઉઠતી હતી

૩. ભારત ગૌરવ વિધત શિરોમણી લોકમાન્ય પં. બાલગંગાધરજી તિલક પોતાના કેસરી પત્રમાં ૧૩-૧૨-૧૯૦૪માં લખે છે કે મહાવીર સ્વામી એ જૈન ધર્મ પુન:પ્રકાશમાં લાવ્યા એ વાતને આજે ૨૬૦૦ વર્ષ વ્યતીત થઇ ગયા.બૌધ ધર્મની સ્થાપનાથી પહેલા જૈન ધર્મ ફેલાયેલો હતો. આ વાત વિશ્વાસ કરવા યોગ્ય છે. ચોવીસ તીર્થંકરોમાં મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર હતા.એથી પણ જૈન ધર્મની પ્રાચીનતા જાણી શકાય છે. વળી ૩૦-૧૧-૧૯૦૪ વડોદરામાં કહેલું કે જૈન ધર્મ અનાદિ છે. એ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત છે એ માટે દ્રઢ મજબુત પ્રમાણો પણ છે.

ભગવાન મહાવીર સર્વોચ્ચ કોટિના મહાન વૈજ્ઞાનિક હતા !

|| ભગવાન મહાવીર સર્વોચ્ચ કોટિના મહાન વૈજ્ઞાનિક હતા ! ||

ભારતીય ગ્રંથોનો વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સંપૂર્ણ મેળ છે. જેમ કે, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, શારીરિક સાંરચના શાસ્ત્ર અને તબીબી વિજ્ઞાન વગેરેના મૂળભૂત સિદ્ધાંતો સદીઓ પૂર્વે જૈનધર્મના ગ્રંથોમાં મળે છે.

ધર્મ અને વિજ્ઞાન એક સાથે છે કે સામસામે છેડે છે.

કોઇ આ બંનેને માનવજીવનના પરસ્પર પૂરક પાસાં તરીકે જુએ છે, તો કોઇ એને સામસામા છેડાના વિરોધીઓ તરીકે માને છે. હકીકત એ છે કે પૂર્વના ધર્મો, પછી તે હિંદુ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, તે માનવીની જીવનશૈલી પર આધારિત ધર્મો હતા અને તેથી એમાં ઉપલકદ્રષ્ટિએ એમ લાગે કે આ કોઇ ક્રિયાકાંડ છે,

પરંતુ એ પ્રત્યેક ક્રિયાકાંડની પાછળ કોઇ વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું હોય છે. આપણા ઋષિઓ પણ મહાન વૈજ્ઞાનિકો હતા અને આપણા વિજ્ઞાનની વાત કરનારા ઋષિઓ હતા. પરિણામે ભારતીય ધર્મો એ વિજ્ઞાન સાથે તાલમેલ ધરાવનારા છે.

પશ્ચિમના ધર્મોની વાત જુદી છે. ત્યાં પોપની સર્વસત્તા હોવાથી વિજ્ઞાનીઓને એમનો સંશોધન પ્રગટ કરતા મુશ્કેલી પડતી હતી અને ઇતિહાસ કહે છે કે બ્રૂનો જેવા વિજ્ઞાનીઓને ધાર્મિકતાનો અંચળો ઓઢનારા ધર્મગુરુઓએ જીવતો બાળી નાખ્યો હતો અને બીજી બાજુ મહાન સંશોધક ગેલિલિયોને મોતના ફંદામાંથી બચવા માટે પોતે માનતો ન હોવા છતાં પોતાના વિચારો બદલીને પ્રગટ કરવા પડયા હતા.

ભારતીય ગ્રંથોનો વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સંપૂર્ણ મેળ છે. જેમ કે, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, શારીરિક સાંરચના શાસ્ત્ર અને તબીબી વિજ્ઞાન વગેરેના મૂળભૂત સિદ્ધાંતો સદીઓ પૂર્વે જૈનધર્મના ગ્રંથોમાં મળે છે.

આ સિદ્ધાંતોનો વર્તમાન યુગના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે સંપૂર્ણ મેળ હોવા અંગે પ્રસિદ્ધ ન્યૂરોલોજિસ્ટ અને જૈન ધર્મના ઊંડા અભ્યાસી તેમજ દેશ-વિદેશની અનેક કોન્ફરન્સમાં જૈનધર્મ વિશે પ્રવચન આપનાર ડો.સુધીર શાહે ઘણું ઊંડું અવગાહન કર્યું છે. એમના ગહન અભ્યાસને પરિણામે આલેખાયેલા વિચારોને અમે અહી આદર અને આનંદ સાથે વ્યક્ત કરીએ છીએ.

”જૈનદર્શનનું તત્વજ્ઞાન પૂર્ણ છે તેમજ તાર્કિક છે અને વૈજ્ઞાનિક પણ છે. એને આધારે વિશ્વ અને એની ગતિવિધિઓને જાણવી સરળ પડે છે. જૈનદર્શનમાં જિંદગી જીવવાની સારી અને સાચી રીત મળે છે. એ જ રીતે એની જીવનશૈલી સચોટ છે.

તદુપરાંત આત્મા, કર્મ અને પૂનર્જન્મના સિદ્ધાંતો અને મોક્ષ માટેનો વ્યવસ્થિત પથ બતાવ્યો છે. જૈન તત્વદર્શનમાં કર્મનો સિદ્ધાંત અત્યંત સચોટ રીતે સમજાવ્યો છે. તેની પાસે અનોખો અનેકાન્તવાદ પણ છે.
જૈનદર્શન સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક છે. તેનો મુખ્ય મંત્ર નવકારમંત્ર બિનસાંપ્રદાયિકતાનું અનોખું ઉદાહરણ છે.

જૈન ધર્મમાં પર્યાવરણની સમતુલા વ્યવસ્થિત જળવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જીવનના એક પરમત સત્ય એવા મૃત્યુની વ્યવસ્થિત તૈયારીની સાધનાપદ્ધતિ- સ્વરૃપ અનશન બતાવ્યું છે.

જૈનદર્શનમાં પોતાના સિવાય અન્ય જીવોનું પણ લૌકિક અને લોકોત્તર તથા ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ કઇ રીતે કરી શકાય તેની અદ્ભૂત પદ્ધતિ/ સાધના બતાવી છે. (પરસ્પરોપગ્રહો જીવાનામ્ ।) અને તે દ્વારા મોક્ષનો માર્ગ સૂચવ્યો છે. વિશેષત : આ માર્ગ આપણને પૂર્ણત : શારીરિક, માનસિક તથા ચૈતસિક સ્વાસ્થ્ય અર્પે છે. દીર્ધાયુષ્ય અર્પે છે.

ભગવાન મહાવીરનો ઉપદેશ શાશ્વત અને સંપૂર્ણ સત્યસ્વરૃપ છે. એટલું જ નહિ, એ પુરાતન સત્ય આજે પણ સાંપ્રત સમાજના સંદર્ભે સુસંગત છે, એ આશ્ચર્યની વાત છે ! અને તેથી તેને સર્વોચ્ચ વિજ્ઞાન કહી શકાય. મારા મતે ભગવાન મહાવીર અત્યાર સુધી વિશ્વએ જોયેલા સર્વોચ્ચ કોટિના વિજ્ઞાની છે.

આપ આ લેખ વાંચશો તેમ તેમ મારી વાત સાથે સહમત થતા જશો. એમણે આપેલું જ્ઞાન આજના આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે સુસંગત છે.

ભગવાન મહાવીરે સૌપ્રથમ જ્ઞાન ત્રિપદીમાં મૂક્યું. ત્રિપદી મૂક્યું. ત્રિપદી સ્વરૃપ જળબિંદુમાં જાણે આખો શ્રુત મહાસાગર સમાવી લીધો. એમ કહેવાય છે કે ત્રિપદીને ખોલતા જાવ તો તમામ શાસ્ત્રો ખૂલતાં જાય.

પ્રભુ મહાવીર તેમના મુખ્ય શિષ્ય એવા ગણધર ભગવંતોને ત્રિપદી આપે છે. – (૧) ઉપન્ન ઇ વા, (૨) વિગમે ઇ વા, (૩) ધુવે ઇ વા. અર્થાત્ દ્રવ્ય દ્રવ્ય સ્વરૃપે શાશ્વત છે અને પર્યાય રૃપે તેની ઉત્પત્તિ અને વિલય વચ્ચે એક એવું દ્રવ્ય અથવા સ્વરૃપ છે જે શાશ્વત તત્વ સાથેના લયને ચૂકતું નથી. આ ત્રિપદીના આધારે સમગ્ર જૈનદર્શનની રચના થઇ છે અને તે ટક્યું છે તેમ કહી શકાય. તેમાં તમામ જ્ઞાન- વિજ્ઞાનો સમાવિષ્ટ છે.

હકીકતમાં આધુનિક વિજ્ઞાન જૈનદર્શન અને તત્વજ્ઞાનનો એક નાનકડો અંશ જ છે. અત્યારના વિજ્ઞાનમાં નિરૃપાયેલા અણુવિજ્ઞાનથી માંડી જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્રથી માંડીને કોસ્મોલોજી, ગતિના નિયમોથી માંડીને કણોની ગતિ, જીવોનું વર્ગીકરણ, ધ્વનિ અને તેની અસર, તપશ્ચર્યાથી શરીર પર થથી હકારાત્મક અસર, માનસશાસ્ત્રથી માંડી મનોચિકિત્સા આ બધું જૈન તત્વજ્ઞાનમાં ઠેર ઠેર પથરાયેલું જોવા મળે છે.

એ જાણવું રસપ્રદ છે કે શાસ્ત્રોમાં ધર્મની ભાષામાં નર્યું વિજ્ઞાન ભરેલું છે. માનવજાતના ઉત્થાન માટે ધર્મ અને વિજ્ઞાનનો સુભગ સમન્વય થયો છે. જીવોનો મોક્ષ થાય એટલે જીવોની ગતિ મોક્ષ સુધી થાય.

હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મોક્ષવિદ્યામાં પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગતિના નિયમો. કોસ્મોલોજી વગેરે વિજ્ઞાનનું નિરૃપણ ક્યાં જરૃરી છે ? તેનો જવાબ એ છે કે જીવની ગતિ મોક્ષ સુધી કેવી રીતે થાય છે તે સમજવું હોય તો સર્વ જીવોનો તથા અજીવોનો અભ્યાસ જરૃરી છે.

જીવની ગતિ સમજવા માટે જીવ તથા પદાર્થના ગતિના નિયમો જાણવા જોઇએ. જીવ હાલની સ્થિતિમાંથી મોક્ષે જાય તો ક્યાં ક્યાંથી પસાર થાય તે કોસ્મોલોજી દ્વારા સમજવું પડે.

જીવ સિવાય બીજા ક્યાં દ્રશ્યો છે ? સમયની શી આવશ્યકતા છે તે જાણવું પડે. જીવની ગતિ માટે કયું માધ્યમ આવશ્યક છે તે જાણવું જોઇએ. આ કારણથી પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અણુ, ઊર્જા, ષડ, દ્રવ્ય, નવ તત્વ, કર્મવાદ, અનેકાન્તવાદ એમ અનેક શાસ્ત્રોની રચના જૈન ધર્મે કરી છે અને આખા અધ્યાત્મવાદને વિજ્ઞાનના સિદ્ધાંતો પર ઝીલ્યો છે.

તીર્થંકર પરમાત્મા ભગવાન શ્રી મહાવીરસ્વામીએ વહાવેલી ઉપદેશ જ્ઞાનગંગા (દેશના)ને ગણધર ભગવંતોએ આગમો રૃપે ઝીલી દ્વાદશાંગીની રચના કરી. આમાંની કેટલીક મહત્વની વાતોને વાચક શ્રી ઉમાસ્વાતિએ (આશરે પ્રથમ સદી- ઇશુ પછી) સંકલિત કરી.

તે ગ્રંથ ‘તત્વાર્થાધિગમ સૂત્ર’ માનવજાતિનું એ કદાચ પ્રથમ વિજ્ઞાન- પુસ્તક કહી શકાય. તેમાં દશ અધ્યાય અર્થાત્ પ્રકરણ છે. મહામનિષી ઉમાસ્વાતિએ અત્યંત ગહન અભ્યાસ કરી તેના દોહન સ્વરૃપે સૂત્રાત્મક રીતે આ બધાં વિજ્ઞાનોને તેમાં સાંકળી લીધા છે.

વાચક શ્રી ઉમાસ્વાતિજીએ પોતાને નમ્રતાથી લેખક નહી પણ તે કાળે વિદ્યમાન જ્ઞાનના સંગ્રાહક અર્થાત્ સંકલનકાર જણાવે છે. કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્યજી પણ તેમના ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’માં વાચક શ્રી ઉમાસ્વાતિજીને શ્રેષ્ઠ સંગ્રાહક તરીકે નવાજ્યા છે. (ઉપોમાસ્વાતિં સંગૃહિતાર 🙂 ખૂબીની વાત એ છે કે આ એક વ્યક્તિનું મૌલિક સંશોધન નથી, પરંતુ સમગ્ર ભારતીય સમાજ તે સમયે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે ઉત્થાન પામેલો હતો.

જૈનદર્શનની આ બધી વાતો તત્વાર્થાધિગમ સૂત્ર તથા આગમોમાંથી થોડીક વિહંગાવલોકન સ્વરૃપે જોવા પ્રયત્ન કરીશું.

(૧) મૂળભૂત વિજ્ઞાન જેમ કે પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે.

(૨) વ્રત, તપસ્યા અંગેનું વિજ્ઞાન અને આહારવિજ્ઞાન.

(૩) તબીબી વિજ્ઞાન તથા શરીરરચનાશાસ્ત્ર

(૪) અન્ય વિજ્ઞાનો જેમ કે પર્યાવરણ (Ecology), અર્થશાસ્ત્ર (Economics), કળા, સંગીત, ધ્વનિ, મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, લેશ્યાવિજ્ઞાન (Aura Science), જ્યોતિષશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન વગેરે.

સૌપ્રથમ મૂળભૂત વિજ્ઞાન તરીકે ભૌતિકશાસ્ત્રની વાત કરીશું. જૈનદર્શનમાં અણુને પદાર્થનો અવિભાજ્ય કણ કહ્યો છે. જેને આધુનિક વિજ્ઞાનના પરમાણું (એટમ) કરતાં પણ સૂક્ષ્મ અને જેનું પુન : વિભાજન ન થઇ શકે તેની પરમાણું સંજ્ઞા આપવામાં આવી છે. દ્રવ્ય રૃપે અણુ એટલે કે પરમાણું અવિભાજ્ય છે પણ તેને પર્યાયો (વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ) છે.

તે જ રીતે કાળના અવિભાજ્ય અંશને સમય કહ્યો છે, જે વર્તમાન એક ક્ષણથી પણ અસંખ્યાતમા ભાગે સૂક્ષ્મ છે. આકાશના અવિભાજ્ય અંશને પ્રદેશ કહ્યો છે.

જૈન ધર્મ એટલે દુનિયાનો પ્રાચીન ધર્મ

1

|| જૈન ધર્મ એટલે દુનિયાનો પ્રાચીન ધર્મ ||

નમો અરિહંતાણં,
નમો સિધ્ધાણં,
નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં,

એસો પંચ નમુક્કારો,
સવ્વપાવ પ્પણાસણો.
મંગલાણં ચ સવ્વેસિં,
પઢમં હવઈ મંગલં.

|| ભાવાર્થ ||

અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યોયોને નમસ્કાર, બધા જ સાધુઓને નમસ્કાર.
આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે. બધા પાપોનો નાશ કરનાર છે. અને બધાં જ મંગલોમાં પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે

દુનિયામાં સૌથી પ્રાચીન ધર્મ જૈન ધર્મને શ્રમણોનો ધર્મ કહેવામાં આવે છે. વેદોમાં પ્રથમ તીર્થંકર ઋષભનાથનો ઉલ્લેખ મળે છે તે બ્રાહ્મણ પરંપરાના ન હોઈને શ્રમણ પરંપરાના હતાં. મનુસ્મતિમાં લિચ્છવિ, નાથ, મલ્લ વહેરે ક્ષત્રિયોનો વ્રાત્યોમાં ગણવામાં આવે છે. કહેવાનો અર્થ છે કે પ્રાચીનકાળથી જ શ્રમણો ની પરંપરા વેદોને માનનારાઓની સાથે ચાલી આવી રહી છે. ભગવાન પાર્શ્વનાથ સુધી આ પરંપરા કયારેય પણ સંગઠિત રૂપમાં અસ્તિત્વમાં નહોતી આવી. પ્રાર્શ્વનાથથી પ્રાર્શ્વનાથ સંપ્રદાયની શરૂઆત થઈ હતી. અને આ પરંપરાને એક ગઠિત રૂપ મળ્યું હતું. ભગવાન મહાવીર પ્રાર્શ્વનાથ સંપ્રદાયના જ હતાં. જૈન શબ્દ જીન શબ્દ પરથી બનેલો છે. જીન બન્યો છે. ‘ જી’ ધાતુથી જેનો અર્થ થાય છે જીતવું. જીન એટલે જીતનારો, જેણે સ્વયંને જીતી લીધા તેને જીતેંદ્રીય કહે છે. ત્રેસઠ શલાકા પુરુષ ઃ કુલકરોની પરંપરા પછી જૈન ધર્મમાં લગભગ ચોવીસ તીર્થંકર, બાર ચક્રવતી, નવ બળભદ્ર, નવ વાસુદેવ અને નવ પ્રતિ વાસુદેવ બધા મળીને ૬૩ મહાન પુરુષ થયા છે. આ ૬૩ શલાકા પુરુષોનો જૈન ધર્મ અને દર્શનને વિકસિત અને વ્યવસ્થિત કરવામાં મહત્વપુર્ણ યોગદાન રહ્યું છે. ચોવીસ તીર્થંકર ઃ જેવી રીતે હિંદુઓમાં ૧૦ અવતાર થયા છે તેવી જ રીતે જૈનમાં ૨૪ તીર્થંકર થયા છે જેના નામ નિમ્નલિખિત છે – ઋષભ, અજિત, સંભવ, અબિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુન્થુ, અરહ, મલ્લિ, મુનિવ્રત, નમિ, નેમિ, પાર્શ્વનાથ અને મહાવીર.

|| મહાવીરનો માર્ગ ||

છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર તીર્થંકરોનો ધર્મ અને પરંપરાને સુવ્યવસ્થિત રૂપ આપ્યું. કૈવલ્યનો રાજપથ નિર્મિત કર્યો. સંઘ-વ્યવસ્થાનું નિર્માણ કર્યું. મુનિ, આર્યિકા, શ્રાવણ અને શ્રાવિકા, આ જ તેમનો ચતુર્વિધ સંઘ કહેવાયો. એટલા માટે તેમણે ધર્મનો મૂળ આધાર અહિંસાને બનાવી અને તેના વિસ્તાર રૂપ પંચ મહાવ્રતો ( અહીંસા, અમૃષા, અચૌર્ય, અમૈથુન અને અપરિગ્રહ) તેમજ યમોનું પાલન કરવા માટે મુનિઓને ઉપદેશ કર્યો.ગૃહસ્થોના પણ તેમણે સ્થળરૂપ – અણુવ્રત – નિર્મિત કર્યા. તેમણે શ્રદ્ધાન માત્રથ લઈને, કોપીનમાત્ર ધારી હોવા સુધી આ અગિયાર દર્જ નકકી કર્યા. દોષો અને અપરાધોના નિર્વારણાર્થે તેમણે નિયમિત પ્રતિક્રમણ પર જોર આપ્યું.જૈન ત્રિરત્ન ઃ સમ્યકદર્શન જ્ઞાનચારિત્રાણી મોક્ષમાર્ગ ઃ૧, સમ્યક ૨. સમ્યક જ્ઞાન અને ૩. સમ્યક ચરિત્ર. આ ત્રણેય મળીને જ મોક્ષનો દ્વાર ખોલે છે. આ જ કૈવલ્ય માર્ગ છે.જૈન ધર્મગ્રંથ ઃ ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા હતાં તેને તેમના પછીના ગણધરોએ, પ્રમુખ શિષ્યોએ સંગ્રહ કરી લીધા. આ સંગ્રહનું મૂળ સાહિત્ય પ્રાકૃત અને વિશેષ રૂપમાં મગધીમાં છે.ભગવાન મહાવીરરનાં પૂર્વના જૈન સાહિત્યને મહાવીરના શિષ્ય ગૌતમે સંકલિત કરી લીધું હતું. તેને પુર્વ માનવામાં આવે છે. આ રીતે ચૌદ પુર્વોને ઉલ્લેખ મળે છે.અહિંસા પરમો ધર્મ ઃ આમ તો વેદોમાં પણ અહિંસાના સૂત્રો છે. ભગવાન બુદ્ધે પણ અહિંસાને મહત્વ આપ્યું છે પરંતુ અહિંસાને વ્યાપક રૂપથી પ્રચાર કરવાનો શ્રેય જૈન ધર્મને જ જાય છે.જૈન ધર્મના આચારનો મૂળ મંત્ર છે અહિંસા. જૈન ધર્મમાં અહિંસાનું સૌથી ઊંચું સ્થાન છે. જૈન ધર્મગ્રંથોમાં અહિંસાની ખુબ જ સુક્ષ્મ વિવેચના કરવામાં આવી છે. સ્થુળ હિંસા તો પાપ છે જ પરંતુ ભાવ હિંસાને પણ સૌથી મોટું પાપ ગણવામાં આવે છે.દિગંમ્બર અન શ્વેતાંબર ઃ ભગવાન મહાવીરે જૈન ધર્મની જૈન ધર્મની ધારાઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય કર્યું , પરંતુ તેમના પછી જૈન ધર્મ મુખ્ય બે સંપ્રદાયમાં વિભકત થઈ ગયો – દિગંમ્બર અને શ્વેતાંબર.

|| જૈન ધર્મની પ્રાચીનતા! ||

શ્રી અહિંસા પ્રધાન જૈન ધર્મની પ્રાચીનતા માટે તથા ઋષભદેવ સ્વામી માટે વેદો અને પુરાણો પણ સાક્ષી પૂરે છે

૧. રૂગવેદ અધ.૩૦ માં કહ્યું છે કે:- પૃથ્વી તલ ના ભુષણ દિવ્યજ્ઞાન વડે આકાશને માપનારા, એવા હે વૃષભનાથ સમ્રાટ! આ સંસારમાં જગરક્ષક વ્રતોનો પ્રચાર કરો.

૨. યજુર્વેદ અધ.૧૯ માં મંત્ર ૨૫ માં કહ્યું છે કે ઓમ નમો અર્હંતો ઋષભો,ઓમ ઋષભા પવિત્રે.

૩. શ્રીમાલ પુરણ માં કહ્યું છે કે :-પ્રથમ ઋષભોદેવો જૈનધર્મ પ્રવર્તક.

૪. બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે :- નાભી રાજા અને મરુદેવીથી ,મનોહર ક્ષત્રિયોમાં પ્રધાન ,સર્વક્ષત્રિય વંશ ના પૂર્વજ ,એવા ઋષભ નામના પુત્રનો જન્મ થયો હતો. વળી રૂષભદેવથી ભરત આદિ સો પુત્ર થયા . તેમાં સૌથી મોટા એવા ભરતને રાજ્યાભિષેક કરી પોતે સ્વયં દીક્ષા લઈ મુની થઇ ગયા.

૫. વળી કહ્યું કે આર્ય ભુમિમાં ઇક્ષવાકુ ક્ષત્રિય વંશ માં ઉત્પન થયેલા શ્રી નાભિરાજા -મરૂદેવી ના પુત્ર ઋષભદેવે ક્ષમા આદિ દસ પ્રકારનો ધર્મ સ્વયં ધારણ કર્યો અને કેવલજ્ઞાન પામીને ક્ષમાઆદિ ધર્મોનો પ્રચાર કર્યો .

૬. સંક્ધ પુરાણમાં કહ્યું છે કે ઋષભદેવ સર્વજ્ઞાતા સર્વ દષ્ટા અને સમસ્ત દેવોને પુજ્ય એવા નિરંજન-નિરાકાર પરમાત્માનું હાથ જોડીને હર્દયથી આદિત્ય-સૂર્ય આદિ સૂર-નર ધ્યાન કરે છે .

૭. નાગપુરણમાં કહ્યું છે કે – જે કુલ ૬૮ તીર્થોની યાત્રા કરવામાં થાય તે ફળ તો આદિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી થાય છે.

૮. અગ્નિ પુરાણમાં કહ્યું છે કે મરુદેવીને ઉદરે ઋષભદેવ અવતર્યા અને ઋષભદેવથી ભરતરાજાનો જન્મ થયો. તે ભરતરાજા નું આ ખંડ માં શાસન હોવાથી એનું નામભારત વર્ષ પડ્યું છે.

૯. વળી ભાગવતના ૫ માં સંક્ધમાં ૪- ૫ -૬ અધ્યાયમાં કહ્યું છે કે જૈન ધર્મના જન્મદાતા ,પ્રથમ તીર્થંકરભગવાન ઋષભદેવજી તે ચોવીસ અવતારોમાંથી આઠમાં અવતાર હતા.ઇતયાદી ઋષભદેવ વિષે બહુ વિસ્તારપૂર્વક કરેલ છે. તે ભાગવતથીજોય લેવું.

૧૦. મનુસ્મૃતિમાં કહ્યું છે કે કુલ આચરણ આદિ ના કારણભૂત કુલ શ્રેષઠ સર્વથી પહેલા વીમલવાહાન, ત્યારબાદ ક્રમશ: ચક્ષુમાન, યશસ્વી,અભીચંદ્ર,પ્રસેનજીત તથા નાભીરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમાઉત્પન થયા .ત્યારબાદ મરુદેવીને પેટે નાભીરાજા નો પુત્ર મોક્ષમાર્ગ દાખવનાર સૂર તથા અસુરથી પુજાએલા ત્રણે નીતિના વિધાતા પ્રથમ ભગવાન ઋષભદેવ સતયુગના પ્રારંભમાં થયા.

આ મનુસ્મૃતિના પ્રમાણથી સિદ્ધ થાય છે કે મનુ મહારાજથી પહેલા ઋષભદેવ ભગવાન થયેલા છે. ને તેમના દ્વારા અહીષા પ્રધાન જૈન ધર્મનો પ્રારંભ થયેલો છે.

એટલે હિંદુ ધર્મના પુરાણ ગ્રંથો અને તેથી પ્રાચીન વેદ ગ્રંથો તથા મનુસ્મૃતિના ઉપર જણાવેલા તથા તેવા બીજા અનેક પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈનધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન(આદિનાથ) સર્વ ધર્મ મત,પન્થોથી પ્રાચીન સાબિત થાય છે. વળી હિન્દુઓના પ્રસિદ્ધ ગ્રંથો મહાભારતમાં આવે છે કે શ્રી કૃષણ ને પાંડવોના સમયમાં બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષ્ઠનેમી (નેમનાથ)વિદ્યમાન હતા. અને પ્રભાસ પુરાણમાંકહ્યું છે કે :-ભગવાન નેમનાથ શ્રી કૃષ્ણના મોટા બાપા (વાસુદેવના મોટાભાઈ) સમુદ્રવીજય રાજાના પુત્ર દ્વારીકા નીવાસી હતા તે બાવીસમાં તીર્થંકર અને શ્રી કૃષણના કાકાભાઈ હતા.તેઓં ગિરનારપર્વત પર તપસ્યા કરી મોક્ષ ગતિને પામ્યા.

તેમજ રામાયણમાં આવે છે કે:- શ્રી રામ લક્ષમણજીના સમયમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી નું શાસન વિદ્યમાન હતું. અને રામચંદ્રજીના કુલપુરોહિત વશિષ્ઠજી ના બનાવેલ “યોગ વશિષ્ઠ” નામના ગ્રંથ માં એવો ઉલ્લેખ છે કે :- રામચંદ્રજી કહે છે કે ” હું રામ નથી; મને કોઈ પદાર્થ ની ઈચ્છા પણ નથી. હું તો જિનેશ્વર દેવ ની સમાન મારા આત્મ માં જ શાંતિ સ્થાપન કરવા ચાહું છુ.” એટલે મહ્ભારત અને રામાયણ આદી ગ્રંથો ના જણાવેલ પ્રમનો થી નક્કી થાય છે કે રામચંદ્રજીને શ્રી ક્રષ્ણ ના સમય માં પણ અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના ઉદ્ધારક જિનેશ્વર તથા તેમના શાસન નું અસ્તિત્વ હતું ઉપર જણાવેલ બાબતો માટે જૈન આગમ સૂત્રોમાં કહ્યું છે કે.

૧. અંતકૃતા દસા સુત્રો માં કહ્યું છે કે:- બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષઠનેમી(નેમનાથ)વિદ્યમાન હતા.ત્યારે શ્રી કૃષણ વાસુદેવ થયેલા છે. અને તે બંને કાકા બાપાના દિકરા ભાઈ થતા હતા. જેઓં શ્રી ૮૬૫૦૦ વરસ પૂર્વે સોરઠમાં થયેલા હતા.

૨.સંમવાયાગ સુત્ર માં કહ્યું છે કે:- વીસમા તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં શ્રી રામ લક્ષ્મણ થઇ ગયા હતા.શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૧૮૬૫૦૦ વર્ષ પૂર્વે થઇ ગયેલા હતા.

૩.સંમવાયાગ સુત્ર તથા જમ્બુદ્રીપ પન્ન્તીસુત્ર માં કહ્યું છે કે :- આ અવસરપિણી કાળના ત્રીજા આરાના છે કે -શ્રી નાભીકુલ ગરને મરુદેવીથી ઋષભદેવનો જન્મ થયો. જેઓ ૨૦ લાખ પૂર્વ સુધી કુમાર- પણે રહ્યા પછી ૬૩ લાખ પૂર્વ રાજય ને છેવટે મોટા પુત્ર ભરતને રાજય સોપી દીક્ષા લઇ જૈન સાધુ થયા. એક હજાર વર્ષે કેવળજ્ઞાન કેવળદર્શન પામી પ્રથમ તીર્થંકર ભગવાને અહિંસા પ્રધાન ધર્મ પ્રકાશ્યો. એટલે જૈન આગમ સુત્રો ને તેને મળતા પુરાણ વેદગ્રંથો આદિના પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન(આદિનાથ) સર્વધર્મ-મત-પંથોથીપ્રાચીન સાબિત થઇ છે .

વળી,અહિંસા પ્રધાન જૈનધર્મ ની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ વિધવાનો અને ઇતિહાસવેતાઓના અભિપ્રાય આ પ્રમાણે છે.

૧. શ્રીમાન મહામહોપાધ્યાય ડો.સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ, પી.એચ.ડી, એફ.આઈ.આર.એસ., સિધાંત મહોદધિ પ્રિન્સીપાલ સંસ્કૃત કોલેજ કલકતા.તેઓએ પોતાના ભાષણમાં કહ્યો છે કે:-જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે,જ્યારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે.મને એમાં કોઈ પ્રકારની શંકા નથી કે જૈન દર્શન વેદાંત અડી દર્શનોથી પૂર્વનો છે.

૨. શ્રીયુત મહામહોપાધ્યાય પં.સ્વામી રામમિશ્રીજી શાસ્ત્રી પ્રોફેસર સંસ્કૃત કોલેજ બનારસ.તેઓએ પોતાના સંવંત ૧૯૬૨ પોષ સુદ- ૧ કાશીનગરના વ્યાખ્યાનમાં કહ્યું છે કે-જૈન મત ત્યારથી પ્રચલિતથયો છે;જયારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે. વળી જૈનધર્મ સયાદવાદનો અભેદ કિલ્લો છે. તેમાં વાદીપ્રતિવાદીઓના માયામય ગોળા પ્રવેશ કરી શકતા નથી,એક દિવસ એવો હતો કે જૈન સંપ્રદાયના આચાર્યોના હુંકારથી દશે દિશાઓં ગાજી ઉઠતી હતી

૩.ભારત ગૌરવ વિધત શિરોમણી લોકમાન્ય પં. બાલગંગાધરજીતિલક પોતાના કેસરી પત્રમાં ૧૩-૧૨-૧૯૦૪માં લખે છે કે મહાવીરસ્વામી એ જૈનધર્મ પુન:પ્રકાશમાં લાવ્યો એ વાતને આજે ૨૪૦૦ વર્ષ વ્યતીત થઇ ગયા.બૌધધર્મની સ્થાપનાથી પહેલા જૈનધર્મ ફેલાયેલો હતો.આ વાત વિશ્વાસ કરવા યોગ્ય છે. ચોવીસ તીર્થંકરોમાં મહાવીરસ્વામી અંતિમ તીર્થંકર હતા.એથી પણ જૈનધર્મની પ્રાચીનતા જાણી શકાય છે.વળી ૩૦-૧૧-૧૯૦૪ વડોદરામાં કહેલું કે જૈન ધર્મ અનાદિ છે. એ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત છે એમાં માટે દ્રઢ મજબુત પ્રમાણો પણ છે.

શરદ-પૂર્ણીમા

A

|| શરદ-પૂર્ણીમા ||

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે.

આ દિવસે આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. લોકો તેના શીતળ પ્રકાશમાં તેનું મોહક રૂપ જોઈને વિહરે છે. લોકો ચોખાના પૌઆ દૂધ સાથે ખાય છે. આ રાત્રીએ દૂધ, પૌઆ, સાકર, ચંદ્ર, તેની ચાંદની વગેરે તમામ વસ્‍તુ શ્વેતરંગી હોય છે. આ આહલાદક વાતાવરમાં લોકો ખુબજ આનંદિત થઈ જાય છે અને ગરબા પણ ગાય છે. આ રાત્રે લોકો લક્ષ્‍મીનું પણ પૂજન કરે છે અને તે મેળવવા જાગરણ પણ કરે છે. અહિં લક્ષ્‍મી એટલે માત્ર ધનસંપત્તિ નહિ પરંતુ તેમાં સૌદર્ય લક્ષ્‍મી ગુણ લક્ષ્‍મી તેમજ ભાવ લક્ષ્‍મીનો પણ સમાવેશ થઈ જાય છે. આ બધી લક્ષ્‍મીઓ મેળવવા માટે આપણે જાગતા એટલે કે જાગૃત રહેવું જરૂરી છે. આમાં આળસુ થઈએ કે ઉંઘવા માંડીએ તો તે પ્રાપ્‍ત થતી નથી. તેથી લોકો શરદ પૂનમની રાત્રે ચંદ્ર્ને સંગ જાગરણ કરે છે, આ તેનો મહિમા છે.

અહિં હકિકતમાં બૌધ્ધિક અને માનસિક જાગૃતિ કેળવવાનું જણાવાયું છે. તે આપણે કોઈપણ કાર્યપૂર્ણ માનસિક રીતે સતેજ થઈને અને બૌધ્ધિક રીતે જાગૃત થઈને ન કરીએ તો દેખિતું છે કે આપણને
સફળતા પ્રાપ્‍ત ન થાય અને લક્ષ્‍મી પ્રાપ્‍ત ન થાય.

આ દિવસે ચંદ્ર્નો અર્થાત સુંદરતા, શીતળતા, આનંદ અને શાંતિનો શાંતિનો મહિમા ગાવામાં આવ્‍યો છે. આ બધુ જીવનને ઉલ્‍લાસમય બનાવવા માટે જરૂરી છે. તો જ મહાપુરૂષોમાં પણ જોવા મળે છે. અને તે દર્શાવવા માટે તેઓના નામની પાછળ ચંદ્ર્ લગાડી દઈએ છીએ. જેમકે કૃષ્‍ણચંદ્ર્, રામચંદ્ર્ વગેરે અર્થાત આ વિભૂતિઓ ચંદ્ર જેવી સુંદરતા, શીતળતા, શાંત સ્‍વભાવ પણ ધરાવે છે. ચંદ્ર્ પોતાનામાં રહેલા આ ગુણોને કારણે મહાન બન્‍યો છે. ભગવદ્ ગીતામાં ખુદ કૃષ્‍ણે ચંદ્રને વિભૂતિ તરીકે નવાજેલ છે. કવિઓ કવિતાઓ લખવા માટે ખાસ પૂનમની રાતે ચાંદનીમાં વિહરતા હોવાના ઉદાહરણો જોવા મળે છે. ચંદ્ર્ના શાંત, આહલાદક શિતળ વાતાવરણમાં તેઓને કવિતા લખવાની પ્રેરણા મળે છે. કવિઓએ સુંદર પુરૂષને ચંદ્રવદન અને સુંદર સ્‍ત્રીને ચંદ્રમુખી તરીકે વણર્વેલ છે. ચંદ્રને જોઈને સાગર પોતાનો ઉત્‍સાહ કાબૂમાં રાખી શકતો નથી એટલે જ પ્રેમીઓએ ચાંદની રાતને નૌકાવિહાર માટે પસંદ કરી હશે, ચંદ્ર અને સાગર બંનેના આનંદમાં પોતે લીન થઈ શકે. ચંદ્રના આવા મહાન ગુણોને કારણે ખુદ શિવશંકરે પોતાના મસ્‍તકની આભામાં સ્‍થાન આપ્‍યું છે. ચંદ્રને શાંત શિતળ પ્રકાશ માત્ર માણસને જ નહિ વનસ્‍પતિ, ઔષધિઓની વૃધ્ધિ માટે પણ ઘણો જ ઉપ્‍યોગી છે. આવો શ્રેષ્‍ઠ મહિમા ધરાવતા ચંદ્રના સાંનિધ્‍યમાં આપ્‍ણે શરદ પૂનમ આનંદથી પસાર કરીએ, તેના ગુણો આપણા જીવનમાં આત્‍મસાત્ કરી આપણું જીવન આનંદથી તેમજ શાંતિપુર્વક પસાર કરીએ.

જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે. 16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઈટ કહેવામાં આવે છે
પ્રાચીનકાળ થી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી વર્ષા ઋતુની વિદાય અને હેમંત ઋતુની શરૂઆત થાય છે.
એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.

શરદ પૂનમની રાત દિવ્ય રાત્રિ છે.

|| પૂનમ નો મહિમા ||

ફાગણ પૂનમ હોલિકા પર્વ રાજા રણછોડને મળવાનું પર્વ
ચૈત્રી પૂનમ મહાવીર હનુમાનનું પર્વ
જેઠ પૂનમ વટસાવિત્રી પર્વ
અષાડ પૂનમ ગુરૃ પૂર્ણિમાનું પર્વ
શ્રાવણ પૂનમ રક્ષાબંધનનું પર્વ
ભાદરવા પૂનમ પિતૃને શ્રધ્ધાંજલિનું પર્વ
આસો માસ શરદ પૂનમ

જૈન ધર્મ

1

|| જૈન ધર્મ ||

આ જૈન શબ્દ નો અર્થ સુ થાય છે.મિત્રો જે વ્‍યક્તિ “જીન”નો અનુયાયી હોય તે “જૈન” કહેવાય.આ શબ્દ “જી” ધાતુ પરથી બન્યો છે.”જી” એટલે જીતવું.”જીન” એટલે જીતનાર.જેણે પોતાનું મન જીતી લીધું,પોતાની વાણી જીતી લીધી અને પોતાની કાયા જીતી લીધી તે વ્યક્તિ એટલે “જીન”.જૈન ધર્મ એટલે “જીન” ભગવાનનો ધર્મ.
જૈન ધર્મ બે સંપ્રદાય (૧) શ્વેતાંબર અને (૨) દિગંબર માં વિસ્તૃત થયેલ છે.

શ્વેતાંબર ની સંધી છૂટી પાડતા તે બને છે શ્વેત+અંબર.અર્થાત જેણે શ્વેત અંબર,સફેદ વસ્ત્ર ને ધારણ કર્યા છે તે શ્વેતાંબર.લગભગ 300 વર્ષ પહેલા શ્વેતાંબરોમાંથી એક નવો સંપ્રદાય જન્મ્યો. તે સંપ્રદાય હતો “સ્થાનકવાસી”.આ લોકો મૂર્તિ પૂજા નથી કરતા. જૈનોમાં તેરાપંથી, વીસપંથી, તારણપંથી, યાપનીય જેવા કેટલાક અન્ય સંપ્રદાયો પણ છે.અને દિગંબર ની સંધી છૂટી પાડતા તે બને છે

દિગ+અંબર.દિગ એટલે દિશા અને દિશા જ અંબર છે. એટલે જેમણે વસ્ત્રો નો ત્યાગ કર્યો છે તે દિઅગમ્બર કહેવાયા.પરંતુ મૂળ ઉદ્દેશ બંને નો સમાન છે. વસ્ત્રો અને ધર્મ ને શું લાગે ? પણ હકીકત એ છે કે શ્વેત વસ્ત્ર ધારણ કરવાનો અર્થ થાય છે જીવન ને પણ નિર્મળ બનાવો.પાપ કર્મો થી દુર રહી જીવન ને શ્વેત વસ્ત્ર ની જેમ સ્વચ્છ રાખો અને નિર્વસ્ત્ર રહી ને ઉદ્દેશ આપવામાં આવે છે કે પાપ કર્મો નો ત્યાગ કરો.

આમ બંને નો મૂળ ઉદ્દેશ જીવન ને ઉત્તમ બનાવાનો છે.જૈન ધર્મના બધા જ સંપ્રદાયોમાં થોડો ઘણો વિચારભેદ હોવા છતાય તેઓ બધા જ ભગવાન મહાવીર, અહિંસા, સંયમ અને અનેકાંતવાદમાં સમાન વિશ્વાસ ધરાવે છે.

જૈન ધર્મ માં ભક્તામર સ્ત્રોત અને નવકાર મંત્ર નું ઘણું મહત્વ છે.

જૈન પરંપરામાં અતિ વિશ્રુત ભક્તામર સ્ત્રોતના રચયિતા છે માનતુંગાચાર્ય. તેમનો જન્મ વારાણસીમાં ‘ઘનિષ્ઠ’ શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. તેમણે અજીતસુરીની પાસેથી શિક્ષા લીધી હતી. ગુરૂની પાસેથી કેટલીયે ચમત્કારીક વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ તેઓ આચાર્ય બન્યાં. પોતાના સમયના તેઓ પ્રભાવિક આચાર્ય થયા હતાં.

ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતાં હતાં. તે વખતે ધર્માવલંબી પોતાના ધર્મનો ચમત્કાર બતાવી રહ્યાં હતાં. ત્યારે મહારાજા ભોજે શ્રી માનતુંગાચાર્યને આગ્રહ કર્યો કે તમે મને ચમત્કાર બતાવો. આચાર્ય મૌન થઈ ગયાં. ત્યારે રાજાએ અડતાલીસ તાળાઓની એક શ્રૃંખલામાં તેમને બંધ કરી દિધા. માનતુંગાચાર્યએ તે વખતે આદિનાથ પ્રભુની સ્તુતિ પ્રારંભ કરી. જેમ જેમ શ્લોક બનાવીને તેઓ બોલતાં ગયાં તેમ તેમ તાળા તુટતાં ગયાં. બધાએ આને ખુબ જ આશ્ચર્ય માન્યું. આ આદિનાથ-સ્ત્રોતનું નામ ભક્તામર સ્ત્રોત પડ્યું. જે જૈન સમાજ માટે ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને ખુબ જ શ્રદ્ધાયુક્ત માનવામાં આવે છે.

સાધના વિધિ- ભક્તામર સ્ત્રોત વાંચવાનો સૌથી સારો સમય સુર્યોદયનો છે. વર્ષ દરમિયાન સતત વાંચવાનું શરૂ કરવું હોય તો શ્રાવણ, ભાદરવો, કારતક અને પોષ કે મહા મહિનામાં શરૂ કરો. તિથિ પુર્ણા, નંદા અને જયા હોવી જોઈએ રિક્તા ન હોવી જોઈએ.

જૈન ધર્મનો પરમ પવિત્ર અને મૂળ મંત્ર છે-

णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं।
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं॥

એટલે કે અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર અને બધા જ સાધુઓને નમસ્કાર આ પાંચ પરમેષ્ઠી છે.

જૈન ધર્મ ના ભગવાન ને તીર્થકર કહેવામાં આવે છે.જ્યારે મનુષ્ય જ ઉન્નત્તિ કરીને પરમાત્મા બની જાય તો તે તીર્થકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો તીર્થકર કહેવાય છે ઘાટને, કિનારાને તો ધર્મ તીર્થનું પ્રવર્તન કરનારા તીર્થકર કહેવાય છે. જ્યારે કે અવતાર તો પરમાત્માના, ઈશ્વરના પ્રતિક રૂપ માનવામાં આવે છે જે સમયે સમયે તેમના રૂપમાં જન્મ લે છે.

જૈન ધર્મ અનુસાર 24 તીર્થકર છે. પહેલાં તીર્થકર ઋષભનાથજી છે તો ચોવીસમા મહવીર સ્વામી. ઋષભનાથને આદિનાથ, પુષ્પદંતને સુવિધિનાથ અને મહાવીરને વર્દ્ધમાન, વીર, અતિવીર અને સન્મનિત પણ કહેવાય છે. ૧) ઋષભનાથ ૨) અજીતનાથ ૩) સમભવનાથ ૪) અભિનંદનસ્વામી ૫) સુમતિનાથ ૬) પદ્મપ્રભુ ૭)સુપાર્સ્નાથ ૮) ચંદ્રપ્રભુ ૯) પુષ્પદંત ૧૦) શીતલનાથ ૧૧) શ્રેયાન્શનાથ ૧૨)વાસુપૂજ્યસ્વામી ૧૩) વિમલનાથ ૧૪) અનંતનાથ ૧૫) ધર્મનાથ ૧૬) શાંતિનાથ ૧૭) કુંથુનાથ ૧૮) અરનાથ ૧૯) મલ્લીનાથ ૨૦) મુનીસુવ્રતસ્વામી ૨૧) નમિનાથ ૨૨) નેમિનાથ ૨૩) પાર્શ્વનાથ ૨૪) મહાવીરસ્વામી.

હવે જાણીએ ૧૦૮ મણકા ની માળા નું રહસ્ય.

પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-

જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ ૧૦ હજાર ૮૦૦ શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને ૧૦૮ જપ તો કરવા જ જોઈએ.

૧૦૮ ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. ૯ નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત ૧૨ સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના ૯ અને આદિત્યના ૧૨ આ રીતે તેમનો ગુણાકાર ૧૦૮ થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

માનવ જીવનની ૧૨ રાશિઓ છે. આ રાશીઓ ૯ ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ ૧૦૮ થાય છે.

આકાશમાં ૨૭ નક્ષત્ર છે. આના ૪-૪ પાદ કે ચરણ છે. ૨૭ નો ૪ સાથે ગુણાકાર કરવાથી ૧૦૮ થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ ૧૦૮ મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા ૧૦ હજાર ૮૦૦ છે અને બે શુન્યને દૂર કરવા પર ૧૦૮ થાય છે.

શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં ૧૦ હજાર ૮૦૦ ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ ૧૦૮ જ બચે છે.

જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં ૧૦૮ મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના ૨૭ આ રીતે પંચ પરમિષ્ઠના કુલ ૧૦૮ ગુણ હોય છે.

હવે વાત કરીએ મૂળ અત્યારે જૈન બંધુઓનો જે પવિત્ર પર્વ ચાલી રહ્યો છે તેની.પર્યુષણ પર્વ.

જૈન ધર્મના લોકો ભાદરવા માસમાં પર્યુષણનું પર્વ ઉજવે છે. શ્વેતાંબર સંપ્રદાયના પર્યુષણ ૮ દિવસ ચાલે છે. ત્યાર બાદ દિગંબર સંપ્રદાયના લોકો ૧૦ દિવસ પર્યુષણ મનાવે છે. તેને તેઓ દસલક્ષણના નામથી પણ સંબોધે છે.

પર્યુષણ પર્વ ઉજવવાનો મૂળ ઉદેશ્ય પોતાની આત્માને શુધ્ધ કરવા માટે જરૂરી ઉપક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હોય છે.

આત્માને પર્યાવરણના પ્રત્યે તટસ્થ કે વીતરાગ બનાવ્યા વિના શુધ્ધ સ્વરૂપ આપવું શક્ય નથી. આ દ્રષ્ટીથી કલ્પસૂત્ર કે તત્વાર્થ સૂત્રનું વાંચન અને વિવેચન કરવામાં આવે છે અને સંત-મુનિઓ અને વિદ્વાનોના સાનિધ્યમાં સ્વાધ્યાય કરવામાં આવે છે.

પૂજા, અર્ચના, આરતી, સમાગમ, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરવામાં આવે છે અને દૈનિક વ્યાવસાયિક તેમજ સાવદ્ય ક્રિયાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંયમ અને વિવેકનો પ્રયોગ કરવાનો અભ્યાસ ચાલતો રહે છે.

મંદિર, ઉપાશ્રય, સ્થાનક તેમજ સમવશરણ પરિસરમાં વધારે સમય રહેવાનું જરૂરી માનવામાં આવે છે. આમ તો પર્યુષણનો પર્વ દિવાળી અને ક્રિસમસની જેમ ઉલ્લાસ અને આનંદનો તહેવાર નથી. છતાં પણ તેનો પ્રભાવ આખા સમાજમાં જોવા મળે છે.

ઉપવાસ, બેલા, તેલા, અઠ્ઠાઈ, માસખમણ જેવા લાંબા કંઇ પણ ખાધા પીધા વિના નિર્જળ ઉપવાસ કરનાર હજારો લોકો સરાહના મેળવે છે. ભારત સિવાય બ્રિટન, અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, જાપાન, જર્મની તેમજ અન્ય અનેક દેશોમાં પણ પર્યુષણનું પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે.

પરંતુ પર્યુષણ પર્વ પર ક્ષમત્ક્ષમાપણું કે ક્ષમાવાણીનો કાર્યક્રમ એવો છે કે જેનાથી જેનેતર જનતાને ખુબ જ પ્રેરણા મળે છે. આની સામુહિક રૂપથી વિશ્વ મૈત્રી દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ પર આની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી કે ઋષી પંચમી કે ગણેશ વિસર્જન ના દિવસે સંવત્સરી પર્વ ઉજવવામાં આવે છે.

તે દિવસે લોકો ઉપવાસ કરે છે અને પોતાના પાપોની આલોચના કરતાં ભવિષ્યમાં તેમનાથી બચવાની પ્રતિજ્ઞા કરે છે. તેની સાથે જ તે ચોર્યાસી લાખ યોનીઓમાં વિચરણ કરી રહેલા બધા જ જીવોથી ક્ષમા માંગતાં એવું સુચિત કરે છે કે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી. પરોક્ષ રૂપે તેઓ એવો સંકલ્પ કરે છે કે તેઓ પર્યાવરણમાં કોઇ જ હસ્તક્ષેપ નહી કરે.

મન, વચન અને કાયાથી જાણતાં અને અજાણતાં તે કોઇ પણ હિંસાની ગતિવિધિમાં પોતે પણ ભાગ નહી લે અને બીજા લોકોને પણ ભાગ લેવાનું નહી કહે અને જેઓ તેમાં ભાગ લેશે તેને પણ સમર્થન નહી આપે. આ આશ્વાસન આપવા માટે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી. તેઓ એવું પણ ઘોષિત કરે છે કે તેઓએ વિશ્વના બધા જ જીવોને ક્ષમા કરી દીધા છે. અને તે જીવોને ક્ષમા માંગનારાઓથી ડરવાની જરૂરત નથી.

ખામેમિ સચ્ચે જીવા, સચ્ચે જીવા ખમંતુ મે. મિત્તિમે સચ્ચ ભુએસ વૈરં મમઝ ન કેણઈ. આ વાક્ય પરંપરાગત જરૂર છે પરંતુ ખાસ મહત્વ રાખે છે. તેને અનુસાર ક્ષમા માંગવા કરતાં ક્ષમા આપવી ખુબ જ જરૂરી છે.

ક્ષમા કરવાથી તમે અન્ય બધા જ જીવોને અભયદાન આપો છો અને તેમની રક્ષા કરવાનો સંકલ્પ કરો છો ત્યારે તમે વિવેક અને સંયમનું અનુસરણ કરશો, આત્મિક શાંતિ અનુભવશો અને બધા જ જીવો અને પદાર્થો પ્રત્યે મૈત્રી ભાવ રાખશો. આત્મા ત્યારે જ શુધ્ધ રહી શકે છે જ્યારે તે પોતાનાથી બહાર હસ્તક્ષેપ ના કરે બહારના તત્વોથી વિચલીત ન થાય. ક્ષમા-ભાવ તેનો મૂળ મંત્ર છે.

પર્યુષણ પર્વ ના અંતિમ દિવસે જૈનબંધુઓ સામાયિક ખાસ કરે છે.આમ તો અખા વર્ષ દરમિયાન સામાયિક કરવામાં આવે છે.આ સામાયિક નું મહત્વ દોષ ને દુર કરવાનું છે.

અને પર્યુષણ પર્વ ને અંતે સર્વે મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા યાચના પ્રાર્થે છે.મિચ્છામી એટલે મહ ઈચ્છા મહી એટલે કે મેં ઈચ્છા થી કે અજાણતા માં જ કોઈક પ્રકારનું દુ:ખ આપ્યું હોય તો ક્ષમા માંગું છુ.અને એ સાથે જૈન બંધુઓના પર્યુષણ પર્વ નો અંત થાય છે.

આમ પર્યુષણને જૈન બંધુઓ એક તહેવાર ની જેમ ઉજવે છે.ઘણા લોકો માં ગેરમાન્યતા પ્રવર્તે છે કે પર્યુષણ પર્વ એ જૈનો ના નવા વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે ઉજવાય છે પરંતુ જૈનોનું નવું વર્ષ તો દિવાળી જ હોય છે નહિ કે પર્યુષણ પર્વ.

આમ જૈન ધર્મ નો મુખ્ય ઉદ્દેશ છે પ્રેમ અને દયા.સર્વ પ્રાણીસૃષ્ટિ ને એટલો જ પ્રેમ કરો જેટલો ખુદ ને કરો છો અને સર્વ પ્રત્યે દયાભાવ રાખો.

 

સ્ત્રી શક્તિને નવાજતું પર્વ – નવરાત્રિ

||  સ્ત્રી શક્તિને નવાજતું પર્વ – નવરાત્રિ  ||

નવરાત્રિનો સમગ્ર તહેવાર નારીશક્તિના વ્યક્તિત્વથી ઓતપ્રોત છે. નવેય દિવસ માતાજીનાં જુદાં જુદા સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સ્વરૂપ એક પ્રતીકમાત્ર છે. ખરા અર્થમાં આ પર્વનું ધ્યેય નારીના રૂપને નવાજવાનું, તેને આદર-સન્માન આપવાનું જ છે.

શક્તિ ભક્તિથી સભર આ પર્વમાં મન મૂકીને ગરબે ઘૂમતા પહેલાં આપણે એક વાત સમજી લેવાની જરૂર છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશાં પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. આ વિધાન પરથી એક સત્ય તો ચોક્કસપણે નિષ્પન્ન થાય છે કે નારીમાં એવા કયાં સદ્ગુણો રહેલા છે જે પૂજવા અને સન્માનવાને લાયક છે. આમ જોઇએ તો નારી પણ પુરૂષની જેમ એક સામાન્ય માણસ છે તો પછી પુરૂષનું નહીં પણ નારી સ્વરૂપને કેમ પૂજનીય માનવામાં આવ્યું છે. આ સત્ય પાછળ અનેક તથ્યો પણ જોડાયેલાં છે અને આ તથ્યો નારીના વ્યક્તિત્વમાં છે. નારીના વ્યક્તિત્વમાં એવી અસીમ શક્તિઓ રહેલી છે જે પરિવાર, સમાજ, દેશ અને દુનિયાને રચનાત્મક માર્ગે દોરીને એક આદર્શ સૃષ્ટિનું સર્જન કરી શકે છે, એટલે જ દેવોને પણ મહિષાસુરનો વધ કરવા માટે મા દુર્ગાને શરણે જવું પડયું હતું.

ગર્ભમાં બાળકનું સર્જન કરીને પ્રેમથી પાલન-પોષણ કરતી આ માતૃ શક્તિમાં નવ સદ્ગુણો રહેલા છે જે ખરેખર વંદનીય છે.

|| માતૃ શક્તિમાં રહેલા નવ સદ્ગુણો ||

(૧) સહનશીલતાની મૂર્તિ (૨) સંવેદના અને કરૂણા (૩) સ્મૃતિશક્તિ અને કુશળતા (૪) કોમળતા (૫) સર્જન કરનાર નિર્માત્રી (૬) શૌર્ય અને સાહસ (૭) સમર્પણ અને સેવા (૮) સૌંદર્ય અને માધુર્ય
(૯) સૌંદર્ય અને માધુર્ય

૧.સહનશીલતાની મૂર્તિ
નારીને ધરતી મા સાથે સરખાવવામાં આવી છે, કારણ કે ધરતી મા ગમે તેટલાં કષ્ટો સહીને પણ જગતનો ભાર સહે છે. તેવી જ રીતે નારીમાં સહન કરવાની ક્ષમતા પુરૂષની સરખામણીમાં વધુ છે. ઘરમાં ગમે તેવી અભાવગ્રસ્ત પરિસ્થિતિ હશે તો પણ સ્ત્રી કોઇ પણ પ્રકારની ફરિયાદ કર્યાં વગર દરેક અભાવને સહીને પણ હસતાં મુખે બધું જ મેનેજ કરતી રહે છે.

૨. સંવેદના અને કરૂણા
સંવેદના, કરૂણા અને દયાનો ભાવ માતૃહૃદય નારીનું આભૂષણ છે. એ નારીનું સંવેદન જ છે જે લગ્ન પછી પારકાને પણ પોતાના બનાવીને જીવનભર તેની સેવા કરે છે. કોઇ અનાથ બાળકના જીવનને તેના પાલવની છાયા આપીને તેને સુરક્ષિત ભવિષ્ય આપે છે. નારીની સંવેદના જ તેની શક્તિ છે અને આ સંવેદનાની ધાર જ નારીને અન્યાય અને અત્યાચાર સામે વિહ્વળ કરી દે છે અને તેના લીધે જ તે જોખમે પણ નારીના અધિકાર માટે લડવા તૈયાર થઇ જાય છે. પાકિસ્તાનની નાનકડી કિશોરી મલાલાના હૃદયમાં પણ અન્ય દીકરીઓના અધિકારોને લઇને આ જ પ્રકારનું સંવેદન જાગેલું અને તે આખી દુનિયા માટે એક મિશાલ બની ગઇ.

૩.સ્મૃતિશક્તિ અને કુશળતા
સ્મૃતિશક્તિ માત્ર નારીમાં જ હોય એવું ચોક્કસપણે થશે પણ લાગણીથી જોડાયેલ નાની નાની વાતોને જે રીતે એક સ્ત્રી યાદ રાખી શકે છે તે રીતે ઘરનો પુરૂષ ભાગ્યે જ રાખતો હોય છે. ઘરના, પરિવારના સભ્યોના ટેસ્ટને યાદ રાખીને સૌને ભાવતી રસોઈ બનાવે છે તો પરિવારમાં સૌના જન્મદિવસ, લગ્નતિથિને યાદ રાખીને કુશળતાથી બધો જ વ્યવહાર નિભાવે છે. કુશળતાનો ગુણ પણ નારીમાં જોવા મળે છે. ઘરમાં ગમે તેવી અભાવગ્રસ્ત પરિસ્થિતિ હોય તો પણ ઘરે આવનાર મહેમાનને અભાવનો ખ્યાલ પણ ન આવે તે રીતે અતિથિની આગતાસ્વાગતા કરીને કુશળતાથી બધું જ મેનેજ કરનાર નારીની કાર્યકુશળતા ઓછી કઈ રીતે આંકી શકાય.

૪.કોમળતા
પુષ્પની જેમ સ્ત્રીનું હૃદય અને તેમનું આખુંય વ્યક્તિત્વ કોમળ હોય છે પણ તેમની કોમળતા કોઇને દુભવતી નથી. જેવી રીતે પુષ્પ તેની મહેક અને કોમળતાથી દરેક જગ્યાને સુશોભિત કરે છે તેવી જ રીતે કોમળ હૃદય ધરાવતી નારી પણ તેમના સૌંદર્યથી અને કોમળ હૃદયથી ઘરની શોભાને વધારે છે. તેની લાગણીશીલતા કોમળતા જ ઘરના વાતાવરણને જીવંત રાખે છે.

૫.સર્જન કરનાર નિર્માત્રી
નારીમાં માતૃત્વ અને કતૃત્વ બંને શક્તિ રહેલી છે. તે ગર્ભમાં બાળકનું સર્જન કરે છે અને તેનું લાલનપાલન કરીને તેના વ્યક્તિત્વને સુઘડ અને સુસંસ્કારિત બનાવે છે. નારીને એટલા માટે જ નિર્માત્રી કહેવામાં આવે છે. તે માત્ર જન્મદાત્રી જ નથી પણ તે શિશુમાં આદર્શ વ્યક્તિત્વનું ઘડતર કરનાર નિર્માત્રી પણ છે. એટલે જો ઇતિહાસમાં જ્યારે પણ કોઇ મહાન વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તેનું શ્રેય માતાને આપવામાં આવે છે. શિવાજી, સ્વામી વિવેકાનંદ કે પછી સિંહના દાંત ગણનાર શૂરવીર ભરત હોય, દરેકના મહાન કતૃત્વ પાછળ માતાનું મહાન કર્તવ્ય ચોક્કસપણે જોડાયેલું જોવા મળશે.

૬.શૌર્ય અને સાહસ
કોમળ અને સંવેદનશીલ નારીનું સાહસ જ્યારે જાગી જાય ત્યારે તે દુર્ગા અને કાલી બનીને અસુરોનો નાશ કરીને જ જંપે છે. કોમળ, નાજુક કાયા ધરાવનાર નારીને ક્યારેય અબળા કે કમજોર સમજવાની ગલતફહમી ન કરવી જોઇએ, કારણ કે સમય આવ્યે તે તેની વિરતાનો પરિચય બખૂબી આપી શકે છે. ઝાંસીની રાણી અને દુર્ગાવતી તેનું ઉત્તમ ઉદાહરણ છે. નારીએ પણ તેમની આ ક્ષમતાથી વાકેફ થવાની જરૂર છે જેથી ક્યાંય કોઇ પણ જગ્યાએ તેનું શોષણ ન થાય.

૭.સમર્પણ અને સેવા
અમેરિકાના લેખક જ્યોર્જ વિલિયમ કર્ટિશે કહ્યું છે કે નારીનો ત્યાગ અને સેવાભાવ એટલાં મહાન છે કે જગત તેના માટે હંમેશાં તેનું ઋણી રહેશે. તો શ્રીરામ શર્મા આચાર્યે કહ્યું છે કે જેની સેવાની સૌરભ સમગ્ર સૃષ્ટિને સુરભિત કરે છે તે નારી સૃષ્ટિની સર્વશ્રેષ્ઠ સૌંદર્યમય કૃતિ છે.જ્યારે સમર્પણ અને સેવાની વાત આવે ત્યાં નારી હંમેશાં મોખરે રહી છે. માતા-પિતાનું ઘર છોડીને પતિના ઘરને પ્રેમથી સંવારતી સજાવતી નારીમાં પારકાને પોતાના બનાવીને સેવા અને પ્રેમથી સૌનાં દિલ જીતવાની જે કળા છે તે ખરેખર પ્રસંશનીય છે. તેનો આ ગુણ જ સંસારને હર્યોભર્યો રાખે છે.

૮.સૌંદર્ય અને માધુર્ય
નારીની સુંદરતા પણ તેના વ્યક્તિત્વનો એક પ્લસ પોઇન્ટ છે. અહીં આપણે સેક્સની અપીલના સંદર્ભે સૌંદર્યની વાત નથી કરતાં, પરંતુ વ્યક્તિત્વને નિખારતાં બાહ્ય સૌંદર્ય અને જીવનને સંવારતા મનના સૌંદર્યની વાત કરીએ છીએ. સાહિત્યમાં પણ નારીના સૌંદર્યને કુદરતની ઉત્તમ કૃતિ માનવામાં આવી છે. નારીએ પણ તેના આ ગુણનું સભાનતાથી જતન કરવું જોઇએ, કારણ કે બાહ્ય સુંદરતા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. પ્રભાવક વ્યક્તિત્વ ક્ષમતાનું પ્રથમ પ્રમાણ આપે છે તે ન ભૂલવું જોઇએ.

૯.લજ્જા અને મર્યાદા
લજ્જાને સ્ત્રીનું ઘરેણું કહેવામાં આવ્યું છે. લજ્જાથી જ એક સામાજિક મર્યાદારેખા બંધાઇ છે. જેનાથી સ્ત્રી તેના ઘરની આબરૂને રક્ષતિ હોય છે. સ્ત્રીમાં રહેલી લજ્જા એ કાંઇ તેના વ્યક્તિત્વનો માઇનસ પોઇન્ટ નથી, પરંતુ તેના થકી જ તે સંબંધોને આદર આપે છે. વડીલોની આમાન્યા જાળવે છે. નારીમાં રહેલ લજ્જાના ગુણને લીધે જ તે અન્યને સન્માન આપે છે અને પોતે પણ માન સન્માનની હકદાર બને છે કારણ લજ્જા જ તેને ઉદ્ધત બનાવતાં રોકે છે. શરમના લીધે સ્ત્રીનું વ્યક્તિત્વ સહજ, શાલીન અને સભ્ય બની રહે છે.

1

|| માઁ દુર્ગાના નવ સ્વરૂપો ||

નવરાત્રીના નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી) આગળના ત્રણ દિવસોમાં લક્ષ્મી માતાના સ્વરૂપોની અને પાછલા ત્રણ દિવસોમાં સરસ્વતીના ત્રણ રૂપોની પુજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે.

પહેલા દિવસે દુર્ગા શૈલીપુત્રી
આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

બીજા દિવસે દુર્ગા શ્રી બ્રહ્મચારિણી
આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.

ત્રીજા દિવસે દુર્ગા શ્રી ચંદ્રઘંટા
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

ચોથા દિવસે દુર્ગા શ્રી કૂષ્માંડા
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.

પાંચમા દિવસે દુર્ગા શ્રી સ્કંદમાતા
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે.
આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.

છઠ્ઠા દિવસે દુર્ગા શ્રી કાત્યાયની
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે.

સાતમા દિવસે દુર્ગા શ્રી કાલરાત્રિ
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

આઠમા દિવસે દુર્ગા શ્રી મહાગૌરી
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.

નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય

|| નવરાત્રિ ||

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય/માઘ નવરાત્રી છે. આમાં, પુરતશી મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે.
1. વસંત નવરાત્રી: બસંત નવરાત્રી, જેને વસંત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામા નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

2. ગુપ્ત નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન અનુસરવામાં આવે છે.

3. શરણ નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી અશ્વિન મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ (શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબર)ના સમયે થાય છે માટે.

4. પોશ્ય નવરાત્રી: પોશ્ય નવરાત્રી પોશ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પોશ્ય નવરાત્રી પોશ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરવામાં આવે છે.

5. માઘ નવરાત્રી: માઘ નવરાત્રી,ને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, માઘ (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરાય છે.

નવરાત્રી ત્રણ દિવસોના ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જેથી દેવી કે દેવીઓના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય.

પ્રથમ ત્રણ દિવસો
દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઇ જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે.

બીજા ત્રણ દિવસો
માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે, સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે.

અંતિમ ત્રણ દિવસો
અંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે, લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે, અને માટે જ નવ રાત્રીની પૂજા કરવામાં આવે છે.

|| માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે ||

(૧) પહેલો તમો ગુણ (જે ડર, લાગણી અને તણાવ દર્શાવે છે.)

(૨) બીજો ગુણ (જે દયા દર્શાવે છે.)

(૩) ત્રીજો ગુણ સત્‍વગુણ (જે સત્‍ય, સ્‍વચ્‍છતા, શાંતિ સ્‍વભાવ દર્શાવે છે.)

આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ માં શક્તિની આરાધના કરવામાં આવે છે

 

નવરાત્રી અને દશેરા

1    2

|| નવરાત્રી ||

“ગરવી ગુજરાતનો ગૌરવવંતો ઉત્સવ”

નવરાત્રી ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, નવરાત્રી એટલે ગુજરાતની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે.‘જયાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત‘ કવિની આ કાવ્‍ય પંક્‍તિને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જયાં જયાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેંક પહોંચાડી દીધી છે. નવરાત્રી આદ્યશક્તિ મા અંબાની ઉપાસનામાં ઉજવવામાં આવે છે. જેનાં ઘણાં રૂપો છે. દેવી એ શક્તિનું રૂપ છે. જે બુરાઇનો નાશ કરે છે. શિવની પત્‍ની પાર્વતીનાં પણ ઘણાં રૂપો છે. નવરાત્રીના નવ દિવસ દેવી-દેવતાઓને પ્રસન્‍ન કરવા માટે પૂજાપાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે.

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતીકરૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ, બીજો રજો ગુણ અનેત્રીજો ગુણ સત્‍વગુણ .આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ મા શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદ્ભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યની જીતના પ્રતીક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે.

નવરાત્રિ એક એવો તહેવાર છે જેમાં માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ મા દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતાં માતાનું સ્થાન ઊંચું હોય છે. પિતા કરતાં માતાનું મહત્ત્વ પણ વધુ હોય છે. માતા એ જનની છે. બાળકનુ પાલન-પોષણ કરે છે. માતા જ બાળકને સંસ્કાર પણ આપે છે. તેવી જ રીતે હિન્દુ ઘર્મમાં પણ માતાની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે.

ૐ શક્તિ ૐ શક્તિ ૐ શક્તિ ૐ
બ્રહ્મ શક્તિ, વિષ્ણુશક્તિ શિવશક્તિ ૐ
આદિશક્તિ મહાશક્તિ પરાશક્તિ ૐ
ઇચ્છાશક્તિ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ ૐ

ગુજરાતમાં નવરાત્રી ઉત્‍સવ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઉજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમી ને દિવસે માતાજીને વિદાય અપાય છે. પરંતુ દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી હોય છે –

ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9
આસો સુદ 1 થી આસો સુદ 9
મહાસુદ 1 થી મહાસુદ 9

આ ચારે નવરાત્રીઓમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભક્‍તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્‍વ વધુ છે – ચૈત્ર સૂદ 1 થી ચૈત્ર સુદ 9, આસો સુદ 1 થી આસો સુદ 9.
યોગાનુયોગ આ બન્ને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રી રામનો પ્રાર્દૂભાવનો દિવસ. અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1 થી આસો સુદ 9 ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્‍તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમીને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટથી પ્રયાણ કર્યું હતું.

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્‍સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે નૃત્ય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા ગરબા કયાંય રમાતા નથી. નવરાત્રીના તહેવારની રાહ ગુજરાતીઓ જ નહિ, પરંતુ તેમની સાથે વસતા અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્‍સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓને ઘેલા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે મનભરીને માણે છે.

દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્‍ય, પોશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્‍કૃતિ પણ અકબંધ રહે છે.

ગુજરાત ‘નવરાત્રી જ્યાં જીવન તહેવારોના રૂપે જીવાય છે.’ ઉજવે છે. આ નવ દિવસ દરમિયાન નૃત્‍ય અને સંગીતની ધૂમ ચાલે છે. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્‍ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્‍કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. નવરાત્રી દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા, સુંદર, ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઈને જાય છે.

|| નવરાત્રીનું પૌરાણિક મહત્વ ||

પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યાર બાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધાં ગભરાઈ ગયાં અને તેઓ ભગવાન શિવ પાસે ગયાં. શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે.

બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. ત્યાર બાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો. તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે. ત્યાર બાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.

આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુધ્ધ કરવા માટે નીકળ્યાં તે પહેલા તેમને દેવી શક્તિની ઉપાસન કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું. અને ત્યાર બાદ તેમને નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કરીને દશમા દિવસે યુધ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયા દશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળુ બનાવીને તેનું દહન કરે છે.

આજે વર્ષો પછી પણ એ જ ઉંમગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયા દશમીની ઉજવણી કરે છે.

જે નવદિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુધ્ધ કર્યું હતું તેને નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખુબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે.

એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ. આ દિવસે ઠેર ઠેર ખુબ જ મોટા મોટા યજ્ઞો થાય છે. આ દિવસનું મહત્વ ખુબ જ માનવામાં આવે છે.

3

|| દશેરા ||

“દશેરા વિજયપ્રસ્થાનનો ઉત્સવ”

દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો ઉત્સવ. નવરાત્રિના નવ દિવસ જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજયપ્રાપ્તિ માટે થનગની ઊઠે એ તદ્દન સ્વાભાવિક છે. આ રીતે જોતાં દશેરાનો ઉત્સવ એટલે વિજયપ્રસ્થાનનો ઉત્સવ.

પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસ વિજયપ્રસ્થાનનું પ્રતીક બન્યો છે. ભગવાન રામચંદ્રે રાવણને માત કરવા આ જ દિવસે પ્રસ્થાન કર્યું હતું. છત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને જેબ કરવા આ જ દિવસે પ્રસ્થાન કરી હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું. આપણા ઇતિહાસમાં આવા અનેક દાખલા છે કે જ્યારે હિન્દુ રાજાઓ આ દિવસે વિજય પ્રસ્થાન કરતા હતા.

ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ તેમ જ સમાજના લોહીમાં વીરતા પ્રગટે એ માટે તેણે દશેરાનો ઉત્સવ રાખ્યો. જો યુદ્ધ અનિવાર્ય જ હોય તો શત્રુના હુમલાની રાહ જોયા વગર તેના ઉપર ચડાઈ કરી તેનો પરાભવ કરવો એ કુશળ રાજનીતિ છે. શત્રુ આપણે ત્યાં ઘૂસણખોરી કરે, લૂંટફાટ કરે ત્યાર પછી લડવાની તૈયારી કરે એવા આપણા પૂર્વજો નામર્દ નહોતા. તે તો શત્રુની બદદાનત કળી જઈ તેમના સીમાડા પર જ ત્રાટકી પડતા. આ દૃષ્ટિને જોતાં Defence Ministry કરતાં War Ministry નું મહત્વ વધારે ગણાય. રોગ અને શત્રુને ઊગતાં જ ડામવા જોઈએ, એક વાર જો એમનો પગપેસારો થઈ ગયો તો પછી એમના પર કાબૂ મેળવવો મુશ્કેલ બને છે.

બાહ્ય શત્રુઓની માફક આપણા આંતરશત્રુઓ પણ ઘણા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ માનવમાત્રના ષડ્રિપુ છે. આજના વિજયપ્રસ્થાનના શુભ દિવસે એમની ચાલ ઓળખી લઈ એ આપણા પર હુમલો કરે એ પહેલાં આપણે એમના પર હુમલો કરી આપણી સીમમાં આગળ વધતાં અટકાવીએ.

એ જ રીતે આળસ એ પણ આપણો એક મહાન શત્રુ છે. દૃઢ સંકલ્પથી આપણે એ કાયમના શત્રુ ઉપર કાબૂ મેળવીએ.

આજે નૈતિક મૂલ્યો ભયમાં મુકાયાં છે. ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃત્યુશય્યા પર છેલ્લા શ્વાસ લઈ રહી છે ત્યારે હું ચૂપચાપ કેમ બેસી શકું? વધતી જતી આસુરી વૃત્તિને યથાશક્તિ ખાળવા પ્રયત્ન કરીશ. ઈશકૃપા (યોગેશ્વર કૃષ્ણ) મારી જોડે છે. મારામાં રહેલું સર્વ સામર્થ્ય શત્રુને ડામવામાં ખર્ચી નાખીશ અને પાછો ફરીશ તો જયમાળા પહેરીને જ આવીશ. આ દૃઢ સંકલ્પ સાથે રણે ચડવાનો દિવસ એટલે દશેરાનો દિવસ!

ટૂંકમાં દશેરાનો દિવસ એટલે સમજમાં રહેલી દીન, હિન, લાચાર તેમ જ ભોગની વૃત્તિને સંહારવા કટિબદ્ધ થવાનો દિવસ. ધન અને વૈભવને વહેંચીને ભોગવવાનો દિવસ. બાહ્ય શત્રુની સાથે-સાથે અંદર બેઠેલા ષડ્રિપુ પર વિજય મેળવવા કૃતનિશ્ચયી બનવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા. દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભક્તામર સ્તોત્ર ભાવાર્થ સાથે (ગાથા – 01 TO 48)

    2

|| ભક્તામર સ્તોત્ર ||

પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરિ મહારાજ સાહેબ………

ભક્તામર સ્ત્રોતના રચયિતા માનતુંગાચાર્ય :-

જૈન પરંપરામાં અતિ વિશ્રુત . તેમનો જન્મ વારાણસીમાં ‘ઘનિષ્ઠ’ શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. તેમણે અજીતસુરીની પાસેથી શિક્ષા લીધી હતી. ગુરૂની પાસેથી કેટલીયે ચમત્કારીક વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ તેઓ આચાર્ય બન્યાં. પોતાના સમયના તેઓ પ્રભાવિક આચાર્ય થયા હતાં. ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતાં હતાં. તે વખતે ધર્માવલંબી પોતાના ધર્મનો ચમત્કાર બતાવી રહ્યાં હતાં. ત્યારે મહારાજા ભોજે શ્રીમાનતુંગાચાર્યને આગ્રહ કર્યો કે તમે મને ચમત્કાર બતાવો. આચાર્ય મૌન થઈ ગયાં. ત્યારે રાજાએ અડતાલીસ કડી/તાળાઓની એક શ્રૃંખલામાં તેમને બંધ કરી દિધા. માનતુંગાચાર્યએ તે વખતે આદિનાથ પ્રભુની સ્તુતિ પ્રારંભ કરી. જેમ જેમ ગાથા/શ્લોક બનાવીને તેઓ બોલતાં ગયાં તેમ તેમ એક એક કરીને તાળા તુટતાં ગયાં. બધાએ આને ખુબ જ આશ્ચર્ય માન્યું. ભક્તને અમર બનાવનારું આ આદિનાથ-સ્ત્રોતનું નામ ભક્તામર સ્ત્રોત પડ્યું. જે ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેનું ખુબ જ શ્રદ્ધાયુક્ત તેનું પઠન કરવામાં આવે છે.

જૈન પરંપરાના અત્યંત પ્રભાવી નવ સ્મરણોની સૂચિમાં આ સ્તોત્ર સાતમું આવે છે. શ્વેતામ્બર જૈન સંપ્રદાયની માન્યતા મુજબ આ મહાચમત્કારી સ્તોત્રની અતિચમત્કારિક ચાર ગાથાઓ અજ્ઞાતપણે કારણવશ લુપ્ત થતાં હાલમાં આ સ્તોત્રની ૪૪ ગાથાઓ વિદ્યમાન છે. સાધના વિધિ- ભક્તામર સ્ત્રોત વાંચવાનો સૌથી સારો સમય સામાન્ય રીતે સુર્યોદયનો છે. વર્ષ દરમિયાન સતત વાંચવાનું શરૂ કરવું હોય તો શ્રાવણ, ભાદરવો, કારતક અને પોષ કે મહા મહિનામાં શરૂ કરો. તિથિ પુર્ણા, નંદા અને જયા હોવી જોઈએ રિક્તા ન હોવી જોઈએ. તે દિવસે કોઈ ઉપવાસ યા વ્રત થાય તો ઉત્તમ ગણાય. આ સ્ત્રોત ખુબ જ પ્રભાવશાળી અને અપુર્વ આત્મ-પ્રસન્નતા આપનાર છે. આ સ્ત્રોતની ગાથાઓમાં ગુંફિત શબ્દોનું સંયોજન એટલું બધુ અદભુત છે કે તેના શબ્દોચ્ચાર વડે પ્રગટ થનાર ધ્વનિના પરમાણું વાતાવરણને આંદોલિત કરતાં ચારે તરફ ફેલાઈ જાય છે. અને અનેરી ઊર્જાઓને ઉત્પન્ન કરે છે. જો કે કેટલાયે ચમત્કારોથી ભરપુર હકીકતોની વાર્તાઓ આ સ્ત્રોતની આસપાસ રહેલ છે.

એક વાત તો નક્કી છે કે આ સ્ત્રોતમાં ભક્તામારની ગાથાઓમાં કંઈક એવું અનોખુ તત્વ અને રહસ્ય સંતાયેલ છે કે વર્ષો પસાર થવા છતાં પણ તેનો પ્રભાવ અવિચલ છે, જે સનાતન સત્ય છે. સંપુર્ણ આસ્થા, નિષ્ઠા અને સમર્પણના ભાવલોકમાં આ સ્ત્રોતનું ગાન જ્યારે કરવામાં આવે છે, ત્યારે અસીમ આનંદની અનુભુતિમાં અસ્તિત્વ ઝુમી ઉઠે છે અને નાચી ઉઠે છે.

આપ આ પણ જાણો ………..

* દરેક ગાથાની સાથે આવેલ ઋદ્ધિ-મંત્ર પ્રાચીન હસ્તપ્રત આધારિત છે. તેની સત્યતા વિશે જાણ હોવા છતાં પણ આનો પ્રયોગ મંત્રસિદ્ધ ગુરૂવર્યના આમાન્યાપુર્વક થાય તે ખુબ જ જરૂરી છે.
* ભક્તામાર સ્ત્રોતના પાઠ માટે શરીરની શુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, સ્થાનશુદ્ધિ અને ચૈતસિક સ્વસ્થતા સામાન્ય રીતે અપેક્ષિત છે.
* મહિલાઓએ આ સ્ત્રોત વાંચતી વખતે શુધ્ધતા અને અન્ય વિશેષ સાવધાની રાખવી જોઈએ.
* ઉપાસનાનો ઉત્સાહ પણ વિધિ-નિષેધોથી નિયંત્રિત રહે. ઉપાસના અશાતના સુધી ન જઈ પહોચે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
* ભક્તામાર સ્ત્રોતનો પાઠ લયબદ્ધ-મધુર-મંજુલ તેમજ સમુહ સ્વરમાં સવારના સમયે જો કરવામાં આવે તો વધારે લાભદાયી રહે છે.

ભક્તામર સ્તોત્રનું નિત્ય આરાધન કરવાથી………..

* સર્વ પ્રકારના વિધ્નો દૂર થાય છે
* સૌભાગ્યની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે.
* ચોર-ડાકુ લુટારાઓનો ભય દૂર થાય છે.
* ધર્મમાં બુદ્ધિ સ્થિર થાય અને સમ્યકશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે.
* માન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે.
* મનોરથોની સિધ્ધિ થાય છે.
* મોક્ષની પ્રાપ્તિ થાય છે.

2

પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરિ મહારાજ સાહેબ રચીત

|| ભક્તામર સ્તોત્ર || ભાવાર્થ સાથે (ગાથા – 01 TO 48)

1234jpg56789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748

 

આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે

3

|| આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે ||

ધર્મ કહે છે આત્મા એ ચૈતન્ય સ્વરુપ છે. જે હયાત હોય તો તે જીવ અને તેની ગેર હાજરી તેને અજીવ કહેવાય છે.
સામાન્ય બુધ્ધી કહે છે શરીરમાં જે જીવ હોય ત્યાં સુધીજ તેની નિત્ય ક્રિયા જેવી કે શ્વાસ લેવો હ્રદયનું ધબક્વુ કે હલન ચલન થાય્..તે ન હોય તો શરીર મૃત્યુ પામ્યુ કહેવાય.

જે શ્રધ્ધેય છે તે સમજે છે કે આ ચૈતન્ય સ્વરુપ અજર અને અમર છે. તે દેહ બદલે છે અને જ્યારે તે દેહ બદલે છે ત્યારે નાશવંત દેહ મૃત્ય પામ્યો તેમ કહેવાય છે. અને તેથી સદગત કે સ્વર્ગવાસી શબ્દ મૃત્યુ પામેલ વ્યક્તિ માટે વપરાય છે. સામાન્ય બુધ્ધી કહે છે આ શબ્દ પ્રયોગ આડાકતરી રીતે આત્મા શરીરથી જુદો છે તેમ સુચવે છે.

ધર્મ કહે છે આત્મા સહજાનંદી, શુધ્ધ સ્વરુપી, અવિનાશી છે. તે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધરાવે છે.

સામાન્ય બુધ્ધી આ જગ્યાએ ગોથુ ખાઈ જાય છે..અને મત-મતાંતરો આધારીત વિવાદોમાં ગુંચવાય છે.પહેલી ગુંચવણ એ છે કે આત્મા નિરાકાર છે તેથી કોઈ જૉઇ નથી શકતા તેથી બુધ્ધી વિજ્ઞાન નો આધાર લઈને ગુંચવય છે તેની હયાતી કે અસ્તીત્વ વિશે. જે લોકો ધર્મ અને પ્રભુવાણી સત્ય છે અને આચાર્ય ભગવંતો તે સત્ય ટકાવવા માટે મથે છે તેવા દરેક શ્રધ્ધેય માણસો એ સ્વિકારી લીધુ કે જેમ પવન દેખાતો નથી છતા અનુભવાય છે તેમ જ આત્મા છે અને જ્યારે મૃત્યુ થાય ત્યારે અનુભવાય કે આત્મા છે.

ધર્મ કહે છે -આત્મા પર્માત્માનુ એક સ્વરુપ છે તેથી તે સર્વગુણ સંપન્ન અને અનંત વીર્ય અને અનંત શક્તિનો માલીક છે.

સામાન્ય બુધ્ધી આ વાતને સમજી નથી શકતી કે માની નથી શકતી કારણ કે જો આત્મા સર્વ ગુણ સંપન્ન હોય તો તે ભવાટવીમાં કેમ ભટકે છે? તેને જ્ઞાન હોય તો તે પાપના માર્ગે મુરખની જેમ કેમ ચાલ્યા કરે છે?

આ બધા પ્રશ્નોનો જવાબ કર્મ વિજ્ઞાને આપેલો છે તે પ્રમાણે આત્મા પ્રમાદમાં પડે છે તેથી તેના ઉપર વિવિધ કર્મના પુદગલો ખેંચે છે જે આત્માની શક્તિ કુંઠીત કરે છે જેમ ૧૦૦ વોલ્ટના બલ્બ ઉપર જાડા અપારદર્શક આવરણો લાગ્યા પછી તેમાંથી પ્રકાશ બહાર ન નીકળે તો વિજ્ઞાન અને સામાન્ય બુધ્ધી એમ જ કહેશે બલ્બ પ્રકાશીત નથી. પણ વાસ્તવમાં તો તે પ્રકાશીત છે તે પરિણામ આપણે આવરણો દુર કરીએ ને તરત દેખાય છે.

માનવ જીવનમાં કર્તવ્યો દ્વારા મોક્ષ યાત્રા

1

|| માનવ જીવનમાં કર્તવ્યો દ્વારા મોક્ષ યાત્રા ||

|| કર્તવ્યો ||

|| દૈનિક ૬ કર્તવ્યો, વાર્ષિક ૧૧ કર્તવ્યો, પર્યુષણ મહાપર્વના ૫ કર્તવ્યો, જીવનના ૧૮ કર્તવ્યો ||

|| દૈનિક ૬ કર્તવ્યો ||

(1) ભગવાનની પૂજા (2) ગુરુભગવંતની ઉપાસના (3) જીવદયા (4) સુપાત્રદાન (5) ગુણાનુરાગ (6) જિનવાણી શ્રવણ

આપણે આપણા આત્માને પર્વની આરાધનાના ઝરમરીયાથી ભિંજાવવા દેવો જોઇએ. પર્વના દિવસોમાં કઇ આરાધના કરવાથી આત્મા ભિંજાય ? શાસ્ત્રકારે કહ્યું છે કે જ્યાં સુધી ખાવા પીવાની લોલુપતામાં મસ્ત રહીએ, શરીરની ટાપટાપીમાં પડ્યા રહીએ વાસનાઓનું પાપ ચાલુ રાખીએ અને પાપની પ્રવૃતિઓમાં મગ્ન રહીએ, ત્યાં સુધી પૌષધ ધર્મની સાધના થતી નથી, માટે જ્ઞાનીઓએ પૌષધની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ધર્મનું પોષણ કરે, તે પૌષધ કહેવાય, ”પવ્વેસુ પોસહ વયં” એ મણ્હ જિણાંણ સજઝાયમાં પૂર્વ દિવસે શ્રાવકોને પોષધ કરવાનું કહ્યું છે. દર મહીને પર્વ તિથીએ પૌષધ કરવો જોઇએ. પર્યુષણ મહાપર્વ છે. તેથી તેમાં પૌષધ કરવો જ જોઇએ. છેવટે સંવત્સરીના દિવસે પૌષધ અચુક કરવો જ જોઇએ. પૌષધથી આધ્યાત્મિક જીવન તરફ ડગ મંડાય છે. અજબ આત્મ- રમણતાની અનુભૂતિ થાય છે.

રાજા ઉદયન રાજ્યના અનેક કાર્યો હોવા છતાં પૌષધ કરવાનું ચુકતા ન હોતા. સુદર્શન શ્રાવક પૌષધમાં કાઉસગ્ગ કરતાં કરતાં એવા એકરાર બની ગયા કે શરીરનું સાભ ભાને ભુલી ગયા. જરાય ચલિત ન થયા. પૌષધમાં સ્થિર બનેલા સાગર ચંદ્રના મસ્તક ઉપર પ્રતિસ્પર્ધીએ અંગારા મુકયા, તોય ક્રોધાગ્નિથી ભભુકયા નહિ, કામદેવ શ્રાવકને પૌષધમાં હાથી, સર્પ વગેરેના ઉપદ્રવ થયા, છતાં તેઓ જરાય ભયભીત ન થયા. મંત્રી ઘરે પર્વના દિવસે પૌષધ કર્યો હતો. રાજાની અનુમતી લઇને અંગરક્ષક મંત્રી મદ્રા લઇ ગયો. તો રસ્તામાં શત્રુના સૈનિકોએ તેને મારી નાખ્યો. મત્રીશ્વર બચી ગયા. રાજાને પોતાની ભૂલ સમજાણી. ધર્મમાં તેની દ્રઢતા જાણી મંત્રીશ્વરનો પગાર વધારી દીધો. ધર્મનો જયજયકાર થયો. સનત્કુમારના પૂર્વભવમાં, સૂર્યશા રાજા, ચુલાની પિતા, કુમારપાળ રાજાની પૌષધમાં અનુમોદનીય દ્રઢતા હતી. એવી મહાપુરૂષોને યાદ કરીને આ પર્વમાં પૌષધ કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઇએ.

ઘણાં માણસો રોજ વ્યાખ્યાન સાંભળવા આવતા નથી, તેથી જ્ઞાનીઓએ પર્યુષણ મહાપર્વના દિવસોમાં ક્રમશઃ મહાપર્વના પાંચ કર્તવ્ય, વાર્ષિક ૧૧ કર્તવ્ય, પર્વનું પૌષધ કર્તવ્ય અને હવ દૈનિક ૬ કર્તવ્યોનું વર્ણન કરવાનું જણાવ્યું છે.

આપણે પાપ સાધના કરીને ભવયાત્રા કરી રહ્યા છીએ. હવે દૈનિક ધર્મ સાધના કરીને મોક્ષ યાત્રા શરૂ કરીએ.

સંસારી જીવો ખાવા પીવા, વ્યાપાર, આદિની પાપ પ્રવૃતિઓ હોંશે-હોંશે કરે છે. ધર્મની પ્રવૃતિ તરફ તેની દ્રષ્ટિ જતી નથી. છતાં કયારેક એવી પરિસ્થિતી સર્જાય છે. ત્યારે તેને ધર્મ તરફ વળવું પડે છે. ”રીટર્ન બેક ટુ રેલીજીયન”ના મનોવૈજ્ઞાનીક લેખક લખે છે કે ૨૫ વર્ષ સુધી મેં ધર્મની ધૃણા કરી છે. પણ જ્યારે એકાએક મારા શોધેલા અતિ કિંમતી ગણાતા સમાધાના ધર્મગ્રથમાં ૨૦૦૦ વર્ષ પહેલાના લખાયેલા જોયા, ત્યારથી હું ધર્મ તરફ વળી ગયો છું. બીજા યુદ્ધમાં રશિયનોએ ભગવાનને પ્રાર્થના કરી હતી. શાહજહામાં મેચ જીવતાની અણી ઉપર મિયાંદાદે અલ્લાહનું સ્મરણ કર્યુ હતું. ફિલ્મી હીરો અમિતાભ બચ્ચને બેંગ્લોરમાં ભગવાનને પ્રાર્થના કરીને ૬ મહિના સુધી બુટનો ત્યાગ કર્યો હતો. અમેરીકાના પ્રમુખ બુશે ખાડી યુદ્ધમાં ૩૦૦૦ પાદરીઓને પ્રાર્થના માટે સૈનિકોની સાથે મોકલ્યા હતા. આ રીતે આજે નહિ, તો કાલે માણસને ધર્મની જરૂર પડવાની છે.

માનવે પોતાને દૈનિક જીવનમાં ૬ કર્તવ્ય અવશ્ય કરવા જોઇએ. જ્ઞાની પુરૂષોએ કહ્યું છે કેઃ

દેવપૂજા ગુરૂપાસ્તિઃ સ્વાધ્યાયઃ સંયમ તપઃ

દાનં ચ ગૃહસ્થાનાં, ષટ્ કર્તવ્યાનિ દિને દિને.

(૧) દેવપૂજા (૨) ગુરુની ઉપાસના (૩) સ્વાધ્યાય (૪) સંયમ (૫) તપ અને (૬) દાન.

(૧) દેવપૂજાઃ
તીર્થકર પરમાત્માની પૂજાથી તીર્થંકર બને છે. અનંત સુખનો ભોકતા બને છે. તે પૂજા બે પ્રકારની છે. દ્રવ્ય પૂજા અને ભાવપૂજા, પક્ષાલ, કેસર-ચંદન, ધૂપ, દીપ, આરતી વગેરે દ્રવ્ય પૂજા કહેવાય, ચૈત્યવંદન વગેરે ભાવપૂજા કહેવાય. સવારે બપોરે અને સાંજે ત્રિકાળ પૂજા કરવી જોઇએ. દેવપાળે પૂજાથી રાજઋષિ પ્રાપ્ત કરી તીર્થકર નામ કર્મ બાંધ્યુ, પાંચ કોડીના ફૂલોથી પુજા કરનાર અઢાર દેશનો રાજા રાજકુમારપાળ થયો. અને ગણધર બનશે.

(૨) ગુરૂની ઉપાસનાઃ
તીર્થકર ભગવાનનું શાસન સમજાવનાર અને આપણા સુધી પહોંચાડનાર ગુરુ છે. તેમની ઉપાસના કરવાથી તેમના આશીર્વાદ મળે છે. અને તેથી અનેક ગુણોની પ્રાપ્તી થાય છે. ગુરૂનં મહત્વ બતાવતા જ્ઞાનીઓએ કહ્યું છે કે ”ધ્યાનનું મૂળ હોય, તો ગુરૂ છે. ગુરુનું વાકય જ મંત્રનુ઼ મૂળ છે., પૂજાનું મૂળ ગુરુનું સ્મરણ છે. અને ગુરૂકૃપા જ મોક્ષનું મૂળ છે.”

શીતલાચાર્યના શિષ્યો ગુરૂ ઉપાસાનાના પ્રભાવથી કેવળજ્ઞાન પામી ગયા અને માસતુસમુનિ પણ ગુરૂ કૃપાથી કેવળજ્ઞાન પામી ગયા.

(૩) સ્વાધ્યાયઃ
સ્વ એટલે આત્મા, તેને અનુલક્ષીને અધ્યયન કરવું, તે સ્વાધ્યાય કહેવાય. ”સજઝાય સમો તવો ણત્થિ” સ્વાધ્યાય સમાન તપ નથી. પહેલા જ્ઞાનને પછી ક્રિયા. રાજ્યના કામો હોવાથી સમયના અભાવે પેથડ શાહ મંત્ર રાજસભામાં જતી વખતે રસ્તામાં ઉપદેશ માળા ગોખતા ગયા હતા. કુમારપાળ મહારાજાએ વૃદ્ધાવસ્થામાં સંસ્કૃતિનું અધ્યયનું કર્યુ હતું. આને અભ્યન્તર તપ પણ કહેવાય છે.

(૪) સંયમઃ
સંયમ એટલે પાંચ ઇન્દ્રિયો અને મન ઉપર અંકુશ રાખવું. બ્રેક વિનાની કાર જેમ હોનારત સર્જે છે. માટે ઇન્દ્રિય અને મનને કાબુમાં રાખવા માટે જીવનમાં સામાયિક વગેરે સંયમનો અભ્યાસ રાખવો જોઇએ. પુણિયા શ્રાવકની જેમ રોજ ઓછામાં ઓછી એક સામાયિક કરવી જોઇએ.

(૫) તપઃ
તપ અગ્નિ સમાન છે. જેમ અગ્નિ સોનામાં રહેલ ભેળસેળને બાળી નાંખી સોનાને શુદ્ધ બનાવે છે. તેમ આત્મામાં રહેલા કર્મનો કચરો તપથી બળી જાય છે, આત્મા શુદ્ધ બને છે. તપ આહાર સંજ્ઞાને નાબુદ કરીને અણાહારી પદ આપે છે. ધન્ના અણગાર, ઋષભદેવ, મહાવીર સ્વામી વગેરેને યાદ કરીને રોજ ઓછામાં ઓછો નવકારશીનો તપ કરવો જોઇએ. નવકારશીથી બેસણા એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે સુધી બાહ્મ તપ કહેવાય છે. આવા તપથી શારીરિક રોગો પણ દુર થાય છે. અમેરીકામાં ફાસ્ટ અને રેસ્ટના સિદ્ધાન્તને સ્વીકાર કેટલાએ જીવો રોગ મુકત થયા છે. સ્વાધ્યાય વગેરે અભ્યંતર તપ કહેવાય છે.

(૬)દાનઃ
આત્માને અનાદિ કાળથી પરીગ્રહની મમતા વળગી છે. જાનવરમાં ભવમાં ઘાસની મમતા, મનુષ્ય ભવમાં સોના ચાંદીની મમતા, દેવભવમાં રત્નોની મમતા, આવી પરીગ્રહ સંજ્ઞાને તોડનાર તરીકે દાન એ ઉત્તમ ઉપાય છે. દરરોજ થોડું ઘણું દાન આપવાનો અભ્યાસ રાખવો જ જોઇએ. ભગવાન ઋષભદેવના જીવ ધન સાર્થવાહે, ભગવાન મહાવીર સ્વામીના જીવ નયસારે, શાલીભદ્રના જીવ ગરીબ બાલક સંગમે દાન આપી પોતાના આત્માનું ઉત્થાન કર્યું હતું.

ઉપરોકત કર્તવ્યો દૈનિક છે, તેથી તે રોજ કરવા જોઇએ.

|| વાર્ષિક ૧૧ કર્તવ્યો ||

વાર્ષિક ૧૧ કર્તવ્‍યોના નામ આ પ્રમાણે છે : (૧) સંઘપૂજન, (૨) સાધર્મિક ભકિત, (૩) યાત્રાત્રિક, (૪) સ્‍નાત્ર મહોત્‍સવ, (૫) દેવ દ્રવ્‍યવૃદ્ધિ, (૬) મહાપૂજા, (૭) રાત્રિ જાગરણ, (૮) શ્રુત પૂજા, (૯) ઉદ્યાપન, (૧૦) શાસન મહોત્‍સવ, (૧૧) આલોચના તેમાં ૧૦ કર્તવ્‍યનું પાલન કરવામાં ધનનો મોહ છોડવાનો હોય છે અને ૧૧માં કર્તવ્‍યમાં મનને સરળ બનાવવું પડે છે. વિષય અને કષયથી કાળા મેલા જેવા બનેલા આત્‍માનો મેલ આલોચના પ્રાયヘતિથી ધોવાય છે

(૧) પ્રથમ કર્તવ્‍ય સંઘ પૂજનઃ કેવલજ્ઞાની તીર્થકર ભગવાન સમવસરણમાં દેશના આપતા પહેલા ‘‘નમો તિત્‍થરસ” કહીને બેસે છે, તીર્થ એટલે સાધુ- સાધ્‍વી – શ્રાવક – શ્રાવિકા ચતુર્વંઘ સંઘ, એવા સંઘને તીર્થકર નમસ્‍કાર કરે છે. આવા સંઘમાંથી જ તીર્થકર બન્‍યા છે, બને છે અને બનશે, આપણને પણ સંઘની હૂંફ ધર્મ કાર્ય કરવામાં મળે છે. ઘણા વ્‍યકિતઓ ધર્મ કરતા હોય, ત્‍યારે આપણે પણ ધર્મ કરવાનું મન થાય છે. ધર્મી વગર ધર્મ રહી શકતો નથી. તેથી આવા ધર્મી સંઘની સંઘપૂજનથી અવશ્‍ય ભકિત કરવી જોઇએ. પુણ્‍યના ઉદયે આવા સંઘની ભકિત કરવા મળે છે. માટે જ ભકિત મુકિતને ખેંચે છે

(૨) બીજા કર્તવ્‍ય સાધર્મિક ભકિતઃ સમાન ધર્મવાળો ભકિત સાધર્મિક કહેવાય છે. તેમા કુલ જાતિનો કોઇ નિયમ નથી. બિહારમાં સરાક જાતિ અને ખંભાતની પાસે પટેલો સાધર્મિક છે. આર્થિક પરિસ્‍થિતિથી પીડાતા સાધર્મિકને ઉદારતાથી ધન આપવું એ દ્રવ્‍ય સાધર્મિક વાત્‍સ્‍ય છે અને પાપથી પીડાતા સાધર્મિકને વ્‍યસન કે પાપમાંથી મુક્‍ત બનાવી ધર્મમાં સ્‍થિર કરવો, એ ભાવ સાધર્મિક વાત્‍સલ્‍ય છે. સાધર્મિક વાત્‍સલ્‍ય કરવાથી સમક્‍તિ નિર્મલ બને છે.

પેથડ શાહ હાથી પર બેસીને રાજ દરબારમાં જતા, ત્‍યારે રસ્‍તામાં નવા સાધર્મિકને જોયા પછી તરત નીચે ઉતરીને તેને ભેટી આનંદ વ્‍યક્‍ત કરતાં,

શાહ પદવીની રક્ષા માટે સાધર્મિકના ગૌરવ અર્થે ખેમા દેદરાણીએ ૧૨ મહીના સુધી આખું ગુજરાત જમાડયું હતું. સૌરાષ્‍ટ્રના સવચંદ શેઠ આર્થિક ભીસમાં આવી ગયા, ત્‍યારે પોતાનું ખાતું અહમદાવાદના સોમચંદભાઇને ત્‍યાં ન હોતું. છતાં તેમના પર હુંડી લખી દીધી. પણ લખતા- લખતા હુંડી પર આસુનું ટીપું પડી ગયું હતું. તે જોઇને સોમચંદ શેઠે સાધર્મિક વાત્‍સલ્‍યથી તે હુંડી સ્‍વીકારી લીધી અને ખાતે રકમ લખ્‍યા વગર રકમ આપી દીધી. ચંદ્રાવતી નગરીમાં જગસિંહ શ્રાવકે ૩૬૦ સાધર્મિકોને પોતાના જેવા કરોડ પતિ બનાવ્‍યા. ઋષભદેત્તે જુગારનો વ્‍યસની બનેલ જિનદાસને તે વ્‍યસન છોડાવી ધર્મનો આરાધન બનાવ્‍યો. તેથી તે જંબૂદ્રીપનો અધિષ્‍ઠાયક થયો.

(૩) યાત્રાતિકઃ

(૧) અષ્‍ટાહિનકા યાત્રાઃ અઠ્ઠાઇ મહોત્‍સવ કે પંચાહિનકા મહોત્‍સવ વર્ષમાં એકાદ કરાવવો. આંગી રચાવવી અથવા પોતાની શક્‍તિ પ્રમાણે તેમાં રકમ આપવી.

(૨) રથયાત્રાઃ સુવર્ણ કે ચાંદીના રથમાં પ્રભુજીને બિરાજમાન કરી અનેક વાજિત્રો સાથે વરઘોડો કાઢવો, જેથી ધર્મની પ્રભાવના થાય. જેમ કુમારપાલ મહારાજ ચૈત્રવદ-૮ના દિવસે રથયાત્રા કાઢતા હતાં.

(૩) તીર્થયાત્રાઃ ‘‘તારે તે તીર્થ કહેવાય” તેની યાત્રા વર્ષમાં એક વાર કરવી અને કરાવવી. જેમ પેથડ શાહ, સમરા શાહ, જાવડશા, કુમારપાલ, વસ્‍તુપાલ, તેજપાલ, ભરત, વિક્રમાદિત્‍ય મહારાજ વગેરે અનેક આત્‍માઓએ છ’રી પાલક સંઘ કાઢી આ કર્તવ્‍ય બજાવ્‍યું છે.

વર્તમાન કાળમાં પણ થોડા વર્ષ પહેલા રાજસ્‍થાનનાં માલગાંવ નિવાસી સંઘવી ભેરમલજી હુકમાજીએ ૪૦૦૦ માણસોએ શત્રુંજય તીર્થથી ગિરનારનો વિશાલ છ’રી પાલક સંઘ કાઢીને આ કર્તવ્‍ય બજાવ્‍યું છે. તીર્થયાત્રામાં રાત્રીભોજન, દમુલ, અભક્ષ્ય ભક્ષણ, ૭ વ્‍યસન, ફીલ્‍મીગીતો, વીડીયો, લડાઇ, ક્રોધ, વગેરેથી દૂર રહેવું જોઇએ

(૪) સ્‍નાત્ર મહોત્‍સવઃ કર્મમલને ધોવા માટે વર્ષમાં એક વાર અવશ્‍ય સ્‍નાત્ર મહોત્‍સવ કરવો જોઇએ. એ પ્રભુના જન્‍માભિષેકનું અનુકરણ છે. જેમ પેથડ શાહે ગિરનારજી તીર્થ પર ર્ક્‍યો હતો. ભાઇઓએ તેમાં ડાંડીયા રાસ વગેરેથી રમઝટ જમાવવી જોઇએ. બહેનોએ પુરૂષોની જેમ જાહેરમાં ડાંડીયા ન લેવા જોઇએ. તે રાગ વગેરેનું કારણ હોવાથી મોટો દોષ લાગે છે.

(૫) દેવદ્રવ્‍યની વૃદ્ધિ : પ્રાચીન સેંકડો દેરાસરો જીર્ણ થઇ રહ્યા છે. તેનો જીર્ણોદ્ધાર કરાવવા માટે દેવ દ્વવ્‍યની વૃદ્ધિ કરવી જોઇએ. જેથી દેરાસર એક વિમાન જેવા થઇ જાય. તેના દર્શનથી લોકોનું સમ્‍યકત્‍વ નિર્મલ બને. જૈન શાસનનું ગોૈરવ વધે, દેવદ્રવ્‍ય વૃદ્વિના ઉપાયોઃ તીર્થમાળ ઉપધાનમાળ, ધોડિયા પારણાની ઉછામણી બોલીની રકમ પેથડ શાહની જેમ તરત જ ભરપાઇ કરવી. પેથડ શાહે ઉછામણી બોલીને ત્રણ દિવસ ઉપવાસ કરી તરત જ રકમ ભરપાઇ કરી હતી.

(૬) મહાપૂજાઃ વર્ષમાં એકવાર સિદ્ધચક્ર મહાપૂજન, શાંતિસ્‍નાત્ર આદિ પૂનમ ભણાવવા જોઇએ, જેથી ભગવાનની ભક્‍તિ અને તેથી મુક્‍તિ નજીક બને.

(૭) રાત્રી જાગરણઃ પ્રથમવાર મહાતીર્થના જે તિથિએ દર્શન થયા હોય, તે તિથિએ કે ભગવાનનાં પાંચ કલ્‍યાણકની તિથિએ કે ધર્મ પ્રાપ્ત કરાવનાર ગુરૂના સ્‍વર્ગવાસની તિથિએ, વ્રતોચ્‍ચારણ, મોટી તપસ્‍યા, સૂત્ર વાંચન વગેરે તિથિએ રાત્રે ધર્મ જાગરણ કરવુ઼ જોઇએ, પણ એ વખતે એક સાવચેતી રાખવાની કે રાત્રી જાગરણમાં ચા-નાસ્‍તો, ગંજીપા વગેરે, રેડીયો ગીત સાંભળવું વગેરે ન કરાય. પુરૂષો દાંડીયા રમી શકે. પણ ધર્મના અધર્મને પોષણ આપનારી અને શીલભ્રષ્‍ટ સુધી પહોંચાડનાર છોકરા છોકરીઓ સાથે મળીને બન્ને ડાંડીયા ન જ રમવા જોઇએ, તે અનર્થનું કારણ છે.

(૮)શ્રુત પુજાઃ કુમારપાળ રાજાએ ૨૧ જ્ઞાન ભંડારો નવા કરાવ્‍યા હતાં. પૂ્‌જ્‍ય કલિકાલ સર્વજ્ઞ આચાર્ય દેવશ્રી હેમચન્‍દ્રસૂરીશ્વરજી મહારાજાએ સાડા ત્રણ કરોડ શ્‍લોકોની રચના કરી. તેની ૭૦૦ નકલ કુમારપાલ રાજાએ કરવી. પેથડ શાહે ભગવતી સૂત્ર સાંભળતા ૩૬૦૦૦ સોનામહોર શ્રુતભક્‍તિમાં ખર્ચી, આપણે પણ શાષા લખાવવા અને છપાવવા જોઇએ. જેથી શ્રુતભક્‍તિ થાય. રાત્રે ગ્રંથ વંચાય, તેવા અચિત રત્‍નો લાવીને ઉપાશ્રયની અંદર દિવાલોમાં લલ્લંગ શ્રાવકે ગોઠવ્‍યા હતાં. આવી રીતે શ્રુતજ્ઞાનની ભક્‍તિ કરવી જોઇએ.

(૯)ઉદ્યાપનઃ એટલે ઉજમણું, કુટુંબમાં દર વર્ષ કોઇકને તપ પુરો થાય, એવી રીતે જીવન જીવવાનું છે. તપ પૂર્ણ થયા બાદ દર્શન- જ્ઞાન-ચરીત્રની સામગ્રી લાવી ઉજવણું કરવું જોઇએ. જેમ મંદિર ઉપર કળશ અને ભોજન ર્ક્‍યા બાદ મુખવાસ શોભે છે. એવી રીતે તપ ર્ક્‍યા પછી ઉજમણું શોભે છે. પેથડ શાહે નવકાર મંત્રનો તપ ર્ક્‍યા બાદ ૬૮,૬૮ રત્‍ન, ચાંદીના કલશ વગેરેથી ઉજમણું ર્ક્‍યુ હતું. મયણાં સુંદરીએ બે વખત નવપદ ઓળીનો ઉજમણું ર્ક્‍યુ હતું. ઉજમણાથી સાધુ-સાધ્‍વીજીની નિર્દોષ ઉપકરણોથી ભક્‍તિ થાય છે.

(૧૦) તીર્થ પ્રભાવનાઃ આનાથી જૈન શાસનની જાહોજલાલી થાય, જૈન શાસનનો ડંકો ચારે બાજુ વાગે, તેથી દશાર્ણભદ્ર રાજા અને કૌણિક વગેરેની જેમ ઠાઠમાઠથી પ્રભુને વંદન, ઉપકારી ગુરૂના પ્રવેશના સામૈયા વગેરે એક વાર વર્ષમાં અવશ્‍ય કરાવવા જોઇએ. પેથડ શાહે પૂ. આચાર્ય દેવશ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મ.સા.ના નગરપ્રવેશ સામૈેયામાં ૭૨૦૦૦ ટાંકનો ખર્ચ કર્યો હતો. રામજી શ્રાવકે ગુરૂની વધાઇ આપનારને ૧૧ લાખ રૂપિયા આપી દીધા. શોર્ટમાં જૈન શાસન બીજાના દિલમાં કેવી રીતે વસે? આ રીતે પ્રયત્‍ન કરવો જોઇએ.

(૧૧) આલોચનાઃ વર્ષ દરમ્‍યાન થયેલા પાપોની શુદ્ધ ભાવથી જરાએ છુપાવ્‍યા વગર આલોચના કરવી જોઇએ. ભયંકર પાપો કર્યા હોય અને આત્‍મા કાળો મહોતા જેવા થઇ ગયો હોત, તો પણ આલોચના રૂપી સાબૂથી શુદ્ધ થઇ શકે છે. કેન્‍સરની ગાંઠની ખબર પડતાં તરત જ ઓપરેશન કરવામાં આવે, તો માણસ બચી જાય છે, પણ નાનો કાંટો જો કાઢવામાં ન આવે, તો સેપ્‍ટીક થયા પછી મરવું પડે છે, ભીનું કપડું ખુલ્લું કરવાથી જલ્‍દી સુકાઇ જાય છે તેમ ગીતાર્થ ગુરૂ પાસે હ્યદય ખુલ્લુ કરવાથી આત્‍માનો પાપ પલાયન થઇ જાય છે. પાપોની આલોચના લીધા પછી કદાચ બીજી વખતે તે પાપ થશે તો તેવું તીવ્ર નહિં થાય. પુષ્‍પચૂલા અને કામલક્ષી ભયંકર પાપ કરવા છતાં પヘાતાપ પૂર્વક દુઃખિત હ્યદયના ભાવથી આલોચના કરીને તે જ ભવે મોક્ષે ગયા છે. રૂક્‍મિણી વગેરે આત્‍માઓએ પાપ છુપાવ્‍યું. તો એક લાખ ભવના શિકાર બની ગયા. અહંકાર છોડીેને સરલ ભાવથી આલોચના લેનાર પાપી પણ પાવન બની જાય છે. વામન પણ વિરાટ બની જાય છે. આલોચના લીધા પછી જે પ્રાયヘતિ આવે, તેને પૂર્ણ કરવું જોઇએ. આવી રીતે આરાધના કરનાર સ્‍વર્ગ અને મોક્ષ સુખનો ભોક્‍ત બને છે.

|| પર્યુષણ મહાપર્વના ૫ કર્તવ્યો ||

(૧) અમારી પ્રવર્તન  (૨) સાધર્મિક વાત્સલ્ય  (૩) ક્ષમાપાન  (૪) અઠ્ઠમ તપ  (૫) ચૈત્ય પરિપાટી.

(૧) અમારી પ્રવર્તન : મારી એટલે હિંસા, પોતે કરવી – કરાવવી, અમારી એટલે હિંસા કરવી નહિ, કરાવવી નહિ. આપણી ચારે બાજુ જો ત્રાહિમામ્ પુકારતાં પ્રાણિઓના દુ :ખ દર્દ ભર્યા જીવન હશે, તો તેવા વાતાવરણમાં આપણી મૈત્રી ભાવનાદિથી સભર આરાધના કેવી રીતે થઈ શકશે ? કોઈ ધર્મ માનવો પ્રત્યે પ્રેમ શિખવાડે છે, કોઈ માનવ અને પશુ પ્રત્યે પ્રેમ શિખવાડે છે, જૈન ધર્મ તો પૃથ્વી – પાણીથી માંડીને માનવ પશુ – પક્ષી બધા જીવો પ્રત્યે પ્રેમ શિખવાડે છે.

(૨) સાધર્મિક વાત્સલ્ય : સમાન ધર્મવાળો સાધર્મિક કહેવાય. તેના પર પ્રેમ અને વાત્સલ્ય રાખવું. જેમ વાસણ વગર પાણી ન રહે. આધાર વગર આધેય ન રહે, પૃથ્વી વગર સંસારમાં માનવ ન રહે, ગુણી વગર ગુણ ન રહે, એવી રીતે ધર્મી વગર ધર્મ ન રહે. દેરાસરમાં જાઓ ત્યારે દેવની અનુભૂતિ થાય., ઉપાશ્રયે જાઓ ત્યારે ગુરુની અનુભૂતિ થાય, ધર્મ કરે, ત્યારે તેની અનુભૂતિ થાય, પણ ધર્મોને જુઓ એટલે ત્રણેની એક સાથે અનુભૂતિ થાય. કારણ કે ધર્મના મનમંદિરમાં દેવ-ગુરુ અને ધર્મની પ્રતિષ્ઠા થયેલી હોય છે. તેથી તેની ભક્તિ કરવાથી અનેક ગણો લાભ થાય છે. જીવ સ્વયં તો મર્યાદિત આરાધના કરી શકે છે. પણ અનેક સાધર્મિક તો અનેક ધર્મોની આરાધના કરે, તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે બુદ્ધિરૃપી તરાજવામાં એક બાજુના પલ્લામાં પૂજા, સામાયિક, પૌષધ, નવકારવાલી વગેરે બધુ મુકાય અને બીજી બાજુના પલ્લામાં સાધર્મિક વાત્સલ્ય મુકાય તો બંને પલ્લાં સમાન હોય છે. કોઈપણ પલ્લુ ઉચું નીચું ન દેખાય. કેટલું બધું મહત્ત્વ છે. સાધર્મિક ભક્તિનું ?

(૩) ક્ષમાપના : પ્રથમ કર્તવ્યમાં બીજા જીવોને બચાવવાના છે અને ત્રીજા કર્તવ્યમાં પોતાને બચાવવાનો છે. આજ સુધી જીવે અહંકાર, મમત્વ, લોલુપતા આદિથી બીજા જીવો પ્રત્યે ક્રોધ કર્યો હોય, તો અહંકાર આદિ ત્યાગ કરી માફી માંગવાની હોય છે.

(૪) અઠ્ઠમ તપ : પર્યુષણ મહાપર્વ ઓછામાં ઓછી તપની આરાધના અઠ્ઠમ તપથી કરવી જોઈએ. એક સાથે અઠ્ઠમ ન થાય, તો છુટા છુટા ત્રણ ઉપવાસ કરવા જોઈએ. નાગકેતુ બાલકે અઠ્ઠમ તપ કર્યો હતો. તો તેના જીવનમાં દૈવિક ચમત્કાર થયો હતો. પરણેન્દ્રે આવીને તેને સહયોગ આપ્યો હતો અને અંતે તે મોક્ષમાં ગયો હતો.

(૫) ચૈત્ય પરિપાટી : આત્મ દર્શન કરવા માટે નગરમાં રહેલા બધા દેરાસરોના દર્શન વાજતે ગાજતે સામુહિક કરવા જવું જોઈએ. જેથી આત્મદર્શન થાય. આંગી વગેરેની વિશિષ્ટ રચના કરવી જોઈએ. આ પાંચ કર્તવ્યોથી પર્યુષણ મહાપર્વની આરાધના કરી આપણું જીવન

|| જીવનના અઢાર કર્તવ્યો ||

(૧) ઉચિત નિવાસ (૨) ઉચિત વિદ્યાગ્રહણ (૩) પાણિગ્રહણ (૪) યોગ્ય મિત્ર (૫) જિનભવન (૬) જિનપ્રતિમા રચના (૭) પ્રતિષ્ઠા (૮) દિક્ષા મહોત્સવ (૯) પદસ્થાપન (૧૦) શ્રુતભક્તિ (૧૧) પૌષધશાળા નિર્માણ (૧૨) યાવજ્જીવ સમ્યક્ત્વનું પાલન (૧૩) અણુવ્રત સ્વીકાર (૧૪) દીક્ષા સ્વીકાર (૧૫) આરંભ ત્યાગ – નિવૃત્તિ (૧૬) બ્રહ્મચર્યવ્રત પાલન (૧૭) શ્રાવકની ૧૧ પ્રતિમા વહન (૧૮) અંતિમ આરાધના

કર્તવ્ય એટલે ફરજ. સંસારી માનવો પોતાના સંસારને ચલાવવા દરેક ફરજોને અદા કરતો હોય છે. ત્યારે પ્રભુએ બતાવેલા કર્તવ્યોનું તે તે સમયે પાલન ન કરે તો કેમ ચાલે ? પ્રત્યેક શ્રધ્ધાળુ શ્રાવકોએ આ કર્તવ્યોનું અવશ્ય પાલન કરવું જ જોઈએ.

પ્રભુ વીરની પાટ પરંપરામાં બાવનમી પાટે થયેલા – આજથી લગભગ ૬૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા પૂ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરિ મહારાજે શ્રાધ્ધવિધિ નામના ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ પ્રત્યેક શ્રાવકોના ઘરમાં અવશ્ય હોવો જોઈએ. પોતાની લાયબ્રેરીમાં જગ્યા ન હોય તો બીજા બે પુસ્તકોને બહાર કાઢીને પણ આ ગ્રંથ અવશ્ય વસાવવો જોઈએ. જેમાં શ્રાવકે સવારથી ઉઠીને રાત્રે સૂતા સુધીમાં ક્યા ક્યા કાર્યો કરવા જોઈએ તેની વિસ્તૃત માહિતી છે. એ સિવાય પર્વ ! વર્ષ ! જીવન દરમિયાન કરવા યોગ્ય કર્તવ્યોની પણ સુંદર માહિતી છે.

આ ગ્રંથમાં શ્રાવકોને જીવનમાં એક વખત કરવા યોગ્ય અઢાર કર્તવ્યોનું વર્ણન નીચે મુજબ છે.

જમ્મંમિ વાસઠાણં તિવગ્ગસિદ્ધિઈ કારણં ઉચિઅં ।
ઉચિઅં વિજ્જાગહણં પાણિગ્ગહણં ચ મિત્તાઈ ।।૧।।
ચેઇઅ-પડિમ પઈટ્વા સુઆઈ પવ્વાવણાય પયઠવણા ।
પુત્થયલેહણ-વાયણ પોસહસાલાઈ કારવણં ।।૨।।
આજમ્મં સમ્મતં જહ સતિવયાઈં દિક્ખગહણં વા ।
આરંભચાઉ-બંભં પડિમાઈ એતિ આરાહણા ।।૩।।

જૈન ધર્મના ગુરુભગવંતોની કેવી મહાનતા છે… જે મહાપુરુષોએ સંસારનો ત્યાગ કર્યો છે. કુટુંબનો ત્યાગ કર્યો છે, ધનનો ત્યાગ કર્યો છે, ઘરનો ત્યાગ કર્યો છે… એમણે આપણે ક્યાં રહેવું, કઈ વિદ્યા શીખવી, કોની સાથે વાત કરવી અને કોની સાથે દોસ્તી કરવી… એનો વિચાર કર્યો છે.

|| ૧.ઉચિત નિવાસ ||

આ કર્તવ્યને સમજતા પૂર્વે એક વાત સમજાવી પડશે. આપણા આચારમાં આપણા વિચાર કારણભૂત છે તો આપણા વિચારમાં આપણને મળેલું વાતાવરણ કારણભૂત છે. અશુભ વાતાવરણ અશુભ વિચારો કરાવી અશુભ આચારોમાં આત્માને જોડી દે છે. જ્યારે શુભ વાતાવરણ – શુભ વિચારો દ્વારા જીવને શુભ આચારમાં જોડે છે, ટૂંકમાં આપણા શુભ-અશુભ આચારોની પાછળ વાતાવરણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે.

યાદ રહે, મન પાણી જેવું છે. પાણીમાં જે કલર નાંખો તે કલરને પકડી લે. અને પાણીને જે પાત્રમાં નાંખો તો તે આકાર પકડી લે, મનનું પણ આવું જ છે. જેવું સ્થાન મળે તેવા વિચારોમાં જોડાઈ જતું હોય છે.

ભૂલશો નહિ, તંદુરસ્ત માણસ જો ચેપી રોગના એરિયામાં ચાલ્યો જાય તો એને પણ એ રોગનો ચેપ લાગી જાય છે. તેમ સારો માણસ પણ ખરાબ સ્થાનમાં ચાલયો જાય તો ખરાબ બની જાય છે. સંપત્તિના જુગારમાં હજી કદાચ સફળતા મળે પણ ખરાબ સ્થાનમાં જઈને સારા બની રહેવું ખૂબ મુશ્કેલ છે માટે શ્રાવક એવા સ્થાને જ રહે જ્યાં જિનમંદિર પાસે હોય – ઉપાશ્રય અને પાઠશાળા નજીક હોય, આજુબાજુમાં ધર્મી હોય, સતત સાધુ-સાધ્વીજી ભગવંતોનો લાભ મળતો હોય.

વાલકેશ્વરમાં એક ભાઈ સોળમે માળેથી બીજા માળે રહેવા આવ્યા ચાલુ ભાવ કરતા ઓછા ભાવમાં પોતાનો ફલેટ વેચી દીધો. કારણ પૂછતા તેમણે કહ્યું : બીજા માળે જેટલો સાધુ-સાધ્વીજીનો લાભ મળે એટલો સોળમા માળે ન મળે.

દાદરમાં એક ભાઈએ મારી પાસે અભિગ્રહ લીધો… જ્યાં સુધી દેરાસર કે ઉપાશ્રયની આજુબાજુમાં ઘર ન મળે ત્યાં સુધી દર મહિને બે આયંબિલ કરીશ.

સંપતિનો મોહ જતો કરીને પણ સ્થાન તો આવા ધર્મસ્થાનોની આસપાસ જ હોવું જોઈએ. જેથી બાળકોમાં નાનપણથી જ દર્શન, પૂજા, વંદન, જિનવાણીશ્રવણ, સુપાત્રદાન વગેરેના સંસ્કારો પડી જાય… એને બદલે જો ઘરની આસપાસ થીયેટર, હોટલ, કેશીનો, બીયરબાર, કતલખાના, પોલ્ટ્રી-ફાર્મ વગેરે હોય તો… તો જુગાર, માંસાહાર, વ્યાભિચાર જેવા પાપોને જીવનમાં પ્રવેશતા વાર ન લાગે.

|| ૨. ઉચિત વિદ્યા ||

શ્રાવકે એવી જ વિદ્યા-શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ… જેથી આલોકમાં સુખેથી આજિવીકા મળી રહે. મનમાં શાંતિ-સમાધિ ટકી રહે અને પરલોક સાધક ધર્મ પ્રત્યેની શ્રધ્ધાનો નાશ ન થાય.

આ કર્તવ્યના ઉંડાણમાં જો ઉતરીએ તો વર્તમાનકાળના સંદર્ભમાં એક વાત કહેવાનું મન થાય છે… શું આજના કાળના શિક્ષણને ઉચિત શિક્ષણ કહી શકાય ? જ્યાં મા-બાપનો વિનય ન હોય, વડીલો સાથે ઉચિત વ્યવહાર ન થતો હોય, સ્કુલ-કોલેજમાં મેનેજમેંટની સામે આંદોલનો થતા હોય, શિક્ષક-શિક્ષિકાઓ સામે અપશબ્દો બોલાતા હોય, વિદ્યાર્થીનીઓની છેડતીઓ થતી હોય, છડેચોક પ્રેમલગ્નો, છૂટાછેડા અને ગર્ભપાત જેવા પાપો થતા હોય… ખૂલ્લેઆમ વ્યસનોનું સેવન થતું હોય, ત્યાં આજના યુવાનો પાસે ઉચિત શિક્ષણ છે એમ કહી શકાય ખરું ?

આજથી ૫૦ વર્ષપૂર્વે જ્યારે આજના જેટલો શિક્ષણનો વ્યાપ ન હતો… ત્યારે ઉપર જણાવેલા દૂષણો પણ સમાજમાં ફાલ્યા-ફુલ્યા ન હતા. ઉલ્ટું, પરસ્પર સંપ, સ્નેહ, શાંતિ અને સમાધિથી સહુ એકબીજાની સાથે રહેતા હતા. સંતોષથી જીવન જીવતા હતા અને સમાધિથી પોતાનો દેહ છોડતા હતા. એ લોકોની પાસે આજના જેટલી ઉંચામાં ઉંચી ડીગ્રીઓ ભલે ન હતી પણ એમની પાસે ઉચિત વિદ્યા જરૃર હતી. જેથી તેમના જીવનમાં વિનય, વિવેક, જીવદયા, મૈત્રી, કરુણા જેવા અનેક ગુણો સહજતાથી વણાયેલા રહેતા.

મુખ્ય વાત એ છે… આજે ભણતર વધ્યું છે, ગણતર ઘટયું છે. વિદ્યાર્થીઓ ગણિતમાં પાવરફુલ થયા છે પણ, ગણતરમાં ફેઈલ થયા છે. એવા સમયે આજના માતાપિતાઓની જવાબદારી વધી જાય છે. શિક્ષણના દૂધમાં જો સંસ્કારની સાકર નહિ હોય તો આ દૂધ બાળકો માટે જોખમી બની શકે તેમ છે. પ્રત્યેક માતાપિતાઓએ પોતાનું સંતાન ગમે તેવો ગ્રેજ્યુએટ કેમ ન બન્યો હોય, છતાં એનું જીવન વ્યસન, વિલાસ, વ્યભિચાર જેવા પાપોથી બચી જાય એના માટે પૂરી કાળજી લેવી પડશે. જો શિક્ષણ ઉચિત હશે તો વ્યાપાર પણ ઉચિત હશે. અન્યથા દાણચોરી, અનિતિના ધંધા, સટ્ટા વગેરે સેવીને પોતાનું અને પોતાના આશ્રિતોનું જીવન પાયમાલ બનાવ્યા વગર નહિ રહે.

|| ૩. ઉચિત વિવાહ ||

પરમાત્માએ આઠ વર્ષની વયે જ દીક્ષા લેવાની વાત કરી છે. બાલ્યવયમાં ચારિત્ર લઈ જ્ઞાાન-ધ્યાનની સાધના કરી આગળ જતાં મહાન શાસનપ્રભાવક બન્યાના ઈતિહાસમાં અને વર્તમાનમાં ઢગલાબંધ દ્રષ્ટાંતો છે.

ચારિત્ર મોહનીય કર્મના ઉધ્યે કદાચ ચારિત્ર ન લઈ શકે તો ગમે તેની સાથે પ્રેમમાં પડી – ગમે તેવું જીવન જીવી – આ જિંદગીને સમાપ્ત કરવાની નથી. એ માટે ધર્મબિંદુ અને યોગશાસ્ત્ર જેવા ગ્રંથોમાં પણ શ્રાધ્ધવિધિ ગ્રંથની જેમ ઉચિત વિવાહની વાત કરી છે. આ ગ્રંથોમાં ક્યાંય શરીરની હાઈટ, વેઈટ કે લાઇટ જોવાની વાત નથી કરી. હાઈટ માપે એને તો દરજી કહેવાય, વેઈટ માપે એને તો ખાટકી કહેવાય. ચામડાની લાઈટ જુએ એને તો ચમાર કહેવાય. શાસ્ત્રમાં તો પાંચ પ્રકારની સમાનતા જોવાનું છે.

૧. કુળની સમાનતા- હલકા કુળની સ્ત્રી ઉંચા કુળમાં આવે તો તેના હલકા સંસ્કારો આવનારી સંતતિને પણ બગાડયા વગર ન રહે. એમ ઉંચા કુળની સ્ત્રી જો હલકા કુળમાં જાય તો તેના સારા સંસ્કારો નષ્ટ થયા વગર ન રહે માટે કુળ સમાન જોઈએ.

૨. શીલની સમાનતા – શીલ એટલે આચાર. કન્યાના ઘરે કંદમૂળ-ત્યાગ વગેરે જે જે આચારો પળાતા હોય, તે છોકરાના ઘરે પળાતા હોવા જોઈએ. નહિ તો સાસરે ગયા પછી ધર્મ ન થઈ શકવાને લીધે ઘણી કન્યાઓ દુ :ખી-દુ :ખી થઈ જતી હોય છે.

૩. ભાષાની સમાનતા- ઘરમાં ગુજરાતી બોલાતી હોય, તો કન્યા પણ સમભાષી જોઈએ. સાઉથ ઈંડિયન છોકરી આવી જાય તો પોતે મુંઝાય. ક્યારેક પિયરીયા આવે અને એમની ભાષામાં વાત કરે તો સાસરીયાઓને શંકા પડે. દીકરીને મુશ્કેલીમાં મુકાવું પડે.

૪. વયની સમાનતા- બે-ચાર વર્ષનું અંતર હોય ત્યાં સુધી વાંધો નહિ. ૧૦/૧૫ વર્ષનું અંતર પાછલી લાઈફમાં સ્ત્રીના શીલવ્રત માટે જોખમી બની શકે છે.

૫. ધનની સમાનતા- વૈભવની સમાનતા જોઈએ. ગરીબની કન્યા શ્રીમંતના ઘરે આવે તો નણંદ વગેરેને મહેણા-ટોણા સાંભળવા પડે. શ્રીમંત કન્યા ગરીબના ઘરે આવે તો સાસરી પક્ષને રોજ સંભળાવ્યા કરે. પાંચ-પંદર મહિના ચાલનારા ઘડાને પણ જો ટકોરો મારીને લાવવામાં આવે છે, તો જેની સાથે આખી જિંદગી કાઢવાની છે, એમાં શાસ્ત્રએ બનાવેલા લક્ષણો ન જોવાય તે કેમ ચાલે ?
|| ૪. ઉચિત મિત્ર ||
ફુલદાનીમાં રાખવા જો ફુલ નથી મળતા તો આપણે કચરો નથી નાંખતા, સારુ વોલપેઈન્ટીંગ ન મળે તો દિવાલને કોરી રાખીએ છીએ પણ ગંદા ચિત્રોથી એને ભરી નથી દેતા. એ જ રીતે સારા મિત્રો ન મળે તો મિત્ર વગરના રહેવું સારું પણ ગંદા મિત્રો ક્યારેય ન કરવા. અંગ્રેજીમાં આવા જ મતલબની કહેવત છે. ઈટ ઈઝ બેટર ટુ લિવ અલોન, ધેન ઈન ઈલ કંપની.

ક્યાંક સરસ વાત વાંચેલી.

જેને એક પણ મિત્ર નથી તે સજાપાત્ર છે.

જેને સારો મિત્ર નથી તે દયાપાત્ર છે.

જેને સારો મિત્ર છે તે દુઆપાત્ર છે

એક ઘડો પાસ કરતા પહેલા જો ૨૦ ઘડા નાપાસ કરો છો.

એક છોકરી પાસ કરતા પહેલા જો ૪૦ છોકરી કેન્સલ કરો છો.

તો એક મિત્ર પાસ કરતા પહેલા ૮૦ને રિજકેટ કરવા પડે તો કરજો. યાદ રહે, એક છોકરી કદાચ જેટલું નુકસાન નથી કરાવતી એ કરતા કંઈ ગણું નુકસાન એક ગલત મિત્ર દ્વારા થતું હોય છે. કોઈ છોકરી દારૃ, સિગારેટ, ગુટખાના રવાડે નહિ ચડાવે, પણ એક ગંદો મિત્ર ક્યા પાપ નહિ કરાવે એ પ્રશ્ન છે.

એક બગડેલી કેરીમાં જો તાકાત છે… ૯૯ કેરીને બગાડવાની તો એક ગલત દોસ્તમાં તાકાત છે દશ મિત્રોને બગાડવાની.

પંચસૂત્રમાં પૂ.આ. શ્રી હરિભદ્ર સૂરિ મહારાજે લખ્યું છે.

વજ્જિજા અધમમિત્તજોગં અને આગળ લખ્યું છે…

હોઉમે કલ્યાણમિત્તસંજોગો. અર્થાત્ અધર્મી એટલે કે પાપી મિત્રનો ક્યારેય સંગ ન કરવો. મિત્ર કરો તો કલ્યાણ મિત્ર કરજો. જે આપણું કલ્યાણ કરે તે આપણો કલ્યાણ મિત્ર. જે આપણને સંસારમાં રખડાવે તે પાપ મિત્ર.

મમ્મણને આગલા ભવમાં સિંહકેશરીયો લાડુ મુનિને વહોરાવ્યા પછી પાછો માંગવાની ઈચ્છા કેમ થઈ ? એનું મૂળ તપાસીએ તો જણાશે… અકલ્યાણ મિત્રનો યોગ.

મુનિને વહોરાવ્યા પછી બાજુવાળા દોસ્તે મમ્મણને પૂછ્યું : કેમ દોસ્ત ! લાડવો ખાધો ? મમ્મણે કહ્યું : ના, મેં તો વહોરાવી દીધો. મહાત્માનો લાભ લીધો. અને અહીંયા પેલા દોસ્તે મમ્મણની અનુમોદના કરવાને બદલે મમ્મણે કરેલા પુણ્યની વાટ લગાડી દીધી.

અલ્યા ! વહોરાવવા માટે તો ઘણા લાડવા મળત. ખાવા માટે તો આના જેવો બીજો લાડવો ન મળત. જા જલ્દી, હજી એ મહાત્માની પાસે જ લાડવો હશે… વાપર્યો નહીં હોય. એમણે… અને મમ્મણ દોડયો.

આગળની કથા તો પ્રસિદ્ધ જ છે. એટલે કથાને આગળ ન લંબાવત ! દોસ્તીની વાત આગળ લંબાવીએ.

પાપીમિત્રની જગ્યાએ જો કલ્યાણ મિત્ર મળી ગયો હોત તો તેણે મમ્મણના સુકૃતની ભરપેટ અનુમોદના કરી હોત. જે મમ્મણને ધર્મમાં સ્થિર કરીને પરલોકમાં સંપતિ તો અપાવત સાથે એને ભોગવવાની અને ત્યાગ કરવાની શક્તિ પણ અપાવત.

એને બદલે થયું ઉલટું…

લાડવો હાથમાં ન આવતા મમ્મણે પોતે કરેલા સુકૃતની ઘોર નિંદા કરી… મમ્મણનાં ભવમાં સંપત્તિની કારમી આસક્તિ કરી… અંતે સાતમી નરકમાં વિદાય થઈ ગયો.

એક સારો મિત્ર બનાવવા માટે લાખ રૃપિયાનું દેવું કરવું પડે તો કરજો અને એક પાપમિત્રનો ત્યાગ કરવા માટે લાખ રૃપિયાનો વ્યય કરવો પડે તો ય કરી લેજો.

|| ૫- જિનભવન, ૬- જિન પ્રતિમા રચના, ૭- પ્રતિષ્ઠા, ૮- પુત્ર વગેરેનો દિક્ષા મહોત્સવ ||
કોઈ નાનું બાળક ચારિત્ર લેવા તૈયાર થાય તો આપણું રિએક્ષન શું? આપણે એમ કહીએ ખરા કે આ માર્ગે જવા જેવું છે. આના વગર ઉધ્ધાર નથી. આ ભવમાં બધા વગર ચાલે પણ સંયમ વગર તો ન જ ચાલે. ના. ઉલટું, ક્યારેક મુમુક્ષુને આપણે ભડકાવી દઈએ કે દીક્ષા લીધા પછી લોચ કરાવવો પડશે. વિહાર કરવો પડશે. સ્વાધ્યાય કરવો પડશે. ગુરુની સેવા કરવી પડશે. સાથેવાળાનું માનવું પડશે.
આનો મતલબ એ થયો કે અનંતકાળથી સુખમાં આસક્ત એવો આત્મા સંયમજીવનમાં પણ અનુકૂળતા, સુવિધા, સગવડ અને સુખને જ શોધતો ફરે છે. જેથી એને ચારિત્રજીવનમાં આત્માનું અનંત કલ્યાણ ન દેખાતા કષ્ટો જ દેખાય છે. બાકી ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાંતિસૂરિમહારાજે શ્રાવકને દ્રવ્યસાધુ કહ્યા છે. દ્રવ્યસાધુ એટલે સાધુ બનવાની ઈચ્છાવાળો. શ્રાવક એનું નામ, જે સતત સાધુપણું ઝંખતો હોય. એના હૃદયમાં ભાવના ચાલતી હોય…

‘સસનેહી પ્યારા રે,
સંયમ કબ હી મિલે.’

શ્રાવક પોતે કદાચ સંયમ ન લઈ શકે તો પરિવારને એ માર્ગે જવા તૈયાર કરે.

પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં શીતલાચાર્યનું સુંદર કથનાક આવે છે. શીતલાચાર્યની બહેનનું નામ છે – શ્રૃંગારમંજરી. એને ચાર દિકરા છે. એક દિવસ ચારે દિકરાઓને બોલાવીને શ્રૃંગારમંજરી વૈરાગ્યનો ઉપદેશ આપે છે.

”કોટિશો વિષયા : પ્રાપ્ત : સંપદશ્ચ સહસ્ત્રશ : ।
રાજ્યં ચ શતશો જીવૈર્ન ચ ધર્મ : કદાચન ।।”

બેટાઓ! આ જીવે કરોડો વખત વિષય સુખો ભોગવ્યા. હજારો વખત સંપત્તિઓ મેળવી અને સેંકડો વખત રાજસુખ મેળવ્યું. પરંતુ આ જીવને ધર્મની પ્રાપ્તિ થઈ જ નથી.’ એમ સમજાવી ચારેય દીકરાઓને સંયમના માર્ગે વળાવ્યા. આ શ્રૃંગારમંજરીને ચારિત્રજીવન પ્રત્યે કેવો અનુરાગ હશે?

ત્રણ ખંડના ધણી શ્રીકૃષ્ણ પોતે નિકાચીત કર્મના ઉદયથી ચારિત્ર લઈ શકે એમ ન હતા, પણ અંતરમાં ચારિત્ર હાડોહાડ બેઠું હતું. એટલે તો જ્યારે દીકરીઓ મોટી થતી, ઉંમરલાયક થતી ત્યારે શ્રીકૃષ્ણ તમામ દિકરીઓને એક પ્રશ્ન કરતા : બેટા! દાસી થવું છે કે રાણી થવું છે? દાસી થવું હોય તો સંસારના માર્ગે જજો, રાણી થવું હોય ભગવાન નેમનાથ પાસે જઈ સંયમનો માર્ગ સ્વીકારજો. અને તમામ દીકરીઓ ચારિત્ર સ્વીકારી લેતી. આ તો બહુ જુની વાત થઈ. વર્તમાન સદીમાં બનેલી એક ઘટના જોઈએ.

ભરુચમાં અનુપચંદભાઈ નામના એક અતિશ્રદ્ધાળુ અને જ્ઞાાની શ્રાવક થઈ ગયા. પોતે ચરિત્ર ન લઈ શક્યા, એનો વસવસો તો એમના હૃદયમાં હતો જ. એટલે પોતાની પુત્રીને એમણે સારા સંસ્કારોથી વાસિત કરી. પરંતુ ચારિત્ર મોહનીય કર્મના ઉદયને લીધે દીકરીને ચારિત્ર લેવાનું મન ન થયું.

ઉંમરલાયક થતા બાપે દીકરીના લગ્ન નક્કી કર્યા. વરરાજા માંડવે જાન લઈને જઈ રહ્યા હતા. વચ્ચે ઉપાશ્રય આવ્યો. અનુપચંદભાઈના હૃદયમાં ચારિત્ર કેવું બેઠું હતું એ હવે આપણને જોવા મળશે. ઉપાશ્રય આવતાની સાથે જ અનુપચંદભાઈએ ઘોડાને ઉભો રાખીને વરરાજાને કહ્યું : જુઓ જમાઈરાજ! હજી તમને બંનેને ચારિત્ર લેવાની ઈચ્છા હોય તો જરાય મોડું નથી થયું. લગ્નના માંડવાને દીક્ષાના મંડપમાં ફેરવી નાંખશુ. ઉપાશ્રયમાં ગુરુમહારાજ પણ બેઠા છે.

અંદર ચારિત્ર કેટલું ઉંડાણથી બેઠું હશે… ત્યારે ભાવી જમાઈને આવું કહી શક્યા હશે. આજના જમાઈને કોઈ સસરો આવું પૂછી શકે! અને પૂછે તો હાલત શું થાય? ચાલુ જાનને છોડીને જમાઈરાજ ઘરભેગા થાય કે બીજું કાંઈ?

હજી એક પ્રસંગ યાદ આવે છે…

ખંભાતના બાલાભાઇ નામના શ્રાવક હતા. પોતાની એકેય દીકરી ચારિત્ર લેવા તૈયાર ન થતા છેલ્લી દિકરીને ખૂબ સમજાવ્યું. એના ભાવ ન થતા અંતે એના લગ્ન કરાવ્યા. લગ્ન કરાવીને સીધા ઘરે ન જતા ઉપાશ્રયમાં આવી ગુરુભગવંતોના ખોળામાં માથું નાંખી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા… અને બોલ્યા : આજે છેલ્લી દિકરીને પણ સંસારના કૂવામાં નાંખી આવ્યો. એક વાત યાદ રાખજો, આપણે ચારિત્ર લઇએ તો બહુ સારી વાત છે, પણ કોઇ ચારિત્ર લેવા તૈયાર થતું હોય તો એને તો ક્યારેય અંતરાય ન જ કરવો. આપણને ચારિત્ર લેવામાં વિઘ્નો નડયા વગર નહિ રહે.

બે નિયમ પ્રત્યેક શ્રાવકને હોવા જોઇએ.

૧. જ્યાં સુધી ચારિત્ર ન મળે ત્યાં સુધી એક ભાવની વસ્તુનો ત્યાગ. ૨. કુટુંબમાંથી કોઇપણ આત્મા ચારિત્રના માર્ગે જવા તૈયાર થાય તો આપણે અંતરાય ન કરવો.

છેલ્લે એક મહત્વની વાત… ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ જો પોતાના પુત્ર વગેરેને દીક્ષાના ભાવ ન જાગે… તો બીજા દીક્ષાર્થીના દીક્ષા મહોત્સવ પોતાના ધનના સદ્વ્યયથી કરવો. એની મુશ્કેલીઓ ગુપ્ત રીતે પોતે દૂર કરવી. કારણ કે એક નૂતન જિનાલયના નિર્માણ કરતાંય એક સાધુના નિર્માણમાં વધુ લાભ છે.

અને હજી એક અગત્યની વાત..

શ્રાવક પોતે ચારિત્ર ન લઇ શકે, પોતાના પરિવારને પણ ચારિત્ર ન અપાવી શકે. બીજાને ચારિત્ર અપાવવામાં પણ લાભ ન લઇ શકે તો પણ પ્રત્યેક શ્રાવકોએ એક વાત તો અચૂક ધ્યાનમાં રાખવી કે જીવનમાં ક્યારેય કોઇ સાધુની નિંદા ન કરવી. સાધુની નિંદાથી આ ભવમાં ચારિત્ર નહિ મળે, અને આવતા ભવમાં સાધુના દર્શન પણ દુર્લભ બની જશે.

|| ૯. પદસ્થાપન ||

જેઓએ ચારિત્ર સ્વીકાર્યું છે… તેવા મુનિઓને અમુક પયાર્ય પછી ગુરુભગવંતોની અનુજ્ઞાાથી ગણીપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ, આચાર્ય- પદ આદિ પદોની પ્રાપ્તિ થતી હોય છે. પ્રથમ ત્રણ પદમાં વિવિધ શ્રુતની અનુજ્ઞા મળે છે. જ્યારે આચાર્યપદમાં તીર્થની શાસનની અનુજ્ઞા મળે છે.

ગુણીયલ ગુરુભગવંતોને ગુરુદેવ જ્યારે પદપ્રધાન કરતા હોય ત્યારે શ્રાવકોએ તેનો મહોત્સવ કરવો જોઇએ. આ મહોત્સવ જગતમાં જિનશાસનની પ્રભાવના થાય તેવો થવો જોઇએ. પોતાનું સંતાન CA, MBA કે MBBS બને છે, ગ્રેજ્યુએટ બને છે… ત્યારે કેટલા ખર્ચાઓ કરાતા હોય છે. કેટલો ઠાઠ કરાતો હોય છે… તો જિનશાસનના મહાપુરુષોને પદપ્રદાન થાય ત્યારે કોઇ એક સમર્થ શ્રાવકે જ તેના લાભ ઉઠાવી લેવો જોઇએ. એમ કરવાથી એ મહાત્મા દ્વારા ભાવિમાં જેટલી શાસન પ્રભાવના થાય તેમાં તેઓ નિમિત્ત બને છે. અપૂર્વ પુણ્યના ભાગી બને છે.

ભૂતકાળમાં આમરાજાએ બપ્પભટ્ટીસૂરિને આચાર્યપદ પ્રદાન કરાવેલ. જગદ્ગુરુશ્રી હીરવિજય સૂરિમહારાજની સિરોહી. રાજસ્થાનમાં આચાર્ય પદવી થઇ ત્યારે ત્યાંના રાજાએ સવારથી સાંજ સુધી ઉપાશ્રયમાં આવેલ ભાવુકોને સોનામહોરની પ્રભાવના કરેલ. કદાચ, સંપૂર્ણ લાભ ન લઇ શકાય તો પદ પ્રદાનના દિવસે એ પૂજ્યોને પટ, નવકારવાળી, આસન વગેરે વહેરાવવાનો પણ એકાદ લાભ લઇ શકાય.

|| ૧૦ શ્રૃતભક્તિ ||

આ કર્તવ્યનું મૂળનામ તો છે પુસ્તકલેખન અને ગ્રંથવાંચન :

શ્રુતભક્તિના નામે આ બન્ને કર્તવ્યો એકમાં સમાવી લીધા છે.

પ્રશ્ન એ છે….શ્રુતભક્તિનો અર્થ શું ? જ્ઞાનપાંચમના દિવસે દેરાસર-ઉપાશ્રયમાં ગોઠવેલ આગમગ્રંથોની પૂજા કરવી, પેન-પેન્સિલ કે નોટબુક મૂકવી, કે સરસ્વતી પૂજન કરવું….શું એ જ શ્રુતભક્તિ છે ?

જવાબ એ છે…આ બધી શ્રુતભક્તિ છે, એની ના નહિ, પણ અહીં જ અટકવાનું નથી. અહીંથી શ્રુતજ્ઞાન મેળવવાનો પ્રારંભ કરવાનો છે. એટલે શાસ્ત્રકાર મહર્ષિ પુસ્તકલેખનને શ્રુતભક્તિ ગણાવે છે. જે કાળમાં આજના જેવી પ્રિન્ટીંગ પ્રોસેસ ન હતી… ત્યારે ગ્રંથો હાથે લખાતા હતા…અને જ્ઞાાનભંડારોમાં સાચવવા મૂકાતા હતા. આજે પણ ગુજરાતના અનેક ભંડારોમાં સેંકડો વર્ષ પૂર્વે લખાયેલ પૂર્વના મહાપુરૃષોએ રચેલા ગ્રંથો પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ, મહી. શ્રી યશોવિજયજી મહારાજ, મહામંત્રી વસ્તુપાળ વગેરેએ સ્વહસ્તે લખેલ હસ્તપ્રતો અને તાડપ્રતો પણ આજે જોવા મળે છે.

દુ :ખની વાત એ છે….આજે જે મળે છે…એથી વધારે આપણે ગુમાવી દીધું છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૪૪૪ ગ્રંથો રચેલા, એમાંથી પૂરા સો ગ્રંથો મળતા નથી. કલિકાલસર્વજ્ઞાશ્રીએ સાડાત્રણ કરોડ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કરેલ. જેમાંથી સાડા ત્રણ લાખ સાહિત્ય પણ પ્રાપ્ત થતું નથી. ઉપાધ્યાયજી મહારાજે પ્રાય : ત્રણસો જેવા ગ્રંથો રચેલા. એમાનું ઘણું નષ્ટ થઈ ગયું છે. એ સિવાય પણ અનેક ગ્રંથો દુષ્કાળ, વિધર્મના આક્રમણો અને પરદેશીઓની કુટિલતાને લીધે નષ્ટ થઈ ગયા છે, યા તો આપણે ગુમાવી બેઠા છીએ. કેટલાંક ગ્રંથો તો એવા છે…જેની એક પણ કોપી ભારતના ભંડારમાં નથી પણ પરદેશની લાયબ્રેરીમાં તેની હસ્તપ્રત ઉપલબ્ધ થાય છે.

સંપન્ન શ્રાવકો જેમ પોતાનું એક જિનાલય બંધાવે છે તેમ પોતાનો એક જ્ઞાનભંડાર પણ વસાવવો જોઈએ. પૂર્વે કુમારપાળ મહારાજા, વસ્તુપાળ, પેથડશા, સંગ્રામ સોની વગેરેએ સેંકડો તાડપત્રો લખાવેલ અને અનેક જ્ઞાનભંડારોની સ્થાપના કરેલ. સોનારૃપાની સાહીથી ગ્રંથો લખાવી પરમાત્માએ પ્રરૃપેલ શ્રૃતજ્ઞાન પ્રત્યે પોતાનું બહુમાન વ્યક્ત કરેલ. એ જ રીતે જે ગુરૃભગવંતો પંડિતો પાસે ભણતા હોય…તેમનો સંપૂર્ણ પગાર વગેરેનો લાભ લેવો એ પણ શ્રૃતભક્તિ જ છે. પૂ. જંબૂવિજયજી મહારાજે એક ઠેકાણે લખ્યું છે…કે પૂર્વે શ્રાવકોના ઘરમાં શસ્ત્ર અને શાસ્ત્ર બંને મળતા. આજે શ્રાવકોએ શસ્ત્રો સરકારને સોંપી દીધા અને શાસ્ત્રો સાધુભગવંતને.

હું જરા જુદી રીતે આ વાત પ્રવચનમાં કરતો હોઉં છું. આજના વડીલોને કે યુવાનોને બુકમાં રસ ખરો, ધાર્મિકબુકમાં નહિ. વડીલોને પાસબુક અને ચેકબુકમાં રસ છે. જ્યારે યુવાનોને નોટબુક અને ફેસબુકમાં રસ છે.

આજના યુવાનો પાસે ધાર્મિક સાહિત્ય વાંચવાનો સમય નથી એવું નથી જો મોબાઈલ, વ્હોટ્સએપ, ફેસબુક, લેપટોપ અને ટીવી તથા મુવી માટે કલાકોનો સમય નીકળી શકતો હોય તો આખા દિવસમાં અડધો કલાક- ધાર્મિક/તાત્ત્વિક અને સાત્વિક સાહિત્ય માટે સમય નીકળી ન શકે ? એક મોબાઈલને પણ જો આખો દિવસ ચલાવવો હોય તો અડધો કલાક એનું ચાર્જિંગ કરવું પડે છે. જડ એવા મોબાઈલને જો ચાર્જિંગની જરૃર હોય તો ચેતન એવા આત્માને શું ચાર્જિંગની જરૃર નથી ? ભૂલશો નહિ, અડધો કલાકનું શુભવાંચન આખો દિવસ ઉત્સાહથી જીવવા માટેનું ચાર્જિંગ પૂરું પાડે છે.

એક નાનકડા શ્લોકમાં તાકાત હોય છે…લાખો/કરોડો રૃપિયાની મૂર્છા ઉતારી દેવાની, એક નાનકડા પ્રવચનમાં તાકાત હોય છે…ભર્યાભાદર્યા સંસારની માયા છોડાવી દેવાની. એક નાનકડા ગ્રંથમાં તાકાત હોય છે….પતિત થયેલા પરિણામોને પુન :સ્થિર કરી દેવાની.

લલિત વિસ્તરા નામની એક કૃતિનાં વાંચનથી વિશ્વશ્રેષ્ઠ કથા ગ્રંથ શ્રીઉપમિતિભવપ્રપંચાના રચયિતા સિધ્ધર્ષિના પરિણામો સ્થિર થઈ ગયેલ.

લાખ લાખ વંદન તીર્થંકર ભગવંતોને, ગણધર ભગવંતોને ગુરૃભગવંતોને, તેઓશ્રીએ રચેલા શાસ્ત્રોને, એ શાસ્ત્રોના રક્ષકોને….

અંતમાં શ્રી હરિભદ્ર સૂરિમહારાજના એ શબ્દો યાદ આવે છે…

હા અણાહા કહં હું તા, ન હું તો જઈ જિણાગમો. જો જિનાગમોની પ્રાપ્તિ અમને ન થઈ હોત તો…અમે અનાથ થઈ ગયા હોત.

આપણે નશીબદાર છીએ…આજે પણ આપણને આગમ-ગ્રંથો મળ્યા છે. ગુરૃભગવંતોના ચરણોમાં બેસી એની વાચના લઈ આપણા જીવનનું પરિવર્તન કરી લેવા જેવું છે.

|| ૧૧. પૌષધશાળા નિર્માણ ||

આ કર્તવ્યની વાત શરૃ કરતા પૂર્વે એક પ્રશ્ન વિચારીએ. એક સોસાયટીમાં પચાસ જેટલા જૈનોના ઘર વસ્યા….તો પહેલા શું કરવું ? દેરાસર કે ઉપાશ્રય ? મોટાભાગે આજના શ્રાવકો સહુ પ્રથમ જિનાલય કરતા હોય છે…ત્યારબાદ ઉપાશ્રય માટે મહેનત કરતા હોય છે. ગીતાર્થ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષસૂરિમહારાજ આ અંગે બહુ સુંદર માર્ગદર્શન આપે છે. તેઓ કહેતા હોય છે : પ્રથમ ઉપાશ્રય પછી જિનાલય. આની પાછળનું રહસ્ય સમજાવતા પૂજ્યશ્રી કહે છે…જિનાલયમાં માત્ર પરમાત્માની ભક્તિના કાર્યો થશે, જ્યારે ઉપાશ્રયમાં સાતેક્ષેત્ર જીવદયા અને અનુકંપાને લગતા અનેક કાર્યો થશે. એક ઉપાશ્રય થાય એટલે ગુરૃભગવંતો પધારે, પ્રવચનો ગોઠવાય, શ્રાવકોને સુપાત્રદાનનો લાભ મળે. પ્રવચનો દ્વારા જિનાલયની પ્રેરણા થાય, અને સુંદર જિનાલયનું નિર્માણ થાય. પાઠશાળા ચાલુ થાય. બાળકોના સંસ્કરણનો પ્રારંભ થાય. ઢગલાબંધ લાભો એક ઉપાશ્રયથી થતા હોય છે. આવા અનેક લાભોને નજર સામે રાખી શ્રાવકોએ જીવનમાં એક ઉપાશ્રય એટલે કે પૌષધશાળાનો લાભ લેવો જોઈએ. પૂર્વના કાળમાં શ્રાવકોના મોટા ભવનો રહેતા. ગુરૃભગવંતોને ઉતરવા તેઓ પોતાનું એકાદ ભવન વસ્તીરૃપે આપતા. શાસ્ત્રમાં સાત પ્રકારનાં દાનમાં એક દાન વસતી દાન ગણાવ્યું છે. આવા વસતી દાનનાં પ્રભાવે તેને ભવાંતરમાં દૈવીવિમાનો રહેવા માટે મળતા હોય છે. જ્યારે આ ભવમાં તેને શય્યાતરનું પદ મળે છે. શચ્યા એટલે વસતી. જે શય્યા આપીને આ સંસાર સમુદ્રને તરી જાય એનું નામ શય્યાતર. પોતાની વસતીમાં ગુરૃભગવંતો રહીને જ્ઞાન-દર્શન-ચારિત્રની જે પણ આરાધના કરે..એનો આંશિક લાભ એના શય્યા દાતાને પણ અવશ્ય મળતો હોય છે.

|| ૧૨ યાવજજીવનું સમ્યક્ત્વનું પાલન ||

સમ્યકત્વ એટલે સમ્યગદર્શન. સમ્યગદર્શન એટલે સાચ્ચું દર્શન. અનંતકાળમાં જીવને ભટકાવનાર કોઈ તત્વ હોય તો તે મિથ્યાત્વ છે. જેના પ્રભાવે જીવને સાચ્ચું દર્શન નથી થતું. જ્ઞોય, હેય, ઉપાદેય તત્વોને તે-તે રૃપે માનવા ન દેવા તેનું નામ મિથ્યાત્વ. જિનશાસનને પામ્યા પચી આત્માએ મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યકતાને સ્વીકારવું જોઈએ. વીતરાગ એ મારા દેવ છે, પંચમહાવ્રતધારી સાધુ ભગવંતો એ મારા ગુરુદેવ છે. વીતરાગ પરમાત્માએ પ્રરૃપેલો ધર્મ એ મારો ધર્મ છે. આવી પ્રતિજ્ઞા, આવી નિષ્ઠા… એનું નામ સમ્યગદર્શન. એને ડાઘ ન લાગે તેની કાળજી લેવી જોઈએ. એ માટે સમ્યકત્વ સપ્તતિકા, સમકિતતા ૬૭ બોલની સજઝાય જેવા ગ્રંથોનો સ્વાધ્યાય કરવો જોઈએ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે : દાનાદિક કિરિયા નવિ દીએ, સમકિત વિણ શિવશર્મ તે માટે સમકિત વડું, જાણો પ્રવચન મર્મ. દાન, શીલ વગેરે ગમે તેટલો ધર્મ કરો… પણ જો સમ્યકત્વ નથી તો તે ધર્મ તમને મોક્ષ મહેલ સુધી નહિ પહોંચાડે. સંબોધ પ્રકરણ જેવા ગ્રંથમાં તો ત્યાં સુધી લખી દીધું છે… ચારિત્ર વગર (વ્યવહાર ચારિત્ર) મોક્ષે જઈ શકાય છે. પણ સમ્યગદર્શન વગર આજ સુધી કોઈ મોક્ષમાં ગયું નથી. પરમાત્મભક્તિ, પૂજા વગેરે સમ્યગદર્શનને ટકાવવા માટેના આચારો છે. આવા મહાન સમ્યગ દર્શનને રોજ રાત્રે સૂતા પૂર્વે આચાર્યભગવંતો અને શ્રમણ/શ્રમણીઓ આજે પણ.. અરિહંતો મહદેવો, જાવજજીવં સુસાહુણો ગુરુણો જિણપન્નત્તં તત્તં ઇએ સમ્મત્તં મએ ગહિઅં ।। આ ગાથા બોલીને યાદ કરતા હોય છે. સમ્યકગદર્શનને આપણે આપણા પ્રાણોથીય વિશેષ રીતે જાળવી લેવું જોઈએ.

|| ૧૩. અણુવ્રત સ્વીકાર ||

શ્રાવક સંસારમાં રહે તો તેણે પાપથી બચવા માટે બારવ્રતનો સ્વીકાર કરોવ જોઈએ. આ બાર વ્રતના અનુક્રમે નામો છે : ૧. સ્થૂળથી પ્રાણાતિપાત વિરમણ. ૨. સ્થૂળથી મૃષાવાદ વિરમણ . ૩. સ્થૂળથી અહત્તાદાનવિરમણ . ૪. સ્થૂળથી અબ્રહ્મસેવન વિરમણ . ૫. સ્થૂળથી પરિગ્રહ વિરમણ . ૬. દિક્પરિમાણ . ૭. ભોગોપભોગ પરિમાણ . ૮. અનર્થંદડ વિરમણ ૯. સામાયિક . ૧૦. દેસાવગાસિક ૧૧. પૌષધોપવાસ ૧૨. અતિથિ સંવિભાગ આ બાર વ્રત અને નિયમો ગુરુમહારાજ પાસે વિસ્તારથી સમજી પ્રત્યેક શ્રાવકોએ વર્ષમાં એક વખત નાણ સમક્ષ ઉચ્ચરવા જોઈએ.

|| ૧૪. દીક્ષા સ્વીકાર ||

અણુવ્રતનું પાલન કરતા કરતા જીવના ચારિત્રમોહનનીય કર્મ તૂટે છે. એમ કરતા જીવને ચારિત્રના પરિણામ થાય છે. માટે પાછલી વય પછી શ્રાવકોએ ચારિત્ર લેવામાં આળસ ન કરવી. દશવૈકાલિક સુત્રમાં લખ્યું છે : ‘પચ્છા વિ તે પયાયા જિપ્પં ગચ્છંતિ અપરભવણાઇં’ જેઓ પાછલી વયે પણ ચારિત્ર જીવન સ્વીકારે છે… તેઓ શિઘ્ર દેવલોકમાં જાય છે.

|| ૧૫. આરંભ ત્યાગ ||

ચારિત્ર મોહનીયના ઉદયે કદાચ જીવ ચારિત્રજીવન ન સ્વીકારી શકે અને સંસારમાં રહેવું પડે તો બને તેટલા આરંભ/ સમારંભ પોતાના જીવનમાંથી ઘટાડી દેવા જોઈએ. સરકારી નોકરી વગેરેમાં પણ ૬૦ વર્ષની વય થતા રિટાયરમેંટ હોય છે. વિશિષ્ટ શક્તિ હોય તો શ્રી સંઘની પેઢીમાં સમયનો ભોગ આપી પોતાની સદ્બુધ્ધિનો સદુપયોગ કરવો જોઈએ.

|| ૧૬. બ્રહ્મચર્યવ્રતપાલન ||

ચારિત્ર જીવન સ્વીકારવા જેઓ અશક્ત હોય એણે અડધી દિક્ષા સ્વરૃપ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરવો જોઈએ. બ્રહ્મચર્યનો મહિમા અપાર છે. કવિઓ કહે છે : ‘બ્રહ્મચારીનું ચિંતવ્યું, કદીય નિષ્ફળ ન જાય.’ એમ કહેવાય છે : બ્રહ્મચર્ય પાલનના મહિમાથી પેથડશાની શાલ જે ઓઢે તેના રોગ દૂર થઈ જતાં. વીસમી સદીના અનેક મહાપુરુષોમાંના એક હતા… સિધ્ધાંત મહોદધિ પૂ. ગુરુદેવ શ્રી પ્રેમ સૂરિ મહારાજ. એમના નામ સ્મરણમાં એવી તાકાત હતી… ભલભલાના મોહના વિષ ઉતરી જતા. બ્રહ્મચર્યના પ્રભાવે શ્રી સ્થુલિભદ્રજી ૮૪ ચોવીસી સુધી અમર થઈ ગયા.

વીરવિજયજી મહારાજ પણ ‘એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે’ કહી આ વ્રતનો ખૂબ મહિમા ગાયો છે.

શ્રાવકે અમૂક વય થયા પછી, પરિવાર વગેરે થઈ ગયા પછી સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવુ જોઈએ. બ્રહ્મચર્યવ્રતનો અર્થ માત્ર એટલો જ નથી સમજવાનો કે પત્ની સાથે વિષય સુખ ભોગવવાનો ત્યાગ. બ્રહ્મચર્યનો અર્થ ખૂબ વિશાળ ફલક પર છે. પાંચ ઇન્દ્રીયોના વિષયોથી પરાઙમુખ બની આત્મામાં લીન બનવાનુ છે.

આ વ્રતનું પાલન કરવા માટે ટીવી અને મુવી વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ. લગ્ન વગેરે સામાજિક પ્રસંગોમાં પોતાને બદલે પરિવારને મોકલવા જોઈએ. હોટેલ, હીલસ્ટેશન, પાર્ટી વગેરેને દૂરથી સલામ કરી દેવા જોઈએ. આવી બધી મર્યાદાઓ સાથે આ વ્રતનું પાલન કરાય તો આ વ્રત નિરતિચાર બને છે.

|| ૧૭. શ્રાવકની ૧૧ પ્રતિમા વહન કરવી ||

આમાં એક-એક મહિનાથી વૃદ્ધિ સાથે શ્રાવકની ૧૧ પ્રતિમાઓ વહન કરવાની છે અને તેના દ્વારા સત્વ વિકસાવવાનું છે. પ્રથમ પ્રતિમા : ૧ મહિના સુધી અતિચાર વિનાનું સમ્યક્ત્વ પાલન-દેવપૂજા કરવી. બે મહિના સુધી વિરાધના વિના અણુવ્રત પાવન. ત્રીજી પ્રતિમા : ૩ મહિના સુધી ઉભયંટક સામાયિક કરવા. ચોથી પ્રતિમા : ૪ મહિના સુધી પર્વ તિથિએ અખંડ પૌષધ કરવા. પાંચમી પ્રતિમા : પાંચ મહિના સુધી પર્વતિથિએ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું (વિકાર બનવું). છઠ્ઠી પ્રતિમા : ૬ મહિના સુધી સતત નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું. સાતમી પ્રતિમા : ૭ મહિના સુધી સચિત વસ્તુનો ત્યાગ. આઠમી પ્રતિમા : ૮ મહિના સુધી કોઇપણ જાતનો આરંભ-સમારંભ ન કરાવો. ૯મી પ્રતિમા : ૯ મહિના સુધી નોકરાદિ પાસે પણ આરંભ-સમારંભ ન કરાવવો. ૧૦મી પ્રતિમા : ૧૦ મહિના સુધી માથું મુંડાવી ચોટલી રાખી પોતા માટે બનાવેલો આહાર ન લેવો. ૧૧મી પ્રતિમા : ૧૧ મહિના સુધી ઘર છોડી-મૂંડન કે લોચ કરાવી ઓથા પાત્રાદી સાધુવેશ રાખવો. સાધુ જેવા આચાર પાળવા પણ ધર્મલાભ શબ્દ નહીં બોલવો.

|| ૧૮. અંતિમ આરાધના ||

શ્રાવક તરીકેની આરાધના કરતા કરતા જ્યારે મૃત્યુ નજીક લાગે ત્યારે આહારત્યાગ અને કષાયત્યાગ રૃપ દ્રવ્ય-ભાવ સંલેખના કરી વિવિધ અંતિમ આરાધનાઓ સ્વિકારી લેવી.પુણ્યપ્રકાશના સ્તવનમાં એ અધિકારો દર્શાવ્યા છે. જેમાં આલોચના-પ્રતિક્રમણ-ક્ષમાપના-અતિચાર ત્યાગ-મમત્વ ત્યાગ-ચાર શરણ સ્વિકાર-દુષ્કૃત ગર્હા-સુકૃત અનુમોદના વગેરે કરવાના હોય છે. સંથારા દીક્ષાની સંભાવના હોય, તો એ કરી લેવી. અન્યથા શત્રુંજયાંદિ તીર્થોની યાત્રા કરી અચિત્ત ભૂમિ પર સંથારો પાથરી અનસન કરી સમાધિપૂર્વક દેહત્યાગ કરવો. પરિવારજનોએ પણ રડવું વગેરે કે સંસારસંબંધી પૂછપરછ કરવી વગેરે કરી મોહભાવમાં નહી લઇ જતા સકૃતોની જાહેરાત કરી એમને સુકૃતોની અનુમોદનામાં લઇ જવા. આ જ રીતે જીવનભરના ૧૮ કર્તવ્યો બજાવી માનવભવ સફળ કરો તે જ શુભેચ્છા.