રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત

2   3

|| રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત ||

લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ?

રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત છે. રામાયણમાં આદર્શ જીવનનું દર્શન થાય છે. જ્યારે મહાભારતમાં વ્યવહારની વાત વધારે દેખાય. ભારતમાં આ બંને મહાકાવ્યો અમર છે અને લોકજીવન સાથે વણાઇ ગયેલાં છે. તેમની અસર આજ સુધી પ્રજાજીવન ઉપર પડતી રહી છે. તેમાં કંઇ આશ્ચર્ય નથી. રામાયણના પાત્રોમાં રામ તો મર્યાદા પુરુષોત્તમ છે પણ રામાયણનું દરેક પાત્ર પોતાના જીવન દ્વારા એક આદર્શ લઇને ઉપસ્થિત થાય છે. આપણે એમાંથી એક બે વાતો ઉપર વિચાર કરીએ.
હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકા જવા માટે નીકળે છે. ત્યારે તેમના મનમાં એક પ્રશ્ન થાય છે કે મેં સીતામાતાને તો જોયા નથી પછી તેમને ઓળખીશ કેવી રીતે અને ઓળખ્યા વિના ભાળ કેમ મળે ? તેથી તેમણે શ્રીરામચંદ્રજીને સીતામાતાનું કંઇ એંધાણ આપવા વિનંતી કરી. શ્રીરામે સીતાજીના સ્વરૃપનું વર્ણન કરવા માંડયું. તે અતિસુંદર છે. ગોરે વર્ણ છે. તેમની આંખો ….”
હનુમાનજીએ વચ્ચે બોલતા જણાવ્યું, ”પ્રભુ ! આ વર્ણન મારે કામ નહિ લાગે. મેં સૌન્દર્યની નજરથી કોઇ સ્ત્રી સામે જોયું નથી. અને જોતો પણ નથી. માટે તમે કંઇ એવું લક્ષણ બતાવો કે જે જોઇને હું નિઃશંક થઇને જાણી શકું કે આજ મારાં સીતા માતા છે.

ત્યારે શ્રીરામે હનુમાનને કહ્યું, ”સીતાજી જ્યાં વસતાં હશે તે કુટિર હોય કે કેદ હોય પણ તેની પ્રત્યેક દીવાલમાંથી ‘શ્રીરામ- શ્રીરામ’ એવો ધ્વનિ નીકળતો હશે. તું જરા ધ્યાન દઇને સાંભળજે. તને અચૂક સંભળાશે. સીતાજી મારી ઉપસ્થિતિના અભાવમાં નિરંતર મારા નામનું રટણ કરતાં રહે છે અને તેમના નામ રટણમાં એટલી તાકાત હોય છે કે તેનાથી આસપાસનું જડ-ચેતન બધું ‘શ્રી રામના’ નામથી ભાવિત થઇ જાય છે. હનુમાન ! જો સીતાજી વન- ઉપવનમાં હશે અને ત્યાં તેમને બંદી બનાવીને રાખ્યા હશે તો ત્યાંના પ્રત્યેક ઝાડ- પાન વગેરેમાંથી શ્રીરામ શ્રીરામ નો ધ્વનિ નિરંતર નીકળતો હશે. જ્યાં સમગ્ર પંચમહાભૂતમાં ‘શ્રીરામ’ ના નામનો ધ્વનિ ગૂંજતો સંભળાય તો તારે અવશ્ય માની લેવું કે સીતાજી ક્યાંક નજીકમાં જ વસતાં હશે. સીતાજીને ઓળખી કાઢવામાં એ રીતે તને કોઇ તકલીફ નહિ પડે.
અહી આપણને એવો વિચાર સ્હેજે આવ્યા વિના ન રહે કે આવા અલૌકિક પતિપરાયણ સીતાજીનો શ્રીરામે અયોધ્યાના રાજા બન્યા પછી ત્યાગ કર્યો તેમાં કેટલું ઔચિત્ય ગણાય ? ભગવાન શ્રીરામ તરફ આપણને ભક્તિભાવ હોય તે સ્વભાવિક છે પણ એક ધોબી, તેની પત્ની સાથેના કલહમાં શ્રીરામનો જે રીતે ઉલ્લેખ કર્યો તે વાત સાંભળીને શ્રીરામ, સીતાજીનો ત્યાગ કરવા તત્પર થઇ ગયા એ વાત આપણા ગળે ઝટ ન ઊતરે. એ વાત આપણને કઠે, વિચારશીલ વ્યક્તિને એવુ લાગે કે અહી ઔચિત્ય ન જળવાયું. જરા ઉતાવળ થઇ ગઇ. ભક્તિભાવને બાજુએ રાખીએ તો વ્યવહારિક દ્રષ્ટિએ શ્રીરામનો આ રીતનો સીતાત્યાગ ન્યાયી નથી લાગતો.

વળી લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ? છેવટે આપણી પાસે એક ઉત્તર રહે કે તે તો તેમની લીલા હતી અને એ રીતે સમાધાન લઇએ તેમાં ખોટુંય નથી. આપણે તો તેમનાં જીવન અને હવનમાંથી સાર તત્વને ગ્રહણ કરીને આપણું જીવન સફળ કરી લઇએ એ જ ઇષ્ટ છે.

આ સંદર્ભમાં રામાયણનો સીતા ત્યાગનો પ્રસંગ આપણા ધ્યાન ઉપર આવ્યા વિના રહેતો નથી. શ્રીરામચંદ્રજી લોકાપવાદને કારણે સીતાજીનો તેમને કંઇ કહ્યા વિના ત્યાગ કરે છે અને તેમને વનમાં છોડી દેવા માટે લક્ષ્મણને આજ્ઞાા કરે છે. લક્ષ્મણ કમને રાજારામની આજ્ઞાાને માથે ચઢાવીને સીતાજીને વનમાં લઇ જાય છે અને ત્યાં તેમને વંદન કરીને કહે છે, ‘માતાજી ! પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે અને તમને અહી છોડી જવાની મને આજ્ઞાા કરી છે. તે સમયે સીતાજી ક્ષણવાર સ્તબ્ધ થઇ જાય છે. પળમાં સ્વસ્થ થઇ જતાં તેઓ લક્ષ્મણજીને કહે છે, પ્રભુએ જે કર્યું તે ઠીક જ હશે. પણ મારા ઉદરમાં તેમનું તેજ છે તેથી મારાથી જીવન નહિ ટૂંકાવી શકાય. પણ મને હવે એ વાતની ચિંતા થાય છે કે મારા સિવાય શ્રીરામની સેવા કોણ કરશે ? મારી સેવા વિના તેમને રાત્રે ઊંઘ નહિ આવે. મારો આ અધિકાર લક્ષ્મણજી હું તમને આપું છું. તમે શ્રીરામની નિત સેવા કરજો. આ વાત સાંભળતા લક્ષ્મણ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે.

આખીય વાતની સમાલોચના કરતાં આપણે એમ પણ વિચારી શકીએ કે કદાચ આ આખીય વાતની પાછળ આત્મા અને પરમાત્માના વિરહનો ભાવ રહેતો હશે જેને મહર્ષિ વાલ્મિકીએ માનવીય ભાવમાં ઊતાર્યો હશે અને તેને અનુરૃપ ઘટના ક્રમનું આયોજન કર્યું હોય. જો કે આ રહી તાત્ત્વિક વાત પણ જીવન આદર્શ અને વ્યવહાર બંનેને આધારે નભે છે. જીવનમાં નિશ્ચય અને વ્યવહાર બંનેને સાચવીને જીવીએ તો વધારે સફળ થઇએ અને સ્વસ્થ પણ બની રહીએ. આ પ્રસંગને ભલે આપણી રીતે મૂલવીએ પણ તેમાંથી જે કંઇ ઉત્તમ લાગે તેને ગ્રહણ કરી લઇએ તે જ ઇષ્ટ છે. બાકી આપણે જીવવાનું છે સંસાર વચ્ચે એટલે પરમાર્થ ઉપર ભલે નજર રાખીએ પણ એ ન ભૂલી જઇએ કે આપણા પગ ધરતી ઉપર વ્યવહારમાં છે. જીવનમાં જ સમન્વય સાધી જાણે છે તે જીવી જાણે છે.

શ્રી રામકથા

5

|| શ્રી રામકથા ||

શ્રી રામ સત્‍ય છે. શ્રી સીતાજી ભક્તિ છે અને લક્ષ્‍મણ વૈરાગ્‍ય છે. માણસના જીવનમાં ત્‍યાગની ભાવના આવતાં તે ભક્તિ તરફ વળે છે. ત્‍યાગની ભાવના એ પણ એક પ્રકારની ભક્તિ છે. ત્‍યાગની ભાવના આવતાં માણસ સારા કાર્યો કરવા પ્રેરાય છે અને કરેલા સત્‍કર્મો પ્રભુ પ્રાપ્‍તિનું સાધન બને છે. માણસના જીવનમાં સત્‍યનું આગમન થાય એટલે કામાદિ દોષ નાશ પામે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્‍સર આદિ દુર્ગુણો એટલે કે આસુરી તત્‍વોનો નાશ થાય છે અને દુર્ગુણોનો નાશ થતાં સત્‍વગુણ પ્રધાન બને છે. સત્‍વગુણ પ્રધાન બનતાં પ્રભુનો સાક્ષાત્‍કાર થાય છે. એટલે એમ કહી શકાય કે રામાયણ એ નરમાંથી નારાયણ બનવાનો હાઇ-વે છે. રામાયણ માણસને જીવન જીવતાં શીખવે છે અને ભાગવત માણસને મરતાં શીખવે છે. આ જીવ ચોર્યાસી લક્ષ યોનીમાં ભમતો ભમતો મનુષ્‍ય જન્‍મ પામે છે. સત્‍કાર્યો તો મનુષ્‍ય જન્‍મમાં જ થઇ શકે છે. માટે જ તો ભગવાન શ્રી રામે માનવ દેહ ધારણ કરી પોતાના આચરણથી જીવન કેવી રીતે જીવાય તેનો રસ્‍તો બતાવ્‍યો છે.

આ એક કથા શ્રી શિવજી, શ્રી યાજ્ઞવલ્‍કયજી, શ્રી કાગભુસુંડીજી અને શ્રી તુલસીદાસજી એમ ચાર વક્તાઓ દ્વારા કહેવાય છે. શ્રી શિવજી મહારાજ જ્ઞાનના ઘાટ પરથી, શ્રી યાજ્ઞવલ્‍કયજી મહારાજ કર્મના ઘાટ પરથી, શ્રી કાગભુસુંડીજી ભક્તિના ઘાટ પરથી તથા શ્રી તુલસીદાસજી શરણાગતીના ઘાટ પરથી કથા કરે છે.

રામાયણ એક વિશાળ પટ પર ચાલતી એક ગૃહકથા છે. અત્‍યારે યંત્રયુગ ચાલે છે. માણસનું જીવન પણ યંત્રવત્ બની ગયું છે. આ યંત્રયુગમાં માણસ એકલતાનો અનુભવ કરે છે. આ યુગમાં માનવીય સંબંધોને પોષણ ઓછુ મળે છે. માણસ સ્‍વકેન્‍દ્રી બન્‍યો છે. એક દિલથી બીજા દિલનો મેળ ખાતો નથી. લોકોનું મનોસ્‍વાસ્‍થ્‍ય અને સમાજનું સ્‍વાસ્‍થ્‍ય બગડયું છે. આવી વિષમ પરિસ્‍થિતિમાં રામાયણ શાંતિ આપે છે અને માણસને માર્ગદર્શન પુરૂ પાડે છે.

સુદ્રઢ કુટુંબની વ્‍યાખ્‍યા રામાયણે આપી છે. આજે ઘર ઘર નહિં રહેતા લોજીંગ અને બોર્ડીંગમાં પરિવર્તિત થઇ ગયા છે. ત્‍યારે રામાયણ કુટુંબ ભાવનાને જાગૃત કરી માણસને જીવન જીવતાં શિખવે છે.

તુલસીદાસજી મુસ્‍લીમ યુગમાં થઇ ગયા. તે યુગમાં વિધર્મીઓ દ્વારા મૂર્તિઓના ટુકડા કરી તેના પગથીયા બનાવતા અથવા તોલમાપમાં તેનો ઉપયોગ કરતા. તેવી વિષમ પરિસ્‍થિતિમાં પણ રામાયણનું બહુમાન થયું છે. રામાયણ એ કોઇ એક દેશનો, કોઇ એક વર્ણનો ગ્રંથ નથી પરંતુ રામાયણ એ જીવ માત્રનો વૈશ્ચિક ગ્રંથ છે. જેનું ચિંતન જીવ માત્રનું કલ્‍યાણ કરે છે.

બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ હનુમાન

5

|| બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ હનુમાન ||

સમુદ્રને ઓળંગવા નીકળેલા કર્તવ્યતત્પર હનુમાનને માર્ગમાં ના ગમતા સૂરિકા અને મૈનાએ કૈ પ્રલોભનથી વશ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હનુમાન એવા પ્રલોભનોને લાત મારી લંકા પહોંચવામાં સફળ બન્યા છે

વાલ્મીકિ રામાયણમાં રામે પોતાના ચરિત્રથી, સામથ્યેથી અને દૈવીગુણોથી લોકોત્તર દૈવત્ય પ્રાપ્ત કર્યું છે તેમ હનુમાને પણ પોતાનાં બુધ્દિૃશકિતથી , વિદ્ધતાથી અને અન્નય દાસ્યભાવથી લોકહૃદયમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે એવા શ્રી રામભકત હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો. હનુમાન ધીર, વીર, પ્રાજ્ઞા અને રાજનીતિજ્ઞા હતા. તે વેદત્રય, ઉપનિષદ, માનસશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના જાણકાર હતા. તેમની વક્રતૃત્વશકિત અને સંભાષણકલાથી પ્રભાવિત થઈ રામે તેમને પુરુષોત્તમની પદવી આપી હતી. ‘બુધ્દિૃમત્તાં વરિષ્ઠમ ‘ એટલે હનુમાન. તેમને વ્યાકરણકાર અને રુદ્રનો અવતાર માનવામાં આવે  છે. દુષ્કરમાં દુષ્કર કાર્ય હનુમાન જ કરી શકે.

વનરરાજ સુગ્રીવે હનુમાનનાં સામથ્યે અને બુધ્દિૃમત્તાથી આકર્ષાઈને તેમને કિષ્કિંધાના મંત્રી બનાવ્યા હતા.

નાજુકમાં નાજુક અને કઠોરમાં કઠોર કામ હનુમાન જ પાર પાડી શકતા. એ કારણે વાલીવધ પછી તારાને સાંત્વન આપવામાં માત્ર હનુમાન જ સફળ થયા છે.

વાલીવધ પછી અંગદ સુગ્રીવનો દુશ્મન બની તેની રાજગાદી તોડી-ફોડી નાખવા કૃતનિશ્ચયી બન્યો હતો. એવા સમયે હનુમાન પોતાની બુુધ્દિૃ અને મુત્સદૃીગીરીથી અંગદને સમજાવવામાં અને તેના જલદ વિચારો બદલવાનું કપરું કામ પાર પાડી શકયા હતા.

રાવણનો ભાઈ વિભીષણ એકવાર રામની પાસે આવ્યો હતો. તેને પોતાના પક્ષમાં લેવો કે કેમ ? તે અંગે રામે સલાહ પૂછતાં દરેકે વિભીષણનો સ્વીકાર કરવાની ના કહી દીધી હતી.પરંતુ એ અંગે હનુમાને રામને બેધડક કહેલું કે ‘ વિભીષણને આપણા પક્ષમાં લઈલો.’ અને રામે વિભીષણનો સ્વીકાર કરેલો.

સુંદરકાંડમાં હનુમાનની જ લીલા છે. ભગવદ્ભક્તની લીલા પ્રભુને તપસ્વી ઋષિઓને સુંદર લાગે છે. રામને તેમની કર્તૃત્ત્વ શક્તિ સુંદર લાગી. તેમની લીલા, દોડધામ અને બુધ્ધિમત્તા સુંદર લાગ્યાં. એ કારણે વાલ્મીકિએ તે કાંડનું નામ સુંદરકાંડ રાખ્યું છે.

સમુદ્રને ઓળંગવા નીકળેલા કર્તવ્યતત્પર હનુમાનને માર્ગમાં ના ગમતા સૂરિકા અને મૈના કે પ્રલોભનથી વશ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હનુમાન એવા પ્રલોભનોને લાત મારી લંકા પહોંચવામાં સફળ બન્યા છે.

અશોકવાટિકામાં સીતાને જોતાં જ પોતે રામભકત હનુમાન છે, એવી સીતાને પ્રતીતિ કરાવવા માટે તે બુદ્ધિ દોડાવી ઝાડ પાછળ સંતાઇને ઉભા રહે છે અને સીતા સાંભળે તે રીતે ઇક્ષ્વાક્  વંશના રધુ, અજ અને દશરથ રાજાનું વર્ણન કરે છે. હનુમાન આવી માનસિક ભૂમિકા રચીને સીતાના હૃદયમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શક્યા છે.
હનુમાન સીતાની ભાળના સમાચાર લઇ રામ પાસે જાય છે. ત્યારે ‘ સીતા દૃષ્ટા મયા રામ’ એમ કહેતા નથી. પરંતુ રામનું ઔત્સુકય ધ્યાનમાં લઈ ‘ દૃષ્ટા સીતા મયા રામ’ એમ કહે છે. હનુમાનની કેવી વિવેકબુદ્ધિ !

રામભકત હનુમાન હાજરજવાબી હતા. રામનો હનુમાન પર કેવો વિશ્વાસ ! રાવણના નાશ પછી સીતાને એ સંદેશો આપવા રામ હનુમાનને મોકલે છે. અયોધ્યામાં રામના આગમન સમયે ભરતના ચહેરા પર વિકાર થાય છે કે નહિ, તે જોવા માટે પણ રામ હનુમાનને જ મોકલે છે . આવા પ્રસંગોએ મહત્વની કામગીરી બુદ્ધિ ચલાવીને હનુમાન જ કરી શકે એમાં કોઈ બેમત નથી.

હનુમાન શ્રીરામને કહે છે : ‘ હે પ્રભુ ! તમે સ્વામી છો અને હું સેવક. તમે સિંધુ છો અને હું એનું એક બિંદુ છું. તમે સૂર્ય અને હું એનું  તેજકિરણ. તમે પુષ્ય અને હું પુષ્પદલ. તમે ધરતી અને હું એની એકમાત્ર રજ છું. તમે તે હું અને હું તે તમે. પ્રભુ ! તમે જાણો છો કે અનેક બિંદુઓથી સિંધુ બને છે.અનેક કિરણોથી સૂર્ય શોભે છે. પુષ્પદલ વિના પુષ્પ કેવું ? રજ છે તો ધરતીનું સ્વરૃપ છે. આપણી વચ્ચે પણ એવો આત્મભાવ છે’.

હનુમાનની એવી વાત સાંભળીને શ્રીરામ આનંદવિભોર બની ગયેલા. રામાયણના ‘બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ‘ હનુમાન સૌ કોઇના વંદનીય નથી શું ?

સુંદરકાંડનું મહત્વ

1jpg

|| સુંદરકાંડનું મહત્વ ||

શ્રી રામચરિતમાનસ માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી, પણ તેના ચરિત્ર અને પાત્ર આદર્શ વ્યાવહારિક જીવનના સૂત્રો અને સંદેશાઓનો ઉજાગર કરે છે. તેમાં રામભક્ત હનુમાનના ચરિત્રમાં પણ કર્મ, સમર્પણ, પરાક્રમ, પ્રેમ, પરોપકાર, મિત્રતા, વફાદારી જેવા અનેક આદર્શોના દર્શન થાય છે. શ્રીહનુમાનનું દિવ્ય અને સંકટમોચક ચરિત્ર ખાસ કરીને શ્રીરામચરિતમાનના સુંદરકાંડમાં ઉજાગર થાય છે, એટલા માટે સુંદરકાંડનો પાઠ વ્યાવહારિક જીવનમાં આવતા સંકટ, વિપત્તિઓ અને પરેશાનીઓને દૂર કરવામાં ખૂબ જ કારગર માનવામાં આવે છે. જો સમયાભાવથી આખો પાઠ કરી શકવામાં સક્ષમ ન હોવ તો સુંદરકાંડમાં આપેલ શ્રીહનુમાનજીની 1 નાનકડી સ્તુતિનો નિયમિત પાઠ પણ દુઃખ અને કષ્ટોથી રક્ષા કરવાની સાથે દરેક મનોરથ પૂરા કરનારો બતાવ્યો છે.
|| શા માટે કરવામાં આવે છે સુંદરકાંડ ? ||

“આ પાઠ કરવાથી ઝડપથી પ્રસન્ન થાય છે હનુમાન“

હંમેશા શુભ પ્રસંગે ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખવામાં આવેલા રામચરિતમાનસના સુંદરકાંડના પાઠ કરવાનું મહત્વ છે. વધારે મુશ્કેલી હોય, કોઇ કામ પાર ન પડતું હોય, આત્મવિશ્વાસની ઉણપ હોય કે અન્ય કોઇ સમસ્યા હોય ત્યારે જ્યોતિષીઓ અને સંતો સુંદરકાંડના પાઠ કરવાની સલાહ આપે છે. આખરે રામચરિતમાનસના અન્ય છ કાંડ છોડીને માત્ર સુંદરકાંડના પાઠ કરવાનું જ શા માટે કહેવામાં આવે છે ?

વાસ્તવમાં રામચરિતમાનસના સુંદરકાંડની કથા બધાથી અલગ છે. સંપૂર્ણ રામચરિતમાનસ ભગવાન રામના ગુણો અને તેમના પુરુષાર્થથી ભરેલું છે. એકમાત્ર સુંદરકાંડ એવો અધ્યાય છે જેમાં ભક્તનો વિજય થાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આ કાંડ આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને વધારે તેવો કાંડ છે.

હનુમાનજી, જેઓ જાતિએ વાનર હતા, તેઓ સમુદ્રને પાર કરીને લંકા પહોંચી ગયા અને ત્યાં સીતાની શોધ કરી. લંકાને સળગાવી અને સીતાનો સંદેશ લઇને પરત ફર્યા. આ એક સામાન્ય મનુષ્યની જીતનો કાંડ છે, જે પોતાની ઇચ્છાશક્તિના બળ ઉપર આટલો મોટો ચમત્કાર કરી શકતો હતો. આ કાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્રો પણ છે. માટે સમગ્ર રામાયણમાં સુંદરકાંડને સહુથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કાંડ વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.

હનુમાનજીની સફળતા માટે સુંદરકાંડને યાદ કરવામાં આવે છે. શ્રીરામચરિત માનસના આ પાંચમાં અધ્યાયને લઇને લોકો મોટાભાગે ચર્ચા કરે છે કે, આ અધ્યાયનું નામ સુંદરકાંડ જ કેમ રાખવામાં આવ્યું છે?

શ્રીરામચરિત માનસમાં 7 કાંડ (અધ્યાય) છે. સુંદરકાંડ ઉપરાંત બધા જ અધ્યાયોના નામ સ્થાન અથવા સ્થિતિઓના આધાર પર રાખવામાં આવ્યાં છે. બાલલીલાનો બાળકાંડ, અયોધ્યાની ઘટનાઓનો અયોધ્યા કાંડ, જંગલના જીવનનો અરણ્યકાંડ, કિષ્કિંધા રાજ્યના કારણે કિષ્કિંધા કાંડ, લંકાના યુદ્ધનો લંકા કાંડ અને જીવન સાથે જોડાયેલાં પ્રશ્નોના ઉત્તર ઉત્તરાકાંડમાં ઉલ્લેખવામાં આવ્યો છે.
* સુંદરકાંડનું નામ સુંદરકાંડ કેમ રાખવામાં આવ્યું છે ?

હનુમાનજી, સીતાજીની શોધમાં લંકા ગયા હતા અને લંકા ત્રિકુટાચલ પર્વત પર વસેલી હતી. ત્રિકુટાચલ પર્વત એટલે કે, અહીં 3 પર્વત હતાં. પહેલો સુબેલ પર્વત, જ્યાંના મેદાનમાં યુદ્ધ થયું હતું. બીજો નીલ પર્વત, જ્યાં રાક્ષસોના મહેલ વસેલાં હતા અને ત્રીજા પર્વતનું નામ છે સુંદર પર્વત, જ્યાં અશોકવાટિકા નિર્મિત હતી. આ અશોક વાટિકામાં હનુમાનજી અને સીતાજીની મુલાકાત થઇ હતી. આ કાંડની આ જ સૌથી મોટી ઘટના હતી, આ માટે જ તેનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું છે.
મોટાભાગે શુભ અવસરો પર ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિતમાનસના સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. શુભ કાર્યોની શરૂઆત પહેલાં પણ સુંદરકાંડનો પાઠ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિના જીવનમાં વધારે પરેશાનીઓ હોય, કોઇ કામ બની રહ્યા ના હોય, આત્મવિશ્વાસની કમી હોય અથવા કોઇ સમસ્યા હોય, સુંદરકાંડનો પાઠ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે. ઘણા જ્યોતિષી અને સંત પણ વિપરીત પરિસ્થિતિઓમાં સુંદરકાંડનો પાઠ કરવાની સલાહ આપે છે. અહીં જાણો સુંદરકાંડનો પાઠ વિશેષરૂપથી કેમ કરવામાં આવે છે?

* સુંદરકાંડના પાઠથી પ્રસન્ન થાય છે હનુમાનજી

એવું માનવામાં આવે છે કે, સુંદરકાંડના પાઠથી બજરંગ બલીની કૃપા ખૂબ જ જલ્દી પ્રાપ્ત થઇ જાય છે. જે લોકો નિયમિત રૂપથી તેનો પાઠ કરે છે, તેમના બધા જ દુઃખ દૂર થઇ જાય છે. આ કાંડમાં હનુમાનજી પોતાની બુદ્ધિ અને બળથી સીતાની શોધ કરી હતી. આ જ કારણથી સુંદરકાંડને હનુમાનજીની સફળતા માટે યાદ કરવામાં આવે છે.

* સુંદરકાંડના લાભથી મળે છે મનોવૈજ્ઞાનિક લાભ

વાસ્તવમાં શ્રીરામચરિતમાનસના સુંદરકાંડની કથા સૌથી અલગ છે. સંપૂર્ણ શ્રીરામચરિતમાનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના પુરૂષાર્થને દર્શાવે છે. સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે શ્રીરામના ભક્ત હનુમાનજીની વિજયનો કાંડ છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવા જઇએ તો આ કાંડ આત્મવિશ્વાસ અને પુરૂષાર્થને દર્શાવે છે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિને માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે. કોઇપણ કાર્યને પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ મળી આવે છે.
હનુમાનજી જે વાનર હતા, તે સમુદ્રને પાર કરીને લંકા પહોંચી ગયા અને ત્યાં તેમણે સીતાની શોધ કરી લીધી. લંકાને બાળી અને સીતાનો સંદેશ લઇને શ્રીરામ પાસે તેઓ પાછા ફર્યા. આ એક ભક્તની વિજયનો કાંડ છે, જે પોતાની ઇચ્છાશક્તિના બળ પર એટલો મોટો ચમત્કાર કરી શકે છે. સુંદરકાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર પણ આપવામાં આવ્યું છે. આ માટે પૂર્ણ રામાયણમાં સુંદરકાંડને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે, તે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે. આ જ કારણથી સુંદરકાંડનો પાઠ વિશેષ રૂપે કરવામાં આવે છે.

* સુંદરકાંડના લાભથી મળે છે ધાર્મિક લાભ

હનુમાનજીની પૂજા બધી જ મનોકામના પૂર્ણ કરનારી માનવામાં આવે છે. બજરંગ બલી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ જતાં દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેમની કૃપા મેળવવા માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. આ જ ઉપાયોમાંથી એક ઉપાય સુંદરકાંડનો પાઠ કરવાનો છે. સુંદરકાંડના પાઠથી હનુમાનજીની સાથે જ શ્રીરામની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કોઇપણ પ્રકારની પરેશાની હોય, સુંદરકાંડનો પાઠ કરવાથી તે દૂર થઇ જાય છે. આ એક શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય છે. આ જ કારણથી ઘણા લોકો સુંદરકાંડનો પાઠ નિયમિતરૂપે કરે છે.

* સુંદરકાંડનું પઠન આર્થિ‌ક સંકટ દૂર કરવાનો રામબાણ ઇલાજ

છેલ્લાં ૭-૮ વર્ષથી સંગીતમય સુંદરકાંડના પાઠ કરવાનું આકર્ષણ વધ્યું છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિ, શ્રાવણ મહિ‌નો, શ્રાદ્ધ પક્ષ, શારદીય નવરાત્રિ ઉપરાંત વિવિધ ધાર્મિ‌ક તહેવારોમાં હનુમાનજીના ચરિત્ર અને હનુમાનજીનાં પરાક્રમોની ગાથા વર્ણવતા સુંદરકાંડનું પઠન-શ્રવણ આસ્થાપૂર્વક થઇ રહ્યું છે. હનુમાન ચાલીસાની જેમ સુંદરકાંડ પઠન તરફ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા વધી છે.

રામાયણનું રહસ્ય

3

|| રામાયણનું રહસ્ય ||

૧. શ્રી રામે વાલી ઉપર પાછળથી વાર કેમ કર્યો ?

જવાબઃ- જે વ્યક્તિ સ્ત્રીનું સન્માન નથી કરતો તેને સામી છાતીએ મારો કે છુપાઈને મારો કોઈ જ ફરક પડતો નથી

૨. સીતાએ સ્વયંવર દ્વારા જ રામને કેમ પસંદ કર્યા ?

જવાબઃ- સ્વયંવર બે શબ્દ સાથે જોડાયેલ છે સ્વયં અને વર. તેનો આશય છે કે કન્યા પોતે જ પોતાના વરની પસંદગી કરે. પ્રાચીનકાળથી જ ભારતમાં આ પ્રથા હતી. જેમાં કન્યાએ એવો અધિકાર પ્રાપ્ત થતો હતો કે તે પોતાને અનુકૂળ વરની પસંદગી કરે. પાર્વતી દ્વારા શિવની પસંદગી, સીતાનો સ્વયંવર અને દ્વોપદીના અર્જુનની સાથે લગ્ન હંમેશા આ પરંપરાના ઉદાહરણ છે. રામ અને કૃષ્ણ યુગમાં આ પ્રથાની સાથે જ વરના શૌર્ય પ્રદર્શનને પણ જોડવામાં આવેલું. રામે જનકના દરબારમાં ભગવાન શંકરના ધનુષ ઊઠાવવાથી સીતા અને અર્જુનને માછલીની આંખ બાણથી વિધવાને કારણે દ્વોપદી પ્રાપ્ત થયેલી.

સીતાને સ્વયંવરની કથા વાલ્મિકી રામાયણ અને રામચરિતમાનસના બાળકાંડ સહિત બધી રામકથાઓમાં મળે છે. વાલ્મિકી રામાયણમાં જનક દ્વારા સીતા માટે વીર્ય શુલ્કનું સંબોધન મળે છે. જેનો અર્થ છે જનકે એવો નિશ્ચય કર્યો હતો કે જે વ્યક્તિ પોતાના પરાક્રમના પ્રદર્શન રૂપી શુલ્કને આપવામાં સમર્થ હશે, તે સીતા સાથે લગ્ન કરશે. તેને અર્થ છે કે વીર્યશુલ્કા કન્યા અર્થાત્ સીતા માટે સ્વયંવરનું આયોજન કર્યું. એક પ્રકારે આ પ્રથા તત્કાલીન સમાનમાં સ્ત્રીના સશક્તિકરણનું શ્રેષ્ટ ઉદાહરણ હતું. જેમાં પોતાના જીવનસાથી પસંદ કરવા માટે પિતાના આગ્રહ કે દુરાગ્રહથી નહીં પણ કન્યાને જ વરની પસંદગીનો સામાજિક અધિકાર પ્રાપ્ત થયેલો હતો.

૩. રાજા દશરથે રામને વનવાસ આપ્યો શા માટે આપ્યો ?

દશરથના ચાર પુત્રમાં ભરત દશરથની પ્રિય રાણી કૈકેયી દ્વારા જનમ્યો હતો. રામકથામાં બધા વિવાદ તેને લઈને જ થયા હતા. દશરથે જ્યારે રામને રાજા બનાવવાની તૈયારી કરી, ત્યારે કૈકેયી પોતાના પુત્ર ભરતને રાજ્ય આપવા માટે દશરથ સમક્ષ જીદ્દ કરી બેઠી. ભૂતકાળમાં આપેલા વચન સાથે બંધાયેલ હોવાને લીધે દશરથે રામને વનવાસ આપ્યો અને ભરતને રાજ્યની જવાબદારી આપી દીધી. તેની સાથે જ દશરથના પ્રાણનો અંત આવી ગયો. રામ અને લક્ષ્મણ સીતાની સાથે વનમાં ચાલ્યા ગયા. આ આખી ઘટનાક્રમ બની તે વખતે ભરત પોતાના નાના ભાઈ શત્રુગ્નની સાથે મોસાળમાં હતા.

ભરત અને શત્રુગ્ન અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમને વિવાદના કારણની જાણ થઈ, તો તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા. તેમને રામને વનમાંથી પાછા અયોધ્યા લાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળવાને લીધે રામના ખડાઉ જ લઈને પાછા ફર્યા અને તેને રાજગાદી ઉપર મૂકીને રાજ-કાજ ચલાવ્યું. રામના વનવાસનો સમયગાળો 14 વર્ષ હતો. આ દરમિયાન ભરત પણ અયોધ્યાની પાસે નંદીગ્રામમાં તપસ્વી જીવન વિતાવતા રહ્યા. ભરતનું ચરિત્ર રાજ્યને બદલે ભાતૃપ્રેમ અને ત્યાગનું ઉદાહરણ છે. તેમને રાજા બનવા છતાં પણ રાજ્યસુખ ગ્રહણ ન કરેલું, કારણ કે તેઓ પરિવારમાં ધન માટે વિવાદનું કારણ બનવા માગતા ન હતા. ભરતનો ત્યાગ તેને યશસ્વી બનાવી ગયો.

૪. મંથરાનું શ્રી રામ સાથ શું વેર હતું ?

જવાબઃ- મંથરા રામકથાનું એક મહત્વપૂર્ણ પાત્ર છે, જે દશરથની સૌથી પ્રિય અને સુંદર રાણી કૈકેયીની દાસી હતી અને લગ્નમાં પિતા દ્વારા કૈકેયીને દહેજમાં આપવામાં આવી હતી. મંથરાએ કૈકેયીને ભડકાવી હતી, જેને કારણે કૈકેયીએ રામને રાજ્યાભિષેકમાં વિઘ્ન ઊભું કર્યું અને મંથરાએ જ બતાવેલા બે વચન દશરથ પાસે માંગીને આખા પરિવારને સંકટમાં નાખી દીધો. વાલ્મિકી રામાયણ અને શ્રીરામચરિત માનસ સહિત રામકથાઓના અન્ય સંસ્કરણોમાં મંથરાનું ચરિત્ર અને તેની ભૂમિકા મોટાભાગે એક સરખી જ છે. ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના રામચરિતમાનસના અયોધ્યાકાંડમાં તેની પાછળ દેવતાઓની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.

સંદર્ભ છે કે જ્યારે દશરથે રામને રાજા બનવાનો નિશ્ચય કર્યો અને અવધમાં તૈયારીઓ શરૂ થઈ, દેવતાઓ ઘબરાઈ ગયા. તેમનો ઉદ્દેશ્ય હતો રામ વનમાં જાય જેથી તેના બહાને રાવણ સહિત અન્ય રાક્ષસોનો વધ કરી શકાય. આ કારણે જ રામનો અવતાર થયો હતો, પરંતુ જ્યારે રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ, ત્યારે રામે વન મોકલવાના ઉદ્દેશ્યથી દેવતાઓએ જ્ઞાનની દેવી સરસ્વતીની મદદથી કૈકેયીની દાસી મંથરાની મતિ ભ્રષ્ટ કરી દીધી. પરિણામસ્વરૂપે મંથરાના મનમાં મોહ પેદા થયો, લોભ અને ક્રોધના વિકારમાં આવીને તેને કૈકેયીને ભડકાવી દીધી. મંથરાનું રામ સાથે તો કોઈ વેર ન હતું, પરંતુ તે તુલસીદાસજીના શબ્દોમાં જ પોતાની એક ભૂલ કારણે હંમેશા અપયશનું પાત્ર બની ગઈ.

૫. શ્રવણ કુમારની કથાનું શું મહત્વ છે ?

જવાબઃ- શ્રાવણનો અર્થ સાંભળવું અને એક નક્ષત્રના નામના રૂપમાં ઓળખવામાં આવ્યું છે, પરંતુ શ્રીરામકથામાં શ્રવણકુમાર એક મહત્વપૂર્ણ પાત્ર છે. જેના વિશે વાલ્મિકી રામાયણમાં અયોધ્યાકાંડના 64માં અધ્યયમાં કથા પ્રાપ્ત થાય છે. શ્રીરામના વનગમનથી દુઃખી દશરથે પોતાના મૃત્યુ પહેલાં રાણી કૌશલ્યાને આ કથા જણાવી હતી. તે પ્રમાણે દશરથ શબ્દભેદી બાણ ચલાવે છે અર્થાત્ શબ્દ અને ધ્વનિ સાંભળીને બાણ ચલાવવામાં સમર્થ હતા.

એક દિવસ ભૂલથી હિંસક પશુના ભ્રમમાં તેમને એક મુનિ ઉપર જેમના માતા-પિતા વૃદ્ધ અને નેત્રહીન હતા, તેમની ઉપર બાણ ચલાવ્યું. પોતાના એકના એક પુત્રનો વધ થયાનું સાંભળીને મુનિએ દશરથને પુત્ર વિયોગમાં પ્રાણ ત્યાગવાનો શ્રાપ આપી દીધો. પોતાના અંતિમ સમયમાં દશરથે કૌશલ્યાએ જણાવ્યું કે તેમના પ્રાણ પણ પુત્ર વિયોગમાં જ જશે. કારણ કે તેમના હાથે મુનિ કુમારના વધનું પાપ થયું છે અને તે મુનિના શ્રાપથી ગ્રસ્ત છે. રામાયણમાં બતાવ્યા પ્રમાણે મુનિ કુમાર જ મળે છે, શ્રવણ નામ નથી, પરંતુ અન્ય પુરાણોમાં આ કથા શ્રવણના રૂપમાં પ્રાપ્ત થાય છે. જેના વિશે એવું કહેવાય છે કે તે કાવડમાં બેસાડીને પોતાના માતા-પિતાને તીર્થ યાત્રાએ લઈ ગયો હતો.

૬. રામસેતુ બાંધકામમાં પત્થર કેવીરીતે તારી ગયા ?

જવાબઃ માતા સીતાની શોધ માટે જ્યારે પ્રભુ શ્રીરામની સેના લંકા તરફ જઈ રહી ત્યારે રસ્તામાં વિશાળ સમુદ્ર મોટી બાધા બનીને ઉપસ્થિત થયો. સેના સહિત સમુદ્રને પાર કરવો લગભગ અશક્ય હતું. ત્રણ દિવસની રાહ જોયા પછી જ્યારે કોઈ વિકલ્પ ન દેખાયો ત્યારે શ્રીરામે ગુસ્સામાં આવી પોતાનું ધનુષ-બાણ ઊઠાવ્યું અને સમુદ્રને સૂકવી નાખવા માટે પ્રયાસ કર્યો ત્યારે માનવરૂપ ધારણ કરીને પ્રગટ થયેલા સમુદ્રએ તેમને પુલ નિર્માણ કરવાનો ઉપાય બતાવ્યો. તેમાં મોટી બધા એ હતી કે સમુદ્રની તેજ લહેરો ઉપર પત્થરો કેવી રીતે ટકશે. તે વખતે સમુદ્રદેવે પોતે જ તેનું સમાધાન બતાવ્યું હતું.

તેને પ્રભુ શ્રીરામને જણાવ્યું કે તેમની સેનામાં નળ અને નીલ નામના બે વાનર છે, જેમને બાળપણમાં એક ઋષિ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે કે તેમના સ્પર્શ માત્રથી પત્થર પાણીમાં તરવા લાગશે. શ્રીરામના આદેશથી નળ અને નીલે બધા પત્થરો ઉપર પોતાના હાથેથી સ્પર્શ કરી વાનરોને આપ્યા, પરંતુ નળ અને નીલ પત્થર તરાવવા બાબતે નિષ્ણાત હતા. એટલા માટે બધા પત્થરો તરી ગયા અને પુલ આસાનીથી બંધાઈ ગયો. આ પ્રતીકાત્મક છે. વાસ્તવમાં નળ અને નીલ પુલ નિર્માણ નિષ્ણાત એન્જિનિયર હતા. સમુદ્રએ માત્ર તેમની ઉપસ્થિતિનો પરિચય માત્ર કરાવ્યો. બસ, પછી શું થયું શ્રીરામની કૃપાથી પ્રસિદ્ધ રામ સેતુ બની ગયો.

૭. રાવણને દસ માથા કેમ હતા ?

જવાબઃ- રાવણ મુનિ વિશ્રવા અને કેકસીના ચાર બાળકોમાં સૌથી મોટો પુત્ર હતો. વાલ્મિકી રામાયણના ઉત્તરાખંડમાં વિશ્રવાના સંતાનોના જન્મની કથામાં પ્રસંગ છે કે રાવણ દસ માથા, મોટી દાઢી, તાંબા જેવા હોઠ, વિશાળ મુખ અને વીસ બાહુઓની સાથે જનમ્યો હતો. તેના શરીરનો રંગ કોલસા જેવો કાળો હતો. તેના પિતાએ તેની દસ ગ્રીવા જોઈ તો તેનું નામ દશગ્રીવ રાખ્યું. દસ ગરદન અર્થાત્ દસ માથાવાળો.

આ કારણ છે કે રાવણ દશાનન, દસકંધર વગેરે નામથી પ્રસિદ્ધ થયેલો, જો કે એ અસ્વભાવિક છે કે કોઈના એકસાથે દસ માથા હોય. તે પ્રતીક માત્ર છે. રાવણે દસ માથાથી જુદી-જુદી ધ્વનિ પ્રગટ કરવાની શક્તિ પ્રાપ્ત થયેલી હતી. તે પ્રમાણે રાવણના દસ માથા અહંકાર, મોહ, ક્રોધ, માયા વગેરે વિકારોનું પ્રતીક છે અર્થાત્ રાવણ બધા વિકારોથી ગ્રસિત હતો અને આ કારણે જ જ્ઞાન અને શ્રીસંપન્ન હોવા છતાં માત્ર સીતાહરણનો એક અપરાધ કરવાને લીધે તે માર્યો ગયો. સ્પષ્ટતઃ રાવણના દસ માથા પ્રતીકાત્મક છે નહીં કે પ્રાકૃતિક અને સ્વાભાવિક.

૮. લવ – કુશ અને હનુમાનજી વચે યુદ્ધ કેમ થયું ?

જવાબઃ- રાવણ વધ પછી સીતાને લઈને અયોધ્યા પાછા ફરીને રામે થોડો સમય રાજ કર્યું. ત્યારબાદ લોક મર્યાદાને લીધે સીતાનો ત્યાગ કરી દીધો. ત્યારે સીતામાતા વાલ્મિકીના આશ્રમમાં રહી અને ત્યાં જ બે જોડિયા પુત્રો લવ અને કુશને જન્મ આપ્યો. આશ્રમમાં જ બંને બાળકો મોટા થયા. એ દરમિયાન અયોધ્યામાં બધાના આગ્રહથી રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો. જેમાં યજ્ઞનો ઘોડો સ્વતંત્ર વિચરણ માટે છોડવામાં આવે છે, જો કોઈ આ યજ્ઞના ઘોડાને પકડે તો તેને યુદ્ધ કરવું પડે છે. રામના યજ્ઞનો ઘોડો જ્યારે વાલ્મિકી આશ્રમ સુધી પહોંચ્યો તો યજ્ઞથી અજાણ બંને તપસ્વી બાળકો લવ અને કુશે તેને પકડી લીધો.

યજ્ઞના અશ્વનું રક્ષણ કરવા માટે સાથે ગયેલા ભરત, લક્ષ્મણ, શત્રુગ્ન અને હનુમાન સહિત પૂરી રામની સેના સાથે લવ-કુશ વચ્ચે લડાઈ થઈ. આ લડાઈમાં હનુમાન પણ લવ-કુશ સાથે લડ્યા, કારણ કે બંને રામ અને સીતાના પુત્ર હોવાની સાથે જ તે ખૂબ જ બળશાળી અને યુદ્ધમાં નિપુણ યોદ્ધા પણ હતા, એટલા માટે કોઈ પણ તેની સામે ટકી ન શક્યા. આખરે જ્યારે રામ પોતે યુદ્ધ કરવા માટે પહોંચ્યા. ત્યારે સીતાના આવી જવાથી આખી કથાની ધારા જ બદાલઈ ગઈ. હનુમાન અને લવ-કુશના યુદ્ધની આ કથા રામકથાઓમાં અલગ-અલગ સ્વરૂપોમાં વિસ્તારથી પ્રાપ્ત થાય છે.

યજ્ઞનું મહત્વ

2     1jpg

|| હિંદુ ધર્મમાં યજ્ઞનું મહત્વ ||

આપણી પ્રાચીન સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ ‘યજ્ઞ’ હશે. ભગવાનને અપાતી પવિત્ર આહુતિઓ એટલે યજ્ઞ. યજ્ઞ એ મૂળ સંસ્કૃતની યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. જેનો અર્થ દાન, દેવપૂજન તથા આહુતિ થાય છે. યજ્ઞ માત્ર પોતાના એક માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે તમે કરી શકો છો. યજ્ઞની પૂજા એવી છે જેને કરવાથી સંસારનું કલ્યાણ થાય છે. ધાર્મિક ગ્રંથો વાંચવા પર ખ્યાલ આવે છે કે યજ્ઞનું પ્રચલન વૈદિક યુગથી જ ચાલ્યું આવે છે. વૈદિક યુગમાં જ્યારે પણ કોઈ મુસીબતના સમાચાર મળે એટલે ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં યજ્ઞ કરતા જેથી આવનાર આપત્તિ ટળી જતી.

લોકો આજે ધર્મનું મહત્ત્વ અને તેની પાછળનું વિજ્ઞાન નથી સમજી શકતા, પરંતુ ખરેખર યજ્ઞનું પણ પોતાનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. જેમ અનાજના દાણાને માટીમાં ઉગાડવાથી બહુ બધો પાક આપણને મળે છે તેમ જ યજ્ઞમાં આહુતિમાં અપાતી વસ્તુ પણ અગ્નિમાં ભળીને સો ગણી વધુ શક્તિશાળી બની જાય છે, જેથી ઔષધ રૂપે તે મનુષ્ય સહિતનાં પ્રાણીઓનાં શરીરમાં સ્નાયુઓ, શ્વસનક્રિયા, પાચનક્રિયા, પ્રજનનક્રિયા, મૂત્રક્રિયા, હાડકાં અને લોહીના પરિભ્રમણ દરેક ઉપર ખૂબ જ સકારાત્મક અસર ઊભી કરે છે.

યજ્ઞકુંડમાંથી નીકળતો ધુમાડો વ્યક્તિના શ્વાસોચ્છ્વાસમાં જઈ શરીરને શુદ્ધ કરે છે. આમ, યજ્ઞ ખાલી ધાર્મિક દૃષ્ટિએ જ કરાય છે એવું નથી, તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ વિશેષ છે. આજના ભાગદોડભર્યા અને ખૂબ જ વ્યસ્ત જીવનમાં મનુષ્ય માનસિક રીતે ખૂબ જ અશાંત હોય છે. ત્યારે યજ્ઞ એક એવું માધ્યમ છે જે કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. વળી, પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વિતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધનપ્રાપ્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રમાં યજ્ઞનું ખૂબ મહત્ત્વ જણાવાયું છે. પૌરાણિક દૃષ્ટિએ જોઈએ તો આપણો ઇતિહાસ યજ્ઞના અનેક ચમત્કારોથી ભરેલો છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણને જે સંસ્કાર પ્રાપ્ત થાય છે તે બધી જ યજ્ઞની દેણ છે અને વૈજ્ઞાનિકો પણ એ વાત માનવા માંડયા છે કે યજ્ઞના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધતા અને હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે યજ્ઞથી વરસાદ સમયસર થાય છે. આદિકાળમાં ઋષિમુનિઓ વરસાદ લાવવા, દાનવોનો પ્રકોપ દૂર કરવા યજ્ઞો કરતા હતા.

યજુર્વેદમાં એવું પણ કહેવાયું છે કે, ‘જે યજ્ઞનો ત્યાગ કરે છે, ઈશ્વર એનો પણ ત્યાગ કરે છે.’ યજ્ઞને પુરાણોમાં સ્વર્ગની સીડી ગણવામાં આવી છે. વળી, યજ્ઞ દ્વારા આત્માનો સાક્ષાત્કાર અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં ગાયત્રીને માતા જ્યારે યજ્ઞને પિતા ગણવામાં આવ્યાં છે. યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે.

મનુષ્યનો જન્મ તેનાં માતા-પિતા દ્વારા થાય છે, પરંતુ શાસ્ત્રોમાં લખેલું છે કે ખરા અર્થમાં આધ્યાત્મિક દૃષ્ટિએ મનુષ્યનો જન્મ યજ્ઞકાર્ય કરવાથી થાય છે. સંસારમાં શારીરિક દૃષ્ટિએ જન્મ લેવો એ તો ધરતી ઉપર આવવાનો એક રસ્તો છે. ખરા અર્થમાં મનુષ્ય અંતર અને મનથી શુદ્ધ હોય ત્યારે એનું જીવન સાર્થક બને છે તથા આનું એક માધ્યમ યજ્ઞ જ છે. અગ્નિ એ યજ્ઞનું એક અભિન્ન અંગ છે અને અગ્નિ શક્તિ, ઊર્જા અને હંમેશાં આગળ વધવાનું પ્રતીક છે. અગ્નિ ઈશ્વર સમાન છે માટે યજ્ઞકાર્યમાં અગ્નિ પૂજનીય છે.

યજ્ઞના મુખ્ય પાંચ પ્રકાર છે. લોક, ક્રિયા, સ્નાતન ગૃહ, પંચભૂત અને મનુષ્ય. જ્યારે યજ્ઞનાં અંગોમાં સ્નાન, દાન, હોમ, જાપ એમ ચાર છે. વળી, અશ્વમેધ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ એ પૃથ્વી પરના બે મોટા યજ્ઞો માનવામાં આવે છે. જ્યારે ગૃહસ્થ ધર્મનાં યજ્ઞોમાં પાંચ યજ્ઞો આવેલા છે, જેમ કે બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. આમ, પાંચ યજ્ઞો હિન્દુ ધર્મ અનુસાર ગૃહસ્થ જીવનને અનુસરતાં અનુસરતાં દરેક લોકોએ કરવા જોઈએ.

|| યજ્ઞનો ઉદ્દેશ્ય ||

યજ્ઞનો એક પ્રમુખ ઉદ્દેશ્ય ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા લોકોને સત્પ્રયોજન માતે સંગઠિત કરવાનો છે. આ યુગમા સંઘ શક્તિ સૌથી પ્રમુખ છે.પરાસ્ત દેવોને પુનઃ વિજયી બનાવવા માતે પ્રજાપતિએ પોતાની પૃથક્-પૃથક્ શક્તિયોંનુ એકીકરણ કરીને સંઘ-શક્તિ ના રૂપ મેં દુર્ગા શક્તિ નુ પ્રાદુર્ભાવ કર્યુ.આ મધ્યમ્થી એમના દિવસ ફ્રરી ગયા અને સંક્ટ દૂર્ થયા. માનવ જાતિની સમસ્યા નો હલ સામૂહિક શક્તિ અને સંઘબદ્ધતા પર નિર્ભર છે, એકાકી-વ્યક્તિવાદી-અસંગઠિત લોકો દુર્બલ અને સ્વાર્થી માનવામા આવે છે.ગાયત્રી યજ્ઞોં નો વાસ્તવિક લાભ સાર્વજનિક રૂપથી, જન સહયોગથી સમ્પન્ન કરવાથીજ ઉપલબ્ધ થાય છે.

|| યજ્ઞનું તાત્પર્ય ||

ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસાર ના કલ્યાણ ના માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક સાઁસ લેવાનો અવસર મળે છે. હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણિમાત્રનને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણ માં સહાયક થાય છે. યજ્ઞ કાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનીત શબ્દ ધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે. આ પ્રકાર થોડા જ ખર્ચ અને પ્રયત્નથી યજ્ઞકર્તાઓ દ્વારા સંસારની મોટી સેવા શક્ય બને છે.

વૈયક્તિક ઉન્નતિ અને સામાજિક પ્રગતિનો બધો આધાર સહકારિતા, ત્યાગ, પરોપકાર આદિ પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. જો માતા પોતાના રક્ત-માંસમાંથી એક ભાગ નવા શિશુના નિર્માણ કરવા માટે ન ત્યાગે, પ્રસવની વેદના ન સહે, અપના શરીર નિચોવી તેને દૂધ ન પીવડાવે, પાલન-પોષણમાં કષ્ટ ન ઊપાડે અને આ બધું નિતાન્ત નિઃસ્વાર્થ ભાવથી ન કરે, તો પછી મનુષ્યનું જીવન-ધારણ કરી શકવું પણ સંભવ ન થાત. આમાટે કહેવામાં આવે છે કે મનુષ્ય નો જન્મ યજ્ઞ ભાવના દ્વારા અથવા તેને કારણે જ સંભવ થાય છે. ગીતાકારે આ જ તથ્યને આ પ્રકારે કહ્યો છે કે પ્રજાપતિએ યજ્ઞને મનુષ્ય સાથે જોડીયા ભાઈની જેમ પૈદા કરવામાં અને આ વ્યવસ્થા ની, એક બીજાંનું અભિવર્ધન કરતા બનેં ફૂલેં-ફળે.

જો યજ્ઞ ભાવનાની સાથે મનુષ્યને પોતાને કો જોડ્યો ન હોત, તો પોતાની શારીરિક અસમર્થતા અને દુર્બળતાના કારણે અન્ય પશુઓની પ્રતિયોગિતામાં તે ક્યારનોય પોતનું અસ્તિત્વ ખોઇ બેઠો હોત. તે અત્યાર સુધી જેટલો પણ આગળ વધ્યો છે, તેમાં તેની યજ્ઞ ભાવના જ એક માત્ર માધ્યમ છે. આગળ પણ જો પ્રગતિ કરવી હોય, તો તેનો આધાર આજ ભાવના હશે. પ્રકૃતિનો સ્વભાવ યજ્ઞ પરંપરાને અનુરૂપ છે. સમુદ્ર વાદળોને ઉદારતાપૂર્વક જળ આપે છે, વાદળ એક સ્થાનથી બીજા સ્થાન સુધી તેને ઢસડીને લઈ જાઈને વરસાવવાનો શ્રમ વહન કરે છે. નદી, નાળા પ્રવાહિત થઈ ભૂમિને સીંચે અને પ્રાણિઓની તરસ બુઝાવે છે. વૃક્ષ અને વનસ્પતિઓ પોતાના અસ્તિત્વનો લાભ અન્યોને જ દે છે. પુષ્પ અને ફળ અન્યને માટે જ જીવે છે. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, વાયુ આદિની ક્રિયાશીલતા તેમના પોતાના લાભ માટે નહીં, પણ બીજાના માટે જ છે. શરીરના પ્રત્યેક અવયવ પોતાના નિજના માટે નહીં, પણ સમસ્ત શરીર ના લાભ માટે જ અનવરત ગતિથી કાર્યરત રહે છે. આ પ્રકારે જ્યાં પણ દૃષ્ટિપાત કરવામાં આવે આવે, આ જ પ્રકટ થાય છે કે આ સંસારમાં જો કાંઈ સ્થિર વ્યવસ્થા છે, તે યજ્ઞ વૃત્તિ પર જ અવલમ્બિત છે. જો આને હટાવી દેવામાં આવે , તો આખી સુન્દરતા, કુરૂપતામાં અને આખી પ્રગતિ, વિનાશમાં પરિણિત થઈ જશે. ઋષિઓએ કહ્યું છે- યજ્ઞ જ આ સંસાર ચક્રની ધરી છે. ધરી તૂટી જવાથી પર ગાડ઼ીનું આગળ વધી શકવું કઠિન છે.

|| યજ્ઞીય વિજ્ઞાન ||

મન્ત્રોમાં અનેક શક્તિ ના સ્રોત દબાયેલ છે. જે પ્રકારે અમુક સ્વર-વિન્યાસ યુક્ત શબ્દોની રચના કરવાથી અનેક રાગ-રાગનિઓ બની જતી હોય છે અને તેમનો પ્રભાવ સાંભળવાવાળા પર વિભિન્ન પ્રકારે થાય છે, તેજ પ્રકારે મંત્રોચ્ચારણથી પણ એક વિશિષ્ટ પ્રકારની ધ્વનિ તરંગ નિકળે છે અને તેમનો ભારી પ્રભાવ વિશ્વવ્યાપી પ્રકૃતિ પર, સૂક્ષ્મ જગત પર તથા પ્રાણિઓના સ્થૂલ તથા સૂક્ષ્મ શરીરો પર પડે છે. યજ્ઞ દ્વારા શક્તિશાલી તત્ત્વ વાયુમંડળમાં ફેલાવાય છે, તેનાથી હવામાં ઘૂમતા અસંખ્ય રોગ કીટાણુ સહજ જ નષ્ટ થાય છે. ડી.ડી.ટી., ફિનાઈલ આદિ છાંટીને, બીમારિઓથી બચાવ કરવાવાળી દવાઓ અથવા સોય(ઈંજેક્શન) લેવાથી પણ કઈંક અધિક કારગર ઉપાય યજ્ઞ કરવાનો છે. સાધારણ રોગો અને મહામારિઓથી બચવાનો યજ્ઞ એક સામૂહિક ઉપાય છે. દવાઓમાં સીમિત સ્થાન અને સીમિત વ્યક્તિઓ ને જ બીમારિઓથી બચાવવાની શક્તિ છે; પણ યજ્ઞનો વાયુ તો સર્વત્ર જ પહોંચે છે અને પ્રયત્નન ન કરવાવાળા પ્રાણીઓની પણ સુરક્ષા કરાય છે. મનુષ્યની જ નહીં, પશુ-પક્ષીઓ, કીટાણુઓ અને વૃક્ષ-વનસ્પતિઓ ના આરોગ્યની પણ યજ્ઞથી રક્ષા થાય છે.

યજ્ઞની ઊષ્મા મનુષ્યના અંતઃકરણ પર દેવત્વની છાપ પાડતી છે. જ્યાં યજ્ઞ થાય છે, તે ભૂમિ અને પ્રદેશ સુસંસ્કારોની છાપ પોતાની અન્દર ધારણ કરી લે છે અને ત્યાં જવાવાળા પર દીર્ઘકાળ સુધી પ્રભાવ પાડતી રહે છે. પ્રાચીનકાળમાં તીર્થ ત્યાંજ બન્યા છે, જ્યાં મોટા-મોટા યજ્ઞ થયા હતાં. જે ઘરોંમાં, જે સ્થાનોંમાં યજ્ઞ થાય છે, તે પણ એક પ્રકારે તીર્થ બની જાય છે અને ત્યાં જેમનું આગમન રહે છે, તેમની મનોભૂમિ ઉચ્ચ, સુવિકસિત અને સુસંસ્કૃત બને છે. મહિલાઓ, નાના બાળક અને ગર્ભસ્થ બાળક વિશેષ રૂપથી યજ્ઞ શક્તિથી અનુપ્રાણિત થાય છે. તેમને સુસંસ્કારી બનાવવા માટે યજ્ઞીય વાતાવરણની સમીપતા ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે.

કુબુદ્ધિ, કુવિચાર, દુર્ગુણ અને દુષ્કર્મોંથી વિકૃત મનોભૂમિમાં યજ્ઞથી ભારી સુધાર થાય છે. આ માટે યજ્ઞ ને પાપનાશક કહ્યું છે. યજ્ઞીય પ્રભાવથી સુસંસ્કૃત થયેલી વિવેકપૂર્ણ મનોભૂમિ પ્રતિફલ જીવનના પ્રત્યેક ક્ષણને સ્વર્ગીય આનન્દથી ભરી દે છે, આ માટે યજ્ઞને સ્વર્ગ દેવાવાળો કહ્યો છે. યજ્ઞીય ધર્મ પ્રક્રિયાઓમાં ભાગ લેવાથી આત્મા પર ચઢેલા મલ-વિક્ષેપ દૂર થાય છે. ફલસ્વરૂપ તેજીથી તેમાં ઈશ્વરીય પ્રકાશ જાગે છે. યજ્ઞથી આત્મામાં બ્રાહ્મણ તત્ત્વ, ઋષિ તત્ત્વની વૃદ્ધિ દિનાનુ-દિન થાય છે અને આત્માને પરમાત્માથી મળાવવાનો પરમ લક્ષ્ય ખૂબ સરલ થઈજાય છે. આત્મા અને પરમાત્મા ને જોડી દેવાનો, બાંધી દેવાનું કાર્ય યજ્ઞાગ્નિ દ્વારા આમ જ થાય છે, જેમ લોખંડના તૂટેલા ટુકડાને રેણ (વેલ્ડીંગ)ની અગ્નિ જોડી દે છે. બ્રાહ્મણત્વ યજ્ઞના દ્વારા પ્રાપ્ત થાય છે. આ માટે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા માટે એક તૃતિયાંશ જીવન યજ્ઞ કર્મ માટે અર્પિત કરવું પડે છે. લોકોના અંતઃકરણમાં અન્ત્યજ વૃત્તિ ઘટે-બ્રાહ્મણ વૃત્તિ વધે, આને માટે વાતાવરણમાં યજ્ઞીય પ્રભાવની શક્તિ ભરવી આવશ્યક છે.

વિધિવત કરેલા યજ્ઞ એટલાં પ્રભાવશાળી હતાં, જેના દ્વારા માનસિક દોષોં-ર્દુગુણોનું નિષ્કાસન અને સદ્દ્ગુણોનું અભિવર્ધન નિતાન્ત સંભવ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, કાયરતા, કામુકતા, આલસ્ય, આવેશ, સંશય આદિ માનસિક ઉદ્વેગોની ચિકિત્સા માટે યજ્ઞ એક વિશ્વસ્ત પદ્ધતિ છે. શરીરના અસાધ્ય રોગો સુધ્ધાંનું નિવારણ તેનાથી થઈ શકે છે. અગ્નિહોત્રના ભૌતિક લાભપણ છે. વાયુને આપણે મળ, મૂત્ર, શ્વાસ તથા મિલ-કારખાના ધુમાડા આદિથી ગન્દા કરીએ છીએ. ગંદા વાયુ રોગોનું કારણ બને છે. વાયુને જેટલો ગંદો કરીએ, તેટલો જ તેને શુદ્ધપણ કરવો જોઈએ. યજ્ઞોંથી વાયુ શુદ્ધ થાય છે. આ પ્રકારે સાર્વજનિક સ્વાસ્થ્યની સુરક્ષાનું એક મોટું પ્રયોજન સિદ્ધ થાય છે.

યજ્ઞનો ધૂમ્ર આકાશમાં-બાદલોળોમાં જઈ ખાદ બની મળી જાય છે. વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે, તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેના સેવનથી મનુષ્ય તથા પશુ-પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે. યજ્ઞાગ્નિ ના માધ્યમથી શક્તિશાલી બનેલો મન્ત્રોચ્ચાર ધ્વનિના કમ્પન, સુદૂર ક્ષેત્રમાં વિખરાઈ લોકોનો માનસિક પરિષ્કાર કરે છે, ફળસ્વરૂપ શરીરની જેમ માનસિક સ્વાસ્થ્યપણ વધે છે.

અનેક પ્રયોજનો માટે-અનેક કામનાઓની પૂર્તિ માટે, અનેક વિધાનો સાથે, અનેક વિશિષ્ટ યજ્ઞ પણ કરી શકાય છે. દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરી ચાર ઉત્કૃષ્ટ સન્તાન પ્રાપ્ત કરી હતી, અગ્નિપુરાણમાં તથા ઉપનિષદોમાં વર્ણિત પંચાગ્નિ વિદ્યામાં આ રહસ્ય ખૂબ વિસ્તારપૂર્વક બતાવાયું છે. વિશ્વામિત્ર આદિ ઋષિ પ્રાચીનકાળમાં અસુરતા નિવારણ માટે મોટા-મોટા યજ્ઞ કરતાં હતાં. રામ-લક્ષ્મણને આવા જ એક યજ્ઞની રક્ષા માટે સ્વયં જવું પડ્યું હતું . લંકા યુદ્ધ બાદ રામે દસ અશ્વમેધ યજ્ઞ કર્યાં હતાં. મહાભારત પશ્ચાત્ કૃષ્ણે પણ પાંડવોથી એક મહાયજ્ઞ કરાવ્યો હતો, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધજન્ય વિક્ષોભથી ક્ષુબ્ધ વાતાવરણની અસુરતાનો સમાધાન કરવાનો જ હતો. જ્યારે પણ આકાશના વાતાવરણમાં અસુરતાની માત્રા વધી જાય, તો તેનો ઉપચાર યજ્ઞ પ્રયોજનોથી વધુ બીજો કાંઈ હોઈ ન શકતો. આ પાછલા બે વિશ્વયુદ્ધો ના કારણે જનસાધારણમાં સ્વાર્થપરતાની માત્રા અધિક વધી જવાથી વાતાવરણમાં એવો જ વિક્ષોભ ફરી ઉત્પન્ન થઈ ગયો છે. તેના સમાધાન માટે યજ્ઞીય પ્રક્રિયાને પુનર્જીવિત કરવી આજની સ્થિતિમાં હજી પણ અધિક આવશ્યક થઈ ગઈ છે.

|| યજ્ઞીય પ્રેરણાઓ ||

યજ્ઞ આયોજનો પછળ જ્યાં સંસારની લૌકિક સુખ-સમૃદ્ધિને વધારવાની વિજ્ઞાન સમ્મત પરંપરા સન્નિહિત છે-જ્યાં દેવ શક્તિઓના આવાહન-પૂજનનો મંગલમય સમાવેશ છે, ત્યાં લોકશિક્ષણની પણ પ્રચુર સામગ્રી ભરી પડ઼ી છે. જે પ્રકારે ‘મણકા ઘોડી'(અબૅકસ)માં લાગેલી રંગીન લકડાના ગોળીઓ બતાવી નાના વિદ્યાર્થિઓને ગણતરી શીખવાડવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞનું દૃશ્ય દેખાડી લોકોને એ પણ સમઝાઈ જાય છે કે અમારા જીવનની પ્રધાન નીતિ ‘યજ્ઞ’ ભાવથી પરિપૂર્ણ હોવી જોઈએ. આપણે યજ્ઞ આયોજનોમાં લાગીએ-પરમાર્થ પરાયણ બનીએ અને જીવનને યજ્ઞ પરંપરામાં ઢાળીએ. અમારું જીવન યજ્ઞના સમાન પવિત્ર, પ્રખર અને પ્રકાશવાન થાય. ગંગા સ્નાનથી જે પ્રકારે પવિત્રતા, શાન્તિ, શીતલતા, આદરતાને હૃદયંગમ કરવાની પ્રેરણા લેવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞથી તેજસ્વિતા, પ્રખરતા, પરમાર્થ-પરાયણતા અને ઉત્કૃષ્ટતાનું પ્રશિક્ષણ મળે છે. યજ્ઞની પ્રક્રિયાને જીવન યજ્ઞનો એક રિહર્સલ કહી શકાય છે. પોતાના ઘી, સાકર, મેવા, ઔષધિઓ આદિ બહુમૂલ્ય વસ્તુઓ જે પ્રકારે આપણે પરમાર્થ પ્રયોજનો હોમ કરીએ છીએ, તેની જેમ જ પોતાની પ્રતિભા, વિદ્યા, બુદ્ધિ, સમૃદ્ધિ, સાર્મથ્ય આદિ ને પણ વિશ્વ માનવના ચરણોંમાં સમર્પિત કરવી જોઈએ. આ નીતિને અપનાવવાળી વ્યક્તિ ન કેવળ સમાજનું, બલ્કિ પોતનું પણ સાચું કલ્યાણ કરે છે. સંસારમાં જેટલા પણ મહાપુરુષ, દેવમાનવ થયા છે, તે દરેકે આ જ નીતિનું પાલન કર્યું છે. જે ઉદારતા, ત્યાગ, સેવા અને પરોપકાર માટે પગ નથી વધારી શકતો, તેને જીવનની સાર્થકતાનો શ્રેય અને આનંદપણ નથી મળી શકતો. યજ્ઞીય પ્રેરણાઓનું મહત્ત્વ સમજાવતા ઋગ્વેદમાં યજ્ઞાગ્નિને પુરોહિત કહેવામાં આવ્યો છે. તેની સીખ પર ચાલી લોક-પરલોક બનેં સુધારી શકાય છે. તે વે શિક્ષાઓ આ પ્રકારે છે-

૧- જો કાંઈ આપણે બહુમૂલ્ય પદાર્થ અગ્નિ માં હવન કરીએ છીએ, તેને તે પોતાની પાસે સંગ્રહ કરી નથી રાખતો, પણ તેને સર્વસાધારણના ઉપયોગ માટે વાયુમંડળમાં વિખેરી દે છે. ઈશ્વર પ્રદત્ત(અર્પિત) વિભૂતિઓનો પ્રયોગ આપણે પણ એવો જ કરવો, જેવો આપણા યજ્ઞ પુરોહિત પોતાના આચરણ દ્વારા શીખવાડે છે. આપણી શિક્ષા, સમૃદ્ધિ, પ્રતિભા આદિ વિભૂતિઓનો ન્યૂનતમ ઉપયોગ આપણા માટે અને અધિકાધિક ઉપયોગ જન-કલ્યાણ માટે હોવો જોઈએ.

૨- જે વસ્તુ અગ્નિના સમ્પર્કમાં આવે છે, તેનો તે તિરસ્કાર નહીં, પણ પોતાનામાં આત્મસાત કરી પોતાનો સમાન જ બનાવી લે છે. જો પછાત અથવા નાના અથવા ખોવાયેલ વ્યક્તિના સમ્પર્કમાં આવીએ, તો તેમને આપણે આત્મસાત કરીને અને સમાન બનાવવાનો આદર્શ પૂરો કરીએ.

૩- અગ્નિની જ્વાળા કે તેનો જ દબાવ પડવાથી પણ નીચેની તરફ નહિ જાય, પણ ઊપર જ રહે છે. પ્રલોભન, ભય કે આપણી સામે કેમ ન હોય, આપણે પોતાના વિચારો અને કાર્યોંની અધોગતિ ન થવા દઈએ. વિષમ સ્થિતિઓમાં પોતાના સંકલ્પ અને મનોબળ અગ્નિ શિખાની જેમ ઊચા જ રાખીએ.

૪- અગ્નિ જ્યાર સુધી જીવિત છે, ઉષ્ણતા અને પ્રકાશની પોતાની વિશેષતાઓ નથી છોડતી. તેજ પ્રકારે આપણે પણ પોતાની ગતિશીલતાની ગર્મી અને ધર્મ-પરાયણતાની રોશની ઘટવા ન દેવી જોઈએ. જીવન ભર પુરુષાર્થી અને કર્ત્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ.

૫- યજ્ઞાગ્નિની અવશેષ ભસ્મ મસ્તક પર લગાડતા આપણને એ શીખવે છે કે માનવ જીવનનો અન્ત મુટ્ઠીભર ભસ્મના રૂપમાં શેષ રહી જાય છે. આ માટે પોતાના અંતને ધ્યાનમાં રાખી જીવનના સદુપયોગના પ્રયત્ન કરવા જોઈએ.

પોતાની થોડીક વસ્તુને વાયુરૂપ બનાવી તેમને સમસ્ત જડ઼-ચેતન પ્રાણિઓને વગર કોઈ પોતાના-પારકા, મિત્ર-શત્રુના ભેદ કરી શ્વાસ દ્વારા આ પ્રકારે ગુપ્તદાનના રૂપમાં ખીલવી દેવું કે તેમને ખબર પણ ન પડે કે કોઈ દાનીએ અમારામાં આટલા પૌષ્ટિક તત્ત્વ ખીલવી દીધાં, ખરેખર એક શ્રેષ્ઠ બ્રહ્મભોજનું પુણ્ય પ્રાપ્ત કરવુ છે અને ઓછા ખર્ચમાં ખૂબ અધિક પુણ્ય પ્રાપ્ત કરવાનો યજ્ઞ એક સર્વોત્તમ ઉપાય છે.

યજ્ઞ સામૂહિકતાનું પ્રતીક છે. અન્ય ઉપાસનાઓ અથવા ધર્મ-પ્રક્રિયાઓ એવી છે, જેને કોઈ એકલો કરી કે કરાવી શકે છે; પણ યજ્ઞ અવું કાર્ય છે જેમાં અધિક લોકોના સહયોગની આવશ્યકતા છે. હોળી આદિ મોટા યજ્ઞ તો સદા સામૂહિક જ થાય છે. યજ્ઞ આયોજનોંથી સામૂહિકતા, સહકારિતા અને એકતાની ભાવનાઓ વિકસિત થાય છે.

પ્રત્યેક શુભ કાર્ય, પ્રત્યેક પર્વ-ત્યહવાર, સંસ્કાર યજ્ઞ સાથે સમ્પન્ન થાય છે. યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો પિતા છે. યજ્ઞ ભારતની એક માન્ય અને પ્રાચીનતમ વૈદિક ઉપાસના છે. ધાર્મિક એકતા અને ભાવનાત્મક એકતાને લાવવા માટે આવા આયોજનોની સર્વમાન્ય સાધનાનો આશ્રય લેવો એ સૌ પ્રકારે દૂરદર્શિતાપૂર્ણ છે.

પોતાના બધાં કર્મકાંડો, ધર્માનુષ્ઠાનો, સંસ્કારો, પર્વોમાં યજ્ઞ આયોજન મુખ્ય છે. તેનો વિધિ-વિધાન જાણી લેવા અને તેમનો પ્રયોજન સમજી લેવાથી તે બધાં ધર્મ આયોજનોની અધિકાંશ આવશ્યકતા પૂરી થઈ જાય છે. લોકમંગલ માટે, જન-જાગરણ માટે, વાતાવરણના પરિશોધન માટે સ્વતંત્ર રૂપે પણ યજ્ઞ આયોજન સમ્પન્ન કરી શકાય છે. સંસ્કારોં અને પર્વ-આયોજનોમાં પણ તેની જ પ્રધાનતા છે.

સીતામાતાના જન્મનું રહસ્ય

4

|| સીતામાતાના જન્મનું રહસ્ય ||

ભગવાન વિષ્ણુએ જગતનાં દુઃખ દૂર કરવા તથા ધર્મનું રક્ષણ કરવા અયોધ્યાપતિ રાજા દશરથને ત્યાં શ્રીરામ તરીકે અવતાર લીધો. પતિ પાછળ પત્ની. તે ન્યાયે માતા લક્ષ્મીજીએ રાજા જનકને ત્યાં સીતાજી સ્વરૂપે જન્મ લીધો. તેઓ રાજા જનકને સોનાના હળ વડે ખેતર ખેડતાં ખેતરમાંથી પ્રાપ્ત થયાં હતાં.

સીતા એટલે ખેતરમાં હળથી પડાયેલ ચાસ-લીટો. સ્કંદપુરાણ, વાયુપુરાણ તથા દેવીભાગવત મુજબ આજથી લગભગ ૧,૮૭,૫૦,૮૧૫ વર્ષ પહેલાં સીતાજીનો પ્રાદુર્ભાવ થયો હતો.

પ્રાચીન કાળમાં નિમિ નામના એક ધર્માત્મા રાજા થઈ ગયા હતા. તેમનાં ધર્મકાર્યો ત્રણેય લોકમાં વિખ્યાત થઈ ગયાં હતાં. તેમને મિથિ નામનો એક પુત્ર હતો. તેણે મિથિલાનગરી વસાવી છે. તેવો ઉલ્લેખ આપણને રામાયણમાં જોવા મળે છે. મિથિનો પુત્ર જનક થયો. ત્યારથી મિથિલાનગરીમાં રાજા જનક તરીકે ઓળખાતા હતા.

જનકનો પુત્ર ઉદાવસુ-ઉદાવસુ અને સીતા સગાં ભાઈ-બહેન હતા. ઉદાવસુના પુત્રનું નામ નંદિવર્ધન હતું. આ નંદિવર્ધનનો પુત્ર સુકેતુ હતો. આ બધા જ રાજા ખૂબ પરાક્રમી હતા. જેમ અયોધ્યાના રાજા દશરથ દેવોના પરમ મિત્ર હતા. તેમ રાજા જનક પણ વિદ્વાન હતા. તેમનું દરેક ક્ષેત્રમાં અગાધ જ્ઞાન હતું. તેમના પુત્રી સીતાજી સાક્ષાત મા મહાલક્ષ્મીનો અવતાર હતાં. તેઓ પર ખૂબ જ્ઞાની તથા પરમ વિદૂષી હતાં. સીતાજી ધરતીમાંથી પ્રગટ્યાં તેથી તેમનું એક નામ ધરતી પુત્રી પણ છે. તેઓ ભગવાન શિવનાં ધનુષ્યથી રમતાં હતાં.

સુકેતુના પુત્રનું નામ દેવરાત હતું. તેના પુત્રનું નામ બ્રહ્મરથ. તેના પુત્રનું નામ મહારથ હતું તેના પુત્રનું નામ સુઘૃતિ હતું. રાજા હસ્વરોમાના બે પુત્ર હતા. તેમાંના મોટા પુત્રનું નામ જનક હતું. નાના પુત્રનું નામ કુશલધ્વજ હતું. હસ્વરોમા મોટા પુત્ર જનકને ગાદી સોંપી તપ કરવા વનમાં ગયા. તે સમયે આંકાશ્યા નગરનો રાજા સુધન્વા મિથિલા પર ચડી આવ્યો. તેણે દૂત સાથે કહેવાડાવ્યું કે તારી પુત્રી સીતા તથા શિવધનુષ્ય મને સોંપી દે. નહીંતર મારી સાથે યુદ્ધ કર. જનકે યુદ્ધ સ્વીકાર્યું. તેમણે સાંકાશ્યાના રાજા સુધન્વાને હરાવી દીધો. તેનું રાજ્ય સાંકાશ્યા નાના ભાઈ કુશધ્વજને સોંપ્યું.

સીતાજીનાં લગ્ન ભગવાન શ્રીરામ સાથે અયોધ્યામાં થયાં હતાં. તેમનાં નાનાં બહેન ઉર્મિલાનાં લગ્ન ભગવાન શ્રીરામના નાના ભાઈ લક્ષ્મણજી સાથે થયાં હતાં. રાજા કુશધ્વજ રાજા જનકના લઘુબંધુ હતા. તેમને બે પુત્રી હતી. એ હતી માંડવી તથા બીજી હતી શ્રુતકીર્તિ. આ બંનેનાં લગ્ન રાજા શ્રીરામના નાનાભાઈ અનુક્રમે ભરત તથા શતુઘ્ન સાથે થયાં હતાં.

સીતા માતા જન્મથી જ વેદમંત્ર બોલતાં હતાં. સીતાજી તેમનાં પૂર્વજન્મમાં વેદવતી હતાં. તે તપ કરતાં હતાં તે વનમાં એક વખત રાવણ જઈ ચડ્યો હતો. તે વેદવતીને જોઈ તેના ઉપર આસક્ત થયો. આથી વેદવતીએ તેને શ્રાપ આપતાં કહ્યું હતું કે, ‘હે દુષ્ટાત્મા, તું બ્રાહ્મણપુત્ર હોવા છતાં અધર્મી થયો છે. તે મારી સાથે અઘટિત વર્તન કર્યું છે. તેથી તારા નાશનું કારણ પણ હું જ બનીશ. આમ, સીતાજી તરીકે વેદવતીએ જન્મ લીધો હોવાનો ઉલ્લેખ આપણને શ્રીરામચરિતમાનસમાં જોવા મળે છે. મા સીતાજી તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં ધરતીમાં વિલિન થઈ ગયા હતા. તે બાબત જગવિદિત છે.

ઇશ્ર્વર અંશ જીવ અવિનાશી

5   6

|| ઇશ્ર્વર અંશ જીવ અવિનાશી ||

ધાર્મિક ગ્રંથોને ફકત એકલા વાંચવાના નથી, પરંતુ તેને સમજવાની ૫ણ જરૂરત છે. ૫રમપિતા ૫રમાત્‍મા કણ કણ અને ઘટ ઘટમાં વ્‍યાપ્‍ત છે, ૫રંતુ કણ કણ અને ઘટ ઘટ ૫રમપિતા ૫રમાત્‍મા નથી. ૫રમાત્‍માનું નૂર બધામાં છે, ભલે ૫છી તે જડ હોય કે ચેતન. આ સૃષ્‍ટિમાં અમે જે કંઇ જોઇ રહ્યા છીએ તે તમામમાં ૫રમાત્‍માનું નૂર છે. કહ્યું છે કેઃ

આદમકો ખુદા મત કહો, આદમ ખુદા નહી,
લેકિન ખુદાકે નૂરસે, આદમ જુદા નહી…

જીવ ઇશ્ર્વરનો જ અંશ છે, ૫રંતુ ઇશ્ર્વર નથી. જીવને ચૌરાશી લાખ યોનિઓમાંથી મુક્તિ મેળવવી છે, એટલા માટે સંત મહાત્‍માઓએ ૫રમાત્‍માને ઓળખવાની વાત કહી છે. હવે સવાલ એ પેદા થાય કેઃ શું પોતાના મૂળની ઓળખાણ થઇ ગયા ૫છી જીવ પોતાના મૂળ (નિરાકાર પ્રભુ પરમાત્‍મા)માં વિલિન થઇ જાય છે? અથવા તેનું પોતાનું અસ્‍તિત્‍વ રહે છે ? આ જાણતાં ૫હેલાં જીવ શું છે?તેને જાણવું ખૂબ જ જરૂરી છે. જીવ શું છે ? અને તેને મુક્તિ કેમ જોઇએ ?

ભક્ત શિરોમણી તુલસીદાસજીએ રામચરીત માનસમાં કહ્યું છે કેઃ

સુનહું તાત યહ અકથ કહાની, સમુઝત બનઇ ન જાઇ બખાની,
ઇશ્ર્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખરાશી, (રામચરિત માનસઃ૧૧૬/ખ/૧)

હે તાત ! આ કથનીય કથા તો સાંભળો ! જે સમજવાથી જ બને તેમ છે,૫ણ તે સંપૂર્ણ રીતે વર્ણવી શકાય તેમ નથી. જીવ ઇશ્ર્વરનો અંશ છે અને તેથી જ તે અવિનાશી, ચૈતન્‍યરૂ૫, નિર્મળ અને સહજરૂપે સુખનો રાશિ છે. તે માયાને વશ થઇને પો૫ટની જેમ કે વાંદરાની માફક બંધાઇ રહ્યો છે.આ રીતે જડ અને ચેતનમાં ગાંઠ પડીને તે એકરૂ૫ થઇ ગયાં છે. જો કે તે ગાંઠ મિથ્‍યા જ છે,૫રંતુ તેના છુટવાની વાત કઠણ સમજવી. અને એ ગાંઠ ૫ડવાથી જીવ સંસારી બની ગયો (જન્‍મીને મરનારો). હવે નથી તો તે ગાંઠ છૂટતી કે નથી તેને સુખ પ્રાપ્‍ત થતું. વેદોએ તથા પુરાણોએ એને ઉપાયો બતાવ્‍યા હોવા છતાં ૫ણ તે ગાંઠ નથી છૂટતી ઉલ્‍ટાની વધારેને વધારે મજબૂત થતી જાય છે. જીવોના હ્રદયમાં મોહરૂપી અંધકાર વિશેષ હોવાથી તેમને આ ગાંઠ નજરે ૫ડતી નથી ત્‍યારે છૂટવાની તો કેવી રીતે હતી ?

અવિનાશી તે જ હોય છે જે ક્યારેય નષ્‍ટ થતો નથી. જે નષ્‍ટ થઇ જાય અથવા જેનું અસ્‍તિત્‍વ સમાપ્‍ત થઇ જાય તે અવિનાશી ન કહેવાય. વિલય પછી તો અસ્‍તિત્‍વ જ સમાપ્‍ત થઇ જાય છે, જેમ નદી સમુદ્રમાં ભળી જાય છે તો તેના નામ તથા પોતાનું અસ્‍તિત્‍વ જ સમાપ્‍ત થઇ જાય છે.

મન, બુધ્‍ધિ, ચિત્ત, અહંકાર, પાંચ જ્ઞાનેન્‍દ્રિયો, પાંચ કર્મેન્‍દ્રિયો અને પાંચ પ્રાણથી જીવ બને છે અને મુક્તિની આવશ્‍યકતા ૫ણ આ જીવને જ છે. “સત્‍યાર્થ પ્રકાશ” અનુસાર જીવ બળ, પરાક્રમ, આકર્ષણ, પ્રેરણા, ગતિ, ભિષણ, વિવેચન, ક્રિયા, ઉત્‍સાહ, સુમિરણ, નિશ્ર્ચય, ઇચ્‍છા,પ્રેમ, દ્રેષ, સંયોગ-વિયોગ, વિભાગ, સંયોજક, વિભાજક, શ્રવણ, સ્‍પર્શ, દર્શન, સ્‍વાદન અને ગંધગ્રહણ – આ ર૪ પ્રકારના સામર્થ્‍યથી યુકત હોય છે.

જીવ જયારે સ્‍થૂળ શરીરને છોડે છે તો પાંચ મહાભૂત (પૃથ્‍વી,પાણી,અગ્‍નિ,વાયુ,આકાશ) પોતાના મૂળ તત્‍વમાં ભળી જાય છે.શેષ રહે છેઃ જીવાત્‍મા. જે અજર અમર છે.જીવ અને આત્‍માનો એક પ્રકારનો સમવાય સબંધ છે.આત્‍મા નિરાકાર પરમાત્‍માનું જ સુક્ષ્‍મરૂ૫ છે.જયારે અમે નિરાકાર પ્રભુ પરમાત્‍માનું વિરાટરૂપ જોઇએ છીએ તો તેને પરમાત્‍મા કહીએ છીએ અને સુક્ષ્‍મરૂ૫ જોઇએ છીએ તો આત્‍મા કહીએ છીએ, જો કે ૫રમાત્‍મા અને આત્‍મા એક જ ૫રમસત્તાનાં બે અલગ અલગ નામ છે.આત્‍મા એટલા માટે તમામ પ્રકારના બંધનોથી મુક્ત છે.કર્મોનું બંધન તો જીવની સાથે છે,જે તેને વારંવાર વિભિન્‍ન યોનિઓમાં જન્‍મ લેવા માટે વિવશ કરે છે.

અજામેકાં લોહિતશુકલ કૃષ્‍ણ, બહુ વીઃપ્રજા સૃજમાનાં સરૂપા,
અજો હમકો જુષમાણોઙનુશેને, જહાત્‍યેનાંમુક્તભોગામજોઅન્‍યાઃ (શ્‍વેતાશ્‍વર ઉ૫નિષદઃ૪/૫)

એટલે કેઃપ્રકૃતિ,જીવ અને પરમાત્‍મા ત્રણે અજન્‍મા છે,અર્થાત્ આ ત્રણે તમામ જગતના કારણરૂ૫ છે,તેમનું કારણરૂ૫ કોઇ નથી.આ અનાદિ પ્રકૃતિનો ભોગ અનાદિ જીવ કરીને ફસાય છે,૫ણ આમાં પરમાત્‍મા ફસાતા નથી કે ભોગ ૫ણ કરતા નથી.

જયારે માનવી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્‍વદર્શી સદગુરૂના શરણમાં નતમસ્‍તક થઇને પોતાને પૂર્ણરૂપે સમર્પિત કરી દે છે તો સદગુરૂ તેને બ્રહ્મજ્ઞાન આપીને તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત કરી દે છે,ભલે પછી તે કર્મો પૂર્વજન્‍મોના હોય કે આ જન્‍મનાં હોય.સદગુરૂ જ્ઞાનરૂપી અગ્‍નિથી જીવનાં તમામ કર્મો બાળી નાખે છે અને આ જન્‍મ મરણના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે.જીવની મુક્તિ માનવયોનિમાં જ સંભવ છે.મનુષ્‍ય યોનિઓમાં જ જીવ તમામ યોનિઓથી વધુ ચેતન હોય છે,બાકીની તમામ યોનિઓ ભોગ યોનિઓ છે,ફક્ત માનવ યોનિ જ એક માત્ર એવી યોનિ છે જેમાં જીવને પૂર્વજન્‍મના કર્મોના ફળ ભોગવવાની સાથે સાથે નવા કર્મો કરવાની ૫ણ સ્‍વતંત્રતા હોય છે.મનવયોનિમાં જ જીવ કર્મોના બંધનથી બંધાય છે.જેમ કીચડ પાણીથી જ બને છે અને જયારે કીચડથી ૫ગ બગડે છે ત્‍યારે પાણી દ્રારા જ સાફ કરી શકાય છે-તેવું જ માનવયોનિનું છે.

આ એક મોટી વિડંબણા છે કેઃકેટલાક લોકો એવું માને છે કેઃ મૃત્‍યુ બાદ મુક્તિ મળે છે.આ વાત પૂર્ણતઃ સાચી નથી,કારણ કેઃરાજા જનક જીવત જીવ જ વિદેહી કહેવાયા તથા સંત કબીરે ૫ણ કહ્યું છે કેઃ
હમ ન મરૈ મરિહૈ સંસારા, હમકો મિલ્‍યા જીયાવનહારા……

આધ્‍યાત્‍મિક દ્રષ્‍ટ્રિમાં મુક્તિ શબ્‍દનો અર્થ થાય છેઃજીવિત અવસ્‍થામાં જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને તમામ પ્રકારના બંધનોથી મુક્ત થવું.મરણ ૫છી તો આ અમૂલ્‍ય માનવજન્‍મથી જ મુક્તિ મળે છે,કોઇ૫ણ પ્રકારના બંધનથી નહી ! એકવાર આ માનવજન્‍મ છૂટી ગયા ૫છી પુનઃ મળતો નથી.

હવે મુખ્‍ય વિષયની ચર્ચા કરીએ કે- જે જીવને સદગુરૂ દ્રારા બ્રહ્મજ્ઞાન નથી મળતું તે તો પુનઃ લક્ષચૌરાશી યોનીઓમાં ચક્કર ફર્યા જ કરે છે,પરંતુ જે જીવને બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થાય છે તે જીવ આવાગમનના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે.જો જીવનું નિરાકાર પ્રભુ પરમાત્‍મામાં વિલય થઇ જાય તો ૫છી જીવ મુક્તાવસ્‍થાનો આનંદ કેવી રીતે ભોગવે?મુક્તાવસ્‍થામાં જ જીવ ૫રમાનંદના આનંદને કોઇ૫ણ પ્રકારની શ;કા,ભય,શોકથી રહિત થઇને ભોગવે છે,વાસ્‍તવમાં મુક્ત જીવની સાથે જ્ઞાનેન્‍દ્રિયો તથા કર્મેન્‍દ્રિયો રહેતી નથી,મુક્ત જીવ જયારે જેવી રીતે આનંદને ભોગવવાની કલ્‍૫ના કરે છે તો તેના સંકલ્‍૫માત્રથી તેને તે ઇન્‍દ્રિય પ્રાપ્‍ત થાય છે અને તે ઇન્‍દ્રિય દ્રારા તે કલ્‍પિત આનંદને ભોગવી લે છે.

જે સૌથી મુખ્‍ય વાત છે તે નિરાકાર પ્રભુ પરમાત્‍માની પરિપૂર્ણતા. જો જીવનો નિરાકાર પ્રભુ પરમાત્‍મામાં વિલય થાય છે તો તેનો અર્થ એ થાય કેઃનિરાકાર પ્રભુ પરમાત્‍મા પૂર્ણ નથી.પરમાત્‍મા તો અભેદ અને અછેદ છે.કોઇ૫ણ વસ્‍તુનો બીજી વસ્‍તુમાં વિલય ત્‍યારે જ સંભવે છે કે તેમાં વિલય થવા માટે જગ્‍યા ખાલી હોય,જેમકેઃપાણીમાં ખાંડ/મીઠું ઓગળીને સમસ્‍ત પાણીને મીઠું/ખારું બનાવી દે છે.હવામાં ખુશ્‍બુ(સુગંધ)ભળી જાય છે,આકાશમાં શબ્‍દ ભળી જાય છે. એક નિરાકાર પ્રભુ પરમાત્‍મા સિવાય તમામમાં વિલય કરવા માટે જગ્‍યા હોય છે.જો થોડો ઉંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે તે પ્રમાણે

આ આત્‍માને શસ્‍ત્રો છેદી શકતાં નથી, આને અગ્‍નિ બાળી શકતો નથી, આને પાણી ભિંજવી શકતું નથી અને પવન આને સુકવી શકતો નથી. (ગીતાઃ૨/૨૩) એનું કારણ એ છે કેઃ આ નિરાકાર પ્રભુ પરમાત્‍મા એટલો પરિપૂર્ણ છે કેઃ સોઇની અણી જેટલી જગ્‍યા ૫ણ તેના વિના ખાલી નથી, જયારે તેના વિના કોઇ જગ્‍યા જ ખાલી નથી તો શસ્‍ત્ર ચલાવવા માટે જગ્‍યા જ બચતી નથી તો ૫છી શસ્‍ત્ર ચલાવશો કેવી રીતે ? કારણ કેઃશસ્‍ત્ર ચલાવવા માટે ૫ણ જગ્‍યા જોઇએ, આવું જ અગ્‍નિ, હવા, પાણી ૫ર લાગુ પાડી શકાય.

રામ – લક્ષ્‍મણ સંવાદ

4

|| રામ – લક્ષ્‍મણ સંવાદ ||

રામચરીત માનસમાં વર્ણવેલ રામ – લક્ષ્‍મણ સંવાદ

ભગવાન શ્રી રામચંદ્રજી ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં ૫ર્ણકૂટી બનાવીને રહેવા લાગ્યા, ત્યાં કેટલાક વર્ષો વ્યતિત થઇ ગયા બાદ એક સમયે પ્રભુ શ્રી રામ આનંદથી વિરાજ્યા હતા, ત્યારે પ્રભુને પ્રસન્ન જોઇને લક્ષ્‍મણજીએ છળકપટથી રહિત વચનોથી વિનંતી કરી કેઃ હું આપને મારા પ્રભુ સમજીને પ્રશ્ન પુછી રહ્યો છું. આ૫ મને એવો ઉપાય બતાવો કેઃ જે ઉપાયથી સઘળું છોડી દઇને.. અહમ્ અને મમતાનો ત્યાગ કરીને આપના ચરણોની રજની સેવા કરી શકું.

મને જ્ઞાન, વૈરાગ્ય અને માયાનું સ્વરૂ૫ કહો.. જે ભક્તિ કરવાથી આ૫ ભક્તો ઉ૫ર દયા કરો છો તે ભક્તિનું સ્વરૂ૫ આપ મને સમજાવો..ઇશ્વર અને જીવ વચ્ચેનો જે ભેદ છે એ મને સમજાવો કે જેથી આપના ચરણોમાં પ્રિતિ થાય અને શોક, મોહ તથા ભ્રમ ટળી જાય.

ભગવાન શ્રી રામે કહ્યું કેઃ જ્ઞાન એ જ છે કે જેમાં માન જેવું એક ૫ણ દોષવાળું તત્વ નથી અને જે સર્વમાં સરખી રીતે સમાનભાવે બ્રહ્મને જુવે છે.વૈરાગ્ય તેને જ કહેવો જોઇએ કે જેને સૌ સિધ્ધિઓને તથા ત્રણ ગુણોને તણખલાની જેમ ગણીને તેનો ત્યાગ કરી દીધો છે,આવો પુરૂષ જ ૫રમ વૈરાગ્યવાન સમજવો.

હું (દેહમાં અહમ્ ભાવ) અને મારૂં – તારૂં એ માયા છે કે જેનાથી જીવોના સમુહો વશ થઇને રહ્યા છે.જે જે ઇન્દ્રિયો તથા મનના વિષયરૂ૫ છે તે તમામ માયા છે.માયાના બે ભેદ છેઃવિધા અને અવિધા..વિધા કે જેના વશમાં ગુણ છે અને જેથી જગતની રચના થાય છે,તે પ્રભુની પ્રેરેલી છે,તેનું પોતાનું કોઇ બળ હોતું નથી.. અવિધા મલિન હોવાથી દુષ્‍ટ છે,અત્યંત દુઃખરૂ૫ છે અને જીવની ઉપાધિ છે કે જે ઉપાધિના લીધે જીવ સંસારરૂપી કૂવામાં પડ્યો છે.

ધર્મથી વૈરાગ્ય ઉ૫જે છે અને યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ થાય છે.જે આચરણથી પ્રભુ ૫રમાત્મા દયાને વશ થઇ જાય છે તે આચરણ ‘ભક્તિ‘ કહેવાય છે કે જે ભક્તિ ભક્તોને અલૌકિક સુખ આપે છે,એ ભક્તિ સ્વતંત્ર સાધનરૂપ છે, કારણ કેઃ તેને યોગ કે જ્ઞાન..વગેરે કોઇનું અવલંબન હોતું નથી. જ્ઞાન અને વિજ્ઞાન ભક્તિને આધિન છે.ભક્તિ અનુ૫મ સુખનું મૂળ છે,૫ણ ભક્તિ જો સંતજનો અનુકૂળ હોય તો જ પ્રાપ્‍ત થાય છે.

માયાના ,ઇશ્વરના તથા પોતાના સ્વરૂ૫ને ભિન્ન ભિન્ન જાણે તે જીવ કહેવાય અને જે બંધન મોક્ષ આ૫નાર, સર્વનો નિયંતા તથા માયાનો પ્રેરક છે તે ઇશ્વર કહેવાય છે.

ભક્તિમાર્ગથી પ્રભુ ૫રમાત્માને પામવાનાં સાધનોનું વર્ણન કરતાં કહ્યું છે કેઃ

* પ્રથમ સાધન બ્રાહ્મણ(બ્રહ્મજ્ઞાની સંત મહાપુરુષ)ના ચરણોમાં પ્રેમ અને વેદની મર્યાદા પ્રમાણે પોત પોતાના ધર્મમાં અભિરૂચી રાખવી..
* જે સાધનોથી વિષયોમાં વૈરાગ્ય થાય છે અને વૈરાગ્યથી પ્રભુ ૫રમાત્માના ચરણોમાં પ્રેમ થાય છે.. શ્રવણ..વગેરે નવ પ્રકારની ભક્તિમાં દ્રઢતા કરવી..સંતો મહાપુરૂષોના ચરણકમળોમાં અતિ પ્રેમ કરવો. મન, વચન, કર્મથી ભજનનો દ્રઢ નિયમ રાખવો.. સદગુરૂ, માતા-પિતા, બંધુ, પતિ.. એ સર્વેને પ્રભુ પરમાત્માનું રૂ૫ સમજીને તેમની દ્રઢ સેવા કરવી- આ તમામ પ્રેમ લક્ષણા ભક્તિનાં સાધન છે.
* પ્રભુ પરમાત્માના ગુણોનું ગાન કરતાં કરતાં શરીરનાં રોમ ખડાં થઇ જાય..વાણી ગદ્ ગદ્ થઇ જાય અને આંખોમાંથી આંસુ વહેવા લાગે…આ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે.જેનામાં કામ-ક્રોધ-મદ-લોભ કે દંભ…વગેરે ના હોય તે પુરૂષને વશ પરમાત્મા રહે છે.
* જે વ્યક્તિ મન-વચન અને કર્મ પ્રભુ પરમાત્મામાં જ પ્રવૃત રાખે અને નિષ્‍કામભાવે પ્રભુ પરમાત્માનું ભજન કરે છે તેના હ્રદયમાં પ્રભુ પરમાત્માનો વાસ રહે છે…

રાવણ

2

|| રાવણ ||

રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો, જેને લીધે તેનું નામ દશાનન (દશ = દસ + આનન = મુખ) પડ્યું. રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા. કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત. જોવા જઈએ તો રામકથામાં રાવણ જ એવું પાત્ર છે જે રામનાં ઉજ્જ્વળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે.

* રાવણનો ઉદય
પદ્મપુરાણ, શ્રીમદ્ ભાગવતમ્, કૂર્મપુરાણ, રામાયણ, મહાભારત, દશાવતારચરિત, વગેરે ગ્રંથોમાં રાવણનો ઉલ્લેખ થયો છે. રાવણના ઉદય વિષે વિવિધ ગ્રંથોમાં જુદો-જુદો ઉલ્લેખ મળે છે.* પદ્મપુરાણ તથા શ્રીમદ્ ભાગવતમ્ અનુસાર હિરણ્યાક્ષ તથા હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ સ્વરૂપે જન્મ્યા.
* વાલ્મીકિ રામાયણ મુજબ રાવણ પુલસ્ત્ય મુનિ નો પૌત્ર હતો. અર્થાત્ તેના પુત્ર વિશ્વશ્રવાનો પુત્ર હતો. વિશ્વશ્રવાની વરવર્ણિની અને કૈકસી નામની બે પત્નિઓ હતી. વરવર્ણિનીએ કુબેરને જન્મ આપ્યો, શોક્યના પુત્રનો જન્મ થયો હોવાથી, ઈર્ષ્યામાં કૈકસીએ ગર્ભ ધારણ કર્યો, જેથી તેના ગર્ભમાંથી રાવણ અને કુંભકર્ણ જેવા ક્રૂર સ્વભાવ વાળા ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયા.
* તુલસીદાસજીના રામચરિતમાનસમાં રાવણનો જન્મ શાપને કારણે થયો હતો. તે નારદ અને પ્રતાપભાનુની કથાઓને રાવણના જન્મનું કારણ બતાવે છે.
* રાવણ મહાન જ્ઞાની હતો. તેની પસે ત્રણ પ્રકારનાં ઐશ્વર્યો હતાં, લક્ષ્મી, બુધ્ધી અને બળ. ભગવાન એક સાથે ક્યારેય આ ત્રણે વસ્તુ કોઇને આપતા નથી.

* રાવણના જન્મની કથા

પૂર્વકાળ માં બ્રહ્માજી એ અનેક જીવ જંતુ બનાવ્યા અને તેમને સમુદ્ર ના જળ ની રક્ષા કરવા માટે કહ્યું ત્યારે તે જંતુઓંમાં થી અમુક બોલ્યાં કે અમે આનું રક્ષણ (રક્ષા) કેવીરીતે કરીશું અને અમુકો એ કહ્યું કે અમે આનું યક્ષણ (પૂજા) કરીશું. આના પર બ્રહ્માજી એ કહ્યું કે જે રક્ષણ કરશે તે રાક્ષસ કહેવાશે અને જે યક્ષણ કરશે તે યક્ષ કહેવાશે. આ પ્રકારે તે બે જાતિયોં માં વહેંચાઈ ગયા. રાક્ષસોં માં હેતિ અને પ્રહેતિ બે ભાઈ હતાં. પ્રહેતિ તપસ્યા કરવા ચાલ્યો ગયો, પરંતુ હેતિ એ ભયા સાથે લગ્ન કર્યાં, જેથી તેને વિદ્યુત્કેશ નામક પુત્ર ઉત્પન્ન થયો. વિદ્યુત્કેશને સુકેશ નામક પરાક્રમી પુત્ર થયો. સુકેશ ને માલ્યવાન, સુમાલી અને માલી નામક ત્રણ પુત્ર થયા. ત્રણે જણા એ ને બ્રહ્માજી ની તપસ્યા કરી વરદાન પ્રાપ્ત કરી લીધું કે અમારો પ્રેમ અતુટ રહે અને અમને કોઈ પરાજિત ન કરી શકે. વરદાન પામી તેઓ નિર્ભય થઈ ગયાં અને સુરોં, અસુરોં ને સતાવવા માંડ્યાં. તેમણે વિશ્‍વકર્મા ને એક અત્યંત સુંદર નગર બનાવવા માટે કહ્યું. તેના પર વિશ્‍વકર્મા એ તેમને લંકા પુરી નો સરનામું બતાવી મોકલી દિધા. ત્યાં તેઓ ખૂબ આનંદ સાથે રહેવા લાગ્યાં માલ્યવાન ને વજ્રમુષ્ટિ, વિરૂપાક્ષ, દુર્મુખ, સુપ્તઘ્ન, યજ્ઞકોપ, મત્ત અને ઉન્મત્ત નામક સાત પુત્ર થયા. સુમાલી ને પ્રહસ્ત્ર, અકમ્પન, વિકટ, કાલિકામુખ, ધૂમ્રાક્ષ, દણ્ડ, સુપાર્શ્‍વ, સંહ્નાદિ, પ્રધસ એવં ભારકર્ણ નામ ના દસ પુત્ર થયા. માલી ના અનલ, અનિલ, હર અને સમ્પાતી નામના ચાર પુત્ર થયા. તે સૌ બળવાન અને દુષ્ટ પ્રકૃતિ હોવાને કે લીધે ઋષિ-મુનિયોં ને કષ્ટ આપ્યાં કરતા. તેમના કષ્ટોં થી દુઃખી થઇ ઋષિ-મુનિગણ જ્યારે ભગવાન વિષ્ણુ ના શરણે ગયા ત્યારે તેમણે આશ્‍વાસન આપ્યું કે હે ઋષિયોં! હું આ દુષ્ટોંનો અવશ્ય નાશ કરીશ.

જ્યારે રાક્ષસો ને વિષ્ણુ ના આ આશ્‍વાસન ની સૂચના મળી તો તે સૌ મંત્રણા કરી સંગઠિત થઇ માલી ના સેનાપતિત્વ માં ઇન્દ્રલોક પર આક્રમણ કરવા માટે ચાલી પડ્યાં. આ સમાચાર સાંભળી ભગવાન વિષ્ણુ એ પોતાના અસ્ત્ર-શસ્ત્ર સંભાળ્યા અને રાક્ષસોં નો સંહાર કરવા માંડ્યા. સેનાપતિ માલી સહિત ઘણાં રાક્ષસ માર્યા ગયા અને શેષ લંકા તરફ ભાગી ગયાં. જ્યારે ભાગી રહેલા રાક્ષસોં નો પણ નારાયણ સંહાર કરતા રહ્યાં તો માલ્યવાન ક્રુદ્ધ થઇ યુદ્ધભૂમિ માં પાછો ફર્યો. ભગવાન વિષ્ણુ ના હાથે અંત માં માલ્યવાન પણ કાળ નો ગ્રાસ બની શેષ બચેલા રાક્ષસ સુમાલી ના નેતૃત્વ માં લંકા ત્યાગી પાતાળ માં જઇ વસ્યો અને લંકા પર કુબેર નું રાજ્ય સ્થાપિત થયું. રાક્ષસોં ના વિનાશ થી દુઃખી થઈ સુમાલી એ પોતાની પુત્રી કૈકસી ને કહ્યું કે પુત્રી! રાક્ષસ વંશ ના કલ્યાણ માટે હું ચાહું છું કે તું પરમ પરાક્રમી મહર્ષિ વિશ્રવા પાસે જઈ તેમની પાસેથી પુત્ર પ્રાપ્ત કર. તે પુત્ર આપણાં રાક્ષસોં ની દેવતાઓં થી રક્ષા કરી શકશે.

પિતા ની આજ્ઞા મેળવી કૈકસી વિશ્રવા પાસે ગઈ. તે સમયે ભયંકર આઁધી ચાલી રહી હતી. આકાશ માં મેઘ ગરજી રહ્યાં હતા. કૈકસી નો અભિપ્રાય જાણી વિશ્રવા એ કહ્યું કે ભદ્રે! તુ આ ક્વેળા માં આવી છે.હું તારી ઇચ્છા તો પૂરી કરી દઈશ પરંતુ આનાથી તારી સંતાન દુષ્ટ સ્વભાવ વાળી અને ક્રૂરકર્મા થશે. મુનિ ની વાત સાંભળી કૈકસી તેમના ચરણોં માં પડી અને બોલી કે ભગવન્! આપ બ્રહ્મવાદી મહાત્મા છો. તમારી પાસેથી હું આવા દુરાચારી સંતાન પામવાની આશા નથી કરતી. અતઃ તમે મરા પર કૃપા કરો. કૈકસીના વચન સાંભળી મુનિ વિશ્રવાએ કહ્યું કે ભલે, તો તારો સૌથી નાનો પુત્ર સદાચારી અને ધર્માત્મા થશે.

આ પ્રકારે કૈકસીએ દસ મુખ વાળા પુત્ર ને જન્મ આપ્યો જેનું નામ દશગ્રીવ (રાવણ) રાખવામાં આવ્યું. તે પશ્‍ચાત્ કુમ્ભકર્ણ, શૂર્પણખા અને વિભીષણ નો જન્મ થયો. દશગ્રીવ અને કુમ્ભકર્ણ અત્યંત દુષ્ટ થતા, પરંતુ વિભીષણ ધર્માત્મા પ્રકૃતિ નો હતો. પોતાના ભાઈ વૈશ્રવણ થી પણ અધિક પરાક્રમી અને શક્‍તિશાળી બનવા માટે દશગ્રીવે પોતાના ભાઈયોં સહિત બ્રહ્માજી ની તપસ્યા કરી. બ્રહ્મા ના પ્રસન્ન થવા પર દશગ્રીવે માંગ્યું કે હું ગરુડ઼, નાગ, યક્ષ, દૈત્ય, દાનવ, રાક્ષસ તથા દેવતાઓં માટે અવધ્ય થઈ જાઊઁ. બ્રહ્માજી એ ‘તથાસ્તુ’ કહી તેની ઇચ્છા પૂરી કરી. વિભીષણ ને ધર્મમાં અવિચલ મતિ નું અને કુંભકર્ણ ને વર્ષોં સુધી સુતા રહેવાનું વરદાન મળ્યું

* રાવણ વિવાહ

દશગ્રીવે લંકા ના રાજા કુબેર ને વિવશ કર્યો કે તે લંકા છોડી પોતાનું રાજ્ય તેને સૌંપી દે. પોતાના પિતા વિશ્રવા ના સમજાવવા થી કુબેરે લંકા નો પરિત્યાગ કરી દીધો અને રાવણ પોતાની સેના, ભાઈયોં તથા સેવકોં સાથે લંકા માં રહેવા લાગ્યો. લંકા માં સ્થાયી થયા બાદ પોતાની બહેન શૂર્પણખા નો વિવાહ કાલકા ના પુત્ર દાનવરાજ વિદ્યુવિહ્વા સાથ કરી દીધા. તેણે સ્વયં દિતિ ના પુત્ર મય ની કન્યા મન્દોદરી સાથે વિવાહ કર્યા જે હેમા નામક અપ્સરા ના ગર્ભ થી ઉત્પન્ન થઈ હતી. વિરોચનકુમાર બલિ ની પુત્રી વજ્રજ્વલા સાથે કુમ્ભકર્ણના અને ગન્ધર્વરાજ મહાત્મા શૈલૂષ ની કન્યા સરમા સાથે વિભીષણ ના વિવાહ થયા. થોડો સમય પશ્‍ચાત્ મન્દોદરી એ મેઘનાદ ને જન્મ આપ્યો. જે ઇન્દ્ર ને પરાસ્ત કરી સંસારમાં ઇન્દ્રજીત ના નામ થી પ્રસિદ્ધ થયો.

* રાવણ દ્વારા ભગવાન શંકરની પ્રાર્થના

સત્તાના મદમાં રાવણ ઉચ્છૃંખલ થઇ દેવતાઓં, ઋષિઓ, યક્ષો અને ગંધર્વોને અનેક પ્રકારે કષ્ટ દેવા લાગ્યો. એક વખત તેણે કુબેર પર ચઢાઈ કરી તેને યુદ્ધમાં પરાજિત કરી દિધો અને પોતાના વિજયની સ્મૃતિના રૂપમાં કુબેરના પુષ્પક વિમાન પર અધિકાર જમાવી લીધો. તે વિમાનનો વેગ મન સમાન તીવ્ર હતો. તે પોતાની ઊપર બેઠેલા લોકોની ઇચ્છાનુસાર નાનું કે મોટું રૂપ ધારણ કરી શકતું હતું. વિમાનમાં મણિ અને સોના ની સીડીઓ બનેલી હતી અને તપેલા સોના સમાન ચળકતું આસન બનેલું હતું. તે વિમાન પર બેસી જ્યારે તે ‘શરવણ’ નામથી પ્રસિદ્ધ સરકણ્ડોના વિશાળ વનમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ભગવાન શંકર ના પાર્ષદ નંદીશ્વરે તેને રોકતા કહ્યું કે દશગ્રીવ! આ વનમાં સ્થિત પર્વત પર ભગવાન શંકર ક્રીડા કરે છે, માટે અહીં બધા સુર, અસુર, યક્ષ આદિનો પ્રવેશ નિષિદ્ધ કરવામાં આવ્યો છે. નંદીશ્વરના વચનોથી ક્રોધિત થઈ રાવણ વિમાનમાંથી ઉતરી ભગવાન શંકર તરફ ચાલ્યો. તેને રોકવા માટે તેનાથી થોડેક દૂર હાથમાં શૂળ લઈ નંદી બીજા શિવની જેમ ઉભો રહી ગયો. તેમનું મુખ વાનર સમાન લાગતું હતું. તેને જોઈ રાવણ ઠહાકા મારી હસી પડ્યો. આથી કુપિત (ક્રોધિત) થઈ નંદી બોલ્યો કે દશાનન! તેં મારા વાનર રૂપની અવહેલના કરી છે, માટે તારા કુળનો નાશ કરવા માટે મારા સમાન પરાક્રમી રૂપ અને તેજ થી સમ્પન્ન વાનર ઉત્પન્ન થશે. રાવણે આ તરફ જરા પણ ધ્યાન ન દીધું અને બોલ્યો કે જે પર્વતે મારી વિમાન યાત્રામાં વિધ્ન પાડ્યું છે, આજે હું તેનેજ ઉખાડી ફેંકીશ. આમ કહી તેણે પર્વતના નીચલા ભાગમાં હાથ નાખી તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પર્વત હલવા લાગ્યો તો ભગવાન શંકરે તે પર્વતને પોતાના પગના અંગૂઠાથી દબાવી દીધો આથી રાવણનો હાથ ખરાબ રીતે દબાઈ ગયો. અને તે પીડાથી ચીસો પાડવા લાગ્યો. જ્યારે તે કોઈ રીતે હાથ ન કાઢી શક્યો તો રોતા-રોતા ભગવાન શંકરની સ્તુતિ અને ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો. આ સાંભળી ભગવાન શંકરે તેને માફ કરી દીધો અને તેની પ્રાર્થાના કરવાથી તેને એક ચંદ્રહાસ નામનું ખડ્ગ પણ આપ્યું.

* રાવણનો અત્યાચાર

એક દિવસ હિમાલય પ્રદેશ માં ભ્રમણ કરતા કરતા રાવણે અમિત તેજસ્વી બ્રહ્મર્ષિ કુશધ્વજ ની કન્યા વેદવતી ને તપસ્યા કરતાં જોઈ. તેને જોઈ રાવણ મુગ્ધ થઇ ગયો અને તેની પાસે આવી તેનો પરિચય તથા અવિવાહિત રહેવાનું કારણ પૂછ્યું. વેદવતીએ પોતાનો પરિચય દીધા પછી કહ્યું કે મારા પિતા વિષ્ણુ સાથે મારા વિવાહ કરાવવા માંગતા હતા. આથી ક્રુદ્ધ (ક્રોધિત) થઈ મારી કામના કરવા વાળા દૈત્યરાજ શમ્ભુ એ તેમનો વધ કરી દીધો. તેમના મરવાથી મારી માતા પણ દુઃખી થઈ ચિતા માં પ્રવિષ્ટ થઈ ગઈ. ત્યારથી હું મારા પિતા ની ઇચ્છા પૂરી કરવા માટે ભગવાન વિષ્ણુ ની તપસ્યા કરી રહી છું. તેમને જ મેં મારા પતિ માની લીધા છે.

પહેલાં રાવણ વેદવતી ને વાતોં મા ફુસલાવવા લાગ્યો, પરંતુ જ્યારે તેણે જબરદસ્તી કરતા તેણી ના કેશ પકડી લીધા, વેદવતી એ એક જ ઝટકા માં પકડાયેલા કેશ કાપી દીધા અને એમ કહેતી અગ્નિમાં પ્રવિષ્ટ થઈ ગઈ કે દુષ્ટ! તેં મારું અપમાન કર્યું છે. આ સમયે તો હું આ શરીર ત્યાગી રહી છું, પરંતુ તારો વિનાશ કરવા માટે ફરી જન્મ લઇશ. આગલા જન્મ માં હું અયોનિજા કન્યા ના રૂપ માં જન્મ લઈ કોઇ ધર્માત્માની પુત્રી બનીશ. આગલા જન્મ માં તે કન્યા કમલ ના રૂપ માં ઉત્પન્ન થઈ. તે સુંદર કાન્તિ વાળી કમલ કન્યા ને એક દિવસ રાવણ પોતાના મહેલ માં લઈ ગયો. તેને જોઈ જ્યોતિષિઓ એ કહ્યું કે રાજન્! જો આ કમલ કન્યા આપના ઘર માં રહી તો આપના અને આપના કુળ ના વિનાશ નું કારણ બનશે. આ સાંભળી રાવણે તેને સમુદ્ર માં ફેંકી દીધી. ત્યાંથી તે ભૂમિને પ્રાપ્ત થઈ રાજા જનક ના યજ્ઞ મંડપ ના મધ્યવર્તી ભૂભાગ માં પહોંચી. ત્યાં રાજા દ્વારા હળ થી ખેડાતી ભૂમિમાંથી તે કન્યા ફરી પ્રાપ્ત થઈ. તેજ વેદવતી સીતા ના રૂપ માં રામ ની પત્ની બની.

* રાજા અનરણ્યનો રાવણને શ્રાપ

અનેક રાજા મહારાજાઓને પરાજિત કરતો દશગ્રીવ ઇક્ષ્વાકુ વંશના રાજા અનરણ્ય પાસે પહોંચ્યો જે અયોધ્યા પર રાજ્ય કરતા હતા. તેણે તેને પણ દ્વંદ યુદ્ધ કરવા અથવા પરાજય સ્વીકાર કરવા લલકાર્યો. બનેંમાં ભીષણ યુદ્ધ થયું પરંતુ બ્રહ્માજીના વરદાન ને લીધે રાવણ તેમનાથી પરાજિત ન થઈ શક્યો. જ્યારે અનરણ્યનું શરીર અત્યંત ક્ષત-વિક્ષત થઈ ગયું ત્યારે રાવણ ઇક્ષ્વાકુ વંશનું અપમાન અને ઉપહાસ કરવા લાગ્યો. આથી ક્રોધિત થઈ અનરણ્યે તેને શ્રાપ આપતાં કહ્યું કે, “તેં પોતાના વ્યંગપૂર્ણ શબ્દોથી ઇક્ષ્વાકુ વંશનું અપમાન કર્યું છે, માટે હું તને શાપ આપં છું કે મહાત્મા ઇક્ષ્વાકુનાં આ જ વંશમાં દશરથ નંદન રામનો જન્મ થશે જે તારો વિનાશ કરશે. આમ કહી રાજા સ્વર્ગ સિધાવ્યાં.

* બાલી સાથે મૈત્રી

રાવણ ની ઉદ્દણ્ડતા માં કમી ન આવી. રાક્ષસ અથવા મનુષ્ય જેને પણ તે શક્‍તિશાળી પામતો, તેની સાથે યુદ્ધ કરવા લાગતો. એક વાર તેણે સાંભળ્યું કે કિષ્કિન્ધા પુરી નો રાજા બાલિ ખૂબ બળવાન અને પરાક્રમી છે તો તે તેની પાસે યુદ્ધ કરવા માટે જઈ પહોંચ્યો. બાલિ ની પત્ની તારા, તારા ના પિતા સુષેણ, યુવરાજ અંગદ અને તેના ભાઈ સુગ્રીવ એ તેને સમજાવ્યો કે આ સમયે બાલિ નગરથી બહાર સન્ધ્યોપાસના માટે ગયો છે. તેઓ જ તમારી સાથે યુદ્ધ કરી શકશે અન્ય કોઈ વાનર એટલો પરાક્રમી નથી કે જે આપ સાથે યુદ્ધ કરી શકે. માટે આપ થોડી વાર તેમની પ્રતીક્ષા કરો. પછી સુગ્રીવે કહ્યું કે રાક્ષસરાજ! સામે જે શંખ જેવો હાડકા નો ઢગલો છે તે બાલિ સાથે યુદ્ધની ઇચ્છા સાથે આવેલા આપ જેવા વીરોં નો જ છે. બાલિ એ તે સૌનો અંત કર્યો છે.જો આપ અમૃત પીને આવ્યાં હોવ તો પણ જે ક્ષણ બાલિ સાથે ટક્કર લેશો, તે ક્ષણ આપના જીવનનો અંતિમ ક્ષણ હશે. જો આપને મરવાની બહુ જલ્દી હોય તો આપ દક્ષિણ સાગર ના કિનારે ચાલ્યાં જાવ ત્યાં આપને બાલિના દર્શન થઈ જશે. સુગ્રીવના વચન સાંભળી રાવણ વિમાન પર સવાર થઈ તત્કાલ દક્ષિણ સાગરમાં તે સ્થાન પર જઈ પહોંચ્યો જ્યાં બાલિ સન્ધ્યા કરી રહ્યો હતો. તેણે વિચાર્યું હું ચુપચાપ બાલિ પર આક્રમણ કરી દઈશ. બાલિ એ રાવણને આવતા જોઈ લીધો પરંતુ તે જરા પણ વિચલિત ન થયો અને વૈદિક મન્ત્રોંના ઉચ્ચારણ કરતો રહ્યો. જેવો તેને પકડવા માટે રાવણે પાછળથી હાથ ઉગામ્યો, સતર્ક બાલિએ તેને પકડી પોતાની કાઁખમાં દબાવી દિધો અને આકાશમાં ઉડવા લાગ્યો. રાવણ વારંવાર બાલિને પોતાના નખોંથી કચોટતો રહ્યો પરંતુ બાલિએ તેની કોઈ ચિંતા કરી નહીં. તેને છોડાવવા માટે રાવણના મંત્રી અને અનુચર તેની પાછળ અવાજ કરતા દોડ્યાં પરંતુ તેઓ બાલિ પાસે પણ ન પહોંચી શક્યાં. આ પ્રકારે બાલિ રાવણને લઈ પશ્ચિમી સાગર ના કિનારે પહોંચ્યો. ત્યાં તેણે સન્ધ્યોપાસના પૂરી કરી. ફરી તે દશાનનને લઈ કિષ્કિન્ધાપુરી પાછો ફર્યો. પોતાના ઉપવનમાં એક આસન પર બેસી તેણે રાવણને પોતાની કાઁખથી કાઢી પૂછ્યું કે હવે કહો કે આપ કોણ છો અને અહીં શામાટે આવ્યાં છો ?

રાવણે ઉત્તર આપ્યો કે હું લંકાનો રાજા રાવણ છું. આપ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો હતો. તે યુદ્ધ મને મળી ગયું.મેં આપનું અદ્‍ભુત બળ જોઈ લીધું. હવે હું અગ્નિ ની સાક્ષી દઇ આપ સાથે મિત્રતા કરવા માંગુ છું. પછી બનેંએ અગ્નિની સાક્ષીએ એક બીજા સાથે મિત્રતા સ્થાપિત કરી.

* રાવણના અવગુણ

વાલ્મીકિ, રાવણના અધર્મી હોવાને તેનો મુખ્ય અવગુણ ગણે છે. તેમનાં રામાયણમાં રાવણનો વધ થવા પર મંદોદરી વિલાપ કરતાં કહે છે, “અનેક યજ્ઞોનો વિલોપ કરવા વાળા, ધર્મ વ્યવસ્થાઓને તોડનારા, દેવ-અસુર અને મનુષ્યોની કન્યાઓનું જ્યાંત્યાંથી હરણ કરવા વાળા, આજે તું પોતાના આ જ પાપ કર્મોં ને લીધે જ વધને પ્રાપ્ત થયો છે.”

તુલસીદાસ માત્ર તેના અહંકારને જ તેનો મુખ્ય અવગુણ બતાવે છે. તેમણે રાવણને બહારથી રામ સાથે શત્રુભાવ રાખવા છતાં હૃદયથી તેમનો ભક્ત બતાવ્યો છે. તુલસીદાસ અનુસાર રાવણ વિચારે છે કે જો સ્વયં ભગવાને અવતાર લીધો છે તો હું જઈને તેમનાથી હઠપૂર્વક વેર કરીશ અને પ્રભુના બાણોના આઘાતથી પ્રાણ છોડી ભવબંધનથી મુક્ત થઈ જઈશ.

* રાવણનાં દસ શિશ

રાવણનાં દસ માથા હોવાની ચર્ચા રામાયણમાં આવે છે. તે વદ અમાસ ને દિવસે યુદ્ધ માટે નીકળ્યો હતો તથા એક-એક દિવસે ક્રમશઃ એક-એક માથા કપાય છે. આ રીતે દસમા દિવસે એટલે કે સુદ દશમ ના દિવસે રાવણનો વધ થાય છે. રામચરિતમાનસ માં એમ પણ વર્ણન આવે છે કે જે માથાને રામ પોતાના બાણથી હણી દેતાં, પુનઃ તેના સ્થાન પર બીજું માથું ઊગી નીકળતું. વિચાર કરવાની વાત છે કે શું એક અંગના કપાવવાથી ત્યાં પુનઃ નવું અંગ ઉત્પન્ન થઇ શકે ? વસ્તુતઃ રાવણના આ માથા કૃત્રિમ હતાં – આસુરી માયા થી બનેલા હતાં. મારીચ નું ચાંદીના બિન્દુઓ યુક્ત સ્વર્ણ મૃગ બની જવું, રાવણનું સીતા સમક્ષ રામનું કપાયેલું માથું રાખવું વિગેરેથી સિદ્ધ થાય છે કે રાક્ષસ માયાવી હતા. તેઓ અનેક પ્રકારના ઇન્દ્રજાલ (જાદૂ) જાણતા હતાં, આમ રાવણના દસ માથા અને વીસ હાથને પણ કૃત્રિમ માની શકાય.