શ્રી ભગવાન ગણપતી

AA

|| શ્રી ભગવાન ગણેશ ||

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં હિંદુ ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God).
ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.
ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા‘ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાંપાર્વતી‘ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

૪) કળિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

  • પિતા- ભગવાન શિવ
  • માતા- ભગવતી પાર્વતી
  • ભાઈ- શ્રી કાર્તિકેય
  • બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
  • પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
  • પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
  • પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
  • પ્રિય પુષ્પ- લાલ રંગનાં
  • પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
  • અધિપતિ- જલ તત્વનાં
  • પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ

ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું.. ? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન.. લાંબી સૂઢ.. ઝીણી આંખો.. મોટું પેટ.. મોટું માથું.. વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે…

ઝીણી આંખો : ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.  પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

મોટું નાક : મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.   તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.   કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

મોટા કાન : મોટા કાન બહુશ્રુત.. ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.  તેમના કાન સૂ૫ડા જેવા છે.  સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી…

બે દાંત : ગણપતિને બે દાંત છે.   એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.   જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.

બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.  પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.   ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે…

ચાર હાથ :    ગણપતિને ચાર હાથ છે.   તેમાં અનુક્રમે અંકુશ.. પાશ.. મોદક અને આર્શિવાદ આપતો હાથ છે.   અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.   પાશ – એ જરૂર ૫ડ્યે  ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે…

મોદક : જે મોદ(આનંદ) કરાવે તે.. મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.  ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે…

વિશાળ પેટ : બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.   સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.   ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.   કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.   તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે.. પોતાની આત્મકથા કહેતા હોય છે.

હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે.   તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ…

૫ગ : તેમના ૫ગ નાના છે.   નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.   પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે – તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.   નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,  પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે…

વાહનઃ ઉંદર : તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે.   બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.   તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય.   બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું.. તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે. તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.   તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.  આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.   કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.   આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.   તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી, માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે.   આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ…

ઉંદર એ માયાનું પ્રતિક છે.  ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.   આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે…

 

 

લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં?

1

|| લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં? ||

એક વાર ઈન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. પોતાના ગળામાં ફૂલોની જે માળા હતી તે ઉતારીને ઋષિએ ઈન્દ્રદેવને આપી, પણ ઈન્દ્રએ તે પ્રેમની કદર કરી નહીં. તેમણે ફુલોની માળા હાથીના મસ્તક પર ફેંકી દીધી. હાથી તે માળા સૂંઢથી ઉતારીને પગ નીચે કચડવા લાગ્યો. દુર્વાસા ઋષિને તે ઠીક લાગ્યું નહીં. ફુલોમાં લક્ષ્મીજીનો નિવાસ છે. દુર્વાસા ઋષિએ ઈન્દ્રરાજાને શાપ આપ્યોઃ ”તને અભિમાન થયું છે. તું દરિદ્ર થઈ જઈશ.”

આ શાપ પછી દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ રાક્ષસોને મળ્યું. ઈન્દ્ર પાસેથી સ્વર્ગ જતું રહેતાં બધા દેવો દુઃખી થઈ ગયા. બધા દેવો પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ આજ્ઞા કરી : ”તમે સમુદ્ર મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, જે યુક્તિથી હું તમને પીવરાવીશ. આ કામ અત્યંત મુશ્કેલ છે તેથી દૈત્યોની પણ મદદ લો. શત્રુને વંદન કરી મિત્ર બનાવો. એમ નહીં કરો તો શત્રુ તમારા કામમાં વિઘ્ન નાંખશે. દૈત્યો પણ જે માંગે તે આપજો.”

દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. મંદારાચલ પર્વતનો રવો બનાવ્યો. તેને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં દેવો અને દૈત્યો મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. બધા ગભરાયા. એ વખતે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત રાખ્યો. દેવો અને દૈત્યો અમૃત માટે મંથન કરતા હતા પરંતુ નીકળ્યું ઝેર. બધા ગભરાયા દેવો અને દૈત્યો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યાઃ ” હે મહાદેવ! આ ઝેર અમને બાળે છે.”

શિવજીએ પાર્વતીજીને કહ્યું: ”આ બધા મને ઝેર પીવા કહે છે.”

પાર્વતીજીએ કહ્યું: ”પરોપકાર સારો, પણ એવો પરોપકાર શું કામનો જેનાથી આપણો વિનાશ થાય?”

શિવજીએ કહ્યું: ”મને જે થવાનું હોય તે થાય પણ આ લોકો તો સુખી થશે ને ?”

ભગવાન શિવ પધાર્યા. ‘રામ’ નામનો જપ કરતાં શિવજી ઝેર પી ગયા, પણ ઝેર તેમણે ગળામાં રાખ્યું, પેટમાં ઉતાર્યું નહીં. એ ઝેર બહાર કાઢયું પણ નહીં. એ કારણે તેમનો કંઠ નીલ થયો. દેવો અને ગાંધર્વોએ શિવજીનો જયજયકાર કર્યો. દેવો અને દૈત્યોએ મંથન ચાલુ રાખ્યું. હવે સમુદ્રમાંથી કામઘેનુ ગાય માતા પ્રગટ થયાં તે બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવ્યા. તે પછી સમુદ્રમાંથી ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. દાનવોએ માગણી કરી કે, આ ઘોડો અમને મળવો જોઈએ. રાક્ષસોને એ ઉચ્ચૈઃશ્રવા ઘોડો આપવામાં આવ્યો. તે પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી બહાર આવ્યો. ઐરાવત હાથી દેવોના પક્ષમાં આવ્યો. હાથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે નારાયણને અર્પણ કર્યો. તે પછી પારિજાત નામનું કલ્પવૃક્ષ અને અપ્સરાઓ બહાર આવ્યા. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત્ શ્રી મહાલક્ષ્મી પ્રગટ થઈ બહાર આવ્યા. મહાલક્ષ્મીને સોનાના પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદમંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ લક્ષ્મીજીને શ્રૃંગાર કર્યો. બધાને એવી ઈચ્છા થઈ કે, આ લક્ષ્મી મને મળે તો સારું.”

લક્ષ્મીજીએ કહ્યું: ”સ્વયંવર યોજો. હું બધાને જોઈશ અને એ વખતે હું મારા પતિને પસંદ કરી તેને વિજયમાળા અર્પણ કરીશ.”

સ્વયંવરનું આયોજન થયું. એક બાજુ સિંહાસન પર દેવો બિરાજ્યા. બીજી બાજુ સિંહાસન પર દાનવો બેઠા. ઋષિમુનિઓ અને તપસ્વીઓ પણ લક્ષ્મીજીને પામવાની આકાંક્ષાથી સ્વયંવરમાં આવ્યા. સખીઓ હાથમાં ફૂલમાળા સાથે લક્ષ્મીજીને વારાફરતી એક બીજાની પાસે લઈ જવા માંડી. લક્ષ્મીજીએ તપસ્વીને જોઈ સખીઓને કહ્યું: ”આ તપસ્વી છે, પણ તેમના તપને ભક્તિનો સાથ નથી. તેઓ ક્રોધ બહુ કરે છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને દેવો પાસે લઈ ગયાં. લક્ષ્મીજીએ દેવો સામે જોયું અને સખીઓને કહ્યુંં: ”દેવો કામી બહુ હોય છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગયાઃ હવે પરશુરામ ભગવાન બીરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ પરશુરામ ભગવાન છે. તેઓ કામી નથી, ક્રોધી નથી, મહાન વીર છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”… પણ તેઓ બહુ નિષ્ઠુર જણાય છે. તેઓ ક્ષત્રિયોના નાના બાળકોની હિંસા કરતા હતા. જ્યાં દયા નથી ત્યાં હું નહીં. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગઈ. અહીં માર્કન્ડેય ઋષિ બિરાજતા હતા. સખીઓ કહેવા લાગીઃ ”આ માર્કન્ડેય ઋષિ છે. તેઓ કામી નથી, ક્રોધી નથી અને નિષ્ઠુર પણ નથી. પ્રલયકાળ સુધી તેમનું આયુષ્ય છે. તેઓ મહાનજ્ઞાની પણ છે.”

માર્કન્ડેય ઋષિ સભામાં આંખો બંધ કરીને બેઠા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે, લક્ષ્મી કરતાં તો મારા નારાયણ સુંદર છે. લક્ષ્મીજી તેમની સમક્ષ ઊભા રહ્યા, પણ તેમણે આંખ ઉઘાડી જ નહીં, આંખો બંધ રાખીને ઋષિ બોલ્યાઃ ”માતાજી! તમે સુંદર છો પણ તમારા કરતાં પણ નારાયણ વધુ સુંદર છે.”

લક્ષ્મીજીએ સખીઓને કહ્યું: ”આ ઋષિ તો આંખ જ ઉઘાડતા નથી. આગળ ચાલો.”

હવે આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ દેવોના દેવ છે. એમણે કામને બાળીને ભસ્મ કર્યો છે. વળી એમને કદી ક્રોધ આવતો નથી. એમના માથા પર ગંગાજી છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”બધું સારું છે, પણ એમનો વેશ બહુ સારો નથી. વાઘામ્બર ઓઢયું છે. તેમના ગળામાં તો સર્પ છે, આગળ ચાલો.”

હવે આગળ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ બેઠેલા હતા. લક્ષ્મીજીએ તેમને જોયાં. લક્ષ્મીજીને લાગ્યું કે, ”આ જ ભગવાન સર્વગુણસંપન્ન છે. તેમનામાં એક પણ દોષ નથી. તેમની અડધી આંખ ઉઘાડી છે. અડધી આંખ બંધ છે. લક્ષ્મીજીને લાગ્યું કે આ જ ભગવાન નારાયણ છે એટલે તેમણે તરત જ ફુલોની બનેલી વિજયમાળા તેમને અર્પણ કરી દીધી. દેવો અને ગાંધર્વોએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જયઘોષ કર્યો. લક્ષ્મીજીએ વિજયમાળા અર્પણ કરી એટલે ભગવાન ચારેય બાજુ જોવા લાગ્યા. પણ લક્ષ્મીજી હવે નારાયણને વરી ચૂક્યાં હતાં. દેવો અને દૈત્યો ફરી સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી ભગવાન ધન્વન્તરી હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. દાનવોએ દોડીને આ ઘડો ખેંચી લીધો. અમૃત કુંભ માટે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો. ભગવાન નારાયણે હવે યુક્તિ કરી. તેઓ મોહિનીનારાયણ રૂપે પ્રગટ થયા. આજે તેમને પિતામ્બર પહેર્યું નહોતું. એથી ઊલટું સુંદર સ્ત્રીનું સ્વરૂપ લઈને સાડીને પહેરીને આવ્યા હતા. મોહિની નારાયણના સ્વરૂપમાં એક અદ્ભુત સ્ત્રી સૌંદર્યને જોઈને દાનવો અમૃતને ભૂલી ગયા, અને એ મોહિનીનારાયણને તાકી રહ્યા. દાનવો દોડતા તેમની પાસે ગયા અને પૂછવા લાગ્યાઃ ”તમે કોણ છો ? તમારું ઘર ક્યાં છે ? તમારાં માતા-પિતા કોણ છે ? તમારું લગ્ન થયું છે કે કેમ ?”

મોહિનીના સ્વરૂપમાં ભગવાન નારાયણે ગાલમાં હસતાં હસતાં કહ્યું: ” તમે મારું ઘર પૂછો છો, પણ મારું કોઈ ઘર નથી. જે વ્યક્તિ મારા માટે રડે છે, જે વ્યક્તિ મને પ્રેમ કરે છે તેના જ ઘરમાં હું જાઉં છું.”

એ વખતે જે દાનવના હાથમાં અમૃતનો કુંભ હતો તેની તરફ મોહિની સ્વરૂપમાં ભગવાન નારાયણ જોઈ રહ્યા. એ દાનવ તો રાજી થઈ ગયો. એને લાગ્યું કે, આ મોહિનીને મારા માટે જ પ્રેમ થઈ ગયો છે. એણે મોહિની સ્વરૂપમાં આવેલા ભગવાન નારાયણને અમૃતનો કુંભ ધરતા કહ્યું: ”બહુ પરિશ્રમ પછી આ અમૃત મળ્યું છે જે હું તમને અર્પણ કરી દઉં છું. આ અમૃત માટે અમારી અને દેવોની વચ્ચે ઝઘડો થયો છે. તમે પીરસશો તો કોઈ ઝઘડો કરશે નહીં ” એમ કહી દાનવે અમૃતકુંભ મોહિની નારાયણને આપ્યો.

હવે દેવો અને દાનવો આમને સામને બેસી ગયા. મોહિની નારાયણ પહેલાં દાનવો પાસે આવ્યા. તેમણે દાનવોને કહ્યું: ”આ કુંભમાં ઉપર પાણી જેવું અમૃત છે. તે પહેલાં દેવોને પીવરાવું અને નીચે જે અસલી અમૃત છે તે પાછળથી હું તમને પીવરાવીશ.”

મોહભંગ દાનવોએ એ વાત કબૂલ રાખી. દૈત્યોના મંડપમાં રાહુ નામનો એક દૈત્ય હતો. તેને કપટનો શક જતાં તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ બેસી ગયો. મોહિની નારાયણને પંગતમાં કોઈ વિષમતા કરવી ઠીક લાગી નહીં. તેથી રાહુને પણ અમૃત આપ્યું. સૂર્ય અને ચંદ્રએ આંખથી ઈશારો કર્યો. પ્રભુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપી નાંખ્યું. રાહુ અમૃત પી ગયો હોઈ તે મર્યો નહીં. તેનાં ધડ અને મસ્તક અલગ થયા. આ ઘટનાનું અર્થઘટન કરતાં પૂ. ડોંગરેજી મહારાજ કહે છે કેઃ ”મોહિની નારાયણે ઈન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિનીકુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે જ તે વચ્ચે આવી ગયો. સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને છે ત્યારે રાહુ આવે છે. આંખથી કે શરીરથી જે ભક્તિ કરે છે તેને રાહુ ત્રાસ આપતો નથી. પરંતુ મનથી જે ભક્તિ કરે છે તેને વિષમરૂપી રાહુ બહુ ત્રાસ આપે છે. ભગવાને તેનું માથું કાપ્યું છે પણ તે મર્યો નથી. તે અજરઅમર છે. તે ક્યારે માથું ઊંચકશે તે કહી શકાતું નથી. હું ભક્તિ કરું છું, બહુ જ્ઞાની છું, મારા મનમાં ક્રોધ નથી, કામ નથી-” એવી તમારી માન્યતા ખોટી છે. આ બધા જ વિકારો તમારી અંદર બેઠેલા છે. માનવ સહેજ ગાફેલ થાય એટલે અંદરના વિકારો બહાર આવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન પર વિશ્વાસ રાખશો નહીં.

એ પછી મોહિનીનારાયણે બધું અમૃત દેવોને પીવરાવી દીધું. અમૃતનો ખાલી કુંભ રાક્ષસો સમક્ષ પછાડયો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. રાક્ષસોને ખ્યાલ આવી ગયો કે, દગો થયો છે. સાડીમાં આવેલી મોહિની તે તો ભગવાન વિષ્ણુ જ હતા. દૈત્યો ક્રોધે ભરાયા. ફરી દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અમૃતના પ્રભાવથી દેવો મર્યા નહીં. અમૃતના પ્રતાપે દેવોની શક્તિ વધી. દૈત્યો હારી ગયા. દેવોને ફરી સ્વર્ગનું રાજ મળ્યું પરંતુ શુક્રાચાર્યે સંજીવની મંત્રના પ્રતાપે મરી ગયેલા દૈત્યોને ફરી સજીવન કર્યા.

સંસારનો સાર

|| સંસારનો સાર ||
એકવાર એક સંત મહાત્માએ એમના પ્રવચનમા ક્હ્યુ કે આજીવનમા દરેકે બની શકે એટલી મદદ જરૂરીયાત જનોને કરવી જોઇએ. ત્યારે એમને એક શ્રોતાએ પુછ્યુ ‘ જે લોકો અમારી પ્રગતિની વચમા આવ્યા હોય ઍમને મદદ શા માટે કરવી ?’ સંત મહાત્માએ તર્ત ક્હ્યુ’ ઍ લોકો છે તો તમારી સફળતાની કીમત છે. માટે તમારે ઍમને મદદ કરવી જોઇઍ.’  ટૂકમા સફળ માનવીઓઍ જરૂરીયાત મન્દો ને સહાય કરવી જોઇઍ.
કબીરતો અભણ પણ જ્ઞાની હતા.  મોટા માણસનો શુ અર્થ છે જે બીજાને મદદ ન કરે ?  ઍમણે ઍમના દોહામા કહ્યુ છે કે ‘બડા હુઆતો ક્યા હુઆ, જૈસે પેડ  ખજુર, પંથી કો છાયા નહી, ફળ લાગે અતી દુર.’
જીવનમા ઘણા લોકો દુખમા જભગવાનને  યાદ  કરે છે.  સુખમા પ્રભુને ભૂલી જાય છે. આથી દુખ અસહ્ય થઈ જાય છે.  કબીર ઍટલા માટે કહે છે ‘ દુઃખમે સુમરન સબ કરે, સુખમે કરે ન કોય. જો સુઃખમે સુંમરીન  કરે, તો દુઃખ કાહે હોય?
બીજુ જીવનમા જેવી દ્રષ્ટી તેવી દુનિયા તમને નજરે આવે છે. ઍટલે આપણી દ્રષ્ટિને સકારાત્મક રાખવી ઉચિત છે.  ઍ બાબતમા કબીરનુ કહેવુ છે કે ‘બુરા જો દેખન મે ચલા, બુરા ન મિલિયા કોઈ. જો દિલ ખોજા  અપના, મુજાસા બુરા ન કોઈ.
સારા અને ખરાબ દિવસો તો જીવનમા આવ્યા જ કરે, પરંતુ દરેક પીડિત પર કરુણા અને દયા રાખવી જરૂરી છે. આપણે પણ ક્યારે બુરી દશામા આવી પડીએ એ વિષે આપણ ને પણ ખબર નથી. એ બાબતમા કબીરે સચોટ શબ્દોમા કહ્યુ છે ‘ માટી કહે કુંભારકો  તૂ કાયે રોંધે મોય,, એક દિન ઐસા આયેગા, મે રોંધે તુય. ‘આવુ  અસામાન્ય જ્ઞાન અભણ વણકરમા હતા.
એટલે   જ્ઞાન બાબતમા પ્રકાશ પાડતા ઍ આગળ કહે છે ‘  પોથી  પઢકર  જગ મુઆ,  પંડિત ભયા ન કોય. ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.’ વાંચવાથી ફક્ત જ્ઞાન આવતુ નથી સાથે સાથે  પ્રેમ પૂર્વક સમજીને વાંચવુ જરૂરી છે.
કબીર હિન્દુ હતા કે મુસલમાન હતા. કોઈ ને ખબર નથી. પરંતુ  ઍમને ઉછેરવામા મુસ્લિમ ગરીબ  વણકર હતો. તેઓ હિન્દુ શાશ્ત્રઓની ભાષા બોલતા હતા. સાઇ બાબા નૉ  પણ  ઉછેર પણ ઍક મુસ્લિમે કર્યો હતો પણ ઍમની ઉપદેશિક ભાષા  હિન્દુ ફિલોસોફી પર આધારિત હતી. આજ  ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે.

માનવસંસ્કૃતિના ગૌરવ સમાન અષ્ટાપદ પર્વતની ખોજ

2

|| માનવસંસ્કૃતિના ગૌરવ સમાન અષ્ટાપદ પર્વતની ખોજ ! ||

અષ્ટાપદ :- જૈન ધર્મનાં અનુયાયી માટે ‘અષ્ટાપદ ’ સૌથી પવિત્ર સ્થળ ગણાય છે.

ભારતના અનેક પ્રાચીન ગ્રંથોમાં જેનું ખૂબ વિગતે વર્ણન મળે છે અને જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની જે નિર્વાણભૂમિ છે એવા હિમાલયમાં આવેલા અષ્ટાપદની ખોજ કરવા માટે સંશોધકો છેલ્લા એક દાયકાથી ભગીરથ પ્રયાસ કરતા હતા. કૈલાસની આસપાસના પર્વતો પરની પગપાળા યાત્રાથી માંડીને આકાશી સેટેલાઈટ દ્વારા એને શોધવાનો પ્રયત્ન ચાલતો હતો. અંતે કૈલાસ-અષ્ટાપદ ચીનના અત્યંત રમણીય એવા સીચુઆનના દક્ષિણ-પશ્ચિમમાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ.

આ સ્થાન ચીન-તિબેટની સીમાની નજીક અને કોકોનાર સરોવર પર આવેલું છે. ૧૯૩૦માં જોસેફ રોક નામના અંગ્રેજ સંશોધકે નોંધ્યું છે કે આ સ્થાન જોનારો હું વિશ્વનો સર્વપ્રથમ માનવી છું. એ લખે છે કે આ પૃથ્વી પર આનાથી બીજું કોઈ સુંદર ક્ષેત્ર નથી. અહીં આવેલી એક ગુફામાં પદ્ સંભવ દ્વારા એમ લખવામાં આવ્યું છે કે બધા બુદ્ધ આ પર્વત પર સમાહિત છે એટલે આ પર્વતના દર્શન માત્રથી સઘળાં પાપ દૂર થઈ જાય છે. બરાબર આવું જ વર્ણન જૈન સાહિત્યમાં અષ્ટાપદ વિશે પ્રાપ્ત થાય છે, જેમાં ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છેઃ

‘આત્મલબ્ધિ અને સ્વવીર્યબળથી અષ્ટાપદ પર્વત પર જઈને ભરત ચક્રવર્તી નિર્મિત ચૈત્યમાં બિરાજમાન ચોવીસ તીર્થંકરોની જે વંદના કરે, તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરશે.’

કૈલાસ પર્વત પર ચારે બાજુ સુંદર પર્વતમાળાઓ છે અને એની પરિક્રમા કરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. એમ કહેવાય છે કે એની ત્રણવાર પરિક્રમા કરવાથી સઘળી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એની દક્ષિણ-પશ્ચિમમાં ‘દેઓચેંગ’ એટલે કે દેવસ્થાન છે, જેના પર ત્રણ મુખ્ય પર્વત અને ભગવાન ઋષભદેવના પુત્રએ બનાવેલો સિંહનિષિદ્યા પ્રાસાદ છે. એની પરિક્રમામાં આઠ સિવાન છે, એથી એને અષ્ટાપદ કહે છે. જ્યારે આકાશ ચોખ્ખું હોય, ત્યારે દૂરથી આ પર્વત પર આવેલી ગુફાઓ અને મંદિરો જોઈ શકાય છે. આ પર્વતની પવિત્રતા જાળવવા માટે એના પર આરોહણ કરવાની અનુમતિ નથી.

એક નોંધપાત્ર બાબત એ છે કે અહીંના સ્થાનિક લોકો કૈલાસ અને અષ્ટાપદને એક જ ભગવાનના ક્ષેત્ર માને છે. કૈલાસની પૂર્વમાં મુનિઓની નિર્વાણભૂમિ આવેલી છે, જેને ‘મુનિ વેલી’ કહેવામાં આવે છે. એનાથી થોડે દૂર ઝરણાં આવેલાં છે અને રંગબેરંગી ફૂલોથી વાતાવરણમાં સુગંધનો અનુભવ થાય છે. એમ કહે છે કે અહીં આવનારને જાણે પોતે કોઈ દિવ્યલોકમાં વિચરતો હોય તેવો અનુભવ થાય છે.
રાજસ્થાનના ધોમધખતા તાપમાં વર્ષો પૂર્વે અથાગ પરિશ્રમ કરીને રાજસ્થાનના ઇતિહાસનું સંશોધન કરનાર કર્નલ ટોડ નોંધે છે કે ચીનમાં ઋષભદેવને ‘આડીન’ના રૃપમાં પૂજવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે ચીનના આ ક્ષેત્રને ‘આડેન ક્ષેત્ર’ કહેવામાં આવે છે. ભારતમાં ભગવાન ઋષભદેવનેમાટે ભગવાન આદિનાથ શબ્દ પ્રયોજાય છે અને આ આદિ શબ્દ ‘ઓડિન’થી પ્રચલિત થયો હશે એમ માનવામાં આવે છે.

એક નવી વાતએ છે કે એક અંગ્રેજ સંશોધક જોસેફ રોકે ૧૯૩૦માં એના વર્ણનોમાં ‘રિષમ ગોનબા’નો ઉલ્લેખ કર્યો છે.
ઉચ્ચારણની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ‘ઋષભ ગુફા’નું આ અપભ્રંશ છે. આ ક્ષેત્રની આસપાસ વિખ્યાત સંશોધિકા ડૉ. લત્તા બોથરાને અનેક આશ્ચર્યજનક મૂર્તિઓ જોવા મળી, જેમાં અંબિકા માતાની મૂર્તિ પણ જોવા મળી હતી. અષ્ટાપદના આ સંશોધન દરમિયાન ડૉ. લત્તા બોથરા અને ડૉ. પી.એસ. ઠક્કર પાસેથી અનેક નવી માહિતી ઉજાગર થઈ.

એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ કે ચીની-તુર્કસ્તાનના ખોતાન શહેરનો સંબંધ પ્રાચીનકાળથી ભારત સાથે હતો. એમાં વર્ણવવામાં આવેલા સાહિત્યમાં એવી નોંધ મળે છે ઓરમાન માતાના ષડ્યંત્રને કારણે સમ્રાટ અશોકનો પુત્ર કુણાલ અંધ થઈ ગયો અને એ તક્ષશિલા છોડીને ચાલી નીકળ્યો અને એણે અહીં ખોતાન નામનું શહેર વસાવ્યું. કુણાલ સાથે જે લોકો ગયા હતા એ બધા ત્યાં જ વસી ગયા.

જૈન સાહિત્યમાં એવું વર્ણન આવે છે કે કુણાલે ત્યાંથી આવીને પોતાના પુત્ર સંપ્રતિને માટે રાજ્ય પ્રાપ્ત કર્યું. એ સર્વ વિદિત છે કે કૃણાલ અને સંપ્રતિ એ જૈનધર્મના અનુયાયી હતા અને સંપ્રતિએ સમ્રાટ બન્યા પછી પોતાના તાબાનાં બધાં જ રાજ્યોમાં જૈન ધર્મનો પ્રસાર અને પ્રચાર કર્યો હતો. ખોતાનની પાસે આવેલા નિયાસે ક્ષેત્રમાંથી તોખારિયન લેખ પ્રાકૃત ભાષામાં મળે છે, જેને અત્યાર સુધી ઘણા લોકો બૌદ્ધ ધર્મનો લેખ માનતા હતા. માનવસંસ્કૃતિનો ઉદ્ભવ પૂર્વમાં થયો હતો એમ માનવામાં આવે છે. તિબેટ, ચીન, જાપાન, વિયેટનામ, થાઈલેન્ડ, કંબોડિયા, બર્મા તથા પૂર્વ ભારત એ સંસ્કૃતિનું મૂળ કેન્દ્ર હતાં. અહીંથી માનવ સભ્યતાનો વિકાસ થયો અને તે પશ્ચિમ તરફ ગયો. આજે ભારતમાં પણ પશ્ચિમી ભારત અને પૂર્વ ભારતની સંસ્કૃતિમાં પણ મૂળભૂત અંતર જોવા મળે છે. દેશનાં પૂર્વીય ક્ષેત્રો પ્રમાણમાં આજે પછાત છે, પણ એક સમયે એને સભ્યતાના ઉત્કૃષ્ટ પ્રતીક માનવામાં આવતાં હતાં, આથી જ આદિતીર્થંકર ઋષભદેવ જેમણે મનુષ્યજાતિમાં અસિ, મસિ અને કૃષિનો પ્રસાર કર્યો, તેઓ ભારતના પૂર્વના ક્ષેત્રના હોય તે સ્વાભાવિક છે.

જૈન શાસ્ત્રોમાં યક્ષ-યક્ષિણીઓનાં વર્ણન અત્યંત વિસ્તારથી મળે છે અને પ્રત્યેક તીર્થંકરના યક્ષ-યક્ષિણીઓનાં નામ તેમજ તેમનાં પ્રતીકોના વર્ણન મળે છે. એનો પ્રભાવ પૂર્વના દેશોમાં અને આપણને આશ્ચર્ય લાગે, પણ ચીનમાં ઘણો જોવા મળે છે. અહીં યક્ષ-યક્ષિણીઓની માન્યતા અત્યંત વ્યાપક છે. આખા ચીનમાં શાસન દેવીઓમાં અંબિકા અને પદ્માવતી દેવીની પૂજા પ્રચલિત છે. સંશોધક લતા બોથરાએ ચીનનો પણ વારંવાર પ્રવાસ કરેલ છે. શાસ્ત્રો અનુસાર આ યક્ષ-યક્ષિણીઓનો નિવાસ અને વ્યંતર જાતિના દેવી-દેવતાઓનો નિવાસ કૈલાસ-અષ્ટાપદના ક્ષેત્રમાં હોવો જોઈએ.

અષ્ટાપદની આ શોધ માત્ર જૈન સંસ્કૃતિ જ નહીં, પરંતુ માનવ સભ્યતા અને સંસ્કૃતિના આદિ સ્રોત સુધી લઈ જાય છે. એ આપણા ગૌરવ અને અસ્મિતાના પ્રતીક સમાન છે. વિદેશી સંશોધકો અને પુરાતત્ત્વવેત્તાઓએ એક મોટી ભૂલ જૈન ધર્મની મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ માનવાની કરી છે. એમ.એ. સ્ટેન જેવા પ્રસિદ્ધ સંશોધક પણ જિન શબ્દને બૌદ્ધ પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જ્યારે કેટલાક વિદેશી સંશોધકો કહે છે કે શાકાહારીઓ ઊંચા પર્વત ઉપર રહી શકે નહીં, માટે આવા ઊંચા પર્વત પર એમનું મંદિર ન હોય આવી હાસ્યાસ્પદ દલીલો પણ કરે છે.
આમ હવે અષ્ટાપદની પ્રાપ્તિ થતાં હવે સહુ કોઈ એ દિશામાં વિશેષ સંશોધન કરે અને એની પવિત્રતા જાળવી રાખવા માટે બહુજન સમાજ એની યાત્રાએ જાય, એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

 

રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત

2   3

|| રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત ||

લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ?

રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત છે. રામાયણમાં આદર્શ જીવનનું દર્શન થાય છે. જ્યારે મહાભારતમાં વ્યવહારની વાત વધારે દેખાય. ભારતમાં આ બંને મહાકાવ્યો અમર છે અને લોકજીવન સાથે વણાઇ ગયેલાં છે. તેમની અસર આજ સુધી પ્રજાજીવન ઉપર પડતી રહી છે. તેમાં કંઇ આશ્ચર્ય નથી. રામાયણના પાત્રોમાં રામ તો મર્યાદા પુરુષોત્તમ છે પણ રામાયણનું દરેક પાત્ર પોતાના જીવન દ્વારા એક આદર્શ લઇને ઉપસ્થિત થાય છે. આપણે એમાંથી એક બે વાતો ઉપર વિચાર કરીએ.
હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકા જવા માટે નીકળે છે. ત્યારે તેમના મનમાં એક પ્રશ્ન થાય છે કે મેં સીતામાતાને તો જોયા નથી પછી તેમને ઓળખીશ કેવી રીતે અને ઓળખ્યા વિના ભાળ કેમ મળે ? તેથી તેમણે શ્રીરામચંદ્રજીને સીતામાતાનું કંઇ એંધાણ આપવા વિનંતી કરી. શ્રીરામે સીતાજીના સ્વરૃપનું વર્ણન કરવા માંડયું. તે અતિસુંદર છે. ગોરે વર્ણ છે. તેમની આંખો ….”
હનુમાનજીએ વચ્ચે બોલતા જણાવ્યું, ”પ્રભુ ! આ વર્ણન મારે કામ નહિ લાગે. મેં સૌન્દર્યની નજરથી કોઇ સ્ત્રી સામે જોયું નથી. અને જોતો પણ નથી. માટે તમે કંઇ એવું લક્ષણ બતાવો કે જે જોઇને હું નિઃશંક થઇને જાણી શકું કે આજ મારાં સીતા માતા છે.

ત્યારે શ્રીરામે હનુમાનને કહ્યું, ”સીતાજી જ્યાં વસતાં હશે તે કુટિર હોય કે કેદ હોય પણ તેની પ્રત્યેક દીવાલમાંથી ‘શ્રીરામ- શ્રીરામ’ એવો ધ્વનિ નીકળતો હશે. તું જરા ધ્યાન દઇને સાંભળજે. તને અચૂક સંભળાશે. સીતાજી મારી ઉપસ્થિતિના અભાવમાં નિરંતર મારા નામનું રટણ કરતાં રહે છે અને તેમના નામ રટણમાં એટલી તાકાત હોય છે કે તેનાથી આસપાસનું જડ-ચેતન બધું ‘શ્રી રામના’ નામથી ભાવિત થઇ જાય છે. હનુમાન ! જો સીતાજી વન- ઉપવનમાં હશે અને ત્યાં તેમને બંદી બનાવીને રાખ્યા હશે તો ત્યાંના પ્રત્યેક ઝાડ- પાન વગેરેમાંથી શ્રીરામ શ્રીરામ નો ધ્વનિ નિરંતર નીકળતો હશે. જ્યાં સમગ્ર પંચમહાભૂતમાં ‘શ્રીરામ’ ના નામનો ધ્વનિ ગૂંજતો સંભળાય તો તારે અવશ્ય માની લેવું કે સીતાજી ક્યાંક નજીકમાં જ વસતાં હશે. સીતાજીને ઓળખી કાઢવામાં એ રીતે તને કોઇ તકલીફ નહિ પડે.
અહી આપણને એવો વિચાર સ્હેજે આવ્યા વિના ન રહે કે આવા અલૌકિક પતિપરાયણ સીતાજીનો શ્રીરામે અયોધ્યાના રાજા બન્યા પછી ત્યાગ કર્યો તેમાં કેટલું ઔચિત્ય ગણાય ? ભગવાન શ્રીરામ તરફ આપણને ભક્તિભાવ હોય તે સ્વભાવિક છે પણ એક ધોબી, તેની પત્ની સાથેના કલહમાં શ્રીરામનો જે રીતે ઉલ્લેખ કર્યો તે વાત સાંભળીને શ્રીરામ, સીતાજીનો ત્યાગ કરવા તત્પર થઇ ગયા એ વાત આપણા ગળે ઝટ ન ઊતરે. એ વાત આપણને કઠે, વિચારશીલ વ્યક્તિને એવુ લાગે કે અહી ઔચિત્ય ન જળવાયું. જરા ઉતાવળ થઇ ગઇ. ભક્તિભાવને બાજુએ રાખીએ તો વ્યવહારિક દ્રષ્ટિએ શ્રીરામનો આ રીતનો સીતાત્યાગ ન્યાયી નથી લાગતો.

વળી લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ? છેવટે આપણી પાસે એક ઉત્તર રહે કે તે તો તેમની લીલા હતી અને એ રીતે સમાધાન લઇએ તેમાં ખોટુંય નથી. આપણે તો તેમનાં જીવન અને હવનમાંથી સાર તત્વને ગ્રહણ કરીને આપણું જીવન સફળ કરી લઇએ એ જ ઇષ્ટ છે.

આ સંદર્ભમાં રામાયણનો સીતા ત્યાગનો પ્રસંગ આપણા ધ્યાન ઉપર આવ્યા વિના રહેતો નથી. શ્રીરામચંદ્રજી લોકાપવાદને કારણે સીતાજીનો તેમને કંઇ કહ્યા વિના ત્યાગ કરે છે અને તેમને વનમાં છોડી દેવા માટે લક્ષ્મણને આજ્ઞાા કરે છે. લક્ષ્મણ કમને રાજારામની આજ્ઞાાને માથે ચઢાવીને સીતાજીને વનમાં લઇ જાય છે અને ત્યાં તેમને વંદન કરીને કહે છે, ‘માતાજી ! પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે અને તમને અહી છોડી જવાની મને આજ્ઞાા કરી છે. તે સમયે સીતાજી ક્ષણવાર સ્તબ્ધ થઇ જાય છે. પળમાં સ્વસ્થ થઇ જતાં તેઓ લક્ષ્મણજીને કહે છે, પ્રભુએ જે કર્યું તે ઠીક જ હશે. પણ મારા ઉદરમાં તેમનું તેજ છે તેથી મારાથી જીવન નહિ ટૂંકાવી શકાય. પણ મને હવે એ વાતની ચિંતા થાય છે કે મારા સિવાય શ્રીરામની સેવા કોણ કરશે ? મારી સેવા વિના તેમને રાત્રે ઊંઘ નહિ આવે. મારો આ અધિકાર લક્ષ્મણજી હું તમને આપું છું. તમે શ્રીરામની નિત સેવા કરજો. આ વાત સાંભળતા લક્ષ્મણ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે.

આખીય વાતની સમાલોચના કરતાં આપણે એમ પણ વિચારી શકીએ કે કદાચ આ આખીય વાતની પાછળ આત્મા અને પરમાત્માના વિરહનો ભાવ રહેતો હશે જેને મહર્ષિ વાલ્મિકીએ માનવીય ભાવમાં ઊતાર્યો હશે અને તેને અનુરૃપ ઘટના ક્રમનું આયોજન કર્યું હોય. જો કે આ રહી તાત્ત્વિક વાત પણ જીવન આદર્શ અને વ્યવહાર બંનેને આધારે નભે છે. જીવનમાં નિશ્ચય અને વ્યવહાર બંનેને સાચવીને જીવીએ તો વધારે સફળ થઇએ અને સ્વસ્થ પણ બની રહીએ. આ પ્રસંગને ભલે આપણી રીતે મૂલવીએ પણ તેમાંથી જે કંઇ ઉત્તમ લાગે તેને ગ્રહણ કરી લઇએ તે જ ઇષ્ટ છે. બાકી આપણે જીવવાનું છે સંસાર વચ્ચે એટલે પરમાર્થ ઉપર ભલે નજર રાખીએ પણ એ ન ભૂલી જઇએ કે આપણા પગ ધરતી ઉપર વ્યવહારમાં છે. જીવનમાં જ સમન્વય સાધી જાણે છે તે જીવી જાણે છે.

પંચામૃતનુ મહત્ત્વ

9   10

|| પંચામૃતનુ મહત્ત્વ ||
દૂધ દહીં,ઘી,મધ અને સાકરથી યુક્ત પંચામૃત તમારા સ્નાન માટે લાવ્યો છું, માટે હે પ્રભુ! તેનો સ્વીકાર કરો.’
* પંચામૃતથી સ્નાન !
પૂજા કરતી વખતે આ મંત્ર આપણે કેટલીય વાર બોલીએ છીએ. સોપારીને મંત્રિત કરીને તેના ગણપતિ બનાવવાના અને તેને પંચામૃતનું સ્નાન કરાવવાનું. લક્ષ્મીપૂજનમાં લક્ષ્મીને પંચામૃતનું સ્નાન કરાવવાનું, બાલકૃષ્ણ અને ભગવાન શિવજીને પણ પંચામૃતનો અભિષેક કરી નવરાવવાના! પંચામૃતના અભિષેક વગર આપણી પૂજા અધૂરી જ રહે છે. ત્યારે ઘણી વાર થાય કે, પંચામૃતથી એટલે કે દૂધ, દહીં, સાકર, ઘી અને મધ આ પાંચેના મિશ્રણથી ભગવાનને નવરાવવાનું કારણ? અને આ પંચામૃતથી નવરાવ્યા પછી વળી પાછું તેને પાણીથી નવરાવવાનું! આ ઊલટો ધંધો કીધો કોણે? ઘી અને મધ ચોપડીને તે સ્નાન થતું હશે? સ્નાનનો હેતુ જ શુદ્ધિ છે તો પછી મધ ચોપડીને શુદ્ધિ ક્યાંથી આવી? ઘી લગાડીને કે સાકર ઘસીને શુદ્ધિ ક્યાંથી આવે?
તે પણ ભગવાનને આ પાંચેથી સ્નાન કરાવવાનું? ભલા ભગવાનને અને સ્નાનની જરૂર? એ વળી કયે દિવસે મલિન થવાના હતા?
પરંતુ આ પંચામૃત સ્નાન પાછળ એક સુંદર ઉન્નત ભાવ છે. તે સમજવો જરૂરી છે.
* પંચામૃત સ્નાન પાછળનો હેતુ
ભગવાનની પૂજા આપણા વિકાસ માટે છે. આત્મોન્નતિ માટે છે, નહિ કે ભગવાનને જરૂર છે માટે. જે રીતે ભગવાનને ચરણે ઘરેલું પુષ્પ એ આપણા જીવનપુષ્પનું પ્રતીક છે; આપણું જીવનપુષ્પ સુંદર, સુગંધિત અને કોમળ બનાવી ભગવાનને ચરણે ધરવાનું, રસયુક્ત ફળ આપણા રસમય જીવનનું પ્રતીક છે, તેવી રીતે પંચામૃત આપણા જીવનવિકાસને લક્ષમાં રાખીને જ કરવાનું હોય છે, પંચામૃત સ્નાન એ આપણા વિકાસનું દ્યોતક છે.
ભગવાનના મસ્તક પર જ્યારે પંચામૃતનો અભિષેક કરીએ છીએ, ત્યારે સફેદ,શુભ,ધવલ દૂધની ધાર દેખાય છે. દૂધ શુભ્ર છે. આપણું જીવન પણ શુભ્ર હોવું જોઈએ. આપણી કીર્તિ પણ દૂધ જેવી ધવલ હોવી જોઈએ. આપણું જીવન નિર્વિકારી, નિર્મળ અને પવિત્ર હોવું જોઈએ. આવું નિર્મળ જીવન પ્રભુને ચરણે ઓળધોળ કરવાનું. પયસ્નાન કરાવતી વખતે આપણું જીવન શુભ્ર બનાવવું છે, અને પવિત્ર થયેલા જીવનનો ભગવાન પર અભિષેક કરવાનો છે, તેનું સતત ધ્યાન રહેવું જોઈએ.
દૂધ એ જાણે આપણા ઊજળા યશનું પ્રતીક છે. દૂધની માફક આપણો એ ઊજળો યશ ઈશ્વરને સમર્પિત કરવાનો છે તેનો સતત ખ્યાલ રહેવો જોઈએ અને તે દૂધ પણ કેવું?
કામધેનોઃ સમુદ્ભત્ દેર્વિષપિત્તૃપિદમ્ ।
પયોદદમિ દેવેશ રુનાર્થ પ્રતિગુહ્યતામ્ ।।
‘કામધેનુ ગાયનું, દેવ, ઋષિ અને પિતૃઓને તૃપ્તિ આપનારું દૂધ હું તમને આપું છું. માટે હે પ્રભુ, તે દૂધનો તમે સ્નાન માટે સ્વીકાર કરો.’ પયસ્નાન પછી ભગવાનને દહીંથી નવરાવવાના.
ચન્દ્રમંડલસકાશંલશંસર્વદેવપ્રિયદધિ ।
રુનાર્થ તે મયાદત્તં પ્રીત્યર્થં પ્રતિગૃહ્યતામ્ ।।
‘ચંદ્ર જેવું સફેદ અને બધા દેવોને પ્રિય એવું દહીં, સ્નાન માટે અર્પણ કરું છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો.’
દહીમાં ‘સ્નેહ’ તો છે જ. પરંતુ દહીંનો એક વિશિષ્ટ ગુણ છે. દહીં બીજાને પોતાના જેવું બનાવે છે. અધમણ દૂધમાં ચમચો દહીં મેળવણ તરીકે નાંખીએ તો બધું જ દૂધ, દહીં બની જવાનું. આપણી બુદ્ધિ પણ આ દહીં જેવી, મેળવણ જેવી બનાવવાની. ગમે ત્યાં જઈએ પણ બુદ્ધિ પોતાનો રંગ ન બદલે, બીજામાં મેળવણની જેમ ભળી જાય. સહુમાં ભળે પણ પોતાનું વ્યક્તિત્વ હેમખેમ રાખો. બીજાને પોતાના જેવા સત્શીલ અને સત્વૃત્તિના બનાવે અને બીજાને પોતાના રંગે રંગી દે તેવી બુદ્ધિ (અર્થાત્ સત્માર્ગે રંગી દે તેવી) પ્રભુ ચરણે ધરવાની. જતન કરીને જાળવેલું દહીંરૂપ વ્યક્તિત્વ ઈશ્વરને સમર્પિત કરવાનું.
ભગવાનને દહીંનો અભિષેક કરવા પાછળનો, દહીંથી સ્નાન કરાવવા પાછળનો ભાવ સમજવા જેવો છે. અને આપણી બુદ્ધિ તેવી થાય તે માટે આપણે સતત જાગૃત રહેવું જરૂરી છે.
દધિસ્નાન થયા પછી ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવીએ છીએ અને શુદ્દોદકં સ્ત્રાનાસ્તે ધૃતસ્ત્રાનં સમર્પયામિ ।
ઘીનું વૈશિષ્ટય તેની સ્નિગ્ધતામાં છે.
ભગવાનને ધૃતસ્નાન કરાવતી વખતે આપણે સતત લક્ષમાં રાખવું જોઈએ કે, આપણું જીવન પણ ઘીના જેવું સ્નેહયુક્ત બનાવવું છે. આપણા બધા સંબંધો સ્નેહાળ રાખવાના છે. ફક્ત પ્રિય બોલીને, મીઠું બોલીને ન ચાલે. પણ આપણું જીવન પણ આવું બનાવવાનું છે.
ઘીથી સ્નાન કરાવતી વખતે
નવનીતસમુત્કા સર્વસંતોષકારમ્ |
ધૃતં તુમ્યં પ્રદાસ્યામિ સ્ત્રાનર્થં પ્રતિગૃહ્યતામ્ ।।
‘નવનીતમાંથી નિર્માણ થયેલું અને બધાને સંતોષ આપનારું’ ઘી’ હું સ્નાનાર્થે તમને અર્પણ કરું છું,તો કૃપા કરી તેનો સ્વીકાર કરો, બોલી ભગવાનને ઘીથી સ્નાન કરાવવાનું.
માનવીમાત્રને સ્નેહાળ હૂંફની જરૂર છે, પછી તે પતિની હોય કે પત્નીની, માતાની હોય કે પિતાની, ભાઈની હોય કે બહેનની, મિત્રની હોય કે સ્નેહીની, હૂંફ મળે તો જ જીવન વિકસિત થાય. આપણું જીવન પણ આવું સ્નેહયુક્ત બને, આપણા સહયાત્રીઓને (જીવનમાં) આવો સ્નેહ પીરસીએ. આપણી હૂંફ તેમને આપીએ, અને આવું સ્નેહાળ સ્નિગ્ધ જીવન ભગવાનને ચરણે ધરીએ, જ્યાં સ્નેહ છે, ત્યાં જીવનનો કલહ નથી, જીવનમાં કર્કશતા નથી, સર્વત્ર આનંદ જ આનંદ છે. જ્યાં સ્નેહનો ઉદધિ ઉછળતો હોય ત્યાં આનંદ અને ઉલ્લાસનો મધુર છંટકાવ જ હોય ને!
ઘીથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને મધથી સ્નાન કરાવવાનું.
સવૌંષધિસમુત્પન્નં પીયૂસદ્શંમધુ ।
સ્ત્રાનાર્થં તે પ્રચ્છામિ ગૃહણ પરમેશ્વર ।।
‘બધી ઔષધિઓથી ઉત્પન્ન થયેલા અમૃત જેવું આ મધ તમને સ્નાન માટે આપું છું. હે ભગવાન! તમે તેનો સ્વીકાર કરો.’
જીવનને દૂધના જેવું ધવલ-ઊજળું બનાવ્યું, પોતાનો રંગ ન બદલાતાં બીજાના જીવનને સત્શીલ બનાવે તેવા દહીં જેવી પ્રભાવી બુદ્ધિ તૈયાર થઈ. સ્નેહયુક્ત જીવન બને તે માટે ધૃતસ્નાન કરાવ્યું. પરંતુ કોઈને જીવનમાં મીઠી હૂંફ આપવી. એ પણ પૂરતું નથી. જો મધનું સ્નાન ન હોય તો સ્નાન અધૂરું ગણાય એમ જીવન પણ અધૂરું જ ગણાય. મધમાં મીઠાશ તો છે જ પણ તે પુષ્ટિદાયક છે. આપણું જીવન પુષ્ટ થયું હશે તો જ આ કરાળ કાળમાં આસુરી વૃત્તિને ખાળી શકીશું. જીવન પુષ્ટ થયું હશે તો શ્રીમદ્ વલ્લભાચાર્યે કહ્યું છે, તેમ ભગવાનનો – ભગવદ્ પ્રેમનો આનંદ માણી શકાશે.
જીવન એક સંગ્રામ છે, દૈવાસુર વૃત્તિનો સતત સંઘર્ષ ચાલે છે. જો પુષ્ટ જીવન નહીં હોય, તો લડી કેમ શકાશે? જીવન સામર્થ્યશીલ હોવું જોઈએ. ભક્ત કવિ સુરદાસ કહે છે, તેમ ‘અપબલ, તપબલ ઔર બાહુબલ, ચોથા હૈ બલરામ.’ જીવનને આ ચાર બળ મેળવીને પુષ્ટ કરવાનું અને પુષ્ટ થયેલું જીવન પ્રભુચરણે ધરવાનું. આત્મસમર્પણ કરવાનું.
મધુ સ્નાન પછી ભગવાનને છેલ્લે શર્કરાસ્નાન કરાવવાનું.
દક્ષુદંડસમુદ્ધતા દિવયશર્કરયાહરિમ ।
સ્ત્રાપયામિસદા ભકત્યાપ્રીતિ જીવસુરેશ્વર ।।
‘શેરડીમાંથી બનેલી આ પવિત્ર સાકરથી, હે ભગવાન, હું તમને ભક્તિથી સ્નાન કરાવું છું, તો મારા પર પ્રસન્ન થાઓ.’ આમ કહી ભગવાનને શર્કરાસ્નાન કરાવવાનું.
વાસ્તવિક ભગવાનને શર્કરાસ્નાન કરાવવા જેવી હાસ્યાપદ બીજી એકેય વાત નથી. પરંતુ તેની પાછળનું હાર્દ સમજવા જેવું છે. જીવનમાં શર્કરાની મીઠાશ લાવવાની છે. બધું જ હોય, પણ જીવનમાં મીઠાશ જ ન હોય તો તે જીવન શું કામનું? અને મીઠાશ વાણીથી વ્યક્ત થાય છે. આપણામાં કહેવત છે ને કે જેની જીભ કડવી તેનું બધું જ કડવું. તેથી ઋષિઓએ કહ્યું છે કે,’તું સાચું બોલે તે પણ પ્રિયકર બોલજે.’
સત્યં બ્રુયાત્ પ્રિયં બ્રુયાત્ નાપ્રિયં કદાચન । તો જીવનમાં મીઠાશ આવશે.
માનવીએ સમૂહમાં રહેવાનું છે, સમૂહમાં જીવવાનું છે અને સમૂહમાં રહેવું હોય તો જીવનમાં મીઠાશ લાવવી પડશે. સુભાષિતકારે કહ્યું છે. પ્રિય બોલવાથી સર્વેને આનંદ થાય છે, તો પ્રિય શા માટે ન બોલવું? અર્થાત્ વિકાસના શરૂઆતનાં પગથિયે ભલે ‘પોલિસી’ તરીકે પણ તું મીઠું બોલ, હળવે હળવે તારો સ્વભાવ થઈ જશે. પણ એ યાદ રાખજે કે તને પોલિસી તરીકે મીઠું બોલવાની ટેવ પડી ન જાય. નહીં તો તે દંભ ગણાશે.
માણસના મનની અવસ્થા એની વાણીમાં વ્યક્ત થયા વિના રહેતી નથી. મનનું આ માધુર્ય વાણી રૂપે વ્યક્ત થઈને વહે અને એની નરી મીઠાશ પણ જો ઈશ્વરને ચરણે નહિ ધરીએ તો આ જીવનની કડવાશ કેમ જશે?
* પંચામૃત સ્નાન-અમૃતમય જીવનનું પ્રતીક
માત્ર વાણીની મીઠાશ તો ખુશામતમાં પરિણમે. પરંતુ એ પ્રિય વાણીમાં આખુ હૃદય પારદર્શક રીતે પ્રગટ થતું હોય તો એ નર્યા સ્નેહનું પ્રતીક છે, ઘી એ આ હૃદયની સ્નિગ્ધતાનું સૂચન કરે છે, પયસ્નાન ઊજળા જીવનનું પ્રતીક છે. દધિસ્નાન એ બુદ્ધિને મેળવણી જેવી બનાવ, બીજાને પણ તારા જેવા સત્શીલ બનાવ એવું સૂચન કરે છે. આવું જીવન બનાવ્યા પછી- એટલે જીવનમાં સ્નેહ ભર્યો હોય, ભારોભાર મીઠાશ પણ હોય પણ એમાં જો રસાયણ પામેલી ર્સ્ફૂિત ન હોય તો એ યાંત્રિકતા જ બની જાય. મધુસ્નાન આપણને એ યાંત્રિકતામાંથી બચાવે અને જીવન પુષ્ટ કરવાની પ્રેરણા આપે. પંચામૃત સ્નાનની સમજણ આપતાં પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીએ સરસ કહ્યું છે, ‘પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી તેમાંથી છૂટકારો ન લેતાં આપણું જીવન પણ આવું બનાવવાનું છે. તે માટે સતત જાગરૂક રહી પ્રયત્નશીલ રહેવાનું છે. આપણા જીવનમાં આ પાંચ ગુણો આવશે તો જીવન ઝેર જેવું ન લાગતાં અમૃત જેવું લાગશે.’
પંચામૃતસ્નાન એ આપણા અમૃતમય થયેલા જીવનનું પ્રતીક છે, અમૃતમય જીવન બનાવવાની સતત પ્રેરણા આપે છે. આવા જીવનથી પલાળી નાખવા તેનું સૂચક છે. તે ભાવ સમજી આપણે ભગવાનને પંચામૃત સ્નાન કરાવીએ.

 

મધ અને દૂધ

6

|| મધ અને દૂધ ||

મધ અને દૂધ બંને મહત્વપૂર્ણ આહાર માનવામાં આવે છે. આમ તો દૂધ પીવાથી અને મધ ખાવાના બંને અનેક લાભ થાય છે, પરંતુ દૂધ અને મધ બંનેને સાથે લેવામાં આવે તો તેના ગુણ બમણા થઈ જાય છે. મધ પોતાના એન્ટીબેક્ટિરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ફંગલ ગુણોને લીધે સદીઓથી ઉપયોગમાં લેવામાં આવતું રહ્યું છે.

મધમાં પ્રોટીન, એલબ્યુમિન, વસા, એન્જાઈમ એમીનો એસિડ, કાર્બોહાઈડ્રેટ્સ, પરાગ, કેસર, આયોડિન અને લોહ, તાંબુ, મેગંઝિન, પોટેશિયમ, સોડીયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, ક્લોરિન જોવા મળે છે. સાથે જ તેમાં બહુમૂલ્ય વિટામીન-રાઈબોક્લેવિન, વિટામીન એ, બી-2, બી-3, બી-5, બી-6 બી-12 તથા વિટામિન સી, વિટામીન એચ અને વિટામીન-કે પણ જોવા મળે છે.

તે શ્વાસ સંબંધી પરેશાનીઓમાં પણ ફાયદાકારક રહે છે. આમ તો દૂધમાં એ, બી, સી, ડી, કેલ્શિયમ, પ્રોટીન અને લેક્ટિક એસિડ વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બંનેને સાથે લેવાથી અનેક અનોખા સ્વાસ્થ લાભ થાય છે.

|| દૂધ અને મધને સાથે લેવાથી નીચે મુજબ ફાયદા થાય છે ||

* ડાયજેશન

રોજ એક ગ્લાસ દૂધમાં બે ચમચી મધ મેળવીને લેવાથી ડાયજેસ્ટીવ સિસ્ટમમાં સુધારો થાય છે. કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. તેને રોજ લેવાથી પેટ અને આંતરડાં સાથે જોડાયેલ સમસ્યાઓ નથી થતી.

* એન્ટીએજિંગ

દૂધ અને મધ સાથે લેવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે સાથે જ શરીરને પણ આરામ મળે છે. પ્રાચીન સમયથી જ ગ્રીક, રોમન, ઈજિપ્ત, ભારત વગેરે દેશોમાં યુવાન રહેવા માટે એક એન્ટીએજિંગ પ્રોપર્ટના રૂપમાં દૂધ અને મધનું સેવન કરવામાં આવતું રહ્યું છે.

* સ્કીન કેયર

મધ અને દૂધ બંને સૂક્ષ્મજીવોને ખતમ કરે છે. દૂધ અને મધને સાથે લેવાથી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે. દૂધ અને મધને બરાબર માત્રામાં મેળવી લો અને એટલી માત્રામાં પાણી મેળવીને નહાતા પહેલા શરીર ઉપર લગાવો, સ્કિન નિખરી જશે.

* એન્ટીબેક્ટેરિયલ

મધ, દૂધની સાથે લેવાથી એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીની જેમ કામ કરે છે. તેનાથી નુકસાનકારક બેક્ટેરિયા શરીર ઉપર આક્રમણ નથી કરી શકતા અને શરદી, ખાંસી વગેરેની સમસ્યાઓ દૂર રહે છે.

* અનિદ્રા

દૂધ અને મધને સાથે લેવાથી અનિદ્રા રોગ દૂર કરવા માટે એક પ્રાચીન નુસખો છે, કારણ કે દૂધ અને મધ સાથે લેવાથી દૂધ અને મધ ઈન્સુલિનના સ્ત્રાવણને નિયત્રિંત કરે છે જેનાથી ટ્રિપ્ટોફેનની યોગ્ય માત્રામાં મસ્તિષ્કમાં સ્ત્રાવણ થાય છે. ટ્રિપ્ટોફેન સિરોટોનિનમાં ફેરવાઈ જાય છે સિરટોનિન મેલેટોનિનમાં પરિવર્તન થઈ મગજને રિલેક્સ કરે છે અને અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે.

* સ્ટેમિના

રોજ એક ગ્લાસ દૂધમાં મધ લેવાથી શરીરને આંતરિક રીતે બળ મળે છે. જ્યાં દૂધમાં પ્રોટીન હોય ચે તો મધમાં પર્યાપ્ત માત્રામાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. દૂધ અને મધ સાથે લેવાથી શરીરને ઊર્જા મળે છે અને મેટાબોલિઝમ ક્રિયામાં વધારો થાય છે.

* હાડકાંનું સ્વાસ્થ

દૂધ અને મધનું કોમ્બિનેશન શરીરને હેલ્દી બનાવી રાખવાની સાથે જ હાંડકાંની બીમારીઓ જેવા ઓસ્ટિયોપોરોસિસ કે ઉંમરની સાથે થતા સાંધાના દર્દ વગેરેથી સુરક્ષિત રાખે છે, કારણ કે દૂધ ને મધ બંનેમા કેલ્શિયમની પર્યાપ્ત માત્રા હોય છે.

 

 

ગધેડીનું દૂધ

8

|| ગધેડીનું દૂધ દુનિયામાં સૌથી મોંઘુ ||

દુનિયામાં સૌથી મોંઘુ દૂધ ગધેડીનું, ૧ લીટરની કિંમત રૂ.૨૦૦૦.

જો કોઇ તમને પૂછે કે દુનિયામાં સૌથી મોંઘી ડેરી પ્રોડક્ટ કઇ છે તો કદાચ તમે કોઇ ઇન્ટરનેશનલ બ્રાન્ડનું નામ બતાવશો. પરંતુ આ સાચી વાત નથી. અત્યારે દુનિયામાં સૌથી મોંઘી ડેરી પ્રોડક્ટ છે તો ફક્ત ગધેડીનું દૂધ.

ગધેડાને મોટાભાગે બધા લોકો મજાકનું પાત્ર જ સમજતા હોય છે. ગધેડાને ડોબો પણ કહેવાય છે. ત્યારે આ ડોબા અંગે તમારે ફરીથી વિચારણા કરવાની જરૂર છે. માદા ગધેડાના દૂધના પોષણની ક્વોલિટી જાણીને તમે અવાક થઇ દશો. આ ખાસિયતના લીધે જ આંધ્રના તટીય વિસ્તારમાં અત્યારે ગધેડાનું દૂધ 2000 રૂપિયે પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે અને તો ય ખરીદનારાઓની લાંબી લચક લાઇન હોય છે. જોકે માદા ગધેડાના દૂધનો મહિમા કોઇ નવી વાત નથી. આંધ્રપ્રદેશના તેલંગાના અને કોસ્ટલ વિસ્તારમાં માદા ગધેડાનું દૂધ ઊંચી કિંમતે વેચાઇ રહ્યું છે.

વણઝારાઓના આ ગ્રૂપનો દાવો છે કે ગધેડીનું દૂધ નવજાત બાળકની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. વણઝારા ગ્રૂપની એક મહિલા ગધેડીની એક જોડીની સાથે હોય છે અને દૂધ ખરીદનારાઓની તેની પાસે લાઇન લાગે છે. ૪ પરિવારના ૨૦ લોકો ૧૫ જોડી ગધેડાની સાથે તેલંગાના અદીલાબાદ જિલ્લામાંથી આવ્યા છે. ગધેડીના દૂધને લઇને લોકોમાં વિશ્વાસ છે કે નવજાત બાળકને શ્વાસ અને અસ્થમાની સમસ્યા માટે આ રામબાણ છે.

વણઝારાઓનું આ ગ્રૂપ એક કપ (૨૫ ml) ગધેડીનું તાજું દૂધ ૨૦૦ રૂપિયામાં વેચે છે. જો કોઇને વધુ દૂધ જોઇએ તો ૨૦૦૦ રૂપિયે લિટર મળે છે. મોંઘા દૂધની પરવા કર્યા વગર ખરીદનાર લોકોની લાઇન લાગે છે. દૂધ વેચનાર આ ગ્રૂપનું કહેવું છે કે દરરોજના ૭૦૦ થી ૮૦૦ રૂપિયાની કમાણી થાય છે. આ ગ્રૂપ દર વર્ષે દૂધ વેચવા આવેછે.

ગધેડીનું દૂધ એક આયુર્વેદિક ઔષધિ ગણાય છે. કહેવાય છે કે નવજાત શિશુને અસ્થમા, ટીબી અને ગળાના ઇન્ફેકશનથી દૂર રાખવા માટે આ દૂધ સક્ષમ છે. વિશાખાપટ્ટનમ જિલ્લામાં ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હજ્બંડ્રીના જોઇન્ટ ડાયરેક્ટર વેંકટેશ્વર રાવે ગધેડીના દૂધનો મેડિકલમાં ઉપયોગ અંગે કહ્યું કે આ પૂરી રીતે હ્યુમન બ્રેસ્ટ દૂધના જેવું છે. બંનેની સરખામણી કરવામાં આવે તો દૂધ ફેટ અને પ્રોટીનના મામલામાં હ્યુમન બ્રેસ્ટ દૂધની સરખામણીમાં નબળું છે પરંતુ લેક્ટોસના મામલામાં તેની સરખામણી ના થઇ શકે.

ગધેડીના દૂધનો ઉપયોગ પ્રાચીન કાળમાં ૬ થી ૮ મહિના સુધીના બાળકોને અસ્થમા અને શ્વાસ સંબંધી એલર્જીથી બચાવા માટે કરાતો હતો. આ દૂધની માંગ બેંગલુરૂ અને ચેન્નાઇમાં પણ છે. તેના દૂધનો ઉપયોગ સ્કીનની ચમક અને કોમળતા બનાવી રાખવામાં પણ કરાય છે. કૉસ્મેટિક પ્રોડક્ટસમાં પણ ગધેડીના દૂધનો ઉપયોગ કરાય છે.

ગધેડીનું દૂધ યુરોપિયન દેશોમાં ખૂબ જ પ્રખ્યાત છે. દુનિયાની સૌથી કિંમતી ડેરી પ્રોડક્ટસ અને વસ્તુ બનાવામાં ગધેડીનો દૂધનો ઉપયોગ થાય છે.
1

|| ગધેડીના દૂધમાંથી બનેલું પનીર ||

ગધેડીના ૨૫ કિલો દુધમાંથી એક કિલો પનીર બને છે.

સર્બિયાના જેસાવિકામાં ગધેડીના દૂધમાંથી પનીર બને છે અને તેને વિશ્વનું સૌથી મોંઘુ પનીર માનવામાં આવે છે. આ પનીર ૮૦૦ પૌંડ (૬૮,૮૦૦ રૂપિયા) કિલોના ભાવે વેચાય છે.

દૂધ

7

|| દૂધ ||

દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે ગુજરાતના લોકો કરે છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

દૂધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે. કારણકે તેને ‘સંપુર્ણ આહાર’ તરીકે ઓળખવામાં આવે છે. દૂધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરના સંપુર્ણ વિકાસ માટે સર્વોત્તમ છે. દૂધમાં તમામ પોષક તત્વો હાજર હોય છે. દૂધમાં વીટામીન ‘સી’ સીવાય તમામ વીટામીન રહેલાં છે. દૂધથી આપણા શરીરને ભરપુર માત્રામાં કેલ્શીયમ મળે છે. દૂધમાં પ્રોટીનની માત્રા પણ સારા પ્રમાણમાં છે. દૂધમાં 85% જેટલું પાણી હોય છે, અને બાકીના ભાગમાં તમામ પોષક તત્વો હોય છે. દૂધમાં પ્રોટીન, કૅલ્શીયમ તેમજ રીબોફ્લેવીન(વિટામીન બી) સૌથી વધારે પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત વીટામીન એ, ડી, કે અને ઈ તથા ફૉસ્ફરસ, મૅગ્નેશીયમ, આયોડીન તેમજ અન્ય ખનીજો અને ચરબી હોય છે. દૂધમાં કેટલાક બૅક્ટેરીયા અને જીવીત રક્ત કોશીકાઓ પણ હોય છે. આ બધાં પોષક તત્વો આપણી માંસપેશીઓ અને હાડકાંને મજબુત બનાવવામાં મહત્વનાં

છે. દૂધમાં રહેલું પ્રોટીન આપણને ઈન્ફેકશનથી પણ બચાવે છે.

સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે ગુજરાતના લોકો કરે છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

* સફેદ રંગનું કેમ હોય છે.

આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧.૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી. કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે.

* દૂધનું આયુર્વેદમાં મહત્વ

આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં ગાયના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચરક સંહિતામાં જણાવ્યા મુજબ ‘ગવ્યં દશગુણં પય:’, એટલે કે, ગાયના દૂધમાં દશ ગુણ છે. આથી આગળ વધીને મહર્ષિ ચરક આ ગ્રંથના અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય ૨૭)માં દૂધને ‘ક્ષીરં જીવયતિ’ કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે.

દુધમાં દરેક સસ્તન પ્રાણીના બચ્ચાના જીવનની શરુઆતમાં જરુરી આહાર તત્ત્વો મૌજુદ હોય છે. જ્યાં સુધી બચ્ચું પોતાની મેળે એને જરુરી પોષણ મળી રહે એવો ખોરાક લેતું ન થાય ત્યાં સુધી એને માનું દુધ મળતું રહે એવી વ્યવસ્થા કુદરતે કરી છે. વળી બચ્ચા માટે એ દુધ બહુ સરળતાથી પચી જાય એ પ્રકારનું હોય છે. શરુઆતના થોડા દીવસો એ દુધમાં બચ્ચાને રોગો સામે રક્ષણ મળી શકે તે પ્રકારનાં પ્રતીદ્રવ્યો (એન્ટીબોડીઝ) જરુરી પ્રમાણમાં હોય છે અને પચવામાં ભારે ચરબી જેવા પદાર્થો પ્રમાણમાં ઓછા હોય છે. એ દુધ કંઈક ઘટ્ટ હોય છે. ગરમ કરતાં એ દુધ ફાટી જાય છે, ખાસ કરીને પહેલા ચાર-પાંચ દીવસોનું દુધ. જો કે અલગ અલગ સસ્તન પ્રાણીઓમાં આ સમય અલગ અલગ હોઈ શકે. મારો પોતાનો અનુભવ તો ભેંસના દુધનો જ છે. પહેલા દીવસના દુધને ગરમ કરતાં એ ઘટ્ટ થઈ જાય છે, જેને બળી કહે છે. 60-70 વર્ષ પહેલાં અમારા વીસ્તારમાં એનો ઉચ્ચાર ‘બરી’ કરવામાં આવતો. એમાં ગોળ કે ખાંડ નાખી મીઠાઈ બનાવી આડોશ-પાડોશમાં લહાણી પણ કરવામાં આવતી. આજે એ રીતે કરવામાં આવતું હશે કે કેમ તેની મને ખબર નથી.

દુધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે. કારણકે તેને ‘સંપુર્ણ આહાર’ તરીકે ઓળખવામાં આવે છે. દુધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરના સંપુર્ણ વીકાસ માટે સર્વોત્તમ છે. દુધમાં તમામ પોષક તત્ત્વો હાજર હોય છે. દુધમાં વીટામીન ‘સી’ સીવાય તમામ વીટામીન રહેલાં છે. દુધથી આપણા શરીરને ભરપુર માત્રામાં કેલ્શીયમ મળે છે. દુધમાં પ્રોટીનની માત્રા પણ સારા પ્રમાણમાં છે. દુધમાં 85% જેટલું પાણી હોય છે, અને બાકીના ભાગમાં તમામ પોષક તત્વો હોય છે. દુધમાં પ્રોટીન, કૅલ્શીયમ તેમજ રીબોફ્લેવીન(વીટામીન બી) સૌથી વધારે પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત વીટામીન એ, ડી, કે અને ઈ તથા ફૉસ્ફરસ, મૅગ્નેશીયમ, આયોડીન તેમજ અન્ય ખનીજો અને ચરબી હોય છે. દુધમાં કેટલાક બૅક્ટેરીયા અને જીવીત રક્ત કોશીકાઓ પણ હોય છે. આ બધાં પોષક તત્વો આપણી માંસપેશીઓ અને હાડકાંને મજબુત બનાવવામાં મહત્વનાં છે. દુધમાં રહેલું પ્રોટીન આપણને ઈન્ફેકશનથી પણ બચાવે છે.

માનવ વપરાશ માટે મુખ્યત્વે ગાયના દુધનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં ગાયના દુધને ઉત્તમ ગણવામાં આવ્યું છે. ગાય ઉપરાંત ભેંસ, બકરી, ઘેટી, ઉંટડી, ગધેડી, ઘોડી, રેઈન્ડીયર(ઠંડા મુલકોમાંનું મોટું હરણ), એટલું જ નહીં હવે અહીં ન્યુઝીલેન્ડમાં તો સાબરના દુધનું પણ ઉત્પાદન કરવામાં આવનાર હોવાનું સાંભળવા મળ્યું છે. ટુંક સમયમાં અહીં સાબરના દુધમાંથી બનાવેલ ચીઝ મળવાની શરુ થશે. સાબરના દુધમાં મીનરલ અને ઓમેગા-3નું પ્રમાણ ઘણું સારું હોવાનું શોધાયું છે.

ઉપર કહ્યું તેમ આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દુધમાં ગાયના દુધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચરક સંહીતામાં જણાવ્યા મુજબ ગાયના દુધમાં દશ ગુણ છે. મહર્ષી ચરક ગાયનું દુધ જીવનદાતા હોવાનું જણાવે છે.

* ભેંસનું દુધ

ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, પણ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઓછું હોય છે. ચરબી વધુ હોવાથી એ પચવામાં ભારે હોય છે. ભેંસના દુધમાં કેલ્શીયમનું પ્રમાણ સારું હોય છે અને કેલ્શ્યમ:ફોસ્ફરસનો રેશીયો પણ સારો હોય છે. જ્યારે સોડીયમ અને પોટેશીયમનું પ્રમાણ ઓછું હોય છે. ગાયના દુધ કરતાં ભેંસના દુધમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધુ હોય છે. પરંતુ એ ગાયના દુધના પ્રોટીન કરતાં પચવામાં ભારે હોય છે.

|| દૂધ : ક્યારે પીવુ જોઈએ ક્યારે નહી ||

દૂધ પ્રકૃતિનુ સૌથી પૌષ્ટિક આહાર છે. તેથી તેને ધરતીનુ અમૃત પણ કહેવામાં આવે છે. મનુષ્ય માટે દૂધ સર્વોત્તમ અને સંપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. દૂધ મનુષ્યના મોટાભાગની પોષણ આવશ્યકતાઓની પૂર્તિ કરે ક હ્હે. એવુ કહેવાય છે કે દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલુ છે.

સવારે ખાલી પેટ દૂધ ન પીવુ જોઈએ. તેનાથી અમાશયની સ્થિતિ ઠીક થતી નથી, સવારે દૂધ પીનારને ગેસની સમસ્યા થઈ શકે છે. પણ જેમની પાચનશક્તિ સારી છે તે નિયમિત સવારે દૂધ પી શકે છે. વ્યાયામ કરનારા લોકો માટે સવારે દૂધ પીવુ નુકશાનદાયક નથી.

નાસ્તો કર્યા બાદ મતલબ ચટપટુ કે નમક, મસાલાવાળી વસ્તુઓ સાથે કે તે ખાધા પછી દૂધ ન પીવુ જોઈએ. તેનાથી નુકસાન થઈ શકે છે. પણ હા, ચા કે કોફી, પાણી પીવાથી આ પ્રકારનું નુકશાન નથી થતુ.

સૂતી સમયે દૂધ પીવાની એક શરત છે કે સાંજનુ ભોજન કર્યા બાદ ત્રણ કલાક થઈ જવા જોઈએ, જેથી અમાશય ખાલી થઈ ચુક્યુ હોય. સૂતી વખતે દૂધ પીવાથી લાભ થાય છે. કારણ કે દૂધ પીધા બાદ સૂઈ જવાથી કોઈ પદાર્થ પેટમાં જતો નથી અને દૂધ સહેલાઈથી પચી જાય છે અને ગુણકારી રહે છે.

|| વારંવાર ગરમ કરેલું દૂધ પીવામાં જોખમ ||

દૂધ એ સંપૂર્ણ આહાર ગણાય છે તે નિર્વિવાદ બાબત છે, પણ તેને ગરમ કરીને પીવું કે કાચું જ પીવું તે મુદ્દે મત-ભેદ યથાવત્ છે. ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) એક અભ્યાસના આધારે એવું તારણ રજૂ કર્યું છે કે કેટલીક મહિલાઓ દૂધને વારંવાર ગરમ કરે છે અને એનાથી દૂધનાં પોષકતત્વો નાશ પામે છે. આઇએમએના નિષ્ણાતોનું કહેવું છે કે દૂધને ત્રણ મિનિટથી વધુ ગરમ ન કરવું જોઈએ, નહીંતર એમાં રહેલાં વિટામિન્સ ઊડી જાય છે.

બીજી તરફ, દૂધમાં બેક્ટેરિયાનો ગ્રોથ ખૂબ ઝડપથી થવાની શક્યતાઓ હોવાથી એને યોગ્ય રીતે ગરમ કર્યા વિના વાપરવું પાચનતંત્ર માટે નુકસાનકારક છે. આવા સમયે દૂધ ગરમ કરવું કે ન કરવું એ પણ એક દ્વિધા છે.

દૂધ વારંવાર ગરમ કરવાથી એમાં રહેલાં ન્યુટ્રિઅન્ટ્સ પર થતી અસર વિશે નિષ્ણાતો કહે છે કે દૂધને વારંવાર ઉકાળવામાં આવે તો એનાથી વિટામિન બી-૧૨ કે વિટામિન-ડી જેવાં પોષકત્વોની માત્રા ઘટે છે. એટલું જ નહીં, ભેળસેળવાળું દૂધ હોય ને એમાં કોઈ કેમિકલ્સ પણ હોય તો ગરમીને કારણે કેમિકલ પ્રક્રિયા વધુ તીવ્ર બને છે. રાસાયણિક દ્રવ્યો ગરમીમાં રિએક્ટ કરતાં હોય છે અને આપણને ખબર નથી હોતી કે દૂધમાં કયાં અને કેવા પ્રકારનાં રસાયણો વપરાયાં છે. આથી દૂધને વારંવાર ગરમ કરવાથી અંદરના બેક્ટેરિયા જ મરે છે એવું નથી, પરંતુ કેમિકલ રિએક્શન્સ પણ વધે છે.

દૂધ પેશ્ચરાઇઝ્ડ હોય એ તો મસ્ટ છે જ. આમ છતાં દૂધ વાપરતાં પહેલાં એક વાર એને ગરમ કરવું જોઈએ. જો ન કરવામાં આવે તો પેટની તકલીફો થાય છે. દૂધમાં રહેલા જીવાણુઓથી ગેસ્ટ્રાઇટિસ, ડાયેરિયા, ડિસેન્ટરી જેવી તકલીફો થઈ શકે છે. લાંબા ગાળે કોલાઇટિસ પણ થઈ શકે છે. ક્યારેક કોલેરા જેવા પાણીજન્ય રોગો પણ થઈ શકે છે.

દૂધને ગરમ કરવું કે ન કરવું એ માટેની અસમંજસ બાબતે તબીબી નિષ્ણાતોનો એક વર્ગ કહે છે કે દૂધ ગરમ કરવું મસ્ટ છે. ભારતીય પરિવારોમાં જોવા મળતી દૂધને ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવાની જૂની પદ્ધતિ જ બેસ્ટ છે. કેટલાક લોકો ઊભરો આવ્યા પછી ચમચાથી હલાવી-હલાવીને લાંબો સમય સુધી ગરમ કર્યે રાખે છે, જે ઠીક નથી. બીજું, તાજું દૂધ લાવીને ગરમ કરીને વાપરી લેવું હિતાવહ છે. કેટલાક લોકો બે-ત્રણ દિવસનું દૂધ સાથે લાવીને ફ્રિજમાં મૂકી રાખે છે ને રોજ સવારે ગરમ કરીને ઉપયોગમાં લે છે તે પણ ઠીક નથી.

 

"ચા" નો ઈતિહાસ

5

* “ચા” એટલે શું ?

ચાહ (પ્રેમ)થી એકબીજાને પિવરાવે તો પીણું એટલે ‘ચા’. પાણી પછી માનવીને પીણા તરીકે ઉપયોગમાં આવતું પીણું એટલે ‘ચા’. ચા એટલે ચાનાં પ્રોસેસ કરેલાં પાન ગરમ પાણીમાં ઉકાળી જરૃર પ્રમાણે દૂધ અને ખાંડ નાખી બનાવવામાં આવતું પીણું. ચા સૌ કોઈને ભાવે. સામેથી માગીને પીએ. એકબીજાને મળીને ચાની ચુસકી ભરતાં ગામ-ગપાટા, પોલીટીક્સ અને પોલ્યુશનની અને એવી ઘણી બધી વાતો કરવાનું ગમે એવી ‘સોશ્યાલાઈઝેશન’ માટેની કડી એટલે ‘ચા’. ચા માટે તો જેટલું લખવું હોય તેટલું લખાય પણ આજે ચા વિશેની થોડી અને તેનાથી થતા અનેક ફાયદા અને થોડાક જ ગેરફાયદાની વાતો લખવી છે.

* ચાનો ઈતિહાસ

બોટનીની ભાષામાં ‘કેમેલીઆ સીનેસીસ’ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રોસેસ કરીને અનેક જાતની ચા બનાવાય છે અને તેને અનેક નામ પણ આપેલાં છે. ૧૬મી સદીમાં પ્રથમવાર ચીનમાં ચા દવા તરીકે ચીનના હકીમો દર્દીને શક્તિ આપવા, જુસ્સો ચઢાવવા આપતા હતા. ૧૭મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૃ થયો ત્યાંથી ભારતમાં ચાનું આગમન થયું. ચાના છોડને આસામ અને કુર્ગ (તામીલનાડુ)નું હવામાન ફાવી ગયું. આ પહેલાં ચા ચીનથી આવતી અને ત્યાર પછી બ્રિટનથી. અત્યારે આખી દુનિયામાં ભારતની ચા જાય છે. અને આખી દુનિયાની ઉત્પન્ન થતી ચામાં ૩૨ ટકા ભારતની ચા છે. આ બિઝનેસ ૧૦,૦૦૦ કરોડનો છે.

* આખી દુનિયા જે ચા પીએ છે તેની જાત અને પ્રકાર

આગળ જણાવ્યું તે પ્રમાણે ચાના છોડના પાંદડામાંથી બનાવવામાં આવે છે તે ચા જે દેશમાંથી આવે છે તે પ્રમાણે પ્રકાર ગણીએ તો ૧. ઈન્ડિઆ ટી ૨. ચાઈના ટી મુખ્ય છે. અને ત્રીજો પ્રકાર જુદા જુદા ઠેકાણેથી આવતો હોઈ હાઈબ્રીડ ટી ગણાય છે. આ ત્રણ પ્રકારની ચાને જુદા જુદા પ્રકારના પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. એ પ્રમાણે ગણતાં ચાની મુખ્ય જાતો…

૧. બ્લેક ટી ૨. ગ્રીન ટી ૩. વ્હાઈટ ટી ૪. હર્બલ ટી અને ૫. ઓલોંગ ટી ગણાય છે.

૧. બ્લેક ટી ઃ
દેખાવમાં અને રંગમાં કાળી અથવા આછી સફેદ છાંટવાળી ચા એટલે બ્લેક ટી. ચાની બધી જાતો કરતાં આખી દુનિયામાં વધારે (૯૦ ટકા) વપરાય છે. ચાના લીલા પાંદડાને સૌથી વધારે પ્રમાણમાં ઓક્સીડાઈઝ કરીને કાળી ચા બનાવવામાં આવે છે. ચાનાં લીલાં પાંદડાંને ફેક્ટરીમાં કામ કરતા મજુરો અભરાઈ પર પાથરી દે છે. આ પાંદડાં સુકાઈ જાય પછી રોલરથી તેના ટુકડા કરવામાં આવે છે. અને રૃમમાં પાથરી દેવામાં આવે છે. આને કારણે ચાનાં પાંદડાં હવામાંનો ઓક્સીજન ખેંચી શકે. આ પ્રક્રિયાથી તેનો સ્વાદ અને સુગંધ બદલાય છે. ત્યાર પછી આ ચા ઉપર પંખાથી ગરમ દવા નાખવામાં આવે છે જેથી તેનો રંગ કાળો અને બ્રાઉનીશ બ્લેક (લીલાશ પડતો કાળો) થાય છે. બીજી બધી ચા કરતાં બ્લેક ટીમાં કોફીનનું પ્રમાણ વધારે હોય છે. બ્લેક ટી પોતાનો સ્વાદ અને સુગંધ વર્ષો સુધી જાળવી રાખે છે. માટે જ જગતમાં તેનો વપરાશ વધારે છે.

૨. ગ્રીન ટી ઃ
ચાના લીલા પાંદડાંને ચૂંટીને તેને ખુલ્લાં રાખી ‘ઓક્સીડાઈઝ’ કરવાને બદલે તેને ઓવનમાં રાખીને તેને ‘ડીહાઈડ્રેટ’ કરવામાં આવે છે. પછી તેને સ્ટોર કરવામાં આવે છે. ડીહાઈડ્રેશનની ક્રિયાથી ચાના લીલા પાંદડાંમાં રહેલા પોલીફેનોલ્સ કેટેથીન્સ અને ફલેવેનોઈડઝ નાશ નથી પામતી. આને કારણે ગ્રીન ટી (લીલી ચા) પીવાથી આરોગ્યના ઘણા લાભ થાય છે. ગ્રીન ટી એક વર્ષમાં વાપરી નાખવી જોઈએ. નહીં તો તેના લાભ નથી મળતા.

૩. વ્હાઈટ ટી ઃ
ઓછામાં ઓછી જાણીતી, વપરાતી સફેદ (વ્હાઈટ) ટી ચાના છોડના પાંદડાં પૂરા ખુલે તે પહેલાં તેના ‘બડઝ’ની ઉપર સફેદ રંગના તાંતણા હોય છે માટે વ્હાઈટ ટી તરીકે ઓળખાય છે. આ ચામાં કેફીનનું પ્રમાણ એકદમ ઓછું છે પણ તેમાં એન્ટીઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં છે.

૪. હર્બલ ટી ઃ
ચાના છોડના કોઈ પણ ભાગ, ફૂલ, થડ, ડાળી, મૂળ, બી અને પાંદડાંને સૂકવી નાખી અથવા ઉકળતું પાણી નાખી બનાવવામાં આવે છે. આ પ્રકારની ચાનો દવા તરીકે ઉપયોગ થાય છે. આમાં તુલસી, મરી, આદુ, ફુદીનો પણ ઉમેરાય છે.

૫. ઓલોંગ ટી ઃ
આ પ્રકારની ચાને ચાઈનીઝ ટી પણ કહે છે. જે ખાસ પ્રકારની પ્રોસેસથી બનાવવામાં આવે છે. પહેલાં ચાના પાંદડાંને તડકામાં સૂકવી નાખવામાં આવે છે. પછી ઓક્સીડાઈઝ કરવામાં આવે છે. આ પ્રકારની ચા તેના ચાના ખાસ છોડ ‘કલ્ટીવાઝ’માંથી બનાવવામાં આવે છે.

* ચામાં એવું શું છે કે તે ‘યુનીવર્સલ પીણું’ થઈ ગયું છે ?

ચામાં માનવ શરીરના આરોગ્યને ફાયદો કરે તેવા ‘થીઆફલેવીન’ જે કાળી ચામાં છે અને ‘એપીકેટેચીન અને કેટેચીન્સ’ જે ગ્રીન ટીમાં છે આ બધા પોલીફેનોલીક કમ્પાઉન્ડ છે જે ૪૦૦૦ જાતના છે. આ બધા પાવરફૂલ એન્ટીઓક્સીડન્ટ ગણાય છે.

* એન્ટીઓક્સીડન્ટ એટલે શું?

માનવ શરીરમાં જે દુષિત પદાર્થો હવા, પાણી, ખોરાક, દવા, ઈન્જેક્શન વગેરે મારફતે દાખલ થાય છે તેને વૈજ્ઞાાનિકો ‘ફીરેડીક્લ’ કહે છે. જો શરીરમાં ફીરેડીકલ વધારે હોય તો અનેક રોગો થાય. આ માટે જો ખોરાક અને પ્રવાહી મારફતે શરીરમાં એન્ટીઓક્સીડન્ટ લેવામાં આવે તો બધા જ ફીરેડીક્લનો નાશ થાય અને તમે તંદુરસ્ત અને રોગરહીત રહો.

* ગ્રીન ટી પીવાના ફાયદા…

આગળ જણાવેલ છે પણ ગ્રીન ટી પીવાના ફાયદા તેના પ્રોસેસને કારણે અને તેમાં રહેલા પોલીફેનોલ્સને કારણે છે. તેમાં કેટેચીન છે અને એપીગેલોકેટેચીન-૩-ગેલેટ (ઈ.જી.સી.જી)નું પ્રમાણ ઘણું છે. આ બધાને કારણે રોજ તમે ખાંડ, દૂધ વગરની ગ્રીન ટીના ત્રણથી પાંચ કપ પીઓ તો તેનાથી નીચે જણાવેલ ફાયદા થાય છે.

૧. કેન્સર સામે રક્ષણ આપે છે ઃ જર્મનીમાં થયેલા એક પ્રયોગ અનુસાર ઓવરીના, આંતરડાનાં ફેફસાના અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ આપે છે. કાળી ચા જે જગતના ૯૦ ટકા લોકો પીએ છે તેનાથી ફ્કત ઓવરીના કેન્સર સામે રક્ષણ મળે છે.

૨. પાર્કિન્સન્સ ડીસીઝ ઃ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ હેલ્થ (યુએસએ)ના પેપરમાં જણાવ્યા પ્રમાણે રોજ ૧થી ૪ કપ ગ્રીન ટી પીએ તો કંપવા (પાર્કિસન્સડીસીઝ) થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

૩. હૃદયરોગ અને સ્ટ્રોક ઃ જાપાનમાં તાજેતરમાં થયેલા એક પ્રયોગ અનુસાર ૧થી ૫ કપ ગ્રીન ટીના રોજ પીવાથી તમારા લોહીમાં ટ્રાઈગ્લીસરાઈડઝ અને એલડીએલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. જેથી ૨૬ ટકા જેટલા કિસ્સામાં હાર્ટએટેક અને સ્ટ્રોક સામે રક્ષણ મળે છે. આમાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે ફાયદો છે.

૪. વજન ઘટે છે ઃ ગ્રીન ટીમાં રહેલા કેટેચીન્સ અને કેફીનથી ડાયેટીંગ કરનારાના મેટાબોલીઝમમાં ફેરફાર થાય છે અને તેથી તેમના વજનમાં ૩૨ ટકા જેટલો ફેર પડે છે.

૫. હાડકા પોલા થતા અટકે છે ઃ ગ્રીનટીમાં કેલ્શ્યમ અને ફોસ્ફરસ છે જેથી હાડકામાં કેલ્શ્યમ અને ફોસ્ફરસની કમી પુરી થાય છે અને હાડકા મજબૂત થાય છે. ગ્રીન ટીમાં ફલોરાઈડ છે જેનાથી દાંતનું રક્ષણ થાય છે.

૬. રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઃ ગ્રીન ટીમાં વિટામિન, મિનરલનું પ્રમાણ ફળો અને શાકભાજી કરતાં વધારે છે જેને કારણે લોહીનું હિમોગ્લોબીન વધે છે. અને તેને લીધે તમારી ઈમ્યુનીટી (રોગ પ્રતિકારક શક્તિ) વધે છે.

૭. આંખની શક્તિ વધે છે ઃ લીલી ચામાં બીટાકેરોટીન છે તેના લીધે આંખોને જરૃરી વિટામિન એ મળે છે અને આંખોની શક્તિ વધે છે.

૮. મગજની શક્તિ (યાદશક્તિ) વધે છે ઃ લીલી ચામાં કેફીન થોડું છે પણ બીજા એન્ટીઓક્સીડન્ટ અને પોલીફેનોલ છે. તેથી યાદશક્તિ જળવાઈ રહે છે.

છેલ્લા સમાચાર ઃ યેલ યુનિવર્સિટી (યુએસએ)ના પ્રિવેન્શન રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો. ડેવીડ કરઝ ચા પીવાના આટલા બધા ફાયદા માટે થોડા શંકાશીલ છે. તેમના કહેવા પ્રમાણે ચામાં ચોક્કસ રોગ સામે લડવાની શક્તિ આપનારા એન્ટીઓક્સીડન્ટ છે. વિટામિન છે. મિનરલ્સ છે. પણ હજુ અનેક પ્રયોગો બાકી છે. જે કાંઈ થોડા પ્રયોગો પ્રાણીઓ પર થયા છે તેના પરિણામો માનવી માટે બરોબર ના કહેવાય. ગ્રીન ટી માટેનો આટલો બધો વધારે પ્રચાર જો યોગ્ય હોય તો ઘણું સારું પણ ચોક્કસ પ્રયોગોના અભાવે તમારે ચા માટેના પ્રચાર સાહિત્યનું પણ તમારી રીતે અવમૂલ્યન કરવું જોઈએ. ચાથી ઉત્સાહ મળે છે. થાક ઉતરે છે. સ્ફૂર્તિ આવે છે. એ કબૂલ પણ એને ‘અમૃતતુલ્ય’ અને ‘લાખ દુખોની એક દવા’ માનવી કે નહીં એ તમારી જાતે પ્રયોગ કરીને નક્કી કરવું જોઈએ.

* દૂધ વગરની ચા વજનને ઘટાડવામાં ઉપયોગી છે.

તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૂધ વગર ચા પીવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં દૂધ વગરની ચા ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે ચાની અંદર ઉચ્ચસ્તરીય ઘટકો રહેલા છે. જે ફેટના પ્રમાણને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, થીઆલેવીન્સ અને થીઆરૂબીગીન નામે ઓળખાતા ઘટકો સ્થુળતાને ગટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. હાઇ ફેટ ડાઇટ ઉપર જ્યારે ઉંદરોમાં આ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે તેનો ઘણો ફાયદો થયો હતો. અને આના પરિણામ પણ ઇચ્છીત રહૃાા હતા. સંશોધકો હવે માને છે કે આ નવા પરિણામથી ઘણી બાબતો જાણી શકાશે. ચાની અસરકારક અસરમાંથી બ્રિટનના લોકો લાભ લઇ રહૃાા નથી. વિશ્ર્વના દેશોમાં ચાનું ઉપયોગ કરનારાઓમાં બ્રિટનના લોકોની સંખ્યા ખુબ મોટી છે. આસામના જોરહાટ વિસ્તારમાં ટી રિસર્ચ એસોશીએશનના વૈજ્ઞાનિક દેવાજીત બોર્થકુરે કહ્યું છે કે જ્યારે ચામાં દૂધ નાંખીને પીવામાં આવે છે ત્યારે દૂધના પ્રોટીન સાથે તેમાં રહેલા ઘટકો ભળી જાય છે. તેમણે કહ્યું છે કે અમને દૂધ પ્રોટીનમાંથી અથવા તો આ ઘટકોમાંથી કોઇપણ આરોગ્યના લાભ મળી શકતા નથી. જેથી દૂધ વગર ચા પીવાની સલાહ વૈજ્ઞાનિકો આપે છે. જાપાનમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચામાંથી ઘટકોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી પણ ફેટના પ્રમાણને ઘટાડી શકાય છે. જાપાનમાં કીરીન બોવેરેજ કંપની સાથે સંકાળાયેલા એક વૈજ્ઞાનિક હીરોકી યાજીમાએ કહ્યું છે કે, જાપાનમાં પણ વ્યાપક પ્રમાણમાં અભ્યાસની પ્રક્રિયા ચલાવવામાં આવી છે. બ્લેક ટી હંમેશા સ્થુળતાને ઘટાડવામાં ઉપયોગી બને છે. ડાઇટના કારણે ચરબી વધારનાર તત્વોને રોકવામાં બ્લેક ટી ભુમિકા અદા કરે છે. દૂધ વગરની ચા પીવાથી મોટા ફાયદો થાય છે તે બાબત પ્રકાશમાં આવ્યા બાદ તેનાથી ફાયદો થઇ શકે છે. સ્થુળ લોકો માટે આ ખૂબ સારા સમાચાર છે જે વજન ઘટાડવા માટે ઇચ્છુક છે.