અહિંસા પરમો ધર્મ

 

2

|| અહિંસા પરમો ધર્મ ||

અહિંસા’ શબ્દનો સામાન્ય અર્થ છે “ હિંસા ન કરવી “એનો વ્યાપક અર્થ છે – કોઈપણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. મનમાં કોઈકનું અહિત ન વિચારવું, કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, તે અહિંસા છે. જૈન ધર્મમાં અહિંસાનું ખુબજ મહત્વ છે. અહિંસા પરમો ધર્મ: અહિંસા પરમ (સૌથી મોટો) ધર્મ કહેવાયેલ છે.

શ્રી મહાવીર સ્વામીનાં તત્કાલીન સમયમાં જીવ-અહિંસાનું પ્રમાણ વઘુ હતું. માનવ-હત્યા પશુઓની બલિ વિગેરે. ત્યારે તેમણે અહંિસાનો મંત્ર આપ્યો. નાની જીવાતોનું પણ રક્ષણ માટે રાત્રિ, ભોજનની મના કરી. ક્ષમા વીરસ્યભૂષણમ્‌ એવો સંદેશો આપ્યો.

જૈન-ધર્મ-સનાતન ધર્મ છે. શ્રી મહાવીર સ્વામીની વિચારધારા. આજે પણ એટલી જ તાજી અને વૈજ્ઞાનિક છે.

જૈન-સાઘુઓએ કેવળ આત્માની વાત નથી કરી. પણ સમસ્ત માનવ સમાજ માટે પ્રકૃતિનાં ગુઢ રહસ્યોનું ચિંતન કરી જગત સમક્ષ રજુ કર્યું છે. ખગોળવિજ્ઞાન, જ્યોતિષ-આરોગ્ય વિગેરે સદીઓ પહેલાં જગતને આપ્યાં છે. આજનું આઘુનિક વિજ્ઞાન હજુ તે કક્ષાએ પહોંચી શક્યું નથી.

શ્રી મહાવીર સ્વામીનાં તત્કાલીન સમયમાં જીવ-અહિંસાનું પ્રમાણ વઘુ હતું. માનવ-હત્યા પશુઓની બલિ વિગેરે. ત્યારે તેમણે અહિંસાનો મંત્ર આપ્યો. નાની જીવાતોનું પણ રક્ષણ માટે રાત્રિ, ભોજનની મના કરી. ક્ષમા વીરસ્યભૂષણમ્‌ એવો સંદેશો આપ્યો.

સનાતન ધર્મમાં કેટલેક સ્થળે પશુબલિનો પ્રયોગ થાય છે. છતાં જૈનધર્મના પ્રભાવ હેઠળ એમાં પણ ઘટાડો થયો છે.
જૈન ધર્મમાં દાનનું મહત્ત્વ છે અને આ અહિંસાનાં સંદર્ભમાં આઘુનિક હોસ્પિટલો તેમજ પાંજરાપોળનું નિર્માણ થયું છે. હિંદુઓ કરતાં જૈન-ધર્મમાં ગૌ-શાળાનું વઘુ પ્રાધાન્ય અપાયેલ છે.

આજે અહિંસાનો વ્યાપક-અર્થમાં પ્રચાર થવો જરૂરી છે. આપણાં મનમાં ઉદ્‌ભવતા દુષ્ટ મનોભાવો. એ તરંગ બને છે. તે પણ એક હિંસા છે.

હાલનાં ભોગવાદી સમયમાં વ્યક્તિ લક્ષ્મી પાછળ ગાંડો થયો છે અને આ ગાંડપણમાં અનેક વ્યક્તિઓની જાણે-અજાણે હિંસા થતી હોય છે.

આવાં મુખ્ય ઘટક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર. નાના-મોટા વેપારીઓ, આરોગ્યની સાથે ખિલાવર કરનાર ઉત્પાદકો, ખાદ્ય-સામગ્રીમાં ભેળસેળ કરનારાં વેપારીઓ એક જાતની માનવ-હત્યા કરતાં હોય છે. હંિસાને વ્યાપક-અર્થમાં લેવામાં આવે તો તે વ્યાપ ખૂબ વધી જાય છે.

ખોટી રીતે જમીનો પડાવી લેવી, ઓછું ભાડુ મકાન માલિકોને આપી અઢળક સંપત્તિ મેળવવી. જેઓનાં સહકારથી અઢળક સંપત્તિ મળતી હોય તેણે યોગ્ય વળતર ન આપવું તબીબી સેવામાં સામાન્ય જનતાની લાચારીમાં હજારો રૂપિયા ભેગાં કરવાં. આ બઘુ બુદ્ધિથી થતી હિંસા છે. હિંસાનો મોટો હિસ્સો ભ્રષ્ટાચારને પણ ઘણી શકાય.

અહિંસાનો વ્યાપક અર્થમાં મહાવીર સ્વામીની મૂળભૂત ભાવનાને નવાં દ્રષ્ટિકોણથી પ્રજા સમક્ષ મૂકી નવી ચેતનાનું નિર્માણ કરવાનું કાર્ય જૈનધર્મનાં સાઘુ-સમાજે તથા અન્ય ધર્મના સાઘુ-સંતોનાં સહકારથી આ દિશામાં અહિંસક, આંદોલન શરૂ કરવું જરૂરી છે.

ભ્રષ્ટાચાર, મોંઘવારી-માંથી ત્રાહિત પ્રજાને મુક્તિ મળશે. સમાજમાંથી અનિષ્ટ તત્ત્વો ખોટાં કામો નહી કરે – શ્રી મહાવીર સ્વામીની પુજાનું એક મહત્ત્વ લક્ષણ બની રહેશે.
આજે અનેક જૈન-આચાર્યો વર્તમાન સમયને સમજીને આ દિશામાં અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. લગ્નનો વૈભવ કે રાત્રિ-ભોજન પણ બંધ કરાવ્યાં છે.

ગરીબ પ્રજા માટે આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ ઊભી કરી છે. આની જવાબદારી કેવળ જૈન-મુનિઓની નથી પણ સમસ્ત જૈન-બુદ્ધ-હિંદુ ધર્મનાં બધાં સાઘુ-સંતોની છે.

જૈન-સમાજ આ દિશામાં સક્રિય થશે તો સમસ્ત માનવ-સમાજનું કલ્યાણ અને સુખાકારી મળશે. અને ભગવાન મહાવીર સ્વામીની કૃપા અને શક્તિ મળશે. ત્યારે અહિંસા પરમો ધર્મમાં સમસ્ત આત્માનો સાક્ષાત્કાર થશે.

બધા જીવો પ્રત્યે સંયમપૂર્ણ વ્યવહાર અહિંસા છે.અહિંસાનો શબ્દાનુસારી અર્થ છે, હિંસા ન કરવી. આનો પારિભાષિક અર્થ વિધ્યાત્મક અને નિષેધાત્મક બંને છે. દ્વેષાત્મક પ્રવૃત્તિ ન કરવી, પ્રાણવધ ન કરવો અથવા પ્રવૃત્તિ માત્રનો વિરોધ ના કરવો એ નિષેધાત્મક અહિંસા છે. સત્પ્રવૃત્તિ, સ્વાધ્યાય, અધ્યાત્મસેવ, ઉપદેશ, જ્ઞાનચર્ચા આદિ આત્મહિતકારી વ્યવહાર વિધ્યાત્મક અહિંસા છે. સંયમી દ્વારા પણ અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય છે, તે પણ નિષેધાત્મક અહિંસા હિંસા નથી. નિષેધાત્મક અહિંસામાં કેવળ્ હિંસા વર્જિત હોય છે, વિધ્યાત્મક અહિંસામાં સત્ક્રિયાત્મક સક્રિયતા હોય છે. આ સ્થૂળ દૃષ્ટિનો નિર્ણય છે. ઊંડાણમાં પહોચતા તથ્ય કૈક બીજું જ મળે છે. નિષેધ માં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ માં નિષેધ હોય જ છે. નિષેધાત્મક અહિંસામાં સત્પ્રવૃત્તિ અને સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસાનો નિષેધ હોય છે. હિંસા ના કરવા વાળો જો આંતરિક પ્રવૃત્તિ ને જો શુદ્ધ ના કરે તો તે પણ અહિંસા નથી. એટલે નિષેધાત્મક અહિંસા માં સ ત્પ્રવૃતીની આશા રહે છે, તે બાહ્ય હોય કે આઁતરિક, સ્થૂળ હોય કે સૂક્ષ્મ. સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસા નો નિષેધ હોવો આવશ્યક છે. આના વિના કોઈ પ્રવૃત્તિ સત્ કે અહિંસક ના થઇ શકે, આ નિશ્ચય દૃષ્ટિની વાત છે. વ્યવહારમાં નિષેધાત્મક અહિંસા ને નિષ્ક્રિય અહિંસા અને વિધ્યાત્મક અહિંસા ને સક્રિય અહિંસા કહેવાય છે.

જૈન ગ્રંથ આચારાંગસૂત્રમાં, જેનો સમય સંભવત: ત્રીજી ચોથી શતાબ્દી ઈ. પૂ. છે, અહિંસાનો ઉપદેશ આ પ્રકારે આપ્યો છે : ભૂત, ભાવી અને વર્તમાનના અર્હત આ જ કહે છે- કોઈ પણ જીવિત પ્રાણીને, કોઈ પણ જંતુને, કોઈ પણ વસ્તુ કે જેમાં આત્મા છે એને ના મારો, ના અનુચિત વ્યવહાર કરો, ન અપમાનિત કરો, ન કષ્ટ આપો અને ના હેરાન કરો.

પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ બધા અલગ જીવ છે. દરેક માં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ ધારક અલગ અલગ જીવ છે. ઉપર્યુકત સ્થાવર જીવો ઉપરાંત અન્ય ન્નસ (જંગમ) પ્રાણી છે કે જેમના માં હરવા ફરવા નું સામર્થ્ય છે. આ જ જીવોના ૬ વર્ગ છે. આના સિવાય દુનિયા માં કોઈ જીવ નથી. જગત માં કોઈ જીવ ન્નસ (જંગમ) છે અને કોઈ સ્થાવર. એક પર્યાય માં હોવું કે બીજા માં એ કર્મો ની વિચિત્રતા છે. પોતપોતાની કમાણી છે, જેનાથી જીવ ન્નસ (જંગમ) કે સ્થાવર હોય છે. એક જીવ જો એક જન્મ માં ન્નસ (જંગમ) હોય તો બીજા જન્મ માં સ્થાવર હોઈ શકે છે. ન્નસ (જંગમ) હોય કે સ્થાવર બધા જીવોને દુખ અપ્રિય હોય છે. આ સમજી ને મુમુક્ષ બધા જીવો પ્રતિ અહિંસા ભાવ રાખે.

બધા જીવવા માંગે છે, મારવા કોઇ નથી માંગતું. તેથી જ નિર્ગ્રંથ પ્રાણિવધ ની મનાઈ કરે છે. બધા પ્રાણીઓ ને પોતાની આયુ પ્રિય છે, સુખ અનુકુળ છે, દુખ પ્રતિકુળ છે. જે વ્યક્તિ લીલી વનસ્પતિ નું છેદન કરે છે તે પોતાના આત્મા ને દંડ દેવાવાળો છે. તે બીજા પ્રાણીઓ ની હત્યા કરીને પોતાના આત્માની જ હત્યા કરે છે.

આત્મા ની અશુદ્ધિ માત્ર હિંસા છે. આ બાબત નું સમર્થન કરતા આચાર્ય અમૃત્ચંદ્ર એ લખ્યું છે: અસત્ય વગેરે વિકાર આત્મપરિણતિ ને બગાડે એવું છે, તેથી તે બધી હિંસા છે. અસત્ય વગેરે જે દોષ બતાવ્યા છે તે કેવળ “શિષ્યાબોધાય” છે. સંક્ષેપ માં રાગદ્વેષનો અપ્રાદુર્ભાવ અહિંસા અને તેનો પ્રાદુર્ભાવ હિંસા છે. રાગદ્વેષરહિત પ્રવૃત્તિ થી અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય તો પણ નૈશ્ચયિક હિંસા ગણાતી નથી. જે રાગદ્વેષની પ્રવૃત્તિ કરે છે તે પોતાના આત્માનો જ ઘાત કરે છે, પછી તે બીજા જીવો નો ઘાત કરે કે ના કરે. હિંસાનો વિરોધ ના કરવો તે પણ હિંસા છે અને હિંસા માં પરિણત થવું પણ હિંસા છે. તેથી જ જ્યાં રાગદ્વેષ ની પ્રવૃત્તિ છે ત્યાં નિરંતર પ્રાણવધ થાય છે.

સ્વસ્તિક – સાથીયા

2

|| સ્વસ્તિક -સાથીયા ||

ઘરને આંગણે સાથિયો છે. પગ મુકતાં ખબર પડે છે, એટલે પગ કાળજીથી મુકાય. સહેજ બાજુ પર મુકાય, જેથી આકૃતિ ન બગડે, એની રેખાઓ ન ભૂંસાય. એના ઉપર નજર રાખીને અંદર જવાય. એની મંગલમયતા દિલમાં ઉતારવા દઈને એ ઘરમાં પ્રવેશ કરાય.

સ્વસ્તિક … માંગલ્યનું પ્રતિક છે.

સ્વસ્તિક … આશિર્વાદનો સંકેત છે.

જે ઘર ઉપર એ સંજ્ઞા છે એમાં વિશેષ અર્થમાં ને વિશેષ શક્તિથી ભગવાનનો વાસ હોય છે. અને તેથી વિશેષ ભાવ અને માન સાથે એમાં પ્રવેશ કરવો ઘટે. ઈશ્વરના સાનિધ્યનું ચિહ્ન છે.

આકૃતિ તો સરળ છે. એક લીટી ઉભી ને એક લીટી આડી, કાટખૂણે ચાર દિશાએ ચાર ભૂજ. સરળ ને સંમિત. સમાન ને સમતોલ. અને એનું આખું ધ્યાન ને વેગ ને વજન ને ગતિ એની મધ્યના છેદબિંદુ ઉપર કેન્દ્રિત થાય છે. એ નાભિકમળમાંથી ચારે દિશાએ સર્જક શક્તિ ફેલાય છે અને આખી સૃષ્ટિને મંગલમય બનાવે છે.

સ્વસ્તિક નાનો છે પણ વિશાળ છે. આંગણાના લીંપણ ઉપર દોરાય છે. પણ, આખા વિશ્વને આવરી લે છે. વામનનો અવતાર છે પણ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. સ્વસ્તિકમાં રક્ષણ છે, પાલનશક્તિ છે, અભયમુદ્રા છે. કારણકે, એની એ ચાર સૂક્ષ્મ રેખાઓમાં ભગવાનનો સાંકેતિક સાક્ષાત્કાર છે. સ્વસ્તિકમાં દિશાઓનું પૂજન છે, અવકાશની આરતી છે, ઈશ્વરના સામીપ્યનો સંકેત છે.

સ્વસ્તિક નાનો, પણ પ્રભાવ મોટો. રેખા ટૂંકી પણ દિશા અનંત. સ્વસ્તિકમાં એ જ રહસ્ય છે. એમાં દિશા છે, અનંતતા છે, સર્વવ્યાપકતા છે. સ્વસ્તિકમાં ગતિ છે, વેગ છે. એ કાગળના ખૂણામાં બેસી રહેતો નથી, પણ આખો કાગળ બાથમાં લે છે. તે કોઈ જડ આકૃતિ નથી, નિશ્ચેતન છાપ નથી, વહેતું ઝરણું છે. બાંધેલી હવા નથી, વા’તો પવન છે.

સ્વસ્તિકમાં વ્યાપકતાનો ગુણ છે, એની સાથે સાથે એકતાનો ગુણ પણ એમાં છે. ચારે દિશાઓ દોડવાની વૃતિ છે અને એક બિંદુએ એકત્રિત તાવનો આગ્રહ છે. ઈશ્વર બધે છે એનો સંદેશ એમાં છે અને બધું ઈશ્વરમાં છે એ બોધ પણ એમાં છે. રેખાઓ સાથે મિલનબિંદુ. દિશાઓની વચ્ચે ઉગમસ્થાન. ચાર ભુજના કેન્દ્રમાં એક હૃદય. વિશાળ ને એકાગ્ર. વિશ્વ ને બિંદુ. ડાળીઓ ને બીજ.

સ્વસ્તિક વ્યાપકતાનું પ્રતિક છે અને સાથે સાથે જોડાણનું પ્રતિક પણ છે. ઊર્ધ્વ અને સમક્ષિતિજ. શાશ્વત અને ક્ષણિક. દિવ્ય ને માનવી. બધું એક કેન્દ્રમાં, એક બિંદુમાં. સ્વસ્તિકમાં બહાર તરફની ગતિ હતી, તેમાં અંદર તરફની પણ છે. દિશાઓ સુધી લઇ જનાર શક્તિ હતી ને કેન્દ્રમાં સમાવી લેનાર વૃતિ પણ છે. કેન્દ્રગામી વેગ છે. ગુરુત્વાકર્ષણ છે. અદ્વૈત છે.

માટે સ્વસ્તિક બધે કરાય, બધે પૂજાય. કાગળ ઉપર સ્વસ્તિક ને ચોપડા ઉપર સ્વસ્તિક. ઘરને આંગણે સ્વસ્તિક ને ઘરને ઉંબરે સ્વસ્તિક. નવજાત શિશુના વસ્ત્ર ઉપર સ્વસ્તિક અને વરકન્યાના અંતરપટ ઉપર સ્વસ્તિક. પૂજામાં સ્વસ્તિક ને શોભામાં સ્વસ્તિક.

હા, અને વિશેષ તો મન ઉપર સ્વસ્તિક ને હૃદય ઉપર સ્વસ્તિક. એના વિચારો ને કલ્પનાઓ ને ઉર્મિઓ ને યોજનાઓ ઉપર સ્વસ્તિકની છાપ ને પ્રેરણા ને ભાવના.

ચોપડાના પૃષ્ઠ ઉપર સ્વસ્તિક કર્યો એટલે અંદર ગમે તે ખોટો હિસાબ લખવા અભયદાન મળ્યું એમ નથી. ઊલટું, પહેલે પાને સ્વસ્તિક છે માટે હવે એની સાક્ષીએ ને એના પ્રતાપે એક-એક પાને સાચું લખાશે, પૂરું ને ચોક્કસ લખાશે. ઘરને આંગણે સાથિયો પૂર્યો એટલે ઘરને ઓરડે ગમે તે અવળું વર્તન કરવા છૂટ મળી એમ નથી. ઊલટું, બહાર સાથીયો છે માટે હવે એને શોભે ને એને છાજે એવું વર્તન અંદર રાખવાનો આગ્રહ રહેશે.

સાથીયા પૂરવાથી જવાબદારી ઓછી થતી નથી_વધે છે. ચોપડાનું પૂજન કરવાથી સાચો હિસાબ ફરજ છોડાતી નથી_બંધાય છે. અને ખૂબી એ છે કે એ આદર્શ પાળવા માટે સ્વસ્તિકમાં જ ટેકો મળશે ને શક્તિ મળશે. ભગવાનનું સાંનિધ્ય, મંગળની વ્યાપકતા, દિશાઓનો ધર્મ ને સૃષ્ટિની એકતા એ સરળ આકૃતિમાં છે અને જીવન પવિત્ર, પ્રમાણિક, શુદ્ધ ને પુણ્યમય રાખવા એ બોધમાં પ્રેરણા છે, આશીર્વચન છે.

ભગવાન બધે છે, પોતાના ચાર હાથ ( સ્વસ્તિકના ચાર ભૂજ ) લંબાવીને, વિસ્તારીને તે આખી દુનિયાને આવરી લે છે, આપણું જીવન આંબી લે છે, બાંધી લે છે, પોતાની તરફ ખેંચી લે છે_અને એ ધન્ય આલિંગનમાં આપણું શાશ્વત કલ્યાણ સર્જી આપે છે.

સ્વસ્તિકના નાભિબિંદુમાં દિશાઓની અંતિમ સાર્થકતા સિદ્ધ થાય છે.

હિંદુ ધર્મના ઉત્સવો – આંધળી માનો કાગળ – દેખતા દિકરાનો જવાબ – મા બાપને ભૂલશો નહિ

A

|| હિંદુ ધર્મના ઉત્સવો ||

કારતક માસમાં નુતન વર્ષની વધામણી થાય,
ને ભાઇબીજની સંગે ઉજવાય છે દેવદીવાળી
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
માગસર માસમાં નાતાલની તાલ મેળવી લે
ને પોષ માસમાં પતંગને પકડે લઈ મકરસંક્રાંતિ;
મહા માસમાં મહાશિવરાત્રીને ઉજવે શીવજી કાજે,
ફાગણ માસમાં આવે ધુળેટી રંગ લઈ સૌને એ રંગે
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
ચૈત્ર માસમાં આવે ગુડી પડવો ને સંગે રામનવમી,
ને તેરસે આવે જૈનધર્મની પવિત્ર મહાવીર જયંતી;
વૈશાખ માસમાં પવિત્ર બુધ્ધ પુર્ણિમા ઉજવી લઈયે,
ને અષાઢ માસમાં પ્રેમે પરમાત્માની રથયાત્રા
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
શ્રાવણ માસમાં સ્વતંત્રદીન ઉજવાય ભારતનો,
ને સાથે પ્રેમથી પારસી નુતન વર્ષને સચવાય;
રક્ષાબંધન એ ભાઇબહેનનો પ્રેમ પકડે જીવનમાં,
ને જન્માષ્ટમી એતો ભગવાન કૃષ્ણનો જન્મદીવસ.
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારનેપકડી ચાલે.
ભાદરવામાં શ્રી ગણેશ ચતુર્થી ને સંગે સંવત્સરી પર્વ,
જે ભક્તિભાવથી પુંજે છે જગતમાં હિન્દુધર્મી સર્વ;
આસો માસમાં આવે વિજ્યા દશમી સંગે દશેરા ઉત્સવ
દીપાવલી બની દીવાળી આવે ફટાકડા ફોડે સર્વ.
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.

==================================

|| આંધળી માનો કાગળ ||

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી !
પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
=======================

1

|| દેખતા દિકરાનો જવાબ ||

ફાટ્યા તુટ્યા જેને ગોદડી ગાભાં, આળોટવા ફુટપાથ ,
આંધળી માનો દેખતો દિકરો કરતો મનની વાત ,
વાંચી તારા દુખડા માડી , ભીની થઇ આંખડી મારી .
પાંચ વરસમાં પાઇ મળી નથી એમ તું નાખતી ધા ,
આવ્યો તે દિ થી હોટલને ગણી છે માડી વિનાની મા ,
બાંધી ફુટપાયરી જેણે રાખ્યો રંગ રાતનો એણે .
ભાણિયો તો માડી થાય ભેળો જે દી મીલો બધી હોય બંધ
એક જોડી મારાં લુગડામાં એને આવી અમીરીની ગંધ ,
ભાડે લાવી લુગડા મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા
દવાદારુ અહીં આવે ના ઢુકડા એવી છે કારમી છે વેઠ
રાત ને દિવસ રળું તોય મારું ખાલી ને ખાલી પેટ ,
રાતે આવે નિંદર રુડી , મારી કને એટલી જ મૂડી!
જારને ઝાઝા જુહાર કહેજે , ઉડે અહીં મકઇનો લોટ ,
બેસવા પણ ઠેકાણું ના મળે ,કૂબામાં તારે શી ખોટ?
મુંબઇની મેડીયું મોટી ,પાયામાંથી સાવ છે ખોટી .
ભીંસ વધી ને ઠેલંઠેલા, છાસવારે પડે હડતાળ ,
શેરનાં કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે .
કાગળનું તારે કામ શું માડી? વાવડ સાચા જાણ ,
તારા અંધાપાની લાકડી થાવાનાં મેં લીધા પચખાણ
હવે નથી ગોઠતું માડી વાંચી તારી આપદા કાળી !
==============================

2

=============================

|| મા બાપને ભૂલશો નહિ ||

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

ૐ નું મહત્વ જૈન દ્રષ્ટીએ

AA   A

|| ૐ નું મહત્વ જૈન દ્રષ્ટીએ||

જૈન ધર્મમા ૐ શબ્દમા પાંચ અક્ષર છે. અ, અ, અ, ઉ અને મ.

૧. “અ” અક્ષર નાં ઉચ્ચારણ થી ભગવાન અરિહંત થાય છે.
૨. “અ” અક્ષર નાં ઉચ્ચારણ થી અશરીરી ભગવાન સિદ્ધ થાય છે.
૩. “અ” અક્ષર નાં ઉચ્ચારણ થી આચાર્ય ભગવંત થાય છે.
૪. “ઉ” અક્ષર નાં ઉચ્ચારણ થી ઉપાધ્યાય ભગવંત થાય છે.
૫. “મ” અક્ષર નાં ઉચ્ચારણ થી મુનિ (સાધુ) ભગવંત થાય છે.

ૐ એ મહામંત્ર નવકારનું ટૂકુ ફોર્મ છે. એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન થાય. આ ૐ શબ્દ (મંત્ર) માં ઉચ્ચ જાગૃત આત્માઓને જ નમસ્કાર લખ્યા છે. જેવા કે ભગવાન મહાવીર, સીમંધર સ્વામી, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ અને ભગવાન શિવ વિગેરે. આ ૐ શબ્દ (મંત્ર) ને કોઈ પંથ, સંપ્રદાય કે ધર્મની સાથે લેવા દેવા નથી.
ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?
આ શક્તિશાળી ૐ શબ્દ (મંત્ર) ના ઉચ્ચારણ (આરાધના) થી સંસાર વ્યવહારની એકથી અનેક મુશકેલીઓ અને અડચણો અચૂકપણે દૂર થશે. આ ૐ શબ્દ (મંત્ર) ખરેખર ચમત્કારીક (અદ્દભુત) છે.

ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય, જગત અને તેની પાછળનું સત્ય, જડ અને ચેતન, આકાર અને નિરાકાર, આ બધું જ ૐમાં સમાયેલું છે.

|| ૐ – ત્રણ અક્ષરો નું મહત્વ ||

ૐ શબ્દ માં ત્રણ અક્ષર છે – ઓ, ઉ અને મ.

1. “ઓ” અક્ષર નાં ઉચ્ચારણ થી ઓજ (શક્તિ) ની વૃદ્ધિ થાય છે કારણ ઉચ્ચારણ કરતી વેળા મૂળબંધ (ગુદા માર્ગ નું સંકોચન) લાગે છે જેનાથી વીર્યની ઉર્ધ્વરેતા (શક્તિ નાં રૂપમાં પરિવર્તન) સ્વયમ થતું રહે છે . લાંબો સમય નાં અભ્યાસ થી મૂળાધાર ચક્ર પ્રવાહિત થાય છે .

2. “ઉ” અક્ષર નાં ઉચ્ચારણ થી ઉદાર શક્તિ નો વિકાસ, ઉડડયન બંધ (પેટ ની અંદર સંકોચન) થી થાય છે, જેનાથી ઉદર (પેટ) સંબંધી બીમારીઓ ધીરે ધીરે જાતેજ સમાપ્ત થઇ જાય છે . થોડો સમય અભ્યાસ કરવાથી માંનીપૂરક ચક્ર પ્રવાહિત થાય છે .

3. “મ” અક્ષર નાં ઉચ્ચારણ થી મસ્તિષ્ક ની શક્તિઓ નો વિકાસ થાય છે કારણ એ સમય મસ્તિષ્ક માં ભમરાનો ગણગણાટ સંભળાય છે જેને ભ્રામરી પ્રાણાયામ કેવાય છે જેને કારણે મસ્તિષ માં એક વિશેષ પ્રકાર નો તરંગ (વેવ્ઝ) ઉત્પન્ન થાય છે જેનાથી મસ્તિષ્ક માં ઝામી ગયેલ વિકાર બહાર નીકળે છે સાથે શૂન્ય પડેલા અવયવ (અંગ) પણ કાર્ય કરવા લાગે છે . ફલસ્વરૂપ મસ્તિષ્ક ની સ્મરણ શક્તિ વધવા માંડે છે . ‘મ’ નાં ઉચ્ચારણ થી સહરાર ચક્ર પ્રભાવિત થાય છે . “ૐ” શબ્દ નો અનેકવાર ઉચ્ચારણ થી એક સાથે પ્રવાહિત થાય છે તો કુંડલીની શક્તિ જાગૃત થાય છે .જેનાથી ઉપર જણાવેલ બધીજ ઉપલબ્ધિઓ સ્વતઃ પ્રાપ્ત થવા લાગે છે.
|| ૐ નો મહિમા અપરંપાર છે ||

“ૐ વૈદિક અનામત ધર્મનો આધાર છે… ૐ ના આધાર વગર ધર્મ અધૂરો છે…”

મહાપુરુષો બોલે છે તેના બે આધાર હોય છે એક અનુભવ અને બીજું શાસ્ત્ર. ઘણીવાર અનુભવ આભાસી હોય છે. દોરડું સાપ લાગે છે એટલે ઘણીવાર ખોટો હોય છે. અનુભવની સાથે શાસ્ત્ર તો હોવું જોઈએ. ઉપદેશ આપનાર પાસે પોતાની અનુભૂતિને શાસ્ત્રનું પ્રમાણ જરૃરી છે. ૐ વૈદિક સનાતન ધર્મનો આધાર છે. એવો કોઈ ધર્મ નથી કે ૐ નો આધાર ન લીધો હોય.

ભાગવત તથા ગીતામાં ૐ ને મહત્વ આપવામાં આવેલું છે. સૃષ્ટિની શરૃઆતમાં પરમાત્માના વિશ્વાસમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો છે તે ૐ છે ઓમ પછી અર્થ પ્રગટ થયેલો ધ્વનિ છે.

ૐ અનાદી અને અનંત ધ્વનિ છે. ઓમ વિષયની ચર્ચા આનુક્ય ઉપનિષદમાં થઈ છે. માનુક્ય ૧ર મંત્રનું સૌથી નાનું ઉપનીષદ છે. ૐ ની વિસ્તાર ચર્ચા પ્રશ્ન ઉપનીષદમાં કરેલ છે. ૧૦૮ ઉપનીષદ છે જેમાં ૧૧ પ્રસિદ્ધ છે.શુભ કર્મમાં પણ અશુભ વાસના હોય છે. ઉત્તર દક્ષિણ આપનાર અંધાર તરફ લઈ જાય છે. ૐ ક્ષતિ તમ્ ઓમમાં એકએક અનુસંધાન કરવા વેદો યજ્ઞ કરે છે એને પામવા માટે સાધુ અને બ્રહ્મચારીઓ તત્ત્વજ્ઞાનીઓ કઠોર સાધના કરે છે.

ૐ એક અક્ષરનો બ્રહ્મ છે. ૐ નો ઉચ્ચારણ કરતા પણ જો શરીરને ત્યાગે તો તેને મોક્ષ મળે છે. ૐ એક અક્ષર ને અનેક અક્ષર વાળો છે. સદ્ગુણ અને નિર્ગુણ બંને ૐમાં સમાયેલા છે. પરીબ્રહ્મ અને અઢટીબ્રહ્મ ૐકાર ચાર અવયવોનો બન્યો છે. અ.ઉ.મ.અ. માત્ર ૐ ઈશ્વરનું પ્રિય નામ છે. શરીરમાં પ૦ % ભાગ પૃથ્વીનો છે બાકી બધા તત્વો ૧ર.પ% છે. માનવના ત્રણ ચક્ષુ છે. ચર્મચક્ષુ, ધર્મચક્ષુ, જ્ઞાનચક્ષુ છે. ૧૪ ભુવનનો એક બ્રહ્માંડ છે. ૐકારથી બનેલું વિશ્વ, બધી જગ્યા એ ૐકાર છે.

|| ૐ ભારતીય ધર્મોનું પવિત્ર પ્રતિક ||

ૐ એ ભારતીય ધર્મો એટલે કે હિન્દુ, જૈન, અને બૌધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. હિન્દુ ધર્મનાં મોટાભાગના મંત્રોની શરૂઆત ૐ થી થાય છે.

સૃષ્ટિના આરંભમાં એક ધ્વનિનું ગૂંજન થયુ ૐ અને આખા બ્રહ્માંડમાં આની ગૂંજ ફેલાય ગઈ. આ શબ્દથી ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્મા પ્રકટ થયા. આથી ૐ ને બધા મંત્રોના બીજ મંત્ર રૂપે અને ધ્વનિયો અને શબ્દોની જનની કહેવાય છે. ૐ શબ્દના નિયમિત ઉચ્ચારણ માત્રથી દેહમાં સ્થાપિત આત્મા જાગૃત થઈ જાય છે.

સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ – ઓમ -માંથી જ થયું છે. ૐ – ઓમ – થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે અને જ્યારે મહા પ્રલય થશે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ૐ – ઓમ -માં જ વિલીન થઈ જશે.

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ – ઓમકાર હું છું.”

ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે.

ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.

માન્ડુક્ય ઉપનિષદમાં ૐ – ઓમ – અને તેના અર્થઘટન વિષે વિવરણ કરવામાં આવ્યું છે.

પરબ્રહ્મ પરમાત્માનું નામ એ જ ૐ – ઓમ – અથવા તો ઓમકાર છે.

ૐ – ઓમ – જ પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છે.

ૐ – ઓમ – ના અ (A), ઉ (U) અને મ (M) માં સ્વર્ગ લોક, મૃત્યુલોક અને પાતાળ લોક સમાવિષ્ટ છે.

જે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળથી પર છે એ જ ૐ – ઓમ – છે.

ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે.

ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.

ૐ ઘ્વનિ અંત:કરણને શુદ્ધ કરે છે, યોગસાધનામાં આવતાં વિધ્નોને દૂર કરે છે અને કુશળતા અર્પે છે. આ ૐ કારની સિદ્ધિ એટલી પ્રબળ છે કે કોઇ ચીજ-વસ્તુ એનાથી દૂર રહેતી નથી, અર્થાત્ સર્વ મંગલકારી કાર્યોમાં એનો જયજયકાર થાય છે.

ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે. ૐના રટણથી પ્રેરણા, શકિત અને બળ મળે છે. ૐના જપથી મન એકાગ્ર બને છે. એ રસ્તો બતાવે છે, રક્ષણ આપે છે, ઊઘ્ર્વારોહણ કરાવે છે, ઘ્યેય સુધી પહોંચાડે છે અને જન્મ-મરણના ફેરાથી પણ છોડાવે છે.

આ ૐકાર વિશે સામવેદ મંત્રઘ્વનિમાં લખ્યું છે કે,

“ૐકાર-પ્રભવા દેવા ૐકાર-પ્રભવા સ્વરા
ૐકાર-પ્રભવાં સર્વ ત્રૈલોક્યં સચરાચરમ”

ૐકારથી જ સર્વદેવતા ઉત્પન્ન થાય છે. ૐકારથી જ સ્વરનિધિની જાગૃતિ છે, ત્રણે લોકમાં સર્વ જીવો, સર્વ પ્રાણીઓનું ચેતન છે. સ્વર્ગ-મૃત્યુ અને પાતાળ અર્થાત્ બ્રહ્માંડનું સ્વરૂપ ૐકારમાં જ સમાયું છે.

સુખમાં કે દુ:ખમાં ૐકારનો સાથ અમૂલ્ય છે, નિર્જન સ્થાનમાં રાહબર સમાન છે. ગૃહસ્થાશ્રમમાં સુખ-શાંતિ, સ્થિરતા અને કાર્યકુશળતા આપે છે. ૐકારનો ઘ્વનિ જ સુખદાયક છે.

 

 

 

 

જ્ઞાન પંચમી – સૌભાગ્ય પંચમી – લાભ પાંચમ

2  1l

|| જ્ઞાન પંચમી – સૌભાગ્ય પંચમી – લાભ પાંચમ ||

જ્ઞાન પાંચમને લાભ પાંચમ અને સૌભાગ્ય પાંચમ પણ કહે છે.

જૈન શાસનમાં જ્ઞાનપંચમી આરાધના સમ્યક્ જ્ઞાન માટે કરવામાં આવે છે. જ્ઞાન મહત્ત્વનો ગુણ છે. જ્ઞાનથી જ વિવેક પ્રગટ થાય છે અને વિવેકથી સુંદર આચરણ વડે સ્વ અને પરનું હિત થાય છે.

આજના દિવસે સમગ્ર જૈન સંઘોમાં જ્ઞાનને વિશિષ્ટ રીતે સજાવવામાં આવે છે. નાનાં ભૂલકાઓથી માંડીને મોટાઓ પણ જ્ઞાનનાં દર્શન અને પૂજનનો લાભ લઈ સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવો સંકલ્પ કરે છે. જ્ઞાનપંચમીએ નાના-મોટા સહુ કોઈએ સંકલ્પ કરવો જોઈએ કે જીવનમાં સમ્યક્ જ્ઞાન અચૂક ભણીશું અને જ્ઞાનની, જ્ઞાનીની તથા જ્ઞાનનાં સાધનોની આશાતના કયારેય નહીં કરીએ.

જ્ઞાન પંચમીના દિવસે જૈન સંઘોમાં રહેલા જ્ઞાનભંડારમાં કબાટ સ્વરછ કરાય છે અને જીવજંતુ ન થઈ જાય તે માટે નિર્દોષ ઔષધિઓ મૂકીને પુસ્તકને સુરક્ષિત કરવામાં આવે છે. સાથોસાથ પુસ્તક, પેન, ઉચિત સ્થાનમાં અર્પણ કરવામાં આવશે.
લાભ પાંચમ એટલે માનવ-દિવાળી અને દેવ-દિવાળીનો સમંવ્ય, સંધિકાળ. માનવો દ્વારા ઉજવવાતી દિવાળીનો પૂર્ણકાળ અને દેવોની દિવાળીની શરુઆત લાભપાંચમથી થાય છે. આ દિવસ શુભ મનાય છે. દીપોત્સવી પર્વ એટલે અધર્મ, અસત્ય અને અત્યાચાર પર વિજય. દેવોની દિવાળીની પૂર્ણાહુતી કારતક સુદ પૂનમે થાય છે. પૌરાણિક કથા મુજબ મહાદેવે કાર્તિક પૂનમે ત્રિપુર રાક્ષસોનો અને તેમનાં ત્રણ રાજ્યોનો નાશ કર્યો હતો. તેથી દેવોએ દીપમાળા પ્રગટાવી આનંદોત્સવ મનાવ્યો હતો. આમ માનવ-દિવાળી અને દેવ-દિવાળીનો હેતુ તો એક જ છે. અત્યાચાર, અધર્મ અને અસત્ય પર વિજય.

કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાલાભપાંચમ ઉત્તમ ગણાય છે. નૂતન વર્ષ, અક્ષયતૃતીયા, વિજયાદશમી, ધનતેરસ, લાભપાંચમ અને ધૂળેટી આ છ દિવસ કાયમી શુભ ગણાય છે તેથી આ દિવસોમા6 પંચાંગ જોવાની આવશ્યકતા નથી હોતી. લાભપાંચમને ‘સૌભાગ્ય પંચમી અથવા શ્રીપંચમી’ પણ કહે છે.

દીપોત્સવ અને લાભ પાંચમના તહેવારો એટલે જૈન અને હિંદુધર્મનો સંગમ પણ ગણાય છે. આ દિવસોની અધિષ્ઠાત્રી દેવી શારદા મનાય છે. દેવી શારદા એટલે લક્ષ્મી અને સરસ્વતી. વૈદિક ધર્મની ‘લાભ પાંચમ’ જૈન ધર્મની ‘જ્ઞાનપંચમી’ મનાય છે.

જૈનધર્મમાં જ્ઞાનદાનને શ્રેષ્ઠદાન ગણાય છે. જ્ઞાનના પ્રભાવથી ક્લેશ, વાસના, રાગદ્વેષ વગેરે નષ્ટ પામે છે. જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી તેથી આજે દેવી સરસ્વતીનું પણ પૂજન કરાય છે

|| શ્રી જ્ઞાનપંચમી ની કથા ||

પદ્મપુર નગરમાં અજીતસેન નામે રાજા રાજ્ય કરતો હતો તેને ચોસઠ કલામાં નિપુણ યશોમતી નામે રાણી તથા વરદત્ત નામે કુમાર હતો. તે કુમારને શુભમુહુર્તે વિદ્યાભ્યાસ કરવા માટે પંડિત પાસે મુક્યો.પંડિત પણ વરદત્તને રાજાનો પુત્ર હોવાથી ખુબ ખંતથી ભણાવવા લાગ્યા. પણ વરદત્તને જરા પણ જ્ઞાન ચડતું નહી એક અક્ષર પણ યાદ રહેતો નહી.યુવાવસ્થા પામતા તે વરદત્ત કુમારને કોઢ નો રોગ થવાથી તે દુઃખમાં દિવસો પસાર કરવા લાગ્યો.

તેજ નગરમાં સાત કોટી સુવર્ણનો માલિક સિહદાસ નામે શેઠ રહેતો હતો.તેને ગુણમંજરી નામે એક પુત્રી હતી.તે જન્મથી રોગી અને મૂંગી હતી અનેક ઉપચાર કરવા છતાં તેને કંઈજ ફરક પડતો નહોતો.તેથી તે દુઃખ ભોગવતી પરણવા યોગ્ય થઇ પણ કોઈ તેને પરણવા તૈયાર થતું નહી.તેથી માબાપ અને પરિવાર બહુ ચિંતિત હતા.

એકવાર ચાર જ્ઞાનના ધણી શ્રી વિજયસેનસૂરિજી તે નગરમાં પધાર્યા.તે વખતે પુત્ર તેમજ પરિવાર સાથે રાજા અને પુત્રી સાથે સિહદાસ શેઠ ગુરુને વંદન કરવા આવ્યા.નગરના લોકો પણ વંદન કરવા આવ્યા.સૌ વંદન કરી પોતાના સ્થાને બેઠા,તે વખતે આચાર્ય મહારાજે ધર્મ દેશના આપતા કહ્યું હે ભવ્ય પ્રાણીઓ ! નિર્વાણને ઈચ્છતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કરવો જોઈએ.જે જીવો જ્ઞાનની મનથી વિરાધના કરે છે તેઓ ભવાંતરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે. જેઓ જ્ઞાનની વચન થી વિરાધના કરે છે તેઓ મૂંગાપણું તેમજ મુખના રોગો પામે છે.તેમજ જયણાં વિના કાયાથી વિરાધના કરે છે તેઓ કૃષ્ટ-કોઢ આદિ રોગો પામે છે.

ગુરૂ મહારાજની દેશના સાંભળી સિહદાસ શેઠે પૂછ્યું હે પ્રભો ! આ મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી રોગી અને મૂંગી થઇ છે ?
ગુરૂ મહારાજે ગુણમંજરીનો પૂર્વભવ જણાવતા કહ્યું ખેટક નામના નગરમાં જિનદેવ નામે ધનવાન શેઠ રહેતો હતો,તેને સુંદરી નામે સ્ત્રીથી પાંચ પુત્રો અને ચાર પુત્રી થઇ.તેઓ ભણવા લાયક થયા ત્યારે શેઠે પાંચેય પુત્રોને ગુરૂ પાસે મુક્યા.તેઓ ભણવાને બદલે પરસ્પર રમત કરતાં અને ગુરૂ ઠપકો આપે અથવા શિક્ષા કરેતો,મા પાસે આવીને ગુરૂ અમને મારે છે ની ફરિયાદ કરતા.આથી માતા ગુરુને ઠપકો આપતી અને છોકરાના પુસ્તકો વગેરે બળી નાખતી.શેઠે આ વાત જાણીને કહ્યું છોકરાઓને અભણ રાખીને શુ કરીશું ? તેમને કન્યા કોણ આપશે ? વ્યાપાર કેવી રીતે કરશે ? આ સાંભળી શેઠાણી બોલ્યા તો તમેજ ભણાવો ને,કેમ નથી ભણાવતા ?

સમય વીતતાં પુત્રો મોટા થયા.અભણ હોવાને કારણે કોઈ તેમને કન્યા આપતું નથી.તેથી શેઠે કહ્યું કે તે જ પુત્રોને ભણવા દીધા નહીં ત્યારે તે શેઠનો વાંક કાઢવા લાગી કે પુત્રો પિતાને સ્વાધીન હોય છે તો તમે તેમને ભણાવ્યા કેમ નહી ? ઉલટો પોતાનો વાંક કાઢતી સ્ત્રી પર ગુસ્સે થઈને શેઠે કહ્યું હે પાપિણી ! પોતાનો દોષ છતાં તુ મારા સામે કેમ બોલે છે ? તે વખતે તે સ્ત્રી બોલી તારો બાપ પાપી.આથી ક્રોધે ભરાયેલા શેઠે તેણીને પથ્થરનો ઘા કર્યો તેથી તે સ્ત્રી મરણ પામી.ત્યાંથી મરણ પામીને તે સ્ત્રી તમારી પુત્રી ગુણ મંજરી થઇ.

ગુરુદેવનો ઉપદેશ સાંભળી ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું,તેથી તેને ગુરુદેવના કહ્યા મુજબ પોતાનો પૂર્વભવ જોયો.અને કહ્યું ગુરુજી આપનું કહેવું સત્ય છે.ત્યાર પછી સિહદાસ શેઠે ગુરુદેવને પૂછ્યું કે મારી પુત્રી નીરોગી થાય એવો કોઈ ઉપાય જણાવો ત્યારે ગુરુએ કહ્યું કે જ્ઞાનપંચમી ની આરાધના કરવાથી તેના રોગો નાશ પામશે.અને તે સુખી થશે.ગુરુદેવના વચન સાંભળી ગુણમંજરીએ જ્ઞાનપંચમી ની આરાધના કરવાનું ગુરુદેવ પાસે સ્વીકાર્યું.અને તેને ત્યારપછી વિધિપૂર્વક પાલન કર્યું.

તે વખતે અજિતસેન રાજાએ પણ ગુરૂ મહારાજને પૂછ્યું હે ગુરુદેવ ! આ મારો પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શકતો નથી તથા કોઢના રોગથી પીડિત છે તેનું શુ કારણ હશે ?તે કૃપા કરી જણાવો,ત્યારે ગુરૂ મહારાજે કહ્યું હે રાજન ! તમારા પુત્રની આવી દશા શાથી થઇ તે માટે તેનો પૂર્વ ભવ સાંભળો :-

શ્રીપુર નગરમાં વાસુદેવ નામે શેઠ રહેતા હતા તેને વસુસાર અને વસુસાર નામે બે પુત્રો હતા.એકવાર બન્ને અશ્વ ક્રીડા કરવાને વન માં ગયા ત્યાં શ્રી મુનિસુંદર નામના સૂરિશ્વરને જોઈને તે બન્નેએ તેમને વંદન કર્યું.ગુરુએ તેમને ધર્મોપદેશ આપ્યો,તેમાં આ ઔદારિક શરીરની નશ્વરતા જણાવી,અને આવી નાશ પામનારી કાયાથી ધર્મ સાધી લેવોજ એક સાર છે.

ગુરુની દેશનાથી બોધ પામી બન્ને ભાઈઓએ માતાપિતાની આજ્ઞા લઇ ચરિત્ર ગ્રહણ કર્યું.તેમાં નાનોભાઈ વાસુદેવ બુદ્ધિશાળી હોવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતાં ઘણા સિદ્ધાંતોનો પારગામી થયો.યોગ્યતા જાણી ગુરુએ તેમને આચાર્ય પદ આપ્યું.વાસુદેવસૂરિ દરરોજ પાંચસો સાધુઓને વાચના આપતાં હતા.

એક વખત વસુદેવસૂરિ સુતા હતા તે વખત એક પછી એક સાધુઓ સંદેહ પુછવા આવ્યા તેમને તેનો અર્થ સમજાવ્યો પણ મનમાં કુવિકલ્પ આવ્યો.તેઓ એ વિચાર્યું કે મારો મોટોભાઈ ભણ્યો નથી. તેથી તે કૃતાર્થથી સુખી છે,તેને નિરાતે ઊંઘવાનું મળે છે,તે મુર્ખ હોવાથી તેને કોઈ કંઈ પૂછતું નથી.તે મરજી મુજબ ખાય છે અને ચિત્તની શાંતિ માં રહે છે.આવું વિચારી તેમને મનમાં નક્કી કર્યું કે હવેથી હું કોઈને ભણાવીશ નહી,નવું ભણીશ નહી અને પછી બાર વર્ષ સુધી મૌન રહ્યા.આ પ્રકારના રૌદ્રધ્યાનમાં પાપની આલોચના વગર મરીને તે વસુદેવસૂરિ તમારા પુત્ર થયા.મોટો ભાઈ વસુસાર મરીને સરોવરમાં હંસ થયો છે.કર્મની ગતિ વિચિત્ર છે.
ગુરુના મુખે પોતાના પૂર્વભવને જણાવનારા વચનો સાંભળી વરદત્તકુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું ક્ષણભર મૂર્છા પામીને સ્વસ્થ થઇ ને કુમારે ગુરુદેવનું વચન સત્ય હોવાનું કહ્યું.અને રોગોનો નાશ કરવાના અને શાંતિ મેળવાના ઉપાય માટે જણાવવા કહ્યું. ત્યારે દયાળુ ગુરૂ ભગવંતે કહ્યું કે તપના પ્રભાવથી રોગો નાશ પામશે અને સુખ શાંતિ થશે.પછી ગુરુદેવ વરદત્તકુમારને પણ જ્ઞાનપંચમીનું તપ કરવા કહ્યું. કુમારે જ્ઞાનપંચમી નું તપ ગુરૂ મહારાજ પાસે અંગીકાર કર્યું.ત્યાર પછી સૌ સ્વસ્થાને ગયા.
વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું તપ કરતા વરદત્ત કુમારના સર્વ રોગો નાશ પામ્યા,શરીર સુંદર થયું.જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી તે સઘળી કળા શીખ્યો,તથા અનેક રાજકન્યાઓ પરણ્યો.રાજાએ વરદત્તકુમારને રાજ્ય સોપી દિક્ષા લીધી.વરદત્તકુમાર પણ લાંબો કાળ રાજ્યનું પાલન કરી છેવટે પુત્રને રાજગાદીએ બેસાડી દિક્ષા લીધી.

ગુણમંજરીના મહારોગો પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા,તેથી તે અતિ રૂપવતી થઇ અને ભારે ઠાઠમાઠથી તેના લગ્ન જીનચંદ્ર કુમાર સાથે થયા.તેને પણ તપનું આરાધન કરી લાંબોકાળ ગૃહસુખ ભોગવીને ચરિત્ર ગ્રહણ કર્યું. અંતે વરદ્ત્ત અને ગુણમંજરી ઉત્કૃષ્ઠ ચારિત્ર પાળી કાળ કરી બન્ને વૈજયંત નામના અનુત્તરવાસી વિમાનમાં દેવ થયા.ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વરદત્તકુમારનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં અમરસેન રાજાને ત્યાં ગુણવતી રાણીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયો. તેમનું નામ શુરસેન પાડ્યું. શુરસેનકુમાર સર્વ કળા શીખી અનેક કન્યાઓ પરણ્યો. અને રાજાગાદીએ બેઠો.એકવાર સિમંધરસ્વામી એ દેશનામાં વરદત્ત કુમાર (શુરસેનનો પૂર્વભવ) નું જ્ઞાનપંચમી આરાધના વૃતાંત કહેતા જ્ઞાન પંચમીનું મહત્યમ સમજાવ્યું.તેથી શુરસેન રાજાએ અનેક લોકો સાથે દસહજાર વર્ષ સુધી રાજ ભોગવી ચારિત્ર ગ્રહણ કર્યું.એક હજાર વર્ષ ચારિત્ર પાળી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.

ગુણમંજરીનો આત્મા દેવલોકમાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં અમરસિહરાજાની અમરાવતી રાણીની કુક્ષિએ પુત્ર પણે ઉત્પન્ન થયો, તેનું નામ સુગ્રીવ પાડ્યું. વીસ વરસની ઉમરે રાજા બન્યા. સુગ્રીવરાજા ઘણી રાજકન્યાઓ પરણ્યા તેમને અનેક પુત્રો થયા. અંતે ચરિત્ર ગ્રહણ કરી. ભવ્ય જીવોને બોધ પમાડતા એક લાખ વર્ષનું ચરિત્ર પાળી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.

આ જ્ઞાન પંચમીને સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ પણ કહેવાય છે.

 

ભાઈબીજ – ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ

E

|| ભાઈબીજ – ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ||

આ દિવસ સંબંધે જૈનોની એવી માન્યતા છે કે, મહાવીર પ્રભુ પાવાપુરીમાં આસો વદિ અમાસની રાત્રે મોક્ષ પધાર્યા. તેમની બહેન સુદર્શનાએ મોટા ભાઈ નંદિવર્ધન રાજાને સમજાવી, આદર સહિત પોતાને ઘેર બોલાવી, ભોજન કરાવી શોક નિવાર્યો, જેથી ભાઈબીજ તરીકે પર્વ પ્રવર્ત્યુ.

“ભાઈબીજ વિશે ૨ માન્યતા છે”

(૧) નરકાસુરનો વધ કરીને આજના દિને કૃષ્ણ દ્વારકા પરત ફરે છે ત્યારે સુભદ્રાજી તેમનું સ્વાગત તિલક કરીને કરે છે અને કૃષ્ણને ભાવતાં પકવાન જાતે રાંધીને ખવડાવે છે…

(2) યમરાજા પોતાની બહેન યમુનાને આપેલા વચનનુ પાલન કરવા ભાઈબીજના દિવસે પોતાના વ્યસ્ત જીવનમાથી સમય કાઢે છે અને તેના ઘરે જમવા જાય છે. યમુના ખુશ ખુશ થાય છે.

ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્‍યા યમદિત્‍યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્‍ણ એક પૌરાણિક કથા છે.

એક દિવસ યમુનાજીએ પોતાના ભાઇ મૃત્‍યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. મૃત્યુદેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને કાપડું કરે છે. સ્‍વાદિષ્‍ટ ભોજનથી ખુબજ પ્રસન્‍નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું. યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્‍યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્‍યારથી યમરાજ દર વર્ષે નિત્‍ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્‍ય સુખની કામના કારતા. આ દિવસે બહેન પોતાના ભાઈને ભોજન કરાવે છે તેનો ચૂડલો અખંડ રહે છે અને ભાઈ પણ લાંબુ આયુષ્‍ય પામે છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની લાંબી આવરદાની કામના કરે છે. આ ભાઈ બીજના પવિત્ર દિવસે આકાશમાં પ્રગટ થતો ચંદ્ર પ્રગતિ અને વિકાસનું પ્રતિકા છે, અમાસના અંધકારમાં ડૂબેલો ચંદ્ર ભાઈબીજના દિવસે ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે અને પોતાના કર્મબળને આધારે દેવાધિદેવ શિવજીના મસ્તિકની શોભાની અભિવૃધ્ધિ કરવા પોતાને યોગ્‍ય બનાવે છે તે જ રીતે જે ભાઈ દુઃખરુપી અંધકારમાં ડૂબેલો હોય તે આ ભાઈ બીજના દિવસે બહેનના હાથનું ભોજન પ્રેમપૂર્વક આરોગીને પોતાના ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે.

આ ભાઈબીજનું વર્તમાન સમયમાં પણ એટલું જ મહત્‍વ છે. જેટલું અગાઉ હતું. ભાઈબીજ ભાઈ તથા બહેન માટે એક ફરજ પણ છે. આ દિવસ નવા સંબંધોના સ્‍વીકાર સાથે ગઈકાલના પવિત્ર સંબંધોને યાદ કરવાનો પણ દિવસ છે. બહેન પયિરનું સર્વસ્‍વ છોડીને પોતાના સાસરે જાય છે. આ દિવસે ભાઈને અચુક યાદ કરે છે, અને તેને ભોજન જમાડી તેના સુખની મંગલ કામના કરે છે તો સામી બાજુ ભાઈએ પ‍ણ તેના બદલારૂપે બહેનના દુઃખોને દૂર કરવાની ફરજ નિભાવવાની છે.

આ ભાઈ બીજ વિશે પુરાણોમાં પણ મહત્‍વ આંકતા કહેવાયું છે કે જે વ્‍યકિત ભાઈબીજના દિવસે બહેનના પ્રેમપૂર્વકના નિમં‍ત્રણને ઠુકરાવીને તેના ઘેર જતો નથી તેના વર્ષભરના તમામ પુણ્‍યો નાશ પામે છે. આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્‍ણ બહેન દ્રૌપ‍દીના ઘેર જમવા ગયેલ. દ્રૌપદીનું એક નામ કૃષ્‍ણા પણ હતું. સંકટ સમયે શ્રી કૃષ્‍ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્‍ય નિભાવેલ. આ દિવસે નૂતનવર્ષ વર્ષ પછી તરત આવતો દિવસે છે, એ ઉપરથી તેનું મહત્‍વ આંકી શકાય છે. જે રીતે બીજનો ચંદ્ર ત્‍યાગ, પુરુષાર્થ અને કર્તવ્‍યનું પાલન કરે છે તે રીતે જો ભાઈ-બહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વિતે આજ છે ભાઈબીજ પાછળનો મુખ્‍ય સંદેશ.

ભાઈબહેનના પ્રેમનો અનોખો તહેવાર એટલે ભાઈબીજ.યમુનાજી યમરાજના નાના બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપ્યું હતું કે જે ભાઈબહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને યમની યાતનામાંથી મુક્તિ મળશે.આમ ભાઈબીજનો દિવસ એ યમુનાસ્નાનનો દિવસ ગણાય છે.

ભારતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં એ દિવસે ગોધન પર્વ પણ ઉજવાય છે. તેમાં ગોબરની માનવ મુર્તિ બનાવીને તેની છાતી પર ઈંટ મુકીને સુહાગણ સ્ત્રીઓ તેને તોડે છે. બપોર પછી બહેન-ભાઈ યમ-યમીની પૂજા કરીને આ પર્વની ઉજવણી કરે છે. ઉત્તર ભારતમાં કેટલાક સ્થાનોએ આ પર્વ ગોવર્ધન પૂજા નામે મનાવાય છે. જેમાં ખેડુતો ઘરના ગાય, બળદ વગેરે પશુઓની પૂજા અર્ચના કરે છે.

જૈનો માટે દિવાળીનું પર્વ એ આત્માના જાગરણનું પર્વ છે

|| જૈનો માટે દિવાળીનું પર્વ એ આત્માના જાગરણનું પર્વ છે ||

“દિવાળીનો દિવસ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક અને ગૌતમસ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકનો પવિત્ર દિવસ છે:
જૈન ધર્મમાં દિવાળીનું પર્વ એક વિશિષ્ટ પર્વ છે. દિવાળીનો દિવસ ભગવાન મહાવીરના નિર્વાણનો દિવસ છે. દિવાળીની રાત્રિએ ભગવાન મહાવીર તેમના આત્મા સાથે રહેલાં ચાર અઘાતી કર્મોને ખપાવીને લોકાગ્ર ભાગે આવેલી સિદ્ધશિલા ઉપર જઈને અવસ્થિત થઈ જાય છે.

તેમનો આત્મા સંસારમાં અવિરત ચાલતા જન્મ-મરણના ચક્કરમાંથી કાયમ માટે મુક્ત થઈને પોતાના સ્વભાવમાં સ્થિતિ કરીને અનંત ચતુષ્ટથીનો આવિર્ભાવ કરે છે. વીર પરમાત્માની સિદ્ધગતિ અને તેમના ચરમ શરીરના વિલયની સ્મૃતિને સુશ્રાવકો દિવાળીમાં ધર્મની આરાધના કરીને મનાવે છે.

દિવાળીની રાત્રિએ ઉપાશ્રયોમાં શ્રાવકો કેવળજ્ઞાનના પ્રતીક તરીકે દીપ પ્રગટાવીને ભગવાન મહાવીરની સિદ્ધગતિનું અભિવાદન કરતાં ખાસ મંત્રનો જાપ કરતાં રાત્રિ વીતાવે છે અને સિદ્ધ ગતિના ભાવ ભાવતા રહે છે.

આમ જૈનો માટે દિવાળીનું પર્વ ધર્મ પર્વ બની રહે છે. ધર્મપ્રેમી જૈનો માટે દિવાળી આત્માના આવિર્ભાવનું પર્વ છે અને તેની આરાધના કરતાં તેઓ તે દિવસે સંયમમાં વર્તે છે.

ભગવાન મહાવીરને નિર્વામ પામવાના બાર વર્ષ પહેલાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. પણ તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ હોવાથી તેને ખપાવા માટે જીવ માત્ર તરફ કરૃણાથી પ્રેરાઈને મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા રહ્યા હતા.

જ્યારે તેમને લાગ્યું કે હવે શરીરનો વિયોગ થવાનો કાળ નજીક આવી ગયો છે ત્યારે તેમણે જનકલ્યાણ માટે સતત સોળ પ્રહર દેશના (ધર્મ પ્રવચન) આપી અને કેટલાય પુણ્યશાળી જીવોએ તેમની અમૃતવાણીનો લાભ લઈને જીવનને સાર્થક કરી લીધું.

અપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં નવપલ્લી અને નવલચ્છિ એવા અઢાર દેશોના રાજાઓ છઠના તપ સાથે પૌષધ લઈને ભગવાન મહાવીરની અંતિમ દેશના સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. દેવલોકમાંથી અસંખ્ય દેવો પ્રભુની વાણી ઝીલવા પૃથ્વી ઉપર ઊતરી આવ્યા હતા.

તેમની અદૃશ્ય ઉપસ્થિતિની અસર પણ વાતાવરણમાં વર્તાતી હતી. ભગવાનની દેશના તેના અંતિમ લક્ષ્ય તરફ જઈ રહી હતી ત્યારે અશ્વિન માસની અમાવાસ્યાની તિથિ હતી મધ્યરાત્રિનો પ્રહર હતો, ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં સ્થિર થયેલો હતો. પ્રભુએ દેશનાનું છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા માંડયું ત્યાં તેમના નિર્વાણકાળની ઘડી નજીક આવતાં દેવલોકમાં ઇન્દ્રોનાં સિંહાસનો કંપવા લાગ્યાં.

આસનો કંપતાં, પ્રભુનો નિર્વાણસમય નજીક છે તેમ જાણીને દેવેન્દ્રો સપરિવાર ભગવાનનાં અંતિમ દર્શન કરવા અપાપાપુરીમાં ઊતરી આવ્યાં.

આમ જૈનશાસન માટે દિવાળીનો દિવસ ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક છે. તે રીતે જૈન માત્ર માટે એ દિવસ અત્યંત મહત્વનો છે.

ધર્મપ્રેમી શ્રાવકો આ દિવસને ખાસ કરીને મધ્યરાત્રિના પ્રહરમાં ભગવાન મહાવીરનું સ્મરણ કરતાં તેમનું ધ્યાન ધરીને જપ કરતાં વીતાવે છે. એ રીતે જૈનો માટે દિવાળી આત્માના અજવાળાનું પર્વ બની રહે છે. આ પર્વ જીવાત્માના ભવભ્રમણના અંતનો અને પંચમ ગતિનો નિર્દેશ કરે છે.

યોગાનુયોગ એવો છે કે દિવાળીની રાત્રે ભગવાન મહાવીર સિદ્ધગતિને પામ્યા તેના થોડાક કલાકોમાં તેમના પ્રથમ ગણધર, ચારજ્ઞાનના ધારક, કેટલીય લબ્ધિઓના સ્વામી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. ગૌતમ સ્વામીના જીવનની વિશિષ્ટતા એવી હતી કે તેમના હાથે જે દીક્ષા લે તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પણ તેમને સ્વયંને કેવળજ્ઞાન થાય નહિ. આ માટે તેમને ઘણો ખેદ રહ્યા કરતો હતો.

આમ કેવળજ્ઞાનના ઊંબરા સુધી આવીને અટકી ગયેલ ગૌતમસ્વામીને, ભગવાન મહાવીરે પોતાનો અંતિમ સમય નજીક છે તેમ જાણીને, નજીકના ગામમાં, દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપવા મોકલ્યા હતા.

તેઓ દેવશર્માને પ્રતિબોધ પમાડીને પાછા ફરતા હતા ત્યાં માર્ગમાં તેમને પ્રભુએ પંચમગતિ – સિદ્ધગતિ પ્રાપ્ત કર્યાના સમાચાર મળતાં તેમને અત્યંત ખેદ થયો અને વિલાપ કરવા લાગ્યા. તે વખતે તેમને લાગ્યું કે પ્રભુએ જાણી જોઈને મને અંતિમ સમયે દૂર રાખ્યો જેથી કેવળજ્ઞાાનની માગણી કરી હું તેમને પજવું નહિ.

આમ વિધ વિધ રીતે વિચારો કરતા તેઓ વિલાપ કરતા હતા ત્યાં તેમના ચિત્તમાં ચમકારો થયો કે પ્રભુ પ્રત્યેના ગાઢ મોહને કારણે હું છેક આવીને અટકી ગયો હતો તે જાણીને જ પ્રભુએ મને અંતિમ સમયે તેમનાથી અળગો રાખ્યો હશે. તેઓ તો વીતરાગી હતા. તેમને મારા માટે ભાવ હતો પણ મને તો તેમના માટે રાગ હતો. મારો રાગ ભલે પ્રશસ્ત હતો પણ હું ન સમજ્યો કે રાગ એ જ દોષ.

આમ ઉહાપોહ કરતાં તેમના આત્મા ઉપરથી મોહના છેલ્લા દલિકો સરી ગયા. ધ્યાનની ક્ષપક શ્રેણી માંડી.

ધ્યાનની ધારાએ ઉપર ચઢતાં ગૌતમસ્વામીએ અંતર મહુરતમાં તેમના આત્માના સર્વસપણાને અવરોધી રહેલાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી દીધો અને તેઓ કેવળી બની ગયા. જે કેવળજ્ઞાન માટે તેઓ જીવનભર ચિંતીત હતા, જેના માટે તેમણે અષ્ટાપદની યાત્રા કરીને ત્યાં પ્રતિષ્ઠિત જિનબિંબોને વંદન કર્યા હતા તે કેવળજ્ઞાન તેમને પળમાં સિદ્ધ થઈ ગયું.

કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ગૌતમસ્વામી પૃથ્વીના પટ ઉપર બાર વર્ષ સુધી ધર્મોપદેશ કરતા રહ્યા અને અનેક જીવોને ધર્મ પમાડતા રહ્યા. ત્યાર પછી રાજગૃહી નગરીમાં બાણું વર્ષની ઉંમરે કેવળજ્ઞાનના પર્યાય સાથે એક માસનું અનસન કરી બાકીનાં અઘાતી કર્મોને ખપાવીને અક્ષય સુખ વાળા મોક્ષપદને પામ્યા અને સિદ્ધશિલા ઉપર સીધાવ્યાં.

પરમાત્મા પ્રતિનો પ્રશસ્ત રાગ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક બની શકે છે એ વાતની આપણને આ પ્રસંગથી પ્રતીતિ થાય છે, તો પછી કેટલાય અપ્રશસ્ત રાગ અને દ્વેષ સાથે આપણને કેવળજ્ઞાન ક્યારે થવાનું તે વાત આપણે વિચારવી રહી.

આમ દિવાળીનો દિવસ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક અને ગૌતમસ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકનો પવિત્ર દિવસ છે. જે જૈનો રાત્રિએ ધર્મની આરાધના કરતાં વીતાવે છે. એ રીતે તેમના માટે દિવાળી એ આત્માના જાગરણનું પર્વ છે.

ધનતેરસ, કાળી ચૌદશ, શુભ દીપાવલી, નુતન વર્ષ અને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ

1

આદરણીય સર્વે વડીલો અને પરમ સ્નેહી શુભેચ્છક મિત્રો,

|| ધન તેરસ, કાળી ચૌદશ, શુભ દીપાવલી, નુતન વર્ષ અને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ ||

ગુજરાતમાં દીપાવલી પર્વની ઉજવણી પાંચ દિવસની હોય છે.સમાજના સૌ પરિવારો પોતાના ઘરોને દિવાઓથી સજાવે છે.ઉમંગના આ સમયે નાના-મોટા સાથે મળી ફટાકડા ફોડી આનંદ પામે છે.

|| ધન તેરસ ||

આસો માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

|| કાળી ચૌદશ ||

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.
આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.

|| દિવાળી ||

દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે.
દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે.અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારત બીજી તિથિ) તે પૂરી થાય છે.

|| જૈન ધર્મમાં દિવાળી ||

બુદ્ધના નિર્વાણની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જૈન ધર્મમાં દિવાળીનું છે.છેલ્લા જૈન તિર્થંકર ભગવાન મહાવીરે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો.

ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે. મહાવીરે અમાસની વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો.ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતા. તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે…

કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: “જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું” (“गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो”).

દિવાળી દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં આવે છે અને આ તારીખને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવે છે.

દિવાળી એ આધ્યાત્મિક, સામાજીક અને વૈચારિક ઉત્સવ છે. આધ્યાત્મિક એટલા માટે કારણ તે દિવસે આપણે પુરુષોત્તમ ને આવકારિએ છિએ. સામાજીક એટલા માટે કે તે દિવસે આપણે હળી મળી જઇએ છિયે. બધો મન મેલ કાઢી નાખિયે છિએ. વૈચારિક એટલા માટે કારણ તે દિવસે આપણે નવા વરસ ની શુરૂઆત પણ કરિએ છિયે.

|| શુભ દીપાવલી અને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ ||

આજથી શરૂ થતું આ નવલું સાલ વિક્રમ સંવત 2071 તમારા માટે ખુબ આનંદ,મસ્તી અને સાકાર સ્વપ્નોનાં ભંડાર લઈને આવે અને આપ સર્વેનું સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ સભર નીવડો એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના…

|| ભાઈ બીજ ||

ભાઈ બીજ અથવા કારતક સુદ ૨ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, આ દિવસે બહેનો પોતાના ભાઈના લામ્બું આયુષ્ય અને સુખભર્યુ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનો ને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેનો ભાઈને પોતને ઘેર ભોજન આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.
પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે ને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.

સૌ મિત્રોને દિવાળી ની શુભકામના અને નવા વરસના સાલ મુબારક સાથે .. અસ્તુ…. સર્વે ભવંતુ સુખી.સર્વે સંતુ નિરામયા…દિલની અનેક શુભેચ્છાઓ…

ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન

1-2   3

|| ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન||

“અંગુઠે અમૃત વસે લબ્ધી તણાં ભંડાર
ગુરુ ગૌતમ્ સ્મરિયે વાંચ્છિત ફલ દાતાર”

ઇ. સ. પૂર્વે ૬૦૭ ની વાત છે. ભારતના મગધ રાજ્યમાં ગોબર ગામમાં વસુભૂતિ અને પૃથ્વી ગૌતમ નામે બ્રાહ્મણ પતિ-પત્ની રહેતા હતા. તેમને ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ દિકરા હતા. ત્રણે દિકરા નાની ઉંમરમાં જ વેદમાં પારંગત હતા અને યજ્ઞયજ્ઞાદિ સારી રીતે કરાવતા. દરેકને ૫૦૦ અનુયાયીઓ હતા.

બાજુના અપાપા ગામમાં સોમીલ નામના બ્રાહ્મણને ત્યાં પવિત્ર યજ્ઞનું આયોજન થયું હતું. યજ્ઞ માટે ચારસો ચાર બ્રાહ્મણો અને અગિયાર વેદ પારંગતોને બોલાવ્યા હતા. ઇન્દ્રભૂતિ ગૌતમ તે અગિયારમાંનો એક તેજસ્વી તારલો હતો. સમગ્ર યજ્ઞની વિધિનું સંચાલન તે કરતો હતો.

આખું નગર આ યજ્ઞમાં ઘેટાં બકરાં હોમવાના હોવાથી રોમાંચિત હતું. સ્વર્ગમાંથી દેવદેવીઓ આકાશમાર્ગે યજ્ઞની આ પવિત્ર જગ્યાએ આવી રહ્યા હતા. ઇન્દ્રભૂતિ મનમાં હરખાતો હતો કે આ યજ્ઞને લીધે લોકો મને સદીઓ સુધી યાદ કરશે. તેણે લોકોને ગર્વથી કહ્યું “જુઓ આકાશમાર્ગેથી દેવદેવીઓ આપણા યજ્ઞમાં આવી રહ્યા છે.” દરેક જણા આકાશ તરફ મીટ માંડી રહ્યા.

બધાંના આશ્ચર્ય વચ્ચે આકાશી તત્ત્વો તેમની યજ્ઞ ભૂમિ પાસે ન રોકાતા મહાસેન જંગલ તરફ ગયા. ઇન્દ્રભૂતિએ તપાસ કરી તો ખબર પડી કે હમણાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીર સ્વામી સામાન્ય લોકોની જનભાષામાં અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં-વ્યાખ્યાન આપવાના છે.

આકાશી તત્ત્વોએ તેના યજ્ઞને પ્રાધાન્ય ન આપ્યું તેથી તે છંછેડાયો. તે ગુસ્સાથી વિચારવા લાગ્યો, “આ મહાવીર છે કોણ જેને પોતાનું વ્યાખ્યાન આપવા જેટલી પણ સંસ્કૃત ભાષા નથી આવડતી?” એણે નક્કી કર્યું કે હું મહાવીર સાથે વાદ-વિવાદ કરીશ અને તેમને હરાવીશ. મારું સર્વોપરિપણું હું પુરવાર કરીશ. આમ વિચારી તે ૫૦૦ શિષ્યો સાથે મહાવીરની સભામાં આવ્યો.

મહાવીર આ અગાઉ ક્યારેય ઇન્દ્રભૂતિને મળ્યા ન હતા. છતાં તેમણે ઇન્દ્રભૂતિને નામ દઈને આવકાર્યો. ઘડીભર તો તે ઝંખવાણો પડી ગયો. પણ પછી વિચાર્યું, “હું તો પ્રખર પંડિત છું માટે મને તો બધા જ ઓળખે.” ભગવાન મહાવીરે તો ઇન્દ્રભૂતિના મનમાં ચાલતા આત્મા વિશેના તમામ સંશયો કહી બતાવ્યા.

મહાવીરે કહ્યું, “ઇન્દ્રભૂતિ, તને આત્માના અસ્તિત્વ વિશે શંકા છે?” તેમણે કહ્યું, “આત્મા છે જ અને તે શાશ્વત છે. ભગવાન મહાવીરે હિંદુ વેદના અનેક અવતરણો ટાંકીને આત્માના અસ્તિત્વ વિશેની શંકા નિર્મૂળ કરી. ઇન્દ્રભૂતિ તો મહાવીરનું વેદ વગેરેનું જ્ઞાન જોઈને ચોંકી જ ગયો. તે જાગ્રત થયો અને સમજાયું કે પોતે પોતાની જાતને મહાન પંડિત માનતો હતો પણ તે અપૂર્ણ જ હતો ત્યાં ને ત્યાં જ તે મહાવીરનો પહેલો અને પટ્ટ શિષ્ય બની ગયો. આ સમયે ઇન્દ્રભૂતિ ૫૦ વર્ષનો હતો અને ગૌતમ વંશનો હોવાથી તે ગૌતમસ્વામી કહેવાયો.

સોમીલ અને બીજા દસ પંડિતો ઇન્દ્રભૂતિ વિજયી થઈને પાછો જ આવશે. એવી આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. પણ ઇન્દ્રભૂતિ મહાવીરનો શિષ્ય થઈ ગયો છે એવા સમાચાર મળતાં તેઓ આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયા. બાકીના દસ વિદ્વાનો પણ મહાવીરને હરાવવાના આશયથી વાદ-વિવાદ માટે ગયા. તેઓ પણ મહાવીરના શિષ્યો બની ગયા. આ બનાવથી સોમિલ પણ યજ્ઞની વિધિ રદ કરી બધા પશુઓને છોડી મૂકી ત્યાંથી ખિન્ન મને પલાયન થઈ ગયા. આ અગિયાર વિદ્વાનો એ જ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્યો થયા. પાછળથી તેઓ અગિયાર ગણધર કહેવાયા.

|| આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન ||

ગૌતમ સ્વામી પાંચ મહાવ્રતોનું પાલન કરતા જૈન સાધુનું જીવન જીવી રહ્યા હતા. એક દિવસ એવું બન્યું કે તેઓ ગોચરી લઈને પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં ઘણાં માણસો આનંદ શ્રાવક નામના સામાન્ય માણસને પગે લાગી રહ્યા હતા. ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવકની ખબર પૂછી અને તેના ખાસ જ્ઞાનની પૂછપરછ કરી. ખૂબ જ વિવેકથી આનંદે જવાબ આપ્યો કે ગુરુવર્ય મને અવધિજ્ઞાનની શક્તિ મળેલી છે. જેના આધારે હું ઉંચામાં ઉંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકું છું. ગૌતમસ્વામીએ આનંદને સમજાવ્યું કે સામાન્ય શ્રાવકને અવધિજ્ઞાન થાય પણ આટલી હદ સુધી ના થાય. તેથી તું ખોટું બોલ્યો તેનું તારે પ્રાયશ્ચિત કરવું પડશે. આનંદ ગુંચવાડામાં પડી ગયો. પોતે જાણે છે કે પોતે સાચો જ છે પણ ગુરુ એ માનવા તૈયાર જ નથી. તેના સાચાપણા માટે શંકા કરે છે. અને પ્રાયશ્ચિત કરવાનું કહે છે. તેથી તેણે ખૂબ જ નમ્રતાથી ગુરુને જવાબ આપ્યો, “ગુરુજી સાચું બોલનારે પ્રાયશ્ચિત્ત કરવું પડે?” ગૌતમ સ્વામી પણ ગુંચવાયા અને જણાવ્યું કે કોઈપણ સત્ય બોલનારે પ્રાયશ્ચિત્ત ન કરવું પડે. આ ગુંચવાડાનો નિવેડો લાવવા ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે ગયા.

ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને આનંદને પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાનની વાત કરી. મહાવીરે જણાવ્યું, “હે ગૌતમ, આનંદ સાચું જ કહે છે. તે ઊંચામાં ઊંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકે છે. કો’કને જ આવી અવધિજ્ઞાનની શક્તિ મળે. ખરેખર તો આનંદના જ્ઞાનની શંકા કરી તે તારી ભૂલ છે.” મહાવીરે સત્યનું મહત્ત્વ સમજાવ્યું. તેઓ પોતાના શિષ્યોને ક્યારેય ખોટા રસ્તે દોરતા નહીં. ગૌતમસ્વામી પોતાના આશ્રમમાં બેસી પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યા. અને તરત જ આનંદ પાસે જઈ પોતાની ભૂલની માફી માંગી.

બીજા એક પ્રસંગે એવું બન્યું કે ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પર આવેલા ૨૪ તીર્થંકરોના દર્શને ગયા. ચઢવા માટે પર્વત ખરેખર અઘરો હતો. તલેટીમાં ૧૫૦૦ વનવાસી સંન્યાસીઓ પર્વત ચઢવાના પ્રયત્નો કરતા હતા પણ એમને સફળતા મળતી નહીં. ગૌતમ સ્વામી સહેલાઈથી ચઢી ગયા. તે જોઈને સંન્યાસીઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. અને તેમના શિષ્યો થવાનું નક્કી કર્યું. ગૌતમ સ્વામીએ તેમને સાચો ધર્મ અને પરમ સુખ પામવાનો સાચો રસ્તો બતાવ્યો. અને તેમને શિષ્યો તરીકે સ્વીકાર્યા. ૧૫૦૦ સંન્યાસીઓ જૈન સાધુ બની ગયા. ગૌતમ સ્વામીને ખ્યાલ આવી ગયો કે તેઓ ખૂબ જ ભૂખ્યા છે. પોતાના નાના પાત્રમાંથી સહુને ભરપેટ ખીર ખવડાવી.

બધાંને ખૂબ જ નવાઈ લાગી કે આવડા નાના પાત્રમાંથી આટલી બધી ખીર કેવી રીતે મેળવી શકાય? ગૌતમ સ્વામીને અક્ષી મહાંસી લબ્ધિ હતી તેથી નાના પાત્રમાંથી સહુને ખીર ખવડાવી શક્યા. સહુને ખવડાવતા સુધી તેમણે તેમનો અંગૂઠો પાત્રમાં જ રાખ્યો કારણ કે તેમાંથી ગુપ્ત શક્તિ પ્રગટ થતી હતી.

સમય જતાં ગૌતમસ્વામીના તમામ શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. તેમને ચિંતા થવા લાગી કે આખી જિંદગીમાં મને કેવળજ્ઞાન નહીં મળે તો? એક દિવસ એમણે ભગવાન મહાવીરને પૂછ્યું કે મારી સાથે બીજા દસ વિદ્વાનો દીક્ષા અંગીકાર કરી આપના શિષ્ય થયા હતા. તેઓ બધાંને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તો મને કેમ નહીં? ભગવાન મહાવીરે કહ્યું કે મારા પ્રત્યેના અતિશય સ્નેહના કારણે આમ બન્યું છે. કેવળજ્ઞાન મેળવવા માટે તારે તમામ પ્રકારની માયામાંથી મુક્ત થવું પડશે. તારા ગુરુની માયા પણ છોડવી પડશે.

એક દિવસ ભગવાન મહાવીરે બાજુના ગામમાં રહેતા દેવશર્મા નામના પોતાના શિષ્યને ઉપદેશ આપવા માટે ગૌતમને મોકલ્યા. એ દિવસ ભગવાન મહાવીરનો નિર્વાણનો દિવસ હતો. પાછા ફરતા રસ્તામાં જ ગૌતમસ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણના સમાચાર મલ્યા. ગૌતમ સ્વામી આઘાત પામ્યા, અને વિલાપ કરવા લાગ્યા. “ભગવાન મહાવીરને ખબર હતી કે આ એમનો આ પૃથ્વી પરનો છેલ્લો દિવસ હતો તો મને શા માટે દૂર મોકલ્યો?” ગૌતમના આંસુ રોકાતા નથી તે વિચારે છે કે મહાવીર નથી એટલે હવે મને કેવળજ્ઞાન તો નહીં જ મળે. પછી થોડી જ વારમાં તેમને સમજાયું કોઈ અમર તો છે જ નહીં. કોઈ સંબંધો કાયમી નથી તો પછી મારે મહાવીર પ્રત્યે આટલી બધી લાગણીથી શા માટે બંધાવું? હું પોતે ખોટો હતો. મહાવીર પ્રત્યેની તમામ માયા સાપની કાંચળીની જેમ ઉતારી દીધી. આ પ્રકારના ઊંડા ચિંતન દરમિયાન ગૌતમસ્વામીએ પોતાના ઘાતી કર્મોનો નાશ કર્યો અને તુરત જ ૮૦ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૯૨ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા.

હિંદુ પંચાંગ પ્રમાણે દિપાવલીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને નવા વર્ષના પહેલા દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું.

ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન

4

|| ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન ||

જૈનત્વમાં કેવળ જ્ઞાન (પ્રાકૃતઃकेवल णाण) અર્થાત્ “સંપૂર્ણ જ્ઞાન”, એ કોઈ આત્મા દ્વારા મેળવી શકાતું ઉચ્ચત્તમ્ કક્ષાનું જ્ઞાન છે જે વ્યક્તિ આ જ્ઞાન મેળવે છે તેમને કેવળી કહેવાય છે. જેના સમનાર્થ અરિહંત, જિન (જીતનાર), ને લાયક આદિ થાય છે. તીર્થંકર એ એવા કેવળી છે કે જેઓ જૈન દર્શન શીખવે છે અને જૈન ધર્મની સ્થાપના કરે છે.

જૈન દર્શન અનુસાર કેવળ એવી આત્મીક સ્થિતી છે જેમાં જીવ (ચેતના), દેહ દમન આદિ ક્રિયાઓ દ્વારા રહેલા કર્મોને બાળી અજીવથી વિયુક્ત થઈ જાય છે અને જીવન મરણના અનંત ચક્રો માંથી મુક્ત થઈ જાય છે. આ રીતે કેવળ જ્ઞાન નો અર્થ સ્વ અને અન્ય વિષેનું અનંત જ્ઞાન એવો થાય છે કે જેને ઘાતીય કર્મોના ક્ષય દ્વારા મેળવી શકાય છે. જે આત્મા આ સ્થિતી કે જ્ઞાન પામે છે જીવન કાલના અંતે તે મોક્ષ કે મુક્તિ પામે છે.

|| જ્ઞાન ||

જૈનત્વ અનુસાર, પવિત્ર અને પોર્ર્ણ જ્ઞાન એ આત્માનો આંતરિક ગુણ છે. પરતું વિવિધ પ્રકારના જ્ઞાનાવરનીય કર્મોને કારણે આત્માનો આ જ્ઞાનગુણ આચ્છદિત થઈ જાય છે ઢંકાઈ જાય છે. નીચે જ્ઞાનના પ્રકાર દર્શાવેલા છે.

* મતિ જ્ઞાન : પાંચ ઈંદ્રીયો દ્વારા મેળવાતું જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મ (મતિ કર્મ)
* શ્રુત જ્ઞાન : ચિન્હો મુદ્રાઓ, ભાષા, શબ્દો, લેખન, મુદ્રા,ઈશારાઓ આદિ પર અધારિત જ્ઞાન. જ્ઞાનવરનીય કર્મ (શ્રુત કર્મ)
* અવધિ જ્ઞાન : ઈંદ્રિયના ઉપયોગ વિના પ્રાપ્ત થતું દૂરની વસ્તુ જણાવતું ભૌતિક વસ્તુ સંબંધીત ગહન જ્ઞાન. અવધિ જ્ઞાનાવરણીય કર્મ
* મનઃપર્યવ જ્ઞાન : ઈંદ્રિયના ઉપયોગ વિના અન્યના મનની વાત , વિચારો આદિની જાણ આપતું ગહન જ્ઞાન. મન જ્ઞાનાવરણીય કર્મ
* કેવળજ્ઞાન : અમર્યાદિત, પૂર્ણ, સીધું સર્વજ્ઞ, સર્વોચ્ચ કક્ષાનું જ્ઞાન કેવળ જ્ઞાનાવરણીનીય કર્મ

જ્યારે અન્ય પ્રકારના લૈકિક જ્ઞાનમાં કોઈ ભૂલ ચૂક રહી જવાનું શક્યતા છે ફક્ત કેવળ જ્ઞાન શરત ચૂક રહિત પૂર્ણ જ્ઞાન છે.

|| કેવળ જ્ઞાનના બે પાસા ||

કેવળજ્ઞાનના બે પાસા છે: ‘સ્વ’નું સંપૂર્ણ જ્ઞાન અને સર્વજ્ઞતા, અને ‘પર’નું સમ્પૂર્ણ જ્ઞાન.

જે વ્યક્તિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે આત્માનું ખરું સ્વરૂપ ઓળખી શકે છે.તે પોતાના આત્માના ખરા સ્વરૂપમાં રાચતો રહે છે. તેને કોઈ કામના રહેતી નથી અને તે વિશ્વની સર્વ ભૌતિકતા અને સાંસારિક ક્રિયાઓથી વિરક્ત હોય છે કેમકે તેણે આત્માની સર્વોચ્ચ વસ્તુ પ્રાપ્ત કરી લીધી હોય છે.

બીજા અર્થે, કેવળ જ્ઞાન એટલે સંપૂર્ણ વિશ્વની સૌ વસ્તુઓનું સંપૂર્ણ જ્ઞાન.

અમુક જૈન ગ્રંથો મહાવીરની સર્વજ્ઞતાને આ રીતે બતાવે છે.

જ્યારે સંયમી ભગવાન મહાવીર જિન કે અરિહંત બન્યાં, ત્યારે તેઓ કેવલી હતાં, સર્વજ્ઞ હતાં તેઓ દરેક પદાર્થનું સ્વરૂપ સમજતાં હતાં ; તેઓ સમગ્ર વિશ્વ, પ્રભુનું, માણસોનું દેવનું, દાનવોનું સ્વરૂપ જાણતા હતાં: તેઓ ક્યાંથી આવ્યાં, ક્યાં જશે, તેમનો પછીનો જન્મ કઈ યોનિમાં થશે દેવ રૂપે, માણસ રૂપે, કે પ્રાણી રૂપે તે સ્વર્ગમાં જશે કે નર્કમાં , તેમના મનના વિચારો, વાતો, ખોરાક, ક્રિયાઓ, ઈચ્છાઓ , ખુલ્લા કે ખાનગી કાર્યો; તે કે જેઓ અરિહંત છે, તેમનાથી કોઈ વાત અજ્ઞાત નથી, તેઓ સમગ્ર વિશ્વના જીવોના વિચારો, વાતો આદિ કોઈ પણ ક્ષણે જોઈ શકે છે.

|| મહાવીરનું કેવળજ્ઞાન ||

એમ મનાય છે કે કેવળજ્ઞાન મેળતા પહેલાં ભગવાન મહાવીરે ૧૨ વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી.

“તેરમા વર્ષના,ઉનાળાના બીજા મહિનામાં, ચોથા પખવાડીયા,વૈશાખ મહિનાના શુક્લ પક્ષના, દસમા દિવસે, જ્યારે પડછાયો પૂર્વ તરફ નમ્યો અને પ્રથમ પ્રહર પૂર્ણ થઈ ગયો , તેવા સુવ્રત દિવસે, વિજય મહૂરતમાં, જ્રુંબકગ્રામમાં, રુજુવાલિકા નદીને કિનારે, પ્રાચીન મંદિરથી વધુ દૂર નહીં, શ્યામક નામના ગાથાપતિના ખેતર ,સાલના વૃક્ષ નીચે, જ્યારે ચંદ્ર ઉત્તરફાલ્ગુની નક્ષત્રમાં હતો,ત્યારે (આદરણીય) ગોદુહીકા આસને ધ્યાનસ્થ હતાં, તેમને પાણી વિનાનો અઢી દિવસનો ઉપવાસ હતો, ઊંડા ધ્યાનમાં મગ્ન હતાં, ત્યારે તેઓ જ્ઞાનના સર્વોચ્ચ શિખર કેવળ જ્ઞાન પામ્યાં।

કોઈ એક તીર્થંકરના જીવનમાં ઘટતી પાંચ મુખ્ય ઘટનાઓમાં કેવળજ્ઞાન પણ એક ઘટના છે. આ ઘટનાને જ્ઞાન કલ્યાણક કહે છે. આની ઉજવની કરવા સર્વ દેવલોકના દેવો આવે છે. ભગવાન મહાવીરના કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવવા પણ દેવો આવ્યાં હતાં જેમણે સમોસરણ (તીર્થંકરની ઉપદેશ સભા) ની રચના કરી હતી.

|| કેવળ જ્ઞાન અને મોક્ષ ||

કેવળજ્ઞાન અને મોક્ષ એક બીજાથી સંલગ્ન છે મોક્ષ અથવા મુક્તિ માત્ર તેમના દ્વારા જ મેળવી શકાય છે જેઓ કેવળ જ્ઞાની હોય. કેવળી આત્મા નિર્વાણ પછી સિદ્ધ બને છે અને જીવન મરણના ચક્રોમાંથી મુક્તિ મેળવે છે.મુક્તિની આ સ્થિતી શાશ્વતી હોય છે.

|| વિતરાગ ||

જૈન દર્શન અનુસાર વિતરાગી દશા અને સર્વજ્ઞતા વચ્ચે સીધો સંબંધ છે. ધ્યાનના ઉચ્ચતમ સ્તરે સૌ પ્રથમ આત્મા વિતરાગ દશા મેળવે છે જેની અસર હેઠળ આત્મા સ્વપ્રત્યે ના આકર્ષણ સિવાય વિશ્વની તમામ વ્યક્તિ કે વસ્તુઓ પરનો આકર્ષણ કે મોહ ત્યાગે છે. એક વખત અ ભાવનામાં સ્થિર થતાં સર્વજ્ઞતા આવે છે. આમ એટલા માટે સર્વજ્ઞતા એ આત્માનો મૂળ ગુણ છે જે ૮ કર્મોની હાજરીને કારણે રુંધાઈ જાય છે. વિતરાગ દશા પમાતા ૪ ઘાતીય કર્મોનો ક્ષય થઈ જાય છે તે આત્માથી હમેંશ માટે છૂટા પડી જાય છે. આમ, ઘાતીય કર્મો આત્મા થી દૂર થયેલ હોવાથે આત્મા પોતાના સહજ ગુણ અર્થાત સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી લે છે.

|| કેવળજ્ઞાનની પ્રાપ્તિ એટલે શું ||

જે કર્મ આત્માના અનંત જ્ઞાન ગુણનો હ્રાસ કરે છે, ક્ષીણ કરે છે તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે

જૈન દર્શનના અણમોલ તત્ત્વજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં કર્મ વિજ્ઞાનનો સંવાદ આપણે કરી રહ્યા છીએ. કર્મવિજ્ઞાન અંતર્ગત આયુષ્ય કર્મનો સુંદર પરિચય કર્યો. આયુષ્ય કર્મ અઘાતી કર્મોના વિભાગમાં આવે છે. આયુષ્ય કર્મના પરિચય પૂર્વે ઘાતી કર્મનો પરિચય શ્રી આગમ સૂત્રોમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે, પરંતુ આયુષ્યની ક્ષણભંગુરતા તથા પ્રત્યેક સમયે રાખવાની જાગૃતિ પ્રત્યેની સભાનતાને સમજવા માટે અપવાદિક પ્રયત્ન કર્યો. આ અધ્યાયથી શેષ સાત કર્મોને સમજીએ.

જે કર્મો આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે અથવા ક્ષીણ કરે છે. તેને ઘાતી કર્મો કહેવામાં આવે છે. ઘાતી કર્મોમાં સૌ પ્રથમ જ્ઞાનાવરણીય કર્મનો વિશેષ પરિચય કરીશું. જે કર્મ આત્માના અનંત જ્ઞાન ગુણનો હ્રાસ કરે છે, ક્ષીણ કરે છે તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મને ચક્ષુ પર બાંધેલા આવરણની ઉપમા આપવામાં આવી છે. આંખ પર બાંધેલા આવરણના કારણે, દૃષ્ટિ સમક્ષનો પદાર્થ જેમ સ્પષ્ટ દૃશ્યમાન થતો નથી તે પ્રમાણે જ જ્ઞાનાવરણીય કર્મ પદાર્થનો યથાર્થ બોધ કરાવતો નથી. સંસારના સર્વે પદાર્થોમાં બે પ્રકારના ધર્મો છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. આ કોઈક પદાર્થ છે એવો સામાન્ય બોધ થાય તેને સામાન્ય ધર્મ કહેવાય છે અને આ પદાર્થ એ ઘટ છે અથવા પટ છે એવો વિશેષ પરિચય થાય તેને વિશેષ ધર્મ કહેવાય છે. તે પ્રમાણે પદાર્થ, દ્રવ્યના ધર્મોને જાણવાની આત્માની શક્તિ પણ બે પ્રકારની છે. સામાન્ય ધર્મને જાણવાની શક્તિને દર્શન કહેવાય છે અને વિશેષ રૂપે જાણવાની શક્તિને જ્ઞાન કહેવાય છે. આ શક્તિને આવરણ કરતાં કર્મોને અનુક્રમે દર્શનાવરણીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.

જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. પ્રથમ બે જ્ઞાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મન અને ઇન્દ્રિયની મદદથી થાય છે, તેથી તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. જ્યારે શેષ ત્રણ અવધિજ્ઞાન સહિતના પંચેન્દ્રિય જીવો નિવાસ કરે છે. આ જીવોના મનોગત ભાવ, મનના ભાવ જાણવાની શક્તિ આ મનઃપર્યવ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. વિશેષ સાધના દ્વારા, ચારિત્ર, મુનિપણું પામેલા મુનિ ભગવંતોને આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.

પંચમ જ્ઞાન એટલે કેવળજ્ઞાન. જૈન ભૂગોળમાં વર્ણવેલા સમગ્રલોક (ઊર્ધ્વ, મધ્ય, અધોલોક) તથા તેના બાહ્ય વિભાગ અલોકમાં આવેલા સર્વે પદાર્થો, દ્રવ્યોના ભૂત, વર્તમાન તથા ભાવિ કાળના સર્વે પર્યાયો આદિનું જ્ઞાન એટલે કેવળજ્ઞાન. આ જ્ઞાન પ્રત્યક્ષ છે અને તેના કોઈ વિભાગ નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વે જ્ઞાની ભગવંતોને તે સમાન રૂપે થતું હોય છે. તે જ્ઞાન પ્રાપ્ત કરનારને સર્વજ્ઞા ભગવંત કહેવાય છે. આત્માના જ્ઞાન ગુણને આવરણ કરનાર, જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થાય છે ત્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૂર્વેના અધ્યાયમાં વિજ્ઞાને પ્રસ્તુત કરેલા કારણ, કાર્યના સિદ્ધાંત દ્વારા જીવ દ્રવ્ય અને કર્મના અસ્તિત્વને આપણે સમજ્યા હતા અને તેથી આ જ્ઞાન શ્રદ્ધાગમ્ય ઉપરાંત તર્કસંગત પણ છે.

જ્ઞાનના આ પાંચ વિભાગને અનેક પ્રકારે જૈન દર્શનમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. કેવળજ્ઞાન સિવાયના પ્રથમ ચાર મતિ, શ્રુત, અવધિ તથા મનઃપર્યવ જ્ઞાનને જૈન પરિભાષામાં ક્ષાયોપશમિક પ્રકારના પણ દર્શાવવામાં આવ્યા છે. આ ચાર જ્ઞાનને આવરણ કરતાં જે તે પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો જેટલી માત્રામાં આપણે ક્ષય, નાશ કરીએ તેટલી માત્રામાં તે પ્રકારનાં આ જ્ઞાન પ્રાપ્ત થતાં હોય છે. પાંચમું કેવળજ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય, નાશ પશ્ચાત્ પ્રાપ્ત થાય છે તેથી તે શ્રાયિક શાશ્વત પ્રકારનું જ્ઞાન કહેવાય છે. આ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પુનઃ આવરણ પામતું નથી. આત્માના મૂળ અનંત જ્ઞાન ગુણની સંપૂર્ણ પ્રાપ્તિ એટલે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ. આ જ્ઞાન પ્રાપ્ત કરનાર જીવના સંસાર પરિભ્રમણ કરાવનાર કર્મોનો સંપૂર્ણ નાશ, ક્ષય થાય છે અને તેથી કારણ શૂન્ય થવાથી પરિણામ સ્વરૂપ સંસાર પરિભ્રમણ પણ શૂન્ય બને છે. તે આત્મા શાશ્વત એવી મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરે છે.

આવા જ્ઞાન ગુણને પ્રાપ્ત કરવા જ્ઞાનાવરણીય કર્મના ઉપાર્જન, બંધ માટેના કારણભૂત જ્ઞાન, તેને પ્રાપ્ત કરાવનાર જ્ઞાનનાં સાધનો તથા તે જ્ઞાનને પ્રાપ્ત કરનાર જ્ઞાનીજનોની આશાતના અવહેલનાનો ત્યાગ કરી બહુમાન કરીએ એ અધ્યાયનો સંદેશ છે.