દેવાધિદેવ મહાદેવનાં મંગલ સ્વરૂપ

1

|| દેવાધિદેવ મહાદેવનાં મંગલ સ્વરૂપ ||

સૃષ્ટિની રચનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ભૂમિકા શક્તિ તત્ત્વ સાથે સંકળાયેલી છે. બ્રહ્મા સર્જન, વિષ્ણુ પોષણ અને મહેશની સંહારાત્મક ભૂમિકા હોવાને કારણે દેવાધિદેવ મહાદેવનું સ્થાન વિશિષ્ટ છે, જેથી દેવતાઓના તમામ અવતારોએ મહાદેવની પૂજા કરી ભોળા શંભુને રીઝવ્યા છે. ઋષિ મુનિઓએ પણ મહાદેવને રીઝવી અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પ્રાપ્ત કરેલ છે. જળના એક લોટાથી રિઝનાર ભોળા શંભુનો સૌથી વધુ લાભ રાક્ષસોએ ઉઠાવ્યો છે. ભક્તોને શીઘ્ર પ્રસન્ન થનાર ભોળાનાથનું એક નામ આશુતોષ છે. આશુતોષ એટલે જલદી પ્રસન્ન થનાર. ભવાની શંકરની કૃપા વિના અનુગ્રહ થતો નથી. સંસારના ગુરુ શંકર સર્વદા કલ્યાણ કરવાવાળા છે. તેમનું સ્વરૂપ અને મહિમા ભક્તજનોએ સમજવા જેવો છે.

(૧) ત્રિનેત્રઃ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ ત્રણ નેત્ર છે. અગ્નિની વ્યાપ્તિ સૂર્ય મંડળમાં છે, જે તેમનું મસ્તક છે.
(૨) સોમ, ચંદ્રઃ સોમની ત્રણ અવસ્થા છે. સોમ અપ વાયુ છે. મસ્તક ઉપર ચંદ્રની કમળમાં જટા અને ગંગાજી છે. શિવજીનું નામ વ્યોમકેશ છે. આકાશ વાયુ રૂપથી વ્યાપ્ત હોઇ અાકાશ જટા છે.
(૩) ત્રિશૂળઃ દુષ્ટોનું દમન કરી આદ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણેય તાપોનું નાશ કરનારું ત્રિશૂળ શિવ શક્તિનું અમોઘ શસ્ત્ર છે.
(૪) ડમરુંઃ નાદ બ્રહ્મનું પ્રતીક અને શિવ તાંડવનું વાદ્ય છે.
(૫) મૃગચર્મઃ કૃષ્ણ મૃગ યક્ષનું સ્વરૂપ છે. ચંચલતા નષ્ટ કરી કાર્યસિદ્ધિ આપનારું છે. જેથી શિવે આસનરૂપે ધારણ કરેલ છે.
(૬) વ્યાઘાંબરઃ નૃસિંહ અવતારની યાદમાં ભગવાનના દેહની ખાલ ધારણ કરી છે.
(૭) સર્પ ધારણઃ શિવજીના મંગળ તેમજ અમંગળ બંને સ્વરૂપ છે. શિવજી સંહારકર્તા હોવાથી સંહારની સામગ્રીરૂપે સર્પ ધારણ કરેલ છે. સર્પ કુંડલિનીના આકારરૂપે સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે. વેદોમાં તેને નાગ સર્પના વ્યવહાર તરીકે વર્ણવેલ છે, જેથી શિવજીએ કુંડલીની જ્ઞાનના પ્રતીકરૂપે, તમોગુણ અને દુર્ગુણોના સંહારાર્થે સર્પ ધારણ કરે છે.
(૮) મુંડમાલાઃ જગદંબાના આર્વિભૂત ૧૦૮ અવતારોના મસ્તકની ખોપરીમાં જ્ઞાનનો ભંડાર ભર્યો છે. વળી તે દ્વારા મૃત્યુનું પળેપળ સ્મરણ થાય છે. સૃષ્ટિના અંતે શિવજી જ રહે છે, જેથી તેમણે મુંડમાલા સહિત સ્મશાનવાસ જ પસંદ કરેલ છે.
(૯) શ્વેતવર્ણઃ જ્ઞાનસ્વરૂપ છે. કૃત્રિમ નથી. નિર્લેપતાની નિશાની છે. તેના પર ગમે તેવો રંગ ચઢી શકે છે એટલે શિવજીએ હિમાચ્છાદિત પ્રદેશ સહિત નિત્ય નિર્મળ શુભ્ર સ્વચ્છ શ્વેતવર્ણ ધારણ કરેલ છે.
(૧૦) ભસ્મઃ સૃષ્ટિના પ્રલયકાળે સર્વનાશ થઇ કેવળ શ્વેત ભસ્મ જ રહેવાની જે પ્રલયની સ્મૃતિરૂપ વિશ્વબોધ માટે શિવજી હંમેશાં ધારણ કરે છે.
(૧૧) વિષ પાનઃ શરીર બ્રહ્માંડમાં વિષ અને અમૃત બંનેને ગુપ્ત રાખે છે. ચંદ્રમા અમૃતરૂપ છે. સૃષ્ટિના કલ્યાણ માટે શિવે તેને મસ્તક ઉપર ધારણ કરેલ છે, જ્યારે વિષના અંદર કે બહારના કાળથી જગતને બચાવવા શિવે કંઠ મધ્યે ધારણ કરી શિવજી નીલકંઠ કહેવાયા.
(૧૨) વૃષભ વાહનઃ વૃષભને શાસ્ત્રોમાં ધર્મ તરીકે વર્ણવ્યો છે. તેમાં સત્ત્વગુણ પ્રધાનતા હોઇ શિવજીએ વાહન તરીકે પસંદ કરેલ છે.
(૧૩) લિંગ પૂજાઃ લિંગ નિરાકાર છે, જળાધારી માયા પ્રકૃતિ સ્વરૂપ છે. વાસ્તવમાં પ્રકૃતિ અને પુરુષની પૂજા તે જ લિંગ પૂજા છે.

શિવ કલ્યાણકારી

2

———-શિવનું કલ્યાણકારી સ્વરૂપ————-

|| શિવ કલ્યાણકારી ||

શ્રાવણ મહિનો શિવજીની આરાધના કરવાનો મહિનો કહેવાય છે. દેવપોઢી એકાદશી બાદ ચાર મહિના પ્રભુએ શિવજીને બ્રહ્માંડના ભરણ પોષણની જવાબદારી સોંપી હતી.

ભગવાન શિવ પરમ કલ્યાણકારી છે.. શિવ શબ્દમાં જ કલ્યાણ અર્થ સમાયેલો છે. આપણા શસ્ત્રોમાં કહેલું છે કે શુદ્ધ મન અને શ્રદ્ધાથી ભક્તિ – ઉપાસના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. ઈચ્છિત ફળ આપે છે. તેઓએ ના ફક્ત માનવ પર પ્રસન્ન થઈ વરદાન આપ્યા છે પરંતુ દેવ, દાનવો પર પણ પ્રસન્ન થઈ વરદાન આપ્યાના અનેક દાખલાઓ છે.

સમુદ્ર મંથન વખતે નીકળેલા વિષપાન કરી દેવ, દાનવોની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવી આપ્યો અને નિલકંઠ કહેવાયા.

સગર રાજાના સત્તર હજાર પુત્રોના મોક્ષાર્થે રાજા ભગીરથે ઉગ્ર તપ કરીને સ્વર્ગથી ધરતી લાવવા રાજી તો કર્યા પણ તેમનો પ્રચંડ વેગને ઝીલવા પૃથ્વી સક્ષમ ન હોવાથી શિવજીએ ગંગાને પોતાની જટામાં ઝીલી ગંગાધર કહેવાયા. તેમના થકી ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું અને સગર પુત્રોનો મોક્ષ થયો.

ચંદ્ર જ્યારે શાપથી પીડા ભોગવતો હતો ત્યારે શિવજીએ ચન્દ્રને શરણ આપી તેને નવજીવન આપી અમરત્વ આપ્યું. આથી શિવજી શશીધર ચન્દ્રશેખર કહેવાયા.

શરણે આવેલાને તેઓ કદી નિરાશ નથી કરતા પછી દેવ હોય કે દાનવ કે મનુષ્ય હોય. સર્વ પર સરખા રીઝનારા આશુતોષ શિવજી સૌનું કલ્યાણ કરનારા છે. એટલે જ કલ્યાણકારી છે.

શિવ ચિન્હોનું તાત્પર્ય

1

|| શિવ ચિન્હોનું તાત્પર્ય ||

* ત્રિશૂળ :-

શિવજીના હાથમાં ત્રિશૂળ છે. પ્રભુ ત્રિશૂળ દ્વારા પોતાના ભક્તોનાં ત્રણ શૂળો કાઢે છે એટલે તો તો તેઓએ ત્રિશૂળ ધારણ કર્યું છે. આ ત્રણ શૂળો એટલે 1] આધિ 2] વ્યાધિ 3] ઉપાધિ. આ ત્રિતાપમાંથી પ્રભુ આશુતોષ મુક્તિ અપાવે છે.

સ્વામી સચ્ચિદાનંદજી પોતાના અનુભવથી કહે છે કે જેને અસહ્ય કામપાત થતા હોય તેણે ભગવાન શિવજીનું નામ સ્મરણ કરવુ. થોડા દિવસોમાં આ તાપ ઓછો થઈ જશે. શિવ તો ત્રિપુરહર છે, કામારિ છે. જ્ઞાનવૈરાગ્યના આરાધક માટે ભગવાન શંકર આશ્રયસ્થાન છે.

* ડમરું:-

શિવજીને ડમરું વ્હાલું છે. ડમરું જ્ઞાનવાજિંત્ર છે. જે હંમેશા એક જ તાલમાં વાગે છે. બન્ને તરફ સંસાર-મોક્ષ-સરખો રણકો કરે છે. બન્ને તરફ એક જ તાલ અને એકસરખો રણકો વાગતો હોવાથી તેમાં આરોહ અવરોહના ઉતાર ચઢાવ નથી. એક ભાવ, સમ ભાવ. જ્ઞાનની એજ શોભા છે. વાણી નીકળે તે સમભાવી, એકપક્ષીય નહી પણ સૌને ન્યાય, અને સંતોષ આપનારી નીકળે. શિવજીએ એટલે જ કદાચ ડમરૂં પસંદ કર્યું હશે.

* શિખર:

તેમના શિવાલય વિષે વિચાર કરીયે.

શિખરો હંમેશા અણીદાર હોય છે તે આકાશ તરફ ઊંચે જતા હોય તે દર્શાવે છે. દેવ સ્થાને જતાં ઉર્ધ્વ ગતિ કરવાની હોય છે. આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવવા દેવસ્થાનોના શિખરો અણીયાળા બનાવી બનાવ્યા છે.

આપણે શિવાલયમાં પ્રવેશ કરીએ ત્યારે પ્રથમ નંદીનાં દર્શન કરીએ છીએ. એક બાજુ ગણેશજી, બીજી બાજુ હનુમાનજી, કાચબો, ત્યારબાદ શિવલિંગ અને છેલ્લે પાર્વતીજી. આમ શિવાલયની રચના થઈ છે.

* નંદી:

આપણાં દરેક દેવના કોઈ ને કોઈ વાહન છે. આ વાહનો જાત જાતનાં છે અને દરેક સમજવા જેવાં છે. એવી જ રીતે શિવજીનું વાહન નંદી છે. નંદી એ ધર્મનું પ્રતિક છે. ધર્મ પોતે મદદરૂપ થઈને શિવ-કલ્યાણકારી પરમાત્માનું વાહન થયો છે. ગતિ કરાવે તે વાહન.
ગાય એ શ્રદ્ધાનું પ્રતિક છે અને નંદી ગાયનો પુત્ર જે ધર્મનું પ્રતિક છે. આમ ધર્મ ર શ્રદ્ધાનો પુત્ર છે. ધર્મ શ્રદ્ધામાંથી પ્રગટે છે. ગાયરૂપી શ્રદ્ધા પોતાના ધર્મની દુર્દશાનું વર્ણન – ફરિયાદ કરવા વિષ્ણુ પાસે ગયા. ધર્મનો ભાર નથી હોતો અધર્મનો હોય છે. પથ્થર કદાચ તારે-તરે પણ પાપ તો નથી તારે ન તો તરે.શિવજીનો નંદી તો ધર્મનું પ્રતિક છે માટે તો શિવજીએ વાહન તરીકે નંદીને પસંદ કર્યો છે.

મંદિરમાં જઈએ છીએ ત્યારે નંદીના ત્રણ પગ વળેલા હોય છે અને ચોથા પગનાં સહારે નંદીજી ઊભા છે. એનો અર્થ એ થાય છે કે સતયુગ પૂરો થાય છે એટલે સતનો પગ વળી જાય. દ્વાપરયુગ પૂરો થાય એટલે તપનો પગ વળી જાય. ત્રેતા પૂરો થાય એટલે દયાનો પગ વળી જાય છે. કળિયુગ ધર્મ અને દાનના આધારે ટકી રહ્યો છે. જ્યારે નંદીનો ચોથો પગ વળશે ત્યારે પૃથ્વી પર પ્રલય થશે.

નંદી એ બળદ છે તો એક વિચાર આવે કે શિવજીએ બળદને જ કેમ પસંદ કર્યો હશે? કારણ બળદ એ પુરુષાર્થનું પ્રતિક છે. પુરુષાર્થ બે પ્રકારના છે. 1] સ્વાર્થ માટે 2] પરમાર્થ માટે. ભલે બળદ પુરુષાર્થ પોતાના પેટ માટે કરે છે પણ હજારો મણ અનાજ પકવીને લોકોનાં પેટ ભરે છે. બસ તેનાં આજ પરમાર્થને ધ્યાનમાં લઈ શિવજીએ બળદને પોતાના વાહન તરીકે બિરદાવ્યો.

મહાદેવના દર્શન કરવા આપણે પહેલી અને છેલ્લી આંગળી નંદીના શિંગડા પર ટેકવી વચ્ચેથી શિવજીનાં દર્શન કરીએ છીએ. એનો અર્થ એ થાય છે કે ધર્મ વિના મહાદેવનાં દર્શન નથી થતાં.

* કાચબો [કચ્છપ] :-

નંદી અને શિવજીની વચમાં કાચબાને મૂકવામાં આવ્યો છે. કાચબો એ સંયમનું પ્રતિક છે. મુશ્કેલ સમયમાં કાચબો પોતાનાં દરેક અંગને અંદર સમેટી લે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ પોતાની ભટકતી ઈંદ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લે તો શિવ પ્રાપ્ત કરી શકે છે.

અષ્ટાપદ – કૈલાસ યાત્રા – માનસરોવર

આ૧

|| અષ્ટાપદ ||

જૈન ધર્મનાં અનુયાયી માટે ‘અષ્ટાપદ’ સૌથી પવિત્ર સ્થળ ગણાય છે

‘અષ્ટપદ’ એટલે આઠ પગલાં. જૈનધર્મનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવે અહીં તપ કરીને આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને અહીં નિર્વાણ પામ્યા હતા. તેથી એ સ્થળ અષ્ટપદ તરીકે ઓળખાય છે. જોકે જૈન ધર્મના દરેક તીર્થંકર અહીં જ નિર્વાણ પામ્યા હતા. અહીં અનેક ગુફાઓ છે જ્યાં હજી પણ લામાઓ [બૌદ્ધ સાધુ] તપ સાધના કરે છે. આ સ્થળે પહોંચતા જ અહીંના પવિત્ર સ્પંદનોની અનુભૂતિ થાય છે જેનાંથી મન હળવું બની જાય છે. અહીંથી કૈલાસનાં ખૂબ નજદીકથી દર્શન થાય છે. કૈલાસ દક્ષિણ ભાગનાં દર્શન તો અલૌકિક છે. પ્રભુ અશુતોષનાં ત્રિનેત્રિય દર્શન થાય છે . કોઈકવાર નંદીના પણ દર્શન થાય છે. કહેવાય છે કે સોમવતી અમાસને દિવસે કૈલાસ પર શિવપરિવાર ભેગો થાય છે. અહીંથી નંદી પર્વતનાં પણ સુંદર દર્શન થાય છે. આ દેવભૂમિનાં થોડાંક પણ ‘ઈશ્વરીય સ્પંદન’ જો આપણે પામીએ તો આપણું જીવન ધન્ય બની જાય.

1

|| કૈલાસ યાત્રા — જીવની ઉર્ધ્વગામી યાત્રા ||

કૈલાસ યાત્રા એટલે જીવને શિવ ભણી લઈ જતી ઉર્ધ્વગામી યાત્રા. કૈલાસનું નામ આવતાં જ શિવજીનું સમાધિગ્રસ્તસ્વરૂપ નજર સમક્ષ તરી આવે છે અને મનોમન વંદન થઈ જાય છે. કૈલાસ એટલે દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતીનું નિવાસ સ્થાન. કૈલાસ શબ્દનો અર્થ કિલ + અસ. કિલ અર્થાત અતિ પ્રસિદ્ધ. ઓસ એટલે સત્તા હોવી. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાનો કાળ એટલે પ્રલયકાળ. અને આ પ્રલયકાળ દરમિયાન જેની અતિપ્રસિદ્ધ સત્તા રહેલી તે પરમાત્મા કિલાસ કહેવાય અને તેમનું રહેઠાણ એટલે કૈલાસ અને પ્રલયકાળ ઐકાંતિક સ્થાન એ કૈલાસ, જે શિવસમાધિનું સ્થાન સૂચવે છે. તિબેટમાં આવેલી હિમાલયની હારમાળાને પૂર્વ છેડે આવેલા આ કૈલાસને તિબેટીયનો ‘કંગ-રીપોંચ’ કહે છે. ‘કંગ-રીપોંચ’ અર્થાત ‘Precious Jewel of Snow’. 23,000 ફૂટની ઊંચાઈ ધરાવતા આ કૈલાસને તિબેટીયનો અવનીનો સ્તંભ માને છે. તેનું મૂળ પાતાળનાં અંતિમ છેડામાં છે અને તેનો ઊપરીય છેડો સ્વર્ગનાં ઉપરનાં છેડાને અડકે છે. દંડીસ્વામી શ્રીમદ દત્તયોગેશ્વરદેવ તીર્થ મહારાજના કહેવા મુજબ આ દૃશ્યમાન કૈલાસની ઉપર અદૃશ્ય બીજો કૈલાસ છે. અને જો કૈલાસને જરાપણ આંચ આવશે તો સમજવું કે પ્રલયકાળ પાછો આવશે અને પૃથ્વીનો અંત થશે. કૈલાસ ચતુર્મુખી છે. કૈલાસનો ઉત્તરીય ભાગ ‘સુવર્ણ’, પૂર્વીય ભાગ ‘પારદર્શીય ખનિજ’, દક્ષિણ ભાગ ‘નીલમણી’ અને પશ્ચિમ ભાગ ‘માણેક’ તરીકે ઓળખાય છે. આમ કૈલાસ કુબેરનો ભંડાર ગણાય છે. કૈલાસના નૈસર્ગિક સ્વરૂપને જોઈયે તો કૈલાસ ઉત્તર દિશાથી વિશાળ શિવલિંગ સ્વરૂપે દેખાય છે. પૂર્વ દિશાથી અર્ધનારી સ્વરૂપે દેખાય છે. દક્ષિણ દિશાથી સ્વસ્તિક સ્વરૂપે દેખાય છે અને પશ્ચિમ દિશાથી વિરાટ સિંહાસન સ્વરૂપે દેખાય છે. કૈલાસના ચાર મુખ છે. ઉત્તરીય મુખ મયુરનું કહેવાય છે. પૂર્વીય મુખ હાથીનું કહેવાય છે. દક્ષિણ મુખ વરાહનું કહેવાય છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રી વિષ્ણુના અંગુઠામાંથી પ્રગટ ગંગાના ભયાનક સ્વરૂપને નાથવા મહાદેવે ગંગાને પોતાની જટામાં સમાવી દીધી તેથી તેઓ ‘ગંગાધર’ કહેવાયા. ગંગાએ પૃથ્વી પર અવતરણ કરતાં પહેલા તેણે સાતવાર ‘કૈલાસ’ની પ્રદક્ષિણા કરી અને પોતાને ચાર નદીઓના સ્વરૂપમાં વહેંચી દીધી. આ ચાર નદીઓ એટલે બ્રહ્મપુત્રા [લોહિતા], ઈન્દુસ [સિન્ધુ], સતલજ [શતાયુ] અને કરનાલી નદી. ગુજરાતના શિરોમણી કવિશ્રી નરસિંહ મહેતાએ કાવ્યમાં કહ્યુ છે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ જેની પ્રતીતિ આ દેવભૂમિમાં થાય છે. આ અદભૂત કૈલાસ આગળ નથી કોઈ મંદિર કે અહીં નથી કોઈ પુજારી છે તો ફક્ત દિશારૂપી દિવાલો અને ગગનરૂપી ઘુમ્મટ. અહીં પવનના સુસવાટા સમ ઘંટારવ થાય છે. જેની અનુભૂતિ ‘ૐ નમઃ શિવાય’ના પંચાક્ષરના નાદના ગુંજારવ રૂપે થાય છે. પળે પળે બદલાતા આ અદભૂત કૈલાસ પરોઢે અગિપૂંજ સ્વરૂપે દેખાય છે. તો સમીસાંજે કાળમીંઠ સ્વરૂપે દેખાય છે. ક્યારેક સુવર્ણમય દેખાય છે તો ક્યારેક શ્વેત શાંત મુદ્રિત સમાધિ ગ્રસ્ત જણાય છે તો ક્યારેક મેધધનુષી દેખાય છે. આવા અદભૂત કૈલાસને કોઈપણ ઉપમા આપવી એ ‘કૈલાસ’ને વામણો દેખાડવા સમ છે. પ્રથમ કૈલાસ દર્શન ‘રાક્ષસતાલ’ અથવા ‘રાવણતાલ’થી ‘નંદી’ સ્વરૂપે થાય છે. પૌરાણિક કથાઓ મુજબ રાવણે આશુતોષ પ્રભુને પ્રસન્ન કરવા આ તળાવમાં ઊભા રહીને તપ કર્યું હતું. અહીંના જળનું આચમન નથી કરવામાં આવતું. એનું બીજું એ કારણ પણ હોઈ શકે કે માનસરોવર સિવાય અહીંનાં દરેક જળાશયનું પાણી ખારું છે.

2png

|| માનસરોવર એટલે મનઃ સરોવર ||

માનસરોવર બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયુ હતુ. લોકવાયકા મુજબ કહેવાય છે કે દેવોએ સહુ મળી બ્રહ્માજીને પ્રાર્થના કરી કે આ સ્વર્ગ સમી પૃથ્વી પર એમને માટે સ્નાનકુંડ બનાવી આપે. ત્યારે બ્રહ્માજીએ પોતાની મનોશક્તિ દ્વારા આ સરોવરનું નિર્માણ કર્યું. સંસ્કૃત ભાષાનાં પ્રાચીન કવિઓ માટે માનસરોવર પ્રેરણાદાયક છે તેના દૃષ્ટાંત રૂપે મહાકવિ કાલિદાસનાં કાવ્યોમાં માનસરોવરનો ઉલ્લેખ છે. સમુદ્રની સપાટીથી 15,000 ફૂટની ઊંચાઈએ આવેલું આ એકમાત્ર સરોવર છે કે જેનું પાણી મીઠું છે. કહેવાય છે કે એના જળનુ એક ટીપું આપણા પાછલાં સાત જન્મો તારે છે. અને એમાં સ્નાન કરવું એની તો અનુભૂતિ કરી શકાય વર્ણવી શકાય નહીં. માનસરોવર એ ચારે વેદોનો સાર છે. અહીં ધાર્મિક વિધીપૂર્વક હવન તેમજ પિતૃતર્પણ કરવામાં આવે છે. માનસરોવરનું અનોખું સૌંદર્ય ખરેખર મ્હાલવા જેવું છે. મધ્યરાત્રિની શીત ,શાંત, સૌમ્ય ચાંદનીનાં કિરણો ઝીલ્યાં બાદ પરોઢમાં ધીમી ધીમી ફૂટતી આહલાદક પળો મ્હાલવી એ તો જીંદગીભરનું સંસ્મરણ થઈને રહે છે. રાત્રીનાં ટમટમતાં તારલાં એકબીજા સાથે સંતાકૂકડી રમતાં રમતાં ધરતીને સ્પર્શ કરવાની હોડમાં ઊતરતા હોય તેવું ભાસે છે. જાણે કરોડો દેવી દેવતા નીલરંગી ગગનમાંથી ઊતરી આવતા ના હોય ! એમાં પણ જ્યારે વરસાદી વાતાવરણમાં મેઘધનુષ નીલાઆકાશમાં પોતાની પણછ ખેંચતું હોય અને એ દૃશ્ય નીલરંગી માનસરોવરમાં દૃશ્યમાન થાય તો એ દૃશ્ય તો આપણી નજરની ચરમસીમા જ ગણાય ! અવારનવાર બદલાતા રંગભર્યા આ માનસરોવરનાં અબોલ પથ્થરો જાણે પોતાની કથની કહેવા તત્પર હોય તેમ માનસનાં જળમાં દૃશ્યમાન થાય છે. આ પથ્થરો ‘શિવલિંગ’ની જેમ પૂજાય છે.

 

 

શ્રી ગણેશ કથા – મૂષકવાહન

6

|| શ્રી ગણેશ કથા – મૂષકવાહન ||

એક દિવસ પરાશર ઋષિની નજર પોતના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતાં નિર્દોષ બાળક પર પડી. એ બાળકનાં ચાર હાથ હતા, હાથી જેવુ મોઢું હતુ અને મોટું પેટ હતું. તેમણે તેના પગમાં, હાથમાં, લલાટમાં દિવ્ય ચિન્હો જોયાં. ઋષિ પરાશર આવા અદભૂત બાળક્ને પોતનાં આશ્રમમાં લઈ આવ્યાં.

આશ્રમમાં પરાશર ઋષિ અને તેમનાં પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજી પૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યાં. આમ ગજાનન વિદ્યા અને કળામાં નિપૂણ થતાં ગયાં ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની. એક મોટોમસ ઉંદર આવી ચઢ્યો અને તેના માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો. જંગલનાં દરેક પશુ-પ્રાણી તેનાંથી ડરતાં હતાં. ગજાનન રમતાં રમતાં આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટોમસ ઉંદર એક મોટા દરમાં છૂપાઈ ગયો.

ગજાનને જરાયે ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરનાં ગળામાં પહેરાવી તેને પકડી લીધો. અને તેને વશમાં કરી લીધો. અને ગજાનને ઉંદરને વાહન બનાવી દીધો..

બીજા મતે જોઈયે તો મૂષક એટલે ઉંદર એ અંધકારનું પ્રતિક છે અને દિવસ કરતાં રાતનાં વધુ ઉત્પાત મચાવતો હોય છે. ક્યાંય પણ ઘૂસીને એ નૂકશાન કરે છે. ગણેશ એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મૂષક પર સવારી.

ચિદંબરમ

2

|| ચિદંબરમ ||

પુરાણ કથાઓ મુજબ કહેવાય છે કે પતંજલિ અને વ્યાઘ્રપાદ મુનિઓની પ્રાર્થનાથી તેમની સમક્ષ શિવજીએ નિજાનંદમાં નૃત્ય કરીને વિષ્ણુ, દેવો, ગાંધર્વો અને મનુષ્યોને નૃત્યકળા શીખવી. તે સમયે પાર્વતીજીને નૃત્યમાં ભાગ લેવાનું મન થયું. તેઓ પન શિવજીના પ્રત્યેક અંગ-ભંગ-તાલને બેવડાવી પોતાના નૃત્ય બતાવતા ગયાં. છેવડે શિવજીએ નૃત્યમાં તાલબદ્ધતાથી પગથી પોતાના કાનના કુંડળો કાઢ્યા, અને પગથી પાછા પહેર્યા. નૃત્યનો આ પ્રકાર પાર્વતીજી માટે બેવડાવવાનું અશક્ય બન્યું ત્યારે તેમણે શિવજીનું મહત્વ સ્વીકાર્યું. આ રૂપક કથાનાં ઊંડાણમાં જઈશું એ પ્રકૃતિના બળાબળનું મહત્વ સમજાશે

જગત્રયં શામ્ભવનર્તનસ્થલી નટાધિરોઅત્રપદઃ શિવઃસ્વયમ !
સમાનયેરંગ ઈતિ વ્યવસ્થિતિઃ સ્વરૂપઃ શક્તિયુતાતપ્રપંચિતા !!

અર્થાત સર્વની ગતિ,પોષણકર્તા, પ્રભુ,સાક્ષી,રહેઠાન, શરન,ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, આધાર અને અવિનાશી બીજ પરમતત્વ છે.
આ તત્વજ્ઞાન સમજાય તો આપણા ઋષિમુનિઓ માટે આપણું મસ્તક આપોઆપ નમી જશે.

તાંડવનૃત્યની અદભૂત કલામય મૂર્તિ અંગે વિશ્વપ્રસિદ્ધ થયેલું ‘ચિદમ્બરમ’ જ્યાં ભગવાન શિવજીનું નટરાજ સ્વરૂપ બિરાજે છે, મદ્રાસ-ત્રિચીથી મુખ્ય લાઈન ઉપર મદ્રાસથી લગભગ સવા બસો કિલોમીટર દૂર કાવેરી નદીની શાખા કોલરુન ઉપર આવેલું છે. ઘણાલોકો તેને તિલાઈપેરુમતપુલિયર કે વ્યાઘ્રપુરમ પણ કહે છે. લંકાના હિંદુઓ તેને અત્યંત પવિત્ર સ્થળ ગણે છે. અહીંની ‘ભૂજંગ-ત્રાસ’ મુદ્રાની નટરાજની મૂર્તિની કલાત્મકતા એટલી બધી પ્રસિદ્ધ છે કે વિશ્વના પ્રત્યેક સંગ્રહાલયોમાં અને ધનિકોના ઘરમાં તેની પ્રતિકૃતિઓ રાખવામાં આવે છે જે ‘નટરાજ’ના નામે પ્રસિદ્ધ છે. આ મૂર્તિમાં પ્રદર્શિત કરાયેલા ભાવોને સમજીએ તો આપણી ભક્તિભાવમાં જ્ઞાનનો ઉમેરો થશે.

આ મૂર્તિ ચતુર્ભૂજ, ત્રિનેત્રી છે. મસ્તકે બીજચન્દ્ર, સર્પો અને મુંડ છે. નૃત્યગતિ તાલથી જટા લહેરાય છે. પાછલા જમણા હાથમાં ડમરુ છે, જેના ધ્વનિથી દેવભાષા સંસ્કૃત અને નૃત્યના તાલ- ધ્વનિનો જન્મ થયો છે. પાછલા હાથમાનો પ્રજ્વલ્લિત અગ્નિ અવિનાશી પવિત્રમય જ્ઞાન બતાવે છે. આગલા હાથની અભયમુદ્રાથી ભક્તોને અભય પ્રદાન કરી રહ્યા છે. આગલો નીચે પડેલો અસુર તરફ નિર્દેશ કરતો હાથ ઉપદેશ આપે છે કે સંસારમાં અહંકાર, મમતા, વાસનાઓ અને દૂષ્ટ વૃત્તિઓને દબાવી તેનાથી અલિપ્ત થવાથી જ પ્રકાશમય જ્ઞાન લાધશે અને મોક્ષ મેળવી શકશો. ત્રણ નેત્રો જળ, વાયુ અને અગ્નિ છે. જેમ એ તત્વો જુદાં જુદાં લાગતાં હોવા છતાં એક તત્વના છે. તેવી જ રીતે પુરુષ, પ્રકૃતિ અને જીવ એક જ તત્વ છે. આ પ્રમાણે એક હાથે નિર્માન ,બીજા હાથથી રક્ષા, ત્રીજાથી વિનાશ અને ચોથા હાથથી શાંતિ એવા જીવનના ચાર પાસાઓ દર્શાવ્યા છે. સર્પના ડરથી પગ ઉપડે તે બતાવતી મુદ્રાને ‘ભુજંગત્રાસ’ મુદ્રા કહે છે. ઉંચો રાખેલો ડાબો પગ જગતને ભુજંગ સમજી મોક્ષપ્રાપ્તિનું પ્રતિક છે. [મદુરાની નટરાજની મૂર્તિમાં જમણો પગ ઉંચો છે તે આનંદનું પ્રતિક છે.]

રાવણ

2

|| રાવણ ||

રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો, જેને લીધે તેનું નામ દશાનન (દશ = દસ + આનન = મુખ) પડ્યું. રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા. કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત. જોવા જઈએ તો રામકથામાં રાવણ જ એવું પાત્ર છે જે રામનાં ઉજ્જ્વળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે.

* રાવણનો ઉદય
પદ્મપુરાણ, શ્રીમદ્ ભાગવતમ્, કૂર્મપુરાણ, રામાયણ, મહાભારત, દશાવતારચરિત, વગેરે ગ્રંથોમાં રાવણનો ઉલ્લેખ થયો છે. રાવણના ઉદય વિષે વિવિધ ગ્રંથોમાં જુદો-જુદો ઉલ્લેખ મળે છે.* પદ્મપુરાણ તથા શ્રીમદ્ ભાગવતમ્ અનુસાર હિરણ્યાક્ષ તથા હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ સ્વરૂપે જન્મ્યા.
* વાલ્મીકિ રામાયણ મુજબ રાવણ પુલસ્ત્ય મુનિ નો પૌત્ર હતો. અર્થાત્ તેના પુત્ર વિશ્વશ્રવાનો પુત્ર હતો. વિશ્વશ્રવાની વરવર્ણિની અને કૈકસી નામની બે પત્નિઓ હતી. વરવર્ણિનીએ કુબેરને જન્મ આપ્યો, શોક્યના પુત્રનો જન્મ થયો હોવાથી, ઈર્ષ્યામાં કૈકસીએ ગર્ભ ધારણ કર્યો, જેથી તેના ગર્ભમાંથી રાવણ અને કુંભકર્ણ જેવા ક્રૂર સ્વભાવ વાળા ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયા.
* તુલસીદાસજીના રામચરિતમાનસમાં રાવણનો જન્મ શાપને કારણે થયો હતો. તે નારદ અને પ્રતાપભાનુની કથાઓને રાવણના જન્મનું કારણ બતાવે છે.
* રાવણ મહાન જ્ઞાની હતો. તેની પસે ત્રણ પ્રકારનાં ઐશ્વર્યો હતાં, લક્ષ્મી, બુધ્ધી અને બળ. ભગવાન એક સાથે ક્યારેય આ ત્રણે વસ્તુ કોઇને આપતા નથી.

* રાવણના જન્મની કથા

પૂર્વકાળ માં બ્રહ્માજી એ અનેક જીવ જંતુ બનાવ્યા અને તેમને સમુદ્ર ના જળ ની રક્ષા કરવા માટે કહ્યું ત્યારે તે જંતુઓંમાં થી અમુક બોલ્યાં કે અમે આનું રક્ષણ (રક્ષા) કેવીરીતે કરીશું અને અમુકો એ કહ્યું કે અમે આનું યક્ષણ (પૂજા) કરીશું. આના પર બ્રહ્માજી એ કહ્યું કે જે રક્ષણ કરશે તે રાક્ષસ કહેવાશે અને જે યક્ષણ કરશે તે યક્ષ કહેવાશે. આ પ્રકારે તે બે જાતિયોં માં વહેંચાઈ ગયા. રાક્ષસોં માં હેતિ અને પ્રહેતિ બે ભાઈ હતાં. પ્રહેતિ તપસ્યા કરવા ચાલ્યો ગયો, પરંતુ હેતિ એ ભયા સાથે લગ્ન કર્યાં, જેથી તેને વિદ્યુત્કેશ નામક પુત્ર ઉત્પન્ન થયો. વિદ્યુત્કેશને સુકેશ નામક પરાક્રમી પુત્ર થયો. સુકેશ ને માલ્યવાન, સુમાલી અને માલી નામક ત્રણ પુત્ર થયા. ત્રણે જણા એ ને બ્રહ્માજી ની તપસ્યા કરી વરદાન પ્રાપ્ત કરી લીધું કે અમારો પ્રેમ અતુટ રહે અને અમને કોઈ પરાજિત ન કરી શકે. વરદાન પામી તેઓ નિર્ભય થઈ ગયાં અને સુરોં, અસુરોં ને સતાવવા માંડ્યાં. તેમણે વિશ્‍વકર્મા ને એક અત્યંત સુંદર નગર બનાવવા માટે કહ્યું. તેના પર વિશ્‍વકર્મા એ તેમને લંકા પુરી નો સરનામું બતાવી મોકલી દિધા. ત્યાં તેઓ ખૂબ આનંદ સાથે રહેવા લાગ્યાં માલ્યવાન ને વજ્રમુષ્ટિ, વિરૂપાક્ષ, દુર્મુખ, સુપ્તઘ્ન, યજ્ઞકોપ, મત્ત અને ઉન્મત્ત નામક સાત પુત્ર થયા. સુમાલી ને પ્રહસ્ત્ર, અકમ્પન, વિકટ, કાલિકામુખ, ધૂમ્રાક્ષ, દણ્ડ, સુપાર્શ્‍વ, સંહ્નાદિ, પ્રધસ એવં ભારકર્ણ નામ ના દસ પુત્ર થયા. માલી ના અનલ, અનિલ, હર અને સમ્પાતી નામના ચાર પુત્ર થયા. તે સૌ બળવાન અને દુષ્ટ પ્રકૃતિ હોવાને કે લીધે ઋષિ-મુનિયોં ને કષ્ટ આપ્યાં કરતા. તેમના કષ્ટોં થી દુઃખી થઇ ઋષિ-મુનિગણ જ્યારે ભગવાન વિષ્ણુ ના શરણે ગયા ત્યારે તેમણે આશ્‍વાસન આપ્યું કે હે ઋષિયોં! હું આ દુષ્ટોંનો અવશ્ય નાશ કરીશ.

જ્યારે રાક્ષસો ને વિષ્ણુ ના આ આશ્‍વાસન ની સૂચના મળી તો તે સૌ મંત્રણા કરી સંગઠિત થઇ માલી ના સેનાપતિત્વ માં ઇન્દ્રલોક પર આક્રમણ કરવા માટે ચાલી પડ્યાં. આ સમાચાર સાંભળી ભગવાન વિષ્ણુ એ પોતાના અસ્ત્ર-શસ્ત્ર સંભાળ્યા અને રાક્ષસોં નો સંહાર કરવા માંડ્યા. સેનાપતિ માલી સહિત ઘણાં રાક્ષસ માર્યા ગયા અને શેષ લંકા તરફ ભાગી ગયાં. જ્યારે ભાગી રહેલા રાક્ષસોં નો પણ નારાયણ સંહાર કરતા રહ્યાં તો માલ્યવાન ક્રુદ્ધ થઇ યુદ્ધભૂમિ માં પાછો ફર્યો. ભગવાન વિષ્ણુ ના હાથે અંત માં માલ્યવાન પણ કાળ નો ગ્રાસ બની શેષ બચેલા રાક્ષસ સુમાલી ના નેતૃત્વ માં લંકા ત્યાગી પાતાળ માં જઇ વસ્યો અને લંકા પર કુબેર નું રાજ્ય સ્થાપિત થયું. રાક્ષસોં ના વિનાશ થી દુઃખી થઈ સુમાલી એ પોતાની પુત્રી કૈકસી ને કહ્યું કે પુત્રી! રાક્ષસ વંશ ના કલ્યાણ માટે હું ચાહું છું કે તું પરમ પરાક્રમી મહર્ષિ વિશ્રવા પાસે જઈ તેમની પાસેથી પુત્ર પ્રાપ્ત કર. તે પુત્ર આપણાં રાક્ષસોં ની દેવતાઓં થી રક્ષા કરી શકશે.

પિતા ની આજ્ઞા મેળવી કૈકસી વિશ્રવા પાસે ગઈ. તે સમયે ભયંકર આઁધી ચાલી રહી હતી. આકાશ માં મેઘ ગરજી રહ્યાં હતા. કૈકસી નો અભિપ્રાય જાણી વિશ્રવા એ કહ્યું કે ભદ્રે! તુ આ ક્વેળા માં આવી છે.હું તારી ઇચ્છા તો પૂરી કરી દઈશ પરંતુ આનાથી તારી સંતાન દુષ્ટ સ્વભાવ વાળી અને ક્રૂરકર્મા થશે. મુનિ ની વાત સાંભળી કૈકસી તેમના ચરણોં માં પડી અને બોલી કે ભગવન્! આપ બ્રહ્મવાદી મહાત્મા છો. તમારી પાસેથી હું આવા દુરાચારી સંતાન પામવાની આશા નથી કરતી. અતઃ તમે મરા પર કૃપા કરો. કૈકસીના વચન સાંભળી મુનિ વિશ્રવાએ કહ્યું કે ભલે, તો તારો સૌથી નાનો પુત્ર સદાચારી અને ધર્માત્મા થશે.

આ પ્રકારે કૈકસીએ દસ મુખ વાળા પુત્ર ને જન્મ આપ્યો જેનું નામ દશગ્રીવ (રાવણ) રાખવામાં આવ્યું. તે પશ્‍ચાત્ કુમ્ભકર્ણ, શૂર્પણખા અને વિભીષણ નો જન્મ થયો. દશગ્રીવ અને કુમ્ભકર્ણ અત્યંત દુષ્ટ થતા, પરંતુ વિભીષણ ધર્માત્મા પ્રકૃતિ નો હતો. પોતાના ભાઈ વૈશ્રવણ થી પણ અધિક પરાક્રમી અને શક્‍તિશાળી બનવા માટે દશગ્રીવે પોતાના ભાઈયોં સહિત બ્રહ્માજી ની તપસ્યા કરી. બ્રહ્મા ના પ્રસન્ન થવા પર દશગ્રીવે માંગ્યું કે હું ગરુડ઼, નાગ, યક્ષ, દૈત્ય, દાનવ, રાક્ષસ તથા દેવતાઓં માટે અવધ્ય થઈ જાઊઁ. બ્રહ્માજી એ ‘તથાસ્તુ’ કહી તેની ઇચ્છા પૂરી કરી. વિભીષણ ને ધર્મમાં અવિચલ મતિ નું અને કુંભકર્ણ ને વર્ષોં સુધી સુતા રહેવાનું વરદાન મળ્યું

* રાવણ વિવાહ

દશગ્રીવે લંકા ના રાજા કુબેર ને વિવશ કર્યો કે તે લંકા છોડી પોતાનું રાજ્ય તેને સૌંપી દે. પોતાના પિતા વિશ્રવા ના સમજાવવા થી કુબેરે લંકા નો પરિત્યાગ કરી દીધો અને રાવણ પોતાની સેના, ભાઈયોં તથા સેવકોં સાથે લંકા માં રહેવા લાગ્યો. લંકા માં સ્થાયી થયા બાદ પોતાની બહેન શૂર્પણખા નો વિવાહ કાલકા ના પુત્ર દાનવરાજ વિદ્યુવિહ્વા સાથ કરી દીધા. તેણે સ્વયં દિતિ ના પુત્ર મય ની કન્યા મન્દોદરી સાથે વિવાહ કર્યા જે હેમા નામક અપ્સરા ના ગર્ભ થી ઉત્પન્ન થઈ હતી. વિરોચનકુમાર બલિ ની પુત્રી વજ્રજ્વલા સાથે કુમ્ભકર્ણના અને ગન્ધર્વરાજ મહાત્મા શૈલૂષ ની કન્યા સરમા સાથે વિભીષણ ના વિવાહ થયા. થોડો સમય પશ્‍ચાત્ મન્દોદરી એ મેઘનાદ ને જન્મ આપ્યો. જે ઇન્દ્ર ને પરાસ્ત કરી સંસારમાં ઇન્દ્રજીત ના નામ થી પ્રસિદ્ધ થયો.

* રાવણ દ્વારા ભગવાન શંકરની પ્રાર્થના

સત્તાના મદમાં રાવણ ઉચ્છૃંખલ થઇ દેવતાઓં, ઋષિઓ, યક્ષો અને ગંધર્વોને અનેક પ્રકારે કષ્ટ દેવા લાગ્યો. એક વખત તેણે કુબેર પર ચઢાઈ કરી તેને યુદ્ધમાં પરાજિત કરી દિધો અને પોતાના વિજયની સ્મૃતિના રૂપમાં કુબેરના પુષ્પક વિમાન પર અધિકાર જમાવી લીધો. તે વિમાનનો વેગ મન સમાન તીવ્ર હતો. તે પોતાની ઊપર બેઠેલા લોકોની ઇચ્છાનુસાર નાનું કે મોટું રૂપ ધારણ કરી શકતું હતું. વિમાનમાં મણિ અને સોના ની સીડીઓ બનેલી હતી અને તપેલા સોના સમાન ચળકતું આસન બનેલું હતું. તે વિમાન પર બેસી જ્યારે તે ‘શરવણ’ નામથી પ્રસિદ્ધ સરકણ્ડોના વિશાળ વનમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ભગવાન શંકર ના પાર્ષદ નંદીશ્વરે તેને રોકતા કહ્યું કે દશગ્રીવ! આ વનમાં સ્થિત પર્વત પર ભગવાન શંકર ક્રીડા કરે છે, માટે અહીં બધા સુર, અસુર, યક્ષ આદિનો પ્રવેશ નિષિદ્ધ કરવામાં આવ્યો છે. નંદીશ્વરના વચનોથી ક્રોધિત થઈ રાવણ વિમાનમાંથી ઉતરી ભગવાન શંકર તરફ ચાલ્યો. તેને રોકવા માટે તેનાથી થોડેક દૂર હાથમાં શૂળ લઈ નંદી બીજા શિવની જેમ ઉભો રહી ગયો. તેમનું મુખ વાનર સમાન લાગતું હતું. તેને જોઈ રાવણ ઠહાકા મારી હસી પડ્યો. આથી કુપિત (ક્રોધિત) થઈ નંદી બોલ્યો કે દશાનન! તેં મારા વાનર રૂપની અવહેલના કરી છે, માટે તારા કુળનો નાશ કરવા માટે મારા સમાન પરાક્રમી રૂપ અને તેજ થી સમ્પન્ન વાનર ઉત્પન્ન થશે. રાવણે આ તરફ જરા પણ ધ્યાન ન દીધું અને બોલ્યો કે જે પર્વતે મારી વિમાન યાત્રામાં વિધ્ન પાડ્યું છે, આજે હું તેનેજ ઉખાડી ફેંકીશ. આમ કહી તેણે પર્વતના નીચલા ભાગમાં હાથ નાખી તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પર્વત હલવા લાગ્યો તો ભગવાન શંકરે તે પર્વતને પોતાના પગના અંગૂઠાથી દબાવી દીધો આથી રાવણનો હાથ ખરાબ રીતે દબાઈ ગયો. અને તે પીડાથી ચીસો પાડવા લાગ્યો. જ્યારે તે કોઈ રીતે હાથ ન કાઢી શક્યો તો રોતા-રોતા ભગવાન શંકરની સ્તુતિ અને ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો. આ સાંભળી ભગવાન શંકરે તેને માફ કરી દીધો અને તેની પ્રાર્થાના કરવાથી તેને એક ચંદ્રહાસ નામનું ખડ્ગ પણ આપ્યું.

* રાવણનો અત્યાચાર

એક દિવસ હિમાલય પ્રદેશ માં ભ્રમણ કરતા કરતા રાવણે અમિત તેજસ્વી બ્રહ્મર્ષિ કુશધ્વજ ની કન્યા વેદવતી ને તપસ્યા કરતાં જોઈ. તેને જોઈ રાવણ મુગ્ધ થઇ ગયો અને તેની પાસે આવી તેનો પરિચય તથા અવિવાહિત રહેવાનું કારણ પૂછ્યું. વેદવતીએ પોતાનો પરિચય દીધા પછી કહ્યું કે મારા પિતા વિષ્ણુ સાથે મારા વિવાહ કરાવવા માંગતા હતા. આથી ક્રુદ્ધ (ક્રોધિત) થઈ મારી કામના કરવા વાળા દૈત્યરાજ શમ્ભુ એ તેમનો વધ કરી દીધો. તેમના મરવાથી મારી માતા પણ દુઃખી થઈ ચિતા માં પ્રવિષ્ટ થઈ ગઈ. ત્યારથી હું મારા પિતા ની ઇચ્છા પૂરી કરવા માટે ભગવાન વિષ્ણુ ની તપસ્યા કરી રહી છું. તેમને જ મેં મારા પતિ માની લીધા છે.

પહેલાં રાવણ વેદવતી ને વાતોં મા ફુસલાવવા લાગ્યો, પરંતુ જ્યારે તેણે જબરદસ્તી કરતા તેણી ના કેશ પકડી લીધા, વેદવતી એ એક જ ઝટકા માં પકડાયેલા કેશ કાપી દીધા અને એમ કહેતી અગ્નિમાં પ્રવિષ્ટ થઈ ગઈ કે દુષ્ટ! તેં મારું અપમાન કર્યું છે. આ સમયે તો હું આ શરીર ત્યાગી રહી છું, પરંતુ તારો વિનાશ કરવા માટે ફરી જન્મ લઇશ. આગલા જન્મ માં હું અયોનિજા કન્યા ના રૂપ માં જન્મ લઈ કોઇ ધર્માત્માની પુત્રી બનીશ. આગલા જન્મ માં તે કન્યા કમલ ના રૂપ માં ઉત્પન્ન થઈ. તે સુંદર કાન્તિ વાળી કમલ કન્યા ને એક દિવસ રાવણ પોતાના મહેલ માં લઈ ગયો. તેને જોઈ જ્યોતિષિઓ એ કહ્યું કે રાજન્! જો આ કમલ કન્યા આપના ઘર માં રહી તો આપના અને આપના કુળ ના વિનાશ નું કારણ બનશે. આ સાંભળી રાવણે તેને સમુદ્ર માં ફેંકી દીધી. ત્યાંથી તે ભૂમિને પ્રાપ્ત થઈ રાજા જનક ના યજ્ઞ મંડપ ના મધ્યવર્તી ભૂભાગ માં પહોંચી. ત્યાં રાજા દ્વારા હળ થી ખેડાતી ભૂમિમાંથી તે કન્યા ફરી પ્રાપ્ત થઈ. તેજ વેદવતી સીતા ના રૂપ માં રામ ની પત્ની બની.

* રાજા અનરણ્યનો રાવણને શ્રાપ

અનેક રાજા મહારાજાઓને પરાજિત કરતો દશગ્રીવ ઇક્ષ્વાકુ વંશના રાજા અનરણ્ય પાસે પહોંચ્યો જે અયોધ્યા પર રાજ્ય કરતા હતા. તેણે તેને પણ દ્વંદ યુદ્ધ કરવા અથવા પરાજય સ્વીકાર કરવા લલકાર્યો. બનેંમાં ભીષણ યુદ્ધ થયું પરંતુ બ્રહ્માજીના વરદાન ને લીધે રાવણ તેમનાથી પરાજિત ન થઈ શક્યો. જ્યારે અનરણ્યનું શરીર અત્યંત ક્ષત-વિક્ષત થઈ ગયું ત્યારે રાવણ ઇક્ષ્વાકુ વંશનું અપમાન અને ઉપહાસ કરવા લાગ્યો. આથી ક્રોધિત થઈ અનરણ્યે તેને શ્રાપ આપતાં કહ્યું કે, “તેં પોતાના વ્યંગપૂર્ણ શબ્દોથી ઇક્ષ્વાકુ વંશનું અપમાન કર્યું છે, માટે હું તને શાપ આપં છું કે મહાત્મા ઇક્ષ્વાકુનાં આ જ વંશમાં દશરથ નંદન રામનો જન્મ થશે જે તારો વિનાશ કરશે. આમ કહી રાજા સ્વર્ગ સિધાવ્યાં.

* બાલી સાથે મૈત્રી

રાવણ ની ઉદ્દણ્ડતા માં કમી ન આવી. રાક્ષસ અથવા મનુષ્ય જેને પણ તે શક્‍તિશાળી પામતો, તેની સાથે યુદ્ધ કરવા લાગતો. એક વાર તેણે સાંભળ્યું કે કિષ્કિન્ધા પુરી નો રાજા બાલિ ખૂબ બળવાન અને પરાક્રમી છે તો તે તેની પાસે યુદ્ધ કરવા માટે જઈ પહોંચ્યો. બાલિ ની પત્ની તારા, તારા ના પિતા સુષેણ, યુવરાજ અંગદ અને તેના ભાઈ સુગ્રીવ એ તેને સમજાવ્યો કે આ સમયે બાલિ નગરથી બહાર સન્ધ્યોપાસના માટે ગયો છે. તેઓ જ તમારી સાથે યુદ્ધ કરી શકશે અન્ય કોઈ વાનર એટલો પરાક્રમી નથી કે જે આપ સાથે યુદ્ધ કરી શકે. માટે આપ થોડી વાર તેમની પ્રતીક્ષા કરો. પછી સુગ્રીવે કહ્યું કે રાક્ષસરાજ! સામે જે શંખ જેવો હાડકા નો ઢગલો છે તે બાલિ સાથે યુદ્ધની ઇચ્છા સાથે આવેલા આપ જેવા વીરોં નો જ છે. બાલિ એ તે સૌનો અંત કર્યો છે.જો આપ અમૃત પીને આવ્યાં હોવ તો પણ જે ક્ષણ બાલિ સાથે ટક્કર લેશો, તે ક્ષણ આપના જીવનનો અંતિમ ક્ષણ હશે. જો આપને મરવાની બહુ જલ્દી હોય તો આપ દક્ષિણ સાગર ના કિનારે ચાલ્યાં જાવ ત્યાં આપને બાલિના દર્શન થઈ જશે. સુગ્રીવના વચન સાંભળી રાવણ વિમાન પર સવાર થઈ તત્કાલ દક્ષિણ સાગરમાં તે સ્થાન પર જઈ પહોંચ્યો જ્યાં બાલિ સન્ધ્યા કરી રહ્યો હતો. તેણે વિચાર્યું હું ચુપચાપ બાલિ પર આક્રમણ કરી દઈશ. બાલિ એ રાવણને આવતા જોઈ લીધો પરંતુ તે જરા પણ વિચલિત ન થયો અને વૈદિક મન્ત્રોંના ઉચ્ચારણ કરતો રહ્યો. જેવો તેને પકડવા માટે રાવણે પાછળથી હાથ ઉગામ્યો, સતર્ક બાલિએ તેને પકડી પોતાની કાઁખમાં દબાવી દિધો અને આકાશમાં ઉડવા લાગ્યો. રાવણ વારંવાર બાલિને પોતાના નખોંથી કચોટતો રહ્યો પરંતુ બાલિએ તેની કોઈ ચિંતા કરી નહીં. તેને છોડાવવા માટે રાવણના મંત્રી અને અનુચર તેની પાછળ અવાજ કરતા દોડ્યાં પરંતુ તેઓ બાલિ પાસે પણ ન પહોંચી શક્યાં. આ પ્રકારે બાલિ રાવણને લઈ પશ્ચિમી સાગર ના કિનારે પહોંચ્યો. ત્યાં તેણે સન્ધ્યોપાસના પૂરી કરી. ફરી તે દશાનનને લઈ કિષ્કિન્ધાપુરી પાછો ફર્યો. પોતાના ઉપવનમાં એક આસન પર બેસી તેણે રાવણને પોતાની કાઁખથી કાઢી પૂછ્યું કે હવે કહો કે આપ કોણ છો અને અહીં શામાટે આવ્યાં છો ?

રાવણે ઉત્તર આપ્યો કે હું લંકાનો રાજા રાવણ છું. આપ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો હતો. તે યુદ્ધ મને મળી ગયું.મેં આપનું અદ્‍ભુત બળ જોઈ લીધું. હવે હું અગ્નિ ની સાક્ષી દઇ આપ સાથે મિત્રતા કરવા માંગુ છું. પછી બનેંએ અગ્નિની સાક્ષીએ એક બીજા સાથે મિત્રતા સ્થાપિત કરી.

* રાવણના અવગુણ

વાલ્મીકિ, રાવણના અધર્મી હોવાને તેનો મુખ્ય અવગુણ ગણે છે. તેમનાં રામાયણમાં રાવણનો વધ થવા પર મંદોદરી વિલાપ કરતાં કહે છે, “અનેક યજ્ઞોનો વિલોપ કરવા વાળા, ધર્મ વ્યવસ્થાઓને તોડનારા, દેવ-અસુર અને મનુષ્યોની કન્યાઓનું જ્યાંત્યાંથી હરણ કરવા વાળા, આજે તું પોતાના આ જ પાપ કર્મોં ને લીધે જ વધને પ્રાપ્ત થયો છે.”

તુલસીદાસ માત્ર તેના અહંકારને જ તેનો મુખ્ય અવગુણ બતાવે છે. તેમણે રાવણને બહારથી રામ સાથે શત્રુભાવ રાખવા છતાં હૃદયથી તેમનો ભક્ત બતાવ્યો છે. તુલસીદાસ અનુસાર રાવણ વિચારે છે કે જો સ્વયં ભગવાને અવતાર લીધો છે તો હું જઈને તેમનાથી હઠપૂર્વક વેર કરીશ અને પ્રભુના બાણોના આઘાતથી પ્રાણ છોડી ભવબંધનથી મુક્ત થઈ જઈશ.

* રાવણનાં દસ શિશ

રાવણનાં દસ માથા હોવાની ચર્ચા રામાયણમાં આવે છે. તે વદ અમાસ ને દિવસે યુદ્ધ માટે નીકળ્યો હતો તથા એક-એક દિવસે ક્રમશઃ એક-એક માથા કપાય છે. આ રીતે દસમા દિવસે એટલે કે સુદ દશમ ના દિવસે રાવણનો વધ થાય છે. રામચરિતમાનસ માં એમ પણ વર્ણન આવે છે કે જે માથાને રામ પોતાના બાણથી હણી દેતાં, પુનઃ તેના સ્થાન પર બીજું માથું ઊગી નીકળતું. વિચાર કરવાની વાત છે કે શું એક અંગના કપાવવાથી ત્યાં પુનઃ નવું અંગ ઉત્પન્ન થઇ શકે ? વસ્તુતઃ રાવણના આ માથા કૃત્રિમ હતાં – આસુરી માયા થી બનેલા હતાં. મારીચ નું ચાંદીના બિન્દુઓ યુક્ત સ્વર્ણ મૃગ બની જવું, રાવણનું સીતા સમક્ષ રામનું કપાયેલું માથું રાખવું વિગેરેથી સિદ્ધ થાય છે કે રાક્ષસ માયાવી હતા. તેઓ અનેક પ્રકારના ઇન્દ્રજાલ (જાદૂ) જાણતા હતાં, આમ રાવણના દસ માથા અને વીસ હાથને પણ કૃત્રિમ માની શકાય.

રામાયણ

1

|| રામાયણ ||

રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણ નો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મિકી રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે.

1. બાલકાંડ
2. અયોધ્યાકાંડ
3. અરણ્યકાંડ
4. કિષ્કિંધાકાંડ
5. સુંદરકાંડ
6. યુદ્ધકાંડ – લંકાકાંડ
7. લવકુશકાંડ – ઉતરકાંડ

હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કંબોડીયા, ફિલિપાઇન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.

* રામાયણ ની રચના

ઋષિ વાલ્મિકી જંગલમાં આદિવાસી સાથે ઉછરેલા હતા. અને પુર્વજીવનમાં લુંટ નો ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરતા. કોઇવાર જંગલમાં તેમને નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ પુછ્યું કે તું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શું તારા પાપના ભાગીદાર થશે ખરા? વાલ્મિકીએ તેમના કુટુંબીને જ્યારે આ પુછ્યુ ત્યારે જવાબ મળ્યો કે કોઇ કોઇના પાપનું ભાગીદાર હોતું નથી. સૌએ પોતાના પાપની સજા પોતે જ ભોગવવી પડે છે. આ પ્રસંગે વાલ્મિકીની આંખો ખૂલી ગઇ. આ પછી તેઓ પોતાના પાપના પ્રાયશ્ચિત તરીકે લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત થયા. અને આગળ જતા ઋષિનું પદ પામ્યા અને પોતાના કાર્ય માટે આશ્રમની સ્થાપના કરી.
એક દિવસ વાલ્મિકી તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો. સારસ પક્ષી વિંધાયને પડયું અને આ જોઇ ઋષિ વાલ્મિકીના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો.

મા નિષાદ પ્રતિષ્ટાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ
યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્

હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડ઼ા માં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષિઓમાંથી એક ની, વિના કોઇ અપરાધ હત્યા કરી દીધી છે.

આ પ્રસંગ બતાવે છે એક લુંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકી નું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધી ને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઇ તે વાતની ખુશી થઇ.

આ પ્રસંગ પછી જ્યારે નારદ મુનિ વાલ્મિકીને મળવા આવ્યા ત્યારે વાલ્મિકીએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી. વાલ્મિકીએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પુછ્યુ કે શું એવી કોઇ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધાજ ગુણો આત્મસાત્ થયા હોય?

આ સમયે નારદજીએ વાલ્મિકીને રામ ના જીવન વિષે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઇ. આ જ અરસામાં સીતા વાલ્મિકીના આશ્રમમાં રહેવા આવ્યા અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યુ. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા.

* રામાયણની પૃષ્ઠભૂમિ

રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રાજા રામની જીવન કથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રાવણ પુરી પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

રામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવ જાતિઓ હતી; જ્યારે વાલ્મિકી રામાયણમાં આ વિષે કોઇ ચોખ્ખાઇ કરવામાં આવી નથી. મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર, રાક્ષસ – આ બધી જુદી જુદી માનવ જાતિઓ હોઇ શકે છે. પરંતુ દરેક સમુહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય – જેમ કે – ઉડવું, પર્વત કે શિલા ઉંચકવી, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું વગેરે.

કથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઇ દેવ વગેરે મારી શકે નહિ. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઇ અભય-વરદાન માંગ્યુ નહી. અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઇને રાવણનો વધ કર્યો.

* સામાજીક જીવન

રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. વાલ્મીકી રામાયણમાં ચાતુર્વર્ણવ્યવસ્થા નો ઉલ્લેખ બહુ જોવા મળતો નથી. પણ ત્યારે વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી ન હતી તેવું ન માની શકાય. રામાયણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે. ગુહ જંગલમાં ઉછરેલો, જંગલના રાજાનો પુત્ર હતો. પરંતુ મહાભારતમાં જેમ એકલવ્યને જંગલના રાજાના પુત્ર હોવાથી શિક્ષણ આપવામાં આવતું નથી તેવું રામાયણમાં જોવા મળતુ નથી. રામાયણમાં ગુહ રામની સાથે જ ભણે છે અને રામના મિત્ર તરીકે ગણાય છે.

વાનરો જંગલમાં રહેતા હતા; છતાં તેમને કોઇ રીતે હલકા ગણવામાં આવ્યા નથી. ઉલટું રામ તેમનો આશરો લે છે અને તેના રાજા સુગ્રીવને પોતાનો પરમ મિત્ર માને છે. રાક્ષસો સાથે રામને દુશ્મની હતી અને ઘણા રાક્ષસોને તેમણે માર્યા, પરંતુ વિભીષણ રાક્ષસ કુળનો હોવા છતાં તેને શરણ આપ્યુ અને તેને લંકાનો રાજા બનાવ્યો. ઉપરાંત રાવણને પણ અગ્નિસંસ્કાર કરવા માટે રામે આગ્રહ રાખેલો.

ઋષિઓ ત્યારે જંગલમાં રહી યજ્ઞો કરતા દર્શાવવામાં આવ્યા છે. અને તેઓ એકલા નહી પરંતુ મોટા સમૂહોમાં રહતા હતા. ઘણા ઋષિઓને મોટા મોટા આશ્રમો, પોતાના વનો, સરોવરો કે તળાવો હતા. એટલે કે તેમના આશ્રમો એટલા વિશાળ હતા કે તે પર્વતો, સરોવરો કે પુરા વનને આવરી લેતા.

લોકોનું જીવન ચાર ભાગોમાં વહેચાયેલું હતુ – બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ.

પૃથ્વી પર અનેક રાજ્યો હતા અને દરેક રાજ્યમાં રાજા અને રાજાની નીચે અમાત્યો હતા. દરેક રાજ્યમાં મોટો પુત્ર જ રાજ્યનો વારસદાર થતો. સીતા ત્યાગના પ્રસંગ પરથી જાણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી-નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હતો અને રાજા પ્રજાની ઇચ્છાને અનુરૂપ જીવતો. સ્ત્રીઓને રાજ્ય કારભારમાં પુરતો અધિકાર જણાય છે. સ્ત્રીની બુદ્ધિ વિષે – ખાસ કરીને કૈકેયીના પ્રસંગે – વાલ્મીકી રામાયણમાં થોડા ઉલ્લેખો છે જે તેની બુદ્ધિને ચંચળ, સ્વાર્થી કે દીર્ઘદ્રષ્ટિ વગરની માને છે. પરંતુ સાથે સાથે અનુસુયા, સીતા, મંદોદરી, તારા વગેરેના વખાણ કરવામાં આવ્યા છે. રાવણ અને વાલી બન્ને નો નાશ તેમની પત્નીના કહેવાનો અનાદર કરવાથી થયો હતો.

રામના જીવનનો બોધ કુટુંબજીવનને આદર્શ બનાવવાનો છે જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને, પત્ની પતિની આજ્ઞા માને, પતિ પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઈ નાના ભાઈને પુત્રની જેમ સાચવે – વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે.

* બીજા રામાયણ

મૂળ રામાયણ તે વાલ્મિકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલુ છે  જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્વિક રહસ્ય સમજાવે છે.

તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ રામચરિતમાનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે.

વીસમી સદીમાં મોરારીબાપું રામાયણની કથા કહેવા માટે પ્રખ્યાત છે. ૧૯૮૭-૮૮ માં રામાનંદ સાગરે રામાયણ પરથી ટી.વી. સીરીઝ બનાવી હતી જે ખૂબ લોકપ્રિય થઇ હતી.

* રામાયણના ફેરફારો

નીચેના પ્રસંગો રામાયણમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે કારણ કે તે મૂળ વાલ્મિકી રામાયણમાં નથી.

1. અહલ્યા પત્થરની મૂર્તિ બની ગઇ તે પ્રસંગ વાલ્મિકી રામાયણમાં નથી. અહલ્યાને છોડીને ગૌતમ ઋષિ જતા રહે છે પછી અહલ્યા એકલવાયું જીવન જીવે છે જેમાં તે કોઇ સાથે બોલતી નથી. વિશ્વામિત્ર રામને તેના આશ્રમમાં લઇ આવે છે જેથી અહલ્યા ફરીથી પ્રસન્ન ચિત્ત થાય છે અને ગૌતમ મુનિ તેને ફરીથી સ્વીકારે છે. રામનું પત્થરની મૂર્તિ ને પગથી સ્પર્શ કરવો વગેરે રૂપક કલ્પના છે.

2. મિથિલા નગરીમાં રામ જાય છે ત્યારે સીતાનો સ્વયંવર નથી હોતો પરંતુ કોઇ યજ્ઞ ચાલતો હોય છે જેમાં કૌતુક ખાતર વિશ્વામિત્ર અને જનક રામને ધનુષ બતાવે છે. તે ધનુષ વજનદાર અને ખૂબ જુનુ હોય છે જે રામ ઉપાડીને જ્યારે સંધાન કરે છે ત્યારે જુનુ હોવાથી તુટી જાય છે. જનક રામના પરાક્રમથી ખુશ થઇ સીતાને પરણાવવાની વાત કરે છે.

3. ઉર્મિલા જ જનક રાજાની પુત્રી હોય છે. સીતા તેમને જમીનમાંથી મળેલી હોય છે જ્યારે માંડવી અને શ્રુતકીર્તિ જનકના ભાઈ કુશધ્વજની પુત્રીઓ છે.

4. લગ્ન વખતે રામની ઉંમર ૧૬ વર્ષની છે. રામ-સીતાના લગ્ન પછી તેઓ અયોધ્યામાં ૧૨ વર્ષ રહે છે. આથી વનવાસ વખતે રામની ઉંમર ૨૮ વર્ષની હોય છે.

5. કૈકેયી કોઇ યુદ્ધ વખતે ઘાયલ દશરથને બચાવી દૂર લઇ જાય છે. રથના પૈડાંમાં આંગળી નાંખવાની વાત વાલ્મિકી રામાયણમાં નથી.

6. ગંગા પાર કરતી વખતે કેવટનો પ્રસંગ પણ તુલસીદાસની કલ્પના છે. વાલ્મિકી રામાયણમાં ગુહ રાજાના નાવિકો રામને ગંગા પાર કરાવે છે.

7. દરેક આશ્રમમાં ઘણા ઋષિમુનિઓ રહેતા હોય છે. આશ્રમો ખૂબ વિશાળ અને પોતાના વનો, બગીચાઓ ધરાવતા હોય છે. દરેક આશ્રમમાં ખાવા માટે મુખ્યત્વે કંદ, મૂળ, ફળો વગેરે પ્રાપ્ય હોય છે અને દરેકને માટે રહેવાની અલગ વ્યવસ્થા હોય છે.

8. ભરત અયોધ્યાના લોકો અને સેના સહિત ગંગા પાર કરે છે; ગુહ રાજાના નાવિકો બધી જ હોડીઓમાં પુરા રસાલાને રથો, સામાન સહિત નદી પાર કરાવે છે. હાથીઓ તરીને નદી પાર કરે છે.

9. ચિત્રકુટમાં રામ જ્યાં રહે છે ત્યાં બીજા બ્રાહ્મણો કે વાનપ્રસ્થ લોકો પણ વસતા હોય છે.

10.ચિત્રકુટ છોડ્યા પછી દંડકારણ્યમાં રામ દશ વર્ષ સુધી રહે છે જે દરમિયાન બધા ઋષિઓની સાથે રહે છે અને એક આશ્રમથી બીજા આશ્રમ એમ ફરતા રહે છે.

11. પંચવટીમાં સીતાનો અગ્નિપ્રવેશ અધ્યાત્મ રામાયણમાં દર્શાવ્યો છે, વાલ્મિકી રામાયણમાં નથી.

12. ખર-દૂષણના વધ વખતે રામ ઘાયલ થાય છે અને તેમને લોહી પણ નીકળે છે. લગભગ ત્રણ મુહુર્ત કે આઠ કલાકના યુદ્ધમાં ખર-દૂષણની ૧૪ હજારની સેનાનો નાશ થાય છે. ઘણા સૈનિકો ભાગી જાય છે અને રાવણને સમાચાર આપે છે. આ પછી રાવણ મારીચ પાસે રામ વિષે જાણવા જાય છે. મારિચ તેને રામને કશુ ન કરવા સલાહ આપે છે જેથી રાવણ પાછો લંકા જાય છે. ફરીથી શૂપર્ણખા ના કહેવા પછી તે મંત્રી જોડે ચર્ચા કરી સીતાનું અપહરણ કરવાનો વ્યૂહ ઘડે છે.

13. લક્ષમણ જ્યારે રામને શોધવા સીતાને એકલા મુકી જાય છે ત્યારે સીતા ઘરની બહાર હોય છે. લક્ષ્મણ રેખાનો વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ નથી.

14. રાવણ બ્રાહ્મણનો વેષ ધરી સીતાને જોવા આવે છે. તે ભિક્ષા માંગવા આવતો નથી. આતિથ્ય સત્કારના ધર્મ મુજબ સીતા તેને કંદ,મૂળ,ફળો આપે છે. રાવણ સીતાને પોતે રાવણ હોવાનું અને પોતાની સાથે ચાલી નીકળવાની વાત કરે છે જેનો સીતા ઇન્કાર કરે છે. આથી તેને કેડેથી પકડી લઇ રાવણ ચાલતો થાય છે અને પોતાના રથમાં લઇ જાય છે.

15. રાવણ એકલો નથી હોતો; બલકે તેની સાથે તેના સેવકો અને સારથી હોય છે જેનો જટાયુ સાથેના યુદ્ધમાં નાશ થાય છે.

16.રામ શબરીને મળવા જાય છે ત્યારે તેને શબરી ફળો વગેરે આપી સ્વાગત કરે છે. શબરીના એઠા બોર ખાવા તે કોઇ કવિની કલ્પના છે.

ભગવાન શિવના છે 19 અવતાર

2

|| ભગવાન શિવના છે 19 અવતાર ||

ફાગણ મહિનાના કૃષ્મ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસે ભગવાન શિવ લિંગ રૂપમાં પ્રગટ થયા હતા. આ વખતે આ પર્વ 27 ફેબ્રુઆરી, ગુરુવારે છે. આ ખૂબ જ શુભ અવસર ચે, ભગવાન શિવના ચરિત્ર, સ્વરૂપ અને અવતારો વિશે જાણવાનો. પુરાણો પ્રમાણે શિવનો અર્થ જ છે કલ્યાણ સ્વરૂપ અને કલ્યાણ કરનાર. ભગવાન શિવ સદૈવ પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે. મહાદેવના અનેક અવતાર લઈને પોતાના ભક્તોનું રક્ષણ કર્યું છે. ધર્મની સ્થાપના અને દુષ્ટોના નાશ માટે પણ ભોલેનાથે અનેક અવતાર ધારણ કર્યા. શિવ મહાપુરાણમાં ભગવાન શિવના અનેક અવતારોનું વર્ણન મળે છે, પરંતુ ખૂબ જ ઓછઠા લોકો જાણે છે આ અવતારો વિશે. મહાશિવરાત્રિના અવસરે અમે તમને બતાવી રહ્યા છીએ શિવના આ અવતારો વિશે. આગળની સ્લાઈડ્સમાં વાંચો શિવના વિવિધ અવતારો લેવા પાછળનો શો ઉદ્દેશ્ય હતો.

શિવના એ અવતાર આપાવી શકે છે શનિ પીડાથી મુક્તિ માનવ જીવનમાં પિપ્પલાદ અવતારનું સૌથી વધારે મહત્વ છે. શનિ પિડાનું નિવારણ પિપલાદની કૃપાથી જ શક્ય થઈ શકે છે. કથા છે કે પિપ્પલાદે દેવતાઓને પૂછ્યું – શું કારણ છે કે મારા પિતા દધીચી મારા જન્મ પહેલાજ મને છોડીને ચાલ્યા ગયા? દેવતાઓ એ બતાવ્યું કે શનિગ્રહની દ્રષ્ટિને કારણે જ આવો કુયોગ બન્યો છે. પિપ્પલાદ આ સાંભળીને ખૂબ ગુસ્સે થયા. તેણે શનિને નક્ષત્ર મંડળથી પડવાનો શ્રાપ દઈ દીધો.
શ્રાપના પ્રભાવથી શનિદેવ તે જ સમયે આકાશથી પડવા લાગ્યા. દેવતાઓની પ્રાર્થના પર પિપ્પલાદે શનિને એ વાત પર ક્ષમા કર્યા કે તે જન્મથી 16 વર્ષ સુધી કોઈને પીડા નહીં આપે. ત્યારથી પિપ્પલાદના સ્મરણ માત્રથી તેની પીડા દૂર થઈ જાય છે. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પણ પીડા દૂર થઈ જાય છે કારણ કે પીપળાનું વૃક્ષ ભગવાન શંકરનું જ સ્વરુપ માનવામાં આવે છે.
આ માટે નામ પડ્યું પિપ્પલાદ ભગવાન પિપ્પલાદનો જન્મ પીપળાના વૃક્ષની નીચે થયો. પીપળાની નીચે જ તપ કર્યું અને પિપળાના પાનને જ ભાજન તરીકે ગ્રહણ કર્યું હતા. આ માટે શિવના આ અવતારનું નામ પિપ્પલાદ પડ્યું છે. કહે છે કે સ્વયં બ્રહ્માએ જ શિવના આ અવતારનું નામકરણ કર્યું હતું.
શિવ પુરાણમાં તેવો ઉલ્લેખ મળે છે.

पिप्पलादेति तन्नाम चक्रे ब्रह्मा प्रसन्नधी:।
शिवपुराण शतरुद्रसंहिता

અર્થાત બ્રહ્માએ પ્રસન્ન થઈ સુવર્ચાના પુત્રનું નામ પિપ્પલાદ રાખ્યું

આમ થયો શિવ નો નંદી અવતાર:- શીલાડી મુનિ બ્રહ્મચારી હતા. વંશ સમાપ્ત થતો જોઈ એમના વડવાઓએ એમને સંતાન ઉત્પન્ન કરવા કહ્યું. શાલાડીએ સંતાન ની કામના સાથે ઇન્દ્ર દેવ ને તાપ થી પ્રસન્ન કરી અયોનીજ અને મૃત્યુહીન પુત્ર નું વરદાન માંગ્યું. જેમાં ઇન્દ્ર એ અસમર્થતા દર્શાવી તથા ભગવાન શિવ ને પ્રસન્ન કરવા કહ્યું. ત્યારે શીલાડીએ કઠોર તપસ્યા કરી શિવને પ્રસન્ન કર્યા અને એમની સામે પણ અયોનીજ અને મૃત્યુહીન પુત્રનું વરદાન માંગ્યું.
ભગવાન શિવે સ્વયમ શીલાડીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાનું વરદાન આપ્યું.થોડા સમય પછી ખેતર ખેડતી વેલા શીલાડીને ભૂમિ માંથી ઉત્પાન એક બાળક મળ્યું. શીલાડીએ એનું નામ નંદી રાખ્યું. એક દિવસ ભગવાન શંકર દ્વારા મોકલેલ મિત્રા, વરુણ નામક બે મુનિઓ શીલાદીના આશ્રમ માં આવ્યા. એમને નંદી ને જોઈ કહ્યું કે નંદી અલ્પાયુ છે,નંદીને જ્યારે આ જ્ઞાત થયું તો એ મહાદેવ ની આરાધના થી મૃત્યુ ને જીતવા માટે વનમાં ચાલ્યો ગયો. વનમાં એને શિવજીનું આરંભ કર્યું. ભગવાન શિવ નંદીના તાપ થી પ્રસન્ન થયા અને દર્શન દઈને કહ્યું, ‘વત્સ નંદી ! તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? તું તો અજર અને અમર, અને અદુખી છો.

મારા અનુગ્રહ થી તને જરા, જન્મ અને મૃત્યુ કાઈથી પણ ભય નહિ રહે. ભગવાન શંકરે ઉમાની સમ્મતિ થી સંપૂર્ણ ગણો, ગણેશ અને વેદો ની સમક્ષ ગણોના અધિપતિ નાં રૂપે નંદીનો અભિષેક કરાવ્યો. આ રીતે નંદી નંદીશ્વર થયા. મારુતો ની પુત્રી સુયાષા સાથે નંદીનો વિવાહ થયો. ભગવાન શંકર ની પ્રતિજ્ઞા છે કે જ્યાપન નંદીનો નિવાસસ હશે ત્યાં એમનો પણ નિવાસ હશેજ.

શિવના આ અવતારે વધ કર્યો હતો બ્રહ્માજીનાં માથાનો ધર્મ ગ્રંથો અનુસાર ભૈરવ પણ ભગવાન શંકરના જ અવતાર છે. ભગવાન શંકરના આ અવતારથી આપણા અવગુણોને ત્યાગવાનું શીખવાડે છે. ભૈરવ વિશે પ્રચલિત વાત છે કે એ અતિક્રોધી, તામસિક ગુણો વાળા તથા મદિરાનું સેવન કરનાર છે. આ અવતારનું મૂળ ઉદ્દેશ્ય છે કે મનુષ્ય પોતાના બધા અવગુણ જેવા મદિરાપાન, તામસિક ભોજન, ક્રોધી સ્વભાવ વગેરે ભૈરવને સમર્પિત કરી પૂર્ણ ધર્મમય આચરણ કરો.

ભૈરવ અવતારથી આપણે એ પણ સમજ મળે છે કે દરેક કાર્ય-વિચાર કરીને જ કરવાનું બરાબર રહે છે. વગર વિચારે કામ કરવાથી પદ તથા પ્રતિષ્ઠા ધૂંધળી થાય છે.

કાશિના અધિપતિ છે ભૈરવ –

શિવ મહાપુરાણમાં ભૈરવને ભગવાન શંકરનું પૂર્ણ રૂપ જણાવવામાં આવે છે. અનેક અવતારની કથા આ પ્રકારે છે – એક વાર ભગવાન શંકરની માયાથીપ્રભાવિત થઈ બ્રહ્મા તથા વિષ્ણુ પોતાને શ્રષ્ઠ માનવા આવે છે. આ વિષયમાં જ્યારે વેદોથી પૂછી ગયા ત્યારે તેને શિવને સર્વશ્રેષ્ઠ તથા પરમતત્વ કહ્યું. પરતું બ્રહ્મા તથા વિષ્ણુએ તેની વાતને ખંડન કરી દીધી. ત્યારે ત્યાં ભગવાન શંકર પ્રગટ થયા. તેને જોઈને બ્રહ્માજીએ કહ્યું કે ચંદ્રશેખર તમે મારા પુત્ર છે. આથી મારા શરણમાં આઓ. બ્રહ્માની એવી વાત સાંભળીને ભગવાનશંકરને ક્રોધ આવી ગયો. તેને ક્રોધથી ત્યાં એક તેજ-પૂંજ પ્રગટ થાય અને તેમાં એક પુરુષ દેખાયો.

ભગવાન શિવે તેને પુરુષાકૃતિથી કહ્યું કે કાળની ભાંતિ શોભિત થવાને કારણે તમે સાક્ષાત કાલરાજ છો. તમારાથી કાળ પણ ભયભિત રહેશે, આથી તમે કાલભૈરવ પણ છો. મુક્તિપુરી કાશીનું આધિપત્ય તમને સર્વદા પ્રાપ્ત રહેશે. તે નગરીના પાપીઓનું શાસન પણ તમે જ કરશો. ભગવાન શંકરથી આ વરદાન પ્રાપ્ત કરી કાળભૈરવે આપની આંગળીના નખથી બ્રહ્માનું એક માથું કાપી લીધું.

આ વાત શીખો અશ્વત્થામાનાં અવતારથી મહાભારતનાં પ્રમુખ પાત્રોમાંથી એક અશ્વત્થામા ભગવાન શંકરનાં અંશાવતાર હતાં.એવી માન્યતા છે કે અશ્વત્થામાં અમર છે અને તે આજે પણ ધરતી પર જ નિવાસ કરે છે.ભગવાન શંકર અશ્વત્થામાનાં અવતારથી આપણે ક્રોધ પર નિયંત્રણ રાખતાં શીખવું જોઇએ કારણ કે ક્રોધ જ દરેક દુ:ખોનું કારણ છે. ક્રોધ પર નિયંત્રણ રાખવાનો ગુણ અશ્વત્થામાં હતો નહી. તે સાથે એક બીજી વાત પણ આપણે અશ્વત્થાત્માથી શીખવી જોઇએ તે એ છે કે જે પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ તે પુર્ણ પ્રાપ્ત કરીએ.અધુરૂ જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે.અશ્વત્થાત્મા બ્રહ્માસ્ત્ર ચલાવવું તો જાણતાં હતાં પરંતુ તેમનો ઉપસંહાર કરવું નહી.છતાં પણ તેમણે અર્જુન પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો જેનાં કારણે સમગ્ર સૃષ્ટિ પર વિનાશનો ભય ઊભો થયો. આ તથ્યથી આપણને શિક્ષા મળે છે તે ક્રોધ તથા અપુર્ણ જ્ઞાનથી ક્યારેય સફળતા નથી મળતી.

દ્રોણાચાર્યનાં પુત્ર હતાં અશ્વત્થામા

મહાભારતનાં અનુસાર અશ્વત્થાત્મા મહાદેવ, યમ, કાલ અને ક્રોધનાં સમ્મિલિત અવતાર હતાં.અશ્વત્થાત્મા દ્રોણાચાર્યનાં પુત્ર હતાં.અશ્વત્થાત્મા અત્યંત શુરવીર, પ્રચંડ, ક્રોધી સ્વભાવનાં યોદ્ધા હતાં. મહાભારત સંગ્રામમાં અશ્વત્થાત્માએ કૌરવોની સહાયતા કરી હતી.હનુમાનજી વગેરે સાત ચિરંજીવીઓમાં અશ્વત્થાત્માનું નામ પણ આવે છે.આ વિષયમાં એક શ્લોક પણ પ્રચલિત છે.

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:।
कृप: परशुरामश्च सरतैते चिरजीविन:॥

અર્થાત અશ્વત્થાત્મા, રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભિષણ,કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવી છે.શિવ મહાપુરાણ (શતરૂદ્ર સંહિતા – 37) નાં અનુસાર અશ્વત્થાત્થાત્મા આજે પણ જીવે છે અને ગંગાનાં કિનારે નિવાસ કરે છે પરંતુ તેમનો નિવાસ ક્યાં છે,એ બતાવ્યું નથી.

ભૂખનું સ્વરુપ છે ગૃહપતિઅવતાર ભગવાન શંકરનો સાતમો અવતાર છે ગૃહપતિ અવતાર. આ અવતાર આપણને સંદેશો આપે છે જે કાર્ય આપણે કરીએ છીએ તે કાર્યના કેન્દ્રમાં હંમેશા ભગવાનને રાખવા. જો આપણે ફક્ત ભોજન પ્રાપ્તિ માટે કોઈ પણ કાર્ય કરીએ તો તેનું માધ્યમ પવિત્ર અને ધર્માનુસાર હોવું જોઈએ. આ કાર્યમાં કોઈનું પણ અહિત ના થવું જોઈએ. તો જ આપણું કાર્ય સફળ થશે. પુરાણો અનુસાર આપણા શરીરમાં સ્થિત જઠરાગ્નિ ભગવાન શંકરનો ગૃહપતિ અવતાર છે. ભૂખ લાગે તો આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ તેનાથી આપણા શરીરને પોષણ મળે છે. આપણા શરીરમા સૂક્ષ્મ પ્રાણોની સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. જો આ અવતારનો મૂળ સંદેશ જઠરાગ્નિને શાંત કરવાનો હશે તો દરેક કાર્ય ધર્મ અનુસાર કરવું પડશે. શુચિષ્મતી – પુત્રના રુપમાં અવતરણ નર્મદા તટે ધરમપુર નામનું એક નગર હતું. ત્યાં વિશ્વાનર નામના એક મુનિ હતા તથા તેમની પત્ની શુચિષ્મતી હતી. શુચિષ્તમતીએ ઘણા લાંબા સમય સુધી નિસંતાન રહેવાથી પોતાના પતિ પાસે શિવ સમાન પુત્રની ઈચ્છા વ્યક્ત કરી. પત્નીની અભિલાષા પુરી કરવા માટે મુનિ વિશ્વનાર કાશી આવી ગયા. ત્યાં તેમણે તપ કરીને ભગવાન શિવના વિરેશ લીંગની સ્થાપ્ના કરી. એક દિવસ મુનિ વીરેશ લિંગના મધ્યે એક બાળક દેખાયું. મુનિએ બાલરુપધારી શિવની પૂજા કરી. તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે શુચિષ્મતિના ગર્ભમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું. કાલાંતરમાં શુચિષ્મતી ગર્ભવતી થયા અને ભગવાન શંકર શુચિષ્મતીના ગર્ભમાંથી પુત્ર રુપે પ્રકટ થયા.કહેવાય છે તે પિતામહ બ્રહ્માએ એ બાળકનું નામ ગૃહપતિ રાખ્યું.

ગુસ્સાથી થાય છે કેટલું નુક્શાન શીખવાડે છે શિવનો આ અવતાર ભગવાન શંકરના વિભિન્ન વતારોમાં ઋષિ દુર્વાસાનો અવતાર મુખ્ય માનવામાં આવે છે. ઋષી દુર્વાસા અત્યાધિક ક્રોધી સ્વભાવના હતા. નાની-નાની વાતોથી નારાજ થઈને તે શ્રાપ આપી દે છે. અવતારથી આપણે એ શીખ મળે છે કે ક્યારે પણ આપની શક્તિઓનો દુરોપયોગ ન કરવો જોઈએ. શક્તિનો દુરુપયોગ કરવાથી પોતાના જ બળને ક્ષીણ થાય છે.
ક્રોધ પર નિયંત્રણ રાખીને જ આપણે બધાના વિશ્વાસપાત્ર તથા સ્નેહી બની શકીએ છે. આથી ભગવાન શંકરના ઋષી દુર્વાસા અવતારથી ક્રોધી ન બનવાની શીખ લેવી જોઈએ. મહર્ષિ અત્રિના પુક્ષથી દુર્વાસા –
સતી અનસૂયાના પતિ મહર્ષિ અત્રિએ બ્રહ્માના નિર્દેશ અનુસાર પત્ની સહિત ઋક્ષકુલ પર્વત પર પુત્રકામનાથી ઘોર તપ કર્યું. તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે તેના આશ્રમ પર આવ્યા. તેને કહ્યું – આપણા અંશથીતમારા ત્રણ પુત્ર થશે, જે ત્રિલોકમાં વિખ્યાત તથા માતા-પિતાના યશને વધારનારા હશે. સમય આવવાથી બ્રહ્માજીના અંશથી ચંદ્રમા થયા જે દેવતાઓ દ્વારા સમુદ્રમાં ફેંકતા તેમાંથી પ્રગટ થયા. વિષ્ણુના અંશોથી શ્રેષ્ઠ સન્યાસ પદ્ધતિને પ્રચલિત કરનારા દત્ત ઉત્પન્ન થયા અને રૂદ્રના અંશથી મુનિવર દુર્વાસાએ જન્મ લીધો.

શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ છે –

अत्रे: पत्न्यनसूया त्रीञ्जज्ञे सुयशस: सुतान्।
दत्तं दुर्वाससं सोममात्मेशब्रह्मïसम्भवान्॥ -भागवत

અર્થ – અત્રિની પત્ની અનસૂયાથી દતાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના ત્રણ પરમ યશસ્વી પુત્ર થયા. આ ક્રમશઃ ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયા હતા.

ભગવાન શિવનો શ્રેષ્ઠ અવતાર છે હનુમાન ભગવાન શંકરનો હનુમાન અવતાર બધા અવતારોમાં શ્રેષ્ઠ છે. આ અવતારમાં ભગવાન શંકરને એક વાનરના રૂપમાં અવતાર લીધો. શિવનો આ અવતાર બળ, બુદ્ધિ વિદ્યા, ભક્તિ અને પરાક્રમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ અવતારથી આપણે શીખ લેવી જોઈએ કે, જો તમે પોતાની ક્ષમતાને ઓળખો તો બધુ જ શક્ય છે. જે રીતે હનુમાનને પોતાની ક્ષમતા જાણી સમુદ્ર પાર કર્યો હતો તે જ રીતે આપણી માટે તે કંઈપણ અસંભવ નથી. ધર્મના પથ ઉપર ચાલીને રામનો હનુમાને સાથ આપ્યો એ જ રીતે આપણે ધર્મના માર્ગ ઉપર ચાલીએ તો ભગવાન આપણી સહાયતા ચોક્કસ કરશે.

આવી રીતે થયો હનુમાનનો જન્મઃ-

વિષ્ણુજીના મોહિની રૂપને જોઈ લીલાવશ શિવજીએ કામાતૂર થઈ પોતાનો વીર્યપાત કરી દીધો. સપ્તઋષિઓએ આ વીર્યને કેટલાક પત્તામાં ગ્રહહિત કરી ગૌતમની પુત્રી અંજનીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યો જેનાથી અત્યંત તેજસ્વી તથા પ્રબળ પરાક્રમી શ્રીહનુમાનજી ઉત્પન્ન થાય.

હનુમાનજી બધી વિદ્યાઓનું અધ્યયન કરી તેઓ પત્ની વિયોગથી વ્યાકુળ રહેનાર સુગ્રીવના મંત્રી બની ગયા. તેમને પત્ની હરથી ખિન્ન અને ભટકતા રામચંદ્રજીની સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. સીતાજીની શોધમાં સમુદ્ર પાર કરી લંકા ગયા અને ત્યાં તેમને અદભૂત પરાક્રમ બતાવ્યું. હનુમાનજીએ રામ-રાવણ યુદ્ધમાં પણ પોતાનું પરાક્રમ બતાવ્યું અને સંજીવની બૂટી લાવી લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. અહિરાવણને મારી લક્ષ્મણ અને રામને બંધનથી મુક્ત કરાવ્યા.

એજ રીતે હનુમાનજી અવતાર લઈ ભગવાન શિવને પોતાના પરાક્રમ ભક્ત શ્રીરામની સહાયતા કરી.

મહાભારત

4

|| મહાભારત ||

મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઈઓના પુત્રો – પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવ અર્જુનના સારથીની ભૂમિકા ભજવે છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ ગીતા (ભગવાને ગાયેલું ગીત) કહે છે. મહર્ષિ વેદ વ્યાસના પ્રિય શિષ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા ને વિસ્તાર સહિત કહેવાથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે.

* પરિચય

સ્વયં વ્યાસજી આ ગ્રંથ માટે એમ લખે છે કે,

“યદિહાસ્તિ તદન્યક્ષત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત્”

એટલે કે, જે આ ગ્રંથ મહાભારતમાં છે તે જ બીજા ગ્રંથો છે, જે આ મહાભારતમાં નથી તે બીજા કોઇ ગ્રંથોમાં નથી, અર્થાત આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી પણ એક શબ્દકોષ છે. જો કોઇ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનું પુર્ણ જ્ઞાન થઇ જાય છે. આ ગ્રંથનું મૂળ નામ ‘જય’ ગ્રંથ હતુ અને પછી તે ‘ભારત’ અને ત્યાર બાદ ‘મહાભારત’ તરીકે ઓળખાયો. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧,૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો – ઇલિયડ અને ઓડિસીથી વીસ ગણા વધારે છે. મહાભારતમાંજ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ ગીતા સમાયેલી છે. મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોનું સંકલન જ નથી પરંતુ તે હિંદુ ધર્મ અને વૈદિક પરંપરાનો સાર છે. મહાભારતની વિશાળતાનો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોકથી આવી શકે છે: “જે (વાત) અહીં (મહાભારત માં) છે તે તમને સંસારમાં કોઇને કોઇ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે.”

મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓની વાર્તાથી વધીને અનેક ગણુ વ્યાપક અને વિશાળ છે, તેના રચયિતા વેદવ્યાસનું કહેવુ છે કે મહાભારત ધર્મ, અર્થ, કામ, અને મોક્ષની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે.

* પૃષ્ઠભૂમિ અને ઇતિહાસ

કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવેલું અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલા એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઇ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મુક્યા છે. આ શ્લોક સમજતા-લખતા ગણેશજીને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા.
આ મહાકાવ્યની શરુઆત એક નાની રચના ‘જયગ્રંથ’ થી થઇ. જો કે તેની કોઇ નિશ્ચિત તિથી ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવે છે. વિદ્વાનોએ તેની તિથી નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ મતભેદો હજુ ચાલે છે.

આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુ વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધ ના સમય પહેલા ચોક્કસ પુરુ થઇ ગયું હતુ.

શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફ થી લડતો હતો તેને રામાયણ ના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઇ વિદ્વાનો મહાભારતનો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિંદુ ધર્મનો આધુનિક આધાર બન્યો છે.

આર્યભટ્ટ ના મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વે માં થયુ. કળિયુગની શરૂઆત આ યુદ્ધના પછી (કૃષ્ણના દેહત્યાગ) પછી થઇ.

મોટાભાગના પૌરાણીક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઇ) ના વિકાસ થયા પહેલા તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે.

* મહાભારત: અનુપમ કાવ્ય

મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુર ના રાજ્ય માટે બે વંશજો – કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુ નો વિસ્તાર આજ ના ગંગાથી ઉત્તર-યમુના ની આસ-પાસ નો દોઆબ ના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજના હરિયાણા માં આવેલા કુરુક્ષેત્રની આસપાસ થયું હશે એમ માનવામાં આવે છે જેમાં પાંડવોનો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ પરત જવા પછી યદુ-વંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કળિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઇમા સત્યની હાની થયેલ. આ કલિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામા આવે છે. જેમા તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે કલ્કિ નામક વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે.

* કથા

મહાભારતની કથામા એકસાથે ઘણીબધી કથાઓ વણાયેલી છે, જેમાંની અમુક મુખ્ય કથાઓ નીચે મુજબ છે:

* કર્ણ ની કથા:

કર્ણ એક મહાન યોદ્ધા હતો પરંતુ પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શક્તિ ક્ષીણ થઇ ગઇ હતી. કર્ણ કુંતીનો પુત્ર હતો. તે યુધિષ્ઠિર નો મોટો ભાઈ હતો. કુંતીએ લગ્ન પહેલા તેને મળેલાં વરદાનની પરખ કરવાં સુર્ય દેવનું અહ્વાન કરતાં કર્ણની પ્રાપ્તિ થઇ હતી. બદનામીથી બચવા તેણે કર્ણને કાવડીમા મુકી નદીમા પધરાવી દીધો હતો. રાધા નામની દાસીએ તેને ઉછેરીને મોટો કર્યો તેથી તે રાધેય તરીખે પણ ઓળખાયો. કર્ણ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો. કોઇ અસ્ત્ર કે સસ્ત્ર તેને ભેદી શકે નહિ. કર્ણ દાનેશ્વરી હતો અને પોતાને આંગણે આવેલાં કોઇપણ યાચકને તે ખાલી હાથે જવા દેતો નથી, તેની આ વિશેષતાનો લાભ લઇને ઇન્દ્રએ(શ્રીકૃષ્ણના કહેવાથી(સંદર્ભ આપો)) ક્પટથી તેનુ કવચ અને કુંડળ લઇ લીધાં હતાં નહીતર કુરુક્ષેત્રનાં યુદ્ધમાં તેને જીતવો ઘણું અઘરૂં થઇ પડ્યું હોત.

* ભીષ્મ ની કથા:

જેમણે પોતાના ઉત્તરાધિકારનું રાજપાટ પોતાના પિતાની ખુશી માટે ત્યાગી દીધુ હતું, કારણકે, તેમના પિતા શાંતનુને એક માછીમાર કન્યા સાથે વિવાહ કરવો હતો. ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને પિતા શાંતનુ દ્વારા ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું.

* ભીમ ની કથા:

જેઓ પાંચ પાંડવોમાનાં એક હતા અને પોતાના બળ અને સ્વામિભક્તિનાં કારણે ઓળખાતા હતા.

* યુધિષ્ઠિર ની કથા:

યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટા હતા અને તેમને ધર્મરાજના નામે પણ ઓળખવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું એમણે એમના જીવન દરમિયાન તેમણે ક્યારેય જુઠું બોલ્યું નહોતું અને માત્ર એક જ વખત કૃષ્ણ ના કારણે જુઠું તેમણે બોલવું પડ્યું હતું.

* સંક્ષિપ્ત કથા

ભારત દેશ ના સ્થાપક ભરત ના વંશજ શાંતનુ હસ્તિનાપુરમાં રાજય કરતા હોય છે અને તેને ગંગા થી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતા શાંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે.

ત્યારબાદ શાંતનુ માછીમારની કન્યા સત્યવતી ને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસે થી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુર નો રાજા થાય એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલિન યુવરાજ દેવવ્રતના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદનો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્ય માં રાજ્યનો હિસ્સો માંગે નહી આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે.
સત્યવતીના પુત્રો ચિત્રવિર્ય અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યા ઓ અંબા, અંબિકા અને અંબાલિકા નું અપહરણ કરે છે અને અંબિકા અને અંબાના લગ્ન ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબાલિકા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞા થી બંધાયે ભીષ્મ તેની સાથે લગ્ન કરી શક્તા નથી.

ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે પ્રસ્તાવ ભીષ્મ ઠુકરાવી દે છે.

સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબા, અંબિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબિકાનો પુત્ર પાંડુ રોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતા અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુર નો રાજા બને છે.

પાંડુને બે પત્ની છે – કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર,(અફઘાનિસ્તાન) ના રાજાની પુ્ત્રી ગાંધારી સાથે થયા હોય છે. તેનો ભાઈ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે.

કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઇ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલા સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો.

પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમ, ઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ પુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુ્ત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યું પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે.

હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધન, દુઃશાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે.

* આધુનિક મહાભારત

કહેવાય છે કે મહાભારતમાં વેદો અને અન્ય હિન્દુ ગ્રંથોનો સાર નિહિત છે. અને સત્ય એ પણ છે કે આ ગ્રંથમાં એક બીજાથી જોડાયેલ ઘણી વાતો, દેવી દેવતાઓના જન્મની વાતો, પૌરાણિક અને બ્રમ્હાંડીય ઘટનાઓ, દાર્શનિક રસ સમેત જીવનમાં દરેક રીતે સમાહિત છે. આ વાતો સામાન્ય રીતે બાળકોને શિખવવામાં આવે છે, અને ઘર તેમ જ અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ કરવામાં આવે છે. મહાભારત કહે છે કે જેમણે આ નહીં વાંચ્યું હોય, એની આધ્યાત્મિક અને યોગિક ખોજ અધૂરી જ રહે છે.

૧૯૮૦ની આસપાસ મહાભારત ભારતમાં ટેલિવિઝનના પડદા પર પહેલી વાર દૂરદર્શનના માધ્યમ દ્વારા ઘર-ઘરમાં આવ્યું અને અભૂતપૂર્વ રજુઆતથી અત્યંત લોકપ્રિય થયું. ૧૯૮૯ મેં પીટર બ્રુક દ્વારા પહેલી વાર આ ફિલ્મ અંગ્રેજીમાં બની