।। જગતના સર્વ મંત્રોમાં શિરોમણી, જૈન ધર્મનો શાશ્વત અને મહાન મંત્ર પંચ પરમેષ્ટિ શ્રી નવકાર મહામંત્ર સચિત્ર ।।

।। જગતના સર્વ મંત્રોમાં શિરોમણી, જૈન ધર્મનો શાશ્વત અને મહાન મંત્ર પંચ પરમેષ્ટિ શ્રી નવકાર મહામંત્ર સચિત્ર ।।

|| ચાતુર્માસના નિયમો અને જૈનોએ ખાસ સાચવવા જેવી કાળ મર્યાદા અને સૂતક વિચાર ||

1

2

3

4

5

6

7

8

9

|| ચાતુર્માસના નિયમો અને જૈનોએ ખાસ સાચવવા જેવી કાળ મર્યાદા અને સૂતક વિચાર ||

1  2

3 4

5

|| ચાતુર્માસના નિયમો અને જૈનોએ ખાસ સાચવવા જેવી કાળ મર્યાદા અને સૂતક વિચાર ||
6  7
  

 

 

નવકારવાળીમાં માળામાં ૧૦૮ મણકા શા માટે ?

AAA

|| નવકારવાળીમાં માળામાં ૧૦૮ મણકા શા માટે ? ||

પ્રભુના નામસ્મરણ માટે માળા કરવામાં આવે છે. પ્રત્યેક ધર્મમાં માળા તો હોય જ છે.

રુદ્રાક્ષની માળા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સામાન્ય રીતે પંચમુખી રુદ્રાક્ષની માળાનો જાપ માટે ઉપયોગ કરવો જોઈએ.
નવકાર મંત્રની સાધનામાં સાધકોને આગળ વધવા માટે માળા કે જેને આપણે નવકારવાળી કહીએ છીએ એનું ભારે મહત્વ છે. નવકાર મંત્રની સાધના કરનારે રોજ અમુક પ્રકારનો જાપ કરવાનો હોય છે. એની સંખ્યા ૫૦૦થી ઓછી હોતી નથી. આટલા મોટા જાપની ગણના કરમાળાથી કરવાનું કામ કપરું છે અને એમાં ભૂલ થવાનો સંભવ પણ છે. તેથી એના માટે માળા-નવકારવાળીનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતના લગભગ બધા જ ધર્મોમાં પ્રભુસ્મરણ તથા મંત્રજાપ કરવા માટે માળાનો સ્વીકાર થયો છે. આથી એ વાતની તો અવશ્ય પ્રતીતિ થાય છે કે ઇષ્ટ-સ્મરણ કે મંત્રજાપ માટે માળા એક અત્યંત ઉપયોગી સાધન છે.

આ માળા-નવકારવાળી ૨૭ મણકાની, ૩૬ મણકાની અને ૧૦૮ મણકાની હોય છે. એમાં ૧૦૮ મણકાની માળા-નવકારવાળી સર્વ કાર્ય સિદ્ધ કરનારી મનાય છે. જૈન શાસ્ત્રકારોએ આ ૧૦૮ મણકાની માળા-નવકારવાળીને જ પસંદગી આપી છે.

માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા શા માટે ? એનો ઉત્તર જૈન શાસ્ત્રકારો આપે છે કે નવકાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. પંચ પરમેષ્ઠી ભગવંતોના મુખ્ય ગુણ ૧૦૮ છે; જેમાં શ્રી અરિહંત પરમાત્માના ૧૨ ગુણ, શ્રી સિદ્ધ પરમાત્માના ૮ ગુણ, શ્રી આચાર્ય ભગવંતના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણ અને શ્રી સાધુ ભગવંતના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણ અને શ્રી સાધુ ભગવંતના ૨૭ ગુણ મળીને કુલ ગુણોનો સરવાળો ૧૦૮ થાય છે. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોના ૧૦૮ ગુણ હોવાથી આપણી માળા-નવકારવાળીમાં મણકા પણ ૧૦૮ રાખવામાં આવ્યા છે. આપણા પરમોપકારી એવા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોના ૧૦૮ ગુણોને યાદ રાખવા નીચેનું ચૈત્યવંદન ખૂબ જ ઉપયોગી છે:

બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી છે ભાવે
સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુ:ખ દોહગ જાવે
આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉવજ્ઝાય
સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય
અષ્ટોત્તર શત ગુણ મળી, એમ સમરો નવકાર
ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે નિત સાર

આમ પાંચ પરમેષ્ઠીના ગુણો ૧૦૮ છે અને એનો સરવાળો પણ ૯ થાય છે અને નવકાર મહામંત્રનાં પદ પણ ૯ છે. ૯નો અંક એ પૂર્ણ સંખ્યા છે એટલે આ પૂર્ણ સંખ્યાનો વિસ્તાર જ છે. વળી ૯નો આંકડો ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ પણ મહત્વનો છે :

૯ને ૧ વાર ૧૨થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૨ વાર ૬થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૩ વાર ૪થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૪ વાર ૩થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૬ વાર ૨થી ગુણીએ તો ૧૦૮ આવે છે.

આ ઉપરાંત ૧૦૮, ૮૧, ૭૨, ૬૩, ૫૪, ૪૫, ૩૬, ૨૭, ૧૮ વગેરે અંકનો સરવાળો ૯ જ આવે છે. આ જગમાં ૯ના અંકનો ભારે મહિમા જોવા મળે છે. નવકારનાં ૯ પદ છે. એ રીતે ગ્રહો ૯ છે. સમસ્ત સંસારને સમજવાનાં તત્વો ૯ છે, બ્રહ્મચર્યની વાડો ૯ છે. એવી જ રીતે ઠાણાંગ નામના આગમમાં આવતા ૯ના પ્રત્યેક અંક સાથે નવકાર મંત્ર ગૂઢ અને ગાઢ સંબંધ ધરાવે છે. આ ૯નો અંક શબ્દમાં ‘નવ’ લખાય છે. આ ‘નવ’ શબ્દને ઊલટાવીએ તો ‘વન’ શબ્દ થાય છે. વન એટલે જંગલ, ભયંકર અટવી કે જ્યાં કોઈ જાતની સલામતી નથી. જ્યાં સાતે પ્રકારના ભય વચ્ચે મરતાં-મરતાં જીવવું પડે છે. આ ભયંકર વનમાં કાળી ચીસો પાડતા જીવને આંગળી ઝાલીને બહાર કાઢવાની અનુપમ શક્તિ જેનામાં છે તે નવકાર મહામંત્રનાં પદ પણ ૯ છે, એ એની પરમ મંગલકારિતાનો સૂચક છે.

મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ૧૦૮ના અંકનું ભારે મહત્વ છે. એ દૃષ્ટિએ પણ પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોને ધ્યાનમાં રાખી માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા રાખવામાં આવ્યા હોવાનું ફલિત થાય છે. આપણું મન અતિ વિચિત્ર છે, મર્કટ સમું ચંચળ અને સ્વચ્છંદ છે. મન બાંધ્યું બંધાય એમ નથી, પણ એને પાળ્યું પળાય એમ છે. આપણા જ્ઞાની ભગવંતોએ મનની ચંચળતાને ધ્યાનમાં લઈ મનને પંચ પરમેષ્ઠીમાં જોડવા માટે ૧૦૮ મણકાની આ માળા નવકારવાળી આપણને ભેટ આપી છે એ આપણા સૌના માટે મોટા સૌભાગ્યની વાત છે.

આ માળા-નવકારવાળી ઘણા પ્રકારની આવે છે. એમાં શંખની, રત્ન્ની, સુવર્ણની, ચાંદીની, સ્ફટિકની, મણિની, પત્તાજીવની, રતાંજણિની, ચંદનની, રુદ્રાક્ષની અને સૂતરની મુખ્ય છે. એમાં સૂતરના દોરાની ગૂંથેલી માળા-નવકારવાળીને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. આ માળા-નવકારવાળીના બે છેડા બાંધતી વખતે ત્યાં ત્રણ મણકા બીજા મૂકવામાં આવે છે અથવા એક જુદી જાતનો મોટો મણકો મૂકવામાં આવે છે. એને ‘મેરુ’ કહેવાય છે. જાપ કરતી વખતે આ મેરુનું ઉલ્લંઘન કરવું નહીં એમ જૈન શાસ્ત્રકારોએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. એટલે ત્યાં મંત્રજાપ કરવામાં આવતો નથી, પણ ત્યાંથી માળા-નવકારવાળીને ફેરવી લેવામાં આવે છે અને જાપનું કામ આગળ ચાલે છે.

આપણે જે માળા-નવકારવાળીના મણકે-મણકે અરિહંત, સિદ્ધ વગેરે ભગવંતોના મન દઈને જાપ કરતા હોઈએ ત્યારે આપણે આપણી દુનિયા, આપણો સંસાર ભૂલી જઈએ એ જરૂરી છે. આ જાપ દરમ્યાન આપણું મન સંપૂર્ણ પંચ પરમેષ્ઠીને સમર્પિત હોવું જોઈએ. બસ, આ જ વસ્તુને આપણે લક્ષમાં રાખીશું અને ચિત્તને જાપમાં એકાગ્ર બનાવીશું તો આપણી આ માળા-નવકારવાળી આપણા સૌ માટે અવશ્ય મુક્તિની વરમાળા બની રહેશે એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.

જૈન શાશનમાં નવ સ્મરણોનું મહત્વ

A

|| જૈન શાશનમાં નવ સ્મરણોનું મહત્વ ||

જૈન શાસ્ત્રમાં નવ સ્મરણોનું મહાત્મ્ય અધિકાધિક ગણાયું છે.
જ્ઞાની ભગવંતોએ તેને ‘સુપર પાવર ટોનિક’નું નામ આપેલ છે.

સુપર ટોનીકના પ્રભાવ/પાવર :-

જૈન શાશનના આ પ્રગટ પ્રભાવી એવા નવ સ્મરણોના પ્રત્યેકના પ્રભાવ.

જૈન શાશનમાં નવ સ્મરણો :-

૧. શ્રી નવકારમંત્ર
૨. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર
૩.શ્રી સંતિકરમ સ્તોત્ર
૪.શ્રી તિજયપહુત્ત સ્તોત્ર
૫.શ્રી નમિઉણ સ્તોત્ર
૬. અજિશાંતિ સ્તોત્ર
૭. ભક્તામર સ્તોત્ર
૮.કલ્યાણ મંદિર સ્તોત્ર
૯.બૃહદ શાંતિ સ્તોત્ર

૧. શ્રી નવકારમંત્ર:-
જ્ઞાની ભગવંતોએ આ મંત્રને શાશ્વાતો બતાવ્યો છે. આ મંત્રમાં જિન શાશનના તમામ મહાત્મા (અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો)ઓને ભાવપૂર્ણ રીતે વંદના કરવામાં આવેલ છે. આ મંત્રના એક એક શબ્દ પ્રગટ પ્રભાવી હોઈ તેના શ્રવણમાત્રથી અનેકાનેક જીવો ભવ્ય શાતા અને સદગતિને પામ્યાના દાખલાઓ મોજુદ છે.

આ મહા મંગલકારી મંત્રના કિર્તન અને આરાધનાએ અનેક આત્માના માટે કલ્યાણકારી બનીને તેઓના આત્માને કલ્યાણ પ્રદાન કરેલ છે, અને વાસ્તવિક ફળથી વાંછિત બનેલ છે. અને તેથી જ આ મહામંત્રને જૈન ધર્મનો પ્રાણ કહેવાય છે.

૨. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર:-
અ સ્તોત્રમાં ૨૩મા તીર્થંકર શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરવામાં આવેલ છે. ભગવાન મહાવીરની પાટના ૧૪પુર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી આ સ્તોત્રના રચિયતા છે. આ સ્તોત્ર એવું તો ચમત્કારિક અને પ્રભાવી છે કે, તેનું વર્ણન કરવાની સમર્થતા ઇન્દ્રમાં પણ નથી. આ સ્તોત્રના નિત્ય પઠન અને શ્રવણથી તમામ પ્રકારના ભયનું નિવારણ થાય છે તથા મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

૩.શ્રી સંતિકરમ સ્તોત્ર:-
નવ સ્મરણનું આ ત્રીજું સ્તોત્ર તપાગચ્છ નાયકશ્રીમદ્ મુનિસુંદરસ્વામીએ રચેલ છે. જેમાં જૈન શાશનના તમામ દેવ દેવીઓ, વિદ્યાધરો, યક્ષયક્ષિણીઓનો બખુબી ઉલ્લેખ થયેલ છે. જેની ૧૪મી ગાથાનું વર્ણન મહાપ્રભાવી દર્શાવેલ છે. પૂર્વમાં થયેલા અનેક પ્રકારની આધિ, વ્યાધી અને ઉપાધિઓનો નાશ કરવા તથા સકલ જીવોની અનંત શાતા અને કલ્યાણ માટે આ સ્તોત્રની રચના કરવામાં આવેલ હતી. આ સ્તોત્રનું ત્રિકાળ સ્મરણ કરવાથી સર્વ વ્યાધિઓના નાશ સાથે સુલભ બોધીપણાની પ્રાપ્તિ થાય છે.

૪.શ્રી તિજયપહુત્ત સ્તોત્ર:-
પુર્વમાં શ્રી સંઘમાં વ્યંતરો દ્વારા થયેલા ભયંકર ઉપદ્રવોના શમન અને નિવારણ માટે આ સ્તોત્રની રચના શાશનના પરમ ઉપકારી શ્રીમદ માનદેવસૂરિએ કરેલ હતી. આ સ્તોત્રમાં ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર પરમાત્માઓની અનન્ય સ્તુતિ કરવામાં આવેલ છે. આજે પણ આ સ્તોત્ર અનેક પ્રકારના ઉપદ્રવના નિવારણ માટે ખુબ જ અસરકારક અને ફળદાયી સિધ્ધ થયેલ છે.

૫.શ્રી નમિઉણ સ્તોત્ર:-
આ મહાચમત્કારિક, ભયનાશક અને મહાન સ્તોત્રના રચિયતા બૃહદગચ્છીય આચાર્ય ભગવંત શ્રીમદ માન્તુંગસૂરિ છે. આ સ્તોત્રમાં ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની વંદના કરાયેલ છે. આ સ્તોત્રના પ્રભાવથી તમામ પ્રકારના ઉપદ્રવો અને ભયનું નિવારણ થતું હોઈ આ સ્તોત્રને “ભયહરમ્ સ્તોત્ર” પણ કહેવાય છે. આસ્તોત્રના સ્મરણ અને આરાધનાથી દીર્ઘકાલીન સુખથી મનોહર મોક્ષની પ્રાપ્તિ થાય છે.

૬. અજિશાંતિ સ્તોત્ર:-
આ સ્તોત્રની રચના માટે બે મત છે. તેના રચિયતા શ્રી નંદીષેણસૂરિ છે. જેઓ એક મત અનુસાર ભગવાન મહાવીરના શાશનના હોવાનું મનાય છે, તો અન્ય મતે ભગવાન નેમિનાથના શિષ્ય હોવાનું પણ મનાય છે. આ સ્તોત્રની રચના શ્રી સિદ્ધાચલ શેત્રુંજય તીર્થ પર થયેલ હોવાનો ઉલ્લેખ છે. શ્રી શેત્રુંજય તીર્થ ઉપર આ ભગવાનનાં દેહરાં સામસામાં હતા, પણ આ સ્તવન પ્રથમ વખત બોલાતી વખતે તે એક હારમાં આવી ગયા.આ સ્તોત્રની એક એક ગાથામાં ક્રમશઃ શાંતિનાથ અને અજિતનાથ પ્રભુની સ્તવના કરવામાં આવેલ છે. પ્રાકૃત ભાષાના આ કર્ણપ્રિય સ્તોત્રમાં વિવિધ રાગ અને છન્દોથી પ્રત્યેક ગાથામાં પ્રભુનું અનુપમ વર્ણન થયેલ છે. આ સ્તોત્રના શ્રવણથી રોગ અને શત્રુના ઉપદ્રવોનું શમન થાય છે. વર્તમાનમાં આ સ્તોત્રનું પાક્ષિક (પકખી), ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં શ્રવણ થાય છે.

૭. ભક્તામર સ્તોત્ર:-
આ સ્તોત્ર વર્તમાનમાં અતિ લોકપ્રિય અને તમામ સ્થળોએ સાંભળવા મળે છે. સમગ્ર સ્તોત્રની રચના “વસંતતિલકા” રાગમાં હોઈ તે કર્ણપ્રિય હવા ઉપરાંત લોકભોગ્ય પણ છે. આ સ્તોત્રના કર્તા આચાર્ય શ્રી માન્તુંગસૂરિએ પ્રત્યેક ગાથામાં ભગવાન આદિનાથના અલંકારિક ભાષામાં શોભા,આભાના અને પ્રભાવને વિશિષ્ટરીતે વર્ણવેલ છે. આ આચાર્ય મહારાજને જયારે કોઈ રાજાએ(શ્રી હર્ષ રાજાએ) તેમની શક્તિ પરીક્ષા માટે 48 બેડીઓ પહેરાવી હતી, ત્યારે આ આચાર્ય મહારાજ જેમ જેમ શ્લોકો રચતા ગયા તેમ તેમ તે બેડીઓ તુટતી ગઈ. આથી જૈન ધર્મની ઉન્નતી થઇ અને રાજા જૈન ધર્મમાં પ્રીતિ વાળો થયો.આ સ્તોત્ર ચમત્કારિક અને પ્રભાવશાળી હોઈ પાપ રૂપી અંધકારનો નાશ કરનાર પણ છે.

૮.કલ્યાણ મંદિર સ્તોત્ર:-
શ્રીમદ સિધ્ધસેન દિવાકરસૂરિએ રચેલું આ શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર(સ્તવન) છે. શ્રી ઉજ્જયિની નગરીમાં મહાકાળ નામના જૈન મંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી, જેને બ્રાહ્મણોએ શિવલિંગ પધરાવી ઢાંકી દીધી હતી. બાદ આ સ્તોત્ર રચ્યું તેનો 11મો શ્લોક રચતાં તે લિંગ ફાટ્યું અને પ્રતિમાજી પ્રગટ થયાં. આને ભણવાથી સર્વ પ્રકારનાં વિધ્નો નાશ પામે છે અને સુખ મળે છે.

૯.બૃહદ શાંતિ સ્તોત્ર:-
સુપર ટોનિક સમા “નવ સ્મરણ”માં સહુથી છેલ્લા ક્રમે પ્રકાશવા આવતું આ અદભુત સ્તોત્ર છે. સામાન્યપણે આ સ્તોત્ર “મોટી શાંતિ”ના નામે જાણીતું છે. ભગવાન જન્મે છે ત્યારે તેમને મેરુપર્વત ઉપર ન્હવરાવવા ઇન્દ્રો અને દેવતાઓ લઇ જાય છે. ત્યાં તેમને ન્હવરાવવ્યાં પછી તેઓ શાંતિપાઠ બોલે છે. આની અંદર અનેક જીવોની અનેક પ્રકારે શાંતિ ઈચ્છવામાં આવી છે. આને શ્રી નેમિનાથ પ્રભુની માતા શિવાદેવીએ દેવીપણામાં રચેલી છે તેમ કહેવાય છે. દરેક ધાર્મિક અનુષ્ઠાનોમાં તથા સકલ સંઘની શાંતિ માટે આ સ્તોત્રનો ઉપયોગ અવારનવાર અને બહુધા થાય છે. આ સ્તોત્રનું પાક્ષિક (પકખી), ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ શ્રવણ થાય છે.

આ તમામ નવ સ્તોત્રો જૈન શાશનના સર્વોત્તમ બહુમુલ્ય અને ચમત્કારિક સ્તોત્રો છે.જે પુણ્ય રૂપી શરીરનું ઉત્પન્ન કરનારા છે.આત્માની ઉન્નતી અને પાવન કરનારા આ સ્તોત્રો મોક્ષગામી પણ છે.

નવકાર મહામંત્રનું મહાત્મ્ય

|A

|| નવકાર મહામંત્રનું મહાત્મ્ય ||

“ જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર ! ’’

જગતના સર્વ મંત્રોમાં શીરોમણી મંત્ર આ નવકાર મંત્ર જ છે તેથી જ તો તેને સર્વ મંગળો માં ઉત્તમમંગળ રુપ સ્થાન મળ્યુ છે. નવકારને કેવળજ્ઞાન મંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. એક નાનકડા ચેકમાં લાખો રૂપિયાનો સમાવેશ થાય છે. તેમ નવકારમાં સંપૂર્ણ દ્વાદશાંગી સમાયેલી છે. નવકારમાં સંપૂર્ણ જિનશાસન સમાયેલુ છે. તીર્થમાં શેત્રુંજય, દેવમાં ઈન્દ્ર, યંત્રમાં સિધ્ધ ચક્ર, સતીમાં સીતા, મંત્રમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે.

જેમ નક્ષત્ર સમુદાયનો સ્વામી ચંદ્ર છે તેમ સધળા પુણ્યનાં સમુહનો સ્વામી શ્રી પંચ પરમેષ્ઠીને કરેલો ભાવ નમસ્કાર છે. જે ભાગ્યશાળી આત્માની મનરુપી ગુફામાં નવકારરૂપી સિંહ બેઠેલો છે તેના મનમાં કર્મ રૂપ હાથી કે કુવિકલ્પ રૂપ હરણા પ્રવેશી શકતાં નથી.

(1) નવકાર મંત્રના ચાર પર્યાયવાચી નામો……

(1) આગમિક નામ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ
(2) સૈધ્ધાંતિક નામ – શ્રી પંચ પરમેષ્ઠી નવકાર મંત્ર
(3) વ્યવહારિક નામ – શ્રી નમસ્કાર મહામંત્ર
(4) રૂઢ નામ – શ્રી નવકાર મંત્ર

(2) નવકારના પદો, સંપદાઓ, અક્ષરો…..

– નવકાર ૧૪ પૂર્વનો સાર છે.
– નવકારના નવપદો છે.
– નવકારની આઠ સંપદાઓ છે.
– નવકારના ૬૮ અક્ષરો છે.
– પહેલા પાંચ પદના ૩૫ અક્ષરો છે. (પંચ પરમેષ્ઠી)
– છેલ્લી ચાર (ચુલિકા) ના ૩૩ અક્ષરો છે. (ચુલિકા)

(3) નવકારના પ્રથમ પાંચ પદો……. પંચપરમેષ્ઠી……

– નવકારના પ્રથમ પાંચ પદો એક એક અધ્યયન નું મહાત્મ્ય ધરાવે છે…. દેહધારી મુકતાત્મા તે અરિહંત
– પ્રથમ પદમાં અનંત મહાવીર ભગવંતોને નમસ્કાર થાય છે…. દેહમુક્ત મુક્તાત્મા તે સિધ્ધ
– બીજા પદમાં શુધ્ધ સ્વરુપી અનંતા સિધ્ધ ભગવંતોને નમસ્કાર થાય છે….. પંચ મહાવ્રત આચરનાર અને બીજાને તેનું પાલન કરાવનાર આચાર્ય
– ત્રીજા પદમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરિ મહારાજ વગેરે સમાન ભૂત, ભવિષ્ય વર્તમાન સર્વે આચાર્યોને નમસ્કાર થાય છે….. મુનિને શ્રુત જ્ઞાનનું અધ્યયન કરાવનાર ઉપાધ્યાય
– ચોથા પદમાં આપણો આત્મા અનંત યશોવિજયજી મહારાજ જેવા ઉપાધ્યાય ને નમે છે.
– પાંચમાં પદમાં જૈન શાસનની ખાણમાં અનંતકાળની ભીતરમાં ધન્ના અણગાર જેવા સાધુને નમસ્કાર થાય છે.
આ બધાને નમવાનો લાભ આ પાંચ પદો દ્વારા પ્રાપ્ત થાય છે.

નવકાર વાળીના ૧૦૮ મણકાઓ……

પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ છે. એટલે તે ગુણની આરાધના માટે ૧૦૮ મણકા છે.

અરિહંતના ૧૨ ગુણ
સિધ્ધ ના ૦૮ ગુણ
આચાર્યના ૩૬ ગુણ
ઉપાધ્યાયના ૨૫ ગુણ
સ્રર્વ સાધુના ૨૭ ગુણ
કુલ્લે 108 ગુણ

આ 108 ગુણ પ્રાપ્ત કરવા 108 જાપ કરવામાં આવે છે.

નવકાર જાપ મહિમા……..

નવલાખ જપતાં નરક નિવારે, પામે ભવનો પાર, સો ભવિયા ચોખ્ખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર
નવલાખ નવકાર મંત્ર ગણનાર નરક અને તિર્યંચ ગતિ ઉપર મજબુત તાળા વાસી શકે છે.
નવકારના એક અક્ષરના જાપ થી 7 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવું મોહનીય કર્મ તૂટી જાય છે.
નવકારનું એક પદ 50 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવુ મોહનીય કર્મ તોડી નાંખે છે.
આખો નવકાર 500 સાગરોપમનું (પાપ) મોહનીય કર્મ દુર કરે છે.
એક બાંધાપારાની નવકારવાળી 54000 સાગરોપમ નું પાપ તોડે છે.
વિધિ પૂર્વક એક લાખ નવકાર ગણીને પૂજે તેને તીર્થકર નામ ગોત્ર કર્મ બંધાય છે.
જે ભક્તિ વડે આઠ કરોડ, આઠ હજાર, આઠસો આઠ વખત નવકાર ગણે તે શાશ્ર્વત પદને પામીને ત્રીજે ભવે મોક્ષે જાય છે.

નવકારની તાકાત…….

એક તરફ એક હજાર મણ લાકડા અને બીજી તરફ અગ્નિને એક કણીયો
એક તરફ હજારો ઉંદર અને બીજી તરફ એક જ બિલાડી
એક તરફ હજારો ધેટા-બકરા અને બીજી તરફ નાનકડુ સિંહનું બચ્ચુ
એક તરફ હજારો (અનંતા) ભવ ના કર્મો અને બીજી તરફ એક નવકાર

માટે જ નિત્ય નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. નવકારના સ્મરણ થી જેમ ગારૂડિક સર્પનું ઝેર મંત્રથી ઉતારે છે તેમ સંસારના રાગદ્વેષનું ઝેર નવકાર મંત્રથી ઉતરે છે.

નવકાર માં ત્રણ તત્વો……

નવકારમાં દેવ-ગુરુ-ધર્મ તત્વ સમાયેલા છે. તેના વડે પાપ-તાપ-સંતાપ દુર થાય છે. અને શાંતિ-સમતા-સમાધિ પ્રાપ્ત થાય છે.
દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે સવારે ઉઠીને ત્રણ નવકાર ગણવા
મરણની જાણ ન હોવાથી સંસારની સર્વ વસ્તુની મમતા ન રહે તે માટે રાત્રે 7 નવકાર ગણવા
બની શકે તો દિવસમાં એક બાંધી નવકારવાળી ગણવી

નવકાર મહિમા…….

નવકાર મંત્ર પાપરૂપી પર્વતને ભેદવા વજ્ર સમાન છે.
નવકાર મંત્ર કર્મરૂપી વન ને બાળવા દાવાનળ સમાન છે.
નવકાર મંત્ર દુઃખરૂપી વાદળને હટાવવા પવન સમાન છે.
નવકાર મંત્ર મોહરૂપી દાવાનળને ઠારવા મેઘ સમાન છે.
નવકાર મંત્ર અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા સૂર્ય સમાન છે.

નવકાર મંત્ર મહિમાના દ્રષ્ટાંતો………

1. હેમચંદ્રચાર્યે પોતાની માતા પાહિનિના સ્વર્ગવાસ વખતે 1 કરોડ નવકારનો જાપ કર્યો હતો.
2. ચૌદ પૂર્વધરો પણ અંત સમયે ચૌદ પૂર્વને યાદ કરતા નથી પરંતુ નવકારનું જ સ્મરણ કરે છે.
3. ભીલ-ભીલડી પણ નવકારના જાપથી દેવલોકમાં ગયા.
4. શ્રીમતી શેઠાણી ને પણ સસરાએ મૂકેલા સર્પનું નવકારના સ્મરણથી ફુલની માળામાં રુપાંતર થઈ ગયુ.
5. જિનદત્ત શેઠે બિજોરુ રાજાને પહોંચાડવામાં નવકારનાં જાપથી દુષ્ટ દેવને વશ કરી લીધા
6. સમડીના મરણ વખતે મૂનિએ નવકાર સંભળાવ્યો અને સુદર્શન રાજકુમારી તરીકે ઉત્પન્ન થઈ.
7. શૂળીએ ચઢેલો પિંગળ ચોર પણ આણંતાણંના જાપથી દેવલોકમાં ગયો.
8. મરણ વખતે પાર્શ્ર્વકુમારે સર્પને નવકાર સંભળાવ્યો તો તે મરીને ધરણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો.
9. અમરકુમાર અને રત્નાવલી પણ નવકારના સ્મરણથી તરી ગયા.
10. ઉપસંહાર – આમ ત્રણે લોકમાં શ્રી જિન નમસ્કાર પ્રધાન છે. સદાકાળ શાશ્ર્વત છે.

નવકાર મંત્ર એ નરસુખ, સુરસુખ, શીવસુખનું પરમધામ છે.
નવકાર મંત્ર કલ્પવૃક્ષ, કામધટ, કામધેનુ, ચિંતામણી વગેરે જેવી ઉપમાને લાયક છે.
નવકાર મંત્ર જીવને દીર્ધજીવી, દિવ્યજીવી, ધનંજયી મૃત્યંજયી, શેત્રુંજયી, અને ચિરંજીવી બનાવે છે.
જે કોઈ ભવ્યાત્માઓ મોક્ષે ગયા છે જાપ છે અને જનાર છે તે સર્વે શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રના પ્રતાપે જ ગયા છે. જાય છે અને જશે.

“ સમરો મંત્ર ભલો નવકાર અનો અર્થ અનંત અપાર

“ સમ્યગ્ દર્શન શુધ્ધં યો, જ્ઞાનં વિરતિમેવ ચાપ્નોપ્તિ
દુ:ખનિમિત્તં અપીડદં, તેનં સુલબ્ધં ભવતિ જન્મ ’’

“ અરિહંત મહદ્ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો
જિણ પન્નતં તત્તં, ઈઅ સમ્મતં મએ ગહિયં
જંજં મણેણ બધ્ધં જંજં વાએણં ભાસિઅં પાવં
જંજં કાએણ કયં મિચ્છામિ દુક્કડં તસ્સ”

“ ત્વમેવ સચ્ચં નિ:શંક, જં જિણેહી પવેઈયં ’’

“ સમ્યગ દ્રષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ
અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખેલાવત બાળ’’

“ હે દેવ, તારા દિલમાં વાત્સલ્યના ઝરણા વહે
હે નાથ, તારા નયનમાં કરુણા તણા અમૃત ઝરે
વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યા
તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યાં’’

“ હે ત્રણ ભુવનના નાથ, મારી કથની જઈ કોને કહુ
કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું
તું મોક્ષની મોઝારમાં, હું દુ:ખ ભર્યા સંસાર માં
જરા સામુ તો જુઓ નહિં તો કયાં જઈ કોને કહું.’’

નવકાર મંત્રનો પરિચય

A

|| નવકાર મંત્રનો પરિચય ||

નવકાર મંત્ર મહામંત્ર અને શાશ્વતો મંત્ર છે.

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં

એસો પંચનમુક્કારો
સવ્વપાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં.

નમો અરિહંતાણં – અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો સિદ્ધાણં – સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો આયરિયાણં – આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો ઉવજ્ઝાયાણં – ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો લોએ સવ્વસાહૂણં- લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર.

એસો પંચનમુક્કારો – આ પાંચને કરેલો નમસ્કાર.
સવ્વપાવપ્પણાસણો – સર્વ પાપોનો નાશક છે.
મંગલાણંચ સવ્વેસિં – અને સર્વ મંગલોમાં
પઢમં હવઈ મંગલં – પ્રથમ મંગલ છે.

નવકાર મંત્રની રચના

નવકારના મુખ્ય ૯ પદ છે. સંપદા ૮ છે.
કુલ અક્ષર ૬૮, ગુરૂ અક્ષર ૭ અને લઘુ અક્ષર ૬૧ છે.
જોડાક્ષર ગુરૂ અક્ષર ગણાય અને બાકીના લઘુ અક્ષર ગણાય. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાન.

નવકારનો પ્રકાશ નવકાર મહિમાનો નહિ પાર

હેમચંદ્રસૂરિજી મહારાજે ઉપદેશ માલા (અપરનામ પુષ્પમાલા) માં કહ્યું છે.
નવકાર દુઃખને હરે છે. આ લોક અને પરલોકના સઘલા સુખોનું મૂલ નવકાર છે.

શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિ ગીતામાં કહ્યું છે.
આ જગતમાં નમસ્કાર જેવો અન્ય કોઈ મંત્ર નથી. યંત્રો, વિદ્યા, ઔષધિ ચમત્કારિક ગણાય છે,
પરંતુ તે નમસ્કાર મંત્રની સરખામણીમાં કંઈ નથી.
નવકાર એવો મહારત્ન છે કે તે ચિંતામણિથી વિશેષ, કલ્પતરૂથી અધિક કેમ કે નવકાર તો સ્વર્ગ સુખ આપે છે.
નમસ્કાર મંત્ર એ કલ્યાણ કલ્પતરૂનું અવંધ્ય બીજ છે.
સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે.
પાપભુજંગોને વશ કરવા માટે ગરૂડ પક્ષી છે.
દરિદ્રતાના કંદને ઉખેડી નાખવા માટેવરાહની દાઢા છે.
સમ્યક્ત્વ રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરતી છે.

શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે. નમસ્કાર પિતા છે, માતા છે, ભાઈ છે, મિત્ર છે.

અનાદિકાલીન મંત્ર : નવકાર-વિશ્વમંત્ર :

જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂફ્રમંત્ર શ્રીનવકારમંત્ર છે. નવકારમંત્ર સમસ્ત જૈન ધર્માનુયાયીઓનો સર્વમાન્ય મહામંત્ર છે. અનેક સંપ્રદાયો તેમજ પેટા સંપ્રદાયોમાં વિભક્ત સંપૂર્ણ જૈન સમાજ તેને ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી, આત્મિક અહોભાવથી સ્વીકારે છે. કરોડો શ્લોકોવાફ્રા દ્રષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે તે આ નવપદના નાના નવકારમંત્રમાં રહેલા વિશાફ્ર ચિંતન દ્વારા સહેજે પામી શકાય છે. આ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે.

શ્રી નવકારમંત્રના મનન ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈને કોઈ ભવમાં શ્રી નવકારમંત્રના કોઈ એક પદમા અવશ્ય સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. શુભભાવોની સાધના અને મુક્તિનું કારણ કોવાથી નવકારમંત્ર સર્વોચ્ચમંત્ર મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ વિશ્વના પ્રત્યેક જીવને માટે કલ્યાણક એવો આ પરમમંત્ર છે. સમૂફ્ર પાપોચ્છેદક છે, વિશ્વમંત્ર છે.

નવકારમંત્રનું રહસ્ય :

આ મહામંત્રમાં જૈનોના પરમ આરાધ્ય પંચપરમેષ્ટિઓને સામૂહિક રીતે નમસ્કાર કરવામાં આવે છે. તેમાં કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર ન કરતાં એ પાંચ પરમપદોને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેઓના ઉત્તમોત્તમ ગુણોને નમસ્કાર કરાયેલ છે. મોક્ષ અને મોક્ષમાર્ગ સ્વરૂપ આ પાંચ અવસ્થાઓ પ્રાપ્ત કરનાર આત્મા જ આ મહામંત્રના આરાધ્ય છે. આ મહામંત્રમાં પંચપરમેષ્ટિના નમસ્કાર સિવાય કોઈ ઈચ્છા, આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી નથી. નિષ્કામ નમસ્કાર એ જ એની મહાનતા છે. એટલું જ નહી વિશ્વની સમગ્ર માનવજાત માટે એ ઉત્તમમંત્ર બનેલ છે.

નવકારમંત્રની મહત્તા :

આત્માના ભવ પલટવા માટે એટલે કે અનાદિકાલના મિથ્યાભાવોને ટાને સમ્યક્ભાવો લાવવામાટે સર્વમંત્રોમાં નવકારમંત્ર વધારે ઉપકારક છે. કારણ

(૧) નવકારની રચના સંક્ષિપ્ત હોવાથી આબાલ વૃદ્ધ સર્વજન ગ્રાહ્ય છે.
(૨) તે સર્વ મંત્રોનું ઉત્પતિસ્થાન છે તેથી સર્વમંત્ર સંગ્રાહક સ્વરૂપ છે.

આ મંત્રની આગવી અને અનન્ય વિશેષતા એ છે કે તે ત્રણેકાલના સર્વોત્કૃષ્ટ પુરૂષો પ્રત્યે અનન્ય સમર્પણભાવ ધરાવે છે. પરમમંગલમય તત્ત્વોથી છલોછલ ભરેલો છે, તેથી શ્રી નવકારમહામંત્રનો શરણાગત સર્વ, અપૂર્ણતાઓને દૂર કરી સંપૂર્ણ એવા મોક્ષપદને પામી શકે છે.

આ મંત્રની બીજી વિશિષ્ટતા એ છે કે તેને પહેલેથી ગણો છેલ્લેથી ગણો વચ્ચેથી ગણો કે અવલી રીતે ગણો તો પણ તે શ્રેયસ્કર જ નીવડે છે, બીજા સામાન્યમંત્રોની માફક આ પરમમંત્રની કોઈ અવલી અસર નથી થતી નથી. વિશિષ્ટ પ્રકારની રચનાના પ્રભાવે તેનો પ્રત્યેક અક્ષર અખૂર શક્તિનો ભંડાર છે. દુષ્ટ આશયપૂર્વકનો તેનો જાપ પણ તરત જ તે આશયમાંથી દુષ્ટતાને દૂર કરે છે.

નમસ્કાર મહામંત્રનું એક એક પદ એક-એક અક્ષર, તેની સાધના કરનાર સાધકને અનોખી સમતા અને સમાધિ આપે છે, સાધક આ મહામંત્રને સમર્પિત થઈ જાય, તેને આત્મસાત્ બનાવી અજપાજપથી તેના ૬૮ અક્ષરોને ઘટ-ઘટ વ્યાપ્ત બનાવી દે તો સાધનામાં પરમોચ્ચ શિખરને આંબી જાય છે. સંક્ષેપમાં નમસ્કાર મહામંત્રનો મહિમા, અર્થ વિસ્તાર અનંત અને અપાર છે. પંચપરમેષ્ઠિ ભગવંતોની અનન્ય શરણાગતિ સ્વીકારીને, તેના કીર્તન, સ્મરણ અને ધ્યાનમાં ઓપપ્રોત બનવાથી જ તેના મહિમાનો રહસ્યાર્થ યત્કિંચિત યથાર્થ અનુભવ, લાભ મેલવી શકાય છે.

નમસ્કાર મહામંત્ર એ ગુણપ્રધાન મંત્ર છે, એમાં વ્યક્તિપૂજા નથી પણ ગુણની ઉપાસના છે. ગુણની ઉપાસના છે. ગુણની આરાધના છે. જેથી કરીને એ સઘફ્રા ગુણો તેની ઉપાસના કરનારમાં પ્રગટ થાય. આ મહામંત્રમાં રહેલી સમક્ષ્ટિના નમસ્કારની ગંભીર વિશાફ્ર, ઉદાત્ત ભાવના એ સૂચવે છે. કે વ્યક્તિપૂજા કરતાં ગુણપૂજાનું ફલ અનંતગણું મફ્રે છે. તેનું કારણ પણ સરલ છે. કેમ કે માત્ર એક જ અરિહંત ભગવાનને નમસ્કાર કરવાથી ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાલના અરિહંત ભગવંતોને સહજપણે નમસ્કાર થઈ જાય છે. તીર્થંકરોની અનાદિકાલથી જે અનંતી ચોવીસી થઈ ગઈ, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં જે વીસ તીર્થંકર ભગવંતો વિચરે છે અને ભવિષ્યમાં જે અનંતી ચોવીસી થવાની છે તેમને સહુને નમો અરિહંતાણં પદ માત્ર બોલવાથી જ વંદન નમસ્કાર થઈ જાય છે. તે રીતે એક જ નમસ્કારથી એક જ વ્યક્તિને નમસ્કાર થવાને બદલે અનંતા ગુણીજનોને નમસ્કાર થવાથી ફલ પણ અનંતગણું મફ્રે છે.

અન્ય મંત્રો વિશેષ પ્રકારે સાધવાથી ઘણા પ્રયત્ને ફલદાયી થાય છે ત્યારે શ્રી નવકાર મહામંત્ર નિષ્કામ ભાવે જપવાથી અલ્પ પ્રયાસે ફલદાયી બને છે. કહેવાય છે કે પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિને કરેલ એક જ નમસ્કાર પવન જેમ જલને સૂકવી નાખે તેમજ સકલ કલેશજાલને છેદી નાખે છે. આ પ્રમાણે જીવાત્માના સઘલ પ્રકારના સાંસારિક કલેશો તથા ચિંતાઓ અલ્પ પ્રયાસે દૂર કરી તેનાં સર્વ કર્મને ભસ્મીભૂત કરી નાખી, પરમાત્માપદ સુધી પહોંચાડવાની તેમાં શક્તિ છે.

અન્યમંત્રોમાં તે મંત્રના કોઈને કોઈ અધિષ્ઠાતા દેવતા હોય છે અને તે દેવ કાં તો મંત્ર વડે વશ થાય અગર પ્રસન્ન થાય તો જ મંત્ર ફલ આપે છે પણ તે દેવને પ્રસન્ન કરવાનું સહેલું નથી હોતું. વફ્રી, તે મંત્ર સાધવામાં પણ ઘણાં ભયસ્થાનો રહેલાં હોય છે. તેથી તેની સાધનામાં કંઈ ફેર પડતો તો સાધકના પ્રાણ પણ જોખમાઈ જાય એવું સંકટ ઊભું થાય છે. પરંતુ શ્રી નવકારમંત્રના કોઈપણ એક અધિષ્ઠાતા દેવ નથી. કારણ આગલ જોયું તેમ તેમાં કોઈ વ્યક્તિગત દેવની આરાધના નથી પણ ગુણધારીની છે – તેથી ઉપરના કોઈ પણ પ્રકારના ભયસ્થાનો આ મહામંત્રની આરાધના કરવા જતાં ઉપસ્થિત થતાં નથી.

અન્યમંત્રો ઉચ્ચારણ કઠિન હોય છે તેમજ તેમના અર્થ પણ ગૂઢ હોય છે, જ્યારે આ મહામંત્ર બોલવામાં અતિ સરલ છે. તેના અર્થ સ્પષ્ટ છે અને તેના ભાવ ઉત્કૃષ્ટ હોવાથી ફલ અત્યંત મધુર છે.

સંક્ષેપમાં નવકારમંત્ર મિથ્યાત્વ અને અજ્ઞાતનો નાશ કરનારો છે સમ્યક્ત્વની સ્પર્શના કરાવનાર છે. આત્મવિકાસની દૃષ્ટિએ આ બે ક્રિયા અત્યંત મહત્ત્વની છે જેથી આ મહામંત્રને અનન્ય કલ્યાણકારી કહેલ છે. તેથી જ ભદ્રબાહુસ્વામીએ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’માં કહેલ છે;

હે નાથ! તમારૂ સમ્યક્ત્વ ચિંતામણિરત્ન કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાળી છે કે જેને પ્રાપ્ત કરવાથી જીવો નિર્વિધ્ને અજર, અમર સ્થાને પ્રાપ્ત કરે છે.

અદ્ભૂત અક્ષરો : અક્ષર – અ – ક્ષરના દ્યોતક :

‘ન’ અને ‘મો’ એ બે અક્ષરના સંયોજનથી બનેલો નમો શબ્દ અંતરમાં આત્મભાવ, નિર્મલતા, મૃદુત્તા, શાંતિ અને સંતોષની ધારા વહાવે છે કારણ કે તેના પ્રત્યેક અક્ષરમાં પોતાનો આગવો વિશિષ્ટ પ્રભાવ છે, પ્રત્યેક અક્ષર મંત્ર છે.

શ્રી નમસ્કારમંત્રના એકેક અક્ષરનું સ્વતંત્ર વ્યક્તિ છે. એ એક એક અક્ષરમાં ચૌદ રાજલોકને સમાવવા જેટલી વિરાટતા છે. એક એક અક્ષરમાં સ્વતંત્ર દુનિયા છે. શ્રી નમસ્કારની મંત્રશક્તિએ સાક્ષાત્ શુદ્ધ આત્મદ્રવ્યની શક્તિ છે. માત્ર એક જ આત્મદ્રવ્યની શક્તિ નહિ’પણ ત્રણે કાલના તીર્થંકરદેવો, સિદ્ધ ભગવંતો, આચાર્યપ્રવરો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતોની સમગ્ર એકત્રિત થયેલી આત્મશક્તિ તે જ નમસ્કારમંત્રની શક્તિ છે. નિસર્ગના મહાશાસનના સમગ્ર શુભતત્ત્વોનું પુણ્યબલ સતત શ્રી નમસ્કારની આ મંત્રશક્તિને ઉત્તરોત્તર વધારતું જ રહે છે. આ મંત્રશક્તિ આ રીતે ઉત્તરોત્તર વધતી જ રહે છે તેથી જ શ્રી નમસ્કારમંત્રનો અતિ ઉત્તમ મહિમા વર્ણવેલો છે.

શ્રી નમસ્કારમંત્રના કુલ અક્ષરો ૬૮ છે. તેમાં પ્રથમનાં પાંચ પદો એ મૂલમંત્ર સ્વરૂપ છે, તેમાં વ્યંજન સહિત લઘુ (૩૨) અને ગુરૂ (૩) મફ્રી કુલ ૩૫ અક્ષરો છે. છેલ્લાં ચાર પદો ચૂલિકાનાં છે. તેમાં મૂલમંત્રના પ્રભાવનું વર્ણન કર્યું છે. વ્યંજનસહિત લઘુ (૨૯) અને ગુરૂ (૮) મફ્રી કુલ ૩૩ અક્ષરો છે. એ બન્ને સંખ્યાને જોડવાથી શ્રી નમસ્કાર મંત્રના કુલ ૬૮ અક્ષરો હોય છે.

નવકારના અક્ષરનો મહિમા બતાવતા કહેલ છે “કલ્પવૃક્ષથી પણ અધિક મહિમા પંચપરમેષ્ટિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજારને આઠ વિદ્યાઓ રહેલી છે.”

નવકારના એકેક અક્ષરની મહત્તા બતાવતાં મહાનિશીથસૂત્રમાં કહેલ છે. કે શ્રી નવકારના એક અક્ષરનું ભાવ સહિત કરવામાં આવેલ ચિંતન ૭ સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે.

એક પદનું ચિંતન ૫૦ સાગરોપમનાં સંચિત પાપોનો નાશ કરે છે અને સમગ્ર નવકારના નવપદોનું ચિંતન ૫૦૦ સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે.

“ઉપદેશતરંગિણી”માં અડસઠ અક્ષરનું મહત્ત્વ બતાવતાં કહેલ છે કે આ લોક અને પરલોક એમ બંને લોકમાં ઈચ્છિત ફલને આપનાર શ્રી નવકારમંત્ર જયવંત વર્તો.

નવકારના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થ તરીકે વખાણ્યાં છે અને તેની આઠ સંપદાઓને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.

દ્રવ્યથી નવકાર મંત્રના આ અક્ષરો પરમ મંગલરૂપ છે.

ક્ષેત્રથી-જ્યાં પણ શ્રી નવકારમંત્રનો જાપ થાય તે સ્થાન મંગલરૂપ છે.

કાલથી- જ્યારે જેટલો સમય શ્રી નવકારનો જાપ થાય તેટલો કાલ મંગલમય જાણવો.

ભાવથી -નમસ્કારમંત્રનો ભાવ સ્વયં મંગલરૂપ છે.

આ રીતે નવકાર મંત્રના એકેક અક્ષરનું અદ્ભૂત મહત્ત્વ છે. તેનો વિધિ પૂર્વક મન-વચન-કાયાથી જાપ કરવામાં આવે તો અશુભ કર્મોનો ક્ષય થાય છે. નવ લાખ નવકાર મંત્રનો જાપ કરતાં આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધતાપનો ક્ષય થાય છે.

નવકારની જાણવાજેવી વાતો :

અન્ય સર્વમન્ત્રો અશાશ્વત છે. જ્યારે શ્રી નવકાર મહામંત્ર શાશ્વત છે. દ્વાદશાંઆખી મંત્રમય છે. પરંતુ તેની શબ્દરચના પ્રત્યેક શાસનમાં ભિન્ન ભિન્ન હોય છે. જ્યારે શ્રી નવકારની શબ્દરચના પણ શાશ્વત છે તેના અર્થો પરમાર્થો પણ સદાકાલ એકસરખા જ રહે છે.

શ્રી નવકારના પ્રભાવે શત્રુ મિત્ર બને છે, વિષ અમૃત બને છે, આપત્તિ સંપત્તિ બને છે, કારાવાસ મુક્તિ બને છે, દુઃખ સુખ બને છે, ઉપદ્રવી ભૂતપ્રેત-પિશાચ સૌ અનુકૂલ બને છે અને જ્યોતિષ ભાષિત અશુભ ભવિષ્ય શુભ બને છે!

શ્રી નવકારની પ્રભાવ કથાઓ ખુબ જાણીતી છે જેમાં નાગ મરીને નાગરાજ ધરણેન્દ્ર બને છે, સમડી મરીને રાજ કુમારી બને છે, અમરકુમારનો અગ્નિકુંડ સરોવર બની જાય છે અને શ્રીમતી સતીને મારી નાખવા મૂકાયેલા સર્પ પુષ્પમાલા બની જાય છે, વગેરે તો ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે.

આયુષ્ય સિવાયના તમામ કર્મોની સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમ જેટલી ઓછી બને ત્યારે શ્રી નવકારનો ‘ન’ સાંભળવા મથે છે. શ્રી નવકારને પામેલો આત્મા દુર્ગતિઓનું સર્જન કરતો કરતો હસતાંરમતાં મુક્તિનું શિખર સર કરી શકે છે.

પુણ્ય પ્રાપ્તિનાં અનેક કારણો છે. પરંતુ જેવી રીતે નક્ષત્ર માલામાં ચન્દ્ર શ્રેષ્ઠ છે, તેવી રીતે સર્વપુણ્ય-સમુહની પ્રાપ્તિમાં નવકાર એક શ્રેષ્ઠ કારણ છે.

મકાનને આગ લાગે ત્યારે માણસ જેમ, મૂલ્યવાન ઝવેરાતને ઉપાડીને ભાગે છે, તેમ ચૌદપૂર્વધરો પણ મૃત્યુસમયે શ્રી નવકારને ચિત્તમાં લઈને પરલોકે પ્રયાણ કરે છે.

“મને શ્રીનવકાર મળ્યો એટલે સઘળું મળી ગયું. જે કંઈ પણ મને મળ્યું છે,તે શ્રી નવકાર પાસે તો તરણા જેવું છે. અને એટલે જ શ્રી નવકાર મળ્યા પછી હવે મેળવવા જેવું કંઈ જ બાકી રહ્યુ નથી બધું જ મળી ગયું છે! ખરેખર જન્માન્તરોમાં મેં જે કંઈ સુકૃતો કર્યાં છે, તે સર્વ આજે એક સાથે ઉદયમાં આવ્યા છે. ઉદયમાં આવેલા મારા પુણ્યોએ મને શ્રી નવકારની પ્રાપ્તિ કરાવી છે, તેથી હવે હું પૂર્ણ પુણ્યવાન છું. મારાં પાપો દૂર ચાલ્યા ગયા છે. હવે મારું મુક્તિમાર્ગે ગમન નિર્વિધ્ન રહેશે.” આવી આવી ભાવનાઓથી ભાવિત બનીને, શ્રી નવકારનો પારમાર્થિક પરિચય પામીને, શ્રીનવકારનું સ્મરણ કરવું જોઈએ.

સગર્ભાવસ્થામાં અને જન્મસમયે જો માતા શ્રીનવકારના સ્મરણમાં લીન હોય તો સંતાન પુણ્યશાળી અને પવિત્ર બને છે.

શ્રી નવકારનો આ છે અદ્ભૂત અને અપ્રતિમ પ્રભાવ :

(૧) તેના એક અક્ષરના સ્મરણથી સાત સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે.
(૨) તેના એક પદના સ્મરણથી પચાસ સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે. અને
(૩) તેના પૂર્ણ સ્મરણથી પાંચસો સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે.

નવકાર એ જીવન વિજ્ઞાન છે. જીવન સંસ્કૃતિ છે.
નવકાર એ જીવન યોગ છે. જીવન મંગલ છે.
નવકાર એ જીવન મુક્તિ છે. આજનો યુગધર્મ છે.