વાગોળવા જેવા વિચાર

A

|| વાગોળવા જેવા વિચાર ||

[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.

[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.

[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.

[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.

[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.

[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.

[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.
[11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.

[12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.

[13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

[14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

[15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

[16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.

[17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.

[18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

[19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.

[20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.

[21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.

[22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

[23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.

[24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.

[25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.

[26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.

[27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.

[28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

[29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.

[30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.

[31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.

[32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.

[33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.

[34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.

[35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.

[36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

[37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.

[38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે.

હૃદયરેખા

A

|| હૃદયરેખા ||

[1] જિંદગીનું મહાન સત્ય મારા મત મુજબ એ છે કે જિંદગી એક દીર્ધતમ પ્રલંબ પ્રહસન છે. પ્રત્યેક અંકમાં આપણું પાત્ર બદલાતું રહેવાનું છે. પ્રત્યેક અંકમાં આપણી વેશભુષા પાત્રને અનુરૂપ બદલાતા રહેવાનાં, પ્રત્યેક અંકમાં આપણા સંવાદો બદલાતા રહેવાના, પ્રત્યેક અંકમાં આપણી અદાઓ બદલાતી રહેવાની, પ્રત્યેક અંકમાં આપણા હાવભાવ બદલાતા રહેવાના, પ્રત્યેક અંકમાં છાયા-પડછાયા અને સાઉન્ડ ઈફેકટ અલગ અલગ રહેવાના. બેકગ્રાઉન્ડ બદલાતા રહેવાના અને એટલું જ નહિ, પ્રત્યેક પ્રસંગે, પ્રત્યેક સ્થળે પ્રેક્ષકો પણ બદલાતા રહેવાનાં. ક્યાંક તાળી મળે, ક્યાંક ટીકા-ટીપ્પણ અને ટીખળ સાંભળવાની તૈયારી રાખવી પડે.

[2] પ્રત્યેક જિંદગી ભાવ અને અભાવ વચ્ચે હલેસા ખાતી રહે છે. જિંદગીનું આ પણ એક સત્ય છે. જિંદગીની એક વ્યાખ્યા મુજબ જિંદગી એટલે, ‘અપેક્ષિત વસ્તુઓનો અભાવ અને અનઅપેક્ષિત વસ્તુ માટે મુકાબલો.’ માંગ્યુ મળી જાય તો ચમત્કાર અને ધાર્યું ન થાય તો સહન કરવાનો વારો. માણસની જિંદગીમાં અપેક્ષાઓનો અંત નથી. ઈચ્છા, આશા, અપેક્ષાઓની લાંબી વણઝાર પડી છે. તમે એકને ન્યાય આપો ત્યાં બીજી ઊભી. બીજી માંડ પૂરી થાય ત્યાં વળી ત્રીજા આગળ. ઈચ્છાઓ જિંદગીને અજગરની જેમ ભરડો લે છે અને પછી આખી જિંદગી માણસ તેની ઈચ્છાઓની તૃપ્તિ માટે તડપે છે અને તે માટે તુટતો જાય છે, ખતમ થતો જાય છે. આમ જોવા જઈએ તો ભાવ અને અભાવ વચ્ચેનું શીતયુદ્ધ આખી જિંદગી ચાલતું રહે છે. ક્યારેક વિજયની પળનો આસ્વાદ તો ક્યારેક પરાજય પામ્યાનો હતાશાભાવ.

[3] પ્રશ્ન છે કે જિંદગી એટલે શું ? જિંદગીના અર્થ છે તો જિંદગીના અર્થ ન સમજવામાં અનેક અનર્થ પણ છે. જિંદગી અર્થ, ધર્મ, કામ અને મોક્ષના ચાર પાયા પર રચાયેલી સજીવ કલાકૃતિ જ છે. જન્મથી કંડારાતી આ કૃતિમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના વિધવિધ અંગ આકાર હોય છે. સહુ કોઈ અહીં જીવે છે, જિંદગી પોતપોતાના પોતીકા ખ્યાલો સાથે, પોતપોતાના ખ્વાબો સાથે, પોતપોતાની ખૂબીઓ સાથે, પોતપોતાની ખામીઓ સાથે, ખાલીપા સાથે, ખાસીયતો સાથે, પોતપોતાની રૂઢીઓ, રીવાજ સાથે, પોતપોતાની પરંપરા સાથે. કોઈ રીતિ નીતિને ખંડીત કરીને તો કોઈક નવા રૂપે સ્વરૂપે મંડીત કરીને. કોઈનો જિંદગી માટેનો મતલબ છે માત્ર જીવવું તે જ. કોઈ જિંદગીમાં ધર્મનો ધોળો ધાબળો ઓઢીને ફરે છે તો કોઈ જિંદગીમાં કામની કાળા કરતુતોની કાળી કાળી કામળી ઓઢીને ફરે છે. કોઈને મર્યા પછી પણ મોક્ષનો મોહ જતો નથી કરવો તો કોઈ અર્થ માટે થઈને જિંદગીમાં તમામ અનર્થ આચરતો ફરે છે, દોડતો રહે છે.

[4] આપણે હંમેશા જિંદગીમાં સુખી થવાના, સફળ થવાનાં સ્વપ્નાઓ સેવીએ છીએ. સ્વપ્ના સાથે લઈને જીવીએ છીએ પણ સરવાળે તમામ સ્વપ્નો સફળ નથી થવાનાં. કોઈક સાકાર થશે તો કોઈક સ્વપ્નું મરણને શરણ થશે. અરે યુવાનો, કંઈ વાંધો નહિ. એમ થાય તો થવા દો, જિંદગી આપણી છે. જિંદગીની મંઝિલ હજુ ઘણી લાંબી છે. એક સ્વપ્ન રોળાઈ ગયું તો કંઈ નહિ, બીજુ સાકાર કરીશું એવી શ્રદ્ધા ને વિશ્વાસ સાથે ઊઠો અને ઊઠાવો નવા સ્વપ્ના. આપની આંખોમાં બિછાવો નવા સ્વપ્ના…. બસ, આ જ તો મસ્તીભરી જિંદગી જીવવાની રીત છે, તરકીબ છે, કળા છે.

[5] માની કૂખથી માંડી ડાઘુઓની કાંધ સુધીની શ્વાસભરી સફર એટલે જિંદગી. જીવી લો આજ, માણી લો આજ. બસ, મુઠી ઉંચેરા માનવી થઈને, કોઈકના માટે જીવનમંત્ર થઈને. આખરે જિંદગી ધગધગે છે લાવારસ થઈને. આખરે જિંદગી લબકારા મારે છે આગ થઈને. આખરે જિંદગી ઝબકારા મારે છે તેજ લીસોટા થઈને. જિંદગી ઉછાળા મારે છે દરિયાના મોજાની જેમ. જિંદગી જાજરમાન છે વિદ્વાનોની વિદ્વતાથી. જિંદગી શણગાર છે સજ્જનોની સજ્જનતાથી, ધર્મપરાયણતાના આભૂષણોથી. આ એટલા માટે કહું છું કે, હે મારા યુવા દોસ્તો, અંગત રીતે મારો અભિપ્રાય છે કે આખરે જિંદગીમાં જીવવાની અને જીરવવાની તાકાત હોય તો જિંદગી જીવવા જેવી છે. જીવો તો જવામર્દની જિંદગી. જીવો મસ્ત હાથીની જેમ કે હણહણતા અશ્વની તાકાતથી જીવો. બાકી મરતા જતા, મરવા પડેલા, મરેલા, માંયકાંગલાઓ અને માંદલાઓની જિંદગી હાથી, ઘોડા જેવી તાકાતવર નહિ પણ બિચારા ખચ્ચર-ટટ્ટુ જેવી જાણવી. હવે નક્કી આપે કરવાનું છે કે જિંદગી માણસાઈના પવિત્ર મંત્રની શ્રદ્ધાના સહારે જીવવી કે અંધશ્રદ્ધાના આધારે ? અરે યારો, બસ જિંદગીમાં આપણી જિંદગી જીવવાના માણસાઈના શ્રેષ્ઠ જ નહિ બલ્કે શ્રેષ્ઠતમ મંત્રને સ્વીકારીને જિંદગીની રાહો પર આગળ વધીએ. સ્વામી વિવેકાનંદજીના ઊઠો, જાગો…. અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો – તે મંત્રને જીવનમંત્ર બનાવીએ. હા, મારી દષ્ટિએ જો કોઈ જોરદાર, જાનદાર અને ધમાકેદાર જીવનમંત્ર હોય તો તે એક એક ને એક જ – માણસાઈ, માનવતાનો જીવનમંત્ર. માણસ છો ભાઈ, બસ માણસ થઈને જીવો.

[6] જિંદગી સમયના વ્હીલ પર સંજોગોના સ્ટેશને થોભતી થોભતી અને સુખની સીસોટી મારતી કે દુઃખના ધુમાડા ઓકતી સંબંધોના સહયાત્રીઓ સાથે ડબ્બામાં જીવન પ્રવાસ કરાવતી એક લાંબી આગગાડી છે.

[7] ખરેખર, દરેક વ્યક્તિનું જીવન ખુદ એક જીવનસંદેશ છે, ચાહે હકારાત્મક હોય કે નકારાત્મક, પણ પ્રત્યેક સજીવની જિંદગીમાંથી કંઈક સંદેશ તો પ્રગટ થાય જ છે. દારૂડીયો ભલે દારૂ પી ને લવારો કરતો હોય પણ તેની દશા જોઈને કોઈક તો સંદેશ ગ્રહણ કરશે કે દારૂ દૈત્ય જ છે. સટ્ટા-જુગારમાં કરોડપતિમાંથી રોડપતિ થનારની જિંદગી જોઈ કોઈક તો સમજશે કે જુગારની બદી બહુ બુરી ચીજ છે. ક્યારેક આબાદ જિંદગી બરબાદ થઈ જાય તેની કોઈ જ કલ્પના નહિ. પ્રત્યેક સારી જિંદગી કે નઠારી જિંદગીમાંથી એક પ્રકારનો હકારાત્મક કે નકારાત્મક સંદેશ માણસ પ્રાપ્ત કરી શકે છે. એવું નથી કે માણસની જિંદગીમાંથી જ માત્ર સંદેશ મળી રહે. પરંતુ તમામ પ્રકારના પશુ-પક્ષી-પ્રાણી-વૃક્ષ-વનસ્પતિ અને પ્રત્યેક કુદરતી રચનાઓમાં પણ એક પ્રકારનો ગર્ભિત સંદેશ હંમેશા અભિપ્રેત રહે છે.

[8] યાદ રાખો દોસ્તો, જિંદગી એ જવાબવહી છે. જિંદગીના પ્રત્યેક પન્ના પર પળ-પળ પુછાતા પ્રશ્નોના જવાબ લખતા રહેવાનું છે. જવાબ આપતા રહેવાનું છે. આખરે જિંદગી એક જવાબદારી છે. આપણે એક જવાબદેહી નાગરિક છીએ. આપણે આપણી જાતને પણ નહિ છેતરી શકીએ. આપે આપની જાતના પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા પડશે. આપે આપના મા-બાપના પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. આપ આપની પત્ની-સંતાનો અને આપના કુટુંબને જવાબદાર છો. આપ આપના સમાજ-સગા-સંબંધીને પણ જવાબદાર છો. આપ આપણા રાષ્ટ્રને પણ આખરે જવાબદાર છો ત્યારે, આપણે જવાબદારીમાંથી હરગિજ છટકી શકીએ તેમ નથી.

[9] જિંદગીમાં હંમેશા સુખ અને દુઃખની ભરતી-ઓટ આવવાની. લાગણી અને સંજોગોના હુમલા હંમેશા થવાના. ક્યાંક ખુવાર થવાનું છે, તો ક્યાંક ખુમારીથી લડવાનું છે. તો જ ક્યાંક ખ્વાબને વાસ્તવિકતામાં બદલી શકાશે. જિંદગીમાં થતા આવા તમામ પ્રકારના સારા-નરસા અનુભવો અંતે તો મૂલ્યવાન જ ગણાય. આ બધી બાબતોમાંથી બોધ ગ્રહણ કરી, તે સંદેશ મેળવીને આપણે આપણી જિંદગીને નવો માર્ગ આપી શકીએ, નવી દિશા પ્રાપ્ત કરી શકીએ. આ જ તો સંજોગોમાંથી અને અનુભવોમાંથી સ્ફુટ થતો જીવનસંદેશ છે.

[10] જિંદગીનો મતલબ જ એ છે કે – તમે સાચું કરો, તમે સારું કરો, તમે સાચી દિશા પકડો, તમે સારી દિશામાં દોડો… તમે સાચા જ છો તો કોઈની ફિકર ન કરો. તમે ખોટી દિશામાં ન દોડો. તમે ખોટું ન કરો અને જો તમે સાચા હશો તો તમને સહુ યાદ કરી તમારી જિંદગીને આદર્શ તરીકે સ્વીકારી તેમાંથી જીવનસંદેશ મેળવશે. જો તમે ખોટા હશો તો કોઈ તમને માફ નહિ કરે અને ખોટા ઉદાહરણ તરીકે તમને હંમેશા યાદ રાખશે.

વીણેલાં મોતી

A

|| વીણેલાં મોતી ||

[01] લગ્નજીવનની સફળતાનું રહસ્ય એ વાત પર નિર્ભર છે કે તમે એક સારા સાથી પર પસંદગી ઉતારી છે અને પોતે પણ સારા બન્યા છો.

[02] પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.

[03] કોઈ પણ અંકુરિત થયેલું બીજ તરત જ ઝાડ નથી બની જતું.

[04] તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો – એ રોજ સુવાસ માણી શકશે.

[05] લક્ષ્ય ત્યારે જ સાધી શકાય જ્યારે આપણાં પ્રયત્નોને બીજા સાથે સરખાવીએ.

[06] સમુદ્રનાં મોજાંના માર્ગમાં પથ્થરોની પથારી ન હોય તો લહેરો ગૂંજતી નથી.

[07] તમે તમારા વડીલો પર ગર્વ કરી શકો છો કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ફરક તો એ વાતથી પડે છે કે તેઓ તમારા પર ગર્વ કરી શકે છે કે નહીં.

[08] દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ.

[09] તમે એક વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો મકાઈ વાવો. તમે ત્રણ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો વૃક્ષ રોપો. તમે દસ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો લોકોને કેળવણી આપો.

[10] કોઈ પણ સંઘર્ષ કરવો પડે, તમે આગળ વધતા રહો, સફળતા દસ પગલાં જ દૂર છે.

[11] કોઈ પણ સ્ત્રીનો ઉછેર કેવો છે એ ઝઘડામાં એના આચરણ દ્વારા વ્યક્ત થાય છે.

[12] ખોટું કરવા માટેની કોઈ સાચી રીત નથી.

[13] ઈમાનદાર હોવું એ ગર્ભધારણ કરવા સમાન છે.

[14] વાયદા આપીને ન પૂરાં કરવા કરતાં વિવેકથી ના પાડવી વધુ સારું છે.

[15] ક્યારેય ટૂંકો માર્ગ ન અપનાવો. તમારા અંત:કરણ સાથે ક્યારેય સમાધાન ન કરો.

[16] બાળકોને ગણિત શીખવતી વખતે શું ગણવાનું છે એ શીખવવું વધુ જરૂરી છે.

[17] સંસાર જેને અસાધારણ બુદ્ધિપ્રતિભા કહે છે એ વાસ્તવમાં ‘કોમન સેન્સ’નો ભંડાર હોય છે.

[18] કલ્પના કરવી હંમેશાં સુરક્ષિત હોય છે, આ જૂનો રસ્તો ખોટો નથી, પણ કોઈ બીજો સારો વિકલ્પ પણ હોઈ શકે છે.

[19] તમે એક આદત કેળવી લો – પ્રત્યેક વ્યક્તિ માટે કંઈ ભલું કરવાની.

[20] શિક્ષણ એટલે જીવનની જુદી જુદી વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની યોગ્યતા.

[21] કાંટાથી ભરેલું સિંહાસન બનાવી તો શકાય પણ એના પર વધુ વાર બેસી નહીં શકાય.

[22] મોટા ભાગની દુનિયા એ સિદ્ધાંત પર ચાલે છે કે તમે પાંચ ટનની ટ્રક જેવા હો તો તમને સડક વિષયક જ્ઞાનની કોઈ જરૂરત નથી.

[23] તમને રેલવે સ્ટેશને પહોંચવામાં મોડું થઈ ગયું અને ટ્રેન તમારા માટે ઊભી ન રહી તો એ માટે તમે રેલવે ખાતાને દોષિત ન ઠેરવી શકો.

[24] તમારી પીડાને રેતી પર લખો. તમારી સિદ્ધિઓને આરસ પર લખો.

[25] સન્માન વગરની સફળતા તમારી ભૂખ તો શમાવી દે છે પણ એ મીઠા વગરના ભોજન જેવી સ્વાદવિહીન છે.

[26] તમે એ વાતથી બિલકુલ ચિંતિત ન થતા કે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે. એ લોકો તો એ વાતથી ચિંતિત છે કે તમે એના વિશે શું વિચારો છો.

[27] ઊંદરદોડમાં મુશ્કેલ એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો.

[28] જે વ્યક્તિ પોતાના મનોરંજન માટે સમય ફાળવી નથી શકતી એ હંમેશાં માંદલી જ દેખાશે.

[29] સમજદાર વ્યક્તિ એ જ કહેવાય જે બીજાની ભૂલો ભૂલી પોતાની ભૂલો યાદ રાખે.

[30] બીજાં કરતાં વધારે મહેનત કરવાથી જ શ્રેષ્ઠતા મેળવી શકાય છે.

[31] તમારા મગજમાં ઘણી વણખેડાયેલી જમીન છે, એના વિશે વિચાર કરો. કઠોર પરિશ્રમ કરવો એ હળ ચલાવવા સમાન છે, સારાં પુસ્તકો વાંચવાં એ એમાં ખાતર નાખવા જેવું છે અને શિસ્તપાલન એમાં જંતુનાશકનું કાર્ય કરે છે.

[32] વેપાર ટેનિસ રમવા જેવો છે. જેઓ સર્વિસ કરે છે તેઓ કોઈક જ વાર હારે છે.

[33] હંમેશાં બતક જેવું વર્તન કરો – સપાટી પર બિલકુલ શાંત અને નિશ્ચિંત દેખાવ પણ અંદરથી સતત હાથપગ ચલાવતા રહો.

[34] માછલી ક્યારેય મુશ્કેલીમાં ન આવવા છતાં પોતાનું મોં બંધ રાખે છે.

[35] આપણામાંથી કોઈપણ પરિપૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતું. પણ આપણે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.

[36] મુશ્કેલ સમય વધુ વાર સુધી નથી ટકતો પણ વ્યક્તિની પ્રકૃતિ કદી બદલાતી નથી. વ્યક્તિ રહે છે.

[37] બે વ્યક્તિએ જેલના સળિયા વચ્ચેથી બહાર જોયું. એકે માટી જોઈ, બીજાએ તારા.

[38] તમે પહેલીવાર સફળ ન થાવ અને ફરી પાછો પ્રયત્ન કરો, ત્યારે બીજી કોઈ રીત અપનાવો.

[39] ક્યારેય ન પડવું એ સિદ્ધિ નથી, પણ પડ્યા પછી ફરીવાર ઊઠો એ જ સાચા અર્થમાં સિદ્ધિ છે.

[40] તમે આકાશને આંબવાની કોશિશ કરો છો તો શક્ય છે કે તમને એક પણ તારો ન મળે, પણ કમસેકમ હાથમાં ધૂળ તો નહીં આવે.

[41] સતત સાંભળવાની કોશિશ કરો. ક્યારેક સારી તક ખૂબ ધીમેથી તમારાં દ્વાર ખટખટાવે છે.

[42] હસવું એક ઉત્તમ ઔષધિ છે, જાત પર હસતાં શીખો તથા બીજામાં પણ રમૂજવૃત્તિ કેળવો.

[43] એક સફળ સંવાદનું રહસ્ય એ છે કે તમે વગર અસંમત થયે અસંમત છો.

[44] વ્યક્તિને ત્રણ ભાગમાં વહેંચી શકાય (1) જે કાર્ય કરે છે (2) જે કાર્ય કરતાં જુએ છે અને (3) જે એ વાતનું આશ્ચર્ય કરે છે કે આ કાર્ય કેવી રીતે થયું.

[45] સહાનુભૂતિ કોઈ દિવસ વ્યર્થ નથી જતી, જાતને આપવા સિવાયની.

[46] તમે જે ઈચ્છો છો એ મેળવવામાં આનંદ નથી, આનંદ તો જે છે એ માણવામાં-સ્વીકારવામાં છે.

[47] મારી પાસે ચંપલ નથી એ વાતનો રંજ મને ત્યાં સુધી જ હતો જ્યાં સુધી મેં રસ્તા પર પગ વગરની વ્યક્તિને જોઈ નહોતી.

[48] હસવામાં ઉડાડી દો… એક પ્રેશર કુકર ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી એમાં સુરક્ષા વાલ્વ નથી લાગેલો.

[49] તમે દુ:ખમાં પક્ષીઓને તમારા માથા પર ચકરાવો લેતાં નથી રોકી શકતા. પણ તમે એમને તમારા માથે માળો બનાવતા રોકી શકો છો.

[50] મિત્ર બનાવવાનો ફક્ત એક જ માર્ગ છે કે તમે ખુદના મિત્ર બનો.

=========================================

પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે.
* શ્રીમદ્ રાજચંદ્ર :

મારો શિષ્ય એક જ છે અને તે છે મોહનદાસ ગાંધી. એને કેળવતાં અને કાબૂમાં રાખતાં મારો દમ નીકળી જાય છે. બીજો શિષ્ય કરવા ક્યાં જાઉં ?
* ગાંધીજી :

જે પ્રેમ નિત્ય નવીન નથી હોતો, તે એક આદત અને છેવટે એક બંધન બની જાય છે.
* ખલીલ જિબ્રાન :

પ્રેમ કરવો તે કલા છે, પણ તેને નિભાવવો એ સાધના છે.
* વિનોબા ભાવે :

સરસ જિંદગી એ છે જેમાં જ્ઞાનનું માર્ગદર્શન હોય અને પ્રેમની પ્રેરણા હોય.
* બર્ટ્રાન્ડ રસેલ :

હે પરમાત્મા, મારી વાણી મારા મનમાં સ્થિર થાઓ અને મારું મન મારી વાણીમાં સ્થિર થાઓ.
* ઐતરેય ઉપનિષદ :

દરેક વ્યક્તિમાં અનંત શક્યતા છે. આપણામાંના પ્રત્યેકમાં કોઈક એવું બીજ છે જેમાંથી વૃક્ષ પ્રગટી શકે.
* પ્રે. મહાદેવ ધોરિયાણી :

તમારી આકાંક્ષાઓ એ તમારી શક્યતાઓ છે. જેવી આકાંક્ષા તેવી સિદ્ધિ.
* રોબર્ટ બ્રાઉનીંગ :

જેણે મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુ:ખ, માન-અપમાન બધું સરખું છે.
* ચાણક્ય :

જો તમને એક ક્ષણનો પણ અવકાશ મળે, સમય મળે તો તમે તેનો ઉપયોગ શુભ કાર્ય માટે કરો, કારણ કાળનું ચક્ર અત્યંત ક્રુર અને ઉપદ્રવી છે.
* બેન્જામીન ફ્રેન્કલીન :

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.
* સ્વામી વિવેકાનંદ :

પહેલાં ઈશ્વર પ્રાપ્ત કરો. પછી ધન કમાઓ. આથી ઊલટું કરવાની કોશિશ ન કરો. જો આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સાંસારિક જીવન ગાળશો તો તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો.
* શ્રી રામકૃષ્ણ પરમહંસ :

પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી.
* કાકા કાલેલકર : જેની સિદ્ધિનો આધાર બીજા ઉપર છે, તેવું કર્મ કદી ન આરંભો. પણ જેની સિદ્ધિનો આધાર પોતાની જાત પર જ છે તે કર્મ અવશ્ય આરંભો.
* ભગવાન મનુ :

બુરાઈ નાવમાં છિદ્ર સમાન છે, તે નાનું હોય કે મોટું, નાવને ડુબાડી દે છે.
* કવિ કાલીદાસ :

મનુષ્ય કેવી રીતે મરે છે તે મહત્વનું નથી, પરંતુ તે કેવી રીતે જીવે છે તે મહત્વનું છે.
* હજરત અલી :

મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે.
* સ્વામી અખંડઆનંદ સરસ્વતી :

જીવનમાં નિરંતર તાજગી અને અતૂટ દિલચસ્પી ત્યારે જ મળે છે કે જ્યારે આંતરિક વિકાસ નિરંતર થયો હોય.
* શ્રી અરવિંદ :

જ્યાં સુધી લોકો પોતાને સ્વયં સુધારવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી સુધારો થવો અસંભવ છે.
* કનૈયાલાલ મુનશી :

જેણે ધન ભેગું કર્યું અને તેને ગણવામાં જ રહ્યો છે તે એવા ભ્રમમાં હોય છે કે ધન તેને જીવિત રાખશે.
* કુરાન :

પોતાની આવશ્યકતાઓ ઓછી કરીને આપ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો.
* મહાત્મા ગાંધી :

કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી કેળવણી માણસની માણસાઈ લઈ લે છે.
* સરદાર વલ્લભભાઈ પટેલ :

સજા આપવાનો અધિકાર કેવળ પ્રેમ કરવાવાળાને જ છે !
* રવિન્દ્રનાથ ટાગોર :

મનને હજાર પાંખ છે. હૃદયને એક જ પાંખ છે. છતાં જીવનનું સઘળું તેજ પ્રેમના અસ્ત સાથે વિલીન થઈ જાય છે.
* ફાન્સિસ બાઉડિર્ણાન :

જેમ કાંટાળી ડાળને ફૂલ સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વચ્છ સ્વર્ગસમુ બનાવી શકે છે.
* યોગવસિષ્ઠ :

પવિત્ર વિચારોનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
* સ્વામી વિવેકાનંદ :

કવિતા એ બધા જ માનવીય જ્ઞાન, વિચાર, ભાવ, અનુભવ અને ભાષાની સુગંધ કળી છે.
* જયશંકર પ્રસાદ :

માણસ, નિશ્ચિત આકાર અને ઈન્દ્રિયોના સમુહના સજીવ ઢીંગલા ઢીંગલી એ માણસ નહીં પણ પોતાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી તેને ઓળખી, તેનો અહર્નિશ આભાર માનતાં જિવંત મંત્રો એ જ માણસ !
* ડૉ. ભરત મિસ્ત્રી :

સાચુ બોલવાનો આગ્રહ રાખનાર માણસ બિલકુલ નિર્દોષ હોય તો પણ દુ:ખી થાય, એવો રુગ્ણ સમાજ આપણે કહેવાતા ધર્મની ઓથે રચી બેઠા છીએ.
* ગુણવંત શાહ :

નિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુ:ખની વાત છે.
* કાકા કાલેલકર :

સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે.
-જેઈમ્સ લોવેલ

અત્તરનાં પૂમડાં

A

|| અત્તરનાં પૂમડાં ||

[1] ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. સારું ભવિષ્ય છે તેમ કહેશો તો લોકો એની આશામાં કોઈ કામ નહીં કરે. ભવિષ્યમાં સારું નથી તેમ કહેશો તો કંઈ પણ કરવાનો અર્થ નથી એમ કહીને બેઠા રહેશે. તેથી આની ચર્ચા કરવાને બદલે વર્તમાનમાં આપણી સહાયથી સારામાં સારી રીતે કરીએ પછી પરિણામ જે આવવાનું હોય તે આવે. આપણી નજર વર્તમાન પર જ સ્થિર રાખીએ. – અજ્ઞાત

[2]

હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ

[3] છોકરામાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે. – ગાંધીજી

[4]

હું હંમેશાં ધાર્મિક માનવ રહ્યો છું.
મારે ઈશ્વરની ભાગીદારીમાં કામ કરવાનું છે.
મારી શક્તિ કેટલી છે ?
50 ટકા શક્તિ હોય તો ઈશ્વર મારી નિષ્ઠા જોઈ બીજી 50 ટકા શક્તિ ઉમેરે છે
તેવી મને પાક્કી શ્રદ્ધા છે.’ – ડૉ. અબ્દુલ કલામ

[5] ધર્મનાં પુસ્તકો અને સંતોનાં લખાણો વાંચવા માટે દષ્ટિ જોઈએ. એ કોઈ અભ્યાસ નથી, સંશોધન નથી, મનોરંજન નથી. એ જ્ઞાન છે, ધર્મ છે, સાધના છે, શુદ્ધ નિર્મળ પવિત્રજળ છે. એ તરસ માટે છે, સ્વાદ માટે નહીં. – ફાધર વાલેસ

[6]
ખુરશીને આજે
તાતી જરૂર છે
સાચા નેતાની !
પણ અફસોસ !
સાચા નેતાને
જરૂર નથી હોતી
ખુરશીની ! – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

[7] ફ્રેન્ચ લેખક શોપનહાવરે પોતાનાં પુસ્તકોની કડક ટીકાથી એક દિવસ કહ્યું : ‘મારા પુસ્તકો તો દર્પણ જેવાં છે, પણ કોઈ ગર્દભ એમાં ડોકિયું કરે તો એને દેવદૂતનાં દર્શન ક્યાંથી થવાના છે !’ – અજ્ઞાત

[8] મોટામાં મોટો દોષ પોતાનામાં એક પણ દોષ નહીં હોવાની માન્યતાનો છે. – થૉમસ કાર્લાઈલ

[9] જે દૈનિક પત્ર સત્યનો પ્રસાર કરવાના પુરુષાર્થ ઉપર નિર્ભર નથી, તે પ્રત્યેક સવારે પ્રજાનું જીવન હરવા માટે મોકલેલો વિષનો પ્યાલો છે. – ઓલિવ શ્રાઈનર

[10] માનવી પાસેથી ઘણું બધું છિનવી શકાય છે પણ પોતાની આસપાસના સંજોગો તરફનો પોતાનો અભિગમ/વલણ પસંદ કરવાની માનવીની અંતિમ સ્વાધીનતા કદી પણ છિનવી શકાતી નથી. – વિક્ટર ફ્રેંકલ

[11] સત્યને સત્ય તરીકે, અસત્યને અસત્ય તરીકે, અસત્યમાં રહેલા સત્યને, સત્યમાં રહેલા અસત્યને જોવું એટલે જ મુક્ત મન. – જે. કૃષ્ણમૂર્તિ.

[12] દરેક મનુષ્યે અને દરેક પ્રજાએ મહત્તા પ્રાપ્ત કરવી હોય તો, ભલાઈમાં દઢ વિશ્વાસ રાખવો, અદેખાઈ અને અવિશ્વાસમાંથી મુક્તિ મેળવવી અને સારા થવાનો તેમ જ સારું કરવાનો પ્રયત્ન કરનાર દરેકને સાથ આપવાનો પ્રયાસ કરવો. વિકાસની આ કેડી છે. – સ્વામી વિવેકાનંદ

[13] ઘરની બહાર ખાતરનો ઢગલો કરી રાખો તો તમારા ફરતે દુર્ગંધ પ્રસરી રહેશે, પણ એ જ ખાતરને નાખીને બાગ બનાવશો તો સુગંધ પ્રસરશે. નષ્ટ કરવા જેવું જીવનમાં કશું જ નથી, પણ પરિવર્તન કરવા જેવું, ઉદાત્ત કરવા જેવું, ઉન્નતિ કરવા જેવું જીવનમાં પુષ્કળ છે. – આચાર્ય રજનીશ

[14] જીવનમાં દુ:ખ આવે જ નહિ એ વાત અશક્ય છે. કદીક તો દુ:ખ આવવાનું જ. પરંતુ દુ:ખ જો સમજીને સહન કર્યું હશે તો એ કદીયે વ્યર્થ નથી જવાનું. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતરમાં ખેંચીને વૃક્ષ મજબૂત અને સમૃદ્ધ બને છે. – રવીન્દ્રનાથ ટાગોર

[15] એક માર્ગ પકડીને ચાલવાનો પ્રારંભ કરો. તમને માર્ગમાં ઘણા વધારે યાત્રીઓ મળશે. લક્ષ્ય નક્કી કરીને તે માર્ગે ચાલવા લાગશો તો રસ્તામાં અન્ય યાત્રીઓ મળતાં આગળનો માર્ગ બતાવી દેશે. તમે ચાલવાનું શરૂ કરો ! બેસી ન રહો ! – જ્યોતિબેન થાનકી

ચાણક્યની સુવર્ણ નીતિઓ

1

|| ચાણક્યની સુવર્ણ નીતિઓ ||

“કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા, સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ની આ સુવર્ણ નીતિઓ”
આચાર્ય ચાણક્ય દ્વારા જણાવેલ નીતિઓ કોઇપણ વ્યક્તિના જીવનને સુખી અને સફળ બનાવી શકે છે. ચાણક્યે પોતાની નીતિઓના બળ પર જ એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવી દીધો હતો. સાથે જ, વિદેશી શાસક સિકંદરથી ભારતની રક્ષા પણ કરી હતી. ચાણક્યની નીતિઓ ખૂબ જ સટીક છે અને જે પણ વ્યક્તિ આ નીતિઓને જીવનમાં ઉતારી લે છે, તે મોટી પરેશાનિઓનો સામનો પણ સરળતાથી કરી શકે છે. અહીં જાણો ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા ચાર એવા કામ જે કોઇ વ્યક્તિ બીજાને શીખવાડી શકતો નથી.

ચાણક્ય મુજબ કોઇપણ વ્યક્તિ કેટલો દાનવીર છે, તે તેના સ્વભાવમાં જ રહે છે. કોઇપણ વ્યક્તિની દાનશક્તિને ઘટાડવી કે વધારવી ખૂબ જ મુશ્કેલ છે. આ આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે. એટલે કે, કોઇપણ વ્યક્તિ દાન કરવાની ક્ષમતાને વધારી કે ઘટાડી શકાતી નથી. દરેક વ્યક્તિ પોતાની ઇચ્છાથી જ દાન – પુણ્ય કરે છે.

1. ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને ‘ચાણકયનીતિ’ માંથી મળે છે.

2. હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. સુખી બનવા માટેની ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી.

3. ચાણકય કહે છે કે, ‘જે વ્યકિતના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય, સંતાનો બુદ્ધિશાળી હોય, પત્ની પ્રિયભાષિની હોય, પોતે ઉદ્યમી હોય, નીતિથી કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય, જેને પોતાની પત્ની પ્રત્યે આદર હોય, જેના નોકર-ચાકર આજ્ઞાંકિત હોય, જેના કુટુંબમાં અતિથિને આદર અપાય છે, ઇશ્વરની ઉપાસના થાય છે, ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન બને છે, પીવા માટે મીઠાં પાણીની વ્યવસ્થા છે અને જે ગૃહસ્થને હંમેશા સજ્જન વ્યકિતની સંગતિ કરવાની તક મળે છે, તે ધન્ય બની જાય છે.’

4. શું ફોર્બ્સની યાદીમાં જે અબજોપતિઓને સ્થાન આપવામાં આવ્યું છે તેઓ આ બધી બાબતમાં સુખી છે ખરા ?

5. સુખી થવા માટે ચાણકયે જે ચીજોની આવશ્યકતા બતાવી છે, તેમાં ધનથી ખરીદી શકાય તેવી ભાગ્યે જ કોઈ ચીજો છે.

6. મનુષ્ય પૈસાદાર બની જાય એટલે તેના સંતાનો બુદ્ધિશાળી પેદા થાય, એવું જરુરી નથી. બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત સંતાનો પૂર્વ ભવના કોઈ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.

7. પ્રિયભાષિની પત્ની પણ આજના કાળમાં બહુદુર્લભ ગણાય છે. શ્રીમંતોની પત્ની કર્કશા ન હોય તેવી કોઈ ગેરન્ટી નથી.

8. માણસ પાસે અમર્યાદિત ધન હોય પણ તે અનીતિથી કમાયેલું હોય તો તે ધન માણસને સુખ આપી શકતું નથી. અનીતિને કારણે તે મનુષ્ય ઘણા સાથે દુશ્મનાવટ વહોરી લે છે અને શાંતિથી જીવી શકતો નથી.

9. સંસારના સુખોની પ્રાપ્તિ માટે મર્યાદિત ધનની જરુર પડે છે તેની ના નથી, પણ આ ધન જો નીતિથી કમાયેલું હોય તો જ કામ લાગે છે. અનીતિની કમાણી કદી સુખ આપી શકતી નથી.

10. પત્ની પ્રિયભાષિની હોય, એટલું પૂરતું નથી. પતિને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ અને આદર હોવા પણ બહુ જરુરી છે. પતિને જો પત્ની પ્રત્યે તિરસ્કારભાવ હોય તો ઘરની લક્ષ્મી સંતુષ્ટ નથી રહેતી પણ સતત કચવાટમાં રહે છે.

11. સ્ત્રીને પ્રસન્ન રહેવા માટે માત્ર ધન, દોલત, વસ્ત્રો અને આભૂષણો ઉપરાંત સન્માન અને સત્કારની પણ જરુર રહે છે.

12. શ્રીમંતો ઘણી વખત પોતાની પત્ની સાથે પગલૂછણિયાં જેવું વર્તન કરતાં હોય છે. બીજાની હાજરીમાં તેઓ પત્નીનું અપમાન કરતા હોય છે અને તેને ઉતારી પાડતા હોય છે.

13. જે ઘરની લક્ષ્મીની આંતરડી કકળતી હોય, તે ઘરમાં કદી આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તી શકતું નથી.

14. પૈસાથી નોકર-ચાકર ખરીદી શકાય છે, પણ તેમનો આદર ખરીદી શકાતો નથી. નોકર-ચાકરનો આદર મેળવવા માટે તેમની સાથે દયાળુ અને માયાળુ વર્તન કરવું જરુરી બની જાય છે.

15. જે શેઠને આજ્ઞાંકિત નોકર-ચાકર મળ્યા હોય તેઓ જ સુખી બની શકે છે. નોકર-ચાકરની વફાદારી કેવળ પગારથી નહીં પણ ચારિત્ર્યથી અને સારા વર્તનથી જ ખરીદી શકાય છે.

16. જે પરિવાર સંસ્કારી હોય તેમાં જ નિયમિત અતિથિઓની અવરજવર ચાલુ રહે છે. અતિથિ વગરના મહેલની કોઇ કિંમત નથી, પણ અતિથિની અવરજવર ધરાવતાં ઝૂંપડાંમાં પણ આનંદનું વાતાવરણ જોવા મળે છે.

17. અતિથિ પૈસાના નહીં પણ ભાવનાના ભૂખ્યા હોય છે.

18. આજકાલ શ્રીમંતો પાસે ધન બહુ હોય છે, પણ પત્નીને રસાઈ કરવાની આળસ હોય છે અને નોકર-ચાકરો મળતા નથી, જેને કારણે હોટેલનું ખાવાનું ખાવું પડે છે.

19. જે મનુષ્ય બે ટંક ઘરની રસોઇ પણ જમી ન શકે, તેને સુખી ગણી શકાય નહીં.

20. સજ્જન વ્યકિતની સોબત કરવા માટે આપણે પણ સજ્જનતા કેળવવી પડે છે. સજ્જનોની સોબત પણ ધનથી ખરીદી શકાતી નથી

21. જે શાણા પુરુષો પોતાના ભાઇભાંડુઓ સાથે સજ્જનતાથી વર્તે છે, બીજાઓ પ્રત્યે દયા રાખે છે પણ દુર્જનો પ્રત્યે જેવા સાથે તેવાનો વ્યવહાર રાખે છે, વિદ્વાન સાથે સરળતાથી અને પાપી સાથે કડકાઇથી વર્તે છે, શક્તિશાળી વ્યક્તિ સાથે ખુમારીથી વર્તે છે, ગુરુ, માતાપિતા અને આચાર્ય પ્રત્યે સહનશીલ થઇ વર્તે છે અને સ્ત્રીઓ ઉપર આંધળો વિશ્વાસ નથી મૂકતા તેઓ સંસારમાં સફળ થાય છે.

22. અહીં ચાણકય આપણને જેવા સાથે તેવા થવાની બહુ પ્રેકિટકલ શિખામણ આપે છે. સંતમાં અને ગૃહસ્થમાં ફરક છે.

23. સંતોને બધા જ પ્રત્યે કરુણા હોવી જોઈએ, પણ જેને પોતાના પરિવારનું રક્ષણ કરવાનું છે અને આર્થિક વ્યવહારો નિભાવવાના છે તે બધા પ્રત્યે કરુણા રાખીને પોતાની જવાબદારી નિભાવી શકે નહીં. આ કારણે જ ચાણકયે દુર્જન પ્રત્યે દુર્જુન જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે.

24. દુર્જનો સાથે માયાળુ વર્તન કરવામાં આવે તો તેઓ તેને આપણની નબળાઈ ગણીને આપણને વધુ હેરાન કરવાની કોશિષ કરે છે. આ કારણે ‘શઠં પ્રતિ શાઠયં’ની નીતિ અપનાવવી જ પડે છે અને હૃદયમાં કરુણા રાખીને પણ પાપીઓ સાથે કડક વ્યવહાર રાખવો પડે છે.

25. તાજેતરમાં આંતકવાદીઓએ મુંબઇ ઉપર સશસ્ત્ર હુમલો કર્યો અને સેંકડો નિર્દોષ માનવીઓની કતલ કરી તેમની સાથે સૌજન્ય દાખવી શકાય નહીં. કોઇ ધર્મગુરુ તેમને માફ કરી દેવાની ભલામણ કરે તો પણ જેમની ઉપર પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી છે, તેઓ આતંકવાદીઓની દયા ખાઈ શકે જ નહીં. તેઓ જો દયા ખાય તો પોતાના આશ્રિતોનું રક્ષણ કરી શકે નહીં.

26. સજ્જન અને સુખી માણસોના લક્ષણો વર્ણવ્યા પછી હવે ચાણકય દુર્જન અને દુઃખી માણસોનાં લક્ષણોનું પણ વર્ણન કરે છે, જેને વાંચીને આપણે અત્યારે કઇ કક્ષામાં છીએ તેનો ખ્યાલ આવે છે.

27. જેના હાથે કદી દાનકર્મ થતું નથી, જેના કાને કદી વિદ્વાનોનાં વચન પડતાં નથી, જેણે પોતાના નેત્રોથી સજ્જન પુરુષના દર્શન નથી કર્યા, પગપાળા તીર્થોની યાત્રા નથી કરી, અન્યાયથી ધન એકઠું કરીને પણ જો સમાજમાં ઘમંડથી જીવે છે તેને ચાણકય શિયાળ જેવા નીચ ગણાવે છે. આવી વ્યકિતઓને ચાણકય કહે છે, “તમારે આ સંસારમાં જીવતા જ રહેવું જોઈએ નહીં પણ શક્ય એટલો જલદી આ નીચ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ.”

28. આજે આપણા સમાજમાં શ્રીમંતો ઘણા છે, પણ પોતાની લક્ષ્મીનો સદુપયોગ પરોપકારનાં કાર્યોમાં કરતા હોય તેવા પુણ્યશાળીઓ બહુ ઓછા છે. લક્ષ્મી મેળવવા માટે નસીબની જરુર પડ છે, પણ પુણ્યથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવાની ઇચ્છા જબરદસ્ત પુણ્ય હોય તેને જ થાય છે. બાકીના શ્રીમંતો પોતાની લક્ષ્મીનો ઉપયોગ દાનપુણ્યમાં નથી કરતાં તેમને આ લક્ષ્મી કદ સુખ આપી શકતી નથી.

29. માણસ પાસે ધન આવી જાય એટલે તેનામાં વિદ્વતા આવી જાય અને તે જ્ઞાની બની જાય એવું જરુરી નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીનાં વચનો સાંભળવા જોઈએ અને તેને વિનયપૂર્વક હૃદયમાં ઉતારવાની કોશિષ પણ કરવી જોઈએ. જેને એવું અભિમાન છે કે મારી પાસે દુનિયાનું બધું જ્ઞાન છે તે કદી જ્ઞાનીનાં વચનામૃતો સાંભળવા જતો નથી પણ કૂવામાંના દેડકાની જેમ પોતાની સંકુચિત દુનિયામાં જ મસ્ત રહે છે.

30. જે વ્યકિત અહંકારી છે તેને સજ્જનો સાથે પણ ફાવતું નથી. સજ્જનો આવી અભિમાની વ્યકિતનો પડછાયો પણ લેવાનું પસંદ કરતાં નથી.

31. જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે કષ્ટો ઉઠાવીને તીર્થયાત્રા કરતા નથી પણ તીર્થસ્થાનોમાં પણ મોજ કરવા જાય છે. તેમને યાત્રાનું ફળ નથી મળતું પણ પાપની વૃદ્ધિ થાય છે. આવા મનુષ્યો ધનવાન હોય તો પણ દયાને પાત્ર છે.

32. ચાણકયે સજ્જન પુરુષોના અને સત્સંગના ભારે ગુણગાન કર્યા છે. ચાણકય કહે છે કે, ‘સજ્જન પુરુષોના દર્શનમાત્રથી પુણય પ્રાપ્ત થાય છે, કારણ કે સંત પુરુષ સાક્ષાત્ તીર્થસ્વરુપ છે.

33. તીર્થયાત્રા કરનારને યોગ્ય સમય આવે ત્યારે ફળ મળે છે, જ્યારે સંતના સમાગમથી તાત્કાલિક ફળની પ્રાપ્તિ થાય છે.

34. સજ્જન વ્યકિતની સંગતમાં રહીને દુર્જન પણ સજ્જન બની શકે છે, પણ સજ્જન વ્યકિતમાં દુર્જનના ગુણો ક્યારેય આવતા નથી. માટે સુખી થવા ઇચ્છનારે સજ્જનોનો સંગ કરવો જોઈએ.’

35. ચાણકયનાં આ બધાં જ વાક્યોનો સાર એક જ વાક્યમાં આપી શકાય કે, ‘સુખી બનવા માટે સજ્જન બનવું અનિવાર્ય છે, દુર્જનો કદી સુખી બની શકતા નથી.’ આ સારને પામ્યા પછી આપણે બધાએ દુનિયામાં સજ્જનોની શોધ આદરી દેવી જોઈએ અને તેમની જ સંગત કરવી જોઈએ.

જીવનપ્રેરક વિચાર-સંચય

A

|| જીવનપ્રેરક વિચાર-સંચય ||

[1] આપણે જ્ઞાનનો અર્થ જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોમાં બુક્કો મારવાથી ભોજન થતું નથી. મોમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ અને ત્યાં પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી, જાણવાથી કામ પતતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હૃદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધામાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ. – વિનોબા

[2] વૈદ્યની કેવળ ભક્તિ કરવાથી બીમારી મટશે નહિ. વૈદ્ય કહે તે પ્રમાણે પથ્યનું પાલન કરીએ તો બીમારી મટે. કોઈ વ્યાયામવીરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી આપણામાં તાકાત નહિ આવે, પણ જે રીતે તેણે તાકાત મેળવી તે ક્રમ પ્રમાણે ચાલવાથી તાકાત આવશે. તેવી જ રીતે કેવળ સંત-સજ્જનોનું નામ લેવાથી કે તેમનું પૂજન કરવાથી કલ્યાણ થતું નથી, પણ તેમણે બતાવેલા માર્ગે જવામાં કલ્યાણ છે. શબ્દોની કઢી કે શબ્દોના ભાત ખાવાથી તૃપ્તિ થશે નહિ, તૃપ્તિ તો જેની ભૂખ હોય તે મળે ત્યારે થાય. – કેદારનાથ
[3] વાતોડિયા લોકો કામ ઓછું કરે છે અને સમય વેડફે છે. કામ કરનારા વાતો ઓછી કરે છે. હોય તેથી વધુ કે ઓછું કે ઊલટું બોલવું તે અસત્ય છે. બીજાની વિરુદ્ધની વાતોનો પ્રચાર ન કરો. કેમ કે તે ખોટી પણ હોય. અને સાચી હોય તોપણ પ્રચાર ન કરો. આપણી કોઈ ખરાબ બાબતનો પ્રચાર થતાં આપણને કેવું લાગે છે ? જીભને વશ થવું એટલે હલકા સ્વભાવને વશ થવું. કેટલુંયે બોલવાથી કંઈ જ મળતું નથી, ઉપરથી પાર વિનાની મુશ્કેલીઓ સર્જાય છે. મૌન પાળતાં શીખો. ગ્રીસમાં મહાત્મા પાયથાગોરસ પોતાના નવા શિષ્યને બે વર્ષ મૌન પળાવતા. ભલે મૌન ન પાળો, પણ જરૂર વગર ન બોલો. પૂછ્યા વગર બોલવાનો અર્થ નથી. હળવાશમય વાતો વખતે પણ નિર્દોષ વાણી હોવી જોઈએ. કોઈની નાની વાતનો છેદ ઉડાડવા દલીલબાજી કરીને કડવાશ ન સર્જવી. બીજાઓને સુધારવાનો કે બીજાઓનો હિસાબ રાખવાનો આપણો ઈજારો નથી. કોઈ પૂછે ત્યારે શાંતિથી, મીઠાશથી બોલવું. – એની બેસન્ટ

[4] મકાનને, ફર્નિચરને, પૈસાને, કપડાંને, વાહનને, પ્રતિષ્ઠાને જેટલી કાળજીથી આપણે સાચવીએ છીએ તેટલી કાળજીથી આપણા શરીરનું જતન કરતા નથી. શરીર, જે જીવનના અંત સુધી મહત્વના હથિયાર તરીકે આપણા જીવનમાં ઉપયોગી થાય છે તે તરફ આપણે જેટલા બેદરકાર રહીએ છીએ તેટલા આપણે દુઃખી થઈએ છીએ. શરીરનું માળખું અમુક અંશે વારસાગત હોય છે, તેમ છતાં તે માળખાની મર્યાદામાં રહી, શરીરને તંદુરસ્ત કે રોગી રાખવાની વાત આપણા હાથની છે. ખોરાક, શ્રમ, વ્યાયામ અને આરામ શરીરને ઘડે છે કે બગાડે છે. જો વિવેકથી ખોરાક અને આરામ લેવાય તથા યોગ્ય પ્રમાણમાં શરીરશ્રમ થાય તો શરીર તંદુરસ્ત રહે. મનની તંદુરસ્તી પણ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દાકતરી સારવાર અને દવાઓની વિપુલ સગવડો માનવીને ઉપલબ્ધ થઈ હોવા છતાં શરીરરોગો કેટલા બધા જોવા મળે છે ? પશુ-પક્ષીઓને તો નથી તેવી સગવડો કે નથી આપણા જેવી બુદ્ધિ, તેમ છતાં કેવાં કિલ્લોલ કરતાં તેઓ જોવા મળે છે ? તેનું કારણ એ છે કે તેઓનું જીવન કુદરતના નિયમો વિરુદ્ધ હોતું નથી, જ્યારે માનવીનું જીવન દિનપ્રતિદિન અકુદરતી બની રહ્યું છે. ધીમા ઝેર સમાં માદક પીણાંઓ-પદાર્થો આપણી તંદુરસ્તી અને આપણા આયુષ્યના દુશ્મનની કામગીરી બજાવી રહ્યાં છે. ઉચ્ચ ધ્યેયવાળી વ્યક્તિએ શરીરને જન્મથી મૃત્યુ સુધીની અત્યંત મૂલ્યવાન થાપણ ગણીને તેની પૂરી દરકાર લેવી જોઈએ. – બબાભાઈ પટેલ

[5] શા માટે લોકો પ્રખ્યાત થવા ઈચ્છે છે ? પ્રથમ તો જાણીતા થવું ફાયદાકારક હોય છે અને તે આપણને ખૂબ આનંદ આપે છે, ખરું ને ? જો તમે આખી દુનિયામાં પ્રખ્યાત હો તો તમે ખૂબ અગત્યના માનવી છો તેવું તમોને લાગે છે. તે તમને અમરતાની લાગણી આપે છે. તમે જાણીતા થવા માગો છો, કીર્તિવાન થવા ઈચ્છો છો અને લોકો તમારા વિશે વાતો કરે તેવું ઈચ્છો છો, કેમ કે તમારી અંદર તમે કશું જ નથી. આંતરિક રીતે કોઈ સમૃદ્ધિ નથી, તેમાં કશું જ નથી તેથી તમે બહારથી, દુનિયામાં જાણીતા થવા ઈચ્છો છો. પણ જો તમે આંતરિક રીતે ભરપૂર હશો તો તમે જાણીતા છો કે નહિ તે તમારા માટે કોઈ જ અર્થ ધરાવતું નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવું એ બાહ્ય રીતે સમૃદ્ધ અને જાણીતા થવા કરતાં ખૂબ જ કઠિન છે. તે ખૂબ જ દરકાર અને તદ્દન નજીકનું ધ્યાન માગી લે છે. જો તમારી પાસે થોડી શક્તિ હોય અને તેનો ઉપયોગ કરતાં આવડતો હોય તો તમે પ્રખ્યાત બની શકો, પણ તેવી રીતે આંતરિક સમૃદ્ધિ આવતી નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવા માટે મન સમજણવાળું હોવું જોઈએ. અને બિનજરૂરી બાબતોને, જેવી કે જાણીતા થવાની ઈચ્છાને, ફેંકી દેવી જોઈએ. આંતરિક સમૃદ્ધિ એટલે તો એકલા ઊભા રહેવું. જે માનવી જાણીતો થવા માગે છે તે એકલો ઊભો રહેતાં ગભરાતો હોય છે કેમ કે તે, લોકોનાં ખુશામત અને સારા અભિપ્રાયો પર જ આધાર રાખતો હોય છે. – જે. કૃષ્ણમૂર્તિ

[6] અહંકાર હજારો માથાંવાળો છે. એના માથાં કપાઈ જાય, છતાં નવાં નવાં જન્મતાં હોય છે. જીવ અટકાઈ જાય, મૂંઝાઈ જાય, લેવાઈ જાય, અકળાઈ જાય, અશાંત થઈ જાય, દુઃખી થઈ જાય, તો હજી એનામાં અહંતા ભરી પડેલી છે તેમ જાણવું. કારણ કે તેની અહંતાને તેવા તેવા પ્રકારના આઘાત લાગે છે. જીવનમાં અનેક પ્રકારના ફાંકાઓ હોય છે. સમજણનો ફાંકો, બુદ્ધિનો ફાંકો, આવડતનો ફાંકો, શક્તિનો ફાંકો, ડહાપણનો ફાંકો, રૂપનો ફાંકો, વ્યવહાર-કુશળતાનો ફાંકો, વૈભવવિલાસનો ફાંકો, ધનનો ફાંકો. આમ વિવિધ પ્રકારના ફાંકા હોય છે. આ બધા ફાંકાઓ આપણા જીવનમાંથી નિર્મૂળ થવા જોઈએ. આવા ફાંકાઓમાં અહમ ઘણો મોટો ભાગ ભજવતો હોય છે. આથી અહમ પર ફટકા પડે ત્યારે સાધક-જીવનને ઘણો આનંદ થવો ઘટે. કશાનું પણ ચોકઠું બનાવી ન દેવું. સમજણનું પણ જો ચોકઠું બની ગયું તો તે બાધક નીવડશે. – શ્રી મોટા

[7] સંસ્કારી મનુષ્યની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે કરી શકાય : એ માણસ કોમના કે કુળના વિચાર કરતો નથી; એ વર્ણના કે જાતિના ભેદ કરતો નથી; એ પ્રદેશ કે ભાષાની ભિન્નતા પર ટકતો નથી. એ મનુષ્યને મનુષ્ય તરીકે જુએ છે, અખંડ મનુષ્ય તરીકે મનુષ્યની ભૂલ પર જ ધ્યાન કેન્દ્રિત કરે એ જેટલું ખોટું કરે છે એટલું જ મનુષ્યના કેવળ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરનારો ખોટું કરે છે. તે બંને, સત્યને આંશિક રૂપે જુએ છે. માણસને તેના સારા-નરસા સમગ્ર સ્વરૂપે જોવો અને સ્વીકારવો એ સંસ્કારિતાનું પ્રથમ લક્ષણ છે. કોઈ પણ સંસ્કારી મનુષ્ય જાણે છે કે પોતે જે કંઈ કરે એનો કમસેકમ એક સાક્ષી તો છે જ, તે સાક્ષી પોતે છે. – હરીન્દ્ર દવે.

[8] તમારા ઘરના પ્રત્યેક ઓરડામાં બે મિનિટ ઊભા રહો અને કહો કે આ એક દિવસ છૂટવાનું છે. સૂતાં પહેલાં તમે તમારી પત્ની તથા બાળકોને જુઓ તો મનમાં કહેજો કે આ બધું એક દિવસ છૂટવાનું છે. રોજ આમ કરીને જુઓ. સમજવાથી ન થતું હોય તો આ રીતે કરી જુઓ. ધ્યાન વગેરે ન થાય તો ન કરશો, પણ આ તો કરી જુઓ. તમે કહો કે ‘હું નહિ છોડું તોપણ આ તો છૂટી જ જશે.’ મૃત્યુનું વિસ્મરણ જ માયા છે. સૌએ જવાનું તો છે જ. કોઈ રોતા રોતા ગયા, કોઈ હસતા-હસાવતા ગયા, કોઈ હાથ-પગ ઘસતા ગયા… જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ પરમાત્માના આહારની એક પદ્ધતિ છે. સો વર્ષની જિંદગીમાં શું કરવું છે એનો ફેંસલો થઈ જવો જોઈએ. શરીર અમર નથી. શરીરનો ધર્મ છે જન્મ લેવો અને મરવું. મરણ અટલ છે. મૃત્યુ તમને એક ઝાટકામાં અહંકારના ખૂંટા પર બાંધેલી રસીને તોડીને લઈ જશે જ. જ્યારે નાટકમાં કામ કરવાનું થાય છે ત્યારે આપણને ખબર હોય છે કે હું રાજા-રાણી-ખલનાયક કે વિદૂષક બન્યો છું. એ કેવળ ત્રણ કલાક માટે જ છે. નાટક ખતમ થયા પછી મારે ચાલ્યા જવાનું જ છે. મંચ પર બેસી રહેવાનું નથી. તેવી જ રીતે આપણે જે શરીરમાં આવ્યા છીએ, આપણને તન-મન-બુદ્ધિ મળ્યાં છે તેનો એક દિવસ અંત આવવાનો જ છે એટલું યાદ રાખવું જોઈએ. મરવાની ઘડીએ તમે એકલા જ છો. – વિમલા ઠકાર

[9] શુભ કાર્ય કે અશુભ કાર્ય જેવું કંઈ નથી. ફકત શુભ મન અને અશુભ મન છે. અશુભ મન એટલે મનની અજાગૃત સ્થિતિ. શુભ મન એટલે મનની જાગૃત સ્થિતિ. જે કંઈ જાગૃતિ દ્વારા સંભવે છે તે સુંદર, નૈતિક છે, અને જે કંઈ જાગૃતિ વગર સંભવે છે તે અસુંદર, અનૈતિક છે. ફક્ત એક જ સદગુણ છે અને તે જાગૃતિ. તમારી જાગૃતતા જે કંઈ કરાવે તે કરો. એવાં કાર્યો ન કરો જે ફક્ત ત્યારે જ થઈ શકે જ્યારે તમે અજાગૃત હો. એવી ઘણી વાતો છે જે તમે અજાગૃત હો ત્યારે જ કરી શકો. – રજનીશજી

[10] તમે જે સાંભળ્યું હોય તેમાં શ્રદ્ધા ન રાખો. કોઈ વિધાનો પેઢીઓથી ચાલ્યાં આવે છે માટે જ તેમાં ન માનો. કોઈ પ્રાચીન મહર્ષિએ તે કહ્યું છે માટે પણ તે ન માનો. તમે જે સત્યો વિશે રોજની ટેવથી ટેવાઈ ગયા હો તોપણ તે ન માનો. તમારા ગુરુઓ અને વડીલોનો આદેશ છે માટે પણ ન માનો. પણ તમે જાતે વિચાર કરો, પૃથક્કરણ કરી જુઓ અને જ્યારે પરિણામ બુદ્ધિને સ્વીકાર્ય બને તથા સર્વ કોઈનું ભલું કરે એવું દેખાય ત્યારે તેને સ્વીકારો અને તે પ્રમાણે જીવન જીવો. – બુદ્ધ

ચાણક્યના વ્યવહાર સૂત્રો

3

|| ચાણક્યના વ્યવહાર સૂત્રો ||

v બુરા માનવીની મિત્રતા અથવા તેનો સંગ કરવા કરતા સાપનો સંગ સારો. સાપ ત્યારે જ કરડશે જયારે તમે એની ઉપર ક્યારેક પગ મુકશો, પરંતુ મૂર્ખ અને બુરો માનવી તો ગમે ત્યારે તમને દગો દઈ શકે છે, એનો ભરોશો રખાય જ નહિ.

v સારા વિદ્વાન માણસો ગમે તેવા કપરા સમયે પોતાના માલિકનો સાથ નથી છોડતા બલકે આવા સંજોગોમાં તેઓ પોતાના માલિક કે રાજાને સારી સલાહ આપી સાચો માર્ગ દેખાડે છે.

v ખુશામતખોર લોકોની સલાહ લેવા કરતા દુશ્મનની સલાહ લેવી સારી.

v સમુદ્રની તુલનામાં ધીરગંભીર વિદ્વાન માનવી જ શ્રેષ્ઠ છે. સમુદ્ર તોફાન આવતા પોતાનું સંતુલન, ધીરજ ખોઈ બેસે છે પરંતુ વિદ્વાન અને બુદ્ધિશાળી માનવી મોટામાં મોટા સંકટ સમયે પણ પોતાની ધીરજ નથી ગુમાવતો. કપરા સમયે તે પોતાની મર્યાદા ભંગ થવા દેતો નથી.

v મુર્ખ માનવી પશુ સમાન હોય છે. એને સારા – નરસાની જાણ નથી હોતી. બુદ્ધિશાળી માણસો તેમની ગણના પશુઓમાં કરે છે.

v અ સંસારમાં ઈશ્વરે દરેક વસ્તુની સીમા બાંધી રાખી છે. સુખ હોય કે દુ:ખ, ખુશી હોય કે ગમ, જીવન હોય કે મૃત્યુ, દિવસ હોય કે રાત્રી જે કંઇ પણ બધું એક હદ સુધી જ હોય છે. હદની અંદર દરેક વસ્તુ સારી કે ખરાબ લાગે છે.

v દરેક માનવીએ પોતાની સીમાની અંદર જ રહીને કાર્ય કરવું જોઈએ. અતિશયતા માનવની દુશ્મન છે.

v ગુણવાન,જ્ઞાની,વિદ્વાન પુત્ર જો માત્ર એક જ હોય તો પણ આખા કુળનું નામ ઉજાળે છે. એના કારણે જ લોકો તે કુળને સારું કહેવા લાગે છે.

v એ બુદ્ધિહીન,ચરિત્રહીન અને બગડી ગયેલો પુત્ર આખા વંશને કલંકિત કરી તેને નામોશીની, શરમની રાખમાં ફેરવી નાખે છે.

v એક વિદ્વાન,જ્ઞાની જયારે માત્ર એક જ ભૂલ કરી બેસે તો એ જીવનભરનો આદર ખોઈ બેસે છે.

v માનવ તરીકે જન્મ પામી જો કોઈ માનવી ધર્મ,કર્મ,કામ અને મોક્ષમાથી કોઈ એકને પણ પામવાનો પ્રયત્ન નથી કરતો તેનો માનવ જન્મ વ્યર્થ છે.

v આ દુનિયામાં સૌથી મોટું બળવાન, શક્તિશાળી કોઈ હોય તો એ છે કાળ(મૃત્યુ). તેને પોતાના વશમાં કરવું અત્યંત કપરું અને અસંભવ છે. કાળની સામે કોણ ટકી શકે છે? કાળને છોડીને માનવી બધી વસ્તુઓને પોતાના વશમાં કરી લેવાની શક્તિઓ ધરાવે છે.

v મૃત્યુ અટલ છે જે મનુષ્યના જન્મની સાથે જ લખી દેવામાં આવે છે. તેને ટાળી શકાતું નથી.

v સારા અને ખરાબ કાર્યો માનવી જ કરે છે,એટલા માટે તેને સારા નરસા ફળ પણ મળે છે. તે જેવા કાર્યો કરે છે તેવા જ તેને ફળ મળે છે.

v આ સંસાર તો માયાજાળ છે,એમાં જો કોઈ એકવાર ફસાઈ ગયો તે કદી બહાર નીકળી શકતો નથી. એ ન ભૂલવું જોઈએ કે માનવ માત્ર કર્મો કરવા માટે સ્વતંત્ર છે પરંતુ ફળ ભોગવવામાં તે સ્વતંત્ર નથી.

v રાજ્યમાં પાપ થતું હોય તો સૌથી મોટો દોષી ત્યાંનો રાજા છે. જેણે આ પાપો થતાં રોક્યા નહીં.

v રાજાની જેમ રાજ પુરોહિત પણ રાજ્યમાં થતા પાપનો દોષી છે. કારણ રાજાને પાપ અને પુણ્ય વિષે જાણ કરવાનું કામ તો રાજ પુરોહિતનું છે.

v એવી જ રીતે એક પતિનું પણ કર્તવ્ય છે કે પોતાની પત્નીને પાપના રસ્તે ન જવા દે. તેને ખોટા કર્મોની શિક્ષા આપી સમજાવે કે બુરા કર્મોનું ફળ બુરું જ હોય છે.

v જો કોઈ શિષ્ય પાપી બને તો ગુરુને પણ તે દોષનો ભાગીદાર માનવામાં આવે છે.

v પાપીને પાપ બતાવવાથી પાપ રોકાય છે. આ કાર્ય માટે રાજા, ગુર, અને પતિ જ સૌથી વધુ ઉપયોગી સિદ્ધ થઇ શકે છે.

v જે પિતા પોતાના સંતાનો ઉપર દેવાનો ભાર છોડી જાય છે તે પોતાના જ સંતાનનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે.

v જે માતા પોતાના સંતાનોને ખરાબ કામો કરતા નથી રોકતી તેને પણ પોતાના સંતાનોની સૌથી મોટી શત્રુ માનવામાં આવે છે.

v અત્યંત સ્વરૂપવાન સ્ત્રી પણ પતિની શત્રુ હોય છે. કારણ કે તેને પોતાના સૌંદર્યનું અભિમાન થઇ જાય છે.

v મુર્ખ પુત્ર પણ કુળનું કલંક માનવામાં આવે છે.

v એટલા માટે જ પોતાના પરિશ્રમથી કુટુંબનું પોષણ કરનાર પિતા, પતિવ્રતા સ્ત્રી, પોતાની સુંદરતા ઉપર ગર્વ ન કરનારી સ્ત્રી અને જ્ઞાની પુત્ર આ બધા પરિવારના સુખના સાધન માનવામાં આવે છે.

v પત્ની જેવી પણ હોય,ધન જેટલું પણ હોય,ભોજન જેવું પણ હોય. આ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રપ્ત કરવાનું.

v પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહિ, તેને નસ્ટ કરવામાં જ લાભ સમાયેલો છે.

v અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય.

v હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે,પરંતુ મનુષ્યે આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ.

v આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે.એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહી.

v પોતાના હાથો વડે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ હોય છે. માનવીએ પોતાનું દરેક કામ પોતાના હાથે જ કરવું જોઈએ.

v ભલા અને વિદ્વાન લોકો સાથે સંબંધ રાખો. જરૂર પડ્યે સ્ત્રીને દગો આપનાર અંતમાં કસ્ટ પામે છે.

v અંધાધુંધ ખર્ચ કરનાર એટલે કે પોતાની આવક કરતા વધારે ખર્ચ કરનાર અને બીજા સાથે વગર કારણે કજીયો કરનાર લોકો ક્યારેય સુખી નથી થતા.

v જેવી રીતે ધરતીને ખોદવાથી પાણી નીકળે છે. તેવી રીતે જ ગુરુની સેવા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગુરુની સેવા કર્યા વિના માનવી કદાપી સારી શિક્ષા પ્રાપ્ત નથી કરી શકતો.

v હંમેશા બીજાનું ભલું કરો. સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનું ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખદુ:ખમાં ભગવાન હંમેશા સાથે જ રહે છે.

v જીવન અને મૃત્યુનું ચક્ર તો હંમેશાથી ચાલતું રહ્યું છે. આત્મા અમર છે, એ કેવળ પોતાનું શરીર બદલે છે.

v આત્મા સાથે પરમાત્મા છે.મનુષ્ય પોતાના દરેક શરીરની સાથે પોતાના જન્મોના કર્મોનું ફળ પામે છે.

v દરેક માનવીના વ્યવહાર અને વર્તન ઉપરથી જ તેના વંશની ખબર પડી જાય છે. તેની ભાષા ઉપરથી તેના દેશની જન થાય છે. તેના વ્યવહારથી તેના કુળનું અને શરીર જોઈ તેના ખાવા-પીવા વિષે જાની શકાય છે.

v પુસ્તકને વાંચ્યા વગર પોતાની પાસે રાખવું.પોતાનું કમાયેલું ધન બીજાને હવાલે કરવું, આ સારી વાતો નથી. આવી વાતોથી દુર રહેવામાં જ ભલાઈ છે.

v દુશ્મનના શરણે જવાથી ધન મળે, એવા ધન કરતા માનવી નિર્ધન રહે એ જ સારું. એના જીવન કરતા મૃત્યુ ભલું.

v પાપ અને અત્યાચારોથી કમાયેલું ધન વધુમાં વધુ દશ વરસ માનવી પાસે રહે છે, ત્યારબાદ એ ધન મુદલ સાથે નાશ પામે છે. એટલે હમેશા પાપની કમાણીથી દુર રહો.

v શક્તિશાળી દુશ્મન અને કમજોર મિત્ર હમેશા નુકશાન પહોચાડે છે કારણકે કમજોર મિત્ર ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે પરંતુ શત્રુથી માનવી પોતે હોશિયાર રહે છે.

v આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણ પણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન. જે લોકો પોતાના મનનો,પોતાના હૃદયનો સાદ સાંભળી ચાલે છે તે હમેશા સુખી રહે છે.

v ગુણના કારણે જ માનવીનું સન્માન થાય છે,ગુણ વિનાનો માનવી કેસુડાંના ફૂલ સમાન છે. કેસુડાના ફૂલો દુરથી સુંદર લાગે છે પરંતુ સુગંધહીન હોય છે.

v વિદ્યા સૌથી મોટો ગુણ છે, જેવી રીતે કામધેનું ગાયને તેના ગુણકારી દૂધ માટે પૂજ્ય ગણવામાં આવે છે, તેની પૂજા થાય છે,તેવી જ રીતે વિદ્વાનોના જ્ઞાન અને બુદ્ધિના ગુણને લીધે સમાજમાં તેમને સન્માન મળે છે,આદર મળે છે.

v આ દુનિયામાં કોઈપણ માનવી એવો નહિ હોય જેમાં કોઈ દોષ નહિ હોય, કોઈ ખામી નહિ હોય, અથવાતો તેના વંશમાં કોઈ દોષ નહિ હોય. જો તમે માત્ર દોષો શોધવા નીકળશો તો તમને ચારે બાજુ માત્ર દોષો જ દેખાશે. દરેક માનવી જીવન પથ ઉપર કોઈને કોઈ સંકટનો શિકાર બની કોઈને કોઈ ભૂલ તો કરી જ બેસે છે.

v જ્ઞાની અને વિદ્વાન માનવી માટે એ જરૂરી છે કે પોતાની કન્યાના લગ્ન કોઈ સારા અને ભણેલા ગણેલા સંસ્કારી ઉચ્ચ કુળમાં કરે, ગુણહીન વંશમાં કન્યા આપવી તે એની હત્યા કરવા સમાન છે, કારણકે એ કન્યા જે સંતાન ને જન્મ આપશે એ પણ અભણ અને અસંસ્કારીજ બનશે.

v બુરા માનવીની મિત્રતા અથવા તેનો સંગ કરવા કરતા સાપનો સંગ સારો. સાપ ત્યારે જ કરડશે જયારે તમે એની ઉપર ક્યારેક પગ મુકશો, પરંતુ મૂર્ખ અને બુરો માનવી તો ગમે ત્યારે તમને દગો દઈ શકે છે, એનો ભરોશો રખાય જ નહિ.

v સારા વિદ્વાન માણસો ગમે તેવા કપરા સમયે પોતાના માલિકનો સાથ નથી છોડતા બલકે આવા સંજોગોમાં તેઓ પોતાના માલિક કે રાજાને સારી સલાહ આપી સાચો માર્ગ દેખાડે છે.

v ખુશામતખોર લોકોની સલાહ લેવા કરતા દુશ્મનની સલાહ લેવી સારી.

v સમુદ્રની તુલનામાં ધીરગંભીર વિદ્વાન માનવી જ શ્રેષ્ઠ છે. સમુદ્ર તોફાન આવતા પોતાનું સંતુલન, ધીરજ ખોઈ બેસે છે પરંતુ વિદ્વાન અને બુદ્ધિશાળી માનવી મોટામાં મોટા સંકટ સમયે પણ પોતાની ધીરજ નથી ગુમાવતો. કપરા સમયે તે પોતાની મર્યાદા ભંગ થવા દેતો નથી.

v મુર્ખ માનવી પશુ સમાન હોય છે. એને સારા – નરસાની જાણ નથી હોતી. બુદ્ધિશાળી માણસો તેમની ગણના પશુઓમાં કરે છે.

v અ સંસારમાં ઈશ્વરે દરેક વસ્તુની સીમા બાંધી રાખી છે. સુખ હોય કે દુ:ખ, ખુશી હોય કે ગમ, જીવન હોય કે મૃત્યુ, દિવસ હોય કે રાત્રી જે કંઇ પણ બધું એક હદ સુધી જ હોય છે. હદની અંદર દરેક વસ્તુ સારી કે ખરાબ લાગે છે.

v દરેક માનવીએ પોતાની સીમાની અંદર જ રહીને કાર્ય કરવું જોઈએ. અતિશયતા માનવની દુશ્મન છે.

v ગુણવાન, જ્ઞાની, વિદ્વાન પુત્ર જો માત્ર એક જ હોય તો પણ આખા કુળનું નામ ઉજાળે છે. એના કારણે જ લોકો તે કુળને સારું કહેવા લાગે છે.

v એ બુદ્ધિહીન,ચરિત્રહીન અને બગડી ગયેલો પુત્ર આખા વંશને કલંકિત કરી તેને નામોશીની, શરમની રાખમાં ફેરવી નાખે છે.

v એક વિદ્વાન, જ્ઞાની જયારે માત્ર એક જ ભૂલ કરી બેસે તો એ જીવનભરનો આદર ખોઈ બેસે છે.

v માનવ તરીકે જન્મ પામી જો કોઈ માનવી ધર્મ, કર્મ, કામ અને મોક્ષમાથી કોઈ એકને પણ પામવાનો પ્રયત્ન નથી કરતો તેનો માનવ જન્મ વ્યર્થ છે.

v જે દેશમાં અજ્ઞાની ( મૂર્ખ ) માનવીને આદર આપવામાં નથી આવતો, તેમને મહત્વ આપવામાં નથી આવતું ત્યાં અન્ન કદી ખૂટતું નથી. એ સુરક્ષિત રહે છે.

v જે ઘરમાં પતિ – પત્ની વચ્ચે ઝઘડો ન થતો હોય ત્યાં લક્ષ્મી આપોઆપ પધારે છે. તેમને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે કશું કરવાની જરૂર પડતી નથી.

v કોઈપણ દેશને મહાન બનવું હોય તો ત્યાં બુદ્ધિમાનો જ્ઞાનીઓને પુરેપૂરો સન્માન,આદર આપી મુર્ખોને રાજ્યના કારભારથી દૂર રાખવા જોઈએ તેમજ અન્ન અને ધનના ભંડારો ભરેલા રાખવા જોઈએ.

v વિદ્યા તો કામધેનું ગાય સમાન છે. વિદ્યા માનવીને બધા સુખ આપે છે જે એને ખરા મનથી પોતાની બુદ્ધિમાં ગ્રહણ કરી લે છે.

v વિદ્યા એક ગુપ્ત ધન છે જેને કોઈ જોઈ શકતું નથી, કોઈ ચોર તેને ચોરી શકતું નથી, કોઈ તેને લુંટી શકતું નથી. તે બધી રીતે સુરક્ષિત રહે છે. એ કદાપી ખોવાતું નથી.

v વિદ્વાનો અને જ્ઞાનીઓની સંગત ભગવાનના ધ્યાન, દર્શન માટે પુરતી છે. પ્રયાસ કરવો એ શ્રદ્ધા છે. જો માનવીના હૃદયમાં શ્રદ્ધા છે તો કોઈ કામ અશકય નથી.

v જેનું સ્વાસ્થ્ય સારું છે,જેને કોઈ રોગ નથી તેણે મુત્યુ આવે તે સમય સુધી મોક્ષ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરવા જ જોઈએ. માનવી માટે એ જરૂરી છે કે તે દાન – પુણ્ય, લોક કલ્યાણ તથા દીન – દુ:ખીની મદદ કરે.

v ખરાબ કર્મોથી બચનાર માનવી ઉપર ઈશ્વર પ્રસન્ન રહે છે. સારા કર્મો જ સૌથી મોટો માનવધર્મ છે, આ જ જ્ઞાન કલ્યાણ માર્ગ છે.

v અ શરીર અમર નથી તેને એક દિવસે નાશ થવાનું જ છે તો પછી આવા શરીરથી શુભ કર્યો કેમ ન કરવા ?

v દરેક માતા – પિતા માટે એ જરૂરી છે કે તેઓ અજ્ઞાની અને મુર્ખ સંતાનના દીર્ઘાયુની કામના ન કરે, દુવા ન માંગે, કારણ કે આવા સંતાનના મૃત્યુનું દુ:ખ તો થોડા સમય માટે રહેશે. પરંતુ જો તે લાંબા સમય સુધી જીવશે તો એનું દુ:ખ લાંબા સમય સુધી રહેશે.

v જ્ઞાની પુત્ર માતા – પિતાનું નામ ઉજાળે છે. જયારે અજ્ઞાની અને મૂર્ખ તેમજ બુદ્ધિહીન સંતાન વંશના માથે કલંક સમાન હોય છે.

v કોઈ નીચ માનવીને ત્યાં નોકરી, વાસી અને બગડેલું ભોજન, પુત્રી, સ્ત્રી, મુર્ખ સંતાન, વિધવા પુત્રી આ બધા માનવીના શરીરને વગર અગ્નિએ અંદરને અંદર બળતા રહે છે.

v જેવી રીતે દૂધ ન આપનાર ગાયથી કોઈ લાભ નથી મળતો તેવી રીતે એવા પુત્ર થી પણ કોઈ લાભ નથી જે માતા-પિતાની સેવા ન કરતો હોય.

v જેવી રીતે લોકો વાંઝણી ગાયને ઘરમાં રાખવાનું પસંદ નથી કરતા, એવી રીતે જ ચરિત્ર હીન અને નાકમાં સંતાનને પણ ઘરમાં રાખવું જોઈએ નહિ.

v જો તમે કોઈપણ વસ્તુની સાધના તથા તપ કરવા ઈચ્છતા હો તો આ કાર્ય તમારે એકાંતમાં જ કરવું પડે. એકાંતમાં જ મન શાંત અને સ્થિર રહે છે. આત્મ અને પરમાત્મા નો મેળાપ માત્ર એકાંત માં જ થાય છે.

v નિર્ધન માનવીઓ પોતાની ગરીબાઈથી એટલા દુ:ખી થઇ જાય છે કે તેમને કશું સારું નથી લાગતું. ગરીબ તથા દુ:ખી માનવીને જોઈ તેના નીકટના મિત્રો, સગા પણ તેનાથી નજર બચાવી એટલા માટે સરકી જાય છે કે કદાચ એ કોઈ મદદ ના માંગે.

v જે જ્ઞાની લોકો શાસ્ત્રોનું નિરંતર અધ્યયન નથી કરતા તેઓ નામના તો પંડિત જરૂર બની જાય છે પરંતુ જયારે પંડિતોની સભામાં જઈ જ્ઞાનની વાતો કરે છે, તો લોકો તેમની હાંસી ઉડાવે છે.

v સન્માનિત વ્યક્તિને પોતાનું અપમાન મૃત્યુ કરતા વધારે વસમું લાગે છે.

v નિર્ધન તથા ગરીબ માનવી માટે દરેક પ્રકારની સભાઓ નકામી છે. તે કોઈ સારી સભા, સમાજમાં જતો રહે તો ત્યાં તેનું અપમાનજ થાય છે. તેથી તેઓએ આવી સભાઓમાં ન જવું જોઈએ કે જ્યાં તેનું અપમાન થતું હોય.

v નિર્ધનતા, ગરીબાઈથી સંઘર્ષ કરવા માટે બુદ્ધિની જરૂર પડે છે. બુદ્ધિની શક્તિથી જ તમે ગરીબીના શ્રાપમાંથી મુક્તિ પામી શકો છો.

v ધર્મ માત્ર દયાનું જ નામ છે. એ ધર્મ ને કદી ધર્મ માની શકતો નથી જેમાં દયા ના હોય.

v જે ગુરુ પાસે જ્ઞાન ન હોય, તેના શિષ્ય થવાથી શો લાભ? જે સ્ત્રી પોતાના પતિ સાથે દરરોજ ઝઘડા કરતી હોય એને પણ ઘરમાં રાખવાથી શો લાભ? જે લોકો સંકટની ઘડીએ તમારો સાથ ના આપતા હોય તેવા લોકોની સાથે સંબંધ રાખવાથી શો લાભ? સારા અને જ્ઞાની લોકો હમેશા આવી વસ્તુઓથી દુર રહે છે.

v જે લોકો હમેશા પગપાળા યાત્રા કરે છે તેમને ખાવા પીવાની કોઈ ચિંતા નથી રહેતી. કારણકે તેઓ જાણે છે કે એમના માટે એનો કોઈ નિયમ કે નિર્ધારિત સમય નથી હોતો. જે મળશે, જેવું મળશે તે ખાઈ લઈશું. આ વાતો થી તેમના શરીર સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. અને તે સમય પહેલા જ ઘરડા થઇ જાય છે. આથી મુસાફરી કરનાર પુરુષ, અમૈથુન સ્ત્રીઓ માટે, અને કરડા તડકામાં કાપડ માટે હમેશા નુકશાન જ છે.

v બુદ્ધિમાન મનુષ્ય એ છે કે જે હર ઘડીએ એવું વિચારતો રહે કે મારો સાચો મિત્ર કોણ છે ? મારો સમય સારો છે કે ખરાબ ? સારા મિત્રો કેવી રીતે બને ? સારો સમય ક્યારે આવશે ? જો તમે જીવનનું સાચું સુખ પામવા માંગતા હોવ તો આ બધી વાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો પડશે કે મારા માટે સારું શું છે અને ખરાબ શું છે ?

v સુખ દુઃખના વચ્ચે રહેલા અંતરને ઓળખો. સુખ પ્રાપ્ત કરવા માટે દુઃખથી મુક્તિ પામવું જરૂરી છે.

v બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય આ બધાના ગુરુ ઇષ્ટદેવ અગ્નિ છે. બ્રાહ્મણ બધી જ જાતિઓનો ગુરુ છે. નારીનો ગુરુ એનો પતિ છે.

v સોનાને જયારે આગમાં તપાવીને ઓગાળવામાં આવે છે ત્યારે જ જાણ થાય છે કે તે અસલી સોનું છે કે નકલી. તેવી જ રીતે કોઈ માનવીને જાણવા માટે તેની ચારે પ્રકારે કસોટી કરવામાં આવે છે. (1) ત્યાગ (2) વર્તન (3) ગુણ (4) તેણે જેટલા કર્યો કર્યા હોય તેની સમીક્ષા.

v સારા લોકોની ઓળખાણ આવી રીતે થાય છે. તેના ગુણ કેવા છે ? તે કેટલો જ્ઞાની છે ? બુદ્ધિ કેવી છે ? સમાજમાં તેનું ચારિત્ર્ય કેવું છે ? શ્રેષ્ઠ માનવીઓ પોતાના ગુણોના આધારે જ ઓળખાણ પામે છે.

v જેવી રીતે એક જ વૃક્ષ ઉપર ઉગનાર બોર અને કાંટા એક સ્વભાવના નથી હોતા તેવી રીતે જ એક માતાના ગર્ભમાંથી જન્મ લેનાર બાળકો પણ એક સ્વભાવના નથી હોતા. આજ પ્રભુની વિચિત્ર લીલા છે. એની ઉપર માનવીનો કોઈ અધિકાર નથી.

v જે લોકો મૂર્ખ હોય છે તેઓ ક્યારેય મૃદુભાષી નથી હોત।. જે લોકો ચોખ્ખી વાત મોંફાટ કહી દે છે તેઓ ક્યારેય દગાબાજ, જુઠા નથી હોતા. આવા માણસો જ સુખ પ્રાપ્ત કરે છે કારણ કે તેઓ કોઈનું બુરું નથી કરતા.

v મૂર્ખ ( અજ્ઞાની ) લોકો જ્ઞાનીઓની નફરત કરે છે. જે લોકો ગરીબ છે તેઓ ધનવાનને જોઇને બળે છે. વેશ્યાઓ પતિવ્રતા ધર્મ પાળનાર સ્ત્રીઓને જોઇને અને વિધવાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓને જોઈ ઈર્ષાથી સળગવા લાગે છે. હું એમ કહું છું કે જ્ઞાની લોકો અજ્ઞાનીઓની, ધનવાન લોકો નિર્ધનની, પતિવ્રતા સ્ત્રીઓ વેશ્યાઓની અને સૌભાગ્યવતી સ્ત્રીઓ વિધવાઓની ઉપેક્ષા કરે.

v દાન કરવાથી દરિદ્રતા,ગરીબાઈનો નાશ થાય છે. ઉત્તમ તીવ્ર બુદ્ધિથી અજ્ઞાનતા દૂર થઇ જાય છે.

v જો તમે જ્ઞાનની શક્તિ ધરાવો છો તો ભય તમારી પાસે આવશે જ નહિ, જ્ઞાનથી મોટી શક્તિ બીજી કોઈ નથી. તમારું ધન ચોરાઈ શકે છે પરંતુ જ્ઞાનને કોણ ચોરી શકવાનું હતું ? કોઈ નહિ.

v સંસારમાં સૌથી મોટો રોગ કોઈ હોય તો એ છે કામવાસના. આ રોગ એવો છે જે માનવ શરીરને અંદરોઅંદર ઉધઈની જેમ ખાઈ જાય છે. માનવીના બીજા શત્રુનું નામ છે મોહ. ક્રોધથી ભયંકર બીજી કોઈ આગ નથી, જે માનવ શરીરને અંદરોઅંદર બાળતી રહે છે. અને માનવીને તેની જાણ પણ થતી નથી. જ્ઞાન જ માત્ર એવી શક્તિ છે,જેના વડે આ બધા શત્રુઓથી મુક્તિ પામી શકાય છે.

v જે માનવી પાસે જ્ઞાનની શક્તિ છે. તેના માટે સ્વર્ગની કોઈ વિશેષતા નથી કારણ કે તેને સ્વર્ગના સુખ દુ:ખ શુ હોય છે તે વિશે જાણ હોય છે. બહાદુર અને વીર માનવો માટે મોહ નામની કોઈ વસ્તુ નથી હોતી. કારણ કે જો વીર માનવ જીવનથી મોહ કરવા લાગી જશે તો યુદ્ધ કોણ કરશે ?

v જે લોકોએ પોતાની ઇન્દ્રિઓને પોતાના વશમાં કરી લીધી હોય તેમના માટે જીવનથી મોહની વિશેષતા નથી રહેતી. જે લોકો જ્ઞાની છે, બુદ્ધિમાન છે. તેમના માટે સંસારના તમામ ખજાના વ્યર્થ છે. ધન અને જ્ઞાનની તુલનામાં તેઓ જ્ઞાનને વધુ મહત્વ આપે છે.

v સમુદ્ર ઉપર વર્ષા થશે તો તેનાથી શો ફાયદો થવાનો ? જેનું પેટ પહેલાથી ભરેલું હોય તેને ભોજન કરાવવું વ્યર્થ છે. જેની પાસે પહેલાથી જ ધનના ઢગલા હોય તેને દાન આપવાથી કોઈ લાભ નથી.

v વર્ષાની ખરી જરૂર તો એ સુકા ખેતરોને છે. ભોજનનો આનંદ તો કોઈ ભૂખ્યા માનવી જ લઇ શકે છે. અને દાનનું પુણ્ય પણ એ જ સમયે મળશે જયારે તમે કોઈ નિર્ધનને મદદ કરશો.

v સૌથી પવિત્ર પાણી એ જ હોય છે, જે વાદળોમાંથી વરસે છે. સૌથી મોટું બળ આત્મબળ છે. અન્નથી વધીને બીજો કોઈ ખાદ્ય પદાર્થ નથી. જ્ઞાની લોકો હંમેશા આ શિક્ષાને યાદ રાખે છે.

v જે લોકો ગરીબ છે તેઓ હંમેશા ધનની આશા કરતા હોય છે, અને પશુઓ ઈચ્છે છે કે તેઓ પણ બોલીને વાતો કરે. દરેક માનવી સ્વર્ગલોકની આશાએ જીવતા હોય છે. આ દુનિયાનો નિયમ છે કે જે કંઈ તેમની પાસે નથી હોતું તેની આશા લગાવીને બેસી જાય છે. આ જીવન પણ એક આશા જ છે. દરેક માનવી પોતાનામાં કોઈને કોઈ ઉણપ મહેસુસ કરે છે. જે કાંઈ તેની પાસે છે તેને તેઓ ભૂલી જાય છે. અને જે નથી તેની આશામાં ગાંડા બની ફરે છે, ધીરજ તો કોઈની પાસે નથી.

v સત્યની શક્તિ મહાન છે. આ સત્યની સૌથી મોટી સાબિતી આ પૃથ્વી છે. તમે જ કલ્પના કરો કે આ મહાન પૃથ્વી કઈ શક્તિના આધારે ટકેલ છે. હજારો લાખો કોસો દૂરથી આવનાર સૂર્યના પ્રકાશને જોઇ તમને સત્યની શક્તિ વિશે માન નહિ થાય ? આ બધું એ મહા શક્તિની ભેટ છે જેને આપણે પ્રભુ કહીએ છીએ અને તેજ સત્ય છે.

v આ જગતમાં લક્ષ્મી સ્થિર છે પરંતુ જીવન સ્થિર નથી. આ ઘર, સગા – સંબંધીઓ બધા જ એક દિવસે નાશ પામવાના છે. આ દુનિયા આખી નાશવંત છે. આ સંસારના સર્જનહાર એકમાત્ર ભગવાન છે. અવિનાશી ભગવાન સંસારનો સ્વયં નાશ કરે છે. અને સ્વયં એની રચના પણ કરે છે. તે જ એક ધર્મ છે. તે જ ઈશ્વર છે. આપણા બધાનું એ કર્તવ્ય છે કે એ પ્રભુને સદા યાદ રાખીએ.

v માનવીઓમાં હજામને,પક્ષીઓમાં કાગડાને,પશુઓમાં ઝરખને અને સ્ત્રીઓમાં માલણને મલીન માનવામાં આવે છે.આ ચારે જણા કારણ વગર કામ બગાડવા હંમેશા તત્પર રહે છે. કામ બગાડવામાં તેમને વાર નથી લાગતી.

v માનવીને જન્મ આપનારા,યજ્ઞોપવિત સંસ્કાર કરાવનાર,પુરોહિત,શિક્ષા આપનાર,આચાર્ય, ભયથી મુક્તિ અપાવનાર અથવા રક્ષા કરનાર..આ પાંચે જણા પિતા સમાન હોય છે. માણસની એ ફરજ છે કે તે આ લોકોની આજ્ઞા પિતાનો સંદેશ સમજી માને.

v રાજાની પત્ની, ગુરુની પત્ની, મિત્રની પત્ની, પત્નીની માં, આ બધાને પોતાની માતા સમજી તેમની પૂજા કરવી. તેમન વિશે ક્યારેય ખરાબ વિચારો પોતાના મનમાં લાવવા નહિ. બુદ્ધિમાન લોકોની આ ફરજ છે.

v માનવીએ આ સંસારમાં રહીને કાંઈ ને કાંઈ તો કરતા રહેવું જ જોઈએ. આ દુનિયા માયાજાળરૂપી છે એટલે પોતાની જાતને પાપોથી બચાવવા માટે ભગવાનની પૂજા કરવી જોઈએ.

v જીવનની આ લાંબી મુસાફરીમાં એવું વિચારીને જ આગળ વધવું જોઇએ કે ગમે ત્યારે તમારો ખરાબ સમય આવશે. એટલે આવા સમય માટે થોડુંઘણું ધન અવશ્ય બચાવીને રાખવું . જયારે માનવીનો ખરાબ સમય આવે છે ત્યારે તેના પોતાના પણ પારકા થઇ જાય છે. જો આવા સમયે ધન પાસે હોય તો એ કપરા સમયનો મુકાબલો થઇ શકે.

v કન્યા ભલે સુંદર ન હોય પરંતુ સારા કૂળની ગુણવાન હોય તો લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન ત્યાં જ કરવા જે લોકો તમારા બરાબરીયા હોય.

v આ સંસારમાં બંધનો તો ઘણા બધા છે પરંતુ પ્રેમના બંધન કરતા બીજું કોઈ બંધન મોટું નથી. લાકડીમાં કાણું પાડનાર હથિયાર કમળના ફૂલમાં કાણું નથી પાડી શકતું.

v જે સ્ત્રી બીજાને પ્રેમ કરે છે, બીજાને જુએ છે, તે સ્ત્રીનો પ્રેમ ગમે ત્યારે દગો આપી શકે છે. આવી સ્ત્રીથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે તે કોઈ એકની બનીને નથી રહી શકતી.

v એ સ્ત્રી સર્વોત્તમ માનવામાં આવે છે જે પવિત્ર હોય, ચાલાક હોય, પતિવ્રતા હોય, અને જે પોતાના પતિને પ્રેમ કરતી હોય, સત્ય બોલાતી હોય. આવા ગુણોવાળી સ્ત્રી જે ઘરમાં હશે તે ઘરમાં હંમેશા સુખ રહેશે, એ ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે. એ ઘરને ભાગ્યશાળી ઘર કહી શકાય.

v માનવી માટે એ જરૂરી છે કે તે જ્ઞાની વાતો સાંભળે અથવા ધર્મગ્રંથોનું અધ્યયન કરે, પરંતુ એ વાતનું ધ્યાન રાખે કે જે જ્ઞાન કોઈ મહાત્મા, વિદ્વાન, કે મુનિના મુખે સાંભળવાથી મળે છે અથવા જ્ઞાનને વિસ્તારપૂર્વક સમજી શકાય છે. તે સ્વયં વાંચીને પ્રાપ્ત નથી થતું .

v પક્ષીઓમાં સૌથી નીચ અને ખરાબ વિચારવાળો પક્ષી કાગડો છે અને પશુઓમાં આ સ્થાન કુતરાને આપવામાં આવેલું છે. આવી જ રીતે આવું સ્થાન એ સાધુઓને આપવામાં આવેલું છે જે સાધુનો સ્વાંગ સજી પાપ કરે છે.

v સૌથી મોટો પાપી અને ચંચળ એ હોય છે જે બીજાની નિંદા કરે છે. જેની નિંદા આપ કરી રહ્યા છો તે એ સમયે તો ત્યાં હાજર નથી હોતો પરંતુ એ પાપને પ્રભુ તો જોઈ રહ્યા હોય છે. તેનાથી સંતાઈને તમે ક્યાંયે નથી જઈ શકતા, માટે નિંદાના પાપથી બચો તેમાં જ તમારી ભલાઈ છે.

v રજાનો એ ધર્મ છે કે તે પોતાના રાજ્યમાં વેશપલટો કરી પોતાની પ્રજા વચ્ચે જઈ તેમના સુખ – દુ:ખ જાણે. જો એ મહેલમાં જ બેસી રહેશે તો તેને પોતાની પ્રજાની સ્થિતિનું જ્ઞાન કેવી રીતે થશે ?

v જે લોકો પાસે ધન હોય છે તેના મિત્રોની સંખ્યા પણ આપોઆપ જ વધી જાય છે. ધન આવતા જે સગાસંબંધીઓ તેનાથી દૂર રહેતા હતા, તે પણ પોતાનો પ્રેમ દર્શાવવા દોડતા આવે છે.

v જેની પાસે ધન હોય છે લોકો તેને જ મોટો માનવી માનવા લાગે છે. જ્ઞાની, બુદ્ધિમાન વ્યક્તિને ધનવાનની પાછળ ફેંકી દેવામાં આવે છે.

v આ દુનિયામાં સૌથી મોટું બળવાન, શક્તિશાળી કોઈ હોય તો એ છે કાળ(મૃત્યુ). તેને પોતાના વશમાં કરવું અત્યંત કપરું અને અસંભવ છે. કાળની સામે કોણ ટકી શકે છે? કાળને છોડીને માનવી બધી વસ્તુઓને પોતાના વશમાં કરી લેવાની શક્તિઓ ધરાવે છે.

v મૃત્યુ અટલ છે જે મનુષ્યના જન્મની સાથે જ લખી દેવામાં આવે છે. તેને ટાળી શકાતું નથી.

v સારા અને ખરાબ કાર્યો માનવી જ કરે છે, એટલા માટે તેને સારા નરસા ફળ પણ મળે છે. તે જેવા કાર્યો કરે છે તેવા જ તેને ફળ મળે છે.

v આ સંસાર તો માયાજાળ છે, એમાં જો કોઈ એકવાર ફસાઈ ગયો તે કદી બહાર નીકળી શકતો નથી. એ ન ભૂલવું જોઈએ કે માનવ માત્ર કર્મો કરવા માટે સ્વતંત્ર છે પરંતુ ફળ ભોગવવામાં તે સ્વતંત્ર નથી.

v રાજ્યમાં પાપ થતું હોય તો સૌથી મોટો દોષી ત્યાંનો રાજા છે. જેણે આ પાપો થતાં રોક્યા નહીં.

v રાજાની જેમ રાજ પુરોહિત પણ રાજ્યમાં થતા પાપનો દોષી છે. કારણ રાજાને પાપ અને પુણ્ય વિષે જાણ કરવાનું કામ તો રાજ પુરોહિતનું છે.

v એવી જ રીતે એક પતિનું પણ કર્તવ્ય છે કે પોતાની પત્નીને પાપના રસ્તે ન જવા દે. તેને ખોટા કર્મોની શિક્ષા આપી સમજાવે કે બુરા કર્મોનું ફળ બુરું જ હોય છે.

v જો કોઈ શિષ્ય પાપી બને તો ગુરુને પણ તે દોષનો ભાગીદાર માનવામાં આવે છે.

v પાપીને પાપ બતાવવાથી પાપ રોકાય છે. આ કાર્ય માટે રાજા, ગુર, અને પતિ જ સૌથી વધુ ઉપયોગી સિદ્ધ થઇ શકે છે.

v જે પિતા પોતાના સંતાનો ઉપર દેવાનો ભાર છોડી જાય છે તે પોતાના જ સંતાનનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે.

v જે માતા પોતાના સંતાનોને ખરાબ કામો કરતા નથી રોકતી તેને પણ પોતાના સંતાનોની સૌથી મોટી શત્રુ માનવામાં આવે છે.

v અત્યંત સ્વરૂપવાન સ્ત્રી પણ પતિની શત્રુ હોય છે. કારણ કે તેને પોતાના સૌંદર્યનું અભિમાન થઇ જાય છે.

v મુર્ખ પુત્ર પણ કુળનું કલંક માનવામાં આવે છે.

v એટલા માટે જ પોતાના પરિશ્રમથી કુટુંબનું પોષણ કરનાર પિતા, પતિવ્રતા સ્ત્રી, પોતાની સુંદરતા ઉપર ગર્વ ન કરનારી સ્ત્રી, અને જ્ઞાની પુત્ર આ બધા પરિવારના સુખના સાધન માનવામાં આવે છે.

v કોઈ પાપી રાજાના દેશમાં રહેવા કરતા કોઈ અન્ય દેશમાં જઈને રહેવું સારું છે. પાપી, સ્વાર્થી, દગાબાજ, મિત્રો કરતા બહેતર એ જ છે કે મિત્રો જ ન હોય.

v ચરિત્રહીન, કુલટા પત્ની કરતા કુંવારા રહેવું ઉત્તમ છે. ચરિત્રહીન પત્ની ઘરમાં હોય તો એ ઘરમાં કદાપી સુખશાંતિ નથી હોતા.

v જ્યાંનો રાજા પાપી હોય ત્યાની પ્રજાને કદી સુખ નથી મળતું.

v જો કોઈ દુષ્ટ વ્યક્તિને ગુરુ પોતાનો શિષ્ય બનાવી લેશે તો ગુરુને શાંતિ નહિ મળે, અને તેને બદનામી થશે.

v દરેક બુદ્ધિમાન વ્યક્તિએ મરઘાથી ચાર ગુણો શીખવા જોઈએ. જેમકે, સવારે વહેલા ઊઠી જવું, યુદ્ધ માટે કાયરતા ન દાખવવી, કોઈ પણ ખવાની વસ્તુ લાવે તો પરિવાર સાથે વહેંચીને ખાવી અને પોતાની પત્નીને વફાદાર રહેવું. આ ચાર ગુણો અપનાવી જીવનારો માનવી ક્યારેય અસફળ નથી બનતો.

v સારી રીતે લાભદાયક વાત જ્યાંથી પણ મળે, માણસે શીખી લેવી જોઈએ.

v માણસે કાગડામાંથી ચાર ગુણો શીખવા જોઈએ. કાગડો હંમેશા એકાંતમાં મૈથુન કરે છે, લુચ્ચાઈમાં તે મોખરે છે, ક્યારેક આવનાર ખરાબ સમય માટે તે પોતાની પાસે ભોજનનો સંગ્રહ રાખે છે, તે કદી પણ આળસુ નથી બનતો અને કદી કોઈની ઉપર વિશ્વાસ નથી કરતો.

v માનવીએ કુતરાથી પાંચ ગુણો શીખવા જોઈએ. વધારે ભૂખ હોવા છતાં જેટલું મળે તેટલું ખાઈને સંતોષ માનવો, હંમેશા ગાઢ નિંદ્રા માણવી, ગાઢ નિંદ્રામાં હોવા છતાં હંમેશા સજાગ રહેવું, વફાદારી નિભાવવી, શત્રુ અને મિત્રની ઓળખાણ રાખવી. અને શત્રુ પર આક્રમણ કરવું.

v જો માનવી સારા ગુણો સમજી અને અપનાવી લે તો એ માનવીને જીવનભર નિષ્ફળતા નહી મળે. આવા લોકો હંમેશા ઉન્નતિ કરતા રહેશે. ધન, લાભ, યશ, કીર્તિ, બધા એ માનવીને મળે છે.

v બુદ્ધિમાન એવા માનવીને માનવામાં આવે છે જે ધીરજવાન હોય, સહનશીલ હોય, જે દુ:ખ આવવાથી રડે નહિ અને સુખ મળવાથી એકદમ ફુલાઈ જાય નહિ.

v ધનનો નાશ થવાથી દરેક માનવીને પીડા થાય છે. કોઈ દુષ્ટના અપમાન કરવાથી માનસિક કષ્ટ થાય છે. પરંતુ બુદ્ધિમાન માનવી એ જ છે જે દુ:ખને, કષ્ટને, હૃદય પર ભારરૂપ બનવા નથી દેતો.

v જે લોકો ધનની લેવડ – દેવડમાં, વિદ્યા અથવા કોઈપણ પ્રકારનું જ્ઞાન શીખવામાં, ખાવા-પીવામાં અને હિસાબ-કિતાબમાં સંકોચ નથી રાખતા તેઓ સુખી થાય છે.

v માનવી માટે એ જરૂરી છે કે લેવડ-દેવડમાં પોતાનો હિસાબ-કિતાબ (કાગળ ઉપર) ચોખ્ખો રાખે. એના વગર કોઈની સાથે લેવડ-દેવડ ન કરવી. એના લીધે જ સંબંધો પણ બગડતા નથી. કારણ કે પછી માનવી નહિ કાગળ બોલે છે.

v જે લોકો સંતોષ અને ધીરજથી કામ કરે છે તેઓનું મન શાંત રહે છે. જેઓ ધનના લોભમાં આંધળાભીંત બની આમતેમ ભટકતા ફરે છે તેઓ પોતાના મનની શાંતિ ખોઈ બેસે છે. એવા લોકો પોતાની જાતે માનસિક રોગ લગાવી બેસે છે. જે એમના માટે ઘાતક સિદ્ધ થાય છે.

v એવા લોકો ભાગ્યશાળી હોય છે જેઓ જે મળે છે તેમાં ખુશ રહે છે. તેમને ધનના અભાવનું કોઈ દુ:ખ નથી. હંમેશા ખુશ રહેવું તેમની આદત બની જાય છે.

v દરેક પુરુષ માટે એ જરૂરી છે કે પોતાની પત્નીથી ખુશ રહે, ભલે પછી તે સ્વરૂપવાન ન હોય પરંતુ તેના હૃદયમાં પતિ માટે પ્રેમ હોય.

v એવી રીતે ઘરમાં જેવું ભોજન હોય તેને ખાઈને ખુશ રહેવાની આદત રાખવી જોઈએ. ઘરનું ભોજન ગમે તેવું હોય, અમૃતથી ઓછું નથી હોતું. તેનાથી જ સુખ-શાંતિ મળે છે.

v સંતોષથી વધીને માનવી માટે શાંતિનો બીજો કોઈ માર્ગ નથી. કારણ કે દરેક માનવીને કુદરતે તેના ભાગ્ય અનુસાર આપ્યું છે.

v બે બ્રાહ્મણો, અગ્નિ, પતિ-પત્ની, સ્વામી અને સેવક, હળ અને બળદ આ બધાની વચમાંથી ક્યારેય પસાર થવું નહિ. કારણ કે બે બ્રાહ્મણો ગંભીર વિષય કે ધર્મ શાસ્ત્ર ઉપર ચર્ચા કરી રહ્યા હોય, આવા સમયે તેમની વચ્ચેથી કોઈ પસાર થાય તો તેમની ચર્ચામાં વિક્ષેપ પડશે અને ક્રોધે ભરાઈ કદાચ બ્રાહ્મણ તમને શાપ પણ આપી દે. પતિ-પત્ની વચ્ચેથી પણ પસાર થવું નહિ, તેમના રંગમાં ભંગ પડશે. અગ્નિ વચ્ચેથી પસાર થશો તો તે તમને બાળી નાખશે.

v આગ, વૃદ્ધ, ગુરુ, બ્રાહ્મણ, ગાય, કુંવારી કન્યા, અને બાળકો આ બધાને ક્યારેય પગ લગાવવો જોઈએ નહિ. આવું કરવાથી પાપ લાગે છે. આ બધાનું સન્માન કરવું દરેક માનવીનો ધર્મ છે.

v બળદગાડીથી પાંચ હાથ, ઘોડાથી દશ હાથ, અને હાથીથી સો હાથ દુર રહેવું જોઈએ. અને જો કોઈ પાપી, સ્વાર્થી અને દગાબાજ માનવી મળે તો તેનાથી દુર રહેવાની કોઈ સીમા નથી. એના માટે તો દેશ છોડીને નાસી જાઓ તો પણ સારું ગણાશે.

v હાથીને કાબુમાં રાખી ચલાવવા માટે અંકુશ, ઘોડાને કાબુમાં રાખી ચલાવવા માટે ચાબુક અને શીંગડાવાળા પ્રાણીઓને કાબુમાં રાખવા માટે લાકડીની જરૂર પડે છે. પરંતુ પાપી, દુષ્ટ લોકો ક્યારેય સહેલાઈથી કાબુમાં નથી આવતા. સાધારણ ઠપકાનો તેમની ઉપર કોઈ પ્રભાવ નથી પડતો. એમને વશ કરવા માટે તો તલવાર ઉઠાવવી પડે છે. આવા દુષ્ટ લોકો આવા ભયથી પણ સીધા માર્ગે ન ચાલતા હોય તો તેમની હત્યા કરી દેવામાં કોઈ બુરાઈ નથી. બુરાઈને જડથી કાપી નાખવી મોટો ધર્મ છે.

v બ્રાહ્મણને પ્રસન્ન કરવા માટે તેને ભોજન કરાવવું જોઈએ. કાળા ઘનઘોર વાદળો છવાયેલા જોઈ મોર ખુશ થાય છે. જ્ઞાની પુરુષને બીજાને સુખી જોઈ ખુશી થાય છે.

v બ્રાહ્મણો હંમેશા પોતાના યજમાનોને ધનવાન અને ખાતા-પીતા જોવા માંગે છે. તેમની ઈચ્છા એવી જ હોય છે કે તેમના યજમાનના ધનના ભંડાર ભરેલા રહે અને તે એમના જેવાઓને ભોજન કરાવતા રહે.

v જો શત્રુ તમારા કરતા વધુ શક્તિશાળી હોય તો તેની સાથે પ્રેમથી વ્યવહાર કરીને તેને પોતાના વશમાં કરી લો. મીઠી મીઠી વાતો કરી તેને કાબુમાં લેવો એ પણ એક કળા છે.

v કોઈપણ બુરા માનવી સાથે ભલાઈ કરવી ઉચિત નથી. બુરાઈને બુરાઈથી જ મારી શકાય છે. જેવી રીતે લોખંડ વડે લોખંડને કાપવામાં આવે છે.

v અધિક શક્તિશાળી શત્રુને નમ્રતા, પ્રેમનો આશરો લઇ તેને પોતાના વશમાં કર્યા બાદ તેનાથી બદલો લો. ધર્મયુધ્ધમાં દરેક હથિયારનો ઉપયોગ થઇ શકે છે.

v રાજાની શક્તિ તેની બહાદુર સેના હોય છે. બ્રાહ્મણની શક્તિ તેનું જ્ઞાન અને ધર્મશાસ્ત્રોનું અધ્યયન હોય છે. નારીની શક્તિ તેનું રૂપ, સૌંદર્ય તથા યુવાની હોય છે.

v જે તળાવમાં વધારે પાણી હોય છે હંસ ત્યાં જઈને જ નિવાસ કરે છે અને જયારે પાણી સુકાઈ જાય છે તો તેઓ બીજા તળાવની શોધમાં નીકળી જાય છે. વર્ષા થયા બાદ જયારે એ તળાવમાં પાણી ભરાઈ જાય છે, તો એ હંસો પાછા ત્યાં આવી જાય છે. આ કેવળ સ્વાર્થની વાત છે. દરેક કાર્ય પોતાના સ્વાર્થ માટે ન કરવું જોઈએ. કોઈનો હાથ પકડો તો હંમેશને માટે, સુખમાં અને દુ:ખમાં સાથે રહો. દુ:ખના સમયે કોઈનો સાથ ન છોડો.

v ક્રોધી સ્વભાવવાળા, કટુ વાણી બોલનારા,દરિદ્ર અને પોતાના સગા-સંબંધીઓ સાથે શત્રુતા રાખવાવાળા,ચરિત્રહીન તથા નીચ લોકો સાથે મિત્રતા રાખવાવાળા,નીચ લોકોની નોકરી કરવાવાળા લોકો,આ છ ખરાબ કર્મ કરવાવાળા લોકો માટે પૃથ્વી નરક ભોગવવા સમાન છે. આ છ કર્મ માનવીના સૌથી મોટા દુશ્મન છે, તેનાથી બચીને રહેવું જોઈએ.

v અજ્ઞાનીઓ પોતાના માટે પણ કશું કરી શકતા નથી. ન તેમના પોતાના પરિવારના લોકોના હિત માટે પણ કશું કરી શકે છે, તેમજ શત્રુ સામે લડવાનું સાહસ પણ કરી શકતા નથી. તેમનું જીવન વ્યર્થ બની જાય છે.

v માનવી માટે કેટલીક વસ્તુઓ અતિ આવશ્યક છે, જેમકે મીઠી વાણી બોલવી, વચનોનું પાલન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી.

v તેમ જો ખરેખર સાચા માનવી બનવા માંગતા હોય તો, મહાન બનવા માંગતા હોય તો સૌથી પહેલા પોતાના હૃદયને શુદ્ધ કરો, કોઈનું પણ બુરું કરવાના વિચારો છોડી દો અને તેવા દરેક માનવીની મદદ કરો જે દુ:ખી છે, નિરાધાર છે, મજબુર છે. આજ સાચી માનવતા છે.

v જેવી રીતે ફૂલોમાંથી સુગંધ આવે છે, તલમાંથી તેલ નીકળે છે, લાકડાને બાળવાથી આગ નીકળે છે, દૂધમાંથી ઘી અને માખણ નીકળે છે, શેરડીમાં રસ નીકળે છે અને તે રસથી ગોળ અને મોરસ બને છે. _આ બધી વસ્તુઓ કોઈને દેખાતી નથી પરંતુ તેની સત્યતાને નકારી પણ શકાય નહિ. આવી રીતે જ માનવીના શરીરની અંદર એક આત્મા વસેલો હોય છે જે આપણને દેખતો તો નથી પરંતુ તેને આપણે આપણી બુદ્ધિથી માનીએ છીએ.

v આપણે આત્માના આ રહસ્યોને સમજીએ અને જાણી લઈએ. આપનું શરીર એક આત્મા છે. એની અંદર આત્મા એવી રીતે સમાયેલ છે જેવી રીતે તાલમાં તેલ, ફૂલોમાં સુગંધ.

v મુર્ખ શિષ્યને ઉપદેશ આપવો. ચરિત્રહીન કન્યા અને સ્ત્રીનું ભરણ-પોષણ કરવું. દુ:ખી લોકો સાથે ઉઠવું-બેસવું. _ આ બધી વાતોથી બુદ્ધિમાન માણસો દુ:ખી થાય છે. આવા લોકો સાથે સુખી માણસો પણ બેસે તો દુ:ખી થઇ જાય છે.

v ઘુવડ દિવસે જોઈ શકતો નથી, તેમાં સૂર્યનો શો વાંક છે ? કદીનના ઝાડ ઉપર પાંદડા તેમજ ફૂલ નથી ખીલતા તેમાં વસંતનો શો વાંક છે ? ચાતકના મોંમાં વર્ષાનું એક ટીપું નથી પડતું તેમાં વાદળનો શો વાંક છે ? આ બધું ભાગ્યને આભારી છે, વિધાતાની દેણ છે.

v ભોજન કરતી વખતે માનવીએ હંમેશા મૌન રહેવું જોઈએ. ચુપચાપ ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયી માનવામાં આવે છે.

v સેવાનો અવસર આવતા સેવકની સેવાની જાણ થાય છે. દુ:ખ આવે ત્યારે સગા-સંબંધીઓના પ્રેમની જાણ થાય છે. સંકટની ઘડીએ મિત્રની મિત્રતાની જાણ થાય છે. નિર્ધન બની જતા પત્નીના પ્રેમની જાણ થાય છે.

v નદી, શસ્ત્રધારી, લાંબા નહોર, શીંગડાવાળા પશુ, સ્ત્રી અને રાજદરબારના લોકો ઉપર વિશ્વાસ રાખવો ઘાતક સિદ્ધ થાય છે. નદીની લહેરો ક્યારેક ઊંડા પાણીમાં ઘસડી જાય છે. શસ્ત્રધારી ક્યારેક હુમલો કરી શકે છે. લાંબા નહોરવાળા પશુ, શીંગડાવાળા પ્રાણી ક્યારેક નહોર મારી કે શીંગડા મારી ઘાયલ કરી શકે છે. સ્ત્રી ક્યારેય પણ જુઠું લાંછન લગાવી શકે છે. તેમજ રાજકુળના લોકો નાની અમથી વાતે રોષે ભરાઈ શકે છે. એટલે તેમના તરફથી પણ ક્યારેક ખતરો ઉભો થઇ શકે છે. આ લોકો સાથે મિત્રતા કે શત્રુતા બંને ખરાબ છે.

v ઉમદા, સ્વાદિષ્ટ ભોજન પચાવવાની શક્તિ, સુંદર પત્ની અને દાન આપવાની ક્ષમતા, આ બધી સાધારણ વાતો નથી. આ વસ્તુઓ પામવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે.

v દરેક પર્વતના ગર્ભમાં હીરા નથી હોતા. દરેક હાથીના મસ્તકમાં મણી નથી હોતા. બધી જગ્યાએ સારા માણસો નથી મળતા. દરેક જંગલમાં ચંદનના ઝાડ નથી હોતા. દરેક ચળકતી વસ્તુ સોનું નથી હોતી.

v દક્ષિણા લીધા બાદ બ્રાહ્મણ યજમાનને, વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ શિષ્ય ગુરુને છોડીને જતા રહે છે. એવી જ રીતે આ સંસારનો નિયમ છે કે દરેક જીવજંતુ, મનુષ્ય પોતાનું કામ પૂરું થતા આ સંસાર છોડીને જતા રહે છે.

v નદી કિનારે આવેલા વૃક્ષો ગમે ત્યારે તૂટીને પાણીમાં વહી જાય છે. તેમ મંત્રી વગરનો રાજા ગમે ત્યારે રાજપાટ ખોઈ શકે છે.

v આ દુનિયામાં એવો કયો માનવી છે જેમાં કોઈ દોષ ન હોય. માનવીએ એ વાત ન ભૂલવી જોઈએ કે સદા કોઈ સુખી નથી રહેતું અને સદા કોઈ દુ:ખી નથી રહેતું. સુખ – દુ:ખ તો તડકા-છાંયડાની જેમ આવતા જતા રહે છે.

v પોતાના પરિવારની રક્ષા કરવા માટે કોઈ એકની કુરબાની આપી દેવી જોઈએ. દેશની રક્ષા કરવા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવું જોઈએ. આત્મરક્ષા કરવા માટે પોતાની જાતને કુરબાન કરવામાં સંકોચ રાખવો જોઈએ નહિ.

v પોતાની શક્તિના બળે માનવી અશક્ય અને સખ્તમાં સખ્ત કામ આસાનીથી કરી શકે છે જો તેનામાં આત્મવિશ્વાસ હોય તો.

v વેપારી માટે કોઈ પણ દેશ દુર નથી હોતો. તે પોતાના ધંધા માટે ગમે ત્યાં જઈ શકે છે. વિદ્વાનો માટે આ દુનિયામાં બધા માર્ગો ખુલ્લા હોય છે. તે લોકો ગમે ત્યાં જાય, દરેક દેશમાં તેનો આદર થાય છે.

v રાજાની આજ્ઞા, કન્યાદાન અને પંડિતના શ્ર્લોકો એક જ વાર થાય છે. રાજા એક જ વાર હુકમ કરે છે. ત્યારબાદ એ હુકમનું પાલન કરવામાં આવે છે. ન કરનારને સજા મળે છે. કન્યાદાન જીવનમાં એક જ વાર કરવામાં આવે છે. પંડિતજી પણ દરેક કાર્યમાં માત્ર એક જ વાર શ્ર્લોક બોલે છે.

v સંકુચિત માનસવાળા અને નીચ લોકોની નજરમાં ધન જ સૌથી મોટી શક્તિ છે. એ લોકો હંમેશા ધનના લોભમાં આંધળા બની ફરતા રહે છે. તેમના જીવનનો એકમાત્ર ધ્યેય હોય છે ધન પ્રાપ્ત કરવાનો.

v મધ્યમ વર્ગના લોકો ધનની સાથે સાથે પોતાની માનમર્યાદા પણ જાળવી રાખવા માંગે છે. તેમને ધનની સાથે સાથે પોતાની ઈજ્જત -આબરૂ સાથે પણ પ્રેમ હોય છે.

v પરંતુ આ બે વર્ગોની સાથે સાથે એક ત્રીજો વર્ગ ઉત્તમ પુરુષોનો છે. જે ધનની તુલનામાં સન્માનને જ શ્રેષ્ઠ માને છે. તેમના મત મુજબ જે માનવીની સમાજમાં પ્રતિષ્ઠા નથી, ઈજ્જત નથી તેમનું જીવન પણ મૃત્યુ કરતા બદતર હોય છે.

v દીપક અંધકારને ખાઈ જાય છે એટલે કે તે પ્રકાશને જન્મ આપે છે. પરંતુ તેનાથી કાજલ (કાલીમા) પેદા થાય છે. એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે લોકો પાપની કમાણી ખાય છે. તેમના સંતાન ગુણહીન, મંદબુદ્ધિ તથા બદમાશ હોય છે, જે માતા પિતાની સેવા નથી કરતા પરંતુ તેમને હંમેશા કસ્ટ આપે છે. માટે હંમેશા મહેનતની કમાણીથી ખાવું જોઈએ. બાળકોને પણ બુરાઈથી દુર રાખો કારણ કે પાપની કમાણી તમને તથા તમારા પરિવારને લઇ ડૂબશે.

v બુદ્ધિમાનને આપેલું ધન દાની પાસે બમણું થઈને પાછું આવે છે. એટલા માટે જેઓ દાનવીર છે તેમણે હંમેશા બુદ્ધિમાનોને જ દાન આપવું. જે વિદ્વાન નથી, દાનને યોગ્ય નથી, એવા લોકોને દાન આપવાથી કોઈ લાભ નથી. બલકે આવું દાન કરવાથી પાપ લાગે છે.

v દાન અને ગુણ અલગ અલગ નથી તેવી રીતે પાપ અને દાન પણ એક સાથે નથી મળી શકતા. જ્ઞાની પુરુષો આ બંનેના અંતરને સારી રીતે ઓળખે છે.

v જયારે પણ માનવીનું પેટ ખરાબ થાય છે, તેમાં દર્દ થાય છે તો તેણે દવાના રૂપમાં શુદ્ધ પાણી પીવું જોઈએ. આનાથી તેના પેટનો રોગ મટી જશે.

v ભોજન પહેલા પાણી પીવું શક્તિદાયક માનવામાં આવે છે. ભોજન કરતી વખતે વચમાં પાણી પીવું અમૃત સમાન છે. પરંતુ ભોજન પછી પાણી પીવું વિષથી ઓછું નથી.

v જે લોકો જ્ઞાનને લક્ષ્ય માનીને કામ નથી કરતા તેમના માટે જ્ઞાન વ્યર્થ છે, કારણ કે તે કર્તવ્ય અને અકર્તવ્યનું અંતર નથી સમજી શકતો.

v સેનાપતિ ન હોય તો સેના વ્યર્થ છે. તેવી રીતે જ પતિ વગર પત્નીનું જીવન વ્યર્થ છે. જે ભણેલા-ગણેલા જ્ઞાની લોકો સભ્યતાનું પાલન નથી કરતા તેમની શિક્ષા વ્યર્થ છે. જ્ઞાની પુરુષ તો ઠોકર ખાઈને પણ સુધરી જાય છે. પરંતુ જેઓ અજ્ઞાની છે તેમના માટે તો સુધરવાના દ્વાર પણ બંધ થઇ જાય છે.

v વૃદ્ધાવસ્થામાં જેની પત્ની મરી જાય, એવા સમયે ભાઈબંધુઓ દ્વારા ધન હડપ કરી લેવાનું તેમજ ભોજન માટે બીજા લોકોની દયા ઉપર જીવવાનું, અ ત્રણ વાતો પુરુષ માટે અત્યંત કષ્ટદાયક માનવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં માત્ર પત્ની જ માનવીનો સાથ આપે છે જો પત્ની સાચી પતિવ્રતા હોય તો. આવી દશામાં વૃદ્ધાવસ્થા સૌથી વધુ કષ્ટદાયક બની જાય છે. માટે દરેક માનવીએ એ અવસ્થા માટે થોડુંઘણું ધન બચાવી રાખવું જોઈએ.

v જે લોકો યજ્ઞ નથી કરતા, દાન-પુણ્ય નથી કરતા, તેમના માટે વેદોનો પાઠ બેકાર છે. દાન વિના કોઈપણ શુભકાર્ય સફળ નથી બનતું.

v જે લોકો માત્ર દેખાડો કરવા દાન કરે છે, પોતાની પ્રશંસા માટે યજ્ઞ કરાવડાવે છે તેવા લોકોને પણ તેમના દાન-યજ્ઞનું શુભ ફળ નથી મળતું.

v દેવતા ન તો લાકડીઓમાં વસે છે ન તો પત્થરોમાં. એ તો કેવળ ભક્તોના હૃદયમાં વસે છે. પોતાની આત્મશક્તિના બળે તમે તેને જોઈ શકો છો. પ્રભુ સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો એ જ છે.

v માનવીએ હંમેશા શાંત રહી સંયમથી કામ લેવું જોઈએ. ધીરજથી બધા કામો કરવા જોઈએ. ધનનો મોહ, લોભ છોડી ખાવા-પીવા સુધી જ વાત સીમિત રાખવી જોઈએ. એનાથી જ જીવનનું સાચું સુખ પ્રાપ્ત થાય છે.

v મોહ માયાની જાળમાં ફસાયેલા કોઈપણ માનવીના આત્માને શાંતિ નથી મળતી.

v જે વિદ્યાથી તમે પોતાનું પેટ નથી ભરી શકતા, તમારા પરિવારનું ભરણ – પોષણ નથી કરી શકતા એ વિદ્યાથી કોઈ લાભ નથી, તે વ્યર્થ છે. એ વિદ્યા ધનનો લાભ તો ત્યારે જ આપી શકે છે જયારે તમે એનો ઉપયોગ કરો.

v જે ધનનો માત્ર સંગ્રહ કરવામાં આવ્યો હોય તેનો શો લાભ ! મૃત્યુ બાદ એ ધન અહી જ રહી જવાનું. ધનનો લાભ તો દાન આપવાથી જ થાય છે. ધનને ખરાબ કામમાં વાપરવું એ પણ પાપ છે.

v જે પાણી ધરતીમાંથી નીકળે છે તેને શુદ્ધ માનવામાં આવે છે. પતિવ્રતા સ્ત્રી દેવી માનવામાં આવે છે. જે રાજા પ્રજાની ભલાઈની વાતો વિચારે છે તે જ રાજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને જે બ્રાહ્મણ સંતોષી હોય છે તે જ શુદ્ધ અને શ્રેષ્ઠ બ્રાહ્મણ માનવામાં આવે છે.

v જે બ્રાહ્મણ ધનની પાછળ પાગલની જેમ દોડે છે, પોતાના ધર્મ-કર્મને ભૂલી જાય છે તે આદરને યોગ્ય નથી રહેતો.

v જેની પાસે સંતોષ નથી અને તે આળસુ છે, તેમજ જે રાજા દ્રઢ મનોબળવાળો નથી એવા લોકોનો વિનાશ વહેલો થાય છે.

v કેવળ ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી કોઈ માનવી મહાન નથી બનતો. મહાન બનવા માટે તેને શિક્ષાની જરૂર હોય છે. માનવી ભલે હલકા કુળમાં જન્મ્યો હોય, નિર્ધન હોય, પરંતુ વિદ્યા પ્રાપ્ત કરી તે બુદ્ધિમાન, મહાન બની શકે છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.

v જે લોકો માંસાહારી છે, મદિરાનું સેવન કરે છે તેવા લોકોને અભણ અને અજ્ઞાની જ ગણવામાં આવે છે. એવા લોકો માનવ જન્મમાં પણ પશુઓ જેવા છે. આવા માનવજાતિમાં જન્મ લેનાર પશુ મનોવૃત્તિ ધરાવનાર લોકોના પાપોથી ધરતી ભરાઈ ગઈ છે.

v યજ્ઞને ધર્મ પૂજાનો મહાન માર્ગ બતાવવામાં આવ્યો છે કારણ કે યજ્ઞ કરવાથી જે વાદળો બંધાય છે તેનાથી વર્ષા થાય છે. આ વર્ષાને કારણે અન્ન પેદા થાય છે. જો યજ્ઞમાં અન્નદાન કરવામાં ન આવે તો યજ્ઞ આખા દેશને બાળી નાખશે તેટલું જ નહિ તે પુરોહિતને પણ બાળી નાંખશે. જે યજમાન પોતાના પુરોહિતને દાન-દક્ષિણા નથી આપતો યજ્ઞ તેને પણ બાળીને ભસ્મ બનાવી દે છે.

v જે લોકો જન્મ – મરણના બંધનોમાંથી મુક્ત બનવા માંગે છે, તેમણે કામ, ક્રોધ, લોભ, મોહને પોતાના માટે ઘાતક ઝેરથી પણ વધુ ઘાતક માનવું જોઈએ. છળ, કપટ, જુઠ, દગો, આ બધાને છોડી દેવા પડશે. તેના સ્થાને દયા, ધીરજ, દીન-દુ:ખી લોકોની સેવા, સત્યનું પાલન, જુઠથી ધ્રુણા તેમજ કામ-ક્રોધથી દુર રહેવું જોઈએ. આ બધાને જીવનનું સર્વ પ્રથમ કર્તવ્ય માની પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી સાચા હૃદયથી સત્યના માર્ગે ચાલવું પડશે, એજ સાચો કલ્યાણ માર્ગ છે.

v જેવી રીતે વિષ વગરનો સાપ કોઈ નુકશાન નથી પહોંચાડી શકતો, એવી રીતે એ બ્રાહ્મણ, જેણે પોતાની વિદ્યાને વેચી દીધી હોય અર્થાત જે પોતાની વિદ્યા વેચીને ધન કમાઈ રહ્યો હોય, સમય આવ્યે જે શુદ્રનું અન્ન પણ ખાઈ લેતો હોય, તેની કર્મશક્તિ નસ્ટ થઇ જાય છે. તે પોતાના કોઈપણ યજમાનનું ભલું કરી શકતો નથી.

v જેવી રીતે સાપનું હથિયાર તેનું વિષ છે, તેવી રીતે જ બ્રાહ્મણે પણ જાણી લેવું જોઈએ કે તેણે ભૂલથી પણ પોતાની વિદ્યાનો સોદો ન કરવો. જ્ઞાન જ તેની શક્તિ છે.

v આ સંસારમાં કેટલાક જીવો એવા પણ છે જેમને ઊંઘમાંથી જગાડવામાં આપણને નુકશાન જ છે. આ વાત સાપ, રાજા, સિંહ, બાળક, કોઈ બીજાનો કુતરો, તેમજ ગાંડો માનવી વગેરેને લાગુ પડે છે. આમાંથી ગમે તે એકને પણ ઊંઘમાંથી જગાડશો તો નુકશાન તમને જ થશે.

v વિદ્યાર્થી, શાહી નોકર, ભૂખ્યો મુસાફર, ડરથી ગભરાયેલો રસોઈયો, તથા ચોકીદાર ઊંઘી રહ્યા હોય તો તેમને જગાડવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહિ. કારણકે તેમનું કામ જાગવાથી જ થતું હોય છે.

v વિદ્યાર્થી જો ઊંઘતો રહેશે તો એ પોતાની શિક્ષા પૂરી કરી શકશે નહિ. શાહી નોકર ઊંઘી રહ્યો હશે અને કદાચ રાજાને તેની જરૂર પડશે તો એને નોકરીથી હાથ ધોવા પડશે. ભૂખ્યો મુસાફર ઊંઘી રહ્યો હશે તો કોઈ તેને લુંટી લેશે તેવા ભયથી તે અડધો જાગતો હશે, તેને જગાડી ભોજન કરાવવું જ ઉત્તમ છે. ભયભીત રસોઈયાને જગાડી તેને ભયમુક્ત કરતા તે ઉત્તમ ભોજન બનાવશે. ચોકીદારનું ઊંઘવું તેની નોકરી માટે ખાતર સમાન છે.

v સૃષ્ટિની રચનાથી લઈને આજ સુધી કોઈએ પણ બ્રહ્માજીને આ સલાહ નથી આપી કે : તે સુવર્ણને સુગંધિત બનાવી દે, શેરડીના ઝાડને ફળો આપે, ચંદનના ઝાડમાં ફૂલો ઉગાડી દે, વિદ્વાનને ધનવાન બનાવી દે, રાજાને લાંબુ આયુષ્ય આપે, કારણ કે બધા જાણે છે કે બ્રહ્માએ જે રચના કરી છે તે અકળ છે તેને કોઈ પામી શકવાનું નથી.

v વિદ્વાનોના મત મુજબ બધી ઔષધીઓમાં અમૃત મુખ્ય છે. કારણ કે તેમાં બધા રોગોને દુર કરવાની શક્તિ હોય છે.

v માનવજીવનના દરેક સુખમાં ભોજનનો મુખ્ય હાથ છે. કારણ કે આપણી ભૂખ ભાંગવાનું એકમાત્ર સાધન આ જ છે. ભૂખ્યો માનવી મોતને ભેટે છે.

v આપણી બધી ઇન્દ્રિયોમાં મુખ્ય આપણી આંખો છે, કારણ કે દ્રષ્ટિ વિના તો આ આખું જગત એક કાળા અંધકાર સમાન છે.

v નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે – ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા.

v આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ – આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.

v ધાર્મિક કથા સાંભળતી વખતે, સ્મશાનની ધરતી પર અને રોગિષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો હંમેશા માટે સ્થિર રહે તો મનુષ્ય સંસારની મોહમાયા અને બંધનમાંથી છૂટી શકે છે.

v અધમ પુરુષને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષને ધન અને સમ્માન બંનેની કામના હોય છે જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે. મહાપુરુષોનું ધન માન-સમ્માન જ હોય છે.

v જેઓ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવા છતાંય આત્મા-પરમાત્માના સંબંધ વિશે કશું નથી જાણતા, તેઓ આત્મજ્ઞાન મેળવ્યા વિના રહી જાય છે. ચાણક્યે આવા લોકોને કડછી સાથે સરખાવ્યા છે. જેમ કડછી સ્વાદિષ્ટ શાકમાં ફરે છે, પણ સ્વાદની મજા માણી શકતી નથી. તેવી જ પરિસ્થિતિ આ અજ્ઞાનીઓની હોય છે.

v જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ ?

v દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું.

v આજ સુધી ન તો સોનાના મૃગ (હરણ)નું અસ્તિત્વ હોવાના પુરવા મળ્યા છે કે ન તો કોઈએ તેને જોયું છે. તેમ છતાંય શ્રીરામચંદ્ર સોનાના મૃગ (હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.

v જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલે ને પગલે ધનસંપત્તિ મળે છે.

v દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ – આ ચાર બાબતો મૃત્યુ સમાન છે.

ચાણક્યના સુવર્ણસૂત્રો

5

|| ચાણક્યના સુવર્ણસૂત્રો ||

“2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો”

2000 વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં: સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર. દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની હોય. ચાણક્યની. આજે જાણો આ ચાણક્યના સૂત્રોનું મૂલ્ય શું હોઈ શકે છે.

ચાણક્યનાં કેટલાંય સૂત્રો લોકજીભે છે. એનો રોજબરોજ ઉપયોગ કરનારને ખબર પણ નહીં હોય કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર કે સ્તુતિ દેવોને પણ વહાલી કે મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ વધારે સારો જેવાં ઑલ ટાઈમ ગ્રેટ સુવાક્યોના લીધી જ આપણી સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ રહી છે જેનાથી આજે આપણે ડગલે ને પગલે સફળતા માટે આ સમૃદ્ધ વાક્યોનો ઉપયોગ કરીને સફળતા મેળવીએ છીએ. જો કે પત્નીએ પતિને વશ રહેવું કે સ્ત્રીનો ક્યારેય વિશ્વાસ ન કરવો જેવાં અનેક ચાણક્યસૂત્રો આજના વખત માટે અપ્રસ્તુત છે. આ કે આવાં કેટલાંક સૂત્રોની અવગણના કરીએ તો બીજો ઘણો મોટો ખજાનો ચાણક્ય પાસેથી પ્રાપ્ત થાય.

ચાણક્ય આજની તારીખે જીવતો હોત તો મલ્ટિનેશનલ કંપનીના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટથી માંડીને પ્રાઈમ મિનિસ્ટરના પોલિટિકલ એડ્વાઈઝર સુધીના જૉબ એના માટે ખુલ્લા હોત અને સાઈડમાં ચિંતક-વિચારક તરીકેનાં એના પ્રવચનો ગોઠવવા માટે લાયન્સ-રોટરીવાળાઓ એની કુટિરની બહાર લાઈન લગાવતા હોત. ચાણક્યે કૌટિલ્ય નામે અર્થશાસ્ત્ર લખ્યું, જેનો અંગ્રેજી અનુવાદ પેંગ્વિન જેવી આંતરરાષ્ટ્રિય પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યો.

ચાણક્યને કેટલાક લોકો અનૈતિક અને સ્વાર્થી વાતોના પ્રચારક તરીકે ઓળખે છે. એનાં સૂત્રને જોવાનો એ પણ દ્રષ્ટિકોણ છે, પણ દુનિયામાં જ્યારે તમે જેવા સાથે તેવા થવા માગતા હો ત્યારે ચાણક્ય તમને અનએથિકલ કે ઈમ્મોરલને બદલે પ્રેક્ટિકલ વધુ લાગશે. પોતાનું (કે પોતાના રાષ્ટ્રનું) હિત સાચવવાની સલાહને સ્વાર્થી બનવાની સલાહ કોઈ ગણતું હોય તો ભલે ગણે. ચાણક્યના બે હજાર વર્ષ બાદ થઈ ગયેલી એયન રેન્ડ નામની અમેરિકન વિદુષીએ ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્કિશનેશ’ નામનો ગ્રંથ નથી લખ્યો?

-ખૂબ બધાં કામ ચઢી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની ઘણી વખત સૂઝ પડતી નથી. ચાણક્ય સહેલો ઉકેલ આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું. તદ્દન સીધી વાત છે અને ક્યારેક લાગે કે આ બધાં નકામાં કામ છે, કશાંમાંથી ફાયદો થાય તેમ નથી તો શું કરવું? એ માટે ચાણક્યને પૂછવા જવાની જરૂર નથી. પોતાનો ફાયદો જેમાં ન થતો હોય એવાં નકામાં કામ કરવાની કશી જરૂર નથી એવું કોઈ પણ ગુજરાતી તમને કહેશે.

-કેટલીક વાર તમને નવાઈ લાગે એટલી હૂંફાળી વર્તણૂક તમારા શત્રુઓ કે અપરિચિતો દેખાડે છે. એમની આ મતલબી ઘનિષ્ઠતા વિશે ચાણક્ય વારંવાર લાલબત્તી ધરે છે. અનેક સૂત્રો દ્વારા આ વાત એ આપણા મગજમાં ખોસવા માગે છે કે શરાબીના હાથે દૂધનો પ્યાલો પીવો નહીં. દુષ્ટો ચાલાક હોય છે, તમને મદદ કરવા માટે લંબાયેલો એમનો હાથ ક્યારે તમારી ગળચી પકડી લેશે એ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ તમારું વધું પડતું સન્માન કરવા લાગે કે લળીલળીને વાત કરવા લાગે તો તમારે સાવધ થઈ જવું, આવી દેખાડા નમ્રતા પાછળ નક્કી એનો સ્વાર્થ હોવો જોઈએ.

-કોઈ પણ કાર્ય કરતી અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ના લેવાય એવું ચાણક્યે ગાઈ-બજાવીને કહ્યું છે. સામેથી ટેકો આપવા કે મદદ કરવા આવે તો પણ નો, થેન્ક્યુ કહીને એને પાછી કાઢવાની, કારણ કે તે તમને ટેકો એટલા માટે આપવા માગતી હોય છે કે કાલ ઊઠીને તમે એના સહારે હો ત્યારે ટેકો ખસેડીને પાડી નાખવાની તક મળે અને જૂના હિસાબોની વસૂલી થઈ જાય.

-ચાણક્યની બીજી એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈ પણ માણસ તમારી પાસે કશું માગવા આવે ત્યારે એની ઉપેક્ષા કરવી નહીં. એ વખાનો માર્યો હશે તો જ તમારી પાસે હાથ લંબાવતો હશે. નસીબે એને ઝાપટો મારી હોય ત્યારે એને સહાય કરાઅને બદલે એનું અપમાન કરીને એની હેરાનગતિમાં ઉમેરો કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં.

અહીં ચાણક્યના આ સૂત્ર સાથે અન્ય સૂત્રો મૂકવા પણ જરૂરી છે. કાયદામાં જેમ ફલાણી કલમને ફલાણી પેટા- કલમનાસંદર્ભમાં વાંચવાની હોય એવું કંઈક અહીં પણ છે. મદદ માગનારને તરછોડવો નહીં એવી સલાહ સાથે ચાણક્ય એવું પણ કહી જાય છે કે નીચ કે દુષ્ટ માણસ પર ક્યારેય ઉપકાર કરવો નહીં. સાપને દૂધ પિવડાવવાથી એનામાં રહેલા ઝેરની જ વૃદ્ધિ થાય છે. (જોકે, સાપ દૂધ પીતો જ નથી એવું સ્વ. વિજયગુપ્ત મૌર્ય પચાસ વાર કહી ગયા છતાં આપણામાંથી એ અંધશ્રદ્ધા ગઈ નથી.) દુષ્ટ પર ઉપકાર કરવાનો વિરોધ કરતાં ચાણક્ય કહે છે કે કેટલાક માણસોને આપણે કરેલા તમામ ઉપકાર ઓછા લાગે છે અને એ આપણા ઉપકારને પોતાનું અપમાન સમજી બેસે છે. માટે એવા લોકોને મદદ કરવાથી દૂર જ રહેવું. માટે યાચકની અપેક્ષા સંતોષતા પહેલાં કોઠાસૂઝથી તથા પૂર્વાનુભવથી જાણી-પારખી લેવું કે તમારું દાન, તમારી મદદ સુપાત્રે જાય છે કે કુપાત્રે.

-ચાણક્ય કહે છે કે શત્રુની સાથે ગમે તેવી દુશ્મનાવટ હોય તોય એની આજીવિકા નષ્ટ ના કરવી. કોઈ પણ વ્યક્તિને ભીંતસરસી ધકેલી દેવાથી, એની પાસેથી તમામ દિશાઓ છીનવી લેવાથી, એ જીવ પર આવીને તમારા પર હુમલો કરશે. બમ્બૈયા હિંદીમાં એને મરતા ક્યા નહીં કરતા ફીનોમિનન કહે. તમે શત્રુની રોજીરોટી છીનવી લેશો તો એ આજે નહીં પણ દસ વર્ષે એનો બદલો લેશે જ. એવા ઘણા દાખલા આપણી આસપાસ પડ્યા છે. તો હવે ધ્યાન રાખવું.

-બીજું, એરંડા જેવાં તકલાદી વૃક્ષોનો સહારો લઈને હાથીને ક્રોધિત ના કરવો. મહાશક્તિશાળી સામે બાંયો ચડાવવી હોય તો પહેલાં તપાસી લેવું કે એવો જ શક્તિશાળી ટેકો તમને છે કે કેમ? હાથીને ગુસ્સે કર્યા પછી છુપાઈ જવાનું આવે ત્યારે એરંડા કરતાં વટવૃક્ષની આડશ વધુ ઉપયોગી નીવડતી હોય છે. સાચી વાત? બિલકુલ સાચી વાત.

-કોઈ કંઈક પૂછે તો ફટ દઈને એનો જવાબ ના આપી દેવાય. પ્રશ્ન પાછળનો હેતુ શો છે તે વિશે વિચારવું. પ્રશ્નકર્તાની દાનત તપાસવા તમારે પ્રતિપ્રશ્ન કરવો.. શઠ લાગતા લોકોની આદત હોય છે કે નિર્દોષ લાગતા સવાલો પૂછીને પોતાની ધારી વિગતો કઢાવી લેવી. માટે જ ચતુર લોકો સીધો જવાબ આપવાને બદલે મોઘમ ઉત્તર આપીને વણબંધાયેલા રહે છે. આ સલાહ ચાણક્યે રાજનીતિના સંદર્ભમાં આપી છે. રોજિંદા વ્યવહારમાં પણ ઘણા એનો અમલ કરે છે.

-ધન વિશે ચાણક્યે કહ્યું છે કે માણસ પોતે અમર છે એમ માનીને એણે ધનનો સંગ્રહ કરવો જોઈએ. અર્થાત્ ‘આજે નહીં તો કાલે, મરવાનું તો નિશ્ચિત છે. ક્યાં આ બધી લક્ષ્મી છાતીએ બાંધી લઈ જવાની છે’ એવા વિચારો કરીને માણસે ઉદ્યમ કરવામાં આળસ કરવી નહીં. પૂરતા ધન વિના, જો વૃદ્ધાવસ્થા લંબાય તો, જીવન આકરું બની જાય છે.

-કમાણી કરવા માટે કેટલાક લોકો ‘પાપી પેટને ખાતર કરવું પડે છે’ એવું બહાનું આગળ ધરીને કોઈ પણ હીન કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ ચાણક્ય કહે છે કે માણસ ભૂખ્યા પેટે પણ જીવી લેતો હોય છે. બે ટંકના ભોજન માટે અનૈતિક કામ કરવાં અનિવાર્ય નથી હોતાં. ભૂખ ક્યારેય વ્યક્તિની ખુમારી તૂટવા દેતી નથી. પાંગળું મનોબળ જ માણસની નિષ્ઠાને ડગમગાવી મૂકે છે.

-ચાણક્ય માને છે કે ચતુર માણસને કયારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહારકુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં પણ આજીવિકા મેળવી લે છે. ધન વિષેની એક કડવી સચ્ચાઈ છે

-ચાણક્યનીતિના ગ્રંથમાં જે સૂત્ર સોનાના અક્ષરે લખાવું જોઈએ તે હવે આવે છે. સબંધો સ્વાર્થને આધિન છે. બે રાજ્ય વચ્ચેના કે બે વ્યક્તિઓ વચ્ચેના, સબંધો પરસ્પર સ્વાર્થ ન હોય તો બંધાતા જ નથી. પ્રયોજન વિનાનો, હેતુ વિનાનો, સબંધ હોઈ શકે જ નહીં.

-ઘણા લોકોને પોતાની નબળાઈઓ જાહેરમાં કે અન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરી દેવાની બહુ હોંશ હોય છે. ભાઈ, મારાં નસીબ એવાં ફૂટેલા નીકળ્યાં કે ધંધામાં ચાળીસ લાખની ખોટ ગઈ- કોઈએ પૂછ્યું નહીં હોય તો સામેથી કહેશે. કે પછી, આ બધું મારી આળસનો પ્રતાપ છે- એવું કોઈક કહેશે. કહેનારને લાગે છે કે આમ કહીને પોતે બહુ મોટી નિખાલસતા દેખાડી રહ્યા છે, પોતે કેટલા પારદર્શક છે એવું સ્થાપી રહ્યા છે, પણ દરેક સાંભળનારાઓનાં મન તમે કળી શકવાના નથી. ચાણક્ય કહે છે કે પોતાનાં છિદ્રોની જાણ ક્યારેય કોઈને ના કરવી. કારણ? શત્રુ હંમેશાં તમારી નબળાઈ વિશે જાણકારી મેળવીને એના પર જ પ્રહાર કરે છે. આ સાથે ચાણક્ય સલાહ આપે છે કે શત્રુનાં છિદ્રોની તમને જાણકારી હોવી જોઈએ અને લાગ મળ્યે એનાં છિદ્રો પર પ્રહાર કરવો જોઈએ અને જ્યાં સુધી શત્રુનાં છિદ્રોનો તાગ ના મળે ત્યાં સુધી એને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઈએ.

-ચાણક્યની એક સલાહ કવિ હરીન્દ્ર દવેએ માની હોત તો ક્યારેય આ શેર લખવાની નોબત એમના માટે ન આવી હોત મારી જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં, રહીને સુંવાળા સૌને દુભવ્યાનો થાક છે.

-ચાણક્યે કહ્યું છે કે મૃદુ સ્વભાવવાળા લોકોનું એમના આશ્રિતો પણ અપમાન કરતા હોય છે. માત્ર રાજકાજના ક્ષેત્રમાં જ નહીં, બધે જ આ સૂત્ર લાગુ પડે. સુરેશ દલાલ કહેતા હોય છે એમ: ડંખીએ ના, પણ ફૂંફાડો રાખવાનો.! આ જ સંદર્ભમાં બીજું એક ચાણક્યસૂત્ર છે કે અગંભીર વિદ્વાનને લોકો સન્માન નથી આપતા. આનો અર્થ એવો નથી કે માણસે વિદ્વતાનો ડોળ કરવા ઘુવડગંભીર ચહેરે ફરવું. અર્થ એ કે વિદ્વાનોએ ઉછાંછળું વર્તન ના કરવું. સામાન્ય પરિચિતોને કે દૂરના મિત્રોને તમારી સાથે બોલવા/વર્તવામાં અઘટિત છૂટ લેવા દેવી નહીં, એવું કરે તો એમને ટકોર પણ કરવી.

-આખી દુનિયાનું ડહાપણ પોતાનાં સૂત્રોમાં ઠાલવી દેનારો ચાણક્ય તમને ક્યારેક લાગણીશૂન્ય લાગે, પણ ના, એવું નથી. એક જગ્યાએ એક નાનકડી, પણ ખૂબ મોટી વાત કહી દે છે: પુત્ર અથવા તો સંતાનોના સ્પર્શથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી.

જીવનમાં ઉતારો ચાણક્યની નીતિઓ

2

|| જીવનમાં ઉતારો ચાણક્યની નીતિઓ ||

[1]
अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम ।
नीचप्रसंग कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।।
[ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે – ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા. ]
અત્યંત ક્રોધ, કટુ વાણી, દરિદ્રતા, પોતાના જ સ્વજનો સાથે વૈરવૃત્તિ, નીચ લોકોનો સાથ, કુળહીનોની સેવા –નરકમાં વસતા આત્માનાં લક્ષણો છે. પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નરક છે. મનુષ્ય પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, જેની વાણીમાં કડવાશ જ હોય, જે દરિદ્ર હોય અને પોતાના જ સ્વજનોનો દ્વૈષ રાખતો હોય તેને સુખ-શાંતિ ક્યાંથી મળે ? સ્વર્ગ એટલે સુખ-શાંતિ અને નરક એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ. જે દુર્જનોનો સંગ કરે તેની પાસે સજ્જનો ક્યારેય ફરકે નહિ અને તેનું તમામ સ્તરે પતન થઈ જાય છે. છેવટે તેને કુળહીન મનુષ્યોની સેવા કરવાનો વખત આવે છે.

[2]
आयुः कर्म च वितं च विधा निधनमेव च ।
पचैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।।
[ આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ – આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.]
જ્યારે જીવ તેની માતાના ગર્ભમાં આકાર લે છે ત્યારે જ વિધાતા તેનું આયુષ્ય, કર્મ, તેની ધન-સંપત્તિ, વિદ્યા અને તેનું મૃત્યુ નક્કી કરી નાંખે છે. તેમાં પછી ક્યારેય કોઈ ફેરફાર કરી શકતું નથી. આ કારણે જન્મ પછી દરેક વ્યક્તિએ નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને ફળની આશા ન રાખવી જોઈએ. તેને જે મળવાનું છે તે કોઈ રોકી શકશે નહિ. તેના નસીબમાં જે નહિ હોય તેનો શોક કરવો જોઈએ નહિ.

[3]
धर्माडडख्याने श्मशाने च रोगिणां या मतिर्भवेत ।
सा सर्वदैव तिष्ठेश्चेत को न मुच्येत बन्धनात ।।
[ ધાર્મિક કથા સાંભળતી વખતે, સ્મશાનની ધરતી પર અને રોગિષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો હંમેશા માટે સ્થિર રહે તો મનુષ્ય સંસારની મોહમાયા અને બંધનમાંથી છૂટી શકે છે. ]
જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક ઉપદેશ સાંભળે છે ત્યારે તેના મનમાં ઉત્તમ વિચારો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જ્યારે મનુષ્ય કોઈ મૃત વ્યક્તિના અગ્નિ સંસ્કાર માટે સ્મશાન જાય છે તો તેને સમજાય છે કે જીવન કેટલું ક્ષણભંગુર હોય છે. તે સમયે તેના મનમાં પાપ મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય છે. તેવી જ રીતે બીમારીના સમયે વ્યક્તિ ભગવાનને યાદ કરે છે. ચાણક્યનું કહેવું છે કે જો વ્યક્તિ કાયમ માટે આવી રીતે વિચારતો થઈ જાય તો સંસારના બધાં જ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.

[4]
अधमा धनमिच्छन्ति धनं मानं च मध्यमाः ।
उतमा मानमिच्छन्ति मानो हि महतां धनम ।।
[ અધમ પુરુષને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષને ધન અને સમ્માન બંનેની કામના હોય છે જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે. મહાપુરુષોનું ધન માન-સમ્માન જ હોય છે.]
નીચ અને અધમ મનુષ્યોને માત્ર ધનની જ લાલસા હોય છે. તેઓ ધનને જ સર્વસ્વ માને છે. ધન મેળવવાથી આખી દુનિયા વશમાં કરી શકાય છે તેવી દુર્બુદ્ધિવાળા તે હોય છે. લોભ-લાલચ પાછળ તેઓ અંધ હોય છે. મધ્યમ પુરુષ અર્થાત સામાન્ય મનુષ્યને ધનની ઈચ્છા હોય છે, પણ સ્વમાનના ભોગે નહિ. તે પોતાની મહેનતનું ફળ માગે છે. તેને અપમાન વેઠીને ધન લેવું ગમતું નથી. તે સમ્માન સહિત ધનની ઈચ્છા રાખે છે, પરંતુ મહાપુરુષો તો માત્ર માન-સમ્માનની ખેવના કરે છે. તેમને મન માન-સમ્માન જ સાચું ધન હોય છે. તે સમાજમાં પૂજનીય, વંદનીય ગણાય છે. એમને મન ધન ધૂળ સમાન હોય છે.

[5]
पठन्ति चतुरो वेदान धर्मशास्त्राण्यनेकशः ।
आत्मानं नैव जानन्ति दर्वी पाकरसं यथा ।।
[ જેઓ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવા છતાંય આત્મા-પરમાત્માના સંબંધ વિશે કશું નથી જાણતા, તેઓ આત્મજ્ઞાન મેળવ્યા વિના રહી જાય છે. ચાણક્યે આવા લોકોને કડછી સાથે સરખાવ્યા છે. જેમ કડછી સ્વાદિષ્ટ શાકમાં ફરે છે, પણ સ્વાદની મજા માણી શકતી નથી. તેવી જ પરિસ્થિતિ આ અજ્ઞાનીઓની હોય છે. ]
શાસ્ત્રોને વાંચી અને સમજી-વિચારી તેને જીવનમાં ઉતારવાથી તેનો અભ્યાસ અર્થપૂર્ણ નીવડે છે. જો શાસ્ત્રો વાંચ્યા પછી પણ માણસને આત્મજ્ઞાન ન લાધે તો તેનો શાસ્ત્રાભ્યાસ નિરર્થક સાબિત થાય છે.

[6]
न ध्यातं पदमीश्वरस्य विधिवत्संसारविच्छितये
स्वर्गद्वारकपाटपाटनपटुधर्मोडपि नोपार्जितः ।
नारीपीनपयोधरोरुयुगलं स्वप्नेडपि नालिगितं
मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम ।।
[ જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ ? ]
તમે પૃથ્વી પર જન્મ લીધો છે, કંઈક નવું કરો, કંઈક સિદ્ધ કરો, જેથી જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ મળે. તમને પેદા કરનાર માતાએ તમારો નવ માસ સુધી ભાર વેઠ્યો છે તેને વ્યર્થ ન જવા દો. જ્યારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે બાળક પાસે અનેક અપેક્ષા રાખે છે, તેના માટે ઘણાં સપનાં જુએ છે. તેને પૂરાં કરવા પ્રયત્ન કરો.

[7]
गुणाः सर्वत्र पूजयन्ते न महत्योडपि सम्पदः ।
पूर्णेन्दु किं तथा वन्घो निष्कलड्को यथा कृशः ।।
[ દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું. ]
તેનો ભાવાર્થ એ છે કે પૂનમના ચંદ્રમાં અનેક ધબ્બા દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ આપી ચાણક્ય કહે છે કે સાફ ચારિત્ર્યવાળી ગુણવાન વ્યક્તિની સહુ કોઈ પ્રશંસા કરે છે અને તે આદરને પાત્ર બને છે.

[8]
न निर्मितः केन न दष्टपूर्वः न श्रूयते हेममयः कुरड्रः ।
तथाडपि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः ।।
[ આજ સુધી ન તો સોનાના મૃગ (હરણ)નું અસ્તિત્વ હોવાના પુરવા મળ્યા છે કે ન તો કોઈએ તેને જોયું છે. તેમ છતાંય શ્રીરામચંદ્ર સોનાના મૃગ (હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.]
ચાણક્ય આ શ્લોક દ્વારા સમજાવે છે કે પોતાના ખરાબ સમય દરમિયાન ભગવાન શ્રીરામચંદ્ર પણ સૂઝબૂઝ ગુમાવી સોનાના મૃગ પાછળ દોડ્યા હતા તો આવા સંજોગોમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ અવિચારી પગલું ભરી જ શકે છે.

[9]
परोपकरणं येषां जागर्ति हृदये सताम ।
नश्यन्ति विपदस्तेषां सम्पदः स्युः पदे पदे ।।
[ જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલે ને પગલે ધનસંપત્તિ મળે છે.]
ચાણક્ય કહે છે કે બીજા લોકોનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકશાન ન કરનારને કોઈ હેરાન નથી કરતું. દરેક તેને આદર જ આપે છે.

[10]
दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोतरदायकः ।
ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः ।।
[ દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ – આ ચાર બાબતો મૃત્યુ સમાન છે.]
પતિ અને પત્ની સંસારરૂપી રથનાં ચક્ર છે. તે બરોબર ન ચાલે તો સંસારમાં ડગલે ને પગલે વિઘ્ન ઊભાં થાય છે. દુષ્ટ પત્ની પોતાના પતિ માટે અભિશાપરૂપ હોય છે. તે સજ્જન પુરુષનું જીવવું હરામ કરી નાંખે છે. દુષ્ટા પત્નીના સ્વાર્થના ધસમસતા પ્રવાહમાં ઘરની સુખ-શાંતિ તણાઈ જાય છે અને જે ઘરમાં શાંતિ ન હોય તેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી. કહેવાય છે કે જેને સાચો મિત્ર મળે તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. સાચા મિત્ર મળવા બહુ મુશ્કેલ છે. સુખમાં સાથી બનવા કોણ તૈયાર થતું નથી ? મન-કમને સુખમાં તો બધા ગુણગાન ગાય છે, પણ વ્યક્તિ મુશ્કેલીના મહાસાગરમાં ફસાઈ જાય ત્યારે તેનો હાથ પકડે તે જ સાચો મિત્ર. તાલીમિત્રો તો પવન ફરે તેમ પોતાનો સઢ ફેરવી લે છે અને ઊગતા સૂર્યને પૂજવા લાગે છે. સેવક આજ્ઞાકારી અને વફાદાર હોવો જોઈએ. તે સ્વામીના કહ્યામાં ન હોય તો કુટુંબ કે પેઢીના અન્ય સભ્યો પણ સ્વામીની અવગણના કરવાના. ઉદ્ધત સેવક સ્વામીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દે છે. સાપનો ઘરમાં વાસ હોય તો તે ગમે ત્યારે ડંખ મારે છે. તેનો વહેલી તકે ઘરમાંથી નિકાલ કરવો જોઈએ

જીવન પ્રેરક વિચાર – સંચય

A

|| જીવન પ્રેરક વિચાર – સંચય ||

[1] આપણે જ્ઞાનનો અર્થ જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોમાં બુક્કો મારવાથી ભોજન થતું નથી. મોમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ અને ત્યાં પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી, જાણવાથી કામ પતતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હૃદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધામાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ.

– વિનોબા

[2] વૈદ્યની કેવળ ભક્તિ કરવાથી બીમારી મટશે નહિ. વૈદ્ય કહે તે પ્રમાણે પથ્યનું પાલન કરીએ તો બીમારી મટે. કોઈ વ્યાયામવીરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી આપણામાં તાકાત નહિ આવે, પણ જે રીતે તેણે તાકાત મેળવી તે ક્રમ પ્રમાણે ચાલવાથી તાકાત આવશે. તેવી જ રીતે કેવળ સંત-સજ્જનોનું નામ લેવાથી કે તેમનું પૂજન કરવાથી કલ્યાણ થતું નથી, પણ તેમણે બતાવેલા માર્ગે જવામાં કલ્યાણ છે. શબ્દોની કઢી કે શબ્દોના ભાત ખાવાથી તૃપ્તિ થશે નહિ, તૃપ્તિ તો જેની ભૂખ હોય તે મળે ત્યારે થાય.

– કેદારનાથ
[3] વાતોડિયા લોકો કામ ઓછું કરે છે અને સમય વેડફે છે. કામ કરનારા વાતો ઓછી કરે છે. હોય તેથી વધુ કે ઓછું કે ઊલટું બોલવું તે અસત્ય છે. બીજાની વિરુદ્ધની વાતોનો પ્રચાર ન કરો. કેમ કે તે ખોટી પણ હોય. અને સાચી હોય તોપણ પ્રચાર ન કરો. આપણી કોઈ ખરાબ બાબતનો પ્રચાર થતાં આપણને કેવું લાગે છે ? જીભને વશ થવું એટલે હલકા સ્વભાવને વશ થવું. કેટલુંયે બોલવાથી કંઈ જ મળતું નથી, ઉપરથી પાર વિનાની મુશ્કેલીઓ સર્જાય છે. મૌન પાળતાં શીખો. ગ્રીસમાં મહાત્મા પાયથાગોરસ પોતાના નવા શિષ્યને બે વર્ષ મૌન પળાવતા. ભલે મૌન ન પાળો, પણ જરૂર વગર ન બોલો. પૂછ્યા વગર બોલવાનો અર્થ નથી. હળવાશમય વાતો વખતે પણ નિર્દોષ વાણી હોવી જોઈએ. કોઈની નાની વાતનો છેદ ઉડાડવા દલીલબાજી કરીને કડવાશ ન સર્જવી. બીજાઓને સુધારવાનો કે બીજાઓનો હિસાબ રાખવાનો આપણો ઈજારો નથી. કોઈ પૂછે ત્યારે શાંતિથી, મીઠાશથી બોલવું.

– એની બેસન્ટ

[4] મકાનને, ફર્નિચરને, પૈસાને, કપડાંને, વાહનને, પ્રતિષ્ઠાને જેટલી કાળજીથી આપણે સાચવીએ છીએ તેટલી કાળજીથી આપણા શરીરનું જતન કરતા નથી. શરીર, જે જીવનના અંત સુધી મહત્વના હથિયાર તરીકે આપણા જીવનમાં ઉપયોગી થાય છે તે તરફ આપણે જેટલા બેદરકાર રહીએ છીએ તેટલા આપણે દુઃખી થઈએ છીએ. શરીરનું માળખું અમુક અંશે વારસાગત હોય છે, તેમ છતાં તે માળખાની મર્યાદામાં રહી, શરીરને તંદુરસ્ત કે રોગી રાખવાની વાત આપણા હાથની છે. ખોરાક, શ્રમ, વ્યાયામ અને આરામ શરીરને ઘડે છે કે બગાડે છે. જો વિવેકથી ખોરાક અને આરામ લેવાય તથા યોગ્ય પ્રમાણમાં શરીરશ્રમ થાય તો શરીર તંદુરસ્ત રહે. મનની તંદુરસ્તી પણ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દાકતરી સારવાર અને દવાઓની વિપુલ સગવડો માનવીને ઉપલબ્ધ થઈ હોવા છતાં શરીરરોગો કેટલા બધા જોવા મળે છે ? પશુ-પક્ષીઓને તો નથી તેવી સગવડો કે નથી આપણા જેવી બુદ્ધિ, તેમ છતાં કેવાં કિલ્લોલ કરતાં તેઓ જોવા મળે છે ? તેનું કારણ એ છે કે તેઓનું જીવન કુદરતના નિયમો વિરુદ્ધ હોતું નથી, જ્યારે માનવીનું જીવન દિનપ્રતિદિન અકુદરતી બની રહ્યું છે. ધીમા ઝેર સમાં માદક પીણાંઓ-પદાર્થો આપણી તંદુરસ્તી અને આપણા આયુષ્યના દુશ્મનની કામગીરી બજાવી રહ્યાં છે. ઉચ્ચ ધ્યેયવાળી વ્યક્તિએ શરીરને જન્મથી મૃત્યુ સુધીની અત્યંત મૂલ્યવાન થાપણ ગણીને તેની પૂરી દરકાર લેવી જોઈએ.

– બબાભાઈ પટેલ

[5] શા માટે લોકો પ્રખ્યાત થવા ઈચ્છે છે ? પ્રથમ તો જાણીતા થવું ફાયદાકારક હોય છે અને તે આપણને ખૂબ આનંદ આપે છે, ખરું ને ? જો તમે આખી દુનિયામાં પ્રખ્યાત હો તો તમે ખૂબ અગત્યના માનવી છો તેવું તમોને લાગે છે. તે તમને અમરતાની લાગણી આપે છે. તમે જાણીતા થવા માગો છો, કીર્તિવાન થવા ઈચ્છો છો અને લોકો તમારા વિશે વાતો કરે તેવું ઈચ્છો છો, કેમ કે તમારી અંદર તમે કશું જ નથી. આંતરિક રીતે કોઈ સમૃદ્ધિ નથી, તેમાં કશું જ નથી તેથી તમે બહારથી, દુનિયામાં જાણીતા થવા ઈચ્છો છો. પણ જો તમે આંતરિક રીતે ભરપૂર હશો તો તમે જાણીતા છો કે નહિ તે તમારા માટે કોઈ જ અર્થ ધરાવતું નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવું એ બાહ્ય રીતે સમૃદ્ધ અને જાણીતા થવા કરતાં ખૂબ જ કઠિન છે. તે ખૂબ જ દરકાર અને તદ્દન નજીકનું ધ્યાન માગી લે છે. જો તમારી પાસે થોડી શક્તિ હોય અને તેનો ઉપયોગ કરતાં આવડતો હોય તો તમે પ્રખ્યાત બની શકો, પણ તેવી રીતે આંતરિક સમૃદ્ધિ આવતી નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવા માટે મન સમજણવાળું હોવું જોઈએ. અને બિનજરૂરી બાબતોને, જેવી કે જાણીતા થવાની ઈચ્છાને, ફેંકી દેવી જોઈએ. આંતરિક સમૃદ્ધિ એટલે તો એકલા ઊભા રહેવું. જે માનવી જાણીતો થવા માગે છે તે એકલો ઊભો રહેતાં ગભરાતો હોય છે કેમ કે તે, લોકોનાં ખુશામત અને સારા અભિપ્રાયો પર જ આધાર રાખતો હોય છે.

– જે. કૃષ્ણમૂર્તિ

[6] અહંકાર હજારો માથાંવાળો છે. એના માથાં કપાઈ જાય, છતાં નવાં નવાં જન્મતાં હોય છે. જીવ અટકાઈ જાય, મૂંઝાઈ જાય, લેવાઈ જાય, અકળાઈ જાય, અશાંત થઈ જાય, દુઃખી થઈ જાય, તો હજી એનામાં અહંતા ભરી પડેલી છે તેમ જાણવું. કારણ કે તેની અહંતાને તેવા તેવા પ્રકારના આઘાત લાગે છે. જીવનમાં અનેક પ્રકારના ફાંકાઓ હોય છે. સમજણનો ફાંકો, બુદ્ધિનો ફાંકો, આવડતનો ફાંકો, શક્તિનો ફાંકો, ડહાપણનો ફાંકો, રૂપનો ફાંકો, વ્યવહાર-કુશળતાનો ફાંકો, વૈભવવિલાસનો ફાંકો, ધનનો ફાંકો. આમ વિવિધ પ્રકારના ફાંકા હોય છે. આ બધા ફાંકાઓ આપણા જીવનમાંથી નિર્મૂળ થવા જોઈએ. આવા ફાંકાઓમાં અહમ ઘણો મોટો ભાગ ભજવતો હોય છે. આથી અહમ પર ફટકા પડે ત્યારે સાધક-જીવનને ઘણો આનંદ થવો ઘટે. કશાનું પણ ચોકઠું બનાવી ન દેવું. સમજણનું પણ જો ચોકઠું બની ગયું તો તે બાધક નીવડશે.

– શ્રી મોટા

[7] સંસ્કારી મનુષ્યની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે કરી શકાય : એ માણસ કોમના કે કુળના વિચાર કરતો નથી; એ વર્ણના કે જાતિના ભેદ કરતો નથી; એ પ્રદેશ કે ભાષાની ભિન્નતા પર ટકતો નથી. એ મનુષ્યને મનુષ્ય તરીકે જુએ છે, અખંડ મનુષ્ય તરીકે મનુષ્યની ભૂલ પર જ ધ્યાન કેન્દ્રિત કરે એ જેટલું ખોટું કરે છે એટલું જ મનુષ્યના કેવળ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરનારો ખોટું કરે છે. તે બંને, સત્યને આંશિક રૂપે જુએ છે. માણસને તેના સારા-નરસા સમગ્ર સ્વરૂપે જોવો અને સ્વીકારવો એ સંસ્કારિતાનું પ્રથમ લક્ષણ છે. કોઈ પણ સંસ્કારી મનુષ્ય જાણે છે કે પોતે જે કંઈ કરે એનો કમસેકમ એક સાક્ષી તો છે જ, તે સાક્ષી પોતે છે.

– હરીન્દ્ર દવે.

[8] તમારા ઘરના પ્રત્યેક ઓરડામાં બે મિનિટ ઊભા રહો અને કહો કે આ એક દિવસ છૂટવાનું છે. સૂતાં પહેલાં તમે તમારી પત્ની તથા બાળકોને જુઓ તો મનમાં કહેજો કે આ બધું એક દિવસ છૂટવાનું છે. રોજ આમ કરીને જુઓ. સમજવાથી ન થતું હોય તો આ રીતે કરી જુઓ. ધ્યાન વગેરે ન થાય તો ન કરશો, પણ આ તો કરી જુઓ. તમે કહો કે ‘હું નહિ છોડું તોપણ આ તો છૂટી જ જશે.’ મૃત્યુનું વિસ્મરણ જ માયા છે. સૌએ જવાનું તો છે જ. કોઈ રોતા રોતા ગયા, કોઈ હસતા-હસાવતા ગયા, કોઈ હાથ-પગ ઘસતા ગયા… જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ પરમાત્માના આહારની એક પદ્ધતિ છે. સો વર્ષની જિંદગીમાં શું કરવું છે એનો ફેંસલો થઈ જવો જોઈએ. શરીર અમર નથી. શરીરનો ધર્મ છે જન્મ લેવો અને મરવું. મરણ અટલ છે. મૃત્યુ તમને એક ઝાટકામાં અહંકારના ખૂંટા પર બાંધેલી રસીને તોડીને લઈ જશે જ. જ્યારે નાટકમાં કામ કરવાનું થાય છે ત્યારે આપણને ખબર હોય છે કે હું રાજા-રાણી-ખલનાયક કે વિદૂષક બન્યો છું. એ કેવળ ત્રણ કલાક માટે જ છે. નાટક ખતમ થયા પછી મારે ચાલ્યા જવાનું જ છે. મંચ પર બેસી રહેવાનું નથી. તેવી જ રીતે આપણે જે શરીરમાં આવ્યા છીએ, આપણને તન-મન-બુદ્ધિ મળ્યાં છે તેનો એક દિવસ અંત આવવાનો જ છે એટલું યાદ રાખવું જોઈએ. મરવાની ઘડીએ તમે એકલા જ છો.

– વિમલા ઠકાર

[9] શુભ કાર્ય કે અશુભ કાર્ય જેવું કંઈ નથી. ફકત શુભ મન અને અશુભ મન છે. અશુભ મન એટલે મનની અજાગૃત સ્થિતિ. શુભ મન એટલે મનની જાગૃત સ્થિતિ. જે કંઈ જાગૃતિ દ્વારા સંભવે છે તે સુંદર, નૈતિક છે, અને જે કંઈ જાગૃતિ વગર સંભવે છે તે અસુંદર, અનૈતિક છે. ફક્ત એક જ સદગુણ છે અને તે જાગૃતિ. તમારી જાગૃતતા જે કંઈ કરાવે તે કરો. એવાં કાર્યો ન કરો જે ફક્ત ત્યારે જ થઈ શકે જ્યારે તમે અજાગૃત હો. એવી ઘણી વાતો છે જે તમે અજાગૃત હો ત્યારે જ કરી શકો.

– રજનીશજી

[10] તમે જે સાંભળ્યું હોય તેમાં શ્રદ્ધા ન રાખો. કોઈ વિધાનો પેઢીઓથી ચાલ્યાં આવે છે માટે જ તેમાં ન માનો. કોઈ પ્રાચીન મહર્ષિએ તે કહ્યું છે માટે પણ તે ન માનો. તમે જે સત્યો વિશે રોજની ટેવથી ટેવાઈ ગયા હો તોપણ તે ન માનો. તમારા ગુરુઓ અને વડીલોનો આદેશ છે માટે પણ ન માનો. પણ તમે જાતે વિચાર કરો, પૃથક્કરણ કરી જુઓ અને જ્યારે પરિણામ બુદ્ધિને સ્વીકાર્ય બને તથા સર્વ કોઈનું ભલું કરે એવું દેખાય ત્યારે તેને સ્વીકારો અને તે પ્રમાણે જીવન જીવો.

– ભગવાન બુદ્ધ