સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ

4  5

|| સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ ||
ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. આર્ય ધર્મમાં સનાતન ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે. ક્ષમા વિરુદ્ધ અક્ષમા-ક્રોધ. ક્રોધનાં કડવાં ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. ક્ષમા, ધૈર્ય, શાંતિ, આનંદ, દિવ્યપ્રેમ એ માનવીનું આભૂષણ છે. આપણાં ઋષિ-મુનિઓએ વર્ષ દરમિયાન એવાં પર્વો અને મહાપર્વો વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલાં જે જેથી ભારતવર્ષની ધર્મપ્રિય જનતાનું તન-મન-ધનનું આરોગ્ય તથા ક્ષેમકુશળ તથા મંગળ જળવાય છે.
જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદાં જુદાં સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિને આવે છે. શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિને ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાસ-વ્રત કરે છે. સાયંકાળે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. તે ભૂલોને યાદ કરી ર્ધાિમક ક્રિયા કલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ એ સૂત્રથી ક્ષમા માંગે છે.
જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી ભૂલો અવશ્ય સંભવે છે અને જ્યાં સુધી ભૂલો સંભવ છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિત રૃપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. અર્થાત્ પાપદોષોથી મલિન થયેલા જીવની શુદ્ધિ માટે મહાજ્ઞાનીઓએ પ્રતિક્રમણ અનુષ્ઠાન બતાવેલું છે.

આથી જ દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પાંચ પ્રતિક્રમણ દર્શાવ્યાં છે. તીર્થંકર તીર્થની સ્થાપના કરે એ જ દિવસથી ગણધર ભગવંતો નિયમિત પ્રતિક્રમણ કરે છે.

ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૃપેલા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપ એ મુખ્ય છે. ધર્મજ્ઞાન, ધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો-ઉપવાસ, આયંબીલ, ઉપધ્યાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે. મહાવીર સ્વામી સ્વયં ક્ષમાના સાગર હતા. એમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતા. ચંડ કોશિયા મહાનાગે એમને અનેક ડંખ માર્યાં છતાં તેઓ ક્ષમાવાન જ રહ્યા. તેઓ વિતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતા. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જ્યારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે દ્વેષ ન હતો. એમની વાણી પિસ્તાલીસ આગમ શાસ્ત્રોમાં આજે પણ સંગ્રહાયેલી છે. સર્વ જીવ-માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના તથા અનુકંપાની લાગણી એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે.

કોઈ પણ વ્યક્તિ એવો નથી જેના જીવનમાં અપરાધ કે પાપનો ડાઘ ન લાગ્યો હોય. માનવમાત્ર જાણે કે અજાણે ભૂલ, અપરાધ કે પાપ કરતો રહેલો છે. મેલાં કપડાં સાબુથી સાફ થાય અસાધ્ય રોગ હોય તો પણ દવા- ઑપરેશનથી દૂર થઈ શકે. પાપના નિવારણ માટે કોઈ દવા કે ઑપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત સિવાય અન્ય કોઈ ઔષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંતઃકરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિતથી થઈ શકે છે.

જીવનમાં જેણે કોઈ પાપ કે અપરાધ ન કર્યો હોય એવો કોઈ માણસ હોઈ શકે? પ્રશ્નનો ઉત્તર અવશ્ય નકારાત્મક હોઈ શકે. પાપ કે અપરાધના કાળા ધબ્બાઓથી ખરડાયેલો માણસ મોટા ભાગે પોતાના પાપ સામે આંખ આડા કાન કરી, બીજાએ કરેલા પાપની શિક્ષા આપવા તત્પર રહેતો હોય છે.
નગરના અપરાધીને જાહેરમાં દંડ આપવા એકઠા થયેલાં સૌ પોતપોતાના હાથમાં પથ્થર લઈ ઊભા છે. દંડ આપવા દરેકે અપરાધીને એક એક પત્થર મારવાનો છે. અપરાધીને સજા થાય તે પહેલાં એક સંત ત્યાં આવી ચડયા ‘પથ્થર એ મારી શકે, જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય.’ સંતના શબ્દો સાંભળી લોકો સ્તબ્ધ થઈ ગયા. ઘડીભર સન્નાટો છવાયો, દરેકના હાથમાંથી પથ્થર નીચે પડી ગયા. સંતે શાંતિથી લોકોને સમજ્વ્યું,
‘પાપનું નિરાકરણ દંડથી નહીં પરંતુ ક્ષમાયાચનાથી થઈ શકે.”
ખરા અંતઃકરણપૂર્વક કરેલો પસ્તાવો ભલભલા પાપને ધોઈ શકે છે. આનો અર્થ એ નથી કે વારંવાર પાપ કરવું અને વારંવાર પસ્તાવો કરવો. માણસ ભૂલ કરી- પસ્તાવો કરવા અને વળી પાછો ભૂલો કરવા ટેવાયેલો છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ માનવમાત્ર સામે લાલ બત્તી કરી, ‘ભૂલો કરો, ખૂબ કરો, લેકીન કી હુઈ ભૂલકો ફિર સે દોહરાવો મત.’ પાપોના ઢગલા ઉપર બેઠેલો માણસ અંતઃકરણથી નહીં પરંતુ હોઠે આવેલા શબ્દોથી પસ્તાવો કરતો રહેલો છે. શુદ્ધ હૃદયના ઊંડાણ સિવાય કરેલો પસ્તાવો નાટક માત્ર છે, જેની કિંમત કોડીની છે.

અહિંસાના પાયા ઉપર ઊભેલો જૈન ધર્મ ક્ષમાયાચનાને મહાન ગણે છે. જૈનો માટે પર્યુષણ મહાપર્વ છે.

આ દિવસોમાં એકાસણું. અઠ્ઠાઈ, સોળભથ્થુ, માસક્ષમણ, અને વર્ષીતપ જેવી વિવિધ ઉપાસનાઓ કરી જૈનો જીવનને શુદ્ધ કરે છે. સંવત્સરીને દિવસે પ્રતિક્રમણ પછી એકબીજાને વંદન કરી અંતરના ઊંડાણેથી “મિચ્છામી દુક્કડમ” કહી ક્ષમા માગવી અને ઉદાર દિલે ક્ષમા આપવી એના જેવો બીજો કોઈ માનવધર્મ નથી. જૈનોનો આ મહામંત્ર ફક્ત શ્રાવકો સીમિત નથી. આ મંત્ર માનવમાત્ર માટે છે. મિચ્છામી દુક્કડમ મહામંત્ર ફક્ત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવમાત્ર જ્યારે જ્યારે કોઈનો અપરાધ કે પાપ કરે ત્યારે ‘મિચ્છામી દુક્કડમ’ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુદ્ધ ભાવથી ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અન્ય અપરાધો કે પાપથી બચી શકે.

પર્યુષણનો અર્થ અને મહાત્મ્ય – સંવત્સરી ક્ષમાપનાનું મહાપર્વ

3

|| પર્યુષણનો અર્થ અને મહાત્મ્ય ||

પર્યુષણ શબ્દનાં અનેક અર્થ, ભાવ જાણવા મળે છે. શબ્દ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે એક શબ્દ વ્યુત્પત્તિ ભેદ પી, વ્યાખ્યા ભેદ થી તેના વ્યાખ્યાભેદો અનેક અર્થો દર્શાવે છે. પર્યુષણની બાબતમાં પણ આવું છે. એના પણ ઘણા બધા સૂચિતાર્થો છે.

પર્યુષણનો એક અર્થ નીકળે છે,’ પરિવસન’- એટલે કે એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.

પર્યુષણનો બીજો અર્થ થાય છે, પર્યુપશમન’ આ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં કષાયો અને વિકારો છૂપાયેલા પડેલા છે, તેનું શમન કરવાનું આ પર્વ છે.

એક અર્થમાં, પરિવશન એટલે કે નિકટ રહેવું. વ્યકિતએ પોતાનાં આત્મભાવમાં રમણ રહેવાનું છે.

આત્માની નજીક જઇ રમણતા કેળવવાની છે. પર્યુષણમાં વર્ષાવાસ શબ્દ, સમય ગાળો સૂચવતા અર્થ માટે નો છે. પરંતુ કષાપ, સમતા અને આતમારમણતા . આ બધાનાં ભાવવાચક અર્થો નીકળે છે. પણ અહીં શબ્દોનાં બાહ્યઅર્થને જાણવાને બદલે , એની પાછળનાં ભાવાર્થ ને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનાં ભાવાર્થ ને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનો ભાવાર્થ એ નીકળે છે કે, સાધકે સર્વ પ્રકારે આત્મભાવમાં રહેવું. પરભાવમાં, બ્રાહ્ય વિષયોમાં દોડતાં ચિત્તને વાળીને આત્મભિમુખ કરવું.

પર્યુષણનું પર્વ એ આત્મસિધ્ધિનું પર્વ છે. અને તેથી એ સમય દરમ્યાન ચિત્તને ઉપવાસ, ધર્મશ્રવણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ધ્યાન ધારણા જેવી ધર્મ સાધનામાં પરોવવાનું હોય છે. પર્યુષણ ધર્મની આરાધનાનું વિશિષ્ટ પર્વ છે. જેનું લક્ષ્ય છે. કર્મનાં સંવર અને નિર્જરાનું સંવર એટલિં રોકવું અને નિર્જરા એટલે ખંખેરવું. આ શબ્દો પારિભાષિક છે, જે આચરેલા કર્મના સંદર્ભમાં વપરાય છે. અર્થાત હાથમાં આવેલા ફરજ રૃપી કર્મને બજાવી હાથ ખંખેરીને ઊભા થઈ જવું.

લોકોત્તરમાં પર્યુષણ એ પ્રર્વાધિરાજ છે. આ સમયગાળામાં,પૂરા વર્ષમાં આચરેલા આસક્તિ ભર્યા કર્મનાં દુષ્પરિણામ ખંખેરીને, રાગદ્વેશને કારણે દુષિત થયેલા મનને સ્વચ્છ કરવાનું છે.

આવા પાનવકારી પર્વાધિરાજનાં દિવસમાં આરાધના સાધના ઉપાસના અને પરસ્પર માનવ બંધુમાં મૈત્રીભાવ કેળવવા…

|| સંવત્સરી ક્ષમાપનાનું મહાપર્વ ||

તીર્થકર મહાવીર સ્વામીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જે ક્ષમા માંગે અને બીજાને ક્ષમા આપે, તે જ વ્યકિતની સાધના-આરાધના યોગ્ય ગણાય.

સંવત્સરી એ પર્યુષણ મહાપર્વનો અંતિમ  અને ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. જેમ મંદિરનું શિખર ધ્વજ અને કળશથી સુશોભિત લાગે છે. તે પ્રમાણે પર્યુષણ મહાપર્વ પણ સંવત્સરીની ભાવપૂર્ણ આરાધનાથી સફળ બને છે.

ક્ષમાપના સંવત્સરી નો પ્રાણ છે. અને પર્યુષણ મહાપર્વનટ્વું સારભૂત તથ્પ છે. પર્યુષણ કે બીજા કોઈ પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવી સરળ છે. પણ ક્ષમાનાં પરિપ્રેક્ષ્યમાં સંવત્સરીની સાધના ખરેખર મુશ્કેલ છે. ‘ કલ્પસૂત્ર’ માં ભગવાન મહાવીર સ્વામી ક્ષમાની મહત્તાનો વર્ણવતા કહે છે કે પોતાની થઈ ગયેલી ભૂલો માટે સાચા હૃદયથી ક્ષમા માગવી જોઈએ અને બીજાની ભૂલો થઈ હોય તો તેમને ઉદાર હૃદયથી ક્ષમા આપવી જોઈએ. આજ અર્થમાં ક્ષમા એ વીર પુરૃષોનું આભૂષણ છે. કાયર મનુષ્ય ક્યારેય કોઈને ક્ષમા કરી શકતો નથી.

તીર્થકર મહાવીર સ્વામીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જે ક્ષમા માંગે અને બીજાને ક્ષમા આપે, તે જ વ્યકિતની સાધના-આરાધના યોગ્ય ગણાય. ક્ષમાપના વગરની ધર્મ-આરાધના વ્યર્થ જતી હોય છે. ક્રોધ અગ્નિ જવાળા છે. એ પોતાને તો દઝાડે છે. પણ એ સાથે બીજાને પણ દઝાડતી હોય છે. સંસારમાં થતા મોટા ભાગનાં અપરાધો ક્રોધાવસ્થામાં થાય છે. શાંત અને પવિત્ર મન ક્યારેય અપરાધ કરવાનો વિચાર કરતું નથી. મનમાં વારંવાર આવતો ક્રોધ, વેરમાં પરિણમે છે. સંતો એ વેરવૃતિને ભયંકર ગણાવી છે. એનાં ગંભીર પરિણામો માત્ર આજ જન્મ જ નહીં, જન્મોજન્મ ભોગવવા પડી શકે છે. રોષ, ઘૃણા, તિરસ્કાર-ઇર્ષ્યા-નિંદા વગેરે દુઃગણો ક્રોધનાં પરિવારજનો છે, આ બધા અવગુણો કુટુમ્બની શાંતિ છીનવી લે છે, કલેષ ઉત્પન કરે છે. સૌની પ્રગ્તિ થવા દેતા નથી. ક્ષમા અને સંતોષ ની ભાવનાથી જ આ દુઃગુણો દૂર થતા હોય છે.

ક્ષમાની ભાવનામાં ખળખળ મૈત્રીનું ઝરણું વહે છે. એમાંજ ડૂબકી લગાવવાથી જ સંસારમાં સુખની લાગણી અનુભવી શકય છે. ક્ષમાની લાગણી વગર જીવનમાં શાંતિ અને આનંદનું આગમન અશક્ય છે. ક્ષમા માગ્યા પછી કે આપ્યા પછી મનની સ્તિથિ જુદી જ બની જાય છે. હંમેશાં ભયમાં જીવતા મનુષ્ય ક્ષમારનાથી નિરાંત  અનુભવે છે. શત્રુતામાં કાયમ ડરનો વાસ રહે છે. વેરભાવના ક્યારેય કોઈને શાંતિથી જીવવા દેતી નથી. લડાઈ-ઝગડા દંડા-ફસાદ માં જો ક્ષમાનો માર્ગ પસંદ કરવામાં આવે તો તેનું કંઈક અદ્ભૂત જોવા મળે છે. બે પક્ષો દુશ્મન મટીને મિત્રો બની જાય છે.

સંસારમાં ક્ષમાપનાની ભાવના શાંતિ, મિત્રતા, સહિષ્ણુતા, વિશ્વાસ જેવી લાગણીઓ માટે એક સંજીવની પુરવાર થાય છે.

પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ

AA

|| પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ ||

ક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે.

આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ).

જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ પર્વની આરાધના વિના સાધુ કે શ્રાવકનું કુળ શોભતું નથી. આજે આપણે આવા ક્ષમાધર્મના વાહક એવા પર્વાધિરાજ પર્યુષણને મોતીથી વધાવીએ. કાળામેશ બનેલા મલિન આત્માને સાફસૂફ કરવાનો પર્યુષણ પર્વ એક મહાન અવસર છે. પર્યુષણ પર્વ પણ આપણને હાકલ કરે છે…” હે દાનવીરો, ત્યાગવીરો, ધર્મવીરો જાગો…”

આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે,પર્વ શિરોમણિ છે.

** પાંચ કર્તવ્યો

પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે :

*અમારી પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસા.
*સ્વામી વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ વહાવવો, તેની સેવા કરવી.
*અઠ્ઠમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.
*ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર, દેરાસરે જઈને પ્રભુદર્શન કરવું.
*ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર હૈયે ક્ષમા આપવી.
** પર્યુષણનું સર્વોચ્ચ શિખર ક્ષમાપના છે.

જૈનોમાં પ્રતિક્રમણ આવશ્યક કર્તવ્ય ગણાય છે. પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં હોય છે.

દરરોજ સવારે ઊઠીને ‘રાઈ’ પ્રતિક્રમણ કરવામાં આવે છે, જેમાં નિદ્રા દરમિયાન અજાણતાંય પાપકૃત્ય થયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરાય છે. દરરોજ રાત્રે ‘દેવસિ’ પ્રતિક્રમણ કરીને દિવસ દરમિયાન થયેલાં પાપકૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આ ન થઈ શકે તો પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. એ પણ શક્ય ન હોય તો સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ-પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે. ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર અને માત્ર જૈન ધર્મમાં જ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. તેનો અર્થ છે – મિથ્યા મે દુષ્કૃતમ્, અર્થાત્ મારાં તમામ દુષ્કૃત્યો મિથ્યા – ફોગટ થાવ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સંવત્સરી તો સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે !

પર્યુષણની આરાધના પંચાચારથી શરૃ થાય છે અને તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બનતી આઠમે દિવસે સંવત્સરીના પ્રતિક્રમણથી વિરમે છે. જૈન ધર્મ ઘણો સૂક્ષ્મ હોવાને કારણે અજૈનો તેને થયા- યથા ભાગ્યે જ સમજતા હોય છે. બહુજન સમાજ તો સામાન્ય રીતે એમ જ માનતો હોય છે. પર્યુષણ એટલે ઉપવાસનું પર્વ જે વધારે ઉપવાસ કરે તેની આરાધના મોટી ગણાય. વાસ્તવિકતામાં ઉપવાસ આરાધનાનું અંગ છે. પર્યુષણની આરાધનામાં ઉપવાસ આવે પણ ઉપવાસ એ કંઇ સમગ્ર પર્યુષણની આરાધના નથી.

પર્યુષણની આરાધના પાંચ પ્રકારે થાય છે. દર્શનાચાર, જ્ઞાાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જે તપાચાર છે તેમાં બાર પ્રકારના તપ કરવાનું વિધાન છે. એમાં છ તપ બાહ્ય છે, તો બીજા છ તપ અભ્યંતર છે. બાહ્ય તપ વાસ્તવિકતામાં અભ્યંતર તપમાં જવા માટે છે. આવા છ બાહ્ય તપમાં ઉપવાસ એ એક તપ છે. તેના ઉપરથી એ ખ્યાલ આવે કે પર્યુષણમાં ઉપવાસની આરાધના ઉપર જે ભાર મૂકાય છે તે વધારે પડતો છે અને અસ્થાને છે.

વાસ્તવિકતામાં પર્યુષણ એક અતિશુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે છે. પ્રતિક્રમણ જૈન ધર્મની પ્રમુખ આરાધના છે. સાધુ તો શું પણ સામાન્ય શ્રાવકેય રોજ બે પ્રતિક્રમણ કરતો હોય છે. સવારનું પ્રતિક્રમણ અને સાંજનું પ્રતિક્રમણ. જૈન ધર્મમાં પાંચ તિથિની વિશેષ આરાધના થાય છે. તેમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે. એમાંય ચૌદશનું પ્રતિક્રમણ મોટું ગણાય. વળી ચાતુર્માસની આરાધનામાં પહેલી ચૌદશ અને છેલ્લી ચૌદશના પ્રતિક્રમણો અતિ મહત્વના ગણાય. તેમાં સૂત્રો વધારે હોય, પાપની આલોચના હોય. તેમાં વિધિ વિધાન વધારે હોય જેથી પ્રતિક્રમમની ક્રિયા લાંબા સમય માટે ચાલે.

સમગ્ર હિંદુ ધર્મમાં ચાતુર્માસની આરાધનાની ઘણી મહત્તા હોય છે. તે રીતે જૈનોમાં પણ ચોમાસાની આરાધના વિશિષ્ટ હોય છે. ચાતુર્માસમાં પર્યુષણ આવે. તેમાં તો ઉત્કૃષ્ટ પ્રકારે આરાધના કરવાની હોય. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ આવે તે કર્યા પછી પર્યુષણનું સમાપન થાય. આ વાત જ એ દર્શાવે છે કે સમગ્ર પર્યુષણની આરાધનાનું લક્ષ્ય સંવત્સરી પ્રતિક્રમણ હોય છે. આ પ્રતિક્રમણ વધારેમાં વધારે શુદ્ધિપૂર્વક કરવા માટે પર્યુષણની સમગ્ર આરાધનાનું આયોજન થયેલું હોય છે. આ પ્રતિક્રમણ જેટલું ભાવપૂર્વક વિશુદ્ધિથી થાય. તેટલી પર્યુષણની આરાધના વધારે સફળ થયેલી ગણાય.

આપણે એ વિચારવાનું છે કે જે પ્રતિક્રમણનું જૈન ધર્મમાં આટલું બધું મૂલ્ય છે. તેનું કારણ શું હશે ? સંસારમાં જે ધર્મો છે તેમાં જૈન ધર્મ બધાથી અલગ પડી જાય છે તે તેના વિશિષ્ટ દર્શનને કારણે જૈન ધર્મના મતે જીવે બહારથી કંઇ મેળવવાનું નથી. તેણે જે કંઇ સિદ્ધ કરવાનું છે તે તેની અંદર જ પડેલું છે. જીવે જે પોતાનું છે તેનો જ આવિર્ભાવ કરવાનો છે. તે માટે જીવે જે કંઇ પુરુષાર્થ કરવાનો છે તે પોતાના સ્વભાવમાં આવી જવા માટે કરવાનો છે. અનંત ઐશ્વર્યનો સ્વામી એવો આત્મા દુ:ખી થઇને સંસારની ભવાટવીમાં ભટક્યા કરે છે કારણ કે તે પોતાનો સ્વભાવ ભૂલીને વિભાવોમાં રાચે છે અને જીવે છે બાકી આત્મા સ્વભાવે આનંદમય છે અને સ્વયં પર્યાપ્ત છે. જો તેણે પોતાની નિજી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો તેણે સ્વભાવમાં પાછા ફરવાનું છે. પ્રતિક્રમણ વિભાવમાંથી સ્વભાવમાં આવવા માટે છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જીવે જે અતિક્રમણ કર્યું છે તેમાંથી પાછા ફરવા માટે તેણે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી જૈન ધર્મના અનુષ્ઠાનોમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે.

આપણને પ્રશ્ન થાય કે જીવને વિભાવોમાં રખડાવનાર કોણ છે ? જીવને વિભાવોમાં લઇ જનાર છે : મિથ્યાત્વ, કષાય, મન-વચન અને કાયાના યોગો, અવિરતી પ્રમાદને વશ થયેલો જીવ અતિક્રમણ કરીને વિભાવોમાં વર્તે છે. સ્વભાવમાં આવવા માટે જીવે જે આરાધના કરવાની છે તે મિથ્યાત્વમાંથી પાછા ફરવાની, કષાયોમાંથી પાછા ફરવાની, મન- વચન- કાયાનો યોગોને ટૂંકાવવાની- અલ્પ કરવાની અને સંયમમાં વર્તવાની પર્યુષણની સમગ્ર આરાધના સ્વભાવમાં આવવા માટેની છે. તેનું લક્ષ્ય ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ હોય છે. બાકી પ્રતિક્રમણનો સામાન્ય અર્થ છે. પાપમાંથી પાછા ફરવું જે અલ્પાકિત છે. બાકી તેમાં મૂળ વાત છે. આત્માના સ્વભાવમાં આવવાની.

સ્વભાવમાં આવવા માટેની પ્રતિક્રમણની યાત્રા કરતી વખતે મનમાં કોઇ દોષ રહી ગયો હોય તો પ્રતિક્રમણ કુલષિત થઇ જાય માટે સંવત્સરી પ્રતિક્રમણ સર્વ જીવોને ખમાવીને શલ્પરહિત થઇને કરવાનું વિધાન છે. જૈન ધર્મે ત્રણ પ્રમુખ શલ્પ કહ્યાં છે : મિથ્યાત્વ માયા અને નિયાણ એટલે કે ધર્મને અલ્પ ફાયદા માટે વટાવવો. શુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે જીવે આ ત્રણેય શલ્પ રહિત થવું જરૃરી છે. જો પર્યુષણની આરાધના સારી રીતે થઇ હોય તો આ ત્રણેય શલ્યોનો ભાર ઘણો ઘટી ગયો હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ પર્યુષણનો પ્રાણ છે. પ્રતિક્રમણના તત્વાર્થને સમજીને આપણે જો તે કરીએ તો આપણને તેનો અનર્ગળ આત્મિક લાભ થાય.

ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ – કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી

2

|| ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ ||

|| કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી ||

માઘ મહિનાની કડકડતી ઠંડીમાં પ્રભુ મહાવીર શાલશીર્ષ ગામના ઉદ્યાનમાં ધ્યાનસ્થ અવસ્થામાં હતા. સુસવાટાભર્યા ઠંડા પવનની લહરીઓને કારણે થીજી જાય એવી ઠંડી હતી. આ સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામી એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામા હતા. એમની ધ્યાનસ્થ દશા પણ એવી હતી કે બહારની ગમે તેટલી પ્રતિકૂળતા હોવા છતાં તેઓ સદૈવ અડોલ, અપ્રતિબદ્ધ અને આલંબનરહિત રહેતા હતા.

આ સમયે કટપૂતના નામની વ્યંતરીના મનમાં પૂર્વભવનું વેર સળવળી ઊઠયું. ભગવાન મહાવીર જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમા હતા, ત્યારે કટપૂતનાએ અણમાનીતી રાણી વિજયવતી હતી. એ પછી તો કેટલાય ભવોનું ભ્રમણ થયું, પરંતુ એ પૂર્વભવનો દ્વેષ ફરી જાગી ઊઠયો અને એનું હૃદય વેર લેવા માટે અતિ તત્પર બની ગયું.

વેર ક્યારેય સાચા-ખોટાનો વિચાર કરે નહીં. એ રીતે કટપૂતનાએ ભગવાન મહાવીરનો ધ્યાનભંગ કરાવવા માટે ઉપસર્ગ કર્યો. એના મનમાં તો બદલાની એવી ભાવના હતી કે આ યોગી મહાવીરના દેહને શિયાળાની કડકડતી ઠંડીમાં હિમ જેવું ઠંડુ પાણી રેડીને એમનું જીવન મુશ્કેલ કરી દઉં. એ ઠંડીથી ઠૂઠવાઇ જાય, તો જ વેરથી બળતાં મારા હૃદયને ટાઢક વળે.

વ્યંતરી કટપૂતનાએ તાપસીનું રૃપ ધારણ કરીને એની જટામાંથી મૂશળધાર વરસાદની માફક હિમની શીતળતાને ભૂલાવે એવું ઠંડુ પાણી ધ્યાનસ્થ યોગી મહાવીરના દેહ પર વરસાવવા લાગી. એક તો આસપાસ કારમી ઠંડી અને એમાં બરફ જેવું ઠંડુ પાણી. આમાં ઓછું હોય તેમ, એણે જોરદાર સૂસવાટાભર્યો પવન શરૃ કર્યો. કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોવા લાગી કે હવે આ યોગીની દશા શું થાય છે?

એણે તો વિચાર્યું હતું કે આ ધ્યાનસ્થ યોગીનો ધ્યાનભંગ થશે અને કારમી ઠંડીમાં રેડાતાં ઠંડા પાણીથી બચવા માટે એ અહીંથી નાસીને ક્યાંક દૂર ભરાઇ જશે.

ભગવાનના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા. શાલશીર્ષ ગામની બહાર ઉદ્યાનમાં આવેલો આ ઉપસર્ગ એ શીત ઉપસર્ગ હતો. ક્યાંક પ્રાણીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક માનવીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક દેવો, યક્ષ અને વ્યંતર-વ્યંતરીએ ઉપસર્ગ કર્યા.

કટપૂતનાનો આ ઉપસર્ગ એવો હતો કે કોઇપણ ઠંડીથી ઠૂઠવાઇને મૃત્યુ પામે, પરંતુ યોગી મહાવીરને કાયાનું કષ્ટ કઇ રીતે ધ્રૂજાવી શકે ? બહારની આપત્તિ ક્યાંથી અકળાવી શકે? ઉપસર્ગો કઇ રીતે એમને ધ્યાનથી વિચલિત કરી શકે? પહેલાં તો કટપૂતનાએ વિચાર્યું કે કદાચ થોડીવાર આ ઠંડી જલધારા સહન કરી શકશે, પરંતુ લાંબો સમય સહન થશે નહીં.

પરંતુ એની ધારણા ખોટી પડી. આખી રાત એણે હિમ જેવા ઠંડા જળની ધારા વરસાવી, પરંતુ યોગી મહાવીર તો સુમેરુ પર્વતની જેમ પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા, બલ્કે આ શીતળ જળ છંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. કટપૂતના નિષ્ફળ ગઇ, નિરાશ થઇ અને એના મનમાં ધૂંધવાતો ક્રોધ ધીરે ધીરે ઘટવા લાગ્યો.

પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અદ્ભુત તિતિક્ષા અને અમાપ સમતા છે યોગી મહાવીરની! એ એમનાં ચરણમાં પડી અને પોતાના ઘોર અપરાધને માટે ક્ષમા માગી.

ક્ષમાસાગર ભગવાન મહાવીરની પ્રેમધારા સતત વરસતી રહી.

ગોચરી

સંસાર દુ :ખમય લાગે છે અને તેથી આપણે સતત દુ :ખોનો ક્ષય ઝંખીએ છીએ, પરંતુ દુ :ખનો નાશ કરવો એ તો ડાળીનો નાશ કરવા બરાબર છે, જ્યારે કર્મનો નાશ કરવો એ મૂળનો નાશ કરવા સમાન છે. દુ :ખના ક્ષયને બદલે કર્મનો ક્ષય ઈચ્છીએ, કારણ કે એ કર્મો જ દુ :ખ લાવે છે અને એ કર્મો જ કામ, ક્રોધ વગેરે પેદા કરે છે.

જૈન ધર્મ અને ભગવાન શ્રી મહાવીરસ્વામી

|| જૈન ધર્મ અને ભગવાન શ્રી મહાવીરસ્વામી  ||

*. ઇ.સ પૂર્વે સાતમી સદીનાં મધ્યકાળથી ઇ.સ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનાં સમયમાં ઉદય
*. ધર્મનું કેન્દ્ર મગધ

જૈન ધર્મ :-

*. જૈન ધર્મનાં સાધુ વિતરાગ કહેવાતા-‘ રાગ દ્વેષથી પર ‘ અથવા ‘ ત્યાગી ‘ એટલે વિતરાગ
*. વિતરાગ(સાધુ) બન્યા હોય તેને ‘ જિન ‘ કહેવામાં આવતાં.
*. જિન એટલે ‘ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર ‘.
*. જિનના અનુયાયીઓને ‘ જૈન ‘ કહેવામાં આવ્યાં.
*. જૈન શાસનરૂપી તીર્થ બાંધી આપનાર’ તીર્થકંર ‘ કહેવાયા.
*. આ ધર્મમાં 24 તીર્થકંરો થઇ ગયા.
*. જેનાં પ્રથમ તીર્થકંર ઋષભદેવ હતાં.
*. ચોવીસમાં અને છેલ્લાં મહાવીર સ્વામી
*. મહાવીર સ્વામીને જૈન ધર્મનાં સ્થાપક માનવામાં આવે છે, કેમકે આજનું જૈન શાસન તેમની પરંપરા અનુસાર ચાલે છે.

મહાવીર સ્વામી :-

*. જન્મ: ઇ.સ પૂર્વે 599માં ઉત્તર બિહારનાં વૈશાલી પાસે કુંડગ્રામમાં
*. પિતા: સિધ્ધાર્થ. જેઓ ક્ષત્રિયકુળના વડા હતાં.
*. માતા: ત્રિશલાદેવી
*. મુળનામ: વર્ધમાન
*. બાળપણથી જ તપ,સંયમ પ્રત્યે રૂચિ.
*. માતા-પિતાની આજ્ઞાને વસ થઇ ‘ યશોદા ‘ નામની રાજકુંવરી સાથે લગ્ન.
*. એક પુત્રીનો જન્મ જેનું નામ’ પ્રિયદર્શના ‘
*. 30 વર્ષની વયે સાધુ બન્યા.
*. બાર વર્ષ સુધી તપ કરી ઇન્દ્રિયોને જીતી,તેથી ‘ જિન ‘ કે ‘ મહાવીર ‘ કહેવાયા.
*. 72 વર્ષની વયે બિહારમાં હાલનાં રાજગીરી પાસે પાવાપુરી મુકામે ઇ.સ 527માં દિવાળીનાં દિવસે દેહત્યાગ કર્યો.

જૈન સિધ્ધાંતો :-

(1) પાંચ મહાવ્રત :-

*. ત્રેવીસમા તીર્થકંર પાશ્વનાથે- અહિંસા,સત્ય,અસ્તેય,અપરીગ્રહ જેવાં ચાર વ્રતો આપ્યાં.
*. પાંચમાં વર્તનો ઉમેરો મહાવીર સ્વામીએ કર્યો-જે બ્રહ્મચર્ય છે.

(2) ત્રિરત્ન સિધ્ધંત :-

*. જૈનનાં ત્રિરત્ન સિધ્ધાંત ‘ રત્નત્રયી ‘ નામે ઓળખાય છે.
*. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ય

(3) ત્રણ ગુણવ્રતો :-

*. દિગ્વ્રત, ઉપભોગવ્રત અને અનર્થદંડ

ધર્મ પરિષદો :-

*. પ્રથમ પરિષદ:

*. ઇ.સ પૂર્વે ચોથી સદીમાં મળી.
*. જે પાટલીપુત્રમાં આચાર્ય શીલભદ્રનાં અધ્યક્ષ સ્થાને મળ ી.
*. જેમાં જૈન ધર્મનાં બાર અંગોની રચના થઇ.

*. બીજી પરિષદ :-

*. ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં વલ્લભીપુરમાં મળી.
*. જેમાં જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા – શ્વેતાબંર અને દિગબંર
*. સમય જતાં દિગબંરના બે ફાંટા પડ્યા – વિશ્વપંથી અને તેરાપંથી

જૈન સાહિત્ય :-

*. મહાવીર સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વરૂપે થયોતેને’ આગમ ‘ કહેવામાં આવે છે.અથવા ‘ ગણપિટક ‘ના નામથી પણ ઓળખાય છે.
*. જૈન સાહિત્યની રચના ‘ પ્રાકૃત ‘ (અર્ધમાગધી) ભાષામાં થઇ છે.
*. હેમચંદ્રાચાર્યનો ‘ સિધ્ધહેમશબ્દાનુશાસન ‘ ગ્રંથ મહત્વનો છે.

જૈન શ્રાવક

3   4

|| જૈન શ્રાવક ||

ભાવ શ્રાવક ના છ લક્ષણો…..

(1) કૃતકર્મા -: સદગુરુ ની પાસે ધર્મ સાંભળી, સમજીને પછી વ્રત વિગેરે સ્વીકાર કરી ને તેનું પાલન કરે.
(2) શીલવાન -: કાર્ય વિના કોઈના ત્યાં જાય નહિ,દેશાચાર-કુળાચાર પ્રમાણે વેશ રાખે,વિકાર યુક્ત વચન ન બોલે અને કોઈપણ કાર્ય ધીરજ થી કરે.
(3) ગુણવાન -: સ્વાધ્યાય,ધર્મક્રિયા તથા વિનય માં સદા ઉદ્યમવંત રહે.
(4) ઋજુ વ્યવહારી – : ધર્મના સંબંધમાં તથા વ્યવહારના સંબંધમાં વૈરવિરોધ ન જાગે તેવું વર્તન કરે,બીજાને છેતરવાની બુદ્ધિ ન રાખે.સદભાવ પૂર્વક મિત્રતા રાખે.
(5) ગુરૂ શુશ્રુષા -: ગુરૂ ની તન મન અને ધન થી સેવા કરે.
(6) પ્રવચન કુશળતા -: સૂત્ર,અર્થ,ઉત્સર્ગ,અપવાદ,ધર્માનુંષ્ઠાન અને વ્યવહાર માં જે કુશળ હોય તે ભાવ શ્રાવક ગણાય છે.

શ્રાવક ના છ કર્તવ્ય…………

(1) દેવપૂજા (2) ગુરૂ વૈયાવચ્ચ (3) સ્વાધ્યાય (4) સંયમ (5) તપ અને (6) દાન.

શ્રાવક ના બાર વ્રત……………..

(1) સ્થૂલ પ્રાણાતિપાદ વિરમણ વ્રત (2) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત (3) સ્થૂલ અદાત્તાદાન વિરમણ વ્રત(4) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (5) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (6) દિગ પરિમાણ વિરમણ વ્રત.(7) ભોગોપભોગ વિરમણ વ્રત (8) અનર્થ દંડ વિરમણ વ્રત (9) સામાયિક વ્રત (10) દેશાવગાસિક વ્રત.(11) પૌષધોપવાસ વ્રત અને (12) અતિથી સંવિભાગ.
શ્રાવક ના એકવીશ ગુણ………

(1) અશુદ્ર (2) રૂપવાન (3) શાંત (4) લોકપ્રિય (5) અંકુર (6) પાપભીરૂ (7) અશઠ (8) દાક્ષિણ્ય(9) લજ્જાળુ (10) દયાળુ (11) મધ્યસ્થ (12) ગુણાનુરાગી (13) સત્કથાખ્ય (14) સુપક્ષ યુક્ત(15) દીર્ધદર્શી (16) વિશેષજ્ઞ (17) વૃદ્ધા નું માર્ગી (18) વિનયી (19) કૃતજ્ઞ (20) પરહિતાર્થકારી(21) લબ્ધલક્ષ્ય.

શ્રાવક જીવન માં કરવા યોગ્ય કર્તવ્ય……..

(1) એક વાર સંઘ પૂજન કરવું.

(2) એક વાર શ્રી સિદ્ધચક્ર પૂજન,શાંતિ સ્નાત્ર,ભક્તામરપૂજન વગેરે મહાપૂજન કરાવવા.

(3) એક વાર નવ્વાણું યાત્રા, ઉપધાન તપ કરવા અને કરાવવા.

(4) નાના મોટા તપ નું ઉજમણું કરવું.

(5) શત્રુંજયગિરિ પર આદિશ્વર દાદા ને હાર ચઢાવવો,આંગી કરાવવાનો લાભ લેવો.

(6) પાલીતાણા માં ચાતુર્માસ ની આરાધના કરવી તેમજ કરાવવી.

(7) ગિરિરાજ અને કલ્પસૂત્ર ની સોના ચાંદીના ફૂલથી પૂજા કરવી.

(8) નૂતન વર્ષ ના પ્રારંભે પ્રભુ ના હાથમાં પૈસા,ચાંદી અથવા સુવર્ણ નું શ્રીફળ ચઢાવવું.

(9) આપણા ઘરમાં કોઈ આચાર્ય ભગવંત કે કોઈપણ મ.સા. પધારે તો સોના અથવા ચાંદી ના સિક્કા થી પૂજન કરવું.

(10) નવી જિનપ્રતિમા ભરાવવી,તેની પ્રતિષ્ઠા કરાવવી તથા ચક્ષુ, મુકુટ,હાર અને તિલક આદિ કરાવવા.

(11) તીર્થ સ્થાન માં આયંબીલ આદિની તિથી ભરાવવી.

(12) નવલાખ નવકાર મંત્ર નો જાપ કરવો.

(13) કલ્પસૂત્ર અથવા વીર પ્રભુનું પારણું એક વખત પોતાના ઘરમાં પધરાવવું.

(14) દિવાળીના દિવસે લાખ બુંદીનો લાડુ તથા લાખ ચોખાનો સાથિયો કરાવવો.

(15) સ્વામી વાત્સલ્ય, ચંદરવો ભરાવવો,તથા ૧૦૮ જવ નો સાથિયો કરાવવો.

(16) પ્રભુની પ્રતિમા ઉપર ત્રણ છત્ર કરાવવા,ગુપ્ત ભંડાર કરાવવો.

(17) દાદાના દરબાર માં સોનું ચઢાવવું.

(18) સંવત્સરી થી શરૂ કરીને બીજી સંવત્સરી સુધી દરરોજ દહેરાસર થી ઘરે જતાં ગરીબો વિગેરે ને દાન આપવું, જેને સંવત્સરી દાન કહેવાય છે.

શ્રાવક ના છત્રીશ કર્તવ્ય…………….

(1) તીર્થંકર પરમાત્મા ની આજ્ઞા ને માનવી.

(2) મિથ્યાત્વ નો ત્યાગ કરવો.

(3) સમ્યક્ત્વ ને ધારણ કરવું.

(4–9) સામાયિક,ચૌવિસત્થો,વંદન,પ્રતિક્રમણ,કાઉસગ્ગ, પચ્ચક્ખાણ આદિ છ આવશ્યક ક્રિયામાં ઉદ્યમશીલ રહેવું.

(10) આઠમ,ચૌદશ વિગેરે પર્વ તિથિઓમાં પૌષધ કરવો.

(11) સુપાત્ર માં દાન આપવું.

(12) બ્રહ્મચર્ય નું પાલન કરવું, સદાચાર રાખવો.

(13) બાહ્ય તથા અભ્યંતર તપ કરવો.

(14) મૈત્રી ભાવના વિગેરે શુદ્ધ ભાવ રાખવો.

(15) પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.

(16) નમસ્કાર મંત્ર નું સ્મરણ કરવું.

(17) પરોપકાર કરવો.

(18) જયણાધર્મ નું પાલન કરવું.

(19) જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરવી.

(20) જિનેશ્વર પરમાત્માની પૂજા કરવી.

(21) ગુરૂની સ્તુતિ કરવી.

(22) સાધર્મિક ભક્તિ કરવી.

(23) વ્યવહાર શુદ્ધ રાખવો.

(24) રથ યાત્રા કાઢવી.

(25) તીર્થ યાત્રા કરવી.

(26) ક્ષમા – ઉપશમ ભાવ રાખવો.

(27) સત્યાસત્ય ની પરીક્ષા કરીને વિવેક નું પાલન કરવું.

(28) સંવર ની કમાણી કરવી.

(29) ભાષા સમિતિ નું પાલન કરવું તથા વચન ગુપ્તી નો ઉપયોગ રાખવો.

(30) છકાય જીવો પ્રતિ કરુણા ભાવ રાખવો.

(31) ધાર્મિક મનુષ્યો નો સંગ કરવો.

(32) ઇન્દ્રિયો નું દમન કરવું.

(33) ચરિત્ર ગ્રહણ કરવાની ભાવના રાખવી હંમેશાં સંયમ નું લક્ષ્ય રાખવું.

(34) સંઘ ની ઉપર બહુમાન રાખવું.

(35) ધાર્મિક પુસ્તક લખાવવું.

(36) તીર્થની પ્રભાવના કરવી.

ચાતુર્માસ આરાધના – શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ

1

|| ચાતુર્માસ આરાધના – શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ ||

જૈન અને હિંદુ પંચાંગના પરિપ્રેક્ષ્યમાં એક વર્ષમાં ત્રણ ચાતુર્માસ હોય છે, કાર્તિકથી મહા, ફાગણથી જેઠ, અષાઢથી આસો. ઋતુચક્રના પરિપ્રેક્ષ્યમાં શીત, ગ્રીષ્મ અને વર્ષા એ ત્રણ ચાતુર્માસ પ્રસ્તુત છે. જૈન દર્શનના પરિપ્રેક્ષ્યમાં કાર્તિક શુક્લ પૂર્ણિમાથી ફાગણ શુક્લ ચતુર્દશી, ફાગણ શુક્લ પૂર્ણિમાથી અષાઢ શુક્લ ચતુર્દશી અને અષાઢ શુક્લ પૂર્ણિમાથી કાર્તિક શુકલ ચતુર્દશી એ ત્રણ ચાતુર્માસ પ્રસ્તુત છે. ત્રણ ચાતુર્માસમાં ધર્મ આારાધના કરવાની હોય છે. પરંતુ તૃતીય એવા વર્ષાવાસ ચાતુર્માસમાં વિશેષ પ્રકારે ધર્મ આરાધના કરવાની હોય છે.

કર્મબંધનના કારણ અંતર્ગત કષાય પણ પ્રધાન કારણ છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયના પ્રાયિૃત પ્રતિક્રમણ દ્વારા નિત્ય કરવાના હોય છે. જેથી કષાય તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ ગાઢ નહીં બને. ચાતુર્માસિક પ્રતિક્રમણ કાર્તિક શુક્લ ચતુર્દશી, ફાગણ શુક્લ ચતુર્દશી અને અષાઢ શુક્લ ચતુર્દશીના દિવસે કરવાથી ઉપરોક્ત કષાય તીવ્રતાના દ્રષ્ટિકોણથી તૃતીય એવા અપ્રત્યાખ્યાન સ્વરૂપના ગાઢ નહીં બને. આ ચાતુર્માસિક પ્રતિક્રમણ પૃાત્ તે ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને તે પ્રમાણે નીતિ નિયમો અને મર્યાદાનું પાલન કરવાનું હોય છે. આ સંવાદ પ્રમાણે અષાઢ શુક્લ ચતુર્દશીના પ્રતિક્રમણ પૃાત્ વર્ષાવાસના નીતિ, નિયમો અને મર્યાદાનું પાલન કરવાનું હોય છે જેના પ્રભાવથી અનેક પ્રકારના કર્મબંધનથી મુક્ત રહી શકાય છે.

શ્રી તીર્થંકર ભગવાનની આજ્ઞાા અને પૂર્વાચાર્યોએ પ્રસ્તુત કરેલા માર્ગ પ્રમાણે અષાઢ શુક્લ ચતુર્દશીથી પચાસ દિવસ પશ્વાતપૃાત્ એટલે કે ભાદરવા શુક્લ ચતુર્થી, સાંવત્સરિક, ક્ષમાપના પર્વ હોય છે. વર્ષો પૂર્વે સાંવત્સરિક પર્વ ભાદરવા શુક્લ ચતુર્થીનું આરાધવાનો પ્રારંભ થયો. તેથી તે ર્વાિષક પર્વથી પચાસ દિવસ પૂર્વે અષાઢ શુક્લ ચતુર્દશીનું ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાનો પ્રારંભ થયો. તે જ પ્રમાણે કાર્તિક શુક્લ ચતુર્દશી અને ફાગણ શુક્લ ચતુર્દશીના દિવસે તે ચાતુર્માસનું પ્રતિક્રમણ કરવાનો પ્રારંભ થયો. આ પરિવર્તન પૂર્વાચાર્ય પૂજ્ય શ્રી કાલિકાચાર્યજીએ તે સમયના સર્વે આચાર્ય ભગવંતોની સર્વ સંમતીથી કર્યું. અને તે સમયથી આજ પર્યન્ત, જૈન ધર્મના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનો મુખ્ય વર્ગ ભાદરવા શુક્લ ચતુર્થીના દિવસે સંવત્સરી પર્વની આરાધના કરે છે.

ત્રણે ચાતુર્માસ અંતર્ગત વર્ષાવાસમાં, વર્ષાના કારણે જીવ ઉત્પત્તિ તીવ્ર પ્રમાણે થાય છે. અને તેથી એક જ ગામ, નગર, ક્ષેત્ર અને વિશેષ કરીને એક જ સ્થાનમાં રહીને ધર્મ આરાધના કરવાની આજ્ઞાા પ્રસ્તુત કરવામાં આવી છે. ‘જીવ વિચાર’ નામના ગ્રંથમાં પ્રસ્તુત કર્યા પ્રમાણે જ્યાં જળ છે ત્યાં વનસ્પતિની   ઉત્પત્તિ સહજ સામાન્ય હોય છે. આપણો અનુભવ છે કે વર્ષાઋતુમાં, પાણીના ભરાવાના કારણે મચ્છર, ડાંસ આદિની ઉત્પતિ થાય છે. તે ભૂમિ પર લીલ, શેવાળ આદિની પણ તીવ્રપણે ઉત્પત્તિ થાય છે. અન્ન, લીલા શાકભાજી, કઠોળ તથા અન્ય ખાદ્ય સામગ્રી પર તે વર્ણની ફૂગ આદિ ઉત્પન્ન થાય છે. જૈન ધર્મ એ જીવદયા ને જયણા પ્રધાન ધર્મ છે. અહિંસાનો ઉત્કૃષ્ટ આદર્શ જૈન ધર્મે પ્રસ્તુત કર્યો છે. સ્થિર એવા સ્થાવર જીવો, હલનચલન કરતા ત્રસ જીવોની હિંસા નહીં થાય તે માટે જાગૃતિ રાખવાની છે. શારીરિક હલનચલન, ગમણાગમણ જેમ વધુ હશે તેમ ઉપરોક્ત જીવોની હિંસાની સંભાવના વધુ હશે. અને તેથી ગમણાગમણ આદિની પણ મર્યાદા રાખવાની હોય છે. જૈન શ્રમણ/શ્રમણી ભગવંતો એક જ સ્થાનમાં રહી વર્ષાવાસની આરાધના કરતા હોય છે. તે સ્થાનથી બહારની ભૂમિમાં જવાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવે છે. પ્રાણાંતે પણ તે નગર, શહેર અને ગ્રામ્ય વિસ્તારની બહાર જવા પર નિષેધ ફરમાવવામાં આવ્યો છે. તો ગૃહસ્થ એવા શ્રાવક/શ્રાવિકાઓ માટે પણ પોતાના આવાસ અને નિવાસથી પરિમિત અંતર સુધી ગમણાગમણ કરવાની મર્યાદા પ્રસ્તુત કરવામાં આવી છે. તે પ્રમાણે જ વાહન ઉપયોગની મર્યાદા પણ અંકિત કરવામાં આવે છે.

વિશેષમાં આહાર, પાણી, વસ્ત્ર, પગરખા તથા અન્ય આવશ્યક સાધનોની મર્યાદા અંકિત કરવામાં આવે છે. જે આહાર, પાણીમાં જીવોત્પત્તિની સંભાવના વધુ છે તેનો તો અવશ્ય ત્યાગ કરવામાં આવે છે. પરંતુ નિર્દોષ આહાર, પાણીની પણ મર્યાદા રાખવામાં આવે છે. આ નિવૃત્તિ પ્રધાન ધર્મ વિશેનો સંવાદ હતો. તો પ્રવૃત્તિ પ્રધાન ધર્મના પરિપ્રેક્ષ્યમાં પણ આવશ્યક ક્રિયા, પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ આદિ વ્રત તથા યથાશક્ય તપૃર્યા દ્વારા ચાતુર્માસિક આરાધના કરવાની હોય છે. આ ધર્મ દ્વારા સંસાર ભ્રમણના કારણરૂપ અવિરતિનો ત્યાગ કરવાનો છે તથા આહાર સંજ્ઞાાને અંકુશમાં રાખવાની છે. શ્રી જિન પ્રતિમાની ઉત્કૃષ્ટ દ્રવ્યોથી પૂજા તથા સત્વના કરી સમ્યક્ દર્શનને નિર્મળ કરવાનું છે. નિત્ય જિનવાણીનું શ્રવણ કરવાનું હોય છે. ચાતુર્માસમાં સ્થિર રહેલા પૂજ્ય શ્રમણ/શ્રમણીના પ્રવચન શ્રવણ કરીને ધર્મ આરાધના ઉલ્લાસપૂર્વક કરવાની હોય છે. જૈન દર્શનના ગંભીર તત્વજ્ઞાાનને પ્રસ્તુત કરતા દ્રવ્યાનુયોગને સાધવાનો છે. તો પૂર્વેના મહાપુરુષોના ચરિત્ર વાંચન દ્વારા ધર્મકથાનું યોગ સાધવાનો છે અને જીવન જીવવાનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે. આ સર્વે ધર્મ આરાધના દ્વારા આત્મિક ગુણ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવાનો છે. દાન ધર્મને ચરિતાર્થ કરવા કતલખાને જતા પશુ, ઢોરને અભયદાન આપવાનું છે. નિર્ધન, જરૂરીયાતમંદ માનવોને સહાય કરી અનુકંપાદાન કરવાનું છે. તો જેઓશ્રીનો માત્ર જૈન દર્શનના અનુયાયી પર નહીં, સારા વિશ્વ પર અમાપ ઉપકાર છે તેવા શ્રમણ/શ્રમણીની પણ સુપાત્ર ભક્તિ કરવાની છે. આ આરાધના કરવાથી જીવન નિરસ નથી બનતુ, સરસ બને છે અને અશુભથી નિવૃત્ત થઈ, શુભમાં વિશેષ પ્રસ્તુત થવાનો આદર્શ ચરિતાર્થ થાય છે. આ અધ્યાયનો તે સંદેશ છે.

ઈતિહાસકારોએ જૈન ધર્મને અન્યાય કર્યો છે

|| ઈતિહાસકારોએ જૈન ધર્મને અન્યાય કર્યો છે ||

“એક જૈનાચાર્ય અકબરના ગુરુ હતા; સંપ્રતિ મહારાજાએ ભારતની બહાર પણ જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો”

અત્યારે જૈનોનાં પર્યુષણ ચાલી રહ્યાં છે. પર્યુણમાં જૈનાચાર્યો અને મુનિઓ જે પ્રવચનો કરે છે તેમાં કહેવામાં આવે છે કે અકબર બાદશાહે એક જેનાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઈને
માંસાહારનો ત્યાગ કર્યો હતો અને સમગ્ર ભારતમાં તેની હકુમતમાં વર્ષના છ મહિ‌ના કતલખાનાઓ બંધ રાખવ્યાં હતાં. જો મુસ્લિમ બાદશાહે જીવદયાનું આવું ઉદાહરણીય પાલન કર્યું હોય તો ઈતિહાસકારો દ્વારા તેની નોંધ લેવાવી જ જોઈએ, પણ જે ગુજરાતમાં જૈનોની બહોળી વસતી છે તેની સ્કૂલોમાં પણ જૈન ધર્મના ઉજ્જવળ ઈતિહાસનું આ પ્રકરણ ભણાવવામાં આવતું નથી.

આ પ્રકારે જૈન ઈતિહાસનાં એક નહીં પણ અનેક પ્રકરણો ઉપર પડદાઓ પાડીને જૈન ધર્મને અન્યાય કરવામાં આવ્યો છે. શરૂઆત જૈન ધર્મના પ્રથમ તિર્થંકર ઋષભદેવ ભગવાનથી
કરીએ. વૈદિક પરંપરાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્દેવમાં પણ ઋષભ દેવ ભગવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે જૈન ધર્મ ઋગ્વેદના કાળ કરતાં પણ વધુ પ્રાચીન છે. આ
હકીકતનો ઉલ્લેખ ઈતિહાસના કોઈ પાઠયપુસ્તકોમાં કરવામાં આવતો નથી. જૈન ધર્મ અનાદિકાલીન છે.

પણ ઈતિહાસનાં પાઠયપુસ્તકોમાં ખોટી રીતે જણાવવામાં આવે છે કે જૈન ધર્મની સ્થાપના મહાવીર સ્વામી ભગવાને કરી હતી. હકીકતમાં મહાવીર સ્વામી ભગવાન પહેલાં પણ જૈન ધર્મમાં ૨૩ તીથ્ર્‍ાંકરો થઈ ગયા હતા, પણ ઈતિહાસકારો માત્ર મહાવીર સ્વામી ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનના અસ્તિત્વનો જ સ્વીકાર કરે છે. ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ઘના સમકાલીન સમ્રાટ બિંબિસાર મગધના રાજા હતા. એક સમયે તેઓ ગૌતમ બુદ્ઘને પોતાના ગુરુ માનતા હતા, પણ પાછળથી તેઓ ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા હતા.

જૈન ઈતિહાસમાં તેમની ઓળખ શ્રેણિક મહારાજા તરીકે કરાવવામાં આવે છે. તેમના પુત્ર અભયકુમારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. શ્રેણિક મહારાજાનો જીવ આગામી ચોવીસીમાં ર્ર્તીથંકર બનવાનો છે, એવું પણ જૈન ઈતિહાસમાં કહેવાયું છે. ઈતિહાસનાં પાઠયપુસ્તકોમાં સમ્રાટ બિંબિસાર ભગવાન મહાવીરનો ભક્ત હતો એ લખવામાં આવતું નથી.
સમ્રાટ અશોકે યુદ્ઘોથી કંટાળીને બૌદ્ઘ ધર્મ અંગિકાર કર્યો હતો તેનો ઉલ્લેખ ઈતિહાસનાં લગભગ તમામ પાઠયપુસ્તકોમાં કરવામાં આવે છે.

સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ મહારાજા હતા. તેઓ પરમાત્મા મહાવીરના પરમ ભક્ત હતા. આર્ય સુહસ્તિસૂરિજી નામના જૈનાચાર્યના ઉપદેશથી તેમણે જૈન ધર્મ અંગિકાર કર્યો હતો અને સમગ્ર ભારતમાં તેમ જ ભારતવર્ષની બહાર પણ તેનો પ્રચાર કર્યો હતો, તેવો ઉલ્લેખ કોઈ પાઠયપુસ્તકોમાં કરવામાં આવતો નથી. સંપ્રતિ મહારાજાએ ભારતભરમાં આશરે સવા લાખ જૈન મંદિરો બંધાવ્યાં હતાં. તેમણે જૈન તીથ્ર્‍ાંકરોની સવા કરોડ મૂર્તિ‌ઓ ભરાવી હતી. આજે પણ અનેક જિનાલયોમાં સંપ્રતિ મહારાજાની બનાવેલી મૂર્તિ‌ઓની પૂજા થાય છે.

ગુજરાતમાં સિદ્ઘરાજ જયસિંહ પછી કુમારપાળ મહારાજા ગાદીએ આવ્યા હતા. કુમાળપાળ સિદ્ઘરાજ જયસિંહથી ભાગતા ફરતા હતા ત્યારે કલિકાલ સર્વજ્ઞ કહેવાતા જેનાચાર્ય હેમચન્દ્રસૂરિજી મહારાજે તેનો જીવ બચાવ્યો હતો અને તેને જૈન ધર્મનો બોધ આપ્યો હતો. કુમારપાળ મહારાજાએ હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી માંસાહારનો ત્યાગ કર્યો હતો અને તેઓ જૈન ધર્મના ચુસ્ત શ્રાવક બની ગયા હતા. કુમારપાળ મહારાજા જે ૧૮ દેશોના રાજા હતા તેમાં તેમણે તમામ કતલખાનાંઓ કાયમ માટે બંધ કરાવ્યાં હતાં.

તેમના રાજમાં જૂ મારવા ઉપર પણ પ્રતિબંધ હતો. કુમારપાળે ગુજરાતમાં અનેક ભવ્ય જૈન મંદિરો બનાવ્યાં હતાં. આજે તારંગા હિ‌લ ઉપર અજિતનાથ ભગવાનનું જે ભવ્ય ગગનચુંબી જિનાલય જોવા મળે છે તે પણ કુમારપાળ મહારાજાએ બનાવ્યું હતું. ગુજરાતમાં આજે પણ જે અહિંસાનો પ્રભાવ જોવા મળે છે તેની પાછળ શ્રી હેમચન્દ્રાચાર્ય અને કુમારપાળ રાજાનો પ્રભાવ કામ કરી રહ્યો છે.મોગલસમ્રાટ અકબરે જૈનાચાર્ય વિજયહીરસૂરિજી મહારાજને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા.

અકબરને પ્રતિબોધ કરવા આચાર્યશ્રી વિજયહીરસૂરિજી મહારાજ છેક ગુજરાતના ગંધાર બંદરેથી પગપાળા વિહાર કરીને દિલ્હી ગયા હતા. અકબરે દિલ્હીમાં તેમનું ભવ્ય સામૈયું કર્યું હતું, જેની લંબાઈ છ માઈલ જેટલી હતી. વિજયહીરસૂરિજી મહારાજના ઉપદેશથી અકબરે માંસાહારનો કાયમ માટે ત્યાગ કર્યો હતો અને સમગ્ર ભારતનાં કતલખાનાંઓ વર્ષના છ મહિ‌ના બંધ કરવા માટે ફરમાનો બહાર પાડયાં હતાં. અકબરે શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખરજી વગેરે ર્તીથો શ્વેતાંબર જૈન સંઘની માલિકીનાં છે, એવી મતલબનાં ફરમાનો પણ બહાર પાડયાં હતાં.

અકબર બાદશાહનાં આ ફરમાનોની મૂળ નકલ આજે પણ અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢી પાસે સુરક્ષિત છે. આજે શાળાઓમાં અને કોલેજોમાં અકબરનો જે ઈતિહાસ ભણાવવામાં આવે છે તેમાંથી જૈનાચાર્ય સાથેનું પ્રકરણ ગાયબ કરી દેવામાં આવ્યું છે.જૈન ધર્મ માત્ર ઉત્તર અને પ‌શ્ચિ‌મ ભારત પૂરતો મર્યાદિત નહોતો. દક્ષિણ ભારતમાં પણ જૈન ધર્મનો વ્યાપક ફેલાવો થયો હતો. બિહારમાં જ્યારે ૧૨-૧૨ વર્ષનાં ત્રણ દુકાળો પડયાં ત્યારે જૈનાચાર્યો શ્રાવક-શ્રાવિકાઓ સાથે વિહાર કરીને દક્ષિણ ભારતમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો.

તામિલનાડુમાં જે થિરુવલુર નામના સંત થઈ ગયા હતા તેઓ હકીકતમાં જૈન સાધુ હતા. તેમણે લખેલા ‘થિરુકુલ’ નામના ગ્રંથમાં જૈન ધર્મનો જ ઉપદેશ છે. આ ગ્રંથને આજે પણ તામિલનાડુના સત્તાવાર ધર્મગ્રંથ તરીકે માન અપાય છે. ગોવામાં એક સમયે આશરે સવા કરોડ જૈનોની વસતી હતી. વિદેશી આક્રમણખોરો દ્વારા ભારે હિંસા આચરીને તેમને વટલાવી દેવામાં આવ્યા હતા. અંગ્રેજો દ્વારા જૈન ધર્મ બાબતમાં અનેક ગેરસમજણો ફેલાવવામાં આવી હતી

પહેલી ગેરસમજણ એ હતી કે જૈન ધર્મ બૌદ્ઘ ધર્મનો ફાંટો છે. ત્યાર પછી એવી ગેરસમજણ ફેલાવવામાં આવી કે જૈન ધર્મ વૈદિક ધર્મનો ફાંટો છે. હવે જૈન ધર્મના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર થાય છે, પણ તેના ઈતિહાસને તો અન્યાય જ કરવામાં આવી રહ્યો છે.

આત્મા એટલે શું ? જૈનધર્મમાં મૃત્યુ !!

1

|| આત્મા એટલે શું ||

ધર્મ કહે છે.

આત્મા-(જીવ) છે
તે નિત્ય છે
તે કર્મનો કર્તા છે
તેથી તે કર્મનો ભોક્તા પણ છે
મોક્ષ છે
મોક્ષનો ઉપાય છે.

સામાન્ય બુધ્ધી વૈજ્ઞાનીક આધારો ઉપર વધારે ભાર મુકે છે તેથી ઘણા એમ માને છે કે “આપ મુઆ પીછે ડુબ ગઈ દુનિયા” અને કદાચ આજ કારણે પુનઃજન્મ અને મૃત્યુ પછી સ્વર્ગ મોક્ષ કે પર લોક અને મુક્તિની વાતો ને શંકાની નજરે હોતા હોય છે અને એવુ વિચારતો પણ હોય છે કે જે દેખાતુ નથી તે છે તે કેમ કરી માનવુ?

આ વિચાર કરનારાને ક્યારેય એવી કલ્પના નથી થતી કે તેના પ્ર પિતામહ કે પાંચમી પેઢીએ કોઇ દાદા હતા..કેમકે તેમનુ પોતાનુ અસ્તિત્વ એ તેમનો જવાબ છે. તેજ રીતે અરુપી આત્મા જોઇ નથી શકાતો તેથી તે નહીં માનવુ તે અજ્ઞાન છે.આત્મા છે અને તે કર્મો કરે છે અને તેથી તે કર્મો મુજબ ભવાંતરણ કરતો ૮૪ લાખ ભવોમાં ભટકે છે.

|| જૈનધર્મમાં મૃત્યુ ||

જૈન ધર્મ પ્રમાણે આત્મા એ અમર છે અને ક્યારેય મૃત્યુ પામતી નથી. જૈન સિદ્ધાંતો જેમાં વર્ણવેલ છે એવા તત્વઅર્થ સૂત્ર મુજબ, પુદગલનું કાર્ય જીવ માત્રને આનંદ, દુખ, જીવન અને મૃત્યુ આપવાનું છે.
આત્મા અમર છે. મૃત્યુ દેહનું છે આત્મા તો ક્ષણનાં ત્રીજા ભાગમાં નવો દેહ ધારણ કરે છે

રુદન જ્યારે સ્વનુકશાનનાં ગાન સ્વરુપે હોય તો તે કર્મબંધ કરે છે

જૈન લખાણો મુજબ મૃત્યુના ૧૭ વિવિધ પ્રકારો હોય છે.

* અવિકિ-મરણ
* અવધિ-મરણ
* અત્યાનતિકા-મરણ
* વાસહર્તા-મરણ
* વલણ-મરણ
* અન્તહસલ્યા-મરણ
* તધાવા-મરણ
* બાલ-મરણ અથવા અકામ મરણ
* પંડિત-મરણ અથવા સકામ મરણ
* બાલપંડિતા-મરણ
* ચાડમાસ્થા-મરણ
* કેવાલિ-મરણ
* વૈહયશ-મરણ
* ગુડધપ્રિસ્થા-મરણ
* ભક્તપ્રત્યક્ષ-મરણ
* ઇન્ગિન્તા-મરણ
* પડોપગમન-મરણ
|| અકામ મરણ અને સકામ મરણ ||

મૃત્યુના બધાં ૧૭ પ્રકારોમાં બે મહત્વના ગણાય છે

અકામ મરણ એ એ પ્રકારનું મૃત્યુ છે જેમાં જીવને જીવનનું બંધન છે અને મૃત્યુ પામવા માંગતું નથી પણ જીવન પૂર્ણ થતા મૃત્યુ પામે છે. એટલે કે, જીવ મદદ વગર મૃત્યુ પામે છે અને એ તેના હાથમાં નથી. જૈન ધર્મ પ્રમાણે આ વ્યક્તિ મોટાભાગે એ છે કે જે પુન:જન્મ, બીજી દુનિયા કે આત્માની મુક્તિના ખ્યાલો ધરાવતી નથી.

સકામ મરણ એ એવા પ્રકારનું મૃત્યુ છે જ્યાં વ્યક્તિ મૃત્યુથી ડરતી નથી નથી તે ઇચ્છાથી અને આરામથી સ્વિકારે છે. તેઓ જાણે છે કે મૃત્યુને ટાળી શકાતું નથી અને એ નૈસર્ગિક ક્રિયા છે. સકામ મરણ વધુમાં ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં સમાધિ મરણ, અનશન, સંથારો અને સાલલેખનાનો સમાવેશ થાય છે.

ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ

1

|| ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ ||

ભગવાન મહાવીરના પૂર્વેના છવ્વીસ ભવના સગા-સ્નેહીઓને ઓળખીયે

ભગવાન મહાવીરના અસંખ્ય ભવો થયા. એ ભવોમાં પ્રથમ ભવ તરીકે તેઓ સમ્યકત્વ પામ્યા તે નયસારનો ભવ ગણાય છે. એ પછી બીજા કેટલાક ભવો મળે છે. જ્યારે કેટલાક ભવોને ક્ષુલ્લક ભવ તરીકે ગણનામાં લેવાતા નથી. ભગવાન મહાવીરના પાંચમાં, તેરમા, પંદરમા અને એકવીસમા ભવ પછી ક્ષુલ્લક ભવો મળે છે.

એ રીતે ભગવાન મહાવીરનો ભવ સત્તાવીસમો- અંતિમ ભવ છે. આ સત્તાવીસ ભવોમાં તેર ભવ માનવ તરીકે, દસ ભવ દેવ તરીકે, બે ભવ નારક તરીકે અને એક ભવ તિર્યચ તરીકે મળે છે. સત્તાવીસમો ભવ તે ભગવાનનો અંતિમ ભવ છે. આમાં પહેલો, ત્રીજો,પાંચમો, છઠ્ઠો, આઠમો, દસમો, બારમો, અઢારમો, ચૌદમો, સોળમો, અઢારમો (ત્રિપૃષ્ઠ વાસુદેવ), બાવીસમો, ત્રેવીસમો( પ્રિય મિત્ર ચક્રવર્તી) અને પચ્ચીસમો ( નંદનમુનિ) ભવ મનુષ્ય તરીકે મળે છે.

જ્યારે બીજો, ચોથો,સાતમો, નવમો, અગિયારમો, તેરમો,પંદરમો, સત્તરમો, ચોવીસમો અને છવ્વીસમો એ દેવ તરીકેનો છે. અને તેના દેવલોક સૌધર્મ, બ્રહ્મ(દેવ)લોક, સૌધર્મ, ઇશાન, સનતકુમાર,માહેન્દ્ર, બ્રહ્મલોક, મહાશુક્ર અને પ્રાણત છે.ઓગણીસમો ભવ સાતમી નારકીના જીવ તરીકેનો અને એકવીસમો ભવ ચોથી નારકીના જીવ તરીકે છે. વીસમો ભવ સિંહનો હોઈ તિર્યચ તરીકેનો છે.

મનુષ્યગતિ પૂરતો વિચાર કરતાં ભગવાન મહાવીરના અંતિમભવ પૂર્વના બાર ભવો આ પ્રમાણે છે. નયસાર, મરીચિ, કૌશિક બ્રાહ્મણ, પુષ્પમિત્ર દ્ધિજ, અગ્ન્યુદ્દ્યોત દ્ધિજ, ભારદ્ધાજ દ્ધિજ, સ્થાવરક દ્ધિજ, યુવરાજ વિશ્વભૂતિ, ત્રિપુષ્ઠ વાસુદેવ, પ્રિયમિત્ર ચક્રવર્તી અને નંદન રાજકુમાર. આ ભવો દર્શાવે છે કે તેઓના તેરમાંથી છ ભવો તો બ્રાહ્મણ તરીકેના છે. એક એ પણ હકીકત છે કે આ બધા ભવો પૈકી એકેયમાં તેઓ સ્ત્રી તરીકે અવતર્યા નથી.

ભગવાન મહાવીરના વિવિધ ભવોના સ્વજનોનાં વિચાર કરીએ તો નયસારના પ્રથમ ભવમાં એમના કોઈ સગાંનાં નામ ગ્રંથોમાં મળતાં નથી. મરીચિના ત્રીજા ભવમાં એમના પિતાનું નામ ભરત હતું. આ ભરત ચક્રવર્તી તે તીર્થકર ઋષભદેવ ભગવાનના પુત્ર થાય. આ રીતે જોઈએ તો ભગવાન ઋષભદેવ મરીચિના પિતામહ થાય. સુનંદા અને સુમંગલા એમની પિતામહી થાય. બાહુબલિ અને ભરત સિવાયના અઠ્ઠાણું ભાઈઓ તે મરીચિના કાકા થાય. બ્રાહ્મી અને સુંદર એમનાં ફૈબા થાય. મરુદેવી એમના દાદા ( પિતામહ)ની માતા થાય અને કુલકર નાભિ એમના પ્રપિતામહ થાય. આ મરીચિના ભવમાં મહાવીર સ્વામીએ ‘ત્રિદંડી’ નો -પારવ્રાજકનો ધર્મ સ્વીકાર્યો હતો. આનો  અર્થ એ કે એ ભવમાં જૈન સાધુતા સ્વીકાર્ય બાદ અતિ મુશ્કેલ લાગતાં તેઓ ત્રિંદડી બન્યા હતા.

ભગવાન મહાવીરના સત્તાવીશ ભવમાંથી સાત ભવ ત્રિદંડી તરીકેના છે: ૧. મરીચિ ૨. કૌશિક, ૩. પુષ્યમિત્ર,૪. અગન્યુદ્દ્યોત, ૫. અગ્નિભૂતિ ૬. ભારદ્ધાજ અને ૭. સ્થાવર. મરીચિના ભવ સિવાય બાકીના છએ ભવમાં તેઓ બ્રાહ્મણ તરીકે જન્મયા હતા. ત્રિદંડીની વાત એક મહત્વનું સૂચન કરે છે , સાધુના કપરા આચારો પાળી નહિ શકનાર ત્રિદંડી બને છે. એ આચરણો છૂટ લઈને સાધુ રહી શકાય નહિ. પાંચમા ભવમાં કૌશિક બ્રાહ્મણ તરીકે ભગાવન મહાવીર સ્વામીએ ત્રિદંડી ધર્મ પાળ્યો. એ  પછી એમના અનેક ક્ષુલ્લક ભવો મળે છે.

છઠ્ઠા ભવમાં અગાઉના ભવની પેઠે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. આઠમાં ભવમાં પણ એ જ રીતે અગ્ન્યુદ્દ્યોત તરીકે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. દસમા ભવમાં બ્રાહ્મણકુળમાં અગ્નિભૂતિ તરીકે જન્મ થયો. એમના પિતાનું નામ સોમિલ અને માતાનું નામ શિવભદ્રા હતું. આ અગ્નિભૂતિએ સમય જ્તાં પિરવ્રાજક સૂરસેન પાસે દીક્ષા લીધી. બારમા ભારદ્ધાજ તરીકેના બ્રાહ્મણ તરીકેના ભવમાં પણ એમણે ત્રિદંડી ધર્મ સ્વીકાર્યો હતો. તેરમા ભવ પછીના વિવિધ સામાન્ય ભવોની માહિતી સાંપડતી નથી. ચૌદમા ભવમાં કપિલ બ્રાહ્મણની કાંતિમની નામની પત્નીના પુત્ર સ્થાવર તરીકે એમનો જન્મ થયો અને ત્રિદંડી ધર્મ અંગીકાર કર્યો. દેવ તરીકેના પંદરમાં ભવ પછીના ક્ષુલ્લક ભવોની ગણના કરાતી નથી. એમનો સોળમો ભવ તે વિશ્વભૂતિનો . આ વિશ્વભૂતિના પિતાનું નામ વિશાખભૂતિ અને કાકાનું નામ વિશ્વનન્દિ હતું . આ વિશાખભૂતિની પત્ની ધારીણી તે વિશ્વભૂતિનની માતા હતી. વિશ્વભૂતિનાં લગ્ન બત્રીસ કન્યાઓ સાથે થયાં હતાં. વિશ્વભૂતિની કાકી થાય અને વિશાખનન્દિ તે એમનો દીકરો થાય.

ઓગણીસમો ભવ તે ત્રિપૃષ્ઠ તરીકેનો હતો. આ ત્રિપૃષ્ઠના પિતાનું નામ પ્રજાપતિ અને માતાનું નામ મૃગાવતી હતું. એકવીસમા ભવ પછીના ક્ષુલ્લક ભવો વિશે કોઈ માહિતી નથી. જ્યારે બાવીસમા વિમલના ભવમા એમના પિતાનું નામ પ્રિયમિત્ર અને માતાનું નામ વિમલા છે. ત્રેવીસમા પ્રિયમિત્ર તરીકેના ભવમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાંથી મૂકા નગરીના રાજા ધનંજય અને રાણી ધારિણીના પુત્ર હતા. આ પ્રિયમિત્ર ચક્રવર્તીને અનેક રાજકન્યાઓ પરણાવવામાં આવી . અન્ય ચક્રવર્તીઓની પેઠે એને ૬૪૦૦૦ પત્નીઓ હતી, આ પ્રિયમિત્રએ અંતે પોટિલ્લાચાર્ય પાસે દીક્ષા લીધી.

પચીસમા ભવમાં જીતશત્રુ રાજા અને ભદ્રા રાણીના પુત્ર નંદન તરીકે જન્મ થયો. આ નંદને પોતાના પુત્રને રાજગાદી સોંપીને પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. એ ભવમાં એણે વીસ સ્થાનકોની આરાધના કરીને તીર્થકર-નામકર્મ-નિકાચિત કર્યું હતું. ભગવાન મહાવીરનો સત્તાવીસમો ભવ એ એમનો અંતિમ ભવ છે.

* સારાંશ :-

ભૌતિક સુખ અને ઊડતા પતંગિયા વચ્ચે ખૂબ સામ્ય છે. રંગબેરંગી હોવાને કારણે પતંગિયા આકર્ષે છે. માનવીના ભૌતિક સુખ અને સદા આકર્ષતા રહે છે. એ પતંગિયાને પકડવા માટે જેમ જેમ પાછળ દોડો, તેમ તેમ એ દૂર ભાગતું જાય છે. એષણા , ઇચ્છા, કામનાઓ કે લાલસાઓની તૃપ્તિ માટે માણસ દોડતો હોય છે અને એ પકડવાને બદલે માણસને વધુને વધુ ઇચ્છાઓના આકાશમાં દોડતો રાખે છે.