જૈન ધર્મમાં કોરા જ્ઞાાનની કોડીનીય કિંમત નથી જ્ઞાાન સમ્યક્ હોય તો જ તે જ્ઞાાન બને છે

7

|| જૈન ધર્મમાં કોરા જ્ઞાાનની કોડીનીય કિંમત નથી જ્ઞાાન સમ્યક્ હોય તો જ તે જ્ઞાાન બને છે ||

ભગવાન મહાવીરનો માર્ગ વિશિષ્ટ અને વિશદ છે. તેમની આર્ષ દૃષ્ટિની બહાર કંઈ જ રહ્યું નથી. તેમણે જે જોયું તે કહ્યું. જીવનની બે જ સંભાવનાઓ છે. મોત અને મોક્ષ. મોત એટલે જીવનું સંસારમાં આવાગમન. જન્મ-જરા અને મૃત્યુ. તેની ઘટમાળમાં સર્વ જીવો જકડાયેલા છે. આ ઘટમાળની બહાર નીકળી જવું અને આનંદમાં સ્થિત થવું એટલે મોક્ષ. ભગવાન મહાવીરે દર્શાવેલ મોક્ષ એટલે પરમાત્મપદ. તે મેળવવા માટે તેમણે જે માર્ગ બતાવ્યો તે સુરેખ અને સ્પષ્ટ. ભગવાનની ભાવના હતી કે સંસારના સર્વ જીવોને મોક્ષ માર્ગે ચઢાવી દઉં જેથી તેમના ઉપર ક્યારેય દુ:ખની છાયા પણ ન અડે. આ માટે તેમણે તલસ્પર્શી ચિંતન કર્યું અને સર્વ જીવોને માટે સરળ અને સુલભ બની રહે તેવા માર્ગનું નિરૃપણ કર્યું અને પોતે સ્વયં તેના ઉપર યાત્રા કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી.

જૈનધર્મ આમ તો જ્ઞાનપ્રધાન અને ધ્યાનપ્રધાન છે, પણ આ માર્ગે તત્કાળ આગળ વધવાની સર્વ જીવોની ક્ષમતા હોતી નથી તેથી ગણધર ભગવંતોએ પંચાચારનું નિર્દેશન કર્યું. આ પાંચ આચારો સર્વ જીવો માટે સરળ અને સુલભ છે. જે માણસ આ પાંચ આચારોનું નિત ભાવપૂર્વક પાલન કરે છે તે મોડો-વહેલો મોક્ષમાર્ગે આવી જાય છે. પંચાચારમાં સાધકને સિદ્ધિપદ સુધી પહોંચાડવાની ક્ષમતા છે. આમ પંચાચાર જૈનધર્મનો રાજમાર્ગ છે જે અંતે સિદ્ધશિલા ઉપર જઈને વિરમે છે. જેના હૈયામાં સિદ્ધિપદ મેળવવાનો ભાવ હોય તેના માટે પંચારા એ પૂર્વાચાર જેવો છે. તેથી લેખકે તેમની ‘જૈન આચાર મીમાસાં’માં વિગતે ચર્ચા કરી છે.

જૈનધર્મમાં જે પાંચ આચારોનું આટલું બધું મહત્ત્વ છે તે છે : દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તેમાંથી આપણે થોડાક સમય પહેલાં દર્શનાચારની વાત કરી હતી. વાસ્તવિકતામાં દર્શન એ જ્ઞાનનું જનક છે. સામાન્ય રીતે પ્રથમ દર્શન ઊતરે જેનાથી વસ્તુનું સામાન્યજ્ઞાન થાય જેને કારણે વિષય ઉપર શ્રદ્ધા થાય પણ વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ વિના મોક્ષમાર્ગે આગળ ન વધાય. સંસારમાં કેવળ જૈનધર્મે જ દર્શન અને જ્ઞાનને જુદાં પાડી તેનું નિરૃપણ કર્યું છે. બાકી સર્વ ધર્મોએ તેમને એકબીજાના પર્યાય જેવાં ગણ્યાં છે. જે મોક્ષમાર્ગના યાત્રી માટે જ્ઞાનાચાર અતિ મહત્ત્વનો છે. તેમાં જ્ઞાનપ્રાપ્તિની વાત આવે જેનાથી ગભરાઈ જવાની જરૃર નથી. જ્ઞાનાચારના પાલન માટે બહુ વાંચવાની કે અભ્યાસ કરવાની જરૃર નથી. તે માટે જરૃર છે સાચી સમજણની.

જે જ્ઞાન મોક્ષમાર્ગે ન લઈ જાય અને સંસારમાં રખડાવે તેને જૈનધર્મ જ્ઞાન નથી ગણતો પણ મિથ્યાજ્ઞાન કહે છે. જૈન ધર્મમાં કોરા જ્ઞાનની કોડીનીય કિંમત નથી. જ્ઞાન સમ્યક્ હોય તો જ તે જ્ઞાન ગણાય. બાકી બધી માહિતી. માહિતીનાં પોટલાં ઊચકીને માણસ ફર્યા કરે તેને જૈન ધર્મ જ્ઞાની નથી કહેતો. વળી આગમોમાં કહેવાયું છે કે જે જ્ઞાન વિરતીમાં-સંયમમાં ન પરિણમે, જે જ્ઞાનની પ્રાપ્તિ પછી ચરિત્ર ન આવે-આચરણમાં ન ઊતરે તે જ્ઞાન નિરર્થક છે. કેવળ ભારરૃપ છે. જ્ઞાનાચાર સત્યની પ્રાપ્તિ માટેનો આચાર છે.

જૈન ધર્મ પ્રમાણે જ્ઞાન બહાર નથી. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૃપ છે પણ જ્ઞાનની આડે જ આવરણો આવેલાં છે તેને કારણે આત્મા અજ્ઞાનમાં કૂટાય છે. આખો જ્ઞાનાચાર આત્મામાં પડેલા જ્ઞાનનો ઊઘાડ કરવામાં આવી જાય છે. વાસ્તવિકતામાં જ્ઞાનમાં કંઈ નવું મેળવવાનું નથી પણ આત્માની જ્યોતિ આડે જે આવરણો આવેલા છે – ”પડળો પડેલાં છે તેને ખસેડવાની વાત જ્ઞાનાચારમાં છે. જૈન ધર્મની આ સૂક્ષ્મ વાત છે. જ્ઞાનાચારના સાધકે આ વાત સમજીને અન્ય આચારોમાં આગળ વધવાનું છે.”

જૈન ધર્મે બોધને જ્ઞાન કહ્યું છે. સંસારમાં શું જાણવા જેવું છે, શું મેળવવા જેવું છે અને શું છોડવા જેવું છે તે સમજાવે અને જે પ્રાપ્તવ્ય હોય તે તરફ પ્રવૃત્તિ કરવાનો માર્ગ બતાવે તેને જ જૈનધર્મ જ્ઞાન કહે છે. ધર્મ માર્ગમાં જ્ઞાનની ઘણી મહત્તા છે કારણકે વસ્તુને તેના સાચા સ્વરૃપમાં જાણ્યા વિના જે પ્રવૃત્તિ કરે છે તે ભટકી જાય છે. સંસારના મોટાભાગના ધર્મો આચારપ્રધાન અર્થાત્ કે ક્રિયાપ્રધાન છે. આચારને પ્રથમ ધર્મ માનવામાં આવે છે, પણ જૈનધર્મે આચારોની આરાધના માટે જ્ઞાનને આવશ્યક ગણ્યું છે તેથી જૈન ધર્મમાં સૂત્ર છે. જ્ઞાાન ક્રિયાભ્યાં મોક્ષ: એટલે કે મોક્ષની સિદ્ધિ માટે જ્ઞાન અને આચાર (ક્રિયા) બંને આવશ્યક છે.

આચારોમાં સિદ્ધિ સુધી પહોંચવાની ક્ષમતા હોય છે, પણ જ્ઞાન વિનાનો આચાર સમજણ વિનાની પ્રવૃત્તિ જેવો છે જે સાગરમાં તરતી-અથડાતી દિશા વિહીન નૌકા જેવો છે. તે પ્રવાસ ઘણો કરે પણ લક્ષ્ય સુધી પહોંચે નહિ. જે જીવનના લક્ષ્ય વિશે સ્પષ્ટ હોય તેણે તો જ્ઞાનના અજવાળામાં લક્ષ્યને નજરમાં રાખીને પોતાની યાત્રા કરવી રહી. ધર્મ માર્ગમાં જ્ઞાનનું ઘણું મહત્ત્વ છે. જ્ઞાન આચારને દિશા આપે છે અને આચારોમાં પ્રાણ પૂરે છે. આમ મોક્ષમાર્ગમાં જ્ઞાનાચાર અનિવાર્ય બની જાય છે. જ્ઞાાનાચારને આપણે એક રીતે સત્યદર્શન પણ કહી શકીએ કારણ કે તે વસ્તુને તેના સાચા સ્વરૃપમાં ઓળખાવે છે.

જ્ઞાનાચાર માટે ચાર વસ્તુની અપેક્ષા રહે છે. એક તો જ્ઞાનની વિશુદ્ધિ. બીજી છે એકાગ્રતા-તન્મયતા. ત્રીજી વાત છે સ્વયંમાં સ્થિર થવાની અને ચોથી બાબત છે અન્યને પણ સત્યમાં પ્રતિષ્ઠિત કરવાની. આ રીતે જૈનધર્મનો જ્ઞાનાચાર મોક્ષમાર્ગી માટે એક આવશ્યક પૂર્વાચાર બની રહે છે.

જૈન સાધુ – સાધ્વી અને પૂજ્ય ગુરુભગવંતોને વહોરાવવાની વિધિ

|| જૈન સાધુ – સાધ્વી ||

જૈન સાધુ કે સાધ્વી એટલે ધમૅની અંતૅગત પ્રભુનો સાક્ષાત્કાર કરવા માટે , સ્વયંના આત્માને પરમાત્મા બનાવવા ત્યાગના બળ ઉપર સદાઇ યુક્ત જીંદગી જીવનાર ત્યાગી સમ્રાટ.

જૈન સાધુ કે સાધ્વી હમેંશા કુદરતના ખોળે નિદોષ જીવન જીવે છે. યાંત્રિક યુગના સહારે લગભગ કોઇ પણ સુક્ષ્મ જીવને મારવાના પરિણામવાળા નથી, જૈન સાધુ કે સાધ્વીની દિનચયૉ એવી અદૂભૂત કક્ષાની હોય છે કે જેના લીધે તેની નજીક આવનાર સેવક ભક્ત વગૅ પ્રસન્નતાને પામે છે.

હિંસા રહિત જીવન હોવાની લીધે સ્વયં પવિત્ર બને છે, તેની પાસે આવનાર પણ પવિત્ર બને છે. સાધુધમૅ તે તીથૅકર ભગવાન દ્વારા પ્રરૂપિત છે. સ્વયંના આત્માને શોધવાનો ઉત્તમ ધમૅ છે. કર્મોના જટીલ બંધનો જગતમાં દુ:ખદાયી હોવાથી કર્મોને નાશ કરવા સાધુ જીવન જ શ્રેષ્ઠ છે.

આત્મા ને શુદધ કરવા માટે સાધુ જીવનમાં બંધન સમાન સ્વજન સંપત્તિ પ્રેમ પૂવૅક છોડે છે, તદૂઉપરાંત શરીરના મમત્વનો પણ ત્યાગ કરતા જાય છે. સવારના બ્રહમમૂહૅતમાં ઊઠીને પ્રભુના તીવ્રસ્મરણ સાથે દિવસની શરૂઆત કરે છે.

રાઇ પ્રતિક્રમણની સાત્વિક ક્રિયા કરી ભૂલથી થઇ ગયેલા પાપ (અધમૅ) નું પ્રાયશ્ચિત કરે છે. ભાવવાહી એક કલાકનું પ્રતિક્રમણ કયૉ બાદ આત્માની ઊજૉ વધારવા સુગુરુએ આપેલો શિરમોર મંત્રાધિરાજ નવકાર મહામંત્રનું તથા વિશિષ્ટ મંત્રોના જાપ દ્વારા ઉત્તમ ધ્યાન તરફ આગળ વધે છે.

સુર્યોદય પહેલાના ઉજાસમાં પડિલેહણ કરે છે. સવારે પ્રભુદશૅન કરવા જિનાલય જાય ત્યાં દેવવંદન-ચૈત્યવંદન કરી ઉપાશ્રય જ્ઞાન-ધ્યાનમાં દિવસ વ્યતિત કરેછે. જો સંઘમાં ધમૅ સાંભળવાની ભાવના શ્રાવકોને હોયતો તેઓ ને સમય પ્રમાણે વ્યાખ્યાન (ધમૅ ઉપદેશ) આપે છે.

શરીરથી આરાધના કરવા શરીરને ટકાવવા માટે ગોચરી વોહરવા જાય છે. ગોચરી અનાસકત ભાવનાથી વાપરી સાધુચર્યામાં આગળ વધે છે.

ત્રીજા પોહરના અંતે પડિલહેણ કરે, સુર્યાસ્ત પહેલા થાર આહારના ત્યાગ કરી વડીલ ગુરુને વદંન કરીને ચોવિહારનું પચ્ચખ્ખાણ લે છે. સુર્યાસ્ત સમયે સંઘ સાથે પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ પુર્ણ થયા બાદ રાત્રિના જાપ-ધ્યાન માં રહીને સુર્યાસ્તના એક પ્રહર બાદ સંથારાપોરસી ભણાવે છે.

આત્મસ્મરણતામાં મગ્ન બની રાત્રિ પ્રસાર કરે છે. શકિત અનુસાર બધી ક્રિયાઓ આત્મ ભાવને જગાડે તેવી કરે છે.

જૈન સાધુ કે સાધ્વી ચાર્તુમાસના ચાર મહિના એકજ સ્થાને રહે છે કારણકે સુક્ષ્મ જીવોની વિરાધના થી બચી જવાય, જીવોને બચાવાય પ્રુથવીને પાવન કરવા વિહાર કરે છે. યોગ્ય મૂહૅત, સમય, તિથિ, પ્રમાણે તે દિશામાં પ્રયાણ કરે છે. તથા વષૅમાં બે વાર લોચ ફરજિયાત કરાવવાનો હોય છે.

હંમેશા સુર્યોદયની 48 મિનિટ બાદ આહારાદિ શરૂ કરે છે. તપસ્વી સાધુ કે સાધ્વી આહાર પણ કદાચ ના લે, અને લેવો પડે તો એક વાર લે છે. આયંબિલ એકાસણું કરનાર એકવાર આહાર લે છે

જૈન સાધુ- સાધ્વી કોઈ જ વાહન વાપરતા નથી. તેમના ‘વિહાર’ માં ગમે તેટલું અંતર હોય પગપાળા જ કાપે છે. હંમેશાં વણ-શીવેલા વસ્ત્રો જ પહેરે છે.

જૈન સાધુ કે સાધ્વી સ્નાન કરતા નથી. ઘર્ષણ સ્નાન કરી લે છે. કોરા કપડાથી શરીરને લુંછી લે છે. જૈન સાધુ- સાધ્વી જૂતા તો 100 ટકા પહેરતા જ નથી. સાધુ કે સાધ્વી બન્યા પછી ઘણું આકરું- સાદું- જીવન છે. જૈન સાધુ કે સાધ્વી પોતે કદી રાંધતા નથી. તૈયાર ભોજન- ગોચરી લે છે. દરેક જૈનને ઘરે જાય છે, છતાં એવું નથી કે જૈનને ઘરે જ જાય !!
1

|| પૂજ્ય ગુરુભગવંતોને વહોરાવવાની વિધિ ||

♣ એવું કહેવાય છે કે ભાવ પૂર્વક ગોચરી વહોરાવવાથી આરાધનાનો છઠ્ઠો ભાગ મળે છે.

♣ નયસાર – ધન્ના સાર્થવાહl સુપાત્ર દાનથી જ સમ્યક્ત્વ પામ્યા હતા.

♣ દાન શ્રદ્ધાપૂર્વક, દાનની મહત્તા સમજીને, સ્વાર્થવૃત્તિ વગર આપવું. એથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય અને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.

♣ ગોચરીના સમયે શ્રાવકના ઘર ખુલ્લા હોય, શ્રાવક વાટ જોતો હોય. કારણ સાધુ બેલ વગાડી ના શકે, અને ઘર બતાવવા નોકર કે પુજારી નહિ ખુદ શ્રાવકોએ જવું જોઈએ.

♣ ‘ધર્મલાભ’ સંભળાય ત્યારે ઉભા થઈને વિનય પૂર્વક “પધારો…પધારો” બોલવું.

♣ પાટલા ઉપર થાળી મૂકી તેમાં મહરાજ સાહેબનું પાત્ર મુકાવવું.

♣ ઘરના તમામ સભ્યોએ લાભ લેવો. સંસ્કાર પડે માટે નાના છોકરાઓ પણ વહોરાવે.

♣ મહરાજ સાહેબ પધારે ત્યારે લાઈટ- પંખો-ટી.વી.-ગેસ-રેડિયો બંધ-ચાલુ ના કરાય.

♣ ગોચરીના સમયે ટી.વી.- રેડિયો અવશ્ય બંધ રાખવા જોઈએ.

♣ કાચા પાણીથી હાથ ધોવા નહિ. નવા વાસણ-ચમચા બગાડવા નહિ. ઢોળાય નહિ તે રીતે વહોરાવવું.

♣ મેનુની જેમ બોલીએ તો મહરાજ સાહેબને માંગીને વહોરવું પડે, માટે વિનંતી કરીને વહોરાવતા જવું.

♣ ચંપલ પહેરીને વહોરાવવું અવિનય છે.

♣ કેળું અડધું જ વહોરાવવું. છાલ પૂરી ઉતારવી નહિ.

♣ રસોઈ બનાવતા પહેલા મહરાજ સાહેબને યાદ કરવા નહિ અને બનાવ્યાપછી ભૂલવા નહિ.

♣ સ્પે. આધાકર્મી ગોચરી – મહરાજ સાહેબને ઉદ્દેશીને નિષ્કારણ બનાવવી નહિ. રસોઈ બનાવતી વખતે મહરાજ સાહેબને નજરમાં રાખીને વધુ ના બનાવાય.

♣ શાકભાજી, ફ્રુટ વગેરે વનસ્પતિ, કાચું પાણી, અગ્નિ વગેરેને અડીને વહોરાવાય નહિ.

♣ ગરમ દૂધ વગેરે ફુંક મારીને વહોરાવાય નહિ.

જૈન ધર્મની પ્રાચીનતા

2

|| જૈન ધર્મની પ્રાચીનતા ||

શ્રી અહિંસા પ્રધાન જૈન ધર્મની પ્રાચીનતા માટે તથા ઋષભદેવ સ્વામી માટે વેદો અને પુરાણો પણ સાક્ષી પૂરે છે.

1. રૂગવેદ અધ્યાય ૩૦ માં કહ્યું છે કે:- પૃથ્વી તલ ના ભુષણ દિવ્યજ્ઞાન વડે આકાશને માપનારા, એવા હે ઋષભનાથ સમ્રાટ! આ સંસારમાં જગરક્ષક વ્રતોનો પ્રચાર કરો.

2. યજુર્વેદ અધ્યાય ૧૯ માં મંત્ર ૨૫ માં કહ્યું છે કે ઓમ નમો અર્હંતો ઋષભો,ઓમ ઋષભા પવિત્રે.

3. શ્રીમાલ પુરણ માં કહ્યું છે કે પ્રથમ ઋષભોદેવો જૈનધર્મ પ્રવર્તક.

4. બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે નાભી રાજા અને મરુદેવીથી ,મનોહર ક્ષત્રિયોમાં પ્રધાન ,સર્વક્ષત્રિય વંશ ના પૂર્વજ ,એવા ઋષભ નામના પુત્રનો જન્મ થયો હતો. વળી રૂષભદેવથી ભરત આદિ સો પુત્ર થયા . તેમાં સૌથી મોટા એવા ભરતને રાજ્યાભિષેક કરી પોતે સ્વયં દીક્ષા લઈ મુની થઇ ગયા.

વળી કહ્યું કે આર્ય ભુમિમાં ઇક્ષવાકુ ક્ષત્રિય વંશ માં ઉત્પન થયેલા શ્રી નાભિરાજા -મરૂદેવી ના પુત્ર ઋષભદેવે ક્ષમા આદિ દસ પ્રકારનો ધર્મ સ્વયં ધારણ કર્યો અને કેવલજ્ઞાન પામીને ક્ષમા આદિ ધર્મોનો પ્રચાર કર્યો .

5. સંક્ધ પુરાણમાં કહ્યું છે કે ઋષભદેવ સર્વજ્ઞાતા સર્વ દષ્ટા અને સમસ્ત દેવોને પુજ્ય એવા નિરંજન-નિરાકાર પરમાત્માનું હાથ જોડીને હર્દયથી આદિત્ય-સૂર્ય આદિ સૂર-નર ધ્યાન કરે છે .

6. નાગપુરાણમાં કહ્યું છે કે જે કુલ ૬૮ તીર્થોની યાત્રા કરવામાં થાય તે ફળ તો આદિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી થાય છે.

7. અગ્નિ પુરાણમાં કહ્યું છે કે મરુદેવીને ઉદરે ઋષભદેવ અવતર્યા અને ઋષભદેવથી ભરત રાજાનો જન્મ થયો. તે ભરત રાજા નું આ ખંડમાં શાસન હોવાથી એનું નામ ભારત વર્ષ પડ્યું છે.

8. વળી ભાગવતના ૫ માં સંક્ધમાં ૪- ૫ -૬ અધ્યાયમાં કહ્યું છે કે જૈન ધર્મના જન્મદાતા, પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવજી તે ચોવીસ અવતારોમાંથી આઠમાં અવતાર હતા. ઇતયાદી ઋષભદેવ વિષે બહુ વિસ્તારપૂર્વક કરેલ છે. તે ભાગવતથી જોઇ લેવું.

9. મનુસ્મૃતિમાં કહ્યું છે કે કુલ આચરણ આદિ ના કારણભૂત કુલ શ્રેષ્ટ સર્વથી પહેલા વીમલવાહાન, ત્યારબાદ ક્રમશ: ચક્ષુમાન, યશસ્વી, અભીચંદ્ર, પ્રસેનજીત તથા નાભીરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમા ઉત્પન થયા. ત્યારબાદ મરુદેવીને પેટે નાભીરાજા નો પુત્ર મોક્ષમાર્ગ દાખવનાર સૂર તથા અસુરથી પુજાએલા ત્રણે નીતિના વિધાતા પ્રથમ ભગવાન ઋષભદેવ સતયુગના પ્રારંભમાં થયા.

આ મનુસ્મૃતિના પ્રમાણથી સિદ્ધ થાય છે કે મનુમહારાજથી પહેલા ઋષભદેવ ભગવાન થયેલા છે. ને તેમના દ્વારા અહિંસા  પ્રધાન જૈન ધર્મનો પ્રારંભ થયેલો છે.

એટલે હિંદુ ધર્મના પુરાણ ગ્રંથો અને તેથી પ્રાચીન વેદ ગ્રંથો તથા મનુસ્મૃતિના ઉપર જણાવેલા તથા તેવા બીજા અનેક પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈનધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન (આદિનાથ) સર્વ ધર્મ મત, પન્થોથી પ્રાચીન સાબિત થાય છે. વળી હિન્દુઓના પ્રસિદ્ધ ગ્રંથો મહાભારતમાં આવે છે કે શ્રી કૃષણ ને પાંડવોના સમયમાં બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષ્ઠનેમી (નેમનાથ) વિદ્યમાન હતા. અને પ્રભાસ પુરાણમાંકહ્યું છે કે :-ભગવાન નેમનાથ શ્રી કૃષ્ણના મોટા બાપા (વાસુદેવના મોટાભાઈ) સમુદ્રવીજય રાજાના પુત્ર દ્વારીકા નિવાસી હતા તે બાવીસમાં તીર્થંકર અને શ્રી કૃષણના કાકાભાઈ હતા.તેઓં ગિરનાર પર્વત પર તપસ્યા કરી મોક્ષ ગતિને પામ્યા.

તેમજ રામાયણમાં આવે છે કે:- શ્રી રામ લક્ષમણજીના સમયમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી નું શાસન વિદ્યમાન હતું. અને રામચંદ્રજીના કુલપુરોહિત વશિષ્ઠજી ના બનાવેલ “યોગ વશિષ્ઠ” નામના ગ્રંથ માં એવો ઉલ્લેખ છે કે :- રામચંદ્રજી કહે છે કે ” હું રામ નથી; મને કોઈ પદાર્થ ની ઈચ્છા પણ નથી. હું તો જિનેશ્વર દેવ ની સમાન મારા આત્મ માં જ શાંતિ સ્થાપન કરવા ચાહું છુ.” એટલે મહ્ભારત અને રામાયણ આદી ગ્રંથોના જણાવેલ પ્રમાણોથી નક્કી થાય છે કે રામચંદ્રજીને શ્રી ક્રષ્ણ ના સમયમાં પણ અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના ઉદ્ધારક જિનેશ્વર તથા તેમના શાસનનું અસ્તિત્વ હતું ઉપર જણાવેલ બાબતો માટે જૈન આગમ સૂત્રોમાં કહ્યું છે કે.

૧. અંતકૃતા દસા સુત્રો માં કહ્યું છે કે:- બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષઠનેમી (નેમનાથ) વિદ્યમાન હતા.ત્યારે શ્રી કૃષણ વાસુદેવ થયેલા છે. અને તે બંને કાકા બાપાના દિકરા ભાઈ થતા હતા. જેઓં શ્રી ૮૬૫૦૦ વરસ પૂર્વે સોરઠમાં થયેલા હતા.

૨. સંમવાયાગ સુત્ર માં કહ્યું છે કે:- વીસમા તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં શ્રી રામ લક્ષ્મણ થઇ ગયા હતા. શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૧૮૬૫૦૦ વર્ષ પૂર્વે થઇ ગયેલા હતા.

૩. સંમવાયાગ સુત્ર તથા જમ્બુદ્રીપ પન્નતીસુત્ર માં કહ્યું છે કે :- આ અવસરપિણી કાળના ત્રીજા આરાના છે કે -શ્રી નાભીકુલ ગરને મરુદેવીથી ઋષભદેવનો જન્મ થયો. જેઓ ૨૦ લાખ પૂર્વ સુધી કુમાર- પણે રહ્યા પછી ૬૩ લાખ પૂર્વ રાજય ને છેવટે મોટા પુત્ર ભરતને રાજય સોપી દીક્ષા લઇ જૈન સાધુ થયા. એક હજાર વર્ષે કેવળજ્ઞાન કેવળદર્શન પામી પ્રથમ તીર્થંકર ભગવાને અહિંસા પ્રધાન ધર્મ પ્રકાશ્યો. એટલે જૈન આગમ સુત્રો ને તેને મળતા પુરાણ વેદગ્રંથો આદિના પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન (આદિનાથ) સર્વધર્મ-મત-પંથોથી પ્રાચીન સાબિત થઇ છે

વળી, અહિંસા પ્રધાન જૈનધર્મ ની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ વિધવાનો અને ઇતિહાસ વેતાઓના અભિપ્રાય આ પ્રમાણે છે.

૧. શ્રીમાન મહામહોપાધ્યાય ડો.સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ, પી.એચ.ડી, એફ.આઈ.આર.એસ., સિધાંત મહોદધિ પ્રિન્સીપાલ સંસ્કૃત કોલેજ કલકતા.તેઓએ પોતાના ભાષણમાં કહ્યું  છે કે :- જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે, જ્યારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે. મને એમાં કોઈ પ્રકારની શંકા નથી કે જૈન દર્શન વેદાંત અડી દર્શનોથી પૂર્વનો છે.

૨. શ્રીયુત મહામહોપાધ્યાય પં. સ્વામી રામમિશ્રીજી શાસ્ત્રી પ્રોફેસર સંસ્કૃત કોલેજ બનારસ. તેઓએ પોતાના સંવંત ૧૯૬૨ પોષ સુદ- ૧ કાશીનગરના વ્યાખ્યાનમાં કહ્યું છે કે – જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે; જયારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે. વળી જૈન ધર્મ સ્યાદવાદનો અભેદ કિલ્લો છે. તેમાં વાદી પ્રતિવાદીઓના માયામય ગોળા પ્રવેશ કરી શકતા નથી, એક દિવસ એવો હતો કે જૈન સંપ્રદાયના આચાર્યોના હુંકારથી દશે દિશાઓં ગાજી ઉઠતી હતી

૩. ભારત ગૌરવ વિધત શિરોમણી લોકમાન્ય પં. બાલગંગાધરજી તિલક પોતાના કેસરી પત્રમાં ૧૩-૧૨-૧૯૦૪માં લખે છે કે મહાવીર સ્વામી એ જૈન ધર્મ પુન:પ્રકાશમાં લાવ્યા એ વાતને આજે ૨૬૦૦ વર્ષ વ્યતીત થઇ ગયા.બૌધ ધર્મની સ્થાપનાથી પહેલા જૈન ધર્મ ફેલાયેલો હતો. આ વાત વિશ્વાસ કરવા યોગ્ય છે. ચોવીસ તીર્થંકરોમાં મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર હતા.એથી પણ જૈન ધર્મની પ્રાચીનતા જાણી શકાય છે. વળી ૩૦-૧૧-૧૯૦૪ વડોદરામાં કહેલું કે જૈન ધર્મ અનાદિ છે. એ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત છે એ માટે દ્રઢ મજબુત પ્રમાણો પણ છે.

જૈન ધર્મ એટલે દુનિયાનો પ્રાચીન ધર્મ

1

|| જૈન ધર્મ એટલે દુનિયાનો પ્રાચીન ધર્મ ||

નમો અરિહંતાણં,
નમો સિધ્ધાણં,
નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં,

એસો પંચ નમુક્કારો,
સવ્વપાવ પ્પણાસણો.
મંગલાણં ચ સવ્વેસિં,
પઢમં હવઈ મંગલં.

|| ભાવાર્થ ||

અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યોયોને નમસ્કાર, બધા જ સાધુઓને નમસ્કાર.
આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે. બધા પાપોનો નાશ કરનાર છે. અને બધાં જ મંગલોમાં પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે

દુનિયામાં સૌથી પ્રાચીન ધર્મ જૈન ધર્મને શ્રમણોનો ધર્મ કહેવામાં આવે છે. વેદોમાં પ્રથમ તીર્થંકર ઋષભનાથનો ઉલ્લેખ મળે છે તે બ્રાહ્મણ પરંપરાના ન હોઈને શ્રમણ પરંપરાના હતાં. મનુસ્મતિમાં લિચ્છવિ, નાથ, મલ્લ વહેરે ક્ષત્રિયોનો વ્રાત્યોમાં ગણવામાં આવે છે. કહેવાનો અર્થ છે કે પ્રાચીનકાળથી જ શ્રમણો ની પરંપરા વેદોને માનનારાઓની સાથે ચાલી આવી રહી છે. ભગવાન પાર્શ્વનાથ સુધી આ પરંપરા કયારેય પણ સંગઠિત રૂપમાં અસ્તિત્વમાં નહોતી આવી. પ્રાર્શ્વનાથથી પ્રાર્શ્વનાથ સંપ્રદાયની શરૂઆત થઈ હતી. અને આ પરંપરાને એક ગઠિત રૂપ મળ્યું હતું. ભગવાન મહાવીર પ્રાર્શ્વનાથ સંપ્રદાયના જ હતાં. જૈન શબ્દ જીન શબ્દ પરથી બનેલો છે. જીન બન્યો છે. ‘ જી’ ધાતુથી જેનો અર્થ થાય છે જીતવું. જીન એટલે જીતનારો, જેણે સ્વયંને જીતી લીધા તેને જીતેંદ્રીય કહે છે. ત્રેસઠ શલાકા પુરુષ ઃ કુલકરોની પરંપરા પછી જૈન ધર્મમાં લગભગ ચોવીસ તીર્થંકર, બાર ચક્રવતી, નવ બળભદ્ર, નવ વાસુદેવ અને નવ પ્રતિ વાસુદેવ બધા મળીને ૬૩ મહાન પુરુષ થયા છે. આ ૬૩ શલાકા પુરુષોનો જૈન ધર્મ અને દર્શનને વિકસિત અને વ્યવસ્થિત કરવામાં મહત્વપુર્ણ યોગદાન રહ્યું છે. ચોવીસ તીર્થંકર ઃ જેવી રીતે હિંદુઓમાં ૧૦ અવતાર થયા છે તેવી જ રીતે જૈનમાં ૨૪ તીર્થંકર થયા છે જેના નામ નિમ્નલિખિત છે – ઋષભ, અજિત, સંભવ, અબિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુન્થુ, અરહ, મલ્લિ, મુનિવ્રત, નમિ, નેમિ, પાર્શ્વનાથ અને મહાવીર.

|| મહાવીરનો માર્ગ ||

છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર તીર્થંકરોનો ધર્મ અને પરંપરાને સુવ્યવસ્થિત રૂપ આપ્યું. કૈવલ્યનો રાજપથ નિર્મિત કર્યો. સંઘ-વ્યવસ્થાનું નિર્માણ કર્યું. મુનિ, આર્યિકા, શ્રાવણ અને શ્રાવિકા, આ જ તેમનો ચતુર્વિધ સંઘ કહેવાયો. એટલા માટે તેમણે ધર્મનો મૂળ આધાર અહિંસાને બનાવી અને તેના વિસ્તાર રૂપ પંચ મહાવ્રતો ( અહીંસા, અમૃષા, અચૌર્ય, અમૈથુન અને અપરિગ્રહ) તેમજ યમોનું પાલન કરવા માટે મુનિઓને ઉપદેશ કર્યો.ગૃહસ્થોના પણ તેમણે સ્થળરૂપ – અણુવ્રત – નિર્મિત કર્યા. તેમણે શ્રદ્ધાન માત્રથ લઈને, કોપીનમાત્ર ધારી હોવા સુધી આ અગિયાર દર્જ નકકી કર્યા. દોષો અને અપરાધોના નિર્વારણાર્થે તેમણે નિયમિત પ્રતિક્રમણ પર જોર આપ્યું.જૈન ત્રિરત્ન ઃ સમ્યકદર્શન જ્ઞાનચારિત્રાણી મોક્ષમાર્ગ ઃ૧, સમ્યક ૨. સમ્યક જ્ઞાન અને ૩. સમ્યક ચરિત્ર. આ ત્રણેય મળીને જ મોક્ષનો દ્વાર ખોલે છે. આ જ કૈવલ્ય માર્ગ છે.જૈન ધર્મગ્રંથ ઃ ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા હતાં તેને તેમના પછીના ગણધરોએ, પ્રમુખ શિષ્યોએ સંગ્રહ કરી લીધા. આ સંગ્રહનું મૂળ સાહિત્ય પ્રાકૃત અને વિશેષ રૂપમાં મગધીમાં છે.ભગવાન મહાવીરરનાં પૂર્વના જૈન સાહિત્યને મહાવીરના શિષ્ય ગૌતમે સંકલિત કરી લીધું હતું. તેને પુર્વ માનવામાં આવે છે. આ રીતે ચૌદ પુર્વોને ઉલ્લેખ મળે છે.અહિંસા પરમો ધર્મ ઃ આમ તો વેદોમાં પણ અહિંસાના સૂત્રો છે. ભગવાન બુદ્ધે પણ અહિંસાને મહત્વ આપ્યું છે પરંતુ અહિંસાને વ્યાપક રૂપથી પ્રચાર કરવાનો શ્રેય જૈન ધર્મને જ જાય છે.જૈન ધર્મના આચારનો મૂળ મંત્ર છે અહિંસા. જૈન ધર્મમાં અહિંસાનું સૌથી ઊંચું સ્થાન છે. જૈન ધર્મગ્રંથોમાં અહિંસાની ખુબ જ સુક્ષ્મ વિવેચના કરવામાં આવી છે. સ્થુળ હિંસા તો પાપ છે જ પરંતુ ભાવ હિંસાને પણ સૌથી મોટું પાપ ગણવામાં આવે છે.દિગંમ્બર અન શ્વેતાંબર ઃ ભગવાન મહાવીરે જૈન ધર્મની જૈન ધર્મની ધારાઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય કર્યું , પરંતુ તેમના પછી જૈન ધર્મ મુખ્ય બે સંપ્રદાયમાં વિભકત થઈ ગયો – દિગંમ્બર અને શ્વેતાંબર.

|| જૈન ધર્મની પ્રાચીનતા! ||

શ્રી અહિંસા પ્રધાન જૈન ધર્મની પ્રાચીનતા માટે તથા ઋષભદેવ સ્વામી માટે વેદો અને પુરાણો પણ સાક્ષી પૂરે છે

૧. રૂગવેદ અધ.૩૦ માં કહ્યું છે કે:- પૃથ્વી તલ ના ભુષણ દિવ્યજ્ઞાન વડે આકાશને માપનારા, એવા હે વૃષભનાથ સમ્રાટ! આ સંસારમાં જગરક્ષક વ્રતોનો પ્રચાર કરો.

૨. યજુર્વેદ અધ.૧૯ માં મંત્ર ૨૫ માં કહ્યું છે કે ઓમ નમો અર્હંતો ઋષભો,ઓમ ઋષભા પવિત્રે.

૩. શ્રીમાલ પુરણ માં કહ્યું છે કે :-પ્રથમ ઋષભોદેવો જૈનધર્મ પ્રવર્તક.

૪. બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે :- નાભી રાજા અને મરુદેવીથી ,મનોહર ક્ષત્રિયોમાં પ્રધાન ,સર્વક્ષત્રિય વંશ ના પૂર્વજ ,એવા ઋષભ નામના પુત્રનો જન્મ થયો હતો. વળી રૂષભદેવથી ભરત આદિ સો પુત્ર થયા . તેમાં સૌથી મોટા એવા ભરતને રાજ્યાભિષેક કરી પોતે સ્વયં દીક્ષા લઈ મુની થઇ ગયા.

૫. વળી કહ્યું કે આર્ય ભુમિમાં ઇક્ષવાકુ ક્ષત્રિય વંશ માં ઉત્પન થયેલા શ્રી નાભિરાજા -મરૂદેવી ના પુત્ર ઋષભદેવે ક્ષમા આદિ દસ પ્રકારનો ધર્મ સ્વયં ધારણ કર્યો અને કેવલજ્ઞાન પામીને ક્ષમાઆદિ ધર્મોનો પ્રચાર કર્યો .

૬. સંક્ધ પુરાણમાં કહ્યું છે કે ઋષભદેવ સર્વજ્ઞાતા સર્વ દષ્ટા અને સમસ્ત દેવોને પુજ્ય એવા નિરંજન-નિરાકાર પરમાત્માનું હાથ જોડીને હર્દયથી આદિત્ય-સૂર્ય આદિ સૂર-નર ધ્યાન કરે છે .

૭. નાગપુરણમાં કહ્યું છે કે – જે કુલ ૬૮ તીર્થોની યાત્રા કરવામાં થાય તે ફળ તો આદિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી થાય છે.

૮. અગ્નિ પુરાણમાં કહ્યું છે કે મરુદેવીને ઉદરે ઋષભદેવ અવતર્યા અને ઋષભદેવથી ભરતરાજાનો જન્મ થયો. તે ભરતરાજા નું આ ખંડ માં શાસન હોવાથી એનું નામભારત વર્ષ પડ્યું છે.

૯. વળી ભાગવતના ૫ માં સંક્ધમાં ૪- ૫ -૬ અધ્યાયમાં કહ્યું છે કે જૈન ધર્મના જન્મદાતા ,પ્રથમ તીર્થંકરભગવાન ઋષભદેવજી તે ચોવીસ અવતારોમાંથી આઠમાં અવતાર હતા.ઇતયાદી ઋષભદેવ વિષે બહુ વિસ્તારપૂર્વક કરેલ છે. તે ભાગવતથીજોય લેવું.

૧૦. મનુસ્મૃતિમાં કહ્યું છે કે કુલ આચરણ આદિ ના કારણભૂત કુલ શ્રેષઠ સર્વથી પહેલા વીમલવાહાન, ત્યારબાદ ક્રમશ: ચક્ષુમાન, યશસ્વી,અભીચંદ્ર,પ્રસેનજીત તથા નાભીરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમાઉત્પન થયા .ત્યારબાદ મરુદેવીને પેટે નાભીરાજા નો પુત્ર મોક્ષમાર્ગ દાખવનાર સૂર તથા અસુરથી પુજાએલા ત્રણે નીતિના વિધાતા પ્રથમ ભગવાન ઋષભદેવ સતયુગના પ્રારંભમાં થયા.

આ મનુસ્મૃતિના પ્રમાણથી સિદ્ધ થાય છે કે મનુ મહારાજથી પહેલા ઋષભદેવ ભગવાન થયેલા છે. ને તેમના દ્વારા અહીષા પ્રધાન જૈન ધર્મનો પ્રારંભ થયેલો છે.

એટલે હિંદુ ધર્મના પુરાણ ગ્રંથો અને તેથી પ્રાચીન વેદ ગ્રંથો તથા મનુસ્મૃતિના ઉપર જણાવેલા તથા તેવા બીજા અનેક પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈનધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન(આદિનાથ) સર્વ ધર્મ મત,પન્થોથી પ્રાચીન સાબિત થાય છે. વળી હિન્દુઓના પ્રસિદ્ધ ગ્રંથો મહાભારતમાં આવે છે કે શ્રી કૃષણ ને પાંડવોના સમયમાં બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષ્ઠનેમી (નેમનાથ)વિદ્યમાન હતા. અને પ્રભાસ પુરાણમાંકહ્યું છે કે :-ભગવાન નેમનાથ શ્રી કૃષ્ણના મોટા બાપા (વાસુદેવના મોટાભાઈ) સમુદ્રવીજય રાજાના પુત્ર દ્વારીકા નીવાસી હતા તે બાવીસમાં તીર્થંકર અને શ્રી કૃષણના કાકાભાઈ હતા.તેઓં ગિરનારપર્વત પર તપસ્યા કરી મોક્ષ ગતિને પામ્યા.

તેમજ રામાયણમાં આવે છે કે:- શ્રી રામ લક્ષમણજીના સમયમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી નું શાસન વિદ્યમાન હતું. અને રામચંદ્રજીના કુલપુરોહિત વશિષ્ઠજી ના બનાવેલ “યોગ વશિષ્ઠ” નામના ગ્રંથ માં એવો ઉલ્લેખ છે કે :- રામચંદ્રજી કહે છે કે ” હું રામ નથી; મને કોઈ પદાર્થ ની ઈચ્છા પણ નથી. હું તો જિનેશ્વર દેવ ની સમાન મારા આત્મ માં જ શાંતિ સ્થાપન કરવા ચાહું છુ.” એટલે મહ્ભારત અને રામાયણ આદી ગ્રંથો ના જણાવેલ પ્રમનો થી નક્કી થાય છે કે રામચંદ્રજીને શ્રી ક્રષ્ણ ના સમય માં પણ અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના ઉદ્ધારક જિનેશ્વર તથા તેમના શાસન નું અસ્તિત્વ હતું ઉપર જણાવેલ બાબતો માટે જૈન આગમ સૂત્રોમાં કહ્યું છે કે.

૧. અંતકૃતા દસા સુત્રો માં કહ્યું છે કે:- બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી અરીષઠનેમી(નેમનાથ)વિદ્યમાન હતા.ત્યારે શ્રી કૃષણ વાસુદેવ થયેલા છે. અને તે બંને કાકા બાપાના દિકરા ભાઈ થતા હતા. જેઓં શ્રી ૮૬૫૦૦ વરસ પૂર્વે સોરઠમાં થયેલા હતા.

૨.સંમવાયાગ સુત્ર માં કહ્યું છે કે:- વીસમા તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં શ્રી રામ લક્ષ્મણ થઇ ગયા હતા.શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૧૮૬૫૦૦ વર્ષ પૂર્વે થઇ ગયેલા હતા.

૩.સંમવાયાગ સુત્ર તથા જમ્બુદ્રીપ પન્ન્તીસુત્ર માં કહ્યું છે કે :- આ અવસરપિણી કાળના ત્રીજા આરાના છે કે -શ્રી નાભીકુલ ગરને મરુદેવીથી ઋષભદેવનો જન્મ થયો. જેઓ ૨૦ લાખ પૂર્વ સુધી કુમાર- પણે રહ્યા પછી ૬૩ લાખ પૂર્વ રાજય ને છેવટે મોટા પુત્ર ભરતને રાજય સોપી દીક્ષા લઇ જૈન સાધુ થયા. એક હજાર વર્ષે કેવળજ્ઞાન કેવળદર્શન પામી પ્રથમ તીર્થંકર ભગવાને અહિંસા પ્રધાન ધર્મ પ્રકાશ્યો. એટલે જૈન આગમ સુત્રો ને તેને મળતા પુરાણ વેદગ્રંથો આદિના પ્રમાંણોથી અહિંસા પ્રધાન જૈન ધર્મ અને તેના પ્રથમ પ્રણેતા શ્રી ઋષભદેવ ભગવાન(આદિનાથ) સર્વધર્મ-મત-પંથોથીપ્રાચીન સાબિત થઇ છે .

વળી,અહિંસા પ્રધાન જૈનધર્મ ની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ વિધવાનો અને ઇતિહાસવેતાઓના અભિપ્રાય આ પ્રમાણે છે.

૧. શ્રીમાન મહામહોપાધ્યાય ડો.સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ, પી.એચ.ડી, એફ.આઈ.આર.એસ., સિધાંત મહોદધિ પ્રિન્સીપાલ સંસ્કૃત કોલેજ કલકતા.તેઓએ પોતાના ભાષણમાં કહ્યો છે કે:-જૈન મત ત્યારથી પ્રચલિત થયો છે,જ્યારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે.મને એમાં કોઈ પ્રકારની શંકા નથી કે જૈન દર્શન વેદાંત અડી દર્શનોથી પૂર્વનો છે.

૨. શ્રીયુત મહામહોપાધ્યાય પં.સ્વામી રામમિશ્રીજી શાસ્ત્રી પ્રોફેસર સંસ્કૃત કોલેજ બનારસ.તેઓએ પોતાના સંવંત ૧૯૬૨ પોષ સુદ- ૧ કાશીનગરના વ્યાખ્યાનમાં કહ્યું છે કે-જૈન મત ત્યારથી પ્રચલિતથયો છે;જયારથી સંસારમાં સૃષ્ટિનો પ્રારંભ થયો છે. વળી જૈનધર્મ સયાદવાદનો અભેદ કિલ્લો છે. તેમાં વાદીપ્રતિવાદીઓના માયામય ગોળા પ્રવેશ કરી શકતા નથી,એક દિવસ એવો હતો કે જૈન સંપ્રદાયના આચાર્યોના હુંકારથી દશે દિશાઓં ગાજી ઉઠતી હતી

૩.ભારત ગૌરવ વિધત શિરોમણી લોકમાન્ય પં. બાલગંગાધરજીતિલક પોતાના કેસરી પત્રમાં ૧૩-૧૨-૧૯૦૪માં લખે છે કે મહાવીરસ્વામી એ જૈનધર્મ પુન:પ્રકાશમાં લાવ્યો એ વાતને આજે ૨૪૦૦ વર્ષ વ્યતીત થઇ ગયા.બૌધધર્મની સ્થાપનાથી પહેલા જૈનધર્મ ફેલાયેલો હતો.આ વાત વિશ્વાસ કરવા યોગ્ય છે. ચોવીસ તીર્થંકરોમાં મહાવીરસ્વામી અંતિમ તીર્થંકર હતા.એથી પણ જૈનધર્મની પ્રાચીનતા જાણી શકાય છે.વળી ૩૦-૧૧-૧૯૦૪ વડોદરામાં કહેલું કે જૈન ધર્મ અનાદિ છે. એ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત છે એમાં માટે દ્રઢ મજબુત પ્રમાણો પણ છે.

જૈન ધર્મ

1

|| જૈન ધર્મ ||

આ જૈન શબ્દ નો અર્થ સુ થાય છે.મિત્રો જે વ્‍યક્તિ “જીન”નો અનુયાયી હોય તે “જૈન” કહેવાય.આ શબ્દ “જી” ધાતુ પરથી બન્યો છે.”જી” એટલે જીતવું.”જીન” એટલે જીતનાર.જેણે પોતાનું મન જીતી લીધું,પોતાની વાણી જીતી લીધી અને પોતાની કાયા જીતી લીધી તે વ્યક્તિ એટલે “જીન”.જૈન ધર્મ એટલે “જીન” ભગવાનનો ધર્મ.
જૈન ધર્મ બે સંપ્રદાય (૧) શ્વેતાંબર અને (૨) દિગંબર માં વિસ્તૃત થયેલ છે.

શ્વેતાંબર ની સંધી છૂટી પાડતા તે બને છે શ્વેત+અંબર.અર્થાત જેણે શ્વેત અંબર,સફેદ વસ્ત્ર ને ધારણ કર્યા છે તે શ્વેતાંબર.લગભગ 300 વર્ષ પહેલા શ્વેતાંબરોમાંથી એક નવો સંપ્રદાય જન્મ્યો. તે સંપ્રદાય હતો “સ્થાનકવાસી”.આ લોકો મૂર્તિ પૂજા નથી કરતા. જૈનોમાં તેરાપંથી, વીસપંથી, તારણપંથી, યાપનીય જેવા કેટલાક અન્ય સંપ્રદાયો પણ છે.અને દિગંબર ની સંધી છૂટી પાડતા તે બને છે

દિગ+અંબર.દિગ એટલે દિશા અને દિશા જ અંબર છે. એટલે જેમણે વસ્ત્રો નો ત્યાગ કર્યો છે તે દિઅગમ્બર કહેવાયા.પરંતુ મૂળ ઉદ્દેશ બંને નો સમાન છે. વસ્ત્રો અને ધર્મ ને શું લાગે ? પણ હકીકત એ છે કે શ્વેત વસ્ત્ર ધારણ કરવાનો અર્થ થાય છે જીવન ને પણ નિર્મળ બનાવો.પાપ કર્મો થી દુર રહી જીવન ને શ્વેત વસ્ત્ર ની જેમ સ્વચ્છ રાખો અને નિર્વસ્ત્ર રહી ને ઉદ્દેશ આપવામાં આવે છે કે પાપ કર્મો નો ત્યાગ કરો.

આમ બંને નો મૂળ ઉદ્દેશ જીવન ને ઉત્તમ બનાવાનો છે.જૈન ધર્મના બધા જ સંપ્રદાયોમાં થોડો ઘણો વિચારભેદ હોવા છતાય તેઓ બધા જ ભગવાન મહાવીર, અહિંસા, સંયમ અને અનેકાંતવાદમાં સમાન વિશ્વાસ ધરાવે છે.

જૈન ધર્મ માં ભક્તામર સ્ત્રોત અને નવકાર મંત્ર નું ઘણું મહત્વ છે.

જૈન પરંપરામાં અતિ વિશ્રુત ભક્તામર સ્ત્રોતના રચયિતા છે માનતુંગાચાર્ય. તેમનો જન્મ વારાણસીમાં ‘ઘનિષ્ઠ’ શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. તેમણે અજીતસુરીની પાસેથી શિક્ષા લીધી હતી. ગુરૂની પાસેથી કેટલીયે ચમત્કારીક વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ તેઓ આચાર્ય બન્યાં. પોતાના સમયના તેઓ પ્રભાવિક આચાર્ય થયા હતાં.

ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતાં હતાં. તે વખતે ધર્માવલંબી પોતાના ધર્મનો ચમત્કાર બતાવી રહ્યાં હતાં. ત્યારે મહારાજા ભોજે શ્રી માનતુંગાચાર્યને આગ્રહ કર્યો કે તમે મને ચમત્કાર બતાવો. આચાર્ય મૌન થઈ ગયાં. ત્યારે રાજાએ અડતાલીસ તાળાઓની એક શ્રૃંખલામાં તેમને બંધ કરી દિધા. માનતુંગાચાર્યએ તે વખતે આદિનાથ પ્રભુની સ્તુતિ પ્રારંભ કરી. જેમ જેમ શ્લોક બનાવીને તેઓ બોલતાં ગયાં તેમ તેમ તાળા તુટતાં ગયાં. બધાએ આને ખુબ જ આશ્ચર્ય માન્યું. આ આદિનાથ-સ્ત્રોતનું નામ ભક્તામર સ્ત્રોત પડ્યું. જે જૈન સમાજ માટે ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને ખુબ જ શ્રદ્ધાયુક્ત માનવામાં આવે છે.

સાધના વિધિ- ભક્તામર સ્ત્રોત વાંચવાનો સૌથી સારો સમય સુર્યોદયનો છે. વર્ષ દરમિયાન સતત વાંચવાનું શરૂ કરવું હોય તો શ્રાવણ, ભાદરવો, કારતક અને પોષ કે મહા મહિનામાં શરૂ કરો. તિથિ પુર્ણા, નંદા અને જયા હોવી જોઈએ રિક્તા ન હોવી જોઈએ.

જૈન ધર્મનો પરમ પવિત્ર અને મૂળ મંત્ર છે-

णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं।
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं॥

એટલે કે અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર અને બધા જ સાધુઓને નમસ્કાર આ પાંચ પરમેષ્ઠી છે.

જૈન ધર્મ ના ભગવાન ને તીર્થકર કહેવામાં આવે છે.જ્યારે મનુષ્ય જ ઉન્નત્તિ કરીને પરમાત્મા બની જાય તો તે તીર્થકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો તીર્થકર કહેવાય છે ઘાટને, કિનારાને તો ધર્મ તીર્થનું પ્રવર્તન કરનારા તીર્થકર કહેવાય છે. જ્યારે કે અવતાર તો પરમાત્માના, ઈશ્વરના પ્રતિક રૂપ માનવામાં આવે છે જે સમયે સમયે તેમના રૂપમાં જન્મ લે છે.

જૈન ધર્મ અનુસાર 24 તીર્થકર છે. પહેલાં તીર્થકર ઋષભનાથજી છે તો ચોવીસમા મહવીર સ્વામી. ઋષભનાથને આદિનાથ, પુષ્પદંતને સુવિધિનાથ અને મહાવીરને વર્દ્ધમાન, વીર, અતિવીર અને સન્મનિત પણ કહેવાય છે. ૧) ઋષભનાથ ૨) અજીતનાથ ૩) સમભવનાથ ૪) અભિનંદનસ્વામી ૫) સુમતિનાથ ૬) પદ્મપ્રભુ ૭)સુપાર્સ્નાથ ૮) ચંદ્રપ્રભુ ૯) પુષ્પદંત ૧૦) શીતલનાથ ૧૧) શ્રેયાન્શનાથ ૧૨)વાસુપૂજ્યસ્વામી ૧૩) વિમલનાથ ૧૪) અનંતનાથ ૧૫) ધર્મનાથ ૧૬) શાંતિનાથ ૧૭) કુંથુનાથ ૧૮) અરનાથ ૧૯) મલ્લીનાથ ૨૦) મુનીસુવ્રતસ્વામી ૨૧) નમિનાથ ૨૨) નેમિનાથ ૨૩) પાર્શ્વનાથ ૨૪) મહાવીરસ્વામી.

હવે જાણીએ ૧૦૮ મણકા ની માળા નું રહસ્ય.

પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-

જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ ૧૦ હજાર ૮૦૦ શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને ૧૦૮ જપ તો કરવા જ જોઈએ.

૧૦૮ ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. ૯ નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત ૧૨ સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના ૯ અને આદિત્યના ૧૨ આ રીતે તેમનો ગુણાકાર ૧૦૮ થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

માનવ જીવનની ૧૨ રાશિઓ છે. આ રાશીઓ ૯ ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ ૧૦૮ થાય છે.

આકાશમાં ૨૭ નક્ષત્ર છે. આના ૪-૪ પાદ કે ચરણ છે. ૨૭ નો ૪ સાથે ગુણાકાર કરવાથી ૧૦૮ થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ ૧૦૮ મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા ૧૦ હજાર ૮૦૦ છે અને બે શુન્યને દૂર કરવા પર ૧૦૮ થાય છે.

શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં ૧૦ હજાર ૮૦૦ ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ ૧૦૮ જ બચે છે.

જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં ૧૦૮ મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના ૨૭ આ રીતે પંચ પરમિષ્ઠના કુલ ૧૦૮ ગુણ હોય છે.

હવે વાત કરીએ મૂળ અત્યારે જૈન બંધુઓનો જે પવિત્ર પર્વ ચાલી રહ્યો છે તેની.પર્યુષણ પર્વ.

જૈન ધર્મના લોકો ભાદરવા માસમાં પર્યુષણનું પર્વ ઉજવે છે. શ્વેતાંબર સંપ્રદાયના પર્યુષણ ૮ દિવસ ચાલે છે. ત્યાર બાદ દિગંબર સંપ્રદાયના લોકો ૧૦ દિવસ પર્યુષણ મનાવે છે. તેને તેઓ દસલક્ષણના નામથી પણ સંબોધે છે.

પર્યુષણ પર્વ ઉજવવાનો મૂળ ઉદેશ્ય પોતાની આત્માને શુધ્ધ કરવા માટે જરૂરી ઉપક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હોય છે.

આત્માને પર્યાવરણના પ્રત્યે તટસ્થ કે વીતરાગ બનાવ્યા વિના શુધ્ધ સ્વરૂપ આપવું શક્ય નથી. આ દ્રષ્ટીથી કલ્પસૂત્ર કે તત્વાર્થ સૂત્રનું વાંચન અને વિવેચન કરવામાં આવે છે અને સંત-મુનિઓ અને વિદ્વાનોના સાનિધ્યમાં સ્વાધ્યાય કરવામાં આવે છે.

પૂજા, અર્ચના, આરતી, સમાગમ, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરવામાં આવે છે અને દૈનિક વ્યાવસાયિક તેમજ સાવદ્ય ક્રિયાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંયમ અને વિવેકનો પ્રયોગ કરવાનો અભ્યાસ ચાલતો રહે છે.

મંદિર, ઉપાશ્રય, સ્થાનક તેમજ સમવશરણ પરિસરમાં વધારે સમય રહેવાનું જરૂરી માનવામાં આવે છે. આમ તો પર્યુષણનો પર્વ દિવાળી અને ક્રિસમસની જેમ ઉલ્લાસ અને આનંદનો તહેવાર નથી. છતાં પણ તેનો પ્રભાવ આખા સમાજમાં જોવા મળે છે.

ઉપવાસ, બેલા, તેલા, અઠ્ઠાઈ, માસખમણ જેવા લાંબા કંઇ પણ ખાધા પીધા વિના નિર્જળ ઉપવાસ કરનાર હજારો લોકો સરાહના મેળવે છે. ભારત સિવાય બ્રિટન, અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, જાપાન, જર્મની તેમજ અન્ય અનેક દેશોમાં પણ પર્યુષણનું પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે.

પરંતુ પર્યુષણ પર્વ પર ક્ષમત્ક્ષમાપણું કે ક્ષમાવાણીનો કાર્યક્રમ એવો છે કે જેનાથી જેનેતર જનતાને ખુબ જ પ્રેરણા મળે છે. આની સામુહિક રૂપથી વિશ્વ મૈત્રી દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ પર આની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી કે ઋષી પંચમી કે ગણેશ વિસર્જન ના દિવસે સંવત્સરી પર્વ ઉજવવામાં આવે છે.

તે દિવસે લોકો ઉપવાસ કરે છે અને પોતાના પાપોની આલોચના કરતાં ભવિષ્યમાં તેમનાથી બચવાની પ્રતિજ્ઞા કરે છે. તેની સાથે જ તે ચોર્યાસી લાખ યોનીઓમાં વિચરણ કરી રહેલા બધા જ જીવોથી ક્ષમા માંગતાં એવું સુચિત કરે છે કે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી. પરોક્ષ રૂપે તેઓ એવો સંકલ્પ કરે છે કે તેઓ પર્યાવરણમાં કોઇ જ હસ્તક્ષેપ નહી કરે.

મન, વચન અને કાયાથી જાણતાં અને અજાણતાં તે કોઇ પણ હિંસાની ગતિવિધિમાં પોતે પણ ભાગ નહી લે અને બીજા લોકોને પણ ભાગ લેવાનું નહી કહે અને જેઓ તેમાં ભાગ લેશે તેને પણ સમર્થન નહી આપે. આ આશ્વાસન આપવા માટે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી. તેઓ એવું પણ ઘોષિત કરે છે કે તેઓએ વિશ્વના બધા જ જીવોને ક્ષમા કરી દીધા છે. અને તે જીવોને ક્ષમા માંગનારાઓથી ડરવાની જરૂરત નથી.

ખામેમિ સચ્ચે જીવા, સચ્ચે જીવા ખમંતુ મે. મિત્તિમે સચ્ચ ભુએસ વૈરં મમઝ ન કેણઈ. આ વાક્ય પરંપરાગત જરૂર છે પરંતુ ખાસ મહત્વ રાખે છે. તેને અનુસાર ક્ષમા માંગવા કરતાં ક્ષમા આપવી ખુબ જ જરૂરી છે.

ક્ષમા કરવાથી તમે અન્ય બધા જ જીવોને અભયદાન આપો છો અને તેમની રક્ષા કરવાનો સંકલ્પ કરો છો ત્યારે તમે વિવેક અને સંયમનું અનુસરણ કરશો, આત્મિક શાંતિ અનુભવશો અને બધા જ જીવો અને પદાર્થો પ્રત્યે મૈત્રી ભાવ રાખશો. આત્મા ત્યારે જ શુધ્ધ રહી શકે છે જ્યારે તે પોતાનાથી બહાર હસ્તક્ષેપ ના કરે બહારના તત્વોથી વિચલીત ન થાય. ક્ષમા-ભાવ તેનો મૂળ મંત્ર છે.

પર્યુષણ પર્વ ના અંતિમ દિવસે જૈનબંધુઓ સામાયિક ખાસ કરે છે.આમ તો અખા વર્ષ દરમિયાન સામાયિક કરવામાં આવે છે.આ સામાયિક નું મહત્વ દોષ ને દુર કરવાનું છે.

અને પર્યુષણ પર્વ ને અંતે સર્વે મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા યાચના પ્રાર્થે છે.મિચ્છામી એટલે મહ ઈચ્છા મહી એટલે કે મેં ઈચ્છા થી કે અજાણતા માં જ કોઈક પ્રકારનું દુ:ખ આપ્યું હોય તો ક્ષમા માંગું છુ.અને એ સાથે જૈન બંધુઓના પર્યુષણ પર્વ નો અંત થાય છે.

આમ પર્યુષણને જૈન બંધુઓ એક તહેવાર ની જેમ ઉજવે છે.ઘણા લોકો માં ગેરમાન્યતા પ્રવર્તે છે કે પર્યુષણ પર્વ એ જૈનો ના નવા વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે ઉજવાય છે પરંતુ જૈનોનું નવું વર્ષ તો દિવાળી જ હોય છે નહિ કે પર્યુષણ પર્વ.

આમ જૈન ધર્મ નો મુખ્ય ઉદ્દેશ છે પ્રેમ અને દયા.સર્વ પ્રાણીસૃષ્ટિ ને એટલો જ પ્રેમ કરો જેટલો ખુદ ને કરો છો અને સર્વ પ્રત્યે દયાભાવ રાખો.

 

ઉત્તમ ધર્મના દસ અંગ

1

|| ઉત્તમ ધર્મના દસ અંગ ||

1. ઉત્તમ ક્ષમા :
સહનશીલતા. ક્રોધને ઉત્પન્ન ન થવા દેશો. ક્રોધ ઉત્પન્ન થાય તો પોતાના વિવેકથી, નમ્રતાથી તેને વિફળ કરી દો. પોતાની અંદર ક્રોધનું કારણ શોધવું, ક્રોધથી થનાર અનર્થોનો વિચારવા, બીજાઓની બેસમજી પર ધ્યાન ન આપવું. ક્ષમાના ગુણોનું ચિંતન કરવું.

2. ઉત્તમ માર્દવ :
ચિત્તમાં મૃદુતા અને વ્યવહારમાં નમ્રતા હોવી.

3. ઉત્તમ આર્દવ :
ભાવની શુદ્ધતા. જે વિચારો તે કહો. જે કહો તે કરો.

4. ઉત્તમ શૌચ:
મનમાં કોઈ પણ પ્રકારનો લોભ ન કરવો. આસક્તિ ન રાખવી. શરીરની પણ નહિ.

5. ઉત્તમ સત્ય :
યથાર્થ બોલવું. હિતકારી બોલવું. થોડુ બોલવું.

6. સંયમ :
મન, વચન અને શરીરને કાબુમાં રાખવું.

7. ઉત્તમ તપ :
મલીન વૃત્તિઓને દૂર કરવા માટે જે બળ જોઈએ તેને માટે તપસ્યા કરો.

8. ઉત્તમ ત્યાગ:
પાત્રને જ્ઞાન, અભય, આહાર, ઔષધિ વગેરે સદવસ્તુઓ આપવી.

9. ઉત્તમ અકિંચનતા :
કોઈ પણ વસ્તુમાં મમતા ન રાખવી. અપરિગ્રહ સ્વીકાર કરવો.

10. ઉત્તમ બ્રહ્મચર્ય :
સદગુણોનો અભ્યાસ કરવો અને પોતાને પવિત્ર રાખવા.

જૈન ધર્મ

 

1

|| જૈન ધર્મ ||

જૈન ધર્મ અથવા જૈનત્વ ભારતમાં ઉદ્ભવેલો અને પાળવામાં આવતો એક ધર્મ છે, જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે. જૈન ધર્મનાં અનુયાયીઓને શ્રાવક કહેવામાં આવે છે. મહાવીર સ્વામી આ ધર્મના ૨૪મા તીર્થંકર હતા તથા, પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ગણના થાય છે. આશરે ૨૬૦૦ વર્ષ પહેલા જન્મેલા ભગવાન મહાવીર, અહિંસાના જીવતા જાગતા પ્રતીક હતા. તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે પૂજાય છે. નાનપણથીજ નિડર એવા મહાવીર સ્વામીનુ બાળપણ મહેલમાં વિત્યુ.

આ ધર્મના મૂખ્ય બે સંપ્રદાય છે, શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા અનુસાર તેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ પ્રિયદર્શના હતું. જ્યારે દિગંબર સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમણે બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. આ તપસ્યા દરમિયાન તેમણે માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

દિગંબર જૈન ધર્મનો ઇતિહાસ આ પ્રમાણે છે:

મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૬૨ વર્ષમાં ૩ કેવળી થઈ ગયા: ૧. ગૌતમ સ્વામી ૨. સુધર્મ સ્વામી ૩. જમ્બુ સ્વામી.

તેમના પછી પાંચ શ્રુતકેવળી થઈ ગયા: ૧. વિષ્ણુદેવ ૨. નંદીમિત્ર ૩. અપરાજિત ૪. ગોવર્ધન ૫. ભદ્રબાહુ .

ભદ્રબાહુએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ઉત્તર ભારતમાં દુષ્કાળ પડવાનો છે, તેથી તેમણે દુષ્કાળ પડ્યા પહેલા સંઘ સાથે દક્ષિણ ભારત તરફ ગમન કર્યું. તેમના પછી પરંપરામાં ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા. ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યાં.

જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સાથે વિશેષ સામ્ય ધરાવે છે.

જૈન ધર્મના નિયમોને માની તેનું પાલન કરનારાના વ્યક્તિઓને શ્રાવક અને શ્રાવિકા કહે છે.