સ્પેચીઅલ થાળી

3

|| સ્પેચીઅલ થાળી ||

(૧) || પેઈલા ||

સામગ્રી ઃ બાસમતી ચોખા ર કપ, બે મોટા ટામેટાં, રિફાઈન્ડ તેલ ર ટે.સ્પૂન, મધ્યમ ચોરસા ટુકડામાં સમારેલું પનીર ૧/ર કપ, મધ્યમ ટુકડા સમારેલા ફ્રેન્ચ બીન્સ ૧ કપ, તાજા મટરના દાણા, ૧/ર કપ, ઓરેગાનો ૧ ટી સ્પૂન, મીઠું, કાળા મરીનો ભૂક્કો, સ્વાદ અનુસાર, બારીક સમારેલા લાલ, પીળા, સિમલા મરચાં ૧/૪ કપ, કેસરની

** રીત
૧. ચોખા ધોઈ એનું પાણી નિતારી લો.

ર. લાલ મરચાંને પાણીમાં નાખી ર-૩ મિનિટ સુધી ઉકાળી પાણી નિતારી લો. પછી મીકસીમાં ઝીણું પીસી લો.

૩. અડધા સમારેલાં ટામેટાને ઉકળતા પાણીમાં એક મિનિટ સુધી રાખો. પછી બહાર કાઢીને એની છાલ ઉતારી બારીક સમારી લો.

૪. તેલ ગરમ કરી એમાં પનીર, હલકું લાલ થાય ત્યાં સુધી તળીને કાઢી લો. વધેલા તેલમાં લાલ મરચાંની પેસ્ટ સાંતળો. પછી ફ્રેંચ બીન્સ, મટર અને ટામેટાં નાંખી થોડું વધુ સાંતળી લો.

પ. ચોખા, ૪ કપ ગરમ પાણી, ઓરેગનો, મીઠું, કાળાં મરી અને ખાંડ ભેગું કરી ચોખા રાંધો.

૬. ચોખા જ્યારે લગભગ થવા આવે ત્યારે એમાં સિમલા મરચાં, પનીર, કેસર, ક્રીમ અને પનીર મિકસ કરી થોડું સાંતળો.

૭. ગરમ ભાત ઉપર ખમણેલું પનીર, કોથમીર, અને બદામની પાતળી કાતરી સર્વ કરો.

4

(૨) || સ્પેનિસ રાઈસ ||

સામગ્રી ઃ ચોખા ૧-૧/ર કપ, વટાણાના દાણાં ૧૦૦ ગ્રામ, સિમલા મરચાં ૧ સમારેલું, તેલ ૩ ટે.સ્પૂન, ઝીણી સમારેલી ફણસી ૧૦૦ ગ્રામ, ૧ મોટું સમારેલું ટામેટું, દહી ર ટે.સ્પૂન, મીઠું સ્વાદનુસાર, ૩ ટામેટાની સ્લાઈઝ, છીણેલું પનીર ૪ ટે.સ્પૂન સજાવટ માટે.

** રીત
૧. ચોખાને થોડા કડક સીજવીને થાળીમાં ઠંડા કરવા.

ર. તજ, લવિંગ, કાળાં મરીને વાટી લેવા.

૩. તેલ ગરમ કરી કાશ્મીરી મરચાં તળીને લઈ લેવા.

૪. તળેલાં મરચાં વાટી લેવા.

પ. વટાણા અને ફણસી બાફી લેવા.

૬. ગરમ તેલમાં વાટેલા મરચાં સાંતળવા તેમાં સીમલા મરચાં, ટામેટાનાં ટુકડા નાખી બે મિનિટ સુધી સીજવો.

૭. સીજવેલા ચોખા, મીઠું, બાફેલા શાક, વાટેલા તજ, લવિંગ, મરી નાંખી બરાબર જમાવવા. ૯. તેની ઉપર ટામેટાંની સ્લાઈઝ ગોઠવવી. તેની ઉપર ખમણેલું પનીર ભભરાવવું. ૧૦. ઓવનમાં ૧૦ મિનિટ શેકવું. પછી ગરમા ગરમ સર્વ કરવું.

 

સિઝલર્સ

1

(૧) || મેક્સિકન ઈડીયન સિઝલર્સ ||

સામગ્રી ઃ ૧. ર વાટકી ચોખા, કોથમીર થોડી, આખું જીરું, મીઠું પ્રમાણસર, ઘી પ્રમાણસર, ઘી પ્રમાણસર. ર. ર વાટકી રાજમા, પ્રમાણસર, મીઠું, ઝીણા સમારેલા સીમલા મરચાં ૧/ર વાટકી, ઝીણા સમારેલા ટામેટા ૧/ર વાટકી લાલ મરચું ૧ ચમચી, ટામેટાનો સોસ ર ચમચા, ઓરેગનો ૧ ચમચી, ૧ ચમચી તેલ.

** રીત –

૧. ચોખા કડક થોડા રાંધવા. વાસણમાં ઘી ગરમ કરીને તેમાં જીરું સાંતળવું, જીરું ગુલાબી થાય એટલે તેમાં રાંધેલા ભાત કોથમીર અને મીઠું નાંખીને હલાવીને નીચે ઉતારી લેવું.

ર. રાજમા ર ર થી ૩ કલાક પલાળીને બાફવા. વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં સીમલા મરચા નાખી સાંતળવા. પછી તેમાં ટામેટાં, મીઠું, લાલ મરચું નાંખી બે મિનિટ સિજવા દેવું. સીજી જાય એટલે તેમાં ટામેટાનો સોસ અને ઓરેગાનો નાંખી હલાવીને નીચે ઉતારવું.

૩. કાચાં કેળાંને બાફી છોલી છુંદી લેવા. તેમાં મીઠું, હળદર, લીંબુ, લીલાં મરચાં, કોથમીર નાંખી મિકસ કરવું. પુરણના એક સરખા ભાગ કરીને પેટીસનો શેપ આપવો (આ પેટીસ થોડી મોટી થશે) પેટીસને નોનસ્ટીકમાં જરા તેલ નાંખીને બંને બાજુથી લાલ કરવી બધી કરીને લઈ લેવી.

૪. વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલ તેમાં જીરું અને લાલ મરચાં નાખીને સાંતળવું. તેમાં મીઠું સીમલા મરચું. ફણસી નાખીને બે મિનિટ સુધી હલાવીને રાખવું. પછી તેમાં પત્તાગોબી નાંખી બે મિનિટ હલાવીને નીચે ઉતારી દેવું.

પ સિઝલિંગ ટ્રેમાં પહેલાં સલાડ પત્તા પાથરવા. તે ગેસ પર મૂકવી. તેમાં એક બાજુ ભાત, એક બાજુ પેટીસ, એક બાજુ શાક, એક બાજુ રાજમા મૂકવા.

૬. તેની .પર મેક્સિકન સોસ નાંખવો. તેની ઉપર પનીર ખમણીને ગેસ ઉપર જ રાખવું.

૭. એકદમ ધૂમાડો નીકળે ત્યારે તે ટ્રેને વુડમાં મૂકીને સર્વ કરવું.

(૨) || થાઈ સિઝલર્સ ||

સામગ્રી ઃ છીણેલું કાચું પપૈયું ૧ કપ, થાઈ નુડલ્સ૧ કપ, ગોલ્ડન ફાઈડ કોર્ન ૧/ર વાટકી, વેજીટેબલ સાતે ર સ્ટિકસ,પીનટ સોસ ર-૩ ટે.સ્પૂન, રેડ કરી વેજીટેબલ ૧ કપ, તેલ ૧ ટે.સ્પૂન.

** રીત –

૧. સિઝલર પ્લેટ ગેસ ઉપર પાંચ મિનિટ સુધી બરાબર ગરમ કરી ત્યાર બાદ ગેસને ધીમો કરો.

ર. આ પ્લેટમાં છીણેલા પપૈયાને પાથરો. એની ઉપર પ્લેટનાં એક ખૂણામાં ગરમ થાઈ નુડલ્સને રાખો. સાથે સાતેની સ્ટિકસ અને ગોલ્ડન ફ્રાઈડ કોર્ન રાખો. એના ઉપર ગરમ પીનટ સોસ નાંખો. તેની બાજુમાં ગરમ રેડ કરી વેજીટેબલ રાખો.

૩. તેલમાં થોડું પાણી મિલાવી ગરમ સિઝલર ઉપર છાંટીને જેથી સિઝલર પ્લેટથી સિજલીંગનાં અવાજની સાથે ધૂમાડો નીકળવા લાગશે. આ પ્લેટને લાકડાની કેટમાં રાખીને તરત જ સર્વ કરો.

(૩) || રબડી માલપુઆ સિઝલર્સ ||

સામગ્રી રબડી માટે ઃ તાજુ મલાઈદાર દૂધ ૪ કપ, ખાંડ પા કપ, કેસર ૪-પ દાંડી, ઈલાયચી પાવડર પા ટી.સ્પૂન માલપુઆ માટે સામગ્રી ઃ મેંદ પા કપ, ખાંડ ર ટે.સ્પૂન, ઘી માલપુઆ શેકવા માટે. ભરવાને માટે સામગ્રી ઃ (પૂરણ) ઃ તાજું પનીર પા કપ (થોડું મસળીને લો), નાના

** રીત –

૧. નોનસ્ટીક પેનમાં ફાસ્ટ ગેસ પર દૂધ ઉકાળવાને માટે રાખો. તેને ચમચાથી હલાવતા પકાવીને અંદાજથી ર
કપ રહે ત્યાં સુધી ઘાટું કરો. તેમાથી અડધો કપ દૂધ માલપુઆ માટે અલગ નીકાળી રાખો. બચેલા દૂધમાં ખાંડ, કેસર અને ઈલાયચી પાવડર મિલાવીને તેની રબડી બનાવવી.

ર. માલપુઆ માટે બાજુમાં અલગ કાઢીને રાખેલું અડધા કપ દૂધમાં મેંદો અને ખાંડ મિલાવીને કમ સે કમ અડધો કલાક રાખો.

૩. નોનસ્ટીક પેન ગરમ કરી તેમાં ર ટે.સ્પૂન માલપુઆનું મિશ્રણ નાંખીને તેને પાતળું ગોળ ફેલાવવું. તેને બાજુમાં થોડું ઘી નાંખીને તેને બંને બાજુથી લાલ થાય ત્યાં સુધી શેકો.

૪. ભરવાની બધી સામગ્રી મિલાવો.

પ. માલપુઆની વચમાં લાંબા આકારમાં પૂરણ રાખીને તેનોરોલ બનાવવો.

૬. નાની સીઝલર પ્લેટને ગેસ ઉપર રાખીને ગરમ કરો (તેને વધારે ગરમ ન થવા દો), ફરી સીઝલર પ્લેટને
લાકડાની કેટમાં રાખો. તેની ઉપર કેળાનું પાંદડું પાથરીને તેની ઉપર માલપુઆનો રોલ રાખો. તેની ઉપર ગરમ ગરમ રબડી નાંખો. તેની ઉપર બદામ પીસ્તાની કાત્રી અને ગુલાબની પાંદડીઓથી સજાવીને પેશ કરો.

* આના ભરાવનમાં કેરીને બદલે સ્ટ્રોબેરી અથવા પાઈનેપલ પણ લઈ શકાય છે.

|| મિઠાઈ સિઝલર ||

ઃ ઉપરના તરીકાથી સિઝલર પ્લેટ ગરમ કરીને લાકડી કેટમાં રાખો અને તેની ઉપર કેળાના પાંદડા પાથરો. તેની ઉપર કાજુકતલી, બુંદી, ઘેબર, સુતરફેણી, ગુલાબજાંબુ, રસગુલ્લા, બર્ફી આદિમાંથી પોતાની પસંદગીની મિઠાઈ રાખવી. ઉપરથી ગરમ ગરમ રબડી નાંખવી. બદામ-પિસ્તાની કાત્રી સજાવીને તુરત પેશ કરો.

(૪) || ઈન્ડીયન સિઝલર્સ ||

૧. રેડ ગ્રેવી બનાવવા માટે – સૂંઠ પાવડર ૧ ચમચી, બદામ ૭ થી ૮ (પાણીમાં પલાળીને છોતરા કાઢેલા),૧ મોટું ટામેટું, ૧ ચમચો તેલ, ર ચમચી લાલ મરચાં, ર ચમચી ધાણા, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ધાણા, ૧/૪ ગરમ મસાલો, ૧ ચમચી કસુરી મેથી, મીઠું અને સાકર સ્વાદ પ્રમાણે, મથેલું ઘી ર ચમચા.

** રીત –

૧. રેડ ગ્રેવી માટે ઃ

સૂંઠ અને બદામ મિકસ કરી એકદમ પીસી લેવી, ટામેટા અલગથી પીસવા. તેલ ગરમ કરી
પીસેલા બદામ અને સૂંઠ નાંખીને શેકો. તેલ છૂટું પડે એટલે પીસેલાં ટામેટાં નાંખો, તેમાં મરચાં, ધાણા, ગરમ મસાલો, કસુરી મેથી, મીઠું અને સાકર મિકસ કરી થોડી વાર ઉકાળી લો.

ર. દાળફ્રાયની માટે ઃ બંને દાળો ધોઈને તેમાં હળદર, હીંગ, સૂંઠ અને ૩ કપ પાણી નાંખો, તેમાં મરચાં નાંખીને કુકરમાં દાળ ગળે ત્યાં સુધી સીજવવી. સીજવેલી દાળમાં ગરમ મસાલો અને મીઠું નાંખીીને થોડી ઘૂંટી લેવી, તેલ ગરમ કરીને રાઈ, જીરું અને હીંગ નાંખીને વઘાર કરી તેમાં દાળ નાંખીને વઘાર કરી તેમાં દાળ નાંખીને થોડીવાર ઉકળવા દેવી.
૩. ભાત માટે સામગ્રી ઃ ચોખા ધોઈને પાણી નીતારી પ-૧૦ મિનિટ રાખો, તેમાં બે કપ પાણી અને મીઠું નાંખીને ચોખા સીજવો. તેને થાળીમાં પાથરીને ઠંડા કરો જેથી છૂટા રહે. ઘી ગરમ કરીને તેમાં તજ, લવિંગ, એલચી, જીરું, તેજપત્તાનો વઘાર કરી તેમાં મીઠું અને ભાત નાંખીને બરાબર હલાવીને નીચે લેવું.

૪. સ્ટફ ટામેટા માટે ઃ ટામેટાની ઉપલી બાજુથી પાતળી સ્લાઈઝ કાઢવી. સ્પૂનની મદદથી અંદરનો ગર કાઢવો (તે ગર રેડ ગ્રેવી માટે વાપરી શકાય છે.) બાકીની બધી સામગ્રી કરી ટામેટામાં ભરો. ૬. સ્ટફ
સીમલા મરચા માટે ઃ મરચાંની ઉપરની બાજુ એક આડી સ્લાઈઝ કાઢવી અને અંદરથી બધાં બીજ કાઢી લો. બે મિનિટ પાણીમાં બાફી લો તેને બહાર કાઢી તેમાં ભરવાનો બધો મસાલો મિકસ કરીને ગેસ ધીમો કરો. પ્લેટમાં પત્તા ગોબી પાથરો, તેની ઉપર સ્ટફ ટામેટાં, કેળાં અને સિમલા મરચાં મૂકો. તેની ઉપર ગ્રેવી અને થોડીક્રીમ નાંખો તેમની બાજુમાં ગરમ ભાત મૂકો. તેની ઉપર દાળ નાંખો. સિઝલીંગનો અવાજ અને ધૂમાડો આવે ત્યારે પ્લેટને લાકડાની ટ્રેમાં મૂકીને સર્વ કરો. એક બાજુ રોટલી, નાન અથવા પરોઠા અને પાપડ પીરસો.

જૈન ફૂડ – જૈન રેસીપીઝ

2  1

|| જૈન ફૂડ – જૈન રેસીપીઝ ||

|| જૈન રસોઈ ||

જૈન કોમની ઊજજવળતા અને તેજસ્વીતા જિન પૂજા – જીવદયા અને જયણાને આભારી છે. અષ્ટ પ્રવચન માતા એ સાધુની માતા છે તો જયણાએ શ્રાવકની માતા છે. ” જયણા એટલે જીવરક્ષા માટેની કાળજી ”
જયણા એટલે નાના જીવો પ્રત્યે પણ પ્રેમ. આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા, બે પરિબળોના કારણે જીવદયા અને જયણાની આજે ઘણી ઊપેક્ષા કરવામાં આવે છે. જુના સમયમાં આપણા બાપ દાદાઓ, વડીલો આ જયણાની બાબતમાં ખૂબજ ચીવટવાળા હતા. પરંતુ વતૅમાન સમયમાં જયણાનું લક્ષ્ય ચુકાઇ ગયું છે. આ લક્ષ્યને ફરીથી જીવંત બનાવવા માટે નીચે દશૅવેલા જયણાના ઊપકરણો ઘરમાં હોવા ખૂબજ ઊપયોગી બને તેમ છે.

|| ઊપકરણ ||

૧. ગળણું – પાણી ગાળવા માટેનું સુયોગ્ય જાડું ખાદીનું – જીણું કપડું, ગળણી વગેરે.
૨. સાવરણી – ઘરનો કાજો (કચરો) કાઢવા માટે મુલાયમ સ્પશૅવાળી સાવરણી.
૩. પૂંજંણી – ખાસ પ્રકારના સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પશૅવાળી નાની પછી.
૪. ચરવળો – સામાયિક – પ્રતિક્રમણ અદિ ધમૅક્રીયાઓમાં ઊઠતા – બેસતા પુંજવા – પ્રમાજૅવા માટે જરૂરી ઊપકરણ.
૫. ચરવળી – લાકડાની નાની દાંડી પર ચરવળા જેવી ઊનની
દશીઓ લગાવેલું આ ઊપકરણ છે. કબાટ, માટલા વગેરે સાફ
કરવા માટે જયણાનું સુંદર સાધન છે.
૬. મોરપછી – મોરના પછાને બાંધીને બનાવેલું ઊપકરણ. પુસ્તકો, ફોટા વગેરે પુંજવાનુ ઊત્તમ સાધન છે.
૭. ચારણા – અનાજ, લોટ, મસાલા વગેરે ચાળવાના અલગ અલગ ચારણા.
૮. ચંદરવો – રંધાતી રસોઇમાં ઊપરથી નાના સુક્ષ્મ જીવજંતુ ન પડે તે માટે રસોડામાં ઊપર બાંધવામાં આવતું કપડું. શાસ્ત્રમાં સાત ચંદરવાનું વિધાન આવે છે.

|| જયણાના અતિમહાન લાભો ||

જીવનચર્યા કે દિનચચર્યામાં નાના – મોટા કોઇપણ જીવ મરી ન જાય, દુઃખી ન થાય તેવી કાળજી રાખવાથી સંપૂણૅ શરીર મજબુત, મન મજબુત, નીરોગી કાયા, સંપૂણૅ સ્વાસ્થ્ય, માંદગી અભાવે, દવા – ઔષધિ
લેવી જ ન પડે, વ્રુધ્ધાવસ્થામાં નીરોગીતા, સુખમય – આનંદમય જીવન, સદ્ ગુણિ પરિવાર, ધમૅમય – નીતી નિયમમય સાત્વિક જીંદગી, શાંતિ – સંતોષ, પ્રસન્નતા સભર ઊજળું મન, સમાધિ, સદ્ગતિ અને સિદ્ધિગતિ પરંપરાએ પ્રાપ્ત થાય.

જીવોત્પતિ થયાં પછી તે જીવોની રક્ષા ખૂબ મુશ્કેલ બને છે. તેથી, ઘરમાં જીવાતો ઊત્પન્ન જ ન થાય તેની કાળજી રાખવી ઊત્તમ છે.

|| રસોડામાં જઇને પ્રથમ શું કરશો ? ||

શ્રાવિકા સવારે સૌ પ્રથમ રસોડામાં પ્રવેશતાની સાથેજ ગેસને (ચુલાને) પુંજે. (પુંજવોજ પડે), પુંજવા માટે શણની કે ઊનની પુંજણીનો ઊપયોગ કરી શકાય.

બનૅર, સગડી વગેરે પુંજયા પછીજ પ્રગટાવાય. (જો ફાવટ અને સાચવણી હોય તો રાત્રેજ બનૅર ખોલી છુટા પાડી જુદા કરીને મુકવામાં આવે તો ઘણીજ જીવરક્ષા થઇ શકે. પરંતુ તે માટે સંપૂણૅ ઊપયોગ રાખવો જરૂરી રહે છે.)

|| ગેસને પુંજતા બોલવામાં આવતો દુહો ||

” શુદ્ધ ચૂલો સંધ્રૂક ( પ્રગટાવ્યાં )જીવની રક્ષા કરું,
જીવ ચઢતું પેલે પારે, આવે છે અગ્નિની ઝાળ,
નહિ બાળું નહિ કૂટૂં , વિનય કરીને હું છુટું,
રાંધે તેને ધૂમાડો, જમે તે બધાને ભાર,
સાધુ – સાધ્વીનો પગલાં થાય, તો તેનો મને લાભ “.

* મનમા દુહો બોલતાં બોલતાં ગેસને જયણાપૂવૅક પૂંજવો. ( દુહો યાદ કરવા એક કાગળ ઊપર લખી ઊપર પ્લાસ્ટિક મૂકી સેલોટેપ લગાવી ગેસની બાજુની દિવાલ પર લગાડી દેવાથી વધુમા વધુ ૩૦ દિવસમા યાદ રહી જાય. ત્યારબાદ પ્લેટફોમૅ પર સાવરણીથી કાજો ( કચરો ) લેવો. પછી આખું રસોડું વાળવું. આ થઇ શ્રાવિકાની સૌ પ્રથમ જયણા……..

* ત્યારબાદ જે વાસણ વાપરવું હોય તેને ઊનની પૂજણી અથવા સૂંવાળા કપડાથી પૂંજવું, હળવે હાથે લૂછવું. પૂજયા વગર વાસણ ન વપરાય. તેની પૂજણી – કપડું જુદું જ રાખવું.

* શ્રાવકના ઘરમા કીધેલા સાત ચંદરવા પૈકી, ત્રણ રસોડામા

(૧) ગેસની ઊપર (૨) પાણીયારા ઊપર (૩) જમવા બેસી તેની ઊપર હોવા જરૂરી છે. તેનું કારણ જીવન રક્ષા અને જીવરક્ષા છે.

* શાસ્ત્રકારોએ શ્રાવકના ઘરમાં જે સાત ગરણાં કીધા છે તે પ્રત્યેક જૈનના ઘરમાં – રસોડામાં હોવા જરૂરી છે.

(૧) કાચું પાણી ગાળવાનું ગરણું –

એગંમિ ઊદગબિંદુમ્મિ , જે જીવા જિણવરેહિં પન્નતા ,
તે જઇ સરસવ ચિત્તા , જંબંબુદિ્વ્વે ન માયન્તિ.

અર્થ – જીનેશ્વર ભગવંતો કહે છે કે પાણીના એક બિંદુમાં રહેલા જીવો, જો સરસવ ( રાઇ ) જેવડું શરીર ધારણ કરે તો પણ તે જીવો આખા જંબુદ્વીપ માં ન સમાઇ શકે તેટલા બધાં હોય છે. માટે પાણી ગાળ્યા વગરનું કદી ન વપરાય.

મિનરલ વોટર – બોટલ – પાઊચનું પાણી – કૂલરનું પાણી, – ફ્રીજનું પાણી – નળનું પાણી – નદી – તળાવ – કૂવા, – વાવના પાણી, ગાળ્યા વગરના ન વપરાય. પીવા કે ન્હાવા – ધોવા દરેક કામમા વપરાતું પાણી દરરોજ ગાળવું પડે.

ઘરના, દુકાનમા, ઓફીસના કે આપણે બહારગામ જઇએ ત્યારે જે નળનો કે પાણીનો ઊપયોગ કરવાનો હોય તે નળ કે પાણીનો ગરણાથી ગાળીને કે કોથળી બાંધીનેજ ઊપયોગ કરાય. ઘર,એફીસના દરેક નળ પર બાંધેલી કોથળીઓ વારંવાર બદલતા રહેવું જોઇએ.

(૨) ઊકાળેલા પાણીનું ગરણું-

તેનું ગરણું અલગ જ હોય. કાચું પાણી જે ગરણાથી ગાળતા હોઇએ તે ગરણું સૂકાઇ જાય તેમ છતાં તેનાથી ઊકાળેલું પાણી ન ગાળવું. પાણી જે કોરી કથરોટ પર ઠારવામા આવે તેની ઊપર પણ જાળીવાળી પ્લેટ કે જાળીવાળું કપડું ઢાંકવું જોઇએ.

(૩) દુધ ગાળવાનું ગરણું-

કોઇ દિવસ ગાળ્યા વગરનું દૂધ ગરમ કરી શકાય નહિ. બોટલ, કોથરી કે ‘વાળા’ વાળાનું દૂધ હંમેશા ગાળીને વાપરવું જોઇએ.
તેની ગળણી અલગ જ હોય. તેને ઊપયોગપૂવૅક સાફ કરવી. શ્રાવિકાઓએ આ કામ જાતે જ કરવું.

(૪) છાશ ગાળવાનું ગરણું-

દહીમાં પાણી નાંખી ઝેરવ્યા પછી તે છાશ રસોઇ માટે કે પીવા માટે વાપરવી હોય તે છાશ પ્રથમ ગરણી મુકી ગાળવી. ગાળ્યા વગરની છાશ વાપરવી નહી. તેની ગરણી અલગ રાખીને ઊપયોગપૂવૅક સાફ કરવી.

(૫) ઘી ગાળવાનું ગરણું –

ઘી નો ડબ્બો કે પાઊચ તોડયા પછી ઘીને પ્રથમ ગરમ કરવું ને ત્યારબાદ ઝીણું કપડુ ભીનું કરી નીચોવી નાખી ખંખેરી બીજા વાસણ કે ડબ્બા પર બાંધી ઘીને ગાળો. ત્યારબાદ ઘી ગાળેલા કપડાંને ઊપયોગપૂવૅક સાફ કરવું. ઘીને ગાળ્યા વગર વાપરવું જોઇએ નહી.

(૬) તેલને ગાળવાનું ગરણું –

તેલનો ડબ્બો – બોટલ – પાઊચ – કેરબો તોડીયે ત્યારે તેને જેમાં ભરવાનું હોય તેના પર ભીનું ઝીણું કપડુ મુકી ગાળવુ. ગળ્યા વગરનું તેલ વપરાય નહી. તેલ ગાળ્યા પછી ગરણાંને ઊપયોગપૂવૅક સાફ કરવું.

(૭) લોટ – અનાજ વગેરેરે ચાળવા માટેના ચારણા –

ચાળવા માટે નાના-મોટા કાણાંવાળા ચારણા – ચારણી વાપરો. તેને કપડાથી સાફ કરો.

* વિવિધ ધાન માટે અલગ નાના-મોટા ચારણા-ચારણી વાપરો.
* લોટ ચાળવા માટે ઝીણા કાણાંની ચારણી વાપરો.
* ઘંટી પરથી લોટ આવે પછી તેને ચાળો. ચાળ્યા બાદ બે ઘડી
પછીજ લોટ અચિત્ત થાય નહી તો તે સચિત્ત ગણાય.
* લોટ તેના કાળ દરમ્યાન પુરો કરો.
* ચારણી ઊપર રહેલા થુલાના લોટની યોગ્ય જયણા કરો.

|| સાચવવા જેવી કાળ મર્યાદા ||

જૈન ધમૅમાં દરેક ખાદ્ય વસ્તુના કાળનું ખૂબજ મહત્વ છે.

* દળાવેલા લોટ-મીઠાઇ – ફરસાણ – નાસ્તા – ખાખરા – સુકવણી વગેરે તેના કાળ પ્રમાણે વાપરી લેવા પડે. કારણકે તેનો કાળ પુરો થઇ ગયા પછીથી તેમાં જીવોત્પત્તિ શરૂ થઇ જાય છે.

* દળેલી સૂઠ, પીપરામુળ (ગંઠોડા), દળેલી સાંકર વગેરે ચાળી દષ્ટિ ફેરવ્યા પછી વપરાય.

|| કાળની સમજ ||

* (શીયાળામાં) કારતક સુદ પુનમથી ફાગણ સુદ ચૌદશ સુધી સુખડી, લોટ વગેરેનો કાળ ૩૦ દિવસનો અને ઊકાળેલા પાણીનો કાળ ૪ પ્રહર (૧ પ્રહર = ૩ કલાક) જાણવો.
* (ઊનાળામાં) ફાગણસુદ પૂનમથી અષાઢસુદ ચૌદશ સુધી સુખડી, લોટ નો કાળ ૨૦ દિવસનો અને ઊકાળેલા પાણીનો કાળ 5 પ્રહરનો જાણવો.
* અષાઢસુદ પૂનમથી કારતકસુદ ચૌદશ સુધી સુખડી, લોટ નો કાળ ૧૫ દિવસનો અને ઊકાળેલા પાણીનો કાળ ૩ પ્રહરનો જાણવો. (બે કાળનું પાણી વાપરવું)
* ચોમાસામાં આજની ફો