ચાણક્યના સુવર્ણસૂત્રો

5

|| ચાણક્યના સુવર્ણસૂત્રો ||

“2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો”

2000 વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં: સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર. દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની હોય. ચાણક્યની. આજે જાણો આ ચાણક્યના સૂત્રોનું મૂલ્ય શું હોઈ શકે છે.

ચાણક્યનાં કેટલાંય સૂત્રો લોકજીભે છે. એનો રોજબરોજ ઉપયોગ કરનારને ખબર પણ નહીં હોય કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર કે સ્તુતિ દેવોને પણ વહાલી કે મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ વધારે સારો જેવાં ઑલ ટાઈમ ગ્રેટ સુવાક્યોના લીધી જ આપણી સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ રહી છે જેનાથી આજે આપણે ડગલે ને પગલે સફળતા માટે આ સમૃદ્ધ વાક્યોનો ઉપયોગ કરીને સફળતા મેળવીએ છીએ. જો કે પત્નીએ પતિને વશ રહેવું કે સ્ત્રીનો ક્યારેય વિશ્વાસ ન કરવો જેવાં અનેક ચાણક્યસૂત્રો આજના વખત માટે અપ્રસ્તુત છે. આ કે આવાં કેટલાંક સૂત્રોની અવગણના કરીએ તો બીજો ઘણો મોટો ખજાનો ચાણક્ય પાસેથી પ્રાપ્ત થાય.

ચાણક્ય આજની તારીખે જીવતો હોત તો મલ્ટિનેશનલ કંપનીના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટથી માંડીને પ્રાઈમ મિનિસ્ટરના પોલિટિકલ એડ્વાઈઝર સુધીના જૉબ એના માટે ખુલ્લા હોત અને સાઈડમાં ચિંતક-વિચારક તરીકેનાં એના પ્રવચનો ગોઠવવા માટે લાયન્સ-રોટરીવાળાઓ એની કુટિરની બહાર લાઈન લગાવતા હોત. ચાણક્યે કૌટિલ્ય નામે અર્થશાસ્ત્ર લખ્યું, જેનો અંગ્રેજી અનુવાદ પેંગ્વિન જેવી આંતરરાષ્ટ્રિય પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યો.

ચાણક્યને કેટલાક લોકો અનૈતિક અને સ્વાર્થી વાતોના પ્રચારક તરીકે ઓળખે છે. એનાં સૂત્રને જોવાનો એ પણ દ્રષ્ટિકોણ છે, પણ દુનિયામાં જ્યારે તમે જેવા સાથે તેવા થવા માગતા હો ત્યારે ચાણક્ય તમને અનએથિકલ કે ઈમ્મોરલને બદલે પ્રેક્ટિકલ વધુ લાગશે. પોતાનું (કે પોતાના રાષ્ટ્રનું) હિત સાચવવાની સલાહને સ્વાર્થી બનવાની સલાહ કોઈ ગણતું હોય તો ભલે ગણે. ચાણક્યના બે હજાર વર્ષ બાદ થઈ ગયેલી એયન રેન્ડ નામની અમેરિકન વિદુષીએ ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્કિશનેશ’ નામનો ગ્રંથ નથી લખ્યો?

-ખૂબ બધાં કામ ચઢી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની ઘણી વખત સૂઝ પડતી નથી. ચાણક્ય સહેલો ઉકેલ આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું. તદ્દન સીધી વાત છે અને ક્યારેક લાગે કે આ બધાં નકામાં કામ છે, કશાંમાંથી ફાયદો થાય તેમ નથી તો શું કરવું? એ માટે ચાણક્યને પૂછવા જવાની જરૂર નથી. પોતાનો ફાયદો જેમાં ન થતો હોય એવાં નકામાં કામ કરવાની કશી જરૂર નથી એવું કોઈ પણ ગુજરાતી તમને કહેશે.

-કેટલીક વાર તમને નવાઈ લાગે એટલી હૂંફાળી વર્તણૂક તમારા શત્રુઓ કે અપરિચિતો દેખાડે છે. એમની આ મતલબી ઘનિષ્ઠતા વિશે ચાણક્ય વારંવાર લાલબત્તી ધરે છે. અનેક સૂત્રો દ્વારા આ વાત એ આપણા મગજમાં ખોસવા માગે છે કે શરાબીના હાથે દૂધનો પ્યાલો પીવો નહીં. દુષ્ટો ચાલાક હોય છે, તમને મદદ કરવા માટે લંબાયેલો એમનો હાથ ક્યારે તમારી ગળચી પકડી લેશે એ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ તમારું વધું પડતું સન્માન કરવા લાગે કે લળીલળીને વાત કરવા લાગે તો તમારે સાવધ થઈ જવું, આવી દેખાડા નમ્રતા પાછળ નક્કી એનો સ્વાર્થ હોવો જોઈએ.

-કોઈ પણ કાર્ય કરતી અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ના લેવાય એવું ચાણક્યે ગાઈ-બજાવીને કહ્યું છે. સામેથી ટેકો આપવા કે મદદ કરવા આવે તો પણ નો, થેન્ક્યુ કહીને એને પાછી કાઢવાની, કારણ કે તે તમને ટેકો એટલા માટે આપવા માગતી હોય છે કે કાલ ઊઠીને તમે એના સહારે હો ત્યારે ટેકો ખસેડીને પાડી નાખવાની તક મળે અને જૂના હિસાબોની વસૂલી થઈ જાય.

-ચાણક્યની બીજી એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈ પણ માણસ તમારી પાસે કશું માગવા આવે ત્યારે એની ઉપેક્ષા કરવી નહીં. એ વખાનો માર્યો હશે તો જ તમારી પાસે હાથ લંબાવતો હશે. નસીબે એને ઝાપટો મારી હોય ત્યારે એને સહાય કરાઅને બદલે એનું અપમાન કરીને એની હેરાનગતિમાં ઉમેરો કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં.

અહીં ચાણક્યના આ સૂત્ર સાથે અન્ય સૂત્રો મૂકવા પણ જરૂરી છે. કાયદામાં જેમ ફલાણી કલમને ફલાણી પેટા- કલમનાસંદર્ભમાં વાંચવાની હોય એવું કંઈક અહીં પણ છે. મદદ માગનારને તરછોડવો નહીં એવી સલાહ સાથે ચાણક્ય એવું પણ કહી જાય છે કે નીચ કે દુષ્ટ માણસ પર ક્યારેય ઉપકાર કરવો નહીં. સાપને દૂધ પિવડાવવાથી એનામાં રહેલા ઝેરની જ વૃદ્ધિ થાય છે. (જોકે, સાપ દૂધ પીતો જ નથી એવું સ્વ. વિજયગુપ્ત મૌર્ય પચાસ વાર કહી ગયા છતાં આપણામાંથી એ અંધશ્રદ્ધા ગઈ નથી.) દુષ્ટ પર ઉપકાર કરવાનો વિરોધ કરતાં ચાણક્ય કહે છે કે કેટલાક માણસોને આપણે કરેલા તમામ ઉપકાર ઓછા લાગે છે અને એ આપણા ઉપકારને પોતાનું અપમાન સમજી બેસે છે. માટે એવા લોકોને મદદ કરવાથી દૂર જ રહેવું. માટે યાચકની અપેક્ષા સંતોષતા પહેલાં કોઠાસૂઝથી તથા પૂર્વાનુભવથી જાણી-પારખી લેવું કે તમારું દાન, તમારી મદદ સુપાત્રે જાય છે કે કુપાત્રે.

-ચાણક્ય કહે છે કે શત્રુની સાથે ગમે તેવી દુશ્મનાવટ હોય તોય એની આજીવિકા નષ્ટ ના કરવી. કોઈ પણ વ્યક્તિને ભીંતસરસી ધકેલી દેવાથી, એની પાસેથી તમામ દિશાઓ છીનવી લેવાથી, એ જીવ પર આવીને તમારા પર હુમલો કરશે. બમ્બૈયા હિંદીમાં એને મરતા ક્યા નહીં કરતા ફીનોમિનન કહે. તમે શત્રુની રોજીરોટી છીનવી લેશો તો એ આજે નહીં પણ દસ વર્ષે એનો બદલો લેશે જ. એવા ઘણા દાખલા આપણી આસપાસ પડ્યા છે. તો હવે ધ્યાન રાખવું.

-બીજું, એરંડા જેવાં તકલાદી વૃક્ષોનો સહારો લઈને હાથીને ક્રોધિત ના કરવો. મહાશક્તિશાળી સામે બાંયો ચડાવવી હોય તો પહેલાં તપાસી લેવું કે એવો જ શક્તિશાળી ટેકો તમને છે કે કેમ? હાથીને ગુસ્સે કર્યા પછી છુપાઈ જવાનું આવે ત્યારે એરંડા કરતાં વટવૃક્ષની આડશ વધુ ઉપયોગી નીવડતી હોય છે. સાચી વાત? બિલકુલ સાચી વાત.

-કોઈ કંઈક પૂછે તો ફટ દઈને એનો જવાબ ના આપી દેવાય. પ્રશ્ન પાછળનો હેતુ શો છે તે વિશે વિચારવું. પ્રશ્નકર્તાની દાનત તપાસવા તમારે પ્રતિપ્રશ્ન કરવો.. શઠ લાગતા લોકોની આદત હોય છે કે નિર્દોષ લાગતા સવાલો પૂછીને પોતાની ધારી વિગતો કઢાવી લેવી. માટે જ ચતુર લોકો સીધો જવાબ આપવાને બદલે મોઘમ ઉત્તર આપીને વણબંધાયેલા રહે છે. આ સલાહ ચાણક્યે રાજનીતિના સંદર્ભમાં આપી છે. રોજિંદા વ્યવહારમાં પણ ઘણા એનો અમલ કરે છે.

-ધન વિશે ચાણક્યે કહ્યું છે કે માણસ પોતે અમર છે એમ માનીને એણે ધનનો સંગ્રહ કરવો જોઈએ. અર્થાત્ ‘આજે નહીં તો કાલે, મરવાનું તો નિશ્ચિત છે. ક્યાં આ બધી લક્ષ્મી છાતીએ બાંધી લઈ જવાની છે’ એવા વિચારો કરીને માણસે ઉદ્યમ કરવામાં આળસ કરવી નહીં. પૂરતા ધન વિના, જો વૃદ્ધાવસ્થા લંબાય તો, જીવન આકરું બની જાય છે.

-કમાણી કરવા માટે કેટલાક લોકો ‘પાપી પેટને ખાતર કરવું પડે છે’ એવું બહાનું આગળ ધરીને કોઈ પણ હીન કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ ચાણક્ય કહે છે કે માણસ ભૂખ્યા પેટે પણ જીવી લેતો હોય છે. બે ટંકના ભોજન માટે અનૈતિક કામ કરવાં અનિવાર્ય નથી હોતાં. ભૂખ ક્યારેય વ્યક્તિની ખુમારી તૂટવા દેતી નથી. પાંગળું મનોબળ જ માણસની નિષ્ઠાને ડગમગાવી મૂકે છે.

-ચાણક્ય માને છે કે ચતુર માણસને કયારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહારકુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં પણ આજીવિકા મેળવી લે છે. ધન વિષેની એક કડવી સચ્ચાઈ છે

-ચાણક્યનીતિના ગ્રંથમાં જે સૂત્ર સોનાના અક્ષરે લખાવું જોઈએ તે હવે આવે છે. સબંધો સ્વાર્થને આધિન છે. બે રાજ્ય વચ્ચેના કે બે વ્યક્તિઓ વચ્ચેના, સબંધો પરસ્પર સ્વાર્થ ન હોય તો બંધાતા જ નથી. પ્રયોજન વિનાનો, હેતુ વિનાનો, સબંધ હોઈ શકે જ નહીં.

-ઘણા લોકોને પોતાની નબળાઈઓ જાહેરમાં કે અન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરી દેવાની બહુ હોંશ હોય છે. ભાઈ, મારાં નસીબ એવાં ફૂટેલા નીકળ્યાં કે ધંધામાં ચાળીસ લાખની ખોટ ગઈ- કોઈએ પૂછ્યું નહીં હોય તો સામેથી કહેશે. કે પછી, આ બધું મારી આળસનો પ્રતાપ છે- એવું કોઈક કહેશે. કહેનારને લાગે છે કે આમ કહીને પોતે બહુ મોટી નિખાલસતા દેખાડી રહ્યા છે, પોતે કેટલા પારદર્શક છે એવું સ્થાપી રહ્યા છે, પણ દરેક સાંભળનારાઓનાં મન તમે કળી શકવાના નથી. ચાણક્ય કહે છે કે પોતાનાં છિદ્રોની જાણ ક્યારેય કોઈને ના કરવી. કારણ? શત્રુ હંમેશાં તમારી નબળાઈ વિશે જાણકારી મેળવીને એના પર જ પ્રહાર કરે છે. આ સાથે ચાણક્ય સલાહ આપે છે કે શત્રુનાં છિદ્રોની તમને જાણકારી હોવી જોઈએ અને લાગ મળ્યે એનાં છિદ્રો પર પ્રહાર કરવો જોઈએ અને જ્યાં સુધી શત્રુનાં છિદ્રોનો તાગ ના મળે ત્યાં સુધી એને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઈએ.

-ચાણક્યની એક સલાહ કવિ હરીન્દ્ર દવેએ માની હોત તો ક્યારેય આ શેર લખવાની નોબત એમના માટે ન આવી હોત મારી જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં, રહીને સુંવાળા સૌને દુભવ્યાનો થાક છે.

-ચાણક્યે કહ્યું છે કે મૃદુ સ્વભાવવાળા લોકોનું એમના આશ્રિતો પણ અપમાન કરતા હોય છે. માત્ર રાજકાજના ક્ષેત્રમાં જ નહીં, બધે જ આ સૂત્ર લાગુ પડે. સુરેશ દલાલ કહેતા હોય છે એમ: ડંખીએ ના, પણ ફૂંફાડો રાખવાનો.! આ જ સંદર્ભમાં બીજું એક ચાણક્યસૂત્ર છે કે અગંભીર વિદ્વાનને લોકો સન્માન નથી આપતા. આનો અર્થ એવો નથી કે માણસે વિદ્વતાનો ડોળ કરવા ઘુવડગંભીર ચહેરે ફરવું. અર્થ એ કે વિદ્વાનોએ ઉછાંછળું વર્તન ના કરવું. સામાન્ય પરિચિતોને કે દૂરના મિત્રોને તમારી સાથે બોલવા/વર્તવામાં અઘટિત છૂટ લેવા દેવી નહીં, એવું કરે તો એમને ટકોર પણ કરવી.

-આખી દુનિયાનું ડહાપણ પોતાનાં સૂત્રોમાં ઠાલવી દેનારો ચાણક્ય તમને ક્યારેક લાગણીશૂન્ય લાગે, પણ ના, એવું નથી. એક જગ્યાએ એક નાનકડી, પણ ખૂબ મોટી વાત કહી દે છે: પુત્ર અથવા તો સંતાનોના સ્પર્શથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી.

જીવનમાં ઉતારો ચાણક્યની નીતિઓ

2

|| જીવનમાં ઉતારો ચાણક્યની નીતિઓ ||

[1]
अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम ।
नीचप्रसंग कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।।
[ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે – ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા. ]
અત્યંત ક્રોધ, કટુ વાણી, દરિદ્રતા, પોતાના જ સ્વજનો સાથે વૈરવૃત્તિ, નીચ લોકોનો સાથ, કુળહીનોની સેવા –નરકમાં વસતા આત્માનાં લક્ષણો છે. પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નરક છે. મનુષ્ય પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, જેની વાણીમાં કડવાશ જ હોય, જે દરિદ્ર હોય અને પોતાના જ સ્વજનોનો દ્વૈષ રાખતો હોય તેને સુખ-શાંતિ ક્યાંથી મળે ? સ્વર્ગ એટલે સુખ-શાંતિ અને નરક એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ. જે દુર્જનોનો સંગ કરે તેની પાસે સજ્જનો ક્યારેય ફરકે નહિ અને તેનું તમામ સ્તરે પતન થઈ જાય છે. છેવટે તેને કુળહીન મનુષ્યોની સેવા કરવાનો વખત આવે છે.

[2]
आयुः कर्म च वितं च विधा निधनमेव च ।
पचैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।।
[ આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ – આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.]
જ્યારે જીવ તેની માતાના ગર્ભમાં આકાર લે છે ત્યારે જ વિધાતા તેનું આયુષ્ય, કર્મ, તેની ધન-સંપત્તિ, વિદ્યા અને તેનું મૃત્યુ નક્કી કરી નાંખે છે. તેમાં પછી ક્યારેય કોઈ ફેરફાર કરી શકતું નથી. આ કારણે જન્મ પછી દરેક વ્યક્તિએ નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને ફળની આશા ન રાખવી જોઈએ. તેને જે મળવાનું છે તે કોઈ રોકી શકશે નહિ. તેના નસીબમાં જે નહિ હોય તેનો શોક કરવો જોઈએ નહિ.

[3]
धर्माडडख्याने श्मशाने च रोगिणां या मतिर्भवेत ।
सा सर्वदैव तिष्ठेश्चेत को न मुच्येत बन्धनात ।।
[ ધાર્મિક કથા સાંભળતી વખતે, સ્મશાનની ધરતી પર અને રોગિષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો હંમેશા માટે સ્થિર રહે તો મનુષ્ય સંસારની મોહમાયા અને બંધનમાંથી છૂટી શકે છે. ]
જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક ઉપદેશ સાંભળે છે ત્યારે તેના મનમાં ઉત્તમ વિચારો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જ્યારે મનુષ્ય કોઈ મૃત વ્યક્તિના અગ્નિ સંસ્કાર માટે સ્મશાન જાય છે તો તેને સમજાય છે કે જીવન કેટલું ક્ષણભંગુર હોય છે. તે સમયે તેના મનમાં પાપ મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય છે. તેવી જ રીતે બીમારીના સમયે વ્યક્તિ ભગવાનને યાદ કરે છે. ચાણક્યનું કહેવું છે કે જો વ્યક્તિ કાયમ માટે આવી રીતે વિચારતો થઈ જાય તો સંસારના બધાં જ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.

[4]
अधमा धनमिच्छन्ति धनं मानं च मध्यमाः ।
उतमा मानमिच्छन्ति मानो हि महतां धनम ।।
[ અધમ પુરુષને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષને ધન અને સમ્માન બંનેની કામના હોય છે જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે. મહાપુરુષોનું ધન માન-સમ્માન જ હોય છે.]
નીચ અને અધમ મનુષ્યોને માત્ર ધનની જ લાલસા હોય છે. તેઓ ધનને જ સર્વસ્વ માને છે. ધન મેળવવાથી આખી દુનિયા વશમાં કરી શકાય છે તેવી દુર્બુદ્ધિવાળા તે હોય છે. લોભ-લાલચ પાછળ તેઓ અંધ હોય છે. મધ્યમ પુરુષ અર્થાત સામાન્ય મનુષ્યને ધનની ઈચ્છા હોય છે, પણ સ્વમાનના ભોગે નહિ. તે પોતાની મહેનતનું ફળ માગે છે. તેને અપમાન વેઠીને ધન લેવું ગમતું નથી. તે સમ્માન સહિત ધનની ઈચ્છા રાખે છે, પરંતુ મહાપુરુષો તો માત્ર માન-સમ્માનની ખેવના કરે છે. તેમને મન માન-સમ્માન જ સાચું ધન હોય છે. તે સમાજમાં પૂજનીય, વંદનીય ગણાય છે. એમને મન ધન ધૂળ સમાન હોય છે.

[5]
पठन्ति चतुरो वेदान धर्मशास्त्राण्यनेकशः ।
आत्मानं नैव जानन्ति दर्वी पाकरसं यथा ।।
[ જેઓ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવા છતાંય આત્મા-પરમાત્માના સંબંધ વિશે કશું નથી જાણતા, તેઓ આત્મજ્ઞાન મેળવ્યા વિના રહી જાય છે. ચાણક્યે આવા લોકોને કડછી સાથે સરખાવ્યા છે. જેમ કડછી સ્વાદિષ્ટ શાકમાં ફરે છે, પણ સ્વાદની મજા માણી શકતી નથી. તેવી જ પરિસ્થિતિ આ અજ્ઞાનીઓની હોય છે. ]
શાસ્ત્રોને વાંચી અને સમજી-વિચારી તેને જીવનમાં ઉતારવાથી તેનો અભ્યાસ અર્થપૂર્ણ નીવડે છે. જો શાસ્ત્રો વાંચ્યા પછી પણ માણસને આત્મજ્ઞાન ન લાધે તો તેનો શાસ્ત્રાભ્યાસ નિરર્થક સાબિત થાય છે.

[6]
न ध्यातं पदमीश्वरस्य विधिवत्संसारविच्छितये
स्वर्गद्वारकपाटपाटनपटुधर्मोडपि नोपार्जितः ।
नारीपीनपयोधरोरुयुगलं स्वप्नेडपि नालिगितं
मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम ।।
[ જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ ? ]
તમે પૃથ્વી પર જન્મ લીધો છે, કંઈક નવું કરો, કંઈક સિદ્ધ કરો, જેથી જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ મળે. તમને પેદા કરનાર માતાએ તમારો નવ માસ સુધી ભાર વેઠ્યો છે તેને વ્યર્થ ન જવા દો. જ્યારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે બાળક પાસે અનેક અપેક્ષા રાખે છે, તેના માટે ઘણાં સપનાં જુએ છે. તેને પૂરાં કરવા પ્રયત્ન કરો.

[7]
गुणाः सर्वत्र पूजयन्ते न महत्योडपि सम्पदः ।
पूर्णेन्दु किं तथा वन्घो निष्कलड्को यथा कृशः ।।
[ દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું. ]
તેનો ભાવાર્થ એ છે કે પૂનમના ચંદ્રમાં અનેક ધબ્બા દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ આપી ચાણક્ય કહે છે કે સાફ ચારિત્ર્યવાળી ગુણવાન વ્યક્તિની સહુ કોઈ પ્રશંસા કરે છે અને તે આદરને પાત્ર બને છે.

[8]
न निर्मितः केन न दष्टपूर्वः न श्रूयते हेममयः कुरड्रः ।
तथाडपि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः ।।
[ આજ સુધી ન તો સોનાના મૃગ (હરણ)નું અસ્તિત્વ હોવાના પુરવા મળ્યા છે કે ન તો કોઈએ તેને જોયું છે. તેમ છતાંય શ્રીરામચંદ્ર સોનાના મૃગ (હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.]
ચાણક્ય આ શ્લોક દ્વારા સમજાવે છે કે પોતાના ખરાબ સમય દરમિયાન ભગવાન શ્રીરામચંદ્ર પણ સૂઝબૂઝ ગુમાવી સોનાના મૃગ પાછળ દોડ્યા હતા તો આવા સંજોગોમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ અવિચારી પગલું ભરી જ શકે છે.

[9]
परोपकरणं येषां जागर्ति हृदये सताम ।
नश्यन्ति विपदस्तेषां सम्पदः स्युः पदे पदे ।।
[ જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલે ને પગલે ધનસંપત્તિ મળે છે.]
ચાણક્ય કહે છે કે બીજા લોકોનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકશાન ન કરનારને કોઈ હેરાન નથી કરતું. દરેક તેને આદર જ આપે છે.

[10]
दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोतरदायकः ।
ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः ।।
[ દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ – આ ચાર બાબતો મૃત્યુ સમાન છે.]
પતિ અને પત્ની સંસારરૂપી રથનાં ચક્ર છે. તે બરોબર ન ચાલે તો સંસારમાં ડગલે ને પગલે વિઘ્ન ઊભાં થાય છે. દુષ્ટ પત્ની પોતાના પતિ માટે અભિશાપરૂપ હોય છે. તે સજ્જન પુરુષનું જીવવું હરામ કરી નાંખે છે. દુષ્ટા પત્નીના સ્વાર્થના ધસમસતા પ્રવાહમાં ઘરની સુખ-શાંતિ તણાઈ જાય છે અને જે ઘરમાં શાંતિ ન હોય તેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી. કહેવાય છે કે જેને સાચો મિત્ર મળે તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. સાચા મિત્ર મળવા બહુ મુશ્કેલ છે. સુખમાં સાથી બનવા કોણ તૈયાર થતું નથી ? મન-કમને સુખમાં તો બધા ગુણગાન ગાય છે, પણ વ્યક્તિ મુશ્કેલીના મહાસાગરમાં ફસાઈ જાય ત્યારે તેનો હાથ પકડે તે જ સાચો મિત્ર. તાલીમિત્રો તો પવન ફરે તેમ પોતાનો સઢ ફેરવી લે છે અને ઊગતા સૂર્યને પૂજવા લાગે છે. સેવક આજ્ઞાકારી અને વફાદાર હોવો જોઈએ. તે સ્વામીના કહ્યામાં ન હોય તો કુટુંબ કે પેઢીના અન્ય સભ્યો પણ સ્વામીની અવગણના કરવાના. ઉદ્ધત સેવક સ્વામીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દે છે. સાપનો ઘરમાં વાસ હોય તો તે ગમે ત્યારે ડંખ મારે છે. તેનો વહેલી તકે ઘરમાંથી નિકાલ કરવો જોઈએ

કિચન ટીપ્સ – ૫

1

|| કિચન ટીપ્સ – ૫ ||

* વધેલા રોટલીના લોટને ફ્રીજમાં મૂકતાં પહેલાં તેની ઉપર ઘી કે તેલનો હાથ ફેરવવાથી લોટ સૂકાઈને કઠણ નહી બની જાય કે કાળો નહી પડે.

* વાસણમાં કે છરીમાં ડુંગળીની દુર્ગંધ આવતી હોય તો તેને મીઠાના પાણીથી ધોઈ લેવા

* દૂધ ઉભરાયને ઢળે નહી એ માટે તપેલીમાં એક વાડકી મુકી દેવી દૂધ ઉભરાશે નહી.

* દહીં ઝડપથી જમાવવું હોય તો હૂંફાળા દૂધમાં મેળવણ ઉમેરો અને તેને કેસરોલમાં મુકીને બંધ કરો, દહી જલ્દી જામી જશે. * દહીં જમાવતી વખતે તેમાં ૫-૬ કાજુનો ભૂકો ભેળવી દો.

* પાલક-પનીરના શાકમાં પનીર નાખતા પહેલા પનીરને મીઠાનાં પાણીમાં થોડીવાર રાખીને ઉપયોગમાં લેશો તો પનીરનો સ્વાદ સારો આવશે.

* બટાકાની ચિપ્સને બજાર જેવી ક્રિસ્પી બનાવવી હોય તો કાચી ચિપ્સને અધકચરી બાફી લો પછી તેને ફિજમાં મુકીને એકદમ ઠંડી કરી લો. ઠંડી થયા પછી તળી લો. એકદમ બજાર જેવી ચિપ્સ બનશે.

* લીલા મરચાના ડંઠલ કાપીને તેને ફ્રીજમાં મુકશો તો લાંબો સમય સુધી મરચાં તાજા રહેશે.

* ચણા પલાળવાનું ભૂલાઈ ગયું હોય તો ચણાને ઊકળતા પાણીમા નાખી તેમાં થોડા સોડા નાખવાથી અથવા કાચા પપૈયાના ટુકડા નાખવા.

* સેવપૂરીની પૂરી બનાવતી વખતે તેમાં મીઠું નહી નાખવુ અને લોટમાં ગરમ પાણી અને તેલનું મોણ ભેળવી લોટ બાંધવો.

• ભજિયાને વધુ ક્રીસ્પી બનાવવા તેનાં ખીરામાં એક ચમચો ચોખાનો લોટ અને એક ચમચો ગરમ તેલ નાખો.

* ભજિયાંના ખીરામાં એક ચમચો તેલ અને સફેદ તલ નાખવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

• ખમણ બનાવતી વખતે તેમાં સાઈટ્રિક એસિડ [લીંબુનાં ફૂલ] અને ખાવાનાં સોડા પાણીમાં ભેળવીને નાખવાથી ખમણ વધુ પોચા બનશે.

• મેંદાની કચોરી, સમોસા કે ફરસી પૂરી બનાવવા દહીં અને ગરમ ઘીથી લોટ બાંધો.

* મેથીના પરોઠા બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પરોઠા મુલાયમ બનશે.

* કોથમીરની ઝૂડી કરમાઈ ગઈ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી કલાકમાં તાજી થઈ જશે.

* તાજા શાકભાજીને થોડી વાર મીઠું નાખેલા પાણીમાં રાખી મુકવાથી તેના રહેલા જીવ-જંતુ મરી જશે.

* ભીંડાનું શાક બનાવતી વખતે શાકને ઢાંકીને બનાવો .આવું કરવાથી ભીંડાનો લીલો કલર જળવાઈ રહેશે .

* કોબીજના શાકમાં થોડું દૂધ નાખવાથી એનો રંગ સારો દેખાવાની સાથે સ્વાદિષ્ટ લાગશે .

* કોઈ પણ શાકમાં મગફળીનો ભૂકો નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે .

* ગ્રેવીનો રંગ ઘેરો લાગે એ માટે તેમાં ચપટી કોફી નાખો.

* રાયતાંમાં બે-ત્રણ શેકેલા લવિંગ નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.

* વધેલા રોટલીના લોટને ફ્રીજમાં મૂકતાં પહેલાં તેની ઉપર ઘી કે તેલનો હાથ ફેરવવાથી લોટ સૂકાઈને કઠણ નહી બની જાય કે કાળો નહી પડે.

કવિતા – પુત્રી – બેટી – દીકરી

5  4

|| કવિતા – પુત્રી – બેટી – દીકરી ||

(૦૧) આવ્યો અવસર આંગણિયે

આવ્યો અવસર આનંદનો આંગણિયે આજ,
રુડાં ગીતો ગુંજ્યાં ફળિયે આજ;
હરખ હરખ હરખાતું કુટુંબ કબીલું આજ,
લીલાં તોરલીયા હરખાય બારણે.
હૈયું રુએ બાપનું, ભરી બારણાને બાથ,
છુટી રહ્યો સાથ સઘળો આજ.
માતા વળી લૂછે આંસુ પાલવ પકડી,
આત્મીય હતી તે વળાવી આજ.
સહેલી બધી વીટળાઇ રહી એકબીજાને સાથ,
સખી તો થઇ પરાઇ આજ.
સખી સહેલીઓ ગુંજે રે સંભરણા અતીતનાં,
ને સખી જાય પરાયાને ઉજાળવા.
‘શ્યામ’વસમી આ વિદાયને ઉતારે શબ્દમાં,
ને દીકરી ચાલી સાસરે આજ.

-ઘનશ્યામ વઘાસીયા

(૦૨) દીકરી વિદાય પછી

આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું, હવે
લાગે સાવ સૂનાં સૂનાં, દીકરી વિદાય પછી.
સદાય હસતી આંખમાં ઘટના બની નવી,
આંસુ વહ્યાં ઊના ઊના, દીકરી વિદાય પછી.
હંમેશા હેતથી બોલાવતી,ને પ્રેમથી પુકારતી,
એ અવાજ પડઘાય ઓરડે, દીકરી વિદાય પછી.
આ બારણું, આ મંડપ ઊભા સાવ સૂનાં,
લટકે છે તોરણ આંસુનાં, દીકરી વિદાય પછી.
આસોપાલવના તોરણ અને ઉદાસ આ હવા
વૃક્ષો ઊભા બધાં છાનામાના, દીકરી વિદાય પછી.
ઊડી ગયું પંખી, કલરવ કરતું આંગણેથી,
લ્યો,ઘૂઘવે છે દરિયા લૂના, દીકરી વિદાય પછી.
આ પાદર આખુંય હિબકાં ભરે ને
હૈયડાં વલોવાય,’શ્યામ’નાં, દીકરી વિદાય પછી.

-ઘનશ્યામ વઘાસીયા

(૦૩) દીકરી ચાલી સાસરે

ખેલતું કૂદતું ફળિયું લઇને, દીકરી ચાલી સાસરે
આંગણું ઘરનું સૂનું કરીને, દીકરી ચાલી સાસરે
બારી-બારણા ય રડતાં મૂકી,દીકરી ચાલી સાસરે
છોડી ગુંજતાં ઘરનો સાથ રે,દીકરી ચાલી સાસરે
સખીઓ સાથે જનેતા ભળી,શ્રાવણ વરસે નયન,
માને મેલી પિતાને સાથ રે,દીકરી ચાલી સાસરે
આંખો બની દરિયો આજ, દીકરી ચાલી સાસરે
બાપને મૂકી ભાઇને આશરે, દીકરી ચાલી સાસરે
‘શ્યામ’ના આંસુ શેં સુકાય,દીકરી ચાલી સાસરે

-ઘનશ્યામ વઘાસીયા

(૦૪) દીકરી મારી

દીકરી તારા વીનાની સુકી મારા સંસારની વાડી !
ફુલો વીના સુની પડી વાડી યાદ કરજે દીકરી મારી
ઉર્મી તણો કો છોડ ઊગ્યો પણ અન્નજળ થયા પુરા
સ્નેહના ખાતરથી ખીલવી હતી ફુલ સમી દીકરી મારી
લેખ હશે ત્યારે તારી ચાહે દીકરી દોડી આવજે
પંચ્મ સુરે પાપાની યાદમાં ગીતો ગાશે દીકરી મારી
મારે માથે હેતાળ હાથ ફેરવી પુછે ખબર મારી
કોઇ જુવે ના તેમ છાની ખબર લેશે દીકરી મારી
ઉછળતી કુદતી ને હસતી ગાતે ખોળે રમતી મારા
શાંત ઝરણાંની જેમ દુર વહેતી રહેશે દીકરી મારી
જીવનની ઉર્મિઓને ખોળે ભરી દીકરી સાસરે જશે
હૈયામાં જીવનભર એક ખાલિપો ભરી જશે દીકરી મારી
સુખ અને દુખની આવન-જાવન નશીબના ખેલ
ના અડકે એકેય દુઃખ તને સુખી રહેજે દીકરી મારી

(નરેશ કે.ડૉડીયા)

(૦૫) કન્યાવિદાય… લેખ તારા લઈ ગયા રે લોલ

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં એ લોલ.
દાદા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ધેડી મારી, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

કાકા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ભતરીજ, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

લોકગીત

(૦૬) દીકરીની બે કવિતા

જીવનને મહેંકવા દો
કળીઓને બાગમાં ખીલવા દો,

પક્ષીઓના ગાનમાં ચહેકવા દો,

ઝરણા સાથે ખળખળ વહેવા દો,

ફૂલોના પમરાટમાં મઘમઘવા દો,

પારિજાતના સહારે લતાને પાંગરવા દો,

ગર્ભના અંધકારમાં પલતી દીકરીને

દિનનો ઉજાસ નિરખવા દો…

–જયદીપ

મા, જરા વિચાર કરી જો,

તું પણ કોઈની દીકરી જ છે ને ?

તને જનમવા જ ના મળ્યું હોત તો ?

મા,હું તારી સહેલી બનીશ,

સુખદુ:ખની સાથી બનીશ,

મારે ઢીંગલીઓથી રમવું છે,

મારે કેટલું બધું ભણવું છે,

મારા સપના ને મારા અરમાન,

તું નહી સમજે, તો કોણ સમજશે ?

***

પિતાજી ને ,

તમને હું શું કહું ?

દીકરી બની તેમાં મારો વાંક શો ?

છતાં પણ તમને વચન આપું છું :

હું ક્યારેય કોઈ જીદ નહીં કરું,

દીકરા કરતાયે સવાઈ બનીશ…
***

મારી જિજીવિષાએ તમને જગાડ્યા,

ગુસ્સે તો નથી થયાને?

પણ હું બીજું શું કરું ?

આ અંધકારમાં મને બીક લાગે છે,

દુ:સ્વપ્નો મને સતાવે છે,

મને સૂરજ જોવા નહી મળે?

શું મને જનમવા નહી મળે?

***

મને જનમવા તો દો

–જયદીપ

(૦૭) દાદા હો દીકરી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ

વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ

પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ

સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ

ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ

દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ

માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ

અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ

વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ

વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

-લોકગીત

(૦૮) વિદાયવેળા પિતાની દિકરીને શીખ

પતિનું ઘર અએ દુનિયા આજથી તારી બની જાશે
હવે કન્યા મટી તું અએક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે
કુટુબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે
સલામી લે અમારી યાદ હૈયે સંઘરીને જા
દુઆઅઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા
-કુતૂબ આઝાદ

દીકરી

સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.

હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.

– જીગ્નેશ અધ્યારૂ

(૦૯) બહેન મારી

લાલ ને લીલી, વાદળી પીળી,
કેસરી વળી, જાંબલી વળી,

રંગબેરંગી ઓઢણી લઉં,
બહેન મારીને ઓઢવા દઉં!

સોનીએ ઘડ્યાં રૂપલે મઢ્યાં,
નાના નાના ઘૂઘરા ઝીણા,

એવી બે ઝાંઝરીઓ લઉં,
બહેન મારીને પહેરવા દઉં!

ચંપા બકુલ, બોરસલી ફૂલ,
માલતી ને મોગરાનાં ફૂલ,

બાગમાંથી હું લાવી દઉં,
બહેનને વેણી ગૂંથવા દઉં!

ઓઢણી તમે ઓઢજો બેની,
ઝાંઝર પગે પહેરજો બેની,

વેણી માથે ગૂંથજો રે….!
બાગમાં ઘૂમી હીંચકે હીંચી,

સાંજરે વહેલા આવજો રે,
ભાઇને સાથે લાવજો રે…..!

-સોમાભાઇ ભાવસાર

(૧૦) દીકરી વિદાય

દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

– વિશ્વદીપ બારડ

(૧૧) દીકરી

દીકરી નથી સાપનો ભારો.
દીકરી તો છે ફુલ નો ક્યારો.
દીકરી થકી છે અજવાળુ.
દીકરી વીના સગળ કાણુ.
મા-બાપને કશુંક થાય ,
દીકરીનું દિલ વલોવાઈ જાય,
મા, દીકરી, બહેની,
ઍના પ્રેમમાં ના આવે કદી કમી,
દીકરી પ્યારનું અક્ષય પાત્ર,
ત્યાગ, સમર્પણનું સમસ્ત શાસ્ત્ર.
સ્વાર્થ નું સગપણ ઍવું , ઍ તો તડ પડે કે તૂટે,
દીકરી તો સ્નેહની સરવાણી, નિત્ય નિરંતર ફૂટે.
દીકરીના પગલે લાગે બધું મનોહર,
દીકરી વિનાનું ગર જાણે વાગ્યા વિનાનું જાજર,
દિકરો-તારે ની બુઢાપામાં પાળે ઍ નાહકનો ભ્રમ,
દીકરી જ ઠારે, આંસુ સારે, ભવ તારે ઍ સૃષ્ટિનો ક્રમ.
દીકરી અવતરતાં મોઢુ ફેરવે માં-બાપ,
ક્યા ભાવે છુટશે કરીને ઍવા પાપ.
દીકરી (દુહીતા) નૅ ના દુભવશો,
વિધાતા વેરી કરશો,
દીકરી જશે જે ઘરથી ત્યાં ફરી વળશે અંધારુ,
દીકરી વિનાનું જાણેકે, મીઠુંજળ પણ ખારૂ.
દીકરી જતાં લાગશે સૂનું,
જગત આખું ભાસશે જૂનુ.
આવી દીકરીની વિદાય,
મા-બાપથી કેમ સહેવાય.
દીકરી જતાં સાસરે,
મા-બાપ ભગવાનના આશરે

Prakash Rathod

(૧૨) લગ્નની વિદાય સમયનું રુદન

હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન….
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.

-બટુક સાતા

(૧૩) દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
મમ્મીનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
પપ્પા-મમ્મી ની ‘દિશા’ દિકરી

pradip bramhbhatt

(૧૪) ભૃણ હત્યા

મા બોલ
હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?
તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
પહેલાં તો આપ્યો’તો આધાર,
તારામાં શ્વસતો એ જીવ હું છું,
એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?

તમારું પણ કેવુ પહેલાં તો
પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
પેટમાં દિકરો નથી એવી ખબર પડે
પછી ભગવાનને કહી દો, તમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?

છૂટાં પડતા રડવું આવે,
એવો આપણો ક્યાં હતો સંબંધ?
તારાં ય જીવતરની પડી ગઈ સાંજ
આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને?

-એષા દાદાવાળા

(૧૫) દિકરી

* માતા-પિતાનું વહાલસોયું રતન છે દિકરી,
* એક અવતારમાં બે કુળ ઉજાળનાર દિકરી,
* નારીનાં નવલા રૂપધારી એવી છે દિકરી,
* સહુને માટે પારકી થાય છે દિકરી,
* તોયે સ્નેહની સરવાણીમાં ભીંજવે છે દિકરી,
* જાણે ઉછળતો વહાલનો દરીયો છે દિકરી,
* ઈશ્વરનું અદભુત સર્જન છે દિકરી,

-ડાયબેન મોહનભાઈ યાદવ

(૧૬) કન્યા વિદાય( ગઝલ્)

મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,
મીઠી પળો હવા બની પાદર ભણી જતી રહી.
એ પાંગરી હતી કદી આ હાથ પર, અવાજ પર,
નિજને ભૂલી જવા નદી જેવી નદી જતી રહી.

એણે ભરી પળો મધુર કલકલ કરી ધમાલથી,
થઈ સાવ શૂન્ય રાવટી , ક્ષણમાં સદી જતી રહી.

તે આવી અશ્રુધારનું જ બીજું રૂપ હો, શક્ય છે,
આવી, વસી પડળ અને હળવેકથી જતી રહી.

બદલ્યો હતો સદા મને ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં કવન સજાવી , મઘમઘી જતી રહી.

-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)

(૧૭) એક બાપનું હૈયું

ઢબૂકતો ઢોલ આંગણે મારે આજ,
પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,
માથે સજ્યો છે મોડ,
ને મીંઢળ બાંધ્યું છે હાથ…..
પગમાં ઝાંઝર રણઝણે
હાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,
ભાલે સોહે ચાંદલો ને આડ,
ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ……..

કાલે તો તું મારી આંગળી ઝાલીને
મારી સાયકલે બેસીને જતી’તી નિશાળ,
આજે કેમ રહેતો મારો જીવ ઝાલ્યો???
કેમેય જીવીશ તારા વિના !!!!!
જાય જ્યારે તું પિયુ સંગે પરદેશ!!!!

જીવનની આ રીત છે,તારી હો કો સંગ પ્રીત,
સોણલાનું સજાવી કાજળ આંખોમાં આજ,
પોતાનાને પારકા કરી, પારકાને પોતાના કરવા કાજ,
જુઓ ! ત્યાં મંડપનો થાંભલો પકડી
એક બાપનું હૈયું રોઇ રહ્યું છે ચોધાર આંસુએ આજ..

-preeti tailor

(૧૮) દીકરી વ્હાલી

કાશીબાની દીકરી વ્હાલી,પ્રેમ એ સૌનો લેતી
મળતા તેને મામાકાકા,ત્યાં સૌની સેવા કરતી
……..કાશીબાની દીકરી.
નીતસવારે ચરણ સ્પર્શી,માબાપનો પ્રેમ લેતી
પરોઢીયાને પારખી લઇને,સૌથી વહેલી ઉઠતી
નિત્યકર્મ પતાવી જલ્દી, પ્રભુના દર્શન કરતી
ચા નાસ્તો તૈયાર કરીને, વડીલની રાહ જોતી
મોટાભાઇની લાડલી,ને પ્રેમ મોટીબેનનો લેતી
જોતાસૌને લાગેન્યારી,એવી કાશીબાની વ્હાલી….
એકડો બગડો જલ્દી પતાવી,લેતી નંબર પહેલો
ભણતરમાં શ્રધ્ધારાખીને,બુધ્ધિથીસોપાનચઢતી
મળીજાય કોઇમુંઝવણ,ત્યાં જલાબાપાને સ્મરતી
સીધી રાહે ચાલી જાય,ને સર્વ સફળતાએ જોતી
કર્મ ધર્મને સમજી ચાલે, મળેલ સાચા છે સંસ્કાર
ગામ સીમમાં સૌને એ ગમતી,કાશીબાની વ્હાલી….

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૧૯) દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી

મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી

બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી

પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી

ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી

-પ્રદીપ બ્રહ્મભટ્ટ(આણંદ)

(૨૦) વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની

વધુ ભણવા માટે વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની
ને ભાવિના જીવતરને ઘડવાને પ્યારી, હવે તું જવાની
ફકત થોડાં દિવસો સુધી ઘરમાં રહીને હવે તું જવાની
નથી કલ્પી શકતા સ્થિતી શું થવાની હવે તું જવાની

હજી રમતી કૂદતી’તી આવી ઘડી ત્યાં હવે તું જવાની
વરસ સોળની જેવી વ્હાલી ઉંમરમાં હવે તું જવાની

ખબર પણ પડી ના આ જીવતર સર્યુ ક્યાં નજર સામે તારી
વિત્યું બાળપણ આજ આવી યુવાની, હવે તું જવાની

અમે રાતદિવસ જીવનડાળે તારી ઉજવતાં’તા ઉત્સવ
અમારી રહી શેષ જુદી કહાણી હવે તું જવાની

પડ્યું નાનું ઘર આ નગર આજ ઓળંગી ઉંબર ને અવનિ,
જો આકાશ માર્ગે પ્રસારીને પાંખો હવે તું જવાની

ઘણાં મિત્રો ભેટીને દેશે વિદાઈ તને એરપોર્ટે,
જરા હાથ ઉંચો કરી ગુડબાય હવે તું જવાની

તું સંભાળજે, સારા સંસ્કાર, ઉત્તિર્ણ ભણવામાં થાજે
લઈ મમ્મી-પપ્પાના આશિષ સંગે હવે તું જવાની

ખુશીથી તું જાજે, દઈ ધ્યાન ભણજે, ખુશીથી ત્યાં રહેજે
સમય મળતાં વ્હાલી જરા યાદ કરજે હવે તું જવાની

ત્યાં ઘર સ્નેહીઓ મિત્ર છે પગલી, ચિન્તા જરા પણ ન કરતી
પરિવારની જેમ સચવાશે જ્યાં તું હવે તું જવાની

રમકડાં ને પગલાનો પગરવ હવે ઘરની ભીંતો કહેશે
ઘણો સ્નેહ નિસ્વાર્થ યાદો ધરીને હવે તું જવાની

-દિલીપ ગજજર,

(૨૧) વ્હાલનો દરિયો દિકરી

દીકરી છે ઘરમાં સહુની સખી
વાત એ રાખજો તમે જરૂર લખી
કદાચ હોય પોતે એ આંતરમુખી
પણ જોવા ઈચ્છે એ ઘરના સહુને સુખી !
ઘરમાં જો ન હોય દીકરી
તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી
કરે ભલે એ સહુની મશ્કરી
પણ જાણશો એને ના તમે નિફિક્રી !
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એ તો છે આખા કુટુંબનું ઢાકણ
પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ
એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ
દીકરી તો છે મમતા નો ભંડાર
એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર
માતા-પિતા ને માટે એ મીઠો કંસાર
છતાં કેમ???????????????????
દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?
રશ્મિકા ખત્રી (બીમ)

(૨૨) ચાંદલા જેવી દીકરી

અમે કહી છીએ – “હિયા ચાંદલા જેવી દીકરી છે”
કેમ ચાંદલા જેવી?
જેમ ચાંદલો શુભ છે – તું અમારા માટે એટલી જ શુભ છે.
ચાંદલો પવિત્ર છે.
ચાંદલો શુકનવંતો છે.
ચાંદલો શોભા વધારનારો છે.
ચાંદલો સારું સૌભાગ્ય સૂચવે છે.
ચાંદલો પ્રભૂ નો આશિર્વાદ છે.
ચાંદલો આકર્ષક છે, મંગળ છે.
ચાંદલો શક્તિ છે.
ચાંદલો તેજ સૂચવે છે.
ચાંદલો જ્યાં કરવા માં આવે છે
તે બે આંખ વચ્ચે ની જગ્યા એકાગ્રતા અને ઉર્જા નુ બિંદુ છે.
ચાંદલો સ્ત્રી નીં શક્તિઓ નુ પ્રતિક છે.

તું પરિવાર નું કેન્દ્ર બિંદુ છે.
તું અમારી શક્તિ છે.

તું અમારા માટે પ્રભૂ એ આપેલા આશિર્વાદ છે.
તું ખરેખર “ચાંદલા જેવી દીકરી” છે.

–તન્મય ~ પૂજા

(૨૩) દીકરીનું હાલરડું

એક ઢીંગલી આ દીકરી છે આવી… અજાણ્યા મલકથી
ભરી આંખોમાં આશા રૂપાળી… પ્રભુના મલકથી

ભેખ લઈને નવો નામ લઈને નવું,

જાણે ઝરણું રૂમઝૂમ્યું મારે દરિયો થવું!

એના મુખડાને જોઈ જીવ મારો ખીલે,

મારા અંતરના ભાવ એની લાલી ઝીલે

સાવ નાનકડી પોટલી એ વ્હાલી, ખુશીથી છલકતી

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

(૨૪) દીકરી તો પારકી થાપણ

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

-લોકગીત

(૨૫) એક સપનું મા-બાપનું

એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.
એક અમારા પ્રેમનો અક્ષર ગીત બનીને ગૂંજે,
એક કળી અમ બાગની આજે બહાર બનીને ઝૂમે;
જકડી રાખું ઝરણું હાથમાં પણ એવું ક્યાં થાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે,
એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે;
માનાં દિલનો ટુકડો દીકરી પારકી કહેવાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

ઘર આંગણમાં કાલે બેટા, આંખ ન તુજને જોશે,
હોઠો રહેશે હસતા મારાં અંતર મારું રોશે;
થયું’તું દુ:ખ જે મારી માને આજ મને સમજાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક સપનું મા-બાપનું જો ને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

-ડૉ.નિલેશ રાણા

(૨૬) વિદાય
દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

-ખ્યાતી માલી

(૨૭) દીકરી

વિધાતાનું તું છે સુંદર સર્જન,
ભર્યો છે રંગ લાગણી કેરો તારામાં.
દીકરી બનાવી મોકલી જગમાં તને,
લક્ષ્મી કેરું ઉપનામ આપ્યું તને.

ભાર નથી કોઈ ઘરનો તું,
તું તો છે ઘર નું અમૂલ્ય રત્ન.

કેહવાય જે દાનમાં દાન મોટું,
કન્યાદાન કરવાનો અવસર આપ્યો.

લીધો જન્મ તે તો એક ઘરમાં પણ,
દિપાવશે તું તો બે ઘરના દીપ.

preeti mehta

(૨૮) દીકરી આવી

અધૂરી પૂવૅજન્મની પ્રીત
આજે પૌત્રી બનીને આવી
દિલના પ્રેમસરોવર મધ્યે
એવા કમળ બનીને આવી
બાપુ બેનાના ચહેરા પર
મંજુલ સ્મિત બનીને આવી
મૃદુલ મીઠા સ્નેહ ઝરણમાં
સૂર સંગીત બનીને આવી

બુલબુલ મેનાના કલરવમાં
વિધિનું ગીત બનીને આવી
એવા ઉત્સુક અધીર અષાઢે
શાંત સમીર બનીને આવી

-સરયૂ પરીખ

(૨૯) કન્યા વિદાય
સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે,
કેસરીયાળો સાફો ઘરનું,
ફળીયું લઇને ચાલે.

પાદર બેસી ફફડી ઉઠતી,
ઘરચોળાની ભાત.
ડૂસકે ડૂસકે હડસેલાતી,
બાળપણાની વાત.

પૈડું સીંચતા રસ્તો આખો,
કોલાહલમાં ખૂંપે.
શૈશવથી ચીતરેલી શેરી,
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો,
દીવડો થર થર કંપે.
ખડકી પાસે ઉભો રહીને,
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે.
કેસરીયાળો સાફો ઘરનું
ફળીયું લઇને ચાલે.

– અનિલ જોશી

(૩૦) દીકરી

દીકરી મારી સ્નેહ તણી સરિતા,
કલ-કલ વહેતા ઝરણા સમી કવિતા

એકવીસ વરસ વહાલમાં ન્હાતા રહ્યા,

સુગંધભર્યા વસંતના વાયરા વાતા રહ્યા.

થઇ વિદાય ભીના થયા નયન,

જાણે પાનખરે ઉજ્જ્ડ થયા વન.

અંતરના અમી સીંચી, પુરા કર્યા સધળા કોડ,

છતે પાણીએ કરમાઇ ગયો તુલસીનો છોડ્.

ન કહેવાય દીકરી છે પારકી થાપણ્,

એ તો અમીભર્યા પ્રેમની છે થાપણ.

પડધા પડતા રહ્યા ઓરડે, થકી એના કલશોર,

સુની થઇ ભીંતને મુંગા થયા ગમાણે ઢોર.

મા ની મમતા ‘ને બાપના વાત્સલ્યનું ઝરણું,

દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું

– ભૂપેન્દ્ર ત્રિવેદી

(૩૧) દીકરી

હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર
હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર,

હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર,

હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર,

હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર,

હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર

હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર,

હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર.

( હીર તેમની પુત્રીનું નામ છે. )

-વિકાસભાઈ બેલાણી

(૩૨) દીકરી

હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું,
દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ

ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા

દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ

તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં

શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ

હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું

તારાથી ગૂંજે આ જીવન કલકલ,

દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી

દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ,

દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા

દીકરી છે કાફીયા ને જીવન ગઝલ

સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.

હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.

– જીગ્નેશ અધ્યારૂ

(૩૩) દિકરી વિદાય

દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું,
વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,

કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,

તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,

દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,

સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,

પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,

ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,

ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,

હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,

પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,

આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,

સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,

દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,

પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,

લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,

ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,

કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ.

– એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )

(૩૪) કુંવરબાઈનું મામેરું

દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;
અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.
મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત :
‘કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ ? સાસરિયાં કાંઈ રાખે પ્રેમ ?’

જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ,
કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી.

નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.

નિર્ધનનું કહ્યું કો મન નવ ધરે, નિર્ધનનું સહુ કૌતુક કરે,
નિર્ધનને સહુ ઘેલો ગણે, નવ રાખે ઊભો આંગણે.

લોક બોલાવે દુર્બલ કહી, એથી માઠું કાંઈ બીજું નહિ;
તાત, કાંઈ ન કરો ઉદ્યમ તો આ અવસર સચવાશે ક્યમ ?

નથી લાવ્યા તમે નાડાછડી, નથી મોડ ને કુંકુમપડી;
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ ?

કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મૂઈ મરતે માત ?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ?

જે બાળકની માતા ગઈ મરી, બાપસગાઈ સાથે ઊતરી;
જ્યમ આથમતા રવિનું તેજ, મા વિના ત્યમ બાપનું હેજ.

સુરભિ મરતે જેવું વચ્છ, જલ વિના જેમ તલફે મચ્છ;
ટોળાવછોઈ જ્યમ મૃગલી, મા વિના પુત્રી એકલી.

લવણ વિના જ્યમ ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન,
કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન.

શું કરવા આવ્યા ઉપહાસ ? સાથે વેરાગી લાવ્યા પચાસ;
શંખ તાલ ને માળા ચંગ : એ મોસાળું કરવાના ઢંગ ?

નહીં તો પિતાજી, જાઓ ફરી,’ એમ કહી રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ, ‘મોસાળું કરશે વૈકુંઠનાથ !’

– પ્રેમાનંદ

(૩૫) મારી જ –દિકરી

નદીના પટમાંથી
પર્વતની બખોલમાંથી
કંકર વીણતી
રેત કિનારે મહેલ ચણતી
જળના તરંગ ભાંગતી

ભીના અરીસે સંદેશ લખતી
ચપટીભર્યા રંગે અવસર સજાવતી

ઝબોળીને ક્યારેક રસાસ્વાદ આપતી
ક્યારેક રંગીલો છંટકાર
કોરા બરડાએ ક્યારેક શબ્દો આંકતિ
ક્યારેક પાંખડીની ભાત

લટમાં ગુંથાતી, ભાલને સજાવતી
મ્હેંદીના રંગે થતી લાલ
તાર રણઝણાવતી, લાડથી ઠપકારતી
ઝાલીને લઈ જતી ક્યાંક

આંગળીથી વિખુટી ન પડતી
એ બધીયે તૃષ્ણા,
મારી જ !!

-દર્શનાબહેન (અમેરિકા)

(૩૬) દર્દીનું દીકરીને સંબોધન

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !
હું ક્યાં રમી શકું છું,
તારી સાથે સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા,
પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું
લાગ શીખવા
ટૂંકું છે બહુ મારું અહીં
રોકાણ, દીકરી !

ભૂલી નથી શકતો હું
ઘડીકે ય કોઈને
જબરું છે બહુ કુટુંબનું
ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક
સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે
ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો એમાં
તું ઉમેરજે,
મારું પ્રભુ પાસે બને
રહેઠાણ, દીકરી !

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

– જગદીશ વ્યાસ

(૩૭) દીકરીવિદાયનું ગાન

લીલું કુંજાર એક ટહુકે છે ઝાડવું;
કિલ્લોલે એની સૌ ડાળ,
-કે બે’ની એ તો કલરવતું પિયરનું વ્હાલ !
લીલું કુંજાર એક મહેકે છે ઝાડવું;
પાંદડીઓ પીએ આકાશ
-કે બે’ની એ તો પીયરિયાનો ઉલ્લાસ !

લીલું કુંજાર એક બહેકે છે ઝાડવું;
ઝાડવામાં તડકાના શ્વાસ
-કે બે’ની એ તો બાપુના ઉરનો ઉજાસ !

લીલું કુંજાર એક ધબકે છે ઝાડવું;
એની છાયા કરે સળવળાટ
-કે બે’ની એ તો માડીના ઉરનો રઘવાટ !

લીલું કુંજાર એક હલબલ્યું ઝાડવું;
પંખીણી ઊડી ગઈ એક
-કે બે’ની તો થઈ ગઈ સાસરિયાની મ્હેક !

લીલું કુંજાર એક સૂનું થયું ઝાડવું;
ખાલીપો આંખે અથડાય
-કે ઝાડવું એ ભીતરભીતર મલકાય !

–યૉસેફ મૅકવાન

(૩૮) સદગુણી દિકરી

મમ્મીને દિકરી મમ્મીને દિકરી
એક મગની બે ફાડો જી
મા અને દિકરી પ્રભૂએ રચીને
ધરતી પર સ્વર્ગ ઉતાર્યું જી
મમ્મીને દિકરી મમ્મીને દિકરી
બાળપણમાં દિકરી બાપને વહાલી
મમ્મીની આંખનો તારો જી
સુંદર સંસ્કારથી પ્યારના સિંચનથી
લાડકોડમાં ઉછેરી જી
પપ્પાને દિકરી પપ્પાને દિકરી
મમ્મીની આરઝુ દિકરી દુલારી
પપ્પાનાં હૈયાંની ધડકન જી
ભણાવી ગણાવી પરઘેર મોકલી
અંતરની અભિલાષા જી
માબાપ ની દિકરી માબાપની દીકરી
ઓરતા પૂર્યા દિકરી જીવતર ઉજાળ્યું
સાસરીને શોભાવ્યું જી
પતિને બાળકો ઘરનાં સર્વેનાં
દિલડાં પ્રેમે જીત્યાં જી
માબાપ ને ગર્વ થાયે જી
સદગુણી દિકરી સદગુણી દિકરી

-પ્રવિણા કડકિયા

(૩૯) મારી લાડલી

તું વ્હાલનો વેલો છે મારી લાડલી
તું સ્નેહની શરણાઈ છે મારી લાડલી
તારી આંખો માં કુતૂહલતા એવી અનોખી,
કે એ આંખોનૂં અંજન મારે થવું મારી લાડલી

તારા ગાલો છે ગુલાબ જેવા ગલગોટા ને ગમતીલા,
કે ફરી ફરીને હું તો ચૂમી વળું મારી લાડલી

તારા સ્મિત મા રેલાય છે સંગીત એવું સુરીલૂં,
કે એ મલકાટમાં હું તો ખોવણી મારી લાડલી

સર્જનહારની શિલ્પકારીની તું છે સર્વોત્તમ કૃતિ,
વરસોથી જે ખેલી,અમારું જીવન,અમારી ‘કશ્તી’,મારી લાડલી

-કૃતિ કશ્યપ શાહ

(૪૦) દીકરી.

નહીં દઉં તને મારી ઝાંસી ઓ ગોરા!
ચડી અશ્વ લક્ષ્મી લડી એ ય દીકરી.

બધીર, બાળપણથી, અને મુક અંધ,
એ હેલન વીદેશી, વીદુશી એ દીકરી.

હતી ગારગી એક વેદાંત જ્ઞાની,
સભાઓ ગજવતી, વળી એ ય દીકરી.

કરુણાની મુર્તી, ઘવાયાની શાતા,
ફ્લોરેન્સ બુલબુલ, અહો એ ય દીકરી.

ત્યજી કેવી ભારે વીવશતા અરેરે!
શ્વસુરગૃહ સડી જીંદગી, એ ય દીકરી.

કળી કુમળી, પીંખી, મસળી હવસમાં
સરે આમ કોઠે, અરેરે એ દીકરી.

ભણેલી છતાંયે અભણ શાણપણમાં,
જલાવ્યું સ્વ-ઘરને અરે! એ ય દીકરી.

કરે કુથલી, કેવી સખીઓની સંગે,
અદેખાઇમાં જે જલી એ ય દીકરી.

બની માત જેણે જીવનને દીપાવ્યું,
ગુણોથી ભરેલી હતી એ ય દીકરી.

-સુરેશ જાની

(૪૧) દીકરી
મા દીકરીના મનના એવા પાકા તાણાંવાણાં
મૃગનયની આંખોમા જેવા શાંત સૂતેલા શમણાં

દીકરીના સૌ ભાવ નવેલા માને આવી પંહોચે
દીકરીને દિલ આંસુ ઝરતા માને જઈ ભીંજાવે

જીવન નૈયા દીકરી કેરી જાય અહીંતહીં ભટકી
તો સાથે સાથે મા તણાયે કાંઠે ઉભી ઉભી

જ્યારે દીકરી હૈયુ ઝુમે આનંદ હેલી નાચે
તો માનુ યે મન ઘેલું ઘેલું વિના કારણે નાચે

દીકરો માનો દીકરો રહેશે કદાચ જીવન વાટે
દીકરી સોટચ માની રહેશે ‘સરયૂ’જીવતર સાટે

-સરયૂ પરીખ

(૪૨) મારી દીકરીને ખુબ પ્રેમ સહિત

અમાસની અંધારી રાતે ઝબક્યાં દિપ દિવાળી
આવી મારી હસતી રમતી ગાતી દિકરી શાણી…મારી
નિમઁળ નયનો હસતાં ગાલે લાગે ભોળીભાલી
ચાલે જાણે કુમકુમ પગલે પ્રભાતની પનીહારી…મારી

રંગ રંગનો ભેદ એ જાણે વાંચનની ખુબ પ્યાસી
કામ તણો એને થાક ન લાગે સદગુણની એ રાણી…મારી

ભાઇ બેનને પ્રેમથી રાખે સાહેલીઓની સાથી
શાળાની આતુરતા એને ગુરુજને ખુબ વખાણી….મારી

પતંગિયા સમ ઉડતી ફરતી રસોઇમાં પાવરધી
મહેમાનોની સારભારમાં થાતી અડધી અડધી….મારી

ભરત નાટ્યમ ભાવે કરતી વીજળી ઝડપે તરતી
દુધમાં જાણે સાકર ભળતી કોઇથી ના એ અજાણી….મારી

પપ્પા મમ્મી પ્રેમથી વદતાં તું વૈષ્ણવજનની વાણી
આનંદે તું ભણજે ગણજે અમ જીવનની તું જ કમાણી….મારી

ડો.દિનેશ ઓ. શાહ, ગેઇન્સવિલ, ફ્લોરિસડા, યુ.એસ.એ.

(નોંધ: મારી દીકરીનો જન્મ દિવાળીના દીવસે થયો હોવાથી
ગીતની શરુઆત અમાસની રાત અને દિપ દિવાળીથી કરી છે.)

(૪૩) દીકરી
ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?

ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો ‘ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.

ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.

માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.

નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.

જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.

દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ.

-ચિરાગ પટેલ

(૪૪) દીકરી ના આવ્યા હોંશીલા તેડા

દીકરી ના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.
અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-

સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,

રજ વનરાવનની લાવજો…
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,

આયનો એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…

વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,

ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો.

– નીલમબેન દોશી

(૪૫) દીકરીને

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;
ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક

ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

– યોસેફ મેકવાન

(૪૬) દીકરીની વિદાય વેળાનું ગીત

વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી

રમેશ પટેલ(આકાશદીપ)

(૪૭) પુત્રી જન્મનાં વધામણાં

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,

અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ,

પુત્રી તો આપણી પુનાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,

વેણીના ફૂલની વધાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,

દુર્ગાના કંઠનો હુંકાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,

કન્યા તો તેજની કટાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,

આથમણી સાંજે અજવાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,

આભથી ઊંચેરો એનો રાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

-મકરંદ દવે

(૪૮) માને – દીકરીની જ વિનંતી

મા મને ! તું આ જગતમાં આવવા દે,
આંગળી પકડીને તારી ચાલવા દે, મા !

મને તું આ જગતમાં આવવા દે.

વંશનું તુજ બીજ કો’ ફણગાવવા દે,

ગોરમાની છાબ લીલી વાવવા દે.

તું પરીક્ષણ ભ્રૂણનું શાનું કરે છે ?

તારી આકૃતિ ફરી સરજાવવા દે.

ઢીંગલી, ઝાંઝરને, ચણિયાચોળી,

મહેંદી બાળપણના ગીત તું પ્રગટાવવા દે.

વહાલની વેલી થઈ ઝૂલીશ દ્વારે,

આંગણે સંવેદના મહેકાવવા દે.

સાપનો ભારો નથી, તુજ અંશ છું હું,

લાગણીના બંધને બાંધવા દે.

મા ! આ જગતમાં મને આવવા દે…

-રમેશ પટેલ(આકાશદીપ)

(૪૯) દીકરીની પૂકાર

દીકરી થઈ, જન્મ લેવો છે ભારતમાં મારે,
જન્મ દેવા કોણ તૈયાર છે આજે ? (ટેક )
પુરાણી વૃત્તિના લોકો કહે છે, દીકરો મુજ જીવન-સહારો,
અને, ગણે છે દીકરીને બોજારૂપી ભારો,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૧)
હશે માનવ-વિચારો જુદા, આ ટેકનોલોજીના યુગમાં,
કિન્તુ, મળી નિરાશા, હવે તો મારે છે મુજને જન્મ પહેલા,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૨)
પ્રભુ-ઇચ્છા થકી બનું છું દીકરી આ જગતમાં,
દેજો પ્રેમભર્યો આવકારો પ્રભુ-બાળને આ જગતમાં,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !………દીકરી…..(૩)
દીકરા સમાન છે દીકરી તો આ જગતમાં,
માતા, બેન કે પત્ની સ્વરૂપે હશે એ દીકરી આ સંસારમાં,
સમજ આવી ક્યારે હશે માનવ-હૈયામાં ?
ત્યારે…..ચંદ્ર કહે, હશે પરિવર્તન એવું માનવ-જીવનમાં
નિહાળી એવું, હશે ચંદ્ર-હૈયે ખુશી પ્રભુ-સ્મરણમાં !…..દીકરી…..(૪)

-ડો ચંદ્રવદન મિસ્ત્રી

(૫૦) કન્યા વિદાય વેળાએ

પિયરનું આંગણું ત્યાગીને બહેની જાય છે આજે,
મૂકી માબાપની માયા વિદાય થાય છે આજે.
સખીરી લગ્ન છે તારા ને કિસ્મત આજ જાગી છે,
બરાત આવી છે આંગણમાં અને શરણાઈ વાગી છે.
તું આ શરણાઈ જેવા સૂર મીઠાં વેરતી જાજે,
અહીંના સોણલા સર્વે અહીં ખંખેરતી જાજે.
પતિનું ઘર એ દુનિયા આજથી તારી બની જાશે,
હવે કન્યા મટી તું એક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે,
કુટંબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે.
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે,
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે.
સુવાસો થઈ સદા ચર્ચાઈ તારી વાત સાસરીએ,
દુઆ છે તારા પગલાંની પડે ત્યાં ભાત સાસરીએ.
ગરીબી હોય તો ત્યાં જઈ ગરીબીમાં ખુશી થાજે,
તને વાતાવરણ જેવું મળે તેમાં ડુબી જાજે.
દુલ્હન આજે બની છે તું ચમકતું એ મુકદ્દર છે
લૂછી લે આંસૂઓ પ્યારી ખુશીનો આજ અવસર છે
કળીના જેમ ખીલી ફૂલ પેઠે મુસ્કુરાતી જા,
મોહબ્બતનું નવા જીવનનું મીઠું ગીત ગાતી જા
તને ભૂલી નહિ જઈએ દ્શ્ય એ સાદ આપે છે
અમારી આંખના આસૂંઓ આશિર્વાદ આપે છે.
સલામી લે, અમારી યાદ, હૈયે સંઘરીને જા,
દુઆઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા.
નહિ’આઝાદ’ ભૂલે કોઈ પણ આ યાદગારોને,
ખુદા આબાદ રાખે તારા ગુલશનની બહારોને.

-કુતૂબ ‘આઝાદ’

(૫૧) દિકરીના જન્મદિવસે

પ્રણયવેલની કુંપળ છે તું ઉર ઉપવનનું ફૂલ
તું પંખી તું કલરવ મીઠો તું જ ગીત મંજુલ
પ્રથમ કિરણશી જ્યારથી નિરખી આંખ ઠરી છે મારી
ઉઘડી છે મુજ અંતરદ્વારે ઉલ્લાસોની બારી
પ્રેમકૃપાથી હેમ થયા સૌ સ્વપ્નોના તાંદુલ

બુટ્ટી, બક્કલ, કંઠી કંગલ અક્ષરનું અજવાળું
એ તારા આભૂષણ બેટી તું આભૂષણ મારું
મમ્મી છે મીરાની ચાદર તું મનગમતી ઝૂલ

ચાર દિવાલોની આ માયા તુજથી ઘર લાગે છે
એક દિવસ તું ઉડી જશેનો ડર ભારે લાગે છે
તુજવિણ નક્કી ખખડી પડશે પપ્પા નામનો પૂલ

-મુસાફિર પાલનપુરી

(૫૨) દિકરી

દિકરો ભલેને હોય ડહાપણનો દરિયો,
પણ દિકરી તો વહાલનો દરિયો.
નાનકડી નમણી એ આંખો મટકાવતી
ને ગુલાબી ગાલો પર સ્મિત મધુરું રેલાવતી.

પગલી એ નાનકડી પાડતી
ને હૈયા એ સૌના રણઝાવતી.

ટહુકો મધુરો એનો ગુંજતો
ને ભરતો ઉલ્લાસ ખુણે ખુણે.

વહ્યા વર્ષો બની દિકરી
ગૃહલક્ષ્મી નિજ ગૃહ તણી
કરી અવકાશ અમ હૃદયમાં.

અજબ ખેલ કુદરત તણો
લીધું તે આપ્યું નવા રુપે.

પુરાયો અવકાશ,
પામી તુજને હે દિકરી
અમ ગૃહ તણી લક્ષ્મી રુપે.

બસ આશિષ એટલીજ અમ હૈયા તણી
મહેકી રહે જીંદગાની સદા તમારી.

શૈલા મુન્શા

 

વિતા – પુત્રી – બેટી – દીકરી ||

(૦૧) આવ્યો અવસર આંગણિયે

આવ્યો અવસર આનંદનો આંગણિયે આજ,
રુડાં ગીતો ગુંજ્યાં ફળિયે આજ;
હરખ હરખ હરખાતું કુટુંબ કબીલું આજ,
લીલાં તોરલીયા હરખાય બારણે.
હૈયું રુએ બાપનું, ભરી બારણાને બાથ,
છુટી રહ્યો સાથ સઘળો આજ.
માતા વળી લૂછે આંસુ પાલવ પકડી,
આત્મીય હતી તે વળાવી આજ.
સહેલી બધી વીટળાઇ રહી એકબીજાને સાથ,
સખી તો થઇ પરાઇ આજ.
સખી સહેલીઓ ગુંજે રે સંભરણા અતીતનાં,
ને સખી જાય પરાયાને ઉજાળવા.
‘શ્યામ’વસમી આ વિદાયને ઉતારે શબ્દમાં,
ને દીકરી ચાલી સાસરે આજ.

-ઘનશ્યામ વઘાસીયા

(૦૨) દીકરી વિદાય પછી

આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું, હવે
લાગે સાવ સૂનાં સૂનાં, દીકરી વિદાય પછી.
સદાય હસતી આંખમાં ઘટના બની નવી,
આંસુ વહ્યાં ઊના ઊના, દીકરી વિદાય પછી.
હંમેશા હેતથી બોલાવતી,ને પ્રેમથી પુકારતી,
એ અવાજ પડઘાય ઓરડે, દીકરી વિદાય પછી.
આ બારણું, આ મંડપ ઊભા સાવ સૂનાં,
લટકે છે તોરણ આંસુનાં, દીકરી વિદાય પછી.
આસોપાલવના તોરણ અને ઉદાસ આ હવા
વૃક્ષો ઊભા બધાં છાનામાના, દીકરી વિદાય પછી.
ઊડી ગયું પંખી, કલરવ કરતું આંગણેથી,
લ્યો,ઘૂઘવે છે દરિયા લૂના, દીકરી વિદાય પછી.
આ પાદર આખુંય હિબકાં ભરે ને
હૈયડાં વલોવાય,’શ્યામ’નાં, દીકરી વિદાય પછી.

-ઘનશ્યામ વઘાસીયા

(૦૩) દીકરી ચાલી સાસરે

ખેલતું કૂદતું ફળિયું લઇને, દીકરી ચાલી સાસરે
આંગણું ઘરનું સૂનું કરીને, દીકરી ચાલી સાસરે
બારી-બારણા ય રડતાં મૂકી,દીકરી ચાલી સાસરે
છોડી ગુંજતાં ઘરનો સાથ રે,દીકરી ચાલી સાસરે
સખીઓ સાથે જનેતા ભળી,શ્રાવણ વરસે નયન,
માને મેલી પિતાને સાથ રે,દીકરી ચાલી સાસરે
આંખો બની દરિયો આજ, દીકરી ચાલી સાસરે
બાપને મૂકી ભાઇને આશરે, દીકરી ચાલી સાસરે
‘શ્યામ’ના આંસુ શેં સુકાય,દીકરી ચાલી સાસરે

-ઘનશ્યામ વઘાસીયા

(૦૪) દીકરી મારી

દીકરી તારા વીનાની સુકી મારા સંસારની વાડી !
ફુલો વીના સુની પડી વાડી યાદ કરજે દીકરી મારી
ઉર્મી તણો કો છોડ ઊગ્યો પણ અન્નજળ થયા પુરા
સ્નેહના ખાતરથી ખીલવી હતી ફુલ સમી દીકરી મારી
લેખ હશે ત્યારે તારી ચાહે દીકરી દોડી આવજે
પંચ્મ સુરે પાપાની યાદમાં ગીતો ગાશે દીકરી મારી
મારે માથે હેતાળ હાથ ફેરવી પુછે ખબર મારી
કોઇ જુવે ના તેમ છાની ખબર લેશે દીકરી મારી
ઉછળતી કુદતી ને હસતી ગાતે ખોળે રમતી મારા
શાંત ઝરણાંની જેમ દુર વહેતી રહેશે દીકરી મારી
જીવનની ઉર્મિઓને ખોળે ભરી દીકરી સાસરે જશે
હૈયામાં જીવનભર એક ખાલિપો ભરી જશે દીકરી મારી
સુખ અને દુખની આવન-જાવન નશીબના ખેલ
ના અડકે એકેય દુઃખ તને સુખી રહેજે દીકરી મારી

(નરેશ કે.ડૉડીયા)

(૦૫) કન્યાવિદાય… લેખ તારા લઈ ગયા રે લોલ

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં એ લોલ.
દાદા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ધેડી મારી, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

કાકા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ભતરીજ, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

લોકગીત

(૦૬) દીકરીની બે કવિતા

જીવનને મહેંકવા દો
કળીઓને બાગમાં ખીલવા દો,

પક્ષીઓના ગાનમાં ચહેકવા દો,

ઝરણા સાથે ખળખળ વહેવા દો,

ફૂલોના પમરાટમાં મઘમઘવા દો,

પારિજાતના સહારે લતાને પાંગરવા દો,

ગર્ભના અંધકારમાં પલતી દીકરીને

દિનનો ઉજાસ નિરખવા દો…

–જયદીપ
મા,જરા વિચાર કરી જો,

તું પણ કોઈની દીકરી જ છે ને ?

તને જનમવા જ ના મળ્યું હોત તો ?

મા,હું તારી સહેલી બનીશ,

સુખદુ:ખની સાથી બનીશ,

મારે ઢીંગલીઓથી રમવું છે,

મારે કેટલું બધું ભણવું છે,

મારા સપના ને મારા અરમાન,

તું નહી સમજે, તો કોણ સમજશે ?

***

ને પિતાજી,

તમને હું શું કહું ?

દીકરી બની તેમાં મારો વાંક શો ?

છતાં પણ તમને વચન આપું છું :

હું ક્યારેય કોઈ જીદ નહીં કરું,

દીકરા કરતાયે સવાઈ બનીશ…
***

મારી જિજીવિષાએ તમને જગાડ્યા,

ગુસ્સે તો નથી થયાને?

પણ હું બીજું શું કરું ?

આ અંધકારમાં મને બીક લાગે છે,

દુ:સ્વપ્નો મને સતાવે છે,

મને સૂરજ જોવા નહી મળે?

શું મને જનમવા નહી મળે?

***

મને જનમવા તો દો

–જયદીપ

(૦૭) દાદા હો દીકરી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ

વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ

પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ

સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ

ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ

દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ

માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ

અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ

વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ

વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

-લોકગીત

(૦૮) વિદાયવેળા પિતાની દિકરીને શીખ

પતિનું ઘર અએ દુનિયા આજથી તારી બની જાશે
હવે કન્યા મટી તું અએક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે
કુટુબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે
સલામી લે અમારી યાદ હૈયે સંઘરીને જા
દુઆઅઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા
-કુતૂબ આઝાદ

દીકરી

સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.

હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.

– જીગ્નેશ અધ્યારૂ

(૦૯) બહેન મારી

લાલ ને લીલી, વાદળી પીળી,
કેસરી વળી, જાંબલી વળી,

રંગબેરંગી ઓઢણી લઉં,
બહેન મારીને ઓઢવા દઉં!

સોનીએ ઘડ્યાં રૂપલે મઢ્યાં,
નાના નાના ઘૂઘરા ઝીણા,

એવી બે ઝાંઝરીઓ લઉં,
બહેન મારીને પહેરવા દઉં!

ચંપા બકુલ, બોરસલી ફૂલ,
માલતી ને મોગરાનાં ફૂલ,

બાગમાંથી હું લાવી દઉં,
બહેનને વેણી ગૂંથવા દઉં!

ઓઢણી તમે ઓઢજો બેની,
ઝાંઝર પગે પહેરજો બેની,

વેણી માથે ગૂંથજો રે….!
બાગમાં ઘૂમી હીંચકે હીંચી,

સાંજરે વહેલા આવજો રે,
ભાઇને સાથે લાવજો રે…..!

-સોમાભાઇ ભાવસાર

(૧૦) દીકરી વિદાય

દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

– વિશ્વદીપ બારડ

(૧૧) દીકરી

દીકરી નથી સાપનો ભારો.
દીકરી તો છે ફુલ નો ક્યારો.
દીકરી થકી છે અજવાળુ.
દીકરી વીના સગળ કાણુ.
મા-બાપને કશુંક થાય ,
દીકરીનું દિલ વલોવાઈ જાય,
મા, દીકરી, બહેની,
ઍના પ્રેમમાં ના આવે કદી કમી,
દીકરી પ્યારનું અક્ષય પાત્ર,
ત્યાગ, સમર્પણનું સમસ્ત શાસ્ત્ર.
સ્વાર્થ નું સગપણ ઍવું , ઍ તો તડ પડે કે તૂટે,
દીકરી તો સ્નેહની સરવાણી, નિત્ય નિરંતર ફૂટે.
દીકરીના પગલે લાગે બધું મનોહર,
દીકરી વિનાનું ગર જાણે વાગ્યા વિનાનું જાજર,
દિકરો-તારે ની બુઢાપામાં પાળે ઍ નાહકનો ભ્રમ,
દીકરી જ ઠારે, આંસુ સારે, ભવ તારે ઍ સૃષ્ટિનો ક્રમ.
દીકરી અવતરતાં મોઢુ ફેરવે માં-બાપ,
ક્યા ભાવે છુટશે કરીને ઍવા પાપ.
દીકરી (દુહીતા) નૅ ના દુભવશો,
વિધાતા વેરી કરશો,
દીકરી જશે જે ઘરથી ત્યાં ફરી વળશે અંધારુ,
દીકરી વિનાનું જાણેકે, મીઠુંજળ પણ ખારૂ.
દીકરી જતાં લાગશે સૂનું,
જગત આખું ભાસશે જૂનુ.
આવી દીકરીની વિદાય,
મા-બાપથી કેમ સહેવાય.
દીકરી જતાં સાસરે,
મા-બાપ ભગવાનના આશરે

Prakash Rathod

(૧૨) લગ્નની વિદાય સમયનું રુદન

હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન….
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.

-બટુક સાતા

(૧૩) દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
મમ્મીનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
પપ્પા-મમ્મી ની ‘દિશા’ દિકરી

pradip bramhbhatt

(૧૪) ભૃણ હત્યા

મા બોલ
હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?
તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
પહેલાં તો આપ્યો’તો આધાર,
તારામાં શ્વસતો એ જીવ હું છું,
એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?

તમારું પણ કેવુ પહેલાં તો
પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
પેટમાં દિકરો નથી એવી ખબર પડે
પછી ભગવાનને કહી દો, તમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?

છૂટાં પડતા રડવું આવે,
એવો આપણો ક્યાં હતો સંબંધ?
તારાં ય જીવતરની પડી ગઈ સાંજ
આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને?

-એષા દાદાવાળા

(૧૫) દિકરી

* માતા-પિતાનું વહાલસોયું રતન છે દિકરી,
* એક અવતારમાં બે કુળ ઉજાળનાર દિકરી,
* નારીનાં નવલા રૂપધારી એવી છે દિકરી,
* સહુને માટે પારકી થાય છે દિકરી,
* તોયે સ્નેહની સરવાણીમાં ભીંજવે છે દિકરી,
* જાણે ઉછળતો વહાલનો દરીયો છે દિકરી,
* ઈશ્વરનું અદભુત સર્જન છે દિકરી,

-ડાયબેન મોહનભાઈ યાદવ

(૧૬) કન્યા વિદાય( ગઝલ્)

મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,
મીઠી પળો હવા બની પાદર ભણી જતી રહી.
એ પાંગરી હતી કદી આ હાથ પર, અવાજ પર,
નિજને ભૂલી જવા નદી જેવી નદી જતી રહી.

એણે ભરી પળો મધુર કલકલ કરી ધમાલથી,
થઈ સાવ શૂન્ય રાવટી , ક્ષણમાં સદી જતી રહી.

તે આવી અશ્રુધારનું જ બીજું રૂપ હો, શક્ય છે,
આવી, વસી પડળ અને હળવેકથી જતી રહી.

બદલ્યો હતો સદા મને ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં કવન સજાવી , મઘમઘી જતી રહી.

-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)

(૧૭) એક બાપનું હૈયું

ઢબૂકતો ઢોલ આંગણે મારે આજ,
પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,
માથે સજ્યો છે મોડ,
ને મીંઢળ બાંધ્યું છે હાથ…..
પગમાં ઝાંઝર રણઝણે
હાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,
ભાલે સોહે ચાંદલો ને આડ,
ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ……..

કાલે તો તું મારી આંગળી ઝાલીને
મારી સાયકલે બેસીને જતી’તી નિશાળ,
આજે કેમ રહેતો મારો જીવ ઝાલ્યો???
કેમેય જીવીશ તારા વિના !!!!!
જાય જ્યારે તું પિયુ સંગે પરદેશ!!!!

જીવનની આ રીત છે,તારી હો કો સંગ પ્રીત,
સોણલાનું સજાવી કાજળ આંખોમાં આજ,
પોતાનાને પારકા કરી, પારકાને પોતાના કરવા કાજ,
જુઓ ! ત્યાં મંડપનો થાંભલો પકડી
એક બાપનું હૈયું રોઇ રહ્યું છે ચોધાર આંસુએ આજ..

-preeti tailor

(૧૮) દીકરી વ્હાલી

કાશીબાની દીકરી વ્હાલી,પ્રેમ એ સૌનો લેતી
મળતા તેને મામાકાકા,ત્યાં સૌની સેવા કરતી
……..કાશીબાની દીકરી.
નીતસવારે ચરણ સ્પર્શી,માબાપનો પ્રેમ લેતી
પરોઢીયાને પારખી લઇને,સૌથી વહેલી ઉઠતી
નિત્યકર્મ પતાવી જલ્દી, પ્રભુના દર્શન કરતી
ચા નાસ્તો તૈયાર કરીને, વડીલની રાહ જોતી
મોટાભાઇની લાડલી,ને પ્રેમ મોટીબેનનો લેતી
જોતાસૌને લાગેન્યારી,એવી કાશીબાની વ્હાલી….
એકડો બગડો જલ્દી પતાવી,લેતી નંબર પહેલો
ભણતરમાં શ્રધ્ધારાખીને,બુધ્ધિથીસોપાનચઢતી
મળીજાય કોઇમુંઝવણ,ત્યાં જલાબાપાને સ્મરતી
સીધી રાહે ચાલી જાય,ને સર્વ સફળતાએ જોતી
કર્મ ધર્મને સમજી ચાલે, મળેલ સાચા છે સંસ્કાર
ગામ સીમમાં સૌને એ ગમતી,કાશીબાની વ્હાલી….

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૧૯) દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી

મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી

બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી

પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી

ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી

-પ્રદીપ બ્રહ્મભટ્ટ(આણંદ)

(૨૦) વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની

વધુ ભણવા માટે વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની
ને ભાવિના જીવતરને ઘડવાને પ્યારી, હવે તું જવાની
ફકત થોડાં દિવસો સુધી ઘરમાં રહીને હવે તું જવાની
નથી કલ્પી શકતા સ્થિતી શું થવાની હવે તું જવાની

હજી રમતી કૂદતી’તી આવી ઘડી ત્યાં હવે તું જવાની
વરસ સોળની જેવી વ્હાલી ઉંમરમાં હવે તું જવાની

ખબર પણ પડી ના આ જીવતર સર્યુ ક્યાં નજર સામે તારી
વિત્યું બાળપણ આજ આવી યુવાની, હવે તું જવાની

અમે રાતદિવસ જીવનડાળે તારી ઉજવતાં’તા ઉત્સવ
અમારી રહી શેષ જુદી કહાણી હવે તું જવાની

પડ્યું નાનું ઘર આ નગર આજ ઓળંગી ઉંબર ને અવનિ,
જો આકાશ માર્ગે પ્રસારીને પાંખો હવે તું જવાની

ઘણાં મિત્રો ભેટીને દેશે વિદાઈ તને એરપોર્ટે,
જરા હાથ ઉંચો કરી ગુડબાય હવે તું જવાની

તું સંભાળજે, સારા સંસ્કાર, ઉત્તિર્ણ ભણવામાં થાજે
લઈ મમ્મી-પપ્પાના આશિષ સંગે હવે તું જવાની

ખુશીથી તું જાજે, દઈ ધ્યાન ભણજે, ખુશીથી ત્યાં રહેજે
સમય મળતાં વ્હાલી જરા યાદ કરજે હવે તું જવાની

ત્યાં ઘર સ્નેહીઓ મિત્ર છે પગલી, ચિન્તા જરા પણ ન કરતી
પરિવારની જેમ સચવાશે જ્યાં તું હવે તું જવાની

રમકડાં ને પગલાનો પગરવ હવે ઘરની ભીંતો કહેશે
ઘણો સ્નેહ નિસ્વાર્થ યાદો ધરીને હવે તું જવાની

-દિલીપ ગજજર,

(૨૧) વ્હાલનો દરિયો દિકરી

દીકરી છે ઘરમાં સહુની સખી
વાત એ રાખજો તમે જરૂર લખી
કદાચ હોય પોતે એ આંતરમુખી
પણ જોવા ઈચ્છે એ ઘરના સહુને સુખી !
ઘરમાં જો ન હોય દીકરી
તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી
કરે ભલે એ સહુની મશ્કરી
પણ જાણશો એને ના તમે નિફિક્રી !
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એ તો છે આખા કુટુંબનું ઢાકણ
પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ
એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ
દીકરી તો છે મમતા નો ભંડાર
એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર
માતા-પિતા ને માટે એ મીઠો કંસાર
છતાં કેમ???????????????????
દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?
રશ્મિકા ખત્રી (બીમ)

(૨૨) ચાંદલા જેવી દીકરી

અમે કહી છીએ – “હિયા ચાંદલા જેવી દીકરી છે”
કેમ ચાંદલા જેવી?
જેમ ચાંદલો શુભ છે – તું અમારા માટે એટલી જ શુભ છે.
ચાંદલો પવિત્ર છે.
ચાંદલો શુકનવંતો છે.
ચાંદલો શોભા વધારનારો છે.
ચાંદલો સારું સૌભાગ્ય સૂચવે છે.
ચાંદલો પ્રભૂ નો આશિર્વાદ છે.
ચાંદલો આકર્ષક છે, મંગળ છે.
ચાંદલો શક્તિ છે.
ચાંદલો તેજ સૂચવે છે.
ચાંદલો જ્યાં કરવા માં આવે છે
તે બે આંખ વચ્ચે ની જગ્યા એકાગ્રતા અને ઉર્જા નુ બિંદુ છે.
ચાંદલો સ્ત્રી નીં શક્તિઓ નુ પ્રતિક છે.

તું પરિવાર નું કેન્દ્ર બિંદુ છે.
તું અમારી શક્તિ છે.

તું અમારા માટે પ્રભૂ એ આપેલા આશિર્વાદ છે.
તું ખરેખર “ચાંદલા જેવી દીકરી” છે.

–તન્મય ~ પૂજા

(૨૩) દીકરીનું હાલરડું

એક ઢીંગલી આ દીકરી છે આવી… અજાણ્યા મલકથી
ભરી આંખોમાં આશા રૂપાળી… પ્રભુના મલકથી

ભેખ લઈને નવો નામ લઈને નવું,

જાણે ઝરણું રૂમઝૂમ્યું મારે દરિયો થવું!

એના મુખડાને જોઈ જીવ મારો ખીલે,

મારા અંતરના ભાવ એની લાલી ઝીલે

સાવ નાનકડી પોટલી એ વ્હાલી, ખુશીથી છલકતી

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

(૨૪) દીકરી તો પારકી થાપણ

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

-લોકગીત

(૨૫) એક સપનું મા-બાપનું

એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.
એક અમારા પ્રેમનો અક્ષર ગીત બનીને ગૂંજે,
એક કળી અમ બાગની આજે બહાર બનીને ઝૂમે;
જકડી રાખું ઝરણું હાથમાં પણ એવું ક્યાં થાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે,
એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે;
માનાં દિલનો ટુકડો દીકરી પારકી કહેવાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

ઘર આંગણમાં કાલે બેટા, આંખ ન તુજને જોશે,
હોઠો રહેશે હસતા મારાં અંતર મારું રોશે;
થયું’તું દુ:ખ જે મારી માને આજ મને સમજાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક સપનું મા-બાપનું જો ને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

-ડૉ.નિલેશ રાણા

(૨૬) વિદાય
દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

-ખ્યાતી માલી

(૨૭) દીકરી

વિધાતાનું તું છે સુંદર સર્જન,
ભર્યો છે રંગ લાગણી કેરો તારામાં.
દીકરી બનાવી મોકલી જગમાં તને,
લક્ષ્મી કેરું ઉપનામ આપ્યું તને.

ભાર નથી કોઈ ઘરનો તું,
તું તો છે ઘર નું અમૂલ્ય રત્ન.

કેહવાય જે દાનમાં દાન મોટું,
કન્યાદાન કરવાનો અવસર આપ્યો.

લીધો જન્મ તે તો એક ઘરમાં પણ,
દિપાવશે તું તો બે ઘરના દીપ.

preeti mehta

(૨૮) દીકરી આવી

અધૂરી પૂવૅજન્મની પ્રીત
આજે પૌત્રી બનીને આવી
દિલના પ્રેમસરોવર મધ્યે
એવા કમળ બનીને આવી
બાપુ બેનાના ચહેરા પર
મંજુલ સ્મિત બનીને આવી
મૃદુલ મીઠા સ્નેહ ઝરણમાં
સૂર સંગીત બનીને આવી

બુલબુલ મેનાના કલરવમાં
વિધિનું ગીત બનીને આવી
એવા ઉત્સુક અધીર અષાઢે
શાંત સમીર બનીને આવી

-સરયૂ પરીખ

(૨૯) કન્યા વિદાય
સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે,
કેસરીયાળો સાફો ઘરનું,
ફળીયું લઇને ચાલે.

પાદર બેસી ફફડી ઉઠતી,
ઘરચોળાની ભાત.
ડૂસકે ડૂસકે હડસેલાતી,
બાળપણાની વાત.

પૈડું સીંચતા રસ્તો આખો,
કોલાહલમાં ખૂંપે.
શૈશવથી ચીતરેલી શેરી,
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો,
દીવડો થર થર કંપે.
ખડકી પાસે ઉભો રહીને,
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે.
કેસરીયાળો સાફો ઘરનું
ફળીયું લઇને ચાલે.

– અનિલ જોશી

(૩૦) દીકરી

દીકરી મારી સ્નેહ તણી સરિતા,
કલ-કલ વહેતા ઝરણા સમી કવિતા

એકવીસ વરસ વહાલમાં ન્હાતા રહ્યા,

સુગંધભર્યા વસંતના વાયરા વાતા રહ્યા.

થઇ વિદાય ભીના થયા નયન,

જાણે પાનખરે ઉજ્જ્ડ થયા વન.

અંતરના અમી સીંચી, પુરા કર્યા સધળા કોડ,

છતે પાણીએ કરમાઇ ગયો તુલસીનો છોડ્.

ન કહેવાય દીકરી છે પારકી થાપણ્,

એ તો અમીભર્યા પ્રેમની છે થાપણ.

પડધા પડતા રહ્યા ઓરડે, થકી એના કલશોર,

સુની થઇ ભીંતને મુંગા થયા ગમાણે ઢોર.

મા ની મમતા ‘ને બાપના વાત્સલ્યનું ઝરણું,

દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું

– ભૂપેન્દ્ર ત્રિવેદી

(૩૧) દીકરી

હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર
હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર,

હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર,

હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર,

હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર,

હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર

હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર,

હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર.

( હીર તેમની પુત્રીનું નામ છે. )

-વિકાસભાઈ બેલાણી

(૩૨) દીકરી

હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું,
દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ

ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા

દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ

તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં

શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ

હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું

તારાથી ગૂંજે આ જીવન કલકલ,

દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી

દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ,

દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા

દીકરી છે કાફીયા ને જીવન ગઝલ

સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.

હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.

– જીગ્નેશ અધ્યારૂ

(૩૩) દિકરી વિદાય

દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું,
વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,

કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,

તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,

દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,

સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,

પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,

ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,

ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,

હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,

પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,

આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,

સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,

દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,

પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,

લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,

ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,

કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ.

– એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )

(૩૪) કુંવરબાઈનું મામેરું

દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;
અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.
મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત :
‘કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ ? સાસરિયાં કાંઈ રાખે પ્રેમ ?’

જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ,
કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી.

નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.

નિર્ધનનું કહ્યું કો મન નવ ધરે, નિર્ધનનું સહુ કૌતુક કરે,
નિર્ધનને સહુ ઘેલો ગણે, નવ રાખે ઊભો આંગણે.

લોક બોલાવે દુર્બલ કહી, એથી માઠું કાંઈ બીજું નહિ;
તાત, કાંઈ ન કરો ઉદ્યમ તો આ અવસર સચવાશે ક્યમ ?

નથી લાવ્યા તમે નાડાછડી, નથી મોડ ને કુંકુમપડી;
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ ?

કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મૂઈ મરતે માત ?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ?

જે બાળકની માતા ગઈ મરી, બાપસગાઈ સાથે ઊતરી;
જ્યમ આથમતા રવિનું તેજ, મા વિના ત્યમ બાપનું હેજ.

સુરભિ મરતે જેવું વચ્છ, જલ વિના જેમ તલફે મચ્છ;
ટોળાવછોઈ જ્યમ મૃગલી, મા વિના પુત્રી એકલી.

લવણ વિના જ્યમ ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન,
કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન.

શું કરવા આવ્યા ઉપહાસ ? સાથે વેરાગી લાવ્યા પચાસ;
શંખ તાલ ને માળા ચંગ : એ મોસાળું કરવાના ઢંગ ?

નહીં તો પિતાજી, જાઓ ફરી,’ એમ કહી રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ, ‘મોસાળું કરશે વૈકુંઠનાથ !’

– પ્રેમાનંદ

(૩૫) મારી જ –દિકરી

નદીના પટમાંથી
પર્વતની બખોલમાંથી
કંકર વીણતી
રેત કિનારે મહેલ ચણતી
જળના તરંગ ભાંગતી

ભીના અરીસે સંદેશ લખતી
ચપટીભર્યા રંગે અવસર સજાવતી

ઝબોળીને ક્યારેક રસાસ્વાદ આપતી
ક્યારેક રંગીલો છંટકાર
કોરા બરડાએ ક્યારેક શબ્દો આંકતિ
ક્યારેક પાંખડીની ભાત

લટમાં ગુંથાતી, ભાલને સજાવતી
મ્હેંદીના રંગે થતી લાલ
તાર રણઝણાવતી, લાડથી ઠપકારતી
ઝાલીને લઈ જતી ક્યાંક

આંગળીથી વિખુટી ન પડતી
એ બધીયે તૃષ્ણા,
મારી જ !!

-દર્શનાબહેન (અમેરિકા)

(૩૬) દર્દીનું દીકરીને સંબોધન

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !
હું ક્યાં રમી શકું છું,
તારી સાથે સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા,
પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું
લાગ શીખવા
ટૂંકું છે બહુ મારું અહીં
રોકાણ, દીકરી !

ભૂલી નથી શકતો હું
ઘડીકે ય કોઈને
જબરું છે બહુ કુટુંબનું
ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક
સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે
ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો એમાં
તું ઉમેરજે,
મારું પ્રભુ પાસે બને
રહેઠાણ, દીકરી !

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

– જગદીશ વ્યાસ

(૩૭) દીકરીવિદાયનું ગાન

લીલું કુંજાર એક ટહુકે છે ઝાડવું;
કિલ્લોલે એની સૌ ડાળ,
-કે બે’ની એ તો કલરવતું પિયરનું વ્હાલ !
લીલું કુંજાર એક મહેકે છે ઝાડવું;
પાંદડીઓ પીએ આકાશ
-કે બે’ની એ તો પીયરિયાનો ઉલ્લાસ !

લીલું કુંજાર એક બહેકે છે ઝાડવું;
ઝાડવામાં તડકાના શ્વાસ
-કે બે’ની એ તો બાપુના ઉરનો ઉજાસ !

લીલું કુંજાર એક ધબકે છે ઝાડવું;
એની છાયા કરે સળવળાટ
-કે બે’ની એ તો માડીના ઉરનો રઘવાટ !

લીલું કુંજાર એક હલબલ્યું ઝાડવું;
પંખીણી ઊડી ગઈ એક
-કે બે’ની તો થઈ ગઈ સાસરિયાની મ્હેક !

લીલું કુંજાર એક સૂનું થયું ઝાડવું;
ખાલીપો આંખે અથડાય
-કે ઝાડવું એ ભીતરભીતર મલકાય !

–યૉસેફ મૅકવાન

(૩૮) સદગુણી દિકરી

મમ્મીને દિકરી મમ્મીને દિકરી
એક મગની બે ફાડો જી
મા અને દિકરી પ્રભૂએ રચીને
ધરતી પર સ્વર્ગ ઉતાર્યું જી
મમ્મીને દિકરી મમ્મીને દિકરી
બાળપણમાં દિકરી બાપને વહાલી
મમ્મીની આંખનો તારો જી
સુંદર સંસ્કારથી પ્યારના સિંચનથી
લાડકોડમાં ઉછેરી જી
પપ્પાને દિકરી પપ્પાને દિકરી
મમ્મીની આરઝુ દિકરી દુલારી
પપ્પાનાં હૈયાંની ધડકન જી
ભણાવી ગણાવી પરઘેર મોકલી
અંતરની અભિલાષા જી
માબાપ ની દિકરી માબાપની દીકરી
ઓરતા પૂર્યા દિકરી જીવતર ઉજાળ્યું
સાસરીને શોભાવ્યું જી
પતિને બાળકો ઘરનાં સર્વેનાં
દિલડાં પ્રેમે જીત્યાં જી
માબાપ ને ગર્વ થાયે જી
સદગુણી દિકરી સદગુણી દિકરી

-પ્રવિણા કડકિયા

(૩૯) મારી લાડલી

તું વ્હાલનો વેલો છે મારી લાડલી
તું સ્નેહની શરણાઈ છે મારી લાડલી
તારી આંખો માં કુતૂહલતા એવી અનોખી,
કે એ આંખોનૂં અંજન મારે થવું મારી લાડલી

તારા ગાલો છે ગુલાબ જેવા ગલગોટા ને ગમતીલા,
કે ફરી ફરીને હું તો ચૂમી વળું મારી લાડલી

તારા સ્મિત મા રેલાય છે સંગીત એવું સુરીલૂં,
કે એ મલકાટમાં હું તો ખોવણી મારી લાડલી

સર્જનહારની શિલ્પકારીની તું છે સર્વોત્તમ કૃતિ,
વરસોથી જે ખેલી,અમારું જીવન,અમારી ‘કશ્તી’,મારી લાડલી

-કૃતિ કશ્યપ શાહ

(૪૦) દીકરી.

નહીં દઉં તને મારી ઝાંસી ઓ ગોરા!
ચડી અશ્વ લક્ષ્મી લડી એ ય દીકરી.

બધીર, બાળપણથી, અને મુક અંધ,
એ હેલન વીદેશી, વીદુશી એ દીકરી.

હતી ગારગી એક વેદાંત જ્ઞાની,
સભાઓ ગજવતી, વળી એ ય દીકરી.

કરુણાની મુર્તી, ઘવાયાની શાતા,
ફ્લોરેન્સ બુલબુલ, અહો એ ય દીકરી.

ત્યજી કેવી ભારે વીવશતા અરેરે!
શ્વસુરગૃહ સડી જીંદગી, એ ય દીકરી.

કળી કુમળી, પીંખી, મસળી હવસમાં
સરે આમ કોઠે, અરેરે એ દીકરી.

ભણેલી છતાંયે અભણ શાણપણમાં,
જલાવ્યું સ્વ-ઘરને અરે! એ ય દીકરી.

કરે કુથલી, કેવી સખીઓની સંગે,
અદેખાઇમાં જે જલી એ ય દીકરી.

બની માત જેણે જીવનને દીપાવ્યું,
ગુણોથી ભરેલી હતી એ ય દીકરી.

-સુરેશ જાની

(૪૧) દીકરી
મા દીકરીના મનના એવા પાકા તાણાંવાણાં
મૃગનયની આંખોમા જેવા શાંત સૂતેલા શમણાં

દીકરીના સૌ ભાવ નવેલા માને આવી પંહોચે
દીકરીને દિલ આંસુ ઝરતા માને જઈ ભીંજાવે

જીવન નૈયા દીકરી કેરી જાય અહીંતહીં ભટકી
તો સાથે સાથે મા તણાયે કાંઠે ઉભી ઉભી

જ્યારે દીકરી હૈયુ ઝુમે આનંદ હેલી નાચે
તો માનુ યે મન ઘેલું ઘેલું વિના કારણે નાચે

દીકરો માનો દીકરો રહેશે કદાચ જીવન વાટે
દીકરી સોટચ માની રહેશે ‘સરયૂ’જીવતર સાટે

-સરયૂ પરીખ

(૪૨) મારી દીકરીને ખુબ પ્રેમ સહિત

અમાસની અંધારી રાતે ઝબક્યાં દિપ દિવાળી
આવી મારી હસતી રમતી ગાતી દિકરી શાણી…મારી
નિમઁળ નયનો હસતાં ગાલે લાગે ભોળીભાલી
ચાલે જાણે કુમકુમ પગલે પ્રભાતની પનીહારી…મારી

રંગ રંગનો ભેદ એ જાણે વાંચનની ખુબ પ્યાસી
કામ તણો એને થાક ન લાગે સદગુણની એ રાણી…મારી

ભાઇ બેનને પ્રેમથી રાખે સાહેલીઓની સાથી
શાળાની આતુરતા એને ગુરુજને ખુબ વખાણી….મારી

પતંગિયા સમ ઉડતી ફરતી રસોઇમાં પાવરધી
મહેમાનોની સારભારમાં થાતી અડધી અડધી….મારી

ભરત નાટ્યમ ભાવે કરતી વીજળી ઝડપે તરતી
દુધમાં જાણે સાકર ભળતી કોઇથી ના એ અજાણી….મારી

પપ્પા મમ્મી પ્રેમથી વદતાં તું વૈષ્ણવજનની વાણી
આનંદે તું ભણજે ગણજે અમ જીવનની તું જ કમાણી….મારી

ડો.દિનેશ ઓ. શાહ, ગેઇન્સવિલ, ફ્લોરિસડા, યુ.એસ.એ.

(નોંધ: મારી દીકરીનો જન્મ દિવાળીના દીવસે થયો હોવાથી
ગીતની શરુઆત અમાસની રાત અને દિપ દિવાળીથી કરી છે.)

(૪૩) દીકરી
ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?

ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો ‘ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.

ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.

માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.

નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.

જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.

દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ.

-ચિરાગ પટેલ

(૪૪) દીકરી ના આવ્યા હોંશીલા તેડા

દીકરી ના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.
અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-

સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,

રજ વનરાવનની લાવજો…
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,

આયનો એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…

વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,

ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો.

– નીલમબેન દોશી

(૪૫) દીકરીને

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;
ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક

ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

– યોસેફ મેકવાન

(૪૬) દીકરીની વિદાય વેળાનું ગીત

વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી

રમેશ પટેલ(આકાશદીપ)

(૪૭) પુત્રી જન્મનાં વધામણાં

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,

અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ,

પુત્રી તો આપણી પુનાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,

વેણીના ફૂલની વધાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,

દુર્ગાના કંઠનો હુંકાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,

કન્યા તો તેજની કટાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,

આથમણી સાંજે અજવાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,

આભથી ઊંચેરો એનો રાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

-મકરંદ દવે

(૪૮) માને – દીકરીની જ વિનંતી

મા મને ! તું આ જગતમાં આવવા દે,
આંગળી પકડીને તારી ચાલવા દે, મા !

મને તું આ જગતમાં આવવા દે.

વંશનું તુજ બીજ કો’ ફણગાવવા દે,

ગોરમાની છાબ લીલી વાવવા દે.

તું પરીક્ષણ ભ્રૂણનું શાનું કરે છે ?

તારી આકૃતિ ફરી સરજાવવા દે.

ઢીંગલી, ઝાંઝરને, ચણિયાચોળી,

મહેંદી બાળપણના ગીત તું પ્રગટાવવા દે.

વહાલની વેલી થઈ ઝૂલીશ દ્વારે,

આંગણે સંવેદના મહેકાવવા દે.

સાપનો ભારો નથી, તુજ અંશ છું હું,

લાગણીના બંધને બાંધવા દે.

મા ! આ જગતમાં મને આવવા દે…

-રમેશ પટેલ(આકાશદીપ)

(૪૯) દીકરીની પૂકાર

દીકરી થઈ, જન્મ લેવો છે ભારતમાં મારે,
જન્મ દેવા કોણ તૈયાર છે આજે ? (ટેક )
પુરાણી વૃત્તિના લોકો કહે છે, દીકરો મુજ જીવન-સહારો,
અને, ગણે છે દીકરીને બોજારૂપી ભારો,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૧)
હશે માનવ-વિચારો જુદા, આ ટેકનોલોજીના યુગમાં,
કિન્તુ, મળી નિરાશા, હવે તો મારે છે મુજને જન્મ પહેલા,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૨)
પ્રભુ-ઇચ્છા થકી બનું છું દીકરી આ જગતમાં,
દેજો પ્રેમભર્યો આવકારો પ્રભુ-બાળને આ જગતમાં,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !………દીકરી…..(૩)
દીકરા સમાન છે દીકરી તો આ જગતમાં,
માતા, બેન કે પત્ની સ્વરૂપે હશે એ દીકરી આ સંસારમાં,
સમજ આવી ક્યારે હશે માનવ-હૈયામાં ?
ત્યારે…..ચંદ્ર કહે, હશે પરિવર્તન એવું માનવ-જીવનમાં
નિહાળી એવું, હશે ચંદ્ર-હૈયે ખુશી પ્રભુ-સ્મરણમાં !…..દીકરી…..(૪)

-ડો ચંદ્રવદન મિસ્ત્રી

(૫૦) કન્યા વિદાય વેળાએ

પિયરનું આંગણું ત્યાગીને બહેની જાય છે આજે,
મૂકી માબાપની માયા વિદાય થાય છે આજે.
સખીરી લગ્ન છે તારા ને કિસ્મત આજ જાગી છે,
બરાત આવી છે આંગણમાં અને શરણાઈ વાગી છે.
તું આ શરણાઈ જેવા સૂર મીઠાં વેરતી જાજે,
અહીંના સોણલા સર્વે અહીં ખંખેરતી જાજે.
પતિનું ઘર એ દુનિયા આજથી તારી બની જાશે,
હવે કન્યા મટી તું એક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે,
કુટંબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે.
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે,
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે.
સુવાસો થઈ સદા ચર્ચાઈ તારી વાત સાસરીએ,
દુઆ છે તારા પગલાંની પડે ત્યાં ભાત સાસરીએ.
ગરીબી હોય તો ત્યાં જઈ ગરીબીમાં ખુશી થાજે,
તને વાતાવરણ જેવું મળે તેમાં ડુબી જાજે.
દુલ્હન આજે બની છે તું ચમકતું એ મુકદ્દર છે
લૂછી લે આંસૂઓ પ્યારી ખુશીનો આજ અવસર છે
કળીના જેમ ખીલી ફૂલ પેઠે મુસ્કુરાતી જા,
મોહબ્બતનું નવા જીવનનું મીઠું ગીત ગાતી જા
તને ભૂલી નહિ જઈએ દ્શ્ય એ સાદ આપે છે
અમારી આંખના આસૂંઓ આશિર્વાદ આપે છે.
સલામી લે, અમારી યાદ, હૈયે સંઘરીને જા,
દુઆઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા.
નહિ’આઝાદ’ ભૂલે કોઈ પણ આ યાદગારોને,
ખુદા આબાદ રાખે તારા ગુલશનની બહારોને.

-કુતૂબ ‘આઝાદ’

(૫૧) દિકરીના જન્મદિવસે

પ્રણયવેલની કુંપળ છે તું ઉર ઉપવનનું ફૂલ
તું પંખી તું કલરવ મીઠો તું જ ગીત મંજુલ
પ્રથમ કિરણશી જ્યારથી નિરખી આંખ ઠરી છે મારી
ઉઘડી છે મુજ અંતરદ્વારે ઉલ્લાસોની બારી
પ્રેમકૃપાથી હેમ થયા સૌ સ્વપ્નોના તાંદુલ

બુટ્ટી, બક્કલ, કંઠી કંગલ અક્ષરનું અજવાળું
એ તારા આભૂષણ બેટી તું આભૂષણ મારું
મમ્મી છે મીરાની ચાદર તું મનગમતી ઝૂલ

ચાર દિવાલોની આ માયા તુજથી ઘર લાગે છે
એક દિવસ તું ઉડી જશેનો ડર ભારે લાગે છે
તુજવિણ નક્કી ખખડી પડશે પપ્પા નામનો પૂલ

-મુસાફિર પાલનપુરી

(૫૨) દિકરી

દિકરો ભલેને હોય ડહાપણનો દરિયો,
પણ દિકરી તો વહાલનો દરિયો.
નાનકડી નમણી એ આંખો મટકાવતી
ને ગુલાબી ગાલો પર સ્મિત મધુરું રેલાવતી.

પગલી એ નાનકડી પાડતી
ને હૈયા એ સૌના રણઝાવતી.

ટહુકો મધુરો એનો ગુંજતો
ને ભરતો ઉલ્લાસ ખુણે ખુણે.

વહ્યા વર્ષો બની દિકરી
ગૃહલક્ષ્મી નિજ ગૃહ તણી
કરી અવકાશ અમ હૃદયમાં.

અજબ ખેલ કુદરત તણો
લીધું તે આપ્યું નવા રુપે.

પુરાયો અવકાશ,
પામી તુજને હે દિકરી
અમ ગૃહ તણી લક્ષ્મી રુપે.

બસ આશિષ એટલીજ અમ હૈયા તણી
મહેકી રહે જીંદગાની સદા તમારી.

શૈલા મુન્શા

 

 

કવિતા – પિતા – બાપુજી – બાપા – ડેડી – પપ્પા – મા-બાપ

1

|| કવિતા – પિતા – બાપુજી – બાપા – ડેડી – પપ્પા – મા-બાપ ||

(૦૧) એક સપનું મા-બાપનું

એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.
એક અમારા પ્રેમનો અક્ષર ગીત બનીને ગૂંજે,
એક કળી અમ બાગની આજે બહાર બનીને ઝૂમે;
જકડી રાખું ઝરણું હાથમાં પણ એવું ક્યાં થાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે,
એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે;
માનાં દિલનો ટુકડો દીકરી પારકી કહેવાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

ઘર આંગણમાં કાલે બેટા, આંખ ન તુજને જોશે,
હોઠો રહેશે હસતા મારાં અંતર મારું રોશે;
થયું’તું દુ:ખ જે મારી માને આજ મને સમજાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક સપનું મા-બાપનું જો ને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

-ડૉ.નિલેશ રાણા

(૦૨) મા-બાપ

જિંદગીનો ભાર ઢસડી ઢસડીને
મનથી બેવડ વળી ચુકેલા,
તોય ખુશીથી અમને રાખતા.

કણીઓ પડેલી હથેળીએ
ને બરછટ બનેલા હાથ,
તોય કોળિયો અમને ભરાવતા.

ઘા ભલે હોય હજાર
તોય વ્હાલ અમને કરતા.

એક-એક ચિંતાની કરચલીઓ
ચહેરા પરથી છુપાવીને,
હાસ્ય અમને અર્પતા.

મજલોનુ અંતર કાપી કાપીને
અમને મંઝિલે પહોંચાડતા.

રાખીએ છીએ અમે એમને હ્ર્દયમાં
ને ઘરમાં રાખીશું ભવિષ્યમાં,
નહિ પડે જરુર લાકડીની
સહારો અમે ખુદ બનશું એમના!!!

-હિરલ મનોજ ઠાકર

(૦૩) પિતા હરપળ યાદ આવે છે

વાત્સલ્યના લીલા લીલા પાન ,
મેં તો પીધા મીઠા મધુરા પાન..પિતા હરપળ યાદ આવે છે.
કર્મના કીરતાલ તમો,
પ્રેમની પ્યાલી પીવડાવતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
આંગળી પકડી,રાહ ચીંધતા રહ્યા,
સફળતાની ચાવી,સંતાનોને દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
એ ભલા-ભોળા શંકર જેવા,
ખુદ વિષ પી..અમરત દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
સંતાન-સુખ,એજ લક્ષ્ય,એજ ધ્યેય,
મીઠા ફળ સૌને દેતા રહ્યાં.. પિતા હરપળ યાદ આવે છે.
આજ મ્હેકતો બાગ છે આપના થકી,
માળી બની,બાગનું સિંચન કરતા રહ્યાં..પિતા હરપળ યાદ આવે છે.
આશિષ આપી, સ્વર્ગે સિધાવી ગયા,
પિતૃબની આજપણ આશિષ દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

વિશ્વદીપ બારડ

(૦૪) પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું

પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું
અવિભાજ્ય તેના સ્મરણમાં સરું છું
જતનથી ઉછેર્યો ગટરમાં ન ફેંક્યો
પિતા-માતા-ધાતાને વંદન કરું છું
નિરાકાર ઘટને તેં આકાર દીધો
ગુણોના પ્રદાતાને પૂષ્પો ધરું છું
મળી ભેટ ઉત્તમ પ્રથમ ખુદને ચાહુ
જીવનદાતામાં ઈશદર્શન કરું છું
રુએ રુએ તવ રુણ ઉપકાર અગણિત
જો ચાહુ ચૂકવવા ક્યાં ચુકવી શકુ છું
ભણાવ્યો ,ગણાવ્યો ,રમાડ્યો, હસાવ્યો
કૃતઘ્ની બની ગાળ ક્યાં દઈ શકુ છું ?
અનાયાસ પૂછે કોઈ નામ તારું
વિગતવાર હું તારી ગાથા વદુ છું
હું તારો તું મારો બીજું કૈ ના જાણું
જગે તેથી નિર્ભય બનીને ફરું છું
ઓ બાપા, દિપા શું ? ગીતાગાન ગાઉં ?
હવે તારું મલકાતું મુખડું સ્મરું છું
અહોભાગ સંસ્કાર અંતિમ કર્યા’તા
હું યે અગ્નિપથ પર પલેપલ સરું છું
કરી હું શકુ છું, બની હું શકું છુ,
હું કંકરથી શંકર બની પણ શકું છું
નથી દીન ‘દિલીપ’ મળ્યો વારસો જે
અનુભવનો વૈભવ વહેંચતો રહું છું

-દિલીપ ગજજર, લેસ્ટર

(૦૫) માબાપની માયા

છાયા મમતાની જ્યાં, મળતી આ કાયાને;
ઉભરે અનંત હેત હૈયે,શબ્દ મળેના સર્જકને.
ઓ મા તારો પ્રેમ પ્રેમથી દેજે.
બાળપણમાં ઘુંટણે ચાલતા,આંગળી તેં પકડી મારી;
પાપાપગલી કરતાં પડતો,ત્યારે હાથ પકડતી મારો.
ઓ મા મારા હૈયે હેત ભરજે.
બારાખડીમાં હું જ્યાં ગુંચવાતો,પપ્પા સુધારી લેતા;
કખગમમાં હું ખચકાતો ત્યાં,પેન પાટી ધરી દેતા.
પપ્પા ભુલ સુધારવા કહેતા.
પેનપાટીને થેલો લઇ હું,પ્રથમ પગથીયે ઉભો;
માબાપને શ્રધ્ધા મનમાં,દીકરો ભણશે અમારો.
ને હેત હૈયે વરસાવી દેતા.
વરસતી વર્ષા પ્રેમનીને,આર્શીવચન પણ મળતા;
લાગણી પારખી માબાપની,મન મક્કમ કરી લેતા.
ને માબાપની લાગણી જોતા.
ભુલ બાળક કરતાં જાણી,માફ માબાપ જ કરતાં;
હૈયેહેત રાખી મનથી અમને,ભુલ સુઘારવા કહેતા.
એવા છે માબાપ અમારાવ્હાલા.
પ્રદીપને માથે હાથ માબાપાના,ને આશીશ મનથી દેતા;
ઉજળું જીવન રમા,રવિનું,ને પ્રેમે વ્હાલ દીપલને કરતાં.
એવા વ્હાલા મારા મમ્મીપપ્પા.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૦૬) બા,બાપુજી કે બાપા

બા એટલે બાળકના જન્મદાતા,પોષક અને રક્ષક.
બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા.
બા એટલે સંતાનના જીવનનો પાયો.
બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી.
બાપુજી એટલે બાની પુંજી.
બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે.
બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે.
બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે.
બાપા એટલે બા નો ચોથો ભાગ (પા ભાગ)
બાપા એ જ્યાં સુધી બાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પચીસ ટકા જેટલો જ હક્ક ધરાવે છે.
બાપાનું જ્યાં સુધી બા છે ત્યાં સુધી માન છે.
અને અંતે
બા વગર બાપાની કોઇ કિંમત નથી કે કોઇ માન નથી.
(દા.ત. તારા બાપાને કહેજે કે ઘરનું ભાડુ ઓફીસે મોકલી આપે)
જગતના પ્રાણી માત્રમાં બા એ ત્રણ ભાગ છે જ્યારે બાપા એ ચોથો ભાગ છે.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૦૭) માબાપની માયા

માબાપની માયા લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
પ્રભુ સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ પિતાનો મળશે
સંતાન થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મળતી માયા સેવાથી,ના માગણી કોઇ કરતું
પ્રેમભાવથી નમવાથી,ઉભરાયેલ હેત મળતું
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
આવ્યા ક્યાંથી ક્યાં જવાના,કોઇ નથી કહેવાનું
લાગણી પ્રેમને સ્નેહ મળવાના,બીજુનહીંસહેવાનું
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

– પ્રદીપબ્રહ્મભટ્ટ

(૦૮) મા-બાપ

નીતિ જેની નિસ્વાર્થ ભરી,આ એવી પરમ પાવન જોડી મા- બાપની.
ચુકવી ના શકાય ૠણ જેનું આ એવી દિવ્ય જોડી મા- બાપની.

પી શકે પ્રેમ થી દુખ દર્દનાં ઘુંટડા, આ એવી અડીખમ જોડી મા-બાપની.
ના શરત હોય કોઇ એનાઉછેરમાં,આ એવી પ્રેમાળ જોડી મા-બાપની.

ભુલ કરે જો સંતાન, બોલે એ સંત-વાણી,આ એવી અણમોલ જોડી મા-બાપની.
જીલ્યા ઘાવ ઘણા,બની ઢાલ સંતાનોની,આ એવી અલૌકીક જોડી મા-બાપની

નમેછે ભગવાન પણ હાથ જોડી, આ એવી પુજનીય જોડી મા-બાપની
મંદીર, મસ્જીદ કે ચર્ચ ની કયાં જરૂરત છે? આ એવી શ્રેષ્ઠ જોડી મા-બાપની.

વિશ્વદીપ બારડ

(૦૯) ડેડી તમે

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

હિમાંશુ ભટ્ટ

(૧૦) પ્રિય પપ્પા હવે તો

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

-મુકુલ ચોક્સી

(૧૧) માબાપ ના મળશે કદી

બહુ વાત કરતા લોક સૌ, અહીંયા જુઓને પ્રેમની,
કહો કોણ જાણતું એ બધી, વાતો ખરે છે વ્હેમની.

આંખોથી આંખો જો લડે, સમજે નીશાની પ્રેમની
એ નીશાનીઓ મહીં, સઘળું લુટાવ્યું સ્હેલથી.

જાન લેવા પ્રેમમાં, દેવા ય પણ તૈયાર છે .
જીંદગી મળતી નથી, કંઇ કોઇના યે ર્ હેમથી..

છોડીને વીસરી જતા માબાપને જે પ્રેમમાં
નાસમજ ! સમજી લીયો માબાપ ના મળશે કદી

– નીરજ વ્યાસ

(૧૨) પિતૃ વંદના

ઘડવૈયાએ હેતે ઘડ્યા એવા ઘટ
પિતાએ પરખાવી પ્રભુતા પૃથ્વી પટ
દિધા જગે તમે વટવૃક્ષ સમ ધામા
સંસારને સંવારી આપ્યા મહા વિસામા
દિધી હૂંફ સંતાનને કવચ થઈ સંગે
સંસારી ઉપવન મહેંકાવ્યા રે ઉમંગે
મોભ ઘરના તમે ઝીલતા સર્વ ભાર
ગિરિ સમ પિતાએ દીધા સુખ અપાર
દર્શન શ્રીફળ સમ લાગ્યા મન ભાવન
નથી રુક્ષ, ભીંજવતા દઈ સ્નેહ પાવન
પરમ ઉપકારી છે તમ ગરજતી વર્ષા
દેવ અધિષ્ઠાતા પૂરતા સઘળી આશા
પ્રભુ ઉપહારની મળી પિતૃ પ્રસાદી
ઝાઝા ઝુહાર,સદા વરસાવી આબાદી
સંતાનના સંબંધો અજવાળશું એવા
નમશું પિતાને થઈ રામસીતા જેવા

રમેશ પટેલ(આકાશદીપ)

(૧૩) પ્રગટ દેવ-માતપિતા

આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે

આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે

આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે

આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે

આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે

આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે

આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ ‘આકાશદીપ

(૧૪) પિતા દિન-પિતૃ સર્જન

પશુ પંખી ને પ્રકૃતિની રચી લીલા
ને ફરી વિધાતાને ચઢીયુ રે હૂર
હવે જગ વ્યવહારે પ્રગટાવું એવા નર
બનાવું પિતા ને અર્પું દશ નૂર
પ્રથમ નજરે સમાણું શ્રીફળ
ને વિધાતાએ માંડ્યા શ્રીગણેશ
રૂક્ષ લાગે ભલે બહારથી
ભીતર તારે રમાડું પ્યારના ભાવેશ
બીજી નજર મંડાણી સાવજે
નર કેસરી થઈ ઘૂમજે વીર
પૌરુષથી ડગ દેજે ધરણીએ
ઝંઝાવાતો નાથજે મર્દાઈથી ધીર
ત્રીજી નજરમાં દીઠો મેઘલો
ગરજતો અષાઢે દેતો રે ડંક
વાત વ્યવહારે તું ગાજ જે
જગ જાણે હાલ્યા રે બંક
ચોથી નજરે સમાણો વડલો
દેતો વિસામો ને શીળી છાંય
કુટુમ્બ કબીલો તારે આશરે
સંતાપો સહી છત્ર ધરજે રે રાય
પાંચમી દૃષ્ટિએ દીઠો પહાડ
ને થયા રાજીનારેડ શ્રીનાથ
દીધા તને ગિરિના ગુણ સઘળા
શિખરથી સાગર તક ગાજે આલાપ
છઠ્ઠી નજરે ઘૂઘવ્યો મહાસાગર
દિલદાર થઈ કરતો રે શોર
ભૂલજે ખારાશ તુંયે સંસારની
દે જે મીઠડા મેઘ અનરાધાર
સાતમે સમર્યા દાદા સૂરજ
પ્રતાપી તપાવતા સકળ બ્રહ્માંડ
દેજો પિતાને એવા રે તેજ
ચંદ્રની શીતળતા પામે સંતાન
હાથ જોડી બોલ્યા નર દેવ
આઠમે દેજો મૂછ મોભાને સાથ
કન્યા વિદાયે છલકે અક્ષ
એવું નવમે દેજો હૈયું વિશાળ
દશમું નૂર પ્રભુ એવું આપજો
‘દીપ‘ ને દ્વારે વધાવે સંતાન
દોડી ચાંપું ભૂલકાંને છાતીએ
ને રમું થઈ નાનો બાળ

-રમેશ પટેલ ‘આકાશદીપ’

(૧૫) માતા-પિતા,

હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો…

માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો…

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,
પ્રેમથી હાથ ફેરવીને ‘બકા‘ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો…

unknow

(૧૬) મારા પિતાજી

માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!
માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!

મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!
મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!

કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!
સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી!

ઉપકારો ક્રોડો ના ઉતરે મારા પિતાજી!
સ્વિકારું તે સૌ રોજ હું મારા પિતાજી!

પ્રાર્થુ પ્રભુને દે સૌ સુખો મારા પિતાજી!
પ્રણમું રોજ સવારે તમને મારા પિતાજી!

આ જીવન દાન મને તમારું મારા પિતાજી!
ભવો ભવ મુજ મસ્તકે હાથ તમારો પિતાજી!

“પિતૃ”દિને એ વાત સ્મરું મારા પિતાજી!
તુજાશિષોથી ઉજળો હું ઓ મારા પિતાજી!

-વિજય શાહ

(૧૭) ક્દી ના ભુલશો એવા પિતાજીને

યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે

યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે

કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૧)

યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી

યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી

કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૨)

યાદ કરો ને કદી ના ભુલશો પિતાજીની છત્રછાયાનો વારસો

માનનીય જે વારસામાં મળ્યો અઢળક વ્હાલનો આસરો

કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે…(૩)

ભાવથી હ્રદય ભરી શીશ નમાવી પિતાજીને વંદન કરો

મેળવી આશીર્વાદો એમના, જીવન તમારું ધન્ય કરો

ચન્દ્ર કહે કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે..(૪)

ડો. ચંદ્રવદન મિસ્ત્રી -ચંદ્ર પૂકાર

(૧૮) પિતા, તું છે મહાન

પિતા ઘરનો મીનાર ગણાય
મોભી સ્વીકારી માન અપાય

ગુણગાન માના સર્વત્ર ગવાય
મહાનતા પિતાની રહે છૂપાય

કુટુંબના વિપરીત સમયે
ક્રૂર વિધીના ઘાએ સૌ ઘવાય

માના દુઃખ હળવા અશ્રુ ધારે
પિતા તુજ દર્દ વહે છૂપાય

ધૈર્ય હિમત સાથે પડકાર જીલે
સાંત્વના અર્પે ,સૌના મુખ મલકાય

પિતૃ દેવો ભવ જ્યારે સંભળાય
પિતા તુજ છબી હ્રદયે સ્થપાય

કોટિ પ્રણામ મહાન પિતા મારા
આજ જીવન મારું સાર્થક જણાય

(૧૯) મા બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

સંત પુનિત

રાષ્ટ્રગીત – "જન ગણ મન" ૨૬ જાન્યુઆરી – ગણતંત્ર દિવસ

1  4

|| રાષ્ટ્રગીત – “જન ગણ મન”||

૨૬ જાન્યુઆરી – ગણતંત્ર દિવસ

26 જાન્યુઆરી, 1950 ના દિવસે સ્વતંત્ર ભારતે પોતાનુ બંધારણ અપનાવ્યુ તે આજે 66 મો ગણતંત્ર દિવસ છે. આ 66 વર્ષોમા ભારતે ઘણો વિકાસ કર્યો ઘણા શિખરો સર કર્યા. ૨૬ જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ એ દિવસ છે જ્યારથી આપણા દેશે બંધારણ અપનાવી તેનો અમલ કરવાનુ શરુ કર્યુ. આ વર્ષે બીજી એક વિશેષતા એ પણ છે કે આપણા રાષ્ટ્રીય ગીત “જન ગણ મન” ને 100 વર્ષ પુરા થઇ ગયા. આ ગીતની રચના નૉબેલ પુરસ્કાર વિજેતા શ્રી રવિન્દ્રનાથ ઠાકુરે કરી હતી અને સૌ પ્રથમ તેને 27 ડિસેમ્બર, 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમા જાહેરમા ગાવામા આવ્યુ હતુ અને 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભા દ્વારા આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામા આવ્યુ હતુ.

આ ગીત વિશે હાલમા એક એવી માન્યતા પ્રચલિત થઇ છે કે જ્યારે બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરી ડિસેમ્બર, 1911મા ભારત આવ્યા હતા ત્યારે તેમના માટે આ ગીત ગાવામા આવ્યુ હતુ અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ તેમના માટે ઉપયોગ કરવામા આવ્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે જ્યારે બંધારણ સભાએ આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યુ ત્યારે આ ગીતના ભાવને ધ્યાને લેવાયો હતો અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ ભગવાન માટે છે અને આ ગીત પણ ભગવાનની એક પ્રાર્થના રુપે જ છે તેવુ માની અને આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામા આવ્યુ હતુ.
100 વર્ષ પૂર્વેના આ પ્રસંગને ધ્યાને લઇ આ ગીત વિશે અમુક લોકો ખોટી અફવાઓ ઉડાવતા જણાય છે પરંતુ આ પ્રસંગની બીજી એકવાત પણ જાણવા જેવી છે. –બ્રિટનના રાજા જ્યોર્જ જ્યારે ભારત આવ્યા ત્યારે ભારતમા તેમનુ શાહી સ્વાગત કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ભારતના દેશી રજવાડાઓના લગભગ દરેક રાજાઓને પણ આમંત્રિત કરવામા આવ્યા હતા અને તે દરેક રાજાઓ પોતાની વિશિષ્ટ વેશભૂષામા ત્યા હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગે સયાજીરાવ ગાયકવાડ એકમાત્ર એવા રાજા હતા જેઓને મન આ પ્રસંગ એકદમ સામાન્ય હતો અને તેથી જ તેઓ આ સામાન્ય પ્રસંગને અનુરુપ એકદમ સામાન્ય વેશભૂષામા ત્યા હાજર રહ્યા હતા. આ પ્રસંગમા તમામ રાજવીઓએ રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરીને મળી જ્યારે પાછા વળતી વેળાએ પાછળ ફર્યા વિના જ પાંચ-સાત ડગલા પાછળ ચાલીને જવાનુ બ્રિટિશ અધિકારીઓ દ્વારા શીખવવામા આવ્યુ હતુ પરંતુ સયાજીરાવ ગાયકવાડ પોતાની આદત મુજબ જ પોતાની છડી (લાકડી) ફેરવતા ફેરવતા જ રાજા જ્યોર્જને મળવા ગયા અને લુખ્ખુ અભિવાદન કરી અને ત્યાથી નિકળી ગયા હતા. જો કે પાછળથી તેઓ માટે જબરો વિરોધ ફેલાયો હતો અને બ્રિટિશ સરકારે તેઓને પદભ્રષ્ટ કરવાનો પણ નિર્ણય લીધો હતો પરંતુ વડોદરા સ્ટેટમા તેઓની લોકપ્રિયતાને જોતા આવુ કઇ થઇ શક્યુ નહી

આપણને દેશવાસીઓને આ પ્રકારના પ્રસંગ યાદ રહેતા નથી પરંતુ કોઇ કહેવાતા વિદ્વાનો જ્યારે રાષ્ટ્રીય ગીતની આ પ્રકારે ટીકા કરે તેવા પ્રસંગો / વાક્યો જ યાદ રહે છે. આપણે આપણા દેશની સંસ્કૃતિ, મહાનતા, ઇતિહાસ વગેરે ધ્યાને રાખી તેને માન આપવુ જોઇએ. આપણા પાઠ્યપુસ્તકો પરના પ્રથમ પેજ પરના પ્રતિજ્ઞાપત્રને યાદ કરી ભારત દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ હોવો જોઇએ તથા તેને હંમેશા લાયક બનવા પ્રયત્ન કરવો જોઇએ. દેશ બંધુઓને નિષ્ઠા અર્પી તેમના કલ્યાણ અને સમૃદ્ધિમા જ આપણુ સુખ માનવુ જોઇએ.
– જય હિન્દ – જય ભારત…

જીવન પ્રેરક વિચાર – સંચય

A

|| જીવન પ્રેરક વિચાર – સંચય ||

[1] આપણે જ્ઞાનનો અર્થ જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોમાં બુક્કો મારવાથી ભોજન થતું નથી. મોમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ અને ત્યાં પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી, જાણવાથી કામ પતતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હૃદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધામાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ.

– વિનોબા

[2] વૈદ્યની કેવળ ભક્તિ કરવાથી બીમારી મટશે નહિ. વૈદ્ય કહે તે પ્રમાણે પથ્યનું પાલન કરીએ તો બીમારી મટે. કોઈ વ્યાયામવીરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી આપણામાં તાકાત નહિ આવે, પણ જે રીતે તેણે તાકાત મેળવી તે ક્રમ પ્રમાણે ચાલવાથી તાકાત આવશે. તેવી જ રીતે કેવળ સંત-સજ્જનોનું નામ લેવાથી કે તેમનું પૂજન કરવાથી કલ્યાણ થતું નથી, પણ તેમણે બતાવેલા માર્ગે જવામાં કલ્યાણ છે. શબ્દોની કઢી કે શબ્દોના ભાત ખાવાથી તૃપ્તિ થશે નહિ, તૃપ્તિ તો જેની ભૂખ હોય તે મળે ત્યારે થાય.

– કેદારનાથ
[3] વાતોડિયા લોકો કામ ઓછું કરે છે અને સમય વેડફે છે. કામ કરનારા વાતો ઓછી કરે છે. હોય તેથી વધુ કે ઓછું કે ઊલટું બોલવું તે અસત્ય છે. બીજાની વિરુદ્ધની વાતોનો પ્રચાર ન કરો. કેમ કે તે ખોટી પણ હોય. અને સાચી હોય તોપણ પ્રચાર ન કરો. આપણી કોઈ ખરાબ બાબતનો પ્રચાર થતાં આપણને કેવું લાગે છે ? જીભને વશ થવું એટલે હલકા સ્વભાવને વશ થવું. કેટલુંયે બોલવાથી કંઈ જ મળતું નથી, ઉપરથી પાર વિનાની મુશ્કેલીઓ સર્જાય છે. મૌન પાળતાં શીખો. ગ્રીસમાં મહાત્મા પાયથાગોરસ પોતાના નવા શિષ્યને બે વર્ષ મૌન પળાવતા. ભલે મૌન ન પાળો, પણ જરૂર વગર ન બોલો. પૂછ્યા વગર બોલવાનો અર્થ નથી. હળવાશમય વાતો વખતે પણ નિર્દોષ વાણી હોવી જોઈએ. કોઈની નાની વાતનો છેદ ઉડાડવા દલીલબાજી કરીને કડવાશ ન સર્જવી. બીજાઓને સુધારવાનો કે બીજાઓનો હિસાબ રાખવાનો આપણો ઈજારો નથી. કોઈ પૂછે ત્યારે શાંતિથી, મીઠાશથી બોલવું.

– એની બેસન્ટ

[4] મકાનને, ફર્નિચરને, પૈસાને, કપડાંને, વાહનને, પ્રતિષ્ઠાને જેટલી કાળજીથી આપણે સાચવીએ છીએ તેટલી કાળજીથી આપણા શરીરનું જતન કરતા નથી. શરીર, જે જીવનના અંત સુધી મહત્વના હથિયાર તરીકે આપણા જીવનમાં ઉપયોગી થાય છે તે તરફ આપણે જેટલા બેદરકાર રહીએ છીએ તેટલા આપણે દુઃખી થઈએ છીએ. શરીરનું માળખું અમુક અંશે વારસાગત હોય છે, તેમ છતાં તે માળખાની મર્યાદામાં રહી, શરીરને તંદુરસ્ત કે રોગી રાખવાની વાત આપણા હાથની છે. ખોરાક, શ્રમ, વ્યાયામ અને આરામ શરીરને ઘડે છે કે બગાડે છે. જો વિવેકથી ખોરાક અને આરામ લેવાય તથા યોગ્ય પ્રમાણમાં શરીરશ્રમ થાય તો શરીર તંદુરસ્ત રહે. મનની તંદુરસ્તી પણ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દાકતરી સારવાર અને દવાઓની વિપુલ સગવડો માનવીને ઉપલબ્ધ થઈ હોવા છતાં શરીરરોગો કેટલા બધા જોવા મળે છે ? પશુ-પક્ષીઓને તો નથી તેવી સગવડો કે નથી આપણા જેવી બુદ્ધિ, તેમ છતાં કેવાં કિલ્લોલ કરતાં તેઓ જોવા મળે છે ? તેનું કારણ એ છે કે તેઓનું જીવન કુદરતના નિયમો વિરુદ્ધ હોતું નથી, જ્યારે માનવીનું જીવન દિનપ્રતિદિન અકુદરતી બની રહ્યું છે. ધીમા ઝેર સમાં માદક પીણાંઓ-પદાર્થો આપણી તંદુરસ્તી અને આપણા આયુષ્યના દુશ્મનની કામગીરી બજાવી રહ્યાં છે. ઉચ્ચ ધ્યેયવાળી વ્યક્તિએ શરીરને જન્મથી મૃત્યુ સુધીની અત્યંત મૂલ્યવાન થાપણ ગણીને તેની પૂરી દરકાર લેવી જોઈએ.

– બબાભાઈ પટેલ

[5] શા માટે લોકો પ્રખ્યાત થવા ઈચ્છે છે ? પ્રથમ તો જાણીતા થવું ફાયદાકારક હોય છે અને તે આપણને ખૂબ આનંદ આપે છે, ખરું ને ? જો તમે આખી દુનિયામાં પ્રખ્યાત હો તો તમે ખૂબ અગત્યના માનવી છો તેવું તમોને લાગે છે. તે તમને અમરતાની લાગણી આપે છે. તમે જાણીતા થવા માગો છો, કીર્તિવાન થવા ઈચ્છો છો અને લોકો તમારા વિશે વાતો કરે તેવું ઈચ્છો છો, કેમ કે તમારી અંદર તમે કશું જ નથી. આંતરિક રીતે કોઈ સમૃદ્ધિ નથી, તેમાં કશું જ નથી તેથી તમે બહારથી, દુનિયામાં જાણીતા થવા ઈચ્છો છો. પણ જો તમે આંતરિક રીતે ભરપૂર હશો તો તમે જાણીતા છો કે નહિ તે તમારા માટે કોઈ જ અર્થ ધરાવતું નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવું એ બાહ્ય રીતે સમૃદ્ધ અને જાણીતા થવા કરતાં ખૂબ જ કઠિન છે. તે ખૂબ જ દરકાર અને તદ્દન નજીકનું ધ્યાન માગી લે છે. જો તમારી પાસે થોડી શક્તિ હોય અને તેનો ઉપયોગ કરતાં આવડતો હોય તો તમે પ્રખ્યાત બની શકો, પણ તેવી રીતે આંતરિક સમૃદ્ધિ આવતી નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવા માટે મન સમજણવાળું હોવું જોઈએ. અને બિનજરૂરી બાબતોને, જેવી કે જાણીતા થવાની ઈચ્છાને, ફેંકી દેવી જોઈએ. આંતરિક સમૃદ્ધિ એટલે તો એકલા ઊભા રહેવું. જે માનવી જાણીતો થવા માગે છે તે એકલો ઊભો રહેતાં ગભરાતો હોય છે કેમ કે તે, લોકોનાં ખુશામત અને સારા અભિપ્રાયો પર જ આધાર રાખતો હોય છે.

– જે. કૃષ્ણમૂર્તિ

[6] અહંકાર હજારો માથાંવાળો છે. એના માથાં કપાઈ જાય, છતાં નવાં નવાં જન્મતાં હોય છે. જીવ અટકાઈ જાય, મૂંઝાઈ જાય, લેવાઈ જાય, અકળાઈ જાય, અશાંત થઈ જાય, દુઃખી થઈ જાય, તો હજી એનામાં અહંતા ભરી પડેલી છે તેમ જાણવું. કારણ કે તેની અહંતાને તેવા તેવા પ્રકારના આઘાત લાગે છે. જીવનમાં અનેક પ્રકારના ફાંકાઓ હોય છે. સમજણનો ફાંકો, બુદ્ધિનો ફાંકો, આવડતનો ફાંકો, શક્તિનો ફાંકો, ડહાપણનો ફાંકો, રૂપનો ફાંકો, વ્યવહાર-કુશળતાનો ફાંકો, વૈભવવિલાસનો ફાંકો, ધનનો ફાંકો. આમ વિવિધ પ્રકારના ફાંકા હોય છે. આ બધા ફાંકાઓ આપણા જીવનમાંથી નિર્મૂળ થવા જોઈએ. આવા ફાંકાઓમાં અહમ ઘણો મોટો ભાગ ભજવતો હોય છે. આથી અહમ પર ફટકા પડે ત્યારે સાધક-જીવનને ઘણો આનંદ થવો ઘટે. કશાનું પણ ચોકઠું બનાવી ન દેવું. સમજણનું પણ જો ચોકઠું બની ગયું તો તે બાધક નીવડશે.

– શ્રી મોટા

[7] સંસ્કારી મનુષ્યની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે કરી શકાય : એ માણસ કોમના કે કુળના વિચાર કરતો નથી; એ વર્ણના કે જાતિના ભેદ કરતો નથી; એ પ્રદેશ કે ભાષાની ભિન્નતા પર ટકતો નથી. એ મનુષ્યને મનુષ્ય તરીકે જુએ છે, અખંડ મનુષ્ય તરીકે મનુષ્યની ભૂલ પર જ ધ્યાન કેન્દ્રિત કરે એ જેટલું ખોટું કરે છે એટલું જ મનુષ્યના કેવળ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરનારો ખોટું કરે છે. તે બંને, સત્યને આંશિક રૂપે જુએ છે. માણસને તેના સારા-નરસા સમગ્ર સ્વરૂપે જોવો અને સ્વીકારવો એ સંસ્કારિતાનું પ્રથમ લક્ષણ છે. કોઈ પણ સંસ્કારી મનુષ્ય જાણે છે કે પોતે જે કંઈ કરે એનો કમસેકમ એક સાક્ષી તો છે જ, તે સાક્ષી પોતે છે.

– હરીન્દ્ર દવે.

[8] તમારા ઘરના પ્રત્યેક ઓરડામાં બે મિનિટ ઊભા રહો અને કહો કે આ એક દિવસ છૂટવાનું છે. સૂતાં પહેલાં તમે તમારી પત્ની તથા બાળકોને જુઓ તો મનમાં કહેજો કે આ બધું એક દિવસ છૂટવાનું છે. રોજ આમ કરીને જુઓ. સમજવાથી ન થતું હોય તો આ રીતે કરી જુઓ. ધ્યાન વગેરે ન થાય તો ન કરશો, પણ આ તો કરી જુઓ. તમે કહો કે ‘હું નહિ છોડું તોપણ આ તો છૂટી જ જશે.’ મૃત્યુનું વિસ્મરણ જ માયા છે. સૌએ જવાનું તો છે જ. કોઈ રોતા રોતા ગયા, કોઈ હસતા-હસાવતા ગયા, કોઈ હાથ-પગ ઘસતા ગયા… જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ પરમાત્માના આહારની એક પદ્ધતિ છે. સો વર્ષની જિંદગીમાં શું કરવું છે એનો ફેંસલો થઈ જવો જોઈએ. શરીર અમર નથી. શરીરનો ધર્મ છે જન્મ લેવો અને મરવું. મરણ અટલ છે. મૃત્યુ તમને એક ઝાટકામાં અહંકારના ખૂંટા પર બાંધેલી રસીને તોડીને લઈ જશે જ. જ્યારે નાટકમાં કામ કરવાનું થાય છે ત્યારે આપણને ખબર હોય છે કે હું રાજા-રાણી-ખલનાયક કે વિદૂષક બન્યો છું. એ કેવળ ત્રણ કલાક માટે જ છે. નાટક ખતમ થયા પછી મારે ચાલ્યા જવાનું જ છે. મંચ પર બેસી રહેવાનું નથી. તેવી જ રીતે આપણે જે શરીરમાં આવ્યા છીએ, આપણને તન-મન-બુદ્ધિ મળ્યાં છે તેનો એક દિવસ અંત આવવાનો જ છે એટલું યાદ રાખવું જોઈએ. મરવાની ઘડીએ તમે એકલા જ છો.

– વિમલા ઠકાર

[9] શુભ કાર્ય કે અશુભ કાર્ય જેવું કંઈ નથી. ફકત શુભ મન અને અશુભ મન છે. અશુભ મન એટલે મનની અજાગૃત સ્થિતિ. શુભ મન એટલે મનની જાગૃત સ્થિતિ. જે કંઈ જાગૃતિ દ્વારા સંભવે છે તે સુંદર, નૈતિક છે, અને જે કંઈ જાગૃતિ વગર સંભવે છે તે અસુંદર, અનૈતિક છે. ફક્ત એક જ સદગુણ છે અને તે જાગૃતિ. તમારી જાગૃતતા જે કંઈ કરાવે તે કરો. એવાં કાર્યો ન કરો જે ફક્ત ત્યારે જ થઈ શકે જ્યારે તમે અજાગૃત હો. એવી ઘણી વાતો છે જે તમે અજાગૃત હો ત્યારે જ કરી શકો.

– રજનીશજી

[10] તમે જે સાંભળ્યું હોય તેમાં શ્રદ્ધા ન રાખો. કોઈ વિધાનો પેઢીઓથી ચાલ્યાં આવે છે માટે જ તેમાં ન માનો. કોઈ પ્રાચીન મહર્ષિએ તે કહ્યું છે માટે પણ તે ન માનો. તમે જે સત્યો વિશે રોજની ટેવથી ટેવાઈ ગયા હો તોપણ તે ન માનો. તમારા ગુરુઓ અને વડીલોનો આદેશ છે માટે પણ ન માનો. પણ તમે જાતે વિચાર કરો, પૃથક્કરણ કરી જુઓ અને જ્યારે પરિણામ બુદ્ધિને સ્વીકાર્ય બને તથા સર્વ કોઈનું ભલું કરે એવું દેખાય ત્યારે તેને સ્વીકારો અને તે પ્રમાણે જીવન જીવો.

– ભગવાન બુદ્ધ

માનવ જીવનમાં તમામ સમસ્યાઓનું કારણ મન છે – શ્રીમદ્ ભગવદ્ ગીતા

2

|| માનવ જીવનમાં તમામ સમસ્યાઓનું કારણ મન છે – શ્રીમદ્ ભગવદ્ ગીતા||

માનવ જીવનમાં તમામ સમસ્યાઓ..દુઃખો અને તકલીફોનું પ્રમુખ કારણ મન છે,કારણ કેઃમનુષ્‍યની તમામ ઇન્દ્દિયોમાં મન જ મુખ્ય છે.આમ તો કર્મ કરવા માટે પાંચ કર્મેન્દ્રિયો(હાથ..પગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) તથા કોઇ ૫ણ જાણકારી મેળવવા પાંચ જ્ઞાનેન્દ્રિયો(આંખ..કાન..નાક..જીભ અને ત્વચા) આ૫વામાં આવેલ છે,પરંતુ કોઇપણ કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય મનના આદેશ વિના કામ કરી શકતી નથી.ક્યારેક એવું બને છે કેઃકોઇ વ્યક્તિ અમારી નજરની સામે જ ૫સાર થાય તેમછતાં અમે તેને જોઇ શકતા નથી..કોઇ વ્યક્તિ અમોને બોલાવે છે તેમ છતાં અમે સાંભળતા નથી,ત્યારે અમોને પૂછવામાં આવે તો અમો કહીએ છીએ કે મેં તે વ્યક્તિને જોયો જ નથી કે મેં તેની બૂમ સાંભળી જ નથી.આનું કારણ એ છે કેઃ આંખો દ્વારા જોવા છતાં તથા કાનો દ્વારા સાંભળવા છતાં અમારૂં ધ્યાન અન્યત્ર હોવાના કારણે જોઇ કે સાંભળી શકતા નથી.આનો અર્થ એ થયો કેઃમન જ જુવે છે અને મન જ સાંભળે છે,ઇન્દ્રિયો તો નિમિત્તમાત્ર છે.માનવ શરીરમાં મન જ સમ્રાટ છે.શરીરના તમામ અવયવો મનના ઇશારે જ કામ કરે છે.

એકવાર એક વ્યક્તિ પૂજા કરી રહ્યો હતો..તેના હાથમાં માળા ફરી રહી હતી..જીભથી પ્રભુ નામનો જપ થઇ રહ્યો હતો,તેની બિલ્કુલ સામે તેના ફાટેલા બૂટ ૫ડ્યા હતા,રસોડામાં તેની પૂત્રી રસોઇ બનાવી રહી હતી કે જે બ્રહ્મજ્ઞાની હતી,તે જ સમયે તેના પિતાશ્રીને મળવા કોઇ આગંતુક આવે છે અને તેના પિતાશ્રીના વિશે પૂછતાં પૂત્રીએ જવાબ આપ્‍યો કેઃ મારા પિતાશ્રી તો ઘેર નથી તેઓ મોચીને ત્યાં તેમના ફાટેલા બૂટ રીપેર કરાવવા માટે ગયા છે,તે આગંતુકના ગયા બાદ પૂજા પુરી થતાં તેના પિતાશ્રી ગુસ્સામાં આવી પૂત્રીને કહે છે કેઃ તૂં જુઠું કેમ બોલી ? હું તો પૂજાખંડમાં પૂજા કરી રહ્યો હતો.પૂત્રીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્‍યો કેઃ પિતાશ્રી ! આપનું શરીર ભલે પૂજાખંડમાં હતું પરંતુ આપનું મન ફાટી ગયેલા બૂટને રીપેર કરાવવા મોચીને ત્યાં ગયું હતું તો પછી હું જુઠું ક્યાં બોલી ! એટલે જ કબીરજીએ લખ્યું છે કેઃ

માલા તો કરમેં ફિરે..જીભ ફિરે મુખ માંહી,
મનુઆ તો દશો દિશામેં ફિરે..યહ તો સુમિરણ નાહીં….૧
માલા ફેરત જુગ ભયા..ગયા ન મનકા ફેર,
કરકા મનકા ડારી દે મનકા મણકા ફેર….૨

મનનો સ્વભાવ છેઃ અવગુણોની તરફ દોડવું..કોઇની નિન્દા કરવાની હોય..કોઇને નુકશાન થાય તેવી યોજના બનાવવાની હોય..વ્યભિચારની વાતો થતી હોય ત્યાં મન ઘણું જ રસપૂર્વક સાંભળતું હોય છે, એટલે જ તો લોકો પોતાની પ્રસંશા કરવામાં અને સાંભળવામાં..બીજાના અવગુણોની ચર્ચા કરવામાં..ગપ્‍પાં મારવામાં.. પોતાની મહત્તા વધારવામાં વ્યસ્ત જોવા મળે છે,પરંતુ જો સત્સંગમાં જવાનું હોય..પ્રભુની ચર્ચા કરવાની હોય તો તેમની પાસે સમય હોતો નથી.. મનની આ જ મૂઢતા છે કે પ્રભુ ભક્તિને છોડીને અસ્થાયી અને નિમ્ન કોટીના કામોમાં આનંદ પ્રાપ્‍ત કરવા ઇચ્છે છે.
મન જ પ્રાણીઓના ભવિષ્‍યનું નિર્માણ કરે છે. !! આશા ત્યાં વાસા અને સૂરતા ત્યાં મૂકામ !!

મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે..એટલે કે મોક્ષને પ્રાપ્‍ત થઇ શકે છે તેના માટે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ ૫રમાત્માના ચરણકમળમાં ધ્યાન લગાવવાની આવશ્યકતા છે.મન ક્યારેક શાંત તો ક્યારેક અશાંત રહે છે. ૫રિસ્થિતિ અનુકૂળ અને પ્રતિકૂળ બંન્ને અસ્થાયી છે.જે અનુકૂળતાની રાહ જુવે છે તે સામાન્ય માનવ કહેવાય છે.જે પ્રતિકૂળતાને અનુકૂળ બનાવવાની હિંમત રાખે છે તે મહાન કહેવાય છે.ક્ષણભંગુર જીવનમાં અનુકૂળતા આવવાની રાહ જોયા વિના જે પ્રાપ્‍ત થયેલ છે તેનો ઉ૫યોગ કરવો ૫ડતો હોય છે અને આવી જ રીતે જીવનચક્ર ચાલતું રહે છે.અમે જ્યાં સુધી જાગીએ છીએ ત્યાં સુધી લગભગ દોડતા જ રહીએ છીએ.દુનિયાના તમામ માનવો ભૌતિક ૫દાર્થો ભેગા કરવાની પ્રતિયોગિતામાં દોડી રહ્યા છે,તેમની દ્દષ્‍ટ્રિ પોતાનાથી આગળ વધી રહેલાઓની ઉ૫ર હોય છે અને તેઓ વિચારતા હોય છે કેઃહું તેનાથી કેવી રીતે આગળ નીકળું…?

સુતી વખતે લગભગ આ૫ણે શાંત હોઇએ છીએ,પરંતુ દરેક સૂતેલો વ્યક્તિ શાંત જ હોય છે તેવો દાવો કરી શકાતો નથી.જેમ જાગવાવાળાઓની દુનિયા છે તેવી જ રીતે ઉંઘવાવાળાઓની ૫ણ દુનિયા હોય છે.જ્યારે સ્વપ્‍ન પ્રતિકૂળ હોય છે તો બિસ્તર ગમે તેટલો નરમ કેમ ના હોય..મન અશાંત જ રહે છે.જાગનાર ૫ણ અશાંત અને ઉંઘનાર ૫ણ અશાંત ! તો ૫છી શાંતિ ક્યાંથી મળે ? નવજાત બાળકથી માંડીને વૃદ્ધાવસ્થાએ ૫હોચેલા તમામ શાંતિની શોધ કરી રહ્યા છે.આ બંન્નેને પોતપોતાના કારણો છે.નવજાત શિશુને હજુ ભાવિ જીવન જીવવાનું છે એટલે તેમની ઉ૫લબ્ધિઓનો કટોરો ખાલી છે.વૃદ્ધ જીવન જીવી ચુક્યા છે,પરંતુ પામવું (+) અને ખોવું (-) તેનું ૫રીણામ શૂન્ય છે. ગણિતના આ ખેલમાં એકનો અનિશ્ચય અને બીજાના જીવનમાં નિરાશા છે.જે કાલે રડી રહ્યો હતો તે આજે ૫ણ રડી રહ્યો છે.રડવું એ તથ્યનું ૫રીયાચક છે કે બંન્નેને શાંતિ મળી નથી…!

સદીઓથી બુદ્ધિજીવીઓ ચિન્તન કરી રહ્યા છે..વક્તા ભાષણ આપી રહ્યા છે..મોટા મોટા સંમેલનો..મોટી મોટી જાહેર ખબરો…આ બધું અવિરત૫ણે ચાલી રહ્યું છે તેમછતાં શાંતિ મળતી નથી.આ બહું મોટી સમસ્યા છે.તમામ સમસ્યાઓ મનની છે.મનને ઠેકાણું જોઇએ. ચિંતન..મનન.. ભાષણ..સંમેલન…તમામ મુબારક છે કે જો મન આત્માને આધિન હોય..

મન અને આત્મા જીવનરૂપી વૃક્ષ ઉ૫ર બેઠેલા બે ૫ક્ષીઓ છે.તફાવત એટલો છે કેઃમન ફળ ખાવાની ઇચ્છા રાખ્યા કરે છે અને આત્મા ફળની ઇચ્છાથી રહીત હોય છે.આત્માની ઇચ્છા છેઃ ૫રમાત્મા કે જે આત્માનું મૂળ સ્વરૂ૫ છે.આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો ૫રમ શાંત થઇ જાય છે.આ અવસ્થામાં મન આત્માની આધિનતા સ્વીકારી લે તો મન ૫ણ શાંત બની જાય છે. સમસ્યા અંદરની છે તો સમાધાન ૫ણ અંદરથી જ કરવું ૫ડશે.સમાધાન એક જ છે કેઃ આત્માનું ૫રમાત્માની સાથે મિલન.આ જ આધ્યાત્મિકતાનું શિખર છે.વિશ્વના દરેક મનુષ્‍યનો આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો જ વિશ્વ શાંતિ સંભવ છે. શાંતિ
જોઇએ તો આ કદમ ઉપાડવું જ ૫ડશે….તો આવો આ૫ણે સૌ આગળ વધીએ…..!!!

અમારા અંતઃકરણ ચતુષ્‍ટ્રયના ચાર ભાગ છેઃ મન..બુદ્ધિ..ચિત્ત અને અહંકાર.

મનમાં સંકલ્પ-વિકલ્પ થાય છે.ચિત્ત તેના ઉપર ચિન્તન કરે છે,ત્યારબાદ બુદ્ધિ તેના સબંધમાં નિર્ણય કરે છે..અહંકારથી કતૃત્વભાવ ઉત્પન્ન થાય છે..આમ,મન અમારા સંકલ્પ-વિકલ્પોનું ઉદગમ સ્થાન છે.મન અમારી ઇન્દ્રિયોનું પ્રેરક તથા નિયંત્રક છે.મનને કેન્દ્રિત કર્યા સિવાય કોઇપણ કાર્ય સંપૂર્ણપણે સંપાદન થઇ શકતું નથી.અમે જે કંઇ શુભ-અશુભ કર્મ કરીએ છીએ તેની રૂ૫રેખા પ્રથમ અમારા મનમાં જ બને છે અને તે મુજબ જ અમારી કર્મેન્દ્રિયો તેને કાર્યાન્વિત કરે છે.આમ,અમારા તમામ શુભ-અશુભ કર્મોનું પ્રધાન કારણ અમારૂં મન જ છે.

ઉ૫નિષદમાં કહેવામાં આવ્યું છે કેઃ !! મન એવમ્ મનુષ્‍યાણામ્ બંધન કારણ મોક્ષયો !!

મન જ અમારા બંધન અને મોક્ષનું કારણ છે.આ સિવાય અમારા જીવનમાં સફળતા અને નિષ્‍ફળતાઓમાં ૫ણ અમારૂં મનોબળનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે.મનમાં ઉત્સાહ હોય તો કઠીન કાર્ય ૫ણ સુગમતાપૂર્વક સં૫ન્ન થાય છે,પરંતુ ઉત્સાહહીન અધૂરા મનથી કરેલ કાર્યમાં અસફળતા જ મળે છે,એટલે વિજ્ય-૫રાજયનું કારણ ૫ણ અમારૂં મનોબળ છે.

!! મનકે હારે હાર હૈ ! મનકે જીતે જીત !!

મનની આ ચંચળતાનું કારણ મનનો વિષય ઇન્દ્રિયોની સાથેનો સંયોગ છે. ઇન્દ્રિયો વિષયોના સંયોગથી મનને પોતાનું અનુગામી બનાવી લઇ મનને સ્થિર થવા દેતું નથી.જો કે મનને ઇન્દ્રિયોથી શ્રેષ્‍ઠ..સબળ અને સુક્ષ્‍મ કહેવામાં આવ્યું છે.

શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે કેઃ

“ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં ૫ર (શ્રેષ્‍ઠ..સબળ..પ્રકાશક..વ્યાપક તેમજ સૂક્ષ્‍મ) કહે છે.ઇન્દ્રિયોથી ૫ર મન છે..મનથી ૫ર બુદ્ધિ છે અને જે બુદ્ધિથી ૫ણ ૫ર છે તે કામ છે.’’ !! (ગીતાઃ૩/૪૨)

સ્થૂળ શરીર વિષય છે..ઇન્દ્રિયો બહિઃકરણ છે અને મન..બુદ્ધિ અંતઃકરણ છે.સ્થૂળ શરીરથી ઇન્દ્રિયો ૫ર છે તથા ઇન્દ્રિયોથી ૫ર બુદ્ધિ છે.બુદ્ધિથી ૫ર અહં છે જે કર્તા છે.આ અહં(કર્તા)માં કામ એટલે કેઃ લૌકીક ઇચ્છા રહે છે.સાધકના હ્રદયમાં રહેલી તમામ કામનાઓ જ્યારે સમુળગી નષ્‍ટ થઇ જાય છે ત્યારે મરણધર્મી મનુષ્‍ય અમર થઇ જાય છે અને અહી મનુષ્‍ય શરીરમાં જ બ્રહ્મનો સારી રીતે અનુભવ કરી લે છે.જે સમયે મનુષ્‍ય

પોતાના મનમાં રહેવાવાળી તમામ કામનાઓનો ૫રીત્યાગ કરી દે છે તે જ સમયે તે ભગવત્સ્વરૂ૫ને પ્રાપ્‍ત કરી લે છે.

શ્રીમદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં અર્જુને ભગવાનને પોતાની વિવશતા વ્યક્ત કરતાં કહ્યું કેઃ

“હે મધુસૂદન..! આપે સમતાયુક્ત જે યોગનો ઉ૫દેશ આપ્‍યો છે..મનની ચંચળતાના કારણે યોગની સ્થિર સ્થિતિ જોતો નથી.’’ (ગીતાઃ૬/૩૪)

સાંસારીક ૫દાર્થોની પ્રાપ્‍તિ-અપ્રાપ્‍તિમાં ચિત્તની સમતા રહેવી જોઇએ.આ સમતાથી મનુષ્‍યનું કલ્યાણ થાય છે.જ્યાં સુધી મનની ચંચળતા દૂર થાય નહી ત્યાં સુધી ધ્યાનયોગ સિદ્ધ થતો નથી અને ધ્યાનયોગ સિદ્ધ થયા વિના સમતાની પ્રાપ્‍તિ થતી નથી.

અર્જુનના આ કથનની સહમતી વ્યક્ત કરતાં ભગવાન શ્રી કૃષ્‍ણજીએ મનોનિગ્રહના બે ઉપાય બતાવતાં કહ્યું કેઃ

“આ મન ઘણું જ ચંચળ છે તેમજ મુશ્કેલીથી વશ થનારૂં છે.આ તારૂં કહેવું બિલ્કુલ બરાબર છે..છતાં ૫ણ એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે.’’(ગીતાઃ૬/૩૫)
મનને વારંવાર ધ્યેયમાં લગાડવાને અભ્યાસ કહે છે.આ અભ્યાસની સિદ્ધિ નિરંતર સમય આ૫વાથી થાય છે.સમય ૫ણ નિરંતર કાઢવો જોઇએ..દરરોજ કાઢવો જોઇએ.ક્યારેક અભ્યાસ કર્યો અને ક્યારેક ન
કર્યો…
આમ ન કરવું.અભ્યાસના બે પ્રકાર છેઃ

(૧) પોતાનું જે લક્ષ્‍ય કે ધ્યેય છે તેમાં મનોવૃત્તિ લગાડવી અને બીજી વૃત્તિ આવી જાય એટલે કેઃ બીજું ચિન્તન આવી જાય તેની ઉપેક્ષા કરી દેવી..તેનાથી ઉદાસીન થઇ જવું.
(ર) જ્યાં જ્યાં મન ચાલ્યું જાય ત્યાં ત્યાં પોતાના લક્ષ્‍ય ૫રમાત્માને જ જોવા..

અભ્યાસની અંદર સ્વાધ્યાય..ધ્યાન..સેવા..સુમિરણ..સત્સંગ…વગેરે સાધન આવે છે.ધાર્મિક સદગ્રંન્થો નું અધ્યયન કરવું તથા ચિંતન..મનન કરવાનો અભ્યાસ કરવો.ત્યારબાદ તે અનુસાર ધ્યાન કરવાનો તથા નામ સુમિરણ કરવાનો અભ્યાસ કરવો.મનની પ્રવૃત્તિ વિષયોન્મુખ હોય છે તેથી મનને વિષયોમાંથી હટાવીને ઇશ્વરોન્મુખ કરવું.મનને ૫રમાત્મામાં લગાડવું એ અભ્યાસ છે.
ઉ૫રોક્ત બે સાધનો સિવાય મન લગાડવાના બીજા કેટલાક ઉપાય છે જેવા કે…..

Ø ૫રમાત્મા તત્વને જાણીને તેમની સાથે સબંધ જોડીને નામનું સુમિરણ કરવું..
Ø જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે સૌથી ૫હેલાં બે ચાર શ્વાસ બહાર કાઢીને એવી ભાવના કરવી કે મેં મનથી સંસારને સર્વથા કાઢી નાખ્યો છે,હવે મારૂં મન સંસારનું નહી ૫રંતુ ૫રમાત્માનું જ ચિંતન કરશે અને ચિંતનમાં જે કંઇ૫ણ આવશે તે ૫રમાત્માનું જ સ્વરૂ૫ હશે..

વૈરાગ્યનો અર્થ છેઃસાંસારીક વિષયોના પ્રત્યે દોષદ્દષ્‍ટ્રિ અ૫નાવીને તેમના પ્રત્યે અનાસક્તિ અને ઉદાસીનતાનો ભાવ પેદા કરવો.વિષયોમાં દોષદર્શન અને વિષયાસક્તિના કુ-૫રીણામના ચિંતનથી વિષયોન્મુખ મન વિષયોના પ્રત્યે વિરક્ત થઇ જાય છે.આ પ્રસંગમાં રાજર્ષિ ભતૃહરી લેખિત શ્ર્લોક ઘણો જ ઉ૫યોગી છે.

“ભોગમાં રોગ થવાનો ભય…કુલાભિમાનથી ૫તનનો ભય…ધનથી રાજાનો ભય…મૌનમાં દીનતાનો ભય…બળવાન હોવામાં શત્રુનો ભય…સુંદરતામાં વૃદ્ધાવસ્થાનો ભય…શાસ્ત્રજ્ઞ હોવામાં વાદ-વિવાદ (વિરોધ)નો
ભય…ગુણવાન હોવામાં દુષ્‍ટોનો ભય અને શરીરમાં મૃત્યુનો ભય બનેલો રહે છે…ફક્ત વૈરાગ્યમાં જ અભય(ભયમુક્ત) નો ભાવ છે.’’ (વૈરાગ્ય શતકઃ૩૫)

અભ્યાસની સહાય માટે “વૈરાગ્ય’’ ની જરૂર છે,કારણ કેઃસંસારના ભોગોથી જેટલો રાગ દૂર થશે તેટલું જ મન ૫રમાત્મામાં લાગશે..

વૈરાગ્ય લાવવાના કેટલાક ઉપાય છે…!!
v સંસાર પ્રતિક્ષણ બદલાય છે અને પોતાનું સ્વરૂ૫ ક્યારેય અને કોઇપણ ક્ષણે બદલાતું નથી, આથી સંસાર આ૫ણી સાથે નથી અને આપણે સંસારની સાથે નથી…આવો વિચાર કરવાથી સંસારથી વેરાગ્ય થાય છે.
v પોતાના કહેવાવાળા જેટલા કુટુંબીજનો અને સબંધીઓ છે તેઓ આ૫ણી પાસે અનુકૂળતાની ઇચ્છા રાખતા હોય છે તેથી આ૫ણી શક્તિ..સામર્થ્ય..યોગ્યતા અને સમજ અનુસાર તેમની ન્યાયયુક્ત ઇચ્છા પુરી કરી દેવી અને ૫રીશ્રમ કરીને તેમની સેવા કરવી,પરંતુ તેમની પાસેથી પોતાની અનુકૂળતાની તથા કંઇ લેવાની ઇચ્છાનો ત્યાગ કરવો..આમ કરવાથી સ્વાભાવિક જ વૈરાગ્ય આવી જાય છે.
v વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને ૫રીણામમાં વિષ બરાબર છે આ સત્યને હ્રદયમાં ઉતારી લેવાથી મનમાં વિષયોના પ્રત્યે વૈરાગ્યનો ભાવ આવી જાય છે..

શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણવેલ ઉ૫રોક્ત બે ઉપાયો (અભ્યાસ અને વૈરાગ્ય) માં પ્રથમ બતાવેલ અભ્યાસ એ ભક્ત૫રક છે અને વૈરાગ્ય જ્ઞાન૫રક છે.મનને વિષયોમાંથી હટાવીને ઇશ્વરોન્મુખ બનાવવું ભક્તિથી જ સંભવ બને છે.તેના માટે ઇશ્વરની શરણાગતિ અપેક્ષિત છે.વિષયોમાં દોષદર્શન જ્ઞાનમાર્ગની સાધનાથી સંભવ બને છે.જ્ઞાની અસતનો ત્યાગ કરીને સતને ગ્રહણ કરે છે. સંસાર અને તેના તમામ ૫દાર્થો અસત્ અને અનિત્ય છે એવું માનીને જ્ઞાની પોતાના મનને વિષયોન્મુખ થવા દેતા નથી.

ભારતીય દર્શનોમાં એક યોગદર્શન છે.તેના પ્રણેતા “મહર્ષિ પાતંજલી’’ છે.આ દર્શનમાં યમ..નિયમ.. આસન..પ્રાણાયામ..પ્રત્યાહાર..ધારણા..ધ્યાન અને સમાધિ…વગેરેના અભ્યાસ દ્વારા મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને સમાધિની સ્થિતિ પ્રાપ્‍ત કરવાનું કહેવામાં આવ્યું છે.

પાતંજલી યોગદર્શનનું બીજું સૂત્ર છેઃ યોગશ્ચિત્તવૃત્તિ નિરોધઃ
એટલે કેઃ ચિત્ત(મન)ની વૃત્તિઓનો નિરોધ એ જ યોગ છે.ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવાનો અર્થ છે મનની ચંચળતાને રોકવી.આ નિરોધ કેવી રીતે થાય ? આ સબંધમાં મહર્ષિ પાતંજલીએ ૫ણ બે સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે જે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ૫ણ કહેવામાં આવ્યો છે.

યોગદર્શનનું બારમું સૂત્ર છેઃ અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ
૫રંતુ જો આ બે ઉપાયો કરવા છતાં સફળતા ના મળે..એટલે કે મનની ચંચળતા દૂર ના થાય તો શું કરવું ? આનું સમાધાન કરતાં મહર્ષિ પાતંજલીએ આગળના સૂત્રમાં લખ્યું છે કે……………….
!! ઇશ્વરપ્રણિધાનાદ્વો !! (સમાધિપાદઃ સૂત્ર-૨૩)

ઇશ્વર પ્રણિધાનનો અર્થ છે…ઇશ્વરની શરણાગતિ. ઇશ્વરની શરણાગતિ સ્વીકારી તેમના નામ..રૂ૫.. ગુણ અને લીલાનું શ્રવણ..કિર્તન અને ચિંતન..મનન કરવું તથા તમામ કર્મો ભગવાનને સમર્પિત કરી દેવાં.ઇશ્વર સર્વ સમર્થ છે તે પોતાના શરણાગત ભક્ત ઉ૫ર પ્રસન્ન થઇને તેમના ભાવ અનુસાર તમામ સુખો પ્રદાન કરે છે.ઇશ્વરમાં મન લગાડવાથી ચ;ચળતા આપોઆપ સમાપ્‍ત થઇ જાય છે.આના માટે ભગવત્કૃપાનું અવલંબન લેવું ૫ડે છે કારણ કે વ્યક્તિની બુદ્ધિ..શક્તિ..પ્રયત્ન અને પુરૂષાર્થ સિમિત છે.સિમિત સાધનોથી અસિમિતને કેવી રીતે મેળવી શકાય !! એટલે પુરૂષાર્થની સાથે સાથે ભગવાનની કૃપાનો આશ્રય ગ્રહણ કરવો આવશ્યક છે.ભગવાનના શરણાગત થઇને પ્રભુને પ્રાર્થના કરવી જોઇએ..

જેવી રીતે ઢીમર(માછીમાર) માછલીઓને ૫કડવા માટે નદીમાં જાળ નાખે છે, તો જાળની અંદર આવવાવાળી તમામ માછલીઓ ૫કડાઇ જાય છે, ૫રંતુ જે માછલી જાળ નાખવાવાળા માછીમારના ચરણોની પાસે આવી જાય છે તે ૫કડાતી નથી, તેવી જ રીતે ભગવાનની માયા(સંસાર)માં મમતા કરીને જીવો ફસાઇ જાય છે અને જન્‍મ-મરણના ચક્કરમાં ફરતા રહે છે, પરંતુ જે જીવો માયાપતિ ૫રમાત્‍માને જાણીને,માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.

ગોસ્વામી તુલસીદાસજી મહારાજ વિનય ૫ત્રિકામાં મનની ચંચળતા વિશે લખતાં કહે છે કે……..

મેરો મન હરિજુ હઠ ન તજે !! નિસદિન નાથ દેઉં શિખ બહું બિધિ કરત સુભાઉં નિજૈ !!

હે હરી ! મારૂં મન હઠ છોડતું નથી.હે નાથ ! હું દિવસ રાત તેને અનેક પ્રકારથી સમજાવું છું,પરંતુ મન પોતાના સ્વભાવ અનુસાર જ કરે છે.હું અનેક પ્રકારના ઉપાયો કરી કરીને થાકી ગયો છું,પરંતુ આ મન અત્યંત બળવાન અને અજય છે.તુલસીદાસજી કહે છે કેઃ મારૂં મન ત્યારે જ વશમાં આવશે કે જ્યારે પ્રેરણા કરનાર ૫રમાત્મા પોતે જ તેને રોકે !!!

સુવાક્યોનો સંચય

A

|| સુવાક્યોનો સંચય ||

પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. -શ્રીમદ્ રાજચંદ્ર

મારો શિષ્ય એક જ છે અને તે છે મોહનદાસ ગાંધી. એને કેળવતાં અને કાબૂમાં રાખતાં મારો દમ નીકળી જાય છે. બીજો શિષ્ય કરવા ક્યાં જાઉં ? -ગાંધીજી

જે પ્રેમ નિત્ય નવીન નથી હોતો, તે એક આદત અને છેવટે એક બંધન બની જાય છે. -ખલીલ જિબ્રાન

પ્રેમ કરવો તે કલા છે, પણ તેને નિભાવવો એ સાધના છે. -વિનોબા ભાવે

સરસ જિંદગી એ છે જેમાં જ્ઞાનનું માર્ગદર્શન હોય અને પ્રેમની પ્રેરણા હોય. -બર્ટ્રાન્ડ રસેલ

હે પરમાત્મા, મારી વાણી મારા મનમાં સ્થિર થાઓ અને મારું મન મારી વાણીમાં સ્થિર થાઓ. -ઐતરેય ઉપનિષદ

દરેક વ્યક્તિમાં અનંત શક્યતા છે. આપણામાંના પ્રત્યેકમાં કોઈક એવું બીજ છે જેમાંથી વૃક્ષ પ્રગટી શકે. -પ્રે. મહાદેવ ધોરિયાણી

તમારી આકાંક્ષાઓ એ તમારી શક્યતાઓ છે. જેવી આકાંક્ષા તેવી સિદ્ધિ. -રોબર્ટ બ્રાઉનીંગ

જેણે મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુ:ખ, માન-અપમાન બધું સરખું છે. -ચાણક્ય

જો તમને એક ક્ષણનો પણ અવકાશ મળે, સમય મળે તો તમે તેનો ઉપયોગ શુભ કાર્ય માટે કરો, કારણ કાળનું ચક્ર અત્યંત ક્રુર અને ઉપદ્રવી છે. -બેન્જામીન ફ્રેન્કલીન

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. -સ્વામી વિવેકાનંદ

પહેલાં ઈશ્વર પ્રાપ્ત કરો. પછી ધન કમાઓ. આથી ઊલટું કરવાની કોશિશ ન કરો. જો આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સાંસારિક જીવન ગાળશો તો તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો. -શ્રી રામકૃષ્ણ પરમહંસ

પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી. -કાકા કાલેલકર

જેની સિદ્ધિનો આધાર બીજા ઉપર છે, તેવું કર્મ કદી ન આરંભો. પણ જેની સિદ્ધિનો આધાર પોતાની જાત પર જ છે તે કર્મ અવશ્ય આરંભો.
-ભગવાન મનુ

બુરાઈ નાવમાં છિદ્ર સમાન છે, તે નાનું હોય કે મોટું, નાવને ડુબાડી દે છે. -કવિ કાલીદાસ

મનુષ્ય કેવી રીતે મરે છે તે મહત્વનું નથી, પરંતુ તે કેવી રીતે જીવે છે તે મહત્વનું છે. -હજરત અલી

મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે. -સ્વામી અખંડઆનંદ સરસ્વતી

જીવનમાં નિરંતર તાજગી અને અતૂટ દિલચસ્પી ત્યારે જ મળે છે કે જ્યારે આંતરિક વિકાસ નિરંતર થયો હોય. -શ્રી અરવિંદ

જ્યાં સુધી લોકો પોતાને સ્વયં સુધારવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી સુધારો થવો અસંભવ છે. -કનૈયાલાલ મુનશી

જેણે ધન ભેગું કર્યું અને તેને ગણવામાં જ રહ્યો છે તે એવા ભ્રમમાં હોય છે કે ધન તેને જીવિત રાખશે. -કુરાન

પોતાની આવશ્યકતાઓ ઓછી કરીને આપ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો. -મહાત્મા ગાંધી

કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી કેળવણી માણસની માણસાઈ લઈ લે છે.
-સરદાર વલ્લભભાઈ પટેલ

સજા આપવાનો અધિકાર કેવળ પ્રેમ કરવાવાળાને જ છે ! -રવિન્દ્રનાથ ટાગોર

મનને હજાર પાંખ છે. હૃદયને એક જ પાંખ છે. છતાં જીવનનું સઘળું તેજ પ્રેમના અસ્ત સાથે વિલીન થઈ જાય છે. -ફાન્સિસ બાઉડિર્ણાન

જેમ કાંટાળી ડાળને ફૂલ સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વચ્છ સ્વર્ગસમુ બનાવી શકે છે.
-યોગવસિષ્ઠ

પવિત્ર વિચારોનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ. -સ્વામી વિવેકાનંદ

કવિતા એ બધા જ માનવીય જ્ઞાન, વિચાર, ભાવ, અનુભવ અને ભાષાની સુગંધ કળી છે. -જયશંકર પ્રસાદ

માણસ, નિશ્ચિત આકાર અને ઈન્દ્રિયોના સમુહના સજીવ ઢીંગલા ઢીંગલી એ માણસ નહીં પણ પોતાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી તેને ઓળખી, તેનો અહર્નિશ આભાર માનતાં જિવંત મંત્રો એ જ માણસ ! -ડૉ. ભરત મિસ્ત્રી

સાચુ બોલવાનો આગ્રહ રાખનાર માણસ બિલકુલ નિર્દોષ હોય તો પણ દુ:ખી થાય, એવો રુગ્ણ સમાજ આપણે કહેવાતા ધર્મની ઓથે રચી બેઠા છીએ. -ગુણવંત શાહ

દુનિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુ:ખની વાત છે.
-કાકા કાલેલકર

સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. -જેઈમ્સ લોવેલ

પ્રેરણાની પળોમાં

A

|| પ્રેરણાની પળોમાં ||

[1] તમારી જાતને મહત્તા બક્ષો

Whatever your work is
Diginify it
With your best
Thought and effort – E. Baldwin York
તમારા ભાગે આવેલાં કામ કે નોકરીને નીચાં ન ગણો. જે પ્રવૃત્તિ હાથ ધરી હોય કે કામ સોંપાયું હોય તેને તમે મહત્તા બક્ષો. તમે જ તમારા કામને નીચું ગણશો તો બીજાઓ તેને કેમ મહત્વનું ગણશે ? એક વખત તમે તમારી જાતને મહત્તા આપશો એટલે તે નીચું કામ પણ મોટું બનશે. કામ હાથમાં લીધા પછી તમામ વિચારો અને પ્રયાસો તમારા કામને ઉદાત્ત બનાવવામાં લગાવો. ભગવાન તમને જરૂર મદદ કરશે.

[2] સુખમાં સ્વાવલંબન

Happiness is inward
not outward
So it does not depend
on what we have
but on what we are. – Henry Van Dyke
સુખ શોધવા લાંબા હાથ કરીને અને એ હાથને ચીજવસ્તુઓથી ગંદા કરવાને બદલે સુખ આપણી અંદરથી જ શોધવું જોઈએ. ટેલિવિઝન, ટેપરેકર્ડર કે રેફ્રીજરેટરમાંથી સુખ મેળવવાનાં ફાંફાં ફોગટ છે. કોઈ ચીજ આપણી પાસે હોય તો જ સુખી થઈ શકીએ એવી શરત ખતરનાક છે. સુખ બિનશરતી છે અને તે હંમેશાં હાજર છે. આપણે શું છીએ, કેવા છીએ અને કેટલા સબળ છીએ તેના ઉપર સુખનો આધાર છે. તમે જેટલા નક્કર હો અને આંતરિક રીતે મજબૂત હો તેટલું તમારું સુખ શાશ્વત છે.

[3] પ્રશંસાની આકરી કિંમત

Applause is the
Beginning of abuse – Japanese Proverb
બીજા લોકો તમારાં વખાણ કરે તેમ ઈચ્છતા હો તો કદી જ તમારાં વખાણ જાતે કરતા નહિ. એ પ્રકારે તમારી ટીકા કારણ વગર થતી હોય કે તમે નિર્દોષ હો છતાં ખોટા આક્ષેપ થતા હોય ત્યારે બચાવ કરવાને બદલે ચૂપ રહેજો. જ્યોર્જ બર્નાર્ડ શૉ એ કહેલું કે ‘સાયલન્સ ઈઝ ધી મોસ્ટ પરફેકટ એક્સપ્રેશન ઑફ સ્કોર્ન’ તમે માત્ર ચૂપકીદી ધારણ કરીને શ્રેષ્ઠ વિરોધ નોંધાવી શકો છો. વખાણની લપેટમાં આવી જવાનું બહુ સહેલું છે. પણ જ્યારે તમે પ્રશંસાના વ્યસની થઈ જશો ત્યારે બાહ્ય વખાણ ઉપર જ તમારું સુખ અવલંબિત રહેશે. તમારા સુખની ચાવી બીજાની પેટીમાં ચાલી જશે. વળી તમે પ્રશંસાને પાત્ર ન હોવા છતાં પ્રશંસા થતી હોય તે તો બહુ ખતરનાક છે. એ તો એક જાતનો કટાક્ષ છે અને જ્યારે તમારે માટે તાળીઓ પડવા માંડે ત્યારે ધ્યાન રાખજો કે એ જ તાળી પાડનારા હાથ કદાચ તમારા ગાલ ઉપર આવશે.
[4] ધ્યેય અને ઈચ્છા

Great Minds have
purposes,
Others have wishes – Washington Irving
કેટલાક લોકો નસીબ ઉપર આધાર રાખીને વિવિધ ઈચ્છાઓ કર્યા કરે છે. પરંતુ માત્ર ઈચ્છાઓ કરવાથી કંઈ વળતું નથી. કદાચ તમે કોઈ સારા કૉન્ટ્રક્ટ, સારી નોકરી, સારો ધંધાનો સોદો કે સારી પેઢીની અપેક્ષા કરો અને તે મળી પણ જાય. પરંતુ એ નોકરી કે સારા ધંધાને જાળવી રાખવા કે તેને સારી રીતે ચલાવવામાં નસીબ કામ લાગતું નથી. તેમાં તો તમારે તનતોડ મહેનત કરવી પડે છે. વળી માત્ર મહેનત કરવાથી બહુ મળતું નથી. દરેક વ્યવસાય કે ધંધો ઉપાડો ત્યારે તેમાં કંઈક ધ્યેય હોવું જોઈએ. મોટા મનનાં માણસો પાસે હંમેશાં કશુંક ધ્યેય હોય છે ત્યારે સરેરાશ શક્તિવાળા માત્ર ઈચ્છાઓ રાખે છે. તમે ઈચ્છાઓ રાખવા કરતાં ઊંચાં ધ્યેય રાખો. ઊંચું ધ્યેય માણસને પૈસાથી જ નહિ પણ અનેક રીતે સમૃદ્ધ બનાવે છે.

[5] દોસ્તી – જીવનનું ધાવણ

A real friend is one who
Walks in when the rest
of the world walks out – Walter Winchell
દોસ્તી વિશે એક વાક્યમાં એક વિદ્વાને લખેલું કે, ‘જો તમારે દુશ્મનો જોઈતા હોય તો બીજાથી ચપળ થઈને ટપી જાઓ. પણ જો તમારે મિત્રો જોઈતા હોય તો તેને તમારાથી આગળ થઈ જવા દો’ આ સ્પર્ધાત્મક જગતમાં પૈસા બનાવવા સહેલા છે પણ મિત્ર બનાવવા અઘરા છે. પૈસાથી દોસ્ત ખરીદી શકાતો નથી. પૈસાથી ખરીદાયેલો દોસ્ત વધુ પૈસાથી ખરીદાઈ જાય છે. ખલિલ જિબ્રાન જેવા ફિલસૂફે કહ્યું છે કે, ‘કશુંક આપવાથી મિત્ર બનતો નથી. તમારી માલિકીની કોઈ ચીજ આપો તેનાથી મિત્ર બનાવી શકાતો નથી. તમે નિષ્ઠાપૂર્વક તમારી આખી જાત આપો ત્યારે જ સાચો મિત્ર મળે છે.’ – પણ બધાને સાચા મિત્ર મળતા નથી. ખરો મિત્ર મેળવવા માટે પોતે ખરા બનવું જોઈએ. સાચો મિત્ર એ જ છે જ્યારે આખી દુનિયા છોડીને ચાલી જાય ત્યારે મિત્ર તમારી પાસે આવે છે. મારી દષ્ટિએ સાચો મિત્ર એ છે કે જે આપણી મૂંઝવણ અને નિરાશામાં કંઈ સલાહ આપવાને બદલે બોલ્યા વગર દિલાસો આપે.

[6] તમારી આંતરશક્તિને અનુસરો

A man who trims
himself to suit
everybody will soon
whittle himself away. – Charles Schwab
દરેક વ્યક્તિએ પોતાના ધોરણ મુજબ જ જીવવું જોઈએ. કોઈ બીજાએ ઘડેલી માર્ગરેખા ઉપર આપણે દોડી શકીએ નહીં. કોઈ સાહસ કરવા જઈએ તો બીજાના મતથી ડરીએ તો સાહસ થતું નથી. વળી તમારી જાતને બીજા લોકોના અભિપ્રાય પ્રમાણે ઘડ્યા કરશો તો લોકો પોતપોતાના મતથી તમારાં છોતરાં ઉડાવી દેશે. જગતના તમામ લોકોને તમે ખુશ રાખી શકતા નથી. કંઈક ઊજળું અને અનોખું કરવા જતાં, કોઈકને નારાજ કરવા જ પડશે. બીજાના રાજીપા માટે તમારી જાતને કે તમારા સિદ્ધાંતોને પાતળા બનાવી શકાય નહિ. બીજાના અભિપ્રાય ઉપર ચાલનારો જલદીથી નષ્ટ થઈ જાય છે. માત્ર તમારી આંતરશક્તિને અનુસરીને કામ કરો. આત્માનો અવાજ જ તમને સાચે રસ્તે પહોંચાડે છે.

[7] શાંતિથી બોલો

Nothing lowers
the level of conversation
than raising the voice – S.H.
ઘણી વખત આપણે સાચા હોઈએ ત્યારે ઉગ્રતાથી બોલવા માંડીએ છીએ. પરંતુ સત્યમાં પણ ક્યાંક ખાંચો રહી જતો હોય અને સામી વ્યક્તિ વધુ બુદ્ધિશાળી હોય ત્યારે તમારી ભૂલ પકડી પાડે તો તમારે ઢીલા થઈ જવું પડે છે. એટલે શ્રેષ્ઠ રસ્તો એ છે કે ગમે તેટલા સાચા હોઈએ છતાં સહિષ્ણુ બનવું. ખોટા માણસની વાત પણ શાંતિથી સાંભળવી. મિજાજ ગુમાવવાથી ઘણી વખત મુદ્દો ગુમાવી બેસીએ છીએ. દલીલમાં ઉગ્રતા લાવવાથી શક્તિ વેડફાય છે અને શાંતિથી બોલવાથી સામી વ્યક્તિ પ્રભાવિત થાય છે.

[8] સાધારણ છતાં સુંદર બનો

The Power of a man’s virtue
Should not be measured by
his special efforts, but by his
ordinary doing. – Blaise Pascal
કેટલાક લોકો ઓલિમ્પિકની રેસમાં દોડીને પ્રથમ નંબર મેળવવો હોય તે રીતે દોડીને એક કામમાં ઝળકી જાય છે, પણ એક કામમાં ઝળકી જવાથી જીવનની સમાપ્તિ થઈ જતી નથી. માણસે 24 કલાકની તમામે તમામ પળને સુંદર રીતે જીવવાની હોય છે. ઘણા લોકો સ્પેશિયલ પ્રયાસો કરવામાં કુશળ હોય છે પણ રોજિંદા જીવનમાં ઢંગધડો હોતો નથી. સ્ત્રીઓને ફૅશન શીખવતી નારી ફૅશનેબલ થઈને બહાર ફરે છે. તેના ઘરમાં ગંદકીના ઢગ હોય છે. આવી નારી રાતના ઉજાગરા કરીને ફૅશનેબલ ડ્રેસમાં પ્રથમ ઈનામ મેળવે તોપણ તેનો પ્રયાસ ધૂળ જેવો છે. જો પળેપળનું જીવન સુંદર અને વ્યવસ્થિત ન હોય તો આંજી દે તેવી એક સિદ્ધિ નકામી છે. જીવન એ કાંઈ ઓલિમ્પિકનું મેદાન નથી. રોજેરોજ સામાન્ય પ્રવૃત્તિમાં આપણે ઝળકવાનું છે. શાંત મન, પ્રેમાળ સ્વભાવ, ધીરજ અને સહિષ્ણુતાના ગુણોથી જ આ ઑર્ડિનરી જીવન જીવી શકાય છે. અસાધારણ બનીને રેઢિયાળ જીવન જીવવા કરતાં સામાન્ય બનીને સુંદર જીવન રાખવું વધુ સારું છે.

[9] વિચારનું મૂલ્ય મોટું છે

It is what we value
not what we have, that
make us rich – J. Harold Smith
માનવી કઈ વસ્તુને કીમતી ગણે છે તે મહત્વનું છે. માત્ર પૈસાને મહત્વનો માનનારો માણસ ધનવાન નથી. ઘણા લોકોને માનવ-હૃદયની કિંમત જ હોતી નથી. પૈસાની જ ગણતરી કર્યા કરે છે. જો આપણને આપણા ઝૂંપડાનું ખૂબ મૂલ્ય હોય અને એ ઝૂંપડાનું જતન કરીને અને તેને મહત્વનું ગણીને ચાલીએ તો તે ઝૂંપડું પણ મહેલ બની જાય છે. આખરે તો આપણા વિચારો જ આપણને ગરીબ કે સમૃદ્ધ બનાવે છે. એક સુંદર વિચારનો ઝબકારો લાખ્ખો રૂપિયા જેટલું મૂલ્ય ધરાવે છે. માણસે પોતાના વતી વિચારવાનું કામ બીજાને સોંપવું ન જોઈએ. જે બીજાના વિચારો પ્રમાણે ચાલે છે તે ગુલામ છે. તે પોતાની જાતનો દ્રોહી છે. હંમેશાં પોતાના વિચારો પ્રમાણે જ જીવવું જોઈએ. પોતાના વિચારો પ્રમાણે જ દરેક ચીજનું મૂલ્ય આંકવું જોઈએ. જો આપણે આપણાં મૂલ્યો સ્થાપિત કરીશું તો પૈસા નહીં હોય તોપણ આપણે ધનિક હોઈશું.

[10] જીવનથી મૂલ્યવાન બીજું કંઈ નહિ

Life is hard
But, compared to what ? – Sydney Harris
ઘણા લોકો કકળાટ કર્યા કરે છે કે, ‘ભાઈ, આ જીવન બહુ કઠિન છે.’ પરંતુ સંઘર્ષ વગરના જીવનમાં કોઈ સ્વાદ નથી. વળી, જીવન ગમે તેવું કઠણ હોય પણ જીવનની સરખામણીમાં બીજી કઈ સહેલી વસ્તુ જગતમાં છે ? શ્રી સિડની હેરીસ બહુ સરસ અને માર્મિક પ્રશ્ન પૂછે છે, ‘જો જીવન કઠિન હોય તો તે કઈ ચીજની સરખામણીમાં કઠિન છે ?’ આડકતરી રીતે તેઓ કહેવા માગે છે કે મૃત્યુની સરખામણીમાં તો જીવન ગમે તેટલું કઠિન હોય તોપણ જીવવા લાયક છે. મરી ગયા પછી તો કંઈ બાકી રહેતું નથી. એટલે જે જીવન મળ્યું છે તે કઠણ હોય તોપણ સ્વાદથી જીવો.