જન્માષ્ટમી – શ્રાવણ વદ ૮

2

|| જન્માષ્ટમી – શ્રાવણ વદ ૮ ||

જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે. દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા.

એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો.

ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો.” અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ (બાવન) દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. “यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં!

શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.”

વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની બહેન મહામાયા જ હતી. બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા.

સો ટચના સોનાનો કદી આકાર થતો નથી. ચોખા વાવે તો ચોખા ન થાય. તે માટે તો ડાંગર જ વાવવી પડે. આવરણ સાથે બ્રહ્મ નિહાળે તેને મુક્તિ મળતી નથી. આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યાં હતા. દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યાં.

શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યાં હતા. તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાશવી નૃત્ય ચાલી રહ્યું હતું. રાક્ષસી પૂતના, રાક્ષસો શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, વ્યોમાસુર વગેરે ભગવાન શ્રી કૃષ્ણના અપૂર્વ બળ આગળ ટકી શકતા નથી.

વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો પ્રસંગ અદભુત છે. વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઉજવાયો છે.

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

દશાફલ વ્રત (શ્રાવણ વદ આઠમ) અન્ય વ્રત કરતાં જુદું જ છે. ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે. આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી, માટે સૌએ આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. ઈશ્વરનું પ્રાગટ્ય કે પ્રાદુર્ભાવ એટલે મહોત્સવ. પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે.

નંદબાબાએ ગૌદાન અને ગુપ્ત દાન કરીને સૌને પ્રસન્ન કર્યા હતા. ધન-સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે. અન્નદાન, વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે. આ દાન સુપાત્ર હોવું જરૂરી છે.

દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે. સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે. સંતોષ એ આનંદનો ઉત્સવ છે. ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ છે.

ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે. શિવજી પણ પધાર્યા છે. હરિ-હરની નજર એક બને છે. શિવજી તો આનંદવિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે. પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા છે.

કંસ પૂતના રાક્ષસીને મોકલે છે. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે. પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના. સ્તનપાન કરાવવાના ધરી આવે છે. શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે.

પૂતના અજ્ઞાનતાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે. માણસની આંખમાં પૂતના રહેલી છે. પરસ્ત્રીનું સૌંદર્ય જોનારની આંખમાં પૂતનાનો વાસ છે. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે. તે કામચારિણી અને નિશાચારિણી હતી. પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું દુષ્કર છે.

શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે. કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ “ચાણુર” કામનું પ્રતીક છે અને “મુષ્ટિક” એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે. શ્રી કૃષ્ણે કંસ દ્વારા મોકલવામાં આવેલ “કુવલયાપીડ” હાથી એ અભિમાનનું પ્રતીક છે.

જે પૂર્ણ તૃપ્તિ આપે તે પ્રિય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બીજ છે. આ બીજનું જો જીવનમાં બીજારોપણ કરવામાં આવે તો ભાવમય સૃષ્ટિનું સર્જન થાય છે. ગોપીઓ કહે છે: અમારા સાચા પતિ તમે જ છો. અમને એવું જ્ઞાનામૃત આપો કે જેથી તમારો વિયોગ જ ન થાય. ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે. ગોપીની પરિભાષા એ છે કે, “પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાવ ભૂલે એ ગોપી!”

ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કરાવે છે. ગોપીઓને પ્રમાનંદન પ્રાપ્ત થાય છે. જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે. વ્રજાંગનાઓના મંડળમાં પ્રભુનું ખોવાઈ જાય છે.

જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે. આ તિથિનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે.

એક વખત બ્રહ્માદિ દેવોને થયું કે, કૃષ્ણ ગોપીઓ સાથે નાચે-કૂદે, રાસ લે એ ઠીક ન કહેવાય. આ નિષ્કામ લીલા મર્યાદા વિરુદ્ધ ગણાય. પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે-કૂદે તે યોગ્ય નથી. આવું બ્રહ્માજી વિચારી રહ્યા છે, ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા !

ગોપીઓના પ્રેમપરાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે. રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું. આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું. આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે. રાસલીલામાં આત્માનું આત્મા સાથે રમણ છે. આ તો ભક્તિમાર્ગના ઉચ્ચ જીવાત્માઓ સાથે નટવરનું નૃત્ય છે.

રાસોત્સવ મહાન છે. ગોપીઓ (સ્ત્રી અને પુરુષો બંને) ભક્તિમાર્ગના સાધકો છે. ભગવાન શ્રી કૃષ્ણે રસબ્રહ્મની અનુભૂતિ કરાવીને પરમાનંદ રસના માધ્યમથી રસની લહાણ કરી છે. આ સર્વે ગોપીઓ નિષ્કામ ભક્તિમાર્ગની પ્રવાસીઓ છે.

ભગવાન શ્રી કૃષ્ણે શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર વગેરેનો તેમજ કંસનો વધ કર્યો હતો. ત્યાર પછી પ્રભુ કારાગૃહમાં માતા-પિતાને મળવા જાય છે, પ્રણામ કરી તેમને મુક્ત કરે છે. કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રી કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું.

ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ ચાલી હતી, અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા. કંસ વધ કરી શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીને તેમને પોતાના ખોળામાં બેસાડી હ્રદય પૂર્વક રૂદન કરે છે. પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અતૂટ છે, તેમની આંખો પણ અશ્રુભીની થાય છે.

વસુદેવજી કૃષ્ણ-બલદેવને આલિંગન આપી ગદગદ કંઠે કહે છે કે, આજે મારો જન્મ સાર્થક થયો છે, મારું જીવન સફળ થયું છે. આજે મને મારા બંને પુત્રો મળ્યા છે તેથી મારા આનંદની સીમા અસીમ છે.

જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ પાપનાશક વ્રતનો મહિમા ઘણો છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવું, ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે – (૧) માનસી સેવા (૨) તનુજા સેવા અને (૩) વિત્તજા સેવા.

જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને “માનસી સેવા” કહે છે. તનુ એટલે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ “તનુજા સેવા”. વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ “વિત્તજા સેવા”. સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે.

જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ-દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે. માતા-પિતા પુત્ર પાસે એવું માગે છે કે, અમને માયા સતાવે નહિ. અમને માયાજાળથી અલિપ્ત રાખજો. એમને દૈવી સંસ્કૃતિનો ભારતવર્ષમાં ફેલાવો કરવાની અભીપ્સા છે માટે એવું સામર્થ્ય માગે છે. એમને રાજ્યધૂરાને લીધે માયામાં ડૂબી જવું નથી. ઉન્નતિની આંધળી લિપ્સા નથી જોઇતી, એમને તો અમી થઈને વરસતા વાદળ જેવું જીવન આ વૃદ્ધાવસ્થામાં જોઇએ છીએ.

ભલે હો અલ્પ, કિન્તુ માનવી જેવું જીવન દેજે;
ઉરે હો જે ભાવ, એવું મનન દેજે…

કનૈયા ! મારે મોક્ષ નથી જોઇતો, નિષ્કામ ભક્તિ જોઇએ છે. માતા-પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોહ પણ ઊતરી ગયો છે. માટે એવી ભક્તિ માગે છે કે, “ઊતરી જાયે મોક્ષનાય પણ મોહ !” હે ગોપાલ ! ભક્તિ કેવળ કોરી નહિ, કર્મ સ્વરૂપે આપજે. મોહ એ માનસ રોગોનું મૂળ છે. ધર્મ એ અમૃત છે. આપત્તિમાં વિવિધ વ્રતો દ્વારા પ્રભુ-સ્મરણ કરવું એ અમૃત છે.

વ્રત કર્યા પછી સંપત્તિનો વિનોયોગ કીર્તિ દાનમાં નહિ પરંતુ ગુપ્ત દાનમાં કરવો એ ધર્મ છે. આચાર અને વિચારનો સુભગ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચનને વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું એ સાચું વ્રત છે. આપણું આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઇએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન-દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઇએ.

ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે, તે વ્રત-ઉત્સવમાં ખર્ચાય તે યોગ્ય વિનિમય કહેવાય.

આ ધન જીવનમાં સાધુતાને અને સદગુણોને નષ્ટ થવા દેવું જે સાચો વ્રતધારી છે, જે ત્યાગી છે, જે તપસ્વી છે, જે સંન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી. લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે. તેઓ સદકાર્ય માટે ધન જેમ-જેમ આપતા જાય છે, વાપરતાં જાય છે, તેમ-તેમ ધન આપનારા વધતાં જાય છે.

વ્રત-ઉપાસના એ પ્રાચીન પરંપરા છે, તે મૂર્ધન્ય સંસ્કૃતિ છે. સર્વ ધર્મનો નિચોડ વ્રત-ઉપાસનામાં નવનીત (માખણ) રૂપે આવી જાય છે. વિધિ વ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે. વ્રતો સ્ત્રી-પુરુષો માટે પારા જેવા છે. પારો પચે નહિ તો આખા શરીરમાં ફૂટી નીકળે. વ્રત દરમિયાન આત્મધર્મ સાથે દેહધર્મ બજાવવો જોઇએ. શરીરને વસ્ત્ર ઢાંકે છે, તેમ આત્માને વાસના ઢાંકે છે. આ વાસનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે.

જન્માષ્ટમીનું વ્રત કરવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધિઓ યોગમાર્ગની નહિ, પણ ભક્તિમાર્ગની છે. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમોઘ સાધન છે. પ્રેમી અને પ્રેમાસ્પદે પ્રભુ પ્રત્યે આ દિવસે પ્રીતિની ગાંઠ બાંધવી જોઇએ. દેવકી-વસુદેવમાં વાત્સલ્યનું પરમ માધુર્ય પાછું આવે છે. અદ્વૈત બુદ્ધિ જાગૃત થાય છે અને માહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જાય છે.

ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે. આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ. ક્યારેક કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે.

‘વ્રત’ એ ભક્તિ માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં તોડવાનું છે, છોડવાનું છે અને ભક્તિમાર્ગમાં બાંધવાનું છે. યશોદાજી વાત્સલ્યના માધુર્યમાં કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે. આ શરણાગતિ અને આત્મનિવેદન છે. ભગવાન લૌકિક દોરડાથી બંધાતા નથી, એ તો પ્રેમરૂપી દોરડાથી જ બંધાય છે. જે વ્રતીના અંતઃકરણમાં બ્રહ્મવાદ અને ભક્તિ સ્થિર હોય, જીવન-જગતને ભગવાનની દેન માને તે પરમ ભગવદીય છે. વ્રત-ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંતારૂપી ચિતાનો નાશ કરનારી છે. જેને વ્રતમાં શ્રદ્ધા છે, તેનું મન સ્થિર રહે છે. વિશ્વાસ એ માનવ અંતઃકરણની મૂર્તિ છે. વ્રતીના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઇએ. શ્રદ્ધા અને વિશ્વાસનો જો સુભગ સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે. વ્રત-ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઇએ, તપ જોઇએ. ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે.

શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા, અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો.

આ પરમ પવિત્ર દિવસે જન્માષ્તમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે.

પૂર્વે યદુના વંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. શ્રી શુકદેવજી કહે છે: “कृष्णस्तु भगवान स्वयं” – કૃષ્ણ પોતે જ ભગવાન છે. દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ઉપવાસ કરવાથી પ્રસન્ન થાય છે. આ વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. આ વ્રતના પ્રભાતે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા.

જો જો ! આપણી પ્રાર્થનામાં ક્યાંક ઈશ્વર સાથે સોદો તો નથી કરતા ને?

11   12

|| જો જો ! આપણી પ્રાર્થનામાં ક્યાંક ઈશ્વર સાથે સોદો તો નથી કરતા ને? ||

પ્રાર્થના એટલે સમગ્ર અસ્તિત્વને ભૂલી માત્ર ઈશ્વર સાથે સાન્નિધ્ય સાધવાનું ને તેના દિવ્યરૃપને માણવાનું. ધીમે ધીમે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ને નિષ્ઠા વધતા જશે એટલી જ આપણી પ્રાર્થનાનું સામર્થ્ય પ્રબળ બનતું જશે. પછી તો એવું થશે કે પ્રાર્થનામાંથી શબ્દો ક્રમશ: વિલીન થતાં જાય છે, રહે છે માત્ર મૌન સંવાદ, પ્રાર્થના દરમ્યાન ‘હું જીવ છું, તું શિવ નકી, હું ભક્ત, તું દેવ’ એવું ઐક્ય સધાતું જશે. ભક્તનો ભક્તિભાવ ને શરણાગતિનો ભાવ દૃઢ થતાં ભક્ત ઈશ્વરનું પ્રિય પાત્ર બની જાય છે. ભક્તને અભયવચન પણ અનાયાસે મળે છે કે, ”ચિંતનમાત્રે હાજર આ પદ માન, સ્મરણતાર ન તૂટશે, મુજ આશિષ માન.”

જીવનમાં ચઢાવ-ઉતાર એ નિયતિ છે. ખૂબ સુખ-શાંતિભર્યું જીવન જીવતાં હોઈએ, અચાનક કોઈ અણધારી ને વણકલ્પી ઉપાધિ કે ઘટના આવીને ઊભી રહે છે. આવા સમયે કોઈપણ ભગવદ્ ભક્ત વિહવળ ને બેબાકળો બની જાય તે સ્વભાવિક છે. દૂન્યવી માધ્યમોથી પણ એ આપત્તિ કે ઉપાધિ હલ થઈ શકતી નથી ને અંતે ઈશ્વર પાસે પ્રાર્થના કરવાનો સહારો લેવો પડે છે. આ એ જ ભક્ત છે કે જે પ્રાર્થના દરમ્યાન પોતાના ‘સ્વ’ને ભૂલી જતો હતો. આ પ્રાર્થના જુદી તરી આવે છે. એમાં ‘જો’ અને ‘તો’નો શબ્દપ્રયોગ થાય છે. આ એક સોદો છે, એક શરત છે. દરેક વર્ણ કે જાતિના લોકો પોતાના ઈષ્ટ દેવ-દેવીઓમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે. દેશમાં આવા દેવ-દેવીઓનાં પ્રસિદ્ધ મંદિરો કે તીર્થસ્થાનો આવેલા છે. પ્રાર્થનામાં ભક્ત આ દેવ-દેવીઓને કંઈક ભેટ ધરાવવાનો, બાધા-આખડી રાખવાનો સંકલ્પ કરે છે. તીર્થસ્થાનની યાત્રા કરવાનો કે યજ્ઞાયજ્ઞાાદિકે જેવી વૈદિક વિધિ કરાવવાનો નિર્ધાર કરે છે.

પણ આ બધું ક્યારે કે જ્યારે મારી ઉપાધિ દૂર થશે ત્યારે! પ્રાર્થના પૂરેપૂરી સ્વકેન્દ્રી છે. જગનિયંતા તો ભક્તને મદદ કરવા સદા તત્પર જ છે, તેથી તેની ઉપાધિ દૂર પણ થઈ જાય છે. આ બાજુ ભક્તની આવી પ્રાર્થનાથી ઈશ્વર નારાજ છે – ખિન્ન છે. તેને થાય છે કે મારા ભક્તની મારા માટેની શ્રદ્ધામાં અચાનક ઓટ આવી કે શું? એની નિષ્ઠા નંદવાઈ ગઈ કે એને મારી સાથે આવી ભેટ કે બાધાઓ જેવી ક્ષુલ્લક વસ્તુનો સોદો કરી બેઠો? એની ભાષામાં એક વેપારી બીજા વેપારી જોડે લેતી-દેતીનો સોદો કરે એવો રણકાર મેં અનુભવ્યો! મહાભારતના પ્રસંગનો સુંદર ઉલ્લેખ કર્યો હતો, જેમાં આવો જ કંઈક નિર્દેશ છે. વનવાસ દરમિયાન યુધિષ્ઠિરજી એક વખત એક વૃક્ષ નીચે ધ્યાનસ્થમુદ્રામાં બેઠાં હતાં.

દ્રોપદીજીનું અચાનક તેઓ તરફ ધ્યાન ગયું ને તેઓનું આવું દિવ્યરૃપ જોઈને ખૂબ ખુશ થયા. યુધિષ્ઠિરજી જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે દ્રોપદીએ પૂછયું કે ધ્યાનમાં તમે ઈશ્વરનાં દર્શન કર્યા તો તેઓને તમે કહ્યું નહીં કે આપણને આવી અસહ્ય યાતનામાંથી ઘોડાવે ? શત્રુઓ રાજ કરે ને આપણા જેવા જે સદા ધર્મપરાયણ રહ્યા, સત્યને પંથે ચાલ્યા તેવા ભક્તો વનમાં વનમાં ભટકતાં ફરે એવું કેમ? યુધિષ્ઠિરજી કહે છે કે દેવી! ધ્યાનાવસ્થા દરમ્યાન હું તો ઈશ્વરના દિવ્યસ્વરૃપમાં રમમાણ હતો, ને એ જ મારું લક્ષ્ય હતું. હવે આવી દિવ્યતા દરમિયાન હું કંઈક માગી બેસું તો મારું ધ્યાન-પ્રાર્થના મટીને ઈશ્વર સાથે મેં સોદો કર્યો એવી હીનતા હું અનુભવું.

ઉપરાંત અત્યારે આપણે સૌ જે કષ્ટો ભોગવીએ છીએ એ તો કર્માધિન છે, એમાં ઈશ્વર ક્યાંય આડો આવતો નથી! મહાન ઋષિ-મુનિઓ કે સંતપુરુષોને પણ પોતાના કર્મો ભોગવવા પડયા છે, શાસ્ત્રો એનું પ્રમાણ છે, તો આપણે સૌ તો શું વિસાતમાં? કર્મનો હિસાબ તો ચૂકવવો જ રહ્યો. દ્રોપદીજી વિદૂષી ને ધર્મનિષ્ઠ હતા તેથી તેઓને ભૂલ તરત જ સમજાઈ.

કશુંક માગો ને એ આપણને મળે તેમાં પ્રાપ્તિની મજા નથી. પછી ચાહેતે પરિવારજન તરફથી હોય, મિત્ર તરફથી હોય કે પ્રિયજન હોય. કોઈકની આપેલી વસ્તુ આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણો એટલે કે લેનારનો હાથ નીચે હોય છે, આપનારનો ઊંચો. એક પગથિયું નીચે ઉતરી ગયા. ઈશ્વર-ભક્તના સંબંધમાં કંઈક આવું છે. પ્રાર્થના નિરપેક્ષ હોવી જોઈએ. એક પ્રસિદ્ધ ગઝલકારે સરસ કહ્યું છે કે :

‘મારા હાથ, ને હું જો ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,
પણ! હું માગું ને તે તું આપે એ વાત મને મંજુર નથી…’

‘શ્રદ્ધા હોય જો સાચી તો પુરાવાની જરૃર શી? કુરાનમાં ક્યાંય અલ્લાહની સહી નથી.’ પ્રાર્થનાની આવી જ એક આગવી ખુમારી છે, આગવું ગૌરવ છે. સાચો ભક્ત પોતાની શ્રદ્ધાના બળે ખુદ્દાર છે. સંસારની ક્ષુલ્લક બાબતો માટે પ્રાર્થનાનો સહારો લેવો એ પ્રાર્થનાનું અવમૂલ્યન છે.

શૂરવીર અભિમન્યુ અને “પરીક્ષિત”

અભિમન્યુને યુધ્ધમાં જતા જોતી ઉત્તરા

3

|| શૂરવીર અભિમન્યુ ||
દ્રોણાચાર્યના  ચક્રવ્યૂહને ભેદીને એક્લા હાથે હજારો સૈનિકોને મારનાર શૂરવીર અભિમન્યુ
સોમવંશી પુરુ કુળમાં ઉત્પન્ન થયેલા અજમીઢ રાજાના વંશમાં જન્મેલા કુરુના પુત્ર જહ્નુ રાજાના કુળના પાંડુના પુત્ર અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ અને બળરામની બહેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ એક શૂરવીર યોદ્ધા હતો. જન્મથી જ તે આજાનબાહુ હતો . સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે જે ‘ આજાનબહુ’ હોય તે અત્યંત પ્રતાપી, વીર, અને અપાર શક્તિશાળી હોય છે. આજાનબાહુ એટલે જેના હાથ ઢીંચણ સુધી પહોંચતા હોય તેવું શારીરિક લક્ષણ અનીતિ અને અન્યાય તેનાથી સહન થતા નહોતા એટલે એમના તરફ એ અત્યંત ક્રોધ વ્યક્ત કરતો એને લીધે એનું નામ ‘ અભિમન્યુ’ રખાયું હતું. તે એના પિતા અર્જુન પાસેથી દસ પ્રકારની વિદ્યા અન દિવ્ય અસ્ત્રવિદ્યા શીખ્યો હતો. એ વિદ્યાઓમાં તે એટલો કુશળ થયો હતો કે એના મામા બળરામે એના હસ્ત ચાપલ્ય અને શસ્ત્રાસ્ત્રના સામર્થ્યથી સંતુષ્ટ થઇ એને ‘રૌદ્ર’ નામનું દિવ્ય ધનુષ્ય આપ્યું હતું. કાળા અને પીળા રંગના માંજરા ઘોડાઓથી જોડાયેલો એનો રથ પણ દિવ્ય હતો. સુમિત્ર નામનો રથ ચલાવવામાં નિપુણ એવો સારથી એનો રથ ચલાવતો.

અભિમન્યુ એના પિતા અર્જુનના જેવો જ પરાક્રમી હતો. ચક્રવ્યૂહ ભેદીને પાછા આવવાની કળા સંપૂર્ણ આવડતી ન હોય છતાં પણ એણે એ અસંભવ જેવું કામ કરવાની જવાબદારી માથે ઉપાડી લીધી એ જ એની સાહસિકતા દર્શાવે છે. મહાભારતના યુધ્ધના તેરમા દિવસે દુર્યોધ્ન અને દ્રોણાચાર્યની યોજના પ્રમાણે સુશર્માએ અર્જુન સાથે યુધ્ધ માંગ્યુ અને તેને દક્ષિણ દિશામાં યુદ્ધ કરવા લઈ ગયા. દ્રોણાચાર્યએ એમના સૈન્યનો એવો ચક્રવ્યૂહ રચ્યો જે દેવોથી પણ ભેદાય એવો ન હોતો. એને ભેદવાનું જ્ઞાન અને સામર્થ્ય માત્ર ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન પાસે જ હતું. શ્રીકૃષ્ણ અને અર્જુન સુશર્માને કારણે સંશપ્તક હતા અને પ્રદ્યુન્ન દ્રારિકામાં હતા. એ વ્યૂહ તોડીને લડવા પ્રથમ ભીમ, સાત્યકિ, દ્રુપદ, વિરાટ, નકુલ, સહદેવ, ધટોત્કચ, યુઘામન્યુ વગેરે પાંડવ યોદ્ધાઓ ગયા. પણ તેમાનું કોઈ એ વ્યૂહને તોડી શકયું નહીં. એ વખતે દ્રોણાચાર્યને આગળ વધતા જોઈ યુધિષ્ઠિરે તે વ્યૂહને ભેદવાનું કાર્ય અભિમન્યુને સોપ્યું કેમ કે વ્યૂહને ભેદીને અંદર જવાનું જ્ઞાન તો તેને પિતા અર્જુન પાસેથી પ્રાપ્ત થયું જ હતું, તેમણે અભિમન્યુને કહ્યું હતું- ‘ તું ચક્રવ્યૂહને તોડીને અંદર પ્રવેશ કરીશ અને અમને રસ્તો કરી આપીશ તો પછી અમે બધા તારી પાછળ જ આવીને ખૂબ સાવચેતીથી તારું રક્ષણ કરીશું. ભીમ, સાત્યકિ, ઘૃષ્ટદ્યુમ્ન અને બીજા શૂરવીર યોદ્ધાઓ તારી પાછળ વ્યૂહમાં પ્રવેશ્યા પછી તેને વીંખી નાંખશે એટલે પાછા ફરવામાં તને કોઈ તકલીફ નહીં પડે.’

સોળ વર્ષની વયના આ શૂરવીર પાંડવકુમારે તે બીડું ઝડપી લીધું. અર્જુનના આ મહાપ્રતાપી પુત્રે ચક્રવ્યૂહને ભેદી કૌરવોના સૈન્યદળમાં પ્રવેશ કર્યો અને એની યુદ્ધકળાથી એક પછી એક અનેક યોદ્ધાઓને મારવા માંડયા. કર્ણ, દુ:શાસન, દુર્યાધન જેવા અત્યંત શક્તિશાળી યોદ્ધાઓ પણ એનાથી હારીને પીઠ બતાવીને ત્યાંથી ભાગવા લાગ્યા. દુર્યોધનનો પરાક્રમી પુત્ર લક્ષ્મણ એની બાળકબુદ્ધિ અને અભિમાનથી અભિમન્યુની સામે લડવા આવ્યો તો અભિમન્યુએ માત્ર એક જ બાણથી એનું મસ્તક ઉડાવી દીધું. એ વખતે અભિમન્યુએ એકલા એ દસ હજાર યોદ્ધાને માર્યા.

મહાદેવે આપેલા વરદાનથી પરાક્રમ કરતા જયદ્રથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકિ તથા ઘટોત્કચ વગેરે યોદ્ધાઓને ચક્રવ્યૂહ ભેદાયા પછી આગળ વધતા રોકી રાખ્યા હતા તેથી અભિમન્યુ કૌરવોની વચ્ચે એકલો અને અસહાય હતો તો પણ તે નિર્ભયતાથી દ્રોણ વગેરે છ મહારથીઓ સામે યુદ્ધ કરવા લાગ્યો. તેણે દ્રોણને પચાસ, બૃહ્દબલને વીસ, કૃતવર્માને એંસી,કૃપાચાર્યને સાત, અશ્વત્થામાને દસ અને કર્ણને એક બાણથી ઘાયલ કરી દીધા. બૃહદબલનો વધ કર્યા પછી પાછો અભિમન્યુએ એવો સપાટો માર્યો કે તેનાથી કૌરવોના બીજા દસ હજાર ક્ષત્રિયો યમસદન પહોંચી ગયા. આનાથી કૌરવો થથરી ઉઠયા. કરણ દ્રોણને કહેવા લાગ્યો- ‘ મારે તેની સામે ઊભા રહ્યા વિના છૂટકો નથી તેથી હું ઊભો છું. પણ તેના અગ્નિ જેવા બાણોથી મારી છાતી ચીરાઈ જાય છે. આ હમણાં જ આપણને બધાને મારી નાંખશે. એટલે એને હણવાનો કોઈ ઉપાય હોય તો બતાવો.’

આનો પ્રત્યુત્તર આપતા દ્રોણાચાર્યે કહ્યું- ‘ જ્યાં સુધી અભિમન્યુ એના દિવ્ય રથમાં બેઠેલો છે અને એના હાથમાં બળરામજીએ આપેલું ‘ રૌદ્ર’ ધનુષ્ય છે ત્યાં સુધી તે દેવો, દાનવ કે માનવો કોઈથી પણ જિતાય એમ નથી. જો તારાથી બની શકે તો તેનું ધનુષ્ય, પણ છ, ઘોડા, સારથિ તથા ચક્રરક્ષકોને મારી નાખવાનો પ્રયત્ન કર.’ એટલે કર્ણએ એના ધનુષ્ય અને પણછને કાપી નાંખ્યા, કૃતવર્માએ ઘોડાને મારી નાંખી એને રથ વગરનો કરી દીધો અને કૃપાચાર્યએ ચક્રરક્ષકોને મારી નાંખ્યા. એમ છતાં તે આકાશમાં કૂદી કૂદીને તલવારથી યુદ્ધ કરવા લાગ્યો. આ રીતે પણ તેણે શકુનિનાભાઈ કાલકેય અને તેના સિત્તોતેર સેવકો, બીજા સત્તર મહારથીઓને મારી નાંખ્યા. એ પછી દુ:શાસનનો પુત્ર ગદા લઈને અભિમન્યુ સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે બન્ને પરસ્પરના ગદા પ્રહારથી પડી ગયા. આટલા બધાની સાથે યુદ્ધ કરીને અભિમન્યુ થાકેલો હતો એટલે એને ઊભા થતા વાર લાગી. દુ:શાસનના પુત્રે એના માથામાં ગદા મારી.

એના પ્રહારથી અભિમન્યુ વીરગતિને પ્રાપ્ત થયો. મામા બળરામની પુત્રી વત્સલા અભિમન્યુની પ્રથમ પત્ની હતી. અને વિરાટ રાજાની પુત્રી ઉત્તરા એની બીજી પત્ની હતી. ઉત્તરાના ગર્ભથી ભગવત્ભક્ત પરીક્ષિતનો જન્મ થયો હતો.

04 Parikshit and Kali . #Srimad Bhagavatha

 || તેથી તે ‘પરીક્ષિત’ કહેવાયા ||

 મહર્ષિ વેદવ્યાસપ્રણીત શ્રીમદ્ ભાગવત પરમાનંદ-રસથી છલોછલ ભરેલું છે. હિંદુ-ધર્મસંસ્કૃતિના ગ્રંથરત્નોમાંનો આ એક ગ્રંથ છે જેનું આધુનિકયુગમાં પણ ભારતભરમાં શ્રવણ થાય છે.


શ્રીમદ્ભાગવતમાં જેમની અનન્ય લીલાઓનો વારંવાર ઉલ્લેખ થાય છે તે પૂર્ણાવતાર શ્રીકૃષ્ણ, પૌરાણિક ઋષિઓ, રાજવીઓ, તપસ્વીઓ ભક્તો વગેરેનાં નામથી પણ આપણે સૌ પરિચિત છીએ.

શ્રીમદ્ ભાગવતમાં પ્રારંભથી શરૃ કરીને દરેક સ્કંધ-અધ્યાયમાં ‘ પરીક્ષિત’ રાજા અને શ્રીમદ્ ભાગવત કહેનાર પુણ્યશ્લોક ‘શુકદેવજી’ નામ નામતો કાનમાં ગૂંજ્યા કરે છે.

શ્રીમદ્ભાગવતમાં આવતા ‘પરીક્ષિત’ રાજા જ્યારે તેમની માતા ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારનો પ્રસંગ જાણવો પડે. અશ્વત્થામાએ વેરભાવે ગર્ભરૃપે રહેલા પરીક્ષિતને મારવા બ્રહ્માસ્ત્ર છોડયું.

શ્રીકૃષ્ણની પાસે ભયથી વિહ્વળ એવી ઉત્તરા આવી ને કહેવા લાગી ‘ હે દેવોના દેવ ! રક્ષા કરો. અશ્વત્થામાએ મારા ગર્ભાશયમાં રહેલ. બાળકનો નાશ કરવા અગ્નિઝરતું બ્રહ્માસ્ત્ર છોડયું છે તેથી તેનું રક્ષણ કરો.’

શ્રીકૃષ્ણે તુરતજ બાળકનું રક્ષણ કરવા ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કર્યો ને પોતાની માયાવડે તે બાળકનું રક્ષણ કર્યું.

ગર્ભાશયમાં રહેલા બાળકે એક અંગૂઠા જેવડો નિર્મળ જ્યોતિર્મય પુરુષ જોયો. એના મસ્તક ઉપર સોનાનો મુગટ ઝળહળી રહ્યો હતો. શ્યામસુંદર સ્વરૃપ હતુ. વીજળી જેવાં વસ્ત્ર હતાં. સુંદર લાંબા ચાર હાથ હતા. કાનોમાં તપાવેલા સુવર્ણ જેવાં દેદિપ્યમાન કુંડળ હતાં. આ નિર્વિકાર પુરુષે હાથમાં અગ્નિસમાન ગદા લીધેલી હતી. તેને સર્વ દિશામાં ધૂમાવતા તેઓ તે બાળકની રક્ષા કરતા હતા. જેમ સૂર્ય હિમનો નાશ કરે તેમ પોતાની ગદા વડે અસ્ત્રના તેજનો તે નાશ કરતા હતા.

આ પુરુષને જોઈ ઉત્તરાના ગર્ભમાં રહેલાં બાળકને થયું’ આ કોણ હશે ? એવો તર્ક કર્યો પણ ધર્મનું રક્ષણ કરનાર અને તર્કથી જાણવા અશક્ય તે સમર્થ ભગવાન શ્રી હરિ( શ્રી કૃષ્ણ) અશ્વત્થામાના અસ્રનો તેજનો નાશ કરી બાળકના દેખાતાં જ અદૃશ્ય થઈ ગયા.

આ બાળકનું ઉત્તરાના ગર્ભમાં રક્ષણ થયું ને તેનો જન્મ થયો. તે બાળકનું નામ’ વિષ્ણુરાત’ રાખવામાં આવ્યું પણ તે ‘પરીક્ષિત’ તરીકે ઓળખાયો. તે અંગે ઉત્તમ બ્રાહ્મણો એ યુધિષ્ઠિરને કહ્યું,’ આ બાળકે ગર્ભાવસ્થા દરમિયાન રક્ષણ કરતાં જે દિવ્ય પુરુષને જોયેલા તે આ જગતમાં પુરુષોમાં ક્યાંય હશે કે નહિ ? એમ તે સતત મનોમન પરીક્ષા કર્યા કરતો તેથી ‘પરીક્ષિત’ નામથી લોકમાં પ્રસિદ્ધ થયો. ‘ પરીક્ષિત’ એટલે જેણે ચારેબાજુ ઉપર મુજબ તપાસેલું-વિચારેલું છે. તેવો દિવ્યપુરુષની ઝંખના કરી પરીક્ષિત ધન્ય બની ગયા .

 

રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત

2   3

|| રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત ||

લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ?

રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત છે. રામાયણમાં આદર્શ જીવનનું દર્શન થાય છે. જ્યારે મહાભારતમાં વ્યવહારની વાત વધારે દેખાય. ભારતમાં આ બંને મહાકાવ્યો અમર છે અને લોકજીવન સાથે વણાઇ ગયેલાં છે. તેમની અસર આજ સુધી પ્રજાજીવન ઉપર પડતી રહી છે. તેમાં કંઇ આશ્ચર્ય નથી. રામાયણના પાત્રોમાં રામ તો મર્યાદા પુરુષોત્તમ છે પણ રામાયણનું દરેક પાત્ર પોતાના જીવન દ્વારા એક આદર્શ લઇને ઉપસ્થિત થાય છે. આપણે એમાંથી એક બે વાતો ઉપર વિચાર કરીએ.
હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકા જવા માટે નીકળે છે. ત્યારે તેમના મનમાં એક પ્રશ્ન થાય છે કે મેં સીતામાતાને તો જોયા નથી પછી તેમને ઓળખીશ કેવી રીતે અને ઓળખ્યા વિના ભાળ કેમ મળે ? તેથી તેમણે શ્રીરામચંદ્રજીને સીતામાતાનું કંઇ એંધાણ આપવા વિનંતી કરી. શ્રીરામે સીતાજીના સ્વરૃપનું વર્ણન કરવા માંડયું. તે અતિસુંદર છે. ગોરે વર્ણ છે. તેમની આંખો ….”
હનુમાનજીએ વચ્ચે બોલતા જણાવ્યું, ”પ્રભુ ! આ વર્ણન મારે કામ નહિ લાગે. મેં સૌન્દર્યની નજરથી કોઇ સ્ત્રી સામે જોયું નથી. અને જોતો પણ નથી. માટે તમે કંઇ એવું લક્ષણ બતાવો કે જે જોઇને હું નિઃશંક થઇને જાણી શકું કે આજ મારાં સીતા માતા છે.

ત્યારે શ્રીરામે હનુમાનને કહ્યું, ”સીતાજી જ્યાં વસતાં હશે તે કુટિર હોય કે કેદ હોય પણ તેની પ્રત્યેક દીવાલમાંથી ‘શ્રીરામ- શ્રીરામ’ એવો ધ્વનિ નીકળતો હશે. તું જરા ધ્યાન દઇને સાંભળજે. તને અચૂક સંભળાશે. સીતાજી મારી ઉપસ્થિતિના અભાવમાં નિરંતર મારા નામનું રટણ કરતાં રહે છે અને તેમના નામ રટણમાં એટલી તાકાત હોય છે કે તેનાથી આસપાસનું જડ-ચેતન બધું ‘શ્રી રામના’ નામથી ભાવિત થઇ જાય છે. હનુમાન ! જો સીતાજી વન- ઉપવનમાં હશે અને ત્યાં તેમને બંદી બનાવીને રાખ્યા હશે તો ત્યાંના પ્રત્યેક ઝાડ- પાન વગેરેમાંથી શ્રીરામ શ્રીરામ નો ધ્વનિ નિરંતર નીકળતો હશે. જ્યાં સમગ્ર પંચમહાભૂતમાં ‘શ્રીરામ’ ના નામનો ધ્વનિ ગૂંજતો સંભળાય તો તારે અવશ્ય માની લેવું કે સીતાજી ક્યાંક નજીકમાં જ વસતાં હશે. સીતાજીને ઓળખી કાઢવામાં એ રીતે તને કોઇ તકલીફ નહિ પડે.
અહી આપણને એવો વિચાર સ્હેજે આવ્યા વિના ન રહે કે આવા અલૌકિક પતિપરાયણ સીતાજીનો શ્રીરામે અયોધ્યાના રાજા બન્યા પછી ત્યાગ કર્યો તેમાં કેટલું ઔચિત્ય ગણાય ? ભગવાન શ્રીરામ તરફ આપણને ભક્તિભાવ હોય તે સ્વભાવિક છે પણ એક ધોબી, તેની પત્ની સાથેના કલહમાં શ્રીરામનો જે રીતે ઉલ્લેખ કર્યો તે વાત સાંભળીને શ્રીરામ, સીતાજીનો ત્યાગ કરવા તત્પર થઇ ગયા એ વાત આપણા ગળે ઝટ ન ઊતરે. એ વાત આપણને કઠે, વિચારશીલ વ્યક્તિને એવુ લાગે કે અહી ઔચિત્ય ન જળવાયું. જરા ઉતાવળ થઇ ગઇ. ભક્તિભાવને બાજુએ રાખીએ તો વ્યવહારિક દ્રષ્ટિએ શ્રીરામનો આ રીતનો સીતાત્યાગ ન્યાયી નથી લાગતો.

વળી લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ? છેવટે આપણી પાસે એક ઉત્તર રહે કે તે તો તેમની લીલા હતી અને એ રીતે સમાધાન લઇએ તેમાં ખોટુંય નથી. આપણે તો તેમનાં જીવન અને હવનમાંથી સાર તત્વને ગ્રહણ કરીને આપણું જીવન સફળ કરી લઇએ એ જ ઇષ્ટ છે.

આ સંદર્ભમાં રામાયણનો સીતા ત્યાગનો પ્રસંગ આપણા ધ્યાન ઉપર આવ્યા વિના રહેતો નથી. શ્રીરામચંદ્રજી લોકાપવાદને કારણે સીતાજીનો તેમને કંઇ કહ્યા વિના ત્યાગ કરે છે અને તેમને વનમાં છોડી દેવા માટે લક્ષ્મણને આજ્ઞાા કરે છે. લક્ષ્મણ કમને રાજારામની આજ્ઞાાને માથે ચઢાવીને સીતાજીને વનમાં લઇ જાય છે અને ત્યાં તેમને વંદન કરીને કહે છે, ‘માતાજી ! પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે અને તમને અહી છોડી જવાની મને આજ્ઞાા કરી છે. તે સમયે સીતાજી ક્ષણવાર સ્તબ્ધ થઇ જાય છે. પળમાં સ્વસ્થ થઇ જતાં તેઓ લક્ષ્મણજીને કહે છે, પ્રભુએ જે કર્યું તે ઠીક જ હશે. પણ મારા ઉદરમાં તેમનું તેજ છે તેથી મારાથી જીવન નહિ ટૂંકાવી શકાય. પણ મને હવે એ વાતની ચિંતા થાય છે કે મારા સિવાય શ્રીરામની સેવા કોણ કરશે ? મારી સેવા વિના તેમને રાત્રે ઊંઘ નહિ આવે. મારો આ અધિકાર લક્ષ્મણજી હું તમને આપું છું. તમે શ્રીરામની નિત સેવા કરજો. આ વાત સાંભળતા લક્ષ્મણ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે.

આખીય વાતની સમાલોચના કરતાં આપણે એમ પણ વિચારી શકીએ કે કદાચ આ આખીય વાતની પાછળ આત્મા અને પરમાત્માના વિરહનો ભાવ રહેતો હશે જેને મહર્ષિ વાલ્મિકીએ માનવીય ભાવમાં ઊતાર્યો હશે અને તેને અનુરૃપ ઘટના ક્રમનું આયોજન કર્યું હોય. જો કે આ રહી તાત્ત્વિક વાત પણ જીવન આદર્શ અને વ્યવહાર બંનેને આધારે નભે છે. જીવનમાં નિશ્ચય અને વ્યવહાર બંનેને સાચવીને જીવીએ તો વધારે સફળ થઇએ અને સ્વસ્થ પણ બની રહીએ. આ પ્રસંગને ભલે આપણી રીતે મૂલવીએ પણ તેમાંથી જે કંઇ ઉત્તમ લાગે તેને ગ્રહણ કરી લઇએ તે જ ઇષ્ટ છે. બાકી આપણે જીવવાનું છે સંસાર વચ્ચે એટલે પરમાર્થ ઉપર ભલે નજર રાખીએ પણ એ ન ભૂલી જઇએ કે આપણા પગ ધરતી ઉપર વ્યવહારમાં છે. જીવનમાં જ સમન્વય સાધી જાણે છે તે જીવી જાણે છે.

શ્રીમદ ભાગવત

1

|| શ્રીમદ ભાગવત ||

શ્રીમદ ભાગવત પુરાણોમાં તિલક સમાન છે. વૈષ્‍ણવોનું પરમ ધન છે. જ્ઞાનીઓનું ચિંતન છે, સંતોનું મનન છે, ભારતનો ધબકાર છે. શ્રીમદ ભાગવત ભાગ્‍ય હોય તો વાંચવા કે સાંભળવા મળે છે. ભાગવત સાંભળવાથી મતભેદ તો ઠીક મન ભેદ પણ દૂર થાય છે. શ્રીમદ ભાગવત વિતેલા કાળની સ્‍મૃતિ છે. આજનું વિશ્લેષણ તથા આવતી કાલની યોજનાનો ગ્રંથ છે. શ્રીમદ ભાગવત બાહ્ય, સ્‍થૂળ વસ્‍તુને છોડી આંતરિક સમૃદ્ધિ સાથે પરિચય કરાવી દે છે.

આપણા શરીરને ભોજનથી સંતુષ્‍ટિ મળે છે. એમ મનને પ્રભુના નામથી સંતુષ્‍ટિ મળે છે. શ્રીમદ ભાગવત એ પરમાત્‍માનું જ સ્‍વરૂપ છે. શ્રીમદ ભાગવત એ ગ્રંથોનો સાર છે અને માનવ જીવનનો વ્‍યવહાર છે. ભાગવત એટલે ભાગ મત. વિકટ પરિસ્થિતિથી ભાગશો નહિં. છેલ્‍લી ઘડી સુધી લડી લેવાની શિખ ભાગવત આપે છે. ભાગવતના ચાર અક્ષર છે. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્‍ય અને ત એટલે ત્‍યાગ. મહાભારત માણસને રહેતા શિખવે છે. ગીતાજી માણસને કર્મ શિખવે છે. રામાયણ માણસને જીવતા શિખવે છે અને ભાગવત માણસને મરતા શિખવે છે. શ્રીમદ ભાગવત દાંપત્‍ય જીવનના સાત સુત્રો દ્વારા સંપૂર્ણ સુખમય દાંપત્‍ય જીવનનો માર્ગ બતાવે છે.

મહાભારતની રચના વેદ વ્‍યાસજીએ કરી પરંતુ તેમના મનને શાંતિ ન મળી. કારણ મહાભારતના કેન્‍દ્રમાં કૌરવ અને પાંડવો છે અને જેનાં કેન્‍દ્રમાં માણસ હોય ત્‍યાં કલહ, વેર, ઇર્ષા, ષડયંત્ર, રાજકારણ બધું હોય અને આ બધું હોય ત્‍યાં શાંતિ ન હોય. એટલે નારદજીની સલાહથી વેદ વ્‍યાસજીએ ભગવાનને કેન્‍દ્રમાં રાખી શ્રીમદ ભાગવતની રચના કરી. તો શાસ્‍વત શાંતિનો અનુભવ થયો. કોઇ પણ કાર્ય કરતી વખતે ભગવાનને કેન્‍દ્ર સ્‍થાનમાં રાખવાથી કાર્ય સરળ અને સફળ બને છે. શ્રીમદ ભાગવત અનેક રહસ્‍યોને ખોલે છે અને માનવ જીવનને સરળ બનાવે છે. માટે માણસે શ્રદ્ધાપૂર્વક શ્રીમદ ભાગવતને વાંચવું જોઇએ તથા તેનું મનન કરવું જોઇએ.

ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માના જન્મનું રહસ્ય

1r

|| ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માના જન્મનું રહસ્ય ||

ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર ત્રણ દેવનું આગવું સ્થાન છે. જે ત્રિદેવ તરીકે પૂજાય છે. આ ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણ દેવની પૂજા સર્વોત્તમ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રિદેવનો જન્મ કેવીરીતે થયો હશે? આ ત્રિદેવ આદિ અનાદિ હતા તો તેનો જન્મ થયો કઈ રીતે? આ ત્રણ દેવ મુખ્ય છે જેમાં પુરાણ કથા અનુસાર વિષ્ણુજીને મનાવવા માટે પણ ઘણા જપ કે મંત્રોનં રટણ કરવું પડે છે. તો વળી, બ્રહ્માજીને પણ મનાવવા માટે ઘણું તપ કરવું પડે છે પણ શિવજીને મનાવવા માટે તેની સરળ પુજા શ્રદ્ધા ભાવે જો કરવામાં આવે તો તરત તે પ્રસન્ન થનાર છે અને તે મહાકાળ હોવાથી આપણા બધામાં તે અંશ રૂપે પરમાત્માથી જોડાયેલ છે તેથી તે સરળતાથી પ્રસન્ન થાય છે. આ ત્રિદેવના જન્મની વાતનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં જણાવવામાં આવે છે.

શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્વ હતું આ તત્વને અંતિમ તત્વ કહેવામાં આવે છે; જેનો કોઈ આકાર નથી તે નિરાકાર તત્વ હતું અને પરમતત્વ તરીકે ઓળખ આપણા શાસ્ત્રોએ આપી તે આ તત્વ હતું. તેને ઈચ્છા થઈ કે તે પોતાના સ્વરૂપનું સર્જન કરે છે. તે શિવ તત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે. (અને આ શિવતત્વએ જ ડાબા અંગને ઘસ્યું તો તેમાંથી પરાંબાનું સર્જન થયું જે આ જગતની પ્રકૃતિ રૂપ છે.)

બીજો પુરુષ જે શિવ તત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નિલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘’તમે વિસ્તૃત થાવો છો માટે તામારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્ કરી દીધું. અને ઘણું કામ કરી થાક્યા પછી તેણે પોતે સર્જેલા જ પાણીમાં ઘણા વર્ષો સુધી સુતા રહ્યા. ત્યારે પછી શિવજીની ઈચ્છાથી તે યોગ નિદ્રામાંથી જાગૃત થયા.

મહાપુરુષ તરીકે ઓળખાતા વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઉંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સોવર્ષ સુધી તપ કર્યું. અને તપ આંખો ખોલી તો વિષ્ણુ ભગવાને દર્શન દીધા અને તેની સાથે વિવાદ થયો. બન્નેનો વાદ-વિવાદ જોઈ અને શિવજી પ્રગટ થયા બન્નેના જન્મની કથા કરી બન્નેને શાંત કર્યા.

બ્રહ્મા-વિષ્ણુનો વિવાદ ચાલતો હતો ત્યારે અચાનક જ એક પ્રકાશમાન પટ્ટો બન્ને વચ્ચે આવી ગયો, બન્ને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર-નીચે વારંવાર નિહાળવા લાગ્યા પણ તેનું મૂળ બન્નેને ન જડ્યું ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારામાંથી એક પુરુષ પેદા થશે તે રુદ્ર કહેવાશે આ રુદ્ર અને હું કંઈ અલગ નથી પરંતુ એક જ જાણવા, આમ તે શિવે વિષ્ણુને કહ્યું તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે. આમ, ત્રિદેવનો જન્મ અને તેના કાર્યનું પ્રતિપાદ શિવપુરરાણની રુદ્ર સંહિતાના અધ્યાય 6 થી 9માં જોવા ઉલ્લેખિત થયેલું જોવા મળે છે.

|| સૃષ્ટિ ઉત્પત્તિ વિશે વિજ્ઞાન ||

વિષ્ણુ એટલે સમગ્ર અવકાશ કે જેની નાભિ એટલે બ્લેકહોલ અને કમળ એટલે આપણી આકાશગંગા અને બ્રહ્મા એટલે આપણું સૂર્યમંડળ, રૂદ્ર એટલે વિનાશના કારક એવું હાઈડ્રોજન તત્વ જે હિલિયમમાં રૂપાંતર થઈ અને નાશનો કારક બનશે. આ ઉપરાંત પરાઅંબા એ આ સમગ્ર સૃષ્ટિનું શક્તિ તત્વ છે જેને આપણે વિજ્ઞાનના દ્રષ્ટિ કોણથી ઉર્જા કહી શકીએ છીએ, જે સ્ટિફન હોકિંગ્સના મતે અને દેવિભાગવતના મતે ‘સ્પેશ’માં રહેલ છે. તમને પ્રશ્ન થશે કે તો પછી, શિવતત્વનો આ ત્રિદેવમાં સમાવેશ નથી થતો તો તેનો જવાબ છે કે રુદ્ર અને શિવ સુક્ષ્મતમ રીતે વિજ્ઞાનની નજરે અલગ પડે છે એટલા માટે કે રુદ્ર તેમાંથી અલગ પડે છે અને શિવતત્વ એટલે જ્યારે કયારેય ક્યાંય કશું ન હતું ત્યારે જે તત્વ હતું તે પરમ નિરાકાર તત્વ અવકાશીય સમય સાથે મળતું તત્વ અને સમગ્રસૃષ્ટિનો સમય જેમાંથી છુટો પડ્યો છે તે મહાસમય જેને આપણે મહાકાળ કહીએ છીએ. આ અવકાશીય તત્વની રચનાને સમજવા માટે શિષ્યોને ખૂબ મુશ્કેલ પડ્યું ત્યારે આપણા ઋષીએ તે તત્વોના પાત્રો સર્જી અને કથા કરી અને તે કંઠોપકંઠ સાચવી.

શ્રી કૃષ્ણ અને રાધાનાં જન્મનું ગૂઢ રહસ્ય

2

|| શ્રી કૃષ્ણ અને રાધાનાં જન્મનું ગૂઢ રહસ્ય ||

ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં જણાવ્યું છે કે જ્યારે જ્યારે આ સંસારમાં ધર્મની હાનિ થશે અને અધર્મની બોલબાલા થવા લાગશે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના માટે તેઓ એટલે કે ભગવાન વિષ્ણુ અવતાર લેશે. આ કારણથી મહાભારતકાળમાં ભગવાન વિષ્ણુએ આઠમાં અવતાર તરીકે શ્રી કૃષ્ણના રૂપમાં ધારણ કર્યો હતો.

માન્યતા છે કે ભગવાન વિષ્ણુ જ્યારે અવતાર લે છે માતા લક્ષ્મી પણ અવતાર ધારણ કરીને વિષ્ણુ ભગવાનનો સાથ આપે છે. રામના અવતાર સમયે ભગવાનની સેવા માટે લક્ષ્મીએ સીતાનું રૂપ ધારણ કર્યું અને કૃષ્ણાવતાર સમયે રાધાનાં રૂપમાં લક્ષ્મીનો અવતાર ધારણ કર્યો હતો.

બંને અવતારમાં અદભુત વિશેષતા છે કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો અનુપમ પ્રેમ પ્રમાણ. ભગવાન રામનો જન્મ ચૈત્ર શુક્લ નવમી તિથિનો થયો હતો. આના ઠીક એક મહિના પછી એટલે કે વૈશાખ શુક્લ નવમી તિથિના રોજ સીતા પ્રકટ થયા. બંનેના જન્મમાં તિથિ પ્રમાણે એક મહિનાનું અંતર હતું. જ્યારે શ્રી કૃષ્ણ અને રાધાના જન્મ સમયે તિથિ પ્રમાણે માત્ર 15 દિવસોનો અંતર છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ કૃષ્ણ પક્ષ આઠમ તિથિનો થયો હતો તો રાધાએ શ્રાવણ માસમાં શુક્લ પક્ષની આઠમ તિથિના રોજ જન્મ ધારણ કર્યો હતો.

આ બંને અવતારમાં ભગવાનને વિયોગ સહન કરવો પડ્યો હતો. આના લીધે તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે કે, નારદને એવો અભિમાન થઈ ગયો હતો કે તેઓ કામથી મુક્ત (કામ-વાસના) થઈ ગયા છે. વિષ્ણુ ભગવાને નારદનો આ અભિમાન ભંગ કરવા માટે એક માયાવી નગરીનું નિર્માણ કર્યું.

આ નગરીની રાજકુમારીને જોઈને નારદ મુનિને પણ મનમાં લગ્ન કરવાની પ્રબળ ઈચ્છા જાગી. તેઓ વિષ્ણુ ભગવાન પાસે સુંદર રૂપની માંગણી કરવા પહોંચી ગયા. વિષ્ણુ ભગવાને નારદને જણાવ્યું કે તેઓને હરિ રૂપ આપે છે.

આ રૂપ લઈને જ્યારે નારદ રાજકુમારીનાં સ્વંયવરમાં પહોંચ્યા તો તે કન્યાએ નારદને છોડીને ભગવાન વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી. નારદ ત્યાંથી ઉદાસ થઈને પરત ફરી રહ્યા હતા રસ્તામાં એક જળાશયમાં પોતાનો ચહેરો જ્યો અને ખુદ નારદ હેરાન રહી ગયા કારણ કે તેમને ચહેરો વાંદરા જેવો લાગી રહ્યો હતો.

હરિનો એક અર્થ થાય છે વિષ્ણુ અને બીજો અર્થ છે વાંદરો. ભગવાન વિષ્ણુએ નારદને વાનરનું રૂપ આપ્યું હતું. નારદે ભગવાન વિષ્ણુની ચાલને સમજી ગયા અને ખૂબ ક્રોધે ભરાયા હતા.

વિષ્ણુ ભગવાનની પાસે પહોંચીને નારદે તેમને એવો શ્રાપ આપ્યો કે તેમને પત્ની વિયોગ સહન કરવો પડશે. આ કારણે સીતા અને રામનો વિયોગ સહન કરવો પડ્યો હતો. આ શ્રાપને લીધે કૃષ્ણ અને રાધા પણ મળી ન શક્યા.

યજ્ઞનું મહત્વ

2     1jpg

|| હિંદુ ધર્મમાં યજ્ઞનું મહત્વ ||

આપણી પ્રાચીન સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ ‘યજ્ઞ’ હશે. ભગવાનને અપાતી પવિત્ર આહુતિઓ એટલે યજ્ઞ. યજ્ઞ એ મૂળ સંસ્કૃતની યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. જેનો અર્થ દાન, દેવપૂજન તથા આહુતિ થાય છે. યજ્ઞ માત્ર પોતાના એક માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે તમે કરી શકો છો. યજ્ઞની પૂજા એવી છે જેને કરવાથી સંસારનું કલ્યાણ થાય છે. ધાર્મિક ગ્રંથો વાંચવા પર ખ્યાલ આવે છે કે યજ્ઞનું પ્રચલન વૈદિક યુગથી જ ચાલ્યું આવે છે. વૈદિક યુગમાં જ્યારે પણ કોઈ મુસીબતના સમાચાર મળે એટલે ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં યજ્ઞ કરતા જેથી આવનાર આપત્તિ ટળી જતી.

લોકો આજે ધર્મનું મહત્ત્વ અને તેની પાછળનું વિજ્ઞાન નથી સમજી શકતા, પરંતુ ખરેખર યજ્ઞનું પણ પોતાનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. જેમ અનાજના દાણાને માટીમાં ઉગાડવાથી બહુ બધો પાક આપણને મળે છે તેમ જ યજ્ઞમાં આહુતિમાં અપાતી વસ્તુ પણ અગ્નિમાં ભળીને સો ગણી વધુ શક્તિશાળી બની જાય છે, જેથી ઔષધ રૂપે તે મનુષ્ય સહિતનાં પ્રાણીઓનાં શરીરમાં સ્નાયુઓ, શ્વસનક્રિયા, પાચનક્રિયા, પ્રજનનક્રિયા, મૂત્રક્રિયા, હાડકાં અને લોહીના પરિભ્રમણ દરેક ઉપર ખૂબ જ સકારાત્મક અસર ઊભી કરે છે.

યજ્ઞકુંડમાંથી નીકળતો ધુમાડો વ્યક્તિના શ્વાસોચ્છ્વાસમાં જઈ શરીરને શુદ્ધ કરે છે. આમ, યજ્ઞ ખાલી ધાર્મિક દૃષ્ટિએ જ કરાય છે એવું નથી, તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ વિશેષ છે. આજના ભાગદોડભર્યા અને ખૂબ જ વ્યસ્ત જીવનમાં મનુષ્ય માનસિક રીતે ખૂબ જ અશાંત હોય છે. ત્યારે યજ્ઞ એક એવું માધ્યમ છે જે કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. વળી, પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વિતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધનપ્રાપ્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રમાં યજ્ઞનું ખૂબ મહત્ત્વ જણાવાયું છે. પૌરાણિક દૃષ્ટિએ જોઈએ તો આપણો ઇતિહાસ યજ્ઞના અનેક ચમત્કારોથી ભરેલો છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણને જે સંસ્કાર પ્રાપ્ત થાય છે તે બધી જ યજ્ઞની દેણ છે અને વૈજ્ઞાનિકો પણ એ વાત માનવા માંડયા છે કે યજ્ઞના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધતા અને હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે યજ્ઞથી વરસાદ સમયસર થાય છે. આદિકાળમાં ઋષિમુનિઓ વરસાદ લાવવા, દાનવોનો પ્રકોપ દૂર કરવા યજ્ઞો કરતા હતા.

યજુર્વેદમાં એવું પણ કહેવાયું છે કે, ‘જે યજ્ઞનો ત્યાગ કરે છે, ઈશ્વર એનો પણ ત્યાગ કરે છે.’ યજ્ઞને પુરાણોમાં સ્વર્ગની સીડી ગણવામાં આવી છે. વળી, યજ્ઞ દ્વારા આત્માનો સાક્ષાત્કાર અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં ગાયત્રીને માતા જ્યારે યજ્ઞને પિતા ગણવામાં આવ્યાં છે. યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે.

મનુષ્યનો જન્મ તેનાં માતા-પિતા દ્વારા થાય છે, પરંતુ શાસ્ત્રોમાં લખેલું છે કે ખરા અર્થમાં આધ્યાત્મિક દૃષ્ટિએ મનુષ્યનો જન્મ યજ્ઞકાર્ય કરવાથી થાય છે. સંસારમાં શારીરિક દૃષ્ટિએ જન્મ લેવો એ તો ધરતી ઉપર આવવાનો એક રસ્તો છે. ખરા અર્થમાં મનુષ્ય અંતર અને મનથી શુદ્ધ હોય ત્યારે એનું જીવન સાર્થક બને છે તથા આનું એક માધ્યમ યજ્ઞ જ છે. અગ્નિ એ યજ્ઞનું એક અભિન્ન અંગ છે અને અગ્નિ શક્તિ, ઊર્જા અને હંમેશાં આગળ વધવાનું પ્રતીક છે. અગ્નિ ઈશ્વર સમાન છે માટે યજ્ઞકાર્યમાં અગ્નિ પૂજનીય છે.

યજ્ઞના મુખ્ય પાંચ પ્રકાર છે. લોક, ક્રિયા, સ્નાતન ગૃહ, પંચભૂત અને મનુષ્ય. જ્યારે યજ્ઞનાં અંગોમાં સ્નાન, દાન, હોમ, જાપ એમ ચાર છે. વળી, અશ્વમેધ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ એ પૃથ્વી પરના બે મોટા યજ્ઞો માનવામાં આવે છે. જ્યારે ગૃહસ્થ ધર્મનાં યજ્ઞોમાં પાંચ યજ્ઞો આવેલા છે, જેમ કે બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. આમ, પાંચ યજ્ઞો હિન્દુ ધર્મ અનુસાર ગૃહસ્થ જીવનને અનુસરતાં અનુસરતાં દરેક લોકોએ કરવા જોઈએ.

|| યજ્ઞનો ઉદ્દેશ્ય ||

યજ્ઞનો એક પ્રમુખ ઉદ્દેશ્ય ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા લોકોને સત્પ્રયોજન માતે સંગઠિત કરવાનો છે. આ યુગમા સંઘ શક્તિ સૌથી પ્રમુખ છે.પરાસ્ત દેવોને પુનઃ વિજયી બનાવવા માતે પ્રજાપતિએ પોતાની પૃથક્-પૃથક્ શક્તિયોંનુ એકીકરણ કરીને સંઘ-શક્તિ ના રૂપ મેં દુર્ગા શક્તિ નુ પ્રાદુર્ભાવ કર્યુ.આ મધ્યમ્થી એમના દિવસ ફ્રરી ગયા અને સંક્ટ દૂર્ થયા. માનવ જાતિની સમસ્યા નો હલ સામૂહિક શક્તિ અને સંઘબદ્ધતા પર નિર્ભર છે, એકાકી-વ્યક્તિવાદી-અસંગઠિત લોકો દુર્બલ અને સ્વાર્થી માનવામા આવે છે.ગાયત્રી યજ્ઞોં નો વાસ્તવિક લાભ સાર્વજનિક રૂપથી, જન સહયોગથી સમ્પન્ન કરવાથીજ ઉપલબ્ધ થાય છે.

|| યજ્ઞનું તાત્પર્ય ||

ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસાર ના કલ્યાણ ના માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક સાઁસ લેવાનો અવસર મળે છે. હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણિમાત્રનને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણ માં સહાયક થાય છે. યજ્ઞ કાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનીત શબ્દ ધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે. આ પ્રકાર થોડા જ ખર્ચ અને પ્રયત્નથી યજ્ઞકર્તાઓ દ્વારા સંસારની મોટી સેવા શક્ય બને છે.

વૈયક્તિક ઉન્નતિ અને સામાજિક પ્રગતિનો બધો આધાર સહકારિતા, ત્યાગ, પરોપકાર આદિ પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. જો માતા પોતાના રક્ત-માંસમાંથી એક ભાગ નવા શિશુના નિર્માણ કરવા માટે ન ત્યાગે, પ્રસવની વેદના ન સહે, અપના શરીર નિચોવી તેને દૂધ ન પીવડાવે, પાલન-પોષણમાં કષ્ટ ન ઊપાડે અને આ બધું નિતાન્ત નિઃસ્વાર્થ ભાવથી ન કરે, તો પછી મનુષ્યનું જીવન-ધારણ કરી શકવું પણ સંભવ ન થાત. આમાટે કહેવામાં આવે છે કે મનુષ્ય નો જન્મ યજ્ઞ ભાવના દ્વારા અથવા તેને કારણે જ સંભવ થાય છે. ગીતાકારે આ જ તથ્યને આ પ્રકારે કહ્યો છે કે પ્રજાપતિએ યજ્ઞને મનુષ્ય સાથે જોડીયા ભાઈની જેમ પૈદા કરવામાં અને આ વ્યવસ્થા ની, એક બીજાંનું અભિવર્ધન કરતા બનેં ફૂલેં-ફળે.

જો યજ્ઞ ભાવનાની સાથે મનુષ્યને પોતાને કો જોડ્યો ન હોત, તો પોતાની શારીરિક અસમર્થતા અને દુર્બળતાના કારણે અન્ય પશુઓની પ્રતિયોગિતામાં તે ક્યારનોય પોતનું અસ્તિત્વ ખોઇ બેઠો હોત. તે અત્યાર સુધી જેટલો પણ આગળ વધ્યો છે, તેમાં તેની યજ્ઞ ભાવના જ એક માત્ર માધ્યમ છે. આગળ પણ જો પ્રગતિ કરવી હોય, તો તેનો આધાર આજ ભાવના હશે. પ્રકૃતિનો સ્વભાવ યજ્ઞ પરંપરાને અનુરૂપ છે. સમુદ્ર વાદળોને ઉદારતાપૂર્વક જળ આપે છે, વાદળ એક સ્થાનથી બીજા સ્થાન સુધી તેને ઢસડીને લઈ જાઈને વરસાવવાનો શ્રમ વહન કરે છે. નદી, નાળા પ્રવાહિત થઈ ભૂમિને સીંચે અને પ્રાણિઓની તરસ બુઝાવે છે. વૃક્ષ અને વનસ્પતિઓ પોતાના અસ્તિત્વનો લાભ અન્યોને જ દે છે. પુષ્પ અને ફળ અન્યને માટે જ જીવે છે. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, વાયુ આદિની ક્રિયાશીલતા તેમના પોતાના લાભ માટે નહીં, પણ બીજાના માટે જ છે. શરીરના પ્રત્યેક અવયવ પોતાના નિજના માટે નહીં, પણ સમસ્ત શરીર ના લાભ માટે જ અનવરત ગતિથી કાર્યરત રહે છે. આ પ્રકારે જ્યાં પણ દૃષ્ટિપાત કરવામાં આવે આવે, આ જ પ્રકટ થાય છે કે આ સંસારમાં જો કાંઈ સ્થિર વ્યવસ્થા છે, તે યજ્ઞ વૃત્તિ પર જ અવલમ્બિત છે. જો આને હટાવી દેવામાં આવે , તો આખી સુન્દરતા, કુરૂપતામાં અને આખી પ્રગતિ, વિનાશમાં પરિણિત થઈ જશે. ઋષિઓએ કહ્યું છે- યજ્ઞ જ આ સંસાર ચક્રની ધરી છે. ધરી તૂટી જવાથી પર ગાડ઼ીનું આગળ વધી શકવું કઠિન છે.

|| યજ્ઞીય વિજ્ઞાન ||

મન્ત્રોમાં અનેક શક્તિ ના સ્રોત દબાયેલ છે. જે પ્રકારે અમુક સ્વર-વિન્યાસ યુક્ત શબ્દોની રચના કરવાથી અનેક રાગ-રાગનિઓ બની જતી હોય છે અને તેમનો પ્રભાવ સાંભળવાવાળા પર વિભિન્ન પ્રકારે થાય છે, તેજ પ્રકારે મંત્રોચ્ચારણથી પણ એક વિશિષ્ટ પ્રકારની ધ્વનિ તરંગ નિકળે છે અને તેમનો ભારી પ્રભાવ વિશ્વવ્યાપી પ્રકૃતિ પર, સૂક્ષ્મ જગત પર તથા પ્રાણિઓના સ્થૂલ તથા સૂક્ષ્મ શરીરો પર પડે છે. યજ્ઞ દ્વારા શક્તિશાલી તત્ત્વ વાયુમંડળમાં ફેલાવાય છે, તેનાથી હવામાં ઘૂમતા અસંખ્ય રોગ કીટાણુ સહજ જ નષ્ટ થાય છે. ડી.ડી.ટી., ફિનાઈલ આદિ છાંટીને, બીમારિઓથી બચાવ કરવાવાળી દવાઓ અથવા સોય(ઈંજેક્શન) લેવાથી પણ કઈંક અધિક કારગર ઉપાય યજ્ઞ કરવાનો છે. સાધારણ રોગો અને મહામારિઓથી બચવાનો યજ્ઞ એક સામૂહિક ઉપાય છે. દવાઓમાં સીમિત સ્થાન અને સીમિત વ્યક્તિઓ ને જ બીમારિઓથી બચાવવાની શક્તિ છે; પણ યજ્ઞનો વાયુ તો સર્વત્ર જ પહોંચે છે અને પ્રયત્નન ન કરવાવાળા પ્રાણીઓની પણ સુરક્ષા કરાય છે. મનુષ્યની જ નહીં, પશુ-પક્ષીઓ, કીટાણુઓ અને વૃક્ષ-વનસ્પતિઓ ના આરોગ્યની પણ યજ્ઞથી રક્ષા થાય છે.

યજ્ઞની ઊષ્મા મનુષ્યના અંતઃકરણ પર દેવત્વની છાપ પાડતી છે. જ્યાં યજ્ઞ થાય છે, તે ભૂમિ અને પ્રદેશ સુસંસ્કારોની છાપ પોતાની અન્દર ધારણ કરી લે છે અને ત્યાં જવાવાળા પર દીર્ઘકાળ સુધી પ્રભાવ પાડતી રહે છે. પ્રાચીનકાળમાં તીર્થ ત્યાંજ બન્યા છે, જ્યાં મોટા-મોટા યજ્ઞ થયા હતાં. જે ઘરોંમાં, જે સ્થાનોંમાં યજ્ઞ થાય છે, તે પણ એક પ્રકારે તીર્થ બની જાય છે અને ત્યાં જેમનું આગમન રહે છે, તેમની મનોભૂમિ ઉચ્ચ, સુવિકસિત અને સુસંસ્કૃત બને છે. મહિલાઓ, નાના બાળક અને ગર્ભસ્થ બાળક વિશેષ રૂપથી યજ્ઞ શક્તિથી અનુપ્રાણિત થાય છે. તેમને સુસંસ્કારી બનાવવા માટે યજ્ઞીય વાતાવરણની સમીપતા ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે.

કુબુદ્ધિ, કુવિચાર, દુર્ગુણ અને દુષ્કર્મોંથી વિકૃત મનોભૂમિમાં યજ્ઞથી ભારી સુધાર થાય છે. આ માટે યજ્ઞ ને પાપનાશક કહ્યું છે. યજ્ઞીય પ્રભાવથી સુસંસ્કૃત થયેલી વિવેકપૂર્ણ મનોભૂમિ પ્રતિફલ જીવનના પ્રત્યેક ક્ષણને સ્વર્ગીય આનન્દથી ભરી દે છે, આ માટે યજ્ઞને સ્વર્ગ દેવાવાળો કહ્યો છે. યજ્ઞીય ધર્મ પ્રક્રિયાઓમાં ભાગ લેવાથી આત્મા પર ચઢેલા મલ-વિક્ષેપ દૂર થાય છે. ફલસ્વરૂપ તેજીથી તેમાં ઈશ્વરીય પ્રકાશ જાગે છે. યજ્ઞથી આત્મામાં બ્રાહ્મણ તત્ત્વ, ઋષિ તત્ત્વની વૃદ્ધિ દિનાનુ-દિન થાય છે અને આત્માને પરમાત્માથી મળાવવાનો પરમ લક્ષ્ય ખૂબ સરલ થઈજાય છે. આત્મા અને પરમાત્મા ને જોડી દેવાનો, બાંધી દેવાનું કાર્ય યજ્ઞાગ્નિ દ્વારા આમ જ થાય છે, જેમ લોખંડના તૂટેલા ટુકડાને રેણ (વેલ્ડીંગ)ની અગ્નિ જોડી દે છે. બ્રાહ્મણત્વ યજ્ઞના દ્વારા પ્રાપ્ત થાય છે. આ માટે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા માટે એક તૃતિયાંશ જીવન યજ્ઞ કર્મ માટે અર્પિત કરવું પડે છે. લોકોના અંતઃકરણમાં અન્ત્યજ વૃત્તિ ઘટે-બ્રાહ્મણ વૃત્તિ વધે, આને માટે વાતાવરણમાં યજ્ઞીય પ્રભાવની શક્તિ ભરવી આવશ્યક છે.

વિધિવત કરેલા યજ્ઞ એટલાં પ્રભાવશાળી હતાં, જેના દ્વારા માનસિક દોષોં-ર્દુગુણોનું નિષ્કાસન અને સદ્દ્ગુણોનું અભિવર્ધન નિતાન્ત સંભવ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, કાયરતા, કામુકતા, આલસ્ય, આવેશ, સંશય આદિ માનસિક ઉદ્વેગોની ચિકિત્સા માટે યજ્ઞ એક વિશ્વસ્ત પદ્ધતિ છે. શરીરના અસાધ્ય રોગો સુધ્ધાંનું નિવારણ તેનાથી થઈ શકે છે. અગ્નિહોત્રના ભૌતિક લાભપણ છે. વાયુને આપણે મળ, મૂત્ર, શ્વાસ તથા મિલ-કારખાના ધુમાડા આદિથી ગન્દા કરીએ છીએ. ગંદા વાયુ રોગોનું કારણ બને છે. વાયુને જેટલો ગંદો કરીએ, તેટલો જ તેને શુદ્ધપણ કરવો જોઈએ. યજ્ઞોંથી વાયુ શુદ્ધ થાય છે. આ પ્રકારે સાર્વજનિક સ્વાસ્થ્યની સુરક્ષાનું એક મોટું પ્રયોજન સિદ્ધ થાય છે.

યજ્ઞનો ધૂમ્ર આકાશમાં-બાદલોળોમાં જઈ ખાદ બની મળી જાય છે. વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે, તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેના સેવનથી મનુષ્ય તથા પશુ-પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે. યજ્ઞાગ્નિ ના માધ્યમથી શક્તિશાલી બનેલો મન્ત્રોચ્ચાર ધ્વનિના કમ્પન, સુદૂર ક્ષેત્રમાં વિખરાઈ લોકોનો માનસિક પરિષ્કાર કરે છે, ફળસ્વરૂપ શરીરની જેમ માનસિક સ્વાસ્થ્યપણ વધે છે.

અનેક પ્રયોજનો માટે-અનેક કામનાઓની પૂર્તિ માટે, અનેક વિધાનો સાથે, અનેક વિશિષ્ટ યજ્ઞ પણ કરી શકાય છે. દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરી ચાર ઉત્કૃષ્ટ સન્તાન પ્રાપ્ત કરી હતી, અગ્નિપુરાણમાં તથા ઉપનિષદોમાં વર્ણિત પંચાગ્નિ વિદ્યામાં આ રહસ્ય ખૂબ વિસ્તારપૂર્વક બતાવાયું છે. વિશ્વામિત્ર આદિ ઋષિ પ્રાચીનકાળમાં અસુરતા નિવારણ માટે મોટા-મોટા યજ્ઞ કરતાં હતાં. રામ-લક્ષ્મણને આવા જ એક યજ્ઞની રક્ષા માટે સ્વયં જવું પડ્યું હતું . લંકા યુદ્ધ બાદ રામે દસ અશ્વમેધ યજ્ઞ કર્યાં હતાં. મહાભારત પશ્ચાત્ કૃષ્ણે પણ પાંડવોથી એક મહાયજ્ઞ કરાવ્યો હતો, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધજન્ય વિક્ષોભથી ક્ષુબ્ધ વાતાવરણની અસુરતાનો સમાધાન કરવાનો જ હતો. જ્યારે પણ આકાશના વાતાવરણમાં અસુરતાની માત્રા વધી જાય, તો તેનો ઉપચાર યજ્ઞ પ્રયોજનોથી વધુ બીજો કાંઈ હોઈ ન શકતો. આ પાછલા બે વિશ્વયુદ્ધો ના કારણે જનસાધારણમાં સ્વાર્થપરતાની માત્રા અધિક વધી જવાથી વાતાવરણમાં એવો જ વિક્ષોભ ફરી ઉત્પન્ન થઈ ગયો છે. તેના સમાધાન માટે યજ્ઞીય પ્રક્રિયાને પુનર્જીવિત કરવી આજની સ્થિતિમાં હજી પણ અધિક આવશ્યક થઈ ગઈ છે.

|| યજ્ઞીય પ્રેરણાઓ ||

યજ્ઞ આયોજનો પછળ જ્યાં સંસારની લૌકિક સુખ-સમૃદ્ધિને વધારવાની વિજ્ઞાન સમ્મત પરંપરા સન્નિહિત છે-જ્યાં દેવ શક્તિઓના આવાહન-પૂજનનો મંગલમય સમાવેશ છે, ત્યાં લોકશિક્ષણની પણ પ્રચુર સામગ્રી ભરી પડ઼ી છે. જે પ્રકારે ‘મણકા ઘોડી'(અબૅકસ)માં લાગેલી રંગીન લકડાના ગોળીઓ બતાવી નાના વિદ્યાર્થિઓને ગણતરી શીખવાડવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞનું દૃશ્ય દેખાડી લોકોને એ પણ સમઝાઈ જાય છે કે અમારા જીવનની પ્રધાન નીતિ ‘યજ્ઞ’ ભાવથી પરિપૂર્ણ હોવી જોઈએ. આપણે યજ્ઞ આયોજનોમાં લાગીએ-પરમાર્થ પરાયણ બનીએ અને જીવનને યજ્ઞ પરંપરામાં ઢાળીએ. અમારું જીવન યજ્ઞના સમાન પવિત્ર, પ્રખર અને પ્રકાશવાન થાય. ગંગા સ્નાનથી જે પ્રકારે પવિત્રતા, શાન્તિ, શીતલતા, આદરતાને હૃદયંગમ કરવાની પ્રેરણા લેવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞથી તેજસ્વિતા, પ્રખરતા, પરમાર્થ-પરાયણતા અને ઉત્કૃષ્ટતાનું પ્રશિક્ષણ મળે છે. યજ્ઞની પ્રક્રિયાને જીવન યજ્ઞનો એક રિહર્સલ કહી શકાય છે. પોતાના ઘી, સાકર, મેવા, ઔષધિઓ આદિ બહુમૂલ્ય વસ્તુઓ જે પ્રકારે આપણે પરમાર્થ પ્રયોજનો હોમ કરીએ છીએ, તેની જેમ જ પોતાની પ્રતિભા, વિદ્યા, બુદ્ધિ, સમૃદ્ધિ, સાર્મથ્ય આદિ ને પણ વિશ્વ માનવના ચરણોંમાં સમર્પિત કરવી જોઈએ. આ નીતિને અપનાવવાળી વ્યક્તિ ન કેવળ સમાજનું, બલ્કિ પોતનું પણ સાચું કલ્યાણ કરે છે. સંસારમાં જેટલા પણ મહાપુરુષ, દેવમાનવ થયા છે, તે દરેકે આ જ નીતિનું પાલન કર્યું છે. જે ઉદારતા, ત્યાગ, સેવા અને પરોપકાર માટે પગ નથી વધારી શકતો, તેને જીવનની સાર્થકતાનો શ્રેય અને આનંદપણ નથી મળી શકતો. યજ્ઞીય પ્રેરણાઓનું મહત્ત્વ સમજાવતા ઋગ્વેદમાં યજ્ઞાગ્નિને પુરોહિત કહેવામાં આવ્યો છે. તેની સીખ પર ચાલી લોક-પરલોક બનેં સુધારી શકાય છે. તે વે શિક્ષાઓ આ પ્રકારે છે-

૧- જો કાંઈ આપણે બહુમૂલ્ય પદાર્થ અગ્નિ માં હવન કરીએ છીએ, તેને તે પોતાની પાસે સંગ્રહ કરી નથી રાખતો, પણ તેને સર્વસાધારણના ઉપયોગ માટે વાયુમંડળમાં વિખેરી દે છે. ઈશ્વર પ્રદત્ત(અર્પિત) વિભૂતિઓનો પ્રયોગ આપણે પણ એવો જ કરવો, જેવો આપણા યજ્ઞ પુરોહિત પોતાના આચરણ દ્વારા શીખવાડે છે. આપણી શિક્ષા, સમૃદ્ધિ, પ્રતિભા આદિ વિભૂતિઓનો ન્યૂનતમ ઉપયોગ આપણા માટે અને અધિકાધિક ઉપયોગ જન-કલ્યાણ માટે હોવો જોઈએ.

૨- જે વસ્તુ અગ્નિના સમ્પર્કમાં આવે છે, તેનો તે તિરસ્કાર નહીં, પણ પોતાનામાં આત્મસાત કરી પોતાનો સમાન જ બનાવી લે છે. જો પછાત અથવા નાના અથવા ખોવાયેલ વ્યક્તિના સમ્પર્કમાં આવીએ, તો તેમને આપણે આત્મસાત કરીને અને સમાન બનાવવાનો આદર્શ પૂરો કરીએ.

૩- અગ્નિની જ્વાળા કે તેનો જ દબાવ પડવાથી પણ નીચેની તરફ નહિ જાય, પણ ઊપર જ રહે છે. પ્રલોભન, ભય કે આપણી સામે કેમ ન હોય, આપણે પોતાના વિચારો અને કાર્યોંની અધોગતિ ન થવા દઈએ. વિષમ સ્થિતિઓમાં પોતાના સંકલ્પ અને મનોબળ અગ્નિ શિખાની જેમ ઊચા જ રાખીએ.

૪- અગ્નિ જ્યાર સુધી જીવિત છે, ઉષ્ણતા અને પ્રકાશની પોતાની વિશેષતાઓ નથી છોડતી. તેજ પ્રકારે આપણે પણ પોતાની ગતિશીલતાની ગર્મી અને ધર્મ-પરાયણતાની રોશની ઘટવા ન દેવી જોઈએ. જીવન ભર પુરુષાર્થી અને કર્ત્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ.

૫- યજ્ઞાગ્નિની અવશેષ ભસ્મ મસ્તક પર લગાડતા આપણને એ શીખવે છે કે માનવ જીવનનો અન્ત મુટ્ઠીભર ભસ્મના રૂપમાં શેષ રહી જાય છે. આ માટે પોતાના અંતને ધ્યાનમાં રાખી જીવનના સદુપયોગના પ્રયત્ન કરવા જોઈએ.

પોતાની થોડીક વસ્તુને વાયુરૂપ બનાવી તેમને સમસ્ત જડ઼-ચેતન પ્રાણિઓને વગર કોઈ પોતાના-પારકા, મિત્ર-શત્રુના ભેદ કરી શ્વાસ દ્વારા આ પ્રકારે ગુપ્તદાનના રૂપમાં ખીલવી દેવું કે તેમને ખબર પણ ન પડે કે કોઈ દાનીએ અમારામાં આટલા પૌષ્ટિક તત્ત્વ ખીલવી દીધાં, ખરેખર એક શ્રેષ્ઠ બ્રહ્મભોજનું પુણ્ય પ્રાપ્ત કરવુ છે અને ઓછા ખર્ચમાં ખૂબ અધિક પુણ્ય પ્રાપ્ત કરવાનો યજ્ઞ એક સર્વોત્તમ ઉપાય છે.

યજ્ઞ સામૂહિકતાનું પ્રતીક છે. અન્ય ઉપાસનાઓ અથવા ધર્મ-પ્રક્રિયાઓ એવી છે, જેને કોઈ એકલો કરી કે કરાવી શકે છે; પણ યજ્ઞ અવું કાર્ય છે જેમાં અધિક લોકોના સહયોગની આવશ્યકતા છે. હોળી આદિ મોટા યજ્ઞ તો સદા સામૂહિક જ થાય છે. યજ્ઞ આયોજનોંથી સામૂહિકતા, સહકારિતા અને એકતાની ભાવનાઓ વિકસિત થાય છે.

પ્રત્યેક શુભ કાર્ય, પ્રત્યેક પર્વ-ત્યહવાર, સંસ્કાર યજ્ઞ સાથે સમ્પન્ન થાય છે. યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો પિતા છે. યજ્ઞ ભારતની એક માન્ય અને પ્રાચીનતમ વૈદિક ઉપાસના છે. ધાર્મિક એકતા અને ભાવનાત્મક એકતાને લાવવા માટે આવા આયોજનોની સર્વમાન્ય સાધનાનો આશ્રય લેવો એ સૌ પ્રકારે દૂરદર્શિતાપૂર્ણ છે.

પોતાના બધાં કર્મકાંડો, ધર્માનુષ્ઠાનો, સંસ્કારો, પર્વોમાં યજ્ઞ આયોજન મુખ્ય છે. તેનો વિધિ-વિધાન જાણી લેવા અને તેમનો પ્રયોજન સમજી લેવાથી તે બધાં ધર્મ આયોજનોની અધિકાંશ આવશ્યકતા પૂરી થઈ જાય છે. લોકમંગલ માટે, જન-જાગરણ માટે, વાતાવરણના પરિશોધન માટે સ્વતંત્ર રૂપે પણ યજ્ઞ આયોજન સમ્પન્ન કરી શકાય છે. સંસ્કારોં અને પર્વ-આયોજનોમાં પણ તેની જ પ્રધાનતા છે.

મહાભારત

4

|| મહાભારત ||

મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઈઓના પુત્રો – પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવ અર્જુનના સારથીની ભૂમિકા ભજવે છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ ગીતા (ભગવાને ગાયેલું ગીત) કહે છે. મહર્ષિ વેદ વ્યાસના પ્રિય શિષ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા ને વિસ્તાર સહિત કહેવાથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે.

* પરિચય

સ્વયં વ્યાસજી આ ગ્રંથ માટે એમ લખે છે કે,

“યદિહાસ્તિ તદન્યક્ષત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત્”

એટલે કે, જે આ ગ્રંથ મહાભારતમાં છે તે જ બીજા ગ્રંથો છે, જે આ મહાભારતમાં નથી તે બીજા કોઇ ગ્રંથોમાં નથી, અર્થાત આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી પણ એક શબ્દકોષ છે. જો કોઇ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનું પુર્ણ જ્ઞાન થઇ જાય છે. આ ગ્રંથનું મૂળ નામ ‘જય’ ગ્રંથ હતુ અને પછી તે ‘ભારત’ અને ત્યાર બાદ ‘મહાભારત’ તરીકે ઓળખાયો. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧,૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો – ઇલિયડ અને ઓડિસીથી વીસ ગણા વધારે છે. મહાભારતમાંજ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ ગીતા સમાયેલી છે. મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોનું સંકલન જ નથી પરંતુ તે હિંદુ ધર્મ અને વૈદિક પરંપરાનો સાર છે. મહાભારતની વિશાળતાનો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોકથી આવી શકે છે: “જે (વાત) અહીં (મહાભારત માં) છે તે તમને સંસારમાં કોઇને કોઇ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે.”

મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓની વાર્તાથી વધીને અનેક ગણુ વ્યાપક અને વિશાળ છે, તેના રચયિતા વેદવ્યાસનું કહેવુ છે કે મહાભારત ધર્મ, અર્થ, કામ, અને મોક્ષની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે.

* પૃષ્ઠભૂમિ અને ઇતિહાસ

કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવેલું અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલા એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઇ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મુક્યા છે. આ શ્લોક સમજતા-લખતા ગણેશજીને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા.
આ મહાકાવ્યની શરુઆત એક નાની રચના ‘જયગ્રંથ’ થી થઇ. જો કે તેની કોઇ નિશ્ચિત તિથી ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવે છે. વિદ્વાનોએ તેની તિથી નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ મતભેદો હજુ ચાલે છે.

આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુ વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધ ના સમય પહેલા ચોક્કસ પુરુ થઇ ગયું હતુ.

શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફ થી લડતો હતો તેને રામાયણ ના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઇ વિદ્વાનો મહાભારતનો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિંદુ ધર્મનો આધુનિક આધાર બન્યો છે.

આર્યભટ્ટ ના મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વે માં થયુ. કળિયુગની શરૂઆત આ યુદ્ધના પછી (કૃષ્ણના દેહત્યાગ) પછી થઇ.

મોટાભાગના પૌરાણીક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઇ) ના વિકાસ થયા પહેલા તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે.

* મહાભારત: અનુપમ કાવ્ય

મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુર ના રાજ્ય માટે બે વંશજો – કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુ નો વિસ્તાર આજ ના ગંગાથી ઉત્તર-યમુના ની આસ-પાસ નો દોઆબ ના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજના હરિયાણા માં આવેલા કુરુક્ષેત્રની આસપાસ થયું હશે એમ માનવામાં આવે છે જેમાં પાંડવોનો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ પરત જવા પછી યદુ-વંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કળિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઇમા સત્યની હાની થયેલ. આ કલિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામા આવે છે. જેમા તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે કલ્કિ નામક વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે.

* કથા

મહાભારતની કથામા એકસાથે ઘણીબધી કથાઓ વણાયેલી છે, જેમાંની અમુક મુખ્ય કથાઓ નીચે મુજબ છે:

* કર્ણ ની કથા:

કર્ણ એક મહાન યોદ્ધા હતો પરંતુ પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શક્તિ ક્ષીણ થઇ ગઇ હતી. કર્ણ કુંતીનો પુત્ર હતો. તે યુધિષ્ઠિર નો મોટો ભાઈ હતો. કુંતીએ લગ્ન પહેલા તેને મળેલાં વરદાનની પરખ કરવાં સુર્ય દેવનું અહ્વાન કરતાં કર્ણની પ્રાપ્તિ થઇ હતી. બદનામીથી બચવા તેણે કર્ણને કાવડીમા મુકી નદીમા પધરાવી દીધો હતો. રાધા નામની દાસીએ તેને ઉછેરીને મોટો કર્યો તેથી તે રાધેય તરીખે પણ ઓળખાયો. કર્ણ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો. કોઇ અસ્ત્ર કે સસ્ત્ર તેને ભેદી શકે નહિ. કર્ણ દાનેશ્વરી હતો અને પોતાને આંગણે આવેલાં કોઇપણ યાચકને તે ખાલી હાથે જવા દેતો નથી, તેની આ વિશેષતાનો લાભ લઇને ઇન્દ્રએ(શ્રીકૃષ્ણના કહેવાથી(સંદર્ભ આપો)) ક્પટથી તેનુ કવચ અને કુંડળ લઇ લીધાં હતાં નહીતર કુરુક્ષેત્રનાં યુદ્ધમાં તેને જીતવો ઘણું અઘરૂં થઇ પડ્યું હોત.

* ભીષ્મ ની કથા:

જેમણે પોતાના ઉત્તરાધિકારનું રાજપાટ પોતાના પિતાની ખુશી માટે ત્યાગી દીધુ હતું, કારણકે, તેમના પિતા શાંતનુને એક માછીમાર કન્યા સાથે વિવાહ કરવો હતો. ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને પિતા શાંતનુ દ્વારા ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું.

* ભીમ ની કથા:

જેઓ પાંચ પાંડવોમાનાં એક હતા અને પોતાના બળ અને સ્વામિભક્તિનાં કારણે ઓળખાતા હતા.

* યુધિષ્ઠિર ની કથા:

યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટા હતા અને તેમને ધર્મરાજના નામે પણ ઓળખવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું એમણે એમના જીવન દરમિયાન તેમણે ક્યારેય જુઠું બોલ્યું નહોતું અને માત્ર એક જ વખત કૃષ્ણ ના કારણે જુઠું તેમણે બોલવું પડ્યું હતું.

* સંક્ષિપ્ત કથા

ભારત દેશ ના સ્થાપક ભરત ના વંશજ શાંતનુ હસ્તિનાપુરમાં રાજય કરતા હોય છે અને તેને ગંગા થી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતા શાંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે.

ત્યારબાદ શાંતનુ માછીમારની કન્યા સત્યવતી ને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસે થી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુર નો રાજા થાય એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલિન યુવરાજ દેવવ્રતના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદનો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્ય માં રાજ્યનો હિસ્સો માંગે નહી આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે.
સત્યવતીના પુત્રો ચિત્રવિર્ય અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યા ઓ અંબા, અંબિકા અને અંબાલિકા નું અપહરણ કરે છે અને અંબિકા અને અંબાના લગ્ન ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબાલિકા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞા થી બંધાયે ભીષ્મ તેની સાથે લગ્ન કરી શક્તા નથી.

ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે પ્રસ્તાવ ભીષ્મ ઠુકરાવી દે છે.

સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબા, અંબિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબિકાનો પુત્ર પાંડુ રોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતા અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુર નો રાજા બને છે.

પાંડુને બે પત્ની છે – કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર,(અફઘાનિસ્તાન) ના રાજાની પુ્ત્રી ગાંધારી સાથે થયા હોય છે. તેનો ભાઈ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે.

કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઇ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલા સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો.

પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમ, ઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ પુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુ્ત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યું પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે.

હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધન, દુઃશાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે.

* આધુનિક મહાભારત

કહેવાય છે કે મહાભારતમાં વેદો અને અન્ય હિન્દુ ગ્રંથોનો સાર નિહિત છે. અને સત્ય એ પણ છે કે આ ગ્રંથમાં એક બીજાથી જોડાયેલ ઘણી વાતો, દેવી દેવતાઓના જન્મની વાતો, પૌરાણિક અને બ્રમ્હાંડીય ઘટનાઓ, દાર્શનિક રસ સમેત જીવનમાં દરેક રીતે સમાહિત છે. આ વાતો સામાન્ય રીતે બાળકોને શિખવવામાં આવે છે, અને ઘર તેમ જ અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ કરવામાં આવે છે. મહાભારત કહે છે કે જેમણે આ નહીં વાંચ્યું હોય, એની આધ્યાત્મિક અને યોગિક ખોજ અધૂરી જ રહે છે.

૧૯૮૦ની આસપાસ મહાભારત ભારતમાં ટેલિવિઝનના પડદા પર પહેલી વાર દૂરદર્શનના માધ્યમ દ્વારા ઘર-ઘરમાં આવ્યું અને અભૂતપૂર્વ રજુઆતથી અત્યંત લોકપ્રિય થયું. ૧૯૮૯ મેં પીટર બ્રુક દ્વારા પહેલી વાર આ ફિલ્મ અંગ્રેજીમાં બની

ભગવાન શ્રીકૃષ્ણને વહાલી વસ્તુઓનો સાંકેતિક અર્થ

1  2  3

|| ભગવાન શ્રીકૃષ્ણને વહાલી વસ્તુઓનો સાંકેતિક અર્થ ||

ભગવાન શ્રીકૃષ્ણની દરેક બાબતો ન્યારી છે. કહેવાય છે કે ભગવાન દ્વારા જે બાબતો સાંકેતિક રીતે કહેવામાં આવી છે તેે અંગે મનુષ્ય હજી પણ જાણી શક્યો નથી. ભગવાન શ્રીકૃષ્ણને છ બાબતો ખૂબ વ્હાલી છે. આ બાબતોનો સાંકેતિક અર્થ પણ છે પરંતુ મનુષ્ય હંમેશા તેનો સ્થુળ અર્થ લેતો રહ્યો છે અને તેથી જ દુખી થતો રહ્યો છે.

* ભગવાનને વહાલી છે વાંસળી

વાંસળી ભગવાનને ખૂબ જ પ્રિય છે કેમ કે તેના ત્રણ ગુણ છે જે સમજવા જરૃરી છે. સૌથી પેહલો ગુણ એ છે કે તેમાં કોઇ ગાંઠ નથી. એટલે કે તે કોઇ પણ રીતે અટપટી નથી કે તેનામાં કોઇ ગાંઠ પડેલી નથી. આ ગુણ તે સંકેત આપે છે કે આપણાં મનમાં પણ કોઇ પ્રકારની ગાંઠ હોવી જોઇએ નહીં. સરળ ભાષામાં કહીએ તો બદલાની ભાવના આપણે રાખવી જોઇએ નહીં. કેટલીક વખત એવુ બનતુ હોય છે કે આપણા મનમાં કોઇ વ્યક્તિ વિશે ચોક્કસ ભાવના હોય છે. ભગવાન કહી રહ્યાં છે કે તમારુ મન નિર્મળ હોવુ જોઇએ તેમાં કોઇ પણ પ્રકારની ગાંઠ હશે તો તમે સાચી બાબત જોઇ શકશો નહીં તેથી તમે કોઇ ગાંઠ ન રાખશો. વાંસળીનો બીજો ગુણ એ છે કે તમે જ્યારે તેને વગાડો ત્યારે જ તે વાગે છે. જે એ બાબતનો સંકેત છે કે જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી બોલશો નહીં. ત્રીજો અર્થ એ લઇ શકાય કે વાંસળી જ્યારે પણ વાગે ત્યારે સરસ જ વાંગે છે. જે જણાવી રહી છે કે તમે જ્યારે પણ બોલો ત્યારે સારુ બોલો, મીઠુ બોલો. જ્યારે આવા ગુણ કોઇનામાં ઇશ્વર જોવે ત્યારે તેને હોઠેથી લગાવી લે છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જોઇએ તો વાંસળી નકારાત્મક ઉર્જા અને કાલસર્પના પ્રભાવને દૂર કરે છે. શ્રીકૃષ્ણની કુંડળીમાં પણ કાલસર્પનો યોગ હતો તેથી તેઓને વાંસળી ખૂબ પ્રિય હતી.

* ભગવાનને વ્હાલી ગાય

ભગવાન શ્રીકૃષ્ણને ગાય અત્યંત વ્હાલી હતી. તેનુ મહત્વનું કારણ એ છે કે ગાય દરેક કાર્યમાં ઉદાર હોય છે અને તમામ ગુણનો ભંડાર પણ ગાય જ છે. ગાયનુ દૂધ, દહી, ઘી, છાણ અને મૂત્ર પણ ખૂૂબ ઉપયોગી છે. શાસ્ત્રોમાં પણ કહેવાયુ છે કે ગાયનાં તમામ ગુણ જીવનમાં ઉતારવાથી જીવન ઉદ્દાત બની જાય છે. માનવામા આવે છે કે ગાયની ઉપરોક્ત જણાવેલ પાંચ વસ્તુઓ લેવાથી શરીરમાં કોઇ પણ રોગ થતો નથી અને શરીરમાં કોઇ પણ પાપ રહેતુ નથી. શાસ્ત્રમાં એવુ પણ લખ્યુ છે કે જે કોઇ ગાયની પ્રદક્ષિણા કરીને તેને પ્રણામ કરશે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળશે અને તેને સ્વર્ગનુ સુખ મળશે.

* ભગવાનને વહાલુ મોરનું પીંછું

મોરને ચિરબ્રહ્મચર્ય યુક્ત પક્ષી ગણવામાં આવે છે. અંતઃ પ્રેમમાં બ્રહ્મચર્યની મહાન ભાવનાને સમાહિત કરવાના પ્રતિક રૃપે કૃષ્ણ મોરપંખ ધારણ કરે છે. ખાસ કરીને મોર મુકુટ અને તેનો ઘાટો રંગ જીવનમાં આવતા દુખ અને સમસ્યાઓનુ પ્રતિક માનવામાં આવે છે તો બીજી તરફ એક પીંછામાં હળવો રંગ પણ છે જે સુખશાંતિ અને સમૃદ્ધિનુ પ્રતિક માનવામાં આવે છે. આ પણ કાલસર્પના અશુભ પ્રભાવથી બચાવે છે.

*ભગવાનને વહાલી વૈજયંતિ માળા

ભગવાનના ગળામાં વૈજયંતિ માળા છે. આ માળા કમળના બીજની બનેલી હોય છે. વાસ્તવમાં કમળના બીજ ખૂબ જ સખત હોય છે જે ક્યારેય ખરાબ થતા નથી, સડતા નથી, અને હંમેશા ચમકદાર હોય છે. તેનો સીધોે અર્થ એવો છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તેને એવી રીતે જીવવાનું છે કે જેથી તમને જોઇને અન્ય કોઇ વ્યક્તિ દુખી ન થાય. તેનો બીજો અર્થ કરવો હોય તો તેવો કરી શકાય કે આ માળા છે બીજની. અને બીજનું અંતિમ ધ્યેય હોય છે જમીન. કહેવાનો સીધો અર્થ એવો છે કે તમે ગમે તેટલા મોટા થઇ જાવ તમારે હંમેશા તમારી જમીનથી જોડાયેલા રહેવાનું છે.

આટલી સાંકેતિક બાબતો જો મનુષ્ય સારી રીતે સમજી શકે તો પણ તેનુ જીવન સાર્થક થઇ જાય પંરતુ આપણે હંમેશા તેમની વાતોનો સ્થૂળ અર્થ જ લઇએ છીએ તેથી તમને વાતનો સાચો મર્મ પામી શકતા નથી.

* ભગવાનને વહાલુ કમળ

કમળ કાદવમાં ઉગે છે. કાદવમાંથી જ પોષણ લે છે તેમ છતાં તેનાથી અલગ રહે છે. આ સિવાય કમળ પવિત્રતાનું પણ પ્રતિક છે. તેની સુંદરતા અને સુગંધ પણ સૌનુુ મન મોહી લેનાર હોય છે. સાથે સાથે સૌથી મહત્વની બાબત એ છે કે કમળ આપણને શું સંદેશ આપે છે. કમળ આપણને સંદેશ આપે છે કે જે રીતે તે કાદવમાં રહીને પણ તેનાથી અલગ રહી શકે છે તે રીતે આપણા સમાજમાં પણ કાદવ રૃપી ઘણી ખોટી બાબતો હોય છે. પરંતુ તમારે તેનાથી અલગ રહેવાનું છે. ભલે તે તમારી આસપાસ હોય અને તે આકર્ષિત કરે તેવી હોય પંરતુ તમારે તેનાથી એક સલામત અંતર રાખવાનું છે. ખોટી બાબતો તો હંમેશા તમારી આસપાસ રહેવાની જ છે પરંતુ તમારે તેને વશ થવાનુ નથી અને તેનાથી અલગ રહીને સતકર્મો કરવા પર ધ્યાન આપવાનું છે.

* ભગવાનને વહાલી માખણ મિસરી

ભગવાનને માખણ અને મિસરી ખૂબ જ વહાલી છે. મિસરીનો એક મહત્વનો ગુણ એ છે કે જ્યારે તેને માખણમાં નાખવામાં આવે ત્યારે તે માખણના કણ કણમાં સમાઇ જાય છે અને સમગ્ર માખણને મીઠાશયુક્ત કરી દે છે. માખણના પ્રત્યેક ભાગમાં તમે મિસરીની મીઠાસ અનુભવી શકશો. અહીં માખણ આપણુ જીવન છે અને મિસરી પ્રેમ છે. તમારે તમારા જીવનને પ્રેમયુક્ત બનાવવાનું છે. તમારા જીવનમાં પ્રેમ રૃપી મિસરી હોય તે જરૃરી છે.