કિચન ટીપ્સ – ૧

5

|| કિચન ટીપ્સ – ૧ ||

(01) શાક વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે શાક મા શીંગદાણા અથવા તલ નાખવા.

(02) શાક ની ગ્રેવી ઘટ કરવા શાક માં છૂંદેલા બટાકા, ખમણેલૂ નાળિયેર અથવા પાણી માં કોર્ન ફ્લોર પલાળીને નાખવું.

(03) ખાંડની ચાસણી બનાવતી વખતે એમાં ઘી નાં થોડા ટીપા નાખવા

(04) ખીચડી ને વધારે હેલ્થી અને સ્વાદિષ્ટ બનાવવા ખીચડી માં ગાજર, વટાણા, કાંદા, ટામેટા નાખી શકાય.

(05) કાંદા ને જલદી ફ્રાય કરવા થોડું મીઠું નાખવું.

(06) દહીં ખાટું થઈ ગયું હોઇ તો એમાં થોડું પાણી નાખી ને 3-4 કલાક ફ્રીજ માં રાખવું. પાણી ને કાઢી ને પછી દહીં વાપરવું .

(07) રોટલી અથવા પરાઠા ને વધારે તેલ વગર સોફટ કરવા લોટ માં થોડું દહીં નાખવું.

(08) ગળ્યા બિસ્કીટ ને લાંબા સમય માટે તાજા રાખવા માટે ડબ્બા માં થોડી ખાંડ ભભરાવી ને બિસ્કીટ રાખવા.

(09) ઘી ના ડબ્બા માં ખાંડ ભભરાવા થી ઘી લાંબા સમય માટે ત્તાજુ રેહશે.

(10) ખાટી છાસ ને સામાન્ય કરવા માટે એમાં થોડું દૂધ ઉમેરવું.

(11) ચોખા ના ડબ્બા માં પુદીના ના પાન અથવા લસણ રાખવા થી ચોખા આખો વર્ષ તાજા રેહશે.

(12) આદુ – મરચાં ની પેસ્ટ માં મીઠું નાખવા થી પેસ્ટ તાજા રેહશે.

(13) પુરી નાં લોટ માં 2-3 બ્રેડ સ્લાઈસ પલાળી ને નાખવા થી પુરી વધુ સ્વાદિષ્ટ બનશે.

(14) રોટલી નો લોટ એક-દોઢ કલાક અગાઉ બાંધવા થી રોટલીઓ વધુ નરમ બનશે.

(15) કેળા ને કોટન ના કપડા, કાગળ અથવા છાપા માં વીંટીયા પછી કોથળી માં રાખવા થી કેળા વધુ સમય માટે તાજા રેહશે.

(16) દહીંવડા બનાવતી વખતે ખીરા માં દહીં ઉમેરવા થી વડા પોચા બનશે અને તેલ પણ ઓછું શોષસશે.

(17) કાચી કેરી પર તેલ અને મીઠું ચોપડી ને પછી ફ્રીઝર માં રાખવા થી કેરી વધુ સમય કાચી જેવી રેહશે.

(18) કચોરી ને તળતા પેહલા એમાં 2-3 નાના કાણા પાડવા થી કચોરી ફાટશે નહી.

(19) ચોખા બાફતી પેહલા ચોખા માં લીંબુ નો રસ અને તેલ ઉમેરવા થી ભાત વધુ સફેદ બનશે.

(20) દહીં મેળવતી વખતે 2-3 ટીપા વિનેગર / સરકો નાખવા થી દહીં વધુ કઠણ બનશે.

(21) અનાજ નાં ડબ્બા માં લીમડા નાં પાન રાખવા થી અનાજ આખું વર્ષ તાજું રેહશે.

(22) તુવર દાળ ને ગરમ પાણી થી ધોવી અને અડધી કલાક પલાળવી. આવું કરવા થી રાંધવાનો સમય અને ગેસ બનેની બચત થશે.

(23) કપ – રકાબી ને મીઠા થી ઘસીને ધોવા થી વધુ ચોખી થશે.

(24) ભીંડા નું શાક જલદી ક્રિસ્પી કરવા માટે એમાં લીંબુ નું રસ અથવા શેકેલુ જીરું પાવડર ઉમેરવું.

(25) બ્રેડ કાપવા માટે ભીના ચપું નું પ્રયોગ કરવું.

(26) કાચા કેળા ને છોલયા પછી કાળા થતા અટકાવા માટે એને છાસ માં પલાળવા.

(27) સ્ટેઈનલેસ સ્ટીલ ના સિંક ને સાફ કરવા માટે કોર્ન ફલોર નો ઉપયોગ કરવો.

કિચન ટિપ્સ -૨

4

|| કિચન ટિપ્સ -૨ ||

જે લોકોને રસોઈ બનાવવાનો શોખ છે તેમને માટે રસોઈ બનાવવી એક ચપટીનું કામ છે. મોટાભાગે રસોઈ બનાવતી વખતે સમસ્યા તેમને માટે હોય છે જે ક્યારેક ક્યારેક રસોઈ બનાવે છે. આવા લોકોથી રસોઈ બનાવતી વખતે મોટાભાગે નાની-નાની ભૂલો થઈ જાય છે. આ ભૂલો એવી હોય છે જેનાથી રસોઈનો સ્વાદ પણ બગડી જાય છે. પણ કેટલીક વાતોને ધ્યાનમાં મુકીને તમે કિચનના કામમાં પરફેક્શન લાવી શકો છો. આવો જાણીએ રસોઈ બનાવતા થનારી ભૂલોને સુધારવાની નાની નાની ટિપ્સ..

1. મીઠુ વધુ પડી જાય તો – જો શાક કે સૂપમાં મીઠુ વધુ થઈ જાય તો એક ચોથાઈ બટાકુ છોલીને સૂપમાં નાખી દો. આ વધુ મીઠુ શોષી લેશે અને તમને સ્વાદ સાથે કોઈ સમજૂતી નહી કરવી પડે. પણ સૂપ સર્વ કરતા પહેલા બટાકા કાઢવા ભૂલશો નહી. જો શાકભાજી સૂકી કે મસાલેદાર હોય તો બેસન નાખી શકો છો. આ પણ મીઠુ ઓછુ કરવાનુ કામ કરે છે.

2. ભાત બળી જાય તો શુ કરશો – જો ચોખા બાફતી વખતે સાધારણ બળી જાય, તો તેને ફેંકશો નહી. બસ ભાતને તાપ પરથી ઉતારીને તેની ઉપર સફેદ બ્રેડ દસ મિનિટ માટે મુકી દો. આ ભાતમાંથી બળેલી ખુશ્બુ ખતમ કરી દેશે અને ભાત ફરીથી ખાવા લાયક બની જશે.

3. ફુદીનાની ચટણી બનાવો તો યાદ રાખો – ફુદીનાની ચટણી જો તમે મિક્સરમાં બનાવી રહ્યા હોય તો તેને મિક્સરમાં વધુ ન ફેરવશો. વધુ ફેરવવાથી ફુદીનાના પાનમાંથી તેલની વિકૃત ગંધ નીકળવી શરૂ થશે. જે ચટણીનો સ્વાદ બગાડી નાખે છે. ફક્ત ફુદીનાની ચટણી બનાવવા માંગતા હોય તો ગ્રાઈડિંગ સ્ટોન મતલબ સિલબટ્ટા પર વાટી લો. આ રીતે ફુદીનાના પાનનું તેલ ધીરે ધીરે નીકળે છે. જેના કારણે સ્વાદ ખરાબ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

4. રસભરેલુ લીંબૂ – એક લીંબૂમાં લગભગ ત્રણ ચમચી જેટલો રસ હોય છે. પણ આપણે ક્યારેય તેનો બધો રસ કાઢી નથી શકતા. તમે લીંબૂનો પુર્ણ રસ કાઢવા માંગતા હોય તો પહેલા વીસ સેકંડ માટે માઈક્રોવેવમાં ગરમ કરો. પછી તેને વચ્ચેથી કાપીને રસ કાઢો. જેનાથી લીંબૂનો બધો રસ નીકળી જશે.

5. દૂધને ફ્રીજમાં મુકવાનુ ભૂલી ગયા – જો તમે ગરમીમાં દૂધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા હોય અને દૂધ ફાટવાનો ભય હોય તો તેમા થોડો ખાવાનો સોડા નાખી દો. દૂધ નહી ફાટે.

કિચન ટિપ્સ – ૩

3

|| કિચન ટિપ્સ – ૩ ||

૧. કીડા મકોડાથી છે પરેશાન તો આવી રીતે તૈયાર કરો નેચરલ પેસ્ટ કંટ્રોલ પ્રોડ્ક્ટ્સ

ગરમીની ઋતુ આવતા જ ઘરોમાં મચ્છર,માખીઓ , કીડા મકોડા કોકરોચ અને ગરોળીઓ થઈ જાય છે. આ જીવજંતુઓ દરેક માણસનું જીવવું મુશ્કેલ કરી દે છે. એનાથી છુટકારો મેળવવો મુશ્કેલ નથી. કારણ કે ઘરમાં રોજ પ્રયોગ થતી વસ્તુઓની મદદથી તમે થોડા એવા નેચરલ પેસ્ટ કંટ્રોલ પ્રોડકટ્સ તૈયાર કરી શકો છો જે તમને આ જીવજંતુઓથી આઝાદી આપી શકે છે.
૨. કોકરોચ (વંદા) – ઘરમાં ખાસ કરીને રસોઈઘરમાં અને બાથરૂમમાં કોઈ દરારને શીઘ્ર સીમેંટથી ભરી દો. રાત્રે સૂતા પહેલા કિચન અને બાથરૂમની ચારો બાજુ કોકરોચ મારતા ચૉકથી લાઈન ખેંચી દો. જેમ કોક્રોચ આ લાઈનને પાર કરવાની કોશિશ કરે, એ ઉંધો થઈ જાય છે. કોક્રોચ ભગાડવા માટે બેકિંગ પાવડર અને ખાંડ સમાન માત્રામાં મિક્સ કરી લો અને નિકાસી વાળી જ્ગ્યા પર છાંટી દો. નાળીમાં જાળીદાર ઢાકણ લગાવો.

૩. કીડા-મકોડા – દોરામાં લીંબૂ અને મરચા પિરોવી ઘરના બરણા અને બારીઓ પર ટાંગી દો. રસોડા પાસે ફુદીંંના અને તુલસી લગાવો. . કીડીઓને ભગાડવા માટે પાણીમાં સિરકા મિકસ કરી તેનાથી પોતું લગાવો. જ્યાંથી કીડીઓ નીકળ રહી હોય ત્યાં હળદર છાંટી લીંબૂનો રસ નીચોવો.

૪. મચ્છર – ઘરમાં બ્લૂ કલરની લો વોલ્ટેજ ટ્યુબલાઈટ લગાડવાથી મચ્છર ભાગે છે. ઘાટા રંગના મુખવાળા વાસણમાં કુંણા ગરમ પાણીમાં કપૂરની 3-4 ટિકડી નાખી ખુલ્લુ મુકી દો. ઘરમાં જાળીવાળા બારણા- બારી લગાડો. કૂલરનું પાણી અઠવાડિયામાં 3-4 વાર બદલો. ઘરની પાસે નાળીમાં ટાંકીના પાસે બેકાર વસ્તુઓમાં વરસાદનું પાણી એકત્ર ન થવા દો . કારણ કે એકત્ર પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે. મચ્છર વીરોધી ક્રીમના સ્પ્રેના ઉપયોગ કરો.

૫. ગરોળી – દીવાલ પર મોરપીંછ લગાવવાથી ત્યાં ગરોળી નથી આવતી.

૬. ઉંદર – કિચનના પાસે ઉંદરદાની મુકો. ખાવા-પીવાની વસ્તુઓને ઢાંકીને રાખો. જ્યાં ઉંદરના બિલ હોય ત્યાં ટૂટેલો કાંચ મુકવાથી ઉંદર ભાગી જાય છે.

૭. દીમક – જ્યાંથી દીમક આવતી હોય ત્યાં ચૉકથી લાઈન અપ કરો. ચોપડીની કબાટમાં દીમક હોય તો ત્યાં ચંદનના ટુકડા રાખો. ઘાસલેટ નાખવાથી પણ દીમક ભાગી જાય છે.

કિચન ટીપ્સ – ૪

2

|| કિચન ટીપ્સ – ૪ ||

1. રસોઇ બનાવતા પહેલા તથા પછી ચૂલાને સાફ કરવાની આદત રાખવી. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે.

2. પરિવારના દરેક સભ્યને જમ્યા બાદ ખાધેલી થાળી કે પ્લેટ સિન્કમાં રાખવાની આદત પાડવી એટલું જ નહીં સિન્કમાં રાખેલા વાસણોને ધોતા પહેલાં તેમાંથી એંઠવાડ કાઢવો જરૂરી છે જેથી સિન્કની પાઇપમાં

3. કચરો ભરાઇ ન જાય.એઠા વાસણોને રાખવા માટે સિન્કની બાજુમાં એક ટેબલ રાખી શકાય અથવા તો એક મોટા ટબમાં એંઠા વાસણો રાખવા જેથી સિન્કમાં એંઠવાડ પડવાની શક્યતા ન રહે. એંઠા વાસણો લાંબા

4. સમય સુધી એમ જ પડ્યા રહેવાના હોય તો તેમાં પાણી નાખીને રાખવા અથવા તો સાદા પાણીથી વીછળીને રાખવા.

5. રસોડામાં રોજના વપરાશમાં આવતા વિદ્યુત ઉપકરણોને કેબિનેટમાં વ્યવસ્થિત રાખવા. જેથી રસોડાનું પ્લેટફોર્મ મોટું દેખાય અને વિદ્યુત ઉપકરણો પણ સ્વચ્છ રહે.

6. રસોઇ બનાવતી વખતે ખાદ્ય પદાર્થો ઢોળાયા હોય તો તરત જ સાફ કરવા. ખાતી વખતે જમીન પર કે ડાઇનંિગ ટેબલ પર ઢોળાયુ ંહોય તો તરત જ લૂછી નાખવું. પરિવારના એક સભ્યને આ કામ સોંપી દેવું.

7. શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા.

8. બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરે નહીં.

9. શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં.

10. દાળ,મસાલાના ડબ્બા, લોટના ડબામાં રાખેલી વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરવું.

11. રસોઇ અને જમ્યા બાદ રસોડામાં તેમજ ડાઇનંિગ રૂમમાં ફિનાઇલનું પોતુ ંકરવું.

12. રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચગુણવક્તા યુક્ત હોવો જોઇએ જેથી સિન્કમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે.

13. કિચન કેબિનેટ તેમજ રસોડાના પ્લેટફોર્મના ખાના મહિને એકાદ વાર લૂછવા

કિચન ટીપ્સ – ૫

1

|| કિચન ટીપ્સ – ૫ ||

* વધેલા રોટલીના લોટને ફ્રીજમાં મૂકતાં પહેલાં તેની ઉપર ઘી કે તેલનો હાથ ફેરવવાથી લોટ સૂકાઈને કઠણ નહી બની જાય કે કાળો નહી પડે.

* વાસણમાં કે છરીમાં ડુંગળીની દુર્ગંધ આવતી હોય તો તેને મીઠાના પાણીથી ધોઈ લેવા

* દૂધ ઉભરાયને ઢળે નહી એ માટે તપેલીમાં એક વાડકી મુકી દેવી દૂધ ઉભરાશે નહી.

* દહીં ઝડપથી જમાવવું હોય તો હૂંફાળા દૂધમાં મેળવણ ઉમેરો અને તેને કેસરોલમાં મુકીને બંધ કરો, દહી જલ્દી જામી જશે. * દહીં જમાવતી વખતે તેમાં ૫-૬ કાજુનો ભૂકો ભેળવી દો.

* પાલક-પનીરના શાકમાં પનીર નાખતા પહેલા પનીરને મીઠાનાં પાણીમાં થોડીવાર રાખીને ઉપયોગમાં લેશો તો પનીરનો સ્વાદ સારો આવશે.

* બટાકાની ચિપ્સને બજાર જેવી ક્રિસ્પી બનાવવી હોય તો કાચી ચિપ્સને અધકચરી બાફી લો પછી તેને ફિજમાં મુકીને એકદમ ઠંડી કરી લો. ઠંડી થયા પછી તળી લો. એકદમ બજાર જેવી ચિપ્સ બનશે.

* લીલા મરચાના ડંઠલ કાપીને તેને ફ્રીજમાં મુકશો તો લાંબો સમય સુધી મરચાં તાજા રહેશે.

* ચણા પલાળવાનું ભૂલાઈ ગયું હોય તો ચણાને ઊકળતા પાણીમા નાખી તેમાં થોડા સોડા નાખવાથી અથવા કાચા પપૈયાના ટુકડા નાખવા.

* સેવપૂરીની પૂરી બનાવતી વખતે તેમાં મીઠું નહી નાખવુ અને લોટમાં ગરમ પાણી અને તેલનું મોણ ભેળવી લોટ બાંધવો.

• ભજિયાને વધુ ક્રીસ્પી બનાવવા તેનાં ખીરામાં એક ચમચો ચોખાનો લોટ અને એક ચમચો ગરમ તેલ નાખો.

* ભજિયાંના ખીરામાં એક ચમચો તેલ અને સફેદ તલ નાખવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

• ખમણ બનાવતી વખતે તેમાં સાઈટ્રિક એસિડ [લીંબુનાં ફૂલ] અને ખાવાનાં સોડા પાણીમાં ભેળવીને નાખવાથી ખમણ વધુ પોચા બનશે.

• મેંદાની કચોરી, સમોસા કે ફરસી પૂરી બનાવવા દહીં અને ગરમ ઘીથી લોટ બાંધો.

* મેથીના પરોઠા બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પરોઠા મુલાયમ બનશે.

* કોથમીરની ઝૂડી કરમાઈ ગઈ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી કલાકમાં તાજી થઈ જશે.

* તાજા શાકભાજીને થોડી વાર મીઠું નાખેલા પાણીમાં રાખી મુકવાથી તેના રહેલા જીવ-જંતુ મરી જશે.

* ભીંડાનું શાક બનાવતી વખતે શાકને ઢાંકીને બનાવો .આવું કરવાથી ભીંડાનો લીલો કલર જળવાઈ રહેશે .

* કોબીજના શાકમાં થોડું દૂધ નાખવાથી એનો રંગ સારો દેખાવાની સાથે સ્વાદિષ્ટ લાગશે .

* કોઈ પણ શાકમાં મગફળીનો ભૂકો નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે .

* ગ્રેવીનો રંગ ઘેરો લાગે એ માટે તેમાં ચપટી કોફી નાખો.

* રાયતાંમાં બે-ત્રણ શેકેલા લવિંગ નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.

* વધેલા રોટલીના લોટને ફ્રીજમાં મૂકતાં પહેલાં તેની ઉપર ઘી કે તેલનો હાથ ફેરવવાથી લોટ સૂકાઈને કઠણ નહી બની જાય કે કાળો નહી પડે.