શ્રી ગણેશજી પ્રથમ પૂજનીય કેમ ?

6jpg

|| શ્રી ગણેશજી પ્રથમ પૂજનીય કેમ ? ||

કોઈ પણ કાર્યનો પ્રારંભ ભગવાન ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. તેમને વિઘ્નહર્તાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનું નામ સ્મરણ કરવા માત્રથી કાર્યનું વિઘ્ન દૂર થઈ જાય છે. સમસ્ત દેવોમાં પ્રથમ પૂજા ગણેશજીની જ થાય છે. તેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજા ગણેશજીની જ કેમ તેની જિજ્ઞાસા સૌને હોય તે સ્વાભાવિક છે. ઋગ્વેદમાં લખાયું છે કે ‘ન ઋતે ત્વમ્ ક્રિયતે કિં મનારે’ (ઋગ્વેદ ૧૦-૧૧૨-૯) અર્થાત્ ‘હે ગણેશ તમારા સિવાય કોઈ પણ કાર્ય આરંભી શકાતું નથી.’

ગજાનનને વૈદિક દેવતાની પદવી અપાઈ છે. ૐના ઉચ્ચારણથી જ વેદનો પાઠ આરંભાય છે. ૐમાં ગણેશજીની મૂર્તિ સદા સ્થિત રહે છે માટે જ તો ભક્તજનો પ્રથમ તેમનું સ્મરણ કરે છે. ‘ગણાનાં ત્વા ગણપતિ, હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિ, હવામહે નિધિનાં ત્વા નિધિપતિ હવામહે’ અર્થાત્ ‘હે ગણેશ! તમે સમસ્ત દેવગણોમાં એકમાત્ર ગણપતિ (ગણોના પતિ) થાવ, પ્રિય વિષયોના અધિપતિ હોવાથી પ્રિયપતિ અને રિદ્ધિ-સિદ્ધિ અને નિધિઓના અધિષ્ઠાતા હોવાના નાતે નિધિપતિ થાવ.

ગણેશ પુરાણમાં ઉલ્લેખ મળે છે.

ઓંકારરૂપી ભગવાન યો વેદાદૌ પ્રતિષ્ઠિતઃ
યં સદા મુનયો દેવાઃ સ્મરન્તિન્દ્રાદયો હૃદિ
ઓંકારરૂપી ભગવાનુંક્તસ્તુ ગણનાયકઃ
યથા સર્વેષુ કાર્યેષુ પૂજ્યતે ડસૌ વિનાયકઃ

અર્થાત્ ઓંકારરૂપી ભગવાન જે વેદોના પ્રારંભમાં પ્રતિષ્ઠિત છે, જેને સર્વદા મુનિ તથા ઇન્દ્ર વગેરે દેવ હૃદયમાં સ્મરણ કરે છે. ઓંકારરૂપી ભગવાન ગણનાયક કહેવાયા છે તે જ વિનાયક સઘળાં કાર્યોમાં પ્રથમ પૂજ્ય હોય છે.

ગણેશજીની પ્રથમ પૂજાના સંબંધમાં પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. શિવ દ્વારા ગણેશજીનું મસ્તક છેદાયા પછી પાર્વતીજી ઘણાં ગુસ્સે ભરાયાં. હાથીનું મસ્તક બેસાડયા પછી પણ જ્યારે તેઓ શિવ પર નારાજ રહ્યાં ત્યારે શિવજીએ તેમને વચન આપ્યું કે તેમનો પુત્ર ગણેશ કુરૂપ કહેવરાવશે નહીં, પરંતુ તેમની પૂજા સઘળા દેવતાઓ પહેલાં કરવામાં આવશે.

અન્ય એક કથા અનુસાર એક વખત સઘળા દેવતાઓમાં શ્રેષ્ઠ કોણ છે તે બાબતે વિવાદ સર્જાયો. પરસ્પરના ઝઘડાના સમાધાન માટે તેઓ સૌ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી સઘળા દેવતાઓને લઈને મહેશ્વર શિવ પાસે ગયા. શિવે શરત મૂકી કે જે સમગ્ર દુનિયાની પરિક્રમા કરીને સૌથી પહેલાં અહીંયાં આવી પહોંચશે તે જ શ્રેષ્ઠ કહેવાશે અને તેની જ પૂજા સર્વ પ્રથમ થશે. શરત સાંભળીને સઘળા દેવતાઓ પોતપોતાનાં વાહન પર બેસીને વિશ્વની પરિક્રમા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી પોતાની જગ્યાએ ઊભા રહીને ગંભીરતાપૂર્વક કંઈક વિચારવા લાગ્યા.

થોડીક ક્ષણો પછી તેમને માતા-પિતાને એકસાથે બેસવા જણાવ્યું, પછી તેમની પરિક્રમા કરી લીધી અને આમ પોતાની બુદ્ધિચાતુર્યના બળે માતા (પૃથ્વી) અને પિતા (આકાશ)ની પરિક્રમા કરી સર્વશ્રેષ્ઠ પૂજનના અધિકારી બની ગયા.

આ રીતે તેમની બુદ્ધિચાતુર્યથી તેમને પ્રથમ પૂજનના સન્માનની યોગ્યતા પ્રાપ્ત થઈ. વિચાર કરો કે મહાભારતના રચયિતા શ્રી વેદ વ્યાસને શ્રીગણેશજી જેવા લહિયા મળ્યા ન હોત તો શું આ ગ્રંથનું નિર્માણ થઈ શક્યું હોત? વેદ વ્યાસે પણ ગણપતિને પ્રથમ સ્થાન આપ્યું હતું. ગણેશજી એટલી તો દ્રુત ગતિથી લખતા હતા કે એટલી શીઘ્રતાથી વ્યાસજી શ્લોકોની રચના કરી શકતા નહોતા. ફળ સ્વરૂપે તેમને પ્રતિબંધ લગાવવો પડયો કે શ્લોકનો અર્થ સમજ્યા વિના તેઓ તેને લખે નહીં.

ગણેશજી એક આદિદેવ છે, વૈદિક ઋચાઓમાં તેમને સ્થાન પ્રાપ્ત થયેલું છે. તેમનું અસ્તિત્વ હંમેશાં રહ્યું છે. ગણેશ પુરાણમાં બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા ગણેશજીની પૂજા કરવાનો ઉલ્લેખ જોવા મળે છે.

શિવજી અને જ્ઞાન – વિજ્ઞાન

4

|| શિવજી અને જ્ઞાન – વિજ્ઞાન ||

શિવજી એટલે આ સૃષ્ટિની તમામ વિદ્યાઓના જનક. ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, યોગ, ભાષા,નૃત્ય, સંગીત વગેરે તમામ વિદ્યાઓ શિવમાંથી આવી છે. શિવજી એટલે માત્ર દેવોના દેવ જ નથી પરંતુ સમસ્ત બ્રહ્માંડના સર્જનહાર છે.

5

છત્તીસગઢમાં આવેલ આ ચમત્કારિક શિવલિંગ દરવર્ષે વધે છે 8 ઇંચ!

* શિવલિંગ

હિંદુ ધર્મગ્રંથ પ્રમાણે બ્રહ્માંડ અનંત છે અને તેનો તાગ પામી શકાતો નથી.જ્યારે આધુનિક વિજ્ઞાન હમણાં હમણાં આ વાતને સમર્થન આપતાં કહે છે કે સમયની સાથે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. પાંચ લ્આખ આકાશગંગાના અભ્યાસ બાદ એ તારણ નીકળ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ બ્રહ્માંડનો વિસ્તાર વધરી રહી છે જે વાત આપણાં ધર્મગ્રંથો સદીઓથી કહેતા આવ્યાં છે. ‘બ્રહ્માંડ’ શબ્દ બ્રૂ-બમ પરથી આવ્યો છે જેનો અર્થ ફેલાયેલું બ્રહ્મ થાય છે. એટલા જ માટે બ્રહ્માંડના નિરૂપણ સમાન શિવલિંગનો આકાર અંડાકાર બતાવ્યો છે. શિવ એટલે માત્ર શુભ નથી પણ શિવ એટલે કલ્યાણકારી. હિન્દુ ધર્મે સમસ્ત બ્રહ્માંડને કલ્યાણકારી કહ્યો.

6jpg

* અર્ધનારીશ્વર સ્વરૂપ

પ્રત્યેક માનવીમાં સ્ત્રી અને પુરુષના લક્ષણો હોય છે.જેમાં આધાર અને આધેય અથવા શિવ અને શક્તિ અથવા પુરુષ અને પ્રકૃતિ અવિભાજ્ય અંગ છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનની ‘પદાર્થ અને શક્તિ સાથે પરિવર્તન પામે છે’ થિયરીને શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપે વ્યક્ત થયેલી જણાય છે.

7

* બ્લેક હોલ અને મહાકાળ

શિવજીનું એક નામ ‘મહાકાળ’ છે. સરળ ભાષામાં બ્લેક હોલ એટલે ભમ્મરિયો કૂવો, જે નિહારિકાઓ, તારાઓ, ગ્રહોને કે બ્રહ્માંડને ગળી જાય છે અથવા શોષી લે છે. આ બ્લેક હોલમાં કાળ પણ શોષવાઈ જાય છે એટલે જ ભરતીય સંસ્કૃતિમાં શિવજીને મહાકાળ કહેવાય છે. કહેવાય છે કે શિવજી જ્યારે સમાધિ લગાવે છે ત્યારે કાળ થંભી જાય છે.

પવિત્ર માસ – અધિક માસ

5

|| પવિત્ર માસ – અધિક માસ ||

આપણો દેશ ધર્મપ્રેમી દેશ છે. વર્ષભર અનેક ધર્મોના તહેવારોમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. પરંતુ અધિકમાસ એક એવો મહિનો છે જે દરમિયાન લોકો અધિક ભક્તિમય બની જાય છે. અધિક માસ આવતાંજ લોકો યાત્રા અને પવિત્ર નદીઓના સ્થળે વધું જતાં જોવા મળે છે. આ મહિનામાં દરેક ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ ભજન,કિર્તન, સત્સંગ અને મહાભારત, રામાયણ કે ભાગવતની કથાવાર્તાઓનું આયોજન કરવામાં આવે છે.

આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ દુનિયાને બનાવનારા બ્રહ્માજીના પિતાને પુરુષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના અધ્યાયમાં કહ્યું છે કે ” આ પૃથ્વી કોઈપણ આધાર વગર જમીન પર ભ્રમણ કરી રહી છે તે કેવી રીતે ? આનો મતલબ છે મારું અસ્તિત્વ આ દુનિયામાં છે. હું આ સર્વનું સંચાલન કરું છું. આ દુનિયામાં બધા જીવોનો નાશ થાય છે પણ હું અમર છું. આ દુનિયાના બધાં પ્રાણીઓમાં હું છું. જે લોકોના મનમાં પૃથ્વી પરના પ્રત્યેક જીવો માટે પ્રેમભાવ છે, જે લોકો ઈર્ષા, દંભ, અને વેરભાવને ભૂલી નિષ્કામ બનીને ગરીબ અને અસહાયોની મદદ કરે છે તેઓ જ મારું પુરુષોત્તમ સ્વરુપ ઓળખી શકે છે ”

આ મહિનામાં દાન પુણ્યનું અધિક મહત્વ છે. જે લોકો અધિકમાસમાં દાન-પુણ્ય કરે છે, ધાર્મિક કથાઓ,સત્સંગ અને ઈશ્વરની સેવામાં પોતાનો સમય વિતાવે છે, તેઓના પાછલાં બધાં પાપો ધોવાઈ જાય છે, અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગે લોકો એવું માને છે કે ભજન-કિર્તન, સત્સંગમાં તો ઘરડાં લોકો જ જાય છે,યુવાનોએ તો હમણાં ખાઈ પીને મોજ કરવાની હોય છે, વૃધ્ધાવસ્થામાં ઈશ્વરનું નામ લઈશું, પણ એવું નથી. ઈશ્વરની સર્વને હંમેશા જરુર પડે છે.

તમે કોઈ મુસીબતમાં ફસાયા હોય તો સૌથી પહેલાં તમે કોને યાદ કરો છો ? ઈશ્વરને જ ને ? કારણ કે આપણા મુખેથી મુસીબતમાં આ જ શબ્દો નીકળે છે કે ‘ હે ઈશ્વર મને મદદ કરજે” અને આપણે કોઈ મુસીબતમાંથી બચી ગયા હોય તો પણ એવું જ કહીએ છે કે “આજે તો ઈશ્વરના કૃપાથી બચી ગયો” મતલબ દરેકના દિલમાં ક્યાંક તો ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા છે જ. તો પછી કેમ નહિ આ મહિનામાં ઈશ્વરની સેવા કરવાનું પુણ્ય કમાવી લઈએ. તેને માટે ખાસ મંદિરમા જવાની કે કલાકો સુધી ભજન કિર્તન કરવાની જરુર નથી. તમે કોઈ ગરીબની મદદ કરશો, કોઈ ભૂખ્યાને ભોજન આપશો તો પણ તમે ઈશ્વરની સેવા કરી કહેવાશે. તમે દિવસભર ભૂખ્યા રહીને ઈશ્વરનું ધ્યાન ઘરતાં રહ્યાં અને સાંજે કોઈ ભૂખ્યો માણસ કે પ્રાણી આવીને તમારા દરવાજે ઉભો હોય જેને તમે એક રોટલી પણ ન આપી શકો તો તમારો ઉપવાસ પણ વ્યર્થ છે કારણ તેને ઈશ્વર પણ નહિ કબૂલે.

ગુજરાતમાં આ માસમાં લોકો દાન પૂજન ખૂબ કરે છે. ધણાં લોકો અધિક માસમાં ખાસ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે. આમ, અધિકમાસને પવિત્રમાસ એટલા માટે જ કહ્યો છે જે દરમિયાન દરેક માનવ સારા કર્મો કરીને પવિત્ર થઈ જાય. તો ચાલો અધિકમાસને પૂરા થવાના જૂજ દિવસો જ બાકી છે તો આપણે પણ થોડું પુણ્ય કમાવી લઈએ.

|| કેવી રીતે બને છે અધિકમાસ ||

માનવ માત્રને પાવન કરનારો પુરુષોત્તમ માસ અધિકસ્ય્ ફલમ્

સર્વ માસોમાં સર્વ શ્રેષ્ઠ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે. જેને અધિક માસ પણ કહેવામાં આવે છે. અધિક માસ એટલે આપણે આપણા જીવનમાં અધિક ભક્તિ અને સત્સંગ, કથા અને કીર્તન, ધૂન અને ધ્યાન કરવાનો માસ. આ પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે.

પુરુષોત્તમ માસ એટલે… સત્સંગ, સ્મરણ, સેવાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ભગવાનના અક્ષરધામને પામવાનો પરમ પવિત્ર માસ.

આવો પાવનકારી પુરુષોત્તમ – અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે એની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે તેને ચંદ્રમાસ કહેવાય. આ ચંદ્રની પ્રદક્ષિણાઓ પૂરી થતાં ૩૫૪ દિવસ, ૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૩.૫૫ સેકંડ જેટલો સમય લાગે છે.

પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થાય તેને વર્ષ કહેવાય છે અને ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ ૪૭.૫ સેકન્ડ જેટલો સમય લાગે છે.આમ થવાથી ચાંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે ૧૧ દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહીં દેતાં દર ત્રીજે વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય છે. આ ઉમેરેલા માસને પુરુષોત્તમ કે અધિકમાસ કહેવામાં આવે છે.

આ અધિક માસ ૩૨ મહિના, ૧૬ દિવસ અને ૪ ઘડીના અંતરે આવ્યા કરે છે. આ મહિનામાં સૂર્ય-સંક્રાન્તિ થતી નથી તેથી અધિક માસ શુભકાર્યોમાં વર્જિત ગણવામાં આવેલો છે.

સંક્રાંતિ રહિત અધિક માસ પ્રત્યેક ૨૮ મહિનાથી વધુ તથા ૩૬ મહિના ૫હેલાં આવતો હોય છે. અધિક માસમાં વિવાહ, યજ્ઞ મહોત્સવ, દેવપ્રતિષ્‍ઠા… વગેરે માંગલિક કાર્ય કરવાનો નિરોધ છે.

પ્રાચિન કાળમાં સર્વપ્રથમ અધિક માસની શરૂઆત થઇ ત્યારે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ ના હોવાથી તે મલમાસ કહેવાયો. આ સ્‍વામી રહિત મલમાસમાં દેવ.. પિતર.. વગેરેની પૂજા તથા માંગલિક કાર્ય થતાં ન હોવાથી લોકો તેની ઘોર નિંદા કરવા લાગ્યા. આ પ્રકારની લોક-ભત્‍સનાથી ચિંતાતુર બની મલમાસ ચિંતાતુર બની જે ક્ષર તથા અક્ષરથી અતિત, અવ્યક્ત હોવા છતાં ભક્તોના પ્રેમના માટે વ્યક્ત(પ્રગટ) થાય છે તેવા અક્ષરબ્રહ્મ, આનંદસિધું પુરૂષોત્તમ ભગવાન વિષ્‍ણુના શરણોમાં જઇને પ્રભુને પ્રાર્થના કરે છે કેઃ હું એક જ એવો અભાગી છું કે જેનું કોઇ નામ નથી, કોઇ સ્‍વામી કે આશ્રય નથી, શુભ કર્મોથી મારો તિરસ્‍કાર કરવામાં આવે છે. મલમાસને શરણાગત બનેલો જોઇને ભગવાને કહ્યું કેઃ સદગુણો, કીર્તિ, પ્રભાવ, ષડૈશ્ર્વર્ય ૫રાક્રમ, ભક્તોને વરદાન આ૫વાં… વગેરે જેટલા ૫ણ ગુણ મારામાં છે અને તેનાથી હું સમગ્ર વિશ્ર્વમાં પુરૂષોત્તમ નામથી વિખ્યાત છું, તેવી જ રીતે આ મલિનમાસ ૫ણ ભૂતલ ૫ર પુરૂષોત્તમ નામથી પ્રસિધ્‍ધ થશે. મારામાં જેટલા સદગુણ છે તે તમામને આજથી મેં મલિનમાસને આપી દીધા છે. મારૂં નામ જે વેદ, લોક અને શાસ્‍ત્રોમાં વિખ્યાત છે, આજથી તે પુરૂષોત્તમ માસ નામથી આ મલિનમાસ વિખ્યાત થશે અને હું પોતે આ માસનો સ્‍વામી બની ગયો છું. જે ૫રમધામ પહોંચવા મુનિ, મહર્ષિ કઠોર ત૫સ્‍યામાં નિરંતર લાગેલા રહે છે તે દુર્લભ ૫દ પુરૂષોત્તમ માસમાં સ્‍નાન, પૂજા, અનુષ્‍ઠાન, સેવા, સુમિરણ, સત્‍સંગ કરનાર ભક્તોને સુગમતાથી પ્રાપ્‍ત થશે. આ બારેય મહિનામાં સર્વશ્રેષ્‍ઠ માસના નામથી વિખ્યાત થશે.

પ્રત્‍યેક ત્રીજા વર્ષે પુરૂષોત્તમ માસના આગમન ૫ર જે વ્‍યક્તિ શ્રધ્‍ધા-ભક્તિની સાથે સેવા, સુમિરણ, સત્સંગ, વ્રત, ઉ૫વાસ, પૂજા.. વગેરે શુભ કર્મો કરે છે તેમની ઉ૫ર ભગવાન પ્રસન્ન થાય છે અને તે પોતાના સમસ્ત પરિવાર સહિત નિર્મળ ભક્તિ પ્રાપ્‍તિ કરે છે.

શ્રી ગણેશ

1

|| શ્રી ગણેશ ||

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિ ને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે.ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

શ્રી ગજાનનનું હાથીનું મસ્‍તક વિશાળતા સુચવે છે. માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુધ્ધિશાળી ગણાય છે. જો માનવ બુધ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્‍ય વિકાસ સાધી શકે.

હાથીના કાન સૂપડા જેવા હોય છે. અર્થાત અનાજ સાફ કરતી વખતે સૂપડું સારું અનાજ રહેવા દયે છે અને કચરો ધુળ વગરે ને બહાર ફેકી દયે છે તેજ રીતે કાન ઉપર અથડાતા સત્‍ય-અસત્‍યની વાતોમાંથી સત્‍ય વાતોનું જ શ્રવણ કરવું.

શ્રી ગજાનન તેના હાથીના મસ્‍તકની ઝીણીઆંખો દ્વારા સમસ્‍ત સંસારને ખુબજ ઝીણવટપૂર્વક નીરખે છે. તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્‍મમાં સૂક્ષ્‍મ વસ્‍તુ પણ દ્રષ્ટિ મર્યાદા બહાર જતી નથી.

હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંધવા માટે સમર્થ છે. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે.

ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્‍તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્‍યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે.

ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે જે પેટની વિશાળતા સૂચવે છે. જેમાં તત્‍વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે.

ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્‍યવી વસ્‍તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે.

આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે. ગણપતિને રિધ્ધિસિધ્‍ધીના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્‍ધી પણ સાંપડે છે.

અવતાર
ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.
૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.
૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.
૪) કલિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.

બાર નામ
ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી પાર્વતી
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર- બે ૧. શુભ ૨. લાભ

પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ- લાલ રંગનાં
પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ- જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ

શ્રાવણ માસનો મહિમા

6

|| શ્રાવણ માસનો મહિમા ||

હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચતુર્માસનો આ પ્રથમ માસ છે. આ માસમાં શિવપુરાણ અને શ્રી ભાગવતપુરાણનું વાંચન, શ્રવણ કરવાનું મહત્વ માનવામાં આવ્યું છે. શ્રાવણ માસનાં સોમવારને શ્રાવણીયા સોમવારનાં નામથી ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં જેટલું મહત્વ શ્રાવણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેટલું જ મહત્વ શ્રાવણીયા સોમવારનું પણ દર્શાવવામાં આવ્યું છે. આ માસમાં શિવભક્તો શૈવાલયોમાં જઈ લિંગ પૂજન કરે છે અને ભગવાન મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. શ્રાવણ મહિનામાં ગંગાજીનું પણ અતિ મહત્વ રહેલું છે શ્રાવણમાસમાં ગંગાજીમાં વર્ષાઋતુનાં નવા નીર આવે છે. આથી આ માસમાં શિવભક્તો પવિત્ર અને ચોખ્ખું ગંગાજળ લાવવા માટે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, કાશી, ગંગાસાગર (કોલકત્તા) વગેરે પાવન સ્થળોની કાવડ યાત્રા ઉપાડે છે. આ યાત્રા ભક્તજનો મોટાભાગે ચાલીને પૂર્ણ કરે છે. આ માસમાં ગંગાજળ વડે ભગવાન શિવ ઉપર અભિષેક અને રુદ્રાભિષક કરવાનું મૂલ્ય રહેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગાજળની કાવડ લાવી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો એ એક તપમાર્ગ છે, અને આ તપમાર્ગ પર ચાલવા માટે માનવો સિવાય દેવગણ, દાનવ, યક્ષ, કિન્નર, ઋષિમુનિઓ પણ તત્પર રહે છે. સંતો કહે છે કે સોમવાર ભગવાન શિવને અત્યંત પ્રિય છે, તેથી જે ભક્તજનોને આખું વર્ષ પૂજન કરવાનું જે પુણ્ય મળે છે તે જ પુણ્ય ભક્તજનોને શ્રાવણમાસમાં ફક્ત સોમવારે શિવસાધના કરે તો પણ મળી જાય છે. વિદ્વાનોનું કહેવું છે કે દેવ-દાનવો વચ્ચેનું સમુદ્રમંથન પણ શ્રાવણમાસમાં જ થયેલું. આ સમુદ્ર મંથન દરમ્યાન જે ૧૪ રત્નો નીકળ્યાં તેમાંનું એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યો. આ ધારણ કરેલ વિષને કારણે તેમના કંઠનો તે ભાગ નીલો પડી ગયો, આથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. શાસ્ત્રોનું કહેવું છે કે સતયુગમાં પ્રભુને શાતા આપવા માટે સમગ્ર દેવી દેવતાઓએ પ્રભુ ઉપર જળનો અભિષેક કર્યો, ત્રેતા અને દ્વાપર યુગમાં વિષપ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે પય અર્થાત દૂધનો અભિષેક કરવામાં આવ્યો, જેથી કરીને વિષ પ્રભાવ થોડો ઓછો થાય, અને આજ કારણસર આજે આ કલિયુગમાં વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો અને ભક્તજનો હજુ પણ ભગવાન શિવ ઉપર જલ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. શિવ પુરાણમાં કહેલ છે કે જે જલ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે તે જલ સ્વયં એ પરમાત્મા શિવનું સ્વરૂપ છે. संजीवनं समस्तस्य ॥

संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌।
भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥

આથી વિદ્વાનો કહે છે કે જે પરમાત્મા સ્વરૂપ જલ છે તેનો દુર્વ્યય ન કરવો જોઈએ. સંતો કહે છે કે ભગવાન શિવે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે મસ્તક પર ચંદ્ર અને ગંગાજીને ધારણ કરેલા છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણીયા સોમવારે શિવલિંગ ઉપર દૂધ અને જળ સિવાય વિશેષ વસ્તુઓ પણ અર્પિત કરવામાં આવે છે જેને શિવમુઠ્ઠીનાં નામે ઓળખવામાં આવે છે.

1

આ શિવમુઠ્ઠીમાં પ્રથમ સોમવારે અક્ષત-ચોખા, બીજા સોમવારે સફેદ તલ, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે, સામાન્ય રીતે પ્રત્યેક માસમાં ૪ સોમવાર હોય છે પણ કવચિત પાંચમો સોમવાર શ્રાવણ માસમાં આવતો હોય તો અલગથી એક ભોગસામગ્રી અથવા સત્તુ સિધ્ધ કરાવીને ધરવામાં આવે છે. આ માસમાં બિલ્વપત્ર અને રુદ્રાક્ષ પણ ભગવાન શિવને સમર્પિત કરાય છે. એક માન્યતા અનુસાર રુદ્રાક્ષનું પ્રાગટ્ય ભગવાન શિવનાં અશ્રુઑમાંથી થયું છે. શિવપુરાણમાં કહ્યું છે કે ભસ્મ, રુદ્રાક્ષ, દૂધ, જલ, ભાંગ, બિલ્વપત્ર, શમીપર્ણ, ધતૂરો, કરેણ, અને કમળ એ ભગવાન શિવને અત્યંત પ્રિય છે તેથી આ વસ્તુઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તજનોને ભગવાન શિવની પ્રસન્નતા મળે છે, અને ભક્તજનોનાં પૂર્વ જન્મોનાં પાપોનો ક્ષય થાય છે. પુરાતન કાળમાં શત (સો), સહસ્ત્ર (એક હજાર), કોટિ (એક કરોડ) બિલ્વપત્રથી ભગવાન શિવનું પૂજન કરવામાં આવતું હતું. એક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં એક અખંડ બિલ્વપત્ર વડે શિવાર્ચન કરવાથી કોટિ બિલ્વપત્ર ચડાવવાનું ફળ મળે છે. બિલ્વપત્રની જેમ પુરાતન કાળમાં કમળપત્રથી પણ ભગવાન શિવનું પૂજન થતું હતું તેવો ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ એક સમયે ભગવાન શિવનું કોટિ કમળદલ વડે પૂજન કરતાં હતાં, ત્યારે એક કમળ દલ ઓછું પડતાં તેમણે પોતાના નેત્રકમળ કાઢીને ભગવાન શિવને ધરાવેલ, ભગવાન શિવની જેમ રાવણે કરેલ કમળપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૭ મી સદીથી ૧૯ મી સદી દરમ્યાન ચારણો અને બારોટ પ્રજા દ્વારા ભગવાન શિવ માટે કરેલ શીશ કમળ પૂજનનો ઉલ્લેખ સાહિત્યોમાં થયેલો છે.

ઋષિમુનીઓએ કહ્યું છે કે શિવોપાસનામા માનસ પૂજાનું અને લિંગપૂજનનું પણ એટલું જ મહત્વ છે. સંતોએ અને શાસ્ત્રોએ કહ્યું છે કે દેહથી કર્મ થાય છે અને કર્મથી દેહ મળે છે તે પણ એક પ્રકારનું બંધન જ છે, પરંતુ શિવલિંગ દ્વારા થતી શિવોપાસના, શિવ સ્મરણ અને શિવોર્ચન એકમાત્ર એવું સાધન છે જે જીવોને કર્મનાં બંધનોમાંથી મુક્તિ અપાવવામાં સહાયક થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શિવલિંગની સાથે સ્વયંભૂ શિવલિંગનો મહિમા અનેરો છે, આ સ્વયંભૂ શિવલિંગ પાવન અને પવિત્ર હોય છે, અને તેમાંયે તુલસીવન, પીપ્પલ અને વટ વૃક્ષ, તીર્થતીરે, પર્વતનાં શિખરે, નદી-સાગરનાં તટ પર, અને ગુરૂ આશ્રમ પર સ્વયંભૂ શિવલિંગ હોય તો તે પવિત્ર હોવાની સાથે સાથે પરમ સિધ્ધિદાયક પણ હોય છે.

શ્રાવણમાસમાં શિવોર્ચન જેટલું જ શિવમંત્રોનું પણ મહત્વ માનવામાં આવ્યું છે, તેથી ભગવાન શિવની ઉપાસના અને આરાધના સમયે પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય” અને મહામૃત્યુંજય મંત્રનું અનેરું મૂલ્ય છે. આ મંત્રોનો પાઠ કરવાથી દુઃખ, ભય, રોગ વગેરેનો નાશ થતાં જીવોને શાંતિ અને દીર્ઘાયુ મળે છે. આ ઉપરાંત આ માસમાં શિવામૃત, શિવ ચાલીસા, શિવ કવચ, રામચરિત માનસ, શ્રીમદ ભાગવત આદીનો પાઠ શુભ મનાયો છે. ભગવન શિવનો શ્રાવણ માસ માસોત્તમ કહેવાયો છે. આ માસનો પ્રત્યેક દિન ધર્મ પૂજન, કર્મ દાન અને સ્મરણ આસ્થાને લઈને આવે છે તેથી શ્રાવણ માસ, શ્રવણ નક્ષત્ર અને શિવનું પૂજન એ ભક્તજનો માટે એકદમ વિશિષ્ટ બની રહે છે.

|| શિવ આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ ||

શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધના અને ઉપાસનાનું પર્વ. દર વર્ષે આવતા આ પવિત્ર શ્રાવણમાસમાં શિવની પૂજા – અર્ચના થાય છે. ભક્તજનો અનેક રીતે ઉપાસના કરે છે. શ્રાવણમાસ શરૃ થતાં જ શિવલિંગ ઉપર અભિષેક – બીલીપત્ર ચઢાવાય છે. ઘણા શિવ મંદિરોમાં પ્રાતઃકાલથી રૃદ્રાભિષેક કરવામાં આવે છે. આ રૃદ્રાભિષેકમાં રૃદ્રીનો પાંચમો અધ્યાય અગિયાર વખત આવર્તન કરવાથી એક રૃદ્વાભિષેક થાય અથવા મહિમ્ન સ્ત્રોત એકાદશવાર કરવાથી એક રૃદ્રાભિષેક થાય છે. આ રૃદ્રાભિષેકમાં ગાંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીપ પણ રાખવામાં આવે છે. શ્રાવણી સોમવારના દિવસે તો શિવમંદિરોમાં સવારથી મધ્યરાત્રી સુધી ભક્તોની લાંબી લાઇન લાગે છે. આ દરેક શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ભક્તિ કરવાથી નવા કાર્યો કરવાની હિંમત મળે છે.� આજના જમાનામાં લોકો હંમેશા આધિ, વ્યાધિ તેમજ ઉપાધિની માયાજાળમાં ફસાયેલા રહે છે. આ માત્ર એક કારણ હોઇ શકે કે શાંતિ પ્રાપ્ત કરવા લોકો આધ્યાત્મના માર્ગે વળ્યા છે. જેના કારણે તેઓ મંદિરે જઇ શાંતિનો અહેસાસ કરે છે.

શ્રાવણ મહિનામાં મોટા ભાગના લોકો આખો મહિનો ઉપવાસ – એકટાણા કરે છે. એટલું જ નહીં જે લોકો આખો મહિનો નહીં, તેઓ સોમવારના વ્રત તો અચૂક કરે છે. મનમાં શ્રદ્ધા રાખવાથી ભક્તિનો અનુભવ થાય છે. ઘણી વાર મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળતા ઇશ્વર પ્રત્યેની આસ્થા વધી જાય છે.

ભારતીય વૈદિક સંસ્કૃતિમાં શિવપૂજા હજારો વર્ષથી ચાલી રહી છે. મહાદેવ એટલે દેવોના દેવ શિવ ભોળાનાથ. તેમનાં મંદિરો સમગ્ર ભારતમાં સર્વત્ર જોવા મળે છે. વિશ્વમાં પણ જ્યાં જ્યાં હિન્દુ સંસ્કૃતિ વસી છે, વિસ્તરી છે ત્યાં ત્યાં શિવમંદિરો છે અને શિવપૂજા થાય છે. એમાં પણ શ્રાવણ માસ આવે એટલે આપણે આબાલ વૃદ્ધ સૌ શિવજીને યાદ કરીએ છીએ. શિવ એટલે કલ્યાણ કરનાર દેવ. આવા શિવજીનું એક લક્ષણ છે ભોળપણ. શિવ ઝડપથી પ્રસન્ન થાય છે અને શિવ એકાએક કુપિત પણ થાય છે. શિવની પ્રસન્નતાનો પ્રસાદ પુષ્પદંત જેવા ગંધર્વને પણ મળે છે અને રાવણ જેવા વિદ્વાન વિપ્ર અસુરને પણ મળ્યો હતો.

રામચંદ્રજીએ પણ શિવજીની સ્થાપના રામેશ્વરમાં કરી હતી. આમ શિવજી અદનાઆદમીથી માંડીને દેવોના પણ મહાદેવ છે. એમાં પણ શ્રાવણ મહિનો આવે એટલે દેવાધિદેવ શંકરની ઉપાસના કરવાનો મહિનો. શ્રાવણ માસમાં માનવ હૈયામાં પ્રેમમંદિરો રચાય છે અને શિવમંદિરો પણ મંડિત થાય છે. એકમાં પ્રેમની ભીનાશ પ્રગટે છે તો બીજામાં ભક્તિની ભીનાશ માનવ મનને ભીંજવે છે. માનવ અને મહાદેવ પ્રેમના સેતુથી શ્રાવણમાં સંકોરાય છે. પ્રેમ વિના માનવ, માનવીને કે મહાદેવને ન મેળવી શકે. શિવ તત્ત્વ કે શ્રેયતત્ત્વ ન પામી શકે. આ સિવાય માનવજીવનને ભક્તથી ભીંજવે એવું એક સ્તોત્ર તે શિવમહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્રના પાઠ શ્રાવણમાસ દરમિયાન ખાસ કરવા જોઇએ.

|| શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું મહત્વ ||

આદિકાળથી વિશ્વની સંસ્કૃતિઓમાં હિંદુ સંસ્કૃતિ આજે પણ શ્રદ્ધા અને ભક્તિથી જીવિત છે. આખા વર્ષ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિભાવ સમા અનેક તહેવારો – પર્વોએ ભારતીય સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાનું ઋતુચક્ર ટકાવી રાખ્યું છે. એમાંયે અષાઢ અને શ્રાવણી તહેવારોનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં અનેરૃ જોવા મળે છે. શ્રાવણ માસનું જેટલું મહત્ત્વ છે એનાથી વિશેષ મહત્ત્વ શ્રાવણમાં શિવ ઉપાસનાનું છે. આ માસમાં શિવનો મહિમાં અત્યંત પવિત્ર અને ફળદાયી ગણાય છે. એમ કહેવાય છે કે સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી જે અમૃત નીકળ્યું તે પીવા માટે બધા દેવો તૈયાર થયા પરંતુ જે વિષ નીકળ્યું તે પીવા કોઇ તૈયાર ન થયું ત્યારે છેવટે ભગવાન શંકરે એ વિષપાન કર્યું હતું. આ વિષપાન ભગવાન શંકરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કરેલું હોઇ તે મહિના અને શ્રાવણ સોમવારનું મહત્ત્વ હિંદુઓમાં વિશેષ લેખાય છે.

વહેલી સવારે સ્નાન કરીને નવા વસ્ત્રો પરિધાન કરી પૂરા શ્રાવણ માસ દરમિયાન મહાદેવના મંદિરે છેલ્લા દિવસ સુધી જઇ મહાદેવજીના શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવે છે. બ્રાહ્મણો શિવમંદિરોમાં જઇને અનુષ્ઠાનો, રૃદ્રાભિષેક, બિલીપત્રો વડે પૂજા અર્ચન કરીને સાત્વિક પુણ્યકર્મ કમાવે છે. આ દિવસોમાં ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક શિવપૂજન કરવાથી બધાં પાપકર્મો નષ્ટ થઇ જાય છે અને પુણ્યાત્મ મોક્ષને પ્રાપ્ત થાય છે.

શિવપૂજનની સાથે શ્રાવણમાસમાં પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં ખાસ આંકવામાં આવ્યું છે. જેમાં કર્મકાંડી અને શિવઉપાસક બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના – નાના સુંદર શિવલિંગો બનાવીને રોજ એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પાતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૃપે એ વિસર્જન ક્રિયામાં જોડાય છે અને શિવસ્તુતિ પણ કરે છે. આ ઉપરાંત શૈવેકા દશનામ મંત્રજપ શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે. (૧) ઓમ રુગોરાય નમ: (૨) ઓમ પશુપતેય નમઃ (૩) ઓમ સર્વાયે નમઃ (૪) ઓમ વિરુપાશ્ચાય નમઃ( ૫) ઓમ વિષ્ણુરૃપિણે નમઃ ( ૬) ઓમ ત્રંબકાય નમઃ (૭) ઓમ કપર્ર્યાિદને નમઃ (૮) ઓમ ભૈરવાય નમઃ (૯) ઓમ શૂરપાણે નમઃ (૧૦) ઓમ ઇશાનાય નમઃ.

વિષ્ણુ ભગવાન અને તેમના પ્રતિકો

3

|| વિષ્ણુ ભગવાન અને તેમના પ્રતિકો ||

ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. આ મૂર્તિ અને તેનાં પ્રતીકોને ન સમજનાર એક મિત્રે એક વાર કહ્યું કે, આ મૂર્તિ બધી જુનવાણી નથી લાગતી ? ચક્ર અને ગદા જેવાં જૂનાં હથિયારોનું આજે શું મૂલ્ય ? આજે તો ભગવાને આપણા અને તેના પોતાના રક્ષણ માટે હાથમાં ‘ન્યુટોન બોમ્બ’ કે ‘લેસર ગન’ રાખવાં જોઇએ. અને આવં કંઇક હાથમાં હોય તો ભગવાન જરા ‘મોડર્ન’ લાગે. આ તો ભગવાન એટલા જૂનવાણી લાગે છે કે અમારા આવા ભગવાન છે તે કહેતાં પણ સંકોચ થાય છે.

આવી દલીલો કરનારને ક્યાં ખબર છે કે ચતુર્ભુજ ભગવાને હાથમાં ધારણ કરેલ પ્રતીકો આજે પણ યથાર્થતા ધરાવે છે. ફક્ત તેમનાં દર્શન કરવા જઇએ ત્યારે એ પ્રતીકોમાંથી પ્રગટ થતાં અર્થોને નીહાળતા પુનિત દૃષ્ટિ હોવી જોઇએ. એ પ્રતીકોમાંથી નીકળતા અર્થગંભીર શબ્દોને સાંભળવા કાન જોઇએ. સૃષ્ટિના ચારનો અંક એવો છે કે જેનાંથી સૃષ્ટિનું નિર્માણ થયું અને સૃષ્ટિનો ક્રમ બન્યો.

ભગવાન વિષ્ણુને સૃષ્ટિ રચનાનો સંકલ્પ થયો કે તેમના નાભિકમલમાંથી ચાર મુખવાળા બ્રહ્મા પ્રગટ્યા. આ ચતુર્મુખ બ્રહ્માના ચાર હાથમાં ચાર વેદો, ‌ઋગ્વેદ, યજુર્વેદે, સામવેદ અને અથર્વવેદ. અને બ્રહ્માનાં ચાર મુખ ચાર દિશાઓ ઉત્તર, ‌દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફ હતાં. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ચતુર્મુખ બ્રહ્માએ પ્રાણીઓને ચાર વર્ગોમાં વિભાજિત કર્યા – અંડજ, જરાયુજ, સ્વેદેજ, તથા ઉદ્ભિજ. ત્યાર પછી માનવીય સૃષ્ટિની રચના માટે માનસપુત્રો ઉત્પન્ન કર્યા. સનક, સનન્ન્દન, સનત્કુમાર અને સનાતન. અને ત્યાર પછી માનવોના વિકાસ માટે ચાર વર્ણો અને ચાર આશ્રમોની રચના કરી.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વળી થયા અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમો થયા અને મનુષ્યને કર્મ કરવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષોર્થ પણ પ્રભુએ પ્રદાન કર્યા. આમ સૃષ્ટિની શરૂઆતથી ‘ચાર’નો આકંડો વિશિષ્ટ બની ગયો છે. અને તેથી જ પ્રભુ વિષ્ણુએ ચાર હાથ ધારણ કરી તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મનાં ચાર પ્રતીકો ધારણ કર્યા છે. ચતુર્ભુજ પ્રભુએ ધારણ કરેલાં આ ચાર પ્રતીકોનાં શાસ્ત્રો અર્થો શું છે ? તે ચાર પ્રતીકો સમાજના ચાર વર્ણો, વ્યક્તિના જીવનના ચાર આશ્રમો, ચાર પુરુષોર્થો વગેરેનું કઇ રીતે પ્રતિપાદન કરે છે તથા આપણને જીવનલક્ષી શું સંદેશાઓ આપે છે તે વિચારીશું.

શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ તુલસીદાસ

4

|| શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ તુલસીદાસ ||

જુઓને ભગવાને પણ કેવો યોગ રચ્યો છે. કે ભક્ત વિના પ્રભુ પણ રહી નથી સકતા… તેથી જ તો રામનવમી એટ્લેકે શ્રીરામના જન્મ બાદ તરત જ તેમના અનુજ સમા શ્રી હનુમાનનો જન્મ આવે છે…અને આમ પણ ભક્ત વિના પ્રભુ પણ અધુરા જ સ્તો છે ને. શ્રી રામની જીવનલીલામાં હનુમાનનુ સ્થાન અનન્ય હતું. વળી હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે કે પ્રભુ તો તેમના દિલમાં છે, મોતીઓમાં કે વૈભવમાં નહીં. જે કહે છે કે ભગવાનને ભજવામાં દેખાડો ન હોય… તો પછી આજના દિવસે હનુમાનજીની પૂજા કર્યા વિના કેમ ચાલે તો આપણા સનાતન-જાગૃતિમા બતાવ્યા મુજબ ચાલો આપણે તેમની પૂજા અને હનુમાનચાલીસાનું પઠન કરીએ..

પૂજન વિધિ

બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો. કુશ અથવા ઉનના આસન પર હનુમાનજી ની પ્રતિમા, ચિત્ર અથવા યંત્રને (ભોજપત્ર અથવા તામ્ર-પત્ર પર ઉત્કીર્ણ કરવાવીને) સામે રાખો અને સિંદૂર, ચોખા, લાલ પુષ્પ, અગરબત્તી તથા દીવો પ્રગટાવી પૂજન કરો. બૂંદીના લાડવાનો ભોગ લગાવો. પુષ્પ હાથમાં લઇ નિમ્ન શ્લોકનું ઉચ્ચારણ કરો:

अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् ।
सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥

અતિલિત બલધામં હેમ શૈલાભદેહં, દનુજ-વન કૃશાનું જ્ઞાનિનામગ્રણ્યમ્ |
સકલ ગુણનિધાનં વાનરામધીશં, રઘુપતિ પ્રિયભક્તં વાતજાતં નમામિ ॥

ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને મનમાં હનુમાનજીનું ધ્યાન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો. અંતમાં લાલ ચંદનની માળા લઇ “हं हनुमते रुद्रात्मकाय हूं फट्” મંત્રનો ૧૦૮ વાર નિત્ય જાય કરો.

|| શ્રી હનુમાન ચાલીસા ||

* દોહા : –

श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥

શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥

ભાવાર્થ – શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.

बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥

બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥

ભાવાર્થ – હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.

॥ ચૌપાઈ ॥

जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥

ભાવાર્થ – હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.

रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥

રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥

ભાવાર્થ – હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.

महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥

મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥

ભાવાર્થ – હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.

कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥

કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥

ભાવાર્થ – આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.

हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥

ભાવાર્થ – આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.

शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥

શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥

ભાવાર્થ – હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.

विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥

ભાવાર્થ – આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.

प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥

ભાવાર્થ – આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.

सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥

ભાવાર્થ – આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.

भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥

ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥

ભાવાર્થ – આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.

लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥

લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥

ભાવાર્થ – આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.

रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥

રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥

ભાવાર્થ – હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.

सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥

સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં ॥

ભાવાર્થ – “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.

सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥

સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥

ભાવાર્થ – શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.

जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥

જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥

ભાવાર્થ – યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.

तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥

ભાવાર્થ – આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.

तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥

ભાવાર્થ – આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.

जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥

જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥

ભાવાર્થ – જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.

प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥

પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥

ભાવાર્થ – આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.

दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥

દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥

ભાવાર્થ – સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.

राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥

રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥

ભાવાર્થ – આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.

सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥

સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥

ભાવાર્થ – આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.

आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥

આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥

ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.

भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥

ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥

ભાવાર્થ – હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.

नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥

નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.

संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥

સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥

ભાવાર્થ – જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.

सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥

સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥

ભાવાર્થ – રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.

और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥

ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥

ભાવાર્થ – આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥

ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥

ભાવાર્થ – આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.

साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥

સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥

ભાવાર્થ – હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.

अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥

સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥

ભાવાર્થ – હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.

આઠ સિદ્ધિઆ — અણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય – ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે.

નવ નિધિઆ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નૌ નિધિઆ કહેવામાં આવી છે.

राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥

રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥
ભાવાર્થ – આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.

तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥

ભાવાર્થ – આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.

अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥

સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥

ભાવાર્થ – આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.

और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥

ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥

ભાવાર્થ – હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.

संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥

ભાવાર્થ – હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.

जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥

જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.

जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥

જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥

ભાવાર્થ – જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.

जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥

જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥

ભાવાર્થ – ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.

तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥

તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥

ભાવાર્થ – હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ‘ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.

पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥

પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥

ભાવાર્થ -­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.

ભગવાન તીર્થંકરના ચૈત્યવંદન

1

|| ભગવાન તીર્થંકરના ચૈત્યવંદન ||

૧. શ્રી આદિશ્વર ભગવાન ચૈત્યવંદન

આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય;
નાભિરાયા કુલમંડણો, મરૂદેવા માય.
પાંચસો ધનુષ્યની દેહડી, પ્રભુજી પરમ દયાલ;
ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ.
વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણમણીખાણ;
તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.

2

૨. શ્રી અજીતનાથ ભગવાનનું ચૈત્યવંદન

અજીતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાનો સ્વામી;
જીતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી.
બહોંતેર લાખ પૂર્વ તણું, પાળ્યું જિણે આય;
ગજ લંછન લંછન નહી, પ્રણમે સુરરાય.
સાડા ચારસો ધનુષ્યની એ, જિનવર ઉત્તમ દેહ;
પદ પદ્મ તસ પ્રણમીયે, જિમ લહીએ શિવ ગેહ.

3

૩. શ્રી સંભવનાથ ભગવાનનું ચૈત્યવંદન

સાવત્થી નયરી ઘણી, શ્રી સંભવનાથ;
જિતારિ નૃપ નંદનો, ચલવે શિવસાથ.
સેના નંદન ચંદને, પૂજો નવ અંગે;
ચારસો ધનુષ્યનું દેહ માન, પ્રણમો મનરંગ
સાઠ લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય;
તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય.

4

૪. શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદન

નંદન સંવર રાયના, ચોથા અભિનંદન;
કપિ લંછન વંદન કરો, ભવદુ:ખ નિકંદન.
સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય;
સાડા ત્રણસો ધનુષ્યમાન, સુંદર જસ કાય.
વિનીતા વાસી વંદિયે એ, આયુ લખ પચાસ;
પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ.

5

૫. શ્રી સુમતિનાથ ભગવાનનું ચૈત્યવંદન

સુમતિનાથ સુહંકરૂં, કોસલ્લા જસ નયરી;
મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી.
કૌંચ લંછન જિન રાજિયો, ત્રણસો ધનુષ્યની દેહ;
ચાલીશ લાખ પૂર્વ તણું, આયુ અતિ ગુણગેહ.
સુમતિ ગુણો કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ;
તસ પદપદ્મસેવા થકી, લહો સુખ અવ્યાબાધ.

6

૬. શ્રી પદ્મપ્રભ ભગવાનનું ચૈત્યવંદન

કોસંબીપૂરી રાજિયો, ધર નરપતિ તાય;
પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય.
ત્રીસ લાખ પૂર્વતણું, જિન આયુ પાળી;
ધનુષ્ય અઢીસો દેહડી, સવિ કર્મને ટાળી.
પદ્મલંછન પરમેશ્વરુ એ, જિનપદ પદ્મની સેવ;
પદ્મવિજય કહે કીજીયે, ભવિજન સહુ નિતમેવ.

7

૭. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન

શ્રી સુપાર્શ્વ જિણંદ પાસ, ટાળ્યો ભવ ફેરો;
પૃથ્વી માતા ઉરે જયો, તે નાથ હમેરો.
પ્રતિષ્ઠિત સ્તતુ સુંદર, વાણારસી રાય;
વીસ લાખ પૂર્વ તણું, પ્રભુજીનું આય;
ધનુષ્ય બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર;
પદ પદ્મે જસ રાજતો, તાર તાર ભવ તાર.

8

૮. શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચૈત્યવંદન

ચંદ્રપ્રભુ આરાધીએ, દોઢસો ધનુષ્યની કાય;
મહસેન પૃથ્વીપ પુત્ર જશ, રાણી લક્ષ્મણા માય.
જસ આયુ દશ લાખ પૂર્વ, શ્વેત વર્ણનો દેહ;
ચંદ્ર લંછન ચંદ્રપુરી નૃપ, શીતલ ગુણ નમો સ્નેહ.
પૂજિત ઇન્દ્ર નરેન્દ્રથી, રાગદ્વેષ જયકાર,
ગૌતમ નીતિ ગુણ સુરિ કહે, સેવે શિવ દાતાર.

9

૯. શ્રી સુવિધિનાથ ભગવાનનું ચૈત્યવંદન

સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત;
મગર લછંન ચરણે નમું, રામા રૂડી માત.
આયુ બે લાખ પૂર્વતણું, શત ધનુષ્યની કાય;
કાકંદી નગરી ધણી, પ્રણમું પ્રભુ પાય.
ઉત્તમ વિધિ જેહથી લહ્યોએ, તેણે સુવિધિ જિન નામ;
નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ.

10

૧૦.શ્રી શીતલનાથ ભગવાનનું ચૈત્યવંદન

નંદા દઢરથ નંદનો, શીતલ શીતલનાથ;
રાજા ભદિલપુર તણો, ચલવે શિવપુર સાથ.
લાખ પૂર્વનું આઉખું, નેવું ધનુષ્ય પ્રમાણ;
કયા માયા ટાલીને, લહ્યા પંચમ નાણ.
શ્રીવત્સ લછંન સુંદરૂં એ, પદ પદ્મે રહે જાસ;
તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ.

11

૧૧. શ્રી શ્રેયાંશનાથ ભગવાનનું ચૈત્યવંદન

અચ્યુત કલ્પીથકી ચવ્યા, શ્રી શ્રેયાંશ જિણંદ;
જેઠ અંધારી દિવસે છઠે, કરત બહુ આનંદ.
ફાગણ વદી બારસે જનમ, દીક્ષા તસ તેરસ;
કેવલી મહા અમાવાસી, દેશના ચંદન રસ.
વદી શ્રાવણ ત્રીજે લ્હ્યા એ, શિવમુખ અખય અનંત;
સકલ સમીહિત પુરણો, નય કહે ભગવંત.

12

૧૨.શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચૈત્યવંદન

વાસવ-વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ;
વાસુપૂજ્ય કુલ ચંદ્રમાં, માતા જયા નામ.
મહિષ લછંન જીન બારમા, સિત્તેર ધનુષ્ય પ્રમાણ;
કાયા આયુ વરસ વલી, બહોંતેર લાખ વખાણ.
સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય;
તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય.

13

૧૩. શ્રી વિમલનાથ ભગવાનનું ચૈત્યવંદન

અઠ્ઠમ કલ્પ થકી ચવ્યા, માધવ સુદી બારસ;
સુદી મહા ત્રીજે જન્મ,તસ ચોથો વ્રત્ત રસ.
સુદી પોષ છઠ્ઠે લહ્યા, વર નિર્મલ કેવળ;
વદી સાતમ અષાઢની, પામ્યા પદ અવિચલ.
વિમલ જિનેશ્વર વંદીએ, જ્ઞાનવિમલ કરી ચિત્ત;
તેરમા જિન નિત વંદીએ, પુણ્ય પરિમલ વિત્ત.

14

૧૪. શ્રી અનંતનાથ ભગવાનનું ચૈત્યવંદન

અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી;
સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી.
સુજસા માતા જનમીયો, ત્રીસ લાખ ઉદાર;
વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર.
લંછન સિંચાણા તણું એ, કાયાધનુષ્ય પચાસ;
જિન પદ પદ્મ નમ્યા થકી, લહીયે સહજ વિલાસ.

15

૧૫. શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન

વૈશાખ સુદી સાતમે, ચવ્યા શ્રી ધર્મનાથ;
વિજય થકી મહા માસની, સુદી ત્રીજે સુખજાત.
તેરસ માહે ઊજળી, લિયે સંજમ ભાર;
પોષી પૂનમે કેવલી, બહુ ગુણના ભંડાર.
જેઠી પાંચમ ઊજળી એ, શિવપદ પામ્યા જેહ;
નય કહે એ જિન પ્રણમતાં, વાઘે ધર્મ સ્નેહ.

16

૧૬. શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન

શાંતિ જિનેશ્વર સોળમા, અચિરાસુત વંદો;
વિશ્વસેન કુળ નભોમણિ, ભવિજન સુખ કંદો.
મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ;
હત્થિણાઉર નયરી ઘણી, પ્રભુજી ગુણ મણિ ખાણ.
ચાલીશ ધનુષ્યની દેહડી, સમચોરસ સંઠાણ;
વંદન પદ્મ જ્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ.

17

૧૭. શ્રી કુંથુનાથ ભગવાનનું ચૈત્યવંદન

કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય;
સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય.
કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ;
કેવલજ્ઞાનિક ગુણો, પ્રણમો ધરી રાગ.
સહસ પંચાણું વર્ષનું એ, પાલી ઉત્તમ આય;
પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય

18

૧૮. શ્રી અરનાથ ભગવાનનું ચૈત્યવંદન

ઠાણ સર્વાર્થ થકી ચવ્યા, નાગપૂરે અરનાથ;
રેવતી જન્મ મહોત્સવ, કરતા નિર્જરનાથ.
જયકર યોનિ ગજવરૂ, રાશી મીન ગણદેવ;
ત્રણ વર્ષમાં થિર થઈ, ટાળે મોહની ટેવ.
પામ્યા અંબતરૂ તલે એ, ક્ષાયિકભાવે નાણ;
સહસ મુનિવર સાથશું, વીર કહે નિર્વાણ.

19

૧૯. શ્રી મલ્લિનાથ ભગવાનનું ચૈત્યવંદન

મલ્લિનાથ ઓગણીશમાં, જસ મિથિલા નયરી;
પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી.
તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ્ય પચવીશની કાય;
લંછન કળશ મંગલકરૂ, નિર્મમ નિરમાય.
વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય;
પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય.

20jpg

૨૦. શ્રી મુનિસુવ્રત ભગવાનનું ચૈત્યવંદન

મુનિસુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ;
વાનર યોનિ રાજવી, સુંદર ગણ ગિર્વાણ.
શ્રાવણ નક્ષત્રે જનમીયા, સુરવર જય જયકાર;
મકર રાશી છદ્મસ્થમાં, મૌન માસ અગીયાર.
ચંપક હેઠે ચાંપીયા એ, જે ઘનઘાતી ચાર;
વીર વડો જગમાં પ્રભુ, શિવપદ એક હજાર.

21

૨૧. શ્રી નમિનાથ ભગવાનનું ચૈત્યવંદન

મિથિલા નયરી રાજીયો, વપ્રાસુત સાચો;
વિજયરાય સુત છોડીને, અવર મત માચો.
નીલકમલ લંછન ભલું. પન્નર ધનુષ્ય દેહ;
નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણીગેહ.
દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય;
પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય.

22

૨૨. શ્રી નેમિનાથ ભગવાનનું ચૈત્યવંદન
નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય;
સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય.
દશ ધનુષ્યની દેહડી, આયુ વરસ હજાર;
શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર.
શૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન;
જિન ઉત્તમ પદપદ્મને, નમતાં અવિચલ ઠાણ.

23

૨૩. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન

જય ચિંતામણી પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી;
અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી.
પ્રભુ નામે આંનદ કંદ, સુખ સંપત્તિ લહીયે;
પ્રભુ નામે ભવ ભવતણાં, પાતક સબ દહીએ.
ૐ હ્રીઁ વર્ણ જોડી કરી, જપીએ પાર્શ્વનામ;
વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ઠામ.

24

૨૪. શ્રી મહાવીર સ્વામીનું ચૈત્યવંદન

સિદ્ધાર્થ સુત વંદિયે, ત્રિશલાનો જાયો;
ક્ષત્રિયકુંમાં અવતર્યો, સુર નરપતિ ગાયો.
સિંહ લંછન પાઉલે, સાત હાથની કાયા;
બહોંતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા.
ખિમાવિજય જિનરાયના એ, ઉત્તમ ગુણ અવદાત;
સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત.

રામદૂત હનુમાનજી

1

|| રામદૂત હનુમાનજી ||

આજની આ વિષમ પરિસ્થિતિમાં મનુષ્ય માત્ર માટે વિશેષ કરીને યુવાનો અને બાળકો માટે ભગવાન હનુમાનજીની ઉપાસનાં અંત્યન્ત આવશ્યક છે. હનુમાનજી બદ્ધિ- બલ- વીર્ય પ્રદાન કરીને ભક્તોની રક્ષા કરે છે. ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસ વગેરે માત્ર એના નામ સ્મરણથી જ ભાગી જાય છે અને એનાં સ્મરણ માત્રથી અનેક રોગોનું દમન થાય છે. માનસિક દુર્બલતાના સંઘર્ષમાં શ્રી હનુમાનજી સહાયક બને છે. ગોસ્વામી તુલસીદાસજીને અનેક વખત અને ખાસ કરીને શ્રી રામનાં દર્શનમાં સહાયતા મળી હતી. તે (હનુમાનજી) આજે પણ આપણી રામ કથા જ્યાં પણ હોય છે. ત્યાં બિરાજમાન હોય છે. આજ પ્રકારે તે ભગવદ્ભક્તોમાં અભક્ત રૃપથી પ્રકટ રહીને તેની ભક્તિ- ભાવનાઓનું પોષણ કરે છે.

* હનુમાનજી અસમ્ભવ ઘટનાને સમ્ભવ અને સમ્ભવને અસમ્ભવ કરનારા છે. શ્રી હનુમાનજીની આનંદમય મૂર્તિનું સ્મરણ કરવાથી સંસારના તમામ સંકટ અને દુ:ખ દૂર થઇ જાય છે. શ્રીરામનાં અનન્ય પ્રિયપાત્ર શ્રી લક્ષ્મણજી, શ્રી ભરતજી, દેવર્ષિ નારદજી અને વીર હનુમાનજી છે. હનુમાનજી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, ચારે યુગમાં અમર છે. જેમાં કળિયુગમાં તાત્કાલિક ફળ આપનાર હનુમાનજી છે.

* રાવણે નવ ગ્રહોને બંદી બનાવ્યા હતા ત્યારે મહાવીર હનુમાનજી એ તે નવગ્રહોમાંથી શનિદેવને મુક્ત કર્યા હતા અને એટલે જ હનુમાનજીના ભક્તોને શનિદેવની કોઇ જ પિડા પરેશાન કરતી નથી. હનુમાનજીના મિત્રોમાં શનિ, બુધ અને રાહુનો સમાવેશ થાય છે. જો નિત્ય પ્રેમપૂર્વક શ્રી હનુમાનજીનું ધ્યાન અને સ્મરણ કરવામાં આવે તો ક્યારેય કોઇ જ પ્રકારની પિડા હેરાન કરતી નથી.

પવનપુત્ર હોવાથી તેનો વાયુની સાથે પણ ઘનિષ્ઠ સંબંધ છે. અગિયાર રુદ્રોના સંબંધમાં શાસ્ત્રોનો એક મત આ પણ છે, કે આત્મા સહિતનાં દસો વાયુ (૧) પ્રાણ (૨) અપાન, (૩) વ્યાન, (૪) સમાન (૫) ઉદાન, (૬) દેવદત (૭) ફર્મ (૮) કૃકલ (૯) ધનંજય અને (૧૦) નાગ પણ રુદ્ર છે.

શ્રી મહાવીર હનુમાનજી

1

|| શ્રી મહાવીર હનુમાનજી ||

હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.
શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.

|| જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ||

ચૈત્ર સુદ પૂનમના દિવસે ભગવાન શિવજીના અંશાવતાર અને શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીએ અવતાર ધારણ કર્યો હતો. તેમણે શ્રીરામને પણ પોતાના ઋણી રાખ્યા છે. તેમની જન્મ જયંતીની ભારતભરમાં ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. હનુમાનજી ભક્તોનાં કષ્ટો દૂર કરવા માટે સદાયે હાજરાહજુર છે

સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન મહાદેવના અગિયારમા રુદ્ર જ ભગવાન વિષ્ણુના રામાવતારમાં તેમની મદદ માટે મહાકપિ હનુમાન બનીને અવતર્યા હતા, તેથી જ હનુમાનજીને રુદ્રાવતાર પણ કહેવામાં આવે છે. આ ઘટનાની પુષ્ટિ રામચરિત માનસ, અગસ્ત્ય સંહિતા અને વાયુ પુરાણમાં પણ કરવામાં આવી છે. હનુમાનજીની જન્મતિથિને લઈને બે-ત્રણ અલગ-અલગ મત જોવા મળે છે.

મહાચૈત્રી પુર્ણિમાયા સમુત્પન્નૌડ્જઝનીસુતઃ ।
વદન્તિ કલ્પભેદેન બુધા ઇત્યાદિ કેચન ।।

આ શ્લોક અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમે (પુર્ણિમા) થયો હતો.

ચૈત્રે માસે સિતે પક્ષે હરિદિન્યાં મઘાભિદે ।
નક્ષત્રે સ મુત્પન્નૌ હનુમાન રિપુસૂદનઃ ।।

આ શ્લોક અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ એકાદશીએ થયો હતો.

ઉર્જે કૃષ્ણચતુર્દશ્યાં ભૌમે સ્વાત્યાં કપીશ્વરઃ ।
મેષ લગ્નેડઝજનાગર્ભાત્ પ્રાદુર્ભૂતઃ સ્વયં શિવા ।।

આ શ્લોક અનુસાર હનુમાનજીના જન્મની તિથિ કારતક વદ ચતુર્દશી છે.
જોકે, મોટાભાગના ભક્તો, જ્યોતિષીઓ અને વિદ્વાનો ચૈત્ર સુદ પૂનમને હનુમાનજીના અવતારની તિથિ માને છે. હનુમાનજીના અવતારની તિથિઓની જેમ જ તેમના અવતારની કથાઓ પણ અલગ-અલગ છે. સૌથી પ્રચલિત કથા અનુસાર હનુમાનજીનો જન્મ ત્રેતા યુગમાં અંજનાના પુત્ર સ્વરૃપે થયો. અંજના વાસ્તવમાં પુંજિકસ્થલા નામની એક અપ્સરા હતી, પરંતુ એક શાપને કારણે તેને નારી વાનર રૃપમાં ધરતી પર જન્મ લેવો પડયો. તે શાપનો પ્રભાવ શિવજીના અંશને જન્મ આપ્યા પછી જ સમાપ્ત થવાનો હતો. અંજના વાનરરાજ કેસરીનાં પત્ની હતાં. વિવાહના ઘણા સમય પછી પણ સંતાનસુખ ન મળવાને કારણે કેસરી અને અંજનાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. જેના ફળ સ્વરૃપ અંજનાએ હનુમાન (શિવજીના અંશ)ને જન્મ આપ્યો.

જે સમયે અંજના શિવજીની આરાધના કરી રહ્યાં હતાં તે જ સમયે અયોધ્યા નરેશ દશરથ પુત્રપ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞા કરાવી રહ્યા હતા. યજ્ઞાના ફળ સ્વરૃપ તેમને એક દિવ્ય ફળ (ક્યાંક ખીર હોવાનું પણ મનાય છે.) મળ્યું. જેને બધી જ રાણીઓમાં સરખા ભાગે વહેંચી દેવામાં આવ્યું. આ સમયે ફળનો એક નાનકડો ટુકડો સમડી લઈ ગઈ ગઈ. તે અંજના અને કેસરી તપ કરી રહ્યાં હતાં તે વન પરથી ઊડી રહી હતી. તેના મોંમાંથી તે ટુકડો નીચે પડી ગયો. તે ટુકડાને પવનદેવે પોતાના પ્રભાવથી અંજનાના હાથ સુધી પહોંચાડયો. ઈશ્વરનું વરદાન સમજીને અંજનાએ તે ગ્રહણ કર્યું. જેના ફળ સ્વરૃપ તેમણે હનુમાનજીને જન્મ આપ્યો.

* અન્ય કથાઓ : –

હનુમાનજીના જન્મ વિશે બીજી બે કથાઓ પણ પ્રચલિત છે.
એક કથા અનુસાર વિવાહના ઘણાં સમય પછી પણ જ્યારે વાનરરાજ કેસરીની પત્ની અંજનાને સંતાન પ્રાપ્તિ ન થઈ, ત્યારે તેમણે કઠોર તપ કર્યું. તેમને તપ કરતાં જોઈને મહામુનિ મતંગે તેમને તપ કરવાનું કારણ પૂછયું. ત્યારે માતા અંજનાએ કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, કેસરી નામના વાનરશ્રેષ્ઠે પિતા પાસે માગીને મારું વરણ કર્યું છે. મેં મારા પતિ સાથે બધાં જ સુખો અને વૈભવોનો ભોગ કર્યો છે, પરંતુ હું સંતાનસુખથી હજુ સુધી વંચિત છું. મેં વ્રત-ઉપવાસ ઘણાં કર્યાં, તેમ છતાં પણ મને સંતાન પ્રાપ્તિ ન થઈ, તેથી હવે હું કઠોર તપ કરી રહી છું. મુનિવર, કૃપા કરીને મને પુત્રપ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો.”

ઉપાય જણાવતાં મહામુનિ મતંગે તેમને વૃષભાચલ જઈને ભગવાન વેંકટેશ્વરનાં ચરણોમાં પ્રણામ કરીને આકાશગંગા નામના તીર્થમાં સ્નાન કરીને, જળ ગ્રહણ કરીને વાયુદેવને પ્રસન્ન કરવા કહ્યું.

દેવી અંજનાએ મતંગ ઋષિ દ્વારા જણાવાયેલી વિધિ અનુસાર વાયુદેવને પ્રસન્ન કરવા માટે સંયમ, ધૈર્ય, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તપ શરૃ કર્યું. તેમના તપથી પ્રસન્ન થઈને વાયુદેવે મેષ રાશિમાં સૂર્યની સ્થિતિના સમયે ચિત્રા નક્ષત્રયુક્ત પુર્ણિમાના દિવસે દર્શન આપીને વરદાન માગવા કહ્યું. માતા અંજનાએ ઉત્તમ પુત્રનું વરદાન માગ્યું. વાયુદેવે પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. ત્યારબાદ માતા અંજનાને પુત્રપ્રાપ્તિ થઈ. આ પુત્ર અંજનિપુત્ર, હનુમાન, પવનસુત, કેસરીનંદન જેવાં અનેક નામથી પ્રચલિત થયો.

બીજી એક પ્રચલિત કથા અનુસાર રાવણનો વધ કરવા માટે જ્યારે ભગવાન વિષ્ણુએ શ્રીરામ સ્વરૃપે અવતાર લીધો ત્યારે અન્ય દેવતાઓ શ્રીરામની સેવા કરવા માટે અલગ-અલગ સ્વરૃપે પ્રગટ થયા. ભગવાન શંકરે કોઈ એક સમયે ભગવાન વિષ્ણુના દાસ બનવાનું વરદાન મેળવ્યું હતું, જેને પૂરું કરવા માટે શિવજી પણ ધરતી પર અવતરિત થવા માગતા હતા, પરંતુ તેમની સમક્ષ ધર્મસંકટ એ હતું કે જે રાવણનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ રામાવતાર લીધો છે તે પોતાનો પરમ ભક્ત પણ હતો. પોતાના ભક્ત વિરુદ્ધ તેઓ શ્રીરામની સહાયતા કેવી રીતે કરી શકે! રાવણે પોતાનાં દસ મસ્તકો અર્પણ કરીને ભગવાન શંકરના દસ રુદ્રોને સંતુષ્ટ કરી રાખ્યા હતા, તેથી તેઓ હનુમાનજીના રૃપમાં અવતરિત થયા. શિવજીના અંશાવતાર હનુમાનજી અગિયારમા રુદ્ર છે. પોતાના અંશાવતાર હનુમાનજીના રૃપમાં ભગવાન શિવજીએ શ્રીરામની સેવા અને રાવણવધમાં મદદ પણ કરી. આજેય હનુમાનજી પૃથ્વી પર વિરાજમાન છે અને પોતાના ભક્તોનું રક્ષણ કરી રહ્યા છે.

* અનન્ય સેવક : –

હનુમાનજી શ્રીરામના અનન્ય સેવક અને માતા સીતાના પરમ પ્રિય પુત્ર હતા. હનુમાનજીએ ડગલે ને પગલે પોતાના સ્વામી શ્રીરામની સહાયતા કરી હતી. હનુમાનજીએ જ પોતાની પત્નીની શોધમાં નીકળેલા શ્રીરામનો મેળાપ અને મિત્રતા સુગ્રીવ સાથે કરાવી. સમુદ્ર પાર કરીને તેઓ જ સૌ પ્રથમ માતા સીતાની ભાળ મેળવવા લંકા ગયા હતા. યુદ્ધ દરમિયાન પણ હનુમાનજીએ પોતાનાં પરાક્રમ બતાવ્યાં. તેમણે નાગપાશમાં બંધાયેલા શ્રીરામ-લક્ષ્મણને ગરુડજીને બોલાવીને મુક્ત કરાવ્યા. સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. તેમણે જ અહિરાવણને મારીને રામ-લક્ષ્મણને બંધનમુક્ત કરાવ્યા હતા. તેઓ સાત ચિરંજીવીઓમાંથી એક છે. જ્યાં પણ રામ નામ લેવાય છે કે રામકથા થાય છે ત્યાં હનુમાનજી અચૂક હાજર રહે છે.

* રાશિ અનુસાર હનુમાન આરાધના : –

હનુમાનજીની આરાધના કરવાથી રોગ, શોક તથા દુઃખ દૂર થાય છે. હનુમાનજીની આરાધના મનોરથ પૂર્ણ કરનારી હોય છે. ધર્મશાસ્ત્રો અનુસાર રુદ્ર તથા રુદ્ર અવતાર (હનુમાનજી)ની સાધના હનુમાન જયંતીના દિવસે કરવાથી ઇચ્છિત ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ સૂર્ય, શનિ તથા રાહુના દોષોનું નિવારણ કરવા માટે હનુમાનજીની આરાધના વિશેષ માનવામાં આવે છે. ગ્રહોની અનુકૂળતા મેળવવા માટે રાશિ પ્રમાણે ઉપાયો કરી શકાય.

* મેષઃ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને વાંદરાંઓને મીઠાઈ ખવડાવવી.
* વૃષભઃ એકમુખી હનુમંત કવચનો પાઠ કરવો. હનુમાનજીના મંદિરમાં પીળા પેંડા અર્પણ કરવા.
* મિથુનઃ ત્રણ મુખી હનુમાન કવચ, લાલ રંગને મળતા રંગની ગાયને લીલું ઘાસ ખવડાવવું.
* કર્કઃ હનુમાન અષ્ટકનો પાઠ કરવો. હનુમાનજીના મંદિરમાં ધજા અર્પણ કરવી.
* સિંહઃ પંચમુખી હનુમંત કવચનો પાઠ તથા ગરીબોને ભોજન કરાવવું.
* કન્યાઃ સુંદરકાંડનો પાઠ કરવો. હનુમાનજીના મંદિરમાં ૧૧ દીવા પ્રગટાવવા.
* તુલાઃ હનુમંત બાહુક પાઠ કરવો અને બાળકોને મીઠાઈ ખવડાવવી.
* વૃશ્ચિકઃ રામચરિત માનસના બાલકાંડનો પાઠ કરવો. બાળકોને મનપસંદ ભોજન કરાવવું.
* ધનઃ અયોધ્યાકાંડનો પાઠ કરવો. ઘરના વડીલોના નામે વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવવું.
* મકરઃ સુંદર કાંડ તથા એકમુખી હનુમંત કવચનો પાઠ કરવો. માછલીઓને લોટની ગોળીઓ તથા મીનઃ હનુમાન અષ્ટક, હનુમાન કવચ તથા સુંદર કાંડનો પાઠ કરવો.

* બજરંગ બાણ : –

વર્તમાન યુગમાં શ્રીહનુમાનજી જ એક એવા દેવ છે જે બહુ જલદી પ્રસન્ન થાય છે. તેઓ પોતાના ભક્તોનાં સમસ્ત દુઃખો અને કષ્ટો હરવામાં સમર્થ છે. હનુમાનજીનું નામસ્મરણ કરવાથી ભક્તોનાં સંકટો દૂર થાય છે. તેમની પૂજા-અર્ચના ખૂબ જ સરળ છે, તેથી જ તેઓ જન સાધારણમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની વિશેષ પૂજા-અર્ચના કર્યા વગર જ હનુમાનજીને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળ મેળવી શકે છે.