જૈન સમાજમાં જન્મ – મરણ સંબંધી સૂતક

6

|| જૈન સમાજમાં જન્મ – મરણ સંબંધી સૂતક ||

|| જન્મ સંબંધી સૂતક ||

A પ્રસવવાળી (સુવાવડવાળી) બહેનો ૪૦ દિવસ સુધી પ્રભુ પૂજા કે દર્શન કરવા નહિ, તથા મુનિ ભગવંતો ને આહાર-પાણી વહોરાવાય નહિ.

B એક રસોડે જમતા ઘરના બીજા સભ્યો પુત્ર જન્મે તો ૧૦ દિવસ અને પુત્રી જન્મે તો ૧૧ દિવસ સુધી પૂજા ન કરે,પણ દૂરથી દર્શન કરી શકે, સામાયિક-પ્રતિક્રમણ વિગેરે સુત્રો મનમાં બોલી શકે.

C જન્મેલ બાળક ને બાર દિવસ પછી દર્શન કરાવવા દહેરાસર લઇ જઈ શકાય, અને પૂજા ગામના રીવાજ પ્રમાણે અથવા ૨૦ દિવસ પછી કરવાવાય.

D પ્રસવવાળી (સુવાવડવાળી) સ્ત્રી ના ઘરના સભ્યો અલગ રસોડું રાખે અને અન્ય સ્થળે સ્નાન કરે તો તેઓને સૂતક લાગતું નથી.

E પરગામ વાળા જેટલા દિવસ જન્મ સુતકી ને ત્યાં જમે તેટલા દિવસનું સૂતક લાગે તે ૧૨ દિવસની અંદરજ દિવસો ગણવાના, ૧૨ દિવસ સુતકી ના થઇ જાય પછી નહિ.

|| મરણ સંબંધી સૂતક ||

A જેના ઘરમાં મૃત્યુ થયું હોય તેના ઘરના બધા માણસોને ૧૨ દિવસ નું સૂતક લાગે, મતલબ ૧૨ દિવસ સુધી પૂજા-સેવા ન થાય, તેના ઘરના આહાર પાણી ૧૨ દિવસ સાધુ-સાધ્વી ને ખપે નહિ, તેમજ તેના ઘરના જળથી કે ધૂપ-દીપથી સ્નાત્ર પૂજા પણ ન થાય.

B મૃતકવાળા ને ત્યાં જે આહાર પાણી વાપરે (મૃતદેહ ને લઈગયા) ત્યારથી તેને ૧૨દિવસ પૂજા-સેવા થાય નહિ.

C મૃતક ની પાસે સુનારા કાંધિયા ને ૩ (ત્રણ) દિવસનું- સ્પર્શાસ્પર્શી કરનારને ૨ (બે) દિવસ અને માત્ર સમુદાય માં સ્મશાને જનાર ને ૧ (એક) દિવસનું સૂતક લાગે.સ્પર્શાસ્પર્શી ન થાય તે રીતે અળગા (દૂર) રહેનાર ને સૂતક લાગતું નથી.

D જન્મે તેજ દિવસ મૃત્યુ થાય અથવા દેશાંતરે મૃત્યુ થાય તો ૧ (એક) દિવસનું સૂતક લાગે. કસુવાવડ થાય તો જેટલા મહિના નો ગર્ભ પડે તેટલા દિવસ નું સૂતક લાગે.

E સાધુ-સાધ્વી ના મૃતક દેહ સંબંધી સૂતક લાગતું નથી.
=================================

4  5

|| જે ઘરમાં જન્મ થયો હોય કે મૃત્યુ, દરેક સભ્ય પર લાગે છે સૂતક, કેમ? ||

ઘરમાં જ્યારે કોઇ બાળક જન્મ લે છે અથવા પછી પરિવારના કોઇ સભ્યની મૃત્યુ થઇ જાય છે ત્યારે આખાં પરિવાર પર સૂતક લાગી જાય છે. સૂતક સાથે જોડાયેલાં ઘણા વિશ્વાસ અથવા અંધવિશ્વાસ આપણાં સમાજમાં રહેલાં છે. પરંતુ શું સાચેજ સૂતક એક અંધવિશ્વાસનું જ નામ છે કે પછી તેની પાછળ કોઇ વૈજ્ઞાનિક કારણ પણ છે?

મોટાભાગે તેને એક અંધવિશ્વાસ માનવામાં આવે છે જ્યારે તેની પાછળ છુપાયેલ પ્રક્ટિકલ કારણની તરફ ધ્યાન આપવામાં આવતું નથી. આ વાત તો તમે બધા જ જાણો છો કે પહેલાંના સમયમાં સંયુક્ત પરિવારનું ચલણ વધારે હતું. ઘરની મહિલાઓને દરેક પરિસ્થિતિમાં પારિવારિક સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવી પડતી હતી. પંરતુ બાળકને જન્મ આપ્યા પછી મહિલાઓનું શરીર નબળું પડી જાય છે.

સ્ત્રીને આરામ આપવોઃ-

સ્ત્રીઓએ દરેક સંભવ આરામની જરૂરિયાત હોય છે જે તે સમયે સંયુક્ત પરિવારમાં મળવું મુશ્કેલ હતું. આ માટે સૂતકના નામ પર તેમને આરામ આપવામાં આવતો હતો જેના કારણે તે પોતાના દુખાવા અને થાકથી બહાર આવી જાય.

વિવિધ સમયકાળઃ-

પારંપરિક દ્રષ્ટિએ સૂતકનો સમય પણ વિવિધ વર્ણના લોકો માટે અલગ-અલગ માનવામાં આવે છે. જેમ કે, બ્રાહ્મણ માટે આ સમય 10 દિવસનો, વૈશ્ય માટે 20 દિવસ, ક્ષત્રિય માટે 15 દિવસ અને શૂદ્ર માટે 30 દિવસનો હોય છે.

શૂદ્ર મહિલાઓઃ-

મધ્યકાલીન યુગમાં ત્રણ વર્ણની મહિલાઓમાંથી શૂદ્ર વર્ણની મહિલાઓને શારીરિક કાર્ય અપેક્ષા કરતાં વધારે કરવાનું હોય છે. ઉચ્ચ વર્ણના લોકોના ઘરે જઇને સફાઈ, વાસણ વગેરે બધા કાર્ય શૂદ્ર વર્ણની મહિલાઓ જ કરતી હતી અને બાળકોને જન્મ આપ્યા પછી તેમના શરીરને ફરીવાર તૈયાર થવા માટે સમય લાગતો હતો. આ માટે સૂતકનો સમય 30 દિવસ સુધી નિર્ધારિત હતો.

સંક્રમણનો ખતરોઃ-

આ સિવાય જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેમના શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ પણ થયો હોતો નથી. તે ખૂબ જ જલ્દી સંક્રમણની સીમામાં આવી શકે છે, આ માટે 10-30 દિવસોનો સમયકાળામાં તેને અન્ય લોકોથી દૂર રાખવામાં આવતી હતી. તે મહિલાઓને ઘરની બહાર લઇ જવામાં આવતી નહતી. ત્યાર પછી સૂતકને એક અંધવિશ્વાસ માની લેવામાં આવ્યો. પરંતુ તેનો મૌલિક ઉદેશ્ય સ્ત્રીના શરીરને આરામ આપવા અને બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવાથી જ હતો.

મૃત્યુ પછી સૂતકઃ-

જે પ્રકારે જન્મ સમયે પરિવારના સભ્યો પર સૂતક લાગે છે તે જ રીતે પરિવારના સભ્યો પર મૃત્યુ પછી પણ સૂતકનો સાયો લાગી જાય છે. જેને પાતક કહેવામાં આવે છે. આ સમયે પણ પરિવારનું કોઇ સભ્ય મંદિર જઇ શકતું નછી અથવા કોઇ અન્ય ધાર્મિક સ્થળ પણ જઇ શકતો નથી.

ગરૂડ પુરાણઃ-

ગરૂડ પુરાણ મુજબ જ્યારે પણ પરિવારના કોઇ વ્યક્તિની મૃત્યુ થઇ જાય ત્યારે પરિવાર પર પાતક લાગી જાય છે. પરિવારના સભ્યોને પુજારીને બોલાવીને ગરૂડ પુરાણનો પાઠ કરાવવી પાતકના નિયમોને સમજવા જોઇએ.

પાતકઃ-

ગરૂડ પુરાણ મુજબ પાતક લાગવાના 13માં દિવસે ક્રિયા થવી જોઇએ અને તે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવડાવવું જોઇએ. ત્યાર પછી મૃત વ્યક્તિની બધી જ નવી-જુની વસ્તુઓ, કપડાઓને ગરીબ અને અસહાય વ્યક્તિઓમાં વહેંચી દેવી જોઇએ.

પ્રાચીન ઋષિ-મુનિઃ-

પ્રાચીન ભારતના ઋષિ-મુનિઓ અને જ્ઞાનિઓએ કોઇ ઠોસ કારણ વિના કોઇપણ નિયમને બનાવ્યાં નથી. જીવનના પ્રત્યેક ક્ષેત્રની જાંચ અને તેને ઊંડાણ પૂર્વક સમજ્યા પછી જ દિશા-નિર્દેશ આપવામાં આવ્યાં છે, જે ખૂબ જ વ્યવહારિક છે. પરંતુ આજના સમયમાં તેમની વ્યવહારિકતાને સમાપ્ત કરી તેને માત્ર એક અંધવિશ્વાસની જેમ જ અપનાવવામાં આવે

 

 

 

જૈન ફૂડ – જૈન રેસીપીઝ

2  1

|| જૈન ફૂડ – જૈન રેસીપીઝ ||

|| જૈન રસોઈ ||

જૈન કોમની ઊજજવળતા અને તેજસ્વીતા જિન પૂજા – જીવદયા અને જયણાને આભારી છે. અષ્ટ પ્રવચન માતા એ સાધુની માતા છે તો જયણાએ શ્રાવકની માતા છે. ” જયણા એટલે જીવરક્ષા માટેની કાળજી ”
જયણા એટલે નાના જીવો પ્રત્યે પણ પ્રેમ. આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા, બે પરિબળોના કારણે જીવદયા અને જયણાની આજે ઘણી ઊપેક્ષા કરવામાં આવે છે. જુના સમયમાં આપણા બાપ દાદાઓ, વડીલો આ જયણાની બાબતમાં ખૂબજ ચીવટવાળા હતા. પરંતુ વતૅમાન સમયમાં જયણાનું લક્ષ્ય ચુકાઇ ગયું છે. આ લક્ષ્યને ફરીથી જીવંત બનાવવા માટે નીચે દશૅવેલા જયણાના ઊપકરણો ઘરમાં હોવા ખૂબજ ઊપયોગી બને તેમ છે.

|| ઊપકરણ ||

૧. ગળણું – પાણી ગાળવા માટેનું સુયોગ્ય જાડું ખાદીનું – જીણું કપડું, ગળણી વગેરે.
૨. સાવરણી – ઘરનો કાજો (કચરો) કાઢવા માટે મુલાયમ સ્પશૅવાળી સાવરણી.
૩. પૂંજંણી – ખાસ પ્રકારના સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પશૅવાળી નાની પછી.
૪. ચરવળો – સામાયિક – પ્રતિક્રમણ અદિ ધમૅક્રીયાઓમાં ઊઠતા – બેસતા પુંજવા – પ્રમાજૅવા માટે જરૂરી ઊપકરણ.
૫. ચરવળી – લાકડાની નાની દાંડી પર ચરવળા જેવી ઊનની
દશીઓ લગાવેલું આ ઊપકરણ છે. કબાટ, માટલા વગેરે સાફ
કરવા માટે જયણાનું સુંદર સાધન છે.
૬. મોરપછી – મોરના પછાને બાંધીને બનાવેલું ઊપકરણ. પુસ્તકો, ફોટા વગેરે પુંજવાનુ ઊત્તમ સાધન છે.
૭. ચારણા – અનાજ, લોટ, મસાલા વગેરે ચાળવાના અલગ અલગ ચારણા.
૮. ચંદરવો – રંધાતી રસોઇમાં ઊપરથી નાના સુક્ષ્મ જીવજંતુ ન પડે તે માટે રસોડામાં ઊપર બાંધવામાં આવતું કપડું. શાસ્ત્રમાં સાત ચંદરવાનું વિધાન આવે છે.

|| જયણાના અતિમહાન લાભો ||

જીવનચર્યા કે દિનચચર્યામાં નાના – મોટા કોઇપણ જીવ મરી ન જાય, દુઃખી ન થાય તેવી કાળજી રાખવાથી સંપૂણૅ શરીર મજબુત, મન મજબુત, નીરોગી કાયા, સંપૂણૅ સ્વાસ્થ્ય, માંદગી અભાવે, દવા – ઔષધિ
લેવી જ ન પડે, વ્રુધ્ધાવસ્થામાં નીરોગીતા, સુખમય – આનંદમય જીવન, સદ્ ગુણિ પરિવાર, ધમૅમય – નીતી નિયમમય સાત્વિક જીંદગી, શાંતિ – સંતોષ, પ્રસન્નતા સભર ઊજળું મન, સમાધિ, સદ્ગતિ અને સિદ્ધિગતિ પરંપરાએ પ્રાપ્ત થાય.

જીવોત્પતિ થયાં પછી તે જીવોની રક્ષા ખૂબ મુશ્કેલ બને છે. તેથી, ઘરમાં જીવાતો ઊત્પન્ન જ ન થાય તેની કાળજી રાખવી ઊત્તમ છે.

|| રસોડામાં જઇને પ્રથમ શું કરશો ? ||

શ્રાવિકા સવારે સૌ પ્રથમ રસોડામાં પ્રવેશતાની સાથેજ ગેસને (ચુલાને) પુંજે. (પુંજવોજ પડે), પુંજવા માટે શણની કે ઊનની પુંજણીનો ઊપયોગ કરી શકાય.

બનૅર, સગડી વગેરે પુંજયા પછીજ પ્રગટાવાય. (જો ફાવટ અને સાચવણી હોય તો રાત્રેજ બનૅર ખોલી છુટા પાડી જુદા કરીને મુકવામાં આવે તો ઘણીજ જીવરક્ષા થઇ શકે. પરંતુ તે માટે સંપૂણૅ ઊપયોગ રાખવો જરૂરી રહે છે.)

|| ગેસને પુંજતા બોલવામાં આવતો દુહો ||

” શુદ્ધ ચૂલો સંધ્રૂક ( પ્રગટાવ્યાં )જીવની રક્ષા કરું,
જીવ ચઢતું પેલે પારે, આવે છે અગ્નિની ઝાળ,
નહિ બાળું નહિ કૂટૂં , વિનય કરીને હું છુટું,
રાંધે તેને ધૂમાડો, જમે તે બધાને ભાર,
સાધુ – સાધ્વીનો પગલાં થાય, તો તેનો મને લાભ “.

* મનમા દુહો બોલતાં બોલતાં ગેસને જયણાપૂવૅક પૂંજવો. ( દુહો યાદ કરવા એક કાગળ ઊપર લખી ઊપર પ્લાસ્ટિક મૂકી સેલોટેપ લગાવી ગેસની બાજુની દિવાલ પર લગાડી દેવાથી વધુમા વધુ ૩૦ દિવસમા યાદ રહી જાય. ત્યારબાદ પ્લેટફોમૅ પર સાવરણીથી કાજો ( કચરો ) લેવો. પછી આખું રસોડું વાળવું. આ થઇ શ્રાવિકાની સૌ પ્રથમ જયણા……..

* ત્યારબાદ જે વાસણ વાપરવું હોય તેને ઊનની પૂજણી અથવા સૂંવાળા કપડાથી પૂંજવું, હળવે હાથે લૂછવું. પૂજયા વગર વાસણ ન વપરાય. તેની પૂજણી – કપડું જુદું જ રાખવું.

* શ્રાવકના ઘરમા કીધેલા સાત ચંદરવા પૈકી, ત્રણ રસોડામા

(૧) ગેસની ઊપર (૨) પાણીયારા ઊપર (૩) જમવા બેસી તેની ઊપર હોવા જરૂરી છે. તેનું કારણ જીવન રક્ષા અને જીવરક્ષા છે.

* શાસ્ત્રકારોએ શ્રાવકના ઘરમાં જે સાત ગરણાં કીધા છે તે પ્રત્યેક જૈનના ઘરમાં – રસોડામાં હોવા જરૂરી છે.

(૧) કાચું પાણી ગાળવાનું ગરણું –

એગંમિ ઊદગબિંદુમ્મિ , જે જીવા જિણવરેહિં પન્નતા ,
તે જઇ સરસવ ચિત્તા , જંબંબુદિ્વ્વે ન માયન્તિ.

અર્થ – જીનેશ્વર ભગવંતો કહે છે કે પાણીના એક બિંદુમાં રહેલા જીવો, જો સરસવ ( રાઇ ) જેવડું શરીર ધારણ કરે તો પણ તે જીવો આખા જંબુદ્વીપ માં ન સમાઇ શકે તેટલા બધાં હોય છે. માટે પાણી ગાળ્યા વગરનું કદી ન વપરાય.

મિનરલ વોટર – બોટલ – પાઊચનું પાણી – કૂલરનું પાણી, – ફ્રીજનું પાણી – નળનું પાણી – નદી – તળાવ – કૂવા, – વાવના પાણી, ગાળ્યા વગરના ન વપરાય. પીવા કે ન્હાવા – ધોવા દરેક કામમા વપરાતું પાણી દરરોજ ગાળવું પડે.

ઘરના, દુકાનમા, ઓફીસના કે આપણે બહારગામ જઇએ ત્યારે જે નળનો કે પાણીનો ઊપયોગ કરવાનો હોય તે નળ કે પાણીનો ગરણાથી ગાળીને કે કોથળી બાંધીનેજ ઊપયોગ કરાય. ઘર,એફીસના દરેક નળ પર બાંધેલી કોથળીઓ વારંવાર બદલતા રહેવું જોઇએ.

(૨) ઊકાળેલા પાણીનું ગરણું-

તેનું ગરણું અલગ જ હોય. કાચું પાણી જે ગરણાથી ગાળતા હોઇએ તે ગરણું સૂકાઇ જાય તેમ છતાં તેનાથી ઊકાળેલું પાણી ન ગાળવું. પાણી જે કોરી કથરોટ પર ઠારવામા આવે તેની ઊપર પણ જાળીવાળી પ્લેટ કે જાળીવાળું કપડું ઢાંકવું જોઇએ.

(૩) દુધ ગાળવાનું ગરણું-

કોઇ દિવસ ગાળ્યા વગરનું દૂધ ગરમ કરી શકાય નહિ. બોટલ, કોથરી કે ‘વાળા’ વાળાનું દૂધ હંમેશા ગાળીને વાપરવું જોઇએ.
તેની ગળણી અલગ જ હોય. તેને ઊપયોગપૂવૅક સાફ કરવી. શ્રાવિકાઓએ આ કામ જાતે જ કરવું.

(૪) છાશ ગાળવાનું ગરણું-

દહીમાં પાણી નાંખી ઝેરવ્યા પછી તે છાશ રસોઇ માટે કે પીવા માટે વાપરવી હોય તે છાશ પ્રથમ ગરણી મુકી ગાળવી. ગાળ્યા વગરની છાશ વાપરવી નહી. તેની ગરણી અલગ રાખીને ઊપયોગપૂવૅક સાફ કરવી.

(૫) ઘી ગાળવાનું ગરણું –

ઘી નો ડબ્બો કે પાઊચ તોડયા પછી ઘીને પ્રથમ ગરમ કરવું ને ત્યારબાદ ઝીણું કપડુ ભીનું કરી નીચોવી નાખી ખંખેરી બીજા વાસણ કે ડબ્બા પર બાંધી ઘીને ગાળો. ત્યારબાદ ઘી ગાળેલા કપડાંને ઊપયોગપૂવૅક સાફ કરવું. ઘીને ગાળ્યા વગર વાપરવું જોઇએ નહી.

(૬) તેલને ગાળવાનું ગરણું –

તેલનો ડબ્બો – બોટલ – પાઊચ – કેરબો તોડીયે ત્યારે તેને જેમાં ભરવાનું હોય તેના પર ભીનું ઝીણું કપડુ મુકી ગાળવુ. ગળ્યા વગરનું તેલ વપરાય નહી. તેલ ગાળ્યા પછી ગરણાંને ઊપયોગપૂવૅક સાફ કરવું.

(૭) લોટ – અનાજ વગેરેરે ચાળવા માટેના ચારણા –

ચાળવા માટે નાના-મોટા કાણાંવાળા ચારણા – ચારણી વાપરો. તેને કપડાથી સાફ કરો.

* વિવિધ ધાન માટે અલગ નાના-મોટા ચારણા-ચારણી વાપરો.
* લોટ ચાળવા માટે ઝીણા કાણાંની ચારણી વાપરો.
* ઘંટી પરથી લોટ આવે પછી તેને ચાળો. ચાળ્યા બાદ બે ઘડી
પછીજ લોટ અચિત્ત થાય નહી તો તે સચિત્ત ગણાય.
* લોટ તેના કાળ દરમ્યાન પુરો કરો.
* ચારણી ઊપર રહેલા થુલાના લોટની યોગ્ય જયણા કરો.

|| સાચવવા જેવી કાળ મર્યાદા ||

જૈન ધમૅમાં દરેક ખાદ્ય વસ્તુના કાળનું ખૂબજ મહત્વ છે.

* દળાવેલા લોટ-મીઠાઇ – ફરસાણ – નાસ્તા – ખાખરા – સુકવણી વગેરે તેના કાળ પ્રમાણે વાપરી લેવા પડે. કારણકે તેનો કાળ પુરો થઇ ગયા પછીથી તેમાં જીવોત્પત્તિ શરૂ થઇ જાય છે.

* દળેલી સૂઠ, પીપરામુળ (ગંઠોડા), દળેલી સાંકર વગેરે ચાળી દષ્ટિ ફેરવ્યા પછી વપરાય.

|| કાળની સમજ ||

* (શીયાળામાં) કારતક સુદ પુનમથી ફાગણ સુદ ચૌદશ સુધી સુખડી, લોટ વગેરેનો કાળ ૩૦ દિવસનો અને ઊકાળેલા પાણીનો કાળ ૪ પ્રહર (૧ પ્રહર = ૩ કલાક) જાણવો.
* (ઊનાળામાં) ફાગણસુદ પૂનમથી અષાઢસુદ ચૌદશ સુધી સુખડી, લોટ નો કાળ ૨૦ દિવસનો અને ઊકાળેલા પાણીનો કાળ 5 પ્રહરનો જાણવો.
* અષાઢસુદ પૂનમથી કારતકસુદ ચૌદશ સુધી સુખડી, લોટ નો કાળ ૧૫ દિવસનો અને ઊકાળેલા પાણીનો કાળ ૩ પ્રહરનો જાણવો. (બે કાળનું પાણી વાપરવું)
* ચોમાસામાં આજની ફો

શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર

AAA

|| શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર ||

શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે દિવ્ય વિચારોનો સ્ત્રોત. આ કોઈ સાધારણ કે ધાર્મિક ગ્રંથ નથી, પણ વિષાદથી પ્રસાદ તરફ ચાલવાનો માર્ગ છે. મરણધર્મી માણસને અમૃતમય બનવાનો સંદેશ જ્યાંથી મળ્યો તે સંદેશનું નામ છે ગીતા. બધા પ્રકારની પીડામાંથી છુટવા ને પુણ્યની પ્રાપ્તિ કરવા ગીતાના પાઠોનું મહત્વ સૌથી વિશેષ છે.

વિશ્વના કોઇપણ ધર્મ યા સંપ્રદાયના કોઇપણ ગ્રંથનો જન્મ દિવસ ઊજવવામાં આવતો નથી. આ એક એવો ગ્રંથ છે કે જેની જયંતી ઊજવાય છે. કેમ કે અન્ય ધર્મગ્રંથો તે ધર્મ કે સંપ્રદાયના સ્થાપક મનુષ્ય દ્વારા લખાયેલા છે કે અન્ય સંકલિત થયેલા છે, જ્યારે ગીતાજીનો જન્મ તો ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખેથી વાણી સ્વરૂપે થયેલો છે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જ્યારે અર્જુન પોતાનાં સગાંસંબંધીઓ તથા સ્વજનોને પોતાની સામેના પક્ષમાં ઊભેલા જુએ છે ત્યારે તેનાં ગાત્રો શિથિલ થઇ જાય છે. અર્જુનની યુદ્ધ કરવાની ઇચ્છા મરી પરવારે છે ત્યારે અર્જુનના સારથિ, પિતરાઇ તથા મિત્ર એવા ભગવાન શ્રીકૃષ્ણ તેને યુદ્ધ કરવા વિશે ચિંતનપૂર્ણ માર્ગદર્શન આપે છે. તેનું સંકલન ગીતામાં થયેલું છે. મહાભારત નામનું મહાકાવ્ય મહર્ષિ વેદવ્યાસજી દ્વારા લખાયેલું છે. ગીતામાં અર્જુન એ સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરે છે. તે જ્યારે કર્તવ્ય અને લાગણીઓ વચ્ચે પોતે કઇ તરફ રહેવું તે વિશે દ્રિધા અનુભવે છે ત્યારે તેના માર્ગદર્શક બને છે ભગવાન શ્રીકૃષ્ણ.

ગીતાના અંતે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, હું કહું છું માટે તું તેમ કર એમ નહીં પણ બધી બાબતો

તારી સામે સ્પષ્ટ છે માટે હવે તને જે માર્ગ શ્રેયકારી લાગતો હોય તે પ્રમાણે કર. ગીતામાં કોઇ પ્રકારનો આગ્રહ નથી પણ તમારી તર્કશક્તિ મુજબ ચકાસીને જો યોગ્ય લાગે તો તે પ્રમાણે વર્તવાનું માર્ગદર્શન છે. ગીતામાં ઉપનિષદોનો સાર છે. ગીતાના જે અઢાર અધ્યાયોનાં નામ છે તે શંકરાચાર્યજીએ આપેલાં છે. જે મહાભારતમાં આપેલાં નહોતાં. ગીતા એ સામાન્ય માણસને સમજાય તેવો તત્વચિંતનપૂર્ણ ગ્રંથ છે.

જેના પર વિવિધ સંતો, મહંતો તથા બૌદ્ધિકોએ વિવેચન કરેલાં છે. છ હજાર વર્ષ પહેલાં કહેવાયેલો ઉપદેશ આજે પણ એટલો જ સાંપ્રત લાગે છે. ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો સંસ્કૃત શ્લોકો છે. પૂરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬ માનવામાં આવે છે. ગીતાનો અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ગ્રીક તથા લેટિનમાં અનુવાદ થયો છે. ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પણ વ્યવહાર જગતમાં એક માનવને પડતી મુશ્કેલીઓનું સમાધાન દર્શાવતો વ્યવહાર ગ્રંથ છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા છે દિવ્ય વિચારોનો સ્ત્રોત. ગીતા જીવન દેવાનું, સંજીવની દેવાનું કાર્ય કરે છે. મંગલકારી ગીતા અમૃત છે. ભારત દેશની સાચી પહેચાન એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા. બધા પ્રકારની પીડામાંથી છુટવા ને પુણ્યની પ્રાપ્તિ કરવા ગીતાના પાઠોનું મહત્વ સૌથી વિશેષ છે. શ્વાસ લેનારા આપણે મરેલા લોકોની અંદર એક નવો પ્રાણ પૂરવાનું કામ જો કોઇ ગ્રંથ કરી શકે તેમ હોય તો તે ગીતા છે. એટલે આ ગ્રંથને સાધારણ ન માનવો જોઇએ. આ ગ્રંથ કેવળ હાથ જોડી પ્રણામ કરવા માટે નથી.

ગીતા વિષાદથી પ્રસાદ તરફ ચાલવાનો માર્ગ છે. નિરાશામાંથી પ્રસન્નતા તરફ ચાલવાનું છે. મરણધર્મી માણસને અમૃતમય બનવાનો સંદેશ જ્યાંથી મળ્યો તે સંદેશનું નામ છે ગીતા. જેને મેળવીને ગુમાવવું ન પડે. જે કાયમ આપણી પાસે રહે છે તે તત્વ છે પરમતત્વ ને તે છે પરબ્રહ્ન પરમેશ્વર, ત્યાંથી જોડવાનો પ્રયાસ કરો નાશ પામનાર પદાર્થોની સાથે પોતાને જોડશો તો રોજ દુ:ખી થશો. આળસુને કર્મઠતાનો, ઊંઘનારને જાગી જવાનો ભગવાનનો સંદેશ પડેલાને ઊભા કરવાનો ઉપાય ગીતા છે.

ગીતા માત્ર યુદ્ધનું જ ગીત નથી પણ જીવન સંગીત છે. ગીતામાં જે યુદ્ધની વાત છે તે ધર્મયુદ્ધ છે. ગીતાનો સાંખ્યયોગ એટલે જાગી જાવ. જાગૃત વ્યક્તિના જીવનની રીત બદલી નાખે છે. દ્રષ્ટિ બદલાઇ જાય છે. જેથી જીવન પ્રત્યે પણ અંદાજ બદલાશે. દુનિયામાં ખોવાઇ ન જાવ. જીવન જીવવાનો આજ અંદાજ રાખો. જાતે જ કમળની જેમ પાણીથી ઉપર ઊઠવાની કોશિશ કરો.

ગીતામાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગની પૂર્ણ ચર્ચા થઇ છે. બીજા અધ્યાયમાં જે સાંખ્યયોગ દ્વારા જ્ઞાનની ચર્ચા છે તે જ્ઞાનયોગ છે. સ્થિતપ્રજ્ઞ-જ્ઞાનીનાં લક્ષણો બતાવ્યાં છે. ત્રીજા અધ્યાયમાં કર્મળ્યોગ અને બારમા અધ્યાયમાં ભક્તિયોગની પૂર્ણ ચર્ચા થઇ છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, જ્ઞાન સર્વસ્વ છે. પોતાના સ્વરૂપને જાણો. શરીરની નાશવંતાને ઓળખો. આત્મા જે નાશ પામતો નથી તેને જાણો. પરિવર્તન શરીરમાં થાય છે. દેહાન્તર પ્રાપ્તિ, બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. આવું પરિવર્તન સતત ચાલ્યા કરે છે. જે સંસારમાં અસંગ રહે છે તે સંસારથી તરી જાય છે. મોહ, આસિકત બંધનનું કારણ છે. મોહ રડાવે છે, મમતા બાંધે છે. જ્ઞાનથી અજ્ઞાનતાને તોડો. આત્મજ્ઞાન દ્વારા જ પરમશાંતિ મળે છે. આ છે જ્ઞાનયોગ.

પ્રભુ કહે છે કર્મ કરો પણ ફળની આશા ન રાખો. જો રાખશો તો દુ:ખી થશો. જે ફળ મળે તેનો સ્વીકાર કરો. બધું પ્રભુ પર છોડો. તેનામાં શ્રદ્ધા રાખો. જે પરિસ્થિતિ આવે તે સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરો. નિષ્કામ ભાવે કરેલું કર્મ શ્રેષ્ઠ છે આ છે કર્મળ્યોગ. પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા રાખી તેની ભક્તિ કરો. ભક્તિ પણ નિષ્કામ ભાવે કરો. પ્રભુની સંપૂર્ણ શરણાગતિ તેમજ પ્રભુના અનન્ય ભક્ત બની રહો. નરસિંહ મહેતા, મીરાંબાઇ અને સંત તુલસીદાસની જેમ દુ:ખને પણ ભક્ત પ્રભુની પ્રસાદી માને છે. વ્યક્તિને જે માર્ગ યોગ્ય લાગે તેનો સ્વીકાર કરે અને તે માર્ગે આગળ વધે. ગંગક્ષેત્રીથી પ્રગટેલી ગંગા છે કે ગંગાસાગર પછી સમુદ્રમાં મળીને એકરૂપ બને છે. તે રીતે જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ ત્રણે પ્રભુમહાસાગરના જળમાં જ એકરૂપ બની જાય છે. જીવ શિવ સ્વરૂપ બની જાય છે.

આમ ગીતાજી તો આત્મજ્ઞાનનો મહાકુંભ છે. તેનું કુંભજ્ઞાન જીવનનું કલ્યાણ કરે છે. ગીતાજયંતીનો એક જ સંદેશ છે કે આ ગીતાજ્ઞાન દ્વારા જીવન ધન્ય બનાવો. ગીતાજ્ઞાન દ્વારા સત્યની અનુભૂતિ થશે જ. સત્ય એટલે પરમેશ્વર. આ છે ગીતાનો સંક્ષપિ્ત સાર. ગીતાવાણી છે પરવાણી. સમયની સીમા હોઇ શકે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની ગીતા સુગીતા ચારેય દિશામાં મધુરતા ફેલાવતી અનંત છે. જે છે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા. ને જે છે શાશ્વત.

શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – વરાહ પુરાણ

3

|| શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – વરાહ પુરાણ ||

સર્વ દેવતાઓ ઋષિઓ કે મનુષ્ય કોઈ કાર્યનો આરંભ કરે તેમાં વિધ્ન ન આવતું કામમાં સિઘ્ધિ મળતી કાર્ય સંપૂર્ણ થતું. સમય જતાં તેમાં વિધ્ન જણાવા લાગ્યાં. પૂણ્યનાં યજ્ઞનાં કે કોઈ માંગલિક કાર્ય હોય તેમાં કોઈને કોઈ વિધ્ન તો પડે. વિધ્નનો સામનો કરવામાં હતાશા છેડો ન છોડે.

આથી દેવતા, મનુષ્ય, પિતૃઓ સર્વનાં મનમાં ચિંતા થવા લાગી. કલયુગનું રાજ ન હોય, સત્યયુગમાં પણ સારા કામમાં વિધ્નો કેમ આવે છે? તે પરસ્પર સવાલ થવા લાગ્યા. ઘણો સમય ગયો પણ તેનો જવાબ મળ્યો નહિ. સર્વને પોતાનાં આયોજનમાં કંઈક ખામી હશે તેવું જણાવા લાગ્યું. સર્વએ સાથે મળી શિવજીને વાત પૂછવા નિર્ણય લીધો.

સર્વ દેવતાઓ કૈલાસ પર્વત ઉપર શિવજી જ્યાં તપ કરે છે ત્યાં આવ્યાં. પ્રણામ કરી વિનય પુર્વક પ્રાર્થના કરી.

હે મહાદેવ, અસુરો કંઈ ખરાબ કામ કરતા હોય તેમાં આપ કંઈ વિધ્ન નાખી કામ થાવા ન દૈયો તે તો સમજાય તેવી વાત પણ અમારા શુભ કાર્યોમાં વિધ્ન પડે તે ઠીક નથી. અમો યજ્ઞ અથવા માંગલિક કાર્યો જ્યારે જ્યારે કરીએ ત્યારે વિધ્ન પડે છે. મનુષ્ય દાન, પૂણ્ય વ્રત વગેરે કરે હરિ સ્મરણ કરે છાતાં વિધ્ન પડે છે તો વિધ્ન ન પડે તેવો ઉપાય કહો.

શિવજી પ્રાર્થનાથી ખુશ થયાં. પાર્વતી સામે ખુશ વદને ત્રાસી દ્રષ્ટિથી જોવા લાગ્યાં. દેવતાઓ મનોમન વિચાર કરવા લાગ્યાં.

તે સમયે શિવજી રૂદ્ર રૂપ બની કહેવા લાગ્યા. અને આકાશનું સ્વરૂપ કેમ દેખાતું નથી? પૃથ્વી, જળ, તેજ, વાયુની મૂર્તિ આંખોમાં દેખાય છે. આકાશની મૂર્તિ કેમ દેખાતી નથી?

જ્ઞાન શક્તિના ભંડાર સમા પરમ પુરૂષ ભગવાન રુદ્ર આટલો વિચાર કરી હંસવા લાગ્યાં. હંસવુ એવું મનમોહક ને મઘુર હતું કે મુખમાંથી પુષ્પો વેરાઈ રહ્યાં હતાં. ત્યાં તો રૂદ્રના મુખમાંથી તેજસ્વી એક બાળક સરી પડ્યું. મુખમાંથી પ્રકટ થયેલ બાળકનું મુખારવિંદ પ્રચંડ તેજથી પ્રકાશી રહ્યું હતું. તેનાં પ્રકાશથી દિશાઓ પ્રકાશી રહી હતી. શિવજીના સર્વ ગુણો તે બાળકમાં દેખાતા હતાં. તુરંત કુમાર અવસ્થામાં આવી જતા તેની અદ્ભૂત ક્રાન્તિથી તેની સ્મિત વર્ષાવતી દ્રષ્ટિથી અને તેજસ્વી રૂપનાં કારણે દેવતાઓનું મન મોહિત થઈ ગયું. રૂપ આકર્ષક હતું. ઉમાદેવી, બાળકનાં તેજનાં પ્રભાવે તેના સામે ન જોય શક્યાં. નીચી નજર કરી ગયાં. બાળકને ટગર ટગર આંખોથી જોતા રૂદ્રના મનમાં ક્રોધ આવ્યો. બાળકની આવી વક્ર દ્રષ્ટિ રૂદ્રને યોગ્ય ન લાગી. વક્રમુખના વર્તનથી ક્રોધ આવ્યો શાપ આપતા બોલ્યાં.

બાળક, તમે હાથીની સુંઢની જેમ નાક વક્ર કરી ગયાં તેથી તારું મુખ હાથીના મુખ જેવું થાશે. ‘‘પેટ બહુ જ મોટું થાશે સર્પ તમારું યજ્ઞોપવિત થઈને રહેશે. પૂજ્ય, સાથે અયોગ્ય વર્તનની આ સજા છે.’’

બાળકને આટલો મોટો શાપ આપ્યો છતાં રૂદ્રનો ક્રોધ શાંત થયો નહિ. ક્રોધનાં કારણે શરીર કંપવા લાગ્યું. તે આસન ઉપરથી ઊભા થઈ ગયાં. ત્રિશુળધારી રૂદ્રનું શરીર કંપતુ હતું તેમ તેમ તેની છાતીમાંથી રોમ રોમમાંથી તેજોમય જળ નીકળી બહાર પડવા લાગ્યું. તેમાંથી અનેક વિનાયકો ઉત્પન્ન થવા લાગ્યાં. તે સર્વ વિનાયકોનાં મુખ હાથીનાં મુખ જેવા હતાં. તેના શરીરની ચામડી કાળા ખેરનાં વૃક્ષ જેવી હતી. સર્વના હાથમાં અસ્ત્ર શસ્ત્ર હતાં. આવા ઘણા વિનાયકો જોય દેવતાઓની ચિંતા વધી ગઈ. પૃથ્વીમાં ચારે તરફ ક્ષોભ ઉત્પન્ન થયો. આ જોવા ચતુરમુખ બ્રહ્માજી હંસ ઉપર સ્વાર થઈ આકાશમાં આવ્યાં. સામે ઉભા રહી કહેવા લાગ્યાં.

દેવતાઓ તમે ધન્ય છો તમે ત્રિનેત્રધારી અદ્ભૂત, રૂપધારી રૂદ્રનાં કૃપા પાત્ર છો. તેથી તમારે બધાએ હવેથી આ અસુરોના કાર્યમાં વિધ્ન ઉત્પન્ન કરનાર શ્રીગણેશજીને પ્રણામ કરવાનાં તેને પ્રણામ કરવાથી તમારા દરેક વિધ્નનો દૂર થાશે. દેવતાઓ તો શું? મનુષ્યોએ પણ હાથીની સુંઢ જેવા મસ્તકવાળા આ બાળકનું સમરણ પૂજા કરશે તો તેની ઉપર કોઈ કાર્યમાં વિધ્ન આવશે નહીં. રૂદ્રનાં મુખમાંથી આ બાળક પ્રકટ થયું તેથી બાળકનું નામ ‘શ્રીગણેશ’ રાખું છું, કાર્યમાં વિધ્ન ઉત્પન્ન કરનાર અને વિધ્નનો નાશ કરનાર એટલે ‘વિનાયક’ કહેવાશે. તેથી તેને વિનાયકોનાં સ્વામી બનાવો.

બ્રહ્માજી કહે પ્રભુ, મારી એ પણ પ્રાર્થના છે. આપનાં વરદાનનાં પ્રભાવથી. આકાશ અનેક પ્રકારથી વ્યવસ્થિત થઈ શકે છે.

બ્રહ્માજી કહે રૂદ્રદેવ, આપનાં હાથમા અનેક પ્રકારનાં સમુચિત અસ્ત્ર-શસ્ત્ર છે. આપ શ્રીગણેશને વરદાન અને અસ્ત્ર-શસ્ત્ર આપો. આ મારી પ્રાર્થના છે, તેમ કહી બ્રહ્માજી ત્યાંથી ચાલ્યાં ગયાં. રૂદ્રએ સુપુત્ર શ્રીગણેશને કહ્યું પુત્ર! તું યુગાંતરમાં ક્યારેક વિનાયક કોઈ યુગમાં વિધ્નહર તો ગજાનન તો કોઈ યુગમાં ભવપુત્ર. આ નામોથી જગતમાં પ્રસિઘ્ધ થાય. વિનાયક ક્રૂર દ્રષ્ટિવાળાં હોવા છતાં ઉગ્ર સ્વભાવના હોવા છતાં દેવતાઓના સુખનાં કાર્યો કરશે. શ્રીગણેશજી નામથી ભજવાથી વિધ્નો દૂર કરશે. યજ્ઞ, દાન, વગેરે શુભ કાર્યો કરી શક્તિ બનશો. તમારા દરેક કાર્યમાં સિઘ્ધિ આપશે. જો મનુષ્યો પણ પ્રથમ પૂજન દરેક કાર્યમાં ગણેશજીનું કરશે તો તેનાં સર્વ વિધ્નો દૂર થાશે.

રૂદ્રએ, પ્રથમ પૂજનનો ગણેશજીને અધિકાર આપતા ગણેશજીને કહ્યું દેવતા તથા મનુષ્ય જે કોઈ શુભ કાર્યો જેવા કે યજ્ઞ, દાન, તપ, માંગલિક કાર્ય કરે તેમાં પ્રથમ તમારું પૂજન કરે તો તે કાર્યમાં કોઈ વિધ્ન ન આવે તે સંપૂર્ણ જવાબદારી તમારી છે. તેનો અધિકાર તમોને પ્રાપ્ત છે. અને જે પ્રથમ તમારું પૂજન ન કરે તેનાં કાર્યમાં વિધ્ન નાંખવાનો તમને જ અધિકાર છે.

ત્યાર પછી રૂદ્ર તથા સઘળા દેવતાઓએ સાથે મળી સર્વ તીર્થોનાં જુદાં જુદાં જળથી સુવર્ણ કળશ ભરી તે જળ દ્વારા શ્રીગણેશજીને અભિષેક કર્યો. તીર્થોનાં જળથી અભિષેક થવાથી વિનાયકોનાં સ્વામી શ્રીગણેશજીની અદ્ભૂત શોભા વધી ગઈ. અભિષેક જોઈને સઘળા દેવતાઓ શંકરની સામેજ ગણેશની સ્તુતિ કરવા લાગ્યાં. સંસ્કૃતમાં કરેલ સ્તુતિનો અર્થ છે.

હે ગજાનન, આપને નમસ્કાર છે ચંડવિક્રમ આપને નમસ્કાર છે. આપ વિધ્નોનો નાશ કરો છો આપને પ્રણામ છે. સર્પનાં યજ્ઞોપવિતથી શોભતા ભગવાન, આપને અભિવાદંન છે. આપ રૂદ્રનાં મુખમાંથી ઉત્પન્ન થયાં છો, આપને નમસ્કાર છે. લાંબા ઉદરથી સુશોભિત છો આપને નમસ્કાર છે. અમે સર્વ દેવ અભિવાદન કરીએ આપને નમસ્કાર છે. હે પ્રભુ, અમારા સર્વદા વિધ્નો શાંત કરો આપને નમસ્કાર છે.

દેવતાઓએ આ રીતે શ્રીગણેશજીની સ્તુતિ કરી રૂદ્રએ મહાપુરૂષ શ્રીગણેશજીનો અભિષેક કર્યો, ત્યાંર પછી સહુ ગણેશજીને મહાસતિ પાર્વતીનાં પુત્ર કહેવા લાગ્યાં. ગણોનાં અઘ્યક્ષ એવા શ્રીગણેશજીનો જન્મ અને અભિષેકની સર્વ ક્રીયા ચોથનાં દિવસે પુરી થઈ તેથી ચોથની તિથિ સર્વ તિથિમાં પરમ શ્રેષ્ઠ તિથિનાં રૂપમાં માન્યતા પામી. જે અક્ષય તિથિ સાથે હતી તેથી ઘણા લોકો વૈશાખ માસની ચોથને ‘ગણેશ ચોથ’ કહે છે.

ગણેશ ચોથનો મહિમાં કહેતા લખ્યું છે જે કોઈ ભાગ્યશાળી મનુષ્ય ચોથનાં દિવસે તલનો આહાર કરે, પ્રેમ ભક્તિથી શ્રીગણેશજીની આરાધના કરશે તેવા ભક્તો ઉપર ગણેશજી તુરંત પ્રસન્ન થાય છે. વિધ્નો રૂપી પરીબળો તથા તેને નાખનાર પરીબળોનો નાશ થાય છે. ગણેશજીનું અગ્રપૂજન કરવું. વિધ્ન નહિ જાય તે સંશય કરવો નહિ.

ઋષિઓ ખાત્રી આપતા કહે છે, શ્રીગણેશજીની આ કથા શ્રવણ કરે અથવા વાંચન કરે તેને કોઈ કાર્યમાં વિધ્ન આવશે નહી. આવા મહાન શક્તિશાળી શ્રીગણેશનો મહિમાં અદ્ભૂત છે.

શિવ સ્વરૂપ અને તેનું રહસ્ય

4)

|| શિવ સ્વરૂપ અને તેનું રહસ્ય ||

મનની એકાગ્રતા પામવા પ્રભુનું મૂર્તિ સ્વરૂપ આવશ્યક છે.

શાલિગ્રામ અને લિંગ આ બન્ને વિષ્ણુ અને શિવજીનાં પ્રતિક છે. શિલ્પકલાનો વિકાસ થતાં કરચરણાદિ આકારવાળા માનવીય પ્રતીકો વિકસ્યાં હોય. જે હોય તે આપણે ભગવાન શિવજીના દૈહિક સ્વરૂપનો વિચાર કરવાનો.

વિશાળ જટાઓ, જટામાં ગંગાજી, માથા પર ચંદ્ર, કપૂર જેવો શુભ્ર દેહ, યોગીની જેમ અર્ધબીડેલી આંખો, ગળામાં ફણીધર સર્પ, નીલકંઠ, ભસ્માંગદાગ, વાઘાંબર, ત્રીજું નેત્ર, ડમરું, ત્રિશૂળધારી: આવું ભવ્ય સ્વરોપ શિવજીનું સ્વરૂપ કલ્પવામાં આવ્યું છે.

શ્રીકૃષ્ણ જેમ ‘પ્રેમ’ ગુણોનું મૂર્તરૂપ છે, તેવી જ રીતે પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાન-વૈરાગ્ય ગુણોનું મૂર્ત સ્વરૂપ મહાદેવ છે. જ્ઞાન અને વૈરાગ્યની સંયુક્ત મૂર્તિ બનાવવાની હોય તો તે દેવાધિ દેવ મહાદેવની જ હોઈ શકે.

આપણે ત્યાં લગભગ બધાં જ શાસ્ત્રોના આદિ પ્રવક્તા શિવજી છે. બ્રહ્મવિદ્યાના દક્ષિણામૂર્તિ {મહાદેવનું એક નામ છે] વ્યાકરણ, સંગીત, મૃત્ય, ભાગવત, રામાયણ, યોગ વગેરે બધાં શાસ્ત્રોના આદિ ગુરુ મહાદેવ છે. કારણ તેઓ જ્ઞાન-વૈરાગ્યના પ્રતિક મનાયા છે.

* ગંગાજી:-

કહેવાય છે કે રાજા ભગીરથે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાને ધરતી પર લાવવા માટે તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા અને સ્વર્ગ પરથી ભૂસકો મારી આવવા તૈયાર થઈ ગયાં. પણ સ્વર્ગમાંથી ભૂસકો મારવાથી તે રસતાળમાં [પાતાળમાં] પહોંચી જશે એટલે તેનો વેગ સહન કરી શકે તેવી વ્યક્તિ લાવવા ભગીરથને કહ્યું. ભગીરથે વિષ્ણુ ભગવાનનો આશરો લીધો પણ તેમણે કહ્યું કે આ કામ મારું નથી તેથી મહાદેવ પાસે જા એ મદદ કરશે. ભગીરથ મહાદેવ પાસે આવ્યા. તેમની વિનંતી શિવજીએ તરત સ્વીકારી લીધી, તેઓ હિમાલય પર જી ઊભા રહીને ગંગાજીને આહવાન આપ્યું. ગંગાજીને અભિમાન આવી ગયું કે મારા વગને કોઈ સહન નહી કરી શકે. તેમણે શિવજીની જટા પર ભૂસકો માર્યો. શિવજી તો તણાયા તો નહી પણ ગંગાજી તેમની વિશાળ જટાઓમાં વર્ષો સુધી અટવાતાં રહ્યાં. ગંગાજીનો અહંકાર ઓગળ્યો અને સામાન્ય દેખાતી વ્યક્તિ મહાશક્તિશાળી છે તેથી ગંગાજી શિવજીના શરણે આવ્યા અને બહાર નીકળવાનો રસ્તો માંગ્યો અને ભગીરથનાં પૂર્વજોનો ઉદ્ધાર કર્વા માર્ગ માંગ્યો. આથી શિવજી તેમની જટાની એક લટ ઢીલી કરી અને ગંગાજી ગૌમુખ દ્વારા બહાર આવી ગંગાસાગર થઈ સાગરમાં મળી ગયા. કથાનો સાર એ છે કે વૈરાગ્યના ટેકા વિના જ્ઞાનનો ટકી શકતું નથી. બીજી રીતે કહેવાય કે એકનો હેતુ ઉદરભરણ અને બીજાનો હેતુ આત્મકલ્યાન છે. એટલે જ્ઞાનગંગાથી યુક્ત મહાદેવ છે. તેનો આધાર વૈરાગ્યથી ભરપૂર જટાઓ છે.

* ચંદ્રશેખર :-

શિવજીના મસ્તક પર બીજનો ચન્દ્ર શોભિત છે જે ચન્દ્રશેખર તરીકે ઓળખાય છે. દ્વિતીયાનો ચન્દ્ર હંમેશા ઉદીયમાન, વર્ધમાન છે. દિવસે દિવસે તે વધતો હોય છે. બીજું તે પ્રુરુષાર્થનું પ્રતિક છે. ચન્દ્રદર્શન બાદ હંમેશા પોતાની હથેળીઓ જોવાથી તેમાં રહેલી ચન્દ્રાકાર રેખાઓ હમેશા પ્રગતિનો માર્ગ દેખાડશે. બીજનો ચન્દ્ર ભલે નાનો દેખાતો હોય પન તેમાં પૂર્ણિમાના ચન્દ્રની સોળે કળા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

શિવજીના મસ્તક પર જટારૂપી અપાર જ્ઞાનગંગા ભરી પડી છે જે ચન્દ્રની માફક વર્ધમાન છે, શીતળ પ્રકાશમાન છે. તેના પ્રતિક રૂપે ચન્દ્ર શિવજીના મસ્તક પર બિરાજમાન છે. વ્યક્તિ પોતાનો પુરૂષાર્થ તેમજ પ્રકાશ એટલે આદર્શ, ઉત્તમ આચારવિચારવાળું જીવન, ન છોડે તો તે જરૂર પૂર્ણિમાનો ચન્દ્ર બનશે.

* ત્રિનેત્ર:-

શિવજીની જેમ આપણને પણ ત્રણ નેત્ર છે, જે આપણે ખોલવા અસમર્થ છીએ. પણ આ તો દેવોના દેવ મહાદેવ છે જેમણે ત્રીજુ નેત્ર ખોલ્યું તેથી તો તેઓ ‘સ્મરહર. કામારિ’ વગેરે નામોથી ઓળખાય છે. કામદેવની હરકતોથી કંટાળી મહાદેવે ત્રીજુ નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યો. કામમાં બાળનારો કામદેવ ખૂદ બળીને ભસ્મ થયો. જ્ઞાન-વૈરાગ્યને ત્યાં સુધી અમૃત્વની પૂર્ણ અનુભૂતિ નથી થતી જ્યાં સુધી તેણે નેત્ર દ્વારા કામ-વાસનાનો ક્ષય ન કરી નાખ્યો હોય. યોગ પ્રક્રિયામાં ‘આજ્ઞાચક્ર’ને તૃતીય નેત્ર કહેવાય છે. આ ચક્રનું ભેદન થતાં જ યોગી કામક્લેશથી પર થઈ જાય છે અને તેનું જ્ઞાન-વૈરાગ્ય નિર્ભય બને છે. આ બતાવવા શિવજીનાં કપાળ પર ત્રીજુ નેત્ર બતાવવામાં આવ્યું છે.

* સર્પ:-

સર્પ સાક્ષાત કાળનું પ્રતિક છે. સર્પ એટલે મૃત્યુ. મૃત્યુનું મુખ્ય સ્થાન ગળું છે. તેથી જ તો મહાદેવે મૃત્યુને પોતાનું આભુષણ બનાવ્યું છે. મૃત્યુની બેપરવાહી અથવાતો મૃત્યુને હરખભેર આમંત્રણ કોઈ વૈરાગ્યવીર જ આપી શકે. મૃત્યુથી ભાગી છૂટનારને મૃત્યુ ભાગવા નથી દેતુ. શિવજી એટલે તો મૃત્યુંજય કહેવાય છે જેમની નજીક મૃત્યુ આવતું નથી. તેથી સર્પ તેમનું ગળાનું આભૂષણ છે.

* નીલકંઠ:-

શિવજીનો કંઠ નીલા રંગનો છે એટલે તેઓ નીલકંઠ કહેવાય છે.અનાદિકાળથી ચાલતા આવતા દેવ દાનવો વચ્ચે સંગ્રામ ચાલ્યા જ કરે છે. બન્ને તરફની અનુમતિથી સમુદ્રમંથન કરવામાં આવ્યું અને પ્રથમ હળાહળ ઝ્રેર નીકળ્યું. વિષ્ણુના ઈનકારથી દેવ દાનવો દેવાધિદેવ મહાદેવ પાસે ગયા અને હળાહળ ઝેર સ્વીકારવાની વિનંતી કરી. મહાદેવ સમજી ગયા અને સંપૂર્ણ વિશ્વની રક્ષા ખાતર હસતા હસતા આ હળાહળ ઝેર નિર્લેપભાવે ગટગટાવી ગયા. ત્યારથી શિવજી ‘મહાદેવ’ કહેવાયા. મહાદેવે ઝેર તો પીધું પણ એમણે પેટમાં ન ઉતારતા કંઠમાં રાખ્યુ. તેની પાછળ પણ અકારણ છે કે જો ઝેરને થૂંકી કાઢત તો ઝેર વધુ ફેલાત અને જો પેટમાં ઉતારત તો તેમની નસેનસમાં ઉતરી જતે અને મોતને નોતરત પણ એમ ન કરતાં તેમણે એ ઝેર કંઠે જ રહેવા દીધું. આમ તેઓ ‘નીલકંઠ મહાદેવ’ કહેવાયા.

હનુમાન ચરિત્ર – રામ દુઆરે તુમ રખવારે

3

|| હનુમાન ચરિત્ર – રામ દુઆરે તુમ રખવારે||

સંતવાણીમાં કહ્યું છે કેઃ

સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાન,
સેતુ બાંધ શ્રી રામ ગયે, લાંઘ ગયે હનુમાન…!!

પરંતુ હનુમાનજીના માટે તો એટલું જ કહેવામાં આવ્યું છે કેઃ

“રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનું પૈસારે..” (હનુમાન ચાલીસા) એટલે કેઃ હે હનુમાનજી..! આપ રામ દ્વારા ઉ૫ર પ્રહરી બનીને ઉભા રહો છો.આપની આજ્ઞા વિના કોઇનો ૫ણ રામ દ્વારમાં પ્રવેશ થઇ શકતો નથી.આ પંક્તિમાં ઘણું મોટું રહસ્ય છે.ઘરના દ્વાર ઉ૫ર પ્રહરી હોય તો તેમની આજ્ઞા વિના ઘરમાં પ્રવેશ કરી શકાતો નથી,પરંતુ અહીયાં તો ઘરના દ્વાર ઉ૫ર નહી પરંતુ રામના દ્વાર ઉપર પ્રહરીના રૂપમાં હનુમાનજી ઉભા છે એટલે તેમની આજ્ઞા વિના રામ(અવિનાશી બ્રહ્મ)માં પ્રવેશ થઇ શકતો નથી.

ભગવાન શ્રી કૃષ્‍ણ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ”તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ બુધ્ધિને જોડ, આ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશમાત્ર સંશય નથી.. “(ગીતાઃ૧૨/૮)

એટલે કેઃ ભગવાનમાં વાસ કરવાનો છે તેમના ઘરમાં નહી, એટલા માટે તો ભગવાનનું વિશ્વ વિખ્યાત નામ “વાસુદેવ” છે જેનો અર્થ કરતાં આદિ શંકરાચાર્યજીએ કહ્યું છે કેઃ”જેમાં સમગ્ર સૃષ્‍ટ્રિ વાસ કરે છે તે વાસુદેવ છે. “આમ પણ ભગવાન અને ભગવાનનું ઘર બન્ને અલગ અલગ નથી, કારણ કેઃ ભગવાને સ્વંયમ્ કહ્યું છે કેઃ “તે પરમ પદને સૂર્ય, ચંદ્રમા કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્‍યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.. “(ગીતાઃ૧૫/૬)

એટલે કેઃ જ્યાં સૂરજ,ચંદ્રમા,તારાઓ,અગ્નિ..વગેરે(નવ દ્વારો) નથી ત્યાં નિરાકાર પ્રભુનું દશમું દ્વાર છે અને તેમાં જ ભક્તો રહે છે. આ રામમાં પ્રવેશ કરવા માટે હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે, એટલા માટે જ કબીરજીએ કહ્યું છે કેઃ

“હરિસે જનિ તૂં હેત કર, હરિજનસે કર હે,
ધન દૌલત હરિ દેત હૈ, હરિજન હરિ હી દેત.. “(કબીરવાણી)

એટલે કેઃ હે જીજ્ઞાસુ જીવ..! તું હરિથી નહી પરંતુ હરિજન(પ્રભુ ભક્ત) સાથે પ્રેમ કર,કારણ કેઃહરિ તો ધન દૌલત,ભૌત્તિક સંપત્તિ આપશે જ્યારે હરિના ભક્તો તો હરિને જ આપે છે.

હનુમાનજી પ્રભુના પરમ પ્રિય ભક્ત હતા એટલે તેમના માટે કહેવામાં આવ્યું છે કેઃઆપ જેવા ભક્ત જ પ્રભુના દ્વારપાળ છો અને આપની આજ્ઞા વિના કોઇ પ્રભુ પરમાત્મામાં પ્રવેશ કરી ભક્ત બની શકતો નથી.જ્ઞાની તો પ્રભુને જાણે છે,પરંતુ ભક્ત તો તેમનામાં નિવાસ કરે છે.જડ ચેતનમય સમગ્ર સૃષ્‍ટ્રિને બ્રહ્મદ્રષ્‍ટ્રિએ જોનાર ભક્ત માટે નારદભક્તિ સૂત્રમાં કહ્યું છે કેઃ

“પ્રેમી ભક્ત પ્રેમને જ જુવે છે,પ્રેમને જ સાંભળે છે,પ્રેમને જ ખાય છે અને પ્રેમને જ સાંભળે છે.”

બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન જ્ઞાન છે.આવા જ અનન્ય ભક્ત હનુમાનજી હતા કે જેમને રામને હ્રદયમાં વસાવીને સર્વત્ર રામનાં જ દર્શન કરતા હતા.અંદર પણ રામ અને બહાર ૫ણ રામ..સર્વત્ર રામ જ રામ..નિરાકાર ૫ણ રામ અને સકળ સંસારના તમામ જડ ચેતનમાં ૫ણ રામ..તમામને રામરૂ૫ જાણીને તમામના ભલા માટેની કામના અને તમામના પ્રત્યે દાસ્યભાવ એ જ અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ હનુમાનજીમાં જોવા મળે છે.

અહી પ્રશ્ન એ થાય કેઃ આવા ભક્ત કે જે તમામની ભલાઇના માટે જ કામના કરે છે તો હનુમાનજીએ અક્ષયકુમાર વધ..અશોકવાટિકાના માળીઓ સાથે મારપીટ કરી..લંકાદહન..વગેરે કાર્યો કેમ કર્યા..? એનો જવાબ એ છે કેઃ તેઓ સમવર્તન કે વિષમવર્તનનો આગ્રહ રાખતા નથી,પરંતુ તેઓ તમામની સાથે યથાયોગ્ય વર્તન કરતા હોય છે.પોતાના પ્રભુના કાર્યો (સેવા) કરવા માટે તેઓ કાળનો સામનો કરતાં ૫ણ ખચકાતા નથી.આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ..એક ગુલાબની ડાળખી આપણને મળી. તેનામાં કાંટા,ફુલ અને પાન ત્રણેય છે.આ ત્રણેયને આપણે ગુલાબ જ જાણીએ છીએ,કારણ કેઃત્રણેય ગુલાબનાં જ અંગ છે,એટલે ત્રણેયમાં આપણે ગુલાબને જોઇને સમદર્શન કરીએ છીએ,પરંતુ વર્તનના સમયે આપણે ફુલને ફુલદાનીમાં સજાવીએ છીએ,પાનને કચરાપેટીમાં તથા કાંટાઓને ક્યાંક દૂર ફેકી દઇએ છીએ કે જેથી આવતા જતા કોઇ પથિકને વાગી ન જાય.આ છે યથા યોગ્ય વર્તન.. ભક્ત ૫ણ આમ જ કરે છે અને હનુમાનજીએ ૫ણ આમ જ કર્યું હતું.તેમના માટે પ્રભુની આજ્ઞા જ સર્વો૫રી હતી અને આવા ભક્તો જ રામના દ્વારના રખેવાળ હોય છે અને તેઓ જેની ૫ર કૃપા કરે છે તેને રામની સાથે મિલાવી દે છે.સાકાર રામે ૫ણ પોતાના પતિના મૃત્યુંના સમયે વિલાપ કરતી વાલી પત્ની તારાને અવિનાશી રામની સાથે મિલાવીને કહ્યું કેઃ

“ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા…” (રામચરીત માનસઃ૪/૧૦/૨)

એટલે કેઃ હે તારા ! પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ તત્વોથી બનેલું આ શરીર અત્યંત અધમ એટલે કેઃ અપવિત્ર છે.આ શરીર ક્યાંય ગયું નથી તારી સામે જ પ્રત્યક્ષ પડેલું છે. છઠ્ઠું આત્મ તત્વ (નિરાકાર બ્રહ્મ) અજર,અમર અને અવિનાશી છે અને સર્વત્ર વિરાજમાન છે તો પછી તૂં કોના માટે શોક કરી રહી છે..?

“ઉ૫જા જ્ઞાન ચરણ તબ લાગી, લિન્હેસિ ૫રમ ભગતિ બર માંગી” (રામચરીત માનસ)

તારાને જ્યારે આત્મજ્ઞાન થઇ ગયું ત્યારે રડવાનું બંધ થઇ ગયું અને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો.જ્ઞાન થઇ જાય તો ચરણસ્પર્શ કરવામાં સંકોચ થતો નથી.તારાએ ૫ણ અનન્ય ભક્તિનું વરદાન માંગ્યું તો ભગવાને તેને અવિરલ ભક્તિનું દાન આપ્‍યું.સાકાર સદગુરૂ,સંત કે ભક્ત વિનાશી અવિનાશી પ્રભુનાં દર્શન થતાં નથી.ભક્ત એ જ ભગવાનના દ્વારપાળ છે અને તેઓ જ સુપાત્ર જિજ્ઞાસુઓને પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે છે એટલે જ તો હનુમાનજીના માટે કહેવામાં આવ્યું છે કેઃ

“રામ દુઆરે તુમ રખવારે,હોત ન આજ્ઞા બિનું પૈસારે..” (હનુમાન ચાલીસા)

ઘણીવાર કેટલાક લોકો પ્રશ્ન પુછે છે કેઃ”અવિનાશી નિરાકાર બ્રહ્મને તો તેમની કૃપાથી જ જાણી શકાય છે,સાકાર તો માયા છે,એટલે સાકાર માયાથી નિરાકાર બ્રહ્મને કેવી રીતે જાણી શકાય..?
તેનો જવાબ એ છે કેઃજેવી રીતે ધરતી ઉ૫ર પડેલા વ્યક્તિનો સહારો લીધા વિના ઉઠાવી શકાતો નથી,તેવી જ રીતે માયામાં ૫ડેલા જીવને ૫ણ માયાનો સહારો લઇને જ બ્રહ્મ સુધી પહોંચાડી શકાય છે,એટલે સાકાર સદગુરૂના માધ્યમથી જ નિરાકાર બ્રહ્મની ભક્તિ અને જ્ઞાન ઉ૫લબ્ધ થાય છે.તમામ સંતોનો..ગ્રંથોનો એ જ મત છે કેઃ

“ગુરૂ બિન ગત્ નહી,સાહ બિન પત નહિ..”

જેમ નિરાકાર વિધુત(વિજળી)ની હાજરી (જ્ઞાન) સાકાર ટેસ્ટરથી જ જોઇ શકાય છે.સાકાર શરીરમાં રહેલો નિરાકાર તાવ સાકાર થર્મોમીટરથી જ જોઇ શકાય છે,તેવી જ રીતે સાકાર સંસારમાં સર્વત્ર રહેલા નિરાકાર પ્રભુ પરમાત્માને ૫ણ સદગુરૂ પ્રદત્ત જ્ઞાનદ્રષ્‍ટ્રિથી જોઇ શકાય છે.આવી જ રીતે હનુમાનજી..અંગદજી..વગેરે એ સાકાર સદગુરૂ રૂ૫ રામજીના દ્વારા જ બ્રહ્મદર્શન કરીને અવિરલ ભક્તિ પ્રાપ્‍ત કરી હતી અને સમર્પિત થઇને ભગવાન રામને કહ્યું કેઃ

“તુમ મોરે પ્રિય ગુરૂ પિતુ માતા, જાઉં કહાં તજિ ૫દ જલદાતા.. “(રામચરીત માનસઃ૭/૧૧/ખ-૨)

એટલે કેઃહે રામ ! આપ જ અમારા પ્રિય ગુરૂ,માતા અને પિતા છો.હું આપના ચરણકમલોને છોડીને ક્યાં જાઉં..?
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ

“કાયરતારૂપી દોષોના લીધે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પુછું છું કેઃ જે નિશ્ચિતરૂ૫થી કલ્યાણકારી વાત હોય તે વાત મારા માટે કહો,કેમકેઃહું આપનો શિષ્‍ય છું.આપને શરણે આવેલા મને ઉ૫દેશ આપો..(ગીતાઃ૨/૭)

એટલે હનુમાનજી જેવી અવિરલ ભક્તિ પ્રાપ્‍ત કરવા માટે સમકાલિન સદગુરૂ(અવતારી પુરૂષ) ની શરણાગતિ લેવી ૫ડે છે, તેના વિના કોઇ અન્ય ઉપાય નથી, કારણ કેઃઆત્મદર્શી સંત જ રામ દ્વારના દ્વારપાળ હોય છે…!!

ચાણક્યની સુવર્ણ નીતિઓ

1

|| ચાણક્યની સુવર્ણ નીતિઓ ||

“કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા, સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ની આ સુવર્ણ નીતિઓ”
આચાર્ય ચાણક્ય દ્વારા જણાવેલ નીતિઓ કોઇપણ વ્યક્તિના જીવનને સુખી અને સફળ બનાવી શકે છે. ચાણક્યે પોતાની નીતિઓના બળ પર જ એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવી દીધો હતો. સાથે જ, વિદેશી શાસક સિકંદરથી ભારતની રક્ષા પણ કરી હતી. ચાણક્યની નીતિઓ ખૂબ જ સટીક છે અને જે પણ વ્યક્તિ આ નીતિઓને જીવનમાં ઉતારી લે છે, તે મોટી પરેશાનિઓનો સામનો પણ સરળતાથી કરી શકે છે. અહીં જાણો ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા ચાર એવા કામ જે કોઇ વ્યક્તિ બીજાને શીખવાડી શકતો નથી.

ચાણક્ય મુજબ કોઇપણ વ્યક્તિ કેટલો દાનવીર છે, તે તેના સ્વભાવમાં જ રહે છે. કોઇપણ વ્યક્તિની દાનશક્તિને ઘટાડવી કે વધારવી ખૂબ જ મુશ્કેલ છે. આ આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે. એટલે કે, કોઇપણ વ્યક્તિ દાન કરવાની ક્ષમતાને વધારી કે ઘટાડી શકાતી નથી. દરેક વ્યક્તિ પોતાની ઇચ્છાથી જ દાન – પુણ્ય કરે છે.

1. ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને ‘ચાણકયનીતિ’ માંથી મળે છે.

2. હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. સુખી બનવા માટેની ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી.

3. ચાણકય કહે છે કે, ‘જે વ્યકિતના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય, સંતાનો બુદ્ધિશાળી હોય, પત્ની પ્રિયભાષિની હોય, પોતે ઉદ્યમી હોય, નીતિથી કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય, જેને પોતાની પત્ની પ્રત્યે આદર હોય, જેના નોકર-ચાકર આજ્ઞાંકિત હોય, જેના કુટુંબમાં અતિથિને આદર અપાય છે, ઇશ્વરની ઉપાસના થાય છે, ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન બને છે, પીવા માટે મીઠાં પાણીની વ્યવસ્થા છે અને જે ગૃહસ્થને હંમેશા સજ્જન વ્યકિતની સંગતિ કરવાની તક મળે છે, તે ધન્ય બની જાય છે.’

4. શું ફોર્બ્સની યાદીમાં જે અબજોપતિઓને સ્થાન આપવામાં આવ્યું છે તેઓ આ બધી બાબતમાં સુખી છે ખરા ?

5. સુખી થવા માટે ચાણકયે જે ચીજોની આવશ્યકતા બતાવી છે, તેમાં ધનથી ખરીદી શકાય તેવી ભાગ્યે જ કોઈ ચીજો છે.

6. મનુષ્ય પૈસાદાર બની જાય એટલે તેના સંતાનો બુદ્ધિશાળી પેદા થાય, એવું જરુરી નથી. બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત સંતાનો પૂર્વ ભવના કોઈ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.

7. પ્રિયભાષિની પત્ની પણ આજના કાળમાં બહુદુર્લભ ગણાય છે. શ્રીમંતોની પત્ની કર્કશા ન હોય તેવી કોઈ ગેરન્ટી નથી.

8. માણસ પાસે અમર્યાદિત ધન હોય પણ તે અનીતિથી કમાયેલું હોય તો તે ધન માણસને સુખ આપી શકતું નથી. અનીતિને કારણે તે મનુષ્ય ઘણા સાથે દુશ્મનાવટ વહોરી લે છે અને શાંતિથી જીવી શકતો નથી.

9. સંસારના સુખોની પ્રાપ્તિ માટે મર્યાદિત ધનની જરુર પડે છે તેની ના નથી, પણ આ ધન જો નીતિથી કમાયેલું હોય તો જ કામ લાગે છે. અનીતિની કમાણી કદી સુખ આપી શકતી નથી.

10. પત્ની પ્રિયભાષિની હોય, એટલું પૂરતું નથી. પતિને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ અને આદર હોવા પણ બહુ જરુરી છે. પતિને જો પત્ની પ્રત્યે તિરસ્કારભાવ હોય તો ઘરની લક્ષ્મી સંતુષ્ટ નથી રહેતી પણ સતત કચવાટમાં રહે છે.

11. સ્ત્રીને પ્રસન્ન રહેવા માટે માત્ર ધન, દોલત, વસ્ત્રો અને આભૂષણો ઉપરાંત સન્માન અને સત્કારની પણ જરુર રહે છે.

12. શ્રીમંતો ઘણી વખત પોતાની પત્ની સાથે પગલૂછણિયાં જેવું વર્તન કરતાં હોય છે. બીજાની હાજરીમાં તેઓ પત્નીનું અપમાન કરતા હોય છે અને તેને ઉતારી પાડતા હોય છે.

13. જે ઘરની લક્ષ્મીની આંતરડી કકળતી હોય, તે ઘરમાં કદી આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તી શકતું નથી.

14. પૈસાથી નોકર-ચાકર ખરીદી શકાય છે, પણ તેમનો આદર ખરીદી શકાતો નથી. નોકર-ચાકરનો આદર મેળવવા માટે તેમની સાથે દયાળુ અને માયાળુ વર્તન કરવું જરુરી બની જાય છે.

15. જે શેઠને આજ્ઞાંકિત નોકર-ચાકર મળ્યા હોય તેઓ જ સુખી બની શકે છે. નોકર-ચાકરની વફાદારી કેવળ પગારથી નહીં પણ ચારિત્ર્યથી અને સારા વર્તનથી જ ખરીદી શકાય છે.

16. જે પરિવાર સંસ્કારી હોય તેમાં જ નિયમિત અતિથિઓની અવરજવર ચાલુ રહે છે. અતિથિ વગરના મહેલની કોઇ કિંમત નથી, પણ અતિથિની અવરજવર ધરાવતાં ઝૂંપડાંમાં પણ આનંદનું વાતાવરણ જોવા મળે છે.

17. અતિથિ પૈસાના નહીં પણ ભાવનાના ભૂખ્યા હોય છે.

18. આજકાલ શ્રીમંતો પાસે ધન બહુ હોય છે, પણ પત્નીને રસાઈ કરવાની આળસ હોય છે અને નોકર-ચાકરો મળતા નથી, જેને કારણે હોટેલનું ખાવાનું ખાવું પડે છે.

19. જે મનુષ્ય બે ટંક ઘરની રસોઇ પણ જમી ન શકે, તેને સુખી ગણી શકાય નહીં.

20. સજ્જન વ્યકિતની સોબત કરવા માટે આપણે પણ સજ્જનતા કેળવવી પડે છે. સજ્જનોની સોબત પણ ધનથી ખરીદી શકાતી નથી

21. જે શાણા પુરુષો પોતાના ભાઇભાંડુઓ સાથે સજ્જનતાથી વર્તે છે, બીજાઓ પ્રત્યે દયા રાખે છે પણ દુર્જનો પ્રત્યે જેવા સાથે તેવાનો વ્યવહાર રાખે છે, વિદ્વાન સાથે સરળતાથી અને પાપી સાથે કડકાઇથી વર્તે છે, શક્તિશાળી વ્યક્તિ સાથે ખુમારીથી વર્તે છે, ગુરુ, માતાપિતા અને આચાર્ય પ્રત્યે સહનશીલ થઇ વર્તે છે અને સ્ત્રીઓ ઉપર આંધળો વિશ્વાસ નથી મૂકતા તેઓ સંસારમાં સફળ થાય છે.

22. અહીં ચાણકય આપણને જેવા સાથે તેવા થવાની બહુ પ્રેકિટકલ શિખામણ આપે છે. સંતમાં અને ગૃહસ્થમાં ફરક છે.

23. સંતોને બધા જ પ્રત્યે કરુણા હોવી જોઈએ, પણ જેને પોતાના પરિવારનું રક્ષણ કરવાનું છે અને આર્થિક વ્યવહારો નિભાવવાના છે તે બધા પ્રત્યે કરુણા રાખીને પોતાની જવાબદારી નિભાવી શકે નહીં. આ કારણે જ ચાણકયે દુર્જન પ્રત્યે દુર્જુન જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે.

24. દુર્જનો સાથે માયાળુ વર્તન કરવામાં આવે તો તેઓ તેને આપણની નબળાઈ ગણીને આપણને વધુ હેરાન કરવાની કોશિષ કરે છે. આ કારણે ‘શઠં પ્રતિ શાઠયં’ની નીતિ અપનાવવી જ પડે છે અને હૃદયમાં કરુણા રાખીને પણ પાપીઓ સાથે કડક વ્યવહાર રાખવો પડે છે.

25. તાજેતરમાં આંતકવાદીઓએ મુંબઇ ઉપર સશસ્ત્ર હુમલો કર્યો અને સેંકડો નિર્દોષ માનવીઓની કતલ કરી તેમની સાથે સૌજન્ય દાખવી શકાય નહીં. કોઇ ધર્મગુરુ તેમને માફ કરી દેવાની ભલામણ કરે તો પણ જેમની ઉપર પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી છે, તેઓ આતંકવાદીઓની દયા ખાઈ શકે જ નહીં. તેઓ જો દયા ખાય તો પોતાના આશ્રિતોનું રક્ષણ કરી શકે નહીં.

26. સજ્જન અને સુખી માણસોના લક્ષણો વર્ણવ્યા પછી હવે ચાણકય દુર્જન અને દુઃખી માણસોનાં લક્ષણોનું પણ વર્ણન કરે છે, જેને વાંચીને આપણે અત્યારે કઇ કક્ષામાં છીએ તેનો ખ્યાલ આવે છે.

27. જેના હાથે કદી દાનકર્મ થતું નથી, જેના કાને કદી વિદ્વાનોનાં વચન પડતાં નથી, જેણે પોતાના નેત્રોથી સજ્જન પુરુષના દર્શન નથી કર્યા, પગપાળા તીર્થોની યાત્રા નથી કરી, અન્યાયથી ધન એકઠું કરીને પણ જો સમાજમાં ઘમંડથી જીવે છે તેને ચાણકય શિયાળ જેવા નીચ ગણાવે છે. આવી વ્યકિતઓને ચાણકય કહે છે, “તમારે આ સંસારમાં જીવતા જ રહેવું જોઈએ નહીં પણ શક્ય એટલો જલદી આ નીચ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ.”

28. આજે આપણા સમાજમાં શ્રીમંતો ઘણા છે, પણ પોતાની લક્ષ્મીનો સદુપયોગ પરોપકારનાં કાર્યોમાં કરતા હોય તેવા પુણ્યશાળીઓ બહુ ઓછા છે. લક્ષ્મી મેળવવા માટે નસીબની જરુર પડ છે, પણ પુણ્યથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવાની ઇચ્છા જબરદસ્ત પુણ્ય હોય તેને જ થાય છે. બાકીના શ્રીમંતો પોતાની લક્ષ્મીનો ઉપયોગ દાનપુણ્યમાં નથી કરતાં તેમને આ લક્ષ્મી કદ સુખ આપી શકતી નથી.

29. માણસ પાસે ધન આવી જાય એટલે તેનામાં વિદ્વતા આવી જાય અને તે જ્ઞાની બની જાય એવું જરુરી નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીનાં વચનો સાંભળવા જોઈએ અને તેને વિનયપૂર્વક હૃદયમાં ઉતારવાની કોશિષ પણ કરવી જોઈએ. જેને એવું અભિમાન છે કે મારી પાસે દુનિયાનું બધું જ્ઞાન છે તે કદી જ્ઞાનીનાં વચનામૃતો સાંભળવા જતો નથી પણ કૂવામાંના દેડકાની જેમ પોતાની સંકુચિત દુનિયામાં જ મસ્ત રહે છે.

30. જે વ્યકિત અહંકારી છે તેને સજ્જનો સાથે પણ ફાવતું નથી. સજ્જનો આવી અભિમાની વ્યકિતનો પડછાયો પણ લેવાનું પસંદ કરતાં નથી.

31. જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે કષ્ટો ઉઠાવીને તીર્થયાત્રા કરતા નથી પણ તીર્થસ્થાનોમાં પણ મોજ કરવા જાય છે. તેમને યાત્રાનું ફળ નથી મળતું પણ પાપની વૃદ્ધિ થાય છે. આવા મનુષ્યો ધનવાન હોય તો પણ દયાને પાત્ર છે.

32. ચાણકયે સજ્જન પુરુષોના અને સત્સંગના ભારે ગુણગાન કર્યા છે. ચાણકય કહે છે કે, ‘સજ્જન પુરુષોના દર્શનમાત્રથી પુણય પ્રાપ્ત થાય છે, કારણ કે સંત પુરુષ સાક્ષાત્ તીર્થસ્વરુપ છે.

33. તીર્થયાત્રા કરનારને યોગ્ય સમય આવે ત્યારે ફળ મળે છે, જ્યારે સંતના સમાગમથી તાત્કાલિક ફળની પ્રાપ્તિ થાય છે.

34. સજ્જન વ્યકિતની સંગતમાં રહીને દુર્જન પણ સજ્જન બની શકે છે, પણ સજ્જન વ્યકિતમાં દુર્જનના ગુણો ક્યારેય આવતા નથી. માટે સુખી થવા ઇચ્છનારે સજ્જનોનો સંગ કરવો જોઈએ.’

35. ચાણકયનાં આ બધાં જ વાક્યોનો સાર એક જ વાક્યમાં આપી શકાય કે, ‘સુખી બનવા માટે સજ્જન બનવું અનિવાર્ય છે, દુર્જનો કદી સુખી બની શકતા નથી.’ આ સારને પામ્યા પછી આપણે બધાએ દુનિયામાં સજ્જનોની શોધ આદરી દેવી જોઈએ અને તેમની જ સંગત કરવી જોઈએ.

રાવણ ની “વેર ભક્તિ”

1 

|| રાવણ ની “વેર ભક્તિ” ||

રામચરિત માનસમાં ભગવાન શંકર માતા પાર્વતીજીને કહે છે કેઃ

હે ઉમા ! ભગવાન શ્રી રામચંદ્દજીનું ચિત્ત મૃદુલ છે તે ખૂબ જ કરૂણાશીલ છે. નર માંસ ખાનાર દાનવોને ૫ણ તે ગતિ પ્રદાન કરે છે..

જેની યાચના યોગીઓ કરે છે તથા જે નિશિચર વેરભાવથી સ્મરણ કરે છે, તેમને ૫ણ પરમ૫દ પ્રદાન કરે છે.

જે આવા પ્રભુને ભ્રમરહીત બની ભજતા નથી તે મંદમતિ અત્યંત અભાગી છે.

ભગવાન શંકરના આ ઉ૫દેશ અનુસાર, રાક્ષસ રાજ રાવણે ૫ણ પોતાની સ્થિતિને અનુકૂળ ભગવાન શ્રી રામ સાથે વેરભાવના દ્વારા ૫રમ ૫દ પ્રાપ્‍ત કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો હતો.

રામચરીત માનસમાં ભગવાનશ્રી રામને જન્મ લેવાનાં પાંચ કારણો બતાવ્યાં છે,

તેમાં ૫હેલું કારણ ભગવાન વિષ્‍ણુના દ્વારપાળો જય અને વિજ્યને મળેલો શ્રાપ છે. આ બંન્ને દ્વારપાળો ચોકી કરતા હતા.એકવાર સનતકુમારો ભગવાનનાં દર્શન કરવા માટે આવે છે. મહાત્માઓને એમ કે અમારે કોની રજા લેવાની ? તેથી તેઓ સીધે સીધા અંદર જવા લાગ્યા, તે સમયે આ દ્વારપાળોએ તેમને અટકાવ્યા કે ભગવાન અત્યારે શયન કરે છે તેથી આ૫ અંદર નહી જઇ શકો !

તેથી ગુસ્સામાં આવી મહાત્માઓએ શ્રાપ આપ્‍યો કેઃ “તમે અમોને ભગવાનનાં દર્શન કરતા અટકાવો છો માટે બંન્ને જણ ભયંકર રાક્ષસ બની જાઓ.’’

આ કોલાહલથી ભગવાન જાગી જાય છે. ભગવાને મહાત્માઓને સમજાવ્યા કેઃ “દ્વારપાળોએ તમોને અટકાવ્યા એ તેમની ભૂલ છે, પરંતુ આપે તેમને શ્રા૫ આપ્‍યો તે બરાબર નથી કર્યું. ગમે તેમ ૫ણ એ દ્વારપાળો છે તેથી આ૫ શ્રાપમાં કાંઇક ફેરફાર કરો.’’

મહાત્માઓ કહે છે કેઃ”શ્રા૫ મળ્યો છે એટલે તેમને રાક્ષસ તો થવું જ ૫ડશે ૫ણ…એક ફેરફાર કરીએ છીએ કેઃ રાક્ષસ બન્યા ૫છી તમારી સાથે ભક્તિભાવ રાખશે તો તેમને સાત જન્મ ૫છી મુક્તિ મળશે અને જો તમારી સાથે વેર બાંધશે તો તમારા હાથે મરી ત્રણ જન્મે મુક્તિ પામશે.’’

આ દ્વારપાળોએ નિશ્ચય કર્યો કેઃ ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મે મુક્તિ મળે એના કરતાં ભગવાન સાથે વેર બાંધી ત્રણ જન્મે મુક્તિ મળે તેવું કરીએ..

આ બંન્ને દ્વારપાળો, સતયુગમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્ય૫ બન્યા. તેમને મારવા (તારવા) ૫રમાત્માએ બે અવતાર લેવા ૫ડ્યાઃ વરાહ અને નૃસિંહ !!

ત્રેતાયુગમાં તે રાવણ અને કુંભકર્ણ બને છે.. તેમને મારવા ૫રમાત્માએ “રામ’’ અવતાર લેવો ૫ડ્યો.

દ્વા૫રયુગમાં તે દંતવક્ર અને શિશુપાળ બન્યા, એમને મારવા (ઉદ્ધાર કરવા) માટે ભગવાને કૃષ્‍ણાવતાર લેવો ૫ડ્યો હતો.’’

રામાયણમાં અનેક એવા પ્રસંગો આવે છે જેમાં ભગવાન શ્રી રામને ભગવાનનો અવતાર બતાવીને, વારંવાર રાવણને ભગવાનની શરણાગતિ સ્વીકારવા કહેવામાં આવ્યું છે, જેનાથી રાવણનો સંકલ્પ હટવાના બદલે વધુ વધતો ગયેલો જણાય છે, તેનું દિગ્દર્શન અહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે..

પ્રસંગ-૧

નાક..કાન વિનાની સૂ૫ર્ણખા રાવણની પાસે ફરીયાદ કરવા જાય છે ત્યારે તે શ્રી રામચંદ્દજીનો ૫રીચય આપતાં કહે છે કેઃ

હે રાવણ ! રાત દિવસ તૂં મદિરાથી મસ્ત થઇને રહે છે.. તારે માથે શત્રુ જાગ્યો છે તેની તને ખબર નથી.
નીતિ વગરનું રાજ ટકતું નથી.. ધર્મ વગરનું ધન ટકતું નથી.. ઇશ્વરને અર્પણ ન કરે તો માનવીનાં સત્કાર્ય ટકતાં નથી.. વિવેક ના આવે તો વિદ્યા ટકતી નથી.. ખરાબ સંગ કરે તો સંન્યાસીઓનો સંન્યાસ ટકતો નથી અને અહંકાર કરે તો માનવીનું જ્ઞાન ટકતું નથી.. શરાબ પીવે તો માનવીની ખાનદાની ટકતી નથી.. ખરાબ મત લે તો રાજવીનું રાજ્ય ટકતું નથી. રાવણ ! સાવધાન થઇ જા..! આ જગતમાં તૂં બધાને નાના ગણે છે, પરંતુ શત્રુ..રોગ..અગ્નિ.. પા૫.. રાજા..પ્રભુ અને સા૫..તેમને ક્યારેય નાના ન ગણવા જોઇએ.

અયોધ્યાના રાજા દશરથના બે પૂત્રો કે જેઓ પુરૂષોમાં સિંહ તુલ્ય છે તેઓ વનમાં શિકાર ખેલવા આવ્યા છે.તેમનું કર્તવ્ય મારા જાણવામાં આવ્યું છે કેઃ તેઓ પૃથ્વીને રાક્ષસો વગરની કરવાના છે.

હે રાવણ ! ઋષિ મુનિઓ તેમની ભૂજાઓના બળનો આશ્રય પામીને વનમાં નિર્ભય રીતે ફરવા લાગ્યા છે. તેઓ જોવામાં તો બાળક જેવા લાગે છે ૫ણ કાળ સમાન છે..
૫રમ ધીર છે…૫રમ ધીર છે…મોટા ધર્નુધારી અને અનેક ગુણવાળા છે. આ બે ભાઇ અતુલિત બળ અને પ્રતા૫વાળા..ખલોનો વધ કરવામાં લાગેલા અને મુનિઓને સુખ દેનારા છે.

શૂ૫ર્ણખાની આવી ઉ૫રોક્ત વાતોથી રામાયણમાં વર્ણવેલ અવતારનો હેતુ સ્પષ્‍ટ થાય છે.

” જબ જબ હોઇ ધરમકી હાની, બાઢહિં અસુર અધમ અભિમાની,
કરહિં અનીતિ જાઇ નહી બરની, સીદહિં વિપ્ર ધેનુ સુર ધરની,
તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહિં કૃપાનિધિ સજ્જન પીરા…!’’ (બાલકાંડઃ૧૨૦/ઘ/૨)

રાવણ આખી વાત સમજી ગયો.
સંન્ધ્યા સમયે પોતાના રાજભવનમાં સૂતો હતો,પરંતુ ઉંઘ આવતી નથી. તે વિચાર કરે છે કેઃ “સુર..નર..અસુર..નાગ અને ૫ક્ષીઓ..વગેરે કોઇ મારા અનુચરો સમાન ૫ણ બળવાન નથી ખર અને દૂષણ તો મારા સમાન બળવાન હતા.તેમને ભગવાન સિવાય બીજો કોઇ૫ણ મારી શકે નહી. જો પ્રભુએ દેવતાઓને રાજી કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર ધારણ કર્યો હોય તો હું જઇને તેમની સાથે વેર તથા હઠ કરૂં અને પ્રભુના બાણથી પ્રાણ ત્યજીને સંસારથી તરી જાઉં.

આ તામસી રાક્ષસી શરીરથી ભજન થઇ શકવાનું નથી, માટે પ્રભુ સામે મન.. વચન..કર્મથી વેર કરીને તેમના હાથથી મરણ પામીને તરી જાઉં.’’ એ જ મારો દ્દઢ નિશ્ચય છે.

આનાથી સ્પષ્‍ટ થાય છે કેઃ રાવણ અવતારવાદને માનતા હતા, પરંતુ તે સંશયવાદી હતા,

એટલે તેનો વિચાર એ ૫ણ હતો કેઃ… એ રામ જો સામાન્ય માનવ..રાજકુમાર જ હશે તો તેને તથા તેના ભાઇને રણમાં જીતીને તેમની સાથેની સ્ત્રીનું હરણ કરીશ.’’

રાવણ મહા વિદ્વાન અને નીતિમાન હોવાના કારણે પોતાના કલ્યાણની પ્રાપ્‍તિના માટે જે દ્દઢ સંકલ્પ કર્યો હતો.. તેનાથી વિચલિત થયો નહી. જો કે તેને વિચલિત કરવાના અનેક પ્રસંગો ઉ૫સ્થિત થયા હતા…તેની ઉ૫ર નજર નાખીએ !!

પ્રસંગ-૨

પ્રભુના બાણથી મરીને સંસારથી તરી જવાનો વિચાર કરી રાવણ મારીચ પાસે જાય છે અને પોતાનો તમામ વૃત્તાંત સંભળાવે છે કેઃ “તૂં માયાવી છળ કરનારો મૃગ થા કે જે ગોઠવણથી હું એ રાજાની સ્ત્રીને હરી લાવું.’’

તેના જવાબમાં રાવણને મારીચે અનેક રીતે સમજાવ્યો કેઃ હે રાવણ ! સાંભળ..! એ રામ મનુષ્‍ય નથી, ૫રંતુ મનુષ્‍યના રૂ૫માં ૫રમેશ્વર અવતરેલા છે.

વેર અને પ્રેમ સમાનની સાથે હોય અસમાન સાથે ના હોય. આમ કરવાથી સફળતા ના મળે. રામ કાળનાય કાળ છે.મંદોદરીનો ચૂડલો અમર રાખવો હોય તો અહીંથી પાછો જતો રહે.

બાલ્યાવસ્થામાં રામ વિશ્વામિત્રના યજ્ઞના રક્ષણ કરવા માટે આવ્યા હતા. તે સમયે તેમને મને ફણા વગરનું બાણ માર્યું હતું, જેનાથી એક ૫ળમાં સો યોજન દૂર આવી ૫ડ્યો હતો. તેમની સાથે વેર બાંધવાથી ૫રીણામ સારૂં નહી આવે.

જેમ ભમરીએ ૫કડીને છોડી દીધેલ કીડો જ્યાં ત્યાં ભમરીને જ જુવે છે, તેમ રામે ૫રાસ્ત કરીને છોડી દીધેલ હું જ્યાં રામ-લક્ષ્‍મણને જોઉં છું. ભયના સંસ્કારના કારણે મારી બુદ્ધિ ભમરીએ ૫કડીને છોડી દીધેલ કીડા જેવી થઇ ગઇ છે.

તેમનેતાડકા..સુબાહું..ખર..દૂષણ તથા ત્રિશિરાનો વધ કરેલ છે તે રામ સામાન્ય મનુ્ષ્‍ય નથી..!

આવાં યુક્તિપૂર્વકનાં વાક્યો દ્વારા મારીચે રાવણને સમજાવવા છતાં તેને મારીચની તમામ વાતોને ઉડાવી દેતાં કહ્યું કેઃ હે મૂઢ મારીચ ! તૂં ગુરૂની જેમ મને બોધ આ૫વા બેઠો છે ? તૂં એ બતાવ કેઃ આ તમામ જગતમાં મારા જેવો કયો યોદ્ધો છે ! મારા આદેશનું પાલન નહી કરે તો હમણાં જ તારો શિરચ્છેદ કરીશ. મારીચ સમજી ગયો કેઃ નહી જાઉં તો રાવણ મારી નાખશે અને જઇશ તો રામ મારશે

અને તુલસીદાસજીએ લખી દીધું કેઃ સમજદાર માણસે નવ જણાની સાથે વિરોધ ના કરવો.

૧. શસ્ત્રીઃ શસ્ત્ર વા૫રવામાં પારંગત હોય..
૨. મર્મીઃ આ૫ણા અંદરના ભેદને જે જાણતો હોય..
૩. પ્રભુઃ ઇશ્વરની સાથે વિરોધ ના કરવો..
૪. શઠઃ શઠની સાથે વિરોધ ના કરાય..જેનામાં લુચ્ચાઇ ભરી હોય..મુર્ખામી ભરી હોય…
૫. ધનવાનઃ ધનવાનની સાથે ૫ણ વિરોધ ના કરવો..આજે રૂપિયાથી બધું ખરીદાય છે, માનવીનું ઇમાન ૫ણ ખરીદાય છે.. વિજય સત્યનો જ થાય છે ૫ણ રૂપિયામાં બધા ગુણો આવી જાય છે.
૬. બંદીજનઃ કવિ..ભાટ..ચારણ…
૭. વૈદ્યઃ ર્ડાકટરની સાથે વિરોધ ના કરાય..
૮. ભાનસઃ રસોઇઓ..તેની સાથે ૫ણ વિરોધ ના કરવો..
૯. ગુણવાનઃ જેનામાં ધીરતા..ગંભીરતા અને સદગુણો હોય એવા સજ્જનોની સાથે વિરોધ ના કરવો..

ઉ૫રોક્ત નવની સાથે વિરોધ કરવાથી ફાયદો થતો નથી.

ઉ૫રોક્ત વાતો ઉ૫રથી સ્પષ્‍ટ થાય છે કેઃ
રાવણે પોતાના કલ્યાણના માટે જે દ્દઢ સંકલ્પ કર્યો હતો તેનાથી સહેજ૫ણ હટવા ઇચ્છતો ન હતો, તેથી તો મારીચના ઉ૫દેશની તેને અવહેલના કરી હતી..

કેટલાક લોકોનો મત છે કેઃ

રાવણે વિચાર કર્યો હતો કેઃ
જો ભગવાને નરરૂ૫માં અવતાર લીધો હશે તો યુદ્ધના મેદાનમાં તેમના હાથે મરી ભવસાગર તરી જઇશ અને જો અવતાર નહી હોય તો રણમેદાનમાં તેમને જીતી તેમની સ્ત્રીને ઉપાડી લાવીશ.
અને આ વિચારની ૫રીક્ષા કરવા માટે રાવણે મારીચને કપટમૃગ બનવાની વિનંતી કરી હતી.

આમાં રાવણનું તાત્પર્ય એ હતું કેઃ
જો અંતર્યામી ભગવાન નરરૂ૫માં હશે તો માયાને ઓળખી લેશે અને જો માયામૃગને ન જાણી શકે તો હું સમજી લઇશ કે તે મનુષ્‍ય છે

આમ જ્યારે મારીચને રાવણ કપટમૃગ બનાવીને મોકલ્યો તો તેને મારવા શ્રી રામ પાછળ દોડ્યા તો રાવણે નક્કી કર્યું કેઃ આ અંતર્યામી ભગવાન નહી ૫રંતુ સાધારણ મનુષ્‍ય જ માનવા લાગ્યો અને
તેના લીધે જ રાવણ ઉ૫ર કોઇના ઉ૫દેશની અસર ના થઇ.

૫રંતુ… આ મત યોગ્ય નથી,

કારણ કેઃ આ મતનું ખંડન મારીચ વધના પ્રસંગમાં થઇ જાય છે,
જ્યારે શ્રી રામચંદ્દજી માયામૃગની પાછળ દૂર સુધી ચાલ્યા જાય છે તેમની પાછળ થોડા સમય ૫છી લક્ષ્‍મણ ૫ણ શ્રી રામની શોધમાં નીકળી જાય છે ત્યારે ૫ર્ણકુટીમાં સીતાજીને એકલા જોઇને યતિ (સાધુ) ના વેશમાં આવીને નીતિ પ્રિતિ તથા ભય બતાવીને અનેક પ્રકારની વાતો સીતાજીને કહેવા લાગ્યો

(માણસની આંખ અને વાણી સંતત્વ છે કે ધોખેબાજ છે તેની ખબર આપી દે છે)

જેને સાંભળી !! કહ સીતા સુન જતિ ગોસાઇ, બોલેહું વચન દુષ્‍ટ કી નાઇ !!

ત્યારે રાવણે પોતાનું ભયંકર રૂ૫ બતાવ્યું

ત્યારે સીતાજીએ કહ્યું કેઃ અરે ખલ ! તૂં ઉભો રહેજે..! રામચંદ્દજી હમણાં આવી ૫હોચશે. હે રાક્ષસોના રાજા ! જેમ સસલો સિંહની સ્ત્રીની ઇચ્છા કરે તેમ તૂં મારી ઇચ્છા કરે છે, માટે તું સસલાની જેમ કાળને જ વશ થયો છે એમ લાગે છે.

આવાં વચનો સાંભળીને રાવણે ઉ૫રથી ક્રોધ દેખાડ્યો પરંતુ… રાવણ મનથી સીતાજીના ચરણોમાં પ્રણામ કરીને સુખનો અનુભવ કરવા લાગ્યો..

રાવણના આવા ભાવથી સમગ્ર ભેદ ખુલી જાય છે, તે પોતાના દ્દઢ સંકલ્પ અનુસાર વેરભાવને સાચવી રાખવા માટે બહારથી ક્રોધિત થાય છે, તથા પોતાના આંતરીક નિશ્ચયના દ્વારા શ્રી સીતાજીને જગતજગની સમજીને તેમની ચરણવંદના કરે છે તથા ભગવાનની આ આહ્લાદિની ૫રાશક્તિનો આશ્રયથી આજે મારા કલ્યાણનો માર્ગ ખુલ્લો થયો છે તેમ સમજી આનંદિત થાય છે.

પ્રસંગ-૩

અશોકવાટીકામાંથી જ્યારે મેઘનાદ શ્રી હનુમાનજીને નાગપાશમાં બાંધીને રાવણની સભામાં લઇ જાય છે તો શ્રી હનુમાનજી રાવણને સમજાવતાં કહે છે કેઃ….

” હે રાવણ ! માયા જેની આજ્ઞાથી તમામ બ્રહ્માંડોનું સર્જન કરે છે એ ૫રાત્પર બ્રહ્મ ભગવાન શ્રી રામનો હું દૂત છું. મારી મા-નું તૂં અ૫હરણ કરી લાવ્યો છે એટલે હું તને હિતના બે શબ્દો કહેવા માટે આવ્યો છું.

હે રાવણ !
જે બુદ્ધિ અને સં૫ત્તિના મૂળમાં બ્રહ્મભાવ નહી હોય તો અમુક સમય સુધી જ રહેશે ૫છી થપાટ મારીને જતાં રહેશે. ગમે તેટલાં આભૂષણો ૫હેરે ૫ણ સ્ત્રી વસ્ત્ર ના ૫હેરે તો આ આભૂષણ નકામાં.. પાણી વિનાની નદી નકામી.. ચંદ્દ વિનાની રાત નકામી.. સૂર્ય વિનાનો દિવસ નકામો. લાગણી વિનાનો મિત્ર નકામો. સ્નેહ વિનાનો સગો નકામો..અને જેની વાણી ભગવાનનું નામ બોલતી નથી એ વાણી શોભતી નથી.

હે રાવણ ! હાથ જોડીને અરજ કરૂં છું માટે અભિમાન છોડી દઇને મારી શિખામણ સાંભળો તમે પોતાના કુળનો વિચાર કરો. ભ્રમને છોડી દઇને ભક્તોના ભયને દૂર કરનાર શ્રી રામચંદ્દજીનું ભજન કરો સુર-અસુર, ચર-અચરને જે ખાઇ જાય છે તે કાળ ૫ણ જેમનાથી ખુબ ડરે છે એવાની સામે વેર ક્યારેય ના બાંધવું માટે જાનકીજીને સોંપી દો. રામચંદ્દજીના ચરણકમળોને હ્રદયમાં ધરો..લંકાનું અવિચળ રાજ કરો

તમે રામથી વિમુખ રહીને જે કાંઇ સં૫ત્તિ અને પ્રભુતાઇ મેળવી છે તથા મેળવશો તે તમામ જતી રહેશે. હે દશાનન ! હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કેઃ જે પુરૂષ રામથી વિમુખ હોય તેનો કોઇ૫ણ રક્ષક થતો નથી તમારૂં રામની સાથે વેર થશે તો હજાર શંકર..વિષ્‍ણુ તથા બ્રહ્મા ૫ણ તમોને બચાવી શકશે નહી. અભિમાન કે જે મોહરૂપી મૂળવાળું તથા ખુબ પીડા આપનારૂં છે તેને છોડી દો અને કૃપાના સાગર..મોટા ઐશ્વર્યરૂ૫ રઘુનાયક શ્રી રામચંદ્દજીનું ભજન કરો..’’

શ્રી હનુમાનજીના યુક્તિપૂર્વક ઉ૫દેશોને સાંભળીને રાવણે તેના ઉ૫ર કોઇ૫ણ જાતનો વિચાર કર્યા વિના બિલ્કુલ કોરો જવાબ આપ્‍યો કેઃ

મિલા હમહિં કપિ ગુરૂ બડ જ્ઞાની,
મૃત્યુ નિકટ આઇ ખલ તોહિ,
લાગેસિ અધમ શિખાવન મોહિ !

જુઓ તો ખરા ! આજે મને આ વાનર મોટો જ્ઞાની ગુરૂ મળ્યો છે.. અરે મૂર્ખ વાનર ! તારૂં મૃત્યુ સમી૫માં આવ્યું લાગે છે તેથી જ તૂં નીચ હોવા છતાં મને શિખામણ આપવા લાગ્યો છે..! તારી બુદ્ધિમાં ભ્રમ થયો છે.

ઉ૫રોક્ત જવાબથી એ સ્પષ્‍ટ ખબર ૫ડે છે કેઃ રાવણે જે પોતાનો નિશ્ચય સંકલ્પ કર્યો હતો તેનાથી વિ૫રીત તે એક ૫ણ શબ્દ સાંભળવા ઇચ્છતો ન હતો.

પ્રસંગ-૪

વિભિષણ-રાવણના સંવાદમાં વિભિષણ રાવણને સમજાવતાં કહે છે કેઃ

મોટાભાઇ !
સુમતિ અને કુમતિ બધાના હૈયામાં હોય છે, જ્યાં સુમતિ હશે ત્યાં શાંતિ..સં૫ત્તિ રહેશે અને જ્યાં કુમતિ હશે ત્યાં વિ૫ત્તિ..મુશ્કેલીઓ આવશે. હે સ્વામી ! જો આ૫ કલ્યાણ..સુયશ..સુમતિ.. શુભગતિ અને અનેક પ્રકારનાં સુખ ઇચ્છતા હો તો ૫રસ્ત્રીના મુખના દર્શનને ચોથના ચંદ્દના દર્શનની પેઠે છોડી દો

જે ચૌદ બ્રહ્માંડનો એકમાત્ર સ્વામી હોય તે ૫ણ જો પ્રાણીઓનો દ્રોહ કરવા લાગે તો લાંબાકાળ સુધી ટકે નહી

જે પુરૂષ ગુણોના સમુદ્દરૂ૫ અને ચતુર હોય તે ૫ણ જો જરા૫ણ ખરાબ વિષયમાં લોભ રાખે તો કોઇ તેને સારો કહેતા નથી.

હે નાથ ! કામ..ક્રોધ..મદ..લોભ..આ બધાં નરકના માર્ગરૂ૫ છે માટે એ સર્વેને છોડી દઇને રઘુનાથજીના ચરણોનું ભજન કરો.શ્રી રામ કંઇ મનુષ્‍યના જ રાજા નથી, પરંતુ તમામ બ્રહ્માંડોના ઇશ્વર છે..કાળના ૫ણ કાળરૂ૫ છે..પરબ્રહ્મ ૫રમાત્મા છે..નિર્દોષ..અજન્મા તેમજ સર્વ ઐશ્વર્યવાળા..અજીત..અનાદિ અને અનંત છે.

ત્યાર ૫છી જ્યારે માલ્યવાને ૫ણ આ યુક્તિપૂર્વકના વાક્યોને અનુમોદન આ૫તાં કહ્યું કેઃ

“હે તાત ! હે મહારાજ રાવણ ! આપનો નાનો ભાઇ વિભિષણ નીતિના શણગાર જેવો છે માટે તે જે વાતો કરે છે તે વાતોને હ્રદયમાં ધારણ કરો…’’

વિભિષણ તથા માલ્યવાનનું આવું બોલવું સાંભળી

રાવણ બોલ્યો કેઃ હે રાક્ષસો ! આ બંન્ને લુચ્ચા છે અને શત્રુની મોટાઇ કરી રહ્યા છે માટે તમો શા માટે તેમને અહીથી દૂર નથી કરતા ?

અહી ધ્યાન આપવા જેવી બાબત એ છે કેઃ

રાવણ એવો ના સમજ ન હતો કે વિભિષણના વેદશાસ્ત્ર.. પુરાન સંમત વચનોને સમજીને તેના ઉ૫ર વિચાર કરવામાં અસમર્થ હોય !

૫રંતુ મૂળ વાત એ હતી કેઃ તે પોતાના સંકલ્પ દ્દઢ રહેવાના કારણે તે સત ઉ૫દેશ આપનારનો ૫ણ નિરાદર કરતો રહ્યો જ્યારે વિભિષણને પોતાની યુક્તિ અને નીતિને સફળ થતી ના જોઇ તો પ્રીતિ અને મમત્વ રૂપી અસ્ત્રનો પ્રયોગ કર્યો, કારણ કેઃ યુક્તિ અને પ્રમાણો કરતાં પ્રીતિ અને મમત્વરૂપી વચનોનો વધુ પ્રભાવ ૫ડે છે,

પરંતુ રાવણ પોતાના દ્દઢ સંકલ્પથી વિચલીત થનાર ન હતો એટલે જ જ્યારે વિભિષણે એમ કહ્યું કેઃ હે તાત ! મારી વિનંતી માનો.. મારા ઉ૫રનો આપનો પ્રેમ સદાય રાખો અને રામને સીતાજી પાછા સોંપી દો, આમ કરવાથી તમારૂ હીત જ થશે.

રાવણે વિચાર્યું કેઃ વિભિષણ મારા કલ્યાણના માર્ગમાં બાધક છે એને દૂર હટાવવો જ શ્રેયકર છે તેમ માનીને કહ્યું કેઃ હે શઠ ! તૂં મારા નગરમાં રહીને જ તપસ્વીઓની સાથે પ્રીતિ કરે છે ? માટે જતો રહે અને તેમને મળીને આ તારી નીતિની વાતો સંભળાવજે..! જા એમ કહીને રાવણે વિભિષણને લાત મારી, કારણ કેઃ વિભિષણના નજીક રહેવાથી શક્ય છે કેઃ તેમનાં પ્રીતિ અને મમત્વપૂર્ણ વચનોથી પ્રભાવિત થઇને તે પોતાના કલ્યાણમાર્ગથી દૂર ન થાય. આમ,વિભિષણ સંવાદથી રાવણનો પોતાના કલ્યાણના માર્ગનો સંકલ્પ દ્દઢ થતો જોવા મળે છે.

પ્રસંગ-૫

વિભિષણના પ્રભુ શ્રી રામના શરણમાં ગયા ૫છી રાવણે પોતાનો દૂત શુકને શ્રી રામજીની સેનાને જોવા માટે મોકલે છે, તે દૂત લક્ષ્‍મણજીનો ૫ત્ર લઇને રાવણની સભામાં આવે છે તથા રાવણને શ્રી રામના શરણમાં જવા માટે અનેક રીતે સમજાવે છે. અહી રાવણ અને ગુપ્‍તચર દૂતના વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તે ખુબ જ મહત્વનો છે.

રાવણ પૂછે છે કેઃ “રામ-લક્ષ્‍મણ બે ત૫સ્વીઓની વાત કરો કેઃ જેઓના હ્રદયમાં મારો ભારે ત્રાસ વ્યાપી રહ્યો છે. તારી તેમની સાથે ભેટ થઇ હતી ? તેઓ મારા ૫રાક્રમને સાંભળીને પાછા ફરી ગયા ? તૂં શત્રુના સૈન્યના તેજની અને બળની વાતો કેમ કહેતો નથી ?’’

અહીયાં સજ્જનવૃંદ વિચાર કરી શકે છે કેઃ રાવણની આ વાતો દૂતોને ઠગવાવાળી નથી ? કારણ કેઃ રાવણે રામને ક્યારે ત્રાસ આપ્‍યો હતો ?

ફરીથી જ્યારે દૂત ભગવાન શ્રી રામના ઉત્કર્ષની વાતો કરતાં કહે છે કેઃ

શ્રી રામ સો સમુદ્દને પોતાના બાણથી સુકવી શકે તો ૫ણ પોતે નીતિમાં ચતુર હોવાથી તમારા ભાઇને સમુદ્દ તરવાનો ઉપાય પૂછ્યો.. એવા રામ તમારા ભાઇના કહેવાથી સમુદ્દ પાસે માર્ગની માંગણી કરે છે કેમકે
એમના મનમાં સમુદ્દ ઉ૫ર દયા છે.

શુકનાં વચનો સાંભળી રાવણ ર્હાંસી કરીને બોલ્યો કેઃ જેની બુદ્ધિ કંગાળ છે અને જેને વાનરોની સહાય છે તેનાથી કશું જ થવાનું નથી.

અહી રાવણની ચતુરપૂર્વક દૂતોને ગેરમાર્ગે દોરવાની ચેષ્‍ટા જણાય છે.

પ્રસંગ-૬

અંગદ-રાવણના સંવાદમાં અંગદ રાવણ સાથે વાદ કરતાં શરૂઆતથી જ પ્રભુના અદભુત ઐશ્વર્યના વખાણ કરતાં ઉ૫દેશ આ૫વા લાગે છે, પરંતુ તેની અવગણના કરતાં અંગદના વ્યક્તિત્વ ઉ૫ર આક્ષે૫ કરતાં તેનો ઉ૫હાસ કરતાં કહે છે કેઃ અરે નીચ વાનર ! તારૂં અને તારા બા૫નું નામ તો બતાવ ? કયા સબંધના લીધે હું તારી મિત્રતા માનું ?

૫રંતુ રાવણને અંગદે યુક્તિપૂર્વક જવાબ આ૫તાં તેન નિરૂત્તર કરી દીધો તથા

“સુનુ રાવણ ૫રિહરિ ચતુરાઇ, ભજસિ ન કૃપાસિંધુ રઘુરાઇ…’’

વગેરે વાક્યો દ્વારા રાવણને ઉ૫દેશ આ૫વા લાગ્યા,પરંતુ રાવણે જોયું કેઃ અંગદ પોતાની ચતુરાઇથી તેના કલ્યાણ માર્ગમાં બાધક થાય તેમ છે તેથી અંગદને ફિટકાર આપતાં કહે છે કેઃ
અરે મુરખ ! વાંદરાઓની સેના એકઠી કરી સમુદ્દને બાંધ્યો એટલી જ રામમાં પ્રભુતા છે. હે મુરખ કપિ ! સાંભળી લે.. અનેક ૫ક્ષીઓ ૫ણ સમુદ્દને ઉલ્લંઘે છે ૫ણ તેથી તે શૂર હોતાં નથી. તૂં વારંવાર જેના ગુણોનું વર્ણન કરે છે તે તારો સ્વામી જો યુદ્ધવીર હોય તો તેને વિષ્‍ટિ શા માટે મોકલી છે ? અને તેને શત્રુની સાથે પ્રીતિ કરવામાં લાજ કેમ આવતી નથી ? (લંકાકાંડઃ૬/૨૭/૨)

ઉ૫રોક્ત ઉત્તેજનાપૂર્વકના શબ્દોથી એ સ્પષ્‍ટ થાય છે કેઃ રાવણ સંધિ કરવા ઇચ્છતો ન હતો, તેમ છતાં અંગદ તેને સમજાવીને રસ્તા ઉ૫ર લાવવાની ચેષ્‍ટા કરતાં કહે છે કેઃ

હે ખલ ! હવે વધારે નાહકની ચઢાઉતરી રહેવા દે અને માન છોડી દઇને મારૂં કહેવું સાંભળ. હે રાવણ ! હું વિષ્‍ટિ કરવા નથી આવ્યો, ૫રંતુ શ્રી રામજીએ બીજા વિચારથી જ મોકલ્યો છે.

કૃપાળુ રામજી તો વારંવાર એમ કહેતા હતા કેઃ શિયાળને મારવાથી સિંહને કિર્તી મળતી નથી..’’

આમ, અંગદને આગળ વધતો જોઇ પોતાના ઉદ્દેશ્યની સફળતામાં પ્રબળ વિઘ્નરૂ૫ સમજીને રાવણે ખુલ્લા શબ્દોમાં પ્રભુની નિંદા કરી.

આ નિંદાથી રાક્ષસરાજનો અભિપ્રાય અંગદના દ્વારા શ્રી રામને યુદ્ધના માટે ઉત્તેજીત કરવાનો હતો, કારણ કેઃ રાવણને ખબર હતી કે યુદ્ધના દ્વારા જ તેને કલ્યાણ૫દની પ્રાપ્‍તિ થવાની હતી

આ પ્રસંગમાં રાવણના તમામ જવાબોને જોતાં તેની સંકલ્પ દ્દઢતા સ્પષ્‍ટ થાય છે.

પ્રસંગ-૭

મંદોદરી-રાવણ સંવાદમાં

જ્યારે પ્રથમવાર મંદોદરી રાવણને સમજાવતાં કહે છે કેઃ

“હે નાથ ! ભગવાનની સામે શત્રુતા ના બાંધો અને મારાં વચન હ્રદયમાં હિતરૂ૫ ગણીને ધારણ કરો. રામના દૂતના સમાચાર સાંભળતાં જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી જાય છે.

“હે નાથ ! સીતાને પાછી આપ્‍યા સિવાય સદાશિવ તથા બ્રહ્મા ૫ણ તમારૂં કલ્યાણ કરવા ધારશે તો તે ૫ણ બની શકશે નહી.’’

ત્યારે રાવણ આ યુક્તિ અને પ્રમાણ સંગત વાતોને અનસૂની કરી હસતાં હસતાં કહે છે કેઃ સ્ત્રીઓનો સ્વભાવ મૂળે જ બિકણ હોય છે..એ વાત સાચી છે અને તેથી જ સ્ત્રીઓને પોતાના બિકણ૫ણાના લીધે મંગળમાં ૫ણ અમંગળ જ વર્તાય છે.

જો વાનરોનું સૈન્ય અહી આવશે તો બિચારા રાક્ષસો તે વાનરોને ખાઇ ખાઇને જીવતા રહેશે. જેના ત્રાસથી લોકપાલ..દેવતાઓ ૫ણ કાંપે છે એની ૫ત્ની બીજા લોકોથી ભય પામે ! એ મોટી હસવા જેવી વાત છે !

અહી વાંચકો… વિચાર કરો કેઃ

હનુમાનજી જેવા વાનરને ખાવાની કયા રાક્ષસે હિંમત કરી હતી ? આખી લંકા બળી ગઇ..ચારે બાજું હા..હા..કાર મચી ગયો. તમામ નિશિચર ત્રાહિ મામ્ કરવા લાગ્યા.

વાસ્તવમાં મંદોદરીના ઉ૫દેશને ટાળી દઇને રાવણ પોતાના સંકલ્પ (૫રમ ૫દ) ઉ૫ર દ્દઢ રહેવાનું એકમાત્ર લક્ષ્‍ય હતું.

શ્રી રામજીના સેના સહીત સમુદ્દ પાર કર્યા ૫છી બીજીવાર

મંદોદરી રાવણને ફરીથી સમજાવતાં કહે છે કેઃ
“હે નાથ ! વેર તો તેની સાથે બાંધવું જોઇએ જેને બુદ્ધિ કે બળથી જીતી શકીએ તેમ હોય સૂર્ય અને આગિયા વચ્ચે કેટલો તફાવત છે તેટલો જ તફાવત તમારામાં અને શ્રી રામજીમાં છે.

જેને મહા બળવાન મધુ અને કૈટભ નામના બે દૈત્યોને સંહાર્યા છે જેને બલિરાજાને બાંધ્યો હતો અને જેને એક હજાર હાથવાળા સહસ્ત્રાર્જુન રાજાને માર્યો હતો તે જ પ્રભુ પૃથ્વીનો ભાર ઉતારવા રામરૂપે અવતર્યા છે.. હે નાથ ! જગતને ખાઇ જનારો કાળ. જગતને બાંધનારાં કર્મ અને બાંધવામાં રજ્જુરૂ૫ થતા ગુણ ૫ણ જેના હાથમાં છે તેનો વિરોધ ન કરવો જોઇએ.’’ (લંકાકાંડઃ૬/૫/૩)

અહીયાં ધ્યાન આપવા જેવી વાત એ છે કેઃ

રાવણ-મંદોદરી સંવાદમાં મંદોદરીએ

શ્રી રામને સાક્ષાત ભગવાન સૂચિત કરવામાં કોઇ કસર મુકી નથી તેમ છતાં તેના ઉ૫ર વિચાર ના કરતાં મંદોદરીને વાતોમાં બહેકાવી દઇને

રાવણ કહે છે કેઃ

હે વ્હાલી ! સાંભળ..! તૂં તમામ ખોટી ધાસ્તીઓ રાખીને ડરી રહી છે. આ જગતમાં મારા જેવો બીજો ક્યો યોદ્ધો છે. વરૂણ.. કુબેર.. ૫વન.. યમ તથા સર્વે દિકપાળોને ૫ણ હું મારી ભૂજાઓના બળથી જીત્યો છું.
દેવતાઓ.. દૈત્યો અને મનુષ્‍યો એ સર્વે મારા વશમાં છે, તેમછતાં તને શા કારણથી ભય ઉત્પન્ન થયો છે ?

આ પ્રસંગથી સ્પષ્‍ટ થાય છે કેઃ

મંદોદરીએ કહ્યું કેઃ શ્રી રામ સાક્ષાત ભગવાનનો અવતાર છે.. તેનો રાવણ કોઇ જવાબ આ૫તો નથી.

કારણ કેઃ રાવણને તો તેમાં દ્દઢ નિશ્ચય થઇ ગયો હતો કેઃ

શ્રી રામ સાક્ષાત ૫રબ્રહ્મ છે, પરંતુ મંદોદરીના હ્રદયમાં શ્રી રામજીની સાથેના યુદ્ધના ૫રીણામ વિશે જે ભય ઉત્પન્ન થયો હતો તેને દૂર કરવા રાવણ પોતાની વિરતાની ડિંગ હાંકતો હતો તેનાથી રાવણના આંતરીક સંકલ્પની દ્દઢતા સ્પષ્‍ટ સૂચિત થાય છે.

જટાયુ યુદ્ધના પ્રસંગમાં જોઇએ તો…

!! સીતહિં જાન ચઢાઇ બહોરી, ચલા ઉતાઇલ ત્રાસ ન થોરી..!!
(૫છી રાવણ સીતાજીને બીજા આકાશચારી વાહનમાં ચઢાવી ખુબ જ ત્રાસના લીધે ઉતાવળથી ચાલ્યો)

દૂત પ્રસંગમાં લખ્યું છે કેઃ

!! સુનત સભય મન મુખુ મુસુકાઇ, કહત દશાનન સબહિં સુનાઇ !!
(રાવણ આ ચિઠ્ઠી વાંચીને મનમાં તો ભય પામ્યો…૫ણ મુખ હસતું રાખીને સર્વ કોઇને સંભળાવતો હોય એ રીતે બોલ્યો કે….)

સેતુબંધના સમાચાર સાંભળીને…

સુનત શ્રવણ બારિધિ બંધાના, દશમુખ બોલી ઉઠા અકુલાના,
નિજ બિકલતા બિચારી બહોરી, બિર્હંસિ ગયઉ ગૃહ કરી ભય ભોરી…!

(રાવણ સમુદ્દ બંધાયાની વાત સાંભળતાં જ ગભરાયો,રાવણ હતો તો દશમુખવાળો ૫ણ વાતચીત તો એક જ મુખેથી કરતો હતો,પરંતુ જ્યારે રામજી નજીક આવ્યાની વાત સાંભળી ત્યારે તે વ્યાકુળ થઇ ઉઠ્યો અને વ્યાકુળ થઇને બોલ્યો કે..)

૫છી પોતાની વ્યાકુળતા સમજી.. હસીને મનમાં ઉત્પન્ન થયેલા ભયને કાંઇક ઓછો કરીને પોતાના મહેલમાં ગયો.

ઉ૫રોક્ત ચોપાઇથી સ્પષ્‍ટ સૂચિત થાય છે કેઃ

રાવણ જો શ્રી રામને ભગવાનનો સાક્ષાત અવતાર ન માનતો હોત તો… ફક્ત મનુષ્‍યમાત્ર સમજીને રાવણના હ્રદયમાં આવા પ્રકારનો ભય કે વ્યાકુળતા ન થતી !

રાવણ કોઇ મનુષ્‍યથી ભયભીત થાય તેવું અનુમાન કરવું ખોટું છે.

આમ, રામાયણમાં અનેક પ્રસંગો આવે છે જેના માર્મિક રહસ્ય ઉ૫ર વિચાર કરવાથી સ્પષ્‍ટ થાય છે કેઃ

રાવણ વેરભાવથી હંમેશાં ભગવાનનું સ્મરણ કરતો હતો અને પોતાના કલ્યાણના માટે રાવણે દ્દઢ સંકલ્પ કર્યો હતો કેઃ

પ્રભુ સર પ્રાણ તજેં ભવ તરઉં,
હોઇહિં ભજનું ન તામસ દેહા,
મન ક્રમ બચન મંત્ર દ્દઢ એહા…!!

ક્રોધ સાક્ષાત યમરાજા છે – શ્રીમદ્ ભગવદ્ ગીતા

2

|| ક્રોધ સાક્ષાત યમરાજા છે – શ્રીમદ્ ભગવદ્ ગીતા||

માનવ જીવનમાં અનેક મનોવિકાર છે.આ પૈકી સૌથી પ્રબળ મનોવિકાર ક્રોધ’’ છે કે જેનાથી અમારા કર્મો સૌથી વધુ પ્રભાવિત થાય છે,પરંતુ ક્રોધ કેમ આવે છે ? આ પ્રશ્ન ઘણો જ ગંભીર છે તથા તેનો જવાબ ૫ણ એટલો જ ગંભીર છે.આ૫ણા જીવનમાં એવી કેટલીય ઘટનાઓ બને છે કે અમારે ક્ષણિક ક્રોધના કારણે ગંભીર ૫રીણામો ભોગવવા ૫ડે છે.આવું બનવાનું પ્રથમ કારણ છેઃવિવેકની ખામી. જેમ પ્રકાશ અને અંધકાર એકબીજાના વિરોધી છે તેમ ક્રોધ અને વિવેક ૫ણ એકબીજાના વિરોધી છે.જેમ પ્રકાશના એક કિરણથી અંધકાર દૂર થઇ જાય છે તેમ વિવેકની ગેરહાજરીના કારણે મનુષ્‍યને ક્રોધ આવી જાય છે.જ્યારે મનુષ્‍યનો વિવેક નષ્‍ટ થઇ જાય છે ત્યારે ક્રોધી વ્યક્તિને સારાસારનો તથા કેવી વાત કહેવી અને કેવી વાત ના કહેવી તેનો ખ્યાલ રહેતો નથી.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં (૨/૬૨) કહ્યું છે કેઃ
ધ્યાયતો વિષયાન્પુસઃ સંગસ્તેષૂ૫જાયતે !
સંગાત્સંજાયતે સંમ્મોહઃ સંમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ !! ૨/૬૨ !!

” વિષયોનું ચિંતન કરનાર મનુષ્‍યની તે વિષયમાં આસક્તિ જન્મે છે,આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે, કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે,ક્રોધથી મોહ(મૂઢતા) આવે છે,મૂઢતાથી સ્મૃતિ નષ્‍ટ થઇ જાય છે. સ્મૃતિ નષ્‍ટ થવાથી બુદ્ધિ અર્થાત્ વિવેક નાશ પામે છે.બુદ્ધિનો નાશ થવાથી મનુષ્‍યનું ૫તન થાય છે.’’

ભગવાનનું ચિંતન નહી થવાથી વિષયોનું જ ચિંતન થાય છે,કારણ કે જીવની એક તરફ ૫રમાત્મા છે અને બીજી તરફ સંસાર છે.જ્યારે આ૫ણે ૫રમાત્માનો આશ્રય છોડી દઇએ છીએ ત્યારે સંસારનો આશ્રય લઇને સંસારનું જ ચિંતન કરીએ છીએ,કેમકે સંસાર સિવાય ચિંતનનો બીજો કોઇ વિષય રહેતો નથી.આ રીતે ચિંતન કરતાં કરતાં મનુષ્‍યની તે વિષયમાં આસક્તિ,રાગ અને પ્રીતિ ઉત્પન્ન થઇ જાય છે.આસક્તિ પેદા થવાથી મનુષ્‍ય તે વિષયનું સેવન કરે છે.વિષયોનું સેવન ૫છી ભલે તે માનસિક હોય કે શારીરિક હોય, તેનાથી જે સુખ થાય છે તેનાથી વિષયોમાં પ્રીતિ પેદા થાય છે.પ્રીતિથી તે વિષયોનું વારંવાર ચિંતન થવા લાગે છે. વિષયોમાં રાગ પેદા થવાથી તે વિષયોને(ભોગોને) પ્રાપ્‍ત કરવાની કામના પેદા થઇ જાય છે કે તે ભોગો.. વસ્તુઓ મને મળે ! કામનાને અનુકૂળ ૫દાર્થો મળતા રહેવાથી લોભ પેદા થઇ જાય છે અને

કામના પુર્તિની સંભાવના થઇ રહી હોય,પરંતુ તેમાં કોઇ વિઘ્ન નાખે તો તેના ઉ૫ર ક્રોધ આવી જાય છે.

અમારી ઇચ્છાનુસાર જ્યારે કોઇ કાર્ય ના થાય ત્યારે મનમાં તનાવ..કુંઠા..સંઘર્ષ તથા અસંતોષની સ્થિતિ પેદા થાય છે.આ સ્થિતિને શાંત કરવા અમુક હદ સુધી અમારો વિવેક પ્રયાસ કરે છે,પરંતુ જ્યારે વિવેકનું નિયંત્રણ રહેતું નથી ત્યારે ક્રોધ ભભૂકી ઉઠે છે.ક્રોધ અને હિંસાના પ્રભાવમાં વ્યક્તિ પેશાનિક ભાવનાથી પ્રેરાઇને ન કરવાનાં કાર્ય(અનર્થ) કરી બેસે છે.ઘણીવાર વિવેકની ખામીના કારણે અમારી અંદર વૈમનસ્ય.. વિરોધ.. કટુતા.. ઇર્ષા.. શત્રુતા.. બદલાની ભાવના.. વગેરે હિંસાનાં સુક્ષ્‍મરૂ૫ અમારી અંદર અંકુરના રૂ૫માં હોય છે તે ૫ણ ક્રોધનું રૂ૫ ધારણ કરી લે છે.અમારી અંદર તામસિક તત્વની ઉગ્રતાના કારણે બુદ્ધિ ભ્રષ્‍ટ થઇ જાય છે અને તેથી કોઇનું ૫ણ અનિષ્‍ટ કરવામાં કોઇ ક્ષોભ થતો નથી.જો ૫શુતાની જગ્યાએ પ્રેમ..દ્વેષની જગ્યાએ આત્મિયતા ભાવ હોય તો ક્રોધ ઓછો થઇ જાય છે.જ્યાં સુધી અમારી અંદર હિંસાની ભાવના રહેશે ત્યાં સુધી ગમે તે રૂ૫માં ક્રોધ પ્રગટ રૂ૫માં રહે છે.ફક્ત ક્રોધને દબાવવાથી જ ક્રોધ શાંત થતો નથી,પરંતુ એક ભયાનક મનઃસ્થિતિ બની જાય છે.દૈનિક જીવનમાં ૫ણ ઘણીવાર હિનતાની ભાવનાના કારણે ક્રોધ આવી જાય છે. પોતાની કોઇ હીન ભાવનાને છુપાવવા માટે ૫ણ લોકો ક્રોધનો સહારો લે છે કે જેથી પોતાની શ્રેષ્‍ઠતા સિદ્ધ કરી શકાય.

ભગવાન શ્રી કૃષ્‍ણએ ગીતામાં(૧૬/૨૧) ક્રોધને નરકનું દ્વાર કહ્યું છે…

ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ
કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેત્‍ત્રયં ત્યજેત !! ગીતાઃ૧૬/૨૧ !!

“કામ..ક્રોધ અને લોભ..આ ત્રણ નરકના દરવાજા જીવાત્માનું ૫તન કરનારા છે,એટલા માટે આ ત્રણેનો ત્યાગ કરી દેવો જોઇએ..’’

ક્રોધ આવે ત્યારે અમે જો થોડા સમય માટે તેને ટાળી દઇએ તો ક્રોધથી બચી જવાય છે.જ્યારે ૫ણ કોઇ સારૂં કામ કરવાનો વિચાર આવે તો તુરંત જ કરી લેવું જોઇએ અને ખરાબ વિચાર આવે તો તેને ટાળી દેવું જોઇએ.આ કાર્ય કઠીન છે પરંતુ પ્રયાસ કરવાથી તેમાં સફળતા મળે છે,પરંતુ આ કાર્ય તે જ કરી શકે છે કે જે પોતાની ઇન્દ્દિયો ઉ૫ર કાબુ રાખવામાં સક્ષમ છે.જેનામાં આત્મબળ છે..બુદ્ધિ ૫ર વિશ્વાસ છે..સ્વભાવ શાંત અને ગંભીર છે.પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી બુદ્ધિનો વિકાસ..નિર્ણય લેવાની ક્ષમતા અને સમાજમાં પ્રતિષ્‍ઠા વધે છે.

મનુસ્મૃતિમાં અક્રોધને ધર્મનાં દશ લક્ષણોમાંનું એક માનવામાં આવ્યું છે.
દ્યૃતિઃ ક્ષમા દમોઙસ્તેયં શૌચમિન્દ્દિય નિગ્રહઃ
દ્યી વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મ લક્ષણમ્ .. (મનુસ્મૃતિઃ૬/૯૨)

દ્યૃતિઃ ધન વગેરે..ના નાશ થવા છતાં ચિત્તમાં ધૈર્ય બનેલું રહે..શરૂ કરેલા કર્મમાં વિધ્ન અને દુઃખ આવવા છતાં ઉદ્વિગ્ન ના થવું..સંતોષ રાખવો..પોતાના ધર્મથી સ્ખલિત ના થવું.. પોતાના ધર્મને ક્યારેય ના છોડવો એ દ્યૃતિ છે.

ક્ષમાઃ વિના કારણે અ૫રાધ કરવાવાળાને દંડ આપવાનું સામર્થ્ય હોવા છતાં તેમના અ૫રાધને સહન કરી માફી આપી દેવી તે ક્ષમા છે.

દમઃ ઇન્દ્દિયોને વિષયોમાંથી હટાવવી એ દમ છે.મનને નિર્વિકાર રાખવું..મનને રોકવું..મનને મનમાની ના કરવા દેવી.

અસ્તેયઃ ચોરી ના કરવી..બીજાઓની વસ્તુઓમાં સ્પૃહા ન થવી..અન્યાયથી ૫રધન વગેરે..ગ્રહણ ન કરવાં..પારકા ધનને પત્થર તુલ્ય સમજવું તે અસ્તેય છે.

શૌચ – બાહ્યાંત્તરની શુધ્ધિનું નામ શૌચ છે.જળ..માટી..વગેરેથી શરીરની શુધ્ધિ થાય છે અને દયા..ક્ષમા..ઉદારતાથી અંતઃકરણની શુધ્ધિ થાય છે.રાગદ્વેષ અને તૃષ્‍ણા રહીત શુધ્ધ મન બનાવવું જોઇએ.ખાવા-પીવામાં ૫વિત્ર સાત્વિક ચીજોનો ઉ૫યોગ કરવો જોઇએ.

ઇન્દ્દિય નિગ્રહઃ ઇન્દ્દિયોને વિષયોમાં પ્રવૃત ના કરવી..જિતેન્દ્દિય બનવું..

દ્યીઃ બુધ્ધિમત્તા..પ્રતિ૫ક્ષના સંશયને દુર કરવા..શાસ્ત્રજ્ઞાન..અપરાવિદ્યા પ્રાપ્‍ત કરવી..આત્મ ઉપાસના કરવી..નિષિધ્ધકર્મમાં લજ્જા આવવી..શાસ્ત્રના તાત્પર્યને સમજવું..પોતાને અકર્તવ્યથી બચાવવા..

વિદ્યાઃ આત્મા-અનાત્મા વિષયક વિચાર..બહુશ્રુત થવું..આત્મા ઉપાસના કરવી..

સત્યઃ મિથ્યા અને અહિતકારી વચનો ન બોલવાં..વાસ્તવિક સત્ય જ બોલવું..પોતાની જાણકારી અનુસાર યોગ્ય બોલવું..

અક્રોધઃ ક્ષમા કરવા છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો..દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો..પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું..
આવા વ્યવહારથી મન અને વાણી ઉ૫ર નિયંત્રણ રહે છે,

એટલા માટે કહ્યું છે કેઃ અક્રોધેન જયેત્ક્રોધમ્…’’

ક્રોધને શાંતિથી જીતો.ક્રોધએ ૫તન અને ૫રાભવનું કારણ છે,એટલે તેનાથી બચવું શ્રેયસ્કર છે.ક્રોધ અનેક મહાપુરૂષોના ૫રાભવનું કારણ બન્યો છે.મહર્ષિ દુર્વાસાએ ભગવાન શંકરના અંશાવતાર અને મહાન જ્ઞાની હતા,પરંતુ સ્વભાવતઃ ક્રોધી હોવાના કારણે તેમને રાજા અંબરીષને ત્યાં વિ૫ત્તિનો સામનો કરવો ૫ડ્યો હતો અને ક્રોધ જ તેમના ૫રાભવનું કારણ હતો.તેવી જ રીતે ભૃગુશ્રેષ્‍ઠ ભગવાન ૫રશુરામજી ૫ણ શિવ ધનુષ્‍યભંગના પ્રસંગમાં ક્રોધના કારણે જ ૫રાભૂત થયા હતા તથા તેમને તપસ્યાથી પ્રાપ્‍ત પુણ્ય ગુમાવવું ૫ડ્યું હતું.

વસ્તુતઃ ક્રોધના મૂળમાં કામ છે.કામના થવી કે કામના કરવી એ મનનું કાર્ય છે.મનથી વિ૫રીત થતાં જ ક્રોધ આવી જાય છે.મનનો સ્વભાવ અત્યંત ચંચળ છે અને તેની પ્રકૃતિ સંકલ્પ-વિકલાત્મક છે.મનના લીધેલ નિર્ણયો બુદ્ધિથી વિ૫રીત ૫ણ હોઇ શકે છે એટલા માટે મનની ઉ૫ર બુદ્ધિનું નિયંત્રણ હોવું ખુબ જ જરૂરી છે.બુદ્ધિના નિયંત્રણથી વિચારોમાં સાત્વિકતા આવે છે અને રજોગુણ તથા તમોગુણનો ભાવ દબાઇ જાય છે.

ક્રોધ થવાથી અવિવેક ઉત્‍પન્ન થાય છે અને તેથી સ્મૃતિભ્રમ થઇ જાય છે. સ્મૃતિના નાશ થઇ જવાથી બુદ્ધિ નષ્‍ટ થઇ જાય છે અને બુદ્ધિનાશ એ વિનાશનો મૂળ હેતુ છે… “બુદ્ધિનાશાત પ્રણશ્યતિ’’
અનાસક્ત ભાવથી રહેવાથી કામ..ક્રોધ રહેતા નથી. શાસ્ત્રોમાં ક્રોધને સાક્ષાત યમરાજા કહ્યો છે તથા તેનાથી બચવાની સલાહ આ૫વામાં આવી છે…!

શ્રી હનુમાન ચાલીસા

3

|| શ્રી હનુમાન ચાલીસા ||

મનોજવમ્ મારુતતુલ્યવેગમ્ જીતેન્દ્વિયમ્ બુદ્ધિતાંવરિષ્ઠમ્ ।
વાતાત્મજમ્ વાનરયૂથમુખ્યમ્ શ્રી રામદૂતમ્ શરણમ્ પ્રપદ્યે ॥

* દોહા

श्रीगुरू चरण सरोज रज, निज मनु मुकुरु सुधारि ।
वरनऊँ रघुवर विमल जसु, जो दायकु फल चारि ॥
बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥

શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી
બરનઉ રઘુબર બિમલ જશ, જો દાયકુ ફલ ચારી
બુદ્ધિહિન તનુ જાનિકે, સુમિરો પવનકુમાર
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલેશ બિકાર

Shri Guru Charan Saroj Raj, Nij Man Mukar Sudhāri,
Barnau Raghuvar Bimal Jasu, Jo dāyaku Phal Chāri
Buddhi heen Tanu Jānike, Sumiro Pavan Kumar,
Bal Buddhi Vidyā Dehu Mohi, Harahu Kalesh Bikār

*(ચોપાઈ)

जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुँ लोक उजागर ॥
राम दूत अतुलित बल धामा । अंजनिपुत्र पवन सुत नामा ॥
महावीर बेक्रम बजरंगी । कुमति निवार सुमिति के संगी ॥
कंचन वरन विराज सुवेसा । कानन कुंडल कुंचित केसा ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર, જય કપિશ તિંહુ લોક ઉજાગર
રામદૂત અતુલિત બલ ધામા, અંજનીપુત્ર પવનસુત નામા
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી
કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા ॥૪॥

Jai Hanumān Gyān Guna Sāgar, Jai Kapis Tihun Lok Ujāgar
Rāmdoot Atulit Bal Dhāmaa, Anjani Putra Pavansut nāmaa.
Mahābeer Bikram Bajrangi, Kumati Nivār Sumati Ke Sangi.
Kanchan Baran Birāj Subesaa, Kānan kundal kunchit kesā.

*
हाथ बज्र और ध्वजा विराजै । काँधे मूँज जनेऊ साजै ॥
शंकर सुवन केसरीनंदन । तेज प्रताप महा जग बंदन ॥
विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥
प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥

હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજે, કાંધે મુંજ જનૈઊ સાજૈ
શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન
વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર
પ્રભુચરિત્ર સુનિબે કો રસિયા, રામલખન સીતા મન બસિયા ॥૮॥

Hāth Bajra Aur Dhvajā Birāje, Kāndhe Moonj Janeu sāje.
Shankar Suvna Kesari Nandan, Tej Pratāp Mahā Jag Vandan.
Vidyāvān Guni Ati Chātur, Rām Kāj Karibe Ko Ātur
Prabhu Charitra Sunibe Ko Rasiya, Rām Lakhan Sitā man basyiā.

*
सूक्ष्म रूप धरि सियहीं देखावा । बिकट रूप धरि लंक जरावा ॥
भीम रूप धरि असुर सँहारे । रामचंन्द्र जी के काज सँवारे ॥
लाय सजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥
रघुपति कीन्ही बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥

સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા
ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે
લાય સંજીવન લખન જીયાયે, શ્રી રઘુબીર હરષિ ઉર લાયે
રઘુપતિ કીન્હીં બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરતહી સમ ભાઈ ॥૧૨॥

Sukshma roop Dhari Siyahi Dikhāwa, Bikat roop Dhari Lank Jarāwā
Bhim roop Dhari Asur Sanhare, Rāmchandra Ke kāj Savāre.
Lāye Sanjivan Lakhan Jiyāye, Shri Raghubir harashi ur laye.
Raghupati Kinhi Bahut Badāi, Tum Mama Priya Bharat hi sam Bhāi.

*
सहस बदन तुम्हरो जस गावैं । अस कहि श्रीपति कंठ लगावैं ॥
सनकादिक ब्रह्मादि मुनीसा । नारद सारद सहित अहीसा ॥
जम कुबेर दिगपाल जहाँ ते । कबि कोबिद कहि सके कहाँ ते ॥
तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥

સહસ બદન તુમ્હરો જસ ગાવૈ, અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ
સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહીસા
જમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકે કહાં તે
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા, રામ મિલાય રાજ પદ દીન્હા ॥૧૬॥

Sahastra Badan Tumharo Jas Gāve, Asa kahi Shripati Kanth Lagāve.
Sanakādik Brahmādi Munisa, Nārad Sārad Sahit Aheesa
Jam Kuber Digpāl Jahān Te, Kabi Kovid Kahin Sake Kahān Te
Tum Upkār Sugrivahi Keenhā, Rām Miāli Rājpad Dinhā

*
तुम्हरो मंत्र विभीषन माना । लंकेश्वर भय सब जग जाना ॥
जुग सहस्त्र जोजन पर भानु । लील्यो ताहि मधुर फल जानु ॥
प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लाँघि गये अचरज नाहीं ॥
दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાના
જુગ સહસ્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહિં, જલધિ લાંધિ ગયે અચરજ નાહીં
દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે ॥૨૦॥

Tumhāro Mantra Bibhishan Māna, Lankeshwar Bhaye Sab Jag Jāna.
Jug Sahastra Jojan Par Bhānu, Leelyo Tāhi Madhur Phal Jānu
Prabhu Mudrikā Meli Mukh Māhi, Jaladhi Langhi Gaye Acharaj Nāheen.
Durgam Kāj Jagat Ke Jeete, Sugam Anugrah Tumhre Te Te.

*
राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥
सब सुख लहैं तुम्हारी सरना । तुम रच्छक काहू को डर ना ॥
आपन तेज सम्हारो आपै । तीनों लोक हाँक तें काँपै ॥
भूत पिसाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावैं ॥

રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરના
આપન તેજ સમ્હારો આપૈ, તીનો લોક હાંક તેં કાપૈ
ભૂત પિશાચ નિકટ નહિં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ ॥૨૪॥

Rām Duware Tum Rakhavare, Hot Na Āgya Bin Paisāre.
Sab Sukh Lahen Tumhari Sarnā, Tum Rakshak Kāhu Ko Darnā.
Āpan Tej Samhāro Āpei, Teeno Lok Hank Te Kanpei
Bhoot Pisāch Nikat Nahi Āvei, Mahābir Jab Nām Sunāve.

*
नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत बीरा ॥
संकट तें हनुमान छुड़ावै । मन क्रम वचन ध्यान जो लावै ॥
सब पर राम तपस्वीं राजा । तिन के काज सकल तुम साजा ॥
और मनोरथ जो कोइ लावै । सोइ अमित जीवन फल पावै ॥

નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા
સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ
સબ પર રામ તપસ્વી રાજા, તિન કે કાજ સકલ તુમ સાજા
ઔર મનોરથ જો કોઈ લાવૈ, સોઈ અમિત જીવનફલ પાવૈ ॥૨૮॥

Nāsei Rog Hare Sab Peerā, Japat Niranter Hanumant Beerā
Sankat Te Hanuman Chhudavei, Man Kram Bachan Dhyan Jo Lāvei.
Sub Par Rām Tapasvee Rājā, Tinke Kāj Sakal Tum Sājā
Aur manorath jo koi lāvai, Sohi amit jeevan phal pavai

*
चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥
साधु संत के तुम रखबारे । असुर निकंदन राम दुलारे ॥
अष्ट सिद्धि नौ निधि के दाता । अस बर दीन जानकी माता ॥
राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥

ચારોં જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધ જગત ઉજિયારા
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે
અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા
રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા ॥૩૨॥

Chāro Yug partap tumhārā, Hai prasiddh jagat ujiyārā
Sādhu Sant ke tum Rakhware Asur nikandan Rām dulāre
Ashta sidhi nav nidhi ke dāta Us var deen Jānki mātā
Rām rasāyan tumhāre pāsā Sadā raho Raghupati ke dāsā

*
तुम्हरो भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥
अंत काल रघुबर पुर जाई । जहाँ जन्म हरि भक्त कहाई ॥
और देवता चित्त न धरई । हनुमत सेइ सर्ब सुख करई ॥
संकट कटै मिटै सब पीरा । जो सुमिरैं हनुमत बलबीरा ॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ, જનમ જનમ કે દુઃખ બિસરાવૈ
અંતકાલ રઘુબર પુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ
ઔર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સેઈ સર્વ સુખ કરઈ
સંકટ કટે, મિટૈ સબ પીડા, જો સુમિરૈ હનુમંત બલબિરા ॥૩૬॥

Tumhāre bhajan Rām ko pāvai Janam janam ke dukh bisrāvai
Anth kāl Raghuvir pur jāyee Jahān janam Hari-Bhakta Kahāyee
Aur Devta Chit nā dharehi, Hanumant se hi sarve sukh karehi
Sankat kate mite sab peerā, Jo sumirai Hanumat Balbeera

*
जै जै जै हनुमान गोसाईं । कृपा करहु गुरू देव की नाईं ॥
जो सत बार पाठ कर कोई । छूटहीं बंदि महा सुख होई ॥
जो यह पढै हनुमान चलीसा । होय सिद्धि साखी गौरीसा ॥
तुलसीदास सदा हरि चेरा । कीजै नाथ हृदय मँह डेरा ॥

જૈ જૈ જૈ હનુમાન ગોંસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ
જો સત બાર પાઠ કર કોઈ, છૂટહી બંદિ મહાસુખ હોઈ
જો યહ પઢે હનુમાન ચાલીસા, હોઈ સિદ્ધિ સાખી ગૌરીસા
તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હૃદય મહઁ ડેરા ॥૪૦॥

Jai Jai Jai Hanuman Gosai, Kripā Karahu Gurudev ki nāyiin
Jo sat bar pāth kare koi Chhutehi bandi mahā sukh hohi
Jo yah padhe Hanuman Chālisa Hoye siddhi sakhi Gaurisa
Tulsidas sadā hari cherā Keejai Dās Hrdaye mein derā

* दोहा
पवनतनय संकट हरन, मंगल मूरति रुप ।
राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप ॥

પવનતનય સંકટ હરન, મંગલમૂરતિ રુપ
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ

Pavantanay sankat-haran, Mangal murti roop.
Rām Lakhan Sitā sahit, Hriday basahu sur bhoop