લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં?

1

|| લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં? ||

એક વાર ઈન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. પોતાના ગળામાં ફૂલોની જે માળા હતી તે ઉતારીને ઋષિએ ઈન્દ્રદેવને આપી, પણ ઈન્દ્રએ તે પ્રેમની કદર કરી નહીં. તેમણે ફુલોની માળા હાથીના મસ્તક પર ફેંકી દીધી. હાથી તે માળા સૂંઢથી ઉતારીને પગ નીચે કચડવા લાગ્યો. દુર્વાસા ઋષિને તે ઠીક લાગ્યું નહીં. ફુલોમાં લક્ષ્મીજીનો નિવાસ છે. દુર્વાસા ઋષિએ ઈન્દ્રરાજાને શાપ આપ્યોઃ ”તને અભિમાન થયું છે. તું દરિદ્ર થઈ જઈશ.”

આ શાપ પછી દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ રાક્ષસોને મળ્યું. ઈન્દ્ર પાસેથી સ્વર્ગ જતું રહેતાં બધા દેવો દુઃખી થઈ ગયા. બધા દેવો પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ આજ્ઞા કરી : ”તમે સમુદ્ર મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, જે યુક્તિથી હું તમને પીવરાવીશ. આ કામ અત્યંત મુશ્કેલ છે તેથી દૈત્યોની પણ મદદ લો. શત્રુને વંદન કરી મિત્ર બનાવો. એમ નહીં કરો તો શત્રુ તમારા કામમાં વિઘ્ન નાંખશે. દૈત્યો પણ જે માંગે તે આપજો.”

દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. મંદારાચલ પર્વતનો રવો બનાવ્યો. તેને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં દેવો અને દૈત્યો મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. બધા ગભરાયા. એ વખતે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત રાખ્યો. દેવો અને દૈત્યો અમૃત માટે મંથન કરતા હતા પરંતુ નીકળ્યું ઝેર. બધા ગભરાયા દેવો અને દૈત્યો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યાઃ ” હે મહાદેવ! આ ઝેર અમને બાળે છે.”

શિવજીએ પાર્વતીજીને કહ્યું: ”આ બધા મને ઝેર પીવા કહે છે.”

પાર્વતીજીએ કહ્યું: ”પરોપકાર સારો, પણ એવો પરોપકાર શું કામનો જેનાથી આપણો વિનાશ થાય?”

શિવજીએ કહ્યું: ”મને જે થવાનું હોય તે થાય પણ આ લોકો તો સુખી થશે ને ?”

ભગવાન શિવ પધાર્યા. ‘રામ’ નામનો જપ કરતાં શિવજી ઝેર પી ગયા, પણ ઝેર તેમણે ગળામાં રાખ્યું, પેટમાં ઉતાર્યું નહીં. એ ઝેર બહાર કાઢયું પણ નહીં. એ કારણે તેમનો કંઠ નીલ થયો. દેવો અને ગાંધર્વોએ શિવજીનો જયજયકાર કર્યો. દેવો અને દૈત્યોએ મંથન ચાલુ રાખ્યું. હવે સમુદ્રમાંથી કામઘેનુ ગાય માતા પ્રગટ થયાં તે બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવ્યા. તે પછી સમુદ્રમાંથી ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. દાનવોએ માગણી કરી કે, આ ઘોડો અમને મળવો જોઈએ. રાક્ષસોને એ ઉચ્ચૈઃશ્રવા ઘોડો આપવામાં આવ્યો. તે પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી બહાર આવ્યો. ઐરાવત હાથી દેવોના પક્ષમાં આવ્યો. હાથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે નારાયણને અર્પણ કર્યો. તે પછી પારિજાત નામનું કલ્પવૃક્ષ અને અપ્સરાઓ બહાર આવ્યા. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત્ શ્રી મહાલક્ષ્મી પ્રગટ થઈ બહાર આવ્યા. મહાલક્ષ્મીને સોનાના પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદમંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ લક્ષ્મીજીને શ્રૃંગાર કર્યો. બધાને એવી ઈચ્છા થઈ કે, આ લક્ષ્મી મને મળે તો સારું.”

લક્ષ્મીજીએ કહ્યું: ”સ્વયંવર યોજો. હું બધાને જોઈશ અને એ વખતે હું મારા પતિને પસંદ કરી તેને વિજયમાળા અર્પણ કરીશ.”

સ્વયંવરનું આયોજન થયું. એક બાજુ સિંહાસન પર દેવો બિરાજ્યા. બીજી બાજુ સિંહાસન પર દાનવો બેઠા. ઋષિમુનિઓ અને તપસ્વીઓ પણ લક્ષ્મીજીને પામવાની આકાંક્ષાથી સ્વયંવરમાં આવ્યા. સખીઓ હાથમાં ફૂલમાળા સાથે લક્ષ્મીજીને વારાફરતી એક બીજાની પાસે લઈ જવા માંડી. લક્ષ્મીજીએ તપસ્વીને જોઈ સખીઓને કહ્યું: ”આ તપસ્વી છે, પણ તેમના તપને ભક્તિનો સાથ નથી. તેઓ ક્રોધ બહુ કરે છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને દેવો પાસે લઈ ગયાં. લક્ષ્મીજીએ દેવો સામે જોયું અને સખીઓને કહ્યુંં: ”દેવો કામી બહુ હોય છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગયાઃ હવે પરશુરામ ભગવાન બીરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ પરશુરામ ભગવાન છે. તેઓ કામી નથી, ક્રોધી નથી, મહાન વીર છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”… પણ તેઓ બહુ નિષ્ઠુર જણાય છે. તેઓ ક્ષત્રિયોના નાના બાળકોની હિંસા કરતા હતા. જ્યાં દયા નથી ત્યાં હું નહીં. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગઈ. અહીં માર્કન્ડેય ઋષિ બિરાજતા હતા. સખીઓ કહેવા લાગીઃ ”આ માર્કન્ડેય ઋષિ છે. તેઓ કામી નથી, ક્રોધી નથી અને નિષ્ઠુર પણ નથી. પ્રલયકાળ સુધી તેમનું આયુષ્ય છે. તેઓ મહાનજ્ઞાની પણ છે.”

માર્કન્ડેય ઋષિ સભામાં આંખો બંધ કરીને બેઠા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે, લક્ષ્મી કરતાં તો મારા નારાયણ સુંદર છે. લક્ષ્મીજી તેમની સમક્ષ ઊભા રહ્યા, પણ તેમણે આંખ ઉઘાડી જ નહીં, આંખો બંધ રાખીને ઋષિ બોલ્યાઃ ”માતાજી! તમે સુંદર છો પણ તમારા કરતાં પણ નારાયણ વધુ સુંદર છે.”

લક્ષ્મીજીએ સખીઓને કહ્યું: ”આ ઋષિ તો આંખ જ ઉઘાડતા નથી. આગળ ચાલો.”

હવે આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ દેવોના દેવ છે. એમણે કામને બાળીને ભસ્મ કર્યો છે. વળી એમને કદી ક્રોધ આવતો નથી. એમના માથા પર ગંગાજી છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”બધું સારું છે, પણ એમનો વેશ બહુ સારો નથી. વાઘામ્બર ઓઢયું છે. તેમના ગળામાં તો સર્પ છે, આગળ ચાલો.”

હવે આગળ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ બેઠેલા હતા. લક્ષ્મીજીએ તેમને જોયાં. લક્ષ્મીજીને લાગ્યું કે, ”આ જ ભગવાન સર્વગુણસંપન્ન છે. તેમનામાં એક પણ દોષ નથી. તેમની અડધી આંખ ઉઘાડી છે. અડધી આંખ બંધ છે. લક્ષ્મીજીને લાગ્યું કે આ જ ભગવાન નારાયણ છે એટલે તેમણે તરત જ ફુલોની બનેલી વિજયમાળા તેમને અર્પણ કરી દીધી. દેવો અને ગાંધર્વોએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જયઘોષ કર્યો. લક્ષ્મીજીએ વિજયમાળા અર્પણ કરી એટલે ભગવાન ચારેય બાજુ જોવા લાગ્યા. પણ લક્ષ્મીજી હવે નારાયણને વરી ચૂક્યાં હતાં. દેવો અને દૈત્યો ફરી સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી ભગવાન ધન્વન્તરી હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. દાનવોએ દોડીને આ ઘડો ખેંચી લીધો. અમૃત કુંભ માટે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો. ભગવાન નારાયણે હવે યુક્તિ કરી. તેઓ મોહિનીનારાયણ રૂપે પ્રગટ થયા. આજે તેમને પિતામ્બર પહેર્યું નહોતું. એથી ઊલટું સુંદર સ્ત્રીનું સ્વરૂપ લઈને સાડીને પહેરીને આવ્યા હતા. મોહિની નારાયણના સ્વરૂપમાં એક અદ્ભુત સ્ત્રી સૌંદર્યને જોઈને દાનવો અમૃતને ભૂલી ગયા, અને એ મોહિનીનારાયણને તાકી રહ્યા. દાનવો દોડતા તેમની પાસે ગયા અને પૂછવા લાગ્યાઃ ”તમે કોણ છો ? તમારું ઘર ક્યાં છે ? તમારાં માતા-પિતા કોણ છે ? તમારું લગ્ન થયું છે કે કેમ ?”

મોહિનીના સ્વરૂપમાં ભગવાન નારાયણે ગાલમાં હસતાં હસતાં કહ્યું: ” તમે મારું ઘર પૂછો છો, પણ મારું કોઈ ઘર નથી. જે વ્યક્તિ મારા માટે રડે છે, જે વ્યક્તિ મને પ્રેમ કરે છે તેના જ ઘરમાં હું જાઉં છું.”

એ વખતે જે દાનવના હાથમાં અમૃતનો કુંભ હતો તેની તરફ મોહિની સ્વરૂપમાં ભગવાન નારાયણ જોઈ રહ્યા. એ દાનવ તો રાજી થઈ ગયો. એને લાગ્યું કે, આ મોહિનીને મારા માટે જ પ્રેમ થઈ ગયો છે. એણે મોહિની સ્વરૂપમાં આવેલા ભગવાન નારાયણને અમૃતનો કુંભ ધરતા કહ્યું: ”બહુ પરિશ્રમ પછી આ અમૃત મળ્યું છે જે હું તમને અર્પણ કરી દઉં છું. આ અમૃત માટે અમારી અને દેવોની વચ્ચે ઝઘડો થયો છે. તમે પીરસશો તો કોઈ ઝઘડો કરશે નહીં ” એમ કહી દાનવે અમૃતકુંભ મોહિની નારાયણને આપ્યો.

હવે દેવો અને દાનવો આમને સામને બેસી ગયા. મોહિની નારાયણ પહેલાં દાનવો પાસે આવ્યા. તેમણે દાનવોને કહ્યું: ”આ કુંભમાં ઉપર પાણી જેવું અમૃત છે. તે પહેલાં દેવોને પીવરાવું અને નીચે જે અસલી અમૃત છે તે પાછળથી હું તમને પીવરાવીશ.”

મોહભંગ દાનવોએ એ વાત કબૂલ રાખી. દૈત્યોના મંડપમાં રાહુ નામનો એક દૈત્ય હતો. તેને કપટનો શક જતાં તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ બેસી ગયો. મોહિની નારાયણને પંગતમાં કોઈ વિષમતા કરવી ઠીક લાગી નહીં. તેથી રાહુને પણ અમૃત આપ્યું. સૂર્ય અને ચંદ્રએ આંખથી ઈશારો કર્યો. પ્રભુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપી નાંખ્યું. રાહુ અમૃત પી ગયો હોઈ તે મર્યો નહીં. તેનાં ધડ અને મસ્તક અલગ થયા. આ ઘટનાનું અર્થઘટન કરતાં પૂ. ડોંગરેજી મહારાજ કહે છે કેઃ ”મોહિની નારાયણે ઈન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિનીકુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે જ તે વચ્ચે આવી ગયો. સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને છે ત્યારે રાહુ આવે છે. આંખથી કે શરીરથી જે ભક્તિ કરે છે તેને રાહુ ત્રાસ આપતો નથી. પરંતુ મનથી જે ભક્તિ કરે છે તેને વિષમરૂપી રાહુ બહુ ત્રાસ આપે છે. ભગવાને તેનું માથું કાપ્યું છે પણ તે મર્યો નથી. તે અજરઅમર છે. તે ક્યારે માથું ઊંચકશે તે કહી શકાતું નથી. હું ભક્તિ કરું છું, બહુ જ્ઞાની છું, મારા મનમાં ક્રોધ નથી, કામ નથી-” એવી તમારી માન્યતા ખોટી છે. આ બધા જ વિકારો તમારી અંદર બેઠેલા છે. માનવ સહેજ ગાફેલ થાય એટલે અંદરના વિકારો બહાર આવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન પર વિશ્વાસ રાખશો નહીં.

એ પછી મોહિનીનારાયણે બધું અમૃત દેવોને પીવરાવી દીધું. અમૃતનો ખાલી કુંભ રાક્ષસો સમક્ષ પછાડયો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. રાક્ષસોને ખ્યાલ આવી ગયો કે, દગો થયો છે. સાડીમાં આવેલી મોહિની તે તો ભગવાન વિષ્ણુ જ હતા. દૈત્યો ક્રોધે ભરાયા. ફરી દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અમૃતના પ્રભાવથી દેવો મર્યા નહીં. અમૃતના પ્રતાપે દેવોની શક્તિ વધી. દૈત્યો હારી ગયા. દેવોને ફરી સ્વર્ગનું રાજ મળ્યું પરંતુ શુક્રાચાર્યે સંજીવની મંત્રના પ્રતાપે મરી ગયેલા દૈત્યોને ફરી સજીવન કર્યા.

હિન્દુ ધર્મનું સાહિત્ય

2   3

|| હિન્દુ ધર્મનું સાહિત્ય ||

હિન્દુ ધર્મનું સાહિત્ય ઘણું વિસ્તીર્ણ છે. હિન્દુધર્મ અતિ પ્રાચીન છે. હિન્દુજીવન અને હિન્દુસંસ્કૃતિમાં ધર્મ અને અધ્યાત્મ કેન્દ્રસ્થ અને સૌથી પ્રધાન તત્વ છે. આમ હોવાથી હિન્દુધર્મમાં અપરંપાર ગ્રંથોની રચના થઈ છે.

વિધર્મી આક્રમણકારો, પ્રાકૃતિક દુર્ઘટનાઓ, પુસ્તકોની જાળવણીના આધુનિક સાધનોનો અભાવ, ઘણો લાંબો કાળ આદિ કારણોને લીધે હિન્દુધર્મ, આધ્યાત્મવિધા અને દર્શનના ઘણાં ગ્રંથો નષ્ટ થઈ ગયા છે. આમ છતાં જે ગ્રંથો ઉપલબ્ધ છે, તેમની સંખ્યા પણ લગભગ અગણિત છે. આ બધા ગ્રંથોના માત્ર નામની યાદી કરીએ તો પણ એક મોટો ગ્રંથ બને. હજારો ગ્રંથો એવા પણ છે કે જે હસ્તલિખિત સ્વરૂપમાં છે, અને હજુ સુધી પ્રકાશિત થયા નથી.

હિન્દુધર્મના સમગ્ર પ્રમાણભૂત સાહિત્યને અગિયાર વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમ કે 1. વેદ 2. વેદાંગ 3. ઉપવેદ 4. ઈતિહાસ 5. પુરાણ 6. સ્મૃતિ 7. દર્શન 8. નિબંધ 9. ભાષ્ય 10. સાંપ્રદાયિક ગ્રંથો 11. આગમ ગ્રંથો.

(૧) વેદ : –

વેદ એટલે વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્યને સાત વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. (1) મંત્રસંહિતા (2) બ્રાહ્મણ ગ્રંથો (3) આરણ્યક ગ્રંથો (4) ઉપનિષદો (5) સુત્રગ્રંથો (6) પ્રાતિશાખ્ય (7) અનુક્રમણી

(1) મંત્રસંહિતા :

વેદ મુલત: એક છે, પરંતુ ભગવાન વેદવ્યાસે વેદને ચાર વેદમાં વહેંચ્યા છે. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદના મંત્રો હવે ગ્રંથસ્થ થયા છે. પ્રાચીનકાળમાં વેદ ગ્રંથસ્થ થતાં નહિ. હજારો વર્ષથી વેદ કર્ણોપકર્ણ પરંપરાથી જ જળવાયા છે. વેદપાઠ કરવાની આપણી ઘણી પ્રાચીન પરંપરા છે. પ્રત્યેક વેદની અનેક શાખાઓ છે. આ બધી શાખાઓમાંથી ઘણી લુપ્ત થઈ ગઈ છે, અને કેટલીક અદ્યાપિ પર્યત અખંડ સ્વરૂપે ચાલુ રહી છે.

(2) બ્રાહ્મણ ગ્રંથો :

વેદમંત્રોનો યજ્ઞમાં ક્યારે અને કેવી રીતે ઉપયોગ થાય, વેદમંત્રોનો રહસ્યાર્થ શું છે, વેદમંત્રોના ઉપયોગપૂર્વક થતાં ધાર્મિક-આધ્યાત્મિક પ્રયોગો કેવી રીતે થાય આદિ બાબતોની વિચારણા બ્રાહ્મણગ્રંથોમાં કરવામાં આવી છે. ચારેય વેદના કુલ મળીને સત્તર બ્રાહ્મણગ્રંથો થાય છે. આમાં ઋગવેદનું અતૈરેય બ્રાહ્મણ, કૃષ્ણ યજુર્વેદનું તૈત્તિરીય બ્રાહ્મણ અને શુક્લ યજુર્વેદનું એક શતપથ બ્રાહ્મણ ઘણા પ્રચલિત છે. વેદની કેટલીય શાખાઓની સાથે ઘણાં બ્રાહ્મણગ્રંથો પણ લુપ્ત થઈ ગયા છે.

(3) આરણ્યક ગ્રંથો :

બ્રાહ્મણ ગ્રંથોના ભાગરૂપે આરણ્યકો રહેલા છે. અરણ્ય (વનમાં) ચયન થયું અને અરણ્યમાં અધ્યયન થયું, તેથી આ ગ્રંથોને આરણ્યકો કહે છે. વર્તમાનકાળમાં 6 આરણ્યકો ઉપલબ્ધ છે. ઋગવેદના ત્રણ આરણ્યક છે – ઐતરેય આરણ્યક, શાંખાયન આરણ્યક અને કૌષીતકિ આરણ્યક. કૃષ્ણ યજુર્વેદના બે આરણ્યકો છે – તૈત્તિરીય બ્રાહ્મણ અને મૈત્રાયણી આરણ્યક. શુક્લ યજુર્વેદનું એક આરણ્યક છે – બૃહદારણ્યક. શતપથ બ્રાહ્મણનો અંતિમકાંડ તે જ બૃહદારણ્યક છે. આ બૃહદારણ્યકના અંતિમ અધ્યાયો, તે જ બૃહદારણ્યક ઉપનિષદ છે.

(4) ઉપનિષદો :

ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. ઉપનિષદો મુલત: આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદોનો પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસુત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા – આ ત્રણ મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી બને છે. ઉપનિષદોની સંખ્યા લગભગ 300 ની છે. આમાંના પ્રધાન 13 ઉપનિષદો ગણાય છે. જેમકે ઈશ, કેન, કઠ, માંડૂક્ય, મૂંડક, પ્રશ્ન, ઐતરેય, તૈત્તિરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વર, કોષીતિકી અને નૃસિંહતાપની. આમાંના પ્રથમ અગિયાર પર ભગવાન શંકરાચાર્યના ભાષ્યગ્રંથો રચાયા છે.

(5) સુત્રગ્રંથો :

વૈદિક સુત્રગ્રંથો ત્રણ સ્વરૂપનાં છે. શ્રૌતસૂત્ર, ગુહ્યસુત્ર અને ધર્મસૂત્ર. શ્રૌતસૂત્રમાં વૈદિક કર્મકાંડની વિચારણા કરવામાં આવી છે. ગુહ્યસુત્રોમાં કુલાચારનું વર્ણન છે. અને ધર્મસુત્રોમાં ધર્માચારનું વર્ણન છે. આ ત્રણ પ્રકારના સુત્રો ઉપરાંત, શુલ્બસૂત્રો નામના સુત્રો પણ વૈદિક સાહિત્યમાં મળે છે. શુલ્બસુત્રમાં વૈદિક ભૌતિક વિજ્ઞાનનું વર્ણન કરવામાં આવેલું છે. યજુર્વેદમાં કાત્યાયન શૂલ્બસૂત્ર છે, જેમાં ભૂમિતિ શાસ્ત્રનું વર્ણન છે. ઘણા શુલ્બસુત્રો લુપ્ત થઈ ગયા છે.

(6) પ્રાતિશાખ્ય :

વેદની અનેક શાખાઓ છે. પ્રત્યેક શાખાને પોતાની વિશિષ્ટ પરંપરાઓ હોય છે. શાખાની આ વિશિષ્ટ હકીકતોની નોંધ આ પ્રાતિશાખ્યમાં કરવામાં આવે છે. ઉચ્ચાર પધ્ધતિ, યજ્ઞવિધિવિધાન, આહારવિહારની વિશિષ્ટતાઓ આદિ હકીકતો શાખાની પરંપરા પ્રમાણે પ્રત્યેક શાખાની પોતાની આગવી હોય છે. આ વિશેષ હકીકતોની નોંધ પ્રાતિશાખ્યમાં થાય છે. ઋકપ્રાતિશાખ્ય, તૈત્તિરીયપ્રાતિશાખ્ય, પ્રાતિશાખ્યસુત્ર મળે છે.

(7) અનુક્રમણી :

વેદોની રક્ષા અને જાળવણી માટે વેદોની ભિન્ન ભિન્ન અનુક્રમણીઓની રચના થઈ છે, જેમાં દરેક વેદની અનુક્રમણીઓના વિવિધ નામો છે.

(૨) વેદાંગ : –

વેદના પાઠ, અધ્યયન અને વિનિયોગ માટે વેદના 6 સહાયક અંગો છે, જેમને વેદાંગ કહેવામાં આવે છે. જેમાં (1) શિક્ષા – મંત્રના સ્વર, અક્ષર, માત્રા તથા ઉચ્ચારનું વિવેચન શિક્ષામાં થાય છે. વેદનાં અનેક શિક્ષા ગ્રંથો ઉપલબ્ધ છે. (2) વ્યાકરણ – ભાષાના નિયમો સ્થિર કરવા તે વ્યાકરણનું કાર્ય છે. વ્યાકરણની સહાયથી મંત્રનો અર્થ સમજી શકાય છે. (3) નિરુકત – નિરુકત વેદની વ્યાખ્યા પધ્ધતિ દર્શાવે છે. નિરુકતને વેદોનો વિશ્વકોશ કહી શકાય. (4) છંદ – છંદના જ્ઞાનથી વૈદિક મંત્રોનું બંધારણ સમજાય છે. અનેક છંદ ગ્રંથો અત્યારે પણ ઉપલબ્ધ છે. (5) કલ્પ – કલ્પમાં યજ્ઞોની વિધિનું વર્ણન કરવામાં આવેલ છે. અગાઉ આપણે જોઈ ગયેલા તમામ સુત્રગ્રંથોનો યજ્ઞીય વિધિ સાથે સંબંધ છે. આપ જાણતા જ હશો કે કોઈપણ યજ્ઞવિધિ માં પહેલા સંકલ્પ કરાવવામાં આવે છે. આ સંકલ્પનું મુળ ‘કલ્પ’ માં છે. (6) જ્યોતિષ – જ્યોતિષનું પ્રધાન પ્રયોજન સંસ્કારો તથા યજ્ઞો માટે મુહૂર્ત બતાવવાનું છે. અત્યારે જ્યોતિષ શાસ્ત્રનો ઘણો વિકાસ થયો છે.

(૩) ઉપવેદ : –

પ્રત્યેક વેદનો એક ઉપવેદ છે. ઋગવેદનો આયુર્વેદ, યજુર્વેદનો ધનુર્વેદ, સામવેદનો ગાંધર્વવેદ અને અથર્વવેદનો સ્થાપત્યવેદ છે. (1) આયુર્વેદ – સપ્તધાતુની સમતુલા અને શરીરના સ્વસ્થ્ય વિના ચિત્તવૃત્તિ નિરોધ દુષ્કર છે. આયુર્વેદ માનવ શરીરમાં સપ્તધાતુની સમતુલા સિધ્ધ કરે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે. આયુર્વેદ અધ્યાત્મપથમાં સહાયક છે તેથી તે ઉપવેદ ગણાય છે. શરીર રચના, રોગના કારણ, લક્ષણ, ઔષધિ, ગુણ નિદાન અને ચિકિત્સાનું વર્ણન આયુર્વેદમાં કરેલ છે. (2) ધનુર્વેદ – ધનુર્વેદ રક્ષાનું વિજ્ઞાન છે. દેશ, સંસ્કૃતિ, ધર્મસ્થાનો, પ્રજા અને પોતાની જાતની રક્ષા માટે ધનુર્વેદનું મૂલ્ય હતું. (3) ગાંધર્વવેદ – સંગીત, નૃત્ય અને નાટયની વિદ્યાને ગાંધર્વવેદ કહેવામાં આવે છે. રાગ, તાલ, સ્વર, વાદ્ય, નૃત્ય, નાટક આદિ તત્વોની વિશદ વિચારણા આ વિધામાં થઈ છે. ભારતીય સંગીતની ઉત્પતિ સામગાનમાંથી થઈ હોવાનું મનાય છે. (4) સ્થાપત્યવેદ : મંદિર નિર્માણ, ગૃહ નિર્માણ, મૂર્તિવિધાન, દુર્ગનિર્માણ, નગરનિર્માણ વગેરે વિધાઓ સ્થાપત્યવેદમાં સમાવેશ થાય છે.

(૪) ઈતિહાસ :-

ઈતિહાસ અને પુરાણોમાં વેદના તત્વનું જ વિશેષ વર્ણન થયું છે. આમ હોવાથી વેદના આધારને સમજ્યા વિના ઈતિહાસ અને પુરાણોને સમજી શકાય નહિ અને વેદના અર્થને સમજવા માટે ઈતિહાસ અને પુરાણો ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. તેથી જ ઈતિહાસપુરાણને વેદનું ઉપાંગ કહેવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિ રચિત વાલ્મીકીય રામાયણ અને ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત – આ બે ઈતિહાસના પ્રધાન ગ્રંથો છે. હરિવંશ, અધ્યાત્મ રામાયણ આદિ ઈતિહાસના બીજા ગ્રંથો પણ છે. આધુનિક ઈતિહાસ જે અર્થમાં ઈતિહાસ છે, તે અર્થમાં આ ગ્રંથોને ઈતિહાસના ગ્રંથો ગણી શકાય નહિ. આધુનિક ઈતિહાસ તથ્યપ્રધાન છે. હિન્દુધર્મના ઈતિહાસગ્રંથો સત્યપ્રધાન છે.

(૫) પુરાણો :-

પુરણા સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. વેદ અને ઉપનિષદોમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહ્યા છે, તે જ સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહ્યા છે. પુરાણો અઢાર છે. તેમના નામ અને તેમના શ્લોકની સંખ્યા (કૌંસમાં આપ્યા પ્રમાણે) આ પ્રમાણે છે. બ્રહ્મપુરાણ (10,000), પદ્મપુરાણ (55,000), વિષ્ણુપુરાણ (23,000), શિવપુરાણ (24,000), શ્રીમદ્ ભાગવત (18,000), નારદપુરાણ (25,000), માકઁડેય પુરાણ (9,000), અગ્નિપુરાણ (15,400), ભવિષ્ય પુરાણ (14,500), બ્રહ્મવૈવર્તપુરાણ (18,000), લિંગ પુરાણ (11,000), વરાહ પુરાણ (24,000), સ્કંદ પુરાણ (81,100), વામન પુરાણ (10,000), કૂર્મપુરાણ (17,000), મત્સ્ય પુરાણ (14,000), ગુરુડ પુરાણ (19,000) અને બ્રહ્માંડપુરાણ (12,000) આમ, અઢાર પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ચાર લાખ થાય છે. આ અઢારપુરાણો ઉપરાંત ઉપપુરાણો પણ અઢાર છે. જેવા કે સનતપુરાણ, નારસિંહ પુરાણ, નારદપુરાણ, શૈવપુરાણ, કપિલપુરાણ, માનવપુરાણ, ઔશનસ પુરાણ, વરુણપુરાણ, કાલિકા પુરાણ, સાંબપુરાણ, સૌરપુરાણ, આદિત્યપુરાણ, માહેશ્વરપુરાણ, દેવી ભાગવત, વસિષ્ઠપુરાણ, નંદિપુરાણ, પારાશપુરાણ અને દુર્વાસાપુરાણ.

(૬) સ્મૃતિ :-

હિન્દુધર્મ અને હિન્દુ સમાજની બહિરંગ વ્યવસ્થા સ્મૃતિગ્રંથઓ દ્વારા ગોઠવાઈ છે. સ્મૃતિઓમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એમ ચારે પુરુષાર્થોનું વર્ણન છે. સ્મૃતિઓમાં વર્ણવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વર્ણાશ્રધર્મ, વિશેષ પ્રસંગોના ધર્મ, આચાર ધર્મ, લગ્નવ્યવસ્થા, પ્રાયશ્ચિતકર્મો, શાસનવિધાન, દંડવ્યવસ્થા, મોક્ષસાધન વગેરે અનેક વિષયોનું વર્ણન કરવામાં આવેલ છે.

સ્મૃતિઓની સંખ્યા સૌથી પણ વધુ છે. અંહી મુખ્ય સ્મૃતિઓના નામ પ્રસ્તુત છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, અત્રિ સ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, હારિત સ્મૃતિ, ઔશનસ્ સ્મૃતિ, આંગિરસ સ્મૃતિ, યમ સ્મૃતિ, આપસ્તમ્બ સ્મૃતિ, સંવર્ત સ્મૃતિ, કાત્યાયન સ્મૃતિ, બૃહસ્પતિ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, શાતાતપ સ્મૃતિ, વસિષ્ઠ સ્મૃતિ અને પ્રજાપતિ સ્મૃતિ.

(૭) દર્શન : –

તત્વજ્ઞાનસાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશે અભ્યાસ કરનાર શાસ્ત્રને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. હિન્દુદર્શનનું મૂળ વેદ-ઉપનિષદ છે. વેદપ્રણિત પ્રધાન હિન્દુદર્શન 6 છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, વૈશેષિક દર્શન, ન્યાય દર્શન, પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા. આ પ્રત્યેક દર્શનના પ્રમાણભૂત ગ્રંથ તરીકે સુત્રગ્રંથ છે. સાંખ્યસુત્ર પર સંદેહ કરવામાં આવે છે, સાંખ્ય દર્શનના પ્રમાણભૂત ગ્રંથ તરીકે સાંખ્ય કારિકા ગણાય છે. બાકીના પાંચે દર્શનોના પ્રમાણગ્રંથ તરીકે તે તે દર્શનના સૂત્રગ્રંથો માન્ય છે. આ પ્રત્યેક સૂત્રગ્રંથો પર અનેક આચાર્યોના અનેક ભાષ્યગ્રંથો લખાયા છે. તેથી દર્શનોની અનેક શાખાઓ આજે ઉપલબ્ધ છે. દા.ત. બ્રહ્મસૂત્ર પર વેદાંતના અનેક આચાર્યોએ અનેક ભાષ્ય લખ્યાં છે, અને તે પ્રમાણે વેદાંતદર્શનના અનેક સ્વરૂપો છે. દર્શન શાસ્ત્રના સ્વતંત્ર ગ્રંથો પણ હજારો છે.

(૮) નિબંધ :-

આપણા દેશમાં મધ્યયુગમાં વિશાળ નિબંધ સાહિત્યની રચના થઈ છે. સ્મૃતિઓ અને પુરાણોમાં ધર્મ અને તત્વજ્ઞાનના જે નિર્દેશો મળે છે, તેમનું વિસ્તારથી સંકલન આ નિબંધગ્રંથોમાં થયું છે. સ્મૃતિઓ અને પુરાણોમાં પરસ્પર ભિન્નતા અને અસ્પષ્ટતા જોવા મળે છે, તેમનું સ્પષ્ટીકરણ અને એકવાક્યતા નિબંધ ગ્રંથોમાં થયું છે. પ્રમાણ આપીને પ્રત્યેક વિષયનું વિસ્તારપૂર્વક વિવેચન આ નિબંધ ગ્રંથોમાં થયું છે, તેથી ધર્મશાસ્ત્રના વિદ્વાનો આ નિબંધ સાહિત્યને સ્મૃતિગ્રંથો જેટલું જ પ્રમાણ માને છે. પ્રધાન નિબંધ ગ્રંથો આ પ્રમાણે છે : દાયભાગ, કાલવિવેક, વ્યવહાર માતૃકા, સ્મૃતિ તત્ત્વ રધુનંદન (28 ભાગ), હારલતા, અશૌચ વિવરણ, પિતૃદયિતા, આચાર સાગર, પ્રતિષ્ઠા સાગર, અદ્ભૂત સાગર, દાન સાગર, આચારદર્શ, સમય પ્રદીપ, શ્રાધ્ધ કલા, સ્મૃતિ રત્નાકર, આચાર ચિંતામણિ, આહિનક ચિંતામણિ, કૃત્યચિંતામણિ, તીર્થ ચિંતામણિ, વ્યવહાર ચિંતામણિ, શુધ્ધિ ચિંતામણિ, શ્રાધ્ધ ચિંતામણિ, તિથિનિર્ણય, દ્વૈતનિર્ણય, સ્મૃતિ ચંદ્રિકા, ચતુર્વર્ગચિંતામણિ, નિર્ણય સિન્ધુ, કૃત્યકલ્પતર, ધર્મસિન્ધુ અને નિર્ણયામૃત

(૯) ભાષ્ય અને ટીકા ગ્રંથો :-

વૈદિક ગ્રંથોથી પ્રારંભ કરીને નિબંધગ્રંથો સુધી અપરંપાર ગ્રંથરાશિ છે. આ ગ્રંથો પર અગણિત ભાષ્યો અને ટીકાઓ લખાયા છે. આ ભાષ્યો અને ટીકાઓ પર પણ ટીકાઓ લખાઈ છે. મહાભારત જેવા મહાન ગ્રંથ પર પણ ટીકા લખાઈ છે. આ ભાષ્યગ્રંથોમાં ચાર પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે – ભાષ્ય, ટીકા, કારિકા અને સારસંગ્રહ. હિન્દુ ધર્મ સાહિત્યમાં ભાષ્ય સાહિત્યનો જેટલો વિકાસ અને વ્યાપ થયો છે, તેનો જોટો વિશ્વ સાહિત્યમાં ક્યાંય જોવા મળે તેમ નથી.

(૧૦) સાંપ્રદાયિક ગ્રંથો : –

હિન્દુધર્મ ઘણો વિશાળ ધર્મ છે, એક વિશાળ વટવૃક્ષ સમાન છે. હિન્દુધર્મના અનેક સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો છે. ઉપરોક્ત વેદાંતના સંપ્રદાયો ઉપરાંત શૈવમત, શાક્યમત, કબીરમત, રાધાસ્વામી મત, દાદૂપંથ, રામસ્નેહી, પ્રણામી, ચરણદાસી, સ્વામીનારાયણ પંથ, ઉદાસીનતા, નાથસંપ્રદાય, રામાનંદી પંથ, કાશ્મીર શૈવમત, પાશુપતમત, વીરશૈવમત, મહાનુભાવી પંથ, વારકરી સંપ્રદાય આદિ અનેક સંપ્રદાયો હિન્દુધર્મમાં છે. હિન્દુધર્મના પ્રમાણભૂત સાહિત્યનો સૌ કોઈ સ્વીકાર કરે છે, પ્રમાણભૂત માને છે. પરંતુ તે ઉપરાંત પ્રત્યેક સંપ્રદાયને પોતાનું સ્વતંત્ર સાંપ્રદાયિક સાહિત્ય પણ ઘણું છે. પ્રત્યેક સંપ્રદાયના આચાર્યો દ્વારા આવા સાંપ્રદાયિક ગ્રંથોની રચના થઈ છે. આ સાંપ્રદાયિકગ્રંથોની સંખ્યા પણ હજારોની છે. આ સાંપ્રદાયિક ગ્રંથો તે તે સંપ્રદાયોનું પ્રમાણભૂત સાહિત્ય મનાય છે. અને તેથી હિન્દુધર્મના પ્રમાણભૂત સાહિત્યમાં તેમનો સમાવેશ પણ થાય છે.

(૧૧) આગમ યા તંત્રગ્રંથો : –

વેદોથી પ્રારંભ કરીને સાંપ્રદાયિક ગ્રંથો સુધીની પરંપરાને ‘નિગમ’ કહેવામાં આવે છે. આ ઉપરાંત એક બીજી પરંપરા પણ છે. તેને ‘આગમ’ પરંપરા કહે છે. આગમના બે ભાગ છે. દક્ષિણાગમ (સમયમત) અને વામાગમ (કૌલમત) સનાતન હિન્દુધર્મમાં નિગમ અને આગમ (દક્ષિણાગમ), બંનેને પ્રમાણ માનવામાં આવે છે. દક્ષિણાગમનું મૂળ વેદોમાં જ છે, અને પુરાણોમાં તેનો વિસ્તાર થયેલો જોવા મળે છે. આગમશાસ્ત્રનો વિષય ‘ઉપાસના’ છે. દેવતાઓનું સ્વરૂપ, ગુણ, કર્મ, તેમના મંત્રો અને મંત્રોના ઉદ્ગાર, ધ્યાન, પૂજાવિધિ વગેરેનું વિવેચન આગમગ્રંથોમાં થાય છે.

ઋગ્વેદમાં સામાન્ય મહિમા ધરાવનાર વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ દેવ ગણાયા!

2

|| ઋગ્વેદ ||

|| ઋગ્વેદમાં સામાન્ય મહિમા ધરાવનાર વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ દેવ ગણાયા! ||

ઋગ્વેદ (સંસ્કૃત: ऋग्वेद:) ભારતીય પ્રાચીન વૈદિક સંસ્કૃત સ્તોત્રોનું સંકલન છે અને સનાતન ધર્મ (હિંદુ ધર્મ)ના પવિત્ર ચાર વેદો પૈકીનો એક છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી જુનો ગ્રંથ છે, જે હજુ પણ વપરાય છે. ઋગ્વેદ ભારતીય-યુરોપીય ભાષામાં લખાયેલ વિશ્વનું સૌથી જુનુ લખાણ છે. ઋગ્વેદમાં ૧૦૨૮ સુક્ત છે, જેમાં દેવતાઓ ની સ્તુતિ કરેલી છે. તથા આમા દેવતાઓને યજ્ઞમાં આહ્વાન કરવા માટે મંત્રો છે, આજ સર્વ પ્રથમ વેદ છે. ઋગ્વેદને દુનિયાના સર્વ ઇતિહાસકાર સૌથી પહેલી રચના માને છે.

પ્રત્યેક દેવને પોતાનું આગવું સ્વરૃપ હોય છે. એ સ્વરૃપના અમુક લક્ષણો હોય છે અને એ લક્ષણો દ્વારા એમનું વિશિષ્ટ દૈવત્ય પ્રગટ થતું હોય છે. ભગવાન વિષ્ણુની એ પ્રસિદ્ધ સ્તુતિનું અહી સ્મરણ થાય છે.

‘શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં,
વિદ્યાધારં ગગનસદ્દશં મેઘવર્ણં શુભાગંમ્,
લક્ષ્મીકાંત કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં,
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકિકનાથમ્.’

‘શાંત આકૃતિવાળા, શેષનાગ ઉપર શયન કરનારા, નાભિમાં કમળ ધારણ કરનારા, દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા, વાદળના રંગ જેવા, સુંદર અંગવાવા, લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવા નેત્રવાળા, ધ્યાન દ્વારા યોગીઓને પ્રાપ્ત થનારા, સંસારના ભયને હરનારા અને સર્વ લોકના એકમાત્ર નાથ એવા શ્રીવિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું.’

આ સ્તુતિમાં ભગવાન વિષ્ણુનું સમગ્ર સ્વરૃપ પ્રગટ થાય છે. અગાઉ જોયું તેમ ‘ઋગ્વેદમાં’ ત્રાણું સ્થાનોમાં ભગવાન વિષ્ણુનો ઉલ્લેખ થયો છે. વૈદિક દેવોમાં વિષ્ણુ અને શિવ એ બે જ દેવો પ્રત્યે આપણા દેશમાં અગાધ ભક્તિભાવ દ્રષ્ટિગોચર થાય છે. વળી નોંધપાત્ર બાબત એ છે કે શિવ અને વિષ્ણુ બંનેની સમય જતાં માનવ- આકૃતિ રૃપે ઉપાસના થતી રહી અને સવિશેષ તો શિવ અને વિષ્ણુના વિવિધ અવતારો પણ જોવા મળે છે.

વેદોમાં રૃદ્રશિવની વાત આવે છે અને આપણે જાણીએ છીએ તેમ એ પછી શિવની માનવઆકૃતિ મળે છે. અને આજે સર્વત્ર એ માનવઆકૃતિની શિવભક્તો પૂજા- ઉપાસના કરે છે, એવી જ રીતે ભગવાન વિષ્ણુ પણ સમય જતાં અને સવિશેષ તો વૈષ્ણવ સંપ્રદાયમાં માનવ આકૃતિ રૃપે પૂજાવા લાગ્યા. પુરાણોમાં વિષ્ણુના વિવિધ અવતારો વર્ણાવાયા છે. આમ ‘ઋગ્વેદ’માં પ્રમાણમાં ઓછો મહિમા ધરાવનાર વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ ગણાયા છે. ‘ઋગ્વેદ’ના સૂક્તોમાં વિષ્ણુનું આંશિકરૃપે નિરૃપણ થયું છે. તેઓનું આગવું સ્વરૃપ કે વિશિષ્ટ કાર્યોનું વર્ણન ‘ઋગ્વેદ’માં મળતું નથી, માત્ર ઇંદ્રના સહાયક રૃપે તેમજ સુર્યના એક સ્વરૃપ તરીકે એમનું વર્ણન પ્રાપ્ત થાય છે.

આવા ભગવાન વિષ્ણુને ‘નારાયણ’ તરીકે સંબોધવામાં આવે છે. ‘નારા’ એટલે પાણી અને ‘અયન’ એટલે નિવાસસ્થાન અર્થાત્ પાણી પર જેમનો નિવાસ છે તેવા આનો મર્મ સમજવા માટે ધર્મગ્રંથોમાં કરવામાં આવેલા જલના મહિમાનો વિચાર કરવો જોઇએ. આજે આપણને આશ્ચર્ય થાય એ રીતે એ સમયે જલનો મહિમા કરવામાં આવ્યો હતો. એ જલને કલ્યાણકારી અને ઔષધરૃપે જોવામાં આવ્યું છે. ‘ઋગ્વેદ’માં (૧૦ ૧૩૭ ૬ ) જલને બધા રોગોની એકમાત્ર દવારૃપે દર્શાવ્યું છે, તો ‘છાંદોગ્ય ઉપનિષદ’ (૭-૧૦-૧)માં તો કહ્યું છે કે ‘અન્નની અપેક્ષાએ જલ ઉત્કૃષ્ટ છે. તો બીજી બાજુ એ જલને સંતાનને દૂધ આપતી માતા સમાન ગણીને યજુર્વેદમાં કહ્યું છે કે ‘જેમ માતા પોતાના સંતાનને દૂધ પીવડાવે છે, એ જ રીતે હે જળ, તમારો ઉત્કૃષ્ટ કલ્યાણરસ અમને પ્રદાન કરો.’ અને અંતે ‘અર્થર્વવેદ’ (૧-૬-૧) અને ‘સામવેદ’ (૩૩)માં જલ પ્રત્યેની ભાવના પ્રગટ કરતાં કહ્યું છે.

‘શં તો દેવીરબિષ્ટય આપો ભવન્તું પીતયે ।
શં યોર ભિ સ્ત્રવન્તુ ન: ।’

અર્થાત્ ‘અમને ઇચ્છિત સુખ આપવા માટે જળ કલ્યાણકારી હો. પીવાને માટે સુખદાયી હો. અમને સુખ અને શાંતિ આપતો જળપ્રવાહ વહ્યા કરે. ‘
આવા જલ પર ભગવાન વિષ્ણુનો નિવાસ છે. જલની સાથે શુદ્ધિનો ખ્યાલ પણ સંકળાયેલો છે. માત્ર વેદોમાં જ નહી, પરંતુ યહૂદી ધર્મના ‘ઓલ્ડ સ્ટેટામેન્ટમાં પણ કહ્યું છે.
‘એમાં પરમેશ્વરના ભક્તને અનુસાર વ્યક્તિએ સાતવાર ડૂબકી મારી અને એનું શરીર બાળક જેવું બની ગયું અને એ શુદ્ધ થઇ ગયું.’ આનો અર્થ એ શુદ્ધિ અને પાપનાશ માટે જલની આવશ્યકતા છે. ભારતની પવિત્ર નદીઓમાં ડૂબકી મારવાથી અથવા સ્નાન કરવાથી પાપનાશ થાય છે, તે વાત તો સહુ કોઇ જાણે છે. સર્વપ્રથમ વેદ એવા ‘ઋગ્વેદ’માં તો ત્યા સુધી કહ્યું છે કે,

‘હે જળદેવતા, મારા હૃદયમાં જે કોઇ પાપ છે, તેને વહેવડાવી દેજો, મેં કોઇને દગો કર્યો છે, અપશબ્દ કહ્યા છે અને જુઠું બોલ્યો હોઉં એ બધું જ તમે મારા હૃદયમાંથી વહેવડાવીને લઇ જજો.’ (૧૦-૯-૮)

આ રીતે જલ એ નિર્મળ અને સ્વચ્છ જીવનનું પ્રતીક છે. વળી જલ શીતલ છે. આવી શીતળતા હોવાથી જ એ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન બની રહ્યું છે. પાણીની સપાટી સમાન રહેતી હોય છે. એમાં કોઇ ખાડા હોતા નથી, ઉંચું- નીચું કશું હોતું નથી અને આવી સમાન સપાટી હોવાથી તથા શીતળતા એનો ગુણ હોવાથી સ્વાભાવિક રીતે જ પાણી એ નવી શક્તિ અને સ્ફૂર્તિ આપનારું તત્વ છે. પાણીની નિર્મળતા અને સ્વચ્છતા માનવસ્વભાવમાં પ્રતિબિંબિત થવી જોઇએ. એ જેટલી વધુ પ્રતિબિંબિત થાય તેટલું જીવન પાવન બને. પાણી ક્યાંય ઊંચું નીચું જતું નથી. ઉપરતળે થતું નથી, એમ ભગવાન વિષ્ણુ પ્રત્યેના પ્રેમમાં પણ ધૈર્ય અને સ્થિરતા હોવા જોઇએ. ક્યારેય ઊંચા આવેગોવાળી ભરતી કે નિરાશાજનક ઓટ આવવી જોઇએ નહી.
જલનો મહિમાગાન પ્રાચીન ગ્રંથોમાં ઘણો થયો છે. ‘મહાભારત’ના સભાપર્વમાં મહર્ષિ વેદવ્યાસ તો કહે છે, ‘આ જલ પાસેથી માણસે જાણકારી પણ મેળવવી જોઇએ.’ જળ પાસેથી કઇ જાણકારી મળી શકે ?

તો મહર્ષિ વેદવ્યાસના કહેવા પ્રમાણે, ‘બીજાના હિત માટે આત્મદાન, સૌમ્યત્વ અને બીજા પ્રત્યે જીવનદાનની ભાવના જલ પાસેથી ગ્રહણ કરવી જોઇએ.’

આ જલને કોઇ આકાર નથી. પરંતુ કોઇ વાસણમાં મૂકો એટલે તે એ આકાર ધારણ કરે છે. ઇશ્વર પણ નિરાકાર છે, પરંતુ એ ધારે તેવા આકાર લઇ શકે છે.

‘નારા’ શબ્દનો અર્થ માનવસમુદાય પણ થાય છે, અર્થાત્ નારાયણ એટલે માનવ સમુદાય સાથે જોડાયેલા અને એ દ્રષ્ટિએ જોઇએ તો ભગવાન વિષ્ણુ કેટલાક મહત્વના યુદ્ધો સાથે જોડાયેલા છે. આવા યુદ્ધોમાં એમણે જનસમૂહના કલ્યાણઅર્થે રાક્ષસો અને અસૂરોને હણ્યા છે. જેમ કે, અંધકાસૂર દેવોને ખૂબ ત્રાસ આપતો હતો તેનો ભગવાન વિષ્ણુએ વધ કર્યો હતો અને એ જ રીતે નેમિ, રાહુ, વૃત્રાસૂર, સૂમાલી અને માલ્યવાન જેવા અસૂરોને પણ વિષ્ણુએ યુદ્ધમાં પરાસ્ત કરીને હણ્યા હતા.

વ્યાપક જનસમુદાયને સ્પર્શતા હોવાથી વિષ્ણુના અનેક અવતારો મળે છે. જેમ સરોવરમાંથી જુદા જુદા પ્રવાહો નીકળે, એ રીતે જુદા જુદા અવતારો જોવા મળે છે. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં જલપ્રલયથી મનુને બચાવનાર ‘મત્સ્ય’ તરીકે અને આદ્ય જલમાં ભ્રમણ કરનાર ‘કચ્છક (કૂર્મ)’ તરીકેનો નિર્દેશ મળે છે. સમય જતાં આ બંને સ્વરૃપો બે અવતાર તરીકે પ્રસિદ્ધ થયા. એ જ રીતે વરાહ અવતાર તે દુષ્ટોના સંહાર માટે, સજ્જનોના રક્ષણને માટે અને જનસમુદાયના હિતને માટે થયેલો છે.

‘હરિવંશ’ વગેરે પુરાણોમાં વિષ્ણુના ઘણાં અવતારો મળે છે. જ્યારે ‘ભાગવતપુરાણ’માં વિષ્ણુના બાવીસ અવતાર દર્શાવ્યા છે. જો કે પ્રચલિત પરંપરા પ્રમાણે મત્સ્ય અવતાર, કૂર્માવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામનો અવતાર તથા રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કીના અવતાર દર્શાવવામાં આવ્યા છે. આ અવતારો દ્વારા અનિષ્ટ તત્વોનો નાશ અને ધર્મની સ્થાપનાનું કાર્ય વિષ્ણુએ કર્યું છે. શ્રીમદ્ ભગવત્ ગીતામાં કહ્યું છે તેમ ‘જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે ધર્મના રક્ષણ માટે હું અવતાર ધારણ કરું છું.’ આ રીતે ભગવાનવિષ્ણુ એ જનસમુદાયના કલ્યાણકારી દેવ છે.

આપણાં શાસ્ત્રો

4

||આપણાં શાસ્ત્રો ||

* શાસ્ત્ર એટલે શું ?

શબ્દાર્થ : ‘शास्ति च त्रायते च इति शास्त्रम्।’ અર્થાત્ શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર.

ભાવાર્થ : ઋષિઓના ઉપદેશ ધરાવતા પવિત્ર ગ્રંથોને શાસ્ત્ર કહેવામાં આવે છે.

સમયના વહેણમાં દરેક તબક્કે અનેક મહાત્માઓએ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ધર્મનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે. તેમાંના ઘણાએ જુદે જુદે માર્ગે ચાલીને એક જ લક્ષ્યને સાધ્યું હતું. સૃષ્ટિના જીવમાત્રના કલ્યાણના ઉદ્દેશથી પ્રાચીનકાળના આ મહાત્માઓએ તેમના જ્ઞાન અને અનુભવનો ઉપદેશ અનેક ગ્રંથો મારફત આપણને આપ્યો છે. આ ગ્રંથોને આપણે “શાસ્ત્રો” તરીકે ઓળખીએ છીએ. સમાજના જુદા જુદા થરને ધર્મની સમજ આપવાની હોઈ, આ જુદા જુદા લોકોના બૌદ્ધિક, વ્યવહારિક અને આધ્યાત્મિક સ્તર મુજબ જુદી જુદી કક્ષાનાં અને જુદા જુદા પ્રકારનાં અનેક શાસ્ત્રો રચાયેલ છે.

* શાસ્ત્રોનું મહત્વ : –

માનવજીવનની બધી જ ભાવનાઓને વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત, વધુ ઊંડી અને વધુ ઉન્નત બનાવવા આ શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડતાં રહ્યાં છે. ઉપરાંત શાસ્ત્રો આ સિદ્ધાંતોને અનુકૂળ વિધિ-વિધાનો કરવા પ્રેરણા પણ આપે છે અને આ સિદ્ધાંતોના વિરુધ્ધનું આચરણ કરવાથી રોકે પણ છે. શાસ્ત્રોના મહત્વને સમજાવતું એક સુભાષિત સંસ્કૃત ભાષામાં છે:

अनेकसंशयोत्व्छेदि परोक्षार्थस्य दर्शकम् ।
सर्वस्य लोचनं शास्त्रं यस्य नास्त्यन्घ एव सः॥

શબ્દાર્થ : શાસ્ત્ર સર્વ શંકાઓનો નાશ કરે છે અને પરોક્ષ લાગતા સિદ્ધાંતોને પ્રત્યક્ષ કરી આપે છે. શાસ્ત્ર માનવીની આંખો છે, તેથી જે શાસ્ત્રને જાણતો નથી તે ખરેખર આંધળો જ છે.

ભાવાર્થ : શાસ્ત્ર આપણી બધી શંકાઓનું સમાધાન કરે છે અને આડકતરા લાગતા સનાતન સિદ્ધાંતો આપણા જીવનમાં કઈ રીતે સીધી અસર કરે છે તે સમજાવે છે. શાસ્ત્રરૂપી આંખના માધ્યમથી કંટકછાયો જીવનપથ સરળતાથી પાર કરી શકાય છે. પરંતુ જે મનુષ્ય શાસ્ત્રને જાણતો નથી, તેણે આંધળાની જેમ જીવનપથ પાર કરવો પડે છે. આમ શાસ્ત્રોનું જ્ઞાન આપણને વિશ્વની તમામ જીવસૃષ્ટિનું જીવન સારી રીતે જીવી શકાય શકે તે માટેનું માર્ગદર્શન આપે છે.

શાસ્ત્ર કેટલાં છે અને ક્યાં ક્યાં ?
આપણાં શાસ્ત્રોની ગણતરી કરીએ તો લગભગ ૪૦ થી ૫૦ તો મુખ્ય ગ્રંથ છે અને તેના ઉપગ્રંથો, પુરાણો, મીમાંસા, સંબંધિત ગ્રંથો વિગેરેને ધ્યાનમાં લઈએ તો કુલ આંકડો કદાચ ૪૦૦ કે ૫૦૦ની સંખ્યાને પણ પાર કરી જાય. આ ઉપરાંત જો તમે અત્યારે અપ્રાપ્ય છે એવા ગ્રંથો અને અમુક અમાન્ય ગ્રંથો પણ ગણતરીમાં લો તો કુલ શાસ્ત્રો એક હજાર કરતાં પણ વધારે છે.

આ બધાં શાસ્ત્રોમાં “વેદ” સૌથી પ્રાચીન ગ્રંથ છે અને તે બીજાં બધાં શાસ્ત્રોનું મૂળ છે. ભલે આપણને બધાને આપણાં શાસ્ત્રો વિષે વધારે માહિતી કદાચ ના હોય, પરંતુ મોટાભાગના લોકો એટલું તો જરૂર જાણતા હશે જ કે આપણું સૌથી પ્રાચીન અને સૌથી મહત્વનું શાસ્ત્ર “વેદ” છે. હવે તમે એ પણ જાણી લો કે વેદ એ ફક્ત હિંદુ સંસ્કૃતિનો જ કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે.

એક મહત્વની હકીકત એ પણ છે કે વેદ એ કોઈ માનવરચિત ગ્રંથ નથી, પરંતુ સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા અપાયેલું જ્ઞાન છે. પૃથ્વી અને મનુષ્યની ઉત્પત્તિ સમયે ઈશ્વરે ઋષિઓને વેદનું જ્ઞાન આપ્યું. આ ઋષિઓએ પોતાના શિષ્યોને આ જ્ઞાન આપ્યું અને તે જ રીતે ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા વેદોના આ જ્ઞાનનું આદાન-પ્રદાન ચાલતું રહ્યું. ઘણા લાંબા સમય સુધી વેદના જ્ઞાનનો પ્રસાર-પ્રચાર આ રીતે ફક્ત પઠન અને શ્રવણથી (બોલીને અને સાંભળીને) થતો રહ્યો. સમયાંતરે લખાણ અને છપાઈની સુવિધાઓ શોધાઈ, તે પછી વેદો પુસ્તક રૂપે મળવા લાગ્યા.

વેદોમાં સર્વ વિદ્યાઓનું સંક્ષેપમાં વર્ણન છે. વેદો જ્ઞાનનો ભંડાર છે અને તેમાં જીવનનાં અનેક ગૂઢ રહસ્યો પ્રગટ કરાયેલાં છે. એવું પણ કહી શકાય કે વેદો વિચારોના ગ્રંથો છે. અન્ય બધાં જ શાસ્ત્રો વેદનો મહિમા ગાય છે અને વેદને જ ધર્મનું મૂળ માને છે. અમેરિકાની ખ્યાતનામ ખગોળસંસ્થા નાસાએ પણ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાનને પ્રામાણિત માન્યું છે.

વેદો હિંદુ ધર્મના મૂળ ધર્મગ્રંથ ગણાય છે. જોકે વેદોના ઉપદેશનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તે કોઈ એક ધર્મ કે સંપ્રદાયના લોકો માટેના ગ્રંથો નથી, પરંતુ સમસ્ત માનવજાતના કલ્યાણ માટેના ગ્રંથો છે. આમ વેદો ધર્મગ્રંથ નહિ પણ જ્ઞાનગ્રંથ છે.

વેદના જ્ઞાનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ઋગ્વેદનો મુખ્ય વિષય પદાર્થજ્ઞાન છે. અર્થાત્ તેમાં સંસારમાં સમાવિષ્ટ પદાર્થોનું સ્વરૂપ રજુ થયેલ છે. યજુર્વેદમાં કર્મોના અનુષ્ઠાનનું, સામવેદમાં ઈશ્વરની ભક્તિ અને ઉપાસનાના સ્વરૂપનું અને અથર્વવેદમાં વિવિધ વિજ્ઞાનનું મુખ્યરૂપે વર્ણન કરેલું છે.

આ ચાર વેદોમાં વર્ણન કરેલું જ્ઞાન ઘણું ગહન છે અને તેમાં જીવનનાં ગૂઢ રહસ્યો અત્યંત સંક્ષિપ્તમાં રજૂ કરેલ છે, જેથી ફક્ત વિદ્વાનો જ તેને જાણી અને સમજી શકે છે. આથી આપણા સમજુ ઋષિઓએ વેદોનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે વેદોમાં સમાવેલા આધ્યાત્મિક જ્ઞાનને સરળ બનાવવા પ્રયત્ન કર્યો, તો તેમાંથી ૫૦૦થી પણ વધારે ગ્રંથો રચાયા, જે બધા પણ શાસ્ત્ર તરીકે ઓળખાય છે. આ બધા ગ્રંથોની ટૂંકમાં વિગતો હવે જાણીશું.

ચારે વેદના એક-એક ‘ઉપવેદ’ છે. ઋગ્વેદના ઉપવેદનું નામ આયુર્વેદ છે, જેમાં તંદુરસ્તી, તંદુરસ્ત રહેવાના ઉપાય, રોગ, રોગનાં કારણો, દવાઓ અને વૈદકીય સારવારનું વર્ણન કરેલ છે. યજુર્વેદના ઉપવેદનું નામ ધનુર્વેદ છે, જેમાં સૈન્ય, હથિયાર, યુધ્ધકળા વિગેરેનું વર્ણન છે. સામવેદના ઉપવેદનું નામ ગંધર્વર્વેદ છે, જેમાં ગાયન, વાદન, નર્તન વિગેરેનું વર્ણન છે. જયારે અથર્વવેદના ઉપવેદનું નામ અર્થર્વેદ છે, જેમાં વેપાર, અર્થવ્યવસ્થા વિગેરેનું વર્ણન છે.

વેદના મંત્રોની સરળ સમજ માટે ઋષિઓએ દરેક વેદને ભાષ્ય એટલેકે વ્યાખ્યાના રૂપમાં રજુ કરી જે ગ્રંથોની રચના કરી તે ‘બ્રાહ્મણ ગ્રંથો’ કહેવાય છે. ચારે વેદોના મળીને કુલ ૧૭ બ્રાહ્મણ ગ્રંથો રચાયા હોવાનું કહેવાય છે, પરંતુ તેમાંથી ઘણા સમયની સાથે લુપ્ત થઇ ગયા છે. જે ઉપલબ્ધ છે તેમાં ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ એતરેય, યજુર્વેદના શતપથ, સામવેદના તાણ્ડય અને અથર્વવેદના ગોપથનો સમાવેશ થાય છે.

બ્રાહ્મણ ગ્રંથોના ભાગ રૂપે આરણ્યક ગ્રંથોની રચના થઇ, જેમાંથી અત્યારે ૬ ગ્રંથ ઉપલબ્ધ છે. ઐતરેય, શાંખાયન, કૌષીતકી, તૈત્તિરીય, મૈત્રાયણી અને બૃહદારણ્યક.

આપણા સમજુ ઋષિઓએ વેદોનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે વેદોમાં સમાવેલા આધ્યાત્મિક જ્ઞાન, બ્રહ્મ, જીવ, મન, સંસ્કાર, જપ, સ્વાધ્યાય, તપસ્યા, ધ્યાન, સમાધિ વિગેરે વિષયોનું અલંકારિક વાર્તાઓ અને ઉદાહરણ સાથે સરળ રૂપમાં વર્ણન કરતા ગ્રંથો લખ્યા, જે ‘ઉપનિષદ’ તરીકે ઓળખાય છે. વેદોનું જ્ઞાન એટલું ગૂઢ અને વિશાળ છે કે તેને સરળ રૂપમાં રજુ કરવામાં લગભગ ૩૦૦ જેટલાં ઉપનિષદ રચાયાં. આમાંથી ૧૦૮ ઉપનિષદ માન્ય ગણાય છે, જેમાંથી ૧૦ ઉપનિષદ મુખ્ય ગણાય છે: ઇશોપનિષદ, કઠોપનિષદ, કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડ્યુક્યોપનિષદ, એતરેયોપનિષદ, તૈત્તિરીયોપનિષદ, છાંદોગ્યોપનિષદ અને બૃહદારણ્યકોપનિષદ.

ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી “વેદાંત” તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ ગ્રંથોનો ઘણો મહત્વપૂર્ણ દરજ્જો છે. ઉપનિષદમાં સમાયેલા બહુમૂલ્ય અને ઉપયોગી જ્ઞાનને કારણે જ તેમને વેદોનો સાર કે વેદોનું મસ્તક પણ કહેવાય છે. આધ્યાત્મના વિષયમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે એક માત્ર પ્રમાણિક સાધન ઉપનિષદ ગ્રંથો છે.

વેદોના ગહન મંત્રોના સુક્ષ્મ અર્થને સ્પષ્ટતાથી સમજાવવા માટે આપણા વિદ્વાન ઋષિઓએ ‘વેદાંગ’ નામના ૬ ગ્રંથોની રચના કરી છે. શિક્ષાગ્રંથમાં સંસ્કૃત ભાષાના અક્ષરોનું વર્ણન, તેમની સંખ્યા, પ્રકાર, ઉચ્ચારણ, સ્થાન વિગેરેનું વિવરણ કરેલું છે. કલ્પગ્રંથમાં વ્યવહાર, સુનીતિ, ધર્માચાર વિગેરે વિષયોનું વર્ણન છે. વ્યાકરણગ્રંથમાં શબ્દોની રચના, ધાતુ, પ્રત્યય તથા કયા શબ્દના કેટલા અર્થ થાય છે તે વિષેનું વર્ણન છે. નિરુક્તગ્રંથમાં વેદના મંત્રોનો અર્થ કઈ વિધિથી કરવો તેનો નિર્દેશ કરેલો છે. છંદગ્રંથમાં શ્લોકોની રચના તથા ગાયનકલાનું વર્ણન છે અને જ્યોતિષગ્રંથમાં ભૂગોળ-ખગોળની સ્થિતિ-ગતિ અને ગણિત જેવી વિદ્યાઓનું વર્ણન છે.

આપણા વિદ્વાન ઋષિઓએ વેદોનાં દાર્શનિક તત્વોની વિસ્તારપૂર્વક અને શંકા તથા તેના સમાધાન સાથેની વિવેચના જે ૬ ગ્રંથોમાં કરી છે તે વેદનાં ‘ઉપાંગ’ અથવા ‘દર્શનશાસ્ત્ર’ તરીકે ઓળખાય છે. જૈમિનીઋષિકૃત મીમાંસાદર્શનમાં ધર્મ, કર્મ, યજ્ઞ વિગેરેનું વર્ણન છે. વ્યાસઋષિકૃત વેદાન્તદર્શનમાં બ્રહ્મ એટલે કે ઈશ્વરનું વર્ણન છે. ગૌતમઋષિકૃત ન્યાયદર્શનમાં તર્ક, પ્રમાણ, વ્યવહાર તથા મુક્તિનું અને કણાદઋષિકૃત વૈશેષિકદર્શનમાં જ્ઞાન-વિજ્ઞાનનું વર્ણન છે. કપિલઋષિકૃત સાંખ્યદર્શનમાં પ્રકૃતિ, પુરુષ (જીવ)નું અને પતંજલિઋષિકૃત યોગદર્શનમાં યોગસાધના, ધ્યાન, સમાધિ આદિ વિષયોનું વર્ણન છે.

આમ ૪ વેદ, ૪ ઉપવેદ, ૪ બ્રાહ્મણ ગ્રંથ, ૬ આરણ્યક ગ્રંથ, ૧૦ ઉપનિષદ, ૬ વેદાંગ અને ૬ દર્શન મળીને ૪૦ તો મુખ્ય શાસ્ત્ર થયાં. ઉપરાંત બીજાં ૯૮ ઉપનિષદ ઉમેરીએ તો કુલ ૧૩૮ શાસ્ત્ર થયાં. આ બધાં શાસ્ત્રો મુખ્યત્વે વેદ પર આધારિત ગ્રંથો છે, જેથી “વૈદિક સાહિત્ય” તરીકે ઓળખાય છે. મોટેભાગે આ ગ્રંથો મૂળ રૂપમાં સચવાઈ રહ્યા છે અને તેમાં મોટે ભાગે આધ્યાત્મિક જ્ઞાન પર વધારે ભાર આપવામાં આવ્યો છે.

આ “વૈદિક સાહિત્ય”ની રચના પછીના સમયમાં પણ આપણા ઋષિઓએ ૧૦૦થી પણ વધારે સ્મૃતિગ્રંથો, ૧૦૦થી પણ વધારે સંહિતાઓ, ૧૮ પુરાણો, ૧૮ ઉપપુરાણો, અનેક સુત્રગ્રંથો, અનેક પ્રાતીશાખ્ય, મહાભારત જેવા લગભગ ૪૦૦થી પણ વધારે ગ્રંથો રચેલા છે. આ બધા ગ્રંથોનો પણ શાસ્ત્રોમાં સમાવેશ થાય છે. આ ગ્રંથોની રચના મનુષ્યને કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ કરાવવા માટે થયેલ છે અને તેમાં કૌટુંબિક, સામાજીક, ધાર્મિક અને રાજનૈતિક નિયમોનું વિધાન છે. પાછળથી રચાયેલા આ ગ્રંથોમાં ધાર્મિક ભાવના, કર્મકાંડ, ક્રિયાકાંડ, કૌટુંબિક અને સામાજીક વ્યવહાર, વર્ણવ્યવસ્થા વિગેરે બાબતોનું વર્ણન પણ કરેલું છે.

આમ પાછળથી રચાયેલા આ ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન કરતાં ધાર્મિક અને સામાજીક વિષયો પર વધુ ઝુકાવ છે. ઉપરાંત સમયે સમયે આ ગ્રંથોમાં સુધારા-વધારાની ભેળસેળ થતી રહી છે, જેથી આ ગ્રંથોમાં કોઈવાર ઋષિઓના મૂળ ઉપદેશનું બદલાયેલું અને કયારેક વિકૃત થયેલું સ્વરૂપ પણ જોવા મળે છે.

હવે આપણે જોઈએ એક રસપ્રદ સરખામણી કે આપણો વૈદિક ધર્મ તથા દુનિયાના અન્ય ધર્મ અને આપણા દેશના અનેક સંપ્રદાય ક્યારે ક્યારે રચાયા છે (સંદર્ભ: દર્શન યોગ મહાવિદ્યાલય, રોઝડ, જી. સાબરકાંઠા દ્વારા પ્રકાશિત સાહિત્ય):

* વૈદિક ધર્મન : લગભગ ૧૯૬ કરોડ વર્ષ પૂર્વે
* રામાયણ કાળ : લગભગ ૧૦ લાખ વર્ષ પહેલાં
* મહાભારત કાળ : લગભગ ૫૨૦૦ વર્ષ પહેલાં
* હિંદુ મૂર્તિપૂજાની શરૂઆત : લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં
* શંકરાચાર્યનો સમય : લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં
* હિંદુ પુરાણોનો સમય : લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં
* પારસી ધર્મ લગભગ : ૪૫૦૦ વર્ષ પહેલાં
* યહૂદી ધર્મ લગભગ : ૪૦૦૦ વર્ષ પહેલાં
* જૈન અને બુદ્ધ ધર્મ : લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં
* ખ્રીસ્તી ધર્મ લગભગ : ૨૦૦૦ વર્ષ પહેલાં
* મુસ્લિમ ધર્મ લગભગ : ૧૪૦૦ વર્ષ પહેલાં
* શીખ ધર્મ લગભગ : ૫૦૦ વર્ષ પહેલાં
* બ્રહ્માકુમારી, રાધાસ્વામી, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, આનંદમાર્ગ સંપ્રદાય જેવા અનેક સંપ્રદાય લગભગ : ૧૦૦ થી ૧૫૦ વર્ષ પહેલાં

 

વેદોનો મહિમા અને સત્ય

1

|| વેદોનો મહિમા અને સત્ય ||

|| વેદોનો મહિમા શા માટે ? ||

ભારતીય શાસ્ત્ર પ્રમાણે વેદ પ્રમાણ છે. હવે જો તમે શબ્દાર્થમાં વેદ વાંચો તો કુદરતી શક્તિઓની વાતો, સ્તૂતિઓ, તેમની સાથેના સંવાદો, તેમના વર્ણનો, કૃપા કરવાની માગણીઓ, રાજાઓની લડાઇઓ, વિગેરેથી વિશેષ કશું જાણવા ન મળે. અને તેથી આશ્ચર્ય પણ થાય કે આવા વેદનો આટલો બધો મહિમા શા માટે? ખરેખર જ એમ લાગે કે શું ઉપનિષદ્‌ અને પૂરાણોના લેખકો સંસ્કૃતભાષાથી અનભિજ્ઞ હતા કે તેમણે વેદોનો અપાર મહિમા ગાયો અને તેને ઈશ્વરોક્ત બ્રહ્મ વાક્યો માની લીધા. તો હવે વાત શું છે?

|| વેદોમાં શું સત્ય છે ? ||

પ્રાચીન ભારતીય શાસ્ત્રીઓની ખાસીયતને માન આપવું પડે કે તેમણે જે સત્યને જોયું, સમજ્યા અને આત્મસાત્ કર્યું તેની રજુઆત તેમણે સમાજ સામે લોકભોગ્ય રીતે કરી. આપણે જાણીએ છીએ કે લોકોની કક્ષા અલગ અલગ હોય. કેટલાકને ભક્તિમાં રસ હોય. કેટલાકને સાહિત્ય કળામાં રસ હોય. કેટલાકને સંગિતમાં રસ હોય. કેટલાકને કર્મમાં રસ હોય અને કેટલાકને જ્ઞાનમાં રસ હોય. આ બધાનો સમન્વય કરવામાં આવે તો તે સાર્વત્રિક રીતે ભોગ્ય બની શકે અને તે સનાતન બની શકે. શંકરાચાર્યે વેદ વિષે આમ કહ્યું છે. વેદવાક્યના ચાર અર્થો હોય છે. શબ્દાર્થ, સાહિત્યિક અર્થ, લક્ષાર્થ અને ગુઢાર્થ. હવે મૂળ સવાલ એ ઉભો થાય કે વેદવાક્યોમાં ગુઢાર્થ છે કે નહીં? જો તમને શંકરાચાર્યમાં વિશ્વાસ ન હોય તો તેને માટે અરવિંદ ઘોષની ટીપ્પણીને વાંચી લેવી.

જો અરવિંદઘોષ કે દયાનંદ સરસ્વતીને કે સાતવળેકરને પણ ન વાંચવા હોય તો મજાક માટે નીચેનો શ્લોક વાંચો. તે ઋગ્વેદનો શ્લોક છે.

ૐ ત્ર્યંબકં યજામહે, સુગન્ધીં પુષ્ટિવર્ધનમ્‌

ઉર્વારુકમ્‌ ઈવ બન્ધનાત્‌ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્‌

ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એના કારણ, સુવાસિત અને તંદુરસ્તી ને વધારનાર ત્રણ નેત્રવાળા (વિશ્વદેવ) અમે પૂજીએ છીએ. હે (વિશ્વદેવ), જેમ કાકડી તેના વેલાની સાથે એક ક્ષણે જોડાયેલી હોય છે તે બીજી ક્ષણે તેનાથી (પીડા વગર) મુક્ત થાય છે, તેમ આ મર્ત્ય એવા શરીરથી બંધાયેલા અમને (વગર પીડાએ) છોડાવી અમર્ત્ય તરફ લઈ જાઓ.

હવે જો શબ્દાર્થમાં જુઓ તો આ શ્લોકના ચાર ભાગ છે. પહેલો અને બીજો ભાગ હાઈકુ જેવા લાગે છે. ત્રીજાને જો પહેલા બે સાથે જોઇએ તો તે પણ ત્રણ પદોવાળું હાઈકુ છે. (હાઈકુ એટલે બે પદ કે જે એકલા અસંબદ્ધ છે પણ ત્રીજું પદ જ્યારે મળે ત્યારે તે બંને જોડાય અને કંઈક અર્થસભર બને.) અહીં તમે જોશો કે પહેલા બે પદો નો સ્વતંત્ર અર્થ છે પણ તેમની વચ્ચે સંબંધ નથી. ત્રીજો અને ચોથો વાસ્તવમાં એક જ પદ છે અને ક્રિયાની સરખામણી છે. આ બધાને સાથે જોડો અને જો વેદને પાર્શ્વભૂમિકામાં જુઓ તો ઉપરનો અર્થ નિકળે. શ્લોક ગેય (ગાઈ શકાય એવો) છે. આ શ્લોક ઉપર એક પુસ્તક જેટલું વિવેચન થઈ શકે. એક પ્રકરણ તો સહેલાઈથી લખી શકાય. વેદની સમજણ જેટલી વધુ તેટલી વધુ ટીપ્પણી તમે કરી શકો.

જો આર્ય સંસ્કૃતિ એક વિચરતી (નોમેડ) જાતિ હોય તો તે આવું ગુઢ સાહિત્ય સર્જી ન શકે.

વેદના શ્લોકો, વેદના દેવો રુપકો, વેદના તત્વજ્ઞાનને ભારતીય વિદ્વાનોએ ઉપનિષ‌દ્‌ અને પૂરાણો દ્વારા જનસમાજ સાથે વણીને અમર કરી દીધા છે.

વેદનો મહિમા સમજવા માટે ભારતમાં જન્મ લેવો પડે, ભારતના વિદ્વાનોના જનમાનસને ઐતિહાસિક પરંપરા અને ખાસિયતોમાં સમજવું પડે અને ભારતીય શાસ્ત્રોનો વ્યાપકસંદર્ભ રાખી અભ્યાસ કરવો પડે.

પણ પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય દર્શન શાસ્ત્રને આ રીતે જોયું નથી. તેમણે અજાણપણે કે કદાચ જાણી જોઈને પણ આવું વર્તન દાખવ્યું હોઈ શકે. તેમણે ભારતીય દર્શનશાસ્ત્રને અને પ્રણાલીઓને તેમના પોતાનામાપદંડોથી અને પ્રણાલીઓથી મૂલવી છે અથવા તો તુક્કાઓ લડાવીને મૂલવી છે. આ વાતને પણ આપણે અવગણી શકત, જો આપણને આપણા દર્શનશાસ્ત્રીઓ માન્ય હોત.

ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માના જન્મનું રહસ્ય

1r

|| ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માના જન્મનું રહસ્ય ||

ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર ત્રણ દેવનું આગવું સ્થાન છે. જે ત્રિદેવ તરીકે પૂજાય છે. આ ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણ દેવની પૂજા સર્વોત્તમ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રિદેવનો જન્મ કેવીરીતે થયો હશે? આ ત્રિદેવ આદિ અનાદિ હતા તો તેનો જન્મ થયો કઈ રીતે? આ ત્રણ દેવ મુખ્ય છે જેમાં પુરાણ કથા અનુસાર વિષ્ણુજીને મનાવવા માટે પણ ઘણા જપ કે મંત્રોનં રટણ કરવું પડે છે. તો વળી, બ્રહ્માજીને પણ મનાવવા માટે ઘણું તપ કરવું પડે છે પણ શિવજીને મનાવવા માટે તેની સરળ પુજા શ્રદ્ધા ભાવે જો કરવામાં આવે તો તરત તે પ્રસન્ન થનાર છે અને તે મહાકાળ હોવાથી આપણા બધામાં તે અંશ રૂપે પરમાત્માથી જોડાયેલ છે તેથી તે સરળતાથી પ્રસન્ન થાય છે. આ ત્રિદેવના જન્મની વાતનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં જણાવવામાં આવે છે.

શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્વ હતું આ તત્વને અંતિમ તત્વ કહેવામાં આવે છે; જેનો કોઈ આકાર નથી તે નિરાકાર તત્વ હતું અને પરમતત્વ તરીકે ઓળખ આપણા શાસ્ત્રોએ આપી તે આ તત્વ હતું. તેને ઈચ્છા થઈ કે તે પોતાના સ્વરૂપનું સર્જન કરે છે. તે શિવ તત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે. (અને આ શિવતત્વએ જ ડાબા અંગને ઘસ્યું તો તેમાંથી પરાંબાનું સર્જન થયું જે આ જગતની પ્રકૃતિ રૂપ છે.)

બીજો પુરુષ જે શિવ તત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નિલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘’તમે વિસ્તૃત થાવો છો માટે તામારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્ કરી દીધું. અને ઘણું કામ કરી થાક્યા પછી તેણે પોતે સર્જેલા જ પાણીમાં ઘણા વર્ષો સુધી સુતા રહ્યા. ત્યારે પછી શિવજીની ઈચ્છાથી તે યોગ નિદ્રામાંથી જાગૃત થયા.

મહાપુરુષ તરીકે ઓળખાતા વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઉંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સોવર્ષ સુધી તપ કર્યું. અને તપ આંખો ખોલી તો વિષ્ણુ ભગવાને દર્શન દીધા અને તેની સાથે વિવાદ થયો. બન્નેનો વાદ-વિવાદ જોઈ અને શિવજી પ્રગટ થયા બન્નેના જન્મની કથા કરી બન્નેને શાંત કર્યા.

બ્રહ્મા-વિષ્ણુનો વિવાદ ચાલતો હતો ત્યારે અચાનક જ એક પ્રકાશમાન પટ્ટો બન્ને વચ્ચે આવી ગયો, બન્ને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર-નીચે વારંવાર નિહાળવા લાગ્યા પણ તેનું મૂળ બન્નેને ન જડ્યું ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારામાંથી એક પુરુષ પેદા થશે તે રુદ્ર કહેવાશે આ રુદ્ર અને હું કંઈ અલગ નથી પરંતુ એક જ જાણવા, આમ તે શિવે વિષ્ણુને કહ્યું તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે. આમ, ત્રિદેવનો જન્મ અને તેના કાર્યનું પ્રતિપાદ શિવપુરરાણની રુદ્ર સંહિતાના અધ્યાય 6 થી 9માં જોવા ઉલ્લેખિત થયેલું જોવા મળે છે.

|| સૃષ્ટિ ઉત્પત્તિ વિશે વિજ્ઞાન ||

વિષ્ણુ એટલે સમગ્ર અવકાશ કે જેની નાભિ એટલે બ્લેકહોલ અને કમળ એટલે આપણી આકાશગંગા અને બ્રહ્મા એટલે આપણું સૂર્યમંડળ, રૂદ્ર એટલે વિનાશના કારક એવું હાઈડ્રોજન તત્વ જે હિલિયમમાં રૂપાંતર થઈ અને નાશનો કારક બનશે. આ ઉપરાંત પરાઅંબા એ આ સમગ્ર સૃષ્ટિનું શક્તિ તત્વ છે જેને આપણે વિજ્ઞાનના દ્રષ્ટિ કોણથી ઉર્જા કહી શકીએ છીએ, જે સ્ટિફન હોકિંગ્સના મતે અને દેવિભાગવતના મતે ‘સ્પેશ’માં રહેલ છે. તમને પ્રશ્ન થશે કે તો પછી, શિવતત્વનો આ ત્રિદેવમાં સમાવેશ નથી થતો તો તેનો જવાબ છે કે રુદ્ર અને શિવ સુક્ષ્મતમ રીતે વિજ્ઞાનની નજરે અલગ પડે છે એટલા માટે કે રુદ્ર તેમાંથી અલગ પડે છે અને શિવતત્વ એટલે જ્યારે કયારેય ક્યાંય કશું ન હતું ત્યારે જે તત્વ હતું તે પરમ નિરાકાર તત્વ અવકાશીય સમય સાથે મળતું તત્વ અને સમગ્રસૃષ્ટિનો સમય જેમાંથી છુટો પડ્યો છે તે મહાસમય જેને આપણે મહાકાળ કહીએ છીએ. આ અવકાશીય તત્વની રચનાને સમજવા માટે શિષ્યોને ખૂબ મુશ્કેલ પડ્યું ત્યારે આપણા ઋષીએ તે તત્વોના પાત્રો સર્જી અને કથા કરી અને તે કંઠોપકંઠ સાચવી.

યજ્ઞનું મહત્વ

2     1jpg

|| હિંદુ ધર્મમાં યજ્ઞનું મહત્વ ||

આપણી પ્રાચીન સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ ‘યજ્ઞ’ હશે. ભગવાનને અપાતી પવિત્ર આહુતિઓ એટલે યજ્ઞ. યજ્ઞ એ મૂળ સંસ્કૃતની યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. જેનો અર્થ દાન, દેવપૂજન તથા આહુતિ થાય છે. યજ્ઞ માત્ર પોતાના એક માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે તમે કરી શકો છો. યજ્ઞની પૂજા એવી છે જેને કરવાથી સંસારનું કલ્યાણ થાય છે. ધાર્મિક ગ્રંથો વાંચવા પર ખ્યાલ આવે છે કે યજ્ઞનું પ્રચલન વૈદિક યુગથી જ ચાલ્યું આવે છે. વૈદિક યુગમાં જ્યારે પણ કોઈ મુસીબતના સમાચાર મળે એટલે ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં યજ્ઞ કરતા જેથી આવનાર આપત્તિ ટળી જતી.

લોકો આજે ધર્મનું મહત્ત્વ અને તેની પાછળનું વિજ્ઞાન નથી સમજી શકતા, પરંતુ ખરેખર યજ્ઞનું પણ પોતાનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. જેમ અનાજના દાણાને માટીમાં ઉગાડવાથી બહુ બધો પાક આપણને મળે છે તેમ જ યજ્ઞમાં આહુતિમાં અપાતી વસ્તુ પણ અગ્નિમાં ભળીને સો ગણી વધુ શક્તિશાળી બની જાય છે, જેથી ઔષધ રૂપે તે મનુષ્ય સહિતનાં પ્રાણીઓનાં શરીરમાં સ્નાયુઓ, શ્વસનક્રિયા, પાચનક્રિયા, પ્રજનનક્રિયા, મૂત્રક્રિયા, હાડકાં અને લોહીના પરિભ્રમણ દરેક ઉપર ખૂબ જ સકારાત્મક અસર ઊભી કરે છે.

યજ્ઞકુંડમાંથી નીકળતો ધુમાડો વ્યક્તિના શ્વાસોચ્છ્વાસમાં જઈ શરીરને શુદ્ધ કરે છે. આમ, યજ્ઞ ખાલી ધાર્મિક દૃષ્ટિએ જ કરાય છે એવું નથી, તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ વિશેષ છે. આજના ભાગદોડભર્યા અને ખૂબ જ વ્યસ્ત જીવનમાં મનુષ્ય માનસિક રીતે ખૂબ જ અશાંત હોય છે. ત્યારે યજ્ઞ એક એવું માધ્યમ છે જે કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. વળી, પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વિતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધનપ્રાપ્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રમાં યજ્ઞનું ખૂબ મહત્ત્વ જણાવાયું છે. પૌરાણિક દૃષ્ટિએ જોઈએ તો આપણો ઇતિહાસ યજ્ઞના અનેક ચમત્કારોથી ભરેલો છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણને જે સંસ્કાર પ્રાપ્ત થાય છે તે બધી જ યજ્ઞની દેણ છે અને વૈજ્ઞાનિકો પણ એ વાત માનવા માંડયા છે કે યજ્ઞના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધતા અને હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે યજ્ઞથી વરસાદ સમયસર થાય છે. આદિકાળમાં ઋષિમુનિઓ વરસાદ લાવવા, દાનવોનો પ્રકોપ દૂર કરવા યજ્ઞો કરતા હતા.

યજુર્વેદમાં એવું પણ કહેવાયું છે કે, ‘જે યજ્ઞનો ત્યાગ કરે છે, ઈશ્વર એનો પણ ત્યાગ કરે છે.’ યજ્ઞને પુરાણોમાં સ્વર્ગની સીડી ગણવામાં આવી છે. વળી, યજ્ઞ દ્વારા આત્માનો સાક્ષાત્કાર અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં ગાયત્રીને માતા જ્યારે યજ્ઞને પિતા ગણવામાં આવ્યાં છે. યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે.

મનુષ્યનો જન્મ તેનાં માતા-પિતા દ્વારા થાય છે, પરંતુ શાસ્ત્રોમાં લખેલું છે કે ખરા અર્થમાં આધ્યાત્મિક દૃષ્ટિએ મનુષ્યનો જન્મ યજ્ઞકાર્ય કરવાથી થાય છે. સંસારમાં શારીરિક દૃષ્ટિએ જન્મ લેવો એ તો ધરતી ઉપર આવવાનો એક રસ્તો છે. ખરા અર્થમાં મનુષ્ય અંતર અને મનથી શુદ્ધ હોય ત્યારે એનું જીવન સાર્થક બને છે તથા આનું એક માધ્યમ યજ્ઞ જ છે. અગ્નિ એ યજ્ઞનું એક અભિન્ન અંગ છે અને અગ્નિ શક્તિ, ઊર્જા અને હંમેશાં આગળ વધવાનું પ્રતીક છે. અગ્નિ ઈશ્વર સમાન છે માટે યજ્ઞકાર્યમાં અગ્નિ પૂજનીય છે.

યજ્ઞના મુખ્ય પાંચ પ્રકાર છે. લોક, ક્રિયા, સ્નાતન ગૃહ, પંચભૂત અને મનુષ્ય. જ્યારે યજ્ઞનાં અંગોમાં સ્નાન, દાન, હોમ, જાપ એમ ચાર છે. વળી, અશ્વમેધ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ એ પૃથ્વી પરના બે મોટા યજ્ઞો માનવામાં આવે છે. જ્યારે ગૃહસ્થ ધર્મનાં યજ્ઞોમાં પાંચ યજ્ઞો આવેલા છે, જેમ કે બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. આમ, પાંચ યજ્ઞો હિન્દુ ધર્મ અનુસાર ગૃહસ્થ જીવનને અનુસરતાં અનુસરતાં દરેક લોકોએ કરવા જોઈએ.

|| યજ્ઞનો ઉદ્દેશ્ય ||

યજ્ઞનો એક પ્રમુખ ઉદ્દેશ્ય ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા લોકોને સત્પ્રયોજન માતે સંગઠિત કરવાનો છે. આ યુગમા સંઘ શક્તિ સૌથી પ્રમુખ છે.પરાસ્ત દેવોને પુનઃ વિજયી બનાવવા માતે પ્રજાપતિએ પોતાની પૃથક્-પૃથક્ શક્તિયોંનુ એકીકરણ કરીને સંઘ-શક્તિ ના રૂપ મેં દુર્ગા શક્તિ નુ પ્રાદુર્ભાવ કર્યુ.આ મધ્યમ્થી એમના દિવસ ફ્રરી ગયા અને સંક્ટ દૂર્ થયા. માનવ જાતિની સમસ્યા નો હલ સામૂહિક શક્તિ અને સંઘબદ્ધતા પર નિર્ભર છે, એકાકી-વ્યક્તિવાદી-અસંગઠિત લોકો દુર્બલ અને સ્વાર્થી માનવામા આવે છે.ગાયત્રી યજ્ઞોં નો વાસ્તવિક લાભ સાર્વજનિક રૂપથી, જન સહયોગથી સમ્પન્ન કરવાથીજ ઉપલબ્ધ થાય છે.

|| યજ્ઞનું તાત્પર્ય ||

ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસાર ના કલ્યાણ ના માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક સાઁસ લેવાનો અવસર મળે છે. હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણિમાત્રનને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણ માં સહાયક થાય છે. યજ્ઞ કાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનીત શબ્દ ધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે. આ પ્રકાર થોડા જ ખર્ચ અને પ્રયત્નથી યજ્ઞકર્તાઓ દ્વારા સંસારની મોટી સેવા શક્ય બને છે.

વૈયક્તિક ઉન્નતિ અને સામાજિક પ્રગતિનો બધો આધાર સહકારિતા, ત્યાગ, પરોપકાર આદિ પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. જો માતા પોતાના રક્ત-માંસમાંથી એક ભાગ નવા શિશુના નિર્માણ કરવા માટે ન ત્યાગે, પ્રસવની વેદના ન સહે, અપના શરીર નિચોવી તેને દૂધ ન પીવડાવે, પાલન-પોષણમાં કષ્ટ ન ઊપાડે અને આ બધું નિતાન્ત નિઃસ્વાર્થ ભાવથી ન કરે, તો પછી મનુષ્યનું જીવન-ધારણ કરી શકવું પણ સંભવ ન થાત. આમાટે કહેવામાં આવે છે કે મનુષ્ય નો જન્મ યજ્ઞ ભાવના દ્વારા અથવા તેને કારણે જ સંભવ થાય છે. ગીતાકારે આ જ તથ્યને આ પ્રકારે કહ્યો છે કે પ્રજાપતિએ યજ્ઞને મનુષ્ય સાથે જોડીયા ભાઈની જેમ પૈદા કરવામાં અને આ વ્યવસ્થા ની, એક બીજાંનું અભિવર્ધન કરતા બનેં ફૂલેં-ફળે.

જો યજ્ઞ ભાવનાની સાથે મનુષ્યને પોતાને કો જોડ્યો ન હોત, તો પોતાની શારીરિક અસમર્થતા અને દુર્બળતાના કારણે અન્ય પશુઓની પ્રતિયોગિતામાં તે ક્યારનોય પોતનું અસ્તિત્વ ખોઇ બેઠો હોત. તે અત્યાર સુધી જેટલો પણ આગળ વધ્યો છે, તેમાં તેની યજ્ઞ ભાવના જ એક માત્ર માધ્યમ છે. આગળ પણ જો પ્રગતિ કરવી હોય, તો તેનો આધાર આજ ભાવના હશે. પ્રકૃતિનો સ્વભાવ યજ્ઞ પરંપરાને અનુરૂપ છે. સમુદ્ર વાદળોને ઉદારતાપૂર્વક જળ આપે છે, વાદળ એક સ્થાનથી બીજા સ્થાન સુધી તેને ઢસડીને લઈ જાઈને વરસાવવાનો શ્રમ વહન કરે છે. નદી, નાળા પ્રવાહિત થઈ ભૂમિને સીંચે અને પ્રાણિઓની તરસ બુઝાવે છે. વૃક્ષ અને વનસ્પતિઓ પોતાના અસ્તિત્વનો લાભ અન્યોને જ દે છે. પુષ્પ અને ફળ અન્યને માટે જ જીવે છે. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, વાયુ આદિની ક્રિયાશીલતા તેમના પોતાના લાભ માટે નહીં, પણ બીજાના માટે જ છે. શરીરના પ્રત્યેક અવયવ પોતાના નિજના માટે નહીં, પણ સમસ્ત શરીર ના લાભ માટે જ અનવરત ગતિથી કાર્યરત રહે છે. આ પ્રકારે જ્યાં પણ દૃષ્ટિપાત કરવામાં આવે આવે, આ જ પ્રકટ થાય છે કે આ સંસારમાં જો કાંઈ સ્થિર વ્યવસ્થા છે, તે યજ્ઞ વૃત્તિ પર જ અવલમ્બિત છે. જો આને હટાવી દેવામાં આવે , તો આખી સુન્દરતા, કુરૂપતામાં અને આખી પ્રગતિ, વિનાશમાં પરિણિત થઈ જશે. ઋષિઓએ કહ્યું છે- યજ્ઞ જ આ સંસાર ચક્રની ધરી છે. ધરી તૂટી જવાથી પર ગાડ઼ીનું આગળ વધી શકવું કઠિન છે.

|| યજ્ઞીય વિજ્ઞાન ||

મન્ત્રોમાં અનેક શક્તિ ના સ્રોત દબાયેલ છે. જે પ્રકારે અમુક સ્વર-વિન્યાસ યુક્ત શબ્દોની રચના કરવાથી અનેક રાગ-રાગનિઓ બની જતી હોય છે અને તેમનો પ્રભાવ સાંભળવાવાળા પર વિભિન્ન પ્રકારે થાય છે, તેજ પ્રકારે મંત્રોચ્ચારણથી પણ એક વિશિષ્ટ પ્રકારની ધ્વનિ તરંગ નિકળે છે અને તેમનો ભારી પ્રભાવ વિશ્વવ્યાપી પ્રકૃતિ પર, સૂક્ષ્મ જગત પર તથા પ્રાણિઓના સ્થૂલ તથા સૂક્ષ્મ શરીરો પર પડે છે. યજ્ઞ દ્વારા શક્તિશાલી તત્ત્વ વાયુમંડળમાં ફેલાવાય છે, તેનાથી હવામાં ઘૂમતા અસંખ્ય રોગ કીટાણુ સહજ જ નષ્ટ થાય છે. ડી.ડી.ટી., ફિનાઈલ આદિ છાંટીને, બીમારિઓથી બચાવ કરવાવાળી દવાઓ અથવા સોય(ઈંજેક્શન) લેવાથી પણ કઈંક અધિક કારગર ઉપાય યજ્ઞ કરવાનો છે. સાધારણ રોગો અને મહામારિઓથી બચવાનો યજ્ઞ એક સામૂહિક ઉપાય છે. દવાઓમાં સીમિત સ્થાન અને સીમિત વ્યક્તિઓ ને જ બીમારિઓથી બચાવવાની શક્તિ છે; પણ યજ્ઞનો વાયુ તો સર્વત્ર જ પહોંચે છે અને પ્રયત્નન ન કરવાવાળા પ્રાણીઓની પણ સુરક્ષા કરાય છે. મનુષ્યની જ નહીં, પશુ-પક્ષીઓ, કીટાણુઓ અને વૃક્ષ-વનસ્પતિઓ ના આરોગ્યની પણ યજ્ઞથી રક્ષા થાય છે.

યજ્ઞની ઊષ્મા મનુષ્યના અંતઃકરણ પર દેવત્વની છાપ પાડતી છે. જ્યાં યજ્ઞ થાય છે, તે ભૂમિ અને પ્રદેશ સુસંસ્કારોની છાપ પોતાની અન્દર ધારણ કરી લે છે અને ત્યાં જવાવાળા પર દીર્ઘકાળ સુધી પ્રભાવ પાડતી રહે છે. પ્રાચીનકાળમાં તીર્થ ત્યાંજ બન્યા છે, જ્યાં મોટા-મોટા યજ્ઞ થયા હતાં. જે ઘરોંમાં, જે સ્થાનોંમાં યજ્ઞ થાય છે, તે પણ એક પ્રકારે તીર્થ બની જાય છે અને ત્યાં જેમનું આગમન રહે છે, તેમની મનોભૂમિ ઉચ્ચ, સુવિકસિત અને સુસંસ્કૃત બને છે. મહિલાઓ, નાના બાળક અને ગર્ભસ્થ બાળક વિશેષ રૂપથી યજ્ઞ શક્તિથી અનુપ્રાણિત થાય છે. તેમને સુસંસ્કારી બનાવવા માટે યજ્ઞીય વાતાવરણની સમીપતા ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે.

કુબુદ્ધિ, કુવિચાર, દુર્ગુણ અને દુષ્કર્મોંથી વિકૃત મનોભૂમિમાં યજ્ઞથી ભારી સુધાર થાય છે. આ માટે યજ્ઞ ને પાપનાશક કહ્યું છે. યજ્ઞીય પ્રભાવથી સુસંસ્કૃત થયેલી વિવેકપૂર્ણ મનોભૂમિ પ્રતિફલ જીવનના પ્રત્યેક ક્ષણને સ્વર્ગીય આનન્દથી ભરી દે છે, આ માટે યજ્ઞને સ્વર્ગ દેવાવાળો કહ્યો છે. યજ્ઞીય ધર્મ પ્રક્રિયાઓમાં ભાગ લેવાથી આત્મા પર ચઢેલા મલ-વિક્ષેપ દૂર થાય છે. ફલસ્વરૂપ તેજીથી તેમાં ઈશ્વરીય પ્રકાશ જાગે છે. યજ્ઞથી આત્મામાં બ્રાહ્મણ તત્ત્વ, ઋષિ તત્ત્વની વૃદ્ધિ દિનાનુ-દિન થાય છે અને આત્માને પરમાત્માથી મળાવવાનો પરમ લક્ષ્ય ખૂબ સરલ થઈજાય છે. આત્મા અને પરમાત્મા ને જોડી દેવાનો, બાંધી દેવાનું કાર્ય યજ્ઞાગ્નિ દ્વારા આમ જ થાય છે, જેમ લોખંડના તૂટેલા ટુકડાને રેણ (વેલ્ડીંગ)ની અગ્નિ જોડી દે છે. બ્રાહ્મણત્વ યજ્ઞના દ્વારા પ્રાપ્ત થાય છે. આ માટે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા માટે એક તૃતિયાંશ જીવન યજ્ઞ કર્મ માટે અર્પિત કરવું પડે છે. લોકોના અંતઃકરણમાં અન્ત્યજ વૃત્તિ ઘટે-બ્રાહ્મણ વૃત્તિ વધે, આને માટે વાતાવરણમાં યજ્ઞીય પ્રભાવની શક્તિ ભરવી આવશ્યક છે.

વિધિવત કરેલા યજ્ઞ એટલાં પ્રભાવશાળી હતાં, જેના દ્વારા માનસિક દોષોં-ર્દુગુણોનું નિષ્કાસન અને સદ્દ્ગુણોનું અભિવર્ધન નિતાન્ત સંભવ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, કાયરતા, કામુકતા, આલસ્ય, આવેશ, સંશય આદિ માનસિક ઉદ્વેગોની ચિકિત્સા માટે યજ્ઞ એક વિશ્વસ્ત પદ્ધતિ છે. શરીરના અસાધ્ય રોગો સુધ્ધાંનું નિવારણ તેનાથી થઈ શકે છે. અગ્નિહોત્રના ભૌતિક લાભપણ છે. વાયુને આપણે મળ, મૂત્ર, શ્વાસ તથા મિલ-કારખાના ધુમાડા આદિથી ગન્દા કરીએ છીએ. ગંદા વાયુ રોગોનું કારણ બને છે. વાયુને જેટલો ગંદો કરીએ, તેટલો જ તેને શુદ્ધપણ કરવો જોઈએ. યજ્ઞોંથી વાયુ શુદ્ધ થાય છે. આ પ્રકારે સાર્વજનિક સ્વાસ્થ્યની સુરક્ષાનું એક મોટું પ્રયોજન સિદ્ધ થાય છે.

યજ્ઞનો ધૂમ્ર આકાશમાં-બાદલોળોમાં જઈ ખાદ બની મળી જાય છે. વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે, તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેના સેવનથી મનુષ્ય તથા પશુ-પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે. યજ્ઞાગ્નિ ના માધ્યમથી શક્તિશાલી બનેલો મન્ત્રોચ્ચાર ધ્વનિના કમ્પન, સુદૂર ક્ષેત્રમાં વિખરાઈ લોકોનો માનસિક પરિષ્કાર કરે છે, ફળસ્વરૂપ શરીરની જેમ માનસિક સ્વાસ્થ્યપણ વધે છે.

અનેક પ્રયોજનો માટે-અનેક કામનાઓની પૂર્તિ માટે, અનેક વિધાનો સાથે, અનેક વિશિષ્ટ યજ્ઞ પણ કરી શકાય છે. દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરી ચાર ઉત્કૃષ્ટ સન્તાન પ્રાપ્ત કરી હતી, અગ્નિપુરાણમાં તથા ઉપનિષદોમાં વર્ણિત પંચાગ્નિ વિદ્યામાં આ રહસ્ય ખૂબ વિસ્તારપૂર્વક બતાવાયું છે. વિશ્વામિત્ર આદિ ઋષિ પ્રાચીનકાળમાં અસુરતા નિવારણ માટે મોટા-મોટા યજ્ઞ કરતાં હતાં. રામ-લક્ષ્મણને આવા જ એક યજ્ઞની રક્ષા માટે સ્વયં જવું પડ્યું હતું . લંકા યુદ્ધ બાદ રામે દસ અશ્વમેધ યજ્ઞ કર્યાં હતાં. મહાભારત પશ્ચાત્ કૃષ્ણે પણ પાંડવોથી એક મહાયજ્ઞ કરાવ્યો હતો, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધજન્ય વિક્ષોભથી ક્ષુબ્ધ વાતાવરણની અસુરતાનો સમાધાન કરવાનો જ હતો. જ્યારે પણ આકાશના વાતાવરણમાં અસુરતાની માત્રા વધી જાય, તો તેનો ઉપચાર યજ્ઞ પ્રયોજનોથી વધુ બીજો કાંઈ હોઈ ન શકતો. આ પાછલા બે વિશ્વયુદ્ધો ના કારણે જનસાધારણમાં સ્વાર્થપરતાની માત્રા અધિક વધી જવાથી વાતાવરણમાં એવો જ વિક્ષોભ ફરી ઉત્પન્ન થઈ ગયો છે. તેના સમાધાન માટે યજ્ઞીય પ્રક્રિયાને પુનર્જીવિત કરવી આજની સ્થિતિમાં હજી પણ અધિક આવશ્યક થઈ ગઈ છે.

|| યજ્ઞીય પ્રેરણાઓ ||

યજ્ઞ આયોજનો પછળ જ્યાં સંસારની લૌકિક સુખ-સમૃદ્ધિને વધારવાની વિજ્ઞાન સમ્મત પરંપરા સન્નિહિત છે-જ્યાં દેવ શક્તિઓના આવાહન-પૂજનનો મંગલમય સમાવેશ છે, ત્યાં લોકશિક્ષણની પણ પ્રચુર સામગ્રી ભરી પડ઼ી છે. જે પ્રકારે ‘મણકા ઘોડી'(અબૅકસ)માં લાગેલી રંગીન લકડાના ગોળીઓ બતાવી નાના વિદ્યાર્થિઓને ગણતરી શીખવાડવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞનું દૃશ્ય દેખાડી લોકોને એ પણ સમઝાઈ જાય છે કે અમારા જીવનની પ્રધાન નીતિ ‘યજ્ઞ’ ભાવથી પરિપૂર્ણ હોવી જોઈએ. આપણે યજ્ઞ આયોજનોમાં લાગીએ-પરમાર્થ પરાયણ બનીએ અને જીવનને યજ્ઞ પરંપરામાં ઢાળીએ. અમારું જીવન યજ્ઞના સમાન પવિત્ર, પ્રખર અને પ્રકાશવાન થાય. ગંગા સ્નાનથી જે પ્રકારે પવિત્રતા, શાન્તિ, શીતલતા, આદરતાને હૃદયંગમ કરવાની પ્રેરણા લેવામાં આવે છે, તેજ પ્રકારે યજ્ઞથી તેજસ્વિતા, પ્રખરતા, પરમાર્થ-પરાયણતા અને ઉત્કૃષ્ટતાનું પ્રશિક્ષણ મળે છે. યજ્ઞની પ્રક્રિયાને જીવન યજ્ઞનો એક રિહર્સલ કહી શકાય છે. પોતાના ઘી, સાકર, મેવા, ઔષધિઓ આદિ બહુમૂલ્ય વસ્તુઓ જે પ્રકારે આપણે પરમાર્થ પ્રયોજનો હોમ કરીએ છીએ, તેની જેમ જ પોતાની પ્રતિભા, વિદ્યા, બુદ્ધિ, સમૃદ્ધિ, સાર્મથ્ય આદિ ને પણ વિશ્વ માનવના ચરણોંમાં સમર્પિત કરવી જોઈએ. આ નીતિને અપનાવવાળી વ્યક્તિ ન કેવળ સમાજનું, બલ્કિ પોતનું પણ સાચું કલ્યાણ કરે છે. સંસારમાં જેટલા પણ મહાપુરુષ, દેવમાનવ થયા છે, તે દરેકે આ જ નીતિનું પાલન કર્યું છે. જે ઉદારતા, ત્યાગ, સેવા અને પરોપકાર માટે પગ નથી વધારી શકતો, તેને જીવનની સાર્થકતાનો શ્રેય અને આનંદપણ નથી મળી શકતો. યજ્ઞીય પ્રેરણાઓનું મહત્ત્વ સમજાવતા ઋગ્વેદમાં યજ્ઞાગ્નિને પુરોહિત કહેવામાં આવ્યો છે. તેની સીખ પર ચાલી લોક-પરલોક બનેં સુધારી શકાય છે. તે વે શિક્ષાઓ આ પ્રકારે છે-

૧- જો કાંઈ આપણે બહુમૂલ્ય પદાર્થ અગ્નિ માં હવન કરીએ છીએ, તેને તે પોતાની પાસે સંગ્રહ કરી નથી રાખતો, પણ તેને સર્વસાધારણના ઉપયોગ માટે વાયુમંડળમાં વિખેરી દે છે. ઈશ્વર પ્રદત્ત(અર્પિત) વિભૂતિઓનો પ્રયોગ આપણે પણ એવો જ કરવો, જેવો આપણા યજ્ઞ પુરોહિત પોતાના આચરણ દ્વારા શીખવાડે છે. આપણી શિક્ષા, સમૃદ્ધિ, પ્રતિભા આદિ વિભૂતિઓનો ન્યૂનતમ ઉપયોગ આપણા માટે અને અધિકાધિક ઉપયોગ જન-કલ્યાણ માટે હોવો જોઈએ.

૨- જે વસ્તુ અગ્નિના સમ્પર્કમાં આવે છે, તેનો તે તિરસ્કાર નહીં, પણ પોતાનામાં આત્મસાત કરી પોતાનો સમાન જ બનાવી લે છે. જો પછાત અથવા નાના અથવા ખોવાયેલ વ્યક્તિના સમ્પર્કમાં આવીએ, તો તેમને આપણે આત્મસાત કરીને અને સમાન બનાવવાનો આદર્શ પૂરો કરીએ.

૩- અગ્નિની જ્વાળા કે તેનો જ દબાવ પડવાથી પણ નીચેની તરફ નહિ જાય, પણ ઊપર જ રહે છે. પ્રલોભન, ભય કે આપણી સામે કેમ ન હોય, આપણે પોતાના વિચારો અને કાર્યોંની અધોગતિ ન થવા દઈએ. વિષમ સ્થિતિઓમાં પોતાના સંકલ્પ અને મનોબળ અગ્નિ શિખાની જેમ ઊચા જ રાખીએ.

૪- અગ્નિ જ્યાર સુધી જીવિત છે, ઉષ્ણતા અને પ્રકાશની પોતાની વિશેષતાઓ નથી છોડતી. તેજ પ્રકારે આપણે પણ પોતાની ગતિશીલતાની ગર્મી અને ધર્મ-પરાયણતાની રોશની ઘટવા ન દેવી જોઈએ. જીવન ભર પુરુષાર્થી અને કર્ત્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ.

૫- યજ્ઞાગ્નિની અવશેષ ભસ્મ મસ્તક પર લગાડતા આપણને એ શીખવે છે કે માનવ જીવનનો અન્ત મુટ્ઠીભર ભસ્મના રૂપમાં શેષ રહી જાય છે. આ માટે પોતાના અંતને ધ્યાનમાં રાખી જીવનના સદુપયોગના પ્રયત્ન કરવા જોઈએ.

પોતાની થોડીક વસ્તુને વાયુરૂપ બનાવી તેમને સમસ્ત જડ઼-ચેતન પ્રાણિઓને વગર કોઈ પોતાના-પારકા, મિત્ર-શત્રુના ભેદ કરી શ્વાસ દ્વારા આ પ્રકારે ગુપ્તદાનના રૂપમાં ખીલવી દેવું કે તેમને ખબર પણ ન પડે કે કોઈ દાનીએ અમારામાં આટલા પૌષ્ટિક તત્ત્વ ખીલવી દીધાં, ખરેખર એક શ્રેષ્ઠ બ્રહ્મભોજનું પુણ્ય પ્રાપ્ત કરવુ છે અને ઓછા ખર્ચમાં ખૂબ અધિક પુણ્ય પ્રાપ્ત કરવાનો યજ્ઞ એક સર્વોત્તમ ઉપાય છે.

યજ્ઞ સામૂહિકતાનું પ્રતીક છે. અન્ય ઉપાસનાઓ અથવા ધર્મ-પ્રક્રિયાઓ એવી છે, જેને કોઈ એકલો કરી કે કરાવી શકે છે; પણ યજ્ઞ અવું કાર્ય છે જેમાં અધિક લોકોના સહયોગની આવશ્યકતા છે. હોળી આદિ મોટા યજ્ઞ તો સદા સામૂહિક જ થાય છે. યજ્ઞ આયોજનોંથી સામૂહિકતા, સહકારિતા અને એકતાની ભાવનાઓ વિકસિત થાય છે.

પ્રત્યેક શુભ કાર્ય, પ્રત્યેક પર્વ-ત્યહવાર, સંસ્કાર યજ્ઞ સાથે સમ્પન્ન થાય છે. યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો પિતા છે. યજ્ઞ ભારતની એક માન્ય અને પ્રાચીનતમ વૈદિક ઉપાસના છે. ધાર્મિક એકતા અને ભાવનાત્મક એકતાને લાવવા માટે આવા આયોજનોની સર્વમાન્ય સાધનાનો આશ્રય લેવો એ સૌ પ્રકારે દૂરદર્શિતાપૂર્ણ છે.

પોતાના બધાં કર્મકાંડો, ધર્માનુષ્ઠાનો, સંસ્કારો, પર્વોમાં યજ્ઞ આયોજન મુખ્ય છે. તેનો વિધિ-વિધાન જાણી લેવા અને તેમનો પ્રયોજન સમજી લેવાથી તે બધાં ધર્મ આયોજનોની અધિકાંશ આવશ્યકતા પૂરી થઈ જાય છે. લોકમંગલ માટે, જન-જાગરણ માટે, વાતાવરણના પરિશોધન માટે સ્વતંત્ર રૂપે પણ યજ્ઞ આયોજન સમ્પન્ન કરી શકાય છે. સંસ્કારોં અને પર્વ-આયોજનોમાં પણ તેની જ પ્રધાનતા છે.

પંચામૃતનુ મહત્ત્વ

9   10

|| પંચામૃતનુ મહત્ત્વ ||
દૂધ દહીં,ઘી,મધ અને સાકરથી યુક્ત પંચામૃત તમારા સ્નાન માટે લાવ્યો છું, માટે હે પ્રભુ! તેનો સ્વીકાર કરો.’
* પંચામૃતથી સ્નાન !
પૂજા કરતી વખતે આ મંત્ર આપણે કેટલીય વાર બોલીએ છીએ. સોપારીને મંત્રિત કરીને તેના ગણપતિ બનાવવાના અને તેને પંચામૃતનું સ્નાન કરાવવાનું. લક્ષ્મીપૂજનમાં લક્ષ્મીને પંચામૃતનું સ્નાન કરાવવાનું, બાલકૃષ્ણ અને ભગવાન શિવજીને પણ પંચામૃતનો અભિષેક કરી નવરાવવાના! પંચામૃતના અભિષેક વગર આપણી પૂજા અધૂરી જ રહે છે. ત્યારે ઘણી વાર થાય કે, પંચામૃતથી એટલે કે દૂધ, દહીં, સાકર, ઘી અને મધ આ પાંચેના મિશ્રણથી ભગવાનને નવરાવવાનું કારણ? અને આ પંચામૃતથી નવરાવ્યા પછી વળી પાછું તેને પાણીથી નવરાવવાનું! આ ઊલટો ધંધો કીધો કોણે? ઘી અને મધ ચોપડીને તે સ્નાન થતું હશે? સ્નાનનો હેતુ જ શુદ્ધિ છે તો પછી મધ ચોપડીને શુદ્ધિ ક્યાંથી આવી? ઘી લગાડીને કે સાકર ઘસીને શુદ્ધિ ક્યાંથી આવે?
તે પણ ભગવાનને આ પાંચેથી સ્નાન કરાવવાનું? ભલા ભગવાનને અને સ્નાનની જરૂર? એ વળી કયે દિવસે મલિન થવાના હતા?
પરંતુ આ પંચામૃત સ્નાન પાછળ એક સુંદર ઉન્નત ભાવ છે. તે સમજવો જરૂરી છે.
* પંચામૃત સ્નાન પાછળનો હેતુ
ભગવાનની પૂજા આપણા વિકાસ માટે છે. આત્મોન્નતિ માટે છે, નહિ કે ભગવાનને જરૂર છે માટે. જે રીતે ભગવાનને ચરણે ઘરેલું પુષ્પ એ આપણા જીવનપુષ્પનું પ્રતીક છે; આપણું જીવનપુષ્પ સુંદર, સુગંધિત અને કોમળ બનાવી ભગવાનને ચરણે ધરવાનું, રસયુક્ત ફળ આપણા રસમય જીવનનું પ્રતીક છે, તેવી રીતે પંચામૃત આપણા જીવનવિકાસને લક્ષમાં રાખીને જ કરવાનું હોય છે, પંચામૃત સ્નાન એ આપણા વિકાસનું દ્યોતક છે.
ભગવાનના મસ્તક પર જ્યારે પંચામૃતનો અભિષેક કરીએ છીએ, ત્યારે સફેદ,શુભ,ધવલ દૂધની ધાર દેખાય છે. દૂધ શુભ્ર છે. આપણું જીવન પણ શુભ્ર હોવું જોઈએ. આપણી કીર્તિ પણ દૂધ જેવી ધવલ હોવી જોઈએ. આપણું જીવન નિર્વિકારી, નિર્મળ અને પવિત્ર હોવું જોઈએ. આવું નિર્મળ જીવન પ્રભુને ચરણે ઓળધોળ કરવાનું. પયસ્નાન કરાવતી વખતે આપણું જીવન શુભ્ર બનાવવું છે, અને પવિત્ર થયેલા જીવનનો ભગવાન પર અભિષેક કરવાનો છે, તેનું સતત ધ્યાન રહેવું જોઈએ.
દૂધ એ જાણે આપણા ઊજળા યશનું પ્રતીક છે. દૂધની માફક આપણો એ ઊજળો યશ ઈશ્વરને સમર્પિત કરવાનો છે તેનો સતત ખ્યાલ રહેવો જોઈએ અને તે દૂધ પણ કેવું?
કામધેનોઃ સમુદ્ભત્ દેર્વિષપિત્તૃપિદમ્ ।
પયોદદમિ દેવેશ રુનાર્થ પ્રતિગુહ્યતામ્ ।।
‘કામધેનુ ગાયનું, દેવ, ઋષિ અને પિતૃઓને તૃપ્તિ આપનારું દૂધ હું તમને આપું છું. માટે હે પ્રભુ, તે દૂધનો તમે સ્નાન માટે સ્વીકાર કરો.’ પયસ્નાન પછી ભગવાનને દહીંથી નવરાવવાના.
ચન્દ્રમંડલસકાશંલશંસર્વદેવપ્રિયદધિ ।
રુનાર્થ તે મયાદત્તં પ્રીત્યર્થં પ્રતિગૃહ્યતામ્ ।।
‘ચંદ્ર જેવું સફેદ અને બધા દેવોને પ્રિય એવું દહીં, સ્નાન માટે અર્પણ કરું છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો.’
દહીમાં ‘સ્નેહ’ તો છે જ. પરંતુ દહીંનો એક વિશિષ્ટ ગુણ છે. દહીં બીજાને પોતાના જેવું બનાવે છે. અધમણ દૂધમાં ચમચો દહીં મેળવણ તરીકે નાંખીએ તો બધું જ દૂધ, દહીં બની જવાનું. આપણી બુદ્ધિ પણ આ દહીં જેવી, મેળવણ જેવી બનાવવાની. ગમે ત્યાં જઈએ પણ બુદ્ધિ પોતાનો રંગ ન બદલે, બીજામાં મેળવણની જેમ ભળી જાય. સહુમાં ભળે પણ પોતાનું વ્યક્તિત્વ હેમખેમ રાખો. બીજાને પોતાના જેવા સત્શીલ અને સત્વૃત્તિના બનાવે અને બીજાને પોતાના રંગે રંગી દે તેવી બુદ્ધિ (અર્થાત્ સત્માર્ગે રંગી દે તેવી) પ્રભુ ચરણે ધરવાની. જતન કરીને જાળવેલું દહીંરૂપ વ્યક્તિત્વ ઈશ્વરને સમર્પિત કરવાનું.
ભગવાનને દહીંનો અભિષેક કરવા પાછળનો, દહીંથી સ્નાન કરાવવા પાછળનો ભાવ સમજવા જેવો છે. અને આપણી બુદ્ધિ તેવી થાય તે માટે આપણે સતત જાગૃત રહેવું જરૂરી છે.
દધિસ્નાન થયા પછી ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવીએ છીએ અને શુદ્દોદકં સ્ત્રાનાસ્તે ધૃતસ્ત્રાનં સમર્પયામિ ।
ઘીનું વૈશિષ્ટય તેની સ્નિગ્ધતામાં છે.
ભગવાનને ધૃતસ્નાન કરાવતી વખતે આપણે સતત લક્ષમાં રાખવું જોઈએ કે, આપણું જીવન પણ ઘીના જેવું સ્નેહયુક્ત બનાવવું છે. આપણા બધા સંબંધો સ્નેહાળ રાખવાના છે. ફક્ત પ્રિય બોલીને, મીઠું બોલીને ન ચાલે. પણ આપણું જીવન પણ આવું બનાવવાનું છે.
ઘીથી સ્નાન કરાવતી વખતે
નવનીતસમુત્કા સર્વસંતોષકારમ્ |
ધૃતં તુમ્યં પ્રદાસ્યામિ સ્ત્રાનર્થં પ્રતિગૃહ્યતામ્ ।।
‘નવનીતમાંથી નિર્માણ થયેલું અને બધાને સંતોષ આપનારું’ ઘી’ હું સ્નાનાર્થે તમને અર્પણ કરું છું,તો કૃપા કરી તેનો સ્વીકાર કરો, બોલી ભગવાનને ઘીથી સ્નાન કરાવવાનું.
માનવીમાત્રને સ્નેહાળ હૂંફની જરૂર છે, પછી તે પતિની હોય કે પત્નીની, માતાની હોય કે પિતાની, ભાઈની હોય કે બહેનની, મિત્રની હોય કે સ્નેહીની, હૂંફ મળે તો જ જીવન વિકસિત થાય. આપણું જીવન પણ આવું સ્નેહયુક્ત બને, આપણા સહયાત્રીઓને (જીવનમાં) આવો સ્નેહ પીરસીએ. આપણી હૂંફ તેમને આપીએ, અને આવું સ્નેહાળ સ્નિગ્ધ જીવન ભગવાનને ચરણે ધરીએ, જ્યાં સ્નેહ છે, ત્યાં જીવનનો કલહ નથી, જીવનમાં કર્કશતા નથી, સર્વત્ર આનંદ જ આનંદ છે. જ્યાં સ્નેહનો ઉદધિ ઉછળતો હોય ત્યાં આનંદ અને ઉલ્લાસનો મધુર છંટકાવ જ હોય ને!
ઘીથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને મધથી સ્નાન કરાવવાનું.
સવૌંષધિસમુત્પન્નં પીયૂસદ્શંમધુ ।
સ્ત્રાનાર્થં તે પ્રચ્છામિ ગૃહણ પરમેશ્વર ।।
‘બધી ઔષધિઓથી ઉત્પન્ન થયેલા અમૃત જેવું આ મધ તમને સ્નાન માટે આપું છું. હે ભગવાન! તમે તેનો સ્વીકાર કરો.’
જીવનને દૂધના જેવું ધવલ-ઊજળું બનાવ્યું, પોતાનો રંગ ન બદલાતાં બીજાના જીવનને સત્શીલ બનાવે તેવા દહીં જેવી પ્રભાવી બુદ્ધિ તૈયાર થઈ. સ્નેહયુક્ત જીવન બને તે માટે ધૃતસ્નાન કરાવ્યું. પરંતુ કોઈને જીવનમાં મીઠી હૂંફ આપવી. એ પણ પૂરતું નથી. જો મધનું સ્નાન ન હોય તો સ્નાન અધૂરું ગણાય એમ જીવન પણ અધૂરું જ ગણાય. મધમાં મીઠાશ તો છે જ પણ તે પુષ્ટિદાયક છે. આપણું જીવન પુષ્ટ થયું હશે તો જ આ કરાળ કાળમાં આસુરી વૃત્તિને ખાળી શકીશું. જીવન પુષ્ટ થયું હશે તો શ્રીમદ્ વલ્લભાચાર્યે કહ્યું છે, તેમ ભગવાનનો – ભગવદ્ પ્રેમનો આનંદ માણી શકાશે.
જીવન એક સંગ્રામ છે, દૈવાસુર વૃત્તિનો સતત સંઘર્ષ ચાલે છે. જો પુષ્ટ જીવન નહીં હોય, તો લડી કેમ શકાશે? જીવન સામર્થ્યશીલ હોવું જોઈએ. ભક્ત કવિ સુરદાસ કહે છે, તેમ ‘અપબલ, તપબલ ઔર બાહુબલ, ચોથા હૈ બલરામ.’ જીવનને આ ચાર બળ મેળવીને પુષ્ટ કરવાનું અને પુષ્ટ થયેલું જીવન પ્રભુચરણે ધરવાનું. આત્મસમર્પણ કરવાનું.
મધુ સ્નાન પછી ભગવાનને છેલ્લે શર્કરાસ્નાન કરાવવાનું.
દક્ષુદંડસમુદ્ધતા દિવયશર્કરયાહરિમ ।
સ્ત્રાપયામિસદા ભકત્યાપ્રીતિ જીવસુરેશ્વર ।।
‘શેરડીમાંથી બનેલી આ પવિત્ર સાકરથી, હે ભગવાન, હું તમને ભક્તિથી સ્નાન કરાવું છું, તો મારા પર પ્રસન્ન થાઓ.’ આમ કહી ભગવાનને શર્કરાસ્નાન કરાવવાનું.
વાસ્તવિક ભગવાનને શર્કરાસ્નાન કરાવવા જેવી હાસ્યાપદ બીજી એકેય વાત નથી. પરંતુ તેની પાછળનું હાર્દ સમજવા જેવું છે. જીવનમાં શર્કરાની મીઠાશ લાવવાની છે. બધું જ હોય, પણ જીવનમાં મીઠાશ જ ન હોય તો તે જીવન શું કામનું? અને મીઠાશ વાણીથી વ્યક્ત થાય છે. આપણામાં કહેવત છે ને કે જેની જીભ કડવી તેનું બધું જ કડવું. તેથી ઋષિઓએ કહ્યું છે કે,’તું સાચું બોલે તે પણ પ્રિયકર બોલજે.’
સત્યં બ્રુયાત્ પ્રિયં બ્રુયાત્ નાપ્રિયં કદાચન । તો જીવનમાં મીઠાશ આવશે.
માનવીએ સમૂહમાં રહેવાનું છે, સમૂહમાં જીવવાનું છે અને સમૂહમાં રહેવું હોય તો જીવનમાં મીઠાશ લાવવી પડશે. સુભાષિતકારે કહ્યું છે. પ્રિય બોલવાથી સર્વેને આનંદ થાય છે, તો પ્રિય શા માટે ન બોલવું? અર્થાત્ વિકાસના શરૂઆતનાં પગથિયે ભલે ‘પોલિસી’ તરીકે પણ તું મીઠું બોલ, હળવે હળવે તારો સ્વભાવ થઈ જશે. પણ એ યાદ રાખજે કે તને પોલિસી તરીકે મીઠું બોલવાની ટેવ પડી ન જાય. નહીં તો તે દંભ ગણાશે.
માણસના મનની અવસ્થા એની વાણીમાં વ્યક્ત થયા વિના રહેતી નથી. મનનું આ માધુર્ય વાણી રૂપે વ્યક્ત થઈને વહે અને એની નરી મીઠાશ પણ જો ઈશ્વરને ચરણે નહિ ધરીએ તો આ જીવનની કડવાશ કેમ જશે?
* પંચામૃત સ્નાન-અમૃતમય જીવનનું પ્રતીક
માત્ર વાણીની મીઠાશ તો ખુશામતમાં પરિણમે. પરંતુ એ પ્રિય વાણીમાં આખુ હૃદય પારદર્શક રીતે પ્રગટ થતું હોય તો એ નર્યા સ્નેહનું પ્રતીક છે, ઘી એ આ હૃદયની સ્નિગ્ધતાનું સૂચન કરે છે, પયસ્નાન ઊજળા જીવનનું પ્રતીક છે. દધિસ્નાન એ બુદ્ધિને મેળવણી જેવી બનાવ, બીજાને પણ તારા જેવા સત્શીલ બનાવ એવું સૂચન કરે છે. આવું જીવન બનાવ્યા પછી- એટલે જીવનમાં સ્નેહ ભર્યો હોય, ભારોભાર મીઠાશ પણ હોય પણ એમાં જો રસાયણ પામેલી ર્સ્ફૂિત ન હોય તો એ યાંત્રિકતા જ બની જાય. મધુસ્નાન આપણને એ યાંત્રિકતામાંથી બચાવે અને જીવન પુષ્ટ કરવાની પ્રેરણા આપે. પંચામૃત સ્નાનની સમજણ આપતાં પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીએ સરસ કહ્યું છે, ‘પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી તેમાંથી છૂટકારો ન લેતાં આપણું જીવન પણ આવું બનાવવાનું છે. તે માટે સતત જાગરૂક રહી પ્રયત્નશીલ રહેવાનું છે. આપણા જીવનમાં આ પાંચ ગુણો આવશે તો જીવન ઝેર જેવું ન લાગતાં અમૃત જેવું લાગશે.’
પંચામૃતસ્નાન એ આપણા અમૃતમય થયેલા જીવનનું પ્રતીક છે, અમૃતમય જીવન બનાવવાની સતત પ્રેરણા આપે છે. આવા જીવનથી પલાળી નાખવા તેનું સૂચક છે. તે ભાવ સમજી આપણે ભગવાનને પંચામૃત સ્નાન કરાવીએ.

 

અઢાર પુરાણ

1

2

|| અઢાર પુરાણ ||

પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. ત્રિકાળનો સમાવેશ પુરાણોમાં છે એટલે કે ભૂતકાળમાં જે થયું, વર્તમાનમાં જે થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે જાણવા મળે છે. પુરાણોમાં હિન્દુ દેવી-દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે. તેની ભાષા સરળ હોવાની સાથે કથા-વાર્તા સ્વરૂપે છે. છતાં પણ પુરાણોને વેદો અને ઉપનિષદો જેટલી પ્રતિષ્ઠા મળી નથી.

પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે. પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદાં-જુદાં દેવી દેવતાઓને આધારે ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની કથા-વાર્તાઓ આપવામાં આવી છે.

પુરાણનો અર્થ : પુરાણની સંધિ છૂટી પાડીએ તો પુરા+અણ=પુરાણ થાય. જેનો શાબ્દિક અર્થ પ્રાચીન અથવા પુરાણું થાય છે. અહીં સંધિના શબ્દો જોઇએ જેમાં પુરા શબ્દનો અર્થ વીતેલું અથવા ભૂતકાળ થાય છે. જ્યારે અણ શબ્દનો અર્થ થાય છે કહેવું કે જણાવવું એટલે કે જે ભૂતકાળના સિદ્ધાંતો, શિક્ષાઓ, નીતિ-નિયમો અને ઘટનાઓને દર્શાવે તે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં જે પ્રાચીનતમ ગ્રંથની રચના કરી તેને પુરાણના નામે ઓળખવામાં આવે છે. જ્યારે હિન્દુ સનાતન ધર્મમાં પુરાણ સૃષ્ટિની શરૂઆતથી જ માનવામાં આવે છે. પુરાણોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે.

પુરાણ અઢાર શા માટે? : સૃષ્ટિના પ્રારંભમાં જ બ્રહ્માજીએ માત્ર એક જ પુરાણની રચના કરી હતી. જેમાં એક અરબ શ્લોકોનો સમાવેશ થતો હતો. આથી પુરાણ એકદમ વિશાળ અને દુષ્કર હતા. પુરાણોમાં વર્ણવેલું જ્ઞાન અને પ્રાચીન આખ્યાન દેવતાઓ સિવાય સાધારણ મનુષ્યોને પણ સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય તેમ વિચારી મર્હિષ વેદ વ્યાસે આ પુરાણને અઢાર ભાગોમાં વહેંચી દીધું. આ બધાં જ પુરાણોમાં શ્લોકોની સંખ્યા ચાર લાખ છે.

મર્હિષ વેદવ્યાસજીએ અઢાર પુરાણો સિવાય કેટલાંક ઉપ પુરાણોની રચના પણ કરી છે. તેને પુરાણોનો સાર પણ કહેવામાં આવે છે. ઉપપુરાણ સોળ છે. પુરાણો અંગે એક ધારણા એવી છે કે બધાં જ મન્વંતરો (કાળ)ના દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વ્યાસ સ્વરૂપે પ્રગટ થઇને મનુષ્યોના કલ્યાણ માટે આ અઢાર પુરાણોની રચના કરે છે. આ અઢાર પુરાણોના શ્રવણ અને પઠન (વાંચવું)થી પાપી મનુષ્ય પણ પાપરહિત થઇને પુણ્યના હક્કદાર બને છે.

વાયુ પુરાણ : વાયુ પુરાણને વિદ્વાન લોકો શિવ પુરાણ અને બ્રહ્માંડ પુરાણનો જ એક ભાગ માને છે. જોકે નારદ પુરાણમાં જે અઢાર પુરાણો દર્શાવ્યા છે તેમાં વાયુ પુરાણને સ્વતંત્ર પુરાણ માનવામાં આવે છે. તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ-નક્ષત્ર, જ્યોતિષ, આયુર્વેદ વગેરેનું વર્ણન જોવા મળે છે.

* અઢાર પુરાણ કયા છે ?

અઢાર પુરાણોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિષ્ણુ પુરાણ, બ્રહ્મા પુરાણ અને શિવ પુરાણ એમ ત્રણેમાં છ-છ પુરાણોનો સમાવેશ થાય છે.

૧. વિષ્ણુ પુરાણ

અઢાર પુરાણોમાં વિષ્ણુ પુરાણનો આકાર સૌથી નાનો છે. જોકે તેનું મહત્ત્વ પ્રાચીન સમયથી છે. આ પુરાણના શ્લોકોની સંખ્યા આજે સાત હજાર છે. ઘણાં ગ્રંથોમાં શ્લોકની સંખ્યા તેવીસ હજાર કહેવામાં આવે છે. આ પુરાણ છ ભાગમાં વહેંચાયેલ છે. આ પુરાણમાં પૃથુ, પ્રહ્લાદ અને ધ્રુવની વાર્તાના પ્રસંગ અત્યંત રસપ્રદ છે. વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન છે. જોકે તેમાં સંક્ષિપ્તમાં રામકથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

૨. શ્રીમદ્ ભાગવત પુરાણ

શ્રીમદ્ ભાગવત પુરાણને હિન્દુ ધર્મનું સૌથી વધારે આદરણીય પુરાણ માનવામાં આવે છે. તે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રમુખ ગ્રંથ પણ છે. તેમાં વેદો, ઉપનિષદો અને દર્શનશાસ્ત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુરાણમાં બાર સ્કંધ છે જેમાં વિષ્ણુ ભગવાનના અવતારોનું વર્ણન છે. તેમાં કાળગણના ખૂબ જ સૂક્ષ્મ રીતે દર્શાવવામાં આવી છે. આ પુરાણમાં શ્રીકૃષ્ણના ઈશ્વરીય અને અલૌકિક રૂપનું જ વર્ણન જોવા મળે છે.

૩. નારદ પુરાણ

નારદ પુરાણ એ વૈષ્ણવ પુરાણ છે. આ પુરાણ અંગે અવી માન્યતા છે કે તેનંુ શ્રવણ કરવાથી પાપી વ્યક્તિ પણ પાપમુક્ત થઇ જાય છે. નારદ પુરાણમાં વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રીરામની પૂજાનું વિધાન પણ છે. કૃષ્ણોપાસના અને હનુમાનજીની ઉપાસનાની વિધિઓ દર્શાવી છે. કાળી અને મહેશ (શંકર)ની પૂજાના મંત્રો પણ આપવામાં આવ્યા છે. આ પુરાણના અંતમાં ગૌહત્યા અને દેવ નિંદાને પાપ ગણીને જણાવાયું છે કે નારદ પુરાણનો પાઠ આવી વ્યક્તિઓની હાજરીમાં ક્યારેય ન કરવો જોઇએ.

૪. ગરુડ પુરાણ

ગરુડ પુરાણને મૃત્યુ પછી આત્માને સદ્ગતિ આપનાર કહેવામાં આવે છે. મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવાનું પ્રાવધાન છે. મનુષ્યના મૃત્યુ પછી તેની શી ગતિ થાય છે, તે કયા પ્રકારની યોનિઓમાં જન્મ લે છે અને પ્રેતયોનિમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી છે. વાસ્તવમાં આ પુરાણમાં વિષ્ણુભક્તિ અને તેમના ચોવીસ અવતારોનું જ સવિસ્તર વર્ણન છે. ગરુડ પુરાણના શ્લોકની સંખ્યા ઓગણીસ હજાર માનવામાં આવે છે જોકે વર્તમાનમાં સાત હજાર શ્લોક જ ઉપલબ્ધ છે.

૫. પદ્મ પુરાણ

પદ્મ પુરાણ ખૂબ જ વિશાળ છે. તેના શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે. પદ્મ પુરાણને પાંચ ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. સૃષ્ટિ ખંડ, ભૂમિ ખંડ, સ્વર્ગ ખંડ, પાતાળ ખંડ અને ઉત્તર ખંડ એમ પાંચ ખંડ છે. પદ્મ પુરાણ પણ મુખ્ય રીતે વૈષ્ણવ પુરાણ છે. તેમાં ભગવાન વિષ્ણુનું વિશેષ વર્ર્ણન છે. જોકે આ પુરાણની અંદર પ્રસંગવશ ભગવાન શિવજીનું વર્ણન પણ જોવા મળે છે.

૬. વરાહ પુરાણ

વિષ્ણુ ભગવાનના દશાવતારોમાં એક છે વરાહ અવતાર. પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર લીધો હતો. આ અવતારનું વિસ્તૃત વર્ણન આ પુરાણમાં જોવા મળે છે. આ પુરાણમાં બસો સત્તર અધ્યાય અને લગભગ દસ હજાર શ્લોક છે. ભગવાન વરાહના ધર્મોપદેશને કથાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

૭. બ્રહ્મ પુરાણ

આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.

૮. બ્રહ્માંડ પુરાણ

સમસ્ત મહાપુરાણોમાં બ્રહ્માંડ પુરાણ છેલ્લું હોવા છતાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમસ્ત બ્રહ્માંડનું વર્ણન તેમાં કરવામાં આવેલું હોવાને કારણે જ તેને બ્રહ્માંડ પુરાણ નામ આપવામાં આવ્યું છે. વિદ્વાનો આ પુરાણને વેદોના સમાન માને છે. આ પુરાણ પૂર્વ, મધ્ય અને ઉત્તર એમ ત્રણ ભાગમાં વિભાજિત છે.

૯. બ્રહ્મ વૈવર્ત પુરાણ

આ પુરાણમાં શ્રીકૃષ્ણને જ ઈષ્ટ માનીને તેમને સૃષ્ટિનું કારણ દર્શાવ્યા છે. બ્રહ્મ વૈવર્તનો અર્થ થાય છે બ્રહ્મનું વિવર્તન એટલે કે બ્રહ્મની પ્રકૃતિ. આ પુરાણ અનુસાર બ્રહ્માંડમાં અસંખ્ય વિશ્વ વિદ્યમાન છે. પ્રત્યેક વિશ્વના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. આ બધાં જ વિશ્વોથી ઉપર ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ નિવાસ કરે છે. આ પુરાણના ચાર ખંડ છે- બ્રહ્મ, પ્રકૃતિ, ગણપતિ અને શ્રીકૃષ્ણ જન્મ ખંડ. આ ચારેય ખંડના બસો અઢાર અધ્યાય છે.

૧૦. માર્કંડેય પુરાણ

માર્કંડેય ઋષિ દ્વારા તેનું કથન કરવામાં આવ્યું હોવાને કારણે આ પુરાણનું નામ માર્કંડેય પુરાણ પડયું છે. આ પુરાણ દુર્ગાચરિત્ર તથા દુર્ગા સપ્તશતીના વર્ણન માટે પ્રસિદ્ધ છે. તેથી તેને શાક્ત (શક્તિ) સંપ્રદાયનું પુરાણ પણ કહેવામાં આવે છે. તેના એકસો તેંતાલીસ અધ્યાયોમાં નવ હજાર શ્લોક છે.

૧૧. ભવિષ્ય પુરાણ

ભવિષ્ય પુરાણમાં સૂર્યોપાસના અને તેના મહત્ત્વનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અન્ય કોઇ ગ્રંથ કે પુરાણમાં નથી. તેથી તેને સૌર ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર તેમાં શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે, પરંતુ હાલમાં આ સંખ્યા અઠ્ઠાવીસ હજાર છે. આ પુરાણના ચાર ભાગ છે – બ્રાહ્મ પર્વ, મધ્યમ પર્વ, પ્રતિસર્ગ પર્વ અને ઉત્તર પર્વ. આ પુરાણના વિષયવસ્તુમાં સૂર્ય દેવનો મહિમા, ઉપાસના વગેરે છે.

૧૨. વામન પુરાણ

વામન પુરાણ નામથી તો વૈષ્ણવ પુરાણ લાગે છે, કારણ કે તેનું નામકરણ ભગવાન વિષ્ણુના વામન અવતારના આધારે કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ એક શૈવ પુરાણ છે. તેના શ્લોકની સંખ્યા દસ હજાર હતી જે હાલમાં છ હજાર છે. આ પુરાણની ખાસ બાબત તો એ છે કે આ પુરાણનું નામકરણ જે રાજા બલિ અને વામન ચરિત્રને આધારે કરવામાં આવ્યું છે તેનું વર્ણન માત્ર બે જ વખત અને તે પણ સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે.

૧૩. શિવ પુરાણ

આ પુરાણમાં શિવભક્તિ અને શિવ મહિમાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં શિવજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુરાણમાં આઠ સંહિતાઓનો ઉલ્લેખ છે. જે મોક્ષ કારક છે. આ સંહિતાઓમાં વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયુ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગનો સમાવેશ થાય છે.

૧૪. લિંગ પુરાણ

લિંગ પુરાણ શૈવ સંપ્રદાયનું પુરાણ છે. અહીં લિંગનો અર્થ શિવજીનું ઓળખ ચિહ્ન છે. જે અજ્ઞાત તત્ત્વનો પરિચય આપે છે. આ પુરાણમાં લિંગનો અર્થ સવિસ્તર દર્શાવવામાં આવ્યો છે. આ પુરાણ પ્રધાન પ્રકૃતિને જ લિંગ રૂપ માને છે. અને પ્રકૃતિને જ લિંગ કહેવામાં આવ્યું છે જે ગંધ, વર્ણ, રસ, શબ્દ અને સ્પર્શથી તટસ્થ છે. આ પુરાણના કુલ એકસો ત્રેંસઠ અધ્યાય છે.

૧૫. સ્કંદ પુરાણ

અગ્નિ પુરાણમાં બધી જ વિદ્યાઓનું વર્ણન છે. આકારમાં નાનું હોવા છતાં પણ તેમાં બધી જ વિદ્યાઓનું વિસ્તૃત વર્ણન છે. આ પુરાણમાં ત્રણસો ત્યાંસી અધ્યાય છે. તેમાં સૃષ્ટિ વર્ણન, સ્નાન, પૂજા, હોમ (હવન), ખગોળ શાસ્ત્ર, તીર્થ મહાત્મ્ય, જ્યોતિષ શાસ્ત્ર, વશીકરણ વિદ્યા, ઔષધિ જ્ઞાન, શુકન-અપશુકન, રત્ન પરીક્ષા, સિદ્ધિ મંત્ર, અર્થ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર વગેરેનું વર્ણન જોવા મળે છે.

૧૬. અગ્નિ પુરાણ

આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.

૧૭. મત્સ્ય પુરાણ

મત્સ્ય પુરાણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત છે. તેને બસો એકાણું અધ્યાયોમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં શ્લોકની સંખ્યા ચૌદ હજાર છે. પહેલા અધ્યાયમાં મત્સ્યાવતારની કથા છે તેને આધારે જ આ પુરાણનું નામ મત્સ્ય પુરાણ પડયું છે. વ્રત, પર્વ, તીર્થ, દાન, રાજધર્મ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ પુરાણ ઘણું મહત્ત્વનું છે.

૧૮. કૂર્મ પુરાણ

કૂર્મ પુરાણનું નામ ભગવાન વિષ્ણુના કૂર્મવતાર પરથી પડયું છે. વિષ્ણુ ભગવાન કૂર્મવતાર એટલે કે કાચબા સ્વરૂપે સમુદ્રમંથન સમયે મન્દરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરવાના પ્રસંગમાં રાજા ઇન્દ્રદ્યુમ્નને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ઉપદેશ આપે છે. આ પુરાણમાં ચાર સંહિતા છે- બ્રાહ્મી સંહિતા, ભાગવતી સંહિતા, શૈરી સંહિતા અને વૈષ્ણવી સંહિતા. જેમાંથી આજે માત્ર બ્રાહ્મી સંહિતા જ ઉપલબ્ધ છે.

|| પુરાણોના નામ અને શ્ર્લોકસંખ્યા ||

(૧) બ્રહ્મ પુરાણ     –    ૧૦૦૦

(૨) પદ્મ પુરાણ     –    ૫૫૦૦૦

(૩) વિષ્ણુ પુરાણ   –    ૨૫૦૦૦

(૪) શિવ પુરાણ    –    ૨૪૦૦૦

(૫) લિંગ પુરાણ    –    ૧૧૦૦૦

(૬) ગરુડ પુરાણ    –    ૧૯૦૦૦

(૭) નારદ પુરાણ   –    ૨૫૦૦૦

(૮) ભાગવત પુરાણ-    ૧૮૦૦૦

(૧૦) અગ્નિ પુરાણ –    ૧૫૦૦૦

(૧૧) ભવિષ્ય પુરાણ –   ૮૧૧૦૦

(૧૨) બ્રહ્મ વૈવર્ત પુરાણ- ૧૪૫૦૦

(૧૩) માર્કડેય પુરાણ     – ૧૮૦૦૦

(૧૪) વામન પુરાણ      – ૧૦૦૦૦

(૧૫) વરાહ પુરાણ       – ૨૪૦૦૦

(૧૬) મત્સ્ય પુરાણ       – ૧૪૦૦૦

(૧૭) કૂર્મ પુરાણ         –૧૭૦૦૦

(૧૮) બ્રહ્માંડ પુરાણ      –૧૨૦૦૦

 

વેદોત્પત્તિ વિષય

2

|| વેદોત્પત્તિ વિષય ||

યજુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી પરમાત્માએ જ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની ઉત્પત્તિ કરી છે.

અથર્વવેદ પ્રશ્નોત્તર રૂપે વેદોત્પત્તિનું વર્ણન છે. જેમકે, પ્રશ્ન: જેણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ રચ્યાં છે, તથા તે વેદોમાંનો અથર્વવેદ જેના મુખ સમાન, સામવેદ જેનો રોમવત, યજુર્વેદ હૃદયસમાન અને ઋગ્વેદ પ્રાણસમાન છે, તે કયો દેવ છે ? ઉત્તર: જે સર્વ જગતનો ધારણકર્તા છે તે પરમેશ્વર જ આ ચાર વેદોનો કર્તા છે.

શતપથ બ્રાહ્મણ કહે છે કે, સર્વવ્યાપી ઈશ્વરે જ વેદોની રચના કરી છે. જેમ પ્રાણવાયુ શરીરની અંદર દાખલ થાય છે અને બહાર આવે છે તેમ, શ્રુષ્ટિની આદિમાં ઈશ્વર વિશ્વને વેદોના જ્ઞાનથી પ્રકાશિત કરે છે અને શ્રુષ્ટિના વિનાશ (પ્રલય) સમયે વેદ જ્ઞાનનો પ્રકાશ વિશ્વમાં રહેતો નથી. પણ જેમ છોડ બીજમાં રહે છે તેમ પ્રલય સમયે પણ ઈશ્વરીય જ્ઞાન (વેદ) બદલાયા વગર, ઈશ્વરમાં રહે છે.

શંકરાચાર્ય ગીતા પરના તેમના ભાષ્યમાં લખે છે કે, વાસ્તવમાં વેદોનું (જ્ઞાનનું) સર્જન કે વિનાશ થતો જ નથી. વેદજ્ઞાન સદા ઈશ્વરમાં રહી માત્ર પ્રકાશિત કે અપ્રકાશિત થતું રહે છે.

ઋગ્વેદ કહે છે કે, શ્રુષ્ટિનું સર્જન દરેક ચક્રમાં એક સરખું જ રહે છે અને આથી જ શ્રુષ્ટિ સર્જનના દરેક ચક્રમાં ઈશ્વરીય જ્ઞાન – વેદ – પણ એક સરખું જ રહે છે.

સંદેહ : પરમાત્મા તો નિરાકાર છે, તો પછી તેણે શબ્દમય વેદોની ઉત્પત્તિ કેવી રીતે કરી ?

ઈશ્વરને મનુષ્યની જેમ પોતાનું કાર્ય કરવામાં શારીરિક અંગની જરૂર પડતી નથી. આવી મર્યાદા સર્વશક્તિમાન ઈશ્વરને લાગુ પડતી નથી. કોઈપણ સાધન વગર પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય ઈશ્વરમાં સદૈવ વર્તમાન છે. વેદ કહે છે કે ઈશ્વરની કાર્ય ક્ષમતા અનંત મુખો અને અવયવો જેટલી છે. બીજા શબ્દોમાં, ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી તે પોતાનું કાર્ય કરવામાં કોઈની મદદ લેતો નથી અને આથી તેને વેદોનું સર્જન કરવામાં કોઈ અંગ કે અવયવની પણ જરૂર રહેતી નથી. જે સર્વશક્તિમાન ઈશ્વર આ સમગ્ર શ્રુષ્ટિનું સર્જન કરી શકતો હોય, તે ઈશ્વર વેદોનું પણ સર્જન કરે તેમાં શંકા શાની?

શ્વેતાશ્વતરોપનિષદ કહે છે કે, ઈશ્વરને કોઈ અંગ કે અવયવ ન હોવા છતાં તે સર્વ જગતનો ઘારણકર્તા છે.

સંદેહ: શ્રુષ્ટિનું સર્જન તો ઈશ્વર સિવાય કોઈ આત્મા કરી શકે જ નહીં. પણ વેદોને તો બીજા ગ્રંથોની જેમ મનુષ્યો પણ રચી શકે. તો પછી વેદોની રચના ઈશ્વરે જ કરી છે તેવું ચોક્કસપણે કેવી રીતે કહી શકાય ?

કોઈ પણ શાસ્ત્ર ભણીને, ઉપદેશ સાંભળીને તથા વ્યવહારને જોઈને જ મનુષ્યને જ્ઞાન થાય છે. નવા જ્ઞાનની શોધ એ પ્રાપ્ય જ્ઞાનનો પ્રસાર અને અભ્યાસ માંગી લે છે. તમે કોઈ વ્યક્તિને તેના જન્મથી લઇ મૃત્યુ સુધી જંગલમાં એકાંતમાં રાખો તો તેને કદી પણ યથાર્થ જ્ઞાન નહીં થાય અને તેનો વ્યવહાર જ્ઞાનના અભાવે પશુવત જ રહેશે.

આથી શ્રુષ્ટિની આદિમાં ઈશ્વર રચિત વેદનું અધ્યયન કર્યા પછી જ મનુષ્યને નવું જ્ઞાન શોધવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે અને ગ્રંથ રચવાને શક્તિમાન થાય છે, અન્યથા નહીં.

સંદેહ : ઈશ્વરે મનુષ્યને સ્વાભાવિક જ્ઞાન અને સહજવૃત્તિ આપ્યા જ છે. આ જ્ઞાન સર્વ ગ્રંથોથી ઉત્કૃષ્ટ છે. આ સ્વાભાવિક જ્ઞાનની ઉન્નતિ થવાથી વેદ પણ રચી શકાય છે. જો આમ છે તો પછી વેદ ઈશ્વરે રચ્યાં છે તેમ શા માટે માનવું જોઈએ?

૧. ઈશ્વરે જંગલમાં રહેલી પ્રજાતિને અને આજીવન એકાંતમાં રાખેલ બાળકને પણ સ્વાભાવિક જ્ઞાન અને સહજ મનોવૃત્તિ આપી જ છે. તો પછી આ લોકો વિદ્વાન કેમ નથી બની જતા? સદીઓથી ચિમ્પાન્ઝી કેમ એવા ને એવા જ રહ્યાં અને તેમનો વિકાસ ન થયો? કેમ હજુ પણ કેટલાંક ખાસ પ્રકારના સૂક્ષ્મજીવો સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાની સાથે જ મૃત્યુ પામે છે? કેમ તેઓ સૂર્યપ્રકાશમાં જીવિત રહેવાની કળા શીખી ન શક્યા?

૨. ભાષાની ઉત્પત્તિ પણ વેદોમાંથી જ થઇ છે. અને જો આમ માનવામાં ન આવે તો આધુનિક વિજ્ઞાન માટે ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઇ તે જાણવું શક્ય નથી.

૩. આજે વર્તમાન સમયમાં વિદ્વાન થવા માટે આપણે અધ્યાપકો પાસેથી જ્ઞાન મેળવીએ છીએ. તો પછી જે વેદોમાં હજારો મંત્રોનો સમાવેશ થયેલ છે, જે વેદોની ભાષા(સંસ્કૃત) બધી જ ભાષાઓની જનની છે, જે વેદ સર્વ જ્ઞાનયુક્ત શાસ્ત્રો છે, જેમાં શ્રેષ્ઠત્તમ જીવનમુલ્યો અને તત્વજ્ઞાનનો સમાવેશ થયેલો છે, અને જે વેદનું સંરક્ષણ આદિકાળથી અત્યાર સુધી શબ્દંશના કોઈપણ જાતના ફેરફાર વગર પાઠ અને માત્રા પદ્ધતિ વડે થયેલું છે, તે વેદોને આદિકાળમાં મનુષ્યો કેવી રીતે રચી શકે?

૪. વળી ઉપર જણાવ્યાં પ્રમાણે પોતાનું સ્વાભાવિક જ્ઞાન સર્વ ગ્રંથોથી ઉત્કૃષ્ટ છે, અને આ સ્વાભાવિક જ્ઞાન જ મનુષ્યને નવા અને વધારે જટિલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવશે તેમ કહેવું યોગ્ય નથી. જેમ આંખ મગજ સાથે અને મગજ આત્મા સાથે જોડાયા વગર રૂપ ગ્રહણ કરવામાં અશક્ત છે, તેમ સ્વાભાવિક જ્ઞાન પણ ઈશ્વરદત્ત જ્ઞાન અને અન્ય વિદ્વાનોના જ્ઞાન વિના કઈ પણ કરવામાં અસમર્થ છે. સ્વાભાવિક જ્ઞાન માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું જ્ઞાન થતું નથી.

૫. આમ જ્ઞાનને ગ્રહણ કરવાની અને આત્મસત્ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રારંભિક ઈશ્વરીય જ્ઞાન હોવું ખુબ જ જરૂરી થઇ પડે છે. યોગદર્શન ૧.૨૬ કહે છે કે ઈશ્વર આદિકાળથી બધાં જ અધ્યાપકોમાંનો સૌથી શ્રેષ્ઠ અધ્યાપક છે અને તેને સમયના બંધન જેવા કોઈ પણ દોષ નડતા નથી. કુમારિલ ભટ્ટ મીમાંસા પરના તેના લેખમાં લખે છે કે, વેદો અપૌરુષેયછે, એટલે કે વેદો માનવકૃત નથી. સાંખ્ય ૫.૬ માં પણ આ જ વાત કહી છે. સાયણાચાર્યે પણ તેમના ભાષ્યમાં આ જ વાત કહી છે.

સંદેહ : વેદોનો પ્રકાશ કરવામાં ઈશ્વરનું શું કારણ છે?

૧. ઈશ્વરનું વેદોનો પ્રકાશ ન કરવા પાછળ શું કારણ હોય ?

૨. ઈશ્વરમાં અનન્ત વિદ્યા છે. એટલે કે તે જ્ઞાનનો સાગર છે. ઈશ્વર પરોપકારી અને કલ્યાણકારી પણ છે. જ્ઞાનયુક્ત હોવું એ બહુમૂલ્ય વિશેષતા છે. આથી જો ઈશ્વર જીવાત્માઓના કલ્યાણ માટે વેદોનો પ્રકાશ ન કરે તો પછી ઈશ્વર કલ્યાણકારી અને પરોપકારી ન રહે. ઈશ્વરે મનુષ્યને વેદોનું જ્ઞાન આપ્યું છે તે જ તેના કલ્યાણકારી અને પરોપકારી હોવાનું પ્રમાણ છે.

૩. ઈશ્વર આપણાં માતા-પિતા જેવો છે. જેમ માતા-પિતા પોતાના સંતાનોને પ્રેમ કરે છે અને તેમના સદૈવ આનંદમય રહેવાની ઈચ્છા રાખે છે, તેમ ઈશ્વર પણ આ સંસારના દરેક મનુષ્ય માટે આનંદ ઈચ્છે છે. આથી જ ઈશ્વરે મનુષ્યોને વેદોનું જ્ઞાન આપ્યું કે જેથી કરીને તેઓ આ જ્ઞાનનો વ્યવહારિક પ્રયોગ કરી પરમ આનંદના ભાગી બની શકે. જો ઈશ્વરે મનુષ્યને વેદોના જ્ઞાનરૂપી આશીર્વાદ ન આપ્યો હોત તો શ્રુષ્ટિ સર્જનનો કશો જ હેતુ ન રહેત અને મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ વિના પરમ આનંદના ભાગી પણ ન બનત. આપણાં અંતિમ લક્ષ્ય પરમ આનંદને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે જ્યારે વેદોનું જ્ઞાન હોય ત્યારે જ બાકીની બધી જ વસ્તુનું અસ્તિત્વ અર્થપૂર્ણ નીવડે.

૪. શ્રુષ્ટિની સમગ્ર અદ્દભુત વસ્તુઓમાં જ્ઞાન જ સૌથી વધુ આનંદ આપનારી વસ્તુ છે. જે કરુણામય ઈશ્વરે મનુષ્યના કલ્યાણ માટે આવી અદ્દભુત શ્રુષ્ટિની રચના કરી છે, તે ઈશ્વર સર્વ મનુષ્યો માટે વેદોનો ઉપદેશ ન કરીને શા માટે શ્રુષ્ટિ સર્જનને વ્યર્થ બનાવે ? વેદોનું જ્ઞાન ન આપીને શા માટે ઈશ્વર પરોપકારીતા જેવી પોતાની આગવી વિશેષતાની વિરુદ્ધ આચરણ કરે ?

સંદેહ : શ્રુષ્ટિની આદિમાં વેદ લખવા માટે ઈશ્વરે શાહી, પેન અને કાગળ જેવા સાધનોની વ્યવસ્થા ક્યાંથી કરી ?

૧ આવી શંકા કરવાનો કોઈ આધાર નથી. આપણે અગાઉ ચર્ચા કરી જ દીધી છે કે, જેમ ઈશ્વરે કોઈપણ પ્રકારની બાહ્ય મદદ લીધા વગર કે કોઈપણ અંગ કે અવયવો વગર આવી અદભૂત શ્રુષ્ટિનું સર્જન કર્યું છે તે જ પ્રમાણે તેણે વેદ પણ રચ્યાં છે.

૨. શ્રુષ્ટિની આદિમાં ઈશ્વરે વેદોને લખીને પુસ્તક રૂપે પ્રકાશિત નથી કર્યા. શ્રુષ્ટિની આદિમાં ઈશ્વરે અગ્નિ, વાયુ, આદિત્ય તથા અંગિરા, એ ચાર ઋષિઓના હૃદયમાં એક એક વેદનો પ્રકાશ કર્યો. શતપથ બ્રાહ્મણ ૧૧.૫.૨.૩ માં કહ્યું છે કે: આ ઋષિઓ એ મહાપુરુષો હતા કે જેઓ જયારે ઊંડું ધ્યાન ધરી પરમેશ્વરના સ્વરૂપમાં સમાધિસ્થ થતા ત્યારે પરમાત્મા તેમના હૃદયમાં મંત્રોના અર્થ પ્રકાશિત કરતા. આ ઋષિઓએ ઈશ્વરીય જ્ઞાન એવી જ રીતે ગ્રહણ કર્યું જેવી રીતે બટન દબાવવાથી રમકડું ગતિશીલ બને છે.

સંદેહ : અગ્નિ, વાયુ, આદિત્ય અનુક્રમે અગ્નિ, વાયુ અને સૂર્ય જેવી જ્ઞાન રહિત જડ વસ્તુઓના નામ જણાય છે.

આ પણ એક નિર્મૂલ શંકા છે. કારણ કે જડમાં જ્ઞાનનો અભાવ છે. અને જડ વસ્તુઓ કદી જ્ઞાન પ્રાપ્ત કરતી પણ નથી.

જેમકે કોઈ એમ કહે કે ન્યાયાલયે સમન જાહેર કર્યો છે, આનો અર્થ એ નથી કે ન્યાયાલયની ઇમારતે સમન જાહેર કર્યો છે. ન્યાયાલયની ઇમારત સમન જાહેર ન કરી શકે કારણ કે ઈમારત જડ છે. આનો અર્થ એ છે કે ન્યાયાલયમાં કામ કરતા લોકોએ જ સમન જાહેર કર્યો છે. કારણ કે વિદ્યાનો પ્રકાશ મનુષ્યોમાં જ થઇ શકે.

સંદેહ : ઈશ્વરે તે ઋષિઓને જ્ઞાન આપ્યું હશે, અને તે જ્ઞાન વડે ઋષિઓએ વેદ રચ્યાં હશે.

વધુ એક નિરાધાર શંકા. હવે જો જ્ઞાન ઈશ્વર દ્વારા જ મળ્યું હોય અને આ જ્ઞાનના આધારે જ ઋષિઓએ વેદોની રચના કરી હોય તો પછી વેદો ઈશ્વરીય જ્ઞાન જ કહેવાય ને!

સંદેહ : જો ઈશ્વર ખરેખર ન્યાયકારી હોય તો તેણે આ ચાર ઋષિઓના હૃદયમાં જ વેદનો પ્રકાશ કેમ કર્યો અને બીજા કોઇના હૃદયમાં કેમ નહીં ?

ઈશ્વરે વેદનો પ્રકાશ કરવા આ ચાર ઋષિઓની પસંદગી કરી તેથી જ ન્યાયકારી પરમાત્મા ઉત્તમ ન્યાયી સિદ્ધ થાય છે. કારણ કે ન્યાયનો અર્થ જ એ છે કે જે જેવું કર્મ કરે તેને તેવું જ ફળ આપવું. આ ચાર ઋષિઓનું પૂર્વ જન્મનું પુણ્ય ઘણું વધુ હોવું જોઈએ અને તેથી જ ઈશ્વરે માનવજાતિમાં વેદના પ્રચાર માટે પહેલાં આ ચાર ઋષિઓના હૃદયમાં વેદનો પ્રકાશ પાડ્યો. ઋગ્વેદ ૧૦.૭૧.૭ કહે છે કે, ભલે ને દરેક મનુષ્યોમાં આંખ અને કાન એક સમાન હોય પણ તેમની વિવેક બુદ્ધિ ભિન્ન ભિન્ન હોય છે.

સંદેહ : પણ આ ઋષિઓ તો શ્રુષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા હતા તો પછી તેમનું પૂર્વજન્મ ક્યાંથી આવ્યું ?

શ્રુષ્ટિ સર્જન અને પ્રલયનું ચક્ર અનાદિ છે. શ્રુષ્ટિની આદિમાં જીવાત્મા પૂર્વ સર્જનમાં તેણે કરેલા કર્મોના ફળ અનુસાર આ નવા સર્જનમાં જન્મ લે છે. સર્વ જીવો સ્વરૂપે અનાદી છે અને તેમના કર્મો અને કાર્યરૂપ જગત પણ પ્રવાહથી અનાદી છે.

સંદેહ : શું ઈશ્વર સ્ત્રીઓને વિશેષ નથી સમજતો? કેમ ઈશ્વરે વેદોનો પ્રકાશ સ્ત્રીઓમાં ન કરી પુરુષોમાં જ કર્યો? કેમ તેણે વેદોના પ્રસાર માટે પુરુષોને જ પસંદ કર્યા ?

આત્મા માટે સ્ત્રી કે પુરુષ જેવો ફરક હોતો નથી. શ્રુષ્ટિની આદિમાં ઈશ્વરે ઋષિઓને પુરુષનું શરીર આપ્યું કારણ કે માત્ર પોતાની સહજવૃત્તિથી ઉન્નતિ કરવાનો પ્રયત્ન કરતા અન્ય લોકોની સરખામણીમાં પુરુષ જ્ઞાનનો પ્રસાર અને પ્રચાર કરવામાં વધુ યોગ્ય હોય છે. પુરુષોમાં અજ્ઞાની લોકો પર જ્ઞાનનો પ્રભાવ પડવાની ક્ષમતા વધુ હોય છે. પણ સમય જતા સ્ત્રીઓ પણ ઋષિઓ બની અને તેમણે પણ વૈદિક મંત્રોનો અર્થ સમજી જ્ઞાન પ્રાપ્ત કર્યું.

સંદેહ : શું ગાયત્રી આદિ છંદો પણ ઈશ્વરે રચ્યાં ?

આ શંકા થવી યોગ્ય નથી. ઈશ્વર સર્વ વિદ્યામય હોવાથી તે ગાયત્રી આદિ છંદો કેમ ન રચી શકે?

સંદેહ : ચર્તુર્મુખ બ્રહ્માએ વેદ ઉત્પન્ન કર્યા અને પછી વેદ વ્યાસે તેમને લખી ચાર ભાગોમાં વિભાજીત કર્યા તેમ ઈતિહાસ પરથી જણાય છે.

તમારી આ શંકા તદ્દન નિરાધાર છે. આ બધી નિરાધાર વાતો તો માત્ર નવીન પુરાણોમાં જ જોવા મળે છે જે પુરાણો અત્યંત ખામી યુક્ત અને મિથ્યાપૂર્ણ ધારણાઓથી ભરેલાં છે. પણ કેટલાંક લોકો એવું માને છે કે પુરાણો પણ સર્વશ્રેષ્ઠ અને ઈશ્વરકૃત ગ્રંથો છે. પણ આ તો આપણે કુરાન અને બાઈબલને ઈશ્વરકૃત ગ્રંથો ગણીએ તેવી વાત છે.

સત્ય એ છે કે બ્રહ્માને પણ સામાન્ય મનુષ્યની જેમ એક મુખ, બે હાથ અને બે પગ હતા. બ્રહ્માના ચર્તુર્મુખી હોવાનું મૂર્ખતાપૂર્ણ વર્ણન તો ખોટા પુરાણો સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી. વેદ વ્યાસે આ ચાર વેદો લખ્યાં છે તેમ કહેનાર મિથ્યાવાદી છે અને તેનું વર્ણન કરનારા પુસ્તકો પણ ઈતિહાસની કોટિમાં ગણવા યોગ્ય નથી. વેદ વ્યાસ યોગ દર્શનના ભાષ્યકાર અને મહાભારતના રચયિતા હતા. પુરાણો સિવાય બીજે ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે વેદ વ્યાસે વેદ લખ્યાં હતા.

જો આપણે આવા મિથ્યા અને અસત્ય પ્રચારક પુરાણોને માન્ય રાખીએ તો પછી આપણે જીજસ અને મોહંમદ જેવા ઈશ્વરના દેવદૂતોમાં, રામ અને શ્રીકૃષ્ણ જેવા આદર્શ મહાપુરુષોનો અનાદર કરતી ખોટી વાતોમાં, સ્ત્રીઓ પર લગાવવામાં આવતા નિરાકણ દોષોમાં અને કુરાન અને બાઈબલમાં વર્ણિત બધી જ મૂર્ખતાઓને માન્ય રાખવી જોઈએ. આ ઉપરાંત આપણે જેને પુરાણો કહીએ છીએ તે પુસ્તકો સાંચા અને વિશ્વાસનીય છે તેનું પ્રમાણ મેળવવાનો પણ કોઈ રસ્તો નથી. સર્વશ્રેષ્ઠ ગ્રંથો સિદ્ધ થવા માટે વિશ્વાસપાત્રતા અને પ્રમાણિકતાની કસોટીમાં તો માત્ર વેદો જ ખરા ઉતરી શકે છે.

જો શ્રુષ્ટિની આદિથી વેદ એક જ હોય અને પાછળથી વેદ વ્યાસે તેમને ચાર ભાગમાં વિભાજીત કર્યા હોય તો પછી વેદ વ્યાસ પહેલાંના કોઈપણ ગ્રંથો બહુવચનમાં(વેદો) સંબોધિત ન થવા જોઈએ. આ ઉપરાંત વેદ વ્યાસ પહેલાં વેદોના ચાર નામ પણ ન હોવા જોઇએ. પણ વાસ્તવિક સંદર્ભોને જોતા આ વાત સાચી પુરવાર થતી નથી. આથી શ્રુષ્ટિની આદિથી જ ચાર વેદો હતા તેમ પુરવાર થાય છે.

આ સંદર્ભોનો ઉલ્લેખ ઉપનિષદો, મનુસ્મૃતિ, મહાભારત, સર્વઅનુક્રમણિ, રામાયણ જેવા બીજા ઘણા ગ્રંથોમાં થયો છે.

ઘણાં વિદ્વાનો એવું કહે છે કે મહાભારત એ પાંચમો વેદ છે. જો આમ હોય તો પરોક્ષ રીતે એમ સાબિત થાય છે કે મૂળ વેદો તો ચાર જ છે. આ ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને અર્થવેદ આ ચાર ઉપવેદો કહેવાય છે. આ પણ એ જ સિદ્ધ કરે છે કે મૂળ વેદો તો ચાર જ છે.

સંદેહ : વેદ સંહિતામાં મંત્રો અને સૂકતો પર ઋષિઓના નામ લખેલા છે. આથી ઋષિઓએ જ વેદ રચ્યાં છે તેમ કેમ ન કહી શકાય ?

૧. જે ઋષિઓને જે મંત્રોના અર્થનું જ્ઞાન થયું તેના પર તે ઋષિઓના નામ છે. ઘણા મંત્રો પર એક કરતા વધારે ઋષિઓના નામ છે. પણ આ ઋષિઓએ વેદ રચ્યાં નથી.

૨. બ્રહ્માનો જન્મ વ્યાસ અને મધુચંદન જેવા ઋષિઓના જન્મથી ઘણાં વર્ષો પહેલા થયો હતો. બ્રહ્માએ પણ વેદોનું જ્ઞાન મૂળ ચાર ઋષિઓ પાસેથી મેળવ્યું હતું. મનુસ્મૃતિમાં પણ આમ જ કહ્યું છે. આથી એ વાત પ્રમાણિત થાય છે કે વેદોનું જ્ઞાન આ બધાં જ ઋષિઓથી પહેલાનું જ છે.

આપણે આવા આરોપોનું ખંડન વેદના રચયિતા કોણ? લેખમાં વધુ ઊંડાણમાં કરી ચૂક્યાં છીએ.

સંદેહ : ઈશ્વરીય જ્ઞાનના વેદ અને શ્રુતિ એવા બે નામ શાથી પડ્યાં ?

વેદ શબ્દનો અર્થ થાય છે જાણવું, હોવું, લાભ થવો, અથવા તો વિચારવું. શ્રુતિ શબ્દનો અર્થ થાય છે સાંભળવું.

જેને ભણવાથી યથાર્થ વિદ્યાનું જ્ઞાન થાય છે, જેથી મનુષ્ય વિદ્વાન બને છે, જેના વડે સર્વ સુખોનો લાભ થાય છે, અને જેનાથી મનુષ્યને સત્ય અસત્યનો વિચાર થાય છે તેને વેદ કહે છે. અને આ બધાં જ ગુણો ઈશ્વરીય જ્ઞાનમાં હોવાથી ઈશ્વરીય જ્ઞાનને વેદ કહે છે.

મનુષ્યો શ્રુષ્ટિના આરંભથી સર્વ સત્ય વિદ્યાઓ સાંભળતા જ આવ્યાં છે, તેને લીધે વેદનું નામ શ્રુતિ છે. કારણ કે આજ સુધી કોઈએ કોઈ દેહધારીને વેદ રચતા જોયો નથી, કારણ કે નિરાકાર ઈશ્વરે જ વેદ રચ્યાં છે.

સંદેહ : વેદોત્પત્તિ થયાને કેટલા વર્ષો થયા ?

સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો અનુસાર અને ભારતીય પ્રથા અનુસાર વેદો ૧ અબજ અને ૯૭ કરોડ વર્ષો જુના છે. આટલા જ વર્ષો આ વર્તમાન શ્રુષ્ટિ અને માનવની ઉત્પત્તિને પણ થયા છે. વિદ્વાનો માટે આ હજુ પણ એક ચર્ચાનો વિષય છે. પણ ભારતમાં જયારે પણ કોઈ સ્થાને યજ્ઞ થાય છે ત્યારે લોકો વેદો અને શ્રુષ્ટિની ઉત્પત્તિનો સમય મન્વંતર, યુગ અને વર્ષોમાં કહે છે. અને વેદો અને શ્રુષ્ટિ ઉત્પત્તિ સમયની આ ગણતરી સમગ્ર ભારતમાં એક સરખી જ છે.

સંદેહ : વિલ્સન અને મેક્સ મૂલર એવો દાવો કરે છે કે વેદો ૨૦૦૦-૩૦૦૦ વર્ષો જુના છે. શું આ સત્ય નથી ?

આ લોકો બીજા કોઈ નહીં પણ ઇસાઇ ધર્મપ્રચારક હતા. તેઓને સંસ્કૃત ભાષા કે ભારતીય સંસ્કૃતિ વિષે જ્ઞાન ન હતું. તેમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવાનો હતો. આ કામ માટે અંગ્રેજ સરકાર તરફથી નાણાંકીય સહાય મળતી હોવાથી તેઓ આ કામમાં ઘણી હદ સુધી સફળ પણ થયા. પણ દુર્ભાગ્યે વેદ વિષે તેઓએ ફેલાવેલી મિથ્યા ધારણાઓનો કોઈ આધાર નથી. તેમણે કરેલા દાવાઓ તર્ક કે બુદ્ધિમત્તા પર આધારિત ન હતા. આ ઇસાઇ ધર્મપ્રચારકોનું કામ આપણાં સાંસ્કૃતિક મૂળની આલોચના પર આધારિત હતું. પણ વેદો તો શ્રુષ્ટિના આરંભથી જ પ્રકાશિત હતા અને આજથી બીજા ૨ અબજ અને ૩૩ કરોડ વર્ષો(શ્રુષ્ટિના વિનાશના સમય) સુધી પ્રકાશિત રહેશે.