સુવાક્યોનો સંચય

A

|| સુવાક્યોનો સંચય ||

પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. -શ્રીમદ્ રાજચંદ્ર

મારો શિષ્ય એક જ છે અને તે છે મોહનદાસ ગાંધી. એને કેળવતાં અને કાબૂમાં રાખતાં મારો દમ નીકળી જાય છે. બીજો શિષ્ય કરવા ક્યાં જાઉં ? -ગાંધીજી

જે પ્રેમ નિત્ય નવીન નથી હોતો, તે એક આદત અને છેવટે એક બંધન બની જાય છે. -ખલીલ જિબ્રાન

પ્રેમ કરવો તે કલા છે, પણ તેને નિભાવવો એ સાધના છે. -વિનોબા ભાવે

સરસ જિંદગી એ છે જેમાં જ્ઞાનનું માર્ગદર્શન હોય અને પ્રેમની પ્રેરણા હોય. -બર્ટ્રાન્ડ રસેલ

હે પરમાત્મા, મારી વાણી મારા મનમાં સ્થિર થાઓ અને મારું મન મારી વાણીમાં સ્થિર થાઓ. -ઐતરેય ઉપનિષદ

દરેક વ્યક્તિમાં અનંત શક્યતા છે. આપણામાંના પ્રત્યેકમાં કોઈક એવું બીજ છે જેમાંથી વૃક્ષ પ્રગટી શકે. -પ્રે. મહાદેવ ધોરિયાણી

તમારી આકાંક્ષાઓ એ તમારી શક્યતાઓ છે. જેવી આકાંક્ષા તેવી સિદ્ધિ. -રોબર્ટ બ્રાઉનીંગ

જેણે મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુ:ખ, માન-અપમાન બધું સરખું છે. -ચાણક્ય

જો તમને એક ક્ષણનો પણ અવકાશ મળે, સમય મળે તો તમે તેનો ઉપયોગ શુભ કાર્ય માટે કરો, કારણ કાળનું ચક્ર અત્યંત ક્રુર અને ઉપદ્રવી છે. -બેન્જામીન ફ્રેન્કલીન

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. -સ્વામી વિવેકાનંદ

પહેલાં ઈશ્વર પ્રાપ્ત કરો. પછી ધન કમાઓ. આથી ઊલટું કરવાની કોશિશ ન કરો. જો આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સાંસારિક જીવન ગાળશો તો તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો. -શ્રી રામકૃષ્ણ પરમહંસ

પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી. -કાકા કાલેલકર

જેની સિદ્ધિનો આધાર બીજા ઉપર છે, તેવું કર્મ કદી ન આરંભો. પણ જેની સિદ્ધિનો આધાર પોતાની જાત પર જ છે તે કર્મ અવશ્ય આરંભો.
-ભગવાન મનુ

બુરાઈ નાવમાં છિદ્ર સમાન છે, તે નાનું હોય કે મોટું, નાવને ડુબાડી દે છે. -કવિ કાલીદાસ

મનુષ્ય કેવી રીતે મરે છે તે મહત્વનું નથી, પરંતુ તે કેવી રીતે જીવે છે તે મહત્વનું છે. -હજરત અલી

મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે. -સ્વામી અખંડઆનંદ સરસ્વતી

જીવનમાં નિરંતર તાજગી અને અતૂટ દિલચસ્પી ત્યારે જ મળે છે કે જ્યારે આંતરિક વિકાસ નિરંતર થયો હોય. -શ્રી અરવિંદ

જ્યાં સુધી લોકો પોતાને સ્વયં સુધારવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી સુધારો થવો અસંભવ છે. -કનૈયાલાલ મુનશી

જેણે ધન ભેગું કર્યું અને તેને ગણવામાં જ રહ્યો છે તે એવા ભ્રમમાં હોય છે કે ધન તેને જીવિત રાખશે. -કુરાન

પોતાની આવશ્યકતાઓ ઓછી કરીને આપ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો. -મહાત્મા ગાંધી

કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી કેળવણી માણસની માણસાઈ લઈ લે છે.
-સરદાર વલ્લભભાઈ પટેલ

સજા આપવાનો અધિકાર કેવળ પ્રેમ કરવાવાળાને જ છે ! -રવિન્દ્રનાથ ટાગોર

મનને હજાર પાંખ છે. હૃદયને એક જ પાંખ છે. છતાં જીવનનું સઘળું તેજ પ્રેમના અસ્ત સાથે વિલીન થઈ જાય છે. -ફાન્સિસ બાઉડિર્ણાન

જેમ કાંટાળી ડાળને ફૂલ સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વચ્છ સ્વર્ગસમુ બનાવી શકે છે.
-યોગવસિષ્ઠ

પવિત્ર વિચારોનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ. -સ્વામી વિવેકાનંદ

કવિતા એ બધા જ માનવીય જ્ઞાન, વિચાર, ભાવ, અનુભવ અને ભાષાની સુગંધ કળી છે. -જયશંકર પ્રસાદ

માણસ, નિશ્ચિત આકાર અને ઈન્દ્રિયોના સમુહના સજીવ ઢીંગલા ઢીંગલી એ માણસ નહીં પણ પોતાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી તેને ઓળખી, તેનો અહર્નિશ આભાર માનતાં જિવંત મંત્રો એ જ માણસ ! -ડૉ. ભરત મિસ્ત્રી

સાચુ બોલવાનો આગ્રહ રાખનાર માણસ બિલકુલ નિર્દોષ હોય તો પણ દુ:ખી થાય, એવો રુગ્ણ સમાજ આપણે કહેવાતા ધર્મની ઓથે રચી બેઠા છીએ. -ગુણવંત શાહ

દુનિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુ:ખની વાત છે.
-કાકા કાલેલકર

સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. -જેઈમ્સ લોવેલ

જીવનવાણી

A

|| જીવનવાણી ||

[1] સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.

[2] કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા હોય છે.

[3] દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.

[4] તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં.

[5] તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.

[6] આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ. જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.

[7] સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.

[8] જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.

[9] ઘસાઈ જજે, કટાઈ ના જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.

[10] હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.

[11] લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.

[12] તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.

[13] ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય એનો પણ.

[14] ગંદકી સામે જંગ માંડજે.

[15] પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે – ભલે એ કામ ચાહે તેવું નજીવું હોય.

[16] એવી રીતે જીવજે કે તારાં બાળકો જ્યારે પણ ઈમાનદારીનો, નિષ્ઠાનો અને પ્રમાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે.

[17] જેમને એ વાતની કદી જાણ પણ થવાની ન હોય એવા લોકો માટે કશુંક સારું કરતા રહેવાની આદત કેળવજે.

[18] દિમાગ મજબૂત રાખજે, કાળજું કૂણું.

[19] કોણ સાચું તેની ફિકર કરવામાં સમય ઓછો ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે.

[20] એકંદર યુદ્ધમાં વિજય મેળવવા કાજે નાની નાની લડાઈઓમાં હસતાં શીખજે.

[21] જે ગાંઠ છૂટી શકે તેને કાપતો નહીં.

[22] દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.

[23] યાદ રાખજે કે સફળ લગ્ન જીવનનો આધાર બે વસ્તુ પર રહે છે (1) યોગ્ય પાત્ર શોધવું અને (2) યોગ્ય પાત્ર બનવું.

[24] તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઈન્સ્ટાઈનને.

[25] એટલું સમજજે કે સુખનો આધાર માલમિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ, પણ આપણે જેમને ચાહતા કે સન્માનતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો પર રહે છે.

[26] તને માન મળે તેમાં બીજાને સહભાગી બનાવજે.

[27] ‘મને એની ખબર નથી’ એમ કહેતાં ડરતો નહિ. ‘મારાથી ભૂલ થઈ’ એમ કહેતાં અચકાતો નહિ. ‘હું દિલગીર છું’ એટલું બોલતાં ખચકાતો નહિ.

[28] ક્યારેક નિષ્ફળ નીવડવાની પણ તૈયારી રાખજે.

પ્રેરણાની પળોમાં

A

|| પ્રેરણાની પળોમાં ||

[1] તમારી જાતને મહત્તા બક્ષો

Whatever your work is
Diginify it
With your best
Thought and effort – E. Baldwin York
તમારા ભાગે આવેલાં કામ કે નોકરીને નીચાં ન ગણો. જે પ્રવૃત્તિ હાથ ધરી હોય કે કામ સોંપાયું હોય તેને તમે મહત્તા બક્ષો. તમે જ તમારા કામને નીચું ગણશો તો બીજાઓ તેને કેમ મહત્વનું ગણશે ? એક વખત તમે તમારી જાતને મહત્તા આપશો એટલે તે નીચું કામ પણ મોટું બનશે. કામ હાથમાં લીધા પછી તમામ વિચારો અને પ્રયાસો તમારા કામને ઉદાત્ત બનાવવામાં લગાવો. ભગવાન તમને જરૂર મદદ કરશે.

[2] સુખમાં સ્વાવલંબન

Happiness is inward
not outward
So it does not depend
on what we have
but on what we are. – Henry Van Dyke
સુખ શોધવા લાંબા હાથ કરીને અને એ હાથને ચીજવસ્તુઓથી ગંદા કરવાને બદલે સુખ આપણી અંદરથી જ શોધવું જોઈએ. ટેલિવિઝન, ટેપરેકર્ડર કે રેફ્રીજરેટરમાંથી સુખ મેળવવાનાં ફાંફાં ફોગટ છે. કોઈ ચીજ આપણી પાસે હોય તો જ સુખી થઈ શકીએ એવી શરત ખતરનાક છે. સુખ બિનશરતી છે અને તે હંમેશાં હાજર છે. આપણે શું છીએ, કેવા છીએ અને કેટલા સબળ છીએ તેના ઉપર સુખનો આધાર છે. તમે જેટલા નક્કર હો અને આંતરિક રીતે મજબૂત હો તેટલું તમારું સુખ શાશ્વત છે.

[3] પ્રશંસાની આકરી કિંમત

Applause is the
Beginning of abuse – Japanese Proverb
બીજા લોકો તમારાં વખાણ કરે તેમ ઈચ્છતા હો તો કદી જ તમારાં વખાણ જાતે કરતા નહિ. એ પ્રકારે તમારી ટીકા કારણ વગર થતી હોય કે તમે નિર્દોષ હો છતાં ખોટા આક્ષેપ થતા હોય ત્યારે બચાવ કરવાને બદલે ચૂપ રહેજો. જ્યોર્જ બર્નાર્ડ શૉ એ કહેલું કે ‘સાયલન્સ ઈઝ ધી મોસ્ટ પરફેકટ એક્સપ્રેશન ઑફ સ્કોર્ન’ તમે માત્ર ચૂપકીદી ધારણ કરીને શ્રેષ્ઠ વિરોધ નોંધાવી શકો છો. વખાણની લપેટમાં આવી જવાનું બહુ સહેલું છે. પણ જ્યારે તમે પ્રશંસાના વ્યસની થઈ જશો ત્યારે બાહ્ય વખાણ ઉપર જ તમારું સુખ અવલંબિત રહેશે. તમારા સુખની ચાવી બીજાની પેટીમાં ચાલી જશે. વળી તમે પ્રશંસાને પાત્ર ન હોવા છતાં પ્રશંસા થતી હોય તે તો બહુ ખતરનાક છે. એ તો એક જાતનો કટાક્ષ છે અને જ્યારે તમારે માટે તાળીઓ પડવા માંડે ત્યારે ધ્યાન રાખજો કે એ જ તાળી પાડનારા હાથ કદાચ તમારા ગાલ ઉપર આવશે.
[4] ધ્યેય અને ઈચ્છા

Great Minds have
purposes,
Others have wishes – Washington Irving
કેટલાક લોકો નસીબ ઉપર આધાર રાખીને વિવિધ ઈચ્છાઓ કર્યા કરે છે. પરંતુ માત્ર ઈચ્છાઓ કરવાથી કંઈ વળતું નથી. કદાચ તમે કોઈ સારા કૉન્ટ્રક્ટ, સારી નોકરી, સારો ધંધાનો સોદો કે સારી પેઢીની અપેક્ષા કરો અને તે મળી પણ જાય. પરંતુ એ નોકરી કે સારા ધંધાને જાળવી રાખવા કે તેને સારી રીતે ચલાવવામાં નસીબ કામ લાગતું નથી. તેમાં તો તમારે તનતોડ મહેનત કરવી પડે છે. વળી માત્ર મહેનત કરવાથી બહુ મળતું નથી. દરેક વ્યવસાય કે ધંધો ઉપાડો ત્યારે તેમાં કંઈક ધ્યેય હોવું જોઈએ. મોટા મનનાં માણસો પાસે હંમેશાં કશુંક ધ્યેય હોય છે ત્યારે સરેરાશ શક્તિવાળા માત્ર ઈચ્છાઓ રાખે છે. તમે ઈચ્છાઓ રાખવા કરતાં ઊંચાં ધ્યેય રાખો. ઊંચું ધ્યેય માણસને પૈસાથી જ નહિ પણ અનેક રીતે સમૃદ્ધ બનાવે છે.

[5] દોસ્તી – જીવનનું ધાવણ

A real friend is one who
Walks in when the rest
of the world walks out – Walter Winchell
દોસ્તી વિશે એક વાક્યમાં એક વિદ્વાને લખેલું કે, ‘જો તમારે દુશ્મનો જોઈતા હોય તો બીજાથી ચપળ થઈને ટપી જાઓ. પણ જો તમારે મિત્રો જોઈતા હોય તો તેને તમારાથી આગળ થઈ જવા દો’ આ સ્પર્ધાત્મક જગતમાં પૈસા બનાવવા સહેલા છે પણ મિત્ર બનાવવા અઘરા છે. પૈસાથી દોસ્ત ખરીદી શકાતો નથી. પૈસાથી ખરીદાયેલો દોસ્ત વધુ પૈસાથી ખરીદાઈ જાય છે. ખલિલ જિબ્રાન જેવા ફિલસૂફે કહ્યું છે કે, ‘કશુંક આપવાથી મિત્ર બનતો નથી. તમારી માલિકીની કોઈ ચીજ આપો તેનાથી મિત્ર બનાવી શકાતો નથી. તમે નિષ્ઠાપૂર્વક તમારી આખી જાત આપો ત્યારે જ સાચો મિત્ર મળે છે.’ – પણ બધાને સાચા મિત્ર મળતા નથી. ખરો મિત્ર મેળવવા માટે પોતે ખરા બનવું જોઈએ. સાચો મિત્ર એ જ છે જ્યારે આખી દુનિયા છોડીને ચાલી જાય ત્યારે મિત્ર તમારી પાસે આવે છે. મારી દષ્ટિએ સાચો મિત્ર એ છે કે જે આપણી મૂંઝવણ અને નિરાશામાં કંઈ સલાહ આપવાને બદલે બોલ્યા વગર દિલાસો આપે.

[6] તમારી આંતરશક્તિને અનુસરો

A man who trims
himself to suit
everybody will soon
whittle himself away. – Charles Schwab
દરેક વ્યક્તિએ પોતાના ધોરણ મુજબ જ જીવવું જોઈએ. કોઈ બીજાએ ઘડેલી માર્ગરેખા ઉપર આપણે દોડી શકીએ નહીં. કોઈ સાહસ કરવા જઈએ તો બીજાના મતથી ડરીએ તો સાહસ થતું નથી. વળી તમારી જાતને બીજા લોકોના અભિપ્રાય પ્રમાણે ઘડ્યા કરશો તો લોકો પોતપોતાના મતથી તમારાં છોતરાં ઉડાવી દેશે. જગતના તમામ લોકોને તમે ખુશ રાખી શકતા નથી. કંઈક ઊજળું અને અનોખું કરવા જતાં, કોઈકને નારાજ કરવા જ પડશે. બીજાના રાજીપા માટે તમારી જાતને કે તમારા સિદ્ધાંતોને પાતળા બનાવી શકાય નહિ. બીજાના અભિપ્રાય ઉપર ચાલનારો જલદીથી નષ્ટ થઈ જાય છે. માત્ર તમારી આંતરશક્તિને અનુસરીને કામ કરો. આત્માનો અવાજ જ તમને સાચે રસ્તે પહોંચાડે છે.

[7] શાંતિથી બોલો

Nothing lowers
the level of conversation
than raising the voice – S.H.
ઘણી વખત આપણે સાચા હોઈએ ત્યારે ઉગ્રતાથી બોલવા માંડીએ છીએ. પરંતુ સત્યમાં પણ ક્યાંક ખાંચો રહી જતો હોય અને સામી વ્યક્તિ વધુ બુદ્ધિશાળી હોય ત્યારે તમારી ભૂલ પકડી પાડે તો તમારે ઢીલા થઈ જવું પડે છે. એટલે શ્રેષ્ઠ રસ્તો એ છે કે ગમે તેટલા સાચા હોઈએ છતાં સહિષ્ણુ બનવું. ખોટા માણસની વાત પણ શાંતિથી સાંભળવી. મિજાજ ગુમાવવાથી ઘણી વખત મુદ્દો ગુમાવી બેસીએ છીએ. દલીલમાં ઉગ્રતા લાવવાથી શક્તિ વેડફાય છે અને શાંતિથી બોલવાથી સામી વ્યક્તિ પ્રભાવિત થાય છે.

[8] સાધારણ છતાં સુંદર બનો

The Power of a man’s virtue
Should not be measured by
his special efforts, but by his
ordinary doing. – Blaise Pascal
કેટલાક લોકો ઓલિમ્પિકની રેસમાં દોડીને પ્રથમ નંબર મેળવવો હોય તે રીતે દોડીને એક કામમાં ઝળકી જાય છે, પણ એક કામમાં ઝળકી જવાથી જીવનની સમાપ્તિ થઈ જતી નથી. માણસે 24 કલાકની તમામે તમામ પળને સુંદર રીતે જીવવાની હોય છે. ઘણા લોકો સ્પેશિયલ પ્રયાસો કરવામાં કુશળ હોય છે પણ રોજિંદા જીવનમાં ઢંગધડો હોતો નથી. સ્ત્રીઓને ફૅશન શીખવતી નારી ફૅશનેબલ થઈને બહાર ફરે છે. તેના ઘરમાં ગંદકીના ઢગ હોય છે. આવી નારી રાતના ઉજાગરા કરીને ફૅશનેબલ ડ્રેસમાં પ્રથમ ઈનામ મેળવે તોપણ તેનો પ્રયાસ ધૂળ જેવો છે. જો પળેપળનું જીવન સુંદર અને વ્યવસ્થિત ન હોય તો આંજી દે તેવી એક સિદ્ધિ નકામી છે. જીવન એ કાંઈ ઓલિમ્પિકનું મેદાન નથી. રોજેરોજ સામાન્ય પ્રવૃત્તિમાં આપણે ઝળકવાનું છે. શાંત મન, પ્રેમાળ સ્વભાવ, ધીરજ અને સહિષ્ણુતાના ગુણોથી જ આ ઑર્ડિનરી જીવન જીવી શકાય છે. અસાધારણ બનીને રેઢિયાળ જીવન જીવવા કરતાં સામાન્ય બનીને સુંદર જીવન રાખવું વધુ સારું છે.

[9] વિચારનું મૂલ્ય મોટું છે

It is what we value
not what we have, that
make us rich – J. Harold Smith
માનવી કઈ વસ્તુને કીમતી ગણે છે તે મહત્વનું છે. માત્ર પૈસાને મહત્વનો માનનારો માણસ ધનવાન નથી. ઘણા લોકોને માનવ-હૃદયની કિંમત જ હોતી નથી. પૈસાની જ ગણતરી કર્યા કરે છે. જો આપણને આપણા ઝૂંપડાનું ખૂબ મૂલ્ય હોય અને એ ઝૂંપડાનું જતન કરીને અને તેને મહત્વનું ગણીને ચાલીએ તો તે ઝૂંપડું પણ મહેલ બની જાય છે. આખરે તો આપણા વિચારો જ આપણને ગરીબ કે સમૃદ્ધ બનાવે છે. એક સુંદર વિચારનો ઝબકારો લાખ્ખો રૂપિયા જેટલું મૂલ્ય ધરાવે છે. માણસે પોતાના વતી વિચારવાનું કામ બીજાને સોંપવું ન જોઈએ. જે બીજાના વિચારો પ્રમાણે ચાલે છે તે ગુલામ છે. તે પોતાની જાતનો દ્રોહી છે. હંમેશાં પોતાના વિચારો પ્રમાણે જ જીવવું જોઈએ. પોતાના વિચારો પ્રમાણે જ દરેક ચીજનું મૂલ્ય આંકવું જોઈએ. જો આપણે આપણાં મૂલ્યો સ્થાપિત કરીશું તો પૈસા નહીં હોય તોપણ આપણે ધનિક હોઈશું.

[10] જીવનથી મૂલ્યવાન બીજું કંઈ નહિ

Life is hard
But, compared to what ? – Sydney Harris
ઘણા લોકો કકળાટ કર્યા કરે છે કે, ‘ભાઈ, આ જીવન બહુ કઠિન છે.’ પરંતુ સંઘર્ષ વગરના જીવનમાં કોઈ સ્વાદ નથી. વળી, જીવન ગમે તેવું કઠણ હોય પણ જીવનની સરખામણીમાં બીજી કઈ સહેલી વસ્તુ જગતમાં છે ? શ્રી સિડની હેરીસ બહુ સરસ અને માર્મિક પ્રશ્ન પૂછે છે, ‘જો જીવન કઠિન હોય તો તે કઈ ચીજની સરખામણીમાં કઠિન છે ?’ આડકતરી રીતે તેઓ કહેવા માગે છે કે મૃત્યુની સરખામણીમાં તો જીવન ગમે તેટલું કઠિન હોય તોપણ જીવવા લાયક છે. મરી ગયા પછી તો કંઈ બાકી રહેતું નથી. એટલે જે જીવન મળ્યું છે તે કઠણ હોય તોપણ સ્વાદથી જીવો.

ચિંતન-પંચામૃત

A

|| ચિંતન-પંચામૃત ||

[1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં !

[2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં !

[3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !

[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !
[6] સવારે જ ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે, યાદ રાખો. સતત ખીલેલું કશું જ રહેતું નથી !

[7] બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક જ પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે, બાકી તો દિવસે દિવસે વેતરાતું જ જવાય છે, ચંદ્રને ઓળખો છો ને ?

[8] કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. એ ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી !

[9] પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !

[11] ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં એ ઊગતા સૂરજનું જ અપમાન છે, કારણ એ એ જ સૂરજ છે જેને સવારે તમે જ પૂજ્યો હતો ને કાલે પાછો એ ઊગવાનો જ છે !

[12] હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13] સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, એ નિતાંત છે, નિશ્ચલ છે !

[15] પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં, પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની જ બને છે, સુવર્ણરજની નહીં !

[16] દરેક ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.

[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !

[18] પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !

[19] લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી એ બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20] દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા. દરેક ક્ષેત્રમાં આવું જ હોય છે, મરજીવા જ પામી શકે છે, લગે રહો !

[21] તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, મા તેનું નિવારણ !

[22] બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી, પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો !

[23] તમે જેની પાછળ પડ્યા છો એ આગળ જ રહેવાનો છે, એ ખ્યાલમાં રાખજો !

[24] દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !

[25] લગ્ન ન કરો કે ન થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26] વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો !

[27] તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું જ અટકી જવાનું નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !

[28] કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !

ચિંતનમોતી

A

|| ચિંતનમોતી ||

[1] નાનામાં નાની બાબતના અસ્તિત્વમાં આખાય વિશ્વનો ફાળો હોય છે. સમગ્ર વિશ્વસર્જિત ઘટના સિવાય કોઈપણ ઘટના બની શકે નહિ.

[2] તમારા મન પર અતિશય તત્પરતાથી લક્ષ રાખો, કારણ ત્યાં જ તમારું બંધન અને સ્વાતંત્ર્યની ચાવી છે.

[3] જો તમારે જગતને મદદ કરવી હોય તો તમારે મદદની આવશ્યકતાથી પર થવું જોઈએ.

[4] પ્રેમ એટલે દઢ ઈચ્છા. તમારા આનંદમાં બધાને સહભાગી કરી લેવાની દઢ ઈચ્છા. આનંદિત હોવું, આનંદિત કરવું એ જ જીવન છંદ-લય-તાલ છે.

[5] સાધના શ્રમવિહિન હોય છે, કારણ કે એમાં ‘કરવા જેવું’ કશું નથી હોતું. ઉલ્ટાનું કશું જ ‘ન કરવાનું’ એ જ કરવાનું હોય છે !

[6] તમે જેવા તદ્દન છો તેવા જ રહીને જેટલા સુખી છો તેટલા સુખી તમે અન્ય કશાના સહવાસથી કદી પણ થનાર નથી. સુખની શોધમાં નીકળશો તો દુ:ખોના જ માર્ગ પર આવી પડશો.

[7] સુખ નિદ્રાધીન કરે છે – દુ:ખ જગાડે છે. તમને દુ:ખ ન જોઈતું હોય તો નિદ્રાથી સાવધાન રહો.

[8] સર્વ કાંઈ બનવા કાળ હશે તેમ બનશે કારણ જગત જેવું હોવું જોઈએ તેવું જ છે.

[9] પરિણામોની અપેક્ષાવાળી શ્રદ્ધાની કશી જરૂર નથી.

[10] તમારી પાછળ સુખ અને દુ:ખનો ઘોંચપરોણો હોવાથી તમે જ્ઞાનની શોધમાં રહો છો.

[11] તમે શું છો તે જુઓ. બીજાઓને એ વિષે તમે પૂછો નહિ. તમારા વિશે બીજાઓએ તમને કશું કહેવાની જરૂર નથી.

[12] તમારું સ્વાતંત્ર્ય વિચારોમાં અને કર્મમાં ભરપૂર વ્યકત કરો.

[13] જ્યાં સુધી દેહની આવશ્યકતા છે ત્યાં સુધી દેહ ટકી જ રહેશે. મહત્વ દીર્ઘ જીવનનું નહિ, પૂર્ણ જીવનનું છે.

[14] પાપની વિરુદ્ધ તમે જે પુણ્ય કહો છો તે ભયથી ઉત્પન્ન થયેલ આજ્ઞાપાલન હોય છે.

[15] આદત અને પુનરાવર્તનની ઈચ્છાથી યોગી અને ભોગી બન્ને નિષ્ફળ જાય છે.

સુવિચારોનું સરોવર

A

|| સુવિચારોનું સરોવર ||

સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ

મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. –કબીર

જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. –ડબલ્યુ એમ. ઈવાર્ટસ

બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. –ચાણક્ય

પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ

હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે. –સ્વામી વિવેકાનંદ

બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે. –ડેલ કાર્નેગી

સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો. –ખલીલ જિબ્રાન

કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી. –જે. કૃષ્ણમૂર્તિ

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે. –દયાનંદ સરસ્વતી

આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. –ચાણક્ય

જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? –બબાભાઈ પટેલ

પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.

–રવીન્દ્રનાથ ટાગોર

જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. –ગુરુ નાનક

માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. –ઉમાશંકર જોશી

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. –હરીન્દ્ર દવે

જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. –ડૉંગરે મહારાજ

ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. -થોમસ પેઈન

ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ? –રવીન્દ્રનાથ ટાગોર

હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. –આલબર્ટ આઈન્સ્ટાઈન

જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. –શ્રીમદ્ રાજચંદ્ર

આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઈટૉન

દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. –ફાધર વાલેસ

આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ

બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. –વિનોબાજી

વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. –શ્રી મોટા

જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ? –શેખ સાદી

મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ? –ગોનેજ

આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. –સ્વેટ માર્ડન

જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. –ધૂમકેતુ

કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ

ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. –પ્રેમચંદ

દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. –રવીન્દ્રનાથ ટાગોર

ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. –રહીમ

ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. –ગાંધીજી

જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. –કાંતિલાલ કાલાણી

મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. –મધર ટેરેસા

માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. –ફાધર વાલેસ

મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. –રવીન્દ્રનાથ ટાગોર

તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું ! –રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે. –એડવિંગ ફોલિપ

કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

–મોરારજી દેસાઈ

હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. –ચાલટેન હેસ્ટન

માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. –ડૉ. રાઘાકૃષ્ણન

વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ

દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. –લોકમાન્ય ટિળક

દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. –ધૂમકેતુ

આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. –જોન ફ્લેયર

જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. –શંકરાચાર્ય

જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. –શ્રીમદ્ રાજચંદ્ર

ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
–કવિ કાલિદાસ

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. –આરિફશા

એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં. –શરતચંદ્ર

સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે. –કવિ કલાપી

એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય. –લોવેલ

સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી. –ચાણક્ય

આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે. –અર્લ વિલ્સન

જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ. –ખલિલ જિબ્રાન

જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે. –લૂઈ જિન્સબર્ગ

આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો. –જનરલ એબ્રગોન

ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. –સરદાર પટેલ

જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે. –જેરેમી ટેસર

મનહંસા મોતી ચારો

A

|| મનહંસા મોતી ચારો ||

[1] માનવી ધનવાન કે કુળવાન હોવાથી સારો કે સદગુણી નથી બનતો. એનાં કાર્ય, લીધેલું પાર પાડવાનો સંકલ્પ એને સાચો માનવી ગણવાને હક્કપાત્ર બનાવે છે, સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે.

[2] દુ:ખ અને સુખની ઘટમાળ અંધારા અને અજવાળાની ઘટમાળ જેમ ફરતી રહે છે. જે લોકોને તેનો લાભ લેતાં આવડે છે તે જ સાચું જીવન જીવી જાય છે.

[3] આપણી મોટામાં મોટી ભૂલ એ થઈ છે કે મનુષ્યને બદલે સમાજને વધારે મહત્વનું સ્થાન આપી દીધું છે. મનુષ્યને નાનો માન્યો છે અને સમાજને મોટો ગણ્યો છે. પરિણામ એ આવ્યું છે કે સમાજ મનુષ્યની ઉન્નતિનું સાધન ન બનતાં બંદીઘરની ગરજ સારે છે. આ આપણી ભૂલ સુધારીને સમાજ માટે વ્યક્તિ નથી પણ વ્યક્તિ માટે સમાજ છે તેમ સ્વીકારવું જોઈએ.

[4] તમે સાચા વિદ્યાર્થી બનજો. પુષ્કળ જ્ઞાન મેળવજો. એ જ્ઞાન એટલે વાંચન તો ખરું જ પણ માત્ર વાંચન નહિ. વાંચનથી જે જાણો અને સમજો તેને અનુભવની કસોટી ઉપર ચઢાવજો અને તમારી આસપાસનું અવલોકન કરી મેળવેલા જ્ઞાનની પરીક્ષા કરજો. જિજ્ઞાસાવૃત્તિ-જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખ સદાયે જલતી રાખજો. એ ભૂખ માનસિક તંદુરસ્તીની નિશાની છે.

[5] ઊઠ, કામે લાગ, કર્તવ્ય-કર્મ એ તારો ચિરપંથ છે. રસ્તો વટાવતાં ટેકરીઓ ઉપર ઘૂમવાનું રહેશે. થાક લાગે ત્યારે વૃક્ષની શીતળ છાયા તૈયાર છે. તૃષા લાગે ત્યારે ઝરણાનું સ્વચ્છ જળ તને પ્રાપ્ત થશે. ક્ષુધા લાગે ત્યારે વનનાં પરિપકવ ફળો તારું સ્વાગત કરવા હાજર છે. સૂરજ અને ચંદ્ર જ્યાં સુધી આકાશમાં પોતાનાં કર્તવ્યપંથ રત રહે છે ત્યાં સુધી તું આગળ જા, અને સિદ્ધિ તને વરમાળા પહેરાવશે. પથિક ! તારો જય હો !

[6] સતત પરિશ્રમને પરિણામે જ મિસરના પિરામિડ ઊભા થઈ શક્યા હતા. સતત પરિશ્રમના પ્રતાપે જ જેરૂસાલેમનું વિશાળ અને ભવ્ય મંદિર ઊભું થઈ શક્યું હતું. ચીનનું રક્ષણ કરનારી ફરતી લાંબી દીવાલ ખડી થઈ શકી હતી તે પરિશ્રમના પરિણામે જ વાદળોથી ઢંકાયેલો આલ્પ્સ પર્વત અને અજોડ એવરેસ્ટ પણ જીતાયું. વિશાળ અને તોફાની એટલાંટિકનો માર્ગ મોકળો થતો હતો. જંગલ અને પહાડો સાફ કરી મોટાં નગરોનું નિર્માણ થયું હતું. રેલવે, મોટર, એરોપ્લેન વગેરે પરિશ્રમનું જ પરિણામ છે. જીવનમાં એવી કઈ વસ્તુ છે જે સતત પરિશ્રમથી સાધ્ય કરી શકાતી નથી ?

[7] આળસને દૂર કરવી એ મનને વ્યવસ્થિત કરવાનું પ્રથમ પગથિયું છે. એ જ ઘણું સુગમ પગલું છે અને તે પૂર્ણ કર્યા સિવાય બીજાં પગથિયાં ચઢવાં મુશ્કેલ છે. આળસને વળગી રહેવું એ સત્યમાર્ગ સામે મજબૂત દીવાલ ઊભી કરવા બરાબર છે. શરીરને જોઈએ તે કરતાં વિશેષ સુખ તથા આરામ-ઊંઘ આપવામાં, લાસરિયાં કરવામાં અને જે કામો તરત કરવાં જેવા હોય છે તે તરફ બેદરકાર રહેવામાં યાને નહીં કરવામાં આળસ સમાયેલી છે. સવારમાં વહેલાં ઊઠીને, શરીરના પૂર્ણ આરામ પૂરતી ઊંઘ લઈને અને દરેક કામ તથા ફરજ પછી ભલે તે ગમે તેવાં નજીવાં હોય, તે તેના યોગ્ય કાળે તરત મન દઈને બજાવવાં. આ રીતે આળસ દૂર કરવી જોઈએ.

[8] વાહ રે જુવાન, તું પણ કોઈ અજબ નિરાશાવાદી લાગે છે. પ્રયત્નથી સચ્ચાઈ તારે પડખે ઊભી છે અને છતાં તું કહ્યા કરે છે કે ‘મારે પડખે કોઈ નથી.’

[9] નીચેની ચીજો યાદ રાખો.

-સમયની કિંમત
-ખંતનો વિજય
-કામ કરવાનો આનંદ
-સાદાઈની મહત્તા
-ચારિત્ર્યનું મૂલ્ય
-ભલાઈની તાકાત
-દાખલની અસર
-પરજનોનો ઉપકાર
-ધીરજનાં ફળ
-ક્રોધનું મારણ

[10] આ પ્રમાણે જીવો :

-મગજ ઠંડુ રાખો
-પગ ગરમ રાખો
-હૃદય પવિત્ર રાખો
-પેટ પોચું રાખો
-આંખોમાં અમી રાખો
-વડીલ પ્રત્યે અદબ રાખો
-મિત્ર પ્રત્યે વફાદારી રાખો
-પાડોશી સાથે સુસંપ રાખો
-કુટુંબ પ્રત્યે મમતા રાખો
-સ્વાત્મા પ્રત્યે નિખાલસતા રાખો

ચિંતનદીપ ભાગ – 2

A

|| ચિંતનદીપ ભાગ – 2 ||

[1] દુનિયાદારી જો ઊજળી કરવી હોય તો બીજામાં જે સદગુણ હોય તે તમે સ્વીકારો. એ માટે તેની પાસે માંગવાની જરૂર નહિ પડે. તમારા મનમાં જ એવી શક્તિ છે કે સદગુણનો તે સ્વીકાર કરાવે છે.

[2] પાનખર પછી હંમેશા વસંત આવે છે. કોયલના ટહુકાર, આંબે મંજરી, વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં, ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે એટલે જીવનમાં જેવું દુ:ખ આવે તો તેને ગણકારશો નહિ. એનાં પાંદડાં ખરી જશે અને નવાં સુખનાં કૂંપળ ફૂટશે.

[3] વિશિષ્ટ વ્યક્તિત્વ ખીલવવા ચાહતા હોય તેવા યુવાનોએ કે માનવે સત્યને અને સમયને વફાદાર રહેવું જોઈએ. આથી અનેરી સફળતા હાંસેલ થતી રહે છે, જે જીવનમાં સુખ, શાંતિ અને સંતોષ આપે છે.

[4] માનવીએ જીવનને ત્રાજવે તોળતા પહેલા પ્રેમની વાત વિચારવા જેવી છે. પ્રેમમાં જ સાચી સરળતાની અને સફળતાની સુવાસ છે. સામાન્ય માણસ મનમાં આવે એમ દીધે રાખે કે બોલ્યે રાખે પણ સમજદાર માણસ તો સાચું શું તેની પ્રેરણા આપતો હોય છે.

[5] જેનાથી માનવી ડરતો હોય તેનાથી ભય મુક્ત થવાની રીત એક જ રીતે પાર પડે, અને તે એ કે કામમાં પ્રવૃત્ત થવું. જેમ જેમ તમે કાર્યમાં આગે કદમ કરશો તેમ તેમ વિશ્વાસ વધતો જશે. આ રીત અપનાવવા જેવી ગણાય.

[6] માનવીએ ખરેખર સુખી થવું હોય તો આ શબ્દો જીવનમાં જરૂર જણાય ત્યારે આચરણમાં મૂકતા જવાં : ગમશે, નભી જશે, બની જશે, પરવડશે, ફાવશે, ચાલશે ભાઈ ચાલશે. – આ શબ્દોથી સુખનો માર્ગ મળે છે.

[7] દરેક સિદ્ધ હસ્ત લેખકને અપનાવવા જેવા ત્રણ સિદ્ધાંતો હોય છે. એક તો પોતાની કલ્પનાને વફાદાર રહી સર્જન કરવું, લેખન અંગે કોઈની સલાહ કદાપિ લેવી નહિ અને ત્રીજો લેખન ચાલુ હોય ત્યાં સુધી કોઈને વાંચવા આપીને સલાહ લેવી નહિ. આ ત્રણ નિયમને અનુસરનાર લેખક સુંદર સર્જન કરી શકે છે.

[8] દરેક સ્ત્રીનું સાચું ભૂષણ છે શીલવંત સ્વભાવ. સદાય લજ્જા અને વિવેકભરી મધુરવાણી રાખે તેનો ભારે આદર થાય છે.

[9] ઈર્ષ્યા અગ્નિ છે જે કરનારને બાળે છે ! અને અદેખાઈ મોટી ખાઈ છે તે કરનારને જ ખાબકવાનો સમય આવી જાય છે ! તે કોઈએ ભૂલવા જેવું નથી.

[10] સેવાનો અર્થ છે બીજાનું દુ:ખ જોઈ તેને હળવું કરવા પ્રેરાય અને પ્રયત્ન કરે, લોકોના હૈયાને સદા આશ્વાસન આપે. લોકોના અંતરમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દયે તેનું નામ સાચી સેવા.

[11] આનંદની અને શોકની લાગણી તે જેવાં કર્મ કરે તેની સાથે સંયુક્ત હોય છે. સારાં કર્મો કરનાર આનંદ પામે છે અને માનવતાહીન કર્મ કરનારને સરવાળે શોક જ ભોગવવાનો રહે છે.

[12] માનવ પોતાનો જ વિનાશ પોતાના હાથે જ નોતરતો હોય છે. વિકાસ પણ પોતાના હાથે જ સર્જે છે. માનવે પોતાનો વિકાસ કરવો કે વિનાશ તે તેના કર્તવ્ય અને કાર્ય ઉપર આધારિત છે.

[13] શું ખાવું અને શું પીવું તેનો નિર્ણય યોગ્ય રીતે કરનાર દીર્ઘાયુ થાય છે. આયુષ્ય તેને આધારિત જ હોય છે. માટે જીભ કહે તે નહિ પણ દેહ સુખી રહે તેવો પોષણ આહાર લેવો પડે. આથી વિહાર આનંદપૂર્વક ભોગવાય અને વિચાર પણ સારા આવે.

[14] નીતીકારો કહે છે કે ઘરની ખામી કે કોઈ સાથે ઝઘડો થાય તો પણ ભૂલેચૂકે એ વાત મિત્રને પણ ન કરવી. કોઈના ઝઘડાની વાત જાણવામાં આવે તો પણ ઘરમાં ના કરવી !

[15] જરૂર જણાય તો માનવે પરંપરાનું પણ પરિવર્તન કરવું ઘટે. પરંપરા એટલે ચાલી આવતી નિયમાવલી. પણ જૂની પરંપરા આજના યુગમાં કદાચ ઉપયોગી ન પણ થાય. જૂની પરંપરાને અનુસરવાનો જે આગ્રહ રાખે છે તે ખત્તા ખાય છે, આ પરિવર્તન યુગમાં.

[16] વ્યક્તિત્વ ખીલવવા માટે હાસ્ય જરૂરી ગણાય છે. તમે એવી વાત કરો કે તમને ખુદને અને સાંભળનારને ખડખડાટ હસવું આવે. આવી વાતો ઘણી વખત સદવાચનમાંથી પણ મળે છે. કહેવા જેવી વાતો યાદ રાખી પ્રસંગને અનુરૂપ તેને વહેતી કરો. સાંભળનારા પણ હસી ઊઠશે. ચારે તરફ વાતાવરણ આનંદમય થઈ જશે. બાહોશ માણસોનું આ કર્તવ્ય છે.

[17] પુસ્તકાલય વગરનું ઘર જળ વગરની નદી જેવું છે. પુસ્તકો મહામૂલ્યોવાળા ફર્નિચર કરતાં હજારોગણું માનવી માટે ઉપયોગી છે. પુસ્તકો તો આનંદદાયક સંગ કરાવે છે. નિરસ વાતાવરણને સરસ બનાવે છે. માનવીને વાચન નવી દુનિયાની સફર કરાવે છે જે અદ્દભુત હોય છે.

[18] માણસને સંતોની સભામાં જઈને પ્રવચન સાંભળવાનો સમય ન હોય તો પણ, નીતિથી ધંધો કરે, પારકી નિંદા ન કરે અને પોતાની બડાઈ ન કરે તો સંતના પ્રવચન જેટલો જ લાભ તેને સાંપડે.

[19] તમારી સાથે જે ચર્ચા કરવા આવ્યા હોય તેઓની વ્યવસાયની વાત હોય કે અન્ય વ્યવહારની વાત હોય પણ તેને ખંતપૂર્વક સાંભળો. એથી જ તેની અર્ધી હતાશા નાબૂદ થશે. પછી યોગ્ય જણાય તેવું તેને માર્ગદર્શન આપો. સામાને મહત્વ આપવાના ઘણાં રસ્તા હોય છે. તેમાં પ્રશ્નને અનુરૂપ પ્રત્યુત્તર મૂલ્યવાન ગણાય છે.

[20] યાદશક્તિ કરતાં પણ જેની કલ્પનાશક્તિ જો વધુમાં વધુ તીવ્ર હોય તો તે પોતાનું જીવન નિરાંતે માણી શકે. સારાં સ્વપ્નાં માનવીના હાથની વાત નથી પણ કલ્પનાનું જગત માનવી ધારે તો અદ્દભુત રચાવી શકે – માણી શકે અદ્દભુત મોજ.

ગુજરાતી સુવિચારો ભાગ – 2

A

|| ગુજરાતી સુવિચારો ભાગ – 2 ||

1. જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંતક્ષય. – ગાંધીજી
2. જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે. – પ્રણવાનંદજી
3. તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે. – ડૉ. રાધાકૃષ્ણન
4. અનેક શાસ્ત્રો જાણકારા, બીજાઓની શંકાઓનું સમાધાન કરનારા બહુશ્રુત પંડિતો પણ ઘણી વખત લોભને વશ થઈ સંસારમાં દુઃખ પામે છે. – મહાભારત
5. આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે. – ગાંધીજી
6. લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ જ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે. – મુક્તિપ્રભાજી
7. સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ,જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.
– જવાહરલાલ નહેરુ
8. પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે. આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે. – સ્વામી પ્રણવાનંદજી
9. માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે શ્રી ગીતાજી 6 , 5-6
10. તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી. –જ્યોતિન્દ્ર દવે
11. સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. —ગાંધીજી
12. અહિંસા સત્યની શોધનો આધાર છે. – ગાંધીજી
13. નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે. –મોરારી બાપુ
14. કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. – દત્તકૃષ્ણાનંદ
15. મૌનમાં નિષ્ક્રિયતા નથી, પૂર્ણતા છે. મૌનમાં નિવૃતિ નથી,જાગૃતિ છે. –ધૂમકેતુ
16. મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય – ટોલ્સ્ટૉય
17. જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. -આલ્બર્ટ આઈંસ્ટાઈન
18. શીખવા જેવી એક કળા છે અને તે છે ‘જે નથી તે નહિ જોવાની’કળા. – મારીયા મિશેલ
19. પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી. – ડબલ્યુ.એચ.બર્લીહ
20. સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું. – ગાંધીજી
21. જેણે પોતાના મનને જીત્યું નથી તે પોતે પોતાના પ્રત્યે શત્રુની જેમ વર્તે છે. – ગીતાજી [6 અધ્યાય- 6 શ્લોક]
22. તું બધાં જ કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે. તેની ચિંતા છોડ. હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ. – શ્રીમદ ભગવતગીતા
23. અવલોકનદૃષ્ટિ ગરૂડ જેવી બનાવો જે વિશ્વપદાર્થોનાં ઉપરછલ્લાં સ્વરૂપોને,ભીતરનાં ભંડારને બહાર લાવી શકે છે. એના ખરા સ્વરૂપને અનાવૃત્ત કરી શકે છે. – ગાંધીજી
24. બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. –ચાણક્ય
25. દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથીભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ. – સાયરસ
26. યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. — રસ્કિન
27. સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈદ્ય છે. –રૂસો
28. આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ. – સ્વામી સચ્ચિદાનંદ
29. જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી. – મહાદેવી વર્મા
30. તાપને તપમાં બદલી શકે તે જ્ઞાની. – ગાંધીજી
31. એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં., –રૂલેવી આબીડન
32. હૃદય પાસે એવા કારણો હોય છે કે જે બુદ્ધિ સમજતી નથી. – બેસંટ
33. હકનો ભાવ છોડો. -મુનિ તરુણસાગરજી
34. ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે જ સાચો વિશ્વાસુ ભક્ત.– હરીભાઈ કોઠારી
35. ¬આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે. – તથાગત બુદ્ધ
36. કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે. – પૂ. પાંડુરંગ શાસ્ત્રી
37. હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને આગળ વધોતે છે. – નેપોલીયન બોનાપાટ
38. કામનો યશ કોને મળશે એ જોય વિના કામ કરવું એ કામ પતાવવાની અને યશસ્વી થવાની સારામાં સારી રીત છે. – બેંજામિન જોવટ
39. મને ભવિષ્યમાં રસ છે કારણ કે મારી બાકીની જિંદગી હું ત્યાં જીવવાનો છું. -ચાર્લ્સ કેટરીંગ
40. આપણે સમજીએ કે આપને ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે. – ભર્તૃહરિ
41. મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરીમાહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો. – વેદ
42. માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે. – વિશ્વામિત્ર
43. શ્રવણ અને મનનની ટેવ પાડો. આપણે કોણ છીએ? શું છીએ?ક્યાં છીએ? આ વિશ્વ ક્યાં છે? વિચારો. વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી. – સાંઈબાબા
44. સમાજમાં સજ્જન અને દુર્જન સાથે જ રહેતા હોય છે. જો દુર્જન પોતાનો સ્વભાવ છોડી શકતા ન હોય તો સજ્જને પોતાનોસ્વભાવ શા માટે છોડી દેવો જોઈએ? – શંકરાચાર્ય
45. મિત્રતા એ એક નાજુક જવાબદારી છે. –રત્નસુંદરવિજયજી
46. આપણી સંસ્કૃતિમાં માનું સૌથી ઊંચું સ્થાન હોવાને કારણે જ આપણી સંસ્કૃતિ આટલી ઊંચાઈએ પહોંચી છે. –પાંડુરંગ શાસ્ત્રી
47. પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે. – સોરેન કિર્કગાર્ડ
48. રોગનો મિત્ર વૈદ્ય, રાજાનો મિત્ર મીઠાં વચન બોલનારો, સંસારથી પીડિત માનસનો મિત્ર સંત તેમજ લક્ષ્મી ખોઈ બેઠેલાનો મિત્ર જોષી છે. – કવિ નિકોલસ
49. યૌવન ચાલ્યું જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે પરંતુ માતાનો પ્રેમ સદાય વધતો જાય છે એ જગતમાં શાશ્વત હકીકત છે. – પાંડુરંગ શાસ્ત્રી
50. કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. – પાંડુરંગ શાસ્ત્રી
51. જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય. – ગાંધીજી
52. જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે. – પ્રણવાનંદજી
53. તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે. – ડૉ. રાધાકૃષ્ણન
54. અનેક શાસ્ત્રો જાણકારા, બીજાઓની શંકાઓનું સમાધાન કરનારા બહુશ્રુત પંડિતો પણ ઘણી વખત લોભને વશ થઈ સંસારમાં દુઃખ પામે છે. – મહાભારત
55. આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે. – ગાંધીજી
56. લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ જ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે. – મુક્તિપ્રભાજી
57. સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની,બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે. – જવાહરલાલ નહેરુ
58. પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે. આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે. – સ્વામી પ્રણવાનંદજી
59. માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે – શ્રી ગીતાજી
60. તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી. – જ્યોતિન્દ્ર દવે
61. સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. —ગાંધીજી
62. અહિંસા સત્યની શોધનો આધાર છે. – ગાંધીજી
63. નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે. – મોરારી બાપુ
64. કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. – દત્તકૃષ્ણાનંદ
65. મૌનમાં નિષ્ક્રિયતા નથી, પૂર્ણતા છે. મૌનમાં નિવૃતિ નથી, જાગૃતિ છે. -ધૂમકેતુ
66. મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય – ટોલ્સ્ટૉય
67. જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. -આલ્બર્ટ આઈંસ્ટાઈન
68. શીખવા જેવી એક કળા છે અને તે છે ‘જે નથી તે નહિ જોવાની’કળા. – મારીયા મિશેલ
69. હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે. પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
– ડબલ્યુ.એચ.બર્લીહ
70. ‘સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું. – ગાંધીજી
71. જેણે પોતાના મનને જીત્યું નથી તે પોતે પોતાના પ્રત્યે શત્રુની જેમ વર્તે છે. -ગીતાજી [6 અધ્યાય- 6 શ્લોક]
72. તું બધાં જ કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે. તેની ચિંતા છોડ. હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ. – શ્રીમદ ભગવતગીતા
73. અવલોકનદૃષ્ટિ ગરૂડ જેવી બનાવો જે વિશ્વપદાર્થોનાં ઉપરછલ્લાંસ્વરૂપોને,ભીતરનાં ભંડારને બહાર લાવી શકે છે. એના ખરા સ્વરૂપને અનાવૃત્ત કરી શકે છે. – ગાંધીજી
74. બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. –ચાણક્ય
75. દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ. – સાયરસ
76. યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય,એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. — રસ્કિન
77. સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈદ્ય છે. – રૂસો
78. આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ. – સ્વામી સચ્ચિદાનંદ
79. જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી. – મહાદેવી વર્મા
80. તાપને તપમાં બદલી શકે તે જ્ઞાની. – ગાંધીજી
81. એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં., –રૂલેવી આબીડન
82. હૃદય પાસે એવા કારણો હોય છે કે જે બુદ્ધિ સમજતી નથી. –બેસંટ
83. હકનો ભાવ છોડો. – મુનિ તરુણસાગરજી
84. ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે જ સાચો વિશ્વાસુ ભક્ત. – હરીભાઈ કોઠારી
85. આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે. – તથાગત બુદ્ધ
86. કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે. – પૂ. પાંડુરંગ શાસ્ત્રી
87. હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને આગળ વધો તે છે. – નેપોલીયન બોનાપાટ
88. કામનો યશ કોને મળશે એ જોય વિના કામ કરવું એ કામ પતાવવાની અને યશસ્વી થવાની સારામાં સારી રીત છે. – બેંજામિન જોવટ
89. મને ભવિષ્યમાં રસ છે કારણ કે મારી બાકીની જિંદગી હું ત્યાં જીવવાનો છું. – ચાર્લ્સ કેટરીંગ
90. આપણે સમજીએ કે આપને ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે. – ભર્તૃહરિ
91. મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો. – વેદ
92. માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે. – વિશ્વામિત્ર
93. શ્રવણ અને મનનની ટેવ પાડો. આપણે કોણ છીએ? શું છીએ? ક્યાં છીએ? આ વિશ્વ ક્યાં છે? વિચારો. વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી. – સાંઈબાબા
94. સમાજમાં સજ્જન અને દુર્જન સાથે જ રહેતા હોય છે. જો દુર્જન પોતાનો સ્વભાવ છોડી શકતા ન હોય તો સજ્જને પોતાનો સ્વભાવ શા માટે છોડી દેવો જોઈએ? – શંકરાચાર્ય
95. મિત્રતા એ એક નાજુક જવાબદારી છે. – રત્નસુંદરવિજયજી
96. પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે. – સોરેન કિર્કગાર્ડ

|| ગુજરાતી સુવિચારો ||

* જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે
* ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય છે.
* દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.
* પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.
* તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.
* આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.
* દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે.
* બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ
* કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.
* આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.
* દરેકે દરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે
* કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !
* આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !
* પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.
* જોડે ચાલવુ એ “શરુઆત” છે, જોડે રહેવુ એ “પ્રગતી “છે. જોડે જીવવુ એ “જીદંગી” છે, જોડે મરવુ એ “પ્રેમ” છે. પણ અલગ રહીને પણ જોડે રેહવુ એજ “દોસ્ત”
* કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ સૌથી શરમજનક છે.
* દુનિયા મને શું આપશે એમ વિચારનારા મેનેજર બને છે અને દુનિયા ને હું શું આપું એમ વિચારનારા લીડર બને છે..!!
* જીવનમાં ક્યારેય આવતી કાલ મળતી નથી. કાયમ ‘આજ’ જ હોય છે.
* મા એટલે સ્ત્રીશક્તિ અને ગુરૂ એટલે પુરૂષશક્તિ. ગુરૂ ખરેખર ન તો નર, નારી કે નાન્યતર છે પણ શારીરિક સ્તર પર કાર્ય કરવા માટે એક નામની જરૂર પડે છે.
* દુનિયામાં અનેક તમાશા હોય છે. જતી જવાની, આવતું ઘડપણ,બદલાતી ઋતુના અસ્ત થતા પડછાયા, જે બદલાય છે તે દુનિયા અને ન બદલાય તે પ્રભુ.
* જે ભીતર બેઠો છે તેને માનવ જોઈ શકતો નથી અને બહાર મૂર્તિઓ બનાવીને એને પૂજતો રહ્યો છે.
* ‘એક દિવસ બગીચામાં પ્રિયતમ સાથે ચાલતાં-ચાલતાં મેં ગુલાબ સામે જોયું અને પ્રિયતમે મને વઢીને કહ્યું,”જ્યારે હું અહીં તારી સાથે છું તો તું ગુલાબ સામે જોઈ કઈ રીતે શકે?” આ શબ્દો રુમીના છે. તેનો પ્રિયતમ હઝરત શમ્સ અને ગુલાબ એટલે આ જગત. પ્રિયત એટલે તમારા ગુરૂ અને ગુલાબ એટલે સંસાર એમ વિચારીને આ કાવ્યને અનુભવો ‘તમે બગીચામાં ચાલી રહ્યા છો……
* આજના દિવસે જીવતા હોવાના આશ્ચર્યને જોતા રહો. પ્રકૃતિને ધન્યવાદ આપો અને તમારામાં ધબકી રહેલા જીવન માટે અસ્તિત્વનો આભાર માનો.
* પોતાની ખાતર પોતાની જાતને પ્રેમ કરો અને પોતાના શરીર અને મન પર અત્યાચાર ન કરો.
* કુંડલિની થવી એ કંઈ જીવન બદલાઈ જવા જેવી ઘટના નથી પણ સંપૂર્ણ જાગૃતિ તરફની યાત્રાનું નાનકડું પગથિયું છે માટે સમજી વિચારીને ગુરૂની પસંદ કરજો.
* જેમની પાસેથી સુખ મળે છે તે જ દુઃખ આપે છે. મિત્રો, સ્વજનો સાથે વ્યહવાર કરતી વખતે આ વિષે હંમેશા સજાગ રહેવું.
* જ્યારે તમારું મન ઉન્માદમાં હોય કે ગુસ્સામાં હોય કે મન ખુશમાં હોય કે મન શાંત હોય ત્યારે ઊંડા શ્વાસ લો.
* પ્રેમનું સર્જન કરો — બીજા તમને પ્રેમ કરશે તેની રાહ ન જુઓ. તમે જ પહેલ કરો અને પ્રેમ આપો. એ પ્રેમ હજાર ગણો થઈ તમારી પાસે પાછો ફરશે.
* આભ ગમે તેટલું ઊંચું હોય, નદી ગમે તેટલી પહોળી હોય પર્વત ગમે તેટલો વિરાટ હોય, પવન ગમે તેટલા સુસવાટા મારતો હોય પણ એક વાત ધ્યાનમાં રાખો, આપણે આ બધા સાથે શું લેવા દેવા ?
* તણખલુ ઊડીને આંખમાં પડે તો ડુંગર પણ ઢંકાઈ જાય. તણખલું એક પછી એક સુગરીની ચાંચમાં ચઢે તો કળાત્મક માળો રચાઈ જાય. જીવન તણખલું બનીને ઊડે તો એ ખુદ પરમાત્મા બની જાય.
*

પ્રસાદ એટલે શું ?
પ્ર -એટલે પ્રભુ
સા -એટલે સાક્ષાત
દ -એટલે દર્શન
માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ

મહાન પુરુષોનો વિનોદ

1  2

|| મહાન પુરુષોનો વિનોદ ||

[1]
1932માં મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ અને મહાદેવ દેસાઈ યરવડાની જેલમાં હતા, ત્યારે ગાંધીજીએ એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે સરકાર તેમને ઓછામાં ઓછાં 5 વર્ષ સુધી જેલમાં રાખશે. પણ એ દરમિયાન ‘ક્રોનિકલ’માં એવા સમાચાર પ્રગટ થયા કે ગાંધીજીને ત્રણ વર્ષ જેલમાં રાખવાના છે. આ સંદર્ભે ગાંધીજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં સરદાર પટેલને કહ્યું: ‘જુઓ, હું તો પાંચ વર્ષ કહેતો હતો, પણ આ તો બે વર્ષ ઓછાં થઈ ગયાં !’

વલ્લભભાઈએ તેમની આ હાસ્યવૃત્તિ પર કટાક્ષ કરતાં કહ્યું : ‘તમે તો પેલા નાગા જેવું કરો છો. કોઈકે કહ્યું : ‘અલ્યા, તારી પૂંઠે બાવળિયો ઊગ્યો, તો એ બોલ્યો : ‘ભલે ઊગ્યો છાંયડો થશે !

[2]
એકવાર કોઈ અટકચાળી વ્યક્તિએ અહિંસા ઉપર કટાક્ષ કરતો એક પત્ર મહાત્મા ગાંધીને લખ્યો : ‘આપણે ધરતી પર ચાલીએ છીએ ત્યારે અસંખ્ય કીડીઓ ને બીજા જીવ-જંતુઓ આપણા પગ તળે ચગદાઈ જાય છે. એ હિંસા કઈ રીતે અટકાવી શકાય ?’

ગાંધીજીએ પત્ર સરદાર પટેલને આપ્યો. તેમણે ખડખડાટ હસતાં કહ્યું : ‘બાપુ ! એને લખો કે પોતાના પગ માથા પર રાખીને ચાલે !’

[3]
આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સા ઘણું ઓછું ભણેલી હતી. એના માટે તેમના સિદ્ધાંતો માત્ર ગૂઢ રહસ્યો જ હતા. આથી એકવાર એણે કહ્યું : ‘તમારા બધા સંશોધનોનો મને થોડો પરિચય આપો. લોકો એ અંગે ચર્ચાઓ કરે છે ત્યારે મને એ કહેતાં શરમ લાગે છે કે એ અંગે હું કંઈ જાણતી નથી.’

એકક્ષણ માટે આઈન્સ્ટાઈનનું માથું ચકરાવા લાગ્યું, ‘એને કઈ રીતે સમજાવું ! વળી ના પાડવામાં પણ જોખમ છે !’ પણ બીજી ક્ષણે તેમને એક યુક્તિ સૂઝી અને સ્મિત કરતાં તેમણે કહ્યું : ‘જ્યારે લોકો તને પ્રશ્નો પૂછે તો એમ કહેવું કે તું એ વિશે બધું જાણે છે, પણ આ અંગે કશું કહી શકે નહિ, કેમ કે એ એક મહાન રહસ્ય છે !’

[4]
મૂશળધાર વરસાદ અને અંધારી રાત હતી. સંત એકનાથના દરવાજે ટકોરા પડ્યા. તેમણે ઊભા થઈને જોયું તો ચાર અતિથિઓ પધાર્યા છે. એકનાથે પ્રેમપૂર્વક તેમને આવકાર્યા અને ભીનાં વસ્ત્રો કોરાં કરવાની વ્યવસ્થા કરી આપી. સાથોસાથ પત્નીને કહ્યું : ‘અતિથિઓ માટે જલદી રસોઈ બનાવી નાખ.’

પત્નીએ દબાયેલા સ્વરમાં જણાવ્યું : ‘ઘરમાં બળતણ નથી અને કાલે આવેલો લાકડાનો ભારો આ વરસાદમાં પલળી ગયો છે.’

‘તું એની ચિંતા ન કર અને રસોડામાં જઈને તૈયારી કરવા લાગ, હું હમણાં લાકડાં લાવી આપું છું.’ એકનાથે કહ્યું. અને ખરેખર થોડીવારમાં જ, પત્નીના આશ્ચર્ય વચ્ચે તેમણે સૂકાં લાકડાંનો ભારો એની સામે રાખી દીધો, અને હસતાં-હસતાં અતિથિઓ સાથે જઈને બેઠા.

વરસાદ બંધ પડ્યો અને ભોજન કર્યા પછી અતિથિઓએ વિદાય લીધી ત્યારે એકનાથ ભોંયે ચાદર પાથરીને આડા પડ્યા. રસોડાનું કામ પતાવીને આવેલી પત્નીએ તેમને ભોંયે સૂતા જોઈ નવાઈ પામીને પૂછ્યું : ‘ખાટલો ક્યાં ગયો ?’

‘તેં રસોઈ બનાવી એ બળતણ ભલા ક્યાંથી આવ્યું ?’ એકનાથે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.

[5]
વિનોબા ભાવેને દક્ષિણ ભારતના એક કાર્યકરે પૂછ્યું : ‘વિજ્ઞાનમાં જેવી રીતે વસ્તુનિષ્ઠ કસોટીઓ હોય છે, તેવી રીતે આત્મજ્ઞાનમાં પણ કસોટીઓ ખરી ?’

વિનોબાએ હસતાં હસતાં કહ્યું : ‘કોઈના ગાલ પર તમાચો મારો ને તરત જ પારખી લો. જો એને ક્રોધ આવે તો સમજી લેવાનું કે આત્મજ્ઞાની નથી ! બસ આ છે આત્મજ્ઞાનની કસોટી !’

[6]
નાની આવકમાં મોટા કુટુંબની જવાબદારીઓ પૂરી કરવામાં નિષ્ફળ નીવડેલા એક ભક્તે રમણ મહર્ષિ સામે પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું : ‘એવા જીવન કરતાં તો મૃત્યુ બહેતર છે !’ એ વખતે મહર્ષિ ખાખરાનાં પાંદડાંની પતરાવળીઓ બનાવી રહ્યા હતા. તેમણે પોતાનું કામ ચાલુ રાખતાં કહ્યું : ‘આ તૈયાર થયેલી પતરાવળીઓ ઉકરડે ફેંકી આવો. પછી આપણે શાંતિપૂર્વક એ અંગે વિચાર કરીએ.’

‘આપ શું કહો છો પ્રભુ !’ એણે નવાઈ પામતાં પૂછ્યું, ‘આટલા શ્રમથી તૈયાર કરેલી પતરાવળીઓ વાપર્યા વગર ઉકરડે ફેંકી દેવાનો શું અર્થ?’

મહર્ષિએ હસીને જવાબ આપ્યો : ‘વત્સ ! આવી જ રીતે આ અણમોલ માનવ અવતારનો યોગ્ય ઉપયોગ કર્યા વગર એનો અંત લાવી દેવાનો વિચાર પણ એક મૂર્ખતા છે!’

[7]
ઈંગલેન્ડના વડાપ્રધાન ગ્લેડસ્ટન રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા એ જોઈને એક મિત્રે કહ્યું : ‘તમારો પુત્ર હંમેશાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે ને તમે આ દેશના વડાપ્રધાન હોવા છતાં થર્ડ કલાસમાં ?’

ગ્લેડસ્ટને તેમના ખભે હાથ રાખીને જવાબ આપ્યો : ‘હું એક ખેડૂતનો પુત્ર છું, જ્યારે એ એક વડાપ્રધાનનો !’

[8]
એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા.એ લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : ‘મહારાજ ! આ લોટો લો અને આરામથી જલ પીઓ.’

કબીરના એ શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું : ‘તને અક્કલ છે કે નહિ ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?’

કબીરે તરત જ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : ‘જો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઈ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !’

[9]
એકવાર લિંકન પાસે ફરિયાદ લઈને ગયેલો ઓફિસર ઉશ્કેરાટમાં વચ્ચે-વચ્ચે અપશબ્દ બોલતો હતો. લિંકને એને અટકાવતાં કહ્યું : ‘ભલા માણસ, મારી સામે આટલો બફાટ કાઢવા કરતાં એ માણસને ધધડાવતો એક જોરદાર પત્ર લખી નાંખતો હોય તો ? લે આ કાગળ અને અત્યારે જ અહીં બેસીને લખી નાંખ!’

ગુસ્સે ભરાયેલ એ ઑફિસરે એવું જ કર્યું. એણે પોતાનો બધો ગુસ્સો પત્રમાં ઠાલવી દીધો. એ પછી હળવાશ અનુભવતાં એણે લિંકનને એ પત્ર વાંચવા આપ્યો.

‘વાહ તેં તો જોરદાર પત્ર લખ્યો છે !’ લિંકને મલકાતાં કહ્યું, ‘આવું તો મને પણ લખતાં ન આવડે !’

ઑફિસરે પ્રસન્ન થતાં પૂછ્યું : ‘હવે શું ?’

લિંકને પણ એ જ શૈલીમાં જવાબ આપ્યો : ‘હવે શું – હવે કાંઈ નહિ !’ અને માર્મિક ઢબે હસવા લાગ્યા. એ ઑફિસર તો ડઘાઈ ગયો અને લિંકનને બાઘાની જેમ જોઈ રહ્યો. ત્યારે લિંકને આદેશ આપ્યો : ‘જાઓ, આ પત્ર પેલી સગડીમાં નાખી દો. મને પણ જ્યારે ગુસ્સો ચઢે છે ત્યારે હું આવું જ કરું છું. આમ કરવાથી મનનું ઝેર બહાર નીકળી જાય છે ને આપણને શાંતિ મળે છે !’

[10]
બાળગંગાધર ટિળકને કોઈએ પૂછ્યું : ‘શાસ્ત્રીજી ! આપણાં શાસ્ત્રોમાં સારો વર મેળવવા માટે કન્યાઓને ગૌરીવ્રત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવી રીતે પુરુષો માટે સારી પત્ની મેળવવા માટે શા માટે કોઈ વ્રતની ભલામણ કરવામાં આવી નથી ?’

‘એટલા માટે કે બધી સ્ત્રીઓ જન્મજાત સારી હોય છે !’ ટિળકે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.

[11]
ભારતીય ઈતિહાસવિદ કાશીપ્રસાદ જયસ્વાલ એક્વાર કવિ મોહનલાલ મહતો સાથે ગપસપ કરી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં લંડનથી આવેલા તેમના બેરિસ્ટર મિત્ર તેમને મળવા પહોંચ્યા. ત્યાંથી વાતો દરમ્યાન તેમણે કહ્યું કે અંગ્રેજો યોગ પ્રત્યે અનન્ય જિજ્ઞાસા અને અભિરૂચિ ધરાવે છે.

અંગ્રેજો પ્રત્યેનો તેમનો એ અહોભાવ જોઈને કાશીપ્રસાદને ગમ્મત સૂઝી. તેમણે મોહનલાલ તરફ ઈશારો કરીને કહ્યું : ‘આ ભાઈ દેખાવે ભલે સામાન્ય માણસ લાગતા હોય, પણ ખરેખર તેઓ એક સિદ્ધ યોગી છે. એક વાર હું મારા કુટુંબ સાથે નેપાળ ગયો હતો ત્યારે તેમને અમારી સાથે ન લઈ ગયો. પણ કાઠમંડુ પહોંચતાં જ અમે તેમને અમારી હોટલના કાઉન્ટર પર ઊભેલા જોયા. ત્યાં પૂછપરછ કરતાં ખબર પડી કે તેઓ એક અઠવાડિયાથી એ જ હોટલમાં રોકાયા છે. અમે તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં, કેમ કે ચાર દિવસ પહેલાં જ તેઓ અમારી સાથે પટણામાં હતા. આ રીતે કોઈ વ્યક્તિ એક જ સમયમાં બે જગાએ કેવી રીતે હોઈ શકે ? આવી છે તેમની યોગસિદ્ધિ !’

બેરિસ્ટર સાહેબ તરત જ મોહનલાલ મહતોના પગે પડી ગયા : ‘બાબા, આમિ આર તોમાકી છાડિબો ના. આમાર ઉદ્ધાર કરો !’

મહતો પોતાનું હસવું રોકી શક્યા નહિ અને તેમણે સ્પષ્ટતા કરી : ‘કાશીબાબુ તો મશ્કરી કરે છે. મારામાં એવી કોઈ શક્તિ નથી.’ પણ તેમને એ સ્પષ્ટતામાં વિશ્વાસ પડ્યો નહિ. અને તેઓ મહતોના ઘરનું સરનામું લઈને ઝંપ્યા. વળી જતાં જતાં કહેતા ગયા કે : ‘કાલે સાંજે ઘેર રહેજો. હું તમારે ત્યાં આવું છું.’

તેમના ગયા પછી બંને જણ ખૂબ હસ્યા. કાશીબાબુએ કહ્યું : ‘જોયું તમે! વિલાયત ભણીને આવ્યો છે, પણ અક્કલનો ઓથમીર છે !’

[12]
લિવરપુલનાં શ્રીમતી મારિયા થેરેસાએ અદાલતમાં અરજી કરી કે મારા પતિ આખો દિવસ મારી સાથે ઝગડ્યા કરે છે અને મારી સાથે શાળાનાં બાળકો જેવો વ્યવહાર કરે છે. ક્યારેક સ્ટૂલ ઉપર ઊભા થઈ જવાની શિક્ષા કરે છે, તો ક્યારેક સો વખત એવું લખવાનું કહે છે કે, ‘હું હવે નહિ ઝગડું અને રોજ સવારે વહેલી ઊઠીશ.’

તેમની આ ફરિયાદ ઉપર ન્યાયાધીશે કાનૂની અને માનવીય બંને દષ્ટિથી વિચાર કર્યો અને છૂટાછેડાની માગણીનો અસ્વીકાર કરતાં તેમના પતિને ચેતવણી આપી કે તેઓ મારિયા થેરેસા સાથે પુખ્ત વ્યક્તિ જેવો વ્યવહાર કરે.

[13]
એકવાર નહેરુ ચૂંટણી પ્રચાર માટે વિંધ્યાચલ પર્વત પાસે આવેલ શહેર મિરજાપુર જઈ રહ્યા હતા. રસ્તામાં આવેલ એક ઘાટ પાસે કેટલાક ડાકુઓએ એમની કાર અટકાવી. નહેરુએ બહાર નીકળીને કહ્યું : ‘હું જવાહરલાલ નહેરુ છું. બોલો, તમને શું કામ છે ?’ ડાકુઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને કોઈ સૂઝ ન પડતાં, તરત જ નીચે નમીને નહેરુને પ્રણામ કર્યા અને રૂપિયાથી ભરેલી એક થેલી ભેટ આપી.

ચૂંટણી મુકામે પહોંચ્યા પછી ત્યાંના વ્યવસ્થાપકે પૂછ્યું : ‘તમને રસ્તામાં કોઈ મુશ્કેલી તો નથી નડી ને ?’

‘અરે! મુશ્કેલી?’ નહેરુએ પોતાની સ્વસ્થતા પ્રગટ કરતાં કહ્યું : ‘અમને તો કેટલાક અજાણ્યા માણસોએ કાર રોકીને રૂપિયાની થેલી ભેટ આપી છે !’

‘પંડિતજી! એવા સજ્જન માણસો તો આ વિસ્તારમાં જોવા નથી મળતા!’ એ ભાઈએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું : ‘અહીં તો કાર રોકીને લૂંટફાટ કરનારા લોકો ભર્યા પડ્યા છે !’

‘વાહ ! તો પછી હું ડાકુઓનો સરદાર ગણાઉં !’ નહેરુએ ખડખડાટ હસતાં કહ્યું અને રસ્તાનો બનાવ સંભળાવ્યો. એ પછી તો ત્યાં ઉપસ્થિત બધા લોકો ખૂબ જ હસ્યા.

[14]
જનરલ કરીઅપ્પ્પાના ભાઈ કુમારપ્પા પહેલીવાર ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમે પહોંચ્યા. ત્યાં માથે ફાળિયું બાંધેલો એક ડોસો સાફસૂફીનું કામ કરી રહ્યો હતો. કુમારપ્પાએ તેમને પૂછ્યું : ‘ગાંધીજીને જણાવો કે જનરલ કરીઅપ્પાના ભાઈ તેમને મળવા આવ્યા છે.’

એ ડોસાએ તેમને સામે પ્રશ્ન કર્યો : ‘ગાંધીજીએ તમને કેટલા વાગ્યાનો સમય આપ્યો છે?’

કુમારપ્પાએ એ પૂછપરછ પ્રત્યે અણગમો પ્રગટ કરતાં કહ્યું : ‘એનું તારે શું કામ છે ? તું તારે જઈને ખબર આપ. જો કે એમણે ચાર વાગ્યે મળવાનો સમય આપ્યો છે.’

‘પણ હજી તો સાડાત્રણ જ વાગ્યા છે !’ ડોસાએ તેમને જણાવ્યું.

કુમારપ્પા ચિડાઈ ગયા : ‘ડહાપણ કર્યા વગર હું કહું છું એમ કર!’

આથી એ ડોસો અંદરના ખંડમાં ચાલ્યો ગયો અને થોડીવારે પાછો આવીને બોલ્યો : ‘સાહેબ ! આપ બેસો. ગાંધીજી આપને ઠીક ચાર વાગ્યે મળશે.’ કુમારપ્પા બેઠકખંડની ગાદી પર બેસી ગયા. બરાબર ચાર વાગ્યે એ ડોસાએ પોતાના માથેથી ફાળિયું કાઢી નાંખ્યું અને કુમારપ્પાને પૂછયું : ‘બોલો સાહેબ ! શું કામ છે ? મને જ લોકો ગાંધીજી કહે છે !’

[15]
રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટનાં પત્ની સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં હતાં. એકવાર તેઓ નારી નિકેતન જેવી કોઈ સંસ્થાની ઑફિસમાં બેઠાં હતાં ત્યારે એક યુવતીએ તેમને કહ્યું: ‘મારું લગ્ન થયે હજી એક જ વર્ષ થયું છે, પણ કોણ જાણે શાથી મને પહેલાં જેવું દાંપત્યસુખ મળતું નથી.’

તેમની બધી વાત સાંભળી લીધા પછી શ્રીમતી રૂઝવેલ્ટે પૂછ્યું : ‘તમે કદી તમારા પતિ સાથે ઝગડ્યાં છો ખરાં ?’ એનો જવાબ નકારમાં મળતાં, બીજો પ્રશ્ન પૂછ્યો : ‘તો પછી તમારા પતિ સાથે કદી રિસાયાં છો ખરાં ?’ એનો જવાબ પણ ‘ના’માં મળ્યો. એ પછી તો રૂઝવેલ્ટ ખડખડાટ હસી પડ્યાં. એ જોઈને એ યુવતી આશ્ચર્ય પામી. ત્યારે તેમણે એના ગાલે હળવી ટપલી મારતાં કહ્યું : ‘બેબી ! તમે ખરેખર હજી પરણ્યાં જ નથી ! પહેલાં પરણો, પછી ઝગડો, એ પછી રિસાઓ, ત્યારે જ તમને મારી સલાહ કામ લાગશે !’

[16]
અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન જોન્સને ગ્રેટ બ્રિટનના લોર્ડ સ્નોડન અને રાજકુંવરી માર્ગરેટ માટે એક સત્કાર સમારંભ યોજ્યો હતો. ત્યારે કોઈએ ગમ્મતમાં તેમને પૂછ્યું : ‘તમારી પત્નીને ખુશ રાખવા માટે તમે શું કરો છો ?’

તેમણે એનો જવાબ આ પ્રમાણે આપ્યો: ‘પત્નીને ખુશ રાખવા માટે બે વસ્તુઓ જરૂરી છે. – એક એને એ વિચારવા દો કે એનો પોતાનો સ્વતંત્ર અભિગમ છે અને બીજી એ કે, એ અભિગમ એને માણવા દો.’

[17]
ગુરુ નાનકદેવ એકવાર હરદ્વાર ગયા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો પૂર્વ દિશા તરફ મોં કરીને પોતાના પૂર્વજોને અંજલિ આપી રહ્યા છે. તેમની એ મૂર્ખતાને ચૂંટિયો ભરવા માટે પોતે આથમણી દિશામાં મોં કરીને ખોબે ખોબે પાણી ઉલેચવા લાગ્યા. એ જોઈ એક પંડાએ કહ્યું : ‘અલ્યા ! આ શું કરી રહ્યો છે ?’

‘મહારાજ ! મારું ગામ આ દિશામાં છે. ત્યાં આવેલ મારા ખેતરને હું પાણી સિંચી રહ્યો છું.’

‘તારું માથું તો ખસી નથી ગયું ?’ પંડાએ તેમના ઉપર ઉપહાસ કરતાં કહ્યું, ‘આ રીતે તારા ગામના ખેતર સુધી કંઈ પાણી પહોંચી શકે ?’

ગુરુનાનકે હસીને જવાબ આપ્યો : ‘મહારાજ ! તમે લોકોના મરી ગયેલા બાપદાદાઓ માટે સ્વર્ગ સુધી પાણી પહોંચાડી શકો છો, તો હું અહીં ઢૂંકડે આવેલ મારા ગામ સુધી પાણી કેમ ન પહોંચાડી શકું ?’ ત્યાં ઉપસ્થિત યાત્રીઓ ગુરુ નાનકનો આ કટાક્ષ સાંભળીને હસી પડ્યા. પંડાએ ચિડાઈને કહ્યું : ‘ભણેલા લોકોની મૂર્ખતા આવી જ .. …