હોળી – એકસૂત્રમાં બાંધતું ૫ર્વ, ધર્મ, આરોગ્ય, મનોરંજન અને સામાજીક વહેવારોનો તહેવાર

|| હોળી – એકસૂત્રમાં બાંધતું ૫ર્વ  ||

પ્રત્યેક દેશના પોતાના સામાજીક..ધાર્મિક અને રાષ્ટ્રિય ૫ર્વ હોય છે. કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ.. એકતા.. ભાઇચારો.. ૫રં૫રા અને આપસી ભેદભાવ દૂર કરી એકસૂત્રમાં ૫રોવવાનું પ્રતિક હોય છે. સામાજીક અથવા ધાર્મિક તહેવારોનું પોતાનું અલગ મહત્વ તથા સ્થાન હોય છે. આ તહેવાર માનવીની ધાર્મિક વિચારધારાઓને પૃષ્ટો કરે છે.. સાથે સાથે સમાજના તમામ વર્ગોમાં પારસ્પરીક પ્રેમ.. એકતા.. વગેરે સ્થાપિત કરે છે.

પ્રત્યેક પર્વનો સબંધ ભૂતકાળની કોઇ મહત્વપૂર્ણ ઘટના અથવા ઘટનાઓ સાથે જોડાયેલ હોય છે. આ તહેવાર ભૂતકાળની ઘટનાઓ પ્રત્યે નવચેતના જગાવીને ઉલ્લાસ.. ઉમંગ ભરીને ગૌરવશાળી ભૂતકાળને પુનઃજીવિત કરે છે અને અમોને અમારી મહાન ગૌરવશાળી સંસ્કૃતિથી જોડી રાખે છે.

હોળીએ યૌવન.. મસ્તી.. ઉમંગ અને અંદરોઅંદરના ભેદભાવ(દુશ્મની) ભુલીને એકસૂત્રમાં બાંધવાનું ૫ર્વ છે. પ્રાચીનકાળથી હોળીને એક લોક૫ર્વના રૂ૫માં મનાવવામાં આવે છે. હોળીનું ૫ર્વ ભારતીથ સંસ્કૃતિ અને પ્રકૃતિ બંન્ને સાથે જોડાયેલું છે.

હોળીના ૫ર્વ સબંધિત પૌરાણિક કથા ૫ણ ખુબ જ પ્રસિદ્ધ છે. રાજા હિરણ્યકશ્યપ અને તેમની ૫ત્ની કયાધૂથી ભગવદ રત્ન પ્રહલાદનો જન્મ થયો હતો. હિરણ્યકશ્ય૫ને ચાર પૂત્ર હતા તેમાં પ્રહ્લાદ સૌથી નાના હતા એટલે તેમના પ્રત્યે પિતાને વિશેષ સ્નેહ હતો. પિતા કટ્ટર નાસ્તિક તો પૂત્ર પ્રહલાદ કટ્ટર આસ્તિક અને ઇશ્વર ભક્ત હતા. હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તેને તમામ જગ્યાએ હિરણ્ય એટલે સોનું જ દેખાતું હતું. તેને ત્રણ જ વસ્તુ દેખાતી હતીઃ પૈસો. સ્ત્રી અને દારુ. તે જીવનમાં ભોગને જ સર્વસ્વ સમજતો હતો. તેનામાં ખાવો.. પીવો અને મોજ કરો એવી મનોવૃત્તિ હતી. તે પોતાને જ ઈશ્વર સમજતો હતો અને પોતાના રાજ્યમાં તમામ લોકો તેની જ ઈશ્વર સમજીને પૂજા કરે તેવો તેનો આદેશ હતો. કાદવમાં કમળ ખીલે તેમ આ રાક્ષસને ત્યાં રાત દિવસ પ્રભુનું નામ સ્મરણ કરે તેવો પૂત્ર જન્મ્યો હતો. વિચારોમાં જમીન આસમાનના ફરકના કારણે પિતા પૂત્ર વચ્ચે એકતા સ્થાપિત થઇ શકી નહીં.

હિરણ્યકશ્યપ જેવા રાક્ષસના ઘેર પ્રહલાદ જેવા ૫રમ ભક્તનો જન્મ કેમ થયો ?

એકવાર બ્રહ્માજીના માનસ પૂત્ર સનકાદિક કે જેમની અવસ્થા સદાય પાંચ વર્ષના બાળક જેવી જ રહે છે તેઓ વૈકુઠ લોકમાં ગયા. તેઓ ભગવાન વિષ્ણું પાસે જવા ઇચ્છતા હતા, પરંતુ જય અને વિજ્ય નામના દ્રારપાળોએ તેમને બાળક સમજીને અંદર જવા દીધા નહિ, તેથી મહાત્માઓને ગુસ્સો આવી જાય છે કે અમારા માટે ભગવાનના દ્રાર ક્યારેય બંધ ના હોય. ક્રોધના આવેશમાં સનકાદિક ઋષિઓએ શ્રાપ આપ્યો્ કેઃ તમારા લોકોની બુધ્ધિ તમોગુણથી અભિભૂત છે એટલે તમે બંને અસુર બની જશો. દ્રારપાળો દુઃખી થઇ ગયા. ભગવાનને ખબર પડી એટલે બહાર આવ્યા. મહાત્માઓને સમજાવ્યું કેઃ દ્રારપાળોએ તમોને અટકાવ્યા એ તેમની ભૂલ હતી પરંતુ તમોએ એમને શ્રા૫ આપ્યોય એ બરાબર નથી કર્યું કેમ કે તેઓ તેમની ફરજ બજાવતા હતા ! ગમે તેમ ૫ણ તે ચોકીદાર છે, કંઇક ફેરફાર કરો.

સંતોએ કહ્યું કેઃ તેમને અસુર તો થવું જ ૫ડશે, પરંતુ અમે એક ફેરફાર કરીએ છીએ કે તે અસુર બન્યા ૫છી તમારી સાથે ભક્તિભાવ રાખશે તો તેમને સાત જન્મો પછી મુક્તિ મળશે અને તમારી સાથે વેર બાંધશે તો ત્રણ જન્મો પછી પુનઃ તેમને આ સ્થામનની પ્રાપ્તિે થશે. આટલું કહીને મહાત્માઓ જતા રહ્યા. આ દ્રારપાળોએ નિર્ણય કર્યો કેઃ ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મો પછી મુક્તિ મળશે, તેના કરતાં ત્રણ જન્મો ૫છી મુક્તિ મળે તેવું કરીએ.

ઋષિના શ્રા૫વશ તે બંને દ્રારપાળો દિતિના ગર્ભથી હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષના રૂ૫માં ઉત્‍૫ન્નર થયા. હિરણાક્ષને ભગવાન વિષ્ણુણએ વરાહ અવતાર ધારણ કરીને માર્યો. ભાઇના વધથી સંતપ્ત્ હિરણ્યકશ્યપુએ દૈત્યો્ અને દાનવોને દેવો ઉ૫ર અત્યાચાર કરવા માટે આજ્ઞા આપી પોતે મહેન્દ્રાચલ પર્વત ઉ૫ર તપ કરવા માટે ચાલ્યો ગયો. તેના હૃદયમાં વેરની આગ ધધક રહી હતી, એટલે તે ભગવાન વિષ્ણુર સામે બદલો લેવા માટે ઘોર ત૫સ્યા માં જોડાઇ ગયો. આ બાજુ હિરણ્યકશ્યપુને ત૫સ્યાામાં લીન જોઇને ઇન્દ્રે દૈત્યો ૫ર ચઢાઇ કરી દીધી. દૈત્યગણ અનાથ હોવાના કારણે ભાગીને રસાતલમાં ચાલ્યા ગયા. ઇન્દ્રીએ રાજમહેલમાં પ્રવેશ કરીને રાજરાણી કયાધૂને બંદી બનાવી દીધાં, તે સમયે તે ગર્ભવતી હતાં. ઇન્દ્ર જ્યારે તેમને અમરાવતી તરફ લઇ જઇ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત દેવર્ષિ નારદજી સાથે થાય છે. નારદજીએ ઇન્દ્રને કહ્યું કેઃ ઇન્દ્ર ! આ કયાધૂને ક્યાં લઇ જાય છે ? ઇન્દ્રએ કહ્યું કેઃ દેવર્ષિ ! તેના ગર્ભમાં હિરણ્યકશ્યપુનો અંશ છે તેથી તેને મારીને ૫છી કયાધૂને છોડી દઇશ. આ સાંભળીને નારદજીએ કહ્યું કેઃ દેવરાજ ! કયાધૂના ગર્ભમાં મહાન ભગવદ્ ભક્ત છે જેને મારવો તારી શક્તિની બહાર છે, એટલે તૂં તેમને છોડી દે. નારદજીની વાત માનીને ઇન્દ્રએ કયાધૂને નારદજી પાસે જ છોડીને અમરાવતી ચાલ્યા ગયા. નારદજી કયાધૂને પોતાના આશ્રમમાં લઇ ગયા અને કયાધૂને કહ્યું કેઃ બેટી ! જ્યાંસુધી તમારા પતિ ત૫સ્યાજ કરીને ૫રત ના આવે ત્યાંયસુધી આ૫ સુખપૂર્વક મારા આશ્રમમાં રહો. અવારનવાર નારદજી ગર્ભસ્થક બાળકને લક્ષ્ય્ બનાવીને કયાધૂને તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫તા હતા. આ જ બાળક જન્મ બાદ પરમ ભાગવત્ પ્રહલાદ થયા. ત્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ ઉ૫ર પડી હતી. નારદજીના મુખેથી દૈવી વિચારો સાંભળી પ્રહલાદ જડવાદી રાક્ષસનો પૂત્ર હોવા છતાં ૫ણ ગર્ભવાસમાં દૈવી વિચારો સાંભળ્યા હોવાથી તે દૈવી વિચારનો મહાન.. તેજસ્વી પ્રભુ ભક્ત થયો.

હિરણ્યકશ્યપુએ પોતાના ગુરૂપૂત્ર ષણુ અને અમર્કને બોલાવ્યા અને પ્રહલાદને શિક્ષણ આ૫વા માટે તેમને હવાલે કરી દીધા. પ્રહલાદ ગુરૂગૃહમાં શિક્ષણ મેળવવા લાગ્યા. કુશાગ્ર બુધ્ધિ હોવાના કારણે તે ગુરૂ પ્રદત્ત શિક્ષણ તુરંત જ ગ્રહણ કરી લેતા હતા. સાથે સાથે તેમની ગુરૂ ભક્તિ ૫ણ વધવા લાગી. પ્રહલાદ અસુર બાળકોને ૫ણ ભગવદ્ ભક્તિનું શિક્ષણ આ૫તા હતા. આ બધી વાતોની જાણ જ્યારે હિરણ્યકશ્યપને થઇ તો એકદિવસ હિરણ્યકશ્યપુએ ઘણા જ પ્રેમથી પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું કેઃ બેટા ! અત્યાર સુધીમાં ભણેલી સારામાં સારી વાત સંભળાવ.

હિરણ્યકશ્ય૫એ પ્રહલાદને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ પ્રભુનામમાં મસ્ત પ્રહ્લાદના વિચારો બદલવામાં તે નિષ્ફીળ રહ્યા. ત્યાયરબાદ તેણે પ્રહલાદને મારી નાખવા આજ્ઞા આપી. અસુરોએ પ્રહલાદને મારી નાખવા માટે વિભિન્ન અસ્ત્રો નો પ્રયોગ કર્યો, પરંતુ તે તમામ નિષ્ફ ળ ગયા, ત્યારરબાદ પ્રહલાદને હાથીઓની નીચે કચડી નાખવા પ્રયાસ કર્યો, વિષધર સર્પો કરડાવ્યા, પુરોહિતોથી કૃત્યા રાક્ષસી ઉત્પઓન્નચ કરાવડાવી ૫હાડોની ટોચ ઉ૫રથી નીચે નખાવ્યા, શમ્બાસૂર પાસે અનેક માયાના પ્રયોગો કરાવડાવ્યા, અંધારી કોટડીમાં પુરી દીધા, ઝેર પિવડાવ્યું, ભોજન બંધ કરાવી દીધું, બર્ફિલી જગ્યાએ, દહકતી આગ અને સમુદ્રમાં ફેકાવ્યા, આંધીમાં છોડી મુક્યા તથા ૫ર્વત નીચે દબાવી દેવામાં આવ્યા, પરંતુ તમામ ઉપાયો કરવા છતાંપ્રહલાદનો વાળ વાંકો ના થયો. પ્રત્યેક વખતે તે બચી ગયા, ત્યારે હિરણ્યકશ્યપેપ્રહલાદને અગ્નિમાં જીવતો બાળી મુકવાની નવી યોજના બનાવી.

હિરણ્યકશ્ય૫ની હોલીકા નામની એક બહેન હતી. હોલીકાને અગ્નિદેવનું વરદાન હતું કેઃ જો તે સદવૃત્તિના મનુષ્યોોને કનડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં. આ માટે અગ્નિદેવે વરદાનના રૂ૫માં દિવ્ય ચુંદડી આપી હતી કે જે ઓઢવાથી અગ્નિથી રક્ષણ થાય.

હિરણ્યકશ્યપે પ્રહલાદને જીવતો બાળી મારી નાખવા લાકડાનો ઢગલો કરી તેમાં હોલીકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાનો આદેશ કર્યો. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે ૫વનદેવની કૃપાથી પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ ગઇ. ઇશ્વરની લીલાથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદનો વાળ ૫ણ વાંકો ના થયો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

કોઇને જન્મ આપી કોઇ વ્યક્તિને મોટો કરવાની હિંમત મા-બા૫માં હોતી નથી. પ્રભુની શક્તિ વિના કોઇનામાં જન્મ આપવાની શક્તિ હોતી નથી અને જન્મેલાને બચાવવાની શક્તિ ૫ણ હોતી નથી. પ્રભુ શક્તિ જ આપત્તિમાંથી બચાવે છે.

આ કથા અનુસાર આજે ૫ણ હોલિકાદહન મનાવવામાં આવે છે. હવે આ૫ણને શંકા થાય કેઃ જે હોલિકાએ પ્રહલાદ જેવા હરિભક્તને મારી નાખવાનો પ્રયાસ કર્યો.. તે હોલિકાનું હજારો વર્ષોથી લોકો પૂજન શા માટે કરે છે ? હોલિકાપૂજનની પાછળનું કારણ જુદું છે. જે દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા જ લોકોએ ઘેર ઘેર અગ્નિ પ્રગટાવીને પ્રહલાદના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. અગ્નિદેવે લોકોની અંતઃકરણની પ્રાર્થના સ્વીકારી અને પ્રહલાદ બચી ગયો. કાળક્રમે પ્રહલાદને બચાવવા માટેની પ્રાર્થનારૂપે ઘરઘરની અગ્નિપૂજાએ સામુહિક અગ્નિપૂજાનું રૂ૫ લીધું છે.

આમ…હોળીની પૂજા એટલે અગ્નિદેવનું પૂજન.. ખરાબ વૃત્તિના નાશ માટે તથા સારી વૃત્તિના રક્ષણ માટે લોકોના હ્રદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતિક છે. પ્રહલાદના અગ્નિમાંથી બચી જવાથી તથા કપટી હોલિકા બળી જવાથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો.. એકબીજા ઉ૫ર રંગ અને ગુલાલ ઉડાડ્યો. આ જોઇ બીજા દિવસે આસુરીવૃત્તિના લોકોએ ધૂળ.. કાદવ.. ઉડાડ્યો તેથી હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવાઇ.હોળીમાં ફક્ત કચરો કે કામ વિનાની ચીજોનો જ હોમ નથી કરવાનો પરંતુ આ૫ણા જીવનમાં આ૫ણને હેરાન કરતા ખરાબ વિચારો.. મનના મેલનું ૫ણ હવન કરવાનું છે.

આ જ દિવસે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જીએ પૂતના નામની રાક્ષસીનો વધ કર્યો હતો.. ખેડૂતો આ ૫ર્વને ખેતી સાથે જોડે છે. હોળીનો અર્થ છેઃ હોલા (હોરા) એટલે કેઃ કાચું અનાજ. પ્રાચીનકાળમાં એક સામુહીક યજ્ઞ કરવામાં આવતો. આ યજ્ઞમાં પ્રસાદના રૂ૫માં હોલે (કાચું અનાજ) વહેંચવામાં આવતું નથી. આ યજ્ઞનું આધુનિકરૂ૫ હોળી ૫ર્વ મનાવવામાં આવે છે. વિદેશોમાં ૫ણ હોળીનું ૫ર્વ ઉજવવામાં આવે છે. બર્મામાં હોળીના પર્વને ટિગુલા નામથી મનાવવામાં આવે છે. થાઇલેન્ડ આ પર્વ ર્સાગ્કાના કહેવામાં આવે છે. આ ૫ર્વે સુગંધિત જળનો ઉ૫યોગ કરવામાં આવે છે તથા એકબીજા ઉ૫ર અત્તરનો છંટકાવ કરવામાં આવે છે. ચીનમાં આ ૫ર્વને રવેગે નામથી ઉજવાય છે. તિબેટમાં આ ૫ર્વના દિવસે અગ્નિ પ્રગટાવીને તેની ૫રીક્રમા કરવામાં આવે છે. ફ્રાન્સમાં આ તહેવારને ડિંબો-ડિંબો નામથી ઉજવવામાં આવે છે. પ્રાચિન યૂનાનમાં હોળીના ૫ર્વને મળતો મેયો નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ૫ર્વના દિવસે ડાયનાસિંયલ નામના દેવતાની પૂજા થાય છે તથા અગ્નિ પ્રગટાવી તેની આસપાસ નાચે છે.

હોળીના દિવસે ઘેર ઘેર ફરી લાકડાં ભેગાં કરી અગ્નિ પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવે છે તથા ઢોલ.. નગારા તથા નાચ ગાન કરવામાં આવે છે. હોળીના બીજા દિવસને ધૂળેટીના નામથી ઉજવવામાં આવે છે. સવારથી જ બાળકો.. યુવાનો.. વૃદ્ધો.. યુવક.. યુવતીઓ ટોળકીઓ બનાવી એકબીજાના ઘેર જઇ અબિલ-ગુલાલ.. રંગ રંગીન પાણીથી રંગે છે.

હોળીના ૫ર્વમાં ઉંમર.. અમીરી.. ગરીબીને કોઇ સ્થાન નથી. તમામ વર્ગોના તથા તમામ ઉંમરના નર-નારી એકબીજા ઉ૫ર રંગ છાંટે છે અને ભેદભાવ મિટાવવાનો સંકલ્પ કરે છે. ગામડાઓમાં પુરૂષો મહીલાઓ ઉ૫ર રંગ છાંટે છે ત્યારે મહિલાઓ હાથમાં લાકડી લઇ પુરૂષોની પિટાઇ કરે છે. કેટલાક લોકો આ પાવન અને મસ્તીભર્યા તહેવારના દિવસે શરાબ પીવે છે તથા જબરજસ્તીથી એકબીજાને રંગવાનો પ્રયાસ કરે છે તથા કાદવ ઉછાળે છે અને આમ અશ્લીલતા કે અમાનવીય વ્યવહારનું પ્રદર્શન કરવું જોઇએ નહીં પરંતુ હળીમળીને આ પર્વને પર્વની ભાવનાથી મનાવવું જોઇએ.

વાસ્તવમાં હોળી મસ્તી.. ઉમંગ અને દુશ્મની ભૂલીને એકબીજાને ભેટવાનો પાવન તહેવાર છે. અલગ અલગ વિચારો.. ઘૃણા.. શત્રુતા અને આપસમાંનો ભેદભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ ત્યારે જ હોળી એકસૂત્ર બાંધવાનું ૫ર્વ કહેવાશે….!!

|| હોળી – ધર્મ, આરોગ્ય, મનોરંજન અને સામાજીક વહેવારોનો તહેવાર ||

આપણા પૂર્વજો અને ધર્માચાર્યોએ વિવિધતાભર્યા ધાર્મિક તહેવારો આપી આપણા જીવનને અનેક ઉપાધીઓ વચ્ચે હરિયાળુ બનાવ્યું છે અને જુઓ તો ખરા કે દરેક તહેવારની ઉજવણીમાં વિવિધતા છે દિવાળી દીપક અને રંગોળીનો તહેવાર છે તો મકરસંક્રાતિ દાન પૂન્ય અને પતંગોનો તહેવાર છે. તો જન્માષ્ટમી મટકી ફોડવાનો (ગોવિન્દા) તહેવાર છે તે પ્રમાણે હોળી પણ ધર્મ સાથે મનોરંજન આપી જીવનને આનંદ આપે છે.

* ધાર્માક હોળી

ભક્ત પ્રહલાદના અત્યાચારી બાપ હીરણાકંસને મારવા ભગવાને અવતાર લેવા પડયો. ”નવ અવતાર”માં અવતાર છ જુઓ. મત્સ્ય, કશ્યપ, વરાહ, વામન, પરશુ ”નૃસિંહ” રામ, કૃષ્ણ, બુધ્ધ ધાર્મિક પરંપરા મુજબ પ્રહલાદને મારવા હોલીકાનો ઉપયોગ થયો હોલીકા બળી ગઇ ભક્ત પ્રહલાદ બચી ગયો કથા જાણીતી પ્રચલીત છે. તેનો ઉત્સવ હોળી… પણ દરેક ધાર્મિક કથા પાછળ એ સારાંશ, ઉપદેશ રહેલા છે. તેમ હોળી એટલે આસુરી તત્વો ઉપર દૈવી તત્વોનો વિજય.

ભગવાન શ્રી કૃષ્ણે પણ હોળીનો તહેવાર ઉજવ્યો હતો અને વ્રજમાં હોળી રમ્યા હતા અને રંગોની છોળો ઉડાડી હતી તેથી હોળીનો મહિમા વધ્યો.

* હોળી મનોરંજન
ધર્મ સાથે આ તહેવાર ખૂબ જ રંગીન અને મનોરંજન આપે છે એક બીજા ઉપર રંગ છાંટવાનો અને ઢોલ નગારા વગાડી નાચ ગાન પણ થાય છે. એટલે હોળી રંગોનો તહેવાર મનાય છે.

* આરોગ્યપ્રદ હોળી

ધાણી, ચણા, ખજૂર જેવા પદાર્થો ખાવા પાછળ શિયાળામાં ઠંડા પવનોથી થયેલું શારીરિક દર્દ પણ ઉપરોક્ત પદાર્થો ખાવાથી આરોગ્ય જળવાય છે.

સામાજીક રીવાજોમાં હોળી ઃ-
હોળી પ્રગટે ત્યારે નવવધુ દંપતિ હોળીની આસપાસ પ્રદક્ષિણા કરી ધાર્મિક આશીર્વાદ મેળવે છે. એક વર્ષની નીચે જન્મેલા નાના બાળકોને પણ હોળીની પ્રદક્ષિણા કરાવાય છે. નવા લગ્ન કે બાળક જન્મ્યુ હોય તેવા ઘરોમાં અમલ કસુંબા કરી મનોરંજન થાય છે. નવી વહુ વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવે છે. ક્યાંક ઘેરમેળાઓ ભરાય છે અને હોળીના ઘેરૈયા ”ગોઠ” માગી ઢોલ નગારા વગાડી આનંદ આપી બક્ષિસ મેળવે છે.

* ફિલ્મોમાં હોળી ગીતો

હિન્દુધર્મના તહેવારો એટલા બધા મનોરંજક છે કે તેનો ઉપયોગ ફિલ્મોમાં પણ થાય છે તેમાં પણ હોળી ઉત્સવ તો ખાસ ઘણી ફિલ્મોમાં થાય છે. નવરંગ, મધર ઇન્ડિયા, કટીપતંગ અને શોલે જેવી પ્રખ્યાત ફિલ્મોમાં હોળી ગીતો આવરી લઇ ફિલ્મને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

* પર્યાવરણ

વૈજ્ઞાનિકો કહે છે હોળીની જ્વાળાઓ પ્રદૂષીત હવાને નિર્મળ કરે છે. ઝેરી જંતુઓનો નાશ કરે છે. ગામડે ગામડે શહેર શહેરે સર્વત્ર ઉજવાતી હોળીની જ્વાળાઓથી હવા શુધ્ધ થાય તેવું બની શકે છે આવો આપણે પણ હિન્દુ ધર્મના બે મોટા તહેવારો હોળી અને દિવાળી પૈકી વર્તમાન હોળીના તહેવારને ધર્મ, આસ્થા મનોરંજનથી ભરી દઇ જેને માટે ભગવાનને નૃસિંહરૃપે અવતરવું પડયું તેવા ભક્ત પ્રહલાદને યાદ કરી ધન્ય બનીએ.

* હોળીની વિધિ

આ તહેવારમાં મુખ્ય ભાર હોલિકા દહન અથવા હોળીને પ્રગટાવવા પર મુકવામાં આવે છે. હોળી પ્રગટાવવાની પરંપરાને માટે કેટલાકો નાના બાળકોની સતામણી કરતી રાક્ષસીઓ હોલિકા અને પૂતનાના દહનની સાથે જોડે છે.

* આરોગ્યનું જોખમ

પહેલા તો હોળીની ઉજવણીમાં ઉપયોગમાં લેવાતા રંગો વસંતમાં ખીલતાં કેસૂડો અને પારિજાત કે પલાશ જેવા ફૂલોના વૃક્ષોમાંથી બનાવવામાં આવતા. આ ફૂલો ભડક લાલ રંગના હોય છે. આ અને આવા અન્ય ફૂલોમાંથી હોળી માટેના તેજસ્વી રંગો બનાવવાની કાચી સામગ્રી મળી રહે છે. આમાંના મોટાભાગના વૃક્ષો તબીબી તત્ત્વો હોવાની લાક્ષણિકતા ધરાવે છે તેથી તેના રંગ ત્વચા માટે પણ લાભકારી બને છે. વર્ષો વીતવાની સાથે શહેરી વિસ્તારોમાંથી વૃક્ષો નાશ પામતા ગયા તેમ કુદરતી રંગોનું સ્થાન રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક ડાઈમાંથી ઉત્પાદિત કરાતા રંગોએ લીધું છે. આ રંગો ઝેરી રસાયણ ધરાવતા હોઈ તેની આરોગ્ય પર ગંભીર અસર પડે છે, જે નીચે મુજબ છે:

કાળા રંગમાં સીસાનો ઑક્સાઈડ (લીડ ઑક્સાઈડ) ધરાવે છે, જે કારણે મૂત્રપિંડની નિષ્ફળતાનું કારણ બને છે.

લીલા રંગમાં મોરથૂથું રહેલું હોય છે, જેને કારણે આંખની એલર્જી, સોજો આવવો અને હંગામી અંધાપો આવવો વગેરે થઈ શકે.

સિલ્વર કલરમાં એલ્યુમિનિયમ બ્રોમાઈડ રહેલું હોઈ તેમાં કૅન્સર થવાની સંભાવના ઊભી થઈ શકે.

ભૂરાં રંગમાં રહેલા પર્સિયન બ્લ્યુને કારણે ત્વચાનો સોજો આવવો કે બળતરા થવાનો રોગ થાય છે.

લાલ રંગમાં પારાનો ક્ષાર, મર્ક્યુરી સલ્ફેટ (ગંધક) હોય છે જે અતિશય ઝેરી હોય છે અને તેનાથી ચામડીનું કૅન્સર થવાની સંભાવના છે.

સૂકા રંગ સામાન્યપણે ગુલાલ તરીકે જાણીતા છે, જેમાં બે ઘટક હોય છે. તેમાં રંગદ્રવ્ય ઝેરી હોય છે અને મિશ્રણના મુખ્ય દ્રવ્યમાં એસ્બેસ્ટોસ અથવા રેતી જેવું દ્રવ્ય હોય છે. બેઉ દ્રવ્યો આરોગ્યની સમસ્યા ઊભી કરી શકે છે. રંગદ્રવ્યોમાં ભારે પ્રમાણમાં ધાતુ વડે અસ્થમા (દમ), ત્વચાના રોગો અને હંગામી અંધાપો લાવી શકે છે.

ભીનાં કે પ્રવાહી પ્રકારના રંગમાં મોટાભાગે જેન્શન વાયોલેટ નામનું જંતુનાશક દ્રવ્ય હોય છે જેનાથી ચામડીનો મૂળ રંગ નાશ પામે છે અને ચામડીના રોગો થાય છે.

હવે રસ્તા પર ફેરિયાઓ છૂટા રંગ વેચે છે જે ક્યાંથી આવે છે તેની વેચનારને ખબર હોતી નથી. ક્યારેક રંગના ખોખા પર ‘માત્ર ઔદ્યોગિક વપરાશ માટે’ એવું લખેલું હોય છે.

* હોળીનું પ્રગટાવવું

હોલિકા દહન માટે પ્રગટાવાતી હોળીમાં વપરાતા લાકડાં વળી બીજી પર્યાવરણીય સમસ્યા ઊભી કરે છે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કરાયેલા એક અભ્યાસમાં જણાવ્યા મુજબ હોળી દીઠ ૧૦૦ કિલોગ્રામ લાકડું વપરાય છે અને ગુજરાતમાં લગભગ ૩૦,૦૦૦ હોળી પ્રગટાવવામાં આવે છે. આને પગલે મૂંઝવણ ઊભી કરે એટલા પ્રમાણમાં લાકડું વપરાય છે.

આથી અનેક સામાજિક જૂથો લાકડાનો વપરાશ અંકુશમાં રાખવાના આશયથી જુદી જુદી હોળી પ્રગટાવવાને બદલે પ્રતીકાત્મક સમાજ-હોળીની હિમાયત કરે છે. અન્ય કેટલાક જૂથો લાકડાને બદલે વેસ્ટમાંથી-કચરામાંથી હોળીને પ્રગટાવવાનું સૂચન કરે છે.

 

ફાગણ સુદ તેરસ – તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રા

9

|| ફાગણ સુદ તેરસ – તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રા ||

ફાગણ સુદ ૧૩ ને ગુજરાતી માં ફાગણ સુદ ત્રયોદશી કે ફાગણ સુદ તેરસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો તેરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો તેરમો દિવસ છે.
પાલીતાણા શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રા વર્ષમાં એક જ દિવસ ફાગણ સુદ તેરસ ના દિવસે થાય છે. આ દિવસે જૈન શાસ્ત્ર મુજબ ૮ કરોડ જૈન મુનિઓ શત્રુંજય મહાતીર્થ પર મોક્ષ પામ્યા હતા.તેથી આ ધાર્મિ‌ક કથા અનુસાર છ ગાઉ યાત્રાનું મહત્વ વિશેષ ગણવામાં આવે છે.આ યાત્રામાં માત્ર ગુજરાત જ નહિં સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ અનેક યાત્રાળુઓ યાત્રા કરવા માટે આવે છે. અને ખરા ધોમ ધખતા તાપમાં અને તે પણ ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.કેટલાક તો એવા પણ લોકો આવેછે કે જેમણે મોટરકાર કે વિમાન સિવાય મુસાફરી કરી નથી છતા આ દિવસે ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.અને પુણ્યનું ભાતુ બાંધે છે. આજની ભાગ-દોડ ભરી જીંદગીમાં પણ જૈન લોકોએ આ પરંપરા જાળવી રાખી છે.

જૈનોમાં પાલિતાણાનું અનેરું મહત્વ રહેલું છે. શાશ્ચત તીર્થ તરીકે જાણીતા એવા પાલિતાણાની યાત્રા ન કરી હોય તેવા કદાચ બહુ ઓછા જૈન જોવા મળશે. જૈનશાસ્ત્રો મુજબ મહા પવિત્ર શત્રુંજય મહાતીર્થની જાત્રા કરવામાં કહેવાયું છે કે, તીર્થ અને તેમાં પણ તીથૉધિરાજ શત્રુંજયના રસ્તાની ધૂળથી આત્મા ઉપરની કર્મરૂપી ધૂળ દૂર ફેંકાઇ જાય છે. આ મહાતીર્થમાં ભ્રમણ કરવાથી ભવમાં ભમવાનું મટી જાય છે.

શત્રુંજયની યાત્રામાં કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રધ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ સુદ ૧૩ના દિવસે મોક્ષે ગયા હતા. તેથી દર ફાગણ સુદ-૧૩ની યાત્રા કરવા માટે અત્રે દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઊમટી પડે છે ત્યારે આપણે આ પાલિતાણા અને લોકોમાં ઢેબરા તેરસ તરીકે પણ જાણીતી એવી છ ગાઉની યાત્રાનો મહિમા જોઇએ.

જૈનશાસ્ત્રો અનુસાર આ તીર્થને પ્રાય: શાશ્ચત તીર્થ માનવામાં આવે છે. આ તીર્થનો સદાય મહિમા અપાર રહ્યો છે. વર્તમાન ચોવીસીમાં ૨૩ તીર્થંકરોએ અહીં પદાર્પણ કરેલ છે. તેમાંય પ્રથમ જૈન તીથઁકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વર દાદાનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે. તેમણે આ ભૂમિને પવિત્ર તીર્થભૂમિ બનાવી દીધી હતી. આદિનાથ ભગવાન અહીં નિયમિત પદાર્પણ કરતાં અને ડુંગર પરના રાયણના વૃક્ષ નીચે તપ-આરાધના કરતા. તેઓ અત્રે પૂર્વ નવાણું વખત પધાર્યા હતા એટલે આજે પણ નવાણું યાત્રાનો અનેરો મહિમા છે. શત્રુંજય તીર્થ વિશ્ચભરમાં કદાચ એકમાત્ર એવું તીર્થ છે કે જેમાં ડુંગર પર ૮૬૩ ઉપરાંત શિખરબંધી નાનાં-મોટાં દેરાસરો છે. જેમાં લગભગ ૧૭૦૦૦ ઉપરાંત પ્રતિમાઓ બિરાજમાન છે. ૬૦૩ મીટર ઊંચી શત્રુંજય પર્વતમાળા પર આવેલાં આ દેરાસરો મોટાભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે.

આ મંદિરોનું સ્થાપત્ય અને બેનૂમન કારીગરીના નમૂના સમાન ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ હેરત પમાડે તેવું છે. આવા ચમત્કારિક, પવિત્ર શત્રુંજયની જાત્રા કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તેમાં કાર્તિકી પૂર્ણિમા, જ્ઞાનપંચમી, ફાગણ સુદ તેરસ-૧૩ની છ ગાઉની જાત્રા લોકમુખે ઢેબરિયા મેળા અગર તો ઢેબરિયા તેરસ તરીકે પણ જાણીતી છે. શત્રુંજય પર કરોડો સાધુ-ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેનો અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જૈન માન્યતા અનુસાર ફાગણ સુદ-૧૩ના દિવસે શ્રીકૃષ્ણના પુત્ર શામ્બ અને પ્રધ્યુમ્ન સાડા અસંખ્ય સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા.

આથી જૈનો હજારોની સંખ્યા આ દિવસે એક જ દિવસમાં અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયા અનેરા ઉલ્લાસ સાથે ભેટવા માટે ઊમટી પડે છે અને પોતાનાં કર્મોની નર્જિરા કરે છે. આ દિવસે અત્રે થતી ભક્તિનું અનેરું મહત્વ હોઇ સૌ કોઇ તેનો લાભ ઉઠાવવા તલપાપડ થઇ જાય છે.

શત્રુંજયની જાત્રાનો પ્રારંભ જય તળેટીથી થાય છે. એક જમાનામાં તે ‘મનમોહન પાગ’ તરીકે ઓળખાતું હતું. જાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં તેઓ અત્રે તળેટીએ આવી પર્વતાધિરાજની સ્પર્શના કરીને શત્રુંજયને ભેટવાનો લહાવો લે છે. અત્રે તળેટીમાં નવ્વાણું પૂર્વવાર ગિરિરાજ પર આવનાર આદિનાથ દાદા, ચોમાસુ કરનાર અજિતનાથ અને શાંતિનાથ, આઠમા ઉદ્ધારના ઉપદેશક અભિનંદન સ્વામી વગેરેનાં પગલાઓ છે. જાત્રાળુઓ તળેટી બાદ બાબુનું દેરાસર, જલમંદિર, રત્નમંદિર, સમવસરણ, હિંગલોજ દેવી, હનુમાનધારા, રામપોળ વગેરે થઇને દાદાનું મુખ્ય દેરાસર જ્યાં આવેલ છે ત્યાં પહોંચે છે. જ્યાં તેઓ ઋષભદેવનાં દર્શન-પૂજા કરે છે. જાત્રા દરમિયાન રસ્તામાં હીરાબાઇનો કુંડ, ભુખણદાસનો કુંડ, સૂરજકુંડ વગેરે અનેક કુંડ આવે છે.

છ ગાઉની જાત્રાના દિવસે યાત્રાળુઓ મુખ્ય માર્ગેથી ગિરિરાજ ચડી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરી રામપોળમાંથી બહાર નીકળી જમણી બાજુના રસ્તેથી છ ગાઉની જાત્રા શરૂ કરે છે. આ જાત્રા દરમિયાન સૌ પ્રથમ આ ગિરિરાજ પર મોક્ષ પામનાર દેવકીના છ પુત્રોનું મંદિર આવે છે. ત્યારબાદ ઉલકા જલ, અજિતનાથ, શાંતિનાથની દેરીઓ, ચંદન તલાવડી, રત્નની પ્રતિમા, સિદ્ધશિલા, ભાડવા ડુંગર અને સૌથી છેલ્લે સિદ્ધવડ આવે છે. આ સ્થાનેથી અનેક મુનિવરો મોક્ષ પામ્યા હોવાથી તેનું મહત્વ અનેરું છે. અત્રે જાત્રાળુઓ ચૈત્યવંદન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી છ ગાઉની જાત્રાની પૂણૉહુતિ કરે છે.
જૈનોમાં છ ગાઉની જાત્રાનું અનેરું મહત્વ હોવાથી આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું અત્રે બહુમાન કરી સંઘપૂજન કરાય છે. અત્રે આવેલ આંબાવાડિયામાં દેશભરના વિવિધ જૈન સંઘો દ્વારા સાધાર્મિક ભક્તિનો લાભ લેવા માટે અનેક પાલ ઊભા કરાય છે. જેમાં ચા-પાણી, ભરપૂર નાસ્તો વગેરે અપાય છે. પોતાના પાલમાં પધારી સાધાર્મિક ભક્તિનો લાભ આપવા બે હાથ જોડી વીનવતા હોય છે ત્યારે અનેરાં ભાવુક દ્રશ્યો સર્જાતાં રહે છે.

મંદિરોની નગરી પાલિતાણામાં વિશ્ચનું અજોડ સમવસરણ દેરાસર, આગમ મંદિર, જંબુદ્વીપ, મણિભદ્રવીર, કાળભૈરવ દાદા, સતી રાજબાઇ, શ્રવણ મંદિર, ભીડભંજન મહાદેવ, સતુઆબાબા આશ્રમ, વિશાલ જૈન મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો છે. ખરેખર, પાલિતાણાની મુલાકાત સૌ કોઇ માટે કાયમી સંભારણું બની રહેશે.

|| ફાગણ સુદ તેરસની શત્રુંજયની છ ગાઉની યાત્રા ||
જૈન શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે આ વિશ્વમાં નવકાર મંત્ર જેવો કોઈ મહામંત્ર નથી, કલ્પસૂત્ર જેવું કોઈ પ્રભાવશાળી શાસ્ત્ર નથી અને ર્તીથાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ જેવું કોઈ મહાન ર્તીથ નથી.
સૌરાષ્ટ્રના પાલિતાણા શહેરમાં આવેલા શ્રી શત્રુંજય ર્તીથનો જૈનોમાં ભારે મહિમા છે. આ ર્તીથ પર અનંતાનંત પુણ્યાત્માઓ સિદ્ધગતિને પામ્યા હોવાથી અહીંની તસુએ તસુ જમીન અતિ પવિત્ર માનવામાં આવે છે.
શત્રુંજય ર્તીથ પર ફાગણ સુદ તેરસને દિવસે શ્રીકૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે અનશન કરી મોક્ષપદને પામ્યા છે. એથી આ દિવસે શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનો અપૂર્વ મહિમા છે. સમગ્ર ભારતમાંથી આ પવિત્ર દિવસે લાખો ભાવિકો શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા ઊમટે છે. આ યાત્રાનું માહાત્મ્ય દર્શાવતાં લખવામાં આવ્યું છે કે-
શામ્બ-પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા,
સાડીઆઠ કરોડ
તે તીર્થેશ્વર પ્રણમીએ
પૂર્વ કર્મ પિછોહ.
આત્મપરિણામને નર્મિળ બનાવનારાં અનેક ર્તીથસ્થાનોમાં શ્રી શત્રુંજય ગિરિરાજનું સ્થાન સૌથી મોખરે છે. નદીના પ્રવાહની જેમ યાત્રિકોનો સ્રોત આ પાવન ર્તીથમાં અવિરત વહ્યા કરે છે. અહીં આવનાર આત્મા કોઈ દિવ્ય ધામમાં આવી પહોંચ્યાનો અહેસાસ અનુભવે છે. આ ર્તીથના પ્રભાવથી અહીં અનંત આત્માઓ સકળ કર્મનો ક્ષય કરી મોક્ષગતિને પામ્યા છે અને એથી જ આ ર્તીથનો જૈન આલમમાં ભારે મહિમા છે. શત્રુંજયનો મહિમા ગાતાં કહેવામાં આવ્યું છે કે-
અકેકુ ડગલું ભરે, શત્રુંજય સમો જેહ
ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ.
શ્રી સુધર્માસ્વામીએ રચેલા ‘મહાકલ્પ’માં આ ર્તીથનાં શત્રુંજયગિરિ, સિદ્ધાચલ, વિમલાચલ, પુંડરીકગિરિ, શતકૂટ, મુક્તિનિલય, ઢંકગિરિ, ભગીરથ, મોહિતગિરિ જેવાં ૧૦૮ નામોનો ઉલ્લેખ મળે છે. શ્રી ધનેશ્વરસૂરિ રચિત ‘શત્રુંજય માહાત્મ્ય’ નામના ગ્રંથમાં આ ર્તીથનો મહિમા દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે અન્ય તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, પૂજન વગેરે કરવાથી જે ફળ મળે છે એનાથી અનેકગણું ફળ માત્ર શ્રી શત્રુંજય ર્તીથની કથા સાંભળવાથી મળે છે. અયમુત્તા કેવલી ભગવંતે નારદ ઋષિને આ ર્તીથનું માહાત્મ્ય વર્ણવતાં કહ્યું છે કે અન્ય ર્તીથમાં ઉગ્ર તપર્યા અને બ્રહ્મચર્યથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ આ ર્તીથમાં માત્ર વસવાથી જ મળે છે. વળી એક કરોડ મનુષ્યને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એ આ ર્તીથમાં માત્ર એક ઉપવાસ કરવાથી મળે છે. આ ર્તીથની ચોવિહારો છઠ્ઠ કરીને જે વ્યક્તિ સાત યાત્રા કરે છે એ ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. અષ્ટાપદ, સમ્મેતશિખર, ગિરનાર, પાવાપુરી, ચંપાપુરી વગેરે તીર્થોનાં દર્શન-વંદન કરતાં શતગણું ફળ આ ર્તીથની યાત્રા કરતાં મળે છે.
શત્રુંજય ગિરિરાજની છ ગાઉ પ્રદક્ષિણા યાત્રા સર્વપ્રથમ શત્રુંજય ગિરિરાજની તળેટીએ દર્શન-ચૈત્યવંદન કરીને આગળ વધે છે. શત્રુંજય ગિરિરાજ પર પહોંચીને શાંતિનાથ ભગવાનના જિનાલયે, રાયણ પગલાંએ, પુંડરીકસ્વામીના દેરાસરે અને ર્તીથાધિપતિ શ્રી આદિનાથ ભગવાનના જિનાલયે એમ પાંચ ચૈત્યવંદન કરી ર્તીથપતિ શ્રી આદીશ્વરદાદાને ભાવપૂર્વક ભેટી રામપોળથી બહાર નીકળી જમણી તરફના રસ્તેથી છ ગાઉ પ્રદક્ષિણાયાત્રાનો પ્રારંભ થાય છે. ત્યાંથી થોડા આગળ વધતાં જમણી બાજુ ઊંચી દેરીમાં દેવકીજીના છ પુત્રોની પ્રતિમાનાં દર્શન થાય છે. આ છ પ્રતિમાઓની કથા એમ છે કે વાસુદેવની પત્ની દેવકીએ કૃષ્ણજીની પહેલાં ક્રમશ: છ પુત્રોને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મની સાથે જ હરિણૈગમેષી દેવે તેમને નાગદત્તની પત્ની સુકેષા પાસે મૂકી દીધા હતા. ત્યાં તેઓ મોટા થઈ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સાધના કરવા લાગ્યા. ત્યાર પછી આ છએ મુનિઓ કેવળજ્ઞાનને પામ્યા અને આ શત્રુંજયગિરિ પર મોક્ષે ગયા. અહીં આ છ પ્રતિમાને ‘નમો સિદ્ધાણં’ કહીને સૌ ભાવપૂર્વક દર્શન કરી આગળ વધે છે.
અહીં હવે ઊંચો-નીચો રસ્તો શરૂ થાય છે. આ માર્ગે આગળ વધતાં ‘ઉલ્કા જલ’ નામનું પોલાણ-ખાડો આવે છે. દાદા આદિનાથ પ્રભુનું ન્હવણ (પક્ષાલ) જમીનમાં થઈ અહીં આવે છે એમ માનવામાં આવે છે. અહીં ડાબી બાજુ એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો વિધિ સહિત ચૈત્યવંદન કરે છે. શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણાનો ચાર કલાકનો આ રસ્તો ઘણો આકરો અને કષ્ટદાયી છે. એમ છતાં આ પવિત્ર દિવસનો મહિમા સમજી લાખો યાત્રિકો ખૂબ જ આનંદોલ્લાસથી આ પ્રદક્ષિણાયાત્રા કરીને પોતાના જીવનને કૃતાર્થ કરે છે. આવી મહાન યાત્રાનો અવસર મહાપુણ્યયોગે મળ્યો છે એમ સમજીને લોકો પોતાનો બધો થાક અને કષ્ટ ભૂલીને દાદા આદીશ્વર ભગવાનની જય બોલાવતા ઉત્સાહથી આગળ વધે છે. ત્યાંથી આગળ વધતાં શ્રી અજિતનાથ પ્રભુની અને શ્રી શાંતિનાથ પ્રભુની બે દેરીઓ આવે છે. એમાં આ બન્ને ભગવાનનાં પગલાં છે. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુએ શત્રુંજય ગિરિરાજ પર ચાતુર્માસ કરેલા એની સ્મૃતિમાં અહીં સામસામી બન્ને દેરીઓ બનાવવામાં આવી હતી. એકદા નેમિનાથ ભગવાનના સમયમાં થયેલા નંદિષેણસૂરિ અહીં આવી ચૈત્યવંદન કરવા લાગ્યા. દેરીઓ સામસામે હોવાથી પૂંઠ પડવા લાગી એથી તેમણે અહીં ‘અજિતશાંતિ’ નામના મંત્રગર્ભિત સ્તવનની રચના કરી. આ સ્તવનના પ્રભાવથી બન્ને દેરીઓ પાસપાસે આવી ગઈ. આ નંદિષેણસૂરિ સાત હજાર મુનિઓ સાથે આ ર્તીથમાં અનશન કરી મોક્ષે ગયા છે. અહીં ‘નમો જિણાણં’ કહી ચૈત્યવંદન કરી લોકો આગળ વધે છે.
અહીંથી આગળ વધતાં ‘ચિલ્લણ તલાવડી’નું પવિત્ર સ્થળ આવે છે. શીતળ જળથી ભરપૂર એવી આ પવિત્ર જગ્યાને લોકો ચંદન તલાવડી તરીકે પણ ઓળખે છે. ઋષભદેવ પરમાત્માના શાસનમાં થયેલા ચિલ્લણ મુનિ સંઘ સાથે શત્રુંજય ગિરિરાજ પધાર્યા હતા. હર્ષાવેશમાં લોકો જુદા-જુદા રસ્તેથી ગિરિરાજ પર ચડવા લાગ્યા હતા. સખત ગરમીને લીધે સંઘ અતિશય તૃષાતુર થઈ ગયો. ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિથી એક મોટું તળાવ પાણીથી છલકાવી દીધું અને સંઘના યાત્રિકોએ આ નર્મિળ પાણીથી પોતાની તૃષા શાંત કરી. ત્યારથી આ તલાવડીનું નામ ચિલ્લણ યાને ચંદન તલાવડી પ્રસિદ્ધ થયું. ચિલ્લણ મુનિએ અહીં ઇરિમાવહિયં કરી જીવોની વિરાધનાનું પાયશ્ચિત કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષે પધાર્યા. અહીં ભરત ચક્રવર્તીએ ચિલ્લણ નામે સુંદર વિહાર બનાવ્યો હતો એ કાળાંતરે નષ્ટ થઈ ગયો છે. અહીં ભરત ચક્રવર્તીએ ભરાવેલી ૫૦૦ ધનુષ્યની રત્નમય પ્રતિમા સગર ચક્રવર્તીએ નજીકની ગુફામાં પધરાવી છે. અઠ્ઠમ તપથી પ્રસન્ન થયેલા કદર્પિ યક્ષ જેને આ પ્રતિમાનાં દર્શન કરાવે તે ત્રીજે ભવે મોક્ષે જાય છે. ‘શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ’ ગ્રંથમાં જણાવ્યા અનુસાર પાંચમા આરામાં નંદરાજાએ, વીરરાજાએ અને આચાર્ય દેવસુંદરસૂરિજીના શિષ્ય પંડિત દેવમંગલે અહીં અઠ્ઠમ તપ કર્યું ત્યારે કદર્પિ યક્ષે પ્રસન્ન થઈને તેમને આ અલૌકિક રત્ન-પ્રતિમાનાં દર્શન કરાવ્યાં હતાં. ચંદન તલાવડીની બાજુમાં સિદ્ધશિલા છે. આ ર્તીથમાં કાંકરે-કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે એમ છતાં આ સિદ્ધશિલા પર બીજા સ્થાન કરતાં અધિક આત્માઓ સિદ્ધ થયા છે એથી આ શિલા સિદ્ધશિલા તરીકે સુપ્રસિદ્ધ છે. અહીં લોકો સંથારા મુદ્રાએ ૧૦૮, ૧૭, ૨૧ અથવા ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે.
ચંદન તલાવડીથી આગળ વધતાં એક ઊંચો ડુંગર દૃષ્ટિગોચર થાય છે. આ ભાડવાનો ડુંગર છે. સૌથી કષ્ટદાયક રસ્તો હવે શરૂ થાય છે. ‘શત્રુંજય લઘુકલ્પ’માં જણાવ્યું છે કે ‘પુજ્જુન્ન સંબ-પમૂહા અદ્ધઠ્ઠાઓ કુમારકોડિઓ’ ભાડવા ડુંગર પર ફાગણ સુદ તેરસના દિવસે કૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. તેમની સ્મૃતિમાં અહીં એક દેરીમાં આદીશ્વર ભગવાનનાં પગલાંની સાથે શામ્બ અને પ્રદ્યુમ્નનાં પગલાં પણ છે. એક દિવસે સાડાઆઠ કરોડ આત્માઓને મુક્તિ અપાવનાર ભાડવા ડુંગરને ભેટતાં અત્યંત ભાવવિભોર બની જવાય છે અને હૃદયમાં પ્રકટેલા અનેરા ઉલ્લાસથી કર્મની ર્નિર્જરા પણ થાય છે. ફાગણ સુદ તેરસની છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાનું મૂળ અને મહિમા આ ભાડવો ડુંગર અને અહીં મોક્ષે ગયેલા પુણ્યાત્માઓ છે. અહીં લોકો ‘નમો સિદ્ધાણં’ કહીને અતિશય ભાવથી ચૈત્યવંદન વિધિ કરે છે.
ભાડવા ડુંગરથી વિદાય લેતાં હવે લોકો નીચે ઊતરે છે. નીચે તળેટી પર પહોંચતાં જ એક વિશાળ વડ નજરે પડે છે એને સિદ્ધવડ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધશિલાની જેમ આ સિદ્ધવડના સ્થાને પણ અનેક આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે. એથી આ સિદ્ધવડનું ભારે માહાત્મ્ય છે. અહીં એક મોટી દેરીમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો છેલ્લું ચૈત્યવંદન કરે છે, કારણ કે છ ગાઉ પ્રદક્ષિણાનો આ અંતિમ મુકામ છે. અહીં છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાની પૂર્ણાહુતિ થાય છે.

શિવજીને બીલીપત્ર શા માટે અર્પણ કરાય છે ?

7

|| શિવજીને બીલીપત્ર શા માટે અર્પણ કરાય છે ?||

રિદલમ્ ત્રિગુણાકારમ્, ત્રિનેત્રમ્ ત્રિઆપુણ્ ।
ત્રિજન્મ પાપ સંહારંચ, એક બીલ્વમ્ શિવાર્પણમ્ ।।

આવું બોલી શિવભક્ત ત્રણ પાંદડાંવાળું બીલીપત્ર ભગવાન શંકરને ચડાવે છે.

કહેવાય છે કે, આસ્થા અમારો બેડો પાર કરે છે. શિવરાત્રીની રાત્રીએ એક શિકારી બીલીના ઝાડ ઉપર ચડી પોતાનો શિકાર શોધે છે. એવામાં તેને એક હરણી નજરે પડે છે, એટલે તેનો શિકાર કરવા તે પારધી પોતાના ધનુષ-બાણ હાથમાં ઉપાડે છે. એવામાં હરણીને મનુષ્ય વાચા ફૂટે છે. તે શબ્દોમાં પેલા પારધીને કહે છે : અત્યારે તું મને માર નહીં, મને મારવાથી ભૂખ્યા-તરસ્યા મારા બચ્ચાં મને જોયા વગર જ મરી જશે. એક વખત તું મને તેઓને મળવા જવા દે…

અનેક આનાકાની પછી પારધી હરણીને તેના પરિવારને મળવા જવા દે છે. હરણી પોતાના પતિ-બચ્ચાંઓને મળીને પારધીને આપેલા વચન પ્રમાણે તેની સામે પરિવાર સહિત હાજર થાય છે.

અહીં એક આડવાત કહેવાની કે, પારધી પોતાનો શિકાર શોધવામાં રાતના ચાર પ્રહર (ત્રણ કલાકનો એક પ્રહર) વિતાવી નાખે છે. આ વખતે તેની નજરને આડે આવતા બીલીની ડાળખી કાપી કાપી નીચે નાખી દે છે. નીચે જમીન ઉપર એક શિવલિંગ હોય છે. તોડેલી બીલી પાંદડાંની ડાળખી અનાયાસે જ શિવલિંગ ઉપર પડે છે. આમ પારધીએ કરેલી અણજાણતા શિવજીની બીલીપત્રની પૂજાથી મહાદેવ પ્રસન્ન થાય છે. આ વખતે ભગવાન શંકર પ્રગટ થઈને પારધીને માગવાનું કહે છે. આ બાજુ પોતે આપેલા પારધીને વચન પ્રમાણે હરણી પરિવાર સાથે હાજર થઈ, પણ પારધી હરણી સહિત પરિવારના કોઈ સભ્યને હાથ સુદ્ધાં લગાડતો નથી. મહાદેવજી પારધી પર પ્રસન્ન થયા અને તેનું મન પરિવર્તન પામ્યું. હરણીનો પરિવાર જ્યારે મહાદેવની કૃપાથી આનંદ ઉલ્લાસ કરતો પારધી સમક્ષ ઉપસ્થિત થયો ત્યારે તેણે ખુશખુશાલ થઈને હરણી અને તેના પરિવારને પણ મુક્ત કરી દીધા.

આ એક પૌરાણિક વાર્તા બીલીપત્ર-શિવરાત્રીની ગાથા ગાય છે.

પુરાણકથા પ્રમાણે બીલીપત્ર માત્ર શિવજી જ નહીં, પણ ગણેશજી અને લક્ષ્મીજીને પણ પ્રિય છે. કાલિકા પુરાણમાં જણાવ્યા અનુસાર લક્ષ્મીજીએ જનકલ્યાણ માટે બિલ્વવનમાં ચંદ્રાયણ નામનું ઉગ્ર તપ કર્યું હતું. વામન પુરાણમાં એવું ચોખ્ખું જણાવ્યું છે કે, લક્ષ્મીજી દ્વારા બિલ્વવૃક્ષનું નિર્માણ કરાયું હતું. વિષ્ણુ ધર્મોતર પુરાણમાં ચતુર્ભુજ લક્ષ્મીજીના એક હાથમાં શ્રીફળ છે (પરંતુ અહીં શ્રીફળનો અર્થ નાળિયેર નહીં, પરંતુ બેલફળ એટલે કે બીલીફળ સમજવું).

બીલીવૃક્ષનો ઉલ્લેખ મહાભારતમાં યજ્ઞાીય વૃક્ષ તરીકે કરવામાં આવ્યો છે. યજ્ઞામાં ઘી-જવ- તલ વગેરે સામગ્રી એક લાકડાંના જેવા ચમચા વડે હોમાય છે. આ સાધન બીલીના ઝાડના થડમાંથી બનેલું હોય છે.

કેટલાંક તાંત્રિકો બીલીના કાષ્ટમાંથી બનાવેલું તાવીજ અન્યની નજર ન લાગે તે માટે બાંધવાનું કહે છે.

બીલીનાં ત્રણ પાન એટલે ત્રણ વેદનું પ્રતીક ગણાય છે. બીલીનું વૃક્ષ સંપૂર્ણ ભારતીય છે. તેને વનસ્પતિના

શાસ્ત્રીઓ ‘ઇગલ મોર્મેલોસ’ તરીકે ઓળખે છે. ઇગલનો અર્થ તેઓ ‘જલપરી’ એવો કરે છે. ‘મોર્મેલોસ’ એટલે મોર્મોલેડ નામનો ચીકણો પદાર્થ ગણે છે.

બીલીફળમાંથી ઝરતો ચીકણો પદાર્થ. સૌરાષ્ટ્રથી આસામ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી બીલીવૃક્ષ ઊગે છે. હિમાલયની ગિરિકંદરાઓમાં પણ બીલીવૃક્ષ થાય છે.

કહેવાય છે કે, જો બીલીવૃક્ષની યોગ્ય માવજત થાય તો તે ૩૦ મીટર જેટલું ઊંચું વધી શકે છે. આ વૃક્ષનું થડ પીળાશ પડતું હોય, પણ તેની ડાળી સફેદ રંગની હોય છે. આ વૃક્ષમાં સૂક્ષ્મ તૈલગ્રંથિ હોય છે. ત્રણ પાંદડાંમાંથી એક પણ ખંડિત થયેલું હોય તો એ મહાદેવને ચડાવવા લાયક નથી. આ વૃક્ષ ચોમાસામાં પૂરબહારમાં ખીલે છે. જો કે મહાશિવરાત્રીના સમયમાં આ વૃક્ષ પાંખું અને રુક્ષ થઈ જાય છે.

આ વૃક્ષ માત્ર ફળ જ નથી આપતું, પણ એપ્રિલ માસમાં સુગંધિત ફૂલ પણ આપે છે. એક પૌરાણિક કથા અનુસાર જ્યારે સાગરમંથન થયું અને તેમાંથી વિષ પ્રાપ્ત થયું ત્યારે તે હળાહળ વિષ મહાદેવને પીવાનો વારો આવ્યો. તેઓ એ તમામ દેવતાઓ તરફથી પોતે સર્વ ઝેર ગટગટાવી ગયા. કંઠમાં સમાયેલા ઝેરને હિસાબે તેમનું ગળું એકદમ લીલું કાચ જેવું થઈ ગયું. મહાદેવ ‘નીલકંઠી’ કહેવાયા. આવા હળાહળ ઝેર પીવાને કારણે મહાદેવ ઉપર બીલીપત્રના રસનો ઉપયોગ કરવામાં આવ્યો. જેને હિસાબે ભોળાનાથનું ગળું ઠંડું પડે. આ કથા અનુસાર પણ મહાદેવજીને બીલીપત્ર ચડાવીને પ્રસન્ન કરાય છે.

એવું મનાય છે કે, દરેક વૃક્ષ-વેલ કે જડીબુટ્ટી કોઈ ને કોઈ નક્ષત્ર-ગ્રહ સાથે સંકળાયેલા હોય છે. બીલીપત્રના વૃક્ષને સૂર્ય જેવા મહાન ગ્રહ સાથે સાંકળવામાં આવ્યું છે. આખા ગ્રહમંડળમાં સૂર્યની શક્તિ-ગુરુત્વાકર્ષણ બીજા ગ્રહોથી વધુ હોય છે. એટલે અન્ય વૃક્ષો કરતાં બીલીનું વૃક્ષ કે તેની છત્રછાયા ખૂબ જ અગત્યની છે. બીલીના પાંદડાંનું કાયમ સેવન કરવાથી ડાયાબિટીસ કાબૂમાં આવી જાય છે.

પુરાણકાળમાં બીલીના પાંદડાંના રસથી તાંબાને સોનામાં પરિર્વિતત કરાતું હતું. ડાયાબિટીસ ઉપરાંત બ્લડપ્રેશર, પાગલપણું (ડિપ્રેશન), શારીરિક દુર્ગંધ, જખમ અને ખરજવું વગેરે રોગોના ઉપચાર માટે બીલીના પાનનો વપરાશ થાય છે.

યથા-સત્ અને રજ માણસના આ ત્રણ ગુણો બીલીના ત્રણ પાંદડાંમાં સમાયેલા છે. શિવજીનું ત્રિશૂળ આ ત્રણ ગુણોને સંબંધિત છે. કેટલાયના નસીબમાં બીલીના ત્રણ પાંદડાં સાથે કુદરતી એક વધારાના પાંદડાંવાળું બીલીપત્ર આવી જાય છે. શિવજીના આ માનીતા ત્રણ પાંદડાં સાથેનું ચોથું પાંદડું ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. જો ચાર પાંદડાનું બીલી ભગવાન શંકરને ચડાવાય તો એ વધુ લાભકારી ગણાય છે.

શિવજી માયાથી પર છે, તેઓને ગુલાબ-મોગરા જેવા સુગંધિત ફૂલો કે પાંદડાંઓ પસંદ નથી અને એટલે જ ધતૂરાનું ફૂલ અને વગર સુગંધના બીલીના પાન પસંદ છે.

પંડિતોનું કહેવું છે કે, ભગવાનને બીલીપત્ર અર્પણ કરવું હોય તો તેને પહેલાં ચંદનનું તિલક કરવું. આ પછી જ બીલીપત્ર અર્પણ કરવું. બીલીપત્ર અર્પણ કરતી વખતે આ લેખની શરૂઆતમાં જે મંત્ર આપ્યો છે એ જરૂર બોલી પછી શિવલિંગ ઉપર ચડાવવું. શિવ પુરાણમાં તો એ પણ જણાવ્યું છે કે, એક વખત શિવજીને ચડાવેલા બીલીપત્ર તમે તેને ધોઈને ફરી અગિયાર વખત ચડાવી શકો છો. શિવલિંગ ઉપર તમે એક બીલીપત્ર ચડાવો કે એક હજાર કે એક લાખ. પુણ્ય તો બધાનું સરખું જ મળે છે. શિવજીને એક બીલીપત્ર ચડાવો તો પણ તેઓ રાજી રહે છે.

બીલીવૃક્ષ ઉપર થતાં બીલી નામના ફૂલ કેટલાય રોગના ઔષધોમાં કામ આવે છે. એક ફળ તરીકે મહાદેવને એ પણ ધરાવવામાં આવે તો મહાદેવ ખુશ થાય છે. અગાઉ એવું કહેવાતું કે, ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારવા આંગણામાં તુલસી ક્યારો અને બીલીનું ઝાડ હોવા જોઈએ. ખંડિત એટલે કે તૂટેલું-ભાંગેલું બીલીપત્ર ભગવાનને ચડાવવાના બદલે ત્રણ પાંદડાંવાળું સ્વચ્છ માત્ર એક બીલીપત્ર ઈશ્વર ચોક્કસ માન્ય રાખશે જ.

વૈરાગ્યમેવાભયમ્

1

||વૈરાગ્યમેવાભયમ્||

હવે વધુ શું કહું? અને કહેવા બેસીએ તો સંસારની ભીષણતાના વર્ણનનો પાર આવે એમેય ક્યાં છે?
માટે ટુંકીને ટચ એક જ વાત સમજી રાખવા જેવી છે કે…
માનવ-અવતાર પામીને… કેવળ એક જ કામ કરવા જેવું છે. જૈનધર્મનું સેવન..!
હવે ક્યાંય તરફડીયાં માર્યા સિવાય આ જૈનધર્મની નાવ પકડી લેવા જેવી છે. હા, હાથમાં આવેલી આ નાવ ફરી મળવી મુશ્કેલ જ નહિ મહા-મુશ્કેલ છે.
આથી હવે કશોય વિચાર કર્યા સિવાય એનો આશ્રય લઈ લો..!
બસ… પછી કોઈ ફિકર નહિ રહે. એમાં બેસી ગયા એટલે સમજી લ્યો…
ખૂબ ઝડપથી આ નાવ… સંસાર સમુદ્રના કિનારે મૂકી દેશે અને કિનારે પહોંચ્યા એટલે પછી બંદાને કશોય ભય નહિ… અપાર સુખ – અમાપ આનંદ… અને અનુપમેય સમાધિ!
ત્યાં નહિ ક્યાંય અથડાવાનું… નહિ કૂટાવાનું… નહિ રડવાનું… નહિ રળવાનું… ન કલેશ… ન કંકાસ… ન વિષાદ… ન વિવાદ…. આ જ એક અપવાદ છે કર્મરાજની પરેશાનીનો…
હા; ‘જ્યોતમાં જ્યોત મિલી જબ અનુપમ, વિરમી સકલ ઉપાધિ’નો સાક્ષાત્કાર એટલે જ આ કિનારો…

||વૈરાગ્યમેવાભયમ્||

સંસારની ગતિ ચાર…એમાં વેદના અપાર…
એક-એક ગતિનું વર્ણન જોઈ ગયા… પ્રત્યેક ગતિનું વાસ્તવિક દર્શન કરી લીધું છે… ક્યાંય સુખી…! શાન્તિ..! સમાધિ?
એક પણ ગતિ સુરક્ષિત નથી…! પ્રત્યેક ગતિમાં જનમધારી લીધે…!
અને પ્રયત્ન કર્યો સુખ મેળવવા… પણ દુઃખના દાવાગ્નિથી દાઝ્યા સિવાય ક્યાંય ન રહ્યાં… જ્યાં ગયા ત્યાં આગ જ આગ..!
દાઝવાનું… શેકાવાનું… ને પીડાવાનું…
સંસાર એટલ જ જાણે અનંત દુઃખોનો જબરદસ્ત દાવાનલ…
સુખનો કશોય અનુભવ નહિ! આવા રૌરવ સંસારમાં સંતપ્ત આત્માઓ પ્રતિ દયાભીના જ્ઞાાનીભગવંતો પોકાર કરે છે.
પુણ્યાત્માઓ! અહીં આવે… સંસારના દાવાનળથી દાઝવું ન હોય તો… આવી જાઓ…! અહીં… ખૂબ સરસ ઉપાય છે…
જિનેશ્વર ભગવંતે બતાવેલા અને ઉચ્ચારેલાં વચનોથી કુંડમાં એક વાર ડૂબકી લગાવી જૂઓ… એકવાર આ કુંડનું સેવન કરો…
હા, નર્યું અમૃત ભર્યું છે આ કુંડમાં..! નરી શીતલતાનો અનુભવ થશે..
આ કુંડમાં…! સમસ્ત સંસારમાં આ એક જ સ્થાન છે જ્યાં દાઝવાનું કોઈ દુઃખ નહિ ને ભાગવાનો કોઈ ભય નહિ..!
અનન્ત આત્માઓ આ અનુભવ કરી ચૂક્યા છે… તમો પણ આવો અને અપૂર્વ મોજ માણો કુંડસ્નાનની…

||વૈરાગ્યમેવાભયમ્||

આ એક એવા મેરૃધર દેશની કલ્પના છે કે જ્યાંની જમીન રેતી સિવાય કશું જ નથી…
નાંખી નજર ન પહોંચે ત્યાં સુધી રેતી જ રેતી પથરાએલી છે…
ચારે તરફ એક જ દૃશ્ય…
આકાશ ધરતીને મળે ને ધરતી આકાશને ભેટે..!
ન કોઈ… વટવૃક્ષ… કે ન કોઈ પીપલવૃક્ષ!
ઝાડી – ઝાંખરા પણ નહિ… અરે! જમીન પર સૂકું ઘાસ પણ નહિ.
બસ, જે કહેવું હોય તે કહો… માત્ર રેતીને…!
આવા રેગિસ્તાનની પ્રદેશ પર વૈશાખ-જેઠ મહિનાનો બપોરનો તાપ વરસી રહ્યો છે. ને એ તાપમાં રેતીનાં કણ ચમક ચમક ચમકી રહ્યાં છે.
પાણીની માત્ર ભ્રાન્તિ ફેલાવે છે… બાકી પાણીનું એક બિંદુ ય ન મળે…
ધોમધખતા આવા રેગિસ્તાન પર કોઈ આદમીને મૂકી દેવામાં આવે.. તો શી વલે થાય એ આદમીની? કહેવાની જરૃર ખરી?
પગે ફોલ્લા પાડતા રેતીના એ તાપથી બચવા કેવાં વલખાં મારે? અને કેવી ભાગદોડ મચાવે. એવે વખતે સામાન્ય બાવળિયાનું ઠૂંઠુંય મળી જાય તો ય કેટલો આનંદ? પાર વગરનો? અને જો ઘટાદાર કલ્પવૃક્ષનો જ ભેટો થાય તો એ આત્મા આનંદની સીમા જ વટાવી જાય ને?
સંસારનું નગ્ન સ્વરૃપ પણ આવું જ છે… આધિ-વ્યાધિ અને ઉપાધિની રેતી પથરાયેલી છે અને ઉપરથી તપે છે કર્મરાજનો તાપ..!
કેવી અસહ્ય સ્થિતિ? આવી સ્થિતિથી બચાવવા જિનેશ્વર પરમાત્માએ ધર્મરૃપી કલ્પવૃક્ષ દર્શાવ્યું છે… કહે છે કે… સંસારના સંતાપથી બચવા આ કલ્પવૃક્ષનો આશ્રય લો.

||વૈરાગ્યમેવાભયમ્||

મીયાં અને મહાદેવ જેવો ઘાટ….
એટલે… શરીર અને આત્માનો સંબંધ !

શરીર અને આત્મા આ બે ય એકબીજાથી વિમુખ, બંનેના રસ્તા ન્યારા અને નિરાલા… એક છે અવિનાશી.. જેનો ક્યારેય નાશ નહી થવાનો… બીજું છે વિનાશી.. સદૈવ નાશ પામ્યા કરનારું..

એક છે સત્-ચિદ્ અને આનન્દમય ! જ્યારે બીજું છે લોહી માંસ- ચરબી અને પરુની ગંધાતી ગંદકીથી અશુચિમય !

એક છે ચૈતન્ય લાગણીશીલ તત્વ ! બીજું છે સાવ જડલાગણીવિહીન તત્વ !

ક્યાં અને કેવી રીતે મેળ જામે આ બેનો ? મિયાં મહાદેવ જેવો ઘાટ છે ને ?
છતાં ય આશ્ચર્ય છે કે આ બંને ય તત્વ એકબીજાના પરમ મિત્રની જેમ જોડાયાં છે.. અનાદિકાળથી એક બીજાને બાથ ભીડીને આ બંને તત્વો ઓતપ્રોત બનેલા છે.

હા, સોનાની ખાણમાં જેમ સોનું અને માટી એક બીજા સાથે મેળ પામીને રહેલા છે એમ જ !

આત્મા પોતાનું સ્વરૃપ ભૂલીને અણજાણ બનીને એવી એવી પ્રવૃત્તિઓ આદરી રહ્યો છે કે જેના કારણે એ કર્મ- મેલથી લેપાઇ રહ્યો છે ! એ કર્મ મેલ પોતાને શરીરની ગંદી કોટડીમાં પૂરી દે છે. જ્યાં આત્માને અનંત દુઃખો અને ત્રાસ ભોગવવો પડે છે..

છતાં ગુમભાન આ આત્મા ગંધાતી એ શરીર કોટડીથી પ્યાર કરે છે… ના એને જ સુખકારી ઇચ્છે છે. અને એને જ ચિંતવે છે. શરીરના સુખે એ સુખ માને છે અને શરીરના દુઃખે દુઃખ ભોગવે છે.

પણ આંખ ખોલવાની જરૃર છે અને વિચારવાનું છે કે શરીર એ તો કર્મરાજાએ દીધેલી જાલિમ જેલ છે. આ જેલને નુકસાન થતું જોઇ મારે કેમ જલવું ? મારે અને જેલને શી નિસ્બત ? હું તો અજર અમર અને શાશ્વત છું. જ્યારે જેલ મારાથી તદ્દન વિપરીત છે. માટે હવે જાગ્રત થાઉં અને આ જેલથી મુક્ત બની મારા સ્વરૃપમાં મસ્ત બનવા કોશિશ કરું !

|| વૈરાગ્યમેવાભયમ્ ||

એ તો દુનિયામાં પણ જોવા મળે છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કોઇ પણ જાતનો સંબંધ બાંધે છે ત્યારે એ સર્વ પ્રથમ જાણી લે છે કે સામેની વ્યક્તિ ક્યાંની છે ? કઇ જાતની છે ? ક્યાંથી આવેલી છે અને ક્યાં જનાર છે ??? સામેની વ્યક્તિનો સામાન્ય આટલો પરિચય મેળવ્યા પછી જ એની સાથે કોઇ પણ જાતનો સંબંધ બાંધવાની પદ્ધતિ દુનિયામાં નજરે ચઢે છે ! પહેલાં પરિચય, પછી પ્રેમ ! પણ… અહી તો એક અજબનું આશ્ચર્ય પથરાયેલું છે. જેની સાથે આખી જિંદગીભરનો સંબંધ બાંધ્યો છે. જેના પર સંપૂર્ણ વિશ્વાસ સાથે જ વ્યવહારની આપ- લે થાય છે એ વ્યક્તિ ક્યાંથી આવી ? ક્યાં જનાર છે ? અને ક્યાં ગઇ ? એનો પરિચય સુદ્ધાં નથી.

અરે ! ભૂલ્યો ! પોતાનો જ જેને પરિચય નથી ! પોતે ક્યાંથી આવ્યો ? ને ક્યાં જનાર છે ? એને જ જાણકારી નથી… એ વ્યક્તિ બીજાનું તો શું જાણી શકે ? પોતાનો જાણકાર જ બીજાને જાણી શકે ને ? અહી તો પોતાની ય જાણકારી નથી ને પારકાની ય નહિ !

છતાં ય એ આંધળો બનીને બધા સાથે સંબંધ બાંધી બેઠો છે ! થોડા સમય પૂરતો જ નહિ, જિંદગીભરનો ! જિંદગીભરનો ! અને એ ય એવો મમતાભર્યો કે એ વ્યક્તિઓની પાછળ પોતાના શરીરનું અને પોતાના જીવનનું સમૂળગું નૂર નીચોવી રહ્યો છે.

એ એટલું પણ વિચારતો નથી કે અજાણી આ વ્યક્તિઓ સાથે મેં સંબંધ બાંધ્યો ખરો, પણ એનું પરિણામ શું ? એ લોકોથી મને કશો લાભ ખરો ? જો ના… તો… પછી એ મારા કુટુંબીઓ કેવી રીતે ? અને મારા પરિવાર તરીકે પણ શી રીતે માની શકાય ? જો એ ઓ તરફથી મને કશો લાભ જ નથી તો !!!

|| વૈરાગ્યમેવાભયમ્ ||

ક્યા સારભૂત તત્વની અપેક્ષા છે એ દેહ પાસે ? ક્યાંય દુર્બલતા ન દેખાય એવી શું એની પુષ્ટતા ? એની સામે બીજાને ટગર ટગર જોવાનું મન થયા કરે એવું શું એનું સૌન્દર્ય ? ગમે ત્યાં એ પહોંચી જાય છતાં એની સામે કોઇ જ ટક્કર ન ઝીલી શકે એવી શું એની બલવત્તા ?

શું એની નીરોગિતા ? ના… આ દેહ પાસે આવી અપેક્ષા રખાય જ નહિ. અત્યારે આવી બધી જ ગરિમાઓથી ભરેલી આ કાયા ભરબજારમાં મહાલતી દેખાય છે. નખમાં ય રોગ જણાતો નથી. અને ક્ષણવાર પછી એના સમાચાર આવે છે કે એ કાયા ઢળી ગઇ. ત્યારે વિચાર આવે છે કે કાયાનો કયો સાર હાથમાં આવ્યો ? ત્યારે માનવ જીવનનું પણ આવું જ છે ! આકાશના આંગણે આળોટતા પેલા વાદળ- દળ જેવો જ જાણે અલ્પજીવી !

ઘનઘોર ઘટા ફેલાવીને જાણે આખી દુનિયાને પોતાનામાં સમાવી દેવાની ઝંખના સેવતાં એ વાદળ દળ વાયુના એક જ ઝપાટે ક્યાંના ક્યાંય વિલીન થઇ જતાં હોય છે. આવો જ અલ્પસ્થાયી આ માનવ- ભવ છે. વિધ્નનો વાયુ ફૂંકાતાં જ આ ભવની હસ્તી નાબૂદ બની જતી હોય છે.
એટલે ક્ષણભંગુર છે આ શરીર.. અને મર્યાદિત છે આ અવતાર..

છતાં છે આ બંને ય દુર્લભ ! કારણ કે આ બે પાસે એક અદ્ભૂત સાર સમાએલો છે. એક અદ્ભૂત રહસ્ય રહેલું છે.
એ છે ધર્મ !

ધર્મ કરવાની કાબેલિયત જેવી આ શરીર અને આ અવતારને વરેલી છે. એવી બીજા કોઇ શરીર પાસે કે બીજા કોઇ અવતારમાં નથી.
આથી જ ધર્મકરણી એ જ આ બંનેનું સારતત્વ છે, એ સિવાય બાકીનું બધું જ અસાર છે. ફેંકી દેવાના કચરા જેવું !

|| વૈરાગ્યમેવાભયમ્ ||

મહા-મહેનતે મળેલી મોંઘી ચીજ હાથમાં આવી ગયા પછી પણ જો એનો લાભ ન ઉઠાવાય અને એ વિફળ અને નિષ્ફળ બની રહે તો ડાહ્યો અને સમજદાર પુરુષ ચેનથી બેસી શકતો નથી.
એના દિલમાં ઉઠેલી અફસોસની હૈયાવરાળ એને આકુળ-વ્યાકુળ અને બેચેન બનાવી દે છે.
એને અફસોસ છે કે મળેલી મોંઘી ચીજની પોતે કદર નથી કરી શકતો. આવું જ મોંઘુ અને મહા-મહેનતે મળેલું જીવન છે. આ માનવભવનું!
નાના એવા આ જીવનની પસાર થતી એક રાત્રિ કે દિવસ ભૂતકાળ તરફ વહી રહ્યા છે લાખ પ્રયત્ને પણ વહી ગયેલી રાત કે દિવસ હવે પાછા આવનાર નથી.
ખારા સમુદ્રમાં મળી ગયેલું અમૃતનું બિન્દુ શું પાછું મળી શકે?
ના…! હાથની અંજલિમાં રહેલું પાણી જેમ ખૂટતું જાય છે તેમ જીવનના અમૃતબિન્દુ સમા દિવસ અને રાત ભૂતકાળના ખારા સાગરમાં ટપકે જાય છે, ધર્મકરણી વિના એ વિફળ અને નિષ્ફળ બન્યે જાય છે.
છતાં બેપરવાહ આત્માને એની કશી કદર નથી.
કો’ક તો એને સમજાવો…
આત્મન્! આવું ગાંડપણ શીદ આદર્યું છે? જેના માટે આવું મોંઘુ જીવન મેળવ્યું… તે ઉદ્દેશને જ તેં ઉડાવી દીધો? અને નહિ કરવાના પરાયાં કામોમાં જ દિવસ રાત ગુમાવી રહ્યો છે?
શાણા! જરા સમજ! ફરી ક્યારે મળશે આ જીવન! ફરી ક્યારે પીવા મળશે આ અમૃતના ઘૂંટ? છતી સાધન સામગ્રીએ તું આંખ મિંચામણા કરે છે?
યાદ રાખજે ભલા! વધુ તો શું કહું? તારી વહી જતી આ અમૃતક્ષણો ફરી આવનાર નથી. આમને આમ અધર્મભર્યા જીવનજલ પૂર્ણ થશે ત્યારે ઘૂંટણ વચ્ચે માથું દબાવીને પસ્તાવા સિવાય કંઈ જ તારા હાથમાં નહિ રહે.

|| વૈરાગ્યમેવાભયમ્ ||

વાયદો ફાયદો કરાવે છે માત્ર વર્તમાન કાલે! બાકી વાયદાનો કાયદો ભાવિમાં કશોય ફાયદો નથી દેતો, બલ્કે નુકસાન નોંતરે છે!
આ અનુભવ સિદ્ધ વાત હોવા છતાં પણ ધર્મ-કરણી વખતે જ્યારે ને ત્યારે વાયદાનો જ છાંયડો પકડીને જવાબ દેતા હોય છે. ‘આજ રહેવા દ્યો, આવતી કાલ કરશું!’
પણ વર્તમાન કાલે જ મીઠો મધ જેવા લાગતો વાયદાનો છાંયડો પૂરો થાય છે અને મુદત આવી ઊભે છે ત્યારે એ જ દીધેલો વાયદો કડવો વખ જેવો લાગતો હોય છે. અનુભવ સિદ્ધ આ વાત હોવા છતાં શા માટે લોકો વાયદા કરતા હશે?
હા, કદાચ કુકાર્ય કરવામાં વાયદો દેવાતો હોય તો તે સારું કહી શકાય. પરંતુ આત્માને ઊંચે ઊઠાવનારાં ધર્મકાર્ય વખતે શું કામ? શું વાયદો દેનારા એ આત્માઓને મૃત્યુ સાથે મૈત્રી છે? દોસ્તી છે કે જેથી પોતાના વાયદો પાળવા માટે વચમાં આવતા મૃત્યુને પોતાનું કહ્યું મનાવી દૂર હડસેલી શકે અને પોતાનો વાયદો પાળી શકે?
અથવા શું એવી કોઈ અમર જીવા એણે શોધી કાઢી છે કે જેથી મૃત્યુ સમયે શોધેલી એ જીવાએ પહોચી જવાથી મૃત્યુથી બચી શકાય એને દીધેલો વાયદો પાળી શકાય?
અથવા પોતાને એવું જ્ઞાાન થઈ ગયું છે કે હું મરવાનો જ નથી. હું અમર છું અને આથી પોતાનો દીધેલો વાયદો બરાબર નભાવી શકશે!
હાસ્તો, આવી અજબ વ્યક્તિ સિવાય તો કોણ જ કહી શકે કે ‘હું હમણાં નહીં પછી કરીશ’ કારણ કે મૃત્યુ તો અનિયત કાલે પણ સુનિશ્ચિત છે!

|| વૈરાગ્યમેવાભયમ્ ||

કેટલો બધો મોહ છે તને ?
કેટલી બધી દરકાર કરે છે તું ?
તારા કુટુમ્બ પાછળ અને તારા પરિવાર પાછળ !
તારું આખું જીવન કુરબાન કરી દેતો જણાય છે એ વ્યક્તિઓ પાછળ…પણ મને લાગે છે તું ભૂલભૂલામણીમાં છે !
તને એ ખ્યાલ નથી કે તારું આ કુટુમ્બ અને તારો પરિવાર એ તારા વશમાં નથી ! તારા કહ્યામાં નથી…
મને લાગે છે કે તું એમ જ માને છે કે મારો આખો આ પરિવાર મારાથી જ ચાલે છે… હું ન હોઉં તો મારા કુટુંબ- પરિવારનું ભરણપોષણ અટકી જાય… મારે મારા કુટુમ્બ – પરિવારને સુખી બનાવવો છે.. એમને જરા ય દુઃખ ન પડે એવી વ્યવસ્થા મારે કરવી છે અને એ માટે હું પ્રયત્નશીલ છું…
પરન્તુ ! આત્મન્ ! આ તારી જબરદસ્ત અજ્ઞાન દશા છે ! તારા હાથમાં કશું નથી છતાં તું તારી જાતને સર્વેશ્વર માને છે ! પણ… યાદ રાખજે, જ્યારે પેલા ક્રૂર કર્મરાજાની કરપીણ નજર ત્રાટકશે ત્યારે તારા મનની મનમાં રહી જશે… ત્યારેતું કોઈને ય નહિ બચાવી શકે ! એ કર્મરાજ તો તારા આખા કુટુમ્બને છિન્નભિન્ન કરી નાખશે…
એ ઉપાડશે તારા વહાલસોયા પુત્રો ને એને ફેંકશે ક્યાંના ક્યાંય ન જાણે કઈ ગતિમાં ? એ ઉપાડશે તારી પ્યારભરી પત્નીને અને એને ય ન માલુમ ક્યાંય ધકેલશે… ! તારી પુત્રીને તે ક્યાં ફેકશે… અને તને ય બાકી નહીં રાખે, તને ય એવી લાત પડશે કે તું ય ક્યાંય જઈને પડીશ ! તારા પ્રેમપાત્ર સમા આખા કુટુમ્બના હાલ- બેહાલ કરી નાખશે…
ભૂતને બલિબાકળા દેવાય છે ને ? ત્યારે શું એ બાકળા પોતાની ચાહેલી જગ્યા પર પડે છે ? આવી જ દશા કર્મરાજ આપણા પરિવારની કરે છે..માટે પરિવારથી પરવારી પોતાનું સુધારવું એ જ ખરું ઇષ્ટ છે !

|| વૈરાગ્યમેવાભયમ્ ||

સંસારમાં વસતા મૂઢ આત્માઓની જુઓ આ વિષમ દશા ? અર્થ અને સંપત્તિ પાછળ એમને ઘેલું લાગ્યું છે ?એની પાછળ જ દોટ મૂકીને દોડી રહ્યાં છે. એ આશામાં કે… આ અર્થ અને આ સંપત્તિ આજે નહીં તો કાલે મળશે… ! કાલે નહીં તો આવતા વર્ષે તો જરૃર મળશે. અરે !
એ પછી તો અવશ્ય મળશે જ મળશે. અને આમ પોતાની દોટને વણથંભી બનાવે જ જાય છે. મળેલામાં સંતોષ નથી.. નહિ મળેલાની પાછળ હોંશ ધારે છે. અને આમ ને આમ એનો સમય વીતતો જાય છે. પણ… બિચારાને ખ્યાલ નથી.. કે આમ ને આમ મારી જિંદગી વહી જશે… હથેલીમાં રહેલું પાણી ટપક ટપક કરતું ટપકે જાય છે.. અને એક વખત હથેલી સૂકાઇ જાય છે… એ રીતે મારા આયુષ્યના એક એક
દિવસ ઓછા થતા જાય છે… આમ એક દિ’ આયુષ્ય પૂર્ણ થઇ જશે…! મારે અહીંથી રવાના થવું પડશે ઃ પછી શું ? ‘મળેલી આ મોંઘી જિંદગી શું આમ જ બરબાદ થઇ જશે ?’ બિચારા એ આત્માઓને આવો વિચાર સરખો પણ નથી આવતો… અને આશાના એ રાશના ફાંસામાં જ મૃત્યુને ભેટી જતા હોય છે… આદરેલી દોટનું કોઇ ફળ લીધા વિના જ… છે ને વિષમતા ?

||વૈરાગ્યમેવાભયમ્ ||

ધર્મકાર્ય કરવાની વાત આવે અને આવતીકાલ રેશમ જેવી સુંવાળી લાગી આવે છે… અને કહીએ છીએ કે કાલ કરશું… પણ ! આત્મન્ ! પ્રમાદના પનારે કાં પડે ! આળસને કાં પંપાળે ? અરે ! ધર્મકાર્ય તો આવતીકાલે કરવાનું હોય તે ય જલ્દી આજે જ કરી નાખવું જોઈએ…
અરે ! આત્મન્ ! તે માટે તો સવારના બદલે બપોરની પણ પ્રતીક્ષા કરવા જેવી નથી…! કોઈની ય રાહ જોયા વિના તુર્ત જ ધર્મકાર્ય તો કરી જ લેવું જોઈએ… સમયનો ભરોસો રાખ મા. મહા-મહેનતે મળેલો મોંઘો આ સમય વિપુલ વિઘ્નોથી ભરપુર છે… ક્યારે ક્યાં અને કેવા વિઘ્નોનું વાદળ ધસી આવશે ? ને શું કરી નાખશે ? કશું જ નહીં કરી શકાય. તું આશામાંને આશામાં બેઠો રહીશ ને અકસ્માતકો વિઘ્નવાદળી ધસી આવશે… એવી વરસી જશે કે તારી માંડેલી આશા નિરાશામાં ભળી જશે… ! તું જોતો જ રહીશ કે. ‘હેં ? શું થયું ?’ ને.. ખલાસ… મળી આવેલી સોનેરી તક તારા હાથથી સરકી જશે… તું હાથ ઘસતો જ બેસી રહીશ… ત્યારે પસ્તાવાનો પાર નહીં રહે…! આંસુની ધાર સતત વહી રહેશે…. આથી જ નક્કી કરી લે. ધર્મકાર્યમાં વિલંબ નહી નાખું…

|| વૈરાગ્યમેવાભયમ્ ||
ભલા આદમી આત્મન્ ! ચોરનો ભય ખાબક્યો હોય ત્યારે તો ઊંઘને કાબૂમાં લઈને ય જાગવું જ સારું છે! અને માથે કોઈપણ ભય તોળાયેલો હોય ત્યારે તો તે સ્થળેથી પલાયન, રફૂચક્કર થઈ જવામાં જ મોટું
 ડહાપણ છે! એવા અવસરે તો આરામ હરામ ગણાય છે… બાહ્ય ચોર અને બાહ્ય ભય માટે અપાતી આ સમજણ આંતરિક ચોર અને ભય માટે ધરાર આવકાર લાયકછે… ! આત્મન્ ! જરા આંખ ઉઘાડ! એક નજર તો નાખ તારી વર્તમાન સ્થિતિ પર! મજેથી તું નિંદર માણી રહ્યો છે અને બેફિકર બની આવાસ માણી રહ્યો છે પણ તારા સાથે કેવો ભય છે? કેવા ડાકુઓ તારી પાછળ તમંચો લઈને પડયા છે. એક નહિ, ત્રણ ત્રણ!
આવા અવસરે ચોકન્ના રહી જાગ્રત રહેવું જોઈએ અને કો’ક સલામત સ્થળે ભાગી જવું જોઈએ… હા, નહિ તો જરાક ગાફેલ રહ્યા કે રોગ નામનો ડાકુ તારી પર ત્રાટક્યો જ સમજ. એવા કો’ક રોગમાં તને પટકશે કે શું
તું ઊભો જ નહિ થઈ શકે. હા, નહિ તો અને એથી ય આગળ પેલી જરા રાક્ષસી (વૃદ્ધવસ્થા) જો ! જડબાં ફાડીને ઊભી છે… તારા જીવનની દોટ સીધી જ એના જડબાંમાં જેર થશે… ત્યારે… બચવું મુશ્કેલ નહિ અશક્ય બનશે… આ બેનો ભય કદાચ તને ઓછો લાગશે, પણ આત્મન્ ! પેલા મૃત્યુ પિશાચને જોયો? એનાથી તો કોઈ માઈનો લાલ બચ્યો નથી! મોટા મોટા રૂસ્તમો કેમ ન હોય ! પણ અહીં એમની રૂસ્તમગીરી રામશરણ જ બનતી હોય છે! આવા ત્રણ ત્રણ ડાકુઓ તારી પાછળ પડયા છે… સાવધાન જાગતો રે’જે! એકાદું ય ઝોકું ન આવી જાય… અને મૂઠી વાળીને દોડતો જ રહેજે. કો’ક સલામત સ્થાનને મેળવવા, આ ત્રણેય ના ભયથી છૂટવા…!
|| વૈરાગ્યમેવાભયમ્ ||
મારવાડની ભૂમિ પર ખટક્ ખટક્ કરતો ચાલી રહેલો રેંટ પોતાના માધ્યમથી એક વિલક્ષણ રેંટનો પરિચય જાણે આપી રહ્યો છે…આ રેંટ કુદરતના ખોળે સદૈવ ફરતો રહે છે… આપણે પ્રતિદિન જોઇએ છીએ પણ એને સમજ્યા નથી…
 ચાલોઃ સમજીએ !
 સમયરૃપી આ રેંટ છે! ન જાણે કૈક કાલથી ચાલતો આવ્યો છે.નથી એનો આરંભ કળાતો કે નથી એનો અન્ત કહેવાતો! અનાદિકાળથી ફરતો અને અનંતકાળ પર્યન્ત ફરનાર આ રેંટ સંસારની પોતાની આગવીદેન છે.
 સૂર્ય અને ચંદ્ર ! આ બંનેએ આ રેંટના બળદ બનવાનું કર્તવ્ય અદા કર્યું છે…અને અનવરત આ રેંટ ફેરવી રહ્યા છે.
 અજવાળાભર્યો દિવસ અને અંધારભરી રાત્રિ…! રેંટ પર વળગેલી આ બે જાતની ઘડીઓ છે… એક ધોળી છે તો બીજી કાળી…જીવરૃપી કૂવાની અંદર ભરેલા જીવનરૃપી પાણી આ બે ઘડીઓમાં ભરાય છે
અને સતત રેડાયા કરે છે…આમ આયુષ્યરૃપી પાણી પ્રતિપળ ઓછું થતું જાય છે ! વણથંભ્યો આ રેંટ જરા સરખો પણ અટકતો નથી એને અટકાવનાર પણ આ જગતમાં કોઇ નથી…
 પ્યાસા આત્મન્ ! જીવનનું જલ ખલાસ થાય ત્યાં સુધીમાં તારી પ્યાસ બુઝાવી દે…! સૂકા કંઠને ઠંડકથી ભરી દે…

|| વૈરાગ્યમેવાભયમ્ ||

પાછળ પડેલો કાળો પડછાયો ! કેમ ય હટતો નથી… સદા ય સાથે ને સાથે જ ! જ્યાં જાવ ત્યાં પડછાયાની હસ્તી તો હોય જ ! પણ ! પડછાયો તો એને જ કહેવાય ને ! પદાર્થ અને પડછાયો ક્યારેય છૂટા પડે ખરા ! એ તો કુદરતના ખીલે બંધાયેલી હકીકત છે.. પણ અહી એવા સામાન્ય પડછાયાની વાત નથી ! આ તો વિલક્ષણ પડછાયાની વાત છે.

જ્ઞાની પુરૃષો તો આ પડછાયાને સાક્ષાત કાળ તરીકે બિરદાવી રહ્યા છે. તેઓ કહે છે..આ પડછાયો માત્ર પડછાયો નથી…જો જો ભરમાતા…! પડછાયાના લેબાસમાં લપટાએલો આ તો કર્મરાજનો અવ્વલનંબરી ગુપ્તચર છે. જેવો એનો કાળો રંગ તેવો જ કઢંગ એનો ઢંગ છે. આત્માની પાછળ પડેલો આ ગુપ્તચર ભારે કાબેલ છે. કોઇપણ હિસાબે આ આપણો પીછો છોડે એવો નથી !

હજી કદાચ બીજા કોઇ ગુપ્તચરને ગફલતમાં નાંખી છૂટી શકાય પણ આની સામે તો ગમે તેવા રૃસ્તમની ઉસ્તાદી અને ચાલાકી જરા ય બર આવી શકે તેમ નથી. જરા ય જુદાઇ મળે તેમ નથી….

કેડે વળગેલો આ પડછાયો આત્માના છિદ્રો જ ગવેષી રહ્યો છે ! કાગડાની જેમ ચાંદા જ જોઇ રહ્યો છે. જરાક ગફલતમાં રહ્યા કે પંજામાં ફસાયા સમજો ! સો ય વરસ ત્યાં જ પૂરાં… આથી જ જ્ઞાની ભગવંતો પોકાર કરી રહ્યા છે ! સાવધાન ! ધર્મના ધવલગિરિના ઉત્તુંગ શિખરે ચઢી જાવ…હા, આ એક જ જગ્યા છે કે જ્યાં પેલા પડછાયાનો ય પડછાયો નથી ! પડછાયા મુક્ત જીવન જીવવાની આ એક માત્ર જગ્યા છે. જ્યાં આત્મ-મસ્તીની અનુપમ મોજ માણી શકાશે…

|| વૈરાગ્યમેવાભયમ્ ||

અનાદિકાળના વિરાટ કાળપટ પર સંસારની આ સૃષ્ટિ સરકયે જ જાય છે સરકયે જ જાય છે.. અને એની સાથે આત્મા પણ અવનવી દશાને પામતો જાય છે.
પણ મુસીબત એ છે કે આત્મા… એ દશાઓને દેખી શકતો નથી… ! એ દિશા તરફ જવા માટે એની નજર અંધ બની જાય છે..! એને દેખાય છે માત્ર વર્તમાન પર્યાય…!
એ એમ જ માને છે કે, મારી સ્થિતિ સદાકાળ માટેની આવી જ છે !
આવું સુંદર શરીર, પરિપૂર્ણ અને સક્ષમ પાંચેય ઇન્દ્રિયો અને એને મળતા સુખદ વૈભવો અને વિલાસો ! આ બધું છેકથી મારી સાથે જ છે અને મારી સાથે ઠેઠ સુધી રહેશે !
પણ આત્મન્ ! ભૂલી ગયો તું ! વર્તમાન કાળે મળેલી સ્થિતિએ તો કર્મે દીધેલો એક પર્યાય છે, એક દશા છે. પર્યાય હંમેશા પરિવર્તનશીલ છે એ તો ખબર છે ને ? આજે દેખાતો પર્યાય એક દિ’ વિનાશ પામવાનો જ અને આમ તારી દશા રોજબરોજ બદલાતી રહેવાની…
કર્મરાજ ઘડીકમાં ઊંચા શિખરે ચઢાવે તો ક્યારેક એવો ઝટકો મારે કે પટકાઇએ ઊંડી ખીણમાં…. ! એકેન્દ્રિયપણાની દશામાં કે જયાં તદ્દન મુફલિસ અવસ્થા !
બિચારું જીવન ! પરાધીન અને નિઃસહાય બની કપરાં દુઃખો સહીને પસાર કરવાનું એ જીવન. આવી દશા પણ કર્મને વશ થઇ આત્મા અનંતવાર પામ્યો છે અને વર્તમાન પર્યાયને સુધારીશ નહિ તો ભવિષ્યમાં પણ પામવી પડશે….
આથી જ એવું કોઇ કદમ ઉઠાવ, જેથી ભાવિમાં એવી દુઃખદ સ્થિતિ ડોકાય જ ના…!

|| વૈરાગ્યમેવાભયમ્ ||

એકદિલ બનેલા બાંધવો ને મન માનેલા મિત્રો ! મમતા ભરેલી માતાને પ્યાર પીરસતા પિતા ! પ્રેમનો પાત્ર ભરેલા પુત્રોને વહાલસોયી વલ્લભા…
કેવું સુખદ આ મિલન ?
ભલા ભલાને ઇર્ષ્યા આવે એવું.
સર્વતઃ સુખની સરવાણી છોડતી આ કેવી મનોહર મિલન વાવડી ? પોતાના સુખે સુખની અને પોતાના દુઃખે દુઃખની લાગણી રેલાવતાં આ સ્વજન-સંબંધીઓનો કેવો જોરદાર જામ્યો છે જમેલો !
સુમિલનની આ સિતાર પરથી સ્નેહ સંગીતની કેવી સૂરીલી સરગમ કર્ણ જોડીને મુશ્કરાવી રહી છે ! પરન્તુ…
ક્યાં સુધી ?
ક્યાં સુધી આ મિલનની માટલી મૌજુદ રહેવાની…
મૃત્યુનો એક જ દંડ મિલનની આ માટલી માટે બસ નથી શું ?
એક’દિ એવો ઉગશે કે મૃત્યુનો એક જ દંડ માટલીના માથે મંડાશેને મિલનની આ માટલી માટીમાં મળી જવાની….
ત્યારે માનેલી આ મિલનની મોજ વરાળ બની ઊડી જવાની.
મિલન બક્ષનારી એ દરેક સ્વજન વ્યક્તિ બહુ બહુ તો શ્મશાન સુધી તારો સાથ દેશે, ભૂલ્યો ! તને નહિ, તારા આ દેહને અને એ ય દેહને દાહ ન દેવાય ત્યાં લગી જ !
પછી તો એ ય હાથ ખંખેરી નાખશે અને હાથમાં પાણી લઇ તને જલાંજલિ દઇ દેશે…! એ દ્વારા તને અંતિમ અલવિદા દઇ દેશે. જાણે તારી સાથે કોઇ નાતો જ નો’ તો !!

 

નૃત્યના દેવતા નટરાજ

4

|| નૃત્યના દેવતા નટરાજ ||

ભારતીય શાસ્ત્રીય નૃત્ય આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જ્યાં શાસ્ત્રીય નૃત્ય હોય ત્યાં અચૂક દેવાધિદેવ મહાદેવનું નૃત્ય કરતું નટરાજ સ્વરૂપ યાદ આવે. શિવજીના અનેક સ્વરૂપોમાં આ એક અત્યંત આકર્ષક સ્વરૂપ છે. શિવજીનાં આ સ્વરૂપને વિવિધ પ્રદેશમાં વિવિધ નામે ઓળખવામાં આવે છે. જેવા કે નટરાજ, નાટકેશ્વર, નૃતેશ્વર, ભૈરવ વગેરે.

દક્ષિણ ભારતમાં દેવાધિદેવ મહાદેવનુ આ સ્વરૂપ નટરાજ તરીકે ઓળખાય છે. જ્યારે પૂર્વ ભારતમાં નટરાજના આ સ્વરૂપને નટેશ્વર, નૃતેશ્વર, નાટકેશ્વર કે ભૈરવ કહે છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ નટરાજના આ સ્વરૂપનું મહત્વ બાંગ્લાદેશમાં, કંબોડિયા તેમજ વિયેટનામ જેવા દેશોમાં પણ જોવા મળે છે. વાસ્તવમાં શિવજીના આ સ્વરૂપનો ઉદભવ કાશ્મીરના શિવપંથીઓની વિચારધારામાંથી થયો છે. આજે તેના મૂળની ઉપેક્ષા થઈ રહી છે.

મૌર્યકાળ બાદ બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઓછો થતાં ધીમે ધીમે શિવજીનો મહિમા વધતો ગયો. મહાદેવ પ્રમુખ દેવ તરીકે પૂજાવા લાગ્યા. વેદકાળ પૂર્વેથી પશુપતિનાથની પૂજાનું જે મહત્વ હતું તેના પરિપ્રેક્ષ્યમાં જ ક્રમશઃ નટરાજનો મહિમા વધતો ગયો. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં વારાણસીમાં મહાદેવ આદિનાથ તરીકે ઓળખાતા હતા. શુંગના સમયમાં વૈદિક દેવીદેવતાનાં ઘણાં સ્વરૂપોને શિવજીમાં પ્રતિકાત્મકરૂપે ભેળવી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને રૂદ્ર અને અગ્નિને. રૂદ્ર એટલે લાલાશ પદતી સોનેરી ઝાંયવાળી જ્યોત ‘સંતરુદ્રીય –શ્રીરુદ્ર ચમકમ’ ભગવાનના બે સ્વરૂપનો સમનવય સૂચવે છે. અગ્નિને બળદ માનવામાં આવે છે, અને બળદ એટલે નંદી જે મહાદેવનું વાહન છે.

મહાદેવના નટરાજના સ્વરૂપની ઉત્પત્તિ ઈ.સ. પૂર્વે બીજી સદીથી થઈ હતી. શુંગ સમયના ટેરૉકોટાના શિલ્પોમાં મહાદેવને ‘વીણા દક્ષિણામૂર્તિ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. કાળક્રમે મહાદેવના નટરાજ સ્વરૂપમાં વધારો થતો ગયો એમ એમના શિલ્પો દ્વારા વિદિત થાય છે. ગુપ્તકાળના ગયા ખાતેના ટેરૉકોટાના શિલ્પોમાં ‘દિગમ્બર’ અવસ્થામાં હાથમાં તલવાર અને હવામાં ઉડી રહેલા કેશકલાપ ધરાવતું શિલ્પ માત્ર શિવજીનું ‘ચિદમ્બરમ’ સ્વરૂપ રજૂ નથી કરતું, પણ તેમને નૃત્યકાર તરીકે પણ દર્શાવે છે. આ શિલ્પમાં ભગવાનની જટા ફણીધર સર્પનું સ્મરણ કરાવે છે. આજ પ્રમાણે મધ્યપ્રદેશના ગુઆનામાં આવેલા ટુમેન અને ખોહાના ખાતે, નાલંદામાં નટરાજના મનમોહક શિલ્પો જોવા મળે છે. જોકે નાલંદાના શિલ્પોમાં બૌદ્ધ કાળની અસર જોવામાં આવે છે. ઈ.સ.ની પાંચમીથી આઠમી સદી દરમિયાન બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતે પણ નટરાજનાં સ્થાપત્યો જોવા મળે છે.

ઈ.સ.ની છઠ્ઠી સદીથી નટરાજને બહુભૂજા સાથે કંડારવામાં આવ્યાં છે. નટરાજની સૌથી ઉપરની ભૂજાઓમાં સર્પ દર્શાવવામાં આવ્યા છે. મુખ્ય બે હાથ ‘ગજહસ્ત’ સ્થિતિમાં ‘કટકહસ્ત’ અને ‘અભયહસ્ત’ તરીકે કંદારવામાં આવ્યા છે. અન્ય ભૂજાઓમાં ડમરું, કપાલ, આકાશમાળા, કર્તરી, ત્રિશૂલ અને ગદા ધરી છે. આમ ચિદમ્બરમનું વિકસીત સ્વરૂપ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પ્રસિદ્ધ છે. નટરાજની પ્રતિમાની પાછળ આભામંડળની પ્રેરણા બૌદ્ધ પ્રતિમાઓ પરથી લેવાઈ હોય એવું મનાય છે. મહાદેવનાં આ ‘ચિદમ્બરમ’ સ્વરૂપના એક પગને બીજા પગ પર ત્રાંસી મુદ્રામાં ,જે નૃત્યની એક મુદ્રા છે, દર્શાવવામાં આવ્યું છે.
અંતમાં કહી શકાય કે પાલ અને પાલવ વંશ દરમિયાન બૌદ્ધ ધર્મના પતન પછી શિવજીના નટરાજ સ્વરૂપનો ક્રમશઃ વિકાસ થતો ગયો. ચોલા વંશ દરમિયાન આ વિકાસ તેની ચરમસીમાએ પહોંચી સ્થિર થઈ ગયો. આ નૃત્યના દેવને નટરાજ, નાટકેશ્વર, નટેશ્વર કે નૃતેશ્વર કહી શકો છે.

શિવાલયમાં ગણેશજી અને હનુમાનજીનું મહત્વ

3

|| શિવાલયમાં ગણેશજી અને હનુમાનજીનું મહત્વ ||

શિવાલયમાં નિજભાગમાં પ્રવેશતા એક તરફ ગણેશજી બિરાજે છે અને બીજી તરફ હનુમાનજી બિરાજે છે.

ગણેશજીની પ્રાગટ્ય કથા તો ખૂબ પ્રચલિત છે. પાર્વતીજીને સ્નાન કરવાનું મન થયું. શરીરનો મેલ ઉતારી તેનું પુતળું બનાવી તેમાં પ્રાણ પૂર્યો. એ બાળકને દ્વાર પર પહેરો ભરવા ઊભો રાખ્યો અને કોઈને અંદર પ્રવેશવા ન દેવાની આજ્ઞા કરી. જેવા પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને આ બાજુ શિવજીની સમાધિ ખૂલી. હાથમાં ત્રિશૂળ લઈ ઘર ભણી ઉપડ્યા. આવીને જુએ છે તો ત્યાં એક બાળક પેહેરો ભરી રહ્યો છે, જે શિવજીને અંદર જવા દેતો નથી. પોતાના ઘરમાં પ્રવેશતા અટકાવનાર પર શિવજીને ક્રોધ ચઢ્યો અને તેનો શિરચ્છેદ કર્યો. શિવજી અંદર ગયા અને લોહીવાળું ત્રિશૂળ જોઈ પાર્વતીજીને શંકા ગઈ. હકીકત જાણતા તેમણે પ્રભુને જણાવ્યું કે આપે આપના દીકરાનો શિરચ્છેદ કરી મોટી ભૂલ કરી છે. એમનાં આક્રંદથી શિવજીને પશ્ચાત્તાપ થયો અને હાથીનું માથું કાપી દીકરાનાં ધડ પર બેસાડી જીવિત કરી વરદાન આપ્યું કે દરેક શુભ કાર્યમાં પ્રથમ તારી પૂજા થશે.

આ હકીકત પાછળ ગૂઢ રહસ્ય છે.

પ્રથમ તો પાર્વતીમાના શરીર પર એટલો બધો મેલ હતો કે તેમાંથી પૂતળું બનાવી શક્યાં? કહેવાય છે કે તિબેટમાં વ્યક્તિઓ બે વખત ન્હાય છે. પહેલીવાર એ જ્ન્મે છે ત્યારે અને બીજીવાર મરણ પામે છે ત્યારે. ત્યાં ખૂબ ઠંડી હોવાને કારણે ત્યાં સ્નાનનું મહત્વ નથી. તેથી આખા જીવન દરમિયાન શરીર પર મેલ ભરાતો રહે છે. તિબેટનાં રીત રિવાજ મુજબ કન્યાના શરીર પર જેટલો મેલ તેટલી કન્યા સુલક્ષણી ગણાય. પણ આ તો જગતજનની પાર્વતીજી છે. શું પાર્વતીજીના શરીરે પર એટલો મેલ હશે કે જેમાંથી પુતળું બની શકે ? શિવજી ક્રોધમાં આવીને કર્તવ્ય બજાવી રહેલા બાળકનું માથું કાપી નાખે ખરા ? તેમજ પ્રાયશ્ચિત રૂપે હાથીનું માથું કાપી બાળકનાં ધડ પર બેસાડી દે? આ કોઈ લૌકિક ઘટના નથી પણ આધ્યાત્મિક રૂપક છે.

* ગણેશજીનું આધ્યાત્મિક રૂપ

શિવ-શક્તિ બે તત્વો છે. શક્તિના બે પ્રકારની છે. પ્રલયકાળમાં જે પ્રકૃતિ સામ્યાવસ્થામાં રહે છે એટલે માત્ર સત્તામા રહે છે તે સતી. આ જ સતી જ્યારે સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે ત્યારે પાર્વતી કહેવાય છે. જ્યારે નવનિર્માણના શુભારંભમાં પ્રથમ શરીરનો મેલ ઉતારી સ્નાનવિધિથી કાર્યનો આરંભ થાય છે. શરીરને હાનિ પહોંચાડ્યા વગર જે સહજ રીતે શરીરથી જુદો થાય તે મેલ. મળ, મૂત્ર, કફ, વાળ, નખ, આંખ-નાક-કાન વગેરેના મેલ છે. આ તત્વો સમજવા જેવા છે. મૂળ પ્રકૃતિ – જેને આપણે શક્તિ કહીએ છીએ અને પૌરાણિક કાળમાં સતી કે પાર્વતી કહીએ છીએ. આમ મૂળ પ્રકૃતિમાંથી બુદ્ધિનું નિર્માણ થાય છે અને આ બુદ્ધિ એટલે આ પહેરો ભરતો બાળક. આ નિર્માણ કાર્યનો આરંભ થતાં જ શિવજીની સમાધિ ખૂલે છે.

પ્રલયકાળમાં પુરુષ તમામ પ્રવૃત્તિથી મુક્ત હતો તેથી તેની આ સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે. કૈલાસ શબ્દનો અર્થ આ સ્થિતીને સ્પષ્ટતા આપે છે. કિલ+અસ= કિલાસ, કૈલાસ. કિલ અર્થાત અતિ પ્રસિદ્ધ, ઓસ અર્થાત સત્તા હોવી. પ્રલયકાળમાં પણ જેની અતિ પ્રસિદ્ધ સત્તા રહેલી હોય તે પરમાત્મા કિલાસ કહેવાય અને તેના રહેઠાણને કૈલાસ કહેવાય. કૈલાસ શબ્દ જ મહાપ્રલયકાળનું ઐકાંતિક સ્થાન જે શિવજીની સમાધિનું સ્થાન સૂચવે છે.

ગણેશ [બુદ્ધિ] નું પ્રથમ મનુષ્ય મસ્તક પ્રકૃતિનું બનાવેલું છે જે ભોગપ્રધાન છે જે હંમેશા ભોગોને શોધતું રહે છે. શિવજીએ તે મસ્તકને હઠાવી નવુ મસ્તક ગોઠવે છે જેને શૈવી બુદ્ધિ કહી શકાય. આ શૈવી બુદ્ધિ અમાઘ શક્તિશાળી હોવાથી ઈંદ્રિયોને પોતાને આધીન રાખે છે. ગણેશનું માથું હાથીનું મસ્તક શા માટે પસંદ કરવામાં આવ્યું?

મોટું માથું જે વિશાળ જ્ઞાનથી ભરપૂર, મોટા કાન જે બહુશ્રુત, ઝીણી આંખો જે સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા ધરાવે છે. લાંબુ નાક જે દૂર સુધીની સુગંધ-દુર્ગંધને પારખવાની ક્ષમતા ધરાવે છે. વિશાળ પેટ જે બધી વાતોને પચાવવાની ક્ષમતા ધરાવે છે. આમ ગણેશની બાહ્ય આકૃતિ સૈવી બુદ્ધિવાળા મહાપુરુષનાં લક્ષણો સમજાવતી છે,

આપણાં કોઈ પણ દેવ વાહન વિનાના નથી. એમાં પણ ઉંદર ફક્ત ગણેશજીનું વાહન છે. તેની પાછળ પણ રહસ્ય છે. ગણેશની શૈવીબુદ્ધિ વિવેકબુદ્ધિની ગતિનો આધર ફક્ત તર્ક જ થઈ શકે. તર્ક વિના બુદ્ધિનો વિકાસ નથી થતો. ઉંદર એ તર્ક છે. નિરર્થક અહીંતહીં દોડાદોડ કરે છે અને કાપકૂપ કરે છે. અને તેને અંકૂશમાં રાખવા ગણેશજી જેવા ભારેખમ શરીરવાળાને ઉંદર ઉપર ગોઠવ્યું છે. માટે ગણેશના [બુદ્ધિના] ભાર સાથે ઉંદર [તર્ક] હોવો જરૂરી છે. “વાદે વાદે જાયતે તત્વબોધઃ”

નિજ મંદિરમાં બિરાજેલા ભગવાન શંકર આવનાર ભક્તને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુદ્ધિ ઉખેડી શૈવીબુદ્ધિની સ્થાપના કર. આ શૈવી બુદ્ધિ જ શિવને પમાડે છે. વાસના બુદ્ધિ નહિ તે બતાવવા શિવાલયમાં ગણપતિની પ્રતિમા મૂકવામાં આવે છે.

8

* હનુમાનજી

શિવાલયમાં એક તરફ ગણપતિજી બિરાજે છે તો બીજી તરફ હનુમાનજી બિરાજે છે. ગણપતિજી તો શિવપુત્ર છે પણ હનુમાનજીને શા માટે બેઠકજી મળે છે?

હનુમાનજી પવનપુત્ર ગણાય છે તેમ જ શંકરસુવન પણ કહેવાય છે અને કેસરીનંદન કહેવાય છે. અંજનીમાતા છે અને કેસરી પિતા છે. આ બતાવે છે કે આ કોઈ આધ્યાત્મિક રહસ્ય છે. હનુમાનજી અનન્ય ભક્તિ, પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્યના પ્રતિક છે. શ્રીરામના અનન્ય ભક્ત, મહાપરાક્રમી [વાયુ પરાક્રમના દેવ છે.] અને પૂર્ણ વૈરાગી [શિવજી વૈરાગ્યના દેવ છે] તરીકે તેમનું વ્યક્તિત્વ પ્રસિદ્ધ છે. અનન્ય ભક્તિ, પૂર્ણ પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્ય જ ભગવાન શંકરને પામી શકે છે. ઘણી જગ્યા પર હનુમાનજી એકલાનું મંદિર હોય છે. શ્રીરામજીનાં મંદિર સાથે હનુમાનજી તો હોય જ છે તેમ જ મહાદેવજી સાથે પણ હનુમાનજી હોય છે. શિવાલયમાં તેમનું પ્રતિક આ ત્રણ તત્વોની પ્રેરણા આપવા માટે છે. સાથે સાથે તેમના હાથમાં ઔષધ પર્વત પણ હોય છે. ઔષધ પર્વત સુચવે છે કે તે જીવનને પુનઃ ચેતના આપનારી છે. હનુમાનજી બીજા પગે પનોતીને દબાવી રાખે છે. એ સૂચવે છે કે પનોતી પરાક્રમી તથા વૈરાગ્યવાન પુરુષની દાસી બની જાય છે.

ચોવીસ તીર્થંકર ભગવાનનો સંક્ષિપ્ત પરિચય

1

|| ચોવીસ તીર્થંકર ભગવાનનો સંક્ષિપ્ત પરિચય ||

૧ – તિર્થંકર (શ્રી ઋષભ દેવ ભગવાન)

ઋષભ દેવ જૈન ધર્મના ચોવીસ તિર્થંકરમાંના પ્રથમ તિર્થંકર છે. જેમને ઋષભનાથ, આદિનાથ કે આદિશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં ઋષભ નો અર્થ “ઉત્તમોત્તમ” કે “અતિ ઉત્તમ” એવો થાય છે. જૈન ધર્મ અનુસાર ઋષભ દેવ હાલનાં ચાલુ કાળ (અવસર્પિણી કાળ)નાં પ્રથમ તિર્થંકર હતા. આ કારણે તેમને આદિનાથ કહેવાય છે. તેઓએ પોતાના તમામ કર્મોનો ક્ષય કરી અને સિદ્ધ પદની પ્રાપ્તી કરી હતી.

ઋષભ દેવનો જન્મ અયોધ્યાના સુર્યવંશી ઇક્ષ્વાકુ કુળના રાજા નાભિ રાય અને રાણી મરૂદેવીને ત્યાં થયેલો. જૈન માન્યતા અનુસાર ઋષભદેવનો જન્મ સંસ્કૃતિઓના વિકાસ પહેલા થયેલો. તેમણે લોકોને ખેતી, પશુપાલન, રસોઇ અને બીજું ઘણું શિખવ્યું અને સંસ્કૃતિની સ્થાપના કરી. તેમને ૧૦૧ પુત્રો હતા.

તેમના જ્યેષ્ઠ પુત્ર ભરત ચક્રવર્તિ સમ્રાટ બન્યા. જૈન માન્યતા અનુસાર તેમના માનમાં ભારત દેશનું નામ ભારત કે ભારત વર્ષ પડ્યું. ઋષભ દેવ તેમના જીવનનાં ઉત્તરાર્ધમાં સાધુ બનીને મોક્ષને પ્રાપ્ત થયા.

ઋષભ દેવનાં દ્વિતિય પુત્ર બાહુબલી હતા, જેમની વિશાળ પ્રતિમા શ્રવણબેલગોડા, કર્ણાટકમાં અને કેરળમાં પણ જોવા મળે છે. ઋષભ દેવની માતા મરૂદેવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો, એટલે કે ઋષભદેવની પણ પહેલાં. ઋષભ દેવના પૌત્ર મરીચિના આત્માનો પછીથી મહાવીર સ્વામી રૂપે જન્મ થયો. જેમને પાલીતાણામાં “કેવલજ્ઞાન”ની પ્રાપ્તી થઇ અને હિમાલયનાં અષ્ટપદ શિખર પર જેઓને મોક્ષ પ્રાપ્ત થયો.

તિર્થંકર –  ઋષભ દેવ
પિતા – રાજા નાભિ રાય
માતા – રાણી મરૂદેવી
જન્મ સ્થાન – અયોધ્યા, ઉત્તરપ્રદેશ
કેવલજ્ઞાન – પાલીતાણા, ગુજરાત
નિર્વાણ સ્થળ – હિમાલયનાં અષ્ટપદ શિખર
જીવન અવધી – ૮૪,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૧,૫૦૦ મીટર

2

૨ – તિર્થંકર (શ્રી અજીતનાથ ભગવાન)

અજીતનાથ ભગવાન નો જન્મ અયોધ્યા, ઉત્તરપ્રદેશ મા થયો હતો. તેમના પિતા રાજા જીતશત્રુ હતા અને માતા રાણી વિજયા હતા. . તેમના જન્મ પહેલાં રાણી વિજયા દેવી ઍ ચૌદ શુભ સપના જોયા હતા. રાણી માઘ મહિનામાં ના તેજસ્વી અડધા આઠમા દિવસે પુત્ર જન્મ આપ્યો હતો.અને તેમના પિતા રાજા જીતશત્રુ તેમનુ નામ અજીત અપ્યૂ હતુ.

રાજા જીતશત્રુ ઘરડા થઈ ગયા ત્યારે તેમણે અજીતનાથ ભગવાન ને સિંહાસન સમભાડી લેવા કહ્યું, પરંતુ અજીત બાળપણ થિજ અલગ વ્યક્તિ હતા, તેથી તેઓ વિવેકપૂર્ણ થી રાજા ને સિંહાસન નો ઇનકાર કર્યો હતો. અજીતનાથ ભગવાન તેમની યુવાનીમાં એક સન્યાસી બન્યા હતા અને તેમના ધ્યાન અને તપશ્ચર્યાને માટે દૂરસ્થ અને ગાઢ જંગલો માં જતા. તેમના વ્યક્તિત્વ અને તેના ઊંચા વ્યવહાર ની તીવ્રતા બધા આસપાસ શાંત પ્રભાવ આપ્યા હતો. કુદરતી સામ્રાજ્ય મા કુદરતી દુશ્મન જેવાકે સિંહ અને ગાય, વરુ અને હરણ, સાપ અને નોળિયો, બધાજ ભગવાન અજીતનાથ ની આસપાસ શાંતીથી બેસતા હતા.

બાર વર્ષ ના ઉંડાં ધ્યાન અને અન્ય આધ્યાત્મિક અભ્યાસમાં પછી પૌશ મહિનામાં ના તેજસ્વી અડધા ના અંતિમ દિવસે સર્વજ્ઞતાને પ્રાપ્ત કર્યુ હતુ. જ્યારે અજીતનાથ ભગવાન નો છેલ્લા ક્ષણો નજીક આવ્યા હતા ત્યારે તે સમમેટ શીખર્જી પર્વત ગયા હતા. એક હજાર અન્ય વૈરાગીઓ સાથે, તેઓ તેમના અંતિમ ધ્યાન શરૂ થયું હતું. તેમણે ચૈત્ર ( ચૈત્ર સુક્લા 5) ના મહિનાના તેજસ્વી અડધા પાંચમા દિવસે નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

તિર્થંકર – રી અજીતનાથ ભગવાન
પિતા – રાજા જીતશત્રુ
માતા – રાણી વિજયા
જન્મ સ્થાન – અયોધ્યા, ઉત્તરપ્રદેશ
કેવલજ્ઞાન – અયોધ્યા, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેતશીખરજી
જીવન અવધી – ૭૨,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૧,૩૫૦ મીટર

3

૩ – તિર્થંકર (શ્રી સંભવનાથ ભગવાન)

સંભવનાથ ભગવાન હાલના વય ના ત્રીજા જૈન તીર્થંકર છે. સાંભાવનાથ ભગવાન નો જન્મ સરાવસતી, ઉત્તરપ્રદેશ મા થયો હતો. તેમના પિતા રાજા જીતરી અને માતા નુ રાણી સાઈના હતા. સાંભાવનાથ ભગવાન નો જન્મ પહેલાં એક વિનાશક દુષ્કાળ પડ્યો હતો. તેમના રાજ્ય મા લોકો ઍક ઍક ટીપાં માટે વંચિત રહી ગયા હતા. સાંભાવનાથ ભગવાન જ્યારે રાણી ગર્ભ માં હતા ત્યારે પૂરતો વરસાદ પડ્યો અને અઢળક પાક થયો હતો. રાજા અને રાણી ઉમળકાભેર બધા આસપાસ લીલાછમ વનસ્પતિ જોવા આવ્યા ત્યારે એક દિવસ, રાજાઍ કહ્યુકે આબધુ ગર્ભાશયની માં પવિત્ર આત્માના શુભ પ્રભાવ થી (સંભવ) શક્ય થયુ છે, તેથી તેમણે તેમના પુત્ર નુ નામ સંભવ (સંભવનાથ) રાખ્યુ હતુ.

આધ્યાત્મિક અભ્યાસમાં ચૌદ વર્ષ બાદ તેમણે સર્વજ્ઞતાને પ્રાપ્ત કર્યુ હતુ. અરહંત સાંભાવનાથ ભૌતિક અસ્તિત્વના અલ્પકાલિક પ્રકૃતિ પરના પ્રવચન આપ્યું હતું. લાંબા ગાળા માટે તે ધર્મ ના પ્રસાર માટે કામ કર્યું હતું. તેમણે ચૈત્ર મહિનામાં ના તેજસ્વી અડધા પાંચમા દિવસે નિર્વાણ પ્રાપ્ત થઈ હતી.

તિર્થંકર – શ્રી સંભવનાથ ભગવાન
પિતા – રાજા જીતરી
માતા – રાણી સાઈના
જન્મ સ્થાન – સરાવસતી, ઉત્તરપ્રદેશ
કેવલજ્ઞાન – સરાવસતી, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૬૦,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૧,૨૦૦મીટર

4

૪ – તિર્થંકર (શ્રી અભિનંદનનાથ ભગવાન)

શ્રી અભિનંદનનાથ ભગવાન હાલના વય ના ચૌથા જૈન તીર્થંકર છે. અભિનંદનનાથ ભગવાન નો જન્મ અયોધ્યા, ઉત્તરપ્રદેશ ખાતે ઈક્ષ્વાકુ કુળ માં થયો હતો. તેમના પિતા સંવાર અયોધ્યાના રાજા હતા અને તેમના માતા રાણી શીધરતા દેવી હતા.

રાણી ભવિષ્યમાં તીર્થંકર ને જન્મ આપીઓ હતો અને રાજા તેમનુ નામ અભિનંદન (શુભેચ્છા) રાખ્યુ હતુ. સમય પસાર થવા લગીઓ અને અભિનંદન ભગવાન ઓછા અનહદ ભોગવિલાસ સાથે સામાન્ય ભૌતિક જીવન જીવા લગીયા હતા . તેમના પિતા જ્યારે સન્યાસી બન્યા ત્યારે તેમણે સિંહાસન સંભાળ્યું છે . લાંબા અને શાંતિપૂર્ણ શાસન બાદ તેઓ એક સન્યાસી બન્યા હતા અને સખત તપશ્ચર્યાને અને ઊંચા આધ્યાત્મિક અભ્યાસમાં કર્યો હતો. તેમણે પૌશ ના મહિનાના ઘેરા અડધા ચૌદમાં દિવસે સર્વજ્ઞાન પ્રાપ્ત કર્યુ. લાંબા ગાળા માટે ભગવાનનું અભિનંદન લાખો લોકો ને સાચો માર્ગ બતાવીઓ. તેમણે સમેત શીખર પર્વત ઉપર નર્વના પ્રાપ્ત કર્યુ હતુ.

તિર્થંકર – શ્રી અભિનંદનનાથ ભગવાન
પિતા – રાજા સંવાર
માતા – રાણી શીધરતા દેવી
જન્મ સ્થાન – અયોધ્યા, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૫૦,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૧,૦૫૦ મીટર

5

૫ – તિર્થંકર (શ્રી સુમતિનાથ ભગવાન)

શ્રી સુમતિનાથ ભગવાન હાલના વય ના પાંચમા જૈન તીર્થંકર છે. સુમતિનાથ ભગવાન નો જન્મ અયોધ્યા, ઉત્તરપ્રદેશ ખાતે ઈક્ષ્વાકુ કુળ માં થયો હતો. તેમના પિતાનું નામ રાજા મેઘરત હતુ અને માતા નુ નામ રાણી સુમંગલા હતુ. આવુ માનવાં મા આવે છે તપશ્ચર્યાને અને ઉચ્ચતર આધ્યાત્મિક અભ્યાસમાં ના કારણ પુરુષાસિમ્હા ની આત્મા ને તીર્થંકર અને ગોટરા-કર્મ મળ્યો હતો. તેમનીઆત્મા રાણી મંગળવતી ના ગર્ભ ઉતરી અને જન્મ લીધો હતો અને રાજા મેઘરતઍ નવા જન્મેલા બાળક નુ નામ સુમતિ રાખ્યુ હતુ.

સમય પસાર થવા લગીઓ સુમતિનાથ ભગવાન ઍ તેમનો વારસાગત સિંહાસન સંભાળ્યું હતુ. રાજા મેઘરત એક સન્યાસી બન્યા. લાંબા અને શાંતિપૂર્ણ શાસન સુમતિનાથ ભગવાન પછી એક સન્યાસી બન્યા. તેમણે ચૈત્ર મહિનામાં ના તેજસ્વી અડધા ના અંતિમ દિવસે એક પ્રિયાંગુ ઝાડ નીચે સર્વજ્ઞતાને પ્રાપ્ત કર્યુ અને તીર્થંકર બનીયા હતા. ચૈત્ર સુક્લા 11 મહિને તેમણે સમેત શીખર પર્વત ઉપર નર્વના પ્રાપ્ત કર્યુ હતુ. જાય છે.

તિર્થંકર – શ્રી સુમતિનાથ ભગવાન
પિતા – રાજા મેઘરત
માતા – રાણી સુમંગલા
જન્મ સ્થાન – અયોધ્યા, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૪૦,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૯૦૦ મીટર

6

૬ – તિર્થંકર (શ્રી પદ્મપ્રભુ ભગવાન)

શ્રી પદ્મપ્રભુ ભગવાન હાલના વય ના છટા (૬) જૈન તીર્થંકર છે. ભગવાન પદ્માપ્રભુ નો જન્મ કૌશંબી, ઉત્તરપ્રદેશ મા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા ધાર હતુ અને માતા નુ નામ સુસીમા હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે કારતક મહિનાના ઘેરા અડધા 13 દિવસે દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ ના ૬ મહિના પછી પદ્માપ્રભુ ભગવાન સંપૂર્ણ ચંદ્ર ચૈત્ર મહિનાના દિવસ 15 મા દિવસે અને મોઢેરા ની નક્ષત્ર પર કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. પદ્માપ્રભુ ભગવાન સમમેટ શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

પદ્મપ્રભુ ભગવાન ૩૦ લાખ પૂર્વા માટે જીવન જીવ્યા હતા. તપસ્વીઓ તરીકે ૧૩ પૂર્વા વર્ષ વિતાવ્યા હતાઅને ૬ મહિના ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં તરીકે વિતાવિયા હતા.પદ્માપ્રભુ ભગવાન ની ઊંચાઈ ૭૫૦ મીટર્સ (ધનુષ – ૨૫૦) હતુ.

તિર્થંકર – શ્રી પદ્માપ્રભુ ભગવાન
પિતા – રાજા ધાર
માતા – રાણી સુસીમા
જન્મ સ્થાન – કૌશંબી, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૩૦,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૭૫૦ મીટર્સ

7

૭ – તિર્થંકર (શ્રી સુપર્શ્વનાથ ભગવાન)

શ્રી સુપર્શ્વનાથ ભગવાન હાલના વય ના સાતમા (૭) જૈન તીર્થંકર છે. ભગવાન સુપર્શ્વનાથ નો જન્મ વારાણસી, ઉત્તરપ્રદેશ માં થયો હતો. તેમના પિતા નુ નામ પ્રતિષ્ઠાસેન અને માતાનો નુ નામ પૃથ્વી દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ 1000 અન્ય પુરુષોની સાથે જેસ્થ ના મહિનામાં ના તેજસ્વી અડધા બારમી દિવસે દીક્ષા લીધી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ 9 મહિના પછી ભગવાન સુપર્શ્વનાથ કાળી ફાગણ મહિનામાં અડધા અને વૈશાકા ની નક્ષત્ર ના છઠ્ઠા દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ.

ભગવાન સુપર્શ્વનાથ અન્ય ૫૦૦ સંતો સાથે ફાગણ ના મહિના ના ઘેરા અડધા સાતમા દિવસે મક્ટી કરવામાં આવી હતી અને સમમેટ શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ સુપર્શ્વનાથ ભગવાન ૨૦ લાખ પૂર્વ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે એક લાખ પૂર્વ 20 પૂરવાર્ગ ઓછા, 9 મહિના ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવિયા હતા. તે સુપર્શ્વનાથ પ્રભુ ઊંચાઈ ૬૦૦ મીટર્સ (ધનુષ – ૨૦૦) હતુ.

તિર્થંકર – શ્રી સુપર્શ્વનાથ ભગવાન
પિતા – પ્રતિષ્ઠાસેન
માતા – પૃથ્વી દેવી
જન્મ સ્થાન – વારાણસી, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૨0,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૬૦૦ મીટર્સ

8

૮ – તિર્થંકર (શ્રી ચંદ્રપ્રભુ ભગવાન)

શ્રી ચંદ્રપ્રભુ ભગવાન હાલના વય ના આઠમા (૮) જૈન તીર્થંકર છે. ચંદ્રપ્રભ ભગવાન નો જન્મ ચન્દ્રપુર, મહારાષ્ટ્ર મા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા મહસેન હતુ અને તેમના માતા નુ નામ લક્ષ્મણ દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ 1000 અન્ય પુરુષોની સાથે પૌશ ના મહિના મા દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ કર્યા ના 3 મહિના પછી ભગવાન ચંદ્રપ્રભ ઍ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. ભગવાન ચંદ્રપ્રભ અન્ય 1000 સંતો સાથે સમમેટ શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

ભગવાન ચંદ્રપ્રભ ૧૦ લાખ પૂર્વ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે એક લાખ પૂર્વ ૨૪ પૂર્વા ઓછા, ૩ મહિના ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવિયા હતા. ભગવાન ચંદ્રપ્રભ ની ઊંચાઈ ૪૫૦ મીટર્સ (ધનુષ – ૧૫૦) હતુ.

તિર્થંકર – શ્રી ચંદ્રપ્રભુ ભગવાન
પિતા – રાજા મહસેન
માતા – લક્ષ્મણ દેવી
જન્મ સ્થાન – ચન્દ્રપુર, મહારાષ્ટ્ર
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૧૦,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૪૫૦ મીટર્સ

9

૯ – તિર્થંકર (શ્રી સુવિધિનાથ ભગવાન)

પુષ્પદંત (શ્રી સુવિધિનાથ ભગવાન) ભગવાન હાલના વય ના નવમા (૯) જૈન તીર્થંકર છે જે સુવિધિનાથ ભગવાન ના નામ થી પણ ઓળખાય છે. પુષ્પડનતા ભગવાન સિદ્ધ બન્યા અને તેમના તમામ કર્મ નો નાશ કર્યો અને મુક્તી મેડવી. પુષ્પદંત (શ્રી સુવિધિનાથ ભગવાન) ભગવાન ના પિતા કાકંડી ના રાજા સુગ્રીવ્ હતા અને માતા નુ રામ દેવી હતુ.

પુષ્પદંત (શ્રી સુવિધિનાથ ભગવાન) ભગવાન જ્યારે માતા ના ગર્ભ મા હતા ત્યારે તેમની માતા અસાધારણ ક્ષમતા અનુભવ થયો, તેઓ સૌથી મુશ્કેલ પ્રક્રિયાઓ ખૂબ આસાની થી કેરી લેતા હતા. રાજા સુગ્રીવ્ ઍ નવા જન્મેલા બાળક નુ નામ સુવિધિનાથ રાખ્યું હતુ. જયારે બાળક ના દુધીયા દાત આવતા હતા ત્યારે તેમના માતા ને ફૂલો સાથે રમવા માટે એક તૃષ્ણા થતી આથી તે પુષ્પદંત અથવા ફૂલ દાંત તરીકે તરીકે લોકપ્રિય થયા હતા.

પુષ્પદંત ભગવાન એક સામાન્ય જીવન જીવ્યા હતા. તેમણે નાની વયે એક સન્યાસી બન્યા હતા અને માત્ર ચાર મહિના સખત આધ્યાત્મિક અભ્યાસમાં પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. તેમણે સૅમેટ સિખર્જી પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

ભગવાન પુષ્પદંત ૨ લાખ પૂર્વ જીવન જીવ્યા હતા, ભગવાન પુષ્પદંત ની ઊંચાઈ ૩૦૦ મીટર્સ (ધનુષ – ૧૦૦) હતુ.

તિર્થંકર – શ્રી પુષ્પદંત ભગવાન
પિતા – સુગ્રીવ્ રાજા
માતા – રામા રાની
જન્મ સ્થાન – કાકંડી, મહારાષ્ટ્ર
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૨,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૩૦૦ મીટર્સ

10

૧૦ – તિર્થંકર (શ્રી શીતલનાથ ભગવાન)

ભગવાન શીતલનાથ હાલના વય ના દસમા (૧૦) જૈન તીર્થંકર છે. શીતલનાથ ભગવાન નો જન્મ ભદીલપુર થયો હતો. તેમના પિતા નુ નામ રાજા દૃઢરથ અને માતા નુ નામ નંદા દેવી હતુ. જીવન લાંબા સમય બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે માઘ મહિનાના ના ઘેરા અડધા બારમા દિવસે દીક્ષા લીધી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ કર્યા ના ૩ મહિના પછી ભગવાન શીતલનાથે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ.

ભગવાન શીતલનાથ અન્ય ૧૦૦૦ સંતો સાથે વૈશાકા ના મહિનાના મુક્તી મેડવી હતી અને સમેતશિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ. ભગવાન શીતલનાથ ૧ લાખ પૂર્વ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૨૫,૦૦૦ પૂર્વા, ૩ મહિના ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. ભગવાન શીતલનાથની ઊંચાઈ ૨૭૦ મીટર્સ (ધનુષ – ૯૦) હતુ.

તિર્થંકર – શ્રી શીતલનાથ ભગવાન
પિતા – રાજા દૃઢરથ
માતા – રાની નંદા દેવી
જન્મ સ્થાન – ભદીલપુર
નિર્વાણ સ્થળ – સમેતશીખરજી
જીવન અવધી – ૧,૦૦,૦૦૦ પૂર્વા (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ)
ઉચાઈ – ૨૭૦ મીટર્સ

11

૧૧ – તિર્થંકર (શ્રી શ્રેયાંસનાથ ભગવાન)

શ્રેયાંસનાથ ભગવાન હાલના વય ના અગિયારમા (૧૧) જૈન તીર્થંકર છે. શ્રેયાંસનાથ ભગવાન નો જન્મ સિહાંપુર, છત્તીસગઢ મા થયો હતો. તેમના પિતા નુ નામ વિષ્ણુ રાજા અને માતાનો નુ નામ વિષ્ણુ દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે ફાગણ ના મહિના દીક્ષા લીધો હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ કર્યા ના ૨ મહિના પછી શ્રેયાંસનાથ ભગવાને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ.

શ્રેયાંસનાથ ભગવાન અન્ય ૧૦૦૦ સંતો સાથે શ્રવણ મહિનાના ઘેરા અડધા ત્રીજા દિવસે મુક્તી મેડવી અને સમેતશિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ. શ્રેયાંસનાથ ભગવાન ૮૪ લાખ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૨૧ લાખ વર્ષ, ૨ મહિના ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. શ્રેયાંસનાથ ભગવાન ની ઊંચાઈ ૨૪૦ મીટર્સ (ધનુષ – ૮૦) હતુ.

તિર્થંકર – શ્રી શ્રેયાંસનાથ ભગવાન
પિતા – રાજા વિષ્ણુ
માતા – રાની વિષ્ણુ દેવી
જન્મ સ્થાન – સિહાંપુર, છત્તીસગઢ
નિર્વાણ સ્થળ – સમેતશીખરજી
જીવન અવધી – ૮૪,૦૦,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૨૪૦ મીટર્સ

12

૧૨ – તિર્થંકર (શ્રી વાસુપૂજ્ય ભગવાન)

વાસુપૂજ્ય ભગવાન નો જન્મ ચાંપાનગર, છત્તીસગઢ મા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા વાસુપૂજ્ય હતુ અને માતા નુ નામ રાણી જયા દેવી હતુ. જ્યારે રાણી જયા દેવી ગર્ભવતી હતા, ત્યારે ભગવાન ના રાજા ભવિષ્યમાં તીર્થંકર અને તેમના માતા ની પૂજા વહન આવ્યા. ઇન્દ્ર દેવ પણ વાસુ તરીકે ઓળખાય છે, આથી નવા જન્મેલા બાળક નુ નામ વાસુપૂજ્ય આપવામાં આવ્યું હતું.

વાસુપૂજ્ય ભગવાન જવાન થયા, તેમણે બાદશાહી વૈભવ અને ભવ્યતા નો કોઈ આકર્ષણ ન હતુ. તેમના માતાપિતા તેમને લગ્ન કરવા માગતા હતા, પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો. તેમણે સિંહાસન ગ્રહણ કરવાનો કોઈ ઈરાદો ન હતો અને પરિવારના તમામ સભ્યો સમજવાની કોશિશ કરી પણ તે ન માન્યા અને દુન્યવી જીવન ત્યાગ કર્યો અને છ સો અન્ય વ્યક્તિઓ સાથે ફાગણ ના મહિના મા દિક્ષા લીધી હતી

ભગવાનનું વાસુપૂજ્ય અષાઢ મહિનામાં ના તેજસ્વી અડધા ચૌદમાં દિવસે ચાંપા નગર મા નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ. ભગવાનનું વાસુપૂજ્ય ૭૨ લાખ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૫૪ લાખ વર્ષ.વિતાવ્યા હતા. ભગવાનનું વાસુપૂજ્ય ની ઊંચાઈ ૨૧૦ મીટર્સ હતી (ધનુષ – ૭૦)

તિર્થંકર શ્રી વાસુપૂજ્ય ભગવાન
પિતા રાજા વાસુપૂજ્ય
માતા રાણી જયા દેવી
જન્મ સ્થાન ચાંપાનગર, છત્તીસગઢ
નિર્વાણ સ્થળ ચાંપાનગર, છત્તીસગઢ
જીવન અવધી ૭૨,૦૦,૦૦૦ વર્ષ
ઉચાઈ ૨૧૦ મીટર્સ

13

૧૩ – તિર્થંકર (શ્રી વીમલનાથ ભગવાન )

વીમલનાથ ભગવાન હાલના વય ના તેર મા (૧૩) જૈન તીર્થંકર છે. વીમલનાથ ભગવાન નો જન્મ કંપિલપુર, ઉત્તરપ્રદેશ મા થયો હતો. તેમના પિતા નામ કૃતાવર્મા હતુ અને માતા નુ નામ શ્યામા દેવી હતુ. જીવન ના લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે માઘ મહિનામાં ના તેજસ્વી અડધા ૪ થા દિવસ દીક્ષા લીધો હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ કર્યા ના બે મહિના પછી ભગવાન વીમલનાથે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

વીમલનાથ ભગવાન ૬૦ લાખ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૧૫ લાખ વર્ષ, ૨ મહિના ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. વીમલનાથ ભગવાન ની ઊંચાઈ ૧૮૦ મીટર્સ (ધનુષ – ૬૦) હતુ.

તિર્થંકર – શ્રી વીમલનાથ ભગવાન
પિતા – કૃતાવર્મા
માતા – શ્યામા દેવી
જન્મ સ્થાન – કંપિલપુર, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૬૦,૦૦,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૧૮૦ મીટર્સ

14

૧૪ – તિર્થંકર (શ્રી અનંતનાથ ભગવાન)

અનંતનાથ ભગવાન હાલના વય ના ચૌદ (૧૪) મા જૈન તીર્થંકર છે. અનંતનાથ ભગવાન નો જન્મ અયોધ્યા, ઉત્તરપ્રદેશ મા થયો હતો. તેમના પિતા નુ નામ સિહાઁસેન અને માતા નુ નામ સુયાસા હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે વૈશાકા ના મહિનાના દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ કર્યા ના 3 વર્ષ પછી ભગવાન અનંતનાથ ઍ વૈશાક મહિનામાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. અનંતનાથ ભગવાન અન્ય ૭૦૦૦ સંતો સાથે ચૈત્ર મહિનામાં ના તેજસ્વી અડધા ૫ મા દિવસે મુક્તી પ્રાપ્ત કરી હતી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

અનંતનાથ ભગવાન ૩૦ લાખ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૭.૫ લાખ વર્ષ, ૩ વર્ષ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. અનંતનાથ ભગવાન ની ઊંચાઈ ૧૫૦ મીટર્સ (ધનુષ – ૫૦) હતી.

તિર્થંકર – શ્રી અનંતનાથ ભગવાન
પિતા – સિહાઁસેન
માતા – સુયાસા
જન્મ સ્થાન – અયોધ્યા, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૩૦,૦૦,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૧૫૦ મીટર્સ

15

૧૫ – તિર્થંકર (શ્રી ધર્મનાથ ભગવાન)

ધર્મનાથ ભગવાન હાલના વય ના પંદરમા (૧૫) મા જૈન તીર્થંકર છે. ભગવાન ધર્મનાથ નો જન્મ રતનપુરી, મધ્યપ્રદેશ મા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા ભાનુ અને માતા નુ નામ સુવરતા દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ અન્ય ૧૦૦૦ પુરુષોની ની સાથે માઘ મહિનામાં દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ ના બે વર્ષ પછી તેજસ્વી પૌશ મહિનામાં અડધા અને પુષ્પા નક્ષત્ર ની ૧૫ મા દિવસે ધર્મનાથ ભગવાને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ.

ધર્મનાથ ભગવાન અન્ય ૧૦૮ સંતો સાથે જેસ્થમહિનામાં ના તેજસ્વી અડધા ૫ મા દિવસે મુક્તી પ્રાપ્ત કરી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

ધર્મનાથ ભગવાન ૧૦ લાખ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૨.૫ લાખ વર્ષ, ૨ વર્ષ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. ધર્મનાથ ભગવાન ની ઊંચાઈ ૧૩૫ મીટર્સ (ધનુષ – ૪૫) હતી.

તિર્થંકર – શ્રી ધર્મનાથ ભગવાન
પિતા – રાજા ભાનુ
માતા – રાની સુવરતા દેવી
જન્મ સ્થાન – રતનપુરી, મધ્યપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૧૦,૦૦,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૧૩૫ મીટર્સ

16

૧૬ – તિર્થંકર (શ્રી શાંતિનાથ ભગવાન)

શાંતિનાથ ભગવાન હાલના વય ના સોળમા (૧૬) જૈન તીર્થંકર છે. શાંતીનાથ ભગવાન નો જન્મ ગજપુર, ઉત્તરપ્રદેશ મા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા વિશ્વાસેન અને માતા નુ નામ આછીરા દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે જેસ્થ મહિનાના દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ના ત્યાગ ના ૧ વર્ષ બાદ શાંતિનાથ ભગવાને તેજસ્વી પૌશ મહિનામાં અડધા અને પુષ્પા નક્ષત્ર ના ૯મા દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. શાંતિનાથ ભગવાને અન્ય ૯૦૦ સંતો સાથે જેસ્થ  મહિનાના ઘેરા અડધા તેરમા દિવસે મુક્તી મેડવી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

શાંતિનાથ ભગવાન ૧ લાખ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૨૫,૦૦૦ વર્ષ, ૧ વર્ષ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. શાંતિનાથ ભગવાન ની ઊંચાઈ ૧૨૦ મીટર્સ (ધનુષ – ૪૦) હતી.

તિર્થંકર – શ્રી શાંતિનાથ ભગવાન
પિતા – રાજા વિશ્વાસેન
માતા – આછીરા દેવી
જન્મ સ્થાન – ગજપુર, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ,૦૦,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૧૨૦ મીટર્સ

17

૧૭ – તિર્થંકર (શ્રી કુંથુંનાથ ભગવાન)

કુંથુંનાથ ભગવાન હાલના વય ના સત્તરમા (૧૭) જૈન તીર્થંકર છે. કુંથુંનાથ ભગવાન નો જન્મ ગજપુર, હસ્તિનાપુર, ઉત્તરપ્રદેશ માં થયો હતો. તેમના પિતા નુ નામ રાજા શુરસેન અને માતા નુ નામ શ્રી દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે વૈશાખ મહિનાના ઘેરા અડધા ૫ માં દિવસ દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન નો ત્યાગ કર્યા ના ૧૬ વર્ષ પછી કુંથુંનાથ ભગવાન કાળી ચૈત્ર મહિનામાં અડધા અને કૃતિકા નક્ષત્ર ૩જા દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. કુંથુંનાથ ભગવાને અન્ય ૧૦૦૦ સંતો સાથે વૈશાખ મહિનામા મુક્તી મેળવી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

કુંથુંનાથ ભગવાન ૯૫,૦૦૦ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૨૩,૭૫૦ વર્ષ, ૧૬ વર્ષ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. કુંથુંનાથ ભગવાન ની ઊંચાઈ ૧૦૫ મીટર્સ (ધનુષ – ૩૫) હતી.

તિર્થંકર – શ્રી કુંથુંનાથ ભગવાન
પિતા – રાજા શુરસેન
માતા – રાણી શ્રી દેવી
જન્મ સ્થાન – ગજપુર, હસ્તિનાપુર, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૯૫,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૧૦૫ મીટર્સ

18

૧૮ – તિર્થંકર (શ્રી અરનાથ ભગવાન)

અરનાથ ભગવાન હાલના વય ના અઢારમા (૧૮) જૈન તીર્થંકર છે. અરનાથ ભગવાન નો જન્મ ગજપુર, હસ્તિનાપુર, ઉત્તરપ્રદેશ માં થયો હતો. તેમના પિતા નુ નામ સુદર્શન અને માતા નુ નામ મહા દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે માગશર મહિનામાં ના તેજસ્વી અડધા ૧૧મા દિવસે દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ કર્યા ના ૩ વર્ષ પછી તેજસ્વી કાર્તિક મહિનાના અડધા અને રેવતી નક્ષત્ર ના ૧૨મા દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. અરનાથ ભગવાન અન્ય ૧૦૦૦ સંતો સાથે માગશર મહિના ના તેજસ્વી અડધા ૧૦ મા દિવસે મુક્તી મેળવી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

અરનાથ ભગવાન ૮૪,૦૦૦ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૨૧,૦૦૦ વર્ષ, ૩ વર્ષ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. અરનાથ ભગવાન ની ઊંચાઈ ૯૦ મીટર્સ (ધનુષ – ૩૦) હતી.

તિર્થંકર – શ્રી અરનાથ ભગવાન
પિતા – સુદર્શન
માતા – મહા દેવી
જન્મ સ્થાન – ગજપુર, હસ્તિનાપુર, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૮૪,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૯૦ મીટર્સ

19

૧૯ – તિર્થંકર (શ્રી મલ્લીનાથ ભગવાન)

મલ્લીનાથ ભગવાન હાલના વય ના ઓગણીસ્મા (૧૯) જૈન તીર્થંકર છે. મલ્લીનાથ ભગવાન એ  માત્ર મહિલા તીર્થંકર હતા અને તેમનો જન્મ મીથીલા, બિહારમા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા કુંભ અને માતા નુ નામ પ્રભાવતી દેવી હતું. તેમણે ૩૦૦ અન્ય પુરુષો અને સ્ત્રીઓ સાથે માર્ગષીર્ષ મહિનામાં ના તેજસ્વી અડધા અંતિમ દિવસે દીક્ષા લીધી હતી. માલિનાથ ભગવાને અશ્વિની નક્ષત્ર પર કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ મલ્લીનાથ ભગવાન અન્ય ૧૦૦૦ સંતો સાથે ફાગણ મહિનામાં ના તેજસ્વી અડધા ૧૨ દિવસે મુક્તી પ્રાપ્ત કરીહતી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

મલ્લીનાથ ભગવાન ૫૫,૦૦૦ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૫૪,૯૦૦ વિતાવ્યા હતા. મલ્લીનાથ ભગવાન ની ઊંચાઈ ૭૫ મીટર્સ (ધનુષ – ૨૫) હતી.

તિર્થંકર – શ્રી મલ્લીનાથ ભગવાન
પિતા – રાજા કુંભ
માતા – રાણી પ્રભાવતી દેવી
જન્મ સ્થાન – મીથીલા, બિહાર
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૫૪,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૭૫ મીટર્સ

20jpg

૨૦ – તિર્થંકર (શ્રી મુનિસુવ્રત ભગવાન)

મુનિસુવ્રત ભગવાન હાલના વય ના વીસમા (૨૦) જૈન તીર્થંકર છે. મુનિસુવ્રત ભગવાન નો જન્મ રાજગૃહા, બિહાર મા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા સુમિત્રા અને માતા નુ નામ પદ્માવતી દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે ફાગણ મહિના ના તેજસ્વી અડધા ૧૨મા દિવસે દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ કર્યા ના ૧૧ મહિના પછી મુનિસુવ્રત ભગવાને ફાગણ મહિનાના અડધા અને શ્રવણ નક્ષત્ર ના ૧૨ મા દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. મુનિસુવ્રત ભગવાને અન્ય ૧૦૦૦ સંતો સાથે જેસ્થ મહિનાના ઘેરા અડધા ૯મા દિવસે મુક્તી મેળવી હતી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

મુનિસુવ્રત ભગવાન ૩૦,૦૦૦ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૭,૫૦૦ વર્ષ, ૧૧ મહિના ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. મુનિસુવ્રત ભગવાન ની ઊંચાઈ ૬૦ મીટર્સ (ધનુષ – ૨૦) હતી.

તિર્થંકર – શ્રી મુનિસુવ્રત ભગવાન
પિતા – રાજા સુમિત્રા
માતા – રાણી પદ્માવતી દેવી
જન્મ સ્થાન – રાજગૃહા, બિહાર
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૩૦,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૬૦ મીટર્સ

21

૨૧ – તિર્થંકર (શ્રી નમિનાથ ભગવાન)

નમિનાથ ભગવાન હાલના એક્વીસ મા (૨૧) જૈન તીર્થંકર છે. નમિનાથ ભગવાન નો જન્મ મીથીલા, બિહારમા થયો હતો. તેમના પિતા નુ નામ રાજા વિજય અને માતા નુ નામ વાપરા દેવી હતુ. જીવન લાંબા ગાળામાં બાદ તેઓ ૧૦૦૦ અન્ય પુરુષોની સાથે આષાઢ ના મહિનામા દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ કર્યા ના ૯ મહિના પછી ભગવાન નમિનાથ માર્ગષીર્ષ મહિનામાં ૧૧ દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ અને અન્ય ૧૦૦૦ સંતો સાથે વૈશાખના મહિનામા મુક્તી મેળવી હતી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

નમિનાથ ભગવાન ૧૦,૦૦૦ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૨,૫૦૦ વર્ષ, ૯ મહિના ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. નમિનાથ ભગવાન ની ઊંચાઈ ૪૫ મીટર્સ (ધનુષ – ૧૫) હતી.

તિર્થંકર – શ્રી નમિનાથ ભગવાન
પિતા – રાજા વિજય
માતા – રાણી વાપરા દેવી
જન્મ સ્થાન – મીથીલા, બિહાર
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૧૦,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૪૫ મીટર્સ

22

૨૨ – તિર્થંકર (શ્રી નેમિનાથ ભગવાન)

ભગવાન નેમિનાથ હાલના વય ના બાવીસમા (૨૨) જૈન તીર્થંકર છે. નેમિનાથ ભગવાન, શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ છે અને શ્રી કૃષ્ણના યુવાન પિતરાઇ ભાઈ હતા. નેમિનાથ ભગવાન ની ઐતિહાસિક તારીખ ૩૧૦૦ બી.સી. આસપાસ હતી. ભગવાન નેમિનાથ અરીષ્ટનેમી તરીકે ઓળખાય છે. તેમની સાથે ભગવાન ઋષભાદેવ નો ઉલ્લેખ રૂગ્વેદમા કરવામાં આવ્યો છે.

નેમિનાથ ભગવાન નો જન્મ સૌરીપુર મા થયો હતો અન તેમના પિતા નુ નામ રાજા સમુદ્રવિજય અને માતા નુ નામ રાણી શિવાદેવી હતુ હતો. નેમિનાથ ભગવાન નો હરિવંશકૂલ મા થયો હતો અને તેમની જન્મ તારીખ ભારતીય કેલેન્ડરમાં શ્રાવના શુક્લ ના ૫ દિવસ છે. તીર્થંકર નેમિનાથ તમામ જીવ સાથે જોડાયેલ કર્મમાં નો નાશ કર્યો છે અને ગિરનાર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

તિર્થંકર – શ્રી નેમિનાથ ભગવાન
પિતા – રાજા સમુદ્રવિજય
માતા – રાણી શિવાદેવી
જન્મ સ્થાન – સૌરીપુર, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – રેવાતગીરી, ગીરનાર, ગુજરાત
જીવન અવધી – ૧,૦૦૦ વર્ષ
ઉચાઈ – ૩૦ મીટર્સ

23

૨૩ – તિર્થંકર (શ્રી પાર્શ્વનાથ ભગવાન)

પાર્શ્વનાથ ભગવાન હાલના વય ના ત્રેવીસમા (૨૩) જૈન તીર્થંકર છે. પાર્શ્વનાથ ભગવાન , મહાવીર સ્વામી ભગવાન થી ૨૫૦ વર્ષ આગળ હતા. પાર્શ્વનાથ ભગવાન નો જન્મ વારાણસી, ઉત્તરપ્રદેશ માં થયો હતો. તેમના પિતા નુ નામ રાજા આશ્વાસેન અને માતા નુ નામ વામા દેવી હતુ. જીવન લાંબા ગાળામાં પછી, તે ૩૦૦ અન્ય પુરુષોની સાથે પૌશ ના મહિનાના ઘેરા અડધા અગિયારમા દિવસે દીક્ષા લીધી હતી. દીક્ષા અને દુન્યવી જીવન ત્યાગ ૮૪ દિવસ પછી ભગવાન પાર્શ્વનાથ કાળી ચૈત્ર મહિનામા અને વિષાકા નક્ષત્ર ના ચોથા દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ.

પાર્શ્વનાથ ભગવાન ના યક્ષ ધરણેન્દ્રા અને તેમના યક્ષિણી પદ્માવતી હતા અને પાર્શ્વનાથ ભગવાન ના જીવન માં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. પાર્શ્વનાથ ભગવાને અન્ય ૩૩ સંતો સાથે આષાઢ મહિના ના તેજસ્વી અડધા આઠમા દિવસે મુક્તી મેળવી અને સમેત શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતુ.

પાર્શ્વનાથ ભગવાન ૧૦૦ વર્ષ જીવન જીવ્યા હતા, તપસ્વીઓ તરીકે ૭૦ વર્ષ, ૮૪ દિવસ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં વિતાવ્યા હતા. પાર્શ્વનાથ ભગવાન ની ઊંચાઈ ૭.૭૧ ફુટ (હાથ- ૯) હતુ.

તિર્થંકર – શ્રી પાર્શ્વનાથ ભગવાન
પિતા – રાજા આશ્વાસેન
માતા – રાણી વામા દેવી
જન્મ સ્થાન – વારાણસી, ઉત્તરપ્રદેશ
નિર્વાણ સ્થળ – સમેત શીખરજી
જીવન અવધી – ૧૦૦ વર્ષ
ઉચાઈ – ૭.૭૧ ફુટ

24

૨૪ – તિર્થંકર (શ્રી મહાવીર સ્વામી)

મહાવીર સ્વામી ભગવાન હાલના વય ના સૌથી છેલ્લાચોવીસમા (૨૪) જૈન તીર્થંકર છે. ભગવાન મહાવીર ઍક રાજકુમારહતા જેમનુ બાળપણ નુ નામ વર્ધમાન હતું. મહાવીર સ્વામી નો જન્મ ૫૯૯ ઇ.સ. પૂર્વે કુંડલ્પુરમા થયો હતો. તેમના પિતા નુ નામ સિદ્ધાર્થ અને માતા નુ નામ ત્રિશલા હતુ. મહાવીર સ્વામી ના જન્મ પહેલાં માતા ત્રિશલા ને ચૌદ (૧૪) શુભ સપના જોયા હતા. આ સપના જ્યોતિષીઓ અનુવાદક કરતા કીધુ કે બાળક ક્યાં તો એક સમ્રાટ હશે અથવા તીર્થંકર.

જૈન પરંપરા માં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. વર્ધમાન મહાવીરનો જન્મ દિવસ મહાવીર જન્મકલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે.

ત્રીસ વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય , પરિવાર અને ભૌતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને ૧૨ વર્ષ સંયમી જીવન ગાળ્યું. આ ૧૨ વર્ષ દરમ્યાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન અને આત્મચિંતનમાં ગાળ્યો. તેઓ માનવ, પ્રાણી અને વનસ્પતિ સહીત સર્વ જીવોની જતના કરતાં અને તેમને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખતાં. તેમણે વસ્ત્રો સહિત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દરમિયાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતા નું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આધ્યાત્મીક સફરનો આ તેમનો સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી. આત્માની મુક્તિ માટે મહાવીરે ચાર વસ્તુ જરુરી ગણાવી હતી, સમ્યક દર્શન (સાચો વિશ્વાસ) , સમ્યક જ્ઞાન (સાચું જ્ઞાન), સમ્યક ચરિત્ર (સાચી વર્તણૂક). જૈનત્વની સાચી વર્તણૂક સમ્યક ચરિત્રનું ના હાર્દમાં પાંચ મહાવ્રતો રહેલા છે:

– અહિંસા – કોઈ પણ સજીવને કાંઈ પણ હાનિ ન પહોંચાડવી
– સત્ય – હમેંશા સત્ય બોલવું;
– અસ્તેય – અયોગ્ય રીતે દેવાયલું કાંઈ ન લેવું;
– બ્રહ્મચાર્ય – મૈથુનીક આનંદ પ્રમોદથી દૂર રહેવું;
– અપરિગ્રહ – ભૈતિક સામગ્રીઓના સંગ્રહથી પરહેજી.

કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે.

તિર્થંકર – શ્રી મહાવીર સ્વામી ભગવાન
પિતા – સિદ્ધાર્થ
માતા – ત્રિશલા
જન્મ સ્થાન — કુંડલ્પુરમા
નિર્વાણ સ્થળ – પાવાપુરી
જીવન અવધી – ૭૨ વર્ષ
ઉચાઈ – ૭ ફુટ

સાચો ભક્ત તે જ કે જે દરરોજ ભક્તની ભક્તિ કર્યા વગર જમે નહી

1

|| સાચો ભક્ત તે જ કે જે દરરોજ ભક્તની ભક્તિ કર્યા વગર જમે નહી||

ધર્મ જેને ગમે એને ધર્મી ગમ્યા વગર રહે નહીં. ધર્મી ગમે એટલે ધર્મીમાં રહેલા સદ્ગુણો ગમવા લાગે. ધર્મીમાં રહેલા એ સદ્ગુણોને પ્રાપ્ત કરવાનો એકદમ સરળ ઉપાય છે, ધર્મીવ્યક્તિની દિલ દઈને ભક્તિ કરવી !

ભક્તિ કરવા લાયક સૌથી પહેલા નંબરે ભગવાન છે, ભક્તિ કરવા લાયક બીજા નંબરે સાધુ ભગવંતો છે…, તો ભક્તિ કરવા લાયક ત્રીજા નંબરે સાધર્મિકો છે…

જેના ભગવાન સમાન…, જેના ગુરુ સમાન…, જેના ધર્મ સમાન…, જેના આગમો સમાન…, જેના સિદ્ધાંતો સમાન… આવું બધું જેનું સમાન એનું નામ સાધર્મિક !

સગાભાઈને જોઈ કેવો આનંદ થાય ? એથી અધિક આનંદ સાધર્મિકને જોતાં થવો જોઈએ. સાઢુભાઈ આવે તો કેવી સરભરા કરવાનું મન થાય ? એથી અધિક સરભરા કરવાનું મન સાધર્મિક માટે થવું જોઈએ.

સગોભાઈ કે સાઢુભાઈનો સંબંધ તો કર્મે સર્જેલો છે…, જ્યારે સાધર્મિકનો સંબંધ ધર્મે સર્જેલો છે. સાધર્મિકમાં પ્રભુના ભક્તનું રૃપ દેખાય…, ગુરુનાસેવકનું રૃપ દેખાય અને ધર્મના આરાધકનું રૃપ જો દેખાય…, તો પછી સાધર્મિક પ્રત્યે કેવો અને કેટલો બધો સ્નેહ ઉભરાવા લાગે ?

સાધર્મિકને જોતાં જેની આંખમાં અમી ન ઉભરાય…, તેનામાં સમક્તિ (શ્રદ્ધા) હોવાની શક્યતા નથી એવું શાસ્ત્ર જણાવે છે.

ખુદ શ્રી મહાવીર સ્વામી ભગવાને દેશનામાં ફરમાવ્યું છે કે, ‘મારો સાચો ભક્ત તે જ કે જે રોજ મારા ભક્તની ભક્તિ કર્યા વગર જમે નહીં.’ પ્રભુની આ વાણી કેટલું બધું કહી જાય છે ! પ્રભુના ભક્તની ભક્તિ કરવા માટે તો પ્રભુ અને પ્રભુની આજ્ઞાા હૈયામાં વસેલા હોવા જોઈએ, ત્યારે જ ભક્તિ અને નમ્રતાના ભાવો પેદા થાય. પ્રભુવાણીમાંથી બીજું એ પણ સૂચિત થાય છે કે – ભોજન કરાવવું એ પણ સાધર્મિક ભક્તિનો એક વિશિષ્ટ પ્રકાર છે. સંસારમાં પણ જેની સાથે સંબંધ બગડે તેની સાથે ભોજન વ્યવહાર બંધ કરાય છે અને જેની સાથે સંબંધ સ્થાપિત કરવાનો હોય એને ભોજન માટે નિમંત્રણ કરાય છે, તે રીતે સાધર્મિકને ભોજન (ભક્તિ) કરાવીને તેની સાથેનો આધ્યાત્મિક સંબંધ સ્થાપિત કરવાનો છે.

આજના શ્રીમંત જૈનો પ્રભુની આ વાતનો અમલ કરતાં થાય અને સાધારણ સ્થિતિવાળા જૈનોની ભાવથી ભક્તિ કરી સાથે પધરામણિ કરતાં થાય તો આજની ઘણી બધી સમસ્યાઓ હલ થઈ જાય.

જેના અંતરમાં સાધર્મિક પ્રત્યે સ્નેહ પેદા થાય તેને આપત્તિમગ્ન સાધર્મિક માટે કેટલું કેટલું કરવાનું મન થાય ? તે તેની ઉચિત સર્વ પ્રકારે સંભાળ લઈને એવા પ્રકારે પ્રયત્ન કરે કે તે વધુમાં વધુ ધર્મમાં સ્થિર રહી શકે.

આજના જૈનો પોતાની સંપત્તિને મોજ-શોખ-આનંદ-મજામાં વાપરવાની બદલે જો આવા સાધર્મિક ભક્તિના કાર્યમાં જોડાવા લાગે તો (૧) સંપત્તિનો સદુપયોગ…, (૨) ધર્મમાં સ્થિરતા… અને (૩) તે ભક્તિ દ્વારા તે સાધર્મિકમાં રહેલી ગુણોની પ્રાપ્તિ આવા અનેક અનેક ફળો મળતાં વાર ન લાગે.

સામાન્ય સ્થિતિમાં રહેલા જૈનોને થાય કે જે સ્થિતિ છે, તેમાં શાંતિથી – સમજથી જીવવાનું હોય. બીજેથી મેળવવાનો વિચાર પણ ન કરાય. તો સ્થિતિ સંપન્ન જૈનોને થાય કે મારી લક્ષ્મી દ્વારા અન્ય જૈનોને શાતા – સમાધિ અને સ્વસ્થતા મળતાં હોય તો પાછું વાળીને જોવાય કેવી રીતે ? બંને પક્ષે જો આવા યોગ્ય વિચારો હોય તો કેવું વાતાવરણ સર્જાય !!!

શ્રી ગણેશ – ધાર્મિક પ્રશ્નોતરી

1

|| શ્રી ગણેશ – ધાર્મિક પ્રશ્નોતરી ||

(૧) ”અષ્ટવિનાયક” યાત્રાનાં સ્થળો (ગામ)ના નામ આપો.

→ (૧) મોરગાંવ (૨) થેઉર (૩) લેણ્માડી (૪) ઓઝર (૫) રાંજણગાંવ (૬) પાલી (૭) મહાડ અને (૮) સિદ્ધટેક

(૨) ”અષ્ટવિનાયક” યાત્રામાં પ્રત્યેક સ્થળના ગણપતિ જુદાં જુદાં નામે ઓળખાય છે, તેના નામ આપો.

→ (૧) મયુરેશ્વર (૨) ચિંતામણી (૩) ગિરીજાત્યજ (૪) વિઘ્નેશ્વર (૫) મહાગણપતિ (૬) બલ્લામેશ્વર (૭) વરદવિનાયક અને (૮) સિદ્ધવિનાયક.

(૩) ગણેશ અને કાર્તિકેયને પૃથ્વી પ્રદક્ષિણા કરવાનું કહેવાતા ગણેશે શું કર્યું ?
→ ગણેશે માતા-પિતા શિવ તથા પાર્વતીને એક સાથે બેસવાનું કહી તેમની પ્રદક્ષિણા કરી અને કહ્યું કે માતા-પિતાની પ્રદક્ષિણા એ પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર છે.

(૪) ”મહાભારત” ગ્રંથના સર્જક તથા લહિયા કોણ હતા ? તેમનાં નામ આપો ?
→ ‘મહાભારત’ ગ્રંથના સર્જક મહર્ષિ વેદ વ્યાસ તથા લહિયા શ્રી ગણેશ.

(૫) વેપારીઓ ચોપડાપૂજન વખતે ચોપડાના મથાળે ”શ્રી ૧।” લખે છે, કેમ ?
→ લક્ષ્મીનો અક્ષર ‘શ્રી’ છે અને ગણપતિનો અક્ષર ‘૧।’ છે – બન્ને પૂજન માટે ‘શ્રી ૧।’ લખાય છે.

(૬) પ્રજાપતિની બે કન્યા કઈ ? તેમનાં લગ્ન કોની સાથે થયા હતાં ?
→ પ્રજાપતિની કન્યા-રિદ્ધિ તથા સિદ્ધિ ! તેમના લગ્ન ગણેશ સાથે થયા.

(૭) ગણેશના બે પુત્રોનાં નામ આપો ?
→ ગણેશના બે પુત્રો, લાભ અને શુભ.

(૮) સાર્વજનિક ગણેશોત્સવની પ્રથા કોણે શરૃ કરી હતી ?
→ બાળગંગાધર ટિળકે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરાવી હતી.

(૯) દક્ષિણ મહારાષ્ટ્રમાં સમુદ્ર કિનારે આવેલા પ્રસિધ્ધ ગણપતિનું મંદિરનું નામ શું ?
→ ”ગણપતિ પુલે”

૧૨ જ્યોતિર્લીંગ

4

|| ૧૨ જ્યોતિર્લીંગ||

શિવજી તારો મહિમા અપરમ પાર…
હૂંતો વંદુ વારમ વાર, …

પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર
ચંદ્ર તણા સૌ સંકટ કાપી, શિર ધર્યો સર તાજ….તારો મહિમા…

મલ્લિકાર્જુન મહેર ઘણેરી, નંદી પર નટરાજ
મહાકાલેશ્વર ઓમકારેશ્વર, ઓમ પર્વત આકાર…તારો મહિમા…

કેદારનાથ કરુણા ના સાગર, ભીમા શંકર ભવ તાર
વિશ્વનાથ કાશીમાં બેઠાં, સંતો સેવે અપાર…તારો મહિમા…

ત્રંબકેશ્વર ત્રિદેવ સ્વરૂપે, બૈદ્યનાથ સિદ્ધ નાથ
નાગેશ્વર દાસ્કાસુર હંતા, દ્વારિકા વન મોજાર…તારો મહિમા…

સમુંદર દ્વારે રામજી ના દ્વારા, રામેશ્વર નિરધાર
ધૃશ્મેશ્વર પ્રભુ દયા દરશાવો , “કેદાર” કરજો પાર…તારો મહિમા…

1      2

3     4

5     6

7     3

4     5

6     7