૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ

1i

|| ૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ ||

આજનો દિવસ આપણા દેશ માટે સોનેરી દિવસ તરીકે ઉજવાય છે, કેમ કે આજનો દિવસ એટલે કે ૧૫ મી ઓગસ્ટ – આપણો સ્વાતંત્ર્ય દિવસ.

અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી માંથી  આપને આઝાદ થયા તે દિવસ તો આપના ઇતિહાસનું સોનેરી પાનું બની ગયો છે.

અત્યારે આપણે આઝાદીના અર્થને સમજીએ છીએ ખરા ?  ના …કારણ કે આપણે જન્મ્યા ત્યારથી જ આઝાદીનો શ્વાસ લઇએ છીએ અને એવું કહેવાય છે કે જે વસ્તુ આપણને મફતમાં અથવા સહેલાઈથી મળે તેની આપણા મનમાં કઈ જ કીમત હોતી નથી.

અરે! આઝાદી કોને કહેવાય તે પ્રશ્ન આપણા શહીદોને પૂછો, એ સમયના આપણા સ્વાતંત્ર્ય વીરો ને પૂછો, લોહી રેડીને જેમને સામી છાતીએ ગોળીઓના વરસાદને ઝીલ્યો છે એવા લોકોને પૂછો  તો તેનું મહત્વ સમજી શકાય …!!   આપણા પૂર્વજોએ જે શહીદી વહોરીને આપણને આ અમુલ્ય ભેટ આપી છે તેને સાચવવાની જવાબદારી મારી , તમારી અને આપણા સહુની છે .

મને કહેતા દુઃખ થાય છે કે આજના સમયમાં માયકાંગલા જેવા મુઠ્ઠીભર નેતાઓએ ગંદા રાજકારણથી આપની આઝાદીના સાચા અર્થને અને સાચા ગૌરવને સાવ ભુલાવી દીધા છે અને અંગત સ્વાર્થ ખાતર અંદરોઅંદર ઝગડતાં કરી મુક્યા છે .

દેશભક્તિ આપણા હૃદયમાં હોવી જોઈએ માત્ર વાતો કરવાથી કઈ નહિ વળે ! કેમ કે આજકાલ આપણે જોઈએ છીએ તેમ ચીન આપણા દેશનો મોટાભાગનો વિસ્તાર પડાવી લીધો છે અને હમણાં એક અઠવાડિયા પહેલા જ પાકિસ્તાને આપણા ૫ સૈનિકોને મારી નાખ્યા છે …તો હવે આપણે જ સમજવાની જરૂર છે કે જો આવી રીતે જ રાજકારણ રમાશે તો વહેલા મોડા આપણે સૌ ફરીથી ગુલામ બની જવાના છીએ. માટે જાગો !!! અને દેશભક્તિને હૃદયમાં ઉતારી આપણે પણ દેશપ્રેમનો પાઠ શીખીએ અને આપણા બાળકોને પણ તેનું મહત્વ સમજાવીએ.

|| ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસમાં તફાવત ||

૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણને અંગ્રેજોથી આઝાદી મળી હતી અને ભારત દેશનું નિર્માણ થયું હતું તેથી તે દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આપણાં દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણો દેશ ખરા અર્થમાં ગણતંત્ર દેશ બન્યો હતો એટલે તે દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૈંૈં

ભારત માતાકી જય,  ….વન્દે માતરમ 

Leave a comment