જૈન શ્રાવક

3   4

|| જૈન શ્રાવક ||

ભાવ શ્રાવક ના છ લક્ષણો…..

(1) કૃતકર્મા -: સદગુરુ ની પાસે ધર્મ સાંભળી, સમજીને પછી વ્રત વિગેરે સ્વીકાર કરી ને તેનું પાલન કરે.
(2) શીલવાન -: કાર્ય વિના કોઈના ત્યાં જાય નહિ,દેશાચાર-કુળાચાર પ્રમાણે વેશ રાખે,વિકાર યુક્ત વચન ન બોલે અને કોઈપણ કાર્ય ધીરજ થી કરે.
(3) ગુણવાન -: સ્વાધ્યાય,ધર્મક્રિયા તથા વિનય માં સદા ઉદ્યમવંત રહે.
(4) ઋજુ વ્યવહારી – : ધર્મના સંબંધમાં તથા વ્યવહારના સંબંધમાં વૈરવિરોધ ન જાગે તેવું વર્તન કરે,બીજાને છેતરવાની બુદ્ધિ ન રાખે.સદભાવ પૂર્વક મિત્રતા રાખે.
(5) ગુરૂ શુશ્રુષા -: ગુરૂ ની તન મન અને ધન થી સેવા કરે.
(6) પ્રવચન કુશળતા -: સૂત્ર,અર્થ,ઉત્સર્ગ,અપવાદ,ધર્માનુંષ્ઠાન અને વ્યવહાર માં જે કુશળ હોય તે ભાવ શ્રાવક ગણાય છે.

શ્રાવક ના છ કર્તવ્ય…………

(1) દેવપૂજા (2) ગુરૂ વૈયાવચ્ચ (3) સ્વાધ્યાય (4) સંયમ (5) તપ અને (6) દાન.

શ્રાવક ના બાર વ્રત……………..

(1) સ્થૂલ પ્રાણાતિપાદ વિરમણ વ્રત (2) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત (3) સ્થૂલ અદાત્તાદાન વિરમણ વ્રત(4) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (5) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (6) દિગ પરિમાણ વિરમણ વ્રત.(7) ભોગોપભોગ વિરમણ વ્રત (8) અનર્થ દંડ વિરમણ વ્રત (9) સામાયિક વ્રત (10) દેશાવગાસિક વ્રત.(11) પૌષધોપવાસ વ્રત અને (12) અતિથી સંવિભાગ.
શ્રાવક ના એકવીશ ગુણ………

(1) અશુદ્ર (2) રૂપવાન (3) શાંત (4) લોકપ્રિય (5) અંકુર (6) પાપભીરૂ (7) અશઠ (8) દાક્ષિણ્ય(9) લજ્જાળુ (10) દયાળુ (11) મધ્યસ્થ (12) ગુણાનુરાગી (13) સત્કથાખ્ય (14) સુપક્ષ યુક્ત(15) દીર્ધદર્શી (16) વિશેષજ્ઞ (17) વૃદ્ધા નું માર્ગી (18) વિનયી (19) કૃતજ્ઞ (20) પરહિતાર્થકારી(21) લબ્ધલક્ષ્ય.

શ્રાવક જીવન માં કરવા યોગ્ય કર્તવ્ય……..

(1) એક વાર સંઘ પૂજન કરવું.

(2) એક વાર શ્રી સિદ્ધચક્ર પૂજન,શાંતિ સ્નાત્ર,ભક્તામરપૂજન વગેરે મહાપૂજન કરાવવા.

(3) એક વાર નવ્વાણું યાત્રા, ઉપધાન તપ કરવા અને કરાવવા.

(4) નાના મોટા તપ નું ઉજમણું કરવું.

(5) શત્રુંજયગિરિ પર આદિશ્વર દાદા ને હાર ચઢાવવો,આંગી કરાવવાનો લાભ લેવો.

(6) પાલીતાણા માં ચાતુર્માસ ની આરાધના કરવી તેમજ કરાવવી.

(7) ગિરિરાજ અને કલ્પસૂત્ર ની સોના ચાંદીના ફૂલથી પૂજા કરવી.

(8) નૂતન વર્ષ ના પ્રારંભે પ્રભુ ના હાથમાં પૈસા,ચાંદી અથવા સુવર્ણ નું શ્રીફળ ચઢાવવું.

(9) આપણા ઘરમાં કોઈ આચાર્ય ભગવંત કે કોઈપણ મ.સા. પધારે તો સોના અથવા ચાંદી ના સિક્કા થી પૂજન કરવું.

(10) નવી જિનપ્રતિમા ભરાવવી,તેની પ્રતિષ્ઠા કરાવવી તથા ચક્ષુ, મુકુટ,હાર અને તિલક આદિ કરાવવા.

(11) તીર્થ સ્થાન માં આયંબીલ આદિની તિથી ભરાવવી.

(12) નવલાખ નવકાર મંત્ર નો જાપ કરવો.

(13) કલ્પસૂત્ર અથવા વીર પ્રભુનું પારણું એક વખત પોતાના ઘરમાં પધરાવવું.

(14) દિવાળીના દિવસે લાખ બુંદીનો લાડુ તથા લાખ ચોખાનો સાથિયો કરાવવો.

(15) સ્વામી વાત્સલ્ય, ચંદરવો ભરાવવો,તથા ૧૦૮ જવ નો સાથિયો કરાવવો.

(16) પ્રભુની પ્રતિમા ઉપર ત્રણ છત્ર કરાવવા,ગુપ્ત ભંડાર કરાવવો.

(17) દાદાના દરબાર માં સોનું ચઢાવવું.

(18) સંવત્સરી થી શરૂ કરીને બીજી સંવત્સરી સુધી દરરોજ દહેરાસર થી ઘરે જતાં ગરીબો વિગેરે ને દાન આપવું, જેને સંવત્સરી દાન કહેવાય છે.

શ્રાવક ના છત્રીશ કર્તવ્ય…………….

(1) તીર્થંકર પરમાત્મા ની આજ્ઞા ને માનવી.

(2) મિથ્યાત્વ નો ત્યાગ કરવો.

(3) સમ્યક્ત્વ ને ધારણ કરવું.

(4–9) સામાયિક,ચૌવિસત્થો,વંદન,પ્રતિક્રમણ,કાઉસગ્ગ, પચ્ચક્ખાણ આદિ છ આવશ્યક ક્રિયામાં ઉદ્યમશીલ રહેવું.

(10) આઠમ,ચૌદશ વિગેરે પર્વ તિથિઓમાં પૌષધ કરવો.

(11) સુપાત્ર માં દાન આપવું.

(12) બ્રહ્મચર્ય નું પાલન કરવું, સદાચાર રાખવો.

(13) બાહ્ય તથા અભ્યંતર તપ કરવો.

(14) મૈત્રી ભાવના વિગેરે શુદ્ધ ભાવ રાખવો.

(15) પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.

(16) નમસ્કાર મંત્ર નું સ્મરણ કરવું.

(17) પરોપકાર કરવો.

(18) જયણાધર્મ નું પાલન કરવું.

(19) જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરવી.

(20) જિનેશ્વર પરમાત્માની પૂજા કરવી.

(21) ગુરૂની સ્તુતિ કરવી.

(22) સાધર્મિક ભક્તિ કરવી.

(23) વ્યવહાર શુદ્ધ રાખવો.

(24) રથ યાત્રા કાઢવી.

(25) તીર્થ યાત્રા કરવી.

(26) ક્ષમા – ઉપશમ ભાવ રાખવો.

(27) સત્યાસત્ય ની પરીક્ષા કરીને વિવેક નું પાલન કરવું.

(28) સંવર ની કમાણી કરવી.

(29) ભાષા સમિતિ નું પાલન કરવું તથા વચન ગુપ્તી નો ઉપયોગ રાખવો.

(30) છકાય જીવો પ્રતિ કરુણા ભાવ રાખવો.

(31) ધાર્મિક મનુષ્યો નો સંગ કરવો.

(32) ઇન્દ્રિયો નું દમન કરવું.

(33) ચરિત્ર ગ્રહણ કરવાની ભાવના રાખવી હંમેશાં સંયમ નું લક્ષ્ય રાખવું.

(34) સંઘ ની ઉપર બહુમાન રાખવું.

(35) ધાર્મિક પુસ્તક લખાવવું.

(36) તીર્થની પ્રભાવના કરવી.

શ્રી પર્યુષણ પર્વની કથા

1

|| શ્રી પર્યુષણ પર્વની કથા ||

શ્રી પર્યુષણ પર્વનું માહાત્યમ તેમજ વિધિ સમાચારી કોણે કહી ? કોણે પૂછી ? કોણે સાંભળી ? તે સંબંધી કહે છે કે,મગધદેશમાં નિરંતર મહોત્સવો થઇ રહ્યા છે, એવા ઘણાં જિનાલયો છે.વીતરાગ ધર્મ સેવનાર શ્રાવક જનો મહોત્સવો કરી રહ્યા છે. તેમજ ભોગસમી રાજગૃહી નગરીમાં બહોતેર કળાનો જાણનાર રાજનીતિમાં નિપુણ શ્રેણિકરાજા રાજ્ય કરે છે.તેની સત્યશીલ ગુણવતી અને જૈનધર્મને શોભાવનારી ચેલણા નામે રાણી છે.વૈભારગિરિ ઉપર અનેક દેવતાઓ યુક્ત ચોસઠ ઇન્દ્રો જયજયા રવ કરી રહ્યા છે,તથા દેવ દંદુભિના અવાજથી ચારે દિશાઓ ગુંજી રહી છે.આવી શોભાયુક્ત અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત શ્રી વીર જિનેશ્વરને સમ વસરેલા જોઇને વન પાલકે શ્રેણિક મહારાજાને કહ્યું કે,મહારાજ!વૈભાર પર્વતની ઉપર શ્રી વીર ભગવંત દેવરચિત સમોવસરણમાં બિરાજ્યા છે.વન પાલકનું કથન સાંભળી અત્યંત હર્ષમાં આવી શ્રેણિક રાજા આસન પરથી ઉભા થઈને જે દિશામાં પ્રભુ બિરાજ્યા છે તે દિશામાં સાત કદમ આગળ જઈ,પંચાંગ નમસ્કાર કરી પોતાના અંગે પહેરેલા ઘરેણાં મુકુટ છોડીને બાકીના વન પાલકને આપ્યા.પછી આનંદ ભેરી વગડાવી નગરવાસી સહિત રાજા સહપરિવાર શ્રી વીરપ્રભુને વાંદવા ગયો.

શ્રેણિકરાજા સમવસરણમાં પહોચી પાંચ પ્રકારના અભિગમ સાચવી ભગવાનને જમણી બાજુએથી ત્રણ પ્રદક્ષિણા દઈ સ્તુતિ કરી સ્વસ્થાને બેઠા.ભગવાનની દેશના બાદ અવસર પામી શ્રેણિકરાજા પુછવા લાગ્યા કે,હે ભગવન!પ્રથમ શ્રી પયુષણપર્વ ને વિષે શી શી કરણી કરવી ? અને તે કરવાથી શુ ફળ મળે ?

ભગવાને જણાવ્યું,હે મગધેશ! સાંભળ [૧] પયુષણપર્વ આવે ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ શ્રી વીતરાગના ચૈત્યો જુહારે [૨] સાધુની ભક્તિ કરે [૩] કલ્પસૂત્ર સાંભળે [૪] શ્રી વીતરાગની પૂજા-ભક્તિ કરે નિત્ય અંગરચના [5] ચતુર્વિધ સંઘમાં પ્રભાવના કરે [૬] સાધર્મિક વાત્સલ્ય કરે [૭] જીવોને અભયદાન આપવા અમારી પડહ વગડાવે.[૮] અઠ્ઠમ તપ કરે [૯] જ્ઞાનની પૂજા કરે [૧૦] પરસ્પર સંઘને ખમાવે અને [૧૧] સંવત્સરી પ્રતિક્રમણ કરે.આ અગિયાર કર્તવ્ય છે.

વિશેષમાં ભગવાને કહ્યું પજુષણ આવે ત્યારે સામાયિક,પૌષધવ્રત કરવા,બ્રહ્મચર્ય પાળવું,દાનદેવું તેમાં દયા મુખ્ય પાળવી. ઈત્યાદી કર્તવ્ય અલંકાર રૂપ છે.વળી ઘરનાં આરંભ સર્વે વર્જવા, ખાંડવું,દળવું,સચિત્તનો ત્યાગ કરવો,સાવદ્ય વેપાર ન કરવો.કલ્પસૂત્ર વાંચન કરનાર સાધુ મહાત્માઓની ગોચરીની વ્યવસ્થા કરવી,રાત્રી જાગરણ કરવું,આઠ દિવસ ઉભય ટંક ના પ્રતિક્રમણ કરવા,ગુરુની વસ્ત્રાદિક ભક્તિ કરવી, સાવદ્ય એટલે પાપના વચન મુખેથી ન બોલવા.પારણાના દિવસે સાંવ ત્સરિક દાન દેવું,દેવદ્રવ્ય તથા સાધારણના ભંડાર વધારવા,જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ કરવી, અનેક પ્રકારના વાજિંત્રો વગડાવવા, ઉત્તમ વસ્ત્રો પહેરવા,કલેશ,શોક,સંતાપનું નિવારણ કરવું,કંકુ વડે પાંચ આંગળીના થાપા દેવા અને ચંદનથી પૂર્ણ કળશની સ્થાપના કરવી.

અગિયાર કર્તવ્યમાં શ્રી પર્યુષણ પર્વને દિવસે જે વિધિ પૂર્વક ચૈત્યપરીપાટી કરે તે દેવલોકમાં ઇન્દ્ર જેવા સુખ પામે તથા મનુષ્ય લોકમાં શ્રેષ્ઠ પદવી પામે.સાધુ-સાધ્વીની ભક્તિ કરનારને વૈમાનિક દેવપણું પ્રાપ્ત થાય છે.કલ્પસૂત્ર સાંભળવાથી કલ્પવ્રુક્ષની જેમ સાંભળનારના મનો વાંછિત પૂર્ણ કરે છે.જે મુનિ સંપૂર્ણ કલ્પસૂત્ર વાંચે અને ભવ્યજન બહુમાન પૂર્વક આદર સહિત સાંભળે તે વૈમાનિક સુખો ભોગવીને મોક્ષપદ પામે છે.સર્વ પર્વોમાં પયુષણ પર્વ મોટું છે.તે પર્વમાં જે કલ્પસૂત્ર સાવધાન થઈને સાંભળે તે આત્મા આઠ ભવમાં મોક્ષ પામે છે.
નિરંતર શુદ્ધ સમકિતના સેવનથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી જેટલું પુણ્ય ઉપાર્જન થાય તેટલું પુણ્ય કલ્પસૂત્ર સાંભળવાથી ઉપાર્જન થાય,શ્રી જિનશાસનમાં પૂજા પ્રભાવના કરવામાં તત્પર રહેલા લોકો એકાગ્ર ચિત્તે શાસન પ્રભાવના કરે,પૂજા કરે,અને કલ્પસૂત્રનું એકવીસવાર શ્રવણ કરે તે પ્રાણી સંસારરૂપ સમુદ્રને તરી જાય છે.

ચોથા ધ્વારમાં પર્યુષણ આવે ત્યારે અરિહંત ભગવંતની પ્રતિમાઓને મહારિદ્ધિ સહિત રથમાં સ્થાપન કરી અષ્ટપ્રકારીપૂજા, સ્નાત્રાદિ આઠે દિવસે કરવા. જેવી રીતે ચાર નિકાયના દેવો,વિદ્યાધરો ત્રણે અઠ્ઠાઈને પાંચે કલ્યાણકો નો નંદીશ્વરદ્વિપમાં મહોત્સવ કરે છે.તેવી રીતે મનુષ્યો પણ મહોત્સવો કરે છે.પયુષણ પર્વમાં દોષ રહિત પણે શ્રી જિનરાજની પૂજા કરે તે પ્રાણી ત્રીજે અથવા સાતમે આઠમે મોક્ષને પામે.જેનાં પાપ વિષમ હોય તે પાપ દુર થાય.ખુબ સુખ સંપત્તિ પામે.તેનો આત્મા ત્રણે ભુવનમાં યશ, કીર્તિ થી દેદીપ્યમાન થાય.

પાંચમું અને છઠ્ઠું કર્તવ્ય સંઘ પ્રભાવના અને સ્વામી વાત્સલ્ય ના ત્રણ ભેદ છે.જઘન્ય(સામાન્ય ) મઘ્યમ અને ઉત્કૃષ્ટ.તેમાં પ્રત્યેક સાધર્મિક ને એકેક નવકારવાળી આપે તે સામાન્ય,ચાર પ્રકારના આહાર વડે જમાડે તે મઘ્યમ અને જમાડ્યા પછી વસ્ત્રાભરણ ની પહેરામણી કરે તે ઉત્કૃષ્ટ સ્વમીવાત્યાલ્ય જાણવું.ત્રીજા જિન શ્રી સંભવનાથ પ્રભુએ દઢભક્તિ પૂર્વક શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય કર્યું, તેથી તીર્થંકર લક્ષ્મી પામ્યા.

અમારિ ઉદ્ઘોષણા કરવા સંબંધી સાતમું કર્તવ્ય છે પયુષણના સર્વ દિવસોમાં અભયદાન દેવું.પાપનો ધંધો થતો અટકાવવો જેમકે તે દિવસો માં કતલખાના બંધ કરાવવા,અભયદાનનો પડહ વગડાવવો,આ રીતે જે અમારિ પળાવે તેનું આયુ દીર્ધતર થાય,શરીર શોભાય માન થાય, ઊંચ ગોત્ર બંધાય,બળ પરાક્રમ અને સંપદા(લક્ષ્મી) પામે અને નિરંતર તંદુરસ્ત રહે.તથા તે ભવ્ય જીવ ત્રીજે ભવે મોક્ષ પામે.

આઠમું કર્તવ્ય પર્યુષણ માં અઠ્ઠમતપ કરનાર ત્રણરત્નની શોભાને પામે,મન વચન અને કાયાના પાપ ધોઈ નાખે,તેના જન્મ અથવા ત્રણભવ પવિત્ર થાય,અથવા તે પુરુષ મોક્ષપદ પામે છે.માટે જે શ્રાવક કળીયુગમાં પયુષણ આવે ત્યારે ત્રણ ઉપ વાસ કરે,તેને ધન્ય છે.મુનિ મહારાજ છ માસી અથવા વરસ ના તપ કોટી વર્ષ પર્યંત કરે,તે મુનિ તપ ના ભાવથી ઘણાં વર્ષોના સંચિત કરેલા કર્મો ની નિર્જળા કરે,તેમ પયુષણ માં અઠ્ઠમતપ કરવાથી એટલા પાપોનો ક્ષય થાય. તેની ઉપર શ્રી નાગકેતુની કથા શ્રી કલ્પસુત્રથી જાણવી.

નવમું કર્તવ્ય જ્ઞાનની પૂજા કરવા પયુષણ માં પુસ્તક આગળ કસ્તુરી,કપુરાદિ,ચંદન,અગર,ધૂપ કરવા,ઘીનો દીપક કરવો, એ પ્રમાણે કલ્પ સૂત્રની પૂજા કરવી. તેથી સંસારજન્ય અજ્ઞાન નાશ પામે છે.તથા ક્રમેક્રમે ભવ્યજીવને કેવલજ્ઞાન ઉપજે છે.

સંવત્સરી પ્રતિક્રમણનું દસમું ધ્વાર પયુષણ પર્વમાં મન,વચન અને કાયાની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું.પડિક્કમણ પંચવિધ આચારની શુદ્ધિ નો હેતુ છે સાધુ તથા શ્રાવકે ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું અથવા એકલાએ પણ કરવું.

સંવત્સરી ખામણાં વિષે અગિયારમું ધ્વાર,કલેશ થી જે પાપો બાંધ્યા હોય તે પયુષણમાં સુક્ષ્મ અને બાદલ બન્ને પ્રકારના જીવોની સાથે ખમા વવાથી નાશ પામે છે.જે પ્રાણી પૂર્વના વૈરભાવને મૈત્રી ભાવથી પયુષણમાં સર્વ જીવોની સાથે ખમાવે તે પ્રાણી દોષ રહિત થઇ મોક્ષના સુખ પામે.

પયુષણમાં જે દેવદ્રવ્ય,જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરે તે ભવીજીવ તીર્થંકર પદવી પ્રાપ્ત કરે છે તથા જે દેવદ્રવ્યની ઉપેક્ષા કરે, ભક્ષણ કરે તથા કોઈ આપતો હોય તેને અંતરાય કરે કે આપવાની ના કહે.તે જીવ બુદ્ધિહીન થાય,ઘણા પાપોથી લેપાય અને બીજા ભવ માં ધર્મ ન પામે અથવા નરક આયુષ્ય બાંધે.જે નર દેવદ્રવ્ય વડે પોતાના ધનની વૃદ્ધિ કરે તે ધન તેના કુળનો નાશ કરે,તેમજ તે નર મરી ને નરકગતીમાં જાય, માટે શ્રાવકે વ્યાપાર કરતાં દેવદ્રવ્યની રક્ષા કરવી.

આ રીતે પર્યુષણ પર્વની કરણીનું ફળ પ્રભુના મુખેથી સાંભળીને શ્રેણિક મહારાજા એ પૂછ્યું ,ભગવંત ! સર્વથી અધિક પયુષણ પર્વનો મહિમા કેવો છે ? ભગવંતે કહ્યું,રાજન ! પયુષણપર્વનો મહિમા પુરેપુરો કહેવાને હું પણ અસમર્થ છું.જેમ કોઈ મેઘની ધારાની સંખ્યા ગણી શકે નહિ, આકાશમાં રહેલા તારાની સંખ્યા ગણી શકે નહી.ગંગા નદીના કાંઠે રહેલા રેતીના કણીયા કે સમુદ્રમાં રહેલા પાણીના બિંદુની સંખ્યા કહી શકે નહિ.કદાચિત કોઈ ધીર પુરુષો પૂર્વોક્ત સર્વ પદાર્થોની સંખ્યાની ગણના કરી શકે પરંતુ આ પર્વ પયુષણ પર્વના મહત્યમની સંખ્યા કોઈના થી કહી શકાય નહિ.તેથી જ સર્વ પર્વોમાં અધિક મોટું પર્વ એ છે.જેમ ગુણોમાં વિનયગુણ મોટો,વ્રતમાં બ્રહ્મચર્ય, નિયમમાં સંતોષ,તપમાં સમતા,સર્વ તત્વમાં સમકિત,તેમ સર્વ પર્વમાં પયુષણપર્વ મોટું છે.જેમ મંત્રમાં પંચપરમેષ્ઠી,મહિમાવંત તીર્થમાં શ્રી શત્રુંજય,રત્નમાં ચિંતા મણી,રાજામાં ચક્રવર્તી,કેવળીમાં તીર્થંકર શ્રેષ્ઠ છે,તેમ પર્વમાં પયુષણપર્વ શ્રેષ્ઠ છે.જેમ સમ્યક્ત્વ દર્શનમાં ક્ષાયિક સમ્યક્ત્વ શ્રેષ્ઠ છે,

જ્ઞાનમાં કેવલજ્ઞાન,ધ્યાનમાં શુકલધ્યાન,રસાયણમાં અમૃત, શંખમાં દક્ષિણાવર્ત શંખ શ્રેષ્ઠ છે તેમ પર્વમાં પયુષણ પર્વ શ્રેષ્ઠ છે.આ રીતે પયુષણપર્વ જે ભવ્ય પ્રાણી ત્રિકરણ શુદ્ધિથી જે પ્રાણી આરાધે છે,તે પ્રાણી ઈહલોકમાં રિદ્ધિ,વૃદ્ધિ,સુખ,સૌભાગ્ય,બાહ્ય અને અભ્યંતર સંપદા અવશ્ય પામે છે.

પરલોકમાં ઇન્દ્રપણું પામે,અનુક્રમે તીર્થંકરપદને ભોગવી મુક્તિવધૂ પણ પામે.પયુષણપર્વનું આવું મહત્યમ સાંભળી શ્રેણિક રાજાએ પૂછ્યું કે,હે જિનેન્દ્ર !પૂર્વે એ પયુષણપર્વ કોણે સમ્યક પ્રકારે આરાધ્યું ? અને એથી તે કેવા ફળ પામ્યો ? ત્યારે ભગવંતે જણાવ્યું શુભ મતિથી વિધિ સહિત પયુષણપર્વ ના આરાધનથી ગજસિંહરાજા તીર્થંકર પામ્યા.

આ રીતે પર્યુષણ પર્વનું અપૂર્વ ફળ સાંભળી શ્રેણિકરાજા વિગેરે સર્વલોક અષ્ટાન્હિકાદિ મહોત્સવ સહિત પર્યુષણ પર્વ નું આરાધન કરવામાં ઉદ્યમવંત થયા.

જન્માષ્ટમી – શ્રાવણ વદ ૮

2

|| જન્માષ્ટમી – શ્રાવણ વદ ૮ ||

જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે. દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા.

એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો.

ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો.” અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ (બાવન) દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. “यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં!

શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.”

વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની બહેન મહામાયા જ હતી. બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા.

સો ટચના સોનાનો કદી આકાર થતો નથી. ચોખા વાવે તો ચોખા ન થાય. તે માટે તો ડાંગર જ વાવવી પડે. આવરણ સાથે બ્રહ્મ નિહાળે તેને મુક્તિ મળતી નથી. આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યાં હતા. દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યાં.

શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યાં હતા. તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાશવી નૃત્ય ચાલી રહ્યું હતું. રાક્ષસી પૂતના, રાક્ષસો શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, વ્યોમાસુર વગેરે ભગવાન શ્રી કૃષ્ણના અપૂર્વ બળ આગળ ટકી શકતા નથી.

વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો પ્રસંગ અદભુત છે. વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઉજવાયો છે.

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

દશાફલ વ્રત (શ્રાવણ વદ આઠમ) અન્ય વ્રત કરતાં જુદું જ છે. ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે. આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી, માટે સૌએ આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. ઈશ્વરનું પ્રાગટ્ય કે પ્રાદુર્ભાવ એટલે મહોત્સવ. પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે.

નંદબાબાએ ગૌદાન અને ગુપ્ત દાન કરીને સૌને પ્રસન્ન કર્યા હતા. ધન-સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે. અન્નદાન, વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે. આ દાન સુપાત્ર હોવું જરૂરી છે.

દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે. સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે. સંતોષ એ આનંદનો ઉત્સવ છે. ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ છે.

ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે. શિવજી પણ પધાર્યા છે. હરિ-હરની નજર એક બને છે. શિવજી તો આનંદવિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે. પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા છે.

કંસ પૂતના રાક્ષસીને મોકલે છે. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે. પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના. સ્તનપાન કરાવવાના ધરી આવે છે. શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે.

પૂતના અજ્ઞાનતાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે. માણસની આંખમાં પૂતના રહેલી છે. પરસ્ત્રીનું સૌંદર્ય જોનારની આંખમાં પૂતનાનો વાસ છે. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે. તે કામચારિણી અને નિશાચારિણી હતી. પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું દુષ્કર છે.

શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે. કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ “ચાણુર” કામનું પ્રતીક છે અને “મુષ્ટિક” એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે. શ્રી કૃષ્ણે કંસ દ્વારા મોકલવામાં આવેલ “કુવલયાપીડ” હાથી એ અભિમાનનું પ્રતીક છે.

જે પૂર્ણ તૃપ્તિ આપે તે પ્રિય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બીજ છે. આ બીજનું જો જીવનમાં બીજારોપણ કરવામાં આવે તો ભાવમય સૃષ્ટિનું સર્જન થાય છે. ગોપીઓ કહે છે: અમારા સાચા પતિ તમે જ છો. અમને એવું જ્ઞાનામૃત આપો કે જેથી તમારો વિયોગ જ ન થાય. ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે. ગોપીની પરિભાષા એ છે કે, “પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાવ ભૂલે એ ગોપી!”

ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કરાવે છે. ગોપીઓને પ્રમાનંદન પ્રાપ્ત થાય છે. જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે. વ્રજાંગનાઓના મંડળમાં પ્રભુનું ખોવાઈ જાય છે.

જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે. આ તિથિનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે.

એક વખત બ્રહ્માદિ દેવોને થયું કે, કૃષ્ણ ગોપીઓ સાથે નાચે-કૂદે, રાસ લે એ ઠીક ન કહેવાય. આ નિષ્કામ લીલા મર્યાદા વિરુદ્ધ ગણાય. પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે-કૂદે તે યોગ્ય નથી. આવું બ્રહ્માજી વિચારી રહ્યા છે, ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા !

ગોપીઓના પ્રેમપરાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે. રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું. આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું. આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે. રાસલીલામાં આત્માનું આત્મા સાથે રમણ છે. આ તો ભક્તિમાર્ગના ઉચ્ચ જીવાત્માઓ સાથે નટવરનું નૃત્ય છે.

રાસોત્સવ મહાન છે. ગોપીઓ (સ્ત્રી અને પુરુષો બંને) ભક્તિમાર્ગના સાધકો છે. ભગવાન શ્રી કૃષ્ણે રસબ્રહ્મની અનુભૂતિ કરાવીને પરમાનંદ રસના માધ્યમથી રસની લહાણ કરી છે. આ સર્વે ગોપીઓ નિષ્કામ ભક્તિમાર્ગની પ્રવાસીઓ છે.

ભગવાન શ્રી કૃષ્ણે શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર વગેરેનો તેમજ કંસનો વધ કર્યો હતો. ત્યાર પછી પ્રભુ કારાગૃહમાં માતા-પિતાને મળવા જાય છે, પ્રણામ કરી તેમને મુક્ત કરે છે. કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રી કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું.

ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ ચાલી હતી, અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા. કંસ વધ કરી શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીને તેમને પોતાના ખોળામાં બેસાડી હ્રદય પૂર્વક રૂદન કરે છે. પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અતૂટ છે, તેમની આંખો પણ અશ્રુભીની થાય છે.

વસુદેવજી કૃષ્ણ-બલદેવને આલિંગન આપી ગદગદ કંઠે કહે છે કે, આજે મારો જન્મ સાર્થક થયો છે, મારું જીવન સફળ થયું છે. આજે મને મારા બંને પુત્રો મળ્યા છે તેથી મારા આનંદની સીમા અસીમ છે.

જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ પાપનાશક વ્રતનો મહિમા ઘણો છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવું, ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે – (૧) માનસી સેવા (૨) તનુજા સેવા અને (૩) વિત્તજા સેવા.

જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને “માનસી સેવા” કહે છે. તનુ એટલે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ “તનુજા સેવા”. વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ “વિત્તજા સેવા”. સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે.

જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ-દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે. માતા-પિતા પુત્ર પાસે એવું માગે છે કે, અમને માયા સતાવે નહિ. અમને માયાજાળથી અલિપ્ત રાખજો. એમને દૈવી સંસ્કૃતિનો ભારતવર્ષમાં ફેલાવો કરવાની અભીપ્સા છે માટે એવું સામર્થ્ય માગે છે. એમને રાજ્યધૂરાને લીધે માયામાં ડૂબી જવું નથી. ઉન્નતિની આંધળી લિપ્સા નથી જોઇતી, એમને તો અમી થઈને વરસતા વાદળ જેવું જીવન આ વૃદ્ધાવસ્થામાં જોઇએ છીએ.

ભલે હો અલ્પ, કિન્તુ માનવી જેવું જીવન દેજે;
ઉરે હો જે ભાવ, એવું મનન દેજે…

કનૈયા ! મારે મોક્ષ નથી જોઇતો, નિષ્કામ ભક્તિ જોઇએ છે. માતા-પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોહ પણ ઊતરી ગયો છે. માટે એવી ભક્તિ માગે છે કે, “ઊતરી જાયે મોક્ષનાય પણ મોહ !” હે ગોપાલ ! ભક્તિ કેવળ કોરી નહિ, કર્મ સ્વરૂપે આપજે. મોહ એ માનસ રોગોનું મૂળ છે. ધર્મ એ અમૃત છે. આપત્તિમાં વિવિધ વ્રતો દ્વારા પ્રભુ-સ્મરણ કરવું એ અમૃત છે.

વ્રત કર્યા પછી સંપત્તિનો વિનોયોગ કીર્તિ દાનમાં નહિ પરંતુ ગુપ્ત દાનમાં કરવો એ ધર્મ છે. આચાર અને વિચારનો સુભગ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચનને વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું એ સાચું વ્રત છે. આપણું આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઇએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન-દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઇએ.

ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે, તે વ્રત-ઉત્સવમાં ખર્ચાય તે યોગ્ય વિનિમય કહેવાય.

આ ધન જીવનમાં સાધુતાને અને સદગુણોને નષ્ટ થવા દેવું જે સાચો વ્રતધારી છે, જે ત્યાગી છે, જે તપસ્વી છે, જે સંન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી. લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે. તેઓ સદકાર્ય માટે ધન જેમ-જેમ આપતા જાય છે, વાપરતાં જાય છે, તેમ-તેમ ધન આપનારા વધતાં જાય છે.

વ્રત-ઉપાસના એ પ્રાચીન પરંપરા છે, તે મૂર્ધન્ય સંસ્કૃતિ છે. સર્વ ધર્મનો નિચોડ વ્રત-ઉપાસનામાં નવનીત (માખણ) રૂપે આવી જાય છે. વિધિ વ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે. વ્રતો સ્ત્રી-પુરુષો માટે પારા જેવા છે. પારો પચે નહિ તો આખા શરીરમાં ફૂટી નીકળે. વ્રત દરમિયાન આત્મધર્મ સાથે દેહધર્મ બજાવવો જોઇએ. શરીરને વસ્ત્ર ઢાંકે છે, તેમ આત્માને વાસના ઢાંકે છે. આ વાસનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે.

જન્માષ્ટમીનું વ્રત કરવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધિઓ યોગમાર્ગની નહિ, પણ ભક્તિમાર્ગની છે. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમોઘ સાધન છે. પ્રેમી અને પ્રેમાસ્પદે પ્રભુ પ્રત્યે આ દિવસે પ્રીતિની ગાંઠ બાંધવી જોઇએ. દેવકી-વસુદેવમાં વાત્સલ્યનું પરમ માધુર્ય પાછું આવે છે. અદ્વૈત બુદ્ધિ જાગૃત થાય છે અને માહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જાય છે.

ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે. આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ. ક્યારેક કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે.

‘વ્રત’ એ ભક્તિ માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં તોડવાનું છે, છોડવાનું છે અને ભક્તિમાર્ગમાં બાંધવાનું છે. યશોદાજી વાત્સલ્યના માધુર્યમાં કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે. આ શરણાગતિ અને આત્મનિવેદન છે. ભગવાન લૌકિક દોરડાથી બંધાતા નથી, એ તો પ્રેમરૂપી દોરડાથી જ બંધાય છે. જે વ્રતીના અંતઃકરણમાં બ્રહ્મવાદ અને ભક્તિ સ્થિર હોય, જીવન-જગતને ભગવાનની દેન માને તે પરમ ભગવદીય છે. વ્રત-ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંતારૂપી ચિતાનો નાશ કરનારી છે. જેને વ્રતમાં શ્રદ્ધા છે, તેનું મન સ્થિર રહે છે. વિશ્વાસ એ માનવ અંતઃકરણની મૂર્તિ છે. વ્રતીના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઇએ. શ્રદ્ધા અને વિશ્વાસનો જો સુભગ સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે. વ્રત-ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઇએ, તપ જોઇએ. ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે.

શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા, અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો.

આ પરમ પવિત્ર દિવસે જન્માષ્તમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે.

પૂર્વે યદુના વંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. શ્રી શુકદેવજી કહે છે: “कृष्णस्तु भगवान स्वयं” – કૃષ્ણ પોતે જ ભગવાન છે. દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ઉપવાસ કરવાથી પ્રસન્ન થાય છે. આ વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. આ વ્રતના પ્રભાતે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા.

લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં?

1

|| લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં? ||

એક વાર ઈન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. પોતાના ગળામાં ફૂલોની જે માળા હતી તે ઉતારીને ઋષિએ ઈન્દ્રદેવને આપી, પણ ઈન્દ્રએ તે પ્રેમની કદર કરી નહીં. તેમણે ફુલોની માળા હાથીના મસ્તક પર ફેંકી દીધી. હાથી તે માળા સૂંઢથી ઉતારીને પગ નીચે કચડવા લાગ્યો. દુર્વાસા ઋષિને તે ઠીક લાગ્યું નહીં. ફુલોમાં લક્ષ્મીજીનો નિવાસ છે. દુર્વાસા ઋષિએ ઈન્દ્રરાજાને શાપ આપ્યોઃ ”તને અભિમાન થયું છે. તું દરિદ્ર થઈ જઈશ.”

આ શાપ પછી દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ રાક્ષસોને મળ્યું. ઈન્દ્ર પાસેથી સ્વર્ગ જતું રહેતાં બધા દેવો દુઃખી થઈ ગયા. બધા દેવો પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ આજ્ઞા કરી : ”તમે સમુદ્ર મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, જે યુક્તિથી હું તમને પીવરાવીશ. આ કામ અત્યંત મુશ્કેલ છે તેથી દૈત્યોની પણ મદદ લો. શત્રુને વંદન કરી મિત્ર બનાવો. એમ નહીં કરો તો શત્રુ તમારા કામમાં વિઘ્ન નાંખશે. દૈત્યો પણ જે માંગે તે આપજો.”

દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. મંદારાચલ પર્વતનો રવો બનાવ્યો. તેને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં દેવો અને દૈત્યો મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. બધા ગભરાયા. એ વખતે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત રાખ્યો. દેવો અને દૈત્યો અમૃત માટે મંથન કરતા હતા પરંતુ નીકળ્યું ઝેર. બધા ગભરાયા દેવો અને દૈત્યો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યાઃ ” હે મહાદેવ! આ ઝેર અમને બાળે છે.”

શિવજીએ પાર્વતીજીને કહ્યું: ”આ બધા મને ઝેર પીવા કહે છે.”

પાર્વતીજીએ કહ્યું: ”પરોપકાર સારો, પણ એવો પરોપકાર શું કામનો જેનાથી આપણો વિનાશ થાય?”

શિવજીએ કહ્યું: ”મને જે થવાનું હોય તે થાય પણ આ લોકો તો સુખી થશે ને ?”

ભગવાન શિવ પધાર્યા. ‘રામ’ નામનો જપ કરતાં શિવજી ઝેર પી ગયા, પણ ઝેર તેમણે ગળામાં રાખ્યું, પેટમાં ઉતાર્યું નહીં. એ ઝેર બહાર કાઢયું પણ નહીં. એ કારણે તેમનો કંઠ નીલ થયો. દેવો અને ગાંધર્વોએ શિવજીનો જયજયકાર કર્યો. દેવો અને દૈત્યોએ મંથન ચાલુ રાખ્યું. હવે સમુદ્રમાંથી કામઘેનુ ગાય માતા પ્રગટ થયાં તે બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવ્યા. તે પછી સમુદ્રમાંથી ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. દાનવોએ માગણી કરી કે, આ ઘોડો અમને મળવો જોઈએ. રાક્ષસોને એ ઉચ્ચૈઃશ્રવા ઘોડો આપવામાં આવ્યો. તે પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી બહાર આવ્યો. ઐરાવત હાથી દેવોના પક્ષમાં આવ્યો. હાથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે નારાયણને અર્પણ કર્યો. તે પછી પારિજાત નામનું કલ્પવૃક્ષ અને અપ્સરાઓ બહાર આવ્યા. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત્ શ્રી મહાલક્ષ્મી પ્રગટ થઈ બહાર આવ્યા. મહાલક્ષ્મીને સોનાના પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદમંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ લક્ષ્મીજીને શ્રૃંગાર કર્યો. બધાને એવી ઈચ્છા થઈ કે, આ લક્ષ્મી મને મળે તો સારું.”

લક્ષ્મીજીએ કહ્યું: ”સ્વયંવર યોજો. હું બધાને જોઈશ અને એ વખતે હું મારા પતિને પસંદ કરી તેને વિજયમાળા અર્પણ કરીશ.”

સ્વયંવરનું આયોજન થયું. એક બાજુ સિંહાસન પર દેવો બિરાજ્યા. બીજી બાજુ સિંહાસન પર દાનવો બેઠા. ઋષિમુનિઓ અને તપસ્વીઓ પણ લક્ષ્મીજીને પામવાની આકાંક્ષાથી સ્વયંવરમાં આવ્યા. સખીઓ હાથમાં ફૂલમાળા સાથે લક્ષ્મીજીને વારાફરતી એક બીજાની પાસે લઈ જવા માંડી. લક્ષ્મીજીએ તપસ્વીને જોઈ સખીઓને કહ્યું: ”આ તપસ્વી છે, પણ તેમના તપને ભક્તિનો સાથ નથી. તેઓ ક્રોધ બહુ કરે છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને દેવો પાસે લઈ ગયાં. લક્ષ્મીજીએ દેવો સામે જોયું અને સખીઓને કહ્યુંં: ”દેવો કામી બહુ હોય છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગયાઃ હવે પરશુરામ ભગવાન બીરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ પરશુરામ ભગવાન છે. તેઓ કામી નથી, ક્રોધી નથી, મહાન વીર છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”… પણ તેઓ બહુ નિષ્ઠુર જણાય છે. તેઓ ક્ષત્રિયોના નાના બાળકોની હિંસા કરતા હતા. જ્યાં દયા નથી ત્યાં હું નહીં. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગઈ. અહીં માર્કન્ડેય ઋષિ બિરાજતા હતા. સખીઓ કહેવા લાગીઃ ”આ માર્કન્ડેય ઋષિ છે. તેઓ કામી નથી, ક્રોધી નથી અને નિષ્ઠુર પણ નથી. પ્રલયકાળ સુધી તેમનું આયુષ્ય છે. તેઓ મહાનજ્ઞાની પણ છે.”

માર્કન્ડેય ઋષિ સભામાં આંખો બંધ કરીને બેઠા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે, લક્ષ્મી કરતાં તો મારા નારાયણ સુંદર છે. લક્ષ્મીજી તેમની સમક્ષ ઊભા રહ્યા, પણ તેમણે આંખ ઉઘાડી જ નહીં, આંખો બંધ રાખીને ઋષિ બોલ્યાઃ ”માતાજી! તમે સુંદર છો પણ તમારા કરતાં પણ નારાયણ વધુ સુંદર છે.”

લક્ષ્મીજીએ સખીઓને કહ્યું: ”આ ઋષિ તો આંખ જ ઉઘાડતા નથી. આગળ ચાલો.”

હવે આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ દેવોના દેવ છે. એમણે કામને બાળીને ભસ્મ કર્યો છે. વળી એમને કદી ક્રોધ આવતો નથી. એમના માથા પર ગંગાજી છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”બધું સારું છે, પણ એમનો વેશ બહુ સારો નથી. વાઘામ્બર ઓઢયું છે. તેમના ગળામાં તો સર્પ છે, આગળ ચાલો.”

હવે આગળ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ બેઠેલા હતા. લક્ષ્મીજીએ તેમને જોયાં. લક્ષ્મીજીને લાગ્યું કે, ”આ જ ભગવાન સર્વગુણસંપન્ન છે. તેમનામાં એક પણ દોષ નથી. તેમની અડધી આંખ ઉઘાડી છે. અડધી આંખ બંધ છે. લક્ષ્મીજીને લાગ્યું કે આ જ ભગવાન નારાયણ છે એટલે તેમણે તરત જ ફુલોની બનેલી વિજયમાળા તેમને અર્પણ કરી દીધી. દેવો અને ગાંધર્વોએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જયઘોષ કર્યો. લક્ષ્મીજીએ વિજયમાળા અર્પણ કરી એટલે ભગવાન ચારેય બાજુ જોવા લાગ્યા. પણ લક્ષ્મીજી હવે નારાયણને વરી ચૂક્યાં હતાં. દેવો અને દૈત્યો ફરી સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી ભગવાન ધન્વન્તરી હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. દાનવોએ દોડીને આ ઘડો ખેંચી લીધો. અમૃત કુંભ માટે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો. ભગવાન નારાયણે હવે યુક્તિ કરી. તેઓ મોહિનીનારાયણ રૂપે પ્રગટ થયા. આજે તેમને પિતામ્બર પહેર્યું નહોતું. એથી ઊલટું સુંદર સ્ત્રીનું સ્વરૂપ લઈને સાડીને પહેરીને આવ્યા હતા. મોહિની નારાયણના સ્વરૂપમાં એક અદ્ભુત સ્ત્રી સૌંદર્યને જોઈને દાનવો અમૃતને ભૂલી ગયા, અને એ મોહિનીનારાયણને તાકી રહ્યા. દાનવો દોડતા તેમની પાસે ગયા અને પૂછવા લાગ્યાઃ ”તમે કોણ છો ? તમારું ઘર ક્યાં છે ? તમારાં માતા-પિતા કોણ છે ? તમારું લગ્ન થયું છે કે કેમ ?”

મોહિનીના સ્વરૂપમાં ભગવાન નારાયણે ગાલમાં હસતાં હસતાં કહ્યું: ” તમે મારું ઘર પૂછો છો, પણ મારું કોઈ ઘર નથી. જે વ્યક્તિ મારા માટે રડે છે, જે વ્યક્તિ મને પ્રેમ કરે છે તેના જ ઘરમાં હું જાઉં છું.”

એ વખતે જે દાનવના હાથમાં અમૃતનો કુંભ હતો તેની તરફ મોહિની સ્વરૂપમાં ભગવાન નારાયણ જોઈ રહ્યા. એ દાનવ તો રાજી થઈ ગયો. એને લાગ્યું કે, આ મોહિનીને મારા માટે જ પ્રેમ થઈ ગયો છે. એણે મોહિની સ્વરૂપમાં આવેલા ભગવાન નારાયણને અમૃતનો કુંભ ધરતા કહ્યું: ”બહુ પરિશ્રમ પછી આ અમૃત મળ્યું છે જે હું તમને અર્પણ કરી દઉં છું. આ અમૃત માટે અમારી અને દેવોની વચ્ચે ઝઘડો થયો છે. તમે પીરસશો તો કોઈ ઝઘડો કરશે નહીં ” એમ કહી દાનવે અમૃતકુંભ મોહિની નારાયણને આપ્યો.

હવે દેવો અને દાનવો આમને સામને બેસી ગયા. મોહિની નારાયણ પહેલાં દાનવો પાસે આવ્યા. તેમણે દાનવોને કહ્યું: ”આ કુંભમાં ઉપર પાણી જેવું અમૃત છે. તે પહેલાં દેવોને પીવરાવું અને નીચે જે અસલી અમૃત છે તે પાછળથી હું તમને પીવરાવીશ.”

મોહભંગ દાનવોએ એ વાત કબૂલ રાખી. દૈત્યોના મંડપમાં રાહુ નામનો એક દૈત્ય હતો. તેને કપટનો શક જતાં તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ બેસી ગયો. મોહિની નારાયણને પંગતમાં કોઈ વિષમતા કરવી ઠીક લાગી નહીં. તેથી રાહુને પણ અમૃત આપ્યું. સૂર્ય અને ચંદ્રએ આંખથી ઈશારો કર્યો. પ્રભુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપી નાંખ્યું. રાહુ અમૃત પી ગયો હોઈ તે મર્યો નહીં. તેનાં ધડ અને મસ્તક અલગ થયા. આ ઘટનાનું અર્થઘટન કરતાં પૂ. ડોંગરેજી મહારાજ કહે છે કેઃ ”મોહિની નારાયણે ઈન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિનીકુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે જ તે વચ્ચે આવી ગયો. સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને છે ત્યારે રાહુ આવે છે. આંખથી કે શરીરથી જે ભક્તિ કરે છે તેને રાહુ ત્રાસ આપતો નથી. પરંતુ મનથી જે ભક્તિ કરે છે તેને વિષમરૂપી રાહુ બહુ ત્રાસ આપે છે. ભગવાને તેનું માથું કાપ્યું છે પણ તે મર્યો નથી. તે અજરઅમર છે. તે ક્યારે માથું ઊંચકશે તે કહી શકાતું નથી. હું ભક્તિ કરું છું, બહુ જ્ઞાની છું, મારા મનમાં ક્રોધ નથી, કામ નથી-” એવી તમારી માન્યતા ખોટી છે. આ બધા જ વિકારો તમારી અંદર બેઠેલા છે. માનવ સહેજ ગાફેલ થાય એટલે અંદરના વિકારો બહાર આવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન પર વિશ્વાસ રાખશો નહીં.

એ પછી મોહિનીનારાયણે બધું અમૃત દેવોને પીવરાવી દીધું. અમૃતનો ખાલી કુંભ રાક્ષસો સમક્ષ પછાડયો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. રાક્ષસોને ખ્યાલ આવી ગયો કે, દગો થયો છે. સાડીમાં આવેલી મોહિની તે તો ભગવાન વિષ્ણુ જ હતા. દૈત્યો ક્રોધે ભરાયા. ફરી દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અમૃતના પ્રભાવથી દેવો મર્યા નહીં. અમૃતના પ્રતાપે દેવોની શક્તિ વધી. દૈત્યો હારી ગયા. દેવોને ફરી સ્વર્ગનું રાજ મળ્યું પરંતુ શુક્રાચાર્યે સંજીવની મંત્રના પ્રતાપે મરી ગયેલા દૈત્યોને ફરી સજીવન કર્યા.

સ્પેચીઅલ થાળી

3

|| સ્પેચીઅલ થાળી ||

(૧) || પેઈલા ||

સામગ્રી ઃ બાસમતી ચોખા ર કપ, બે મોટા ટામેટાં, રિફાઈન્ડ તેલ ર ટે.સ્પૂન, મધ્યમ ચોરસા ટુકડામાં સમારેલું પનીર ૧/ર કપ, મધ્યમ ટુકડા સમારેલા ફ્રેન્ચ બીન્સ ૧ કપ, તાજા મટરના દાણા, ૧/ર કપ, ઓરેગાનો ૧ ટી સ્પૂન, મીઠું, કાળા મરીનો ભૂક્કો, સ્વાદ અનુસાર, બારીક સમારેલા લાલ, પીળા, સિમલા મરચાં ૧/૪ કપ, કેસરની

** રીત
૧. ચોખા ધોઈ એનું પાણી નિતારી લો.

ર. લાલ મરચાંને પાણીમાં નાખી ર-૩ મિનિટ સુધી ઉકાળી પાણી નિતારી લો. પછી મીકસીમાં ઝીણું પીસી લો.

૩. અડધા સમારેલાં ટામેટાને ઉકળતા પાણીમાં એક મિનિટ સુધી રાખો. પછી બહાર કાઢીને એની છાલ ઉતારી બારીક સમારી લો.

૪. તેલ ગરમ કરી એમાં પનીર, હલકું લાલ થાય ત્યાં સુધી તળીને કાઢી લો. વધેલા તેલમાં લાલ મરચાંની પેસ્ટ સાંતળો. પછી ફ્રેંચ બીન્સ, મટર અને ટામેટાં નાંખી થોડું વધુ સાંતળી લો.

પ. ચોખા, ૪ કપ ગરમ પાણી, ઓરેગનો, મીઠું, કાળાં મરી અને ખાંડ ભેગું કરી ચોખા રાંધો.

૬. ચોખા જ્યારે લગભગ થવા આવે ત્યારે એમાં સિમલા મરચાં, પનીર, કેસર, ક્રીમ અને પનીર મિકસ કરી થોડું સાંતળો.

૭. ગરમ ભાત ઉપર ખમણેલું પનીર, કોથમીર, અને બદામની પાતળી કાતરી સર્વ કરો.

4

(૨) || સ્પેનિસ રાઈસ ||

સામગ્રી ઃ ચોખા ૧-૧/ર કપ, વટાણાના દાણાં ૧૦૦ ગ્રામ, સિમલા મરચાં ૧ સમારેલું, તેલ ૩ ટે.સ્પૂન, ઝીણી સમારેલી ફણસી ૧૦૦ ગ્રામ, ૧ મોટું સમારેલું ટામેટું, દહી ર ટે.સ્પૂન, મીઠું સ્વાદનુસાર, ૩ ટામેટાની સ્લાઈઝ, છીણેલું પનીર ૪ ટે.સ્પૂન સજાવટ માટે.

** રીત
૧. ચોખાને થોડા કડક સીજવીને થાળીમાં ઠંડા કરવા.

ર. તજ, લવિંગ, કાળાં મરીને વાટી લેવા.

૩. તેલ ગરમ કરી કાશ્મીરી મરચાં તળીને લઈ લેવા.

૪. તળેલાં મરચાં વાટી લેવા.

પ. વટાણા અને ફણસી બાફી લેવા.

૬. ગરમ તેલમાં વાટેલા મરચાં સાંતળવા તેમાં સીમલા મરચાં, ટામેટાનાં ટુકડા નાખી બે મિનિટ સુધી સીજવો.

૭. સીજવેલા ચોખા, મીઠું, બાફેલા શાક, વાટેલા તજ, લવિંગ, મરી નાંખી બરાબર જમાવવા. ૯. તેની ઉપર ટામેટાંની સ્લાઈઝ ગોઠવવી. તેની ઉપર ખમણેલું પનીર ભભરાવવું. ૧૦. ઓવનમાં ૧૦ મિનિટ શેકવું. પછી ગરમા ગરમ સર્વ કરવું.

 

સિઝલર્સ

1

(૧) || મેક્સિકન ઈડીયન સિઝલર્સ ||

સામગ્રી ઃ ૧. ર વાટકી ચોખા, કોથમીર થોડી, આખું જીરું, મીઠું પ્રમાણસર, ઘી પ્રમાણસર, ઘી પ્રમાણસર. ર. ર વાટકી રાજમા, પ્રમાણસર, મીઠું, ઝીણા સમારેલા સીમલા મરચાં ૧/ર વાટકી, ઝીણા સમારેલા ટામેટા ૧/ર વાટકી લાલ મરચું ૧ ચમચી, ટામેટાનો સોસ ર ચમચા, ઓરેગનો ૧ ચમચી, ૧ ચમચી તેલ.

** રીત –

૧. ચોખા કડક થોડા રાંધવા. વાસણમાં ઘી ગરમ કરીને તેમાં જીરું સાંતળવું, જીરું ગુલાબી થાય એટલે તેમાં રાંધેલા ભાત કોથમીર અને મીઠું નાંખીને હલાવીને નીચે ઉતારી લેવું.

ર. રાજમા ર ર થી ૩ કલાક પલાળીને બાફવા. વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં સીમલા મરચા નાખી સાંતળવા. પછી તેમાં ટામેટાં, મીઠું, લાલ મરચું નાંખી બે મિનિટ સિજવા દેવું. સીજી જાય એટલે તેમાં ટામેટાનો સોસ અને ઓરેગાનો નાંખી હલાવીને નીચે ઉતારવું.

૩. કાચાં કેળાંને બાફી છોલી છુંદી લેવા. તેમાં મીઠું, હળદર, લીંબુ, લીલાં મરચાં, કોથમીર નાંખી મિકસ કરવું. પુરણના એક સરખા ભાગ કરીને પેટીસનો શેપ આપવો (આ પેટીસ થોડી મોટી થશે) પેટીસને નોનસ્ટીકમાં જરા તેલ નાંખીને બંને બાજુથી લાલ કરવી બધી કરીને લઈ લેવી.

૪. વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલ તેમાં જીરું અને લાલ મરચાં નાખીને સાંતળવું. તેમાં મીઠું સીમલા મરચું. ફણસી નાખીને બે મિનિટ સુધી હલાવીને રાખવું. પછી તેમાં પત્તાગોબી નાંખી બે મિનિટ હલાવીને નીચે ઉતારી દેવું.

પ સિઝલિંગ ટ્રેમાં પહેલાં સલાડ પત્તા પાથરવા. તે ગેસ પર મૂકવી. તેમાં એક બાજુ ભાત, એક બાજુ પેટીસ, એક બાજુ શાક, એક બાજુ રાજમા મૂકવા.

૬. તેની .પર મેક્સિકન સોસ નાંખવો. તેની ઉપર પનીર ખમણીને ગેસ ઉપર જ રાખવું.

૭. એકદમ ધૂમાડો નીકળે ત્યારે તે ટ્રેને વુડમાં મૂકીને સર્વ કરવું.

(૨) || થાઈ સિઝલર્સ ||

સામગ્રી ઃ છીણેલું કાચું પપૈયું ૧ કપ, થાઈ નુડલ્સ૧ કપ, ગોલ્ડન ફાઈડ કોર્ન ૧/ર વાટકી, વેજીટેબલ સાતે ર સ્ટિકસ,પીનટ સોસ ર-૩ ટે.સ્પૂન, રેડ કરી વેજીટેબલ ૧ કપ, તેલ ૧ ટે.સ્પૂન.

** રીત –

૧. સિઝલર પ્લેટ ગેસ ઉપર પાંચ મિનિટ સુધી બરાબર ગરમ કરી ત્યાર બાદ ગેસને ધીમો કરો.

ર. આ પ્લેટમાં છીણેલા પપૈયાને પાથરો. એની ઉપર પ્લેટનાં એક ખૂણામાં ગરમ થાઈ નુડલ્સને રાખો. સાથે સાતેની સ્ટિકસ અને ગોલ્ડન ફ્રાઈડ કોર્ન રાખો. એના ઉપર ગરમ પીનટ સોસ નાંખો. તેની બાજુમાં ગરમ રેડ કરી વેજીટેબલ રાખો.

૩. તેલમાં થોડું પાણી મિલાવી ગરમ સિઝલર ઉપર છાંટીને જેથી સિઝલર પ્લેટથી સિજલીંગનાં અવાજની સાથે ધૂમાડો નીકળવા લાગશે. આ પ્લેટને લાકડાની કેટમાં રાખીને તરત જ સર્વ કરો.

(૩) || રબડી માલપુઆ સિઝલર્સ ||

સામગ્રી રબડી માટે ઃ તાજુ મલાઈદાર દૂધ ૪ કપ, ખાંડ પા કપ, કેસર ૪-પ દાંડી, ઈલાયચી પાવડર પા ટી.સ્પૂન માલપુઆ માટે સામગ્રી ઃ મેંદ પા કપ, ખાંડ ર ટે.સ્પૂન, ઘી માલપુઆ શેકવા માટે. ભરવાને માટે સામગ્રી ઃ (પૂરણ) ઃ તાજું પનીર પા કપ (થોડું મસળીને લો), નાના

** રીત –

૧. નોનસ્ટીક પેનમાં ફાસ્ટ ગેસ પર દૂધ ઉકાળવાને માટે રાખો. તેને ચમચાથી હલાવતા પકાવીને અંદાજથી ર
કપ રહે ત્યાં સુધી ઘાટું કરો. તેમાથી અડધો કપ દૂધ માલપુઆ માટે અલગ નીકાળી રાખો. બચેલા દૂધમાં ખાંડ, કેસર અને ઈલાયચી પાવડર મિલાવીને તેની રબડી બનાવવી.

ર. માલપુઆ માટે બાજુમાં અલગ કાઢીને રાખેલું અડધા કપ દૂધમાં મેંદો અને ખાંડ મિલાવીને કમ સે કમ અડધો કલાક રાખો.

૩. નોનસ્ટીક પેન ગરમ કરી તેમાં ર ટે.સ્પૂન માલપુઆનું મિશ્રણ નાંખીને તેને પાતળું ગોળ ફેલાવવું. તેને બાજુમાં થોડું ઘી નાંખીને તેને બંને બાજુથી લાલ થાય ત્યાં સુધી શેકો.

૪. ભરવાની બધી સામગ્રી મિલાવો.

પ. માલપુઆની વચમાં લાંબા આકારમાં પૂરણ રાખીને તેનોરોલ બનાવવો.

૬. નાની સીઝલર પ્લેટને ગેસ ઉપર રાખીને ગરમ કરો (તેને વધારે ગરમ ન થવા દો), ફરી સીઝલર પ્લેટને
લાકડાની કેટમાં રાખો. તેની ઉપર કેળાનું પાંદડું પાથરીને તેની ઉપર માલપુઆનો રોલ રાખો. તેની ઉપર ગરમ ગરમ રબડી નાંખો. તેની ઉપર બદામ પીસ્તાની કાત્રી અને ગુલાબની પાંદડીઓથી સજાવીને પેશ કરો.

* આના ભરાવનમાં કેરીને બદલે સ્ટ્રોબેરી અથવા પાઈનેપલ પણ લઈ શકાય છે.

|| મિઠાઈ સિઝલર ||

ઃ ઉપરના તરીકાથી સિઝલર પ્લેટ ગરમ કરીને લાકડી કેટમાં રાખો અને તેની ઉપર કેળાના પાંદડા પાથરો. તેની ઉપર કાજુકતલી, બુંદી, ઘેબર, સુતરફેણી, ગુલાબજાંબુ, રસગુલ્લા, બર્ફી આદિમાંથી પોતાની પસંદગીની મિઠાઈ રાખવી. ઉપરથી ગરમ ગરમ રબડી નાંખવી. બદામ-પિસ્તાની કાત્રી સજાવીને તુરત પેશ કરો.

(૪) || ઈન્ડીયન સિઝલર્સ ||

૧. રેડ ગ્રેવી બનાવવા માટે – સૂંઠ પાવડર ૧ ચમચી, બદામ ૭ થી ૮ (પાણીમાં પલાળીને છોતરા કાઢેલા),૧ મોટું ટામેટું, ૧ ચમચો તેલ, ર ચમચી લાલ મરચાં, ર ચમચી ધાણા, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ધાણા, ૧/૪ ગરમ મસાલો, ૧ ચમચી કસુરી મેથી, મીઠું અને સાકર સ્વાદ પ્રમાણે, મથેલું ઘી ર ચમચા.

** રીત –

૧. રેડ ગ્રેવી માટે ઃ

સૂંઠ અને બદામ મિકસ કરી એકદમ પીસી લેવી, ટામેટા અલગથી પીસવા. તેલ ગરમ કરી
પીસેલા બદામ અને સૂંઠ નાંખીને શેકો. તેલ છૂટું પડે એટલે પીસેલાં ટામેટાં નાંખો, તેમાં મરચાં, ધાણા, ગરમ મસાલો, કસુરી મેથી, મીઠું અને સાકર મિકસ કરી થોડી વાર ઉકાળી લો.

ર. દાળફ્રાયની માટે ઃ બંને દાળો ધોઈને તેમાં હળદર, હીંગ, સૂંઠ અને ૩ કપ પાણી નાંખો, તેમાં મરચાં નાંખીને કુકરમાં દાળ ગળે ત્યાં સુધી સીજવવી. સીજવેલી દાળમાં ગરમ મસાલો અને મીઠું નાંખીીને થોડી ઘૂંટી લેવી, તેલ ગરમ કરીને રાઈ, જીરું અને હીંગ નાંખીને વઘાર કરી તેમાં દાળ નાંખીને વઘાર કરી તેમાં દાળ નાંખીને થોડીવાર ઉકળવા દેવી.
૩. ભાત માટે સામગ્રી ઃ ચોખા ધોઈને પાણી નીતારી પ-૧૦ મિનિટ રાખો, તેમાં બે કપ પાણી અને મીઠું નાંખીને ચોખા સીજવો. તેને થાળીમાં પાથરીને ઠંડા કરો જેથી છૂટા રહે. ઘી ગરમ કરીને તેમાં તજ, લવિંગ, એલચી, જીરું, તેજપત્તાનો વઘાર કરી તેમાં મીઠું અને ભાત નાંખીને બરાબર હલાવીને નીચે લેવું.

૪. સ્ટફ ટામેટા માટે ઃ ટામેટાની ઉપલી બાજુથી પાતળી સ્લાઈઝ કાઢવી. સ્પૂનની મદદથી અંદરનો ગર કાઢવો (તે ગર રેડ ગ્રેવી માટે વાપરી શકાય છે.) બાકીની બધી સામગ્રી કરી ટામેટામાં ભરો. ૬. સ્ટફ
સીમલા મરચા માટે ઃ મરચાંની ઉપરની બાજુ એક આડી સ્લાઈઝ કાઢવી અને અંદરથી બધાં બીજ કાઢી લો. બે મિનિટ પાણીમાં બાફી લો તેને બહાર કાઢી તેમાં ભરવાનો બધો મસાલો મિકસ કરીને ગેસ ધીમો કરો. પ્લેટમાં પત્તા ગોબી પાથરો, તેની ઉપર સ્ટફ ટામેટાં, કેળાં અને સિમલા મરચાં મૂકો. તેની ઉપર ગ્રેવી અને થોડીક્રીમ નાંખો તેમની બાજુમાં ગરમ ભાત મૂકો. તેની ઉપર દાળ નાંખો. સિઝલીંગનો અવાજ અને ધૂમાડો આવે ત્યારે પ્લેટને લાકડાની ટ્રેમાં મૂકીને સર્વ કરો. એક બાજુ રોટલી, નાન અથવા પરોઠા અને પાપડ પીરસો.

રક્ષા બંધન – ઇતિહાસ અને પૌરાણિક કથા – આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન

3

|| રક્ષા બંધન ||
રક્ષા બંધન નો સાચો અર્થ શું છે ?
ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની
ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન = ન ભૂલતો વીરા તારી બહેનને

4  5  6

7

|| રક્ષાબંધન – ઇતિહાસ અને પૌરાણિક કથા ||

રેશમના તાંતણાથી બનેલી રાખડી કેવું મહત્ત્વ ધરાવે છે તેનો એક કિસ્સો ઇતિહાસનાં પાનાંઓ પર નોંધાયેલો છે.

ચિત્તોડનાં રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી તેથી તેમણે હુમાયુને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી.

બીજી એક કથા સિકંદર સાથે જોડાયેલી છે. સિકંદરની પત્નીએ તેના પતિના હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું. પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.

“કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!

દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.

રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.

રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ મહિમા છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની ઉપવીત (જનોઈ) વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવમંદિરના સાન્નિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે.

નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે, અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. રક્ષાબંધનનું નામ બળેવ.

બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !

રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.

अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥

જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.

8

|| આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન ||

રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ પાવન બનવું, શુદ્ધ બનવું, બૂરાઈનો ત્યાગ કરવો તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે, જે અજર-અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી. તે શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ?

દરેકના મનમાં આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યક્તા હોય છે તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના જ પ્રતીકાત્મક મૂલ્યને પણ સમજવું જરૂરી છે.

આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે. તેથી જો મગજમાં સદ્વિચાર આવશે તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ એ છે કે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈના પર દ્વેષભાવ ન રાખવો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે

સંસારનો સાર

|| સંસારનો સાર ||
એકવાર એક સંત મહાત્માએ એમના પ્રવચનમા ક્હ્યુ કે આજીવનમા દરેકે બની શકે એટલી મદદ જરૂરીયાત જનોને કરવી જોઇએ. ત્યારે એમને એક શ્રોતાએ પુછ્યુ ‘ જે લોકો અમારી પ્રગતિની વચમા આવ્યા હોય ઍમને મદદ શા માટે કરવી ?’ સંત મહાત્માએ તર્ત ક્હ્યુ’ ઍ લોકો છે તો તમારી સફળતાની કીમત છે. માટે તમારે ઍમને મદદ કરવી જોઇઍ.’  ટૂકમા સફળ માનવીઓઍ જરૂરીયાત મન્દો ને સહાય કરવી જોઇઍ.
કબીરતો અભણ પણ જ્ઞાની હતા.  મોટા માણસનો શુ અર્થ છે જે બીજાને મદદ ન કરે ?  ઍમણે ઍમના દોહામા કહ્યુ છે કે ‘બડા હુઆતો ક્યા હુઆ, જૈસે પેડ  ખજુર, પંથી કો છાયા નહી, ફળ લાગે અતી દુર.’
જીવનમા ઘણા લોકો દુખમા જભગવાનને  યાદ  કરે છે.  સુખમા પ્રભુને ભૂલી જાય છે. આથી દુખ અસહ્ય થઈ જાય છે.  કબીર ઍટલા માટે કહે છે ‘ દુઃખમે સુમરન સબ કરે, સુખમે કરે ન કોય. જો સુઃખમે સુંમરીન  કરે, તો દુઃખ કાહે હોય?
બીજુ જીવનમા જેવી દ્રષ્ટી તેવી દુનિયા તમને નજરે આવે છે. ઍટલે આપણી દ્રષ્ટિને સકારાત્મક રાખવી ઉચિત છે.  ઍ બાબતમા કબીરનુ કહેવુ છે કે ‘બુરા જો દેખન મે ચલા, બુરા ન મિલિયા કોઈ. જો દિલ ખોજા  અપના, મુજાસા બુરા ન કોઈ.
સારા અને ખરાબ દિવસો તો જીવનમા આવ્યા જ કરે, પરંતુ દરેક પીડિત પર કરુણા અને દયા રાખવી જરૂરી છે. આપણે પણ ક્યારે બુરી દશામા આવી પડીએ એ વિષે આપણ ને પણ ખબર નથી. એ બાબતમા કબીરે સચોટ શબ્દોમા કહ્યુ છે ‘ માટી કહે કુંભારકો  તૂ કાયે રોંધે મોય,, એક દિન ઐસા આયેગા, મે રોંધે તુય. ‘આવુ  અસામાન્ય જ્ઞાન અભણ વણકરમા હતા.
એટલે   જ્ઞાન બાબતમા પ્રકાશ પાડતા ઍ આગળ કહે છે ‘  પોથી  પઢકર  જગ મુઆ,  પંડિત ભયા ન કોય. ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.’ વાંચવાથી ફક્ત જ્ઞાન આવતુ નથી સાથે સાથે  પ્રેમ પૂર્વક સમજીને વાંચવુ જરૂરી છે.
કબીર હિન્દુ હતા કે મુસલમાન હતા. કોઈ ને ખબર નથી. પરંતુ  ઍમને ઉછેરવામા મુસ્લિમ ગરીબ  વણકર હતો. તેઓ હિન્દુ શાશ્ત્રઓની ભાષા બોલતા હતા. સાઇ બાબા નૉ  પણ  ઉછેર પણ ઍક મુસ્લિમે કર્યો હતો પણ ઍમની ઉપદેશિક ભાષા  હિન્દુ ફિલોસોફી પર આધારિત હતી. આજ  ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે.

ભારત વિષે કેટલાક મહાનુભાવોના વિચારો / ઉક્તિઓ

6

|| ભારત વિષે કેટલાક મહાનુભાવોના વિચારો / ઉક્તિઓ ||

ભારતીયોના આપણે સૌ રૂણી છીએ કારણ તેમણે જ જગતને (સંખ્યાઓ) ગણતાં શિખવાડ્યું જેના વગર કોઈ મહત્વની વૈગ્નાનિક શોધ સંભવી શકી ન હોત.
– આલ્બર્ટ આઈનસ્ટાઈન

ભારત માનવ જાતનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થળ, ઇતિહાસની માતા, વારસાની નાની અને પરંપરાની પરનાની છે.
– માર્ક ટ્વેન

જ્યારે માનવજાતે અસ્તિત્વનું સ્વપ્ન જોયું તે વખતથી જો કોઈ એક એવી જગા હોય જ્યાં જીવતા માનવીઓના દરેક સ્વપ્નને ઘર મળ્યું હોય તો તે ભારત છે
– ફ્રેન્ચ સ્કોલર રોમે ઈન રોનાલ્ડ

૨૦ સદીઓથી ભારતે સરહદ પાર એક પણ સૈનિક મોકલ્યા વગર ચીન પર જીત મેળવી પ્રભુત્વ હાંસલ કરેલું છે.
– હુ શી (ચીનના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત)

** નીચેનામાંના કેટલાક સત્યો કદાચ તમે જાણતા હશો. થોડા સમય અગાઉ તે એક જર્મન સામયિકમાં છપાયા હતા જે ભારત વિષેના ઐતિહાસિક સત્યો ઉપર આધારિત છે.

૧. ભારતે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કે અતિક્રમણ નથી કર્યું.

૨. ભારતમાં સૌ પ્રથમ આંકડા પદ્ધતિ (ગણવા)ની શરૂઆત થઈ હતી. સંખ્યા શૂન્ય (૦) ની શોધ પણ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.

૩. સૌ પ્રથમ યુનિવર્સીટીની સ્થાપના ઈ.સ. પૂર્વે ૭૦૦માં ભારતનાં તક્ષશીલા ખાતે થઈ હતી.અહિં દુનિયાભરના ૧૦,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૬૦ કરતા વધુ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરતા હતાં.ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં ભારતમાં સ્થપાયેલી નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની શિક્ષણ ક્ષેત્રે મેળવેલી એક મહાન સિદ્ધી છે.

૪. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે, ભારતની સંસ્કૃત કમ્પ્યુટર સોફ્ટવેર માટે સૌથી વધુ યોગ્ય ભાષા છે.

૫.આયુર્વેદ માનવજાતને જાણ હોય એવું જુનામાં જુનું ઔષધશાસ્ત્ર છે.

૬. ભલે પશ્ચિમ જગતનાં પ્રસાર માધ્યમો ભારતને એક ગરીબ અને રાજકીય ભ્રષ્ટાચારથી ખદબદતો અલ્પવિક્સીત દેશ ચિતરે પણ એક સમયે ભારત દુનિયાનો સૌથી વધુ શ્રીમંત દેશ હતો.

૭. ‘નેવિગેશન'(નદી કે સમુદ્રમાં માર્ગ શોધવાની રીત/પદ્ધતિ)ની શોધ ૫૦૦૦ વર્ષ પહેલા સિંધ નદીમાં થઈ હતી.શબ્દ ‘નેવિગેશન’ પોતે પણ સંસ્કૃત શબ્દ ‘નવગતિ’ પરથી બનાવવામાં આવ્યો છે.

ભારતનો રાષ્ટ્રધ્વજ

2  3

|| ભારતનો રાષ્ટ્રધ્વજ ||

૧. (કલકત્તા)કોલકાટા ધ્વજ,સુરેન્દ્રનાથ બેનરજીએ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) કોલકાટામાં લહેરાવેલ.
૨. ભિખાયજી કામા દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ. (વચ્ચે ખરેખરતો વંદેમાતરં લખેલ)
૩. હોમરૂલ ચળવળ દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭.
૪.૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ. (વચ્ચે ચરખો)
૫. ૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો ચરખો છે.
** ૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે ભારતીય નૌસેનાનાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.
૬. ભારતની આઝાદી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં લહેરાવેલ.
૧. ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામિ વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ(Sister Nivedita’s Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ (“বন্দে মাতরম”)લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.
૨. પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા “પારસી બાગાન ચોક” કોલકાટામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાટા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નિચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં.વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી ભાષામાં લખેલ હતું.
૩. ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા (en:Bhikaiji Cama) એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નિચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લીપીમાં “વંદેમાતરં” લખેલ હતું.નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા,વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
૪. બાલ ગંગાધર ટિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો,જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં “યુ નિયન જેક”(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો.ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
૫.૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં “પિંગાલી વૈંકય્યા” એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો,તેમની તરફ “ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન” ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. “પિંગાલી વૈંકય્યા” લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા,પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
૬.મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ,વચ્ચે લીલો અને નિચે લાલ રંગના આડા પટ્ટા હતા,જે લઘુમતિ ધર્મો,મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા “આયરલેન્ડ”નાં ધ્વજનાં આધારે બનાવાયેલ,કારણકે “આયરલેન્ડ” પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું.આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ,જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
૭. ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા.૧૯૨૪ માં કોલકાટામાં મળેલ “અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે” જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં “ગેરૂ” રંગનું સુચન પણ થયું.જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.
૮. આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ “કોંગ્રેસ કાર્યકારી સમિતી” દ્વારા સાત સભ્યોનીં “ધ્વજ સમિતી” નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો,સોનેરી-પીળો (golden-yellow) (કે જે “ગેરૂ” પણ કહેવાય)રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
૯. છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાંચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો,અને “પિંગાલી વૈંકય્યા” નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી,સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.
૧૦. આજ સમયે “ભારતીય રાષ્ટ્રીય સેના” (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નિચે “આઝાદ-હીંદ” લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો.જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો.આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણીપુર માં ફરકાવાયેલ.

|| ઉત્પાદન પ્રક્રિયા ||

૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંશ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા,જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર,ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંશ્થામાં મોકલવું પડે છે,જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

|| રાષ્ટ્રધ્વજ આચારસંહિતા ||

૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ (en:Naveen Jindal) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહીતનીં એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા,પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું,આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે.જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે,અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન.ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું.કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતા માં સુધારો કરી,૨૬ જાન્યુઆરી,૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમાં અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી.

|| રાષ્ટ્રધ્વજનું સન્માન ||

ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં,૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે.પરંતુ કમરથી નિચેનાં કપડાં,આંતરવસ્ત્રોમાં,ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down),કશાનીં અંદર ઉંડાઇમાં,કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી.

|| રાષ્ટ્રધ્વજની જાળવણી ||

રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે.

રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી શ્થિતીમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે.

|| અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે ||

જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી.

અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં,અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે,રાષ્ટ્ર્ધ્વજને વર્તુળનીં શરૂઆતનાં શ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે.

જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (en:United Nations) નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનોં રીવાજ છે.

|| રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે ||

રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે,નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો,જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોયતો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે.

|| આંતરીક પ્રદર્શન માટે ||

જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે, તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથી જ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે, વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો.

ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો, કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.