૨૬ જાન્યુઆરી – પ્રજાસત્તાક દિન – ગણતંત્ર દિવસ

1  2png

|| ૨૬ જાન્યુઆરી – પ્રજાસત્તાક દિન – ગણતંત્ર દિવસ ||

પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી.

ભારતવાસીઓ આજે ગણતંત્ર દિન ઉજવી રહ્યા છે.ત્યારે કેમ ભૂલાય એ વ્યક્તિઓં? આદિવસે ભારતનું બંધારણઅમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો. કેમ ભૂલાય એ કુરબાની ? જેના થકી ભારતદેશ સ્વતંત્ર થયો.

ગાંધીજીના નેતૃત્વમાં હજારો સ્વાતંત્ર્ય સેનાનીએ ભારતને સ્વતંત્ર કરવવાની ચળવળમાં ભાગ લીધો. કંઈ કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો, કેટલાય શહિદ થયા ત્યારે જઈને દેશ આઝાદ થયો. ભારતને સ્વતંત્રતા અપવવામાં મહત્વનો ભાગ ભજવનારા નેતાઓ અને જેને પગલે સમગ્ર દેશમાં જુવાળ પેદા થયો હતો, અને આજના પર્વે કેમ ભૂલી શકાય।…

આમ જોઈએ તો 1857થી સ્વતંત્રતાની લડત શરુ થઇ ,મોગલોનો અંતિમ અંત ત્યારથી શરુ થયો ,તાતા ટોપી અને અને અનેક મહાન વ્યક્તિએ અંગ્રજોના ધજ્યા ઉડાવી દીધા ,દરેક ભારતીઓ સ્વતંત્રતાની લડતમાં જોડવા લાગ્યા ,કફન બાંધીને પોતાની આહુતિ દેશ માટે આપવા કુદી પડ્યા ,ઝાંસીની રાણીની બહાદુરી સામે બહાદુર ઝફરને પણ હથિયાર મૂકી દેવા પડ્યા,રાજા રામમોહનરાય ,ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ,સ્વામી દયાનંદ સરસ્વતી ,રામક્રિષ્ણ પરમહંસ ,સરોજીની નાયડુ ,દાદાભાઈ નવરોજી એવા અનેક વીરો અને વીરાંગના એ ભારતમાં જન્મી પોતાના વતન માટેજ જીવન અર્પિત કર્યું.

લોકમાન્ય તિલકના એક વાક્ય એ ભારત ના જન જન ને જગાડ્યો .. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે”ના આ સૂત્રે દેશના અને દેશ બહાર રહેલા હજારો ભારતવાસીઓમાં ક્રાંતિની ભાવના ફૂંકી.

1914માં યુદ્ધ પ્રારંભ થયું અને સ્વતંત્રતાની ચળવળમાં ‘ભારત છોડો’નો નારો લગાવનાર ,પોતડી પહેરતાને ખાદીં કાંતતા મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફ બાપુ મેદાનમાં આવ્યા દાંડી માર્ચ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો,હિંદુ મુસલમાનને એક કરી અંગ્રેજોનો સામનો કરતા શીખવ્યું Quit India નું એલાન કરી અંગ્રેજોને પાછા વળવા કહું ,,‘ભારત છોડો આંદોલન’ વૈશ્વિક ઇતિહાસના પાનાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. , મહાત્મા ગાંધીના અનુયાયી લાલબહાદુર શાસ્ત્રી ૧૯૨૦માં સ્વાતંત્રતા ચળવળમાં જોડાયા.‘જય જવાન જય કિશાન’નો નોરો લગાવી કિસાન થી જવાન સુધી સહુને જગાડ્યા ૧૯૨૭માં બ્રિટિશ સરકારે ભારતની સ્થિતિની સમીક્ષા અને તેના બંધારણ માટે નિમેલ સમિતિ ‘સાયમન કમિશન’ના અધ્યક્ષ એટલે સર જ્હોન સાયમન. લાલા લજપત રાયે સાયમન કમિશનને શાંતિ પૂર્વકનો વિરોધ કર્યો અને સૂત્ર આપ્યું ‘ગો બેક સાયમન’. આ તરફ બારડોલી સત્યાગ્રહમાં ૧૯૨૭માં ગાંધીજી સાથે લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલ પણ જોડાયા સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ભગત સિંહેએ ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’ દ્વારા યુવાનોમાં નવો જ જુવાળ ફૂંક્યો.તો નેતાજીના હુલામણા નામે જાણીતા સુભાષ ચંદ્ર બોઝે ૧૯૪૭માં ‘જય હિંદ’નું સૂત્ર આપ્યું.તો બીજી તરફ ‘વંદે માતરમ્’ના નારા સાથે તેઓ ખુશી ખુશી ખુદી રામ બોસ ફાંસીએ ચઢી ગયા. આપણા દેશના રાષ્ટ્રીય ગીતના પ્રથમ બે શબ્દો ‘વંદે માતરમ્’ છે.‘વંદે માતરમ્’ સૂત્ર બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયે ૧૮૮૨માં લખેલ બંગાળી દુર્ગા સ્તૃતિ છે તેજ પ્રમાણે ભારતના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને ચળવળકાર મદનમોહન માલવિયાએ આપેલું સૂત્ર ‘સત્યમેવ જયતે’ આજે તે દેશના રાષ્ટ્રીય સૂત્ર તરીકે સ્વીકારાયું છે. ભારતના રાષ્ટ્રીય પ્રતિક પર દેવનાગરી લીપીમાં તે જોઈ શકાય છે.

આ ઉપરાંત સ્વાતંત્ર્ય ચળવળકારોમાં ચંદ્રશેખર આઝાદ, બાઘા જતિન, મદન લાલ ધિંગરા, ઉધમ સિંહ, ગોપાલ કૃષ્ણ ગોખલે, વીર સાવરકર અને મંગલ પાંડે સહિતના અનેક નેતાઓ હતા, જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ આપ્યો. જેમની કુરબાનીને પગલે આજે આપણે મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. સલામ આ તમામ સ્વાતંત્ર સેનાનીઓને…

મકર સંક્રાંતિ – ઉત્તરાયણ – ૧૪ મી જાન્યુઆરી

3

|| ઉત્તરાયણ – મકરસંક્રાંતિ ||

ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ-સંક્રાંતિનો ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ ,આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે.હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને માટે જ એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે, ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ…સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણ દિશા બદલી સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે તેથી ઉત્તરાયણ પણ કહેવાય છે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. , આ દિવસે અંધારું ધીરે ધીરે ઘટતું જાય છે , દેવો ઊંઘમાંથી જાગે છે સારા કામો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત થાય છે.

સંક્રાંતિ એટલે સંગક્રાંતિ ,માણસોએ આ દિવસે સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ ,કામ ક્રોધ ,લોભ ,મોહ ,માયા ,મદ ,મત્સર ,ઈત્યાદી વિકારોની અસરમાંથી શક્ય તેટલા મુક્ત થઇ છુટવાનો પ્રયતન કરવો જોઈએ ,સારા માણસોના સંગકરી અધોગતિથી બચવું જોઈએ, કર્ણ ધુતરાષ્ટ્ર , શકુની, દુર્યોધન અને દુ:સાસન કુસંગથી અધોગતિ પામ્યા .

આ દિવસે તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ ખાવામાં આવે છે. તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. આ ઋતુમાં તેમાંથી બનેલી વાનગીઓ ખાવાથી શરીરને પોષણ મળે છે અને અનેક પ્રકારના રોગ સામે રક્ષણ મળે છે.આ દિવસે લોકો તલગોળના લાડુ એકબીજાને ખવડાવી રૂક્ષ થયેલા આપણા સંબંધોમાં સિનગ્ધતા તલ લાવે છે કારણ તલમાં સિનગ્ધતા છે ગોળ ની મીઠાસ મનની કડવાસ દુર કરી સંબધોને વધુ મજબુત બનાવે છે

આ જ એક એવું પર્વ છે જેને એક જ ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી…પણ બધા ધર્મોમાં તેનું મહત્વ બતાવ્યું છે. ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુવિજ્ઞાન છે. એવી સાદી સમજ છે. મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે.સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.

તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા…

મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌનાં મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.

મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે.પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઈક દિન ચંગ ઉડાઈ, ઈંદ્રલોક મેં પહૂંચી ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણાં પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી

આપણા જીવનની પતંગની દોર પણ વિશ્વની પાછળ રહેલી કોઈ અદ્રષ્ટ શક્તિ જ્ઞાન દ્વારા ચગાવે છે ,માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની કે મને જ્ઞાનવડે પ્રકાશ ભણી (ઉત્તરાયણ)…લઇ જાઓ જેથી મારો જીવન પતંગ ઝોલે ન ચડે ,

આ પ્રસંગે સૂર્યનો પ્રકાશ , તલગોળની મીઠાશ , આપણા જીવનમાં સાકાર થાય તો આપણા જીવનનું યોગ્ય સંક્રમણ ગણાય

|| મકર સંક્રાંતિ – ઉત્તરાયણ – ૧૪ મી જાન્યુઆરી ||

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.

મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.

ઉત્તરાયણ શબ્દ, બે સંસ્કૃત શબ્દ ઉત્તર (ઉત્તર દિશા) અને અયન (તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.
આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી’ (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.

|| મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – દાન પુણ્યનું મહાપર્વ ||

ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.
ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે

મકરસંક્રાંતિ પર્વ સૂર્ય પર આધારિત છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે ધન સંક્રાંતિ કહેવામાં આવે છે.

સૂર્ય- જુદી-જુદી રાશિઓમાં પ્રવેશ કરતો રહે છે અને તે ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. સૂર્યનારાયણ એક વર્ષમાં બાર રાશી ભોગ કરે છે. સૂર્યનારાયણ મંડલાકારે ફરે છે. જેમ કુંભારનો ચાકડો ફરે છે તેમ. પૃથ્વીના તીસ ભાગોનું અતિક્રમણ કરે છે એ દરેક ભાગને ‘રાશિ’ એવું નામ આપવામાં આવ્યું છે, કુલ બાર રાશિઓ છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન.

હિન્દુ ધર્મશાસ્ત્રના ચાંદ્રમાસથી સંવત્સરની ગણતરી મુજબ પોષ મહિનામાં સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે સર્વમાન્ય પશ્ચિમાત્ય સૌર વર્ષ પ્રમાણે દર વર્ષે સામાન્ય રીતે ૧૪મી જાન્યુઆરીના રોજ સૂર્યના મકર રાશિમાં ભ્રમણની શરૃઆત થતી હોઇ આ દિવસે જ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાતિની ઉજવણી તા.૧૫ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. ધનના સૂર્યમાં સારા લૌકિક કાર્ય કરવામાં આવતા નથી. આ જ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં હોઇ લૌકિક શુભ કાર્યોની શરૃઆત કરી શકાય છે.

પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ઉત્તરાયણ પણ કહે છે.

ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.

ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.

મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવા જેવો છે. તા.૧૪ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સુર્ય પર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે. ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિને વધારનારા બની જાય છે.

હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મ ચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિંધાઇ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો.

મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી તથા બધા જ અસુરોના શીશને મંદાર પર્વતમાં દબાવી દીધા હતા. આ રીતે આ દિવસ અનિષ્ટોના નાશનો દિવસ પણ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા- અર્ચના કરવાનો મહિમા છે.

મકરસંક્રાતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. સાથે સાથે અનાજ, વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવિધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે એક ગણું દાનને હાજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝોળી દાનનું સવિશષે મહત્વ છે.

ઉત્તરાયણના દિવસે સારાય વિશ્વમાં અને ભારતમાં તેની ઉજવણી કરવામાં આવે છે. બાળકો અને યુવાનોમાં આ ઉત્સવ અત્તિ લોકપ્રિય બની ગયો છે. તેની બે- બે માસથી તૈયારીઓ થવા લાગે છે. ઉત્તરાયણના કેટલાય દિવસ અગાઉથી બાળકો પતંગ ચગાવવા લાગે છે. હવે તો વિદેશથી પંતગરસિયાઓ ગુજરાત- અમદાવાદના પતંગ ઉત્સવમાં આવે છે.

પતંગોત્સવમાંથી આપણને જીવન જીવનની કળા પણ શીખવા મળે છે. આપણે ઉત્તરાયણના દિવસ માટે પતંગની ખરીદી કરીએ છીએ ત્યારે કેટલા પતંગ ખરીદીએ છીએ ? એક-બે- પાંચ નંગ ?

ના. કોડીની સંખ્યામાં ખરીદીએ છીએ. કારણ કે, આપણને ખબર છે કે, આપણે પતંગ ચગાવીશું અને બીજાની સાથે પેચ લગાવીશું એટલે અમુક વખત આપણે બીજાના પતંગને કાપી શકીશું અને ઘણીવખત આપણો પોતાનો પણ પતંગ કપાવવાનો જ છે. તેમ દરેક મનુષ્યના જીવનમાં સદાયને માટે સુખના દિવસો ટકતાં નથી. દુ:ખના દિવસો પણ આવે જ છે. તેથી જીવનમાં સુખ અને દુ:ખ માટે તૈયાર રહેવું જોઇએ. તેથી જ કોઇ કવિએ કહ્યું છે કે,

ન તમારી ન મારી નથી કોઇની પણ
સ્થિતિ સાવ સારી નથી કોઇની પણ
કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
દશા એકધારી નથી કોઇની પણ

કોઇની જીંદગીમાં એક સરખા દિવસ ક્યારેય પસાર થતા જ નથી. ઋતુમાં વસંત પછી પાનખર આવે છે. દરિયામાં ભરતી પછી ઓટ આવે છે. સૂર્યક્ષેત્રે ઉદય પછી અસ્ત આવે છે, ચંદ્ર ક્ષેત્રે સુદ પછી વદ આવે છે. તેથી જીંદગી જીવવી છે તો સુખ ને દુ:ખ બંને આવવાના છે એમ માનીને જીવવું પડશે. ફૂલ જોઇએ છે તો તેની સાથે કાંટાને પણ સ્વીકારવા જ પડશે.

ચાહતે હો ફૂલ યદિ, તો કાંટે ભી મિલેંગે,
કાંટે સે ડરનેવાલે, ફૂલ નહિ મિલેંગે

જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસપાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૃપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૃપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઇએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૃપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાપ્તિ કોઇ છે જ નહી અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે.

જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા – જુદા સદ્ગુણોરૃપી રંગોથી દીપી ઊઠશે અને ઉન્નત બનશે.

|| મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – પર્વનો સંદેશ ||

એકધારી જીવનશૈલીથી જીવન શુષ્ક બની જાય છે. શુષ્ક બનતી જિંદગીને રસપ્રદ બનાવવા માટે ભારતીય સંસ્કૃતિમાં પર્વોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા દેશમાં ઉજવાતા પર્વો આપણને કંઈક ને કંઈક જીવનસંદેશ અવશ્ય આપી જાય છે.

૧૪મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરતો હોવાથી આ પર્વને મકરસંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. એટલે તેને ઉત્તરાયણ કહે છે. પરસ્પર એકતા, ભાઈચારા અને મૈત્રીનો સંદેશ આપતું આ પર્વ આપણા દેશમાં ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ એટલે હેમંતઋતુના આગમન દ્વારા જીવનમાં ચેતના અને આનંદ આપતું પર્વ, જનસુખાકારી માટેનું સર્વમાન્ય પર્વ, પુણ્યદાનનું સંદેશ આપતું શ્રેયસ્કર પર્વ.

આપણા દેશના લોકો પોતાના ધર્મ અને પ્રદેશની માન્યતા, પ્રાચીન પ્રણાલિકા મુજબ તહેવાર ઉજવે છે. આ પર્વ આપણી કુવૃત્તિઓને સદ્વૃત્તિઓમાં સંક્રાંતિ કરવાની પ્રેરણા આપે છે. જ્યોતિષની દૃષ્ટિએ દરેક પર્વ દરમિયાન કરેલ પાપ-પુણ્ય ગુણાંકમાં વધે છે, માટે જીવનની સાર્થકતા માટે પાપથી બચવું અને પુણ્યમાં પ્રવૃત્ત થવું આવશ્યક છે.

આ દિવસે ગાયોને તિલક કરી ઘાસચારો, દાણા, લાપસી વગેરે ખવડાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કહેવાય છે કે તીલ ગુડ દ્યા ગુડ બોલા’ એટલે કે તલ-ગોળ ખાઓ અને મધુર વાણી બોલો. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આ પર્વ ‘લોહિડી’ના નામથી ઉજવવામાં આવે છે.

લોકકથા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કંસે શ્રીકૃષ્ણને મારવા લોહીતા નામની એક રાક્ષસીને ગોકુળમાં મોકલી હતી, જેનો શ્રીકૃષ્ણે વધ કર્યો હતો. રાજસ્થાનની પ્રથા અનુસાર આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તલના લાડુ, ઘેબર, મોતીચૂરના લાડુ વગેરે પર રૃપિયા રાખીને, પોતાની સાસુને પ્રણામ કરીને અર્પણ કરે છે.

બંગાળમાં આ દિવસે સ્નાન કરી તલનું દાન આપવાનું મહત્ત્વ છે. અસામમાં આ દિવસ બિહૂના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ પર્વને ખીસર કે ખીચડો કહે છે. દક્ષિણ ભારતમાં આ તહેવાર પોંગલને નામે જાણીતો છે. પુષ્ટિ મંદિરોમાં જોગી ઉત્સવ મનાવાય છે.

ઉત્તરાયણનું પર્વ જગતને અધ્યાત્મનો સંદેશ આપે છે. ઉત્તરાયણનું પર્વ દાનનો મહિમા દર્શાવતું પર્વ છે. જૈન ધર્મમાં દાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગૃહસ્થધર્મના બે પાયા ભક્તિ (પૂજા) અને દાન કહ્યાં છે. ઔષધદાન, શાસ્ત્રદાન, આહારદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનના અનેક પ્રકારો છે. જે પોતાની આવકના ૨૫ ટકા દાન આપે તે ઉત્તમ દાની, ૧૦ ટકા આપે તે મધ્યમ દાની અને ૬ ટકા આપે તે જ ધન્ય દાની ગણાય છે.

સાવધાની : પતંગ ઉડાવવાના મોહમાં અને ઉત્સાહના અતિરેકમાં આપણે જીવલેણ દોરાઓ વાપરી પંચેન્દ્રિય જીવોની હિંસામાં નિમિત્ત તો નથી બનતાને? પતંગ લૂંટવામાં, પેચ લગાવવામાં મસ્ત બની આપણા પોતાના કે અન્યની જાનના દુશ્મન તો નથી બનતા ને?

ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ કરી ક્યાંક આગ લાગવાના પ્રસંગમાં આપણે નિમિત્ત નથી બનતાને? દોરી-પતંગ પાછળ કરાતા ખર્ચની જગ્યાએ કોઈ ભૂખ્યાને ભોજન, ગરીબ દર્દીને દવા, ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં સહાયક બની પુણ્યકાર્યમાં જરૃર સદ્ભાગી બની શકીએ. ઉત્તરાયણ પર્વમાં આપણે યથાશક્તિ દાન આપી સંતોષ ગુણને કેળવીએ તેવી અભ્યર્થના.

|| મેળાઓ ||

મકરસંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખુબજ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગ(અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. માઘ મેળો કે મીની કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં અને ગંગાસાગર મેળો, કલકત્તા નજીક ગંગા નદી જ્યાં બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં યોજાય છે. કેરળનાં સબરીમાલામાં મકરસંક્રાંતિ ઉજવાય છે, જ્યાં ‘મકર વિલક્કુ’ ઉત્સવ પછી ‘મકર જ્યોથી’ નાં દર્શન કરાય છે.

|| પૂરાણમાં ઉત્તરાયણ ||

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.

પ્રજાસત્તાક દિન – ૨૬ જાન્યુઆરી

2

|| પ્રજાસત્તાક દિન – ૨૬ જાન્યુઆરી ||

પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી, ૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ, કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા, તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

ભારતનાં બંધારણનાં અભ્યાસુ એવા ગ્રેનવિલ ઔસ્ટિન નાં મતાનુસાર, ડો.આંબેડકર દ્વારા તૈયાર થયેલ ભારતનાં બંધારણનો મુસદ્દો “પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ” છે…”મોટાભાગનીં બંધારણની જોગવાઇઓ, કાં તો સીધા સામાજીક ક્રાંતિનાં ઉદ્દેશને આગળ ધપાવવા માટે અથવા આ ક્રાંતિનો ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પરિશ્થિતિઓનું નિર્માણ કરવા માટે કરાયેલ છે.”

|| ૨૬ જાન્યુઆરી એજ બંધારણનો અમલ શા માટે? ||

૧૫ ઑગષ્ટ ૧૯૪૭ માં આપણે આઝાદ થયા પણ 25 જાન્યુઆરી ૧૯૫૦ સુધી બ્રિટિશ બંધારણ અને કાયદા પ્રમાણે શાસન ચાલતું હતું તેથી આપણે સ્વતંત્ર હતા પણ સાર્વભૌમ ન હતા. ભારતીય બંધારણના અમલથી ભારત સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું , પણ બંધારણના અમલ માટે 26 જાન્યુઆરી જ શામાટે પસંદ કરવામાં આવી ? ઇ.સ 1946ની ચૂંટણીઓ મુજબ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી .ડૉ.રાજેન્દ્રપ્રસાદને બંધારણ સભાના પ્રમુખ ચૂંટવામાં આવ્યા હતા અને ડૉ.બાબાસાહેબ આંબેડકારને ખરડા સમિતિના અધ્યક્ષપદે નીમવામાં આવ્યા હતા. આ સમિતિએ બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની અંદર ભારતનું બંધારણ તૈયાર ર્ક્યું. આ બંધારણને બંધારણ સભાએ 26 નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં પસાર ર્ક્યું. અને તેના અમલ માટે ૨૬ જાન્યુઆરી એટલા માટે પસંદ કરવામાં આવે કે ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઊજવણી કરી હતી

|| પ્રજાસત્તાક દિવસનું મહત્વ ||

ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થયો. તે પછી ૧૯૫૦માં દેશે પ્રજાસત્તાક દેશ તરીકેનો દરજ્જો પ્રાપ્ત કર્યો.
કોઈ પણ લોકતાંત્રિક દેશ માટે પ્રજાસત્તાકનો દરજ્જો સૌથી મોટી ઊજવણી ગણાય. ભારતે ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીથી પોતાનું બંધારણ અમલમાં મૂક્યું હતું. ત્યારથી આ દિવસને દર વર્ષે દેશવાસીઓ એક તહેવાર તરીકે ઊજવે છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી લાલ કિલ્લા સુધી પરેડનું આયોજન કરાયે છે જેમાં દેશની સંરક્ષણ તાકાત તથા સાંસ્કૃતિક, વિવિધતામાં એકતાનું પ્રદર્શન કરવામાં આવે છે.

પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ એટલે લોકશાહીના ગુણગાનનો દિવસ, સ્વતંત્રતા માટે શહીદી વહોરનારાઓને યાદ કરી તેમનું સમ્માન કરવાનો દિવસ, આઝાદીના યોદ્ધાઓના અભિવાદનનો દિવસ.

આજનો દિવસ શાંતિ વિરુદ્ધના સંકટોને ચેતવણી આપવાનો દિવસ છે. આઝાદીના પ્રેરણામૂર્તિ મહાત્મા ગાંધીના સ્વરાજની આજે વર્ષગાંઠ છે.

આજના દિવસે સેનાની ત્રણેય પાંખ – ભૂમિદળ, નૌકા દળ અને હવાઈ દળના શૂરવીર જવાનો તેમના શૌર્ય અને સજ્જતાનું પ્રદર્શન કરે છે. આજના દિવસે પરેડ કરીને આપણા જવાનો દુશ્મનોને બતાવી દે છે કે અમે સજાગ છીએ.

આજના દિવસે દેશના નાગરિકો એકબીજાને શુભેચ્છા આપે છે કે આપણું લોકતંત્ર કાયમ જળવાયેલું રહે, ભયનો નાશ થાય.

આને કારણે જ દુનિયાભરમાં આપણી લોકશાહીનો ડંકો વાગે છે.

પ્રજાસત્તાક ભારતની જય હો..!!

 

ગણતંત્ર દિવસ – પ્રેમ, એકતા અને તાકતનું પ્રતીક

5

|| ગણતંત્ર દિવસ – પ્રેમ, એકતા અને તાકતનું પ્રતીક ||

પ્રજાસત્તાક દિન,ગણતંત્ર દિવસ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.

ઇતિહાસ…

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

ભારતનાં બંધારણનાં અભ્યાસુ એવા ગ્રેનવિલ ઔસ્ટિન નાં મતાનુસાર,ડો.આંબેડકર દ્વારા તૈયાર થયેલ ભારતનાં બંધારણનો મુસદ્દો “પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ” છે…”મોટાભાગનીં બંધારણની જોગવાઇઓ,કાં તો સીધા સામાજીક ક્રાંતિનાં ઉદ્દેશને આગળ ધપાવવા માટે અથવા આ ક્રાંતિનો ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પરિશ્થિતિઓનું નિર્માણ કરવા માટે કરાયેલ છે.”

આ સંશોધન તંત્રને રજુ કરવાનાં સમયેજ બિરદાવતા ડો.આંબેડકરે જણાવ્યું કે: “આથી અમે ખાત્રી પૂર્વક કહી શકીયે છીએ કે,ભારતીય મહાસંઘ કઠોરતા કે વિધિપરાયણતાનાં દોષથી ગ્રસિત થશે નહીં. તેની વિશિષ્ટ વિશેષતા એ છે કે આ એક લચકદાર(flexible) સંઘ છે.”(CAD VII : 36).

“સંસદ સાથે કાર્યાન્વીત ત્રિસ્તરીય પદ્ધતિએ ધારણાઓથી વિરુદ્ધ, રાજ્યોના હિતોનું ધ્યાન રાખવા સાથે બંધારણને વધુ લચીલું બનાવ્યું છે. બંધારણ આધારિત બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને રાજ્ય પદ્ધતિના સમન્વયે બીજા અન્ય કોઇપણ દેશમાં સુધારીત આવૃત્તિ કરતાં અહીં સારી રીતે સફળ રહી છે.” – – ગ્રેનવીલે ઑસ્ટીન,૧૯૬૬,૩૨૧.

ઉપરોક્ત રાજ્ય પધ્ધતિ સાથે સહમત થઇ યુનાઇટેડ કિંગ્ડમના તત્કાલીન પ્રધાનમંત્રી(એપ્રીલ 1955 થી જાન્યુઆરી ૧૯૫૭) સર એંથોની એડને પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યુકે “અત્યાર સુધીની તમામ રાજ્ય પધ્ધતિઓમાં કરવામાં આવેલ તમામ પ્રયોગોને ધ્યાને લેતા હુ માનુ છુ કે ભારતની સંસદીય લોક્શાહીનું સ્વરુપ સૌથી નિરાળુ છે. એક વિશાળ ઉપખંડ દશ હજાર વર્ષ ઉપરાંતની પધ્ધતિને મુક્ત લોક્શાહીમાં ફેરવી રહ્યો છે. આ એક હિમ્મતપૂર્વકનો નિણૅય છે. આ કોઇ આપણી નકલ નથી પરંતુ વિશાળ હ્રદયની તથા મુક્ત વિચારસરણીનો ઉત્તમ નમૂનો છે જે આપણા સ્વપ્નાઓમાં પણ આવી નથી. જો આ સફળ થાય છે તો સમગ્ર એશીયા માટે અસિમિત ફાયદો થશે. આ પ્રયોગનુ પરિણામ ગમે તે આવે આપણે સૌએ આ પ્રયોગ કરનાર તમામને બિરદાવવા જોઇએ.”

ઉજવણી…

આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. રાજપથૢ ઇંડીયા ગેટ થએ તે ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. પાયદળૢ વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકળીઓ તેમના સત્તાવાર ગણવેશમાં કવાયત કરતાં ચાલે છે. ભારતના રાષ્ટ્રપતિ જે ત્રણેય સેનાના પ્રમુખ છે તેઓ સલામી ઝીલે છે. આ પરેડમાં ભારતના જુદાજુદા પ્રદેશની ઝાંકીઓને ફ્લોટ્સ (ખટારા અને ટ્રેલર પર બનાવેલ ધીમેથી સરકરતો મંચ) પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે. [૧]. પ્રાય: તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે. રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાઁ આવે છે જ્યા રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો રાજ્યપાલ અસ્વસ્થ હોય કે કોઇ કારણસર હાજર ના હોય તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું માન મળે છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત ના ઇતીહાસ મા ઘણો અગત્ય નો દીવસ છે. આ દીવસે ભારત નુ બન્ધારણ અમલ મા અવ્યુ હતુ અને ભારત ખરા અર્થ્ મા સ્વતન્ત્ર રાષ્ટ્ર્ બન્યુ હતુ. આ દીવસે ભા રત સમ્પુર્ણ લોક્તંત્ર બન્યુ. દેશે મહાત્મા ગાન્ધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્ર નુ સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. ત્યારથી ૨૬ જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આજે સમગ્ર દેશ મા ગણતંત્ર દીવસ ઉજવાય છે, ખાસ કરીને ભારતની રાજધાની દીલ્હી મા આ ઉજવણી રાષ્ટ્પતિ ના રાષ્ટ્ર ને ઉદ્બોધન થી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વાતંત્ર સેનાનીઓ એ આપેલા બલિદાન ને શ્રધ્ધાંજલીથી થાય છે કે જેઓએ દેશ ના સ્વાતંત્ર માટે તેઓનુ સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધુ હતુ તથા રાષ્ટ્ર ની સંહિતા માટે લડ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરીવારજનોને જવાનોની યુધ્ધ મા બહાદુરી માટે ચન્દ્રકો એનાયત કરે છે. તથા ભારત ના નાગરીકો કે જેઓએ અસામાન્ય પરીસ્થિમા બહાદુરી પુર્વક નુ કાર્ય કર્યુ હોય તેઓ ને પારીતોશિકો એનાયત કરે છે.

“૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારત ના ઇતિહાસ માં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલ માં આવ્યું અને ભારત ખરા અર્થ માં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશ ની આઝાદી માટે પોતાના પ્રાણો ની આહૂતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરો નું સ્વપ્ન ફળ્યું. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યાર થી આ દિવસ ભારત ના “પ્રજાસત્તાક દિવસ” તરીકે માનભેર ઉજવાય છે.

આજે, આખા દેશમાં પ્રજાસત્તાક દિન વધુ ઊત્સાહથી ઉજવવામાં આવે છે, ખાસ કરીને રાજધાની, નવી દિલ્હીમાં જ્યાં રાષ્ટ્રપતિનાં દેશને સંબોધનથી ઉજવણી શરૂ થાય છે. ઉજવણીની શરૂઆત હંમેશા દેશના સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી આપીને જ કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને તથા જેઓ પોતાની વિભિન્ન પરિસ્થિતિઓ છતાં વીરતાનાં અધિનિયમો દ્વારા વિશિષ્ટ છે તેઓને ઇનામ તથા પદક આપે છે.

આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય પરેડનું આયોજન રાજધાની દિલ્હીમાં, રાજઘાટથી વિજયપથ સુધીમાં થાય છે. આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજીમેંટ પૂરા સજીધજીને અને એમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. અરે, ઘોડેસવાર સેનાઓના ઘોડાઓને પણ અવસર અનુસાર આકર્ષક રીતે શણગારવઅમાં આવે છે. ભારત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સારા એન.સી.સી કેડેટ ને પસંદ કરીને આ કાર્યક્રમમાં ભાગલેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. અને રાજધાનીમાં આવેલી શાળાઓં માંથી પણ પસંદ કરેલા બાળકો ને અહી આમંત્રણ આપવામાં આવે છે.

ભાઈબીજ – ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ

E

|| ભાઈબીજ – ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ||

આ દિવસ સંબંધે જૈનોની એવી માન્યતા છે કે, મહાવીર પ્રભુ પાવાપુરીમાં આસો વદિ અમાસની રાત્રે મોક્ષ પધાર્યા. તેમની બહેન સુદર્શનાએ મોટા ભાઈ નંદિવર્ધન રાજાને સમજાવી, આદર સહિત પોતાને ઘેર બોલાવી, ભોજન કરાવી શોક નિવાર્યો, જેથી ભાઈબીજ તરીકે પર્વ પ્રવર્ત્યુ.

“ભાઈબીજ વિશે ૨ માન્યતા છે”

(૧) નરકાસુરનો વધ કરીને આજના દિને કૃષ્ણ દ્વારકા પરત ફરે છે ત્યારે સુભદ્રાજી તેમનું સ્વાગત તિલક કરીને કરે છે અને કૃષ્ણને ભાવતાં પકવાન જાતે રાંધીને ખવડાવે છે…

(2) યમરાજા પોતાની બહેન યમુનાને આપેલા વચનનુ પાલન કરવા ભાઈબીજના દિવસે પોતાના વ્યસ્ત જીવનમાથી સમય કાઢે છે અને તેના ઘરે જમવા જાય છે. યમુના ખુશ ખુશ થાય છે.

ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્‍યા યમદિત્‍યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્‍ણ એક પૌરાણિક કથા છે.

એક દિવસ યમુનાજીએ પોતાના ભાઇ મૃત્‍યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. મૃત્યુદેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને કાપડું કરે છે. સ્‍વાદિષ્‍ટ ભોજનથી ખુબજ પ્રસન્‍નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું. યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્‍યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્‍યારથી યમરાજ દર વર્ષે નિત્‍ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્‍ય સુખની કામના કારતા. આ દિવસે બહેન પોતાના ભાઈને ભોજન કરાવે છે તેનો ચૂડલો અખંડ રહે છે અને ભાઈ પણ લાંબુ આયુષ્‍ય પામે છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની લાંબી આવરદાની કામના કરે છે. આ ભાઈ બીજના પવિત્ર દિવસે આકાશમાં પ્રગટ થતો ચંદ્ર પ્રગતિ અને વિકાસનું પ્રતિકા છે, અમાસના અંધકારમાં ડૂબેલો ચંદ્ર ભાઈબીજના દિવસે ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે અને પોતાના કર્મબળને આધારે દેવાધિદેવ શિવજીના મસ્તિકની શોભાની અભિવૃધ્ધિ કરવા પોતાને યોગ્‍ય બનાવે છે તે જ રીતે જે ભાઈ દુઃખરુપી અંધકારમાં ડૂબેલો હોય તે આ ભાઈ બીજના દિવસે બહેનના હાથનું ભોજન પ્રેમપૂર્વક આરોગીને પોતાના ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે.

આ ભાઈબીજનું વર્તમાન સમયમાં પણ એટલું જ મહત્‍વ છે. જેટલું અગાઉ હતું. ભાઈબીજ ભાઈ તથા બહેન માટે એક ફરજ પણ છે. આ દિવસ નવા સંબંધોના સ્‍વીકાર સાથે ગઈકાલના પવિત્ર સંબંધોને યાદ કરવાનો પણ દિવસ છે. બહેન પયિરનું સર્વસ્‍વ છોડીને પોતાના સાસરે જાય છે. આ દિવસે ભાઈને અચુક યાદ કરે છે, અને તેને ભોજન જમાડી તેના સુખની મંગલ કામના કરે છે તો સામી બાજુ ભાઈએ પ‍ણ તેના બદલારૂપે બહેનના દુઃખોને દૂર કરવાની ફરજ નિભાવવાની છે.

આ ભાઈ બીજ વિશે પુરાણોમાં પણ મહત્‍વ આંકતા કહેવાયું છે કે જે વ્‍યકિત ભાઈબીજના દિવસે બહેનના પ્રેમપૂર્વકના નિમં‍ત્રણને ઠુકરાવીને તેના ઘેર જતો નથી તેના વર્ષભરના તમામ પુણ્‍યો નાશ પામે છે. આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્‍ણ બહેન દ્રૌપ‍દીના ઘેર જમવા ગયેલ. દ્રૌપદીનું એક નામ કૃષ્‍ણા પણ હતું. સંકટ સમયે શ્રી કૃષ્‍ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્‍ય નિભાવેલ. આ દિવસે નૂતનવર્ષ વર્ષ પછી તરત આવતો દિવસે છે, એ ઉપરથી તેનું મહત્‍વ આંકી શકાય છે. જે રીતે બીજનો ચંદ્ર ત્‍યાગ, પુરુષાર્થ અને કર્તવ્‍યનું પાલન કરે છે તે રીતે જો ભાઈ-બહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વિતે આજ છે ભાઈબીજ પાછળનો મુખ્‍ય સંદેશ.

ભાઈબહેનના પ્રેમનો અનોખો તહેવાર એટલે ભાઈબીજ.યમુનાજી યમરાજના નાના બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપ્યું હતું કે જે ભાઈબહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને યમની યાતનામાંથી મુક્તિ મળશે.આમ ભાઈબીજનો દિવસ એ યમુનાસ્નાનનો દિવસ ગણાય છે.

ભારતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં એ દિવસે ગોધન પર્વ પણ ઉજવાય છે. તેમાં ગોબરની માનવ મુર્તિ બનાવીને તેની છાતી પર ઈંટ મુકીને સુહાગણ સ્ત્રીઓ તેને તોડે છે. બપોર પછી બહેન-ભાઈ યમ-યમીની પૂજા કરીને આ પર્વની ઉજવણી કરે છે. ઉત્તર ભારતમાં કેટલાક સ્થાનોએ આ પર્વ ગોવર્ધન પૂજા નામે મનાવાય છે. જેમાં ખેડુતો ઘરના ગાય, બળદ વગેરે પશુઓની પૂજા અર્ચના કરે છે.

ધનતેરસ, કાળી ચૌદશ, શુભ દીપાવલી, નુતન વર્ષ અને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ

1

આદરણીય સર્વે વડીલો અને પરમ સ્નેહી શુભેચ્છક મિત્રો,

|| ધન તેરસ, કાળી ચૌદશ, શુભ દીપાવલી, નુતન વર્ષ અને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ ||

ગુજરાતમાં દીપાવલી પર્વની ઉજવણી પાંચ દિવસની હોય છે.સમાજના સૌ પરિવારો પોતાના ઘરોને દિવાઓથી સજાવે છે.ઉમંગના આ સમયે નાના-મોટા સાથે મળી ફટાકડા ફોડી આનંદ પામે છે.

|| ધન તેરસ ||

આસો માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

|| કાળી ચૌદશ ||

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.
આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.

|| દિવાળી ||

દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે.
દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે.અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારત બીજી તિથિ) તે પૂરી થાય છે.

|| જૈન ધર્મમાં દિવાળી ||

બુદ્ધના નિર્વાણની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જૈન ધર્મમાં દિવાળીનું છે.છેલ્લા જૈન તિર્થંકર ભગવાન મહાવીરે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો.

ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે. મહાવીરે અમાસની વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો.ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતા. તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે…

કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: “જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું” (“गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो”).

દિવાળી દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં આવે છે અને આ તારીખને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવે છે.

દિવાળી એ આધ્યાત્મિક, સામાજીક અને વૈચારિક ઉત્સવ છે. આધ્યાત્મિક એટલા માટે કારણ તે દિવસે આપણે પુરુષોત્તમ ને આવકારિએ છિએ. સામાજીક એટલા માટે કે તે દિવસે આપણે હળી મળી જઇએ છિયે. બધો મન મેલ કાઢી નાખિયે છિએ. વૈચારિક એટલા માટે કારણ તે દિવસે આપણે નવા વરસ ની શુરૂઆત પણ કરિએ છિયે.

|| શુભ દીપાવલી અને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ ||

આજથી શરૂ થતું આ નવલું સાલ વિક્રમ સંવત 2071 તમારા માટે ખુબ આનંદ,મસ્તી અને સાકાર સ્વપ્નોનાં ભંડાર લઈને આવે અને આપ સર્વેનું સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ સભર નીવડો એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના…

|| ભાઈ બીજ ||

ભાઈ બીજ અથવા કારતક સુદ ૨ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, આ દિવસે બહેનો પોતાના ભાઈના લામ્બું આયુષ્ય અને સુખભર્યુ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનો ને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેનો ભાઈને પોતને ઘેર ભોજન આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.
પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે ને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.

સૌ મિત્રોને દિવાળી ની શુભકામના અને નવા વરસના સાલ મુબારક સાથે .. અસ્તુ…. સર્વે ભવંતુ સુખી.સર્વે સંતુ નિરામયા…દિલની અનેક શુભેચ્છાઓ…

દીપાવલી એટલે તહેવારોનું સ્નેહ સંમેલન

A  Bpng  Cpng  D  E

“દીપાવલી એટલે તહેવારોનું સ્નેહ સંમેલન”

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ.દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ.. કાળીચૌદશ.. દિવાળી.. નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.

ધનતેરસ :

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી. કળીયુગમાં તો આજે ધન ભેગું કરવા માટે આંધળી દોટ મુકાય છે. આડા અવડા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે. લક્ષ્મી પૂજન કરવાનું પ્રયોજન એટલા માટે છે કે જેનાથી આપણા ધનનો સદઉ૫યોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.. જો દાન, પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરીશું તો આપણા ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે તેમાં કોઇ શંકા નથી.

ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ છે. દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન ચીજો મળી હતી. તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો.

લક્ષ્‍મી માતા વિશે ૫ણ એક કથા છે કે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું. જેથી આ વર્ષો દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય. જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને લેવા માટે આવ્યા, પરંતુ ખેડૂતે તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.

ધનતેરસ એટલે લક્ષ્‍મીપૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિએ લક્ષ્‍મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી. લક્ષ્‍મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે. ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોઇના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ના મળે.. આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી, ભારતીય દ્દષ્‍ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે, ગયા જન્મના યોગભ્રષ્‍ટ જીવાત્માઓ છે. !! શુચિનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્‍ટોડભિજાયતે !!

લક્ષ્‍મી ચંચળ નથી ૫ણ લક્ષ્‍મીવાન મનુષ્‍યની મનોવૃત્તિ ચંચળ થાય છે. વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે. લક્ષ્‍મીને ભોગપ્રાપ્‍તિનું સાધન સમજનારનું ૫તન થાય છે. વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્‍મી… સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત… ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્‍મી… અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્‍મી…!

કાળીચૌદશ :

કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે, એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી..સદાચારી બનાવે છે. મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્યમાં રહેલા કુવિચારો.. દુર્ગુણો તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.

કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે. આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ, સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી, પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે, ત્યારે શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓનાં રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા. તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. જીવનમાં નરક સર્જનારા આળસ, પ્રમાદ, અસ્વચ્છતા વગેરે અનિષ્‍ટોને જીવનમાંથી દૂર કરવાના છે. ૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ… સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ… રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી કહેવાય છે.

દિવાળી :

દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો શુભ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે. વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં દિવડા પ્રકટાવવાનું પર્વ છે. સમગ્ર વર્ષનું સરવૈયુ કાઢવાનો દિવસ છે. દિવાળીના દિવસે આપણે સરવૈયુ કાઢવું જોઇએ. રાગ- દ્વેષ, વેર-ઝેર, ઇર્ષ્‍યા-મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ.

દિવાળીના દિવસે લક્ષ્‍મીપૂજન કરવામાં આવે છે. લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે. પવિત્ર આગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્‍મી તરફ પૂજ્ય દ્દષ્‍ટિ કેળવવાની છે. દિવાળીએ ૧૪ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (દિપ= દીવડો અને આવલી= હારમાળા)

દિવાળી એટલે “મનના પ્રકાશની જાગૃતિ” સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કંઇક છે કે જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે તે આત્મા જેને જાણવાથી અંધકારમય જીવનમાં પ્રકાશ પથરાય છે. જીવનમાંની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આત્માની અનુભૂતિ થતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરૂણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે. આનાથી આનંદ.. આંતરિક ઉલ્લાસ તથા શાંતિ આવે છે.

દિવાળીના દિવસે બહાર દીવા તો સળગાવવાના છે ૫રંતુ સાથે સાથે દિલમાં ૫ણ દિવો પ્રગટાવવો જોઇએ. દિલમાં જો અંધારૂં હશે તો બહાર હજારો દિવા સળગાવવા છતાં ફાયદો થતો નથી. દિવો એ જ્ઞાનનું પ્રતિક છે. મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે.

નૂતન વર્ષ (બેસતું વર્ષ) :

બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આવતા વર્ષે પૂરા કરીશું તેવા સંકલ્પો કરવાનો છે… વિતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે.

આજે માનવે માનવને મારવાની શોધ કરી છે,નૈતિક મૂલ્યોનું અધઃ૫તન થયું છે. માણસ મંગળ સુધી પહોંચ્યો છે, પરંતુ માનવ-માનવ વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે. તેથી આ નૂતન વર્ષની મીઠાશને માણી શકતાં નથી.

પોતાના સુધાર માટે આપણા મનની સ્થિતિ ખૂબ જ મહત્વની છે. મન જ આપણો મિત્ર અને શત્રુ છે. જ્યારે આપણે કોઈ નવીન સંકલ્પ લઈએ છીએ ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવા વર્ષે જુની આદતો, ખરાબ વિચારો અને ખરાબીઓને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે.

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે અને આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.

ભાઇબીજ :

આ દિવસને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે. બલીરાજા દાનવીર હતા. આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે. આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે. ભાઇબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્દષ્‍ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન/માતા માનવાની છે.બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે. બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું મોત કમોતે થતું નથી.

સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્તુ નિરામયા

નૂતન વર્ષમાં સહુ સુખી-સમૃદ્ધ બને…સહુ શાંતિમય જીવન જીવે…એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓ…નૂતન વર્ષના આ નવલા પ્રભાતે ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.

નૂતનવર્ષાભિનંદન ….!

શુભ દીપાવલી

AA

|| શુભ દીપાવલી ||

દિપ+અવલી સંધિ પરથી દિપાવલી શબ્દ બન્યો છે. દીપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા. દીપોની હારમાળા એટલે દિપાવલી.
ભારતમાં દિવાળી ખુબ જ જોરશોર અને ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે. દિવાળીને પર્વોનો રાજા પણ કહેવામાં આવે છે. વાઘ બારસથી લઈને ભાઈબીજ સુધી તહેવારોની આ પ્રક્રિયા ચાલુ રહે છે.

|| કેમ ઉજવાય છે દિવાળી ||

કહેવાય છે કે દિવાળીનાં દિવસે જ ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પાછા આવ્યા હતા. તેનો આનંદ અયોધ્યાવાસીઓમાં સમાતો નહોતો. આગમનની તૈયારીનાં ભાગરૂપે અમાસની અંધારી રાત્રે ઘીના દિવા પ્રગટાવી પ્રજાએ આવકાર આપ્યો હતો. દીવા સુશોભિત થતા જ જાણે અમાસની રાત પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઉઠી હતી.

|| આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ||

આ માટે અલગ અલગ કથાઓ અને દંતકથાઓ છે.

દિવાળીના તહેવારનું પોતાનું આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ સમુહનો ન હોઈને આખા રાષ્ટ્રનો તહેવાર બની ગયો છે.

* એક કથા અનુસાર સમુદ્રમંથનમાંથી લક્ષ્મી અને ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. તેના સંદર્ભે પણ લક્ષ્મીપૂજન કરીને સમૃદ્ધ જીવનની કામના કરવામાં આવે છે.

* એક કથા અનુસાર કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કુદરતી આફતથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો, તેથી વ્રજવાસીઓ

* દિવાળીના દિવસે માટી અને ગાયના છાણનો ગોવર્ધન પર્વત બનાવી તેની પૂજા કરે છે, સાથે સાથે આજના દિવસે તેઓ ગાય, બળદને સારી રીતે શણગારે છે અને તેની પૂજા કરે છે

* ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ જ્યારે ચૌદ વર્ષના વનવાસ પછી રાવણને હરાવીને પાછા અયોધ્યા ફર્યા હતાં ત્યારે શ્રી રામના આગમનમાં પુરાયે અયોધ્યામાં લોકોએ દિવડા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી ભારતમાં દિપાવલી નું પર્વ હર્ષોલ્લાસ અને દિવાના પ્રકાશથી ઊજવવામાં આવે છે.

* આ કથા પણ પ્રચલિત છે જ્યારે શ્રી કૃષ્ણએ આતતાઈ નરકાસુર જેવા દુષ્ટનો વધ કર્યો હતો ત્યારે વ્રજના લોકોએ ઘીના દીવડા પ્રગટાવીને પોતાની ખુશી જાહેર કરી હતી.

* રાક્ષસોનો વધ કરવા માટે મા દેવીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. રાક્ષસોનો વધ કર્યા બાદ પણ જ્યારે મહાકાળીનો ક્રોધ શાંત ન થયો ત્યારે ભગવાન શિવ તેમના ચરણોની નીચે સુઈ ગયાં હતાં. ભગવાન શિવના શરીરના સ્પર્શ માત્રથી જ મહાકાળીનો ક્રોધ શાંત થઈ ગયો હતો. તેમની આ યાદ સ્વરૂપે શાંતિની પ્રતિક દેવી લક્ષ્મીની પૂજાની શરૂઆત થઈ છે. આ જ રાત્રે તેમના રૌદ્ર રૂપ મહાકાળીની પુજાનું પણ મહત્વ છે.

* મહાપ્રતાપી અને દાનવીર રાજા બલીએ પોતાના બળ દ્વારા ત્રણેય લોક પર વિજય મેળવી લીધો ત્યારે દેવતાઓની પ્રાર્થના કરવા પર વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલી પાસેથી ત્રણ પગલા પૃથ્વી દાન સ્વરૂપે માંગી લીધી. મહાપ્રતાપી રાજા બલીએ ભગવાન વિષ્ણુની ચાલાકીને સમજવા છતાં પણ યાચકને નિરાશ ન કરતાં તેમને ત્રણ પગલાં પૃથ્વી દાનમાં આપી દીધી. વિષ્ણુએ ત્રણ પગમાં ત્રણેય લોકોને માપી લીધા અને તેઓ રાજા બલીની દાનશીલતાથી પ્રભાવિત થઈને તેમને પાતાળ લોકના રાજા બનાવી દીધા અને સાથે સાથે તેમને તે પણ આશ્વાસન આપ્યુ કે તેમની યાદ સ્વરૂપે ભૂલોકવાસી દર વર્ષે દિવાળી ઉજવશે.

* કારતકની અમાવસના દિવસે શીખોના છઠ્ઠા ગુરૂ હરગોવિન્દસિંહજી બાદશાહ જહાગીરની કેદથી મુક્ત થઈને અમૃતસર પાછા ફર્યા હતાં.

* બૌધ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુધ્ધના સમર્થકો તેમજ અનુયાયિઓએ 2600 વર્ષ પહેલાં ગૌતમ બુધ્ધના સ્વાગત માટે હજારો લાખો દિવડા પ્રગટવીને દિવાળી ઉજવી હતી.

* સમ્રાટ વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળીના દિવસે થયો હતો. એટલા માટે દિવા પ્રગટાવીને ઉત્સવ ઉજવવમાં આવ્યો હતો.

* અમૃતસરના સુવર્ણ મંદિરનું નિર્માણ પણ દિવાળીના દિવસે કરવામાં આવ્યું હતું.

* દીન-એ-ઈલાહીના પ્રવર્તક મુગલ સમ્રાટ અકબરના શાસનકાળમાં દૌલતખાનાની સામે 40 ગજ ઉંચો એક મોટો આકાશદીપ દિવાળીના દિવસે લગાવ્યો હતો. બાદશાહ જહાંગીર પણ દિવાળી ખુબ જ ધામધુમથી ઉજવતાં હતાં.

|| દિવાળી અને પરંપરા ||

દિવાળીના પર્વ સાથે ચોપડા પૂજન કરવાની પણ બહુ જૂની પરંપરા છે. વેપારીઓ આજના દિવસે ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડા ખરીદે છે. દિવાળીના દિવસે વહેલી સવારે અને સાંજે ઘરને દીવાઓથી શણગારવામાં આવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે લક્ષ્મીજીનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. તદુપરાંત ઘરના આંગણામાં રંગોળી પૂરવાની પણ બહુ જૂની પ્રથા છે.

|| દિપાવલીની શુભકામનાઓ ||

દીપોત્સવી પર્વ ભારતમાં અનેક વર્ષોથી પ્રકાશ અને પ્રગતિના સોપાન રૂપે ઉજવાતું રહ્યું છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જનારું પર્વ એટલે દિવાળી. જેમ ઋતુઓની રાણી વર્ષા તેમ તહેવારોનો રાજા એટલે દિવાળી. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. વિતેલા વર્ષનાં લેખાં – જોખાં કાઢવાનું અને નવા વર્ષનું રંગેચંગે સ્વાગત કરવાનું પર્વ. નાનું અમથું માટીનું કોડિયું તેલ અને દિવેટનો સાથ લઈ દિપકનું રૂપ ધારણ કરી પૂજનીય બને છે, બરાબર એ જ રીતે આપણામાં માણસાઈના દિવા પ્રગટે એમાં જ માણસની ગરિમા છે. દિવાળી એ અંતરમાં ઉજાસ પાથરવાનું પર્વ છે. સ્વયં પ્રકાશ બની જીવતરને અજવાળવાનું પર્વ છે.

”ચોતરફ ભલે હો અંધકાર, દીપ પ્રગટાવીએ,
આપણે જ આપણા આભને અજવાળીએ.”

દિવાળીને વધાવવા રંગોળી પૂરીએ, મીઠાઈઓ ખાઈએ, ફટાકડા ફોડીએ, ઘરને દર્પણ જેવું કરીએ ……તો પછી દિલમાં દિવો કરવાનું કેમ ભૂલાય ! ઘેર ઘેર પ્રગટતા દિપકોનું આહવાન છે કે એક વાર દિલમાં દિવો પ્રગટાવો પછી જુઓ દિપમાલાની એક શૃંખલા સદાય તમને ઝળાહળા રાખશે. દિલના કમાડને હંમેશા ઉઘાડા રાખીએ. દિલથી કોઈનું દિલ જીતવું એટલે જ દિવાળી ! માનવજીવનમાં દિલ અને દિમાગમાં દીવા પ્રગટાવવાના છે પણ_સ્નેહના, ક્ષમાના, દયાના, શીલના, સંયમના, જ્ઞાનના, સંપના, સદભાવના અને સેવાભાવના ના દીવા. જ્યાં જ્યાં અવિદ્યારૂપી આસુરી સંપત્તિનો અંધકાર છે ત્યાંથી તેને દૂર કરવાનો છે. અને નવા પ્રકાશને પ્રગટાવવાનો છે.

”જો જરા, અંધકારને અળગો કરી,
જ્યોત ભીતરમાં રહી છે ઝળહળી”

શરદ-પૂર્ણીમા

A

|| શરદ-પૂર્ણીમા ||

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે.

આ દિવસે આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. લોકો તેના શીતળ પ્રકાશમાં તેનું મોહક રૂપ જોઈને વિહરે છે. લોકો ચોખાના પૌઆ દૂધ સાથે ખાય છે. આ રાત્રીએ દૂધ, પૌઆ, સાકર, ચંદ્ર, તેની ચાંદની વગેરે તમામ વસ્‍તુ શ્વેતરંગી હોય છે. આ આહલાદક વાતાવરમાં લોકો ખુબજ આનંદિત થઈ જાય છે અને ગરબા પણ ગાય છે. આ રાત્રે લોકો લક્ષ્‍મીનું પણ પૂજન કરે છે અને તે મેળવવા જાગરણ પણ કરે છે. અહિં લક્ષ્‍મી એટલે માત્ર ધનસંપત્તિ નહિ પરંતુ તેમાં સૌદર્ય લક્ષ્‍મી ગુણ લક્ષ્‍મી તેમજ ભાવ લક્ષ્‍મીનો પણ સમાવેશ થઈ જાય છે. આ બધી લક્ષ્‍મીઓ મેળવવા માટે આપણે જાગતા એટલે કે જાગૃત રહેવું જરૂરી છે. આમાં આળસુ થઈએ કે ઉંઘવા માંડીએ તો તે પ્રાપ્‍ત થતી નથી. તેથી લોકો શરદ પૂનમની રાત્રે ચંદ્ર્ને સંગ જાગરણ કરે છે, આ તેનો મહિમા છે.

અહિં હકિકતમાં બૌધ્ધિક અને માનસિક જાગૃતિ કેળવવાનું જણાવાયું છે. તે આપણે કોઈપણ કાર્યપૂર્ણ માનસિક રીતે સતેજ થઈને અને બૌધ્ધિક રીતે જાગૃત થઈને ન કરીએ તો દેખિતું છે કે આપણને
સફળતા પ્રાપ્‍ત ન થાય અને લક્ષ્‍મી પ્રાપ્‍ત ન થાય.

આ દિવસે ચંદ્ર્નો અર્થાત સુંદરતા, શીતળતા, આનંદ અને શાંતિનો શાંતિનો મહિમા ગાવામાં આવ્‍યો છે. આ બધુ જીવનને ઉલ્‍લાસમય બનાવવા માટે જરૂરી છે. તો જ મહાપુરૂષોમાં પણ જોવા મળે છે. અને તે દર્શાવવા માટે તેઓના નામની પાછળ ચંદ્ર્ લગાડી દઈએ છીએ. જેમકે કૃષ્‍ણચંદ્ર્, રામચંદ્ર્ વગેરે અર્થાત આ વિભૂતિઓ ચંદ્ર જેવી સુંદરતા, શીતળતા, શાંત સ્‍વભાવ પણ ધરાવે છે. ચંદ્ર્ પોતાનામાં રહેલા આ ગુણોને કારણે મહાન બન્‍યો છે. ભગવદ્ ગીતામાં ખુદ કૃષ્‍ણે ચંદ્રને વિભૂતિ તરીકે નવાજેલ છે. કવિઓ કવિતાઓ લખવા માટે ખાસ પૂનમની રાતે ચાંદનીમાં વિહરતા હોવાના ઉદાહરણો જોવા મળે છે. ચંદ્ર્ના શાંત, આહલાદક શિતળ વાતાવરણમાં તેઓને કવિતા લખવાની પ્રેરણા મળે છે. કવિઓએ સુંદર પુરૂષને ચંદ્રવદન અને સુંદર સ્‍ત્રીને ચંદ્રમુખી તરીકે વણર્વેલ છે. ચંદ્રને જોઈને સાગર પોતાનો ઉત્‍સાહ કાબૂમાં રાખી શકતો નથી એટલે જ પ્રેમીઓએ ચાંદની રાતને નૌકાવિહાર માટે પસંદ કરી હશે, ચંદ્ર અને સાગર બંનેના આનંદમાં પોતે લીન થઈ શકે. ચંદ્રના આવા મહાન ગુણોને કારણે ખુદ શિવશંકરે પોતાના મસ્‍તકની આભામાં સ્‍થાન આપ્‍યું છે. ચંદ્રને શાંત શિતળ પ્રકાશ માત્ર માણસને જ નહિ વનસ્‍પતિ, ઔષધિઓની વૃધ્ધિ માટે પણ ઘણો જ ઉપ્‍યોગી છે. આવો શ્રેષ્‍ઠ મહિમા ધરાવતા ચંદ્રના સાંનિધ્‍યમાં આપ્‍ણે શરદ પૂનમ આનંદથી પસાર કરીએ, તેના ગુણો આપણા જીવનમાં આત્‍મસાત્ કરી આપણું જીવન આનંદથી તેમજ શાંતિપુર્વક પસાર કરીએ.

જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે. 16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઈટ કહેવામાં આવે છે
પ્રાચીનકાળ થી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી વર્ષા ઋતુની વિદાય અને હેમંત ઋતુની શરૂઆત થાય છે.
એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.

શરદ પૂનમની રાત દિવ્ય રાત્રિ છે.

|| પૂનમ નો મહિમા ||

ફાગણ પૂનમ હોલિકા પર્વ રાજા રણછોડને મળવાનું પર્વ
ચૈત્રી પૂનમ મહાવીર હનુમાનનું પર્વ
જેઠ પૂનમ વટસાવિત્રી પર્વ
અષાડ પૂનમ ગુરૃ પૂર્ણિમાનું પર્વ
શ્રાવણ પૂનમ રક્ષાબંધનનું પર્વ
ભાદરવા પૂનમ પિતૃને શ્રધ્ધાંજલિનું પર્વ
આસો માસ શરદ પૂનમ

સ્ત્રી શક્તિને નવાજતું પર્વ – નવરાત્રિ

||  સ્ત્રી શક્તિને નવાજતું પર્વ – નવરાત્રિ  ||

નવરાત્રિનો સમગ્ર તહેવાર નારીશક્તિના વ્યક્તિત્વથી ઓતપ્રોત છે. નવેય દિવસ માતાજીનાં જુદાં જુદા સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સ્વરૂપ એક પ્રતીકમાત્ર છે. ખરા અર્થમાં આ પર્વનું ધ્યેય નારીના રૂપને નવાજવાનું, તેને આદર-સન્માન આપવાનું જ છે.

શક્તિ ભક્તિથી સભર આ પર્વમાં મન મૂકીને ગરબે ઘૂમતા પહેલાં આપણે એક વાત સમજી લેવાની જરૂર છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશાં પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. આ વિધાન પરથી એક સત્ય તો ચોક્કસપણે નિષ્પન્ન થાય છે કે નારીમાં એવા કયાં સદ્ગુણો રહેલા છે જે પૂજવા અને સન્માનવાને લાયક છે. આમ જોઇએ તો નારી પણ પુરૂષની જેમ એક સામાન્ય માણસ છે તો પછી પુરૂષનું નહીં પણ નારી સ્વરૂપને કેમ પૂજનીય માનવામાં આવ્યું છે. આ સત્ય પાછળ અનેક તથ્યો પણ જોડાયેલાં છે અને આ તથ્યો નારીના વ્યક્તિત્વમાં છે. નારીના વ્યક્તિત્વમાં એવી અસીમ શક્તિઓ રહેલી છે જે પરિવાર, સમાજ, દેશ અને દુનિયાને રચનાત્મક માર્ગે દોરીને એક આદર્શ સૃષ્ટિનું સર્જન કરી શકે છે, એટલે જ દેવોને પણ મહિષાસુરનો વધ કરવા માટે મા દુર્ગાને શરણે જવું પડયું હતું.

ગર્ભમાં બાળકનું સર્જન કરીને પ્રેમથી પાલન-પોષણ કરતી આ માતૃ શક્તિમાં નવ સદ્ગુણો રહેલા છે જે ખરેખર વંદનીય છે.

|| માતૃ શક્તિમાં રહેલા નવ સદ્ગુણો ||

(૧) સહનશીલતાની મૂર્તિ (૨) સંવેદના અને કરૂણા (૩) સ્મૃતિશક્તિ અને કુશળતા (૪) કોમળતા (૫) સર્જન કરનાર નિર્માત્રી (૬) શૌર્ય અને સાહસ (૭) સમર્પણ અને સેવા (૮) સૌંદર્ય અને માધુર્ય
(૯) સૌંદર્ય અને માધુર્ય

૧.સહનશીલતાની મૂર્તિ
નારીને ધરતી મા સાથે સરખાવવામાં આવી છે, કારણ કે ધરતી મા ગમે તેટલાં કષ્ટો સહીને પણ જગતનો ભાર સહે છે. તેવી જ રીતે નારીમાં સહન કરવાની ક્ષમતા પુરૂષની સરખામણીમાં વધુ છે. ઘરમાં ગમે તેવી અભાવગ્રસ્ત પરિસ્થિતિ હશે તો પણ સ્ત્રી કોઇ પણ પ્રકારની ફરિયાદ કર્યાં વગર દરેક અભાવને સહીને પણ હસતાં મુખે બધું જ મેનેજ કરતી રહે છે.

૨. સંવેદના અને કરૂણા
સંવેદના, કરૂણા અને દયાનો ભાવ માતૃહૃદય નારીનું આભૂષણ છે. એ નારીનું સંવેદન જ છે જે લગ્ન પછી પારકાને પણ પોતાના બનાવીને જીવનભર તેની સેવા કરે છે. કોઇ અનાથ બાળકના જીવનને તેના પાલવની છાયા આપીને તેને સુરક્ષિત ભવિષ્ય આપે છે. નારીની સંવેદના જ તેની શક્તિ છે અને આ સંવેદનાની ધાર જ નારીને અન્યાય અને અત્યાચાર સામે વિહ્વળ કરી દે છે અને તેના લીધે જ તે જોખમે પણ નારીના અધિકાર માટે લડવા તૈયાર થઇ જાય છે. પાકિસ્તાનની નાનકડી કિશોરી મલાલાના હૃદયમાં પણ અન્ય દીકરીઓના અધિકારોને લઇને આ જ પ્રકારનું સંવેદન જાગેલું અને તે આખી દુનિયા માટે એક મિશાલ બની ગઇ.

૩.સ્મૃતિશક્તિ અને કુશળતા
સ્મૃતિશક્તિ માત્ર નારીમાં જ હોય એવું ચોક્કસપણે થશે પણ લાગણીથી જોડાયેલ નાની નાની વાતોને જે રીતે એક સ્ત્રી યાદ રાખી શકે છે તે રીતે ઘરનો પુરૂષ ભાગ્યે જ રાખતો હોય છે. ઘરના, પરિવારના સભ્યોના ટેસ્ટને યાદ રાખીને સૌને ભાવતી રસોઈ બનાવે છે તો પરિવારમાં સૌના જન્મદિવસ, લગ્નતિથિને યાદ રાખીને કુશળતાથી બધો જ વ્યવહાર નિભાવે છે. કુશળતાનો ગુણ પણ નારીમાં જોવા મળે છે. ઘરમાં ગમે તેવી અભાવગ્રસ્ત પરિસ્થિતિ હોય તો પણ ઘરે આવનાર મહેમાનને અભાવનો ખ્યાલ પણ ન આવે તે રીતે અતિથિની આગતાસ્વાગતા કરીને કુશળતાથી બધું જ મેનેજ કરનાર નારીની કાર્યકુશળતા ઓછી કઈ રીતે આંકી શકાય.

૪.કોમળતા
પુષ્પની જેમ સ્ત્રીનું હૃદય અને તેમનું આખુંય વ્યક્તિત્વ કોમળ હોય છે પણ તેમની કોમળતા કોઇને દુભવતી નથી. જેવી રીતે પુષ્પ તેની મહેક અને કોમળતાથી દરેક જગ્યાને સુશોભિત કરે છે તેવી જ રીતે કોમળ હૃદય ધરાવતી નારી પણ તેમના સૌંદર્યથી અને કોમળ હૃદયથી ઘરની શોભાને વધારે છે. તેની લાગણીશીલતા કોમળતા જ ઘરના વાતાવરણને જીવંત રાખે છે.

૫.સર્જન કરનાર નિર્માત્રી
નારીમાં માતૃત્વ અને કતૃત્વ બંને શક્તિ રહેલી છે. તે ગર્ભમાં બાળકનું સર્જન કરે છે અને તેનું લાલનપાલન કરીને તેના વ્યક્તિત્વને સુઘડ અને સુસંસ્કારિત બનાવે છે. નારીને એટલા માટે જ નિર્માત્રી કહેવામાં આવે છે. તે માત્ર જન્મદાત્રી જ નથી પણ તે શિશુમાં આદર્શ વ્યક્તિત્વનું ઘડતર કરનાર નિર્માત્રી પણ છે. એટલે જો ઇતિહાસમાં જ્યારે પણ કોઇ મહાન વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તેનું શ્રેય માતાને આપવામાં આવે છે. શિવાજી, સ્વામી વિવેકાનંદ કે પછી સિંહના દાંત ગણનાર શૂરવીર ભરત હોય, દરેકના મહાન કતૃત્વ પાછળ માતાનું મહાન કર્તવ્ય ચોક્કસપણે જોડાયેલું જોવા મળશે.

૬.શૌર્ય અને સાહસ
કોમળ અને સંવેદનશીલ નારીનું સાહસ જ્યારે જાગી જાય ત્યારે તે દુર્ગા અને કાલી બનીને અસુરોનો નાશ કરીને જ જંપે છે. કોમળ, નાજુક કાયા ધરાવનાર નારીને ક્યારેય અબળા કે કમજોર સમજવાની ગલતફહમી ન કરવી જોઇએ, કારણ કે સમય આવ્યે તે તેની વિરતાનો પરિચય બખૂબી આપી શકે છે. ઝાંસીની રાણી અને દુર્ગાવતી તેનું ઉત્તમ ઉદાહરણ છે. નારીએ પણ તેમની આ ક્ષમતાથી વાકેફ થવાની જરૂર છે જેથી ક્યાંય કોઇ પણ જગ્યાએ તેનું શોષણ ન થાય.

૭.સમર્પણ અને સેવા
અમેરિકાના લેખક જ્યોર્જ વિલિયમ કર્ટિશે કહ્યું છે કે નારીનો ત્યાગ અને સેવાભાવ એટલાં મહાન છે કે જગત તેના માટે હંમેશાં તેનું ઋણી રહેશે. તો શ્રીરામ શર્મા આચાર્યે કહ્યું છે કે જેની સેવાની સૌરભ સમગ્ર સૃષ્ટિને સુરભિત કરે છે તે નારી સૃષ્ટિની સર્વશ્રેષ્ઠ સૌંદર્યમય કૃતિ છે.જ્યારે સમર્પણ અને સેવાની વાત આવે ત્યાં નારી હંમેશાં મોખરે રહી છે. માતા-પિતાનું ઘર છોડીને પતિના ઘરને પ્રેમથી સંવારતી સજાવતી નારીમાં પારકાને પોતાના બનાવીને સેવા અને પ્રેમથી સૌનાં દિલ જીતવાની જે કળા છે તે ખરેખર પ્રસંશનીય છે. તેનો આ ગુણ જ સંસારને હર્યોભર્યો રાખે છે.

૮.સૌંદર્ય અને માધુર્ય
નારીની સુંદરતા પણ તેના વ્યક્તિત્વનો એક પ્લસ પોઇન્ટ છે. અહીં આપણે સેક્સની અપીલના સંદર્ભે સૌંદર્યની વાત નથી કરતાં, પરંતુ વ્યક્તિત્વને નિખારતાં બાહ્ય સૌંદર્ય અને જીવનને સંવારતા મનના સૌંદર્યની વાત કરીએ છીએ. સાહિત્યમાં પણ નારીના સૌંદર્યને કુદરતની ઉત્તમ કૃતિ માનવામાં આવી છે. નારીએ પણ તેના આ ગુણનું સભાનતાથી જતન કરવું જોઇએ, કારણ કે બાહ્ય સુંદરતા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. પ્રભાવક વ્યક્તિત્વ ક્ષમતાનું પ્રથમ પ્રમાણ આપે છે તે ન ભૂલવું જોઇએ.

૯.લજ્જા અને મર્યાદા
લજ્જાને સ્ત્રીનું ઘરેણું કહેવામાં આવ્યું છે. લજ્જાથી જ એક સામાજિક મર્યાદારેખા બંધાઇ છે. જેનાથી સ્ત્રી તેના ઘરની આબરૂને રક્ષતિ હોય છે. સ્ત્રીમાં રહેલી લજ્જા એ કાંઇ તેના વ્યક્તિત્વનો માઇનસ પોઇન્ટ નથી, પરંતુ તેના થકી જ તે સંબંધોને આદર આપે છે. વડીલોની આમાન્યા જાળવે છે. નારીમાં રહેલ લજ્જાના ગુણને લીધે જ તે અન્યને સન્માન આપે છે અને પોતે પણ માન સન્માનની હકદાર બને છે કારણ લજ્જા જ તેને ઉદ્ધત બનાવતાં રોકે છે. શરમના લીધે સ્ત્રીનું વ્યક્તિત્વ સહજ, શાલીન અને સભ્ય બની રહે છે.

1

|| માઁ દુર્ગાના નવ સ્વરૂપો ||

નવરાત્રીના નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી) આગળના ત્રણ દિવસોમાં લક્ષ્મી માતાના સ્વરૂપોની અને પાછલા ત્રણ દિવસોમાં સરસ્વતીના ત્રણ રૂપોની પુજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે.

પહેલા દિવસે દુર્ગા શૈલીપુત્રી
આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

બીજા દિવસે દુર્ગા શ્રી બ્રહ્મચારિણી
આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.

ત્રીજા દિવસે દુર્ગા શ્રી ચંદ્રઘંટા
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

ચોથા દિવસે દુર્ગા શ્રી કૂષ્માંડા
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.

પાંચમા દિવસે દુર્ગા શ્રી સ્કંદમાતા
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે.
આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.

છઠ્ઠા દિવસે દુર્ગા શ્રી કાત્યાયની
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે.

સાતમા દિવસે દુર્ગા શ્રી કાલરાત્રિ
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

આઠમા દિવસે દુર્ગા શ્રી મહાગૌરી
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.

નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય

|| નવરાત્રિ ||

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય/માઘ નવરાત્રી છે. આમાં, પુરતશી મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે.
1. વસંત નવરાત્રી: બસંત નવરાત્રી, જેને વસંત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામા નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

2. ગુપ્ત નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન અનુસરવામાં આવે છે.

3. શરણ નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી અશ્વિન મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ (શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબર)ના સમયે થાય છે માટે.

4. પોશ્ય નવરાત્રી: પોશ્ય નવરાત્રી પોશ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પોશ્ય નવરાત્રી પોશ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરવામાં આવે છે.

5. માઘ નવરાત્રી: માઘ નવરાત્રી,ને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, માઘ (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરાય છે.

નવરાત્રી ત્રણ દિવસોના ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જેથી દેવી કે દેવીઓના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય.

પ્રથમ ત્રણ દિવસો
દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઇ જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે.

બીજા ત્રણ દિવસો
માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે, સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે.

અંતિમ ત્રણ દિવસો
અંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે, લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે, અને માટે જ નવ રાત્રીની પૂજા કરવામાં આવે છે.

|| માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે ||

(૧) પહેલો તમો ગુણ (જે ડર, લાગણી અને તણાવ દર્શાવે છે.)

(૨) બીજો ગુણ (જે દયા દર્શાવે છે.)

(૩) ત્રીજો ગુણ સત્‍વગુણ (જે સત્‍ય, સ્‍વચ્‍છતા, શાંતિ સ્‍વભાવ દર્શાવે છે.)

આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ માં શક્તિની આરાધના કરવામાં આવે છે