તીર્થંકર અને જૈન દર્શન

|| તીર્થંકર અને જૈન દર્શન ||

જૈનત્વ પ્રમાણે તીર્થંકર એ એવી વ્યક્તિ છે જેઓ આત્મમુક્તિ, બોધ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ આધ્યાત્મિક માર્ગે ગવધવા ઈચ્છુક આવનારી પેઢી માટે માર્ગદર્શક બને છે.

જૈન મત પ્રમાણે જે લોકો કેવળ જ્ઞાન પામે છે તેઓ મોક્ષમાં જાય છે તેમને કેવળી કે સિદ્ધ કહેવાય છે. પરંતુ એવા સિદ્ધ કે જેઓ જૈન સંઘની સ્થાપના કરે છે તેને વિશ્વમાં ફેલાવે છે દુ:ખમય માનવજાતને મુક્તિનો માર્ગ બતાવે છે, તીર્થ પ્રવર્તાવે છે, તેવા સિદ્ધને તીર્થંકર કહેવાય છે.

તીર્થંકર દ્વારા ચિંધેલો માર્ગ જૈન ધર્મના નિયમ બની જાય છે. તીર્થંકરોનું આંતરિક જ્ઞાન કે કેવળ જ્ઞાન આદર્શ અને એક સમાન હોય છે. એક તીર્થંકરની શીખ અન્ય તીર્થંકરથી જુદી પડતી નથી. જોકે તેમની શીખની વિસ્તૃિત તે સમયના લોકોની સમજણ શક્તિ અને હૃદયની શુદ્ધતાની અનુસાર હોય છે. લોક મનસનો આધ્યાત્મીક વિકાસ અને હૃદયની શુદ્ધિ જેટલી વધુ તેટલો બોધ ટૂંકો કે ઓછો વિસ્તૃત હોય.
માનવ જીવના અંતે તીર્થંકર નિર્વાણ પામે છે, અર્થાત જન્મ મરણના અનંત ચક્રથી મુક્તિ પામે છે.

જૈન દર્શનના મતે સમય અનંત છે તેની કોઈ શરૂઆત કે તેનો કોઈ અંત નથી. તે બળદ ગાડાંના પૈડાંની જેમ ફરતો રહે છે. આપણા આ સમયના કાળ પહેલાં કાળ ચક્ર અનંત ફેરા ફરી ચૂક્યું છે અને આગળ પણ અનંત ચક્રો ફર્યા કરશે. ૨૦૧૧માં આપને એક કાળ ચક્રના અર્ધા ફેરાના ૨,૫૩૮ વર્ષ વીતી ચૂક્યાં છે.

જૈનો માને છે કે વિશ્વના આ ભાગમાં દર અર્ધ કાળ ચક્રમાં ૨૪ તીર્થંકરો જન્મે છે. અત્યારના કાળના પ્રથમ તીર્થંકર ઋષભદેવને સમાજ જીવન ના નિયમોનું લોકોને જ્ઞાન કરાવવાનું શ્રેય જાય છે. કહે છે કે તેમણે લોકોને અસિ-મસિ-કૃષિ શીખવી. આનિયમો લોકોને સમાજમાં હળીમળીને રહેવા શીખવ્યું અને ત્રીજા આરાના અંત નજીક નિર્વાણ પામ્યાં. ૨૪ મા અને અંતિમ તીર્થંકર મહાવીર (ઈ.પૂ.૫૯૯-૫૨૭)હતાં જેમના અસ્તિત્વને ઇતિહાસ પણ માને છે. દિગંબર જૈનો માને છે કે ચોવીસેય તીર્થંકરો પુરુષ હતાં કેમ કે સ્ત્રી વેદ મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે, પણ શ્વેતાંબર માને છે કે ૧૯ મા તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતાં અને લિંગ કે જાતિ એ મોક્ષપ્રાપ્તિ માટે બંધન કર્તા નથી.

હવે નવા તીર્થંકર આગલાં અર્ધ કાળ ચક્ર (ચડતો)ના ત્રીજા આરાની શરૂઆતમાં લગભગ ૮૧,૫૦૦ વર્ષ પછી.

તીર્થંકરો લોકોને મોક્ષમાર્ગ બતાવે છે આથે તેમની મૂર્તિઓએ જૈન દેરાસરો કે જૈન મંદિરોમાં પૂજવામાં આવે છે. તીર્થંકરો એ ભગવાન કે ભગવાનો નથી. સૃષ્ટિના રચેતાના સંદર્ભમાં જૈનો કોઈ ભગવાનને માનતા નથી. તેઓ જ્ઞાની પામેલ સિદ્ધ આત્માઓ છે.

તીર્થંકરોનું વર્ણન વિવિધ રૂપે કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમને પદ્માસન બેઠેલા દર્શાવવામાં આવે છે. તેમાંના માત્ર બે ને જુદી રીતે દર્શાવવામાં આવે છે. ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથના માથા પર શેષ નાગ બતાવવામાં આવે છે અને દિગંબર પ્રથામાં સાતમા સુપાર્શ્વનાથના માથે અમુક નાગની ફેણનો નાનો સમૂહ બતાવવામાં આવે છે.

દિગંબર પરંપરા અનુસાર તેમની પ્રતિમા નિર્વસ્ત્ર હોય છે જ્યારે મૂર્તિપુજક શ્વેતાંબરો તેમના મંદિરની પ્રતિમાને ઘરેણાં, મુગટ આદિથી શણગારે છે. તીર્થંકરોને તેમના આસન પર દર્શાવેલ લાંછન કે ચિન્હ અથવા તેમના ક્ષેત્ર રક્ષક દેવ દ્વારા ઓળખાય છે.

વીસમાં મુનિસુવ્રત અને બાવીસમાં નેમિનાથને બાદ કરતાં બાકીના બધાં તીર્થકરો ઈક્ષ્વાકુ કુળના હતાં. બાકી રહેલા બે તીર્થંકરો હરિવંશના હતાં. જૈન દર્શન પ્રમાને પ્રથમ તીર્થંકર ઋષભદેવ દ્વારા શરૂ થયેલ કુળ ઈક્ષ્વાકુ કુળ તરીકે ઓળખાય છે.

ઋષભદેવને છોડીને બાકીના સર્વે તીર્થંકરોની દીક્ષા સ્થળ અને કેવળ જ્ઞાન પ્રાપ્તિ તેમની જન્મ સ્થળે જ થઈ હતી. ઋષભ દેવને પુરિમતળમાં, નેમિનાથને ગિરનારમાં અને મહાવીસ્વામીને રુજુવલુકા નદીને કિનારે કેવળ જ્ઞાન થયું.

વીસ તીથંકર સમ્મેત શિખર પર નિર્વાણ પામ્યાં. દિગંબરો માને છે કે ઋષભદેવ કૈલાશ પર્વત પ્ર નિર્વાણ પામ્યામ્ અને શ્વેતાંબરો માને છે કે અષ્ટાપદ પર્વત પર તેઓ નિર્વાણ પામ્યાં. વાસુપુજ્ય ઉત્તરબંગાળમાં આવેલ ચમ્પાપુરીમાં નિર્વાણ પામ્યાં; નેમિનાથ ગુજરાતના ગિરનાર પર્વત પર નિર્વાણ પામ્યાં અને મહાવીર સ્વામી આજના બિહારના પટના નજીક પાવપુરીમાં નિર્વાણ પામ્યાં.

એકવીસ તીર્થકરો ઊભી કાર્યોત્સર્ગ મુદ્રામાં નિર્વાણ પામ્યાં જ્યારે ઋષભ, નેમિનાથ અને મહાવીર પદ્માસન કાર્યોત્સર્ગ મુદ્રામાં નિર્વાન પામી મોક્ષગામી બન્યાં.

One thought on “તીર્થંકર અને જૈન દર્શન

Leave a comment