શ્રી ગૌતમ સ્વામી

1

|| શ્રી ગૌતમ સ્વામી ||
જૈનમ જયતિ શાસનમ .

!!અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામી!!

અંગુઠે અમૃત વસે, ………………… લબ્ધિતણાં ભંડાર,
શ્રી ગુરૂ ગૌતમ સ્મરણીએ, મન વાંછિત ફળ દાતાર.

છંદ………….

શ્રી વીર જિનેશ્વર કેરો શિષ્ય,ગૌતમ નામ જપો નિશદિન;
જો કીજે ગૌતમ નું ધ્યાન તો ઘર વિલસે નવે નિધાન………. !!૧!!
ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત હેલા સંપજે ;
ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંયોગ…………….. !!૨!!
જે વૈરી વીરૂઆ વંકડા તસ નામે નાવે ઢુંકડા;
ભૂત પ્રેત નવી મંડે પ્રાણ, તે ગૌતમ ના કરું વખાણ………….. !!3!!
ગૌતમ નામે નિર્મળ કાય ,ગૌતમ નામે વાધે આય;
ગૌતમ જિન શાશન શણગાર,ગૌતમ નામે જયજયકાર……….!!૪!!
શાળ દાળ સુરહા ઘૃત ગોલ,મનવાંછિત કાપડ તંબોલ;
ઘરસુઘરની નિર્મળ ચિત્ત ,ગૌતમ નામ પુત્ર વિનીત……………!!૫!!
ગૌતમ ઉદયો અવિચલ ભાણ,ગૌતમ નામ જપો જગ જાણ;
મોટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ…………… !!૬!!
ઘર મયગલ ઘોડા ની જોડ,વારૂં પહોચે વાંછિત કોડ;
મહીયલ મને મોટા રાય ,જો તુઠે ગૌતમ ના પાય……………….!!૭!!
ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે,ઉત્તમ નર ની સંગત મળે ;
ગૌતમ નામે નિર્મળ જ્ઞાન,ગૌતમ નામે સફળ વાધે વાન………!!૮!!
પુણ્ય વંત અવધારો સહુ,ગુરૂ ગૌતમ ના ગુણ છે બહુ ,
કહે લાવણ્ય સમય કરજોડ,ગૌતમ ત્રુઠે સંપત્તિ ક્રોડ….. ………….!!૯!!
========================================

3

|| શ્રી ગૌતમ સ્વામી ||
જૈનમ જયતિ શાસનમ

૧. પૂર્વ ભવે મરીચી ત્રિદંડીના કપિલ નામે શિષ્ય હતા.
૨ પૂર્વભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ ની સારથી તરીકે સેવા કરી.
૩. ગૌતમ સ્વામીના પિતાનું નામ વસુભૂતિ, માતાનું નામ પૃથ્વી અને જન્મભૂમિ નામ ગોબરગામ,તેઓએ ૫૦ વર્ષે દિક્ષા લીધી,૮૦ માં વર્ષે કેવલજ્ઞાન પામ્યા, ને ૯૨ વર્ષે મોક્ષે ગયાં.
૪. ગૌતમ સ્વામીને અભિમાન ના બદલામાં સંયમ અને વિલાપ ના બદલામાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
૫. મહાન પંડિત હોવા છતાં જીવ છે કે નહિ ? તેવી મનમાં શંકા હતી.
૬. દિક્ષા બાદ રોજ ગૌદુહાસને બેસતા હતા.
૭. ગૌતમસ્વામીના બીજા બે ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા.
૮. ઇન્દ્રભૂતિ પંડિત માંથી કારતક-વદ-૧૧ ના ગૌતમસ્વામી થયા.
૯. ત્રિપદી ધ્વારા ભ.ની કૃપાથી દ્વાદશાંગી ની રચના કરવા સમર્થ થયા.
૧૦. છઠ્ઠ ના પારણે છઠ્ઠ કરનાર તપસ્વી હતા.
૧૧. ગૌતમસ્વામી ના અંગુઠે અમૃત હતું.
૧૨. વાણીજ્ય ગ્રામે આનંદશ્રાવક ને મિચ્છામી દુક્કડમ કરવા તેમના ઘરે ગયાં.
૧૩. મૃગાગામ માં મૃગાવતી રાણીને ત્યાં મૃગા લોઢીયાને જોવા માટે ગયાં.
૧૪. અષ્ટાપદ તીર્થની સ્વલબ્ધિ વડે યાત્રા કરી,જગચિંતામણી સૂત્ર રચ્યું.
૧૫. ૩૬ હજાર પ્રશ્નો ભગવાન મહાવીરને પૂછ્યા જે ભગવતી સૂત્રમાં છે.
૧૬. ગૌતમ સ્વામીને ભગવાન વીરે વારંવાર સમયં મા ગોયમ ! મા પમાએ કહેતા હતા.
૧૭. હાલિક (ખેડૂતને) પ્રતિ બોધવા પ્રભુ વીરે ગૌતમને મોકલ્યા હતા.
૧૮. કેશી ગણધર સાથે ગૌતમ સ્વામીનું તિંદુક ગામમાં મિલન થયું હતું.
૧૯. પોલાસપુરમાં અઈમુત્તા ની વિનંતીથી તેના ઘરે ગોચરી ગયાં.
૨૦. એક દિવસ ઋષભદત્તા બ્રાહ્મણીનો માતા તરીકેનો પરિચય પ્રભુવીરે બ્રાહ્મણકુંડ ગામમાં કરાવ્યો હતો.
૨૧. અક્ષિણ મહાનસ લબ્ધિથી ૧૫૦૦ તાપસોને ખીરથી પારણા કરાવ્યા હતા.
૨૨. પોતાનો ૫૦૦૦૦ હજાર શિષ્યનો પરિવાર હતો.
૨૩. ગૌતમ સ્વામીએ જેટલાને દિક્ષા આપી તે બધા કેવલજ્ઞાની થયા.
૨૪. દેવશર્માને પ્રતિ બોધવા પ્રભુવીરની આજ્ઞાથી ગયાં.
૨૫. વિલાપ કરતાં કરતાં કારતક-સુદ-૧ ના અપાપાપૂરી નગરીમાં કેવળજ્ઞાન થયું.
૨૬. તેમની કાયા સાત હાથની-દેહ સુવર્ણ અને નિર્વાણ રાજગૃહીમાં થયું.

Leave a comment